reivew,sentimentGOLD "ફિલ્મ 'આદિપુરુષ'ના ફર્સ્ટ લૂકને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારપછી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ મૂળભૂત બાબતો એ જ રહી. તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ VFXની દ્રષ્ટિએ વિઝ્યુઅલ સારી સાબિત થાય છે, પરંતુ CJIની ખામીઓ રહે છે. 2Dમાં VFX અને CGI કામ પ્રભાવશાળી નથી. જ્યારે 3Dમાં તે મજબૂત છે. સૌથી મોટી સમસ્યા પટકથા અને સંવાદોમાં આવે છે. આ ફિલ્મને આધુનિક દેખાવ આપવા માટે દિગ્દર્શક ઓમ રાઉતે રાવણની લંકાને અલગ લૂક આપ્યો છે, જે રાવણના ચમકતા સોનાથી વિપરીત 'હેરી પોટર' અથવા 'ગેમ ઓફ થ્રોન્સ'ના કિલ્લા જેવો દેખાય છે. ફિલ્મનો ત્રણ કલાકનો રન ટાઈમ નડવા માંડે છે કે જ્યારે સેકન્ડ હાફમાં વાર્તા VFXથી સજાયેલા રામ-રાવણના યુદ્ધ સુધી સીમિત દેખાય છે. જોકે વાર્તા ઇન્ટરવલ પહેલા વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે સારી લાગે છે. દિગ્દર્શકે અહિલ્યા, મેઘનાદ વધ જેવા રામાયણનાં ઘણાં એપિસોડને છોડી દીધા છે. જ્યારે બાલી અને સુગ્રીવને વાનરોનું શુદ્ધ સ્વરૂપ આપવામાં આવ્યું છે, ત્યારે રાવણનો દેખાવ, પોશાક અને તેના શસ્ત્રોનું ઘણું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. રાવણને પિશાચ જેવા પ્રાણી પર સવારી કરતો બતાવવામાં આવ્યો છે, તેના શસ્ત્રો 'ગેમ ઓફ થ્રોન્સ'ની યાદ અપાવે છે. સંચિત-અંકિત બલ્હારાનો બેકગ્રાઉન્ડ સ્કોર મજબૂત છે, પરંતુ અજય-અતુલનું સંગીત ગીતોને એટલું અદ્ભુત બનાવી શક્યું નથી. હા, 'જય સિયારામ રાજારામ' અને 'તુ હૈ શીતલ ધારા' સાંભળવા સારા લાગે છે.",0 "દેખા મેંને દેખા હૈ યે એક સપના ફૂલો કે શહેર મેં હો ઘર અપના' આ સુપરહિટ સોન્ગ પોતાનું ઘરની ઈચ્છા રાખતા દરેક મધ્યમવર્ગીય કપલનું સપનું હોય છે, પરંતુ પોતાનું ઘર મેળવવા માટે કોઈ કઈ હદ સુધી જઈ શકે છે? આ એક અટપટો સવાલ છે? લુકા છુપી અને મિમી જેવી ચર્ચિત ફિલ્મો આપી ચૂકેલા ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર મિડલ ક્લાસ કલપના આ સપનાની આપસાસ ફરતી ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે' લઈને આવ્યા છે, પરંતુ પાત્રોની નબળાઈ અને નબળી સિનેમોટોગ્રાફ્રીના કારણે તેઓ દર્શકોને કહાણી સાથે જોડાવામાં નિષ્ફળ રહે છે. કોમેડી-ડ્રામા ફિલ્મની પકડ ત્યારે મજબૂત થાય છે, જ્યારે મેકર્સ ફિલ્મના પાત્રોને દર્શકો સાથે જોડી શકે. પરંતુ અહીંયા તકલીફ એ છે કે દર્શકો તે પાત્રો સાથે રિલેટ કરી શકતા નથી. પાત્રો ટુકડા-ટુકડામાં છે પરંતુ તેમાં ડેપ્થની કમી છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર મિડલ ક્લાસ જોઈન્ટ ફેમિલીનો એક મજેદાર સંસાર બતાવે છે, જ્યાં કેટલીક જગ્યા પર હાસ્યનો સુંદર ક્ષણ આવે છે, પરંતુ તેની કહાણી કમજોર સાબિત થાય છે. સવાલ એ ઉભો થાય છે કે, એક સુખી મેરિડ કપલ કેવી મુશ્કેલ સ્થિતિ પર ઘર મેળવવા માટે કઠોર નિર્ણય લઈ શકે છે? ફર્સ્ટ હાફ પોતાની રફ્તારથી આગળ વધે છે પરંતુ સેકન્ડ હાફમાં કહાણી ખેંચવામાં આવી હોય તેમ લાગે છે. કહાણીમાં મામા-મામીના પાત્રોથી કોમેડી અને ઈમોશન ઉભા થાય છે પરંતુ અંતમાં આ પાત્રોનો ઉપયોગ ન થતાં નિરાશા થાય છે અને ક્લાઈમેક્સમાં કહાણી નબળી પડે છે. ફિલ્મનું મ્યૂઝિક સારું છે, જે સચિન-જીગરે આપ્યું છે.",0 "લાઈગર ફિલ્મના પાત્ર ઘણી વખત મૂર્ખતા ભરેલું વર્તન કરતા જોવા મળે છે. લાઈગરમાં ડિરેક્ટર પુરી જગન્નાથે તર્ક વિનાની વાર્તા રજૂ કરી છે. તેમજ લાઈગર દર્શકોને બાંધી રાખવામાં નિષ્ફળ જાય છે કારણકે આ ફિલ્મ એ રીતે લખાઈ છે કે તેમાં કશું નવું નથી. લાઈગરમાં હંમેશાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મોમાં જોવા મળતી જ વાત છે અને તેમાં કોમર્શિયલ તત્વ ઉમેરાયું છે. પણ, છતાં લાઈગર એ એક સારી રીતે બનાવાયેલી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ નથી. લાઈગરમાં સુનીલ કશ્યપનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વિષ્ણુ શર્માનું કેમેરાવર્ક સ્ટાઈલિશ છે. તેમ છતાં દર્શકોની રુચિ લાંબા સમયથી જળવાઈ રહેતી નથી. છતાં આ ફિલ્મમાં જો કશું જોવાલાયક હોય તો તે વિજય દેવરકોંડા છે. તેણે ફિલ્મમાં બોલેલા સંવાદ પણ અસરકારક છે. છતાં ક્યારેક વિજય દેવરકોંડા ફિટ અને હેન્ડસમ દેખાતો નથી. અનન્યા પાંડે ક્યુટ દેખાય છે પણ તેણે હજુ એક્ટિંગમાં ઘણી મહેનત કરવાની જરૂર છે. લાઈગરની વાર્તા નબળી છે જે દર્શકોની રુચિ જાળવી રાખતી નથી. ડિરેક્ટર પુરી જગન્નાથ એક સંતોષજનક ફિલ્મ આપવામાં નિષ્ફળ રહ્યા છે.",0 "ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ ભવ્ય સેટ્સ, ઉત્તમ સિનેમેટોગ્રાફી, શાનદાર બેકગ્રાઉન્ડ સ્કોર અને સંજય દત્ત તેમજ રણબીર કપૂર જેવા ધુરંધર કલાકારોની મદદથી ફિલ્મને ગ્રાન્ડ બનાવવાની કોશિશ કરી છે. પરંતુ અફસોસ ફિલ્મની નબળી સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સને લીધે માર ખાઈ જાય છે. જોકે, ઈન્ટરવલ પહેલાથી ક્લાઈમેક્સ સુધીના કેટલાક દ્રશ્યો દર્શકોમાં ઉત્સાહ જગાડે છે. પરંતુ ફિલ્મની વાર્તાને વધારે ખેંચવામાં આવી હોવાથી દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ રહે છે. એક-બેને બાદ કરતાં બાકીના ગીતો જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યા હોય તેવું લાગે છે.પોણા ત્રણ કલાક લાંબી ફિલ્મને એડિટિંગ ટેબલ પર ઓછામાં ઓછો અડધો કલાક કાપી શકાઈ હોત. જો 'શમશેરા'ને 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' અને 'કેજીએફ'ની ના પસંદ આવે તેવી કોકટેલ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય. રણબીર કપૂરે આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે તો સંજય દત્ત પણ શુદ્ધ સિંહના રોલમાં જામે છે. વાણી કપૂર પાસે ફિલ્મમાં ડાન્સ અને રોમાંસ સિવાય કંઈ ખાસ કરવાનું નથી. સૌરભ શુક્લા અને રોનિત રોય પણ પોતાના પાત્ર સાથે ન્યાય કરે છે.",0 "સબ્બિર ખાન ડિરેક્ટેડ ફિલ્મ 'નિકમ્મા'ની સમસ્યા એ છે કે તેનો સ્ક્રીનપ્લે સારો નથી. પાત્રોની રચનામાં ખૂહ મહેનત કરવામાં આવી છે પણ લગભગ અઢી કલાકની આ ફિલ્મ 'નિકમ્મા' ઘણી ખેંચાયેલી હોય એવું લાગે છે. જો એક્ટિંગની વાત કરીએ તો 'નિકમ્મા'માં એક્ટર અભિમન્યુ દાસાણી ઓવર એક્ટિંગનો શિકાર બની ગયો છે. તેણે પોતાના ક્રાફ્ટ પર વધારે મહેનત કરવાની જરૂર છે. અવનિના પાત્રમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સારું કામ કર્યું છે. તેણે પોતાનો રોલ ખૂબ જ પ્રમાણિકતાથી ભજવ્યો છે. જ્યારે શર્લી સેતિયા ખૂબ ક્યુટ લાગી રહી છે. વિલનના રોલમાં એક્ટર અભિમન્યુ સિંહ જામી રહ્યો છે. આ સિવાય વિક્રમ ગોખલે, સચિન ખેડેકર, સમીર સોની જેવા કલાકારોના રોલ કંઈ ખાસ ઉલ્લેખ કરવા જેવા નથી. 'નિકમ્મા'નું સંગીત સાધારણ છે.",0 "સવા બે કલાકની આ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની વાર્તાને ઉતાવળથી દર્શાવે છે. ફિલ્મમાં એવા ઘણાંય સવાલ છે જેના જવાબ નહીં મળે. ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં પૃથ્વીરાજ અને સિંહો વચ્ચેની લડાઈના સીન રોમાંચક લાગશે. પરંતુ 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં તરાઈના બંને યુદ્ધને મર્યાદિત દ્રશ્યોમાં આટોપી લેવાયા છે જે યોગ્ય નથી લાગતું. નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ફિલ્મને સવા બે કલાકમાં આટોપીને વિવાદોથી બચવા માટે સપાટ અંદાજમાં રજૂ કરી છે પણ આ જ કારણે ફિલ્મ પ્રભાવ નથી છોડતી.ફિલ્મનો સ્ક્રીનપ્લે વેરવિખેર લાગે છે. અક્ષયે સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં જીવ રેડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ માત્ર 40-45 દિવસમાં પોતાની ફિલ્મોનું શૂટિંગ પૂરું કરી નાખતા અક્ષય પાસે પર્ફેક્શનની અપેક્ષા રાખવી મૂર્ખામી છે. 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત'ના રણવીર સિંહ તેમજ 'જોધા અકબર'ના હૃતિક રોશન કરતાં અક્ષય નબળો લાગે છે.ફિલ્મમાં મોહમ્મદ ગોરીના રોલમાં માનવ વિજને જોઈને એક બળવાન વિલનની કમી વર્તાય છે.જોકે, સંજય દત્ત, આશુતોષ રાણા, સોનુ સૂદ અને સાક્ષી તંવર જેવા ઉમદા કલાકારોએ પોતાના રોલ સાથે બરાબર ન્યાય કર્યો છે. પરંતુ આ કલાકારો પાસે કરવા માટે કંઈ ખાસ હતું નહીં. આ ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરનારી વિશ્વ સુંદરી માનુષી છિલ્લર પડદા પર એક સુંદર ઢીંગલી જેવી લાગે છે. નિઃશંકપણે હજી માનુષી છિલ્લરને એક્ટિંગમાં ઘણું શીખવાનું છે. ફિલ્મના સેટ્સને ભવ્ય બનાવવા માટે રૂપિયા પાણીની જેમ વાપર્યા છે અને સિનેમેટોગ્રાફી પણ સારી છે. પરંતુ અફસોસની વાત એ છે કે, ડાયરેક્ટર લીડ એક્ટર અને વિલન બંનેનો સાથ ના મળ્યો અને વિવાદોથી બચવાના ચક્કરમાં તેઓ ઈતિહાસ રચવાની તક ચૂકી ગયા.પડદા પર ભવ્યતાની વાત કરીએ તો સંજય લીલા ભણસાલી અને આશુતોષની ફિલ્મો સાથે તુલના કરીએ તો આ મામલે પણ 'સમ્રાટ પૃથ્વીરાજ' માર ખાઈ જાય છે. ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો છે પરંતુ એટલો પ્રભાવશાળી નથી લાગતો. મ્યૂઝિકની વાત કરીએ તો, 'હરિ હર' સિવાય ફિલ્મનું એકપણ ગીત કર્ણપ્રિય નથી લાગતું. જો તમે ઐતિહાસિક ફિલ્મોના શોખીન હો તો આ ફિલ્મ થિયેટરમાં જઈને જોવી બાકી ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જુઓ.",0 "દસવીં'નું નિર્દેશન તુષાર જલોટાએ કર્યું છે. 'રામલીલા', 'પદ્માવત', 'બર્ફી' જેવી જાણીતી ફિલ્મોમાં તુષાર જલોટાએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. પરંતુ પહેલી ફિલ્મ 'દસવીં'માં તેઓ ખાસ કમાલ ના કરી શક્યા. 8-9 ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યા પછી 'દસવીં'નું નિર્દેશન તેમના શિરે હતું પરંતુ તેઓ ખાસ કમાલ ના કરી શક્યા. ફિલ્મમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળે છે. ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ નિવડી છે. જો તુષાર ફિલ્મને થોડી ટાઈટ રાખી શક્યા હોત તો છાપ છોડી શકી હોત.'દસવીં'નું લેખન 'કહાની 2'ના સ્ક્રિપ્ટ રાઈટર સુરેશ રૈના અને 'કમાન્ડો' તેમજ 'સરદાર ઉધમ સિંહ' જેવી શાનદાર ફિલ્મો લખનારા રિતેશ શાહે કર્યું છે. બંનેની જોડી આ વખતે ફિકી સાબિત થઈ હતી. ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં અભિષેક બચ્ચનની સ્પીચ છે, જે ફિલ્મના મુખ્ય સીન પૈકીની એક છે. પરંતુ સ્પીચનું લેખન એટલું નબળું હતું આ દ્રશ્ય સૌથી બેરંગ દ્રશ્ય લાગ્યું. ફિલ્મમાં કેટલાક સંવાદ એવા છે જે હસવા પર મજબૂક કરી દેશે. ફિલ્મની વાર્તા ક્યારેક એકદમ વેગ પકડી લે છે તો ક્યારેક સાવ ધીમી પડી જાય છે. આ જ ફિલ્મનું સૌથી નબળું પાસું છે. ફિલ્મના નિર્દેશક અને લેખક અમુક જગ્યાએ જે ભાવ જગાડવા માગતા હતા તે પડદા પર ના દર્શાવી શક્યા. એકદંર ફિલ્મની સ્ક્રીપ્ટ થોડી વધુ કસી શકાઈ હોત પરંતુ તેની ખોટ છે.'દસવીં'નો ભાર આમ તો અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમ્રત કૌરના ખભે હતો પરંતુ બાકીના બે પર નિમ્રત ભારે પડી. તેણે ફરી એકવાર પોતાની નેચરલ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. યામી ગૌતમની 'અ થર્સડે' અને 'બાલા' જોયા પછી તેની પાસેથી વધુ અપેક્ષા હતી પરંતુ તે ખરી ના ઉતરી શકી. 'દસવીં'નું મુખ્ય પાત્ર ગંગારામ ચૌધરી છે જેને અભિષેક બચ્ચને નિભાવ્યું છે. 'લૂડો', 'બોબ બિશ્વાસ', 'ધ બિગ બુલ' બાદ 'દસવીં' જૂનિયર બચ્ચનની ચોથી ફિલ્મ છે જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ બધી જ ફિલ્મોમાં અભિષેક બચ્ચનનો અલગ અને ગંભીર અંદાજ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, તે પહેલા કરતાં વધુ સારી રીતે પડદા પર નિખરી રહ્યો છે. 'દસવીં'માં અભિષેકની એક્ટિંગના વખાણ ચોક્કસથી કરવા રહ્યા. પરંતુ ક્યાંક ક્યાંક તે બોડીલેંગ્વેજ ચૂકી જાય છે છતાં બાદમાં સંભાળી પણ લે છે.સિનેમેટોગ્રાફીની જવાબદારી કબીર તેજપાલની હતી. તેમણે આ ફિલ્મમાં સહેજ પણ કચાશ રાખી નથી. કેમેરા વર્ક સારું છે. મ્યૂઝિકની વાત કરીએ તો સચિન અને જિગરની જોડીનું સંગીત ફિલ્મમાં સાંભળવા મળશે. ફિલ્મના દ્રશ્યો અને સેટની વાત કરીએ તો શૂટિંગ આગ્રાની જેલમાં થયું છે. જેલની લાઈબ્રેરી અને સેલ પર ફોકસ કરવામાં આવ્યું છે. ઘણીવાર તમને દ્રશ્ય બેવડાતા હોય તેવું પણ લાગશે. ",0 "ફિલ્મની કહાણી દર્શાવે છે કે, કોઈ પણ વિજ્ઞાન 100 ટકા સચોટ નથી. તે સમજાવવાનો પ્રયાસ કરે છે કે, વ્યક્તિ પોતાના કર્મથી ભાગ્ય બદલી શકે છે. આ વાત દુનિયાના સૌથી વિદ્વાન હસ્તરેખા જ્યોતિષ પર પણ લાગુ થાય છે. 140 મિનિટની આ લાંબી ફિલ્મ એક સમય બાદ કંટાળાજનક લાગે છે, જેમ જેમ તે આગળ વધે છે, અંત સુધી ત્યાં નથી પહોંચતી જ્યાં ડિરેક્ટર પહોંચાડવા ઈચ્છતા હતી. ફિલ્મમાં મોટા સ્ટાર્સ છે, ટેકનોલોજીના આશરે પણ સુંદર કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તે કામ કરતું નથી.પૂજા હેગડે અને પ્રભાસની કેમેસ્ટ્રી આ લવ સ્ટોરીની સૌથી મોટી પરેશાની છે. દુઃખની વાત એ છે કે, બંનેના પાત્રમાં ઊંડાઈની કમી છે. તેને વધારે સારી રીતે ઘડી શકાય તેમ હતું. તેની કમીની અસર બંને એક્ટર્સના પર્ફોર્મન્સ પર પણ પડે છે. જો કે, પ્રભાસ અને પૂજા હેગડેએ તેમના ભાગનું કામ પૂરી લગન સાથે પૂરુ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્ક્રીનપ્લેમાં ઘણા એવા સીન છે, જેની જરૂર નહોતી. ઘણા એવા પાત્રો છે, જેનું ફિલ્મમાં કોઈ કામ નહોતું. સાથે જ કેટલીક એવી ઘટના છે જેના વિશે સારી રીતે સમજાવવામાં આવ્યું નથી. તેવામાં તમે તે જ વિચારતા રહી જાઓ કે, આ કેમ થયું અથવા કેવી રીતે થયું. 'રાધે શ્યામ'નો મોટા કેનવાસ પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં સુંદર યુરોપ છે અને તે તમને પરીઓની કહાણી સમાન લાગે છે. ફિલ્મી પડદા પર જોવા માટે સુંદર અને ગ્રાન્ડ છે. મિથુન, અમાલ મલિક અને મનન ભારદ્વાજનું મ્યૂઝિક ફિલ્મની કહાણી સાથે વણાઈ ગયું છે અને તે તમને સારુ લાગે છે. કેટલાક સોન્ગનું પિક્ચરાઈઝેશન સારું છે.ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવેલા વીએફએક્સની પ્રશંસા કરવા પાત્ર છે. આ 'રાધે શ્યામ'ની ક્વોલિટી છે. પરંતુ આ બધું બેકાર સાબિત થાય છે, કારણ કે આ પ્રેમ કહાણીમાં કનેક્ટ નથી. ફિલ્મનું ભાગ્ય કંઈક થઈ શકે તેમ હતું, પરંતુ તેમ થયું નથી.",0 "પુષ્કરનાથ પંડિત અને તેમની વાર્તા આંખો ભીની કરી દેશે. પરંતુ ફિલ્મ ક્યાંક ખોવાઈ જાય છે, ભટકી જાય છે. ફિલ્મ લાંબી લાગે છે અને ડિટેલિંગની કમી દેખાય છે. એવું લાગે છે કે અરાજકતા વધુ અને સંદર્ભ ઘટી ગયો છે. તમારી અંદર અસહમતિનો ભાવ જાગવા લાગે છે. પાત્રો એકતરફી કહાણીને લઈને આગળ વધે છે જેના કારણે સંતુલન બગડી જાય છે. છેલ્લે એવું લાગવા માંડે છે કે આ બધી ઔપચારિકતા છે. અનુપમ ખેરે જબરદસ્ત એક્ટિંગ કરી છે. તેમનું પર્ફોર્મન્સ તાળીઓ વગાડવા મજબૂર કરે છે. પડદા પર તેમની પીડા જોઈને તમને પણ ડૂમો ભરાઈ આવશે. પોતાના ખોવાયેલા ઘરને શોધતાં વ્યક્તિના પાત્રમાં તેઓ પર્ફેક્ટ છે. પલ્લવી જોષી ખાસ પ્રભાવ નથી છોડી શક્યા. દર્શક તરીકે તમને લાગશે કે તેમના પાત્રમાં કંઈક વધારે હોવું જોઈતું હતું. ચિન્મય મંડલેકર અને મિથુન ચક્રવર્તી પણ પોતપોતાના પાત્રને ન્યાય આપી શક્યા છે. કાશ્મીરી પંડિતોની પીડાને દર્શાવવા અગાઉ વિધુ વિનોદ ચોપરા રોમેન્ટિક ડ્રામા 'શિકારા' લઈને આવ્યા હતા. એ વખતે તેમણે કાશ્મીરી પંડિતોની પીડાને યોગ્ય રીતે દર્શાવી ના હોવાથી તેમની ટીકા થઈ હતી. જોકે, તે ફિલ્મ તમને એમની સંસ્કૃતિ, પીડા અને નિરાશાની સ્થિતિની નજીક લઈ જાય છે. પરંતુ વિવેક અગ્નિએ એવું નથી કર્યું. તેઓ એ પીડાને બેધડક થઈને દર્શાવે છે અને રાજકારણ અને ઉગ્રવાદને આગળ રાખે છે.ફિલ્મ થોડી ગૂંચવણભરી લાગે કારણકે સીધી સપાટ રીતે વાર્તા કહેવાને બદલે ફલાણાએ કહ્યું ઢીકણાએ કહ્યું તે રીતે દર્શાવાયું છે. ",0 "અભિષેક શ્રીવાસ્તવઃ બોલિવુડ સુપરસ્ટાર માધુરી દીક્ષિતની (Madhuri Dixit) પહેલી વેબ સીરિઝ 'ધ ફેમ ગેમ' (The Fame Game)ની પહેલી સીઝન રિલીઝ થઈ ગઈ છે.આ વેબ સીરિઝની મુખ્ય યુએસપી માધુરી દીક્ષિત છે જે આ દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે. માધુરી દીક્ષિત, સંજય કપૂર અને માનવ કૌલ તેમના પાત્રમાં સારા દેખાય છે પરંતુ કેટલાક સીનમાં માધુરી અને માનવની જોડી જામતી નથી. કહાણી તો સારી છે પરંતુ તેમા ઘણી કમી છે. પૂરી કહાણી ક્યારેય વર્તમાનની સાથે ફ્લેશબેકમાં પણ ચાલે છે. ફિલ્મની કહાણી ધીમે-ધીમે આગળ વધે છે અને તેથી ક્યારેક ભારરૂપ પણ લાગે છે. આ સીરિઝમાં સમલૈંગિક સંબંધોને પણ દેખાડવામાં આવ્યા છે પરંતુ કેમ દેખાડાયા છે, તે સમજથી ઉપર છે.માધુરી દીક્ષિતને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે, તેમા બેમત નથી પરંતુ માત્ર તેના જ ક્રેઝ પર સીરિઝ હિટ કરાવી લેવી તે મુશ્કેલ કામ છે. તેવા સમય પર જ્યારે દર અઠવાડિયે કોઈ વેબ સીરિઝ રિલીઝ થાય છે, દર્શકોને બાંધવા મુશ્કેલ કામ છે. 'ધ ફેમ ગેમ' દ્વારા બોલિવુડ સેલેબ્સના અંગત અને પારિવારિક જીવનને દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે નવું નથી. માનવ કૌલ તેના રોલમાં બેસ્ટ છે. સપોર્ટિંગ કાસ્ટે પણ સારુ કામ કર્યું છે. પરંતુ આ સીરિઝ સ્લો છે તેથી જો તમે કોઈ સ્લો કહાણી જોઈ શકતા હો તો તેમા કંઈ ખોટુ નથી. ",0 "ફિલ્મ ઘણાં વર્ષો પહેલા બની હતી એટલે આજના સમય પ્રમાણે મોડર્ન ટચની કમી છે. પરંતુ નવનીત સૈનીએ સ્ક્રીનપ્લે પર સારું કામ કર્યું છે. આ ફિલ્મ બાંધીને રાખશે. જોકે, સારા સ્ક્રીનપ્લે અને ઉમદા કલાકારો સિવાય આ ફિલ્મમાં જે કંઈ છે તે તેને નબળી પાડે છે. ફિલ્મની વાર્તામાં એવા ઘણા પેચ છે, એવી ઘણી બાબતો છે જેના પર વિશ્વાસ ના બેસે. પાત્રોના લેખનમાં પણ મહેનત ઓછી છે. દાખલા તરીકે આ ફિલ્મમાં પોલીસને બતાવાઈ છે, જે જોકર જેવી લાગે છે. ખાસ કરીને કેમેરા સામે નારાજગી હશે કારણકે તે વિના કારણે હલ્યા કરે છે.દિવંગત ઈરફાન ખાનને પડદા પર જોઈને આનંદ થાય છે. શેખર શર્મા ઉર્ફે ચાંદના પાત્રમાં તેઓ જામે છે. તેઓ પોતાના અંદાજમાં વનલાઈનર્સ બોલે છે. ફિલ્મમાં ઈરફાન, દીપલ શૉ સાથે રોમાન્સ કરતાં પણ જોવા મળે છે. જે થોડું વિચિત્ર લાગે છે. ઘણીવાર એવું પણ લાગે કે દીપલનું પાત્ર લખતી વખતે રાઈટર્સના મગજમાં શું ચાલતું હશે કારણકે તેની એક્ટિંગથી વધુ ખામી પાત્રમાં છે. પહેલા સીનથી જ રણવીર શૌરી ખાસ જામતો નથી. લકી અલીને જોઈને ના તો પોલીસવાળા જેવું લાગે ના તો તેઓ રમૂજી લાગે છે.સિનેમેટોગ્રાફર રવિ વાલિયાએ થાઈલેન્ડના કેટલાક સુંદર લોકેશનને કેદ કર્યા છે. ફિલ્મનું સંગીત સહેજ પણ યાદ રહે તેવું નથી. જોકે, સમુદ્ર કિનારે ફિલ્માવાયેલી ડ્રીમ સિક્વન્સ જોવાલાયક છે. 126 મિનિટની સારી વાત એ છે કે તેને વિના કારણ ખેંચવામાં નથી આવી. ક્લાઈમેક્સ વધુ આકર્ષક અને મનોરંજક નથી. ફિલ્મ ખાસ્સા વર્ષો પહેલા બની હતી એટલે ટેક્નોલોજીમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. જોકે, આ ફિલ્મની એ સમયની ફિલ્મો જોડે તુલના કરીએ તો પણ તે ઉતરતી લાગે છે. એકંદરે 'મર્ડર એટ તીસરી મંજિલ 302' ઈરફાનની યાદોમાં રાચવાની તક આપે છે. પરંતુ આ એવી ફિલ્મ નથી જેને તમે યાદ રાખવા માગશો. એવામાં જે તમે ખરેખર ઈરફાનને શ્રદ્ધાંજલિ આપવા માગો છો તો તેમની કેટલીક સારી ફિલ્મો જુઓ. 'પીકૂ', 'ધ લંચ બોક્સ', 'પાન સિંહ તોમર', 'મકબૂલ' જેવી ફિલ્મો તમારા વોચલિસ્ટમાં સમાવી લો. આ ફિલ્મ ઈરફાનની એકપણ ફિલ્મની નજીક આવે તેવી પણ નથી.",0 "ચાર્લી અને મકવાણાની મુંબઈથી દીવની સફર ટ્રકમાં શરૂ થાય છે ત્યારે ફિલ્મમાં રસ જાગે છે. આ મુસાફરી દરમિયાન ચાર્લી ગોરીલા બનેલા મકવાણા સાથે ખૂબ વાતો કરે છે અને જવાબમાં જેકી શ્રોફ ખૂબ નાચે છે. આ સફરમાં ઘણાં નવા પાત્રો ઉમેરાતા જાય છે જે વાર્તાને ખેંચતા લાગે છે અને ફિલ્મ કંટાળાજનક થતી જાય છે. તમને ખબર છે કે ફિલ્મ કઈ દિશામાં જવી જોઈએ પરંતુ ડાયરેક્ટર દરેક વખતે ફિલ્મને પાટા પરથી ઉતારી દે છે. કદાચ ડાયરેક્ટર ભૂલી ગયા છે કે સારી કોમેડી ફિલ્મ બનાવા માટે ઉત્કૃષ્ટ લખાણ અને કોમિક ટાઈમિંગની જરૂર હોય છે.ઉદાહરણ તરીકે ધમાલ, ગોલમાલ, નો એન્ટ્રી જેવી ફિલ્મોની વાર્તામાં કશું ખાસ નહોતું પરંતુ ચુસ્ત સ્ક્રીપ્ટ અને કોમેડી ટાઈમિંગના કારણે જ આ ફિલ્મોને પસંદ કરાઈ હતી. આવી કેમેસ્ટ્રી આદર જૈન અને જેકી શ્રોફ વચ્ચે જોવા નથી મળી રહી. આદર જૈને પોતાની એક્ટિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. સારા લૂક્સ હોવા છતાં દર વખતે આદરને જોઈને કઝિન રણબીર કપૂર યાદ આવે છે. આદરના એક્સપ્રેશન અને અવાજ રણબીરને મળતાં આવે છે પરંતુ એક્ટિંગની બાબતે આદર નબળો છે. એલાન નૌરૌજી નાનકડા રોલમાં સારી લાગી રહી છે. રાજપાલ યાદવ, દર્શન જરીવાલા, સિદ્ધાંત કપૂર અને શ્લોકા પંડિત પાસે કરવા માટે કશું ખાસ નથી. માટે ફરી એકવાર આદરને દર્શકો તરફથી નિરાશા મળશે તેવું લાગી રહ્યું છે.",0 "ડેવિડ ધવન અને તેના સ્ક્રિનપ્લે રાઈટર રુમી જાફરીએ 1995ની ફિલ્મને 2020માં ગ્રાન્ડ બનાવવાની કોશિશ કરી છે. પહેલી ફિલ્મથી વધારે મોટું ઘર, મોટી ગાડી, ધમાકેદાર ડાન્સ, હાઈ પિચ મ્યૂઝિક અને આજના સમયના હિસાબે કેટલાક ડાયલોગ્સ. કુલ મળીને 2020ની 'કૂલી નંબર 1'માં જૂની બોટલમાં નવો દારુ છે. કેવું છે કલાકારોનું કામ? વરુણ ધવને આ ફિલ્મ દ્વારા ગોવિંદાના અંદાજમાં ઉતારવાની કોશિશ કરી છે. જોકે, તેમાં સફળ રહ્યો નથી. 1995ની 'કુલી નંબર-1' એક એવી ફિલ્મ છે. જેને થિએટરથી લઈને ટીવી સુધી દરેક લોકોએ જોઈ હશે. આ કારણે દર્શક તરીકે તમે સ્ટોરી તો ઓળખતા જ હશો. આગળ શું ઘટના થવાની છે. એ પણ તમે જાણો છો. શું ડાયલોગ્સ બોલશે તેનો પણ અંદાજ લગાવી શકો છો. આથી સૌથી મોટો પડકાર હતો કે આ ફિલ્મને પહેલા કરતા પણ વધુ મજેદાર બનાવી શકાય. જોકે, અફસોસ એવું ન થઈ શક્યું.જોકે, વરુણ ધવને પોતાના હિસાબે મસ્તી ખૂબ જ કરી છે. આ ફિલ્મમાં એક્ટિંગ કરવાથી વધારે તો ફિલ્મને એન્જોય કરતા જોવા મળે છે. વરુણે ફિલ્મમાં અમિતાભ બચ્ચનથી લઈને નાના પાટેકર સુધીની મિમિક્રી કરી હતી. જોકે, અંતમાં તે મિથુન ચક્રવર્તી પર આવીને રોકાઈ જાય છે. સારા અલી ખાનના ભાગમાં તો કરવાલાયક ઘણું જ હતું. શિખા તલસાણિયાના પણ આવા જ હાલ છે. જોકે, સાહિલ વૈદ્ય રાજૂના દોસ્ત દીપકના કેરેક્ટરમાં ઠીકઠાક લાગી રહ્યો છે.કાદર ખાનની જગ્યાએ આ વખતે પરેશ રાવલ છે. પરેશ રાવલે જરુર ગત ફિલ્મ કરતા અલગ કરવાની કોશિશ કરી છે જેમાં તે ખૂબ જ જામે છે. ગોવાના એક બિઝનેસમેન તરીકે તેની હોશિયારી, ગત ફિલ્મના હોશિયારચંદને તો પાછળ નથી મૂકતી પરંતુ તેના સમાંતર જ ચાલે છે. 'કુલી નંબર 1' કોમેડી ફિલ્મ છે પરંતુ દર્શકોને વધારે હસવું નહીં આવે. 90ના દશકની સ્ટોરીને હાલના સમયના હિસાબે ખૂબ જ ભવ્ય બનાવી છે. આ માટે જ પડદા પર બધું જ સુંદર અને મસ્ત લાગે છે. રાજપાલ યાદવ સારો છે પરંતુ તે પણ શક્તિ કપૂર કરતા વધારે સારુ નથી કરી શક્યો. કેટલીક હદ સુધી રાજપાલ યાદવ અને જ્હોની લીવર હસાવવામાં સફળ જરુર થાય છે.90ના દશકમાં ગોવિંદા અને કાદર ખાનની જોડીમાં જોરદાર કેમિસ્ટ્રી હતી. કુલી નંબર 1માં પણ એ વાત જોવા મળી હતી. વરુણ ધવન અને પરેશ રાવલ વચ્ચે આ કેમિસ્ટ્રી ગાયબ થતી હોય એવું લાગે છે. ફિલ્મની સ્ટોરી આગળ તો વધે છે પરંતુ તે અસર નથી દર્શાવતી. સાહિલ વૈદ્ય અને શિખા તલસાણીયાની લવ સ્ટોરી પરાણે ઘૂસાડવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.જો વાત કરવામાં આવે ફિલ્મના સંગીતની તો તે સાંભળવા લાયક છે. વરુણ ધવન સારો ડાન્સર છે અને તેણે પોતાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. સારા અને વરુણની જોડી ગીતમાં સારી લાગે છે. અનેક ગીત એવા છે જે તમને નચાવશે. 'હુસ્ન હૈ સુહાના'નું રીમેક ખૂબ જ મસ્ત બન્યું છે પરંતુ 'મિર્ચી લગી'ને હજુ વધુ સારુ બનાવી શકાયું હોત.",0 "આ ફિલ્મ તેલુગુ અને તમિલ ભાષામાં બનેલી ફિલ્મ 'ભાગમતી'ની હિન્દી રિમેક છે. સાઉથની ફિલ્મો ખૂબ લાઉડ હોય છે તે અક્ષય કુમારની 'લક્ષ્મી' જોઈને સમજાઈ ગયું હશે. જો તમને સાઉથની ફિલ્મો પસંદ ના હોય તો આ ફિલ્મ જોવાનું ટાળવું. ભૂમિ પેડનેકર સારી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને આ વાત તે સાબિત કરી ચૂકી છે. પરંતુ આ ફિલ્મમાં તે વધુ પડતી લાઉડ છે, જે અજીબ લાગશે. ફિલ્મમાં 30 મિનિટ તો ભૂતિયા માહોલ બતાવવામાં લગાવાયો છે, જે વિચિત્ર લાગે છે. દરેક પાત્રની કહાણી તમે જાણવા માગો છો પરંતુ તેને યોગ્ય રીતે સ્થાપિત નથી કરી શકાયું. ફિલ્મમાં રાજકીય ષડયંત્રો અને મહિલા સશક્તિકરણના મુદ્દાને ઘૂસાડવામાં આવ્યો છે. જો તમે વિચારતા હશો કે આ હોરર ફિલ્મ છે તો ડર લાગશે તો તમે ખોટા છો. ફિલ્મના ડાયલોગ માથું ભારે કરી નાખે તેવા છે. માહી ગિલ અને જિશૂ સેનગુપ્તાના પાત્રોનો યોગ્ય ઉપયોગ નથી થયો. અરશદ વારસી આ ફિલ્મ દ્વારા પોતાની ઈમેજ ચેન્જ કરવાના પ્રયાસમાં છે પરંતુ તેને યોગ્ય સ્પેસ નથી અપાઈ.",0 "સડક 2'ની વાર્તા એકદમ ઉદાસીપૂર્ણ માહોલથી શરૂ થાય છે જેમાં રવિ પોતાની મૃતક પત્ની પૂજાની યાદોમાં જીવતો હોય છે. તે આત્મહત્યાની કોશિશ કરે છે પરંતુ કરી નથી શકતો. આર્યા એક વંટોળની જેમ રવિના જીવનમાં આવે છે. વાર્તામાં ઝડપથી ટ્વિસ્ટ આવવા લાગે છે અને તેના કારણે જ ફિલ્મનો સ્ક્રીનપ્લે પાટા પરથી ઉતરી જાય છે. ફિલ્મના ડાયલોગ વાસી લાગે છે અને દર્શકોને કંટાળો અપાવે તેવા છે. એવું લાગે છે કે, મેકર્સે ફિલ્મ લખવામાં ખાસ મહેનત નથી કરી. તેઓ એવું માનતા હશે કે દર્શકો જૂની ફિલ્મના આધારે જ આ મૂવી પણ જોઈ લેશે. નવી ઓડિયન્સના એક મોટા વર્ગે જૂની 'સડક' જોઈ નહીં હોય. આ ફિલ્મના વિલન અતિશય ડ્રામા કરે છે અને એક્શન નકલી જેવું લાગે છે.પોતાની ઉત્તમ એક્ટિંગ માટે જાણીતી આલિયા ભટ્ટ પણ અમુક ઈમોશનલ સીનને બાદ કરતાં નિરાશ કરે છે. આદિત્ય રોય કપૂરના ફાળે કરવા માટે કંઈ ખાસ આવ્યું નથી. સંજય દત્તના કેટલાક ઈમોશનલ સીન સારા છે પરંતુ તેના પાત્રની પણ મર્યાદા છે. આલિયાના પિતાનો રોલ કરતાં જિશૂ સેનગુપ્તા અને ઢોંગી ધર્મગુરુનાા પાત્રમાં મકરંદ દેશપાંડેએ દમદાર અભિનય કર્યો છે. જો કે, મેકર્સે મકરંદ દેશપાંડે જેવા ઉત્તમ કલાકાર પાસેથી પણ ઓવર-એક્ટિંગ કરાવી છે અને ઘણા સીન અજીબ લાગે છે. એક સારા ડાયરેક્ટર તરીકે મહેશ ભટ્ટે ઘણી સારી ફિલ્મો બનાવી છે પરંતુ આ ફિલ્મ સંપૂર્ણપણે નિરાશ કરે છે.",0 "ફિલ્મના પહેલા સીનમાં ઉર્વશી રૌતેલા ઉપરાંત પોલીસ ઈન્સ્પેક્ટરના રૂપમાં બ્રિજેન્દ્ર કાલા દેખાય છે તો તમારી થોડી આશા જાગે છે. પરંતુ એક પછી એક સીનમાં સ્ટોરી પાટા પરથી ઉતરી જાય છે. તેમાં કોઈ મત નથી કો ફિલ્મમાં ઉર્વશી બ્યૂટીફૂલ લાગી રહી છે તેણે મહેનત કરી છે પરંતુ એક એક્ટર તરીકે હજુ સુધી તે પ્રોમિસિંગ નથી લાગતી. ફિલ્મમાં કેટલાક સારા કલાકાર છે જેમનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરાયો. બ્રિજેન્દ્ર કાલા, અર્ચના પુરણ સિંહ અને રાજીવ ગુપ્તા પોતાની ફિલ્મોમાં કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે પરંતુ ભાનુપ્રિયા પર ફોકસ કરવામાં આ કલાકારોને યોગ્ય સ્પેસ નથી અપાઈ. જોકે ભાનુપ્રિયાની ફ્રેન્ડના પાત્રમાં રુમાના મોલા અને રાજીવના પાત્રમાં સુમિત ગુલાટી સારા લાગી રહ્યા છે. ગૌતમ ગુલાટી પોતાના રોલ માટે મિસફિટ છે અને સારું રહેશે કે કોઈ એક્ટિંગ ક્લાસ જોઈન કરે.ફિલ્મની સ્ટોરી સારી છે પરંતુ ખરાબ સ્ક્રીન પ્લે અને દ્વીઅર્થી ડાયલોગ્સે તેને ખરાબ કરી દીધી છે. આજકાલ બોલ્ડ ટોપિક્સ પર સારી ફિલ્મો બની રહી છે જેને પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે. આયુષ્માન ખુરાનાની વિકી ડોનર, શુભ મંગલ સાવધાન અને અક્ષય કુમારની ગુડ ન્યૂઝ જેવી ફિલ્મો પણ બોલ્ડ ટોપિક્સ બની છે પરંતુ ખબર નહીં કેમ ડાયરેક્ટર અજય લોહાણને આ સ્ટોરી પર એક ‘એ’ સર્ટિફિકેટ સાથેની ફિલ્મ બનાવવાનો વિચાર કેમ આવ્યો. ફિલ્મનું મ્યૂઝિક એવું નથી કે તમને જોયા બાદ કોઈ સોન્ગ યાદ રહે.",0 "અહમદ ખાને વિષય તો સારો પસંદ કર્યો છે પરંતુ તેની સાથે ન્યાય નથી કરી શક્યા. જે પરિસ્થિતિમાં મલાલાએ લડાઈ લડી તેને પરદા પર દેખાડવી, એ ઈમોશન્સને ફરી જીવિત કરવામાં ડિરેક્ટર નિષ્ફળ ગયા છે.દિવ્યા દત્તા, અતુલ કુલકર્ણી જેવા કલાકારો પાસે પણ તે સારુ કામ નથી કઢાવી શક્યા. રીમા શેખે મલાલાના પાત્ર સાથે સારો ન્યાય નથી કર્યો. મલાલાના સંઘર્ષ અને આતંકવાદીઓ સામેની લડાઈમાં રીમા ઉચિત ભાવ અને લાગણી વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ નબળો છે. આ કારણે ફિલ્મ પોકળ લાગે છે. આ ફિલ્મ નિરાશાજનક છે કારણ કે તેમાં કોઈ વિવાદનો ઉલ્લેખન નથી. મલાલાના જીવન સાથે જોડાયેલી આ ફિલ્મમાં તથ્યો ગાયબ છે. ગુલ મકઈ તેના કથાવસ્તુને કારણે શાનદાર ફિલ્મ બની શકત પરંતુ આ ફિલ્મમાં એવું કશું જ નથી જેથી તેને સારી ફિલ્મની યાદીમાં શામેલ કરી શકાય.",0 "આ ફિલ્મની કહાની સાંભળવામાં સારી લાગશે પણ ફિલ્મમેકર્સે જે રીતે પડદામાં ઉતારી છે એ જોઈને તમને વિચાર આવશે કે આવી રીતે થોડી ફિલ્મો બનાવાય છે. ફિલ્મની શરૂઆતમાં પહેલા અડધા કલાકમાં તમને સમજાશે કે નહીં શું ચાલી રહ્યું છે. ધીરે ધીરે સમજમાં આવશે અને એવું થશે કે સારી એવી કહાનીની આમ પડદા પર ઉતારીને બગાડી નાખી. જોકે આ આખી કહણીના મજેદાર વાત એ છે કે તેના ક્લાઇમેક્સમાં ઘણા ટ્વીસ્ટ રાખવાં આવ્યા છે જે સારી વાત છે પણ એ કાલિમેકનો આખી કહાનીમાં ક્યાંય પણ કોઈ કડી જોડવામાં આવી નહતી. એટલા માટે ફિલ્મનું ક્લાઇમેક્સ જરા પણ દર્શકોને ખુશ કરતું નથી. જો કે એક્ટિંગની વાત કરીએ તો આદિત્ય રૉયકપૂરે કઇંક નવું કરવાની કોશિશ કરી છે. એ તેમણાં આશિકી વાળા રોલમાંથી બહાર આવીને સોલ્જર બન્યા છે. પણ એક્ટિંગના નામ પર મેકર્સે આદિત્ય પાસે 100 ટકા કામ કઢાવી શક્યા નથી. આખી ફિલ્મમાં આદિત્યને એક્શન કરાવવા માટે જ બોલાવ્યો હોય એવું લાગી રહ્યું હતું. સંજના સંઘી વિશે વાત કરી તો એમને પણ સારું એક્શન કર્યું છે પણ એમણે વધુ રોલ આપવાં આવ્યો નથી. પ્રકાશ રાજન કેરેક્ટરને પણ સમય આપવાની જરૂર હતી પણ મેકર્સ એમ પણ ફેલ રહ્યા છે. સાથે જ આશુતોષ રાણા અને જેકી શ્રોફએ તેમણાં ફિરદાર પર ખરા ઉતર્યા છે. જો ફિલ્મના VFXની વાત કરીએ તો ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો છે. આવા દેશભક્તિના ફિલ્મોમાં ગોળીબારી અને બોમ્બ ધમાકા માટે ડીમાર્ટમેન્ટે ઘણું સારું કામ કરવાની જરૂર હોય છે પણ આ ફિલ્મમાં એ પણ કમજોર નીવડ્યા છે. પણ હા જો તમને સલમાન ખાનની રેસ 3 કે રાધે ફિલ્મ પસંદ આવી હોય તો તમને આ ફિલ્મ પણ ઘણી પસંદ આવશે. ",0 "ર્નલગંજ એક એવું શહેર છે જ્યાં નાના નેતા ભંડારીનું રાજ ચાલે છે. તેણે જબરદસ્તી બધાના લગ્ન કરાવી આપવાનો ઠેકો લઈ રાખ્યો છે. ‘સબ કુશલ મંગલ’ના માધ્યમથી કોમેડી પીરસવાની કોશિશ કરાઈ છે જ્યારે આ ફિલ્મ એટલી ફની છે નહિ. ફિલ્મની શરૂઆત અક્ષય ખન્નાના ડ્રામાથી ભરપૂર એન્ટ્રીથી થાય છે.તેમાં મોટી મોટી મૂછ અને વાળ તેને થોડો ડરામણો લૂક આપે છે. એક્ટિંગના મામલામાં અક્ષય ખન્ના આમ તો ઈમ્પ્રેસિવ છે પરંતુ નીરસ સ્ક્રિપ્ટને કારણે તે કોઈને ખાસ ઈમ્પ્રેસ નથી કરી શક્યા.ફિલ્મમાં ન્યુ કમર રીવા કિશન અને પ્રિયાંક શર્મા આત્મવિશ્વાસથીસભર લાગે છે. પરંતુ બંને વચ્ચે ખાસ કોઈ કેમિસ્ટ્રી નથી. પ્રિયાંક પોતાના લુક્સને કારણે પ્રોમિસિંગ લાગે છે.પરંતુ તેના પત્રકારના પપ્પુ મિશ્રાના પાત્રમાં જે જોશ જોઈએ તેમાં ભારોભાર ઉણપ દેખાઈ હતી. તે પોતાના શો ‘મુસીબત ઓઢ લી મૈંને’માં ખોટા કામનો પર્દાફાશ કરે છે. રીવા કિશન મંદિરાના પાત્રમાં જામે છે પરંતુ તેના પાત્ર પાસે જીવનના મોટા નિર્ણયોમાંથી એક લગ્ન જેવા મુદ્દા પર બોલવા માટે કશું નથી.ફિલ્મમાં સતીશ કૌશિક, સુપ્રિયા પાઠક અને રાકેશ બેદી જેવા કલાકારોએ સારો અભિનય કર્યો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ક્યાંક ભટકી ગયો છે. સેકન્ડ હાફમાં લડાઈ ઝઘડા જોતા તમને સ્ટોરીનો અંત શું આવશે તેનો અંદાજ આવી જાય છે. ફિલ્મના અમુક સીનમાં અક્ષય ખન્ના પોતાના જ ગુંડાઓની હસી-મજાક કરતો દેખાય છે જેથી ફિલ્મનો મૂડ હળવો થઈ જાય છે. મ્યુઝિક એવરેજ છે. ગીતોના શૂટિંગ સરસ રીતે કરવામાં આવ્યા છે.પરંતુ ફિલ્મમાં ગીતોનું પ્લેસમેન્ટ ખોટી જગ્યાએ કરવામાં આવ્યું છે. ફિલ્મ થોડી લાંબી ખેંચાઈ ગઈ છે. ફિલ્મનો બેક ગ્રાઉન્ડ સ્કોર લાઉડ અને શોર-શરાબાથી ભરપૂર છે. ફિલ્મની સ્ટોરી જબરદસ્તી લગ્ન અને દહેજ પ્રથા જેવા કુરિવાજો સામે મજબૂત સ્ટેન્ડ નથી લેતી.આ એક ઉપલકિયો પ્રયત્ન છે. ",0 "“દુનિયા ભલે દિલની વાત કરે પરંતુ પ્રેમ તો આજે પણ ચહેરાથી જ શરૂ થાય છે.” જવાનીમાં જ માથે ટાલ પડી જવાની સમસ્યા આધારિત અભિષેક પાઠકની ફિલ્મ ઉજડા ચમનનો મૂળ સંદેશ એ જ છે કે પ્રેમ કરવા માટે વ્યક્તિનો ચહેરો નહિ, તેના ગુણ જોવા જોઈએ. પરંતુ અભિષેકે આ ઊંડાણવાળી વાતને કહેવા માટે એટલી લાઉડ કોમેડીનો સહારો લીધો છે કે ફિલ્મનો મર્મ ક્યાંક દબાઈને રહી જાય છે.ફિલ્મમાં આ જ દર્શાવવાની કોશિશ કરાઈ છે પરંતુ સ્ક્રીન પ્લે અને ડાયલોગ રાઈટર દાનિશ ખાન, “વાળ નહિ તો છોકરી નહિ” એ એક લાઈન પર જ અટકી ગયા છે. તે તેને લેયર્ડ નથી બનાવી શક્યા. ફિલ્મના ફર્સ્ટ હાફમાં ચમનની ટાલની મજાક ઉડાવવાના જે સીન છે તે જબરદસ્તી ઠૂસેલા હોય એવુ લાગે છે. હંસરાજ કૉલેજના બધા વિદ્યાર્થીઓ ચમનની મજાક ઉડાવવા માટે જ કૉલેજ આવે છે. કૉલેજનો પ્રિન્સિપાલ એટલો ભ્રષ્ટ છે કે તે 1000 રૂપિયા માટે પોતાના વિદ્યાર્થીઓને લેક્ચરરનું અપમાન કરવા કહે છે. આ સીન ફની નથી પરંતુ વાહિયાત અને અનરિયાલિસ્ટિક લાગે છે. આ કારણે ચમનની તકલીફો સાચી નથી લાગતી.",0 "ફિલ્મને જોઈને તમે તેના પાત્રોને મહાભારતના પાત્રો સાથે જોડવાની કોશિશ કરશો. ફિલ્મનો પહેલો હાફ તો માત્ર પાત્રોના પરિચયમાં જ જતો રહે છે. બીજા હાફમાં અમુક ટ્વીસ્ટ તમને સ્ટોરી સાથે જોડી રાખે છે. ફિલ્મમાં અમુક પાત્ર નકામા ઉમેરવામાં આવ્યા છે. જેમ કે, આયુષના લવ ઈન્ટરેસ્ટ અમાયરા દસ્તૂરના રોલની જરૂર જ નહતી. મનીષા કોઈરાલાનું પાત્ર મહત્વનું છે. પરંતુ તેને ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે.બળદેવના ડ્રાઈવર બાદશાહના રોલમાં જેકી શ્રોફ જામે છે. પરંતુ તેના પાત્રને વિકસવાનો મોકો નથી મળ્યો. આખી ફિલ્મમાં એક જોરદાર લીડર અને પરેશાન પિતાના રોલમાં સંજય દત્ત છવાયેલો રહે છે. અલી ફઝલનું એક માત્ર પાત્ર એવું છે જે યોગ્ય રીતે લખાયું છે. એક યુવાન નેતા અને જવાબદાર મોટા ભાઈનું પાત્ર છાપ છોડી જાય છે. સત્યજિત દુબેનું પાત્ર પણ વાસ્તવિક કરતા કાલ્પનિક વધારે લાગે છે. વિલનના રોલમાં ચંકી પાંડે તમને યાદ રહી જશે. ફિલ્મના ડાયલોગ જરૂર કરતા વધારે ફિલ્મી છે અને દર્શકો પર છાપ છોડવામાં નિષ્ફળ જાય છે. ફિલ્મમાં ખોટી જગ્યાએ ગીતો મૂકાયા છે જે ફિલ્મના ફ્લોમાં બાધારૂપ બને છે.",0 "ડિરેક્ટર રાજીવ રુઈઆની ફિલ્મની સૌથી મોટું નબળું પાસુ છે, ફિલ્મની સ્ટોરી. સારા ગીત અને સુંદર લોકેશન્સની લાલચમાં સ્ટોરીને ગ્રીસ તો લઈ ગયા પરંતુ તેનો કોઈ જ ફાયદો ન થયો. ફિલ્મમાં ગંગાની લહેરોમાં આવતા તોફાનના દ્રશ્યને બાદ કરવામાં આવે તો હોરરનો એક પણ સીન એવો નથી જે તમે જોયો ન હોય.ખખડતી બારી, હવામાં ઉડતા ફર્નીચર, અંધારામાં પડેલી ખોપડીઓ અને ઉલટી લટકેલી ચૂડેલને તમે વર્ષોથી જોતાં આવો છો. વરદાન સિંહ અને રવિ ચોપરાનું સંગીત એવરેજ છે. કેવું છે કલાકારોનું કામ? પડદા પર રજનીશ દુગ્ગલને જોતા જ સમજાય જાય છે કે આ જ ભૂત ભગાવશે. રજનીશે કામ તો સારુ કર્યું છે પરંતુ તે આ ટાઈપની હોરર ફિલ્મમાં ટાઈપકાસ્ટ થઈ ચૂક્યો છે.કુણાલ રોય કપૂર ફિલ્મમાં વેડફાઈ ગયો છે. તેણે સારી રીતે ફિલ્મની પસંદગી કરવી પડશે. રજનીશ દુગ્ગલની પ્રેમિકાનો રોલ કરનાર પૂજા બિષ્ટ માત્ર ગીત ગાવામાં જ સારી લાગે છે. કુણાલની પ્રેમિકા બનેલી નાજીયા હુસૈનના ભાગમાં એક ગીત જ આવ્યું છે.હોરર ફિલ્મના શોખીન દર્શકોને આ ફિલ્મ નિરાશ કરે છે.",0 "જે ફિલ્મમાં ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ની જોડી જીમી શેરગિલ અને માહી ગિલ જેવા કલાકાર હોય તો દર્શકોની અપેક્ષા વધવી સ્વાભાવિક છે કે ફિલ્મમાં ભરપૂર મનોરંજન અને ડ્રામા હશે. જોકે, અફસોસ ખરાબ સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ નિરાશ કરે છે.ફિલ્મ ડિરેક્ટર મનોજ ઝાની રંગબાજ ફેમિલીનો બેઝિક વિચાર દમદાર હતો પરંતુ નબળી વાર્તા, ખરાબ સ્ક્રિનપ્લે અને અગણિત કટ્સે ફિલ્મમાં કોઈ જ દમ બાકી રાખ્યો નથી. ફિલ્મમાં અનેક પાત્રો છે પરંતુ જોઈએ તેવું કામ કોઈ જ પાત્ર પાસે કરાવવામાં આવ્યું નથી. તેઓ ફિલ્મમાં શું કરે છે અને શા માટે કરી રહ્યાં છે તેનું કોઈ લોજીક જ નથી. સાજિદ-વાજિદના ગીત સ્ટોરીમાં વચ્ચે બળજબરીથી નાખ્યા હોય તેવું લાગે છે.નન્નુ એટલે કે ભૈયાજી તરીકે જિમી શેરગીલે પોતાનો રોલ સારી રીતે કર્યો છે. માહી ગિલે પણ પોતાનો નટખટ અંદાજ સારો દર્શાવ્યો છે. સુપ્રિયા પિલગાંવકર સારુ મનોરંજન આપે છે. બાકીના પાત્રમાં મનોજ તિવારી, યશપાલ શર્મા, મનોજ પાહવા, પવન મલ્હોત્રા વગેરેને ભેળવવામાં આવ્યાં છે.‘સુપર 30’ પછી નંદીશ ફિલ્મમાં હીરો તરીકે જોવા મળ્યો છે. ફિલ્મમાં જો લીડનો ભાર વેંઢારવો હશે તો વધુ જવાબદારી ઉપાડવી પડશે. સૌરભ શુક્લા હંમેશાની જેમ શાનદાર છે. ફિલ્મ જોવી કે નહીં? જો આ ફિલ્મ નહીં જુઓ તો પણ ખાસ નુકસાન થશે નહીં",0 "ઈન્ટરવલ સુધી તો ફિલ્મને ખૂબ ખેંચી પરંતુ સેકન્ડ હાફમાં ભટકતી આત્મા, શરીર પર કાબૂ કરતું ભૂત, ઢીંગલી, તૂટેલો હિંચકો, મોટું ઝાડ, કપાયેલું ધડ, એક હોરર ફિલ્મમાં જોઈએ તે બધા જ નૂસખા અજમાવી ચૂક્યાં છે. જોકે, આ જ ચક્કરમાં ફિલ્મના લીડ હીરોના માઈગ્રેનને દર્શકોમાં ટ્રાન્સફર કરવાની રીત અજમાવી છે.માઈગ્રેન અને પેરાનોઈયાગ્રસ્ત અમીર કરણ અજમેરા (સચિન જોશી) પોતાની ગર્લફ્રેન્ડ અહાના (નરગિસ ફખરી)ની વિનંતી પર આઠ વર્ષથી બંધ પોતાના સમરહાઉસમાં ક્વોલિટી સમય પસાર કરવા માટે પહોંચે છે. અહાના પોતાના વેકેશન માટે પેરિસની જગ્યાએ કરણના આ બંધ સમરહાઉસને કેમ પસંદ કરે છે એ વાત જ સમજબહારની છે જેટલી પ્રેમી કપલ તરીકે સચિન જોશી અને નરગિસ ફખરીની એક્ટિંગ. ફિલ્મમાં આ બન્ને વચ્ચે રત્તીભરની પણ કેમિસ્ટ્રી જોવા મળતી નથી.આ સમરહાઉસમાં બટલર કેરટેકર ગોટી (અલી અસગર) પણ છે. જે પોતાના બહાર નીકળેલા બે દાંત અને વિચિત્ર હિંદીના કારણે વાહિયાત લાગે છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં રોમાન્ટિક ગીત વચ્ચે રાતમાં એક ભૂત ફરતું રહે છે. જેને જોઈને કરણ માયા-માયા કરતો રહે છે. ઈન્ટરવલ પછી દર્શક માયા (નવનીત કૌર ધિલ્લોન) અને સમીર (વિવાન ભટેના) સાથે રુબરુ થાય છે. જે કરણના કોલેજના જિગરી દોસ્ત છે. આઠ વર્ષ પહેલા આ ત્રણે વચ્ચે શું થયું હતું.? ઘરમાં ફરતું ભૂત કોણ છે? આ પ્રેમી કપલને કોણ અલગ કરવા ઈચ્છે છે? આ બધું ખબર પડે ત્યાં તો દર્શકને ઘોર કંટાળો આવવા લાગે છે.1920 ઈવીલ રિટર્ન્સ’ અને ‘રાગિણી એમએમએસ 2’ ફેમ ડિરેક્ટર ભૂષણ પટેલ આ હોરર ફિલ્મથી દર્શકને ન તો ડરાવી શક્યા છે ન તો બાંધી શક્યાં છે. ફિલ્મના લીડ એક્ટર્સ સચિન જોશી અને નરગિસ ફખરીની ખરાબ એક્ટિંગ આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ છે. ફિલ્મમાં કરણની ડોક્ટર તરીકે મોના સિંહે ઠીક એક્ટિંગ કરી છે. નવનીત કૌર ધિલ્લોનનું કામ પણ ઠીક છે. ‘જબ સે મેરા દિલ’ અને ‘ધડકન સે જરુરી’ જેવા ગીતો ઠીક છે. જોકે, આ ગીતો ફિલ્મની ઝડપને ધીમી પાડે છે. ‘તુંબાડ’ જેવી હોરર ફિલ્મની વધતી જતી શક્યતાઓ પર ‘અમાવસ’ એક ગ્રહણ છે.",0 "ફિલ્મના પ્રોડ્યુસર તરીકે નેશનલ એવોર્ડ વિનર નિર્માતા-નિર્દેશક પ્રકાશ ઝાનું નામ હોય અને તેમાં અરશદ વારસી અને સૌરભ શુક્લા જેવા કલાકાર હોય તો તમે ફિલ્મ પાસેથી આશા રાખી શકો છો. જોકે, આ ત્રિપુટીની ‘ફ્રોડ સૈંયા’ દરેક સ્તર પર નિરાશ કરે છે. જોકે, આ ફિલ્મ મૂળ પ્રકાશ ઝાની દીકરી દિશા ઝા અને તેના સાથી પાર્ટનર કનિષ્ક ગંગવાલે બનાવી છે. જોકે, એવું લાગી રહ્યું છે કે ફિલ્મ બનાવતાં સમયે તેઓ 90નાં દાયકામાં જ અટકી પડ્યાં છે. જ્યારે મહિલાઓના ખુલ્લા પગ-ક્લીવેજ અને ગેસ છોડવા અંગે બનેલા જોકસ સાંભળીને લોકો હસતાં રહે. આ વસ્તુ મનોરંજક નહિ પરંતુ ફૂહડ લાગે છે.આ ફિલ્મની સ્ટોરી અને નિર્દેશન બન્ને સ્તરહીન કક્ષાના છે. જોકે, ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર સૌરભ શ્રીવાસ્તવે તાજેતરમાં જ પોતાનું નામ હટાવવાની વાત કરી હતી. કારણકે ફિલ્મ તેના હિસાબથી બનાવવામાં નથી આવી. ફિલ્મમાં મહિલા કેરેક્ટરને એવી રીતે મૂર્ખ બતાવી છે કે ભોલાની બે પત્નીઓનો છેતરપિંડીનો ખુલાસો થયો હોવા છતાં તેને બચાવે છે. એક સીનમાં ટીનેજર ભોલા પોતાના સ્કૂલની એક યુવતીને પ્રપોઝ કરે છે અને તેને હા કહેવા માટે જબરદસ્તી કરે છે. યુવતી ભોલાના હાથમાં બચકું ભરે છે અને તે લોહીથી માંગમાં સિંદૂર ભરે છે. બસ પછી શું યુવતી તેને પતિ પરમેશ્વર માની લે છે. ફિલ્મના એક સીનમાં એડલ્ટરી કાનૂનની પણ મજાક ઉડાવવામાં આવી છે.અરશદ વારસી અને સૌરભ શુક્લા બન્ને ઈન્ડસ્ટ્રીના ઉત્તમ કલાકાર છે. આ બન્નેનું કોમિક ટાઈમિંગ પણ લાજવાબછે. જોકે, ફિલ્મમાં બન્ને દર્શકોને હસાવવામાં અસફળ રહે છે. લેડી ડોન ચંદાના રોલમાં ભાવના અને તેના ડોનભાઈના રોલમાં પિયુષ સુહાણે થોડી કમાલ જરૂર કરે છે. અન્ય કલાકારોમાં ફ્લોરા સૈની, નિવેદિતા તિવારી વગેરે નાની ભૂમિકાઓમાં સારા લાગે છે. સોહેલ સેનનું મ્યૂઝિક પણ યાદગાર નથી. એલી અવરામ પર શૂટ થયેલું છમ્મા-છમ્મા પણ ખાસ છાપ નથી છોડતું.",0 "જોકે, અનેકવાર ફિલ્મ નિર્માતા એક સુંદર ફિલ્મ બનાવવામાં એવી ફિલ્મ બનાવી દે છે. જેનું કોઈ ધડ-માથું નથી હોતું. આ ફિલ્મ પણ કંઈક એવી જ રીતે બની હોય તેવું લાગે છે.ડિરેક્ટર સચિન કર્નાડે એકદમ બકવાસ સ્ક્રિપ્ટ પર બકવાસ ફિલ્મ બનાવી છે. ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ આ બન્નેમાંથી એકપણમાં તમને કશું જ મજા આવે એવું નથી. ફિલ્મ જોઈને તમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગશે. અમિત સાધ સારો એક્ટર છે ઉપરાંત તેણે અનેક સારી ફિલ્મ કરી છે પરંતુ આ બકવાસ રોલ ધરાવતી ફિલ્મ તેણે શા માટે સાઈન કરી તે એક સવાલ છે. અરબાઝ ખાનનું તો લાગી રહ્યું છે કે ફ્લોપ ફિલ્મનો કોઈ રેકોર્ડ બનાવવા ઈચ્છે છે. જેથી તે આવી ફિલ્મ સાઈન કરી રહ્યો છે.લાંબા સમય પછી પડદા પર જોવા મળેલી સોનલ ચૌહાણના ચહેરા પર હવે ઉંમર સ્પષ્ટ જોવા મળે છે. એવલિન શર્માનો રોલ ફિલ્મમાં એટલો જ છે જેથી ફિલ્મમાં હોવા ન હોવાનો કોઈ જ ફરક નથી પડતો. આ ફિલ્મનું સંગીત કંઈ ખાસ નથી. ગોવામાં શૂટ થયેલી ફિલ્મમાં તમને ગોવાના સારા લોકેશન જોવા મળે છે. આ ફિલ્મ પર તમારા રુપિયા અને સમય જરાપણ બરબાદ ન કરશો.",0 "યે રેસ જીંદગી કી રેસ હૈ, કિસી કી જાન લેકર હી ખત્મ હોગી. પછી એ દર્શકોનો જીવ કેમ ન હોય. સ્ટારકાસ્ટની ભરમાર સાથે આવેલી રેસ 3માં તમે કંઈક તો જોવાની આશા રાખો કે જે ઇન્ટરેસ્ટિંગ હોય પરંતુ અફસોસ કે રેસ 3માં ફક્ત નિરાશા સીવાય તમને કંઈ હાથ લાગે તેવું છે નહીં. રેસની પાછલી બે ફ્રેન્ચાઇઝી બાદ આ વખતે મોટાભાગની સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ છે. પાછલી બે ફિલ્મોમાંથી એક અનિલ કપૂર જ એવા છે જે હજુ પણ રેસમાં છે. જ્યારે જેકલીન ફર્નાન્ડિસને રેસ-2 પછી રેસ-3માં લીડ હીરોઇન બનવાનો મોકો મળ્યો છે. જ્યારે ડિરેક્ટર અબ્બાસ મસ્તાનની જગ્યાએ રેસ-3ના રેમો ડિસુઝાએ ડિરેક્ટ કરી છે.કલાકોરની વાત કરીએ તો અનિલ કપૂર હંમેશા જબરજસ્ત રહ્યા છે અને આમાં પણ છે. તો જેક્લિન અને ડેઝીએ પણ આ ફિલ્મમાં સારા સ્ટંટ કર્યા છે. જ્યારે સાકિબ સલીમ તો પાતના રોલને નિભાવી દીધો છે તેટલું જ પૂરતું છે. બોબી દેઓલે આ ફિલ્મમાં શર્ટ ઉતારીને કેટલાક એક્શન સીન્સ કર્યા છે.પરંતુ તેનો ભાવહીન ચહેરો આ ફિલ્મમાં પણ તેનો સાથ નથી આપતો. આ ફિલ્મમાં વિલન પણ છે અને તેનો રોલ કરવાવાળા ફ્રેડી દારુવાળાએ આ ફિલ્મ શા માટે સાઇન કરી તે એક મોટો પ્રશ્ન છે. કેમ કે અહીં તો રેસ ફેમિલીમાં જ એટલા વિલન છે કે તેમના માટે કોઈ સ્કોપ જ નથી.બેંકોક અને અબૂ ધાબીના સૌથી સુંદર લોકેશન્સ પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તો લદ્દાખ અને કશ્મીરના સુંદર વેલીઓમાં ફિલ્માવવામાં આવેલ રોમેન્ટિક સોંગ્સ પણ જોવામાં સારા લાગે છે. આવા એક બે સોંગને બાકી રાખીને બાકીના સોંગ્સ જબરજસ્તી મારી મચકોડીને મુક્યા હોય તેવું લાગે છે. જોકે ફિલ્મ પ્રોડ્યસર્સે ક્લાઇમેક્સ એવો આપ્યો છે કે તેની સિક્વલ આવી શકે છે. ત્યારે આ ફિલ્મ વિશે તો એટલું જ કે ફક્ત અને ફક્ત સલમાનના ફેન્સ માટે છે. જે દિલમાં તો આવે છે પરંતુ સમજમાં જરા પણ નથી આવતા. બાકી જો તમે ફિલ્મ જોવા જવા માગતા હોવ તો તમારા રિસ્ક પર જજો બોસ…. ",0 "ફિલ્મની સ્ટોરી સ્વતંત્રતા પહેલાના 1921ના ભારતની છે. આ ઓછા બજેટની પીરિયડ ફિલ્મ છે. તેની સ્ટોરી ખૂબ જ નબળી અને ઢીલી છે. તેમાં દેશપ્રેમનો થોડો ઘણો ટચ છે.એક વાત સ્પષ્ટ છે. પોતાની બીજી ફિલ્મના માધ્યમથી કપિલ એ પુરવાર કરવા માંગે છે કે તે પોતાની કોમેડી ટેલેન્ટના બલબૂતા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા નથી બનાવવા માંગતો. તે બીજી પ્રકારના પણ રોલ્સ કરવા માંગે છે. પરંતુ સવાલ એ છે કે શું કપિલના ફેન્સ તેને આ સ્વરૂપમાં જોવા માંગે છે? શું તે તેના દર્શકોને ખુશ કરી શકશે કે નહિ? કદાચ નહિ, કારણ કે આખી ફિલ્મમાં તેના ચહેરા પર એક જ જેવા એક્સપ્રેશન રહે છે.ફિલ્મમાં કપિલ શર્મા ભોળો બનીને રોબોની જેમ તેની ઉંમર કરતા અનેક વર્ષ નાની ઈશિતા દત્તા સાથે રોમાન્સ કરતો જોવા મળે છે. ઈશિતા દત્તા અમૃતા રાવની કોપી કરવા જાય છે તે વાત સ્પષ્ટ થઈ જાય છે. દુર્ભાગ્યવશ એટલી લાંબી છે કે તમે કંટાળી જશો.આ ફિલ્મનો પ્લોટ લગાન ફિલ્મમાંથી ઉધાર લીધો હોય તેવો લાગે છે. ભુવન (આમિર ખાન)ની જેમ મંગા (કપિલ શર્મા) ગામવાળાને ભેગા કરીને અંગ્રેજ અધિકારી માર્ક ડેનિયલને ચેલેન્જ કરતો જોવા મળે છે. તેમાં તેની મદદ શ્યામલી (મોનિકા ગિલ) કરે છે. ઈશિતા દત્તા ફિલ્મમાં સર્ગીના રોલમાં છે જે લગાનની ગ્રેસી સિંહના રોલ પરથી પ્રેરિત છે. અંગ્રેજ અધિકારી માર્ક આર્થિક લાભ માટે જબરદસ્તી સર્ગીના ગામને ખાલી કરાવવા માંગે છે.પીરિયડ ફિલ્મ એવા સ્કેલ પર બનાવવી જોઈએ જેમાં થોડી ઘણી પ્રામાણિકતા હોય. ફિરંગીમાં આવુ કશું જ નથી. ફિલ્મમાં દેખાડેલા ગામ એક સરખા જ લાગે છે. તમને એ જ 15 લોકો અહીં તહીં ફરતા જોવા મળશે. ફિલ્મના કેરેક્ટર્સના કપડા અને બોલચાલ ઠીક નથી.બ્રિટિશ કેરેક્ટર્સ નિભાવી રહેલા પાત્રો અમેરિકન એક્સેન્ટમાં વાત કરે છે. લંડનથી પાછી ફરેલી રાજકુમારી (મોનિકા ગિલ) ના કપડા અને વાત કરવાની રીત અંગ્રેજો કરતા પણ વધારે અંગ્રેજ છે. તે ભારતીય લોકો સાથે ઈંગ્લિશમાં વાત કરે છે જ્યારે બ્રિટિશ સહયોગીઓ સાથે હિન્દીમાં. દુષ્ટ ભારતીય રાજા (કુમુદ મિશ્રા) ન તો ડરાવનો છે, ન તો ફની.ફિલ્મમાં એક માત્ર લોજિકલ કેરેક્ટર હોય અને જો કોઈએ પોતાના પાત્ર માટે મહેનત કરી હોય તો તે એડવર્ડ સોનેન્બ્લિક અને અંજન શ્રીવાસ્તવ જે ગાંધી ભક્તની ભૂમિકામાં છે. ફિલ્મમાં તે જીવ પૂરવાની કોશિશ કરે છે. ફિરંગી કાચબાની ગતિએ દર્શકોને ક્લાઈમેક્સ સુધી લઈ જાય છે. આ એક પારિવારિક ફિલ્મ છે. તે સંપૂર્ણપણે બોરિંગ છે અને તેમાં એન્ટરટેઈન્મેન્ટના નામે કશુંય નથી.",0 "અપૂર્વ લાખિયાનું ડિરેક્શન આ ફિલ્મમાં ખૂબ જ ખરાબ છે પરંતુ તેનાથી પણ વધારે તમારું ધ્યાન દોરશે શ્રદ્ધા કપૂરનો વિચિત્ર ચહેરો. એવુ લાગે છે કે શ્રદ્ધાએ આખી ફિલ્મમાં મોઢામાં બે કચોરી ભરીને રાખી હોય. શ્રદ્ધા નસીબદાર છે કે તેની પાસે લિમિટેડ એક્ટિંગ સ્કિલ્સ હોવા છતાંય તેને બેક ટુ બેક બે બાયોપિક કરવા મળી છે. હવે તે સાઈના નહેવાલની બાયોપિકમાં દેખાવાની છે. જો કે આ ફિલ્મમાં શ્રદ્ધાની એક્ટિંગ ઠીકઠાક છે.ફિલ્મમાં મુંબઈના વ્યસ્ત અને વધારે બબાલ થતી હોય તેવી જગ્યાઓ દેખાડવામાં આવી છે. ડોંગરી, નાગપાડા, દુબઈ, મુલંડ અને ભાંડુ પ આ દરેક જગ્યાએ બેકગ્રાઉન્ડ સ્કોર અને સેટિંગ એક જેવા જ છે. ફિલ્મમાં એવી અનેક ઘસાયેલી-પિટાયેલી ચીજો છે જે જોઈને તમને માત્ર હસુ જ આવશે.દાઉદના પાત્રમાં શ્રદ્ધાનો ભાઈ સિદ્ધાંત કપૂર છે. આ ફિલ્મમાં દાઉદનું પાત્ર ચીલાચાલુ જ દર્શાવવામાં આવ્યું છે. તે આખા દુબઈમાં ફરે છે, કોઈપણ છોકરી સાથે કેન્ડલ લાઈટ ડિનર પર જતો રહે છે અને 1993માં મુંબઈ સળગતુ હોય છે ત્યારે બાથટબમાં આરામ ફરમાવે છે. સિદ્ધાંત કપૂરનો અવાજ પણ દાઉદને સૂટ થાય તેવો નથી. આ ઉપરાંત હસીના પારકરના કેસની તપાસ કરનારો જજ પણ સાવ મૂર્ખ જ દેખાય છે.તમે આખી ફિલ્મમાં એ સમજવાની કોશિશ કરશો કે એક વિવાદાસ્પદ મહિલા નાગપાડાની મોટી બહેન કે દાદી બને છે તો પછી તેનું જીવન કેવું હશે? પરંતુ અંતમાં તમારા સવાલોના જવાબ મળવાના બદલે તમને બેવકૂફીથી ભરેલો ડ્રામા મળશે. હસીના પારકર ગેરકાયદેસર પોતાના પરિવારની રક્ષા કરવાના પગલાને જસ્ટિફાઈ કરતી બતાવવામાં આવી છે. હસીના પારકરને લેડી ડોન નહિ પીડિતા તરીકે ચીતરવામાં આવી છે. આ ફિલ્મના પાત્રોમાં પણ ઊંડાણ નથી જે ફિલ્મની સૌથી મોટી નબળાઈ છે.ક્રાઈમ ડ્રામા પર આધારિત આ ફિલ્મ હસીના પારકરના જીવનને સમજાવવામાં સંદતર નિષ્ફળ પુરવાર થઈ છે. હસીના પારકરનું વ્યક્તિગત ચિત્રણ હોય કે પછી દાઉદની બહેન તરીકે તેનું ચિત્રણ હોય, આ ફિલ્મ દર્શકોને ગળે ઉતરે તેવી નથી.",0 "આ ફિલ્મની બીજી ખાસીયત એ છે કે તેમાં બધા પાત્રો અલગ અલગ અંદાજમાં જોવા મળશે. કેમ કે બધા જ એક્ટર પોતાની સ્ટાઇલથી હટીને એક્ટિંગ કરી રહ્યા છે. વાર્તા તો સારી છે અને આ કારણે જ અજય દેવગન સહિતના કલાકાર આ મલ્ટિસ્ટારર ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા પરંતુ તેનું એક્ઝેક્યુશન ઝીરો છે.ફિલ્મમાં દરેક કલાકાર પોતે કેટલા ખરાબ છે તે દેખાડવા માટે જાણે હોડ લાગી હોય તેમ ડાયલોગ પર ડાયલોગ માત્ર કરે છે. જ્યારે સુપર થ્રિલર બનાવવા માટે ડાયલોગ કરતા વધુ મુવ્સ અને મુવમેન્ટ જરૂરી છે. જેનો અહીં અભાવ દેખાય છે. આ ફિલ્મ ટિપિકલ બોલિવુડ સ્ટાઇલ પૈસા ફેખો, ડાઇલોગ સુનો મોમેન્ટ્સવાળી છે.સુનિતા રાડિયાના લેન્સે રાજસ્થાનના રણને એટલું તો જબરજસ્ત બતાવ્યું છે કે ફિલ્મના કેટલાક સીન તમારી સ્મૃતિપટલ પર કેટલાય સમય સુધી છવાઈ જશે. જો તમને બોલિવુડ એક્શન ફિલ્મ ગમતી હશે તો આ ફિલ્મ પૈસા વસૂલશે બાકી",0 "ફિલ્મના ડિરેક્ટર રાજ એન્ડ ડીકે પોતાની હટકે ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તે સ્ટોરીને સંપૂર્ણ ન્યાય આપી શક્યો નથી. ખાસ કરીને ફિલ્મનો સ્ક્રીનપ્લે અને પ્લોટ નબળા છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની સ્પીડ ઠીકઠાક છે, પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ ભટકાઈ જાય છે. ફિલ્મ જોતી વખતે ઘણી જગ્યાએ કન્ફ્યુઝ થવાશે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ફાયરિંગના સીન્સની ભરમાર છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ સીધાસાદા ગૌરવનું પાત્ર બખૂબી નિભાવી છે, પરંતુ રિસ્કી ઋષિના રોલમાં તે ખાસ જામતો નથી. ફિલ્મમાં બે અલગ અલગ લોકોનાં પાત્ર ભજવવામાં તે લગભગ દરેક સીનમાં પરદા પર નજરે પડે છે. ફિલ્મમાં જેક્લીન પાસે ખાસ કામ નથી, પરંતુ તેમ છતાં ફિલ્મનાં કેટલાંક ગીતોમાં તે જમાવટ કરે છે. એક્શન સીનમાં પણ તેણે વધુ સારું કરવાનો પ્રયાસ કર્યો છે. દર્શન કુમારે જરૂર ફિલ્મમાં પોતાનું પૂરતું જોર લગાવી દીધું છે. ઘણા સીન્સમાં તે સિદ્ધાર્થને જોરદાર ટક્કર આપી રહ્યો છે. સુનીલ શેટ્ટીએ ગેસ્ટ રોલમાં પોતાનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. ડિરેક્ટર રાજ એન્ડ ડીકેએ ભારતીય દર્શકો માટે મિયામીનાં સુંદર લોકેશન્સને સિલ્વર સ્ક્રીનમાં ખૂબ જ ઉમદા અંદાજમાં બતાવ્યાં છે. જોકે ફિલ્મમાં ગીત દમદાર નથી.",0 "એક સમય હતો જ્યારે મધુર ભંડારકર સાચા કિસ્સા ઊઠાવીને તેના પર દમદાર ફિલ્મ બનાવતા હતા. પરંતુ વચ્ચે એવો સમય આવ્યો જ્યારે તે અવળે માર્ગે ફંટાઈ ગયા હતા. જો કે ઈન્દુ સરકાર જોઈને એવુ લાગી રહ્યુ છે કે તે હવે પોતાના ટ્રેક પર પાછા ફરી રહ્યા છે.આ ફિલ્મમાં દેશમાં 19 મહિના લદાયેલી કટોકટીના છૂટાછવાયા બનાવો દર્શાવવામાં આવ્યા છે, તે એકસૂત્રે નથી બંધાયા. આ ફિલ્મના દરેક પાત્રો અતિશયોક્તિથી ભરેલા છે. જેમ કે, પાર્ટીના નેતાઓ વધારે પડતા વિલન જેવા છે, બંડ પોકારતા હિંમત ઈન્ડિયા સંગઠન (ઈન્દુ સહિત)ના સભ્યો વધારે પડતા સારા દર્શાવાયા છે. રાજકીય તટસ્થતા દર્શાવવામાં મધુર ભંડારકર નિષ્ફળ જાય છે.“ગરીબોને જીવવાનો હક નથી?” આવા ઘિસાપીટા ડાયલોગ્સ આપણે કેટલા વખતથી સાંભળતા આવ્યા છે? આવા ડાયલોગ્સ વચ્ચે સંજય છેલે લખેલા કેટલાંક દમદાર ડાયલોગ્સ ક્યાંક ગુમ થઈ જાય છે. તમે માંડ માંડ ધીમી ગતિએ ચાલતી મૂવીથી ટેવાઈ જાવ, ત્યાં અચાનક એક કવ્વાલી ક્યાંથી આવી જાય છે તે ઓડિયન્સને સમજવામાં મુશ્કેલી જરૂર પડશે.આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ઈન્દુની લાગણીઓ, તેના દ્વંદોનુ સારી રીતે નિરૂપણ કરાયુ છે. આ ફિલ્મમાં રાજકારણ કરતા તો ઈન્દુ અને નવીનની લવસ્ટોરી જોવામાં વધુ મજા પડે તેવી છે.મુખ્ય પાત્રમાં ક્રિતી કુલ્હારીએ ખૂબ જ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. ટોટા રોય ચૌધરીનું પરફોર્મન્સ પણ સારુ છે. આ ફિલ્મ સાથે ભંડારકરે તેની ચીલાચાલુ ફિલ્મ કરતા કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પેજ 3 લેવલની ફિલ્મ નથી બની શકી.સારો પ્રયત્ન, પણ નીરસ ફિલ્મ. આ ફિલ્મને અમારા તરફથી 3 સ્ટાર.",0 "ફિલ્મનું ટાઈટલ ‘બહેન હોગી તેરી’ જ સૂચવે છે કે આ ફિલ્મ કેટલી ઇમમેચ્યોર છે. 12 વર્ષનો છોકરો જેને નવી નવી યુવાની ફૂટતી હોય તે જ આવું બોલે. ફિલ્મ એવી દુનિયામાં આકાર લે છે જ્યાં પુરૂષો પણ ટીનેજ છોકરાઓ જેવું વર્તન કરે છે. તેઓ ગલી ક્રિકેટ રમે છે, રક્ષાબંધને છોકરીઓથી છૂપાઈ જાય છે, એકબીજાને નાદાન જેવી ગાળો આપે છે અને તેમના મા-બાપ પાસે પૈસા માંગે છે.ફિલ્મનો પ્લોટ સાવ જ ઇમમેચ્યોર છે. આવી જૂના જમાનાની માનસિકતા પર આજે પણ લોકો ફિલ્મ બનાવે છે તે વાત ખરેખર આંચકાજનક છે. જ્યારે કોઈ એવું બોલે કે તે તેની બહેન સાથે લગ્ન કરવા કરતા તેને જીવતી સળગાવી દેશે તો આ વાત ઑડિયન્સ તરીકે તમે પણ સહન ન કરી શકો. કોઈ પાત્ર બિન્ની છોકરાઓ સાથે વધારે ફરતી હોવાથી તેનું અપમાન કરે તો તમને અપેક્ષા જાગે છે કે બિન્ની હવે સામે જડબાતોડ જવાબ આપશે. પરંતુ ફિલ્મમાં ક્યારેય એવુ થતુ નથી. તમને આ જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ આવી ચીલાચાલુ માનસિકતા સામે લડવાને બદલે તેને પ્રમોટ કરે છે.આ ફિલ્મના તમામ પુરૂષ પાત્રો સાવ મૂર્ખ છે. બિન્નીનું પાત્ર પણ એવી ઘણી ચીજો કરે છે જે તમારી સમજમાં ક્યારેય નહિં આવે. બેકગ્રાઉન્ડ સ્કોર કેરેક્ટર્સની લાગણી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે પણ તે પણ ઑડિયન્સ પર કંઈ ખાસ અસર કરી શકતા નથી. સેકન્ડ હાફ તો સાવ બોરિંગ છે.ફિલ્મમાં કેટલાંક સીન સારા લખાયા છે. જેમ કે, અંતિમ યાત્રામાં રોમેન્ટિક ટ્રેક વાગતો હોય કે પછી પીધેલા યુવાનો બોલિવુડના રાહુલ અને રાજ અંગે બકવાસ કરતા હોય તે સીન. જો ફિલ્મમાં રાઈટર્સે પુરૂષ પ્રધાન સમાજની ઝાટકણી કાઢી હોત તો આ ફિલ્મ જોવાની ખૂબ મજા પડત. આ ફિલ્મ જોવાની જો થોડી ઘણી પણ મજા આવે છે તો તેનું કારણ છે રાજકુમાર રાવ. ફિલ્મમાં બીજા ઘણા સારા એક્ટર્સ છે પરંતુ રાવનું પરફોર્મન્સ સોથી દમદાર છે.",0 "આ ફિલ્મ હોલિવુડની ફિલ્મ ઓક્યુલસ (2014) માંથી પ્રેરણા લઈ બનાવવામાં આવી છે. ફિલ્મમાં થોડી ક્ષણો એવી છે જ્યારે તમને ડર લાગશે અને તમે ફફડી ઉઠશો. ફ્લેશબેક ટેકનિકનો ફિલ્મમાં સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. બોલિવુડ ઑડિયન્સને જોઈએ તેવા મસાલા પણ ફિલ્મમાં ઉમેરવામાં આવ્યા છે. પરંતુ ફિલ્મ વધારે સારી બની શકી હોત. એવું લાગે છે કે ફિલ્મ વધુ પડતી લાંબી ખેંચાઈ ગઈ છે અને તમને સ્ક્રીનમાં જઈને કોઈને મારી આવવાનું મન થાય એટલી હદે ફિલ્મ બોરિંગ થઈ જાય છે.ફિલ્મમાં એક જ કિસ્સા બે વાર બને છે. એક વખત બાળપણમાં બનેલી ઘટના તેઓ મોટા થાય પછી ફરી રીપીટ થાય છે. પરંતુ આમાંથી કેટલાંક હિસ્સા તો ડર લાગવાને બદલે ફની લાગે છે. એકના એક ડાયલોગ્સને કારણે ફિલ્મ કંટાળાજનક લાગે છે. હુમા કુરેશી, સાકિબ અને આદિલે સારા પરફોર્મન્સ આપ્યા છે. પણ ફિલ્મની નબળી સ્ટોરીને તેમના પરફોર્મન્સ પણ બચાવી નથી શકતા.હોરર ફિલ્મ જોવાનું બહુ મન થયું હોય તો જ આ ફિલ્મ થિયેટરમાં જોવા જજો. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 2.5 સ્ટાર્સ.",0 ફિલ્મનો ફર્સ્ટ હાફ તો ઠીકઠાક ચાલે છે પણ ઇન્ટરવલ પછી તો ફિલ્મ પૂરી કરતા કરતા આંખે અંધારા આવે છે. અર્જુન કપૂરના મોઢા પર એક સરખા એક્સપ્રેશન જોઈ જોઈને ઑડિયન્સ કંટાળી જાય છે. અર્જુનનું કામ સારુ છે પણ બિહારી છોકરાના રોલમાં તે ફિટ નથી બેસતો. બીજી બાજુ શ્રધ્ધા કપૂર ફિલ્મમાં સુંદર લાગે છે પરંતુ તેના પરફોર્મન્સમાં ગંભીરતાનો અભાવ છે.,0 આ સ્ટોરી દિલ્હી શહેરની છે જેને ભારતનું રેપ કેપિટલ પણ કહેવામાં આવે છે. આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીઓ વિરૂધ્ધ થનારા અત્યાચારો સામે અવાજ ઊઠાવવાનો છે. આ વિષયવસ્તુ બદલ તમે આ ફિલ્મના વખાણ કરી શકો છો. પરંતુ આ ફિલ્મમાં સ્ત્રીઓ સામે થતા જઘન્ય અપરાધ અને તેના પછી થનારી ઘટનાઓને વધારે પડતા ડ્રામેટિક સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે.આ ઘટનાનો આશય લોકોને ઊંઘમાંથી દગાડવાનો છે. પરંતુ વધુ સારા પરિણામ મેળવવા માટે ફિલ્મના સ્ક્રીનપ્લે અને કેરેક્ટર્સને વધુ મજબૂત બનાવવાની જરૂર હતી. ફિલ્મમાં આ પાસા નબળા પડતા હોવાને કારણે ફિલ્મ વાસ્તવિક નથી લાગતી. વિદ્યા હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેનો અસંવેદનશીલ પતિ દીકરીના મૃત્યુનો તો શોક મનાવે છે પણ પત્નીને તલાક આપવા માંગે છે. આ દરમિયાન વિદ્યાની એક મિત્ર રિતુ (દિવ્યા જગદાલે) તેની મદદે આવે છે. ફિલ્મમાં પોલીસવાળાઓનો રોલ પણ ઘસાયેલો-પિટાયેલો છે જે એ કહેતા સાંભળવા મળે છે.કારણ કે વિદ્યા સાથે બનેલી ઘટના ખૂબ જ ભયંકર હોવાથી શરૂઆતમાં તો ઑડિયન્સ વિદ્યા સાથે હમદર્દી જતાવે છે પરંતુ પછી વિદ્યા દ્વારા કરવામાં આવતી હિંસા પણ ઑડિયન્સને આઘાતમાં નાંખી દે છે.રવીનાએ ન્યાય મેળવવા ઝઝૂમતી સ્ત્રીના પાત્રને સુપેરે ભજવ્યો છે. પરંતુ ફિલ્મમાં એટલો ખૂનખરાબો બતાવ્યો છે કે તમે વિચારતા થઈ જશો કે વધારે ખરાબ શું હતુંઃ રેપની ઘટના કે દોષીઓની કરવામાં આવેલી હત્યા. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર.,0 "ધ રિંગનો ત્રીજો ભાગ જાપાનીઝ ફિલ્મની સિક્વલ ઓછી અને રિમેક વધારે લાગે છે. લાંબા વાળ ધરાવતી ચૂડેલ (સમારા) જે ટેલિવિઝનમાંથી બહાર આવી જાય છે તે હવે દર્શકોને ડરાવી નથી શકતી. બોર થયેલા દર્શકોને એવું લાગે છે કે જાણે આ છોકરીનું મૂંડન કરાવી નાંખવું જોઈએ. આ ફિલ્મ દર્શકોને ડરાવવા કરતા હસાવે વધુ છે આ ફિલ્મમાં લોકો ચિત્ર-વિચિત્ર રીતે રતા રહે છે અને તેનું જે ઇન્વેસ્ટિગેશન થાય છે તે એટલું બોરિંગ છે કે દર્શકો ફિલ્મમાંથી રસ ગુમાવી દે છે. 2002માં રીલીઝ થયેલી ફિલ્મમાં અંત સુધી મિસ્ટ્રી બરકરાર રહી હતી. તેની સ્ટોરી ખાસ્સી મજબૂત હતી. 2005માં રીલીઝ થયેલી સિક્વલ ઠીકઠાક હતી પરંતુ આ ત્રીજો ભાગ તો સાવ બકવાસ છે. તેમાં લીડ કેરેક્ટર્સ જુલિયાને તેના મોતના ઇશારા સમજવાાં મદદ કરે છે. ફિલ્મનો પ્લોટ ઘસાયેલો-પીટાયેલો છે અને બેમતલબ તેને કોમ્પ્લિકેટ બનાવી દેવાયો છે. ફિલ્મના કેરેક્ટર્સ કોકડું ઉકેલે ત્યાં સુધીમાં તો તમને ફિલ્મમાંથી જ રસ ઊડી જાય છે. એક પણ સીન તમને ડરાવે કે હચમચાવી દે તેવો નથી.જો તમને હોરર ફિલ્મ જોવાનો શોખ હોય તો આ ફિલ્મ કરતા તો 2002માં રીલીઝ થયેલો ધ રિંગનો ફર્સ્ટ પાર્ટ ફરી જોવો વધારે સારો છે. આના કરતા તો ગુરમીત રામ રહિમ સિંઘની લેટેસ્ટ ફિલ્મ MSGમાં વધુ ચીતરી ચડે તેવા દૃશ્યો છે.",0 "દાઉદ ઇબ્રાહિમની મજાક ઉડાવતી ફિલ્મ બનાવવા હિંમત જોઈએ. પરંતુ શું આ સફળ પ્રયોગ છે? ખરેખર તો નહિ.ન્યુઝ ચેનલ પર કટાક્ષ કરતી આ ફિલ્મમાં કોમેડી માટે વાસ્તવિકતા સાથે થોડા ચેડા કરાયા હોય તે સમજી શકાય. પરંતુ અરનબનો ટીવી પરનો રોલ પ્લે લાઉડ છે પરંતુ ફની નથી. ફિલ્મ કરતા તો સારી મિમિક્રી ઓનલાઈન વીડિયોઝમાં જોવા મળે છે. ઇન્ટરવલ પહેલા અરનબ ડોન સાથે ઇન્ટરવ્યુ ગોઠવવાની તજવીજમાં પડ્યો હોય છે તે દર્શાવાયું છે જ્યારે સેકન્ડ હાફમાં તેનો ડોન સાથેનો ઇન્ટરવ્યુ દર્શાવાયો છે. ઇન્ટરવ્યુના ડાયલોગ્સ સારી રીતે લખાયા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ તમને આશ્ચર્યમાં મૂકી દે તેવો છે. SRK જેવા દેખાતા સુનિલ ગ્રોવરને અરનબ તરીકે સ્વીકારવામાં દર્શકોને થોડી મુશ્કેલી પડે છે. પ્રેગ્નેન્ટ અને ઝઘડાળુ પત્ની તરીકે અંજના સુખાનીએ પણ ઠીકઠાક પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મ જોતા એવું લાગે છે કે દીપાન્નિતા શર્માનું કેરેક્ટર તો માત્ર સ્ત્રીઓ પર જોક્સ ક્રેક કરવા જ ઉમેરાયું છે. જો કે ડોન ડી તરીકે ઝાકિર હુસૈન અને તેના જમણા હાથ તરીકે પંકજ ત્રિપાઠીનું પરફોર્મન્સ લાજવાબ છે. ત્રિપાઠીનું કોમિક ટાઈમિંગ દર્શકોનું દિલ જીતી લે તેવું છે. ફિલ્મમાં તેને વઝુ રોલ આપવા જેવો હતો.આ એક સારી ફિલ્મ બની શકી હોત પરંતુ કોફી વિથ ડી પોસ્ટ પ્રોડક્શનમાં થાપ ખાઈ ગઈ છે. તેનું એડિટિંગ અને ડબિંગ બકવાસ છે. ફિલ્મમાં આખાને આખા સીન સિન્ક વિનાના છે. સ્ટોરી સારી છે પરંતુ તેને અસરકારક રીતે દર્શાવાઈ નથી.",0 "શરૂઆતથી અંત સુધી ફિલ્મ ફરહાન અખતર પર ટકી રહી છે. ચોક્કસ આદિના પાત્રને ફરહાને પોતાના ઉમદા અભિનયથી પરદા પર જીવંત કર્યું છે. સાક્ષી એટલે કે પ્રાચી દેસાઈના પાત્રને આ વખતે ઓછી જગ્યા આપવામાં આવી છે, જે ફિલ્મનો માઇનસ પોઇન્ટ છે. જ્યારે જિયા શર્માના રોલમાં શ્રદ્ધા કપૂરે સારી એક્ટિંગ કરવા કરતાં વધારે પોતાને સિંગિંગ સ્ટાર સાબિત કરવામાં વધુ મહેનત કરી છે. આ જ કારણ છે કે જિયાના રોલથી શ્રદ્ધા પ્રભાવિત કરી શકી નથી. ગત ફિલ્મમાં જો એટલે કે અર્જુન રામપાલની વાત કરીએ તો આ વખતે અર્જુને પોતાના પાત્ર માટે વધુ હોમવર્ક કરવાને બદલે પોતાના પાત્રને માત્ર નિભાવ્યું છે. જ્યારે ફિલ્મના અન્ય કલાકારોની વાત કરીએ તો તેમણે પણ પોતાના પાત્ર માત્ર નિભાવ્યાં છે.કોણ જાણે કેમ ફરહાને ખૂબ જ નબળી સ્ક્રિપ્ટ સાથે ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો છે. તો ડિરેક્ટર શુજાત સૌદાગરે પણ સ્ક્રિપ્ટ પર મહેનત કરવા પર કે સ્ટોરીને વધુ દિલચસ્પ બનાવવામાં અને તેમાં નવીનતા લાવવાની પોતાના તરફથી ખાસ મહેનત કરી નથી. એટલે જ ઇન્ટરવલ પહેલાં ફિલ્મ જ્યાં જૂના મિત્રોને ભેગા કરવામાં ફરતી રહે છે, તો ઇન્ટરવલ બાદ ફિલ્મની ગતિ સુસ્ત બનતી જાય છે. અગાઉની રોક ઓન ઘણી હિટ રહી હતી અને તેણે સારો એવો બિઝનેસ પણ કર્યો હતો, પરંતુ આ વખતે ડિરેક્ટરે સ્ટોરીમાં સંબંધો અને મિત્રતામાં તિરાડને વધારે મહત્ત્વ આપ્યું હતું. જોકે ફિલ્મના સુંદર લોકેશન્સનો જવાબ નથી.શંકર એહસોન લોયની ત્રિપુટીએ માહોલ મુજબ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કર્યું છે. સ્ક્રીન પર ફિલ્મનાં ગીતો ચોક્કસ ગમશે. જો આ ગીતોને વારંવાર સાંભળવામાં આવે તો ચોક્કસ ગીતો યંગસ્ટર્સની ગમી જશે.જો ફરહાન અને અર્જુન રામપાલના પાક્કા ફેન હોવ તો લાંબા સમય બાદ પોતાના મનપસંદ સ્ટાર્સની આ ફિલ્મ જોઈ શકો છો મેઘાલયનાં નયનરમ્ય લોકેશન ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે તો બીજી બાજુ નબળી સ્ક્રિપ્ટ માઇનસ પોઇન્ટ છે.",0 "વીર દાસ અને સોહા અલી ખાન બંને પોતપોતાનાં પાત્રમાં અનફિટ જણાય છે. દેવિન્દરના પાત્રમાં વીર દાસની ડાયલોગ ડિલિવરી ખૂબ જ નબળી છે. તો લાંબા સમય બાદ સ્ક્રીન પર દેખાયેલી સોહા અલી ખાન કેટલાક સીન્સમાં ફિટ બેસે છે, પરંતુ તોફાનો દરમિયાન પોતાનાં ત્રણ નાનાં બાળકો સાથે ભયભતી શીખ મહિલાનું પાત્ર તે અસરકારક રીતે ભજવી શકી નથી.એવું લાગે છે કે, પ્રોડક્શન કંપનીને ફિલ્મ જલદી શરૂ કરવાની કંઈક વધુ પડતી ઉતાવળ હશે. એટલે જ એક નબળી સ્ક્રિપ્ટ તૈયાર થતાં જ ડિરેક્ટર શિવાજીએ તેની પર કામ કરવાનું શરૂ કરી દીધું અને તેને કારણે ફિલ્મમાં બતાવાયેલાં તોફાનોનાં કેટલાક સીન્સ બનાવટી લાગે છે તો કેટલાક સીનને ખેંચવામાં આવ્યા છે. ખાસ કરીને દેવિન્દરની ફેમિલીને તેમના મિત્રો દ્વારા સુરક્ષિત જગ્યાએ પહોંચાડનારા સીન જરૂરિયાત કરતાં ઘણા લાંબા છે, તો બીજી તરફ ક્લાઇમેક્સ દર્શકોને સ્પર્શી શક્યો નથી. લીડ જોડી માટે વીર અને સોહાની પસંદગી ડિરેક્ટરનો ખોટો નિર્ણય કહી શકાય. તોફાનાનાં દૃશ્યો પર મહેનત કરવાને બદલે ડિરેક્ટરે તોફાનીઓને મારપીટ અને લૂંટફાટ કરતા બતાવવા સિવાય કશું કર્યું નથી.આવી પૃષ્ટભૂમિ પર બનનારી ફિલ્મમાં ગીત-સંગીત માટે કોઈ સ્કોપ હોતો નથી. આવામાં જ્યારે ગંભીર અને સંવેદનશીલ વિષયની સ્ક્રિપ્ટ માત્ર પોણા બે કલાકમાં પૂરી કરવા જઈ રહ્યા હોવ તો ફિલ્મનું ગીત થિયેટર બહાર કોઈને યાદ રહેતું નથી.જો 1984માં થયેલાં તોફાનોના એક પક્ષને જાણવા માગતા હોય તો આ ફિલ્મના અંતમાં સ્ક્રીન પર બતાવાયેલી કેટલીક એવી હકીકતો છે, જે તમને આ હકીકતોથી વાકેફ કરાવશે. તોફાનો વિશેની કેટલીક હકીકતો જાણવી હોય તો ફિલ્મ એક વાર જોવી જોઈએ. નહિતર, આ ફિલ્મમાં એવું કાંઈ નથી, જે તમને અતીતમાં ઘટેલી આ દુઃખદાયી, શરમજનક ઘટનાની યાદો તાજી કરવા થિયેટર સુધી ખેંચી જાય.",0 "ઓરિજિનલ કોમેડીની જ્યારે રિમેક બને ત્યારે તે પોતાનો ઓરિજિનલ ટચ પણ ગુમાવતી હોય છે, તમને એવું પણ ફિલ થાય છે કે, ટ્રાન્સલેશનમાં પણ મોટા લોચા થયા છે. ડેઝ ઓફ તફરીમાં પણ કંઈક આવું જ થયું છે. ફિલ્મનું ગુજરાતી વર્ઝન જેટલું ફની હતું, તેવું હિન્દી વર્ઝનમાં નથી થયું.ફિલ્મનો ‘કોફી કેમ મગાવી’વાળો સીન ઘણો લાઉડ છે, પરંતુ થોડો ફની લાગે છે. ફિલ્મમાં સ્ટોરી જેવું તો કશુંય નથી પરંતુ ફિલ્મમાં ઉભી થતી સિચ્યુએશનથી કોમેડી સર્જવાનો ડિરેક્ટરે પ્રયાસ કર્યો છે. પરંતુ, ફિલ્મના બધા જોક સાવ ફ્લેટ લાગે છે, અને ફિલ્મ ક્યારેક તો કંટાળાજનક પણ થઈ જાય છે. ફિલ્મ જોવી કદાચ એવું જ છે કે તમે રિયુનિયનમાં જઈ રહ્યા છો, જ્યાં બધાના મોઢા જોઈ તમને ગુસ્સો ચઢે છે, પરંતુ તમારે ગમે તેમ કરીને તેમાં જવાનું જ છે. છેલ્લે, આ ફિલ્મના પ્રોફેસરોની જેમ કદાચ તમે પણ વાળ ખેંચીને બોલી ઉઠશો, ‘આઈ કાન્ટ ટોલરેટ ધીસ..’ આ ફિલ્મને પાંચમાંથી બે સ્ટાર્સ આપી શકાય.",0 "આ ફિલ્મ જોઈને તમને લાગશે કે ફિલ્મનું ડિરેક્શન મનીષ ઝાએ કર્યુ જ નથી, જાણે કોઈ બીજા અથવા ત્રીજા આસિસ્ટન્ટે ફિલ્મની કમાન સંભાળી હોય એવું લાગી રહ્યું છે. સમજની બહારની વાત તો એ પણ છે કે અરશદ વારસી અને બોમન ઈરાનીએ આ ફિલ્મ પસંદ જ કેમ કરી, કારણકે આમાં તેમને કરવા માટે કંઈ જ નથી. નબળી સ્ક્રીપ્ટ, નબળું ડિરેક્શન અને કદાચ જ કોઈને સમજાય તેવી વાર્તા સાથે આ ફિલ્મ ચોક્કસપણે ડિરેક્ટર મનીષ ઝાના કરિયરની સૌથી નબળી ફિલ્મ કહી શકાય.ડિરેક્શન: પોતે બિહારના નિવાસી મનીષ ઝા બિહારના પટના શહેરની આ ફિલ્મને યોગ્ય ટ્રેક પર ના રાખી શક્યા. વાસ્તવમાં ફિલ્મની સ્ક્રીપ્ટમાં દમ નથી અને ફિલ્મના પાત્રોને બિહારી લુક આપવાના ચક્કરમાં ડિરેક્ટર એવા તો મુઝવાઈ ગયા કે પાત્રો ગુંડા તો લાગતા ના હતા, ઉપરથી વિચિત્ર કપડા પહેરનારા કોમેડિયન જરુર લાગતા હતા. ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર અરશદ અને બોમન પાસેથી પણ મનીષ તેમના ટેલેન્ટ પ્રમાણે કામ ના લઈ શક્યા. જો પ્રોજેક્ટ શરુ થતાં પહેલા મનીષે વાર્તા પર થોડુ વધારે ધ્યાન આપ્યું હોતું તો ફિલ્મ એટ લિસ્ટ સિંગલ ક્લાસ સેન્ટર્સ પર સારો બિઝનેસ કરી શકતી. અભિનય: અરશદ વારસી અને અદિતી રાવ હૈદરીએ પોતાને બિહારી લુકમાં બતાવવાની અને બિહારી સ્ટાઈલમાં બોલવાની સારી કોશિશ કરી છે, પણ ઘણી વાર તેઓ ઓવર એક્ટિંગનો શિકાર બને છે. બોમન ઈરાનીના દીકરા કાયોઝ ઈરાનીએ હાફ પેન્ટના પાત્રને યોગ્ય રીતે ભજવ્યું છે. બોમન ઈરાનીને ફિલ્મમાં ઘણી ઓછી ફુટેજ મળી છે. બોમનના પાત્રને ફિલ્મમાં એક સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યું છે અને તેણે સારી રીતે કર્યુ પણ છે.સંગીત: બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે, પણ બિહારના બેકગ્રાઉન્ડ પર હોવા છતાં કોઈ ગીત એવું નથી જે મ્યુઝિક લવર્સની કસોટી પર ખરું ઉતર્યુ છે. કેમ જોવી? – જો કોઈ બીજો વિકલ્પ નથી અને સવા બે કલાકનો ટાઈમ પાસ કરવો છે તો માઈકલને મળી શકો છો.",0 "જો ક્રિકેટ પર બનેલી ફિલ્મોની વાત કરીએ તો, ક્રિકેટનો જેટલો જાદુ મેદાનમાં દેખાય છે, તેટલો ફિલ્મોમાં નથી દેખાતો. ક્રિકેટ પર બનેલી કેટલી બધી ફિલ્મો નિષ્ફળ ગઈ છે. માટે જ આ બિગ બજેટ ફિલ્મમાં ડાયરેક્ટરે ક્રિકેટમાં મેચ ફિક્સિંગથી લઈને કરપ્શન સુધીના બધાં જ પાસાઓને ફિટ કરી લીધા છે, જેનાથી બૉક્સ ઑફિસ પર આ ફિલ્મને હિટ મળે.જૉન અબ્રાહમના કરિયર માટે પણ આ ફિલ્મ ખાસ છે. વેલકમ બેક બાદ જૉન એક હિટ ફિલ્મ માટે તરસી રહ્યો છે. ત્યારે ચાર વર્ષ બાદ સિલ્વર સ્કીન પર આવેલો અક્ષય ખન્ના પણ ઢિશૂમથી પોતાની સેકન્ડ ઈનિંગ શરુ કરી રહ્યો છે. ફરી એક વાર તે વિલનના પાત્રમાં જોવા મળશે. જ્યાં સુધી ઢિશૂમની વાત છે તો યૂએઈના શાનદાર લોકેશન્સ, હેલિકૉપ્ટર પર જૉન અબ્રાહમ અને વરુણ ધવન સાથે ફિલ્માવવામાં આવેલા અનેક ચોંકાવનારા એક્શન સીન્સ આ ફિલ્મની યૂએસપી છે. પરિણીતી ચોપડા પોતાનું વજન ઉતાર્યા બાદ ફિલ્મમાં વરુણ સાથે ડાન્સ કરતી દેખાશે, પણ તેની એન્ટ્રી અત્યંત નબળી છે.એક્ટિંગ: અક્ષય ખન્ના ઘણાં વર્ષો બાદ ફિલ્મમાં દેખાયો પણ પોતાના અભિનયને કારણે છવાઈ ગયો. જૉન અને વરુણની વાર્તામાં એક્શન સીન્સમાં જૉન વરુણ કરતાં વધારે જામે છે. વરુણ ધવન પહેલાં પણ આવા પાત્રો કરી ચુક્યો છે. તેની એક્ટિંગમાં નવું કંઈ નથી. જેક્લિનના પાત્ર માટે કંઈ ખાસ નથી. પોતાના મિત્ર જૉન અબ્રાહમ માટે અક્ષય કુમારે પણ અમુક મિનીટનો કેમિયો રોલ કર્યો છે. ડિરેક્શન: રોહિત ધવનને આ ફિલ્મ માટે નબળી સ્ક્રિપ્ટ મળી. એવું લાગે છે કે ઢિશૂમના સ્ક્રિપ્ટ રાઈટર યશરાજ બેનરની ધૂમના જાદુમાં જ ખોવાયેલા રહ્યા અને પાત્રો તેમજ સ્ક્રિપ્ટને દમદાર બનાવવા પર પુરતું ધ્યાન ના આપી શક્યા. કેમ જોવી? જૉનના એક્શન અને સ્ટંટ સીન્સ, વરુણ ધવનની મસ્તી, જેક્લીન અને નરગીસ ફખરીની સુંદર અદાકારી સાથે અક્ષય ખન્નાનો કમબેક ફિલ્મની યૂએસપી છે. વાર્તામાં નવું કશું જ નથી.",0 "નબળી અને ચવાઈ ગયેલી વાર્તા પર બનેલી આ ફિલ્મને નિર્દેશક જોડી પ્રણવ કુમાર અને જિતેન્દ્ર તિવારીએ ટ્રેક પર લાવવાનો પ્રયત્ન તો જરુર કર્યો છે, પરંતુ સ્ક્રિપ્ટ પર વધારે કામ નથી કર્યુ. શરુઆત એટલી ધીમી છે કે દર્શકો ફિલ્મ સાથે જોડાઈ નથી શકતા. ફિલ્મમાં આલમ ખાન બનેલા મિનિસ્ટરના ભાષણ એટલા ભડકાઉ છે કે તેનાથી ધાર્મિક ભાવનાઓ દુભાઈ શકે છે. ઈન્ટરવલ બાદ રમખાણોના સીન્સ ભરપુર છે. ચારે બાજુ ફેલાયેલી લાશોની વચ્ચે આક્રંદ કરતી ઝૈનબનો સીન નોંધનીય છે, પરંતુ ક્લાઈમેક્સમાં ડિરેક્ટર જોડી એવી તો ભટકી ગઈ કે વર્ષો જુના અને કેટલીય ફિલ્મોમાં પહેલા જોઈ ચુક્યા હોય તેવા સીન સાથે ફિલ્મનો ધ એન્ડ કરીને જાણે કામ પતાવ્યું.સંગીત: એક્સ કેબિનેટ મિનિસ્ટર કપિલ સિબ્બલે ફિલ્મના ગીતો લખ્યા છે, જે વિષય અને વાતાવરણમાં ફિટ બેસે છે. લલિત પંડિતનું સંગીત ભલે કોઈ મ્યૂઝિક ચાર્ટમાં સ્થાન ના મેળવી શકે, પરંતુ રમખાણો પર બનેલી ફિલ્મમાં આ ગીતોનું નિર્દેશક જોડીએ યોગ્ય ઉપયોગ કર્યો છે. કેમ જોવી આ ફિલ્મ? : જો તમને પૉલિટિકલ બેકગ્રાઉન્ડ પર બનેલી ફિલ્મો પસંદ છે અથવા તમે આશુતોષ રાણા, જિમ્મી શેરગિલના ફેન છો, તો આ ફિલ્મને ટાઈમપાસ ફિલ્મ સમજીને જોઈ શકો છો. કંઈક નવું જોવા માટે જશો તો અપસેટ થશો.",0 "આ ફિલ્મ જોતી વખતે તમારા મગજમાં પહેલો જ વિચાર આવશે.. ‘શું બોલિવૂડ આટલું મેચ્યોર થઈ ગયું છે?’ ફિલ્મની ડિરેક્ટર જેસ્મિન મોસેસ ડિસોઝાએ આઉટ ઓફ બોક્સ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે. પોતાની ફિલ્મમાં તેણે હિરોને એક હવસખોર વ્યક્તિ તરીકે ચિતરવાનું સાહસ કર્યું છે, અને ફિલ્મની હિરોઈન હિરોને વાપરીને બસ તેને છોડી દેવા ઈચ્છે છે. વન નાઈટ સ્ટેન્ડને આવેગભર્યા લવઅફેર્સથી ઈત્તર જોવું નવી વાત છે. વળી, આ ફિલ્મમાં પહેલીવાર સની લિયોનીને એક પર્ફેક્ટ મધર, સપોર્ટિવ વાઈફ અને સમર્પિત વહુ તરીકે બતાવાઈ છે. જોકે, ફિલ્મનો સબ્જેક્ટ યુનિક હોવા છતાં ડિરેક્ટર જેસ્મિન અને તેની રાઈટર ભવાની ઐયર તમને જકડી રાખે તેવી ફિલ્મ બનાવવાને બદલે તમે અગાઉથી જ અંદાજ લગાવી શકો તેવી એક બિબાઢાળ બોલિવૂડ ફિલ્મ બનાવી શક્યાં છે.ફિલ્મની સ્ટોરી તેની જગ્યા છે, પરંતુ તેમાં લોજિકલ સિકવન્સનો અભાવ જોવા મળે છે. ફિલ્મમાં તમને ગળે ન ઉતરે તેવા ઉતારચઢાવ અચાનક જ આવી જાય છે. ફિલ્મની સિકવન્સ જ એવી છે કે તમે તેની સાથે કનેક્ટ ન રહી શકો. ફિલ્મમાં બતાવાયું છે કે કઈ રીતે સેલિનાને ગમે તે ભોગે પામવા ઈચ્છતા ઉર્વીલનું લગ્નજીવન તેના લીધે કઈ પ્રોબ્લેમમાં આવી જાય છે, અને સેલિના પાછળ પાગલ ઉર્વીલ કઈ રીતે સાયકો બની જાય છે, પરંતુ આ બધું દર્શકો પચાવી શકે તેટલો સમય જ તેની પછળ નથી અપાયો. તેમાંય સેકન્ડ હાફમાં તો ફિલ્મ સાવ બોરિંગ બની જાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઠીકઠાક પણ ન કહી શકાય તેવો છે. ફિલ્મમાં ઉઠાવાયેલા મુદ્દા દમદાર છે, પરંતુ તેમને સાંકળવામાં ડિરેક્ટર પાછા પડ્યા છે.ક્યારેક નબળી સ્ક્રીપ્ટ ધરાવતી ફિલ્મ પણ માત્ર એક્ટર્સની દમદાર એક્ટિંગ પર તરી જાય છે, પરંતુ સની લિયોની અને તનુજ આમ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. આ બંનેમાં એક્ટિંગ સ્કીલનો ભારોભાર અભાવ ઉડીને આંખે વળગે તેવો છે. તેમાંય સનીનું ફિલ્મમાં જેવું પાત્ર છે, તેનું એકેય લક્ષણ તેના ચહેરામાં દેખાતું નથી. જોકે, તમે સની લિયોનીના ચાહક હો તો આ ફિલ્મ જોવા તમે જઈ શકો છો.",0 "જે ફિલ્મના પોસ્ટરમાં જ હીરો હાથમાં પિસ્તોલ બતાવતો લોહી નીકળતી હાલતમાં ઊભો હોય, એટલે તે ફિલ્મ પાસેથી શું એક્સપેક્ટ કરવું એ લગભગ નક્કી જ હોય. પરંતુ ડ્રગ અને હ્યુમન ઓર્ગન ટ્રાફિકર્સની વચ્ચે ફસાઈ ગયેલી એક નાનકડી છોકરીને બચાવવા નીકળેલા જ્હોન અબ્રાહમની ‘રૉકી હેન્ડસમ’માં આ સિંગલ લાઇન સ્ટોરી સિવાય લિટરલી કશું જ નવું નથી. વળી, આ ફિલ્મ કોરિયન મુવી ‘ધ મેન ફ્રોમ નોવ્હેર’ની રિમેક છે એટલે તેના સેકન્ડ હાફમાં ભયંકર હિંસા અને મારકાપ છે. જમવાની આખી થાળીમાં પિરસાયેલી તમામ વાનગીઓમાંથી એક જ ટેસ્ટ આવ્યા કરે તો જમવાનું ભાવે ખરું? બસ, આ રૉકી હેન્ડસમનું એવું જ છે.જ્હોન અબ્રાહમનો રોલ એવો છે કે એ સતત સિરિયસ મોઢું લઇને ફર્યા કરે છે અને ભાગ્યે જ કશું બોલે છે. એટલે એના ભાગે તદ્દન નહિવત્ ડાયલોગ આવ્યા છે. પરંતુ જીભનું કામ એ હાથ પાસેથી લે છે. ફિલ્મના ડિરેક્ટર નિશિકાંત કામત પોતે અહીં વિલન બન્યા છે. કોઈ દેખીતા કારણ વગર સતત ચક્રમવેડા કર્યા કરતા એક અન્ય વિલનને જોઇને થોડી વાર પછી ઇરિટેશન થવા માંડે છે. કાઝ પેટ્રિક ટેંગ નામના વિદેશી વિલનની ફાઈટસ બહુ થ્રીલીંગ છે. હિરોઇન તરીકે શ્રુતિ હાસન માત્ર હાજરી પુરાવવા પૂરતી જ છે. જ્હોન અને નાનકડી ટેણીની દોસ્તીના બોન્ડની વાત જોઇએ તેટલી ડેવલપ થઈ નથી. ડ્રગ માફિયાઓની અંદરની લડાઈ અને તેની પાછળ પડેલી પોલીસની વાર્તા ખાસ્સો સમય ખાઈ જાય છે. આ ફિલ્મમાં અત્યંત ગ્રાફિક લોહિયાળ હિંસા છે, એટલે જ આપણા સેન્સર બૉર્ડે એને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. આ પ્રકારની હિંસા ફેમિલી ઑડિયન્સને કેટલી હદે પચે તે એક સવાલ છે. જો તમે લોહિયાળ એક્શનના દીવાના હો, તો માત્ર ચેન્જ ખાતર આ ફિલ્મને તેની એક્શન સિક્વન્સીસ માટે 3 મિર્ચીઝ આપીને જોઈ શકાય. ",0 "જે ફિલ્મમાં હિમેશ રેશમિયા હીરો હોય એ ફિલ્મમાં ટિકિટ ખર્ચીને જોવા જનારાઓએ પોતાના પર તોળાઈ રહેલા જોખમનો વિચાર કરી જ લીધો હોય! ૨૦૦૭માં આવેલી ‘આપકા સુરૂર’ને હવે એક દાયકો થવા આવ્યો, પરંતુ હિમેશ રેશમિયાના માથેથી એક્ટિંગ કરવાનું ભૂત હજી ઊતર્યું નથી. પરિણામે એણે વધુ એક સુરૂર આપણા માથે માર્યો છે.અગાઉની સુરૂરમાં હિમેશ એઝ હિમસેલ્ફ એટલે કે ખુદ હિમેશ રેશમિયા તરીકે જ આવ્યો હતો. જ્યારે આ વખતે નામ બદલ્યું છે, પરંતુ પર્સનાલિટી એ જ છે. બલકે સિક્સ પૅક એબ્ઝ બનાવીને વધુ હીરોગીરી કરી છે. અગાઉ હિમેશની માથે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનું ટાર્ગેટ હતું. જ્યારે આ વખતે ડ્રગ્સની હેરાફેરીના ખોટા કેસમાં ફસાઈ ગયેલી પોતાની મંગેતરને આયર્લેન્ડના ડબ્લિનથી નિર્દોષ છોડાવી લાવવાનું ટાસ્ક છે. ફિલ્મના પોસ્ટરમાં નસિરુદ્દીન શાહ અને શેખર કપૂર જેવાં મોટાં માથાંને જોઇને જરાય છેતરાવા જેવું નથી. એમના ભાગે બે-ચાર તદ્દન બોરિંગ સીનને બાદ કરતાં કશું જ રસપ્રદ કામ આવ્યું નથી. મોટે ભાગે આખી ફિલ્મમાં હિમેશ જ છવાયેલો રહે છે. પાછું દર પાંચમી મિનિટે એકાદું ગીત આવી જાય છે. ઇવન બૅકગ્રાઉન્ડમાં પણ હિમેશનું જૂનું હિટ સોન્ગ ‘તેરા તેરા સુરૂર’ સતત સંભળાયા કરે છે. જો કે આશ્વાસન ગણો કે ગમે તે, પરંતુ આ ફિલ્મનું મ્યુઝિક જ તેનું એકમાત્ર જમાપાસું છે.પણ માત્ર મ્યુઝિક સાંભળવા કોઈ થિયેટર સુધી લાંબા શા માટે થાય? સ્ટોરી પ્રેઝન્ટ કરવામાં મારવામાં આવેલી વધુ પડતી સ્ટાઇલો, વણજોઇતા ફાઇટ સીન, દિમાગમાં ન ઊતરે એવી સિક્વન્સ વગેરે કશું જ હજમ થાય એવું નથી. આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખુદ હિમેશ રેશમિયાએ આપ્યું છે, જે કાનમાં રૂનાં પૂમડાં ભરાવીને જ સંભાળવામાં કાનના પડદાની સલામતી છે. એક્ટિંગના મામલે તદ્દન ફેઇલ થતો હિમેશ આખી ફિલ્મમાં સતત વોઇસ ઓવર આપીને કાનને થકવે છે. આ ફિલ્મને મ્યુઝિકલ થ્રિલર ગણી શકાય, પરંતુ ફિલ્મમાં ક્યાંય થ્રિલ મહેસૂસ થતી જ નથી. ઇવન જેલમાંથી ભાગી છૂટવાનું પ્લાનિંગ થાય અને તે પ્લાનને અમલમાં મૂકવામાં આવે ત્યારે પણ નહીં.ફિલ્મનો બીજો પ્રોબ્લેમ એ છે કે તેમાં એક્ટિંગ જેવું કોઈ તત્ત્વ જ નથી. નવી હિરોઇન ફારાહ કરીમી તદ્દન કૃત્રિમ છે. જ્યારે નસિરુદ્દીન શાહ, કબીર બેદી અને શેખર કપૂર જેવા સિનિયરોએ માત્ર મોઢાં બતાવવા માટે (અને વ્યવસાયિક લાભ માટે) જ ફિલ્મમાં હાજરી આપી છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે, એક્ટિંગ, એક્ઝિક્યુશન તમામ મુદ્દે નિષ્ફળ જતી આ ફિલ્મ એટલે જ દોઢ કલાક કરતાં થોડીક જ લાંબી હોવા છતાં પણ કંટાળો લાવી દે છે. છૂટક ગીતો સાંભળવાની અને ડબ્લિનનાં અમુક લોકેશન જોવાની મજા પડે તેવું છે. માત્ર આ બે પ્લસ પોઇન્ટ માટે જ આ ફિલ્મને ગણીને 1.5 મિર્ચીઝ out of 5. ",0 "લાઇફ ઇઝ ફુલ ઓફ પેરેડોક્સિઝ! > જેમ કે, કમાઈએ છીએ જમવા માટે અને ટાઈમ પર તો જમતાં નથી! > સોશિયલ મીડિયા ખરેખર તો આપણને ડિસ્કનેકટ કરે છે! > જેટલો કોઈને ઈમ્પ્રેસ કરવાનો ટ્રાય કરો એટલો સામેવાળો ઈમ્પ્રેસ ના જ થાય! આ છેલ્લી લાઈન ‘તેરે બિન લાદેન 2’ના ડિરેક્ટર માટે હતી.આ વિરોધાભાસી દુનિયાને જોવા માટે ગંભીરતાનાં ચશ્માં ફગાવી દઇને વ્યંગનાં ચશ્માં પહેરી લો એટલે ઘણી બધી વસ્તુઓ તદ્દન રિડિક્યુલસ-વાહિયાત લાગવા માંડે. એવાં જ વ્યંગનાં ચશ્માંમાંથી ત્રાસવાદને જોવાની ક્વાયત એટલે સટાયરિકલ કોમેડી ફિલ્મ ‘તેરે બિન લાદેનઃ ડેડ ઓર અલાઇવ.’ મજાની વાત એ છે કે આ ફિલ્મ કોઇનેય સિરિયસલી લેતી નથી. આ ફિલ્મ છ વર્ષ પહેલાં આવેલી સરપ્રાઇઝ હિટ ‘તેરે બિન લાદેન-૧’ની સિક્વલ છે. એટલે એ ન જોઈ હોય તો પહેલાં તો એ જોઈ લેવી, કારણ કે અહીં પોતાની પહેલી ફિલ્મનું અનુસંધાન જોડવામાં ખાસ્સી મહેનત કરવામાં આવી છે. એટલે જો પાર્ટ-૧ નહીં જોયો હોય, તો અમુક જૉક પણ નહીં સમજાય અને આખી ભાંજગડમાં કોઈ રસ જ નહીં પડે.અમેરિકા સાચુકલા લાદેનને પતાવી દે છે. એટલે અફઘાનિસ્તાનના ત્રાસવાદીઓ નાસીપાસ છે. જ્યારે અમેરિકન પ્રમુખને લાદેનનું ડેડબોડી પ્રૂફ તરીકે દુનિયાને બતાવવું પડે એમ છે. એ જ વખતે બંને પાર્ટીઓનું ધ્યાન પડે છે આ ફિલ્મી લાદેન પર. બસ, બે બાજુથી એની રસ્સી ખેંચ અને વચ્ચે ફિલ્મી લાદેનની સુડી વચ્ચે સોપારી. ફિલ્મનું સ્ટાર્ટિંગ સુપર્બ છે. મગજ બંધ કરીને આખો વખત મરવા અને મારવાની વાતો જ કર્યે રાખતા ત્રાસવાદીઓની ટ્રેનિંગનાં દૃશ્યો અમેઝિંગ શાર્પનેસથી શૂટ થયાં છે. એવી જ શાર્પનેસ અમેરિકન પ્રેસિડન્ટ અને એમના વ્હાઇટ હાઉસની સિક્વન્સિસમાં દેખાય છે. મનીષ પૉલનું કોમિક ટાઇમિંગ તો સરસ છે જ. પરંતુ અહીં સરપ્રાઇઝિંગલી સિકંદર ખેરની ઍક્ટિંગ જોરદાર છે. એ બહુ કાબેલિયતથી અમેરિકન ઓફિસર અને ઇન્ડિયન-પંજાબી રોલમાં સ્વિચઑવર કરતો રહે છે. કલાકેક વીત્યા પછી ફિલ્મ ધીમે ધીમે બેસતી જાય છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ પાસે આપણને ઑફર કરવા માટે લગભગ કશું જ રહેતું નથી. ક્લાઇમૅક્સ આવતાં સુધીમાં આપણે વાર્તાથી એ હદે અલિપ્ત થઈ જઇએ કે આગળ શું થશે એ જાણવાની પણ ઉત્કંઠા ન રહે. સામેપક્ષે ફિલ્મમાં પણ છેલ્લે વાર્તાનો ગોટોપિંડો વાળી દેવાયો છે.ઇન શૉર્ટ, અડધી ફિલ્મ જોઇને તમે કલાકેક ઊંઘ ખેંચી લો તોય ખાસ કશું ગુમાવવાનું નથી. આ ફિલ્મને એના સુપર્બ સટાયર, શાર્પ ઑબ્ઝર્વેશન્સ અને અમુક સ્માર્ટ ડાયલોગ્સ માટે 2 મીર્ચીઝ આઉટ ઓફ 5 ",0 આ ફિલ્મ જોવી એ આપણી કોમનસેન્સનું હળાહળ અપમાન છે. તેના માટે પોઝિટિવ કહી શકાય એવો એક પણ મુદ્દો મળે તેમ નથી. જો જાઓ તો કોમનસેન્સનો વીમો ઊતરાવીને જ આ ફિલ્મ જોવા જજો.,0 "આ ફિલ્મના નિર્દેશક સાઈ કબીર ઘણા વર્ષો પહેલા ઈરફાન ખાન અને કંગના રનૌત સાથે આ ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ કબીર પોતે લાંબા સમય સુધી બીમાર રહ્યા. જેના કારણે આ ફિલ્મ લંબાઈ ગઈ. ત્યાં સુધી ઈરફાન પણ આ દુનિયામાં નથી રહ્યા. તે જ સમયે કંગનાને પણ આ ફિલ્મ કરવામાં રસ ન હતો, પરંતુ તેણે આ ફિલ્મનું નિર્માણ કર્યું. નવાઝુદ્દીન સિદ્દીકીની સામે કબીરે અવનીતને લીડ જોડી તરીકે સાઈન કર્યા હતા.બે કલાકથી ઓછા સમયની ફિલ્મમાં કબીર ફિલ્મોની રંગીન દુનિયામાં મહત્વાકાંક્ષી કલાકારોના સંઘર્ષને બતાવવાનો પ્રયાસ કરે છે. તેણે બતાવ્યું કે કેવી રીતે સિસ્ટમ લાભ લે છે અને લાચારોનું શોષણ કરે છે. પરંતુ અફસોસ કે નબળી વાર્તા અને પટકથાને કારણે તે આ ફિલ્મને પ્રભાવશાળી બનાવી શક્યો નહીં. નવાઝુદ્દીન આ ફિલ્મને પોતાના ખભા પર ખેંચવાનો પૂરો પ્રયાસ કરે છે. સાથે જ અવનીતે પણ તેને સપોર્ટ કર્યો છે. આમ છતાં ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરી શકતી નથી. ફિલ્મમાં બિનજરૂરી અપશબ્દો ટાળી શકાયા હોત. જો તમે નવાઝુદ્દીનના મોટા ફેન નથી, તો આ વીકેન્ડમાં આ ફિલ્મ જોવાનું ટાળી શકો છો.",0 આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધઆરિત છે. અહીં ઈન્ડિયન મુજાહિદ્દીનના સ્થાપક અને આતંકવાદી યાસીન ભટકલની ધરપકડનું મિશન દર્શાવાયું છે. 2013માં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારીઓએ આ દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. ફિલ્મમાં આપણી સિસ્ટમમાં જે ખરાબી છે તે પણ દર્શાવાઈ છે. આમાં માત્ર ક્રાઈમની વાત નથી પરંતુ એજન્ટ જે પરિસ્થિતિમાં કામ કરે છે તેના માધ્યમથી આપણા સમાજનો પણ આઈનો બતાવી દેવાયો છે.ફિલ્મમાં અંડરકવર ઓપરેશનનું વાસ્તવિક ચિત્રણ છે. પરંતુ આ બેધારી તલવાર જેવું છે. ડ્રામેટાઈઝેશનના અભાવે ફિલ્મ તમારા શ્વાસ અધ્ધર કરી દે તેવી ક્રાઈમ થ્રિલર નથી બની શકી. આમાં ઓપરેશન જોઈને દર્શકોને ટેન્શન નથઈ થતું. ફિલ્મમાં અવારનવાર આતંકવાદી તેના માટે જિહાદનો શું મતલબ થાય છે વગેરે બોલ્યા કરે છે જે અમુક હદ પછી કંટાળાજનક લાગે છે. તમને આ ફિલ્મમાં જો કોઈ ચીજ જકડી રાખશે તો એ છે ઈન્ટેલિજન્સ ઑફિસર્સની હિંમત અને મજબૂત ઈરાદા.અર્જુન કપૂરે મહેનત કરી છે પરંતુ તે પાત્ર સાથે ઑડિયન્સને જોડવામાં નિષ્ફળ જાય છે. તે ફિલ્મને પોતાના ખભે ઊંચકવાની કિશોશ કરે છે. એક વાત ચોક્કસ વખાણવી પડે કે ડિરેક્ટરે ફિલ્મમાં ખોટા ગીત કે ગ્લેમરસ ફિમેલ કેરેક્ટર અને દેશભક્તિ ઘૂસાડવાની કોશિશ નથી કરી. IMW એ દેશના ઓછા જાણીતા હીરોઝને સાચું ટ્રિબ્યુટ છે. દેશના દરેક દર્શકને આ ઘટના વિષે ખબર હોવી જ જોઈએ. ફિલ્મને અમારી તરફથી 3.5 સ્ટાર્સ.,1 એ વાતનો જરૂર ઉલ્લેખ કરવો પડે કે રોબી ગ્રેવાલે ફિલ્મ માટે ડિટેઈલમાં રિસર્ચ કર્યું છે. આ વાત પરદા પર ઊડીને આંખે વળગે છે. ફિલ્મનો માઈનસ પોઈન્ટ છે તેનો સ્લો ફર્સ્ટ હાફ. રોબીએ ફર્સ્ટ હાફમાં બેક ડ્રોપ અને પાત્રોને સેટ કરવામાં ઘણો સમય લગાવ્યો છે. ઘણી જગ્યાએ કન્ફ્યુઝન ખટકે છે. જાસૂસી વાળી આ ફિલ્મમાં થ્રિલનો અભાવ છે. જે એક્શનની આશાએ તમે ફિલ્મ જોવા ગયા હશો તે ફિલ્મમાં લગભગ ન બરાબર છે. સેકન્ડ હાફમાં સ્ટોરી પોતાના મિજાજમાં આવે છે. ફિલ્મ નાટ્યાટ્મક નહિ પણ વાસ્તવિકતાથી નજીક છએ પરંતુ ક્લાઈમેક્સ પંચ અસરકારક સાબિત નથી થતો.તપન તુષાર બસુની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ખાસ કરીને વરસાદ વાળા દૃશ્યો સુંદરતાથી પરદા પર ફિલ્માવાયા છે. તેમણે ફિલ્મના કલર ટોનને વિષયને અનુરુપ રાખ્યો છે. જ્હોન અબ્રાહમે પોતાના રોલને પૂરો ન્યાય આપ્યો છે. તે પોતાના અલગ અલગ બહુરુપને સારી રીતે ભજવી જાણે છે. ખુદાબખ્શના રોલમાં સિકંદર ખેર સરપ્રાઈઝ પેકેજ સાબિત થાય છે. તેણે પાકિસ્તાની આઈએસઆઈ અધિકારીના રુપમાં દમદાર અભિનય કર્યો છે. જેકી શ્રોફ પોતાની ભૂમિકાઓને અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. શ્રીકાંત રાય તરીકે તે આ વખતે પણ સફળ ગયો છે. મૌની રૉયે આ ફિલ્મ કરવાની હા કેમ પાડી તે વાત સમજ નથી પડતી. ફિલ્મમાં તેનો રોલ છે જ નહિ. ઈજહાક અફરીદીના રૂપમાં અનિલ જ્યોર્જે ઘણું સારુ કામ કર્યું છે. તે પોતાની ભૂમિકામાં યાદ રહી જાય છે. રઘુવીર યાદવનો નાનો રોલ ફિલ્મમાં રાહતનું કામ કરે છે. બાકીના કિરદાર ઠીક છે. સંગીત ફિલ્મનો માઈનસ પોઈન્ટ છે. બેકગ્રાઉન્ડ સ્કોર ઠીકઠાક છે. આ ફિલ્મને અમારા તરફથી 3 સ્ટાર.,1 "બોલિવૂડમાં એજ્યુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવતી ‘તારે ઝમીન પર’, ‘થ્રી ઈડિયટ્સ’, ‘આરક્ષણ’, ‘નિલ બટે સન્નાટા’, ‘ચૉક એન્ડ ડસ્ટર’, ‘હિન્દી મીડિયમ’ જેવી ઘણી ફિલ્મો બની છે પણ આ પહેલીવાર છે જ્યારે શિક્ષણ તંત્રનને ચાટી જનારી ઉધઈ એટલે કે, ચીટિંગ માફિયાનો આ રીતે પર્દાફાશ કરવામાં આવ્યો છે કે તમારી આંખો પહોળી થઈ જાય છે અને વિચારતા રહી જાઓ છો. ફિલ્મની મજબૂતી જ કહી શકાય કે, સીરિયલ કિસરના નામથી જાણીતા ઈમરાન હાશ્મીએ આ ફિલ્મ દ્વારા પોતાને અભિનેતાના રૂપમાં સીમિત ન રાખતા નિર્માતા બનવાનો નિર્ણય લીધો.લેખક-નિર્દેશક સૌમિક સેને વિષય પર પોતાની પકડ જમાવી રાખી, જે અંતર્ગત તે એજ્યુકેશન સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું દરેક આવરણ ખોલે છે. તેમણે સિસ્ટમની અંદરની ખામીઓની સાથે બાળકો પણ ડૉક્ટર, એન્જિનિયર, MBA બનવાના દબાણનું રિયાલિસ્ટિક ચિત્રણ કર્યું છે. તે એ બતવવાનું ચૂકતા નથી કે, એજ્યુકેશન લૉનના ભાર નીચે દબાયેલો બાપ પોતાના બાળકને ઈન્વેસ્ટમેન્ટ સ્વરૂપે નહીં જુઓ તો તે જીવતેજીવ મરી જશે. તેમ છતા સ્ક્રીનપ્લે ટાઈટ હોત તો વાર્તાને વધુ ધારદાર બનાવી શકાઈ હોત. ઈન્ટરવલ બાદ ફિલ્મની પકડ થોડી છૂટી જાય છે. પ્રી ક્લાઈમેક્સ રસપ્રદ છે પણ ક્લાઈમેક્સને વધુ શૉકિંગ બનાવી શકાય છે.",1 પૈસાની તકલીફ ધરાવતા બે મિત્રો પાછળ ડોન પડે છે. ઘણા ગુજરાતી ફિલ્મ મેકર્સ આ ફોર્મ્યુલા રીપીટ કરી રહ્યા છે. આ કારણે તમને ફિલ્મની વાર્તા ઘણાખરા અંશે ખબર જ હોય છે અને ફિલ્મ બોરિંગ બની જાય છે. ફિલ્મનો પ્રથમ હાફ ઘણો ધીમો છે અને તેનું એડિટિંગ પણ નબળું છે. જો એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મની સ્પીડ જળવાઈ રહેત અને દર્શકો ફિલ્મમાં જકડાયેલા રહેત. આથી ફિલ્મની ધીમી ગતિ દર્શકોની ધીરજની કસોટી લઈ લે છે.ફિલ્મમાં શાન દ્વારા ગવાયેલુ ‘લાગ્યો રે પ્રેમ રંગ’ તથા સુનિધિ ચૌહાણે ગાયેલુ ‘તોડી દીધી મે સોનેરી સાંકળ’ ગમે એવા છે. કલાકારો વચ્ચે કોમિક ટાઈમિંગ નબળુ પડે છે જોકે ડાયલોગ્સ સારા લખાયા છે. ફિલ્મ બીજા હાફમાં ઝડપ પકડે છે. ડાયરેક્ટર તરીકે વિરલ રાવે સારુ કામ કર્યું છે પણ એડિટિંગમાં ફિલ્મ નબળી પડે છે. તમને સ્ટોરી જોઈને પ્રિયદર્શનની કેટલીક કોમેડી ફિલ્મો યાદ આવી જશે.પરફોર્મન્સની વાત કરીએ તો લીડ એક્ટર રોનક કામદાર અને મોનલ ગજ્જર વચ્ચે ગજબની કેમિસ્ટ્રી છે. તે બંને પોતાના પાત્રને ન્યાય આપે છે. રોનકે ચશ્મા વાળા કોલેજિયન છોકરાનું પાત્ર ભજવવા જે મેક ઓવર કર્યું છે તે ખરેખર દાદ માંગી લે તેવું છે. આરવ તીકે ભરત ચાવડા પણ ફિલ્મમાં તડકો ઉમેરે છે. ડોન તરીકે સ્મિત પંડ્યાએ પણ પાત્રને સારો ન્યાય આપ્યો છે. મોનલના પિતા તરીકે મેહુલ બુચની એક્ટિંગ વખાણવા જેવી છએ. મિત્ર ગઢવીએ સારુ પરફોર્મન્સ આપ્યું છે પરંતુ તેનુ પાત્ર તેને છેલ્લો દિવસ અને શું થયુની યદ અપાવી દેશે. અર્ચન ત્રિવેદી ફિલ્મમાં સરસ સરપ્રાઈઝ એલિમેન્ટ ઉમેરે છે. ઢ ફિલ્મમાં દેખાયેલા કરણ પટેલે પણ જેજેનો બાળપણનો રોલ સરસ ભજવ્યો છે.આ ફિલ્મ એવરેજ એન્ટરટેઈનમેન્ટ આપે એવી છે. તમારે વીકેન્ડમાં બીજુ કોઈ ખાસ કામ ન હોય તો ફેમિલી સાથે એક વાર આ મૂવી જોવા જવાય.,1 "કહે છે કે ચેસની ગેમમાં ભલે માત્ર ૬૪ બ્લેક એન્ડ વ્હાઇટ ખાનાં હોય, પરંતુ તેમાં લગભગ ૧૦ની ૧૨૦ ઘાત જેટલાં (એટલે કે ૧૦ની ઉપર ૧૨૦ મીંડાં જેટલાં) મુવ્ઝની શક્યતા રહેલી હોય છે (જેને ‘શેનોન નંબર’ કહે છે). આ દિમાગી ગેમમાં ભલે આટલી બધી અનંત લાગતી શક્યતાઓ રહેલી હોય, પરંતુ બિજોય નામ્બિયારની ‘વઝીર’માં સસ્પેન્સનું અનુમાન લગાવવા માટે ઝાઝી કશી શક્યતાઓ છોડવામાં આવી નથી.અહીં બે વસ્તુઓ આ અધરવાઇઝ સ્માર્ટ ફિલ્મને હાનિ પહોંચાડે છે. એક તો ફિલ્મની ડ્રામેટિકલી ઘટી જતી પૅસ અને દિમાગમાં ન ઊતરે એવા ટ્વિસ્ટ. માત્ર ૧૦૭ મિનિટની જ હોવા છતાં ‘વઝીર’ સેકન્ડ હાફમાં ખાસ્સી ધીમી લાગે છે. આ તબક્કે બિનજરૂરી ગીત અને રોમેન્ટિક ટ્રેક ફર્સ્ટહાફમાં બિલ્ડ થયેલી થ્રિલને લગભગ કિલ કરી નાખે છે. ફિલ્મને નુકસાન પહોંચાડતી બીજી બાબત છે તેમાં રહેલો સ્માર્ટનેસનો અભાવ. એક સસ્પેન્સ થ્રિલર તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા બાદ વાર્તામાં પ્રેક્ષકના દિમાગમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ થવું જોઇએ તેને અહીં અડકવામાં જ આવ્યા નથી. આવું એકાદવાર થાય તો ચાલે, પણ દર થોડી વારે આવી બેવકૂફીભરેલી લોજિકવિહોણી વાતો બમ્પર જાય છે. ફિલ્મને અંતે સસ્પેન્સ ખૂલે છે ખરું, પરંતુ તે જાણીને આપણું મોં આશ્ચર્યથી પહોળું રહી જાય એવું બનતું નથી. તેમ છતાં આ ફિલ્મને બચાવી લે છે તેનાં પર્ફોર્મન્સ.અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તર ક્યાંક લાઉડ કે મેલોડ્રામેટિક થયા વિના પોતાની પીડા બયાન કરી દે છે. આ માટે ફિલ્મના ડિરેક્ટર બિજોય નામ્બિયારને પણ ક્રેડિટ આપવી પડે. જ્હોન અબ્રાહમના સ્પેશિયલ અપિયરન્સમાં કંઈ સ્પેશિયલ નથી. ફિલ્મની લાઉડનેસનું વોલ્યુમ નીલ નીતિન મુકેશ થોડું અપ કરી દે છે. ફિલ્મમાં મિનિસ્ટર બનતા એક્ટર માનવ કૌલનું કામકાજ પણ દમદાર છે. અફસોસ, કે ગોર્જિયસ એવી અદિતી રાવ હૈદરીના ભાગે રડવા અને ગીત ગાવા સિવાય કોઈ જ કામ આવ્યું નથી. ‘વઝીર’ની નૈયાને મજબૂતીથી બચાવે છે તેનું મ્યુઝિક. ઑફિસથી ઘરે જતાં કે લોન્ગ ડ્રાઇવમાં સાંભળવાની મજા પડે તેવાં આ ગીતનાં લગભગ બધાં જ ગીતો સરસ બન્યાં છે. ઑવરઑલ ‘વઝીર’ એક અબોવ એવરેજ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બની છે. એક્ટિંગ, મ્યુઝિક અને ઓછી લંબાઈને કારણે એકવાર જોઈ શકાય તેવી ફિલ્મોની યાદીમાં આવી છે. નવા વર્ષના સ્ટાર્ટિંગ માટે ખરાબ ન કહેવાય. આ ફિલ્મને 2.5 મિર્ચીઝ આઉટ ઓફ 5.",1 "ફિલ્મની વાર્તા અને પ્લોટ લાઈનની વાત કરીએ તો 'ધ બેટમેન' અન્યાય સામે લડત ચલાવવામાં આવે છે. ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર મેટ રીવ્સે પહેલા સીનથી જ ધ્યાન ચોંટી રહે તેવી શરૂઆત કરી છે. ફિલ્મ સહેજ પણ ઢીલી પડતી નથી. બેટમેન રિબૂટમાં એક વિલન રીડલર છે જે ખૂબ ખતરનાક છે. જે ભ્રષ્ટ લોકોને મોતને ઘાટ ઉતારવા માગે છે. બંને વચ્ચેની આ તકરાર રસપ્રદ છે અને દર્શકો તરીકે આપણને વિચારતા કરી મૂકે છે કે કોના તરફ જવું.એક્શન નિશ્ચિત સમયાંતે થતાં રહે છે જેમાં મુક્કાબાજી, વિસ્ફોટ અને ડ્રામેટિક ચેઝ સીક્વન્સ સામેલ છે. બધું જ નાના-નાના ટુકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે એટલે વધુ અસરદાર નથી લાગતું. રનટાઈમ થોડો લાંબો છે અને વચ્ચે એકપણ કોમિક સીન નથી પરંતુ એનો કશો વાંધો નથી. મોટો ખુલાસો થતાં કેટલાય રહસ્યો છે જે તમને ખુરશી પર બેસી રહેવા મજબૂર કરે છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ રોબર્ટ પેટિસન શાંત છે અને અસરદાર પણ લાગે છે. તે બેટમેનના સૂટમાં સ્ફૂર્તિવાળો અને શક્તિશાળી દેખાય છે. રોબર્ટ પાસે એ જાદુઈ સ્ક્રીન પ્રેઝન્સ છે જેનો મુકાબલો કરવો મુશ્કેલ છે. જો ક્રાવિત્ઝ પણ નિરાશ નથી કરતી અને પોતાને કેટવુમનના અવતારમાં સરસ રીતે ઢાળી લે છે. કોલિન ફોરેલને પેંગ્વિન તરીકે ઓળખવી મુશ્કેલ છે પરંતુ આ એવું પાત્ર છે જે હળવી કોમેડી દ્વારા ફિલ્મને વધુ મનોરંજક બનાવે છે. પોલો ડાનો હતાશ વિલન છે જેનો ઈરાદો સારો છે પરંતુ રસ્તો ખોટો છે.",2 "આ ફિલ્મના દિગ્દર્શક કુશાન નંદીએ લેખક ગાલિબ અસદ ભોપાલીની વાર્તા પર આધારિત કૌટુંબિક મનોરંજન બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ દર્શકોને સંપૂર્ણ મનોરંજનની આશા જગાડે છે. પરંતુ, ઇન્ટરવલ પછી સ્ક્રિપ્ટ તેની વાર્તાના પાટા પરથી ઉતરી જાય છે અને નબળો ક્લાઇમેક્સ બાકીની આશાઓને નષ્ટ કરી દે છે. જો ડિરેક્ટરે ફિલ્મના સેકન્ડ હાફ પર થોડું વધારે કામ કર્યું હોત તો જોગીરા સારા રા રાને વધુ સારી ફિલ્મ બનાવી શક્યા હોત. જો કલાકારોના અભિનય વિશે વાત કરીએ તો નવાઝુદ્દીને તેની સામાન્ય શૈલીમાં દર્શકોનું મનોરંજન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. પણ જો ડિરેક્ટરે નવાઝને ડાન્સ કરવાનું ટાળ્યું હોત તો સારું થાત. બીજી તરફ નેહા શર્મા મુખ્ય હિરોઈનની તકનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકી નથી. જોકે મિમોહ ચક્રવર્તી આશ્ચર્યજનક રીતે દર્શકોને હસાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. બીજી તરફ સંજય મિશ્રા હંમેશાંની જેમ અદ્ભુત દેખાઈ રહ્યા છે. ફિલ્મના બાકીના કલાકારોએ પણ સારી એક્ટિંગ કરી છે. જો તમે એક્ટર નવાઝુદ્દિનના મોટા ફેન નથી તો પૈસા બચાવવા માટે આ ફિલ્મ ઓટીટી પર આવે ત્યાં સુધી રાહ જોઈ શકો છો.",0 "છેલ્લાં કેટલાંક વર્ષોમાં દર્શકોમાં દેશભક્તિની ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે. તેથી હવે આવી વાર્તાઓને પડદા પર લાવવાનું ચલણ પણ વધ્યું છે.ફિલ્મની વાર્તા આદિત્ય શાસ્ત્રીએ લખી છે, જેમાં તમામ ખામીઓ દેખાઈ રહી છે. ઈન્ટરવલ પહેલા, સંકલ્પ ઘટનાઓનો ક્રમ સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ બીજા ભાગમાં, પાકિસ્તાનની ધરતી પર આવી ઘણી હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે, જે પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકે છે કે શું ખરેખર ગુપ્તચર મિશન આટલી સરળતાથી હાથ ધરવામાં આવે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ એટલો મજબૂત નથી. વિદ્યુત જામવાલે ફિલ્મમાં યોગ્ય કામ કર્યું છે. અનુપમ ખેર હંમેશાંની જેમ તેમની ભૂમિકામાં મગ્ન છે, જ્યારે વિશાલ જેઠવા અને અશ્વથ ભટ્ટે તેમની ભૂમિકામાં જીવ રેડ્યો છે. બાકીના કલાકારોએ પણ સારું કામ કર્યું છે. યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મમાં ઉત્તમ બેકગ્રાઉન્ડ સ્કોર અને સિનેમેટોગ્રાફી ચોક્કસપણે તમને પ્રભાવિત કરશે. માત્ર બે કલાકની આ ફિલ્મનું એડિટિંગ પણ ચપળ છે. જો સંકલ્પે ફિલ્મની વાર્તા અને પટકથા પર થોડું વધારે કામ કર્યું હોત તો તે એક શાનદાર ફિલ્મ બનાવી શક્યા હોત.",0 "The Keral Story: વિવાદોના વમળની વચ્ચે સુદીપ્તો સેન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરી આખરે રિલીઝ થઈ ગઈ છે. ડિરેક્ટર તરીકે સુદીપ્તો સેને પોતાના પાત્રોના માધ્યથી ભય ઉભો કરવામાં સફળ રહ્યા છે. પરંતુ પાત્રો પૂરી રીતે બ્લેક એન્ડ વ્હાઈટ છે. યુવાનોનું બ્રેઈન વોશ કરી આતંકવાદમાં નાખી દેવા તે ગંભીર મુદ્દો છે, પરંતુ ફિલ્મમાં તેનું પ્રોજેક્શન ભટકેલું જોવા મળે છે. ફિલ્મમાં છોકરીઓનું બ્રેઈન વોશ કરવા માટેની પ્રક્રિયા બાલિશ લાગે છે. ગ્રેજ્યુએશન કરેલી છોકરીઓને આસિફા અને તેનો સાથી જે રીતે ફલાવે છે, તે મગજમાં બેસતું નથી. ગીતાંજલિનું હોસ્પિટલના બેડ પર રહેલા પિતા પર થૂંકવું, શાલિનીને કોલંબોમાં સત્યની જાણ થવા બાદ સીરિયા જેવા દ્રશ્યો હજમ થતા નથી. ફિલ્મમાં હિંસાત્મક અને બળાત્કારના દ્રશ્યો અંદરથી હચમચાવી નાખશે. કેટલાક તેવા સંવાદો જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. ફિલ્મનું એડિટિંગ થોડું વધારે સારું થઈ શક્યું હોત. પ્રશાંતનુ મોહાપાત્રાનું સિનેમેટોગ્રાફીમાં કેરળથી લઈને અફઘાનિસ્તાન સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે.એક્ટિંગ મામલે અદા શર્માએ શાલિની તરીકે જ્યાં એક તરફ માસૂમિયત વિખેરી છે તો બીજી તરફ ફાતિમા તરીકે ડર, આક્રોશ અને પીડા દેખાડી છે. ફિલ્મમાં અદાનું કામ પ્રશંસનીય છે. બહેનપણી તરીકે યોગિતા બિહાની અને સિદ્ધિ ઈદનાનીએ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. પરંતુ પાત્રોમાં ઊંડાઈનો અભાવ છે. સપોર્ટિંગ કાસ્ટ ઠીક -ઠીક છે. ",0 "વર્ધન કેતકર દ્વારા દિગ્દર્શિત 'ગુમરાહ'માં એક આકર્ષક વાર્તા છે, જે અસીમ અરોરા અને માગિઝ થિરુમેની દ્વારા લખવામાં આવી છે. દિગ્દર્શક વર્ધન કેતકર ફિલ્મની વાર્તાની શરૂઆત રસપ્રદ રીતે કરે છે અને વાર્તાને સમાંતર રીતે આગળ લઈ જાય છે, પણ એ પાત્રોને વિસ્તારવાની પ્રક્રિયામાં વાર્તા ક્યાંક ભટકાઈ જાય છે. પહેલા હાફમાં મૂંઝવણ એટલી વધી જાય છે કે દર્શકો ખોવાઈ ગયાનો અનુભવ કરવા લાગે છે. ફિલ્મને એક ફોર્મ્યુલા ફિલ્મની જેમ ટ્રીટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે કથા માટે હાનિકારક સાબિત થાય છે. સેકન્ડ હાફમાં વાર્તા ટ્વિસ્ટ અને ટર્ન સાથે તેની ગતિ પકડી લે છે, પરંતુ ક્લાઇમેક્સ સુધી તમે સમજી ગયા છો કે તેનો અંત શું હશે? ફિલ્મમાં પાત્રોની રીતભાત તેમની બેકસ્ટોરી સાથે જોડાયેલી છે, પરંતુ ભાવનાત્મક બાજુની નબળાઈને કારણે પાત્રો પોતાનું જોડાણ કરી શકતા નથી. અંતિમ ક્રેડિટ્સ એ પણ દર્શાવે છે કે ફિલ્મ એક સાચી ઘટનાથી પ્રેરિત છે, પરંતુ ઘણા પ્રશ્નો અનુત્તરિત છે. ફર્સ્ટ હાફમાં એડિટિંગ વધુ ચુસ્ત બની શક્યું હોત, પરંતુ એક્શનની દ્રષ્ટિએ ફિલ્મ મજબૂત છે. પટકથા નબળી છે અને જ્યારે સંગીત અને ગીતોની વાત આવે છે ત્યારે ઘણા સંગીતકારો હોવા છતાં ગીતો ફિલ્મને મજબૂત કરતા નથી. હેમંત ચતુર્વેદીની સિનેમેટોગ્રાફીમાં શૂટ થયેલા રાત્રિના દ્રશ્યો જોવાલાયક બન્યા છે. આદિત્ય રોય કપૂરને તેની કારકિર્દીની સૌથી વધુ સ્ક્રીન 'ગુમરાહ'માં મળી છે. સ્વાભાવિક છે કે તે ડબલ રોલમાં છે. તેણે એક રોલને બીજી ભૂમિકાથી અલગ પાડવાનો પૂરો પ્રયાસ કર્યો છે, તે પડદા પર સરસ દેખાય છે અને એક્શન સીન પણ કર્યા છે, પરંતુ જ્યારે ઊંડાણ સાથે ભાવનાત્મક દ્રશ્યોની વાત આવે છે, ત્યારે લાગે છે કે તેણે વધુ મહેનત કરવી જોઈતી હતી. મૃણાલ ઠાકુરે પોલીસની ભૂમિકાને ન્યાય આપ્યો છે. ",0 "સારા અલી ખાન, વિક્રાંત મેસ્સી અને ચિત્રાંગદા સિંહ અભિનિત ફિલ્મ ગેસલાઈટ આજે એટલે કે 31 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. પવન ક્રિપલાનીના નિર્દેશનમાં બનેલી આ મિસ્ટ્રી ફિલ્મ તમને સ્મશાનવત્ શાંતિ અને રસપ્રદ વળાંકોમાં લઈ જશે. ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ ખૂબ સારી આપવામાં આવી છે. લાકડાના ફ્લોર પર પગલાનો અવાજ હોય કે દરવાજાનો કીચૂડ કીચૂડ અવાજ, પુસ્તકો બંધ કરવાનો, પાના ફેરવવાનો અવાજ તમને ભયાવહ માહોલની અનુભૂતિ કરાવે છે. આછા અજવાળામાં પ્રકાશિત મહેલ અને ત્યાંના ખાલી રૂમ એક અલગ જ છબિ ઊભી કરે છે. ફિલ્મમાં ઉદાસીનતાનો માહોલ પણ જોવા મળે છે. મોટાભાગની ભારતીય થ્રિલરમાં ઘોંઘાટ જોવા મળે છે પરંતુ અહીં તેનાથી વિપરીત શાંત વાતાવરણ દેખાશે. ભૂતિયા મહેલ, એકલી છોકરી, ચાલાક પરિવાર અને દટાયેલું રહસ્ય....'ગેસલાઈટ'માં એ બધા જ તત્વો છે જે થ્રિલર ફિલ્મને રસપ્રદ બનાવવા માટે હોવા જોઈએ અને ઘણાં ખરાં અંશે તે ફિલ્મને સફળ પણ બનાવે છે. જોકે, ફિલ્મનો ક્લાઈમેક્સ નિરાશાજનક છે, જે પ્લોટને મારી નાખે છે. ફિલ્મની વાર્તા જકડી રાખે છે અને એક પછી એક કડીઓ જોડાતી જાય છે પરંતુ ક્લાઈમેક્સ આવે ત્યાં સુધીમાં રહસ્ય જળવાઈ રહેતું નથી. એક સમય પછી ફિલ્મની વાર્તા અતાર્કિક લાગે છે અને રસ ઓછો થતો લાગે છે. એક પોઈન્ટ પછી તમને ખબર પડી જશે કે ફિલ્મનો અંત શું હશે.સામાન્ય રીતે જોશીલી યુવતીના રોલમાં જોવા મળેલી સારા અલી ખાન અહીં થોડી ઉદાસીન યુવતીના રોલમાં દેખાય છે. જે પાત્રને અનુરૂપ છે. વિક્રાંત મેસ્સીનું પાત્ર બીબાઢાળીયું લાગે છે. તેના પાત્રને વધુ સારી રીતે લખી શકાયું હોત. ચિત્રાંગદા અહીં તેના પાત્રને ન્યાય આપે છે. રાહુલ દેવ અને અક્ષય ઓબેરોયે પણ પાત્ર સાથે બરાબર ન્યાય કર્યો છે.",0 "આ ફિલ્મને જોઈને તમને એકવાર 2016માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ 'ફેન'ની યાદ આવી જશે. તેમાં પણ શાહરુખનો સૌથી મોટો ફેન દુશ્મન બની ગયો હોય તેવું દેખાડવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શાહરુખે પોતાનો અને ફેનનો ડબલ રોલ કર્યો હતો. જો કે, આ ફિલ્મ તે સંદર્ભમાં અલગ છે. ફિલ્મનો પહેલો હાફ રસપ્રદ છે અને એક મસાલેદાર ફિલ્મની આશા જગાવે છે. પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મની કહાણી ઢીલી પડે છે. 'સેલ્ફી'નો ક્લાઈમેક્સ નબળો છે. જો કે, ડિરેક્ટર રાજ મહેતાએ ફિલ્મમાં કોમેડીથી લઈને એક્શન સુધી તમામ મસાલા ઉમેરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ નબળી સ્ક્રિપ્ટના કારણે એક સારી ફિલ્મ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. સુપરસ્ટારના રોલમાં અક્ષય કુમારની એક્ટિંગ ઠીક-ઠીક છે. જ્યારે ઈમરાન હાશ્મી કેટલાક સીનમાં સારો લાગે છે. નુસરત ભરુચા અને ડાયના પેન્ટી પાસે આ ફિલ્મમાં કરવા માટે કંઈ ખાસ નથી. ફિલ્મના સોન્ગ પણ મજા કરાવે તેવા નથી. ફિલ્મની શરૂઆત અને અંતમાં બે આઈટમ નંબર ફેન્સને ક્રેઝી કરે છે.",0 "આ ફિલ્મના ડિરેક્ટર અનિરુદ્ધે પિંક ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા તેમણે ઘણી બંગાળી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. જ્યારે તેમણે તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન અભિનીત પિંકનું દિગ્દર્શન કર્યું ત્યારે બધાએ તેમની પ્રતિભાને ઓળખી. પછી તેમના ખૂબ વખાણ પણ થયા, જે જરૂરી પણ હતું. પણ એ જાદુ 'લોસ્ટ'માં બિલકુલ જોવા મળતો નથી. જો કે પિંક અને 'લોસ્ટ' વચ્ચે કોઈ સરખામણી નથી. 'લોસ્ટ'ના લેખનની વાત કરીએ તો આ કામ શ્યામલ સેનગુપ્તા અને રિતેશ શાહે કર્યું છે. રિતેશ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે જેમણે ડઝનેક ફિલ્મોની પટકથા અને સંવાદો લખ્યા છે. રીતેશે શ્યામલ સાથે 'લોસ્ટ' પર લેખનનું કામ કર્યું છે. 'લોસ્ટ'ની વાર્તા સારી છે, લાગણીશીલ છે. પણ સંવાદો નબળા લાગે છે. 'લોસ્ટ'ના સંવાદો ફિલ્મમાં રસ વધારવામાં નિષ્ફળ જાય છે.",0 "આ પહેલા પણ ભારતીય જાસૂસો પર 'એક થા ટાઈગર', 'બેબી', 'મદ્રાસ કેફે', 'રાઝી', 'મુખબીર' જેવી ઘણી ફિલ્મો બની ચૂકી છે. દિગ્દર્શક તરીકે શાંતનુ બાગચી પણ આ જ રસ્તો પકડે છે. આ ફિલ્મ કંઈપણ નવું આપવામાં નિષ્ફળ જાય છે. પ્રથમ હાફમાં દિગ્દર્શક વાર્તા અને પાત્રોને વિકસાવવામાં ઘણો સમય વિતાવે છે. વાસ્તવિક મુદ્દા પર આવીએ તો ઘણો સમય પસાર થાય છે. તારિક અને નસરીનની લવસ્ટોરી ફિલ્મી લાગે છે. ડિટેક્ટીવ વાર્તા ફિલ્મનું સૌથી મહત્વનું પાસું સસ્પેન્સ અને રોમાંચ છે. આ બંનેની ફિલ્મમાં ઉણપ છે. પાત્રોના વિકાસમાં પણ ઘણી બેદરકારી જોવા મળી છે. દેશભક્તિની લાગણી પણ એ રીતે ઉમેરાતી નથી. જે લોકો દેશભક્તિ અને જાસૂસી ફિલ્મોના શોખીન છે તેઓ આ ફિલ્મ જોઈ શકે છે.",0 "ખાકી: ધ બિહાર ચેપ્ટર'માં એક્ટર રવિ કિશનનો રોલ નાનો છે પણ દમદાર છે. જ્યારે કરણ ટકર અને અવિનાશ તિવારીના ખભે આખી વેબસિરીઝની જવાબદારી છે. તેમણે એક્ટિંગ પરફોર્મન્સમાં પોતાનું 100 ટકા યોગદાન આપ્યું છે. કરણ અગાઉ નીરજ પાંડે સાથે સ્પેશિયલ ઓપ્સ વેબસિરીઝમાં કામ કરી ચૂક્યો છે. આ સિવાય એક્ટર આશુતોષ રાણાએ પણ દમદાર અભિનય કર્યો છે.એકસમયે ડીઝલની ચોરી કરનાર ચંદનને કેવી રીતે ગુનાખોરીની દુનિયાનો બાદશાહ બનાવવામાં આવે છે, તે વાર્તા આ વેબસિરીઝમાં મજબૂત રીતે રજૂ કરાઈ છે. લેખક અને દિગ્દર્શક બંનેએ આ સિરીઝને 'મિર્ઝાપુર', 'રંગબાઝ', 'ગંગાજલ' જેવી ફિલ્મોનો ટચ આપવાનો પ્રયાસ કર્યો છે. આ ટ્રીટમેન્ટને કારણે 'ખાકી' સિરીઝ એવરેજ બનીને રહી જાય છે. 'પોલીસ વર્સીસ ગેંગસ્ટર' પર ઘણી સિરીઝ અને ફિલ્મો બની ચૂકી છે. તે સિવાય આ 'ખાકી'માં કંઈ નવું જોવા મળતું નથી. આ વખતે નીરજ પાંડે 'સ્પેશિયલ ઑપ્સ' વેબ સિરીઝ જેવી બનાવવામાં સફળ રહ્યો નથી. તેનું કારણ એ છે કે આ વખતે રચયિતા નીરજ પાંડે હતા પરંતુ દિગ્દર્શનની કમાન ભવ ધુલિયાના હાથમાં હતી, જે 'રંગબાઝ' જેવી વખાણવા લાયક વેબ સિરીઝ લઈને આવ્યા હતા. ભવ ધુલિયાની સમસ્યા એ છે કે તે ફરી એકવાર તે જ ક્રાઇમ વેબ સિરીઝ સાથે દેખાયો, જેમાં સમાન વાર્તા છે. આ બધા કારણોસર 'ખાકી' યાદગાર બનાવી શકાઈ નથી, તે બોજારૂપ લાગે છે.",0 "આ અર્થમાં હિમાંશુ શર્મા અને કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલી અને આનંદ એલ. રાય દ્વારા ડિરેક્ટ કરેલી સ્ટોરી એક ઉમદા હેતુ ધરાવે છે. ફિલ્મ દહેજ જેવી કુપ્રથાના મુદ્દાને મજબૂતીથી ઉઠાવે છે, જે આજે પણ ભારતીય સમાજમાં છે. પરંતુ ફિલ્મની સ્ક્રીનપ્લે અને ટ્રીટમેન્ટ આ મોટા મુદ્દાને હળવો બનાવે છે. તેને હળવી અને મનોરંજક બનાવવાના ચક્કરમાં અમુક બાબતોનો ઓવરડોઝ થઈ ગયો છે. ફિલ્મ લાઉડ અને મેલોડ્રામેટિક છે. દહેજના વિષય પર બનેલી ફિલ્મના મોટાભાગના કલાકારો અસંવેદનશીલ લાગે છે. લાલા પોતે શરૂઆતમાં દહેજની તરફેણ કરે છે. પોતાની જ બહેનોના વજન અને રંગ પર કોમેન્ટ કરીને શેમિંગ કરે છે. તેની ત્રણ બહેન સમોસા માટે એકબીજાને મારવા તૈયાર રહે છે. સપનાના પિતા લાલાની બહેનની વિદાયની તક પર તેને ટોણો મારે છે અને તે જોઈને એક સમયે તેવું લાગે કે, આ કઈ દુનિયાનો વ્યક્તિ છે.ફિલ્મમાં કોમેડી અને એક્શનનો ભરપૂર ડોઝ છે, જે કોઈ જગ્યાએ વધારે લાગે છે. એક્ટિંગના મામલે અક્ષય કુમાર તેની છેલ્લી ફિલ્મો જેવો જ લાગે છે. ભૂમિ પેડનેકર કેટલાક સીનમાં પ્રભાવિત કરે છે, તો બીજી તરફ સાદિયા ખતીમ સુંદર અને સમજદાર લાગે છે. સોન્ગ પણ લાઉડ લાગે છે. તેમ છતાં તહેવાર પર ભાઈ-બહેનના સંબંધને દેખાડતી તેમજ દહેજ જેવી પ્રથા સમક્ષ અવાજ ઉઠાવતી આ પારિવારિક ફિલ્મ એકવાર જોઈ શકાય છે. ",0 "મોહિત સૂરી ડિરેક્ટેડ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ની વાર્તા તો સિમ્પલ છે પણ તેમાં ઘણાં ટિવસ્ટ છે. ફિલ્મમાં એકસાથે ઘણાં ટ્રેક ચાલતા જોવા મળી રહ્યા છે. જો ફિલ્મના એડિટિંગમાં વધારે મહેનત કરી હોત તો ફિલ્મના પ્રથમ અને બીજા હાફમાં બેલેન્સ જોવા મળ્યું હોત. ફિલ્મની વાર્તા પણ થોડી મજબૂત કરવાની જરૂર હતી. તો આ ફિલ્મ વધારે મનોરંજક, રોમેન્ટિક થ્રિલર બની હોત. એવું લાગે છે કે 'એક વિલન રિટર્ન્સ'ના સ્ક્રીનપ્લેમાં સ્પીડ લાવવા અને ડાયલોગ્સ દમદાર બનાવવા માટે લેખકનું ધ્યાન તેના મુખ્ય પાત્રોથી હટી ગયું છે. આ સિવાય 'એક વિલન રિટર્ન્સ'માં વધુ એક વાત નડે છે અને તે છે મહિલાઓ પ્રત્યેની નેગિટિવિટી જે દૂર કરી શકાય તેમ હતું.'એક વિલન રિટર્ન્સ'ના ગીતો પણ યાદગાર નથી. તેમજ એકપણ કલાકારે એવી એક્ટિંગ નથી કરી જે દર્શકોને યાદ રહી જાય. અન્ય કલાકારોએ પણ યાદગાર એક્ટિંગ કરી નથી. કુલ મળીને 'એક વિલન રિટર્ન્સ'માં એક રોમેન્ટિક થ્રિલરમાં હોવા જોઈએ તે તમામ ટ્વિસ્ટ અને ટર્ન તો છે પણ એક ફિલ્મના પાત્ર અથવા તેની વાર્તા દર્શકોને ખુશ નહીં કરી શકે.",0 "નવોદિત લેખક અને ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરે (Divyang Thakkar) અસમાનતા અને સ્ત્રીભ્રૂણ હત્યા જેવા સામાજિક મુદ્દાઓ પર સવાલ ઉઠાવવા માટે હ્યુમર અને વ્યંગનો ઉપયોગ કર્યો છે. તેમણે એક સારો પ્રયાસ કર્યો છે પરંતુ નબળા લખાણના કારણે રણવીર સિંહ જેવો એક્ટર પણ તેને સારી રીતે દર્શાવી શક્યો નથી. જયેશભાઈ મુદ્દાઓને સ્વીકારવામાં અસમર્થ છે, કારણ કે તે વિચિત્ર મનોરંજન કરવા પ્રત્યે વધારે વળગેલા છે. જો કે, તેને મેળવવા માટે સ્પષ્ટ લખાણ હોવું જરૂરી છે, જે આ ફિલ્મમાં થયું નથી. ઘરેલું શોષણ હોય, પીડિતાઓને શરમજનક સ્થિતિમાં મૂકવાની હોય કે બાળ સશક્તિકરણની વાત, કંઈ પણ અસર કરતું નથી કારણ કે કોમિક પંચ ભાગ્યે ગળે ઉતરે તેવા છે. પપ્પી (કિસ) પર રણવીર સિંહનો મોનોલોગ એવી ક્ષણે દેખાડવામાં આવે છે, જે હાસ્ય ઉભું કરે છે. તે ફની ક્ષણને વધારે ખેંચવામાં આવતાં તે પણ પોતાનું ચાર્મ ગુમાવી બેસે છે. રણવીર સિંહે ગુજરાતી તરીકે જે રીતે દરેક શબ્દો અને વાક્યનું ઉચ્ચારણ કર્યું છે તે પણ ડોળ ભરેલું લાગે છે. સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, દર્શકો ધીરજપૂર્વક તે ક્ષણની રાહ જોશે જે તેમના હૃદયને સ્પર્ષી જાય પરંતુ અંત સુધી તેમ થશે નહીં.જ્યારે પર્ફોર્મન્સ અને સ્ક્રીન પ્રેસન્સની વાત આવે છે ત્યારે રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ સ્ક્રિપ્ટ તેની અંદરની આગને ઓલવી દે છે. જો કે, ઘણી બધી ખામીઓ હોવા છતાં રણવીરની એનર્જી અને તેના પ્રયાસો તમને મનોરંજન પૂરું પાડે છે અને ફિલ્મના અંત સુધી તમને ઝકડી રાખે છે.જો કે, સર્જનાત્મક ખામીઓ હોવા છતાં, રણવીરની ઊર્જા અને મનોરંજન માટે અવિરત પ્રયાસ તમને આશાવાદી રાખે છે અને અંત સુધી ફિલ્મને પકડી રાખે છે. અર્જુન રેડ્ડી (શાલિની પાંડે)ની મૂળ પ્રીતિ અહીં પણ તેના આધીન કાર્યને આગળ વહન કરે છે. અર્જુન રેડ્ડીની ઓરિજિનલ પ્રીતિએ (શાલિની પાંડે) આ ફિલ્મમાં પણ તેના વિનમ્ર અભિનયને યથાવત્ રાખ્યો છે.હિંદી ફિલ્મોમાં વર્ષોથી એક્ટરને વર્ચસ્વ ધરાવતો અને મજબૂત બતાવાયો છે. જો કે, આ ફિલ્મમાં લીડ એક્ટર ડરપોક છે. દિવ્યાંગ ઠક્કરે ગંભીર મુદ્દાઓને હળવાથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સ્ક્રિપ્ટના લખાણથી ફિલ્મ અસર કરતી નથી.",0 "એન્ટરટેઈનમેન્ટ' અને 'હાઉસફુલ 3' જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલા ફરહાદ સામજીની ફિલ્મની સૌથી મોટી સમસ્યા એ જ છે કે, દર્શકો ટ્રેલરમાં એટલું બધું જોઈ ચૂક્યા છે કે, ફિલ્મ જોવા દરમિયાન તેમને 'પિક્ચર અભી બાકી હૈ'વાળી ફીલિંગ નથી આવતી. ફિલ્મ ટુકડા-ટુકડામાં મનોરંજન આપે છે.ફર્સ્ટ હાફનો આખો સમય નિર્દેશકે બચ્ચન પાંડેના કેરેક્ટરને ડેવલપ કરવામાં લગાવી દીધો છે, એટલે ફિલ્મની ગતિ સ્લો લાગવા લાગે છે. સારું છે કે, સેકન્ડ હાફમાં ઘણા ટર્ન અને ટ્વિસ્ટ તેમજ પંકજ ત્રિપાઠીની એન્ટ્રી ફિલ્મને બચાવી લે છે. સ્ક્રીનપ્લેનમાં ઘણી ખામી જોવા મળે છે. ફિલ્મનું એડિટિંગ હજુ વધારે થઈ શકે તેમ હતું. ફિલ્મની સિનેમેટોગ્રાફી જોવાલાયક છે, જેનો ક્ષેય ગેમિક યુ એરીને જાય છે. ગીતોની વાત કરીએ તો 'માર ખાયેલા' અને 'સારે બોલે બેવફા' મ્યૂઝિક પ્રેમીઓને પસંદ આવી રહ્યા છે.અભિનયની વાત કરીએ તો બચ્ચન પાંડે નામના પાત્રને અક્ષય કુમાર 2008માં આવેલી 'ટશન'માં નિભાવી ચૂક્યો છે, પરંતુ આ વખતે તેણે પોતાના એન્ટી હીરો પાત્રમાં ખોફ અને કોમિક રંગને એક સાથે જોડ્યો છે. તે પોતાની ભૂમિકાને એન્જોય કરતો જોવા મળે છે. અક્ષયની પથ્થરવાળી આંખનો અવતાર જિજ્ઞાસા ઊભી કરતો, પરંતુ એક્શન દ્રશ્યોમાં પ્રભાવી સાબિત થાય છે, જોકે તેની બેકસ્ટોરી પાત્ર પ્રત્યે સહાનુભૂતિ નથી ઊભી કરી શકતો. જેકલીન ફર્નાન્ડિસને આપણે આવી ભૂમિકાઓમાં પહેલા પણ જોઈ છે. પ્રતીક બબ્બર બુદ્ધુ ગુંડાના ચરિત્રમાં પ્રભાવ નથી છોડી શકતો. પેંડુલમના રૂપમાં અભિમન્યુ સિંહ, બફરિયા ચાચાના રૂપમાં સંજય મિશ્રા અને કાંડીના રોલમાં સહર્ષ કુમાર પોતાની કોમેડીથી રાહત આપે છે.",0 "પિસ્તુલ્યા' અને 'સૈરાટ' જેવી ફિલ્મો માટે નેશનલ અવોર્ડ જીતી ચૂકેલા નિર્દેશક નાગરાજ મંજુલેએ ઘણાં વર્ષોની મહેનત બાદ અસલ જિંદગીના 'મહાનાયક'ની વાર્તાને પડદા પર રજૂ કરી છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મ હળવો પ્રભાવ છોડે છે અને સેકન્ડ હાફમાં ગતિ પકડે છે અને મુદ્દેને મજબૂતી સાથે ઉઠાવીને દર્શકોને કનેક્ટ કરે છે. આ ફિલ્મથી ખૂબ આશા હતી જેનું કારણ છે નાગરાજ પોપટરાવ મંજુલેનું નિર્દેશન. આ ફિલ્મનો વિષય જબરદસ્ત છે પરંતુ નિર્દેશક આ વખતે દર્શકોની આશા પર ખરા નથી ઉતર્યા. નાગાજર મંજુલેએ આ ફિલ્મની વાર્તા, પટકથા, સંવાદ અને નિર્દેશનનું કામ સંભાળ્યું છે પરંતુ સંવાદ નબળા હોવાથી કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં બિગ બી પોતાના દમદાર અવાદ અને જબરદસ્ત એક્સપ્રેશન્સ સાથે સ્પીચ આપે છે પરંતુ ડાયલોગમાં દમ ના હોવાથી તેમની મહેનત વ્યર્થ લાગે છે.દર્શકોએ અમિતાભ બચ્ચનના 'વિજય દીનાનાથ ચૌહાણ'વાળા કાલ્પનિક ડાયલોગ અને પાત્રને ખૂબ પસંદ કર્યું હતું. પરંતુ આ વખતે તેઓ સમાજના રિયલ હીરો 'વિજય બરસે'ના રોલમાં છે. એક સ્પોર્ટ્સ ટીચર અને કોચના રૂપમાં બિગ બી જામી રહ્યા છે. અમિતાભ બચ્ચન સિવાય ફિલ્મની જવાબદારી તેમના 'ઝુંડ'ના ખભે હતી. એ બાળકોએ પણ પોતાના ફાળે આવેલા પાત્રો સારી રીતે ભજવ્યા છે. તેઓ ફિલ્મની જાન છે. બાબુથી લઈને અંકુશ (ડોન) સહિત બધા છોકરાઓએ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના પાત્રને બખૂબી નિભાવ્યા છે. ફિલ્મમાં વિજય બરસેના પરિવારને પણ બતાવાયો છે પરંતુ ખાસ મહત્વ નથી અપાયું.ફિલ્મનો નબળો ભાગ તેની પટકથા લાગે છે. ફિલ્મના લેખનને જો વધુ સારું કરવામાં આવ્યું હોત તો એવરેજથી ઉપરની ગણી શકાત. ફિલ્મના સંવાદને દમદાર બનાવવાની કોશિશ કરાઈ છે. ભારે-ભારે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ તે બંધબેસતા લાગતા નથી. 'સૈરાટ' ફિલ્મમાં સિનેમેટોગ્રાફી કરી ચૂકેલા સુધાકર રેડ્ડી યકાંતીએ આ ફિલ્મમાં પણ કામ સંભાળ્યું છે, તેમણે પોતાના તરફથી ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં એકલ-દોકલ ગીતો છે જે ખાસ છાપ નથી છોડતાં.",0 "કપિલ શર્માએ લાંબા સમય પછી સ્ટેન્ડ અપ કોમેડી કરી છે. આ શૉમાં કપિલે પોતાના જીવનના અનેક મુદ્દાઓ પર વાત કરી છે, જેમ કે, પર્સનલ લાઈફના અને નાણાંકીય સંઘર્ષો, ડિપ્રેશન અને દારૂની લત સામેની લડાઈ, વિવાદાસ્પદ ટ્વિટ અને પ્રોફેશનલ નિષ્ફળતાઓ વગેરે. કપિલે પોતાના કોમેડિ સેટની શરુઆત કોરોના અને તેને લગતા જોક સાથે કરી જે સાંભળીને ચોક્કસપણે તમને હસવું આવશે, પરંતુ આખા સેટ દરમિયાન આ હાસ્ટ જળવાઈ નથી રહેતું. સેટના અંતમાં કપિલ શર્માએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને એક અંગ્રેજી ગીત પણ ગાઈને બતાવ્યું.કપિલ શર્મા કોમેડીની સાથે સાથે મ્યુઝિકમાં રસ ધરાવે છે તે સૌ જાણે છે, પરંતુ જ્યારે તેણે અંતમાં અંગ્રેજીમાં ગીત ગાયું તો તમને વિચાર આવે કે કપિલ શું અંગ્રેજી બોલતા ઓટીટી દર્શકોને રાજી કરવા માંગે છે જે માને છે કે તેની કોમેડી કરવાની સ્ટાઈલ ક્લાસિક નથી? કપિલ શર્માએ નેટફ્લિક્સ પર સેટ રજૂ કરવાની આ તકને પોતાની લાઈફ-સ્ટોરી શેર કરવાની તક ગણી હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ તેણે સાથે સાથે હાસ્યનો છંટકાવ પણ કર્યો છે. એક વાત નિશ્ચિત છે કે અહીં કોમેડીને પ્રાયોરિટી આપવામાં નથી આવી. માટે જો તમે પેટ પકડીને હસવાના ઈરાદાથી આ સેટ જોશો તો ચોક્કસપણે નિરાશ થશો, તેના માટે તમે કપિલ શર્મા શૉ જોઈ શકો છો.દર્શક જ્યારે કપિલ શર્માને સ્ટેજ પર જુએ તો તેની અપેક્ષા એવી હોય કે તેમાં કોમેડિ વધારે હોય, પરંતુ કપિલના આ સેટમાં માત્ર કોમેડી નથી. કપિલ શર્માની ઓળખ મોટા હાસ્ય કલાકારોમાં થાય છે, પરંતુ અહીંયા તમને કોમેડીના સંદર્ભમાં થોડી નિરાશા ચોક્કસપણે થઈ શકે છે. કપિલ શર્માએ આ સેટનું નામ આપ્યું છે કે, આઈ એમ નોટ ડન યેટ અને આ સેટ માટે પણ આ લાઈન ચોક્કસપણે લાગુ પડે છે. કપિલ શર્મા આનાથી સારું પર્ફોમન્સ આપી શકે છે.",0 "જૂની 'બંટી ઔર બબલી'ની પોપ્યુલારિટીને સહારે આ ફિલ્મને સફળતા અપાવાની કોશિશ કરવામાં આવી છે. પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરી રહેલા વરુણ વી શર્મા ફિલ્મની વાર્તાને આગળ ધપાવાનાં લથડિયા ખાઈ જાય છે. ફિલ્મમાં સિદ્ધાંત અને શર્વરીની જોડી લોકોને છેતરવા માટે રસપ્રદ ટ્રીક અપનાવતી જોવા મળે છે પરંતુ આખી ફિલ્મ બાલિશ લાગે છે. ફિલ્મનો પહેલો હાફ ફિલ્મનો બેઝ બનાવામાં નીકળી જાય છે. જ્યારે બીજા હાફમાં ફિલ્મનો પ્લોટ તૈયાર થઈ જાય છે પરંતુ વાર્તા અને સ્ક્રીપ્લેન લોજીક વિનાના લાગે છે.ફિલ્મમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી અને પંકજ ત્રિપાઠી ત્રણેય દમદાર કલાકારો છે. સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ પણ પ્રોમિસિંગ લાગે છે. પરંતુ ઢીલી વાર્તા અને ખરાબ સ્ક્રિપ્ટે બધાની એક્ટિંગને બેકાર બનાવી છે. રાની મુખર્જી અને સૈફ અલી ખાનની જોડી જામે છે અને તેમણે મિડલ એજના પતિ-પત્નીના રોલમાં પ્રાણ ફૂંક્યા છે. સિદ્ધાંતે ખૂબ મહેનતથી પોતાનું પાત્ર ભજવ્યું છે ત્યારે શર્વરી પહેલી જ ફિલ્મમાં આત્મવિશ્વાસથી છલોછલ જોવા મળે છે. બંનેની જોડી સારી છે અને તેમણે પાત્રમાં જીવ રેડી દીધો છે પરંતુ દર્શકો તેની સાથે જોડાઈ નથી શકતાં. પંકજ ત્રિપાઠીનો કોમિક ટાઈમિંગ કમાલનો છે અને તે પોતાના ગામઠી અંદાજમાં જટાયુ સિંહનો રોલ સારી રીતે ભજવતાં જોવા મળે છે. ",0 "હોરર-કોમેડી ઝોનમાં 'ભૂત પોલીસ' પહેલા ફિલ્મ 'સ્ત્રી' સુપરહિટ થઈ ચૂકી છે. ડાયરેક્ટર પવન કૃપલાણીએ આ ખાસ જોનરમાં કિસ્મત અજમાવાની કોશિશ કરી છે. જોકે, દમ વિનાના ડાયલોગ અને સીનના કારણે આ ફિલ્મ સહેજ પણ મજા નહીં કરાવે. જોકે, નેપોટિઝમ અને ગો-કોરોના-ગો જેવી લાઈન્સ તમને હસાવી શકે છે. ફિલ્મમાં સૈફ અલી ખાન ક્યાંની ભાષા બોલી રહ્યો છે તે સમજાતું નથી. અર્જુન કપૂર અને યામી ગૌતમે ફિલ્મમાં મહેનત કરવાની કોશિશ કરી છે પરંતુ સૈફ અને જેક્લીન તો ધર્મશાલાના ટૂરિસ્ટ જેવા લાગે છે. આ બંને કલાકારો માટે જાણે ફિલ્મનું શૂટિંગ કરવાનું કામ ગૌણ હતું. ફિલ્મની વાર્તા સારી છે પરંતુ તેની રજૂઆત ખૂબ નબળી છે. ફિલ્મમાં જો કોઈ સકારાત્મક પાસું હોય તો તે છે જોની લીવરની દીકરી જેમી લીવર. તેણે ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે.",0 "વધતા અર્થતંત્રમાં દરેક વ્યક્તિની ઈચ્છા ધનિક બનવાની હોય છે. અમીર બનવાની લાલસામાં ઘણાં લોકો ખોટો રસ્તો પણ પસંદ કરી છે. ગોરખધંધા કરતાં કેટલાક લોકો ઝડપાઈ જાય છે તો કેટલાક બચી જાય છે. હર્ષદ મહેતાની વાર્તા પણ આવી જ છે. આ જ ગોટાળા પર 'સ્કેમ 1992' નામની વેબ સીરીઝ હંસલ મહેતા બનાવી ચૂક્યા છે, જે લોકોને ખૂબ પસંદ આવી હતી. હવે આ કૌભાંડની આખી વાર્તા તો બધાને ખબર છે ત્યારે એક નવી રીતે રજૂ કરવી ડાયરેક્ટર કૂકી ગુલાટી માટે પડકારજનક કામ હતું. અઢી કલાકની ફિલ્મમાં કૂકી ગુલાટી મહદ્અંશે સફળ પણ થયા છે કારણકે એક મીડલ ક્લાસ અને નોકરી કરતાં હેમંત શાહની વાર્તા તમને આકર્ષિત ચોક્કસ કરશે.ભારતનો સૌથી મોટો ગોટાળો કરનાર વ્યક્તિને માથા પર કેમ બેસાડવામાં આવી રહ્યો છે તે વાત સમજાતી નથી. એટલું જ નહીં તેને મધ્યમવર્ગનો મસીહા ગણાવાઈ રહ્યો છે. જો તમે હર્ષદ મહેતાની વાર્તાથી પરિચિત ના હો તો જાણવી જરૂરી છે. જો કે, આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પોતાના પાત્રમાં જીવ રેડતો જોવા મળે છે. તેની પ્રેમિકા પ્રિયાના રૂપમાં નિકિતા દત્તા પણ સારું કામ કરે છે. ફિલ્મમાં બતાવાયું છે કે કેવી રીતે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં વસ્તુઓ સાથે છેડછેડા કરી તેને બદલી શકાય છે. ફિલ્મમાં વાર્તાને સારી રીતે દર્શાવાઈ છે અને જૂનું મુંબઈ મતલબ કે 'બોમ્બે' બતાવવામાં ડાયરેક્ટર સફળ રહ્યા છે. અભિષેક બચ્ચનની એક્ટિંગ વખાણવાલાયક છે પરંતુ તેના પાત્રને થોડી વધુ બારીકાઈ સાથે દર્શાવી શકાયું હોત. અભિષેકે પોતાના પાત્ર સાથે પૂરતો ન્યાય કર્યો છે અને તેની મહેનત સ્ક્રીન પર દેખાય પણ છે. જો કે, કેટલાક સીન બાદ અભિષેક ફિલ્મમાં ખૂબ લાઉડ લાગે છે અને ક્યારેક નાટકીય પણ. અભિષેક અને નિકિતાની પ્રેમકહાણી ફિલ્મની વાર્તા પર બ્રેક લગાવતી જોવા મળે છે. જર્નાલિસ્ટ મીરા રાવના પાત્રમાં ઈલિયાના ડિક્રૂઝ જામે છે પરંતુ તેના પાત્રને પણ જોઈએ તેવી ઊંડાઈ આપવામાં નથી આવી. ફિલ્મમાં રામ કપૂર અને સૌરભ શુક્લા જેવા દમદાર એક્ટર્સ છે પરંતુ તેમને સ્ક્રીનસ્પેસ ખાસ મળી નથી. જેના કારણે પાત્ર વેડફાઈ જતાં લાગે છે. એકંદરે આ એક ડ્રામેટિક ફિલ્મ છે. જેમાં તમને બતાવાયું છે કે એક સામાન્ય વ્યક્તિ પણ કૌભાંડી બની શકે છે.",0 "ફિલ્મના ટાઈટલની જેમ જ વાર્તામાં પણ ઘણાં ટ્વિસ્ટ છે. વાર્તામાં સમાજના બે વિભાજિત થયેલા વર્ગોની મુશ્કેલીઓની વાર્તા છે. ષડયંત્ર છે, સસ્પેન્સ અને ડ્રામા છે. એકંદરે 'સંદીપ ઔર પિંકી ફરાર'માં એ દરેક બાબત છે જે ફિલ્મને સસ્પેન્સથી ભરેલી ડાર્ક કોમેડી બનાવી શકે છે. પરંતુ આ ફિલ્મ સપાટી પર જ ફસડાઈ પડી હોય તેવું લાગે છે. ઉપર-ઉપરથી બધું જ બરાબર લાગે છે પરંતુ અંદરથી પોલું છે. ફિલ્મ ઓપનિંગ સીનથી જ જકડી રાખે છે. દિબાકર બેનર્જીએ ફિલ્મના ફર્સ્ટ હાફમાં રોચક અને રોમાંચક વાર્તા વણી છે. ફર્સ્ટ હાફમાં દર્શકોને એ બતાવાયું છે કે, શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે.સંદીપ વાલિયા ઉર્ફે સેન્ડી પોતાના બોસથી ભાગી રહી છે. બોસ તેનો પીછો કરે છે. પિંકેશ ઉર્ફે પિંકી સતત તેને બચાવવાની કોશિશ કરે છે. થિયેટરમાં સસ્પેન્સનો માહોલ છે પરંતુ ફિલ્મ સેકંડ હાફમાં પહોંચકાની સાથે જ સસ્પેન્સ મરી જાય છે. જે ખુલાસા થાય છે તે રોમાંચિત નથી કરતાં. પરિણામે ફિલ્મની ગતિ મંદ પડી જાય છે. ઘણી વાતો બેવડાઈ હોય તેવું લાગે છે. દિબાકર બેનર્જીએ પોતાની ફિલ્મમાં ભારતના વિવિધ રૂપ બતાવવાની કોશિશ કરી છે. ફિલ્મમાં ઘણાં મુદ્દા બતાવવાનો પ્રયાસ થયો છે. ભારત-નેપાળની સરહદ પર આવેલા સુંદર શહેરના શોટ્સ બતાવવા માટે પણ અનિલ મહેતાએ ખૂબ મહેનત કરી છે. ફિલ્મના પર્ફોર્મન્સની વાત કરીએ તો પરિણીત ચોપરાના ફાળે કરવા માટે ઘણું આવ્યું છે. સંદીપ ઉર્ફે સેન્ડીના પાત્રના ઘણાં લેયર્સ છે. એક સમયે તે બોલ્ડ છે, સાહસી છે તો એ જ સમયે તે પોતાને અસુરક્ષિત માને છે. ભયભીત છે. પરિણીતીએ સંદીપના પાત્રને બખૂબી ભજવવાની કોશિશ કરી છે. તેના પાત્રને સમજવું દર્શકો માટે રોમાંચ છે. જો કે, અર્જુન કપૂરના પાત્રમાં આ ખાસિયત નથી. તે ક્લાઈમેક્સ સીનમાં પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે છે. પરંતુ તેના ફાળે કરવા માટે ખાસ કશું છે નહીં.ફિલ્મના અન્ય પાત્રોમાં રઘુબીર યાદવ અને નીના ગુપ્તા મજેદાર લાગ્યા. ખાસ મહેનત વિના તેઓ પિતૃસત્તાક સમાજના દંપતીઓનું બખૂબી પ્રતિનિધિત્વ કરે છે. જયદીપ અહલાવત ફિલ્મમાં ટોચના પોલીસકર્મીની ભૂમિકામાં છે. પરંતુ તેના ફાળે પણ ખાસ કંઈ કરવા જેવું આવ્યું નથી. ફિલ્મમાં એક જ ગીત છે અને તેમાં પણ અનુ મલિક ચૂકી ગયા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ છાપ છોડે તેવું નથી. એકંદરે 'સંદીપ ઔર પિંકી ફરાર' એ ફિલ્મોમાંથી છે જે દર્શકોને જકડી રાખવાનું વચન આપે છે, મનોરંજન સાથે શિખામણ પણ આપે છે. સસસ્પેન્સ જાળવી રાખીને એક પછી એક પડ ખુલે છે પરંતુ સમય કરતાં પહેલા જ ફિલ્મ વિખેરાઈ જાય છે. ફિલ્મની ગતિ ધીમી છે, જેના કારણે કંટાળાજનક લાગે છે. ",0 "ફિલ્મમાં બ્લેકીના પાત્રમાં ઈશાન ખટ્ટર 80 અને 90ના દાયકાના રજનીકાંત અને અમિતાભ બચ્ચનનું મિશ્ર રૂપ લાગે છે. ફિલ્મના પહેલા સીનથી જ તમે અંદાજો લગાવી શકો છો કે આગળ શું થશે. ફિલ્મમાં ગોળીઓના વરસાદ વચ્ચે હીરોને એકપણ ગોળી વાગતી નથી. મકબૂલ ખાને ફિલ્મમાં બોલિવુડના મસાલા ડાયલોગ્સની ભરમાર કરી છે. ફિલ્મમાં ઈશાન અને અનન્યા વચ્ચે તમને એ કેમેસ્ટ્રી જોવા નહીં મળે જેની આશા રાખીને બેઠા છો. ફિલ્મમાં બંને વચ્ચે એક કિસિંગ સીન પણ દર્શાવાયો છે જે ખૂબ અજીબ લાગે છે. ફિલ્મની વાર્તા વચ્ચે-વચ્ચે ફ્લેશબેકમાં જતી રહે છે અને ઈમોશનલ સીન ફિલ્મની વાર્તાની ગતિ પર બ્રેક લગાવી દે છે. જો કે, ઈશાને બ્લેકીના પાત્ર માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મના ગીતોમાં ઈશાનની ડાન્સિંગ સ્કીલ જોવા મળે છે અને તમને શાહિદ કપૂરના જૂના દિવસો યાદ આવી જશે. અનન્યા ગ્લેમરસ લાગે છે પરંતુ તેના લૂક પરથી તમે મુંબઈના રેડ લાઈટ એરિયા કમાઠીપુરાની એક છોકરીને નહીં કલ્પી શકો.આ ફિલ્મમાં ઈન્સ્પેક્ટર તાવડે અને ભીમના પાત્રમાં ઝાકિર હુસૈન અને સતીશ કૌશિકે કોમેડીનો ભરપૂર ડોઝ પૂરો પાડ્યો છે. યુસુફ ચિકના (જયદીપ અહલવાત) ફિલ્મનો વિલન છે અને તેનું પર્ફોર્મન્સ હંમેશાની જેમ સોલિડ રહ્યું છે. પોતાની નાની ભૂમિકામાં પણ સ્વાનંદ કિરકિરે છાપ છોડી જાય છે. ફિલ્મમાં ત્રણ ગીતો છે અને વિશાલ-શેખરે સારું મ્યૂઝિક આપ્યું છે પરંતુ કદાચ આ મૂવીમાં તેની જરૂર નહોતી.",0 "સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર યુવાનો રિલેશનશીપ સ્ટેટસની આગળ ‘ઈટ્સ કોમ્પ્લિકેટેડ’ લખતા હોય છે. ઈમ્તિયાઝ અલીની ‘લવ આજકલ’ પણ પ્રેમ અને રિલેશનશીપની આ જ મૂંઝવણોને દર્શાવે છે. પ્રેમ જટિલ હોય છે અને પર્ફેક્ટ નથી બની શકતો. ઈમ્તિયાઝે આ જ મુદ્દાની આસપાસ ‘લવ આજકલ’ને વણી છે. આજથી લગભગ 11 વર્ષ પહેલા સૈફ અને દીપિકાને લઈને આ જ ટાઈટલ સાથે બે ભિન્ન જમાનાની વાર્તા સાથે ઈમ્તિયાઝે ફિલ્મ બનાવી હતી. આ વખતે પણ તેઓ આવું જ ફોર્મેટ લઈને આવ્યા છે. જો કે, આ વખતે તેમણે વાર્તા એટલી ગોથે ચડાવી છે કે દર્શકો જોડાઈ નથી શકતા.નિર્દેશક ઈમ્તિયાઝ અલી સંબંધોની જટિલતા અને પ્રેમ દરમિયાન થતી વેદના દર્શાવવામાં અવ્વલ છે. પરંતુ આ વખતે વર્તમાન અને ભૂતકાળની બે વાર્તાઓના ઘટનાક્રમ એટલી ઝડપથી બદલાય છે કે વાર્તા ગૂંચવાઈ જાય છે.રઘુ અને લીનાની પ્રેમકહાનીના કેટલાક દ્રશ્યો ખૂબ ક્યૂટ છે પરંતુ વીર-ઝોઈની લવસ્ટોરી તો કોઈ બીજા જ પાટે ચાલતી રહે છે. ફિલ્મમાં ઈમોશનલ ડ્રામા વધારે પડતો છે. 2 કલાક 22 મિનિટની ફિલ્મ અમુક સમય પછી ખૂબ લાંબી લાગવા માંડે છે. સ્ક્રીનપ્લે નબળો છે. પરંતુ ‘આના તો પૂરી તરહ સે આના’ જેવા સંવાદ યાદ રહે તેવા છે. અમિત રોયની સિનેમેટોગ્રાફી આકર્ષક છે. પ્રીતમના સંગીતમાં ‘શાયદ’ અને ‘હાં મેં ગલત’ જેવા ગીતો દમદાર છે. ‘શાયદ’ રેડિયો મિર્ચીના ટોપ ટ્વેન્ટી લિસ્ટમાં સાતમા ક્રમે છે. અભિનયની વાત કરી એ તો નાના શહેરના સ્કૂલ જતા છોકરા રઘુના પાત્રમાં કાર્તિક આર્યન ખીલી ઉઠ્યો છે. સીધા છોકરાથી રંગીન મિજાજના યુવઝોઈના પાત્રના ઊંડાણમાં ઉતરવામાં સારા નિષ્ફળ રહી છે. નવોદિત આરુષિ શર્માએ લીના તરીકે સહજ અને સુંદર અભિનય કર્યો છે. તે પોતાના રોલમાં પર્ફેક્ટ હતી. રણદીપ હુડ્ડા જેવા સશક્ત અભિનેતા પાસે ફિલ્મમાં કરવા જેવું કંઈ ખાસ નહોતું.કના પાત્રમાં કાર્તિક પોતાને સારી રીતે ઢાળી શક્યો છે. જો કે, વીર તરીકે તેને પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો નથી. ઝોઈ તરીકે સારા ખૂબસુરત અને આત્મવિશ્વાસથી છલોછલ દેખાય છે. પરંતુ પોતાના પાત્રને ઘણી જગ્યાએ ખૂબ લાઉડ બનાવી દીધું છે. ",0 "ઋત્વિક રોશને આનંદ કુમાર લાગવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પોતાના બ્રાઉન શેડ્સમાં એ ઘણા સીન્સમાં પ્રભાવી લાગી રહ્યો નથી. એક બાજુ એની સ્કિનનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું તો એની આંખો તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ફિલ્મમાં ઋત્વિતની નેચરલ આંખો અહેસાસ થવા દેતી નથી કે એ ઋત્વિક નહીં પરંતુ આનંદ કુમાર છે. ઋત્વિકની બિહારી એક્સેન્ટ સાંભળવામાં રસપ્રદ છે અને તે આ રોલને નિભાવવામાં સફળ રહે છે. પંકજ ત્રિપાઠી ફિલ્મમાં એજ્યુકેશન મિનિસ્ટર તરીકે જોવા મળે છે જેમનો કોચિંગ બિઝનેસ શાનદાર ચાલી રહ્યો છેતો બીજી બાજુ મૃણાવની પાસે થોડી સ્ક્રીન સ્પેસમાં ખાસ કંઇ કરવા માટે નહતું પરંતુ ઋત્વિતની સાથે સીન્સમાં થોડી પ્રભાવી લાગે છે. અનુરાગ કશ્યપની ઘણી ફિલ્મોમાં નજર આવી ચુકેલા આદિત્ય શ્રીવાસ્તવ પોતાની અદાકારીથી એક વખત ચોંકાવી દે છે. જો કે 2 કલાક 42 મીનિટની આ ફિલ્મ થોડી લાંબી લાગે છે. ફિલ્મમાં ઋત્વિકની મૃણાલ સાથેની લવસ્ટોરી વાળો ભાગ આ કહાનીમાં કોઇ પ્રાસંગિકતા રાખતો નથી. સુપર 30ના કેટલાક ભાગ વધારે નાટકીય લાગે છે. એક બાળક જે આનંદની સુપર 30નો ભાગ બનવાના એક નંબર થી રહી જાય છે, એ થોડા કલાકોની મહેનત બાદ શાનદાર મ્યૂઝિકલ પરફોર્મન્સ આપે છે સાથે સાથે મહીનાની ટ્રેનિંગનો ભાગ ના બનવા છતાં પણ આઇઆઇટીની એક્ઝામમાં પાસ થઇ જાય છે. આનંદ કુમારના નેતૃત્વમાં સુપર 30 એ દેશભરમાં કમાલ કર્યો છે. જો કે વિકાસ બહલના નેતૃત્વમાં આ ફિલ્મ પોતાનો કમાલ દેખાડવામાં ક્યાંક ચૂકી જાય છે. ",0 "ફિલ્મનો ફર્સ્ટ હાફમાં લીડ કેરેક્ટર્સની એકબીજા સાથેની ઓળખાણ અને લડવા ઝઘડવામાં નીકળી જાય છે. જોકે આ સાથે જ ફિલ્મમાં હિમાચલ પ્રદેશના સુંદર લોકેશન્સ બતાવવામાં આવ્યા છે જેને જોઇને ઓડિયન્સને પણ મજા પડી જશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે, પરંતુ લીડ કેરેક્ટર્સ ઓડિયન્સ સાથે કનેક્ટ કરી નથી શકતા. લીડ પેરની કેમેસ્ટ્રી મિસિંગ છે. ફિલ્મનું મ્યૂઝિક સારું છે. ક્લાઇમેક્સમાં ભરપૂર ડ્રામા છે તેમ છતાં ઓડિયન્સ પોતાને કનેક્ટ નહી કરી શકે. બધા જ જાણે છે કે સની દેઓલ એક સાધારણ અને પ્યોર લવસ્ટોરી બનાવવા માગંતો હતો પરંતુ લીડ કેરેક્ટર્સના કારણે તે શક્ય ના થયું. સહરનું કેરેક્ટર એક વીડિયો બ્લોગર અને ઉભરતી સિંગરનું છે જેમાં તેણે જસ્ટિસ આપ્યો નથી. કરણ સ્ક્રીન પર નેચરલ લાગે છે પરંતુ ડાયલોગ ડિલિવરીમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. સહર કેમેરા સામે કોન્ફિડન્ટ અને પ્રોમિસિંગ લાગે છે. ઈમોશનલ સીન્સમાં તે સારી છે, પરંતુ કોમેડી સીન્સ માટે તેણે પોતાનું ટાઇમિંગ સુધારવુ પડશે.",0 "2015માં બનેલી આ ફિલ્મને રીલીઝ થવામાં પાંચ વર્ષનો સમય લાગી ગયો. જાણીતા ફિલ્મમેકર રમેશ સિપ્પીએ 25 વર્ષ પછી આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખાસ્સો ખેંચાઈ ગયો છે અને નબળો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ તમને પહેલેથી ખબર પડી જાય તેવો છે. રાજકુમાર રાવે આશિકનો રોલ સારી રીતે ભજવ્યો છે. રકુલ પ્રીતે પણ પરફેક્શનથી પોતાનો રોલ ભજવ્યો છે. હેમા માલિનીનો કોમિક અંદાજ જોવા લાયક છે. શક્તિ કપૂર ચાઈનીઝ જોક સંભળાવતો જોવા મળે છે. તેની ફિલ્મ પર કોઈ અસર નથી પડતી. શિમલા મિર્ચી મસાલા વિનાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.ટાઈટ એડિટિંગ અને સારો ક્લાઈમેક્સ હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત. ફિલ્મનો પ્લોટ ઈન્ટરેસ્ટિંગ છે. તેનાથી ફિલ્મની સ્ટોરીને મજેદાર ફ્લેવર આપી શકાત. બે કલાકની આ ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ નથી જતી. ",0 "આ ફિલ્મનો પ્લોટ રસપ્રદ છે, પણ પટકથા ખૂબ નબળી છે. એવું લાગે છે કે ડિરેક્ટર એવું સમજી નથી રહ્યા કે ફિલ્મની વાર્તાને કેવી રીતે આગળ વધારવી જોઈએ. વારંવાર જોવા મળતા ફ્લેશબેક અને રોમેન્ટિક ગીતો ફિલ્મના સસ્પેન્સની મજા બગાડી નાખે છે.લગભગ એક સીનને બાદ કરતા આખી ફિલ્મ લેબોરેટરીમાં સેટ છે, જેમાં ડૉક્ટર કદાચ એક વખત જોવા મળે છે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ નબળી છે, જેના કારણે ટીવી પર ક્રાઈમ સીરીયલ જોતા હોવ તેવો અનુભવ થાય છે. ફિલ્મના કલાકારનો અભિનય પણ સાધારણ છે. આ ફિલ્મનો એકમાત્ર પ્લસપોઈન્ટ તેનો ક્લાઈમેક્સ છે. ફિલ્મના ગીતો સારા હોવા છતાં અડચણરૂપ લાગે છે. આ ફિલ્મ જોવી જોઈએ?: જો તમને થ્રિલર ફિલ્મોનો શોખ છે, તો પોતાના રિસ્ક પર આ ફિલ્મ જોઈ શકો છો.",0 "ફિલ્મમાં એક જગ્યાએ જ્હૉન અબ્રાહમનું પાત્ર કહે છે કે, જરૂરી નથી કે, દરેક વસ્તુનો કોઈ અર્થ હોય, એવું લાગે છે કે, આ આ આખી ફિલ્મનો સાર છે. પહેલા જ સીનથી જોરદાર એક્શન અને ડાયલૉગ શરૂ થઈ જાય છે જે કૉમેડીના પ્રયત્ન છે પણ સફળ નથી થતા. ફિલ્મમાં ઘણા બધા કેરેક્ટર્સ છે.અનિલ કપૂર ફરી એકવાર પોતાના ચિર-પરિચિત અંદાજમાં ગેંગસ્ટુંના પાત્ર ભજવી રહ્યો છે, બીજી તરફ અરશદ વારસી પોતાના વન-લાઈનર્સ સાથે મજેદાર દેખાય છે. જૉન અબ્રાહમ અને પુલકિત સમ્રાટ પણ આકર્ષક લાગી રહ્યાં છે. જોકે, ફિલ્મની હિરોઈન્સ સુંદર દેખાવામાં અને મૂર્ખામીભરી. લાઈન્સ બોલવા સુધી જ મર્યાદિત રહી છે. જેમ કે, ‘પાપા કહે છે, કિસ કરવાથી હું પ્રેગ્નેન્ટ થઈ જઈશ.’કેરેક્ટર આર્ટિસ્ટની વાત કરીએ તો સૌરભ શુક્લા છવાઈ ગયા છે.ડાકુના રૂપમાં તે ડરામણાથી વધુ મજેદાર લાગી રહ્યાં છે. ફિલ્મમાં નીરજ મોદી નામનું એક કેરેક્ટર છે (ઈનામુલ હક) જે બિઝનેસમેન નીરવ મોદી સાથે મળતું આવે છે. ડિરેક્ટર અનીસ બઝમીએ પોતાના કો-રાઈટર્સ સાથે મળીને ફિલ્મમાં બધું નાખવાનો પ્રયત્ન કર્યો છે. એક્સાઈટિંગ કાર ચેઝ, ડિસ્ટ્રક્શન સીન, આફ્રિકન સિંહ અને સુંદર લોકોશન્સ.જોકે, નબળી સ્ક્રિપ્ટના કારણે આ બધું ફેઈલ થઈ જાય છે. આખરે પ્લૉટ દેશભક્તિ તરફ જતો દેખાય છે જો બળજબરી પૂર્વક નાખવામાં આવ્યો હોય તેવું લાગે છે.",0 "લાર્જર ધેન લાઈફ સિનેમાના ફેન હોવું અલગ વાત છે અને તેને પડદા પર સાબિત કરવું એક અલગ વાત છે. લેખક-ડિરેક્ટર મિલાપ ઝવેરી લાર્જર ધેન લાઈફ સિનેમાના ચાહક છે અને તેમની મરજાવાં આ જ પ્રકારની ફિલ્મ છે. પરંતુ તેમના કન્વીક્શન અને એક્ઝિક્યુશનમાં ઉણપ રહી ગઈ છે. 80-90 દાયકાની ફિલ્મોની તમામ હિટ ફ્લેવર મિક્સ કર્યા છતાંય આ ફિલ્મ દમદાર મસાલા ફિલ્મ નથી બની શકી. લેખક-ડાયરેક્ટર મિલાપ ઝવેરીએ પ્રેમ, બદલો, કુરબાની જેવા બધા જ ઈમોશ્સ સાથે જે સ્ટોરી વણી છે તે આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છે. ઈંટરવલ પોઈન્ટ પર હીરો પોતાની હીરોઈનને ગોળી મારે એ વાત નવી જરૂર લાગે છે પરંતુ નબળા સ્ક્રીનપ્લેને કારણે તે પોતાની અસર નથી દેખાી શકતી. મિલાપે જે લાર્જર ધેન લાઈફ કેરેક્ટર પરદા પર દર્શાવ્યા છે તે વિશ્વસનીયતાની કમીને કારણે ઉપરછલ્લા લાગે છે.ફિલ્મમાં, “મેં મારુંગા ડર જાયેગા, દોબારા જન્મ લેને સે મર જાયેગા”, “જુમ્મે કી રાત હૈ, બદલે કી બાત હૈ, અલ્લાહ બચાયે તુઝે મેરે વાર સે” જેવા ભારે ભરખમ સંવાદ ઓવર ધ ટોપ લાગે છે. ફિલ્મના ગીતોમાં મેલોડ્રામા કૂટી કૂટીને ભર્યો છે. ફિલ્મનું સંગીત લોકપ્રિય બની હ્યું છે. પાયલ દેવના સંગીતમાં ઝુબિન નૌટિયાલે ગાયેલું તુમ હી આના મધુર છે. તનિષ્ક બાગચીના સંગીતમાં નેહા કક્કડ અને યશ નાર્વેકરે એક તો કમ ઝિંદગાની ગાયું છે જે ખૂબ લોકપ્રિય થયું છે. પરફોર્મન્સની વાત કરીએ તો સિદ્ધાર્થ મલહોત્રાએ રઘુના પાત્રને ખૂબ જ ઈમાનદારીથી નિભાવ્યું છે. પરંતુ તેના પાત્રમાં ઊંડાણ નથી. બૌનાના પાત્રમાં રિતેશે વિલન તરીકે દમદાર પરફોર્મન્સ આપ્યું છે.તે પોતાના પાત્રની જટિલતા પરદા પર દર્શાવી શક્યો છે. તારા સુતારિયા સુંદર લાગે છે અને તેણે પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે. પરંતુ તેના અને સિદ્ધાર્થ વચ્ચે કેમિસ્ટ્રી ખાસ જામતી નથી. બાર ડાંસરની ભૂમિકામાં રકુલ પ્રીત ઠીક-ઠાક છે.ઈન્સપેક્ટરના રૂપમાં રવિ કિસન વેસ્ટ થઈ ગયો છે. અન્નાના કિરદારમાં નાસર છાપ છોડ જાય છે. સહયોગી કાસ્ટ પોતાના રોલને કારણે વધારે પડતી મેલોડ્રામેટિક લાગે છે. 80-90 દાયકાની મસાલા ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.",0 "‘મોતીચૂર ચકનાચૂર’માં નાના વિસ્તારને બતાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મમાં તમને નોર્થ ઈન્ડિયન ફેમિલીની એવી ઝલક જોવા મળશે.જે તમને પહેલા પણ જોવા મળી છે. જેમાં બે પરિવાર વચ્ચે મોટાભાગનો સમય જલેબી અને કચોરી ખાવામાં જ જાય છે. જોકે, ફિલ્મને મિસફિટ કપલ વચ્ચે કોમેડી બતાવવાની કોશિશ કરવામાં આવી છે. જોકે, એક પછી એક એવી ઘટનાઓ થાય છે કે ફિલ્મ પકાઉ બને છે. અથિયા શેટ્ટીની એક્ટિંગ થોડા સીન્સમાં ખૂબ ઈમ્પ્રેસિવ છે. ઓવરઓલ મોતીચૂર ચકનાચૂરને એવરેજ ફિલ્મ માની શકો છો. જેમાં ક્યાંક-ક્યાંક થોડી વસ્તુઓ મિસ થઈ રહી છે.",0 "ફિલ્મના ડાયરેક્ટર નવદીપ સિંહે આ પહેલા મનોરમા સિક્સ ફીટ અંડર અને NH 10 જેવી શાનદાર ફિલ્મો બનાવી છે.આ વખતે તેણે પીરિયડ ડ્રામા ફિલ્મ પર હાથ અજમાવ્યો છે પરંતુ તે આ વખતે સફળ થાય તેવુ લાગતુ નથી. સ્ટોરીને જરૂર કરતા ઘણી લાંબી ખેંચવામાં આવી છે. ફિલ્મના કેરેક્ટર બરાબર જામતા નથી. સોનાક્ષી સિંહાનો ફિલ્મમાં કેમિયો છે. ફિલ્મમાં અમુક સીન છે જે તમને ઝટકો આપશે પરંતુ મહદંશે ફિલ્મ તમને બોઝિલ લાગશે. મજબૂત સ્ક્રીનપ્લે ફિલ્મને મજબૂત બનાવી શકત પરંતુ વચ્ચેથી ફિલ્મની સ્ટોરી ભટકી જાય છે. અમુક જગ્યાએ સિનેમેટોગ્રાફીથી પ્રભાવિત કરે છે. અમુક એક્શન સીન્સ સારા છે પરંતુ ફિલ્મમાં જરૂર કરતા વધારે હિંસા છેસૈફ પોતાના પાત્રમાં જામે છે, નાગા સાધુના રૂપમાં એનો લૂક ડરાવનો છે. સૈપની બોડી લેંગ્વેજ અને એક્ટિંગ સારી છે પણ તે ઘણી વાર તે પાઈરેટ્સ ઑફ ધ કેરેબિયનના જેક સ્પેરો જેવો લાગે છે. દીપક ડોબરિયાલ પોતાના રોલમાં પ્રભાવ પાડે છે. માનવ વિજે આ ફિલ્મમાં નિરાશ કર્યા છે. ઝોયા હુસૈન પોતાના કેરેક્ટરમાં સારી લાગે છે પણ તેનું પાત્ર ઘણું નાનું છે.જો તમે સૈફ અલી ખાનના ફેન હોવ તો જ આ ફિલ્મ જોવી જોઈએ.",0 "પ્રશાંત સિંહના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનો ફર્સ્ટ હાફ મનોરંજન અને હાસ્યથી ભરપૂર છે પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ પોતાની દિશા ભટકી જાય છે. ફિલ્મમાં એક જ સમયે અનેક પાત્રોની સ્ટોરી ચાલી રહી છે જેને કારણે એકેય પાત્ર પોતાનો ટ્રેક નથી પકડી શકતો. ફિલ્મ ઘણી જગ્યાએ લાઉડ અને લોજિક વિનાની છે. ક્લાઈમેક્સ કંઈક વધારે જ લાંબો ખેંચાયો છે. ઘણા સંગીતકારોના જમાવડા છતાંય સંગીત એવરેજ છે.હંસી તો ફંસીમાં દર્શકોને સિદ્ધાર્થ-પરિણીતીની જોડી ખૂબ પસંદ આવી હતી. બંને પોતાની ઈમેજ અનુસાર અર્બન-સેટઅપ વાળા પાત્રમાં હતા. પરંતુ અહીં બંને બિહારી પાત્રમાં એકદમ મિસફિટ લાગે છે. અફસોસ એ વાતનો છે કે રંગબેરંગી કપડા અને બિહારી એક્સેન્ટ પર આકરી મહેનત કરવા છતાંય સિદ્ધાર્થ પોતાની ક્લાસી-શહેરી ઈમેજમાંથી નીકળી નથી શક્યો. પરિણીતી જેવી સહજ અભિનેત્રીની ટેલેન્ટ સ્ટાઈલિશ કપડા અને મેકઅપ હેઠળ દબાઈ ગઈ છે. બિહારના નાનકડા કસબામાં તેમનું (ફક્ત તેમનું) મોડર્ન કેમ્પસોમાં સજી ધજીને ફરવું અસહજ લાગે છે. જાવેદ જાફરી અને સંજય મિશ્રાએ પોતાના પાત્રમાં જીવ ફૂંકી દીધો છે. અપારશક્તિ ખુરાના અને ચંદન રૉય સાન્યાલે સારુ કામ કર્યું છે. સહયોગી કાસ્ટ ઠીક-ઠાક છે. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ. કોમેડી ગમતી હોય અને સિદ્ધાર્થ-પરીણિતી જોડી પસંદ હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.",0 "ફિલ્મના પાત્રો ક્યારેય પણ ઓડિયન્સ સાથે વાત કરવા માટે છે જે વિચિત્ર લાગે છે. આ કારણે તમે ફિલ્મને સીરિયસલી નથી લઈ શકતા. ફિલ્મનો પહેલો હાફ હલ્કો-ફુલ્કો છે જેમાં તમને કેમિયોમાં સની લિયોની પણ જોવા મળશે. દિલજીત દોસાંઝે સારુ પરફોર્મન્સ આપ્યું છે અને તેનું પાત્ર તમને ગમશે. હિરોઈન નંબર 1ના રોલમાં ઈન્ટ્રોડ્યુસ કરાવાતી ક્રિતી સેનન પણ સુંદર લાગે છે પણ તેમનું કેરેક્ટર નબળુ લાગે છે. ફિલ્મમાં સૌથી મજાકિયુ પાત્ર વરૂણ શર્માનું છે જે ફિલ્મમાં હ્યુમર એડ કરે છે.સેકન્ડ હાફમાં ફિલ્મની સ્ટોરી, ડાયરેક્શન બધુ જ સાવ ઈમમેચ્યોર અને મોં-માથા વિનાનું છે. સારી વાત એ છે કે કોમેડી માટે ફિલ્મમાં કંઈ અશ્લીલ કરવાની કોશિશ નથી કરાઈ. ફિલ્મનું મ્યુઝિક એવરેજ છે. ફક્ત પ્રીતો એક સારુ ડાન્સ નંબર છે. આ ફિલ્મ થિયેટરમાં ન પણ જુઓ તો ચાલશે. ફિલ્મને અમારા તરફથી 2 સ્ટાર્સ.",0 "પહાડગંજ’માં ડિરેક્ટર દ્વારા ડ્રગ્સ, બેટિંગ, જિસ્મફરોશી, ગુંડાગીરી, રાજકારણ સાંઠગાંઠને દર્શાવાની કોશિશ કરી છે, પણ પહાડગંજની જે દુનિયાને તેમણે દર્શાવ્યા છે, તે જબરજસ્તીની રચેલી મામૂલી હોય છે. ત્રણ સ્ટોરીને ડિરેક્ટર યોગ્ય રીતે મર્જ નથી કરી શકતા. ફિલ્મમાં કેટલાક દૃશ્યોને કલાત્મક રીતે દર્શાવે છે, પણ નબળી સ્ક્રીનપ્લેના કારણે વ્યર્થ સાબિત થાય છે. ફિલ્મની એક્ટ્રેસના બળાત્કાર બાદ “આઈ એમ રેપ્ડ”નું પોસ્ટર લગાવીને રસ્તા પર ફરે છે, જે લોકોને ચોંકાવી દે છે, પણ પોલીસ પાસે જવા છતાં અંત સુધી તેના પર કોઈ નિર્ણય નથી આવતો તે ખૂંચે છે.ગોરિલ્લા શૂટના કારણે ફિલ્મ ઘણી જગ્યા પર નબળી સાબિત થાય છે. ફિલ્મમાં લૉરા કોસ્ટાએ પોતાની ભૂમિકા સારી ભજવી છે. ગૌતમ મેનનના રુપમાં બૃજેશ જયરાજને દમદાર અભિનય કર્યો છે. મુન્નાના રુપમાં સલમાન ખાન ઘણી જગ્યાએ નાટકીય થઈ જાય છે. પત્ની પૂજાના રુપમાં નીત ચૌધરીનું કામ સારું છે. અન્ય કલાકારો સારા છે. અજય સિંઘાના સંગીતમાં શીર્ષક ગીત અને ‘ક્યો દિલ મેરા’ સ્ક્રીન પર સારા લાગે છે.આ ફિલ્મ ના જોવાથી તમને કોઈ નુકસાન નહીં થાય.",0 આ એક રોમાન્ટિક ફિલ્મ છે અને પણ તેના વિષયની સાથે સંપૂર્ણરીતે ન્યાય કરી શકતી નથી. આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે પણ તેની પટકથા ખૂબ જ નબળી છે. આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી થાઈ ફિલ્મ ધ ટીચર્સ ડાયરીનું એડપ્ટેશન છે. કાશ્મીરનું શૂટિંગ આ ફિલ્મને વધુ સુંદર બનાવે છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળતા ઝહીર ઈકબાલ અને પ્રનૂતત બહલ એક તાજી હવાની જેમ નજર સમક્ષ તરી આવે છે. કોઈને મળ્યા વિના તેના પ્રેમમાં ડૂબી જવું તે ખૂબ જ રસપ્રદ વાત છે પણ આ સ્ટોરી લાઈનને સ્થાપિત થતા ખૂબ જ સમય લાગે છે. આ કપલ ફિલ્મના અંત સુધી એકબીજાને મળી શકતું નથી અને જ્યારે આ હાઈ ડ્રામા શરૂ થાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે.ફિલ્મના લેખકોએ કાશ્મીરી યુવાઓના સામાજિક તાંતણાની આસપાસની વાર્તા લખી છે અને તે સકારાત્મક છે. આ ફિલ્મનું સૌથી મજબૂત પાસું તે આ ફિલ્મની સિનેમેટોગ્રાફી છે અને ફિલ્મના મુખ્ય પાત્રો ઝહીર ઈકબાલ અને પ્રનૂતત બહલના અભિનય છે પણ તેઓ બંને સાથે બહુ ઓછા સમય માટે સ્ક્રીન પર જોવા મળે છે. માટે તેમની કેમેસ્ટ્રી વધુ અસર ઊભી કરી શકતી નથી. આ ફિલ્મનું સંગીત સારું છે પણ ગીતો ફિલ્મની વાર્તા પ્રમાણે અસર ઊભી કરી શકતા નથી.,0 "ફિલ્મની વાર્તા રસપ્રદ છે અને તે સારો સંદેશ પણ આપે છે. ફિલ્મમાં ફિલસૂફીની વાતો કહેતા અમુક સારા ડાયલોગ્સ પણ છે. ફિલ્મનો માઈનસ પોઈન્ટ છે તેની ધીમી ગતિ. ફિલ્મ એટલી ગંભીર છે કે તે બોરિંગ લાગે છે. આટલું નહિ, ફિલ્મમાં પરાણે ઘૂસાડેલા કોમિક એલિમેન્ટ તમને જરાય પસંદ આવે તેવા નથી. રેહાન ચૌધરીનું ડિરેક્શન નબળુ છે, સિનેમેટોગ્રાફી એવરેજ છે. ફિલ્મમાં એટલા બધા ક્લોઝઅપ શોટ્સ છે કે તે થિયેટરમાં જોવા ગમે તેવા જ નથી. ફિલ્મનો પ્લસ પોઈન્ટ સમીર-માના રાવલે આપેલુ સુમધુર સંગીત છે.વિરાટની બીમાર માતાને બિનજરૂરી વધારે પડતો મેકઅપ કરી દેવામાં આવ્યો છે. મેઘા પણ એકાએક સીધીસાદી છોકરીમાંથી ગ્લેમરસ બની જાય છે, એક જ રાતમાં તેનો આખો વોર્ડરોબ કેવી રીતે બદલાઈ જાય? ફિલ્મમાં નિયવિરાટ તરીકે શ્યામ નાયરે સારુ પરફોર્મ આપ્યું છે. તેણે એકલાએ આખી ફિલ્મનો ભાર પોતાના ખભે ઊંચક્યો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ડિમ્પલ બિસ્કિટવાલા તેની પહેલી જ ફિલ્મમાં પ્રોમિસિંગ એક્ટર તરીકે ઊભરી આવે છે. આમ છતાંય તેને પોતાની અભિનયક્ષમતા દર્શાવવા વધારે સ્કોપની જરૂર છે. વિકી તરીકે કાર્તિક રાષ્ટ્રપાલ અને સંજય તરીકે હાર્દિક ભાવસારે સારુ પરફોર્મ કર્યું છે. બાકીની કાસ્ટનું પરફોર્મન્સ એવરેજ કરતા પણ ખરાબ છે.મિત અંતરાલે ફ્લેશબેક આવે છે જે ફિલ્મના ફ્લોને અવરોધે છે.આ એક એવરેજ ફિલ્મ છે. રોમ-કોમ કે કોમેડી ફિલ્મ જોવી ગમતી હશે તેવા દર્શકોની અપેક્ષા પર આ ફિલ્મ ખરી નહિ ઉતરે.",0 "ચારે નવા કલાકારોની આ પહેલી ફિલ્મમાં રાઈટર ડિરેક્ટર અભિષેક દીક્ષિત એક તાજગી અને સાદગીભરી સ્ટોરી લઈને આવ્યાં છે. ફિલ્મમાં ફર્સ્ટ હાફમાં અનેક ઘટનાઓ છે. જે તમને મનોરંજન કરાવે છે. ઈન્ટરવલ પછીની સ્ટોરી પાટા પરથી ઉતરી જાય છે. આ ચારે દોસ્તોને બીજીવાર ભેગા કરવા માટે ટ્વિટસ્ટ છે. તે સાધારણ છે. ઓલ્ડ ફેશન સ્ટોરીના કારણે ફિલ્મ બોરિંગ થઈ જાય છે. સેકન્ડ હાફમાં ફિલ્મ ખેંચાઈ જાય છે.ફિલ્મનો પ્લસ પોઈન્ટ નવા કલાકારોની એક્ટિંગ છે. પ્રીત હરેનમાં બોલિવૂડના એક્ટર કાર્તિક આર્યનની પાંચ વર્ષ પહેલાની છાંટ દેખાય છે. કનપુરિયા અબીરના રોલમાં અંશુમાન, સુરજુ તરીકે તુષાર અને મંજરીના રોલમાં સિમરન દરેક સ્ટાર્સે ઉત્તમ એક્ટિંગ કરી છે. નાના રોલમાં વિભા આનંદે પણ સારુ કામ કર્યું છે. હિમાંશુ મલ્હોત્રા માટે ખાસ કરવાલાયક કશું જ આવ્યું નથી. ફિલ્મની 143 મિનિટની લંબાઈ, પરેશ માંજરેકરનું ખરાબ એડિટિંગ અને ટીમ સારા, વિપિન પટવા, જ્યોર્જ જોસેફ, રાજ આશુનું એવરેજ મ્યૂઝિક નબળી કડી છે.ફિલ્મનું કોઈ ગીત મિર્ચી મ્યૂઝિક ટોપ 20માં નથી. સેકન્ડ હાફમાં ફિલ્મની સ્ટોરીને વધુ સારી બનાવી શકાઈ હોત. ડાયલોગ પર વધુ મહેનત અને એડિટિંગ સારુ હોત તો ફિલ્મ વધુ સારી બની હોત. દોસ્તીનો નવો મેસેજ આપતી આ ફિલ્મ એકવાર જોઈ શકાય છે.",0 "કોન્સેપ્ટ સારો હોય તો તેને પરદા પર રસપ્રદ રીતે દર્શાવવો પણ એટલો જ જરૂરી બની જાય છે. પરંતુ દરેક સારી વાર્તાને સારી ટ્રીટમેન્ટ મળે તે જરૂરી નથી. ઝીરોનો કોન્સેપ્ટ રસપ્રદ અને પ્રેરણાદાયક છે પરંતુ તે દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ જાય છે. મેરઠથી મંગળ સુધીના રોમાન્સમાં વિજ્ઞાન, બીજા ગ્રહની યાત્રા અને અમર પ્રેમ જેવા અનેક આઈડિયા અજમાવવામાં આવ્યા છે. હવે પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ એટલું બધુ બતાવવામાં કોઈપણ વિચારને વ્યવસ્થિત ન્યાય કરી નથી શકતી. અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર દર્શકોને જોવી ગમે તેવી છે પણ આ ક્ષણો પણ ખરતા તારાની જેમ દર્શકોની નજર સામેથી ઓઝલ થઈ જાય છે.સ્ટોરી મેરઠથી શરૂ થાય છે. બઉવા સિંહ પોતાના પિતા (તિગ્માંશુ ધૂલિયા)ના પૈસા બોલિવુડ સુપર સ્ટાર બબિતા કુમારી (કેટરિના કૈફ) પાછળ ઉડાવે છે. પોતાની જાતમાં જ ખોવાયેલા રહેતા બઉવાનો કોન્ફિડન્સ તેની નાની હાઈટ પણ હલાવી શકતી નથી. પરિસ્થિતિ ત્યારે બદલાય છે જ્યારે બહુઆ સિંહને ખૂબ જ ભણેલી ગણેલી વૈજ્ઞાનિક આફિયા મળે છે. આ ઠીંગણો છે અને આફિયા સેરેબ્રલ પાલ્સીનો શિકાર છે. તેમની મર્યાદા જ તેમના રિલેશનશીપનો સૌથી મજબૂત પોઈન્ટ બને છે. પરંતુ આ સિવાય તેમની પર્સનાલિટી એકબીજાથી ખૂબ જ અલગ છે. આ ડ્રામા ઓછો હોય તેમ બોલિવુડ ડિવા બબીતા કુમારી બઉવા સિંહની લાઈફમાં એન્ટ્રી મારે છે. ફિલ્મના પહેલા હાફમાં રોમાન્સ બતાવ્યો છે પરંતુ આ પ્લોટ દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ જાય છે.સેકન્ડ હાફમાં બઉવાની સ્ટોરી બોલિવુડની ડિવા સાથે મુંબઈમાં આકાર લે છે. તેમાં બી ટાઉન સ્ટાર્સના કેમિયો તમને સરપ્રાઈઝ આપશે. સલમાન અને શાહરૂખ ખાનને ઈસકબાઝી ગીતમાં સાથે જોવાની મજા પડશે. પછી સ્ટોરી યુ.એસ અને મંગળ મિશન સુધઈ પહોંચે છે. પરંતુ મૂવી અને પાત્રોનો ગ્રાફ ઊંચે નથી જતો. હિંમાશુ શર્માનું લેખન અમુક અમુક બાગમાં સારુ છે પરંતુ તે લાર્જર ધેન લાઈફ લવ સ્ટોરીને પરદા પર સાકાર કરે તેવુ નથી. 2 કલાક 25 મિનિટ પછી ફિલ્મ હાથમાંથી છટકી જાય છે અને લાંબી લાગે છે.ફિલ્મનું સારુ પાસુ એ છે કે આનંદ એલ રાયના પાત્રો તેમની શારીરિક મર્યાદાઓને તેમની લાઈફ પર ક્યારેય હાવી થવા નથી દેતા. શાહરુખ ખાન રોમેન્ટિક ક્ષણોમાં સોળે કળાએ ખીલે છે તે વાતમાં બેમત નથી. બઉવા સિંહ તરીકે તેનું પરફોર્મન્સ સારુ છે પણ સ્ટોરીનો ઘણો મદાર સ્પેશિયલ ઈફેક્ટ્સ પર છે. કેટરિના નાના રોલમાં છે પણ ઈમ્પ્રેસ કરે તેવી છે. અનુષ્કાએ આ પાત્ર માટે મહેનત ઘણી કરી છે પણ તેનું પાત્ર તમને ગળે ઉતરે તેવુ નથી.ફિલ્મમાં ઘણા ઉતાર ચડાવ છે. અમુક સીન ખૂબ જ રંગીન અને ચમકદમક વાળઆ છએ તો અમુક ડલ સીન પણ છે. શાહરૂખ અને મોહમ્મદ ઝીશન આયુબ વચ્ચે કેટલીક કોમેડી ક્ષણો સારી છે. મેરે નામ તૂમાં પણ શાહરૂખ રંગબેરંગી દૃશ્યો વચ્ચે રોમાન્સ કરતો જોવા મળે છે. ફિલ્મમાં બોલિવુડ અને તેના સ્ટાર્સના ઢગલાબંધ રેફરન્સ છે પરંતુ તે સ્ટોરીને અને તેના સુંદર પ્લોટને ન્યાય આપવામાં નિષ્ફળ જાય છે.તમે જે એન્ટરટેઈનમેન્ટની અપેક્ષાએ ફિલ્મ જોવા ગયા છો તે તમને નહિ મળે. અમારા તરફથી ઝીરોને 3 સ્ટાર.",0 "આ એક ટિપિકલ શંકર મૂવી છે જેમાં એન્ધિરન એટલે કે મૂળ રોબો ફિલ્મના કેરેક્ટર્સને ફિટ કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ સાથે ખોટુ થયુ હોય તો તે તેનુ જીવન બરબાદ કરનારા લોકો સામે બદલો લેવા આવે એ જ થીમ પર આ ફિલ્મ પણ બની છે. તેમાં તમને સાઈ-ફાઈ, હોરર બધુ જ જોવા મળશે. તેની સ્પેશિયલ ઈફેક્ટ્સ ખરેખર કાબિલ-એ-તારીફ છે.2.0નો પ્લોટ તમને જાણીતો લાગે છે. આપણે સ્ક્રીન પર જોઈએ તેમાં કોઈ આશ્ચર્ય કે મિસ્ટ્રી લાગતી નથી. ફિલ્મના પહેલા ભાગમાં તો આપણને પક્ષીરાજનનો ભૂતકાળ શું છે તે જાણવાની ફરજિયાત રાહ જોવી પડે છે. ફ્લેશબેક પણ ડિરેક્ટરની બીજી ફિલ્મ ઈન્ડિયન કે જેન્ટલમેન જેવો ઈમોશનલ નથી. પરંતુ આજકાલ શંકરની ફિલ્મ પ્લોટ માટે કોણ જોય છે? જે ભવ્યતાથી ફિલ્મ બનાવવામાં આવી છે તે જોવાની દર્શકોને મજા પડે છે. ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટ્સ જોવા ગયેલા દર્શકો નિરાશ નહિ થાય. ફર્સ્ટ હાફમાં તમને અમુક જોરદાર વિઝ્યુઅલ્સ જોવા મળશે. જેમ કે, રસ્તા પર ચાલતા મોબાઈલ ફોન, ઉર્જાસભર વિશાળ પક્ષી પગેરે. આ ફિલ્મ જોતી વખતે તમને હોલિવુડ ફિલ્મ એલિયન્સ, ટર્મિનેટર 2 અને ઘોસ્ટ બસ્ટર્સ પણ યાદ આવશે.ફિલ્મમાં ચિટ્ટીની ધમાકેદાર એન્ટ્રી છતાંય પહેલી ફિલ્મમાં જે બાબત તેને બધાથી અલગ તારવતી હતી તે ખૂટે છે. ચિટ્ટી અને વિશાળકાય પક્ષી વચ્ચે તમને જોરદાર ક્લેશ જોવા મળશે પણ તેથી વિશેષ બીજુ કંઈ નહિ જોવા મળે. પહેલી ફિલ્મની જેમ આ ફિલ્મમાં હ્યુમર કે કંઈ નવુ નથી. આ ફિલ્મના કોઈ ડાયલોગ પણ યાદ રહે એવા નથી. પહેલી ફિલ્મના વિલન ડો. ભોરાના પુત્ર ધિરેન્દ્ર ભોરા (સુધાંશુ પાંડે)નો સબપ્લોટ પણ સારી રીતે ડેવલપ કરાયો ની.ચિટ્ટીની એન્ટ્રી પછી જ ફિલ્મમાં પ્રાણ ફૂંકાય છે. પહેલી ફિલ્મની જેમ રજનીકાંતે પોતાનો રોલ ઘણી સ્ટાઈલથી નિભાવ્યો છે અને તેનું પરફોર્મન્સ વખાણવા લાયક છે. અક્ષય કુમારે પણ વિલનનો રોલ નિભાવવામાં પોતાનો પૂરેપૂરો જીવ રેડી દીધો છે. ક્લાઈમેક્સમાં ચિટ્ટી અને પક્ષીરાજ વચ્ચે થતો ક્લેશ જોઈને તમને પૈસા વસૂલની ફીલીંગ આવશે. આ ફિલ્મમાં શંકર તમને 3.0 કુટ્ટીની પણ ક્યુટ સરપ્રાઈઝ આપે છે. જો તેમણે આ કેરેક્ટર્સને ફિલ્મમાં થોડા વહેલા ઈન્ટ્રોડ્યુસ કર્યા હોત તો ફિલ્મ વધુ જોવા જેવી બની હોત. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.",0 "પ્રેમમાં માણસ પાગલપનની બધી જ હદ વટાવી જાય છે. પરંતુ પ્રેમમાં માણસ ગેરકાયદેસર રીતે બીજા દેશમાં ઘૂસણખોરી કરે તે વધારે પડતું છે. નમસ્તે ઈંગલેન્ડ એક એવા કપલની સ્ટોરી છે જે પ્રેમ માટે આવો વિચિત્ર રસ્તો પકડે છે. તેઓ પંજાબ છોડી લંડનમાં સેટલ થવા માંગે છે. એનું એક માત્ર કારણ એ જ છે કે જસમીતને પંજાબમાં તેની કરિયર બનાવવાની છૂટ નથી અપાતી. આમ તો આ કપલ આધુનિક માનસિકતા ધરાવતુ લાગે છે પણ તે જીવનમાં કેટલાંક એવા વિચિત્ર નિર્ણય લે છે જે ગળે ઉતારવા આપણા માટે મુશ્કેલ થઈ જાય છે. આ કારણે તેમની રિલેશનશિપ પણ તૂટવાની અણીએ આવી જાય છે. આ સ્ટોરીમાં એક મેસેજ છૂપાયેલો છે પરંતુ ફિલ્મ સારી લખાઈ નથી અને ડિરેક્શન પણ નબળુ છે જેને કારણે ફિલ્મ જોવાની મજા નથી આવતી.નમસ્તે ઈંગલેન્ડ એક સામાન્ય લવસ્ટોરીની જેમ જ શરૂ થાય છે જેમાં છોકરો છોકરીને મળે છે, તેઓ તરત જ પ્રેમમાં પડે છે અને પરણી જાય છે. પરંતુ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે જસમીત જ્વેલરી ડિઝાઈનર બનવા માંગે છે અને પરમ તેને ઈચ્છીને પણ મદદ નથી કરી શકતો. તેના પિતાને જસમીતના દાદાએ વચન આપ્યું હોય છે કે જસમીત લગ્ન પછી કામ નહિ કરી શકે. ફિલ્મનો સ્ક્રીનપ્લે એટલો નબળો છે કે ફિલ્મ પૂરી થતા સુધીમાં તો દર્શકોની ધીરજ ખૂટી પડે છે. ઈન્ટરવલમાં અનપેક્ષિત ટ્વીસ્ટ આવે છે પરંતુ સેકન્ડ હાફ મેલોડ્રામા અને ઠીકઠાક કોમેડીને કારણે તણાય છે. પરમને કેમ વિઝા નથી મળતો તેનું કારણ પણ ગળે ઉતરે તેવુ નથી. સૌથી નબળુ પાસુ તો ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે તમને 90ના દાયકાની બકવાસ કોમેડી ફિલ્મોની યાદ અપાવશે.નમસ્તે ઈંગલેન્ડ અમુક ખૂબ સુંદર લોકેશન પર શૂટ થઈ છે. ઈન્ડિયા અને યુરોપ બંને ફિલ્મમાં સુંદર રીતે કંડારાયા છે. પણ ફિલ્મ પ્રેડિક્ટેબલ છે અને તેનું લખાણ ઘણું નબળુ છે. અર્જુન કપૂર અને પરિણીતી વચ્ચે ઈશકઝાદેમાં જે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી તે પણ આ ફિલ્મમાં ખૂટે છે. ફિલ્મના પાત્રો પણ મજબૂત નથી અને કલાકારોના સારા પરફોર્મન્સ પણ નબળી સ્ટોરીને કારણે વેડફાઈ ગયા છે. પરિણીતીએ પોતાનું પાત્ર સાકાર કરવા મહેનત કરી છે પણ જોવામાં મજા નથી આવતી. અલંક્રિતા સહાય સ્ક્રીન પર દેખાય છે સુંદર પણ તેના ભાગે કંઈ ખાસ કરવાનું આવ્યું નથી.ફિલ્મનું મ્યુઝિક ભરે બઝાર, તૂ મેરી, પ્રોપર પટોલા આખી ફિલ્મ કરતા વધારે મનોરંજક છે. આ ફિલ્મમાં ઘણું બધુ કરી શકાયુ હોત પણ ફિલ્મ સાવ નબળી બની છે. અમારા તરફથી ફિલ્મને 2 સ્ટાર.",0 "પોતાના પુત્રના સારા ઉછેર માટે અને તેને પૂરતો સમય આપવા માટે માતાએ તેનું સફળ કરિયર છોડી દીધું, પણ ડિરેક્ટર પ્રદીપ સરકાર એક સિંગલ માતાના સંઘર્ષ અને તેના સપનાંઓને સંપૂર્ણ ઈમાનદારીની સાથે પડદા પર રજૂ કરવામાં સફળ થતા નથી. લગભગ બે કલાકની ફિલ્મની સાથે દર્શક યોગ્ય રીતે જોડાઈ શકતા નથી કારણકે ફિલ્મનું લેખન અને ડિરેક્શન નબળું છે. પ્રદીપ સરકારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ આનંદ ગાંધીના ગુજરાતી નાટક બેટા કાગડો પર આધારિત છે. ફિલ્મમાં કાજોલ પ્રથમ સીનથી લઈને અંત સુધી અદભુત એક્ટિંગ કરે છે પણ ફિલ્મની વાર્તા નબળી હોવાને કારણે મજા બગડી જાય છે. જ્યારે ફિલ્મમાં કાજોલના પુત્રનો રોલ ભજવનાર રિધ્ધિ સેને પણ ઉત્તમ અભિનય કર્યો છે.ડિરેક્ટર પ્રદીપ સરકારે ફિલ્મની શરૂઆત તો સારી કરી છે પણ તેની 15-20 મિનિટ બાદ ફિલ્મમાં કંટાળો આવવા લાગે છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મ ઈલાની આસપાસ ફરે છે અને ઈન્ટરવલ બાદ ફિલ્મની વાર્તાને એવી રીતે ખેંચવામાં આવી છે કે દર્શકો કંટાળવા લાગે છે જ્યારે કાજોલ તેની સુંદર એક્ટિંગથી લોકોને પ્રભાવિત કરે છે અને હસાવે છે અને સાથે રડાવે પણ છે. ડિરેક્ટર પ્રદીપ સરકારે એક નબળી સ્ક્રિપ્ટ આધારિત નબળી ફિલ્મ બનાવી છે કે જે કદાચ જ લોકોને પસંદ આવશે. ફિલ્મનું ગીત અલમારી સારું છે અને અમિત ત્રિવેદીએ તાલબધ્ધ કરેલા અન્ય ગીતો પણ સારા છે.કાજોલે આ ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં અદભુત અભિનય કર્યો છે, સાથે જ તેના પુત્રના પાત્રમાં રિધ્ધિ સેને પણ અદભુત અભિનય કર્યો છે. બાકી અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. જો તમે કાજોલના ફેન છો તો માત્ર અને માત્ર કાજોલના શ્રેષ્ઠ અભિનય માટે આ ફિલ્મ જોઈ શકાય.",0 "ફિલ્મનું ટ્રેલર જોઈને તો લાગે છે કે ફિલ્મ ધમાકેદાર એક્શન-પેક્ડ ક્રાઈમ થ્રિલર હશે. પરંતુ સૂર્યાંશ દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરતી નથી. તેનું મુખ્ય કારણ છે ફિલ્મની ધીમી ગતિ. બીજુ નબળુ પાસુ એ છે કે તમે ફિલ્મની વાર્તા આસાનીથી પ્રેડિક્ટ કરી શકો છો જે કોઈપણ થ્રિલર ફિલ્મ માટે સારી બાબત નથી. વળી, ફિલ્મમાં સ્પોન્સર કરાયેલી બ્રાન્ડ ઉડીને આંખે વળગે છે જે અમુક સમય પછી દર્શકોને અકળાવનારી લાગે છે.જો કે ગુજરાતીમાં એક્શન પેક્ડ થ્રિલર બનાવવા માટે ડિરેક્ટર જોડી કમલ પટેલ અને સચિન દેસાઈને ક્રેડિટ આપવી જ રહી. સચિન દેસાઈએ ફિલ્મને કેમેરામાં સારી કંડારી છે પરંતુ એડિટિંગ હજુ સારુ હોત તો ફિલ્મ જોવાની મજા આવત. ચિંતન પંડ્યાના ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લે ઠીકઠાક છે. ફિલ્મનું મ્યુઝિક ઘણું સારુ છે. ખાસ કરીને બે ગીત મહુવા અને ડોન્કી મંકી ડક તથા ટાઈટલ ટ્રેક સૂર્યાંશ સારા બન્યા છે અને ફિલ્મમાં સારી રીતે ભળી જાય છે.પરફોર્મન્સની વાત કરીએ તો ફ્રેડી દારૂવાલાએ ઘણું સારુ કામ કર્યું છે. ખાસ કરીને એક્શન સિક્વન્સમાં તે દર્શકોના દિલ જીતી લે છે. તેની અને હીના અચ્છરાની જોડી સ્ક્રીન પર સરસ લાગે છે. વિક્રમ રાણાના રોલમાં મેહુલ બુચ અલગ જ અવતારમાં જોવા મળે છે. તે પરદા પર પાવરફૂલ લાગે છે અને તેના દરેક સીનને એનર્જીથી ભરી દે છે. અલ્પના બુચ, જય ભટ્ટ, પ્રશાંત બારોટ અને વિક્કી શાહના પરફોર્મન્સ પણ ઘણા સારા છે. આશિષ કક્કડ અને નિમ્રિત વૈષ્ણવે ગ્રે શેડ વાળા પાત્રો ઘણી સહજતાથી ભજવ્યા છે.સૂર્યાંશ એક સાધારણ મસાલા મૂવી છે. તેની સ્ટોરી આસાનીથી પ્રેડિક્ટ કરી શકાય તેવી છે. આ મૂવીને અમારા તરફથી પાંચમાંથી ત્રણ સ્ટાર",0 "દેસી અંદાજની ફિલ્મ્સ બનાવવાના મહારથી કહેવાતા વિશાલ ભારદ્વાજ અત્યાર સુધીમાં અનેક ઉપન્યાસ પર ફિલ્મ બનાવી ચૂક્યાં છે. આ વખતે પણ વિશાલ ભારદ્વાજે ચરણ સિંહ પથિકની શોર્ટ સ્ટોરી ‘દો બહને’ને પસંદ કરી છે. વિશાલને આ સ્ટોરી એટલી પસંદ આવી કે તેણે જ ફિલ્મ બનાવવાની બધી જવાબદારી ઉઠાવી લીધી. જોકે, અફસોસ કે વિશાલ આ સ્ટોરીને મનોરંજક ફિલ્મ બનાવવામાં નિષ્ફળ રહ્યાં. કેટલાક સીનને છોડી દેવામાં આવે તો આ ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને કંટાળાજનક લાગે છે. તમે એ આશામાં સેકન્ડ હાફ જુઓ છો કે કંઈક મનોરંજક આવશે પરંતુ નિરાશા જ મળે છે.સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદાને પોતાના રોલ ઠીકઠાક રીતે કર્યા છે. જોકે, વિજય રાઝ અને સુનીલ ગ્રોવરે ઉત્તમ એક્ટિંગ કરી છે. જોકે, નબળી સ્ક્રિપ્ટને કારણે તેઓ પણ ફિલ્મનો ભાર ખેંચી શકતા નથી. ફિલ્મનું સંગીત પણ ઠીકઠાક છે. જો તમે દેસી ફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજના ફેન છુઓ તો પોતાના જોખમ પર ફિલ્મ જોવી જોઈએ.",0 "જો તમે ‘લૈલા મજનુ’ને લીડ રોલમાં રાખીને ફિલ્મ બનાવી રહ્યા છો તો દર્શકો ફિલ્મને ક્યાંકને ક્યાંક લૈલા મજનુની અમર પ્રેમ કહાની સાથે જોડવાના જ છે, પરંતુ એવું કરીને દર્શકો પોતાને છેતરાયેલા અનુભવે છે. આમ પણ નવી સ્ટાર કાસ્ટને લઈને ફિલ્મ બનાવવી અને બોક્સ ઓફિસ પર ફિલ્મને હિટ કરાવવી સરળ નથી હોતી, એવું કંઈક આ ફિલ્મ સાથે જોવા મળી રહ્યું છે. કાશ્મીરની બરફાચ્છાદિત બેકગ્રાઉન્ડમાં બનેલી આ ફિલ્મ એક અલગ જ પ્રેમ કહાની રજૂ કરે છે.કૈસ એટલે કે મજનુનું પાત્ર નિભાવી રહેલા અવિનાશ તિવારીએ પોતાના પાત્રને જીવંત કરવા ઘણો પરસેવો પાડ્યો છે. પાત્રને નિભાવવા માટે અવિશાને સારું એવું હોમવર્ક પણ કર્યું, જે તમને તેના રોલમાં નજર આવે છે. ચોક્કસ આ ફિલ્મની રિલીઝ બાદ અવિનાશને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ મળશે. કાશ્મીરી એક્ટર મીર સરવર અને સુમિત કૌલની પ્રશંસા કરવી પડશે કે તેમણે પોત-પોતાના પાત્રની એવી અલગ ઓળખ ઊભી કરી કે સિનેમા હોલની બહાર આવ્યા બાદ તમને આ બંનેના પાત્રો ચોક્કસ યાદ રહી જાય છે. તો તૃપ્તિ ડિમરીએ લૈલાના પાત્રને બસ નિભાવી દીધું છે. તૃપ્તિએ જો ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ રમવી હશે તો તેણે હજુ લાંબું અંતર કાપવાનું બાકી છે.ડાયરેક્ટર સાજિદને એક નબળી અને વિખરાયેલી સ્ક્રિપ્ટ મળી, જે વારંવાર ઝોલા ખાય છે. ફિલ્મનો સૌથી માઈનસ પોઈન્ટ એ છે કે, લૈલા-મજનુની આ લવ સ્ટોરમાં એક તરફી પ્રેમ નજર આવે છે, જે દર્શકોના કોઈપણ ક્લાસને પચે તેવો નથી. સ્ક્રીનપ્લે ઘણી જગ્યાએ ઘણો નબળો જોવા મળે છે. ઘણી વખત એવું લાગે છે કે જાણે એકતા કપૂર કોઈ ફિલ્મ નહીં કોઈ મહાએપિસોડ બનાવી રહી છે. તો કાશ્મીરમાં ચારે તરફ ફેલાયેલી સુંદરતાને કેમેરામેને જ કુશળતાથી કેમેરામાં કેદ કરી છે.જો આજના લૈલા મજનુની લવ સ્ટોરીની વચ્ચે તેમના પરિવારોના ઝઘડાને જોવા ઈચ્છો છો દો જ આ ફિલ્મ જોવા જજો. હા, કાશ્મીરના સુંદર લોકેશન્સ ફિલ્મની યુએસપી છે.ક્રિટિક્સે આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર આપ્યા છે",0 "ફિલ્મની સૂત્રધાર પ્રફુલ એક એવી મહિલા છે જે પોતાની શરતો પર જીવે છે. તે સતત નવા એડવેન્ચર કરતી રહે છે, પોતાના નિર્ણયો પોતે લે છે. તે ક્રાઈમની દુનિયામાં જઈ રહી છે, પણ તે બે વાર વિચાર પણ નથી કરતી. તે માને છે કે, જે થઈ રહ્યું છે તે યોગ્ય જ છે.લોકેશન સિવાય આ ફિલ્મમાં બધું જ જાણે અયોગ્ય અને અવિશ્વસનીય લાગે છે. ઘણી વાર સ્ટોરી જાણે તૂટતી હોય તેમ લાગશે. જે રીતે પ્રફુલ બેન્ક લૂટે છે અને છુટી જાય છે, દરેક સ્થળે પોતાના ફિંગર પ્રિન્ટ અને લિપ્સ્ટિકથી લખેલી નોટ મુકતી હોવા છતાં તે છુટી જાય છે અને આ વાતો પર વિશ્વાસ કરવો અશક્ય લાગે છે.મીડિયા તેને લિપસ્ટિક લૂટેરી નામ આપે છે અને અટલાન્ટાની પોલીસ અને બેન્કના કર્મચારી જાણે આખી ફિલ્મમાં જોકર જેવા લાગે છે, જે પ્રફુલ અડધો ડઝન લૂટ કરી નાખે ત્યાં સુધી બસ જોતા જ રહે છે. હંસલ મહેતાએ બેકાર કોમેડી ફિલ્મ બનાવી હોય તેમ લાગે છે. જે ફિલ્મની રિયલ સ્ટોરી છે, જેને લાઈટલી ટ્રીટ કરવામાં આવી છે, પણ ઓડિયન્સને વધારે હસાવવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો.ફિલ્મનો સૌથી બેસ્ટ પાર્ટ કંગના જ છે. પડદા પર તેનું મહત્વ દેખાય છે. ફિલ્મમેકર પાસે ફિલ્મમાં બીજો કોઈ સ્ટાર જ નથી. માટે તમને ઘણી વાર ફિલ્મમાં કંગનાનું ફોકસ હટી જતું હોય તેમ લાગશે. તેના પેરેન્ટ્સ, મંગેતર સમીર(સોહમ) અને બાકી કલાકારઓએ પણ વધારે કમાલ નથી બતાવ્યો.તમે આ ફિલ્મ જોઈને ઈમોશનલ તો નહીં જ થાઓ, પરંતુ અમુક સીન્સમાં તેની ફીલિંગ્સને અનુભવી શકશો અને તે પણ કંગનાની એક્ટિંગને કારણે. કંગનાના વખાણ કરવા યોગ્ય છે.આ ફિલ્મને અમારા તરફથી 3.5 સ્ટાર્સ.",0 "મુંબઈના લોકો અરુણ ગવલી વિશે બધુ જાણે છે કે કેવી રીતે એક મજૂરનો પુત્ર ખંડણી, જુગાર અને હત્યાઓ દ્વારા રાતોરાત અંડરવર્લ્ડનો જાણીતો ચહેરો બની ગયો. જે લોકો અરુણ ગવલી વિશે ખ્યાલ નથી તેમને આ ફિલ્મ કુખ્યાત અંડરવર્લ્ડ વિશે જણાવે છે. અરુણ પોતાના બે મિત્રો બાબૂ(આનંદ) અને રામા (રાજેશ) સાથે મળીને બીઆરએ ગેંગ બનાવે છે. ગવલીનો ઉદય જ તેને દાઉદ ઈબ્રાહિમનો દુશ્મન બનાવી દે છે. ફિલ્મમાં દાઉદના પાત્રને મકસૂદ (ફરહાન)નું નામ આપવામાં આવ્યું છે.આમા મોટાભાગની બાબતો ઓનરેકોર્ડ છે એટલે સ્ક્રીનપ્લેમાં એવી કોઈ ચોંકાવનારી ઘટના નથી. ઘણી વખત તમને એવું લાગશે કે અંધારામાં એક પોઈન્ટથી બીજા સ્થાન પર આગળ વધી રહ્યા છો. અહલૂવાલિયાએ જાણીજોઈને એક સીધી કથાશૈલી અપનાવી છે જે દર્શકોને સરળતાથી અંધારીઆલમની દુનિયાને નાટકીય રીતે દર્શાવી શકે.એક ચાલમાં લોકો ભૂતની જેમ કામ કરી રહ્યા છે અને એક લાલચી અતિ મહત્વકાંક્ષી પોલીસવાળો વિજયકર નિતિન (નિશિકાંત) તેમનો પીછો કરે છે તો તમને ક્રાઈમ પેટ્રોલવાળી ફીલિંગ આવશે. જોકે મોટાભાગના કલાકારો ફિલ્મમાં પોતાના ડાયલોગ્સ ઉચ્ચ તિવ્રતાથી રજૂ કરે છે. જે તમને ઈરિટેટ કરી શકે છે.ફિલ્મનો ફર્સ્ટ હાફ ગવલીને ડોનના રૂપમાં તેની શરૂઆત કેવી રીતે થઈ તે દર્શાવે છે. જ્યારે સેકન્ડ હાફમાં ગવલીની જિંદગી, પરિવાર અને તેના પોલિટિશન બનવા પર આધારિત છે. એક મુસ્લિમ છોકરી ઝુબૈદા (એશ્વર્યા) સાથે લગ્ન કરવાને કારણે ગવલીની ધર્મનિરપેક્ષ છબી પણ દેખાડવામાં આવી છે. જોકે તે પોતાની પત્નીનું ધર્મ પરિવર્તન કરાવીને આશા બનાવી દે છે.અર્જુનની અવાજ અને તેની ડાયલોગ્સ ડિલિવરી પાત્રને વધુ મજબૂત બનાવે છે. જો તમને ક્રાઈમ આધારિત ફિલ્મો પંસદ હોય તો આ ફિલ્મ તમારા માટે જ છે. ગવલી ઈન્ડિયન ક્રાઈમ હિસ્ટ્રીનું એક મોટું નામ છે અને આ ફિલ્મ દ્વારા તમે તેની વાર્તા જાણી શકો છો.",0 "ડિરેક્ટર હબીબ ફૈઝલ આ મૂવીમાં સંગીતબદ્ધ રીતે એક સામાજિક મુદ્દો રજૂ કરવાની કોશિશ કરે છે. તેમના વિચારો ઘણા ઉમદા છે અને તેમણે જે વિષય પસંદ કર્યો છે તે પણ થોડો હટકે છે. પરંતુ આ ગહેરાઈ તેમની ફિલ્મમાં દેખાતી નથી. ગીતો ફિલ્મમાં જામે છે પરંતુ યાદ રહે તેવા નથી. વળી, દર્શકોને ફિલ્મના પાત્રો સાથે હમદર્દી કેળવી નથી શકતા.ફિલ્મમાં અડર ટ્રાયલ કેદીઓની વ્યથા સારી રીતે રજૂ કરવામાં આવી છે. અંડર ટ્રાયલ શબ્દ ફિલ્મની છેલ્લી 10 મિનિટમાં અને ફિલ્મની શરૂઆતમાં એટલી બધી વાર યુઝ કરવામાં આવ્યો છે કે તમારા માથામાં હથોડાની જેમ વાગવા માંડે છે.આ ફિલ્મથી રણબીર કપૂરનો માસીનો દીકરો આદાર જૈન બોલિવુડમાં પર્દાર્પણ કરી રહ્યો છે. ક્યાંક ક્યાંક તેનામાં રણબીરની ઝલક દેખાય છે. તે કેમેરા સામે કોન્ફિડન્ટ છે પરંતુ એવું લાગે છે કે તે અજાણતા જ રણબીર કપૂરની નકલ કરવા જાય છે. જેને કારણે તેનું પરફોર્મન્સ કથળી ગયું છે. આન્યા સિંહ આદાર કરતા અનેકગણી સારી એક્ટ્રેસ છે અને તેની સ્ક્રીન પ્રેઝન્સ સારી છે. આ આખા મૂવીમાં સૌથી જોવા જેવું કોઈ હોય તો તે આન્યા છે. વોર્ડન તરીકે સચિન પલગાંવકરે સારુ પરફોર્મન્સ આપ્યું છે.ઓવર ઓલ મૂવીનો વિષય સારો છે પરંતુ ફિલ્મનો આત્મા ગુમ હોય તેવું લાગે છે. બળવાની ભાવના જેટલી ઉગ્રતાથી દેખાવી જોઈએ તે ફિલ્મમાં નથી દેખાતી. આ ફિલ્મને અમારા તરફથી 2.5 સ્ટાર્સ.",0 "ફિલ્મની સ્ક્રિપ્ટ સમજવામાં અઘરી નથી. એક રુટિન સ્ટોરીની જેમ જ તમને સમયસર કોરિયોગ્રાફ સોન્ગ્સ અને ફાઈટિંગ સીન જોવા મળશે. દર 15 મિનિટે એક ગીત, લડાઈ જોવા મળશે.આ પહેલા ટાઈગરની હિરોપન્તી અને બાગી જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર આવી ચુકી છે, જેમાં માત્ર તેની બોડી બિલ્ડિંગ અને કામ પ્રત્યેની પ્રામાણિકતા જોવા મળી હતી. ડિરેક્ટર શબ્બીર ખાન સાથેની ટાઈગરની આ ફિલ્મ જોવા માટે પણ તમારે વધારે સમજવાની કે વિચારવાની જરુર નહીં પડે. આ ફિલ્મમાં પણ ટાઈગરનું ડાન્સ પ્રત્યેનું પેશન જોવા મળે છે. બસ આમાં ડાયલોગ થોડા અલગ છે. બાકી કંઈ અલગ નથી.મહિન્દર(નવાઝુદ્દીન સિદ્દીકી) મુન્નાને હાયર કરે છે જેથી તે ડાન્સ શીખી શકે. રાજસ્થાની ભાષામાં વાતચીત કરનારો આ ડોન મેરઠની ડ્રીમ ડાન્સર ડૉલીને ઈમ્પ્રેસ કરવા માંગે છે. નવાઝ દરેક ફિલ્મમાં કંઈક નવું કરે છે અને આ ફિલ્મમાં પણ તેમણે આ વાત જાળવી રાખી છે. નવાઝના કેરેક્ટરને જોઈને તમને ચોક્કસ હસવું પડશો.આ ફિલ્મથી ડેબ્યુ કરનારી નીધિએ પ્રયત્ન તો સારો કર્યો છે અને ઓવર કોન્ફિડન્ટ પણ જોવા મળી છે. પણ દર્શકોનું ધ્યાન નીધિ કરતાં વધારે ટાઈગર ખેંચે છે.જો તમે ડાન્સ મુવ્સના શોખીન છો તો મુન્ના માઈકલ જોવા જાઓ. જો કે ફિલ્મમાં કંઈ નવું જોવા નહીં મળે પણ નવા મુવ્સ ડાન્સ લવર્સને ચોક્કસ ગમશે.આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 2.5 સ્ટાર્સ…",0 "આ ફિલ્મની લીડ જોડીની વાત કરીએ તો નાના પાટેકર અને માહી ગિલ બંને ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝના ખૂબ સારા કલાકાર છે. આ બંને કલાકારો પોતાના અભિનયના દમ પર દર્શકોને એક ક્લાસ મળી રહે છે. ‘વેડિંગ એનિવર્સરી’ ની વાત કરીએ તો આ નબળી અને વિખેરાયેલી સ્ક્રિપ્ટ પર તૈયાર થયેલી આ ફિલ્મમાં કોઈ ખાસ દમ જોવા નથી મળી રહ્યો. કમાણી તો દૂર પોતાનો ખર્ચ મેળવે તો પણ સારું છે. ગોવાના ખૂબ સુંદર લોકેશન પર શૂટ કરવામાં આવેલી આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ એ છે કે નાના અને માહી પોતાના ફેન્સ વચ્ચે જે ઈમેજ પહેલાથી બનેલી છે તેનાથી વિરૂધ્ધ બંને કલાકારો પાત્ર ભજવી રહ્યા છે.નાના અને માહી બંને ખૂબ સારા કલાકાર છે, પરંતુ અહીં બને પોતાના પાત્રોને પોતાની સાથે જોડી શક્યા નથી. નાનાએ પોતાની દમદાર અવાજના દમ ઉપર પોતાના હાજરી હોવાની કોશિશ કરી છે તો માહી પાત્ર સાથે પોતાને જોડી શકી નથી. નિર્દેશકઃ એવું લાગી રહ્યું છે કે પ્રોડક્શન કંપનીને ફિલ્મ બનાવવાની એટલી બધી ઉતાવણ હતી કે હોમવર્ક કર્યા વગર સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. એવામાં શેખર ઝાનું નબળું ડિરેક્શન ફિલ્મની ગતિને વધુ ધીમી કરી દે છે. સંગીતઃ પોણા બે કલાકની આ ફિલ્મમાં ગીતોની જરૂર ન હતી તેમ છતાં કેમ ગીતો ફિટ કરવામા આવ્યા છે. આ ગીતો વાર્તાની ગતિને ધીમી કરે છે.જો તમે નાના અને માહી ગિલના ફેન છો તો ફિલ્મ જોવી જોઈએ કે તેમણે કેવું કામ કર્યું છે એક અલગ પ્રકારના રોલમાં.",0 "ફિલ્મમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે રેન્ડૉલનું કેરેક્ટર નિભાવતો સોનુ સૂદ અકળાઈ જાય છે અને દાંત ભીસીને જેકી ચેનને કહે છે, “મને બોર ન કરો…”. આ એક જ લાઈનમાં ફિલ્મનો રિવ્યુ આવી જાય છે.મૂવી એટલી એબરપ્ટ રીતે શરૂ થાય છે કે તમને એવું લાગે કે તમે ભૂલથી કોઈ સીરિયલનો સીધો એપિસોડ 3 ચાલુ કરી દીધો છે. પહેલી 10 મિનિટમાં જ પ્રેક્ષકો પર એટલી બધી ઇન્ફોર્મેશનનો મારો થાય છે કે પ્રેક્ષકો કાં તો કન્ફ્યુઝ થઈ જાય છે અથવા તો રસ ગુમાવી દે છે.ફિલ્મમાં થોડુ કૂંગ ફુ તો જોવા મળે છે પરંતુ યોગાની તો કોઈ ઝલક પણ નથી. ફક્ત ઇન્ડિયાને ટાઈટલમાં દેખાડવા માટે આ શબ્દ ઘૂસાડવામાં આવ્યો છે. ઇંગલિશ ડબિંગ યોગ્ય રીતે નથી કરાયું એટલે ફિલ્મ જોવામાં મજા નથી આવતી. ટ્રાન્સલેશનમાં ઘણી ચીજો તો સમજમાં પણ નથી આવતી. ફિલ્મમાં ઇન્ડિયાને સાવ જૂની ઢબે રજૂ કરાયું છે (જેમ કે હાથીઓ, ઘરેણામાં લદાયેલા રાજકુમારો, મંદિરો, મદારીઓ). જેકી ચેન ચાર્મિંગ છે. સોનુ સૂદ વિલનની ભૂમિકા વધુ સારી રીતે નિભાવી શક્યો હોત. ફિલ્મની સૌથી ફની મોમેન્ટ બે કેરેક્ટર્સ વચ્ચે નહિ પરંતુ જેકી ચેન અને સિંહ વચ્ચેની વાતચીત વખતે ક્રિએટ થાય છે. તમે કૂંગ ફુ યોગા જવા જાઓ તો તમે જ ઊંઘમાં સરી પડો તેવી પૂરેપૂરી શક્યતા છે.",0 "પોતાની પહેલી ફિલ્મની દ્રષ્ટિએ બંને લીડ કલાકારો- હર્ષવર્ધન અને સૈયામીએ સારી મહેનત કરી છે. મોટાભાગે સ્ટાર્સ સંતાનો બોલિવૂડમાં એન્ટ્રી માટે બોક્સ ઓફિસ પર ભીડ એકઠી કરતી ફિલ્મો પસંદ કરે છે, પરંતુ હર્ષવર્ધનની પ્રશંસા કરવી પડશે કે તેણે એક ચેલેન્જિંગ પાત્ર સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી. સૂચીના રોલમાં સૈયામી જામે છે, પરંતુ તેની ડાયલોગ ડિલિવરીમાં હજુ દમ નથી. પ્રિન્સના રોલમાં અનુજ ચૌધરી ફિટ રહ્યો, તો ઓમ પુરીએ પોતાનો રોલ બસ નિભાવી દીધો.રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ કદાચ વિચારી લીધું હતું કે, એ કહાનીને તેઓ એક આર્ટ ફિલ્મની જેમ રજૂ કરશે. કહાની ઝડપ ઘણી ધીમી છે, પરંતુ ફિલ્મનો કેનવાસ ભવ્ય છે. રાજસ્થાન અને લેહ-લદ્દાખના આઉટડોર લોકેશનના દ્રશ્ય ખૂબ સારા છે. જો રાકેશે લોકેશન અને સિનેમેટોગ્રાફીને સારી બનાવવાની સાથે-સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ થોડી વધુ મહેનત કરી હોય તો કદાચ આ ફિલ્મ યુવા દર્શકોને વધુ પસંદ પડી હોત.સંગીત આ ફિલ્મનો મજબૂત પક્ષ છે. ભલે ગીતોની ભરમાર ચે, પરંતુ તેને કહાની સાથે જોડીને રજૂ કરવાનો સારો પ્રયાસ કરાયો છે. શંકર-અહેસાન-લોયની પ્રશંસા કરવી પડે કે તેમણે કહાની અને માહોલ મુજબ ફિલ્સમાં સંગીત આપ્યું. શા માટે જોવી: સુંદર ફોટોગ્રાફી અને લોકેશન આ ફિલ્મને જોવાના કેટલાક કારણો હોઈ શકે છે. તો નબલી સ્ક્રિપ્ટ, ફિલ્મની સુસ્ત ઝડપ ઉપરાંત સદીઓ જૂની પ્રેમ કહાનીને નવા પ્રયોગ સાથે પીરસવી બોક્સ ઓફિસ પર તેના બિઝનેસને અસર કરશે.",0 "મરાઠી ખેડૂતના રોલમાં શ્રેયસ તલપડેએ સારી એક્ટિંગ કરી છે. સુનંદાના રોલમાં મંજરી ફડનીસ શ્રેયસની ઓપોઝિટ સારે લાગે છે. સ્ટેટના હોમ મિનિસ્ટરના રોલમાં હેમંત પાંડેએ ઓવર એક્ટિંગ કરી છે તો બીજી તરફ વિશ્વજિત પ્રધાન નાનકડા પાત્રમાં પણ પોતાની છાપ છોડી જાય છે.યંગ ડિરેક્ટર અજિત સિન્હાની આ પહેલી ફિલ્મ છે. નબળી સ્ક્રિપ્ટને કારણે અજિતની ફિલ્મ ક્યાંય પકડમાં રહેતી નથી. ફિલ્મની શરૂઆત ખૂબ નબળી છે તો ઇન્ટરવલ બાદ પણ ફિલ્મ ટ્રેક જાળવી રાખતી નથી. શ્રેયસ પોતે મરાઠી છે, તેથી તેણે તુકારામનું પાત્ર પોતાના બળે કંઈક પ્રભાવશાળી બનાવવાની કોશિશ કરી છે. બેશક ફિલ્મનો સબ્જેક્ટ સારો હતો, પરંતુ જો સ્ક્રિપ્ટ પર હોમ વર્ક કર્યા વિના તેની પર ફિલ્મ બને તો કદાચ કંઈક અસરકારક બની શકી હોત. મ્યુઝિકઃ ફિલ્મનું સંગીત ઠીક-ઠાક છે. ફિલ્મમાં એવું કોઈ ગીત નથી, જે તમને થિયેટરની બહાર ગયા બાદ યાદ રહી શકે. કેમ જોવી જોઈએઃ એવું કોઈ કારણ નથી કે અમે તમને ‘વાહ તાજ’ જોવાનું કહી શકીએ. જો બે કલાકનો સમય પાસ કરવો હોય તો જોઈ આવો, પરંતુ નિર્ણય તમારો જ રહેશે.",0 "યુવા ડિરેક્ટર નિત્યા મેહરા આ ફિલ્મ પહેલાં ‘લાઇફ ઓફ અ પાઈ’ જેવી સફળ ફિલ્મથી વાહવાહી મેળવી ચૂક્યાં છે. બેશક, નિત્યા આ હોલિવૂડ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતાં, પરંતુ હોલિવૂડ ફિલ્મની સાથે જોડાવાનો ફાયદો તેમને બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે પદાર્પણ કરવામાં મળ્યો. નિત્યાએ પોતાની પ્રથમ ફિલ્મ માટે અલગ વિષય પસંદ કર્યો હતો, પરંતુ નવો વિષય પસંદ કરવા છતાં તેમણે સબ્જેક્ટ અને કેરેક્ટર્સ પર વધુ હોમવર્ક કરવાને બદલે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં વધુ પડતી ઉતાવળ કરી છે.ઇન્ટરવલ પહેલાં સુધી ટ્રેક પર એક ગતિથી ચાલી રહેલી ફિલ્મ ઇન્ટરવલ બાદ ભટકાઈ જાય છે. ફિલ્મનો વિષય નવો અને રસપ્રદ છે, પરંતુ પ્રેઝન્ટેશનની વાત કરીએ તો અહીં ફિલ્મ નબળી પડી ગઈ છે. કેટરીનાનો નવો બોલ્ડ લુક, કોસ્ટ્યૂમ, સારાં લોકેશન્સ અને ‘કાલા ચશ્માં…’ જેવું હિટ સોંગ આ ફિલ્મનો થોડીક દિલચસ્પ બનાવે છે.જય વર્માનું પાત્ર ભજવવામાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ મહેનત કરી છે. આ કેરેક્ટરમાં સિદ્ધાર્થ ઘણા અલગ અલગ શેડ્સમાં જોવા મળે છે. યંગ પ્રોફેસરથી લઈને વિદેશમાં મેચ્યોર જય વર્માના આ પાત્રમાં અલગ અલગ ઉંમર બતાવાઈ છે. ‘ફિતુર’ના ઘણા સમય બાદ આ ફિલ્મમાં દેખાયેલી કેટરીના કૈફે પણ પોતાના પાત્રને ખૂબ તાકાત અને મનથી ભજવ્યું છે. આ વખતે સ્ક્રીન પર કેટરીનાનો બોલ્ડ અવતાર જોવા મળશે. કેરેક્ટરની ડિમાન્ડને કેટરીનાએ ન્યાય આપ્યો છે. કેટરીનાના પિતા રામ કપૂર તેમના કેરેક્ટરમાં ફિટ છે, પરંતુ કેટલાક સીન્સમાં તેમના બોલવાનો અંદાજ કંઈક વધુ લાઉડ થઈ જાય છે. સ્યાની ગુપ્તા અને રંજિત કપૂર તેમના રોલમાં ઠીકઠાક છે.યંગ ડિરેક્ટર નિત્યા મેહરાએ બોલિવૂડમાં કરિયરની શરૂઆતમાં એક એવો સબ્જેક્ટ પસંદ કર્યો છે, જેની પર ફિલ્મ બનાવતા ડિરેક્ટર્સ ખચકાય છે. વર્તમાનથી ભવિષ્ય સુધી જે સ્ટોરી બે-ત્રણ કેરેક્ટર્સની આસપાસ ફરતી હોય તેવા સબ્જેક્ટ પર અઢી કલાક સુધી દર્શકોને બેસાડી રાખવા સરળ નથી, પરંતુ સ્ક્રિપ્ટમાં ઇનોવેશન થવાની સાથે સાથે થાઈલેન્ડનાં લોકેશન્સ, કેટરીના-સિદ્ધાર્થની જોડીને ડિફરન્ટ અંદાજમાં રજૂ કરવાને કારણે દર્શકને ઇન્ટરવલ સુધી તો પકડી રાખવામાં ફિલ્મ સફળ થાય છે. નિત્યાએ ફિલ્મની શરૂઆત વીતેલા કાલ, આજ અને આવનારા કાલના વિષય સાથે કરી છે, પણ ઇન્ટરવલ સુધી સ્ટોરીમાં કશું નવું ન હોવાને કારણે ફિલ્મની ગતિ સુસ્ત લાગે છે. જો નિત્યાએ સ્ક્રીન પ્લે પર ફિલ્મની શરૂઆત પહેલાં થોડું વધુ કામ કર્યું હોત તો ચોક્કસ દર્શક આ ફિલ્મને એક વાર ફરી જોવા આવત.આ ફિલ્મની રિલીઝ પહેલાં પ્રોડક્શન કંપનીએ ‘કાલા ચશ્માં…’ને ખૂબ પ્રમોટ કર્યું. ગીતમાં કેટ અને સિદ્ધાર્થનો અંદાજ અને લુક પણ જોવાલાયક છે. આ ગીત ફિલ્મની સૌથી મોટી યુએસપી છે, બાકી ગીત માત્ર કામચલાઉ છે.જો તમે કેટરીનાના જબરદસ્ત ફેન અને ‘ધૂમ 3’ બાદ પોતાની મનપસંદ એક્ટ્રેસને બિનધાસ્ત, સેક્સી અને હોટ અંદાજમાં જોવા બેતાબ હોવ તો આ ફિલ્મને ‘બાર-બાર’ તો નહિ, એક વાર જોઈ શકાય. ક્રિટિક્સના આ ફિલ્મને પાંચમાંથી 3 પોઇન્ટ આપી રહ્યા છે. ",0 "આઠ વર્ષ બાદ આશુતોષ ગોવારીકરે રિતિક સાથે એક એવા પ્રોજક્ટ પર કામ કર્યુ છે, જેના પર કામ કરવાની હિંમત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ કરી શકે. હજારો વર્ષ જુની મોહેંજો દારો સંસ્કૃતિને મોટા પડદા પર લાવવાનો પ્રયત્ન તો કર્યો છે, પણ આ બિગ બજેટ ફિલ્મ ભવ્ય સેટ્સના ચક્રવ્યુહમાં જ ફસાઈને રહી ગઈ.અભિનય– સરમનના રોલમાં રિતિકે સારી એક્ટિંગ કરી છે. એક્શન સીન્સમાં તો રિતિક લાજવાબ છે. પૂજા હેગડે માટે કરવા માટે કંઈ ખાસ ના હતુ, પણ ચાનીના રોલમાં તેની એક્ટિંગ જોઈને લાગે છે કે તેણે હજુ એક્ટિંગની એબીસીડી શિખવાની જરુર છે. અન્ય કલાકારોમાં કબીર બેદી અને મનીષ ચૌધરી પ્રભાવિત કરે છે. અરુણોદય સિંહ મૂંજાના પાત્રમાં જામતા નથી. ડિરેક્શન– આશુતોષે આ વિષય પર રિસર્ચ કરીને જ કામ કર્યુ છે, આ વાત તમને ફિલ્મના શરુઆતના સિન્સમાં જ સમજાઈ જશે. જો કે તેમણે કારણવિના વાર્તાને થોડી લાંબી ખેંચી છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મ કોઈ ધારાવાહિક જેવી લાગશે. ચાની અને સરમનની લવ સ્ટોરીને મોહેંજો દારોની પૃષ્ઠભૂમિ સાથે બતાવવાના ચક્કરમાં આશુતોષ એવા તો ગુંચવાઈ ગયા કે ઈન્ટરવલ પછી સ્ક્રિપ્ટ તેમના હાથમાંથી નીકળી જતી હોય એવું લાગે છે. એક્શન સિક્વન્સને અદ્દભુત રિતે ફિલ્માવવામાં આવ્યા છે.એ.આર.રહેમાને ફિલ્મ પ્રમાણે સંગીત આપ્યુ છે. ટાઈટલ સોન્ગની સાથે સાથે તૂ હે ગીતનું ફિલ્માંકન પણ સારી રીતે થયું છે. કેમ જોવી?– જો તમે રિતિકના ફેન છો તો તમારા ફેવરિટ સ્ટારને નવા લુકમાં જોવા આ ફિલ્મ જોવી, અને આશુતોષ ગોવારિકર સ્ટાઈલની ફિલ્મો પસંદ છે તો પણ જોઈ શકાય. જો તમે હજારો વર્ષ જુની સંસ્કૃતિની તલાશમાં જશો તો ચોક્કસ નિરાશ થશો.",0 "એક માણસ ભૂલથી બૉર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જેવા દેશમાં જતો રહે અને પછી આતંકવાદી હોવાના ગુના હેઠળ આખી જિંદગી જેલમાં સડતો રહે એનાથી મોટી ટ્રેજેડી બીજી કઈ હોઈ શકે? ઈ.સ. ૧૯૯૦માં પંજાબના ભિખિવિંડના સરબજિત સિંઘ સાથે આ જ ઘટના બનેલી. એની બહેન દલબીર કૌરે પોતાના ભાઈને છોડાવવા માટે કોઈ કચાશ રાખી નહોતી. પરંતુ સરબજિત જીવતેજીવ ક્યારેય ભારત પાછો આવી શક્યો નહીં અને એનો મૃતદેહ જ ભારત પાછો આવેલો.આ બધી વાતો જગજાહેર છે. ડિરેક્ટર ઉમંગ કુમારે એના પરથી સરબજિતની બાયોપિક બનાવી છે, પરંતુ એમાં એણે કશું જ એક્સ્ટ્રા ઑર્ડિનરી કહ્યું નથી. બલકે સરબજિતની દાસ્તાનને એકદમ ફિલ્મી બનાવી નાખી છે. આ જ ઉમંગ કુમારે અગાઉ પ્રિયંકા ચોપરાને લઇને એક તદ્દન એવરેજ ફિલ્મ ‘મૅરી કોમ’ બનાવેલી, અને એમાં પણ ફિલ્મી મસાલો ભભરાવેલો. સરબજિત ફિલ્મ માટે એટલું કહી શકાય કે તેમાં સબરજિતની પોતાની પીડા અને એને છોડાવવા માટે એના પરિવારે અને ખાસ તો એની બહેન દલબીરો જે દોડધામ કરેલી તે બખૂબી ઝીલાઈ છે. ખાસ કરીને રણદીપ હૂડાએ સરબજિતનું તંદુરસ્ત પંજાબી યુવાનમાંથી એક કૃષકાય કેદીમાં થયેલું ટ્રાન્સફર્મેશન સરસ રીતે ઝિલાયું છે. એની મહેનત પણ દેખાઈ આવે છે.સામે પક્ષે ઐશ્વર્યાએ અગેઇન પોતાનો હાઈ પીચ મૅલોડ્રામેટિક રોલ જ રિપીટ કર્યો છે. એની એક્ટિંગમાં લાઉડનેસ છે. વળી, ફિલ્મનું ફોકસ ઐશ્વર્યા પર વધારે પડતું થઈ ગયું છે, તેને કારણે પીડા કરતાં ફિલ્મમાં ચારેકોર લાઉડનેસ જ દેખાય છે. કદાચ આ બંને એક્ટરો પર ફોકસ રહેવાને કારણે અથવા તો સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે, જે હોય તે પરંતુ રિચા ચઢ્ઢા ફિલ્મમાંથી ખૂલીને બહાર આવતી નથી. ઇવન એના ભાગે સીન-ડાયલોગ પણ સાવ ઓછા આવ્યા છે.આખી ફિલ્મની લંબાઈ સવા બે કલાક કરતાં થોડી ઓછી છે, પરંતુ દર થોડા સમયાંતરે આવી પડતાં ગીતોને કારણે ફિલ્મ ખાસ્સી લાંબી લાગે છે. ઇવન ફિલ્મનું રાઇટિંગ પણ લગભગ એવરેજ કક્ષાનું જ છે. ભાગ્યે જ કોઈ યાદ રહી જાય એવા સંવાદો મૂકવામાં આવ્યા છે સિવાય એક – ‘મેં નહીં મેરા નામ પૂરી દુનિયામેં સરબજિત સિંઘની પોતાની સ્ટોરી જ એટલી બધી ટ્રેજિક છે, કે તે એઝ ઇટ ઇઝ બતાવી દે તોય લોકો હચમચી ઊઠે. તેમાં આટલા બધા ફિલ્મી મસાલા ન ઉમેર્યા હોત તો પણ તે લોકોને સ્પર્શવાની જ હતી. પરંતુ ડિરેક્ટર ઉમંગ કુમારે લોકોને પરાણે રડાવવાનું નક્કી કર્યું હોય તેવું દેખાઈ આવે છે. અલબત્ત, અમુક દૃશ્યો ખરેખર હૃદયસ્પર્શી બન્યા છે. સરબજિત સિંઘ તરીકે રણદીપ હૂડાની ઍક્ટિંગને લીધે જીવંત બની રહેલી આ ફિલ્મ બિલકુલ એવરેજ કક્ષાની છે. જેને મૅક્સિમમ 2.5 Mirchis out of 5ઘૂમ રહા હૈ … ‘આઝાદ’!’ રેડટેપિઝમને કારણે ફસાયેલી વ્યક્તિને છોડાવવા માટે મથતાં સ્વજનોનાં એક્સપેક્ટેડ ટિપિકલ સંવાદો જ નાખવામાં આવ્યા છે. એટલે એ મુદ્દે પણ આ ફિલ્મ એવરેજ લેવલથી ઉપર ઊઠી શકી નથી.",0 "તમારા હસબન્ડ પ્રોડ્યુસર હોય, તમારી પાસે વાપરવા માટે બહુ પૈસા હોય, તમને ફિલ્મો બનાવવાનો કીડો હોય અને તમારી અગાઉની ‘યારિયાં’ જેવી ફિલ્મ બાય ફ્લૂક હિટ જતી રહી હોય, એટલે આવો હથોડો માથા પર ફટકારવાનો? પુલકિત સમ્રાટ અને યામી ગૌતમ સ્ટારર આ ફિલ્મમાં બહુ બધું એવું બને છે જે જોઇને તમે યા તો તમારું માથું પટકો અથવા તો ‘યે ક્યા હો રહા હૈ યાર?’ જેવા સવાલો પૂછવા માંડો. જેમ કે, એક તો આ ફિલ્મ ઘડીક ઉત્તરાખંડ જેવા ટનકપુરમાં ચાલે, ઘડીક મુંબઈમાં, ઘડીક લદ્દાખમાં, ઘડીક કેનેડામાં, ઘડીક ચંડીગઢમાં? શા માટે, તો કહે એ ખબર નહીં! આ ફિલ્મમાં ઘરડા રિશિ કપૂર છે. શા માટે, ખબર નહીં. એ ફોટોગ્રાફર કમ જ્યોતિષી છે. અચાનક એક કોન્ટ્રાક્ટ માટે પુલકિતભાઈ કેનેડા એક કેમ્પમાં પહોંચી જાય અને ત્યાં ઉર્વશી રાઉતેલા સાથે પ્રેમ-પ્રેમ રમવા માંડે. ત્યાં અચાનક યામી પણ પ્રગટ થાય. કઈ રીતે? ખબર નહીં. એ કૅમ્પમાં કોમેડિયન ભારતી પણ આવી જાય. શું કામ? ખબર નહીં. ફિલ્મમાં એક્ઝેક્ટ્લી કોણ કોના પ્રેમમાં પડે છે એ કદાચ ડિરેક્ટર બેનને પણ ખબર નહીં હોય.નાખી દેવા જેવા જોક્સ, ફાલતુ ફિલોસોફી અને સડિયલ કોમેડીથી ભરચક છે આ ‘સનમ રે.’ આ ફિલ્મનું મ્યુઝિક સિવાય એક પણ પાસું અપીલ કરી શકે તેવું નથી. પરંતુ મ્યુઝિક સાંભળવા માટે કંઈ ફિલ્મ જોવા માટે થિયેટર સુધી લાંબા થવું પડે એવી સ્થિતિ તો છે નહીં (મિર્ચી શેને માટે છે?!). આ અત્યંત કંગાળ ફિલ્મને માત્ર તેના મ્યુઝિક માટે 1.5 મિર્ચી આપી શકાય. ",0 "સની પોતાના ડબલ રોલમાં બન્ને પાત્રોને સારી રીતે ભજવ્યા છે. પરંતુ સ્ક્રિપ્ટ અને પાત્રોમાં દમ ન હોવાના કારણે પોતાના પાત્રને પુરતો ન્યાય નથી આપી શકતી. એવું કહેવું ખોટું છે કે સનીએ આ વખતે ફેન્સે આકર્ષિત કરવા માટે એક્ટિંગ નહીં પણ પોતાની બોલ્ડ અદાઓનો આધાર લે છે. વીર દાસ અને તુષાર પોતાના પાત્રોને અસરદાર બનાવવા માટે મેહનત તો કરી, પરંતુ સ્ક્રિપ્ટના કારણે આ બન્ને તે અસર નથી છોડી શક્યા. અન્ય કલાકારોમાં અસરાની, શાદ રંધાવા અને સુરેશ મેનનના પ્રભાવિત કર્યું છે. જ્યારે રિતેશ દેશમુખની એન્ટ્રી મજેદાર રહી છે. સંગીતઃ પોર્ન બે કલાકમાં વારંવાર નાખવામાં આવેલા ગીતોની સ્ટોરીની ગતિને ધીમે કરે છે. જેમાં લૈા તેરી અને બસંતી બન્ને ગીતોનું ફિલ્માંકન સારું થયું છે.જો તમે સની લિયોનીના પાક્કા ફેન છો અને સનીની બ્યુટી અને તેની અદાઓ જોવા માંગો છો તો થિયેટરમાં જોજો. આ ફિલ્મને એક વખત જોઈ શકાય. ફિલ્મમાં એવું કંઈ ખાસ નથી…",0 "મુંબઈકર ફિલ્મની વાર્તા આદિલથી શરૂ થાય છે જે ઉત્તર પ્રદેશથી સારા ભવિષ્યની શોધમાં મુંબઈ આવે છે. બીજી તરફ મુન્નુ (વિજય સેતુપતિ) પણ ડોન બનવાનું સપનું લઈને આંદામાનથી મુંબઈ આવ્યો છે. સંજય મિશ્રાનું પાત્ર પોતાના પરિવારનું ધ્યાન રાખવા ડ્રાઈવર તરીકે મુંબઈ આવ્યા છે, જ્યારે વિક્રાંત મેસીનું પાત્ર એક મોટી કંપનીમાં કામ કરતી ઈશિતા (તાન્યા માણિકતલા)ના પ્રેમમાં છે. જ્યારે પીકેપી (રણવીર શોરી) મુંબઈનો ડોન છે. જો કે દરેકની વાર્તાઓ અલગ-અલગ હોય છે, પરંતુ એક સમયે તેઓ એકબીજાને મળે છે. ખરેખર, મુન્નુ ડોન બનવાની ઇચ્છામાં એક ગેંગમાં જોડાય છે. પ્રથમ દિવસે તે શાળામાંથી એક બાળકનું અપહરણ કરવાનો છે, પરંતુ તે ભૂલથી ડોનના પુત્રને ઉપાડી ગયો. તે પછી વાર્તામાં શું થાય છે? આ જાણવા માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે. સંતોષ સિવન માટે આટલા બધા પાત્રો સાથેની ફિલ્મ બનાવવી એ એક પડકાર હતો, પરંતુ તેમ છતાં તે તેમનો સારો પ્રયાસ કહેવાય. જો કે તે વિજય સેતુપતિ અને રણવીર શૌરીની ભૂમિકા થોડી વધારે કરી શક્યા હોત. ખાસ કરીને વિજય અને રણવીરના પાત્રોની પૃષ્ઠભૂમિએ તેમની ભૂમિકાને મજબૂત બનાવી હશે. તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મમાં વિજય સેતુપતિની સામે શાનદાર કામ કરીને તેની આગામી હિન્દી ફિલ્મો પાસેથી અપેક્ષાઓ વધારી છે. તે જ સમયે, રણવીર શૌરી પણ ડોનના રોલમાં જામી ગયો છે. વિક્રાંત મેસી OTT પર સારું કામ કરી રહ્યો છે. સચિન ખેડેકર પણ તેમની ભૂમિકામાં યોગ્ય છે. જ્યારે સંજય મિશ્રા અને બ્રિજેન્દ્ર કાલા જેવા સક્ષમ કલાકારોનો વધુ ઉપયોગ થઈ શક્યો હોત. હ્રદુ હારુન અને તાન્યા માણિકતલાએ પણ તેમની ભૂમિકાઓ અનુસાર સારું કામ કર્યું છે.",1 "રાધિકા આપ્ટે, સુમિત વ્યાસ અને રાજેશ શર્મા અભિનિત ફિલ્મ 'મિસિસ અંડરકવર' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર અનુશ્રી મહેતાએ સ્પાય કોમેડી ફિલ્મમાં હસાવવાની સાથે મહિલા સશક્તિકરણનો પણ સંદેશ આપ્યો છે. સાથે જ હાઉસવાઈફને ઓછી આંકતા લોકોને પણ સંદેશ આપ્યો છે. જોકે, ફિલ્મની વાર્તા એટલી દમદાર નથી. આ ફિલ્મ વધુ સારી બની શકી હોત. પહેલા હાફમાં ફિલ્મની વાર્તા મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મમાં કોમન મેન નામના અપરાધી થકી તેની માનસિકતાને દર્શાવી છે જે મહિલાઓની પ્રગતિને સાંખી નથી શકતી.સેકંડ હાફમાં ફિલ્મની નાયિકા ટિપિકલ હાઉસવાઈફ લાગે છે પણ તે દુર્ગાનું રૂપ ધારણ કરે છે. રાધિકા આપ્ટેએ હંમેશાની જેમ શાનદાર એક્ટિંગ કરી છે. હાઉસવાઈફ અને એજન્ટના રૂપમાં તે જામે છે. રાજેશ શર્મા સિક્રેટ સર્વિસ ચીફના કોમિક અવતારમાં જામી રહ્યા છે. સુમિત વ્યાસે વિલનનો રોલ બખૂબી નિભાવ્યો છે. આશરે પોણા બે કલાકની આ ફિલ્મ તમને હસાવશે અને મજા કરાવશે સાથે જ મહિલાઓને ઓછી ના આંકવાનો સંદેશ આપે છે. જોકે, ફિલ્મમાં કેટલીક બાબતો અટપટી લાગે છે.",1 "કોમેડી કિંગ કપિલ શર્મા ગંભીર રોલ કરવા માટે પડદા પર ઉતર્યો છે. 'ફિરાક' અને 'મંટો' પછી ડાયરેક્ટર અને એક્ટ્રેસ નંદિતા દાસની આ ત્રીજી ફિલ્મ ભારતના અર્થતંત્ર પર કટાક્ષ કરે છે. એક ફૂડ ડિલિવરી બોયના રેટિંગ, ઈન્ટેસિવ્સ અને પર્ફોર્મન્સની વિડંબણા આ ફિલ્મમાં દર્શાવાઈ છે. પરિવારની અંદર લિંગને લઈને થતાં ભેદભાવને પણ દર્શાવે છે. નંદિતા દાસે ક્લાસ અને કાસ્ટના વિભાજનને પણ દર્શાવ્યું છે. પ્રતિમા જ્યારે અમીરોના બિલ્ડિંગમાં માલિશ માટે જાય છે ત્યારે તેને સર્વિસ લિફ્ટથી જવાનું કહેવામાં આવે છે. જે આ વિભાજન દર્શાવે છે.ફિલ્મમાં મજૂરો અને બેરોજગારીના એંગલને પણ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં મજૂર છે એટલે મજબૂર છે અથવા તો એમ કહો કે, મજબૂર છે એટલે જ મજૂર છીએ, જેવા અર્થસભર ડાયલોગ્સ પણ છે. અમીર અને ગરીબ વચ્ચેના ભેદભાવને પણ સારી રીતે દર્શાવાયો છે. અમીર લોકો એક આવોકાડો પણ સરળતાથી લઈ શકે જ્યારે તેના જેટલા રૂપિયા કમાવવા માટે સામાન્ય માણસને અઠવાડિયા સુધી ભટકવું પડે છે.'ઝ્વિગાટો' કેટલાય સામાજિક અને આર્થિક પ્રસંગોને સ્પર્શે છે પરંતુ ફિલ્મની સૌથી મોટી સમસ્યા એ છે કે તે અત્યંત ધીમી છે. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ ધીમી ગતિથી આગળ વધે છે અને એકાએક ઈન્ટરવલ આવી જાય છે. તમને આશા જાગે છે કે, ફિલ્મના બીજા ભાગમાં કોઈ ટ્વિસ્ટ આવશે પરંતુ સેકન્ડ હાફમાં પણ એ ગતિ આવતી નથી. જોકે, અંત સુખદ છે પણ તે એકાએક પ્રગટ થાય છે અને તેની સાથે કનેક્ટ નથી થઈ શકાતું. સિનેમેટોગ્રાફર રંજન પાલિત ભુવનેશ્વર ગલીઓના માધ્યમથી સામાન્ય લોકોની જિંદગીને દર્શાવવામાં સફળ રહ્યા છે.કપિલ શર્માને પોતાની કોમેડિયન તરીકેની છાપથી અલગ કંઈક કરવાની તક મળી ત્યારે તેણે તે વેડફી નહીં. કપિલ શર્મા માનસના રોલમાં જામે છે. ફિલ્મમાં તે હતાશ, નિરાશ અને નાખુશ જોવા મળે છે પરંતુ આ જ તેના પાત્રની લાક્ષણિકતા છે. પ્રતિમાના રૂપે શહાના ગોસ્વામીની એક્ટિંગ દમદાર છે. ઝારખંડના લઢણ સાથે તેણે પત્નીના રૂપમાં પારિવારિક અને સામાજિક વિષમતાને સુંદર રીતે રજૂ કરી છે. સ્વાનંદ કિરકિરે, ગુલ પનાગ અને સયાની ગુપ્તા નાના-નાના રોલમાં જોવા મળ્યા છે. સહયોગી કાસ્ટ વાર્તાને અનુરૂપ છે.",1 "ફિલ્મના ટાઈટલ પરથી તમને લાગશે કે ફિલ્મની સ્ટોરી દેશભક્તિ આધારિત હશે. ફિલ્મની શરુઆત પણ એવી જ રીતે થાય છે. પરંતુ આગળ વધતા જ સ્ટોરી પોતાની પકડ ગુમાવી દે છે અને પછી બધો ફોકસ લવ સ્ટોરી પર જતો જોવા મળશે. ક્લાઈમેક્સ આવે ત્યાં સુધી તો ફિલ્મ એક વ્યક્તિગત બદલાની સ્ટોરી બની જાય છે. ફિલ્મની એક્શન કોરિયોગ્રાફી એક પ્લસ પોઈન્ટ છે અને તેમાં તેમની મહેનત પણ સ્પષ્ટપણે દર્શાઈ આવે છે. પણ ફિલ્મ આગળ વધે છે તેમ કન્ફ્યુઝન પણ વધતું જાય છે. એક્શન વચ્ચે કેરેક્ટર્સ વચ્ચેનો સંબંધ સમજવો મુશ્કેલ બની જાય છે. અમુક પ્રશ્નોના ઉત્તર તમને ફિલ્મના અંતમાં પણ નથી મળતા. સંગીતની વાત કરીએ તો કી કરિયે અને દમદમ મસ્ત કલંદર જેવા ગીતો સારા છે. તુર્કી અને અફઘાનિસ્તાનના સીન્સ ઘણાં રસપ્રદ છે. સિનેમેટોગ્રાફી દમદાર છે. ફિલ્મના અમુક ડાયલોગ આકર્ષક છે.પરિણીતી ચોપરા પાછલી અમુક ફિલ્મોથી પોતાની બબલી ઈમેજથી હટકે કંઈક કરવાનો પ્રયત્ન કરે છે. સંદીપ ઔર પિંકી ફરાર, સાયના, ધ ગર્લ ઓન ધ ટ્રેન જેવી ફિલ્મો તેનું ઉદાહરણ છે. અહીં પણ તેણે કંઈક નવું ટ્રાય કર્યું છે. પંજાબી સિંગર હાર્ડી સંધૂ મિર્ઝાનો રોલ દમદાર છે. ખાલિદ ઉમર તરીકે શરદ કેલકરના રોલમાં કંઈક નવું નથી. અંડરકવર એજન્ટ તરીકે રજત કપૂર અને દિબ્યેંદુ ભટ્ટાચાર્યએ પાત્રને ન્યાય આપ્યો છે.",1 "બ્રહ્માસ્ત્ર'ની વાર્તા અયાન મુખર્જીએ લખી છે. વાર્તામાં કહેવા માટે ઘણું છે પરંતુ તેને સ્ક્રીનપ્લેમાં જે રીતો પરોવાયી છે તે જટિલ લાગે છે. ફિલ્મમાં બ્રહ્માસ્ત્રને મેળવવાની લડાઈ દેખાડવામાં આવી છે પરંતુ બ્રહ્માસ્ત્રનો ઉદય કેવી રીતે થયો અને તેની પાછળનો ઉદ્દેશ શું છે જેવા કેટલાય સવાલોના ઊંડાણમાં ઉતર્યા વિના જ ફિલ્મ આગળ વધી જાય છે. ફિલ્મમાં બ્રહ્માસ્ત્રના ટુકડાની રક્ષા કરતાં બ્રહ્માંશો પોતાના સુપરપાવરથી ફક્ત બ્રહ્માસ્ત્રને બચાવવા માટે લડતા રહે છે. દુનિયા, સમાજ, લોકો પરત્વે તેમનું શું યોગદાન છે તેના પર સહેજ પણ ભાર અપાયો નથી. ફિલ્મમાં મુખ્ય પાત્રો ઉપરાંત સામાન્ય જનતા દેખાતી નથી. ફિલ્મમાં ઈશા અને શિવાની પ્રેમકહાણી મહત્વનો ભાગ છે પરંતુ તે એટલી આકર્ષક નથી બની શકી. રણબીર અને આલિયા વચ્ચેની કેમેસ્ટ્રી ખાસ છાપ છોડતી નથી.ફિલ્મનું સૌથી નબળું પાસું ડાયલોગ લખનારા હુસૈન દલાલ સાબિત થયા છે. ફિલ્મ જેટલી ભવ્ય અને આકર્ષક છે તેના ડાયલોગ એટલા જ સાધારણ છે. ફિલ્મની ઝડપી ગતિ, શાનદાર વીએફએક્સ, દમદાર એક્શન સીન અને પ્રીતમના પહેલા જ હિટ થઈ ચૂકેલા કેસરિયા, દેવા દેવા અને ઈશ્ક કા ભૂત જેવા ગીતો તેમજ બ્રેકગ્રાઉન્ડ સ્કોર મળીને ઘણા ખરા અંશ સુધી સ્ક્રીનપ્લેની ખામીઓને દૂર કરે છે. ફિલ્મ મોટા પડદા પર એક શાનદાર સિનેમેટિક અનુભવ કરાવે છે.એક્ટિંગની વાત કરીએ તો, રણબીર કપૂરે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. આ જ વાત નેગેટિવ રોલમાં દેખાયેલી મૌની રોય માટે લાગુ પડે છે. જોકે, આલિયા ભટ્ટ ફિલ્મમાં પોતાની પ્રતિભા સાથે ન્યાય નથી કરી શકી. તે ડાયલોગ અનુભવ્યા વિના માત્ર બોલતી હોય એવું લાગે છે. અમિતાભ બચ્ચને ગુરુજીના રોલમાં પર્ફેક્શન સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનનો કેમિયો ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે. નંદી અસ્ત્રના રૂપે નાગાર્જુનનો રાઈટર-ડાયરેક્ટર અયાન મુખર્જી પૂરતો ઉપયોગ નથી કરી શક્યો. ",1 "ફિલ્મનો મોટોભાગ એક મોટી ચાલીના રૂમમાં ફિલ્માવાયો છે. ફિલ્મની વાર્તા એક સર્કલમાં ફરે છે. એટલે ફિલ્મ એક સમયે નીરસ લાગે છે. ક્લાઈમેક્સ વિરોધાભાસી છે. 'ડાર્લિંગ્સ' ઘરેલુ હિંસા પર એક કેસ સ્ટડી છે, જે તમને બાંધી રાખે છે. જોકે, ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શેફાલી શાહ ના હોત તો કદાચ ફિલ્મ જકડી ના રાખી શકી હોત. આ બંને અભિનેત્રીઓની આંખો પણ જાણે તમારી સાથે વાત કરે છે. બંને એક્ટ્રેસે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે. સાથે જ તેમની કેમેસ્ટ્રી પણ જબરદસ્ત છે. તેઓ નીરસ સીન્સમાં પણ દમ ભરી દે છે. મા અને દીકરીના સંબંધ પણ આ ફિલ્મને ગતિ આપે છે અને મૂડ સેટ કરે છે. ઈમોશનલ સીન્સ હોય કે મુશ્કેલ લાગતા દ્રશ્યો કોમેડી સાથે તેને પીરસવામાં આવ્યા છે.પોતાના જીવનના પુરુષોથી નિરાશ થયા છતાં પણ આ બંને પાત્રો પોતાને પીડિતના રૂપે જોવા નથી માગતા. જે ડોમેસ્ટિક ડ્રામાનો સૌથી રસપ્રદ ભાગ છે. પુરુષોના વિશેષાધિકાર, શારીરિક-ભાવનાત્મક શોષણ અને ડરાવવા-ધમકાવા પર આ ફિલ્મ ધ્યાન ખેંચે છે. વાર્તાના વિષય અને તેને લઈને રાઈટર-ડાયરેક્ટર જે દર્શાવવા માગતા હતા તે પ્રભાવશાળી છે. પરંતુ વાર્તાની ઢબ અને એડિટિંગમાં થોડી વધુ મહેનતની જરૂર હતી. ",1 "આ ફિલ્મમાં હોલિવુડની ફિલ્મો જેવા જબરદસ્ત એક્શન સીક્વન્સ છે. ટેકનોલોજી સાઈડ મજબૂત છે, કેમેરાવર્ક પણ જોવા જેવું છે, પરંતુ ડિરેક્ટર કહાણીના મામલે નબળા સાબિત થયા છે. માતા-પિતાના મોતનો બદલો લેવાવાળા ઈમોશન હોય કે માસૂમ બાળકોનો મુદ્દો, ક્યાંકને ક્યાંક કહાણી તમને ભાવનાત્મક રીતે જોડવામાં ઓછી સાબિત થાય છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે સારો થઈ શકતો હતો. કોઈ લવ એંગલ વગરની આ ફિલ્મ તેજ રફ્તાર એક્શન છતાં લાંબી લાગે છે. મ્યૂઝિકની વાત કરીએ તો, બાદશાહના 'શી ઈઝ ઓન ફાયર' સિવાય અન્ય સોન્ગ નિરાશ કરે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પ્રિડિક્ટેબલ સાબિત થાય છે.આ ફિલ્મ પૂરી રીતે કંગના રનૌત છે. 'જિસમ સે રૂહ અલગ કરના બિઝનેસ હૈ મેરા' ડાયલોગ બોલનારી કંગના ખરેખર અગ્નિ તરીકે એક્શનના મામલે સારા-સારા લોકોની છુટ્ટી કરે છે. હાઈ ઓક્ટન એક્શનમાં તેની ચંપળતા, એક્સપ્રેશન અને લૂક જોવા જેવો છે. તેણે પોતાના લૂકમાં ગ્લેમર ટચ આપ્યો છે. રુદ્રવીર તરીકે અર્જુન રામપાલનો વિલન અંદાજ દમદાર છે. તેના લૂકને અલગ બનાવવાનો પ્રયાસ કરાયો છે. રોહિણી તરીકે દિવ્યા દત્તાએ જે ક્રૂરતાનો પરિચય આપ્યો છે, તેનાથી તે એક સમર્થ એક્ટ્રેસ હોવાનું સાબિત થાય છે. શારિબ હાશમીએ તેની ભૂમિકાને ન્યાય આપ્યો છે, પરંતુ તેને થોડી વધારે સ્ક્રીન સ્પેસ આપવાની જરૂર હતી.",1 "હીરોપંતી 2'માં એક્શન, રોમાન્સ, ગીતો, ઈમોશન, સોશિયલ મેસેજ, વિદેશી લોકેશન સહિત તમામ એન્ટરટેઈનમેન્ટ તત્વો છે પરંતુ, સૌથી મહત્વની વાત એ છે કે 'હીરોપંતી 2'ની વાર્તા ખૂબ જ નબળી છે. ટાઈગરનું હીરોઝમ દેખાડતા 'હીરોપંતી 2'માં કેટલાંક એવા સીન્સ છે જે કેટલીક વખત હાસ્યાસ્પદ લાગે છે. 'હીરોપંતી 2'માં હોલિવૂડ સ્ટાઈલનું એક્શન, ડાન્સ, રોમાન્સ તેમજ સીટી વાગે એવા ડાયલોગ્સ ફેન્સને આકર્ષિત કરે છે. 'હીરોપંતી 2'માં એવી પણ સમસ્યા છે કે દર 2થી 3 સીન પછી એક ગીત આવે છે અને એક્શન શરૂ થઈ જાય છે. 'હીરોપંતી 2'માં એ આર રહેમાનનું સંગીત મજા આવે તેવું નથી. છતાં 'હીરોપંતી 2'ની કોરિયોગ્રાફી સારી છે અને ક્લાઈમેક્સ રસપ્રદ છે. 'હીરોપંતી 2'માં એક્ટર ટાઈગર શ્રોફનું એક્શન જોરદાર છે અને તેનો એકદમ સ્ટાઈલિશ લૂક જોવા મળી રહ્યો છે. પરંતુ, એક્ટ્રેસ તારા સુતરિયા નિરાશ કરે છે. 'હીરોપંતી 2'નો પ્લસ પોઈન્ટ એક્ટર નવાઝુદ્દિન સિદ્દિકીની દમદાર એક્ટિંગ છે. જે દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે.",1 "સમયનો વેડફાટ કર્યા વગર ડિરેક્ટર રાજેશ માસુસ્કર દર્શકોને લીધા કહાણીમાં ડૂબકી મરાવે છે. પહેલીથી જ ફ્રેમથી તમે ડીસીપી રુદ્રવીર સિંહની સાથે સફર પર નીકળી પડો છો.મેકર્સે અનન્યા બિરલાના ડાર્ક વિઝ્યુઅલ ટોન અને થીમ સોન્ગ 'તેરા ઈનામ'થી શરૂઆત કરતા શોને ઈન્ટેન્સ બનાવ્યો છે. એપિસોડ લાંબા છે, પરંતુ બાંધેલા રાખે છે. દરેક એપિસોડના અંતમાં તમારી અંદર આગળનો એપિસોડ જોવાની ઈચ્છા જગાવે છે. અજય દેવગણે પોતાના ડિજિટલ ડેબ્યૂમાં છાપ છોડી છે. પરંતુ, આવા રોલ તે કરિયરમાં અગાઉ પણ નીભાવી ચૂક્યો છે. રુદ્ર 'લાર્જર ધેન લાઈફ' વાળી ઈમેજ સાથે છે. શોમાં બાકી એક્ટર્સ પણ પોતાના કેરેક્ટરમાં બરાબર છે. મેકર્સે ઓરિજનલ શોને ભારતીય દર્શકો પ્રમાણે બનાવવામાં મહેનત કરી છે, તે સારી વાત છે. જો એપિસોડની લંબાઈ ટૂંકી હોત તો વધારે સારુ રહેત, તો તેમા કેટલાક નવા કેસ પણ જોડી શકાયા હોત, જે અસલ સીરિઝનો ભાગ નથી. તેવામાં સીરિઝની કહાણી અને અંતને લઈને દર્શકો પાસે કંઈને કંઈક બિલકુલ નવુ પણ હોત.",1 "ભારતીય સમાજમાં એક બહુ મોટા વર્ગમાં હજી પણ અલગ-અલગ જાતિ/ધર્મ વચ્ચે લગ્નને માન્યતા નથી આપવામાં આવતી. ઘણાં વિસ્તારોમાં આવા લગ્નો બાદ વાત તાલિબાની સજા અને ઓનર કિલિંગ સુધી પહોંચી જાય છે. ફિલ્મ 'લવ હોસ્ટેલ' (Love Hostel)માં આવી જ વાર્તા બતાવવામાં આવી છે જેમાં બે અલગ ધર્મના પ્રેમ કરનારી જોડીને પોતાનો જીવ બચાવવા માટે અહી-તહીં દોડવું પડે છે.ફિલ્મની થોડી મિનિટોમાં જ અંદાજો આવી જાય છે કે, ફિલ્મમાં શું બકાવાશે. આ ટોપિક પર કેટલીય ફિલ્મો બની છે અને આ ફિલ્મ સહેજ પણ અલગ નથી. ફિલ્મમાં કંઈ નવું પણ નથી. સમય સાથે લવસ્ટોરી નબળી પડવા માંડે છે. ફિલ્મ ધીમે-ધીમે સ્લો થવા લાગે છે. ડાયરેક્ટરે ફિલ્મને સારી બનાવવાની પૂરતી કોશિશ કરી છે પરંતુ લેખન નબળું છે. પ્રશંસનીય વાત એ છે કે, ફિલ્મમાં કોઈ નાચ-ગાન નથી જેથી ફિલ્મની વાર્તામાં હળવાપણું નથી આવતું. જોકે, એ નથી સમજાતું કે આંતરધર્મીય લગ્નની સાથે આ ફિલ્મની વાર્તામાં સમલૈંગિક સંબંધોને શા માટે દર્શાવાની કોશિશ કરાઈ છે.ફિલ્મની સૌથી સારી યૂએસપી તેનું કાસ્ટિંગ છે. સાન્યા, વિક્રાંત અને બોબીએ પોતાના પાત્રોમાં જીવ રેડી દીધો છે. ખાસ કરીને બોબી દેઓલની એક્ટિંગના વખાણ કરવા રહ્યા કારણકે નેગેટિવ રોલમાં તેનો ખૂંખાર અંદાજ જોવા મળ્યો છે. સાન્યા અને વિક્રાંત કપલ તરીકે ક્યૂટ લાગે છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટે પણ સારું કામ કર્યું છે.",1 "ડિરેક્ટર લાનાએ નિયો અને ટ્રેનિટી(કૈરી-એની મૉસ)ના રોમાન્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત નથી કર્યું. પરંતુ તેને ફિલોસોફિકલ અંદાજમાં આગળ વધાર્યો છે. ફિલ્મમાં વધારે એક્શન સિક્વન્સ નથી. જો તમે એક્શન સિક્વન્સની આશા રાખીને ફિલ્મ જોશો તો નિરાશ થશો. અમુક વાર તમને લાગશે કે ફિલ્મ થોડી ખેંચાઈ રહી છે. અનેક સીન્સમાં તમને પાછલી ફિલ્મોની યાદ આવશે. તમે પાછલી ફિલ્મો સાથે કનેક્ટ થઈ શકશો. જો કે પાછલી ફિલ્મોની સરખામણીમાં એન્ટરટેઈનમેન્ટ બાબતે થોડી નબળી છે, પરંતુ એક સારી સિક્વલ ફિલ્મ તરીકે તેની ગણતરી થઈ શકે છે. કિયાનૂ રીવ્સને જોઈને લાગે છે કે કદાચ તે પોતે હજી અવઢવમાં છે કે નિયોના પાત્ર સાથે પડદા પર પાછા આવવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં. ટ્રિનિટીના રોલને કૈરીએ સારી રીતે ભજવ્યો છે. તેને જોઈને કહી ના શકાય કે તે બે દશક પછી આ રોલ કરી રહી છે. એજન્ટ સ્મિથના રોલમાં જોનાથન ગ્રોફે સારું કારમ કર્યું છે. પ્રિયંકા ચોપરાનો રોલ નાનો છે, પરંતુ તે મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. પ્રિયંકાએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. મેટ્રિક્સ 4 એક એવી સિક્વલ ફિલ્મ છે, જે તમારા ભૂતકાળમાં લઈ જશે. ફિલ્મ જોવા માટે તમારી પાસે પાછલી ફિલ્મોના બેકગ્રાઉન્ડની જાણકારી હોવી જરુરી છે. જો તમે પહેલી ત્રણ ફિલ્મો નથી જોઈ તો તમને સલાહ છે કે પહેલા તે જોઈ લેવામાં આવે.",1 "ફિલ્મના રાઈટર રજત અરોરાએ વાર્તા અને ડાયલોગ્સની દ્રષ્ટિએ અહાન માટે કોઈ કચાશ રાખી નથી. એક્શન-રોમાન્સ તેના ફાળે ઘણો આવે છે. મિલન લુથરિયાની ફિલ્મમાં આમ તો ભારે-ભારે ડાયલોગ્સ હોય જ છે. 'તડપ'માં પણ આ વાત જોવા મળશે. જોકે, ઘણીવાર દર્શક તરીકે ક્યારેક બોજા જેવું લાગે છે. ફિલ્મનો પ્લોટ અને તેની વાર્તા થોડા સમય બાદ થાકેલી અને ફસાયેલી હોય તેવું લાગે છે.ફિલ્મમાં રોમેન્ટિક સીન હોય કે ઈમોશનલ, તારા દરેકમાં સુંદર લાગે છે. જોકે, સ્ક્રીનપ્લેમાં તેની પાસે કરવા માટે કંઈ ખાસ નથી. જો તેને થોડી વધારે સ્પેસ મળી હોત તો તે સારું કામ કરી શકી હોત.ફિલ્મ વાર્તાની દ્રષ્ટિએ થાપ ખાઈ જાય છે. 2 કલાક 10 મિનિટની વાર્તામાં ઘણી જગ્યાએ ફિલ્મ કંટાળાજનક લાગવા માંડે છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મની ગતિ ધીમી ચાલે છે પણ સેકંડ હાફમાં એવું લાગે છે કે ફિલ્મને કોઈ રેસમાં મૂકી હોય. ફિલ્મમાં ઘણાં ટ્વિસ્ટ છે, જે ડ્રામા ક્રિએટ કરે છે. કેટલાક દમદાર એક્શન સીન છે. એક દર્શક તરીકે ફિલ્મ ઠીકઠાક લાગે છે અને અડધી રોમાંચક.પ્રીતમના ગીતો ગણગણી શકાય તેવા છે. આ લવસ્ટોરી સારી છે. મસૂરીની ખૂબસૂરતી બતાવામાં સિનેમેટોગ્રાફરે કોઈ કચાશ રાખી નથી. 'તડપ' એક કોમર્શિયલ ફિલ્મ છે. પરંતુ આ વાતને નજરઅંદાજ ના કરી શકાય કે કેટલીક એવી સિક્વન્સ છે જે ફિલ્મમાં ફિટ થતી નથી. ફિલ્મની લવસ્ટોરી દર્શકોને ભાવનાત્મક રીતે જોડી શકવામાં સક્ષમ નથી.એકંદરે 'તડપ' એવી ફિલ્મ છે જેમાં રોમાન્સ છે, એક્શન છે, સંગીત છે અને સુંદર વાદીઓ છે. સ્ક્રીનપ્લે પર થોડી વધુ મહેનત કરી હો તો ફિલ્મ જોયા પછી દર્શકો સુંદર છાપ લઈને થિયેટરમાંથી નીકળત.",1 "ધમાકા' સંપૂર્ણપણે કાર્તિક આર્યનની ફિલ્મ છે. ફિલ્મની વાર્તા તમને જકડી રાખે છે પરંતુ સ્ક્રિપ્ટ એટલી મજબૂત નથી. ફિલ્મમાં કેટલાક અત્યંત નાટકીય ડાયલોગ પણ છે. ફિલ્મમાં મીડિયાકર્મીઓને એક પ્રકારે નેગેટિવ રૂપમાં દર્શાવાયા છે. ફિલ્મમાં મીડિયાને સંદેશ આપવાની કોશિશ કરાઈ છે કે, તેમને શા માટે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. ફિલ્મમાં રામ માધવાનીનું ડાયરેક્શન ચોક્કસથી વખાણવાલાયક છે.'ધમાકા' એક પ્રકારે વન-મેન શો છે, જેમાં કાર્તિક આર્યનને સંપૂર્ણ મોકો મળે છે અને તેણે પાત્રને ન્યાય આપ્યો છે. કાર્તિકની એક્ટિંગ જોઈતી હતી તેવી લાઉડ નહોતી પરંતુ તેની મહેનત ચોક્કસથી સ્ક્રીન પર દેખાય છે. કાર્તિકે સાબિત કર્યું છે કે તે ચોકલેટી બોયના પાત્રો ઉપરાંત પણ સારા રોલ નિભાવી શકે છે. કાર્તિકની પત્નીના રોલમાં મૃણાલ ઠાકુર છે પરંતુ તેના ફાળે ફિલ્મમાં ખાસ કશું કરવાનું આવતું નથી. કાર્તિકની બોસના રોલમાં અમૃતા સુભાષે સારું કામ કર્યું છે.",1 "ડિરેક્ટર રુમી જાફરીએ પાત્રોને સ્થાપિત કરવામાં સમય લગાડ્યો છે. ઈન્ટરવલ સુધી વાર્તામાં કશું બનતું નથી અને માત્ર પાત્રોની ડાયલોગબાજી જોવા મળે છે. જ્યારે ઈન્ટરવલ પછી વાર્તા આગળ વધે છે પણ અંત સુધીમાં ઘણાં સવાલોના જવાબ મળતા નથી. ફિલ્મનું સ્થળ વાર્તાને અનુરૂપ છે. સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાનનું કામ સુંદર છે. આ ફિલ્મ સ્લોવાકિયાના પહાડોમાં શૂટ થઈ છે અને ત્યાં શૂટ થયેલી આ પહેલી ઈન્ડિયન ફિલ્મ છે. કોસ્ચ્યુમ ડિઝાઈનરે ખાસ્સી મહેનત કરી છે.અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી આ ફિલ્મના પ્લસ પોઈન્ટ છે. તેમણે આ ફિલ્મને બાંધી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં રિયા ચક્રવર્તી નાના રોલમાં છે. આ સિવાય અન્ય કલાકારો જેવા કે સિદ્ધાંત કપૂર, અન્નુ કપૂર, સમીર સોની, ધ્રિતિમાન ચેટરજી અને રઘુબીર યાદવનું કામ સારું છે. ફિલ્મનું સંગીત ઠીક છે.",1 "ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ના મેકર્સે ડિસ્ક્લેમરમાં પહેલા જ સ્પષ્ટીકરણ કર્યું હતું કે, આ ફિલ્મની વાર્તા સત્ય ઘટનાથી પ્રેરિત છે પણ કાલ્પનિક છે. મતલબ કે, ઈતિહાસને કહાણીની ફિલ્મી પડદે થોડી સિનેમેટિક છૂટછાટ લઈને બતાવાઈ છે. આ ફિલ્મ ઘણીવાર વાર્તાની બારીકાઈથી દૂર જતી રહે છે. ફિલ્મની કહાણીમાં મિલિટ્રી ઓપરેશન સાથે ઈમોશનલ ભજન પણ બતાવાયું છે. રનવે રિપેર કર્યા બાદ મોટા અવાજમાં લોકો ભજન ગાય છે અને ઢોલ વગાડે છે જ્યારે હકીકતે આ ગુપ્ત ઓપરેશન હતું. વાસ્તવિક વાર્તા કંઈક એવી છે કે ભૂજની મહિલાઓ લીલા રંગના કપડાં પહેરીને જાય છે અને શરીર પર છાણની પટ્ટીઓ લગાવે છે જેથી દુશ્મનોની નજરથી બચી શકે. આમ, તો ડ્રામાને અવગણી શકાયો હોત પરંતુ આ પ્રકારની ગંભીર વાર્તામાં તર્કને નેવે મૂકી દેવાય તે અયોગ્ય છે. ફિલ્મની વાર્તા થોડી વધુ સાવચેતી રાખીને લખી શકાઈ હોત. ફિલ્મના ફર્સ્ટ હાફમાં ઢગલાબંધ કેમિયો કેરેક્ટર્સ અને કારણ વિનાના બહાદુરીના ભાષણના કારણે છૂટી છવાઈ લાગે છે. ભૂજ એરબેઝના અટેકના ઉપર-નીચે બતાવાયો છે. જોકે, સેકન્ડ હાફમાં ફિલ્મ પોતાના રિયલ લોકેશન પર આવે છે, જેના પર આ વાર્તા બની છે. જોકે, ફિલ્મની વાર્તા જકડી રાખે તેવી છે. વિધાકોટ પોસ્ટ અને દેશની સુરક્ષામાં જોડાયેલા 120 સૈનિકોથી માંડીને ટ્રકની મદદથી પ્લેન લેન્ડ કરાવાનો સીન દમદાર છે. આકાશમાં ફાઈટર પ્લેન વચ્ચેની જંગ જકડી રાખશે.સાઉન્ડ અને વિઝ્યુઅલ મોટા પડદાને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યા છે. પરંતુ ફિલ્મના VFX સાવ સામાન્ય છે જ્યારે સાઉન્ડ રણભૂમિ સુધી લઈ જવામાં સફળ રહે છે. અજય દેવગણના સ્લો મોશન શોર્ટ્સ છે અને તેમાં તે પોતાના કેરેક્ટરમાં ડૂબેલો જોવા મળે છે. સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર, નોરા ફતેહી, એમી વિર્કે પોતાના ફાળે આવેલું કામ સારી રીતે કર્યું છે. નવની પરિહારે ઈન્દિરા ગાંધીના રોલમાં સારો કેમિયો કર્યો છે.",1 "ફિલ્મની વાર્તા ઘણી સારી છે અને એવુ લાગે છે જાણે પ્રિયદર્શનની કોઈ ફિલ્મનો પ્લોટ હોય. શરુ થતાની સાથે જ ફિલ્મ ટ્રેક પર આવી જાય છે, પરંતુ ફિલ્મ આગળ વધે છે તેમ નબળી પડતી જાય છે. તમને ખબર પડવા લાગે છે કે આગળ શું થવાનું છે. ડિરેક્ટર દેવાંશુ સિંહે સમાજની અનેક સમસ્યાઓ જેમ કે જાતિવાદ, ઓનર કિલિંગ અને દહેજને એક જ વાર્તામાં સોશિયલ કોમેડીના સ્વરુપમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમનો પ્રયત્ન સારો છે અને ફિલ્મનો પ્લોટ પણ સારો છે. આવા મુદ્દાઓ પર દર્શકો એક મજબૂત સ્ક્રીનપ્લે વાળી ફિલ્મ જોવાનું પસંદ કરે છે, પરંતુ ડિરેક્ટર તેમાં સફળ નથી રહ્યા. ફિલ્મની શરુઆત તો સારી છે પરંતુ અંત અત્યંત નબળો છે. ફિલ્મના ડાયલોગ્સમાં પણ કોઈ પંચલાઈન નથી. ડાયલોગ્સ પણ ઘણાં નબળા છે, જે ફિલ્મ પત્યા પછી તમને ભાગ્યે જ યાદ રહે. ખરા અર્થમાં એક નબળા સ્ક્રીનપ્લેને કારણે એક ઘણી સારી ફિલ્મ બનતા બનતા રહી ગઈ.વિક્રાંત મેસીને એક સારા અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે અને આ ફિલ્મમાં પણ તણે પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. તે બિહારી યુવકના રોલમાં ઘણો સહજ જણાય છે. કૃતિની સ્ક્રીન પ્રેઝન્સ ઘણી સારી છે અને તે ફિલ્મમાં અત્યંત સુંદર પણ લાગે છે. એક્ટિંગ બાબતે વિક્રાંતની સરખામણીમાં થોડી પાછળ પડે છે. ફિલ્મમાં ગૌહર ખાનનો રોલ નાનો છે પરંતુ તેણે સારું કામ કર્યું છે.",1 "આ ફિલ્મનો પહેલો ભાગ ખુરશી પર જકડી રાખે તેવો છે પરંતુ બીજો ભાગ થોડો કંટાળાજનક છે. જો કે, એક્ટર્સના પર્ફોર્મન્સ વખાણવાલાયક છે.",1 "ગુજરાતી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા દિગ્દર્શક મિખિલ મુસાલેની આ પહેલી હિંદી ફિલ્મ છે. મનોરંજન સાથે મેસેજ આપનારી આ ફિલ્મ તેમણે સારા ઈરાદાથી બનાવી છે પરંતુ તકલીફ એ છે કે તે આમાં કંઈ નવું નથી પીરસી શક્યા. નિષ્ફળ બિઝનેસમેનના સફળ બનવાના જુગાડ પર બૉલિવુડમાં અનેક ફિલ્મો બની ચૂકી છે.તેમાં નિર્દેશકે સેક્સ પ્રોબ્લેમ જેવા ટેબૂ ગણાતા મુદ્દાને પણ જોડી લીધો છે. આવા જ પ્રકારનો ડ્રામા અને ક્લાઈમેક્સ થોડા સમય પહેલા ખાનદાની શફાખાનામાં જોવા મળ્યો હતો.સ્ટોરી એક ઈન્ટરેસ્ટિંગ નોટ પર શરૂ થાય છે. ગુજરાતનો સ્ટ્રગલિંગ બિઝનેસમેન રઘુવીર મહેતા અત્યાર સુધી 13 જુદા-જુદા બિઝનેસ આઈડિયા લાગુ પાડવાના ચક્કરમાં ફેલ થઈ ચૂક્યો છે. તેની તેજતર્રાર, સુંદર અને ભણેલી-ગણેલી પત્ની રુક્મિણી (મૌની રૉય) સારા-નરસા દિવસોમાં તેનો સાથ આપે છે.પરંતુ તેમના માથે નાના છોકરાની જવાબદારી પણ છે. રઘુવીરનો કઝિન વનરાજ (સુમીત વ્યાસ) અને તેના મોટા કાકા (મનોજ જોશી) તેને આર્થિક મદદ તો કરે છે પરંતુ તેની નિષ્ફળતા ગણાવી તેને ઉતારી પાડવાનો એક મોકો નથી છોડતા. ત્યારે જ રઘુવીરને વનરાજ સાથે ચીન જવાનો મોકો મળે છે. ત્યાં તેની મુલાકાત તેની જ કોમના જાણીતા વેપારી તન્મય શાહ (પરેશ રાવલ) સાથે થાય છે.તે તેને બિઝનેસનો એવો ગુરુ મંત્ર આપે છે જેને અમલમાં મૂકીને રઘુવીર પોતાની જાતને સાબિત કરી શકે.તે સેક્સ લાઈફની સંતુષ્ટિ માટે એક પ્રોડક્ટ ટાઈગર સૂપ પર કામ શરૂ કરે છે. તેને સફળ બનાવવા માટે તે લો-પ્રોફાઈલ સેક્સોલોજિસ્ટ વર્દી સાથે હાથ મિલાવે છે. શું રઘુવીર આ વખતે સેક્સ પ્રોડક્ટના બિઝનેસમાં સફળ થઈ શકશે? કે પછી હંમેશાની જેમ તેને નિષ્ફળતા મળશે? આ માટે તમારે ફિલ્મ જોવી પડશે.ફિલ્મનો ફર્સ્ટ હાફ નબળો છે. તેની સ્પીડ ઘણી ધીરે આગળ વધે છે. ઘણા કેરેક્ટર ફિલ્મમાં કેમ છે તે જ નથી સમજાતુ. ફિલ્મ ટુકડે ટુકડે સારી છે. સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીડ પકડે છે. આખી ફિલ્મમાં ગુજરાતી ફ્લેવર જાળવી રાખવા બદલ નિર્દેશકને અભિનંદન આપવા પડે.ક્લાઈમેક્સ રસપ્રદ છે જો કે તેમાં ભાષણ વધઆરે થઈ ગયું હોય એવું લાગે છે. તે સોનાક્ષી સિંહાની ખાનદાની શફાખાનાની યાદ અપાવી જાય છે.પરફોર્મન્સની વાત કરીએ તો રાજકુમાર રાવના અભિનય પર કોઈ આંગળી ન ઉઠાવી શકે. તેણે હંમેશાની જેમ પોતાનું કામ ખૂબ સારી રીતે કર્યું છે. ગુજરાતી લહેકામાં તેનો સંવાદ મજેદાર છે.મૌની રૉયના કેરેક્ટરને ડિરેક્ટર ખાસ ન્યાય નથી આપી શક્યા. તે સુંદર જરૂર લાગે છે. બોમન ઈરાની ફિલ્મની જાન છે. ડોક્ટર વર્દીના પાત્રમાં તેમણે પ્રાણ ફૂંકી દીધા છે અને પોતાના હાવ-ભાવથી આ કેરેક્ટરને રસપ્રદ બનાવ્યું છે. પરેશ રાવલ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં દેખાયા છે. અમાયરા દસ્તૂરનું પાત્ર સાવ વેસ્ટ થઈ ગયું છે. સુમીત વ્યાસ અને ગજરાજ સિંહના પાત્ર પર વધુ મહેનત કરાવી જોઈતી હતી.સચિન-જીગરના સંગીતમાં નેહા કક્કડ, દર્શન રાવલ અને સચિન જીગરે ગાયેલું ગીત ઓઢણી દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ ગીત અત્યારે રેડિયો મિર્ચી ટોપ 20 લિસ્ટમાં પાંચમાં નંબરે છે જ્યારે આ જ ફિલ્મનું ગીત સનેડો 11મા ક્રમે છે. રાજકુમારના ફેન્સ અને હળવીફુલ કોમેડી પસંદ કરનારા દર્શકોએ આ ફિલ્મ જોવી જોઈએ. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.",1 "નરસિંહા રેડ્ડી (ચિરંજીવી) ઉય્યાલાવાડાનો લશ્કરી શાસક છે.તેના ગુરુ ગોસાઈ વેંકન્ના (અમિતાભ બચ્ચન)ની સલાહ પર તે એક ઝનૂની યોદ્ધા અને નેતા બને છે. તે પોતાની પ્રજાના ભલા માટે કશું પણ કરી શકે છે. તે સુંદર નર્તકી લક્ષ્મી (તમન્ના)ના પ્રેમમાં પડે છે પણ સંજોગોવશાત્ તેણે સિદ્ધિમા (નયનતારા) સાથે લગ્ન કરવા પડે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ક્રૂરતાથી પરેશાન નરસિંહા બીજા રાજા અવુકુ રાજુ (સુદીપ) અને રાજા પાંડી (વિજય સેતુપતિ) સાથે મળીને એક બળવો શરૂ કરે છે.તે ન માત્ર બ્રિટિશર્સ સામે પરંતુ પોતાના લોકો સામે પણ લડે છે જે તેના મિશનને નિષ્ફળ બનાવવા માંગે છે. નરસિંહા રેડ્ડીનો સંઘર્ષ 1857ના વિપ્લવનું કારણ બને છે. આ ફિલ્મ પણ ઈતિહાસ પર આધારિત એક ભવ્ય ફિલ્મ છે. જો કે ફિલ્મને વધુ ડ્રામેટિક બનાવવા માટે સર્જકોએ થોડી છૂટછાટ લીધી છે.ચિરંજીવી બળવાના આગેવાન તરીકે સારા ફોર્મમાં છે. તે સાબિત કરે છે કે તેનામાં અશક્યને પણ શક્ય બનાવવાની ક્ષમતા છે. સુદીપની સ્ક્રીન પ્રેઝન્સ પણ વખાણવાલાયક છે, તે ઓડિયન્સ પર ઊંડી છાપ છોડી જાય છે. ચિરંજીવી સાથે તેની કેમિસ્ટ્રી ઘણી સારી છે. નયનતારા અને તમન્ના એ બંને અભિનેત્રીઓએ પોતાનો રોલ સારી રીતે ભજવ્યો છે. જો કે તેમના રોલને ખાસ સ્કોપ નથી મળ્યો. અમિતાભ બચ્ચનની નાની પરંતુ પાવરફૂલ ભૂમિકા છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિંદી એમ પાંચ ભાષામાં રીલીઝ થઈ રહી છે. જો કે ફિલ્મનું લેખન હતાશાજનક છે. ડિરેક્ટર સુરેન્દર રેડ્ડીનું ડિરેક્શન અને સ્ક્રીન પ્લે અમુક જગ્યાએ લથડિયા ખાય છે. 2 કલાક 50 મિનિટની આ ફિલ્મ ઘણી લાંબી છે. એડિટિંગ થોડુ ધારદાર હોત તો મજા આવત.આવા વિષય પર લખાતી ફિલ્મોના ડાયલોગ મજબૂત હોવા જરૂરી છે પરંતુ સાઈ રા…ના ડાયલોગ સરખામણીએ નબળા છે. બીજા હાફમાં સ્ટોરી ગતિ પકડે છે અને પછી એક્શન જોવાની મજા આવે છે. મોટા ભાગના સ્ટંટ સાચા લાગે તેવા છે. મ્યુઝિક ઠીકઠાક છે પરંતુ ગીતોના બોલ કાનને ખટકે તેવા છે. આ ફિલ્મ દેશદાઝની ભાવના જગાવે એવી છે. પરંતુ તમે બળવાની વાત કરો ત્યારે તેમાં દેશદાઝની ભાવના હોય તે સ્વાભાવિક છે. ફિલ્મમાં અમુક ખામી છે પરંતુ ફિલ્મના સર્જકોએ જે રીતે ઈતિહાસના ભૂલાઈ ગયેલા પ્રકરણને આપણી સામે ભવ્ય રીતે રજૂ કર્યું છે, તે જોતા આ ફિલ્મને વખાણવી જ પડે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર. ",1 "ડિરેક્ટર સમીપ કંગની આ ફિલ્મ તેની બ્લોકબસ્ટર પંજાબી ફિલ્મ “કેરી ઓન જટ્ટા”ની રિમેક છે. ફિલ્મમાં કોમેડી ઓફ એરર્સની ભરમાર છે. હસવા માટેનું કન્ફ્યુઝન પણ થાય છે, પણ નબળા સ્ક્રીન પ્લેના કારણે સ્ટોરી પર પકડ નથી બનતી. ફિલ્મમાં ડાયલૉગ્સ એવા છે જે સ્ત્રીઓની ગરીમાને ઠેસ પહોંચાડનારા લાગે છે. કોમેડિના કેટલાક પંચ જરુર છે, જે હસાવે છે અને ક્લાઈમેક્સ મનોરંજક છે. સીનિયર એક્ટર ઋષિ કપૂર આ દિવસોમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા છે, તેઓ એક્ટિંગના મામલે ફિલ્મનો આધાર સ્તંભ સાબિત થયા છે.રાજેશ શર્માએ તેમની સાથે એક્શન-રિએક્શનની સારી જુગલબંદી રજૂ કરી હતી. ફિલ્મના નાયક ઓમકાર કપૂર અને સની સિંહે ઠીક-ઠીક કામ કર્યું છે. ઈન્ટરવલ પછી એન્ટ્રી મારનારા ટોમી પાંડેની ભૂમિકામાં જિમી શેરગિલ ખૂબ હસાવે છે, પણ રુચા વૈધને વધારે સ્ક્રીન સ્પેસ નથી મળી. અન્ય પાત્રોમાં લિલેટ દુબે, મનોજ જોશી, રાકેશ બેદીએ સારું કામ કર્યું છે. ઘણાં સંગીતકારો છતાં માત્ર “સેટરડે નાઈટ” ગીત એવરેજ બની શક્યું છે. કેમ જોશોઃ કોમેડીના શોખીન આ ફિલ્મ જરુર જુએ..",1 "વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મને વિશ્વસનીય બનાવવા માટે અનેક ઐતિહાસિક પુસ્તકો, ખબરો, સંદર્ભો અને તથ્યોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. પરંતુ સાથે એક મોટું ડિસ્ક્લેમર આપ્યું છે કે તેમણે સિનેમેટિક લિબર્ટી લીધી છે. પરંતુ અફસોસ એ વાતનો કે તે આ મુદ્દાને યોગ્ય રીતે એક્ઝિક્યુટ નથી કરી શક્યા. આ ફિલ્મ ફર્સ્ટ હાફમાં લાંબી ખેંચાતી હોય તેવી લાગે છે. સેકન્ડ હાફમાં ડ્રામા એટલો વધારે છે કે ડિરેક્ટર લાલ બહાદુર શાસ્ત્રીની અકુદરતી મોતને સાબિત કરવા માટે બેબાકળા થઈ જાય છે.ફિલ્મના ક્લાઈમેક્સમાં ડિરેક્ટર પોતાનો પોઈન્ટ સાબિત કરે છે. પરંતુ તેમણે જે તથ્ય દર્શાવ્યા છે તેની વિશ્વસનીયતાની પરખ કરવા માટે તમારી પાસે કોઈ માધ્યમ નથી. દર્શક તરીકે તમારુ કન્ફ્યુઝન વધઈ જાય છે. ઉદય સિંહ મોહિતેની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત, ગીત સબ ચલતા હૈ ફિલ્મમાં ખલેલ પહોંચાડે છે. ફિલ્મની મજબૂતી તેની સારી કાસ્ટ છે.આ ફિલ્મમાં બધા જ કલાકારોએ ઉમદા અભિનય કર્યો છે. નસીરુદ્દીન શાહનો રોલ ઘણો નાનો છે. મિથુન ચક્રવર્તીએ શ્યામ સુંદર ત્રિપાઠીની ભૂમિકામાં ખૂબ મનોરંજન કર્યું છે. પલ્લવી જોશી લાંબા અરસા બાદ પરદે જોવા મળી છે. પંકજ ત્રિપાઠી, મંદિરા બેદી, રાજેશ શર્માએ પોતાના પાત્રોને સારો ન્યાય આપ્યો છે. રાગિણીના રૂપમાં શ્વેતાએ પાવરપેક્ડ પરફોર્મન્સ આપ્યું છે. તેણે આ કોમ્પ્લિકેટેડ ભૂમિકા સારી રીતે નિભાવી છે. જો તમને ઈતિહાસને સંલગ્ન ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ જરૂર ગમશે. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.",1 "કેદારનાથ એક સામાન્ય લવસ્ટોરી છે જેની પૂર અને તબાહી કારણે શ્વાસ મળે છે. ફિલ્મમાં 2013માં ઉત્તરાખંડમાં વેરાયેલા વિનાશને દેખાડવામાં આવ્યો છે. સ્ક્રીનપ્લેમાં કેટલીક ખામીઓ અને સારી વાતો છે. આખા ડ્રામાની વચ્ચે ફિલ્મની મજબૂત કરી છે ડેબ્યૂટન્ટ સારા અલી ખાન. પડદા પર તેનું પ્રથમ પરફોર્મન્સ ખૂબ જ શાનદાર અને જાનદાર છે અને તે દર્શકોને જકડી રાખે છે.ફિલ્મ ‘કેદારનાથ’ના પહાડોમાં ફિલ્માવાઈ છે. તુષાર કાન્તિની ડ્રોન અસિસ્ટેડ સિનેમેટોગ્રાફી કમાલની છે. હિમાલયની સુંદર તસવીરોને ખૂબ સુંદરતાથી ફિલ્માવાઈ છે. વાર્તામાં સ્થાનીક લોકો વચ્ચે અનોખો સંબંધ છે. હિન્દુ શ્રદ્ધાળુઓને ખૂબ સન્માન આપવામાં આવે છે તેમની યાત્રા પૂરી કરાવવા માટે મુસ્લિમ પીઠ્ઠુ હાજર છે. અભિષેક કપૂર અને કનિકા ઢિલ્લનનું લેખન કેદારનાથમાં સેક્યુલર વાતાવરણને દર્શાવે છે. ફિલ્મમાં હોટલ, મૉલ્સ અને પર્યટનના વ્યવસાયિકરણની પણ ટિપ્પણી કરવામાં આવી છે. આના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે અને તે મોટી તબાહીના કારણ બન્યા. આ શક્તિશાળી મુદ્દાને ફિલ્મમેકરે થોડો સ્પર્શ્યો અને આગળ વધી ગયા.ફિલ્મનો ફોકસ મુક્કુ અને મંસૂરની લવ-સ્ટોરી પર જ રહે છે. જોકે, બંનેના રોમાન્સને સ્થાપિત કરવામાં ફિલ્મ થોડી ધીમી લાગવા માંડે છે. સારા અલી ખાનનું પરફોર્મન્સ દમદાર છે. ક્યાંક-ક્યાંક તે ‘બેતાબ’ અને ‘ચમેલી કી શાદી’ જેવી ફિલ્મોની અમૃતા સિંહ (સારાની મા)ની યાદ અપાવે છે. કેમેરા પર તેનો કૉન્ફિડન્સ તેની પ્રતિભાની એક ઝલક છે. તે જે પણ સીનમાં દેખાય છે તેને તેણે પૂરી રીતે પોતાનો બનાવી લીધો છે. સુશાંત સિંહ પણ સારાની મહેનતને પૂરી કરતો દેખાયો છે પણ તેનું આનાથી સારું પરફોર્મન્સ દર્શકો અગાઉ જોઈ ચૂક્યા છે.લવ સ્ટોરીના હિસાબથી ફિલ્મમાં એકપણ રોમેન્ટિક ગીત નથી જે દર્શકોનું ધ્યાન ખેંચી શકે. ‘નમો-નમો’ ઉપરાંત અમિત ત્રિવેદી કેદારનાથના મૂડ પ્રમાણે મ્યૂઝિક આપવામાં સફળ રહ્યો નથી. આ પ્રકારના વિનાશ વચ્ચે લવ સ્ટોરીને સ્થાપિત કરવાની અભિષેક કપૂરની કોશિશ મહત્વાકાંક્ષી હતી. CGI ઈફેક્ટ્સ લાઈવ એક્શને મળીને ઘણા પ્રભાવશાળી સીન્સ બનાવ્યા છે.",1 "આ ફિલ્મ એક દુર્ભાગ્યપૂર્ણ સત્ય ઘટના પર આધારિત છે જેમાં એક નિર્દોષ છોકરી વિચિત્ર સંજોગોમાં ઘેરાઈ જાય છે. આ ફિલ્મમાં નાની છોકરીએ કેમેરા સામે જે નેચરલ એક્ટિંગ કરી છે તે જોઈને તમે દંગ થઈ જશો. મોટા ભાગની ફિલ્મ છોકરી ફસાઈ ગઈ તેના પર આધારિત છે પરંતુ આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તેના અંગે પણ ફિલ્મ પ્રકાશ પાડે છે. આ ફિલ્મ તમને છેક સુધી જકડી રાખે તેવી છે.આ ફિલ્મનો મુખ્ય પ્રયત્ન ટેન્શન અને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે પિહુની સ્ટોરી કહેવાનો છે. પરંતુ ફિલ્મનું કેમેરા વર્ક ફિલ્મના સેટિંગને સૂટ થાય તેવું નથી. કેમેરા એંગલ્સને કારણે ફિલ્મ જોવાનો થોડો કંટાળો આવે છે. આ ઉપરાંત થોડા સમય બાદ આખા એપાર્ટમેન્ટમાં એકલી ફરતી છોકરીની વાત થોડા સમય પછી રિપિટેટિવ લાગે છે. જે ફિલ્મમાં ઓછા કેરેક્ટર્સ હોય તે ફિલ્મ ખૂબ જ સારી રીતે એડિટ થયેલી હોવી જરૂરી છે નહિં તો દર્શકોને તે જોવામાં મજા નથી આવતી. પિહુ આ દૃષ્ટિએ થોડું ખેંચાઈ હોય તેવુ લાગે છે. ફિલ્મ 20 મિનિટ ટૂંકી હોત તો વધુ મજા પડત.પિહુ ફિલ્મ આપણા સમાજની વાસ્તવિકતાનો અરીસો છે. એક તો ઘરેલુ હિંસાની બાળકો પર થતી અસર અને મોટા શહેરોમાં પોતાના નજીકના સગા સંબંધીઓ સિવાય બીજા કોઈની પરવા ન કરવાનો એટિટ્યુડ, આ બંને સમાજનો ભોગ લઈ રહ્યા છીએ. આ બંને થીમને ફિલ્મ સારો ન્યાય કરે છે.આમ આવી અલગ ટોપિક પર બનેલલી ફિલ્મ કલ્ટ ફિલ્મ બની શકે છે. ફિલ્મમાં તમને આંગળીના નખ ચાવવા મજબૂર કરી દે તેવી કેટલીક ક્ષણો છે. પરંતુ વિનોદ કપરીના અનિયમિત રાઈટિંગ અને ડિરેક્શનને કારણે ફિલ્મ જોઈએ એટલી સારી નથી બની. જો ફિલ્મ થોડી વધારે ધગશથી બનાવી હોત તો આ ફિલ્મ ગજબ કરી શકી હોત. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.",1 "આ ફિલ્મ આશાઓ, ઈચ્છાઓ અને સંઘર્ષોની સામે નીડરતાની વાર્તા છે કે જે ધીરી હોવા છતાં તમારી કલ્પનાઓને બાંધી રાખે છે. આ ફિલ્મ એક રીતે રીમાએ તેના ઘર અને ગામડાનાં સુંદર લોકોને આપેલી ભેટ છે. જે લોકોને ધીમી ગતિએ ચાલતી ફિલ્મો પસંદ નથી, તે લોકોની ધીરજની પરીક્ષા આ ફિલ્મ હોઈ શકે છે પણ ફિલ્મની ડિરેક્ટર અને લેખિકા રીમાએ તેના અંદાજમાં ફિલ્મના તમામ પાત્રો અને તેમના જીવનનું વિવરણ કરવામાં સમય લીધો છે. અસમના દ્રશ્યો અને ત્યાંની ધૂનની અદ્ભૂત સિનેમેટોગ્રાફી અને ઓડિયોગ્રાફી દ્વારા રીમા તમને ફિલ્મના પાત્ર ધૂનુના સપનાઓની દુનિયામાં લઈ જાય છે.શાનદાર વિઝ્યુલ્સ અને ઈમોશન્સ સિવાય રીમાનું લેખન પણ સરસ છે કે જેમાં લૈંગિક સમાનતાને સારી રીતે આ કહાનીમાં પરોવી કરી દીધી છે. ધૂનુની માતા તેની પુત્રીનો ઉછેર પુત્રની માફક કરે છે. તે ધૂનુનો સાથ આપે છે અને છોકરીને છોકરીની જેમ ઉછેરવાનું કહેતા સમાજ સામે લડત પણ આપે છે. ફિલ્મની મહિલાઓ તે સામાજિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ સામે સંઘર્ષ કરે છે કે જેમ બે ટંકની રોટી કમાવવા માટે એક પુરુષ સંઘર્ષ કરે છે.",1 "ડિરેક્ટર સુનૈના ભટનાગર ઈમ્તિયાઝ અલીને આસિસ્ટ કરી ચુકી છે. અને અમુક સીન્સમાં તમને ઈમ્તિયાઝની ઈમ્પેક્ટ જોવા મળશે. સ્ટોરીનો બેઝિક પ્લોટ રસપ્રદ છે, પણ પેસ થોડી સ્લૉ છે. ફિલ્મને 20 મિનિટ નાની બનાવી શકાતી હતી. સ્ટોરીમાં માયાના કેરેક્ટર અને પરિવેશ પર મહેનત કરવામાં આવી છે, પણ ઈન્ટરવલ પછી ખોવાઈ જવાના એંગલને જસ્ટિફાય કરવામાં નથી આવ્યો. તો પણ ફિલ્મ પોઝિટિવ સાઈડ બતાવવામાં સફળ રહી છે. સાયક ભટ્ટાચાર્યની સિનેમેટોગ્રાફી દમદાર છે,ડિયર માયા ફિલ્મથી મનીષાએ દમદાર એન્ટ્રી કરી છે. તેના ડાર્ક સર્કલ, લોકો પ્રત્યેનો અવિશ્વાસ અને કડક વલણથી લઈને જીવનમાં આશાની કિરણ સુધીના સીન્સ મનીષાએ અદ્દભુત રીતે ભજવ્યા છે. મનીષાએ રિયલિસ્ટિક અપ્રોચ સાથે પર્ફોમન્સ આપ્યું છે. ડેબ્યુ કરનારી એક્ટ્રેસ શ્રેયા સિંહ ચૌધરી અને મદીહા ઈમામે પણ સારી એક્ટિંગ કરી છે. ઈમામ વધારે ધ્યાન ખેંચે છે.ફિલ્મનું મ્યુઝિક જો વધારે સ્ટ્રોંગ હોતું તો ફિલ્મને વધારે સારો સપોર્ટ મળતો. સોન્ગ્સની કોઈ રિકોલ વેલ્યુ નથી.આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર્સ",1 "ફિલ્મના એક ડાયલોગમાં અભિમન્યુનો એજન્ટ તેને જણાવે છે, “ગુલઝાર જેવું લખવાની કોશિશ ન કરીશ.” ફિલ્મના લેખકોએ તેમની જ આ સલાહને માનવા જેવી હતી. સાદી સીધી સિચુએશનને સમજાવવા માટે આટલી અઘરી ભાષા વાપરવાની ક્યાં જરૂર છે?ફિલ્મ અનેક જગ્યાએ ગોથા ખાઈ જાય છે. પરંતુ એક વાત છે કે રોમેન્ટિક કોમેડી તમારી અંદર ક્યાંક મીઠાશ ભરી દે છે. પરિણીતી ચોપરા અને આયુષ્માન ખુરાના વચ્ચેની કેમિસ્ટ્રી અફલાતુન છે. તેમનો બોલિવુડ મૂવીઝ માટેનો પ્રેમ પરદા પર દેખાય છે. ક્યારેક તેઓ બચકાની હરકત કરે છે તો ક્યારેક તેમના પર દિલ આવી જાય છે.બંગાળમાં આકાર લેતી આ ફિલ્મમાં હાસ્ય છે, કેટલીક સ્વીટ મોમેન્ટ્સ છે અને કેચી સોંગ્સ છે. પરંતુ છેલ્લે દર્શકોને કંઈ ખાસ નવું જોયું હોય તેવું નથી લાગતું.પરફોર્મન્સની વાત કરીએ તો પરિણીતી ચોપરા આ ફિલ્મમાં બરાબર ખીલી છે. તેના ફાળે એક મજબૂત પાત્ર આવ્યું છે અને તેણે વાસ્તવિક લાગે તે રીતે આ પાત્રને પરદા પર જીવંત કર્યું છે. આયુષ્માનનું કેરેક્ટર તો જાણે બિંદુએ કરેલી ભૂલો ભોગવવા જ ઊભું કર્યું હોય તેવું લાગે છે. પરંતુ આયુષ્માન આ કેરેક્ટરમાં પણ ચાર્મિંગ લાગે છે.રોમેન્ટિક ફિલ્મ જોવી ગમતી હશે તો મેરી પ્યારી બિંદુ તમે એન્જોય કરી શકશો. બાકી જો કંઈ નવું જોવાનું પસંદ કરતા હોવ તો આ મૂવી તમને કંઈ ખાસ ઑફર નહિં કરી શકે.અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર.",1 "આ ફિલ્મ કોઈનો પણ પક્ષ લીધા વિના ગામડામાં ચાલતી સામાજિક સમસ્યાઓ પર સુંદર રીતે પ્રકાશ પાડે છે. દુઃખની વાત એ છે કે વિવાદ ટાળવા ફિલ્મમાં અવારનવાર ‘ડાઈલ્યુટેડ કોન્ટ્રોવર્શિયલ’ સીન્સના ડિસક્લેમર દર્શાવવા પડે છે જેમાં ફિલ્મની ડાર્ક હ્યુમર ક્યાંક ખોવાઈ જાય છે. ફિલ્મનું નેરેશન એ રીતે થયું છે કે પ્રેક્ષકોને કેટલાંક સવાલના જવાબ જ નથી મળતા અને તેઓ ફિલ્મના કેરેક્ટર્સ સાથે લાગણીથી જોડાઈ નથી શકતા. ઘણીવાર ફિલ્મ થોડા પ્રશ્નોના જવાબ શોધવાનું પ્રેક્ષકો પર છોડી દે તે સારું છે પરંતુ આ ફિલ્મના દિગ્દર્શક શ્લોક શર્મા દર્શકો પાસેથી કંઈક વધારે પડતી જ અપેક્ષા રાખે છે. ક્યારેક તો ફિલ્મની કડી જોડતા જોડતા થાકી જવાય છે. કારણ ગમે તે હોય તે પંરતુ તેને કારણે પ્રેક્ષકો ફિલ્મથી વિમુખ થઈ જાય છે.ફિલ્મની તાકાત ફિલ્મના કલાકારો છે. આ માટે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાને ક્રેડિટ આપવી જ રહે. ખાસ કરીને બંને નાના છોકરાઓએ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. 31 વર્ષની શ્વેતા ત્રિપાઠીએ 14 વર્ષની છોકરીનું કિરદાર નિભાવીને દર્શકોને અચંબામાં મૂકી દીધા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરીથી પુરવાર કરી દીધું છે કે તે આજની તારીખે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ઉમદા કલાકારોમાંનો એક છે. તે કોઈ પણ જાતના પ્રયત્ન વિના ગુસ્સો, હતાશા, ખુશી જેવી વિવિધ લાગણીઓને સુંદર રીતે પર્દા પર જીવંત કરે છે.હરામખોરમાં દર્શકોને આકર્ષવાની ક્ષમતા છે પરંતુ તેની સ્ટોરીલાઈન થોડી અટપટી હોવાથી દર્શકોને ફિલ્મ સમજવામાં મુશ્કેલી પડી શકે છે.",1 "આ ફિલ્મના ટાઈટલને પ્રોડક્શન કંપનીએ એક ખાસ ક્લાસ અને લીકથી અલગ બની ફિલ્મોને પસંદ કરનાર ક્લાસને ટાર્ગેટ કરીને રાખ્યું છે. ફિલ્સનો પ્રેસ શો પૂરો થયા પછી આ ફિલ્સના પીઆરઓ સાથે જ્યારે કેટલાક ક્રિટિક્સે ફિલ્મના ટાઈટલનું કારણ પૂછ્યું તો પીઆરઓને પોતાને જ તે અંગે કંઈ ખબર ન હતી.આઠ વર્ષના ગાળામાં જ એક શહેરમાં તદ્દન એક જ સ્ટાઈલમાં બનેલી કિડનેપિંગની બે અલગ-અલગ ઘટનાઓને એક અલગ અને રોમાંચક રીતે રજૂ કરાઈ છે. જોકે, જો બે કિડનેપિંગની ઘટનાઓની વાત કરીએ તો ફિલ્મનું ટાઈટલ ‘દો’ હોવું જોઈએ, ‘તીન’ નહીં. એક સીનિયર ક્રિટિક્સનું માનીઓ તો કેમકે ફિલ્મની આખી વાર્તા ત્રણ લીડ પાત્રો અમિતાભ બચ્ચન, નવાજુદ્દીન સિદ્દીકી અને વિદ્યા બાલનની આસપાસ ફરે છે, એટલે પ્રોડ્યૂસરે ફિલ્મનું ટાઈટલ થોડા અલગ અંદાજમાં ‘તીન’ રાખ્યું, પરંતુ ફિલ્મમાં ત્રણ નહીં પરંતુ ચાર મહત્વના પાત્રો છે, વાર્તામાં બિગ બી એટલે કે જોન ઉપરાંત દાદાજી પણ છે અને આ પાત્ર આ ફિલ્મનું મહત્વપૂર્ણ પાત્ર છે.આ પહેલા વિદ્યા બાલન સાથે કહાની જેવી રોમાંચક, થ્રિલર સુપર હિટ ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર સુજોય ઘોષે આ ફિલ્મનું ડાયરેક્શન જાતે સંભાળવાને બદલે રિભુ દાસ ગુપ્તાને સોંપ્યું, ચોક્કસ રિભુએ સ્ક્રિપ્ટની સાથે ઘણી હદ સુધી ન્યાય કર્યો છે, પરંતુ ઈન્ટરવલ પહેલા ફિલ્મના સીન્સ વિના કારણે ખેંચવામાં આવ્યા તો ક્લાઈમેક્સમાં એવો દમ નથી દેખાતો જે સુજોયની કહાનીમાં જોવા મળ્યો હતો. કોલકાતાના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મનું શૂટિંગ રિભુએ કોલકાતાની ઓળખ બની ચૂકેલા ટોમ ટ્રેન, હાવડા બ્રિજ વગેરે ઘણા લોકેશન્સ પર કર્યું, તો કેટલાક સીન્સ જોઈ એવું લાગે છે કે, રિભુએ સ્ટાર્ટ ટૂ ફિનિશ બિગ બીના પાત્રને જ કંઈક વધારે મહત્વ આપ્યું.એક્ટિંગ: આખી ફિલ્મ ચાર મહત્વના પાત્રોની આસપાસ ફરતી રહે છે., પોતાની પૌત્રીને અપહરણકારોને સજા અપાવવા માટે ભટકતા દાદાજીના પાત્રને બિગ બીએ જે રીતે નિભાવ્યું છે, એ રીતે બીજું કોઈ નિભાવી શક્યું ન હોત. ઈન્સ્પેક્ટર માર્ટિનના રોલમાં નવાજુદ્દીન સિદ્દીકી ખૂબ જામ્યો, તો વિદ્યા બાલન પણ તેના પાત્રમાં સો ટકા ફિટ છે. નાનાજીના પાત્રમાં સબ્યસાંચી મુખર્જીને ચોક્કસ ઓછા ફૂટેજ મળ્યા, પરંતુ 3 દિગ્ગજ કલાકારોની હાજરીમાં પોતાની એક્ટિંગને તેમણે સાબિત કરી બતાવી છે. નિર્દેશન: રિભુ દાસ ગુપ્તાએ સ્ક્રિપ્ટની સાથે ઘણી હદ સુધી ન્યાય કર્યો છે, રિભુ કોલકાતાના માહોલને ફિલ્મમાં ઉતારવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે, તો બીજી તરફ તેમણે દરેક કલાકાર પાસેથી સારું કામ લીધું છે. પણ, ખબર નહીં કેમ તેમણે પૂર ઝડપે દોડતી વાર્તામાં તેમણે ગીતો કેમ ઘૂસાડ્યા છે. ચોક્કસ, બેકગ્રાઉન્ડમાં ફિલ્માવેલા ગીતો ફિલ્મનો ભાગ બનાવીને રજૂ કરાયા, પરંતુ કહાનીની ઝડપને ચોક્કસ ઓછી કરે છે, ક્લાઈમેક્સ કારણ વગર ખેંચ્યો છે. સંગીત: ફિલ્મના ગીતો માહોલ મુજબ છે, બિગ બીના અવાજમાં એ ગીત ચોક્કસ વાર્તાનો ભાગ બનાવીને રજૂ કરાયું છે. શા માટે જોવી: બિગ બીની જોરદાર એક્ટિંગ, કોલકાતાના શાનદાર લોકેશનની સાથે થોડું અલગ અને નવું જોનારા દર્શકોની પરીક્ષામાં આ ફિલ્મ પાસ થઈ શકે છે.",1 "બોલીવૂડમાં કેટલાક ફિલ્મ મેકર્સ એવા છે જે બોક્સ ઓફિસની કમાણીનો મોહ છોડીને પોતાના મિજાજની એવી ઓફ બીટ ફિલ્મો બનાવામાં જરા પણ ડગતા નથી. નોંધનીય છે કે, આ પ્રકારની ફિલ્મોનું મોટું માર્કેટ નથી હોતું. હંસલ મહેતાની પાછલી ફિલ્મ ‘શાહિદ’ અને ‘સીટી લાઈફ’એ પણ પ્રશંસાઓ અને એવોર્ડ એકઠા કર્યા હતા, જ્યારે આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નહોતી કરી શકી. હવે પોતાના મિજાજને અકબંધ રાખીને હંસલ મહેતા ‘અલીગઢ’ લઈને આવ્યા છે.આ ફિલ્મમાં મનોજ બાજપઈએ અદ્ભૂત એક્ટિંગ કરી છે અને તે આલોચકોને સણસણતો જવાબ આપ્યો છે જે તેમની પાછલી એકાદ ફિલ્મ ફ્લોપ રહ્યા બાદ તેમના કરિયર સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. પ્રોપેસર ડૉક્ટર સિરસના પાત્રની બારીકાઈ દરેક ફ્રેમમાં જોવા મળે છે. યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરાયા બાદ પોતાના ફ્લેટમાં એકડા અને ડરી-ડરી રહેતા પ્રોફેસરના પાત્રને મનોજ વાજપઈએ લાજબાદ રીતે ભજવ્યું છે. તો સાઉથ ઈન્ડિયન જર્નલિસ્ટના પાત્રમાં રાજકુમાર રાવે પ્રભાવશાળી રીતે ભજવ્યું છે. આશીષ વિદ્યાર્થીના વકીલના પાત્રોની દર્શકો ચર્ચા કરે તેવી છાપ તે છોડી જાય છે. ડિરેક્શનઃ હંસલની ફિલ્મમાં ઘણાં સીન્સને અલિગઢના રિયલ લોકેશન પર સુંદર રીતે શૂટ કરવામાં આવ્યા છે. જ્યારે ડિરેક્ટર હંસલ પ્રોફેસરના એકલાપણાને પણ ગજબ રીતે રજૂ કર્યો છે. ઈન્ટર્વલ પહેલા સ્ટોરીની ગતિ સુસ્ત છે, પણ આવા ગંભીર સબ્જેક્ટ પર બનતી ફિલ્મોને એક અલગ ટ્રેક પર શૂટ કરવામાં આવતી હોય છે, જેમાં હંસલ સંપૂર્ણ રીતે સફળ થયા છે. હંસલે ફિલ્મના લગભગ તમામ પાત્રો પાસે સારું કામ કઢાવ્યું છે અને સ્ટોરીની ડિમાન્ડ મુજબ ફૂટેજ પણ લીધું છે.મ્યુઝિકઃ આ પ્રકારની ફિલ્મોમાં કોઈ ખાસ જગ્યા નથી બની શકતી. બેગ્રાઉન્ડ મ્યુઝિક પ્રભાવશાળી છે તો સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલા ગીતોને જગ્યા આપવામાં આવી છે જે પ્રભાવશાળી છે. કેમ જોશોઃ જો તમે કંઈક નવું અને રિયલ લાઈફને જોડતી ફિલ્મો જોવાના શોખીન હોવ તો આ ફિલ્મ તમારા માટે જ છે. અને મનોજ વાજપઈના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે. તો મશાલા અને એક્શન ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મમાં કંઈ નથી.",1 "”જખ મારતી હૈ પુલીસ, ઉતાર કે ફેંક દો યે વર્દી, ઔર પહન લો બલવંતરાય કા પટ્ટા અપને ગલે મેં.. અંધે બહરોં કા શહર હૈ યે, પથ્થર હૈ યે સબ કે સબ, યહાં તો બસ સર ફોડા જા સકતા હૈ… આનેવાલે ચૌબીસ ઘંટો મેં તુમ્હારે ચૌબીસ ટુકડે કર કે, હર ટુકડે કા અલગ અલગ અંતિમ સંસ્કાર કરુંગા…” આવા ડાયલોગ્સવાળી 1990ની કલ્ટ હિટ ફિલ્મ ‘ઘાયલ’ આજે પણ ટીવી પર ચાલતી હોય (ગઇકાલે જ આવતી હતી!) તોય ચેનલ ફેરવવાની ઇચ્છા ન થાય એવી હતી. સની દેઓલ જ્યારે ટેબલ પર હાથ પછાડે કે ત્રાડ પાડે ત્યારે એક સમયે થિયેટરમાં સોપો પડી જતો. અફસોસ, કે એવો એકેય ડાયલોગ આ સિક્વલમાં નથી. એ સમયે સની દેઓલની ત્રાડમાં જે ખોફ વર્તાતો હતો તે પણ આજે વર્તાતો નથી.‘ઘાયલ વન્સ અગેઇન’ આમ તો ફેઇથફુલ સિક્વલ છે. અગાઉની સ્ટોરી જ્યાં પૂરી થયેલી ત્યાંથી જ આ વાર્તા શરૂ થાય છે. ઇવન જૂની ઘાયલના નોસ્ટાલ્જિક ક્લિપિંગ્સ પણ આપણને બતાવવામાં આવે છે. આજે પણ એ અજય મહેરાએ એટલે કે સની દેઓલે સચ્ચાઈનો સાથ છોડ્યો નથી. હવે એ ‘સત્યકામ’ નામની ન્યૂઝ વેબસાઇટ ચલાવે છે અને સાઇડમાં સની દેઓલ એન્ડ કંપની પોતાની સ્ટાઇલમાં વિજિલાન્ટે જસ્ટિસ પણ ચલાવે છે. જ્યારે આખા દેશની તમામ મશીનરીને પોતાના ઇશારે નચાવતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને આંટીમાં લેવાની વાત આવે ત્યારે આપણા સનીપાજી શું કરે એ દાસ્તાન એટલે આ ‘ઘાયલ વન્સ અગેઇન.’ સની દેઓલની સૌથી મોટી આઇડેન્ટિટી એટલે એમની ટેબલતોડ એક્શન, જે અહીં પૂરેપૂરી સંતોષાય છે. બે અત્યંત લાંબી ચૅઝ સિક્વન્સ જોઇને તમે કદાચ કંટાળો, પણ એમણે પોતાના સ્નાયુઓને બરાબરની મહેનત કરાવી છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સીસ માટે સની દેઓલે હૉલિવૂડના (સ્પાઇડર મેન, બૉર્ન સિરીઝ, ઇન્ડિયાના જોન્સ, જેમ્સ બોન્ડ અને મિશન ઇમ્પોસિબલ ફેમ) એક્શન ડિરેક્ટર ડૅન બ્રેડલીને તેડાવ્યા હતા અને ફિલ્મ જોઇને લાગે છે કે એમને આપેલા પૈસા પૂરેપૂરા વસૂલ કરાવ્યા છે.પરંતુ ખાલી એક્શનથી જ તો કેવી રીતે પેટ ભરાય? એક તો ફિલ્મમાં બે લાંબી એક્શનથી ભરેલી ચૅઝ સિક્વન્સીસને બાદ કરી નાખો તો બહુ થોડી ફિલ્મ બચે છે. બીજું, ફિલ્મની ઓવરઓલ સ્ટોરી ખાસ ગળે ઊતરે એવી નથી અને ખાસ કરીને તે જે રીતે પેશ કરાઈ છે એ જોતાં ખાસ્સી હાસ્યાસ્પદ લાગવા માંડે છે. કોઈ ઉદ્યોગપતિ બધું જ પોતાના ઇશારે નચાવતો હોય અને તે માટે આખું મુંબઈ ઉથલપાથલ કરી નાખે એ અત્યારની જનરેશનને કઈ રીતે ગળે ઊતરે? વળી, ફિલ્મમાં ખૂબ બધો મેલોડ્રામા ઠાલવ્યો છે, જેથી ફિલ્મ વાસ્તવિકતાથી ઓર દૂર ચાલી જાય છે. ક્લાઇમેક્સ આવતાં આવતાં વધુ એક સાઇડટ્રેક ઉમેરાય અને વાર્તા કંઇક જુદી જ દિશામાં ચાલવા માંડે. અહીં કલાકારોનો કાફલો છે. સોહા અલી ખાનથી લઇને મનોજ જોશી, સચિન ખેડેકર, ઓમ પુરી, નરેન્દ્ર ઝા, ટિસ્કા ચોપરા, નાદીરા બબ્બર … અને તોય ફિલ્મમાં ખરેખર દમદાર લાગે એવા પાત્રની ખોટ વર્તાય છે. તેમ છતાં આજે પણ સની દેઓલ સની દેઓલ છે. એના ચાહકોને તો આ ફિલ્મમાં મજા પડશે જ. પરંતુ સારું રાઇટિંગ હોત તો આ ફિલ્મ સનીના ફેન્સ ના હોય તેમને પણ મજા પડે તેવી બની શકી હોત. ઑવરઑલ, અત્યંત ઉદારતાથી સનીના ‘ઢાઈ કિલોના હાથ’ માટે ઢાઈ મિર્ચીઝ આઉટ ઓફ 5. ",1 "ટ્રેલર પરથી જ ક્લિયર હતું કે આ ફિલ્મમાં એક માથાફરેલો કોચ છે, તકના અભાવમાં જીવતી એક ટેલેન્ટેડ બૉક્સર છે અને એ તક તથા જીતની વચ્ચે ઊભેલો એક વિલન છે. એટલે કુતૂહલ એ જ હતું કે આ ફિલ્મ નવું શું ઑફર કરવાની છે. પરંતુ કોથળામાંથી બિલાડું એવું નીકળ્યું છે કે તેમાં ભાગ્યે જ કશું નવું પેશ કરાયું છે. મતલબ કે ફિલ્મ અત્યંત પ્રીડિક્ટેબલ છે. આ પ્રકારની ટિપિકલ સ્પોર્ટ્સ ફિલ્મો જે રસ્તે ચાલે છે, આ ‘સાલા ખડૂસ’ પણ એ જ ચીલાચાલુ રસ્તે ચાલે છે. તેમ છતાં આ ફિલ્મ સાવ નાખી દેવા જેવી નથી.આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે આર. માધવન. એણે રોલને અનુરૂપ શરીર વધાર્યું છે અને બાવડાં બનાવ્યાં છે. એટલે એને જોઇને સહેજે માનવાનું મન થાય કે આ બૉક્સિંગનો ભૂતપૂર્વ ખેલાડી હશે જ. પરંતુ બૉક્સિંગમાં એની પીઠ પાછળ થયેલી દગાબાજીને કારણે એ અત્યંત આખાબોલો અને કડવા સ્વભાવનો થઈ ગયો છે. આદિ તોમરના આવા ખડૂસ પાત્રને એણે બરાબર જીવી જાણ્યું છે. બીજો પ્લસ પોઇન્ટ છે ફિલ્મની નવોદિત અભિનેત્રી રિતિકા સિંઘ. રિતિકા સિંઘ હકીકતમાં એક મિક્સ્ડ માર્શલ આર્ટની ખેલાડી છે. એટલે એનામાં એક બૉક્સરની બૉડી લેંગ્વેજ સ્વાભાવિક રીતે જ ઝીલાઈ છે. વળી, એનું પાત્ર પણ માધવનના જેવું જ ખડૂસ છે. એ બટકબોલાપણું આ રિતિકાએ પણ બરાબર ઝીલ્યું છે. ટૂંકમાં ગુરુ-શિષ્યની આ આખાબોલી જોડી પડદા પર સાથે જોવી ગમે છે.ત્રીજો અને સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે આ ફિલ્મની લંબાઈ. આ ‘સાલા ખડૂસ’ માંડ પોણા બે કલાક લાંબી છે. એટલે મોટે ભાગે ફિલ્મને કારણ વિના લંબાવવાનો ચાન્સ અપાયો નથી. તેમ છતાં ફિલ્મમાં આપણી ટિપિકલ નબળાઈ એવાં ગીતો તો નાખવામાં આવ્યાં જ છે. અહીં જરૂર ન હોવા છતાં પાંચ ગીતો છે. તેને કારણે ફિલ્મ થોડી લાંબી લાગે છે, પરંતુ ઓવરઑલ ફિલ્મ આપણને ક્યાંય થાકવા દેતી નથી. પરંતુ આ ફિલ્મને એક ફર્ગેટેબલ સ્પોર્ટ્સ ફિલ્મ બનાવીને મૂકી દેતું પાસું છે તેની જૂની ને જાણીતી સ્ટોરી. આપણે બોલીવુડમાં જેટલી પણ સ્પોર્ટ્સ ફિલ્મો જોઈ છે તેની આસપાસ જ આ ફિલ્મની વાર્તા પણ ફર્યા કરે છે. ઇવન બૉક્સિંગને જ ધ્યાનમાં રાખીને ‘મેરી કોમ’ બની હતી તેને પણ હજુ ઝાઝો સમય નથી થયો. ત્યારે આ ‘સાલા ખડૂસ’ લોકોને એકદમ જોયેલી જોયેલી લાગે તેમાં કશી નવાઈ નથી.આમ તો ફિલ્મમાં જોવી ગમે એવી એક્ટિંગ માત્ર માધવન અને લીડિંગ લેડી રિતિકાની જ છે. પરંતુ જમાના જૂના વિલન ઝાકિર હુસૈન, એનાથીયે જૂના એમ. કે. રૈના અને સાઉથના નાઝિરને જોવાની મજા પડે છે એ કબૂલવું પડે.ઑવરઑલ, જુઓ તો ખાસ કશો ફાયદો નથી અને ન જુઓ તો કશું ગુમાવવા જેવું નથી એવી આ એવરેજ ફિલ્મ છે. તેને અઢી મિર્ચીઝ આપી શકાય. સાંભળ્યું છે કે તુષાર કપૂર વિશ્વમાં સૌથી ભંગાર ફિલ્મો કરવાનો રેકોર્ડ કરવાનો છે. સતત બીજા અઠવાડિયે આવેલી એની બીજી એડલ્ટ કોમેડી ફિલ્મ ‘મસ્તીઝાદે’ એની પહેલી ફિલ્મને પણ સારી કહેવડાવે એવી ભંગાર સાબિત થઈ રહી છે. ટૂંકમાં, છેટા રહેજો રાજ..",1 "આ ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ સિંહ કાર્કી (Apoorv Singh Karki)એ લેખક દીપક કિંગરાણી (Deepak Kingrani) સાથે સત્ય ઘટનાથી પ્રેરિત વાર્તા પર બનાવી છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મ તમને સંપૂર્ણ રીતે બાંધી રાખે છે. જો કે ફિલ્મના મોટાભાગના દ્રશ્યો કોર્ટરૂમના છે, પરંતુ મનોજ બાજપેયીના પાત્રના ઘણાં શેડ્સ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના લેખક દીપકે મનોજના પાત્રને એક સક્ષમ વકીલ તેમજ એક પુત્ર અને પિતા તરીકે વિકસાવ્યું છે. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે એક સામાન્ય વકીલને ખૂબ જ સામાન્ય રીતે બતાવવામાં આવ્યો છે. તે જૂના સ્કૂટર પર કોર્ટમાં જાય છે. દીકરાને પણ સ્કૂલે લઈ જાય છે. બાબાનો બચાવ કરવા આવેલા મોટા અને પ્રખ્યાત વકીલોથી તે ચોક્કસપણે પ્રભાવિત છે, પરંતુ દલીલોના આધારે તેઓ તેમને ચૂપ પણ કરી દે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ફિલ્મોથી લઈને વેબ સિરીઝ સુધી મનોજ બાજપેયીએ પોતાની છાપ છોડી છે. તે માત્ર તેના ચહેરાના હાવભાવથી જ નહીં પરંતુ તેની બોડી લેંગ્વેજથી પણ વકીલની ભૂમિકામાં ડૂબેલો જોવા મળે છે. ખાસ કરીને ક્લાઈમેક્સમાં કોર્ટમાં તેમની ક્લોઝિંગ સ્પીચ તમને સ્તબ્ધ કરી દેશે. મનોજની સામે કેસ લડનાર વિપિન શર્માએ સારો અભિનય કર્યો છે, પરંતુ અન્ય મોટા વકીલોની ભૂમિકા એટલી નથી જામતી.",2 "ફિલ્મ 'ચોર નિકલ કે ભાગા' (Chor Nikal Ke Bhaaga) એક ચોર અંકિત (સની કૌશલ)ની વાર્તા છે જે કરોડોના હીરાની ચોરી કરવા એરહોસ્ટેસ નેહા ગ્રોવર (યામી ગૌતમ)ના પ્રેમમાં પડે છે. તેને લગ્નનાં સપના બતાવીને હીરાની ચોરી કરવાની યોજના બનાવે છે.દિગ્દર્શક અજય સિંહએ બે કલાકની ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં દર્શકોને વ્યસ્ત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. શરૂઆતમાં ફિલ્મની વાર્તા એક રોમાંસ લાગે છે, પરંતુ ધીમે ધીમે જ્યારે વાર્તાના સ્તરો ખુલવા લાગે છે, ત્યારે તમે તેમાં ઊંડા જાઓ છો. ફિલ્મની વાર્તા તમને ક્લાઈમેક્સ સુધી જકડી રાખે છે. ફિલ્મમાં યામી ગૌતમે સારી એક્ટિંગ કરી છે. સાથે જ ફિલ્મમાં સની કૌશલ પણ જામી ગયો છે. તેણે એક ચોરની ભૂમિકા ભજવી છે જે પોતાને સૌથી હોશિયાર માને છે. ફિલ્મના બાકીના કલાકારોએ રોલની માગ પ્રમાણે સરસ અભિનય કર્યો છે. ખાસ કરીને શરદ કેલકર ગુપ્તચર અધિકારીની ભૂમિકામાં યોગ્ય છે.",2 "છેલ્લા કેટલાય સમયથી એવી ફિલ્મ નથી આવી જેનો ફર્સ્ટ હાફ અને સેકંડ હાફ સંપૂર્ણપણે અલગ હોય. ઈન્ટરવલ પહેલા આ ફિલ્મ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા'ના કોર્સિકાવાળા ચેપ્ટર જેવી લાગે છે. જ્યારે ઈન્ટરવલ બાદ આ ફિલ્મ સૂરજ બડજાત્યા અને કરણ જોહરની કોકટેલ જેવી લાગે છે, જેને લવ રંજને પ્રિયદર્શનના અંદાજમાં પરોવી છે. ફિલ્મના પહેલા ભાગમાં સુંદર સમુદ્ર કિનારો છે, બિકીનીમાં હીરોઈન છે, સ્વીમવેરમાં હીરો છે અને નાચવા મજબૂર કરી દે તેવા ગીતો છે. આ બધું જ જોઈને આંખોને ઠંડક થાય છે પરંતુ લક્ષ્યહીન લાગે છે. ફિલ્મના પાત્રો શું ઈચ્છે છે તે ખબર નથી. એવામાં દર્શક તરીકે આપણે એ જોવાની અને સમજવાની કોશિશ કરીએ છીએ જે બતાવાયું અને સમજાવાયું નથી. ફિલ્મમાં કાર્તિક આર્યનનો શાનદાર કેમિયો છે. આ ફિલ્મની વાર્તા માટે બૂસ્ટરની જેમ કામ કરે છે કારણકે સેકંડ હાફમાં ફિલ્મ ઝડપથી આગળ વધે છે અને ફેમિલી એન્ટરટેઈનર બની જાય છે. લવ રંજનની અગાઉની ફિલ્મોની જેમ મહિલાઓમાં અહીં દુશ્મન નથી. મિકીની પ્રોગ્રેસિવ મમ્મીના રોલમાં ડિમ્પલ કપાડિયા છે. તેની બહેનના રોલમાં હસલીન કૌર છે. તે કંજૂસ, જરૂરિયાતમંદ અને વાકોડિયો પ્રેમી છે. લવ રંજનની ફિલ્મોમાં હંમેશા છોકરાઓનો દ્રષ્ટિકોણ બતાવાયો છે. આ વખતે નવા જમાનાના ડેટિંગ અને મોડર્ન લવના ખતરા પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું છે. 'તારે પ્રેમ કરવો છે કે ટાઈમપાસ?', મિકી ટિન્નીને આવા સીધા સવાલ પૂછે છે જેથી સમયનો બગાડ ના થાય. બંને એકબીજાને જલ્દી પ્રેમ કરવા લાગે છે. બંને વાતોડિયા છે અને જરૂરી તેમજ અગત્યની વાતો સિવાય બધી જ વાતો કરે છે. વધુ બોલવું અને સાંભળવું ઓછું. અહીં બંને વચ્ચે છોકરા-છોકરીવાળો ઝઘડો નથી. મુદ્દો એ છે કે તેઓ મહત્વપૂર્ણ બાબતે વાત જ નથી કરતા. મિકી અને ટિન્ની એકબીજા માટે જરૂરી અને મુશ્કેલ નિર્ણયો કરી શકે છે? ફિલ્મ જોતાં જોતાં દર્શકોને પણ લાગે છે કે બધું બરાબર થઈ જાય. જોકે, આ રિફ્રેશિંગ ફિલ્મ છે .રણબીરે જ્યારે ફિલ્મી પડદે ભાંગી પડેલા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે ત્યારે તે નિખરી ઉઠ્યો છે. તેની ચુપ્પી ઘણું કહી જાય છે. જોકે, અહીં તે નવા જોનરમાં પ્રવેશ્યો છે. એવા જોનરમાં જ્યાં કાર્તિક આર્યને મહારત હાંસલ કરેલી છે. જબરદસ્ત રોમાન્સ, વાતોડિયાપણું અને એક પછી એક મોનોલોગ. આ ફિલ્મમાં કદાચ રણબીર સૌથી વધુ ડાયલોગ બોલ્યો છે. શ્રદ્ધા સાથે તે સારો લાગે છે પરંતુ બંને વચ્ચેની કેમેસ્ટ્રી પર કામ કરવાની જરૂર હતી. શ્રદ્ધા ફિલ્મમાં ઉત્સાહી દેખાઈ રહી છે. ડિમ્પલ કપાડિયા અને હસલીન કૌર પણ અલગ તરી આવે છે. બોની કપૂરના ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું નથી. ફિલ્મ જેટલી લાંબી છે એ જોતાં ફિલ્મના પાત્રોને થોડી વધુ ઊંડાઈ આપી શકાઈ હોત. ",2 "તુમ્હારી સુલુ' ફિલ્મમાં વિદ્યા બાલનને સામાન્ય ગૃહિણી તરીકે દર્શાવી ચૂકેલા ડાયરેક્ટર સુરેશ ત્રિવેણીએ આ વખતે વિદ્યા બાલનની ક્ષમતાનો સારી રીતે ઉપયોગ કર્યો છે. આ થ્રિલર ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમને બેચેન કરી મૂકે છે. માયા અને રુખસાનાના પાત્રો મુખ્ય છે, બંને વચ્ચે ખૂબ ઓછા સંવાદો છે પરંતુ લાગણીઓ દ્વારા આ બંને પાત્રો વાર્તામાં પ્રાણ ફૂંકે છે. ફિલ્મ ધીમી ગતિએ આગળ વધે છે. ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી શકાઈ હોત પરંતુ ફિલ્મનું ટેક્નિકલ પાસું મજબૂત છે. નોકરિયાત મહિલાઓ પર દબાણ, સિંગલ મધરના પડકારો, પ્રતિષ્ઠા જાળવી રાખવાનું પ્રેશર, ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગનો ભેદ અને તેનાથી પણ વધારે ભિન્ન સોશિયો-ઈકોનોમિકલ પાત્રોનું મનઃ સ્થિતિ સારી રીતે દર્શાવાઈ છે. ક્લાઈમેક્સ વાર્તાનું સૌથી બેચેન કરી નાખતું પાસું છે અને સૌથી સશક્ત પણ. ડાયરેક્ટરે સમુદ્રની ગર્જના કરતી લહેરો વચ્ચે ફિલ્મના અંતને બખૂબી દર્શાવ્યો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. સૌરભ ગોસ્વામીનું કેમેરા વર્ક ઉદાસી અને ઉકળાટને જાળવી રાખે છે.વિદ્યા બાલન અને શેફાલી શાહ ફિલ્મની વાર્તાનો આધારસ્તંભ સાબિત થયા છે. બંને અભિનેત્રીઓએ પોતાના અભિનય દ્વારા એકબીજાને જોરદાર ટક્કર આપી છે. વિદ્યા પોતાના અપરાધભાવને દર્શાવવામાં સફળ રહી છે તો શેફાલીનો આક્રોશ પણ વખાણવાલાયક છે. બંને અભિનેત્રીઓએ પોતાના પાત્રોના ગ્રે શેડને કાળો નથી થવા દીધો. માનવીય સંવેદનાઓ જાળવી રાખે છે. લાંબા સમય બાદ રોહિણી હટંગડ્ડીને વિદ્યા બાલનની માના રૂપે જોઈને આનંદ થાય છે. ઈકબાલ ખાન અને માનવ કૌલની ભૂમિકા નાની છે પરંતુ તેઓ છાપ છોડી જાય છે. અન્ય પાત્રોમાં વિધાત્રી, શ્રીકાંત, મોહન પણ એકદમ ફિટ બેસે છે.",2 "સંબંધમાં કોઈ બેવફાઈ ક્યારે અને કેમ કરે છે? ડાયરેક્ટર શકુન બત્રા ફિલ્મ 'ગહેરાઈયાં'માં સંબંધોની ઉપલી સપાટી વિશે વાત નથી કરતાં તેઓ તેના ઊંડાણમાં ઉતર્યા છે. આ પ્રકારની ફિલ્મો હિન્દી સિનેમામાં ખૂબ ઓછી બની છે. ફિલ્મ સ્પષ્ટપણે વુડી એલનની સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ 'મેચ પોઈન્ટ' (2005)થી પ્રેરિત છે. ડાયરેક્ટર શકુન બત્રાએ ફિલ્મમાં માત્ર ઈન્ટીમસી એ રીતે દર્શાવી છે કે તમે ફિલ્મમાં શારીરિક પ્રેમ કરતાં વધુ કંઈક શોધવા મથો છો. કલ્પના કરો કે, તમે જેને પ્રેમ કરો છો તે તમારી સામે ભાવનાત્મક દ્રષ્ટિએ નગ્ન થઈ જાય તો? તમારી આ નબળાઈ પર સમાજ તમને પશ્ચાતાપ કરવા મજબૂર કરે છે? ફિલ્મમાં આ મુદ્દો પણ દર્શાવાયો છે.શકુન બત્રા પ્રેમ અને પરિવારના સંબંધોના લેયર પડદા પર અનફીલ્ટર કરીને દર્શાવી શક્યા છે. આની ઝલક 'કપૂર એન્ડ સન્સ'માં પણ જોવા મળી હતી. તેઓ વ્યક્તિની જટિલ વર્તણૂકના દરેક પહેલુને પોતાની વાર્તામાં સ્થાન આપે છે. એ વાતોને પણ જગ્યા આપે છે જે ઘણીવાર ફિલ્મની વાર્તામાં સમાવવી મુશ્કેલ લાગે છે.દીપિકા પાદુકોણે ફરી એકવાર છાપ છોડનારો અભિનય કર્યો છે. તે ઘણી જગ્યાએ આંખમાં આંખ નાખ્યા વિના ઘણું કહી જાય છે. સિદ્ધાંતે પણ પોતાના પાત્રને ભજવવામાં કસર નથી રાખી. તેના પાત્રના પણ ઘણાં લેયર્સ છે. બંનેના પર્ફોર્મન્સ વખાણવાલાયક છે. બંનેના દિલમાં લાગણીઓનું તોફાન છે પરંતુ ચહેરા પર નિરવ શાંતિ છે. આ ભાવને દીપિકા અને સિદ્ધાંતે ખૂબ સારી રીતે દર્શાવ્યા છે. ફિલ્મની વાર્તા પ્રમાણે કાસ્ટિંગ આનાથી વધુ સારી થઈ જ ના શકી હોત. એવી વાર્તા છે જે સામાન્ય અને સહજ રીતે શરૂ થાય છે પરંતુ બાદમાં થ્રિલરનું રૂપ લે છે. એક ઊંડી, અંધારી દુનિયામાં લઈ જાય છે. ફિલ્મ ટાઈમ બોમ્બની જેમ આગળ વધે અને દર્શકોમાં પણ ડર રહે છે કે હવે આગળ શું થશે. ફિલ્મની થ્રિલને પડદા પર ઉતારવામાં સિનેમેટોગ્રાફી અને સાઉન્ડનું મોટું યોગદાન છે. ઘણા સીન એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જ્યાં અતિશય શાંતિ છે પરંતુ અંદર ખૂબ શોરબકોર છે.જોકે, ફિલ્મમાં કંઈક એવું પણ છે જે ડંખે છે અને તે જ ફિલ્મની લંબાઈ. ફિલ્મ ઘણીવાર ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. સેકન્ડ હાફમાં ફિલ્મ એવી રીતે આગળ વધે છે કે તમે વિચારે ચડી જાવ કે કઈ દિશામાં જઈ રહી છે. 2 કલાક અને 28 મિનિટ લાંબી આ ફિલ્મ ક્યારેક કંટાળજનક પણ લાગે છે, થકવી નાખે છે. જોકે, એકંદરે ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જે દિલને સ્પર્શી જાય છે. જો તમે કંઈક અલગ જોવા માગતા હો તો 'ગહેરાઈયાં' નિરાશ નહીં કરે.",2 "મોદીએ કેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાનની ખુરશી મેળવી? આ જાણવા માટે તમારે થિયેટર્સમાં જવું પડશે. ખાસ કરીને ફિલ્મમાં મોદી સાથે જોડાયેલા ચા વેચવાળો, લગ્ન, ગુજરાતના રમખાણ અને તેમની જિંદગી સાથે જોડાયેલા તમામ અન્ય સવાલોના જવાબ આપવાના પ્રયત્ન કરાયા છે. બીજી તરફ ફિલ્મ મોદીની જિંદગીના ઘણા અજાણ્યા પાસાઓથી પણ રૂબરુ કરાવે છે. ફિલ્મને સત્યઘટનાઓથી પ્રેરિત કહેવામાં આવી રહી છે, પણ વિવાદોથી બચવા માટે શરૂઆતમાં લાંબુ-પહોળું ડિસ્ક્લેઈમર આપવામાં આવ્યું છે.ફિલ્મની વાર્તા તેના ક્રિએટિવ પ્રોડ્યૂસર સંદીપ સિંહે લખી છે તો ડાયલૉગ્સ અને સ્ક્રીનપ્લેમાં વિવેક ઓબેરૉયને પણ ક્રેડિટ મળી છે, માત્ર સવા બે કલાકની આ સ્ટોરીમાં મોદીના ચિતપરિચિત અંદાજને સમેટવામાં આવ્યો છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની વાર્તા મોદીના બાળપણથી ગુજરાતના કોમી રમખાણો સુધી જાય છે, તો સેકન્ડ હાફમાં તેમના ભારતના વડાપ્રધાન બનવાની સફર દેખાડવામાં આવી છે. ફિલ્મના કેટલાક ડૉક્યૂમેન્ટ્રી સીન્સ જેવા સીન્સને છોડી દેવામાં આવે તો સમગ્ર ફિલ્મ તમને બાંધીને રાખે છે. ‘મેરી કૉમ’ અને ‘સરબજીત’ જેવી બાયોપિક ફિલ્મો બનાવી ચૂકેલા ઉમંગ કુમારે વડાપ્રધાન મોદી પર શાનદાર ફિલ્મ બનાવી છે.બીજી તરફ ફિલ્મમાં વિવેકે પણ મોદીના રોલમાં સારી એક્ટિંગ કરી છે. વહેલી સવારે 2 વાગ્યે ઉઠીને પ્રોસ્થેટિક મેકઅપ કરાવનારો વિવેક મહદઅંશે મોદીનો લુક અપનાવવામાં સફળ રહ્યો છે. તેણે મોદીના અવાજને કૉપી કરવાના પણ સંપૂર્ણ પ્રયત્ન કર્યા છે. બીજી તરફ અમિત શાહના રોલમાં મનોજ જોશી પણ ફિટ બેસી રહ્યાં છે. ફિલ્મના ડાયલૉગ જોરદાર છે અને સ્ક્રીપ્ટ તથા સ્ક્રીનપ્લે પણ કસેલા છે. ફિલ્મના લોકેશન્સ સુંદર દેખાઈ રહ્યાં છે. ખાસ કરીને હિમાલયમાં ફિલ્માવવામાં આવેલા સીન્સની સિનેમેટોગ્રાફી જબરદસ્ત છે. ફિલ્મનું સંગીત સ્ટોરીને ગતિ આપે છે, બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઘણો સારો છે.",2 "નિર્દેશક એઝાઝ ખાનની આ ત્રીજી ફિલ્મ છે. અને હામીદના બહાને તેઓ કાશ્મીરના મુદ્દાને દર્શાવે છે. જે આપણાથી અજાણ્યાં નથી. તેણે સેના અને કાશ્મીરીઓની અથડામણ, અલગાવવાદીઓ દ્વારા માસૂમ અને યુવાનોની આઝાદી અને અલ્લાહના નામે ભટકાવવું, કાશ્મીરના ગુમ થયેલા લોકો, ઘરનો આધાર ગાયબ થયા પછી પત્ની અને બાળકોનું એકલું રહેવાનું દર્દ, સેનાના જવાન દ્વારા કાશ્મીરી પરિવાર માટે પેદા થયેલી સહાનુભૂતિનો ખોટો અર્થ લેવો, પરિવારથી દૂર સીઆરપીએફ જવાનોમાં થયેલું ફસ્ટ્રેશન જેવા અનેક મુદ્દાઓ ખૂબ જ સંવેદનશીલ છે.બસ ફિલ્મની એક સૌથી મોટી સમસ્યા છે તેની લંબાઈ. ફર્સ્ટ હાફ ખૂબ જ ખેંચાયેલો લાગે છે પરંતુ જેવો હામિદનો કોલ અલ્લાહ ઉર્ફ અભયને લાગે છે ત્યારે સ્ટોરી દોડવા લાગે છે. ફિલ્મનું એડિટિંગ થોડું સારુ હોત તો ફિલ્મનો ફર્સ્ટ હાફ મજબૂત બની શકે. રવિન્દ્ર રંધાવા અને સુમિત સક્સેનાના સંવાદો તમને ક્યાંક હસવા પર તો ક્યાંક વિચારવા પર મજબૂર કરી દે છે. ફિલ્મમાં નાનો હામિદ જ્યારે સેનાના વાહનો પર પથ્થર ઉઠાવીને મારે છે તે દ્રશ્ય તમને સ્તબ્ધ કરી દે છે.લીડ રોલમાં બાળ કલાકાર તાલ્હાની માસૂમિયત અને અભિનય દિલને સ્પર્શ કરી જાય છે. તેણે હામિદનો રોલ જે સહજતાથી કર્યો છે. તે ખરેખર અભિભૂત કરી દેનારો છે. પોતાના પતિને શોધતી મહિલા તરીકે રસિકા દુગ્ગલનું કામ પણ સારુ છે. સુમિત કૌલને વધારે સ્ક્રિન સ્પેસ નથી મળી પરંતુ તે પોતાની ભૂમિકામાં છાપ છોડી જાય છે. અભય તરીકે વિકાસ વર્મા સરળ રહ્યો છે. આ ઉપરાંત અન્ય સ્ટાર્સે પણ ફિલ્મમાં સારુ કામ કર્યું છે. જો સંવેદનશીલ અને અલગ રીતની ફિલ્મ્સ જોવાના શોખીન હોવ તો ફિલ્મ જરુર જોવી જોઈએ.",2 "આજે બ્રહ્માંડમાં ભલે બધી તરફ નફરતની જંગ છેડાયેલી હોય, પરંતુ આ તમામ નફરતો પર એક પ્રમે ભર્યો સંબંધ ભારે છે. આટલું જ નહીં, આ ખાસ રિલેશન કોઈ પોતાના અથવા તેમના જેવા વ્યક્તિ સાથે નહીં પરંતુ અન્ય ગ્રહથી આવેલા વિશાળકાય મશીન અને ધરતીની 18 વર્ષની યુવતી વચ્ચે જોડાઈ જાય છે. હોલિવૂડની સુપરહીટ સાયન્સ ફિક્શન ફ્રેન્ચાઈજી ટ્રાન્સફોર્મર્સની છઠ્ઠી ફિલ્મ ‘બમ્બલબી’ છે. ડિરેક્ટર ટ્રેવિસ નાઈટની ખૂબજ સફળ સાઈ-ફાઈ ફ્રેન્ચાઈજી ટ્રાન્સફોર્મર્સ આમ તો પોતાના એક્શન માટે જાણીતી છે, પરંતુ બમ્બલબીમાં દર્શકોને ઈમોશન્સનો ફુલ ડોઝ મળે છે.ટ્રાન્સફોર્મર્સ ફ્રેન્ચાઈજીના અનુરૂપ ફિલ્મની શરૂઆત અને અંતમાં ધમાકેદાર એક્શન જોવા મળે છે, પરંતુ બમ્બલબીની રીયલ સાઈટ તેના ઈમોશન અને ફની સીન્સ છે. બ્લિટ્ઝવિંગ સાથે જંગમાં તેની બધી શક્તિઓ અને યાદશક્તિ ગુમાવી ચૂકેલા બમ્બલબી ચાર્લીના આદેશોને એક માસૂમ બાળકની જેમ ફોલો કરે છે. ફિલ્મમાં બતાવાય છે કેવી રીતે બે અલગ અલગ ગ્રહના લોકો એકબીજાની લાઈફ બદલી નાખે છે. ફિલ્મમાં જ્યાં ચાર્લી બમ્બલબીને જીવન આપે છે, તો નિરાશ ચાર્લી પણ લાઈફમાં બમ્બલી આવતા ફરીથી જીવવા લાગે છે.ડિરેક્ટર ટ્રેવિસ નાઈટે ફિલ્મમાં ઈમોશન્સને વધારે મહત્વ આપ્યું છે. આ ફિલ્મની ખાસિયત છે, પરંતુ થોડાક અંશે તેની કમજોરી પણ છે, કારણ કે ટ્રાન્સફોર્મર્સ સીરીઝમાં સતત ધાંસૂ એક્શન જોવાની ઉમ્મીદ રાખનારા ફેન્સને થોડી નિરાશા થઈ શકે છે. ચાર્લીના રૂપમાં હેલી સ્ટેનફેલ્ડની શાનદાર એક્ટિંગ છે, તો બાકી કલાકારો પણ એક્ટિંગ સારી છે. એક્શન, ઈમોશન અને એડવેન્ચરના ટ્રિપલ ધમાલવાળી આ ફિલ્મ જોઈ શકાય છે.",2 "જો તમે ચોલ સામ્રાજ્યની મહાગાથાને ભવ્યરૂપે જોવા માગો છો તો 'PS - 1' થિયેટર્સમાં જોવી જોઈએ. પણ, જો તમે એવી અપેક્ષા સાથે થિયેટરમાં જશો કે કશું ધમાકેદાર જોવા મળશે તો 'PS - 1' તમને નિરાશ કરી શકે છે.",2 "આ ફિલ્મ 2017માં રીલીઝ થયેલી મરાઠી ફિલ્મ ચિ વા ચિ સૌ કા પર આધારિત છે. હરિશ્ચનદ્રા ચિ ફેક્ટરી, એલિઝાબેથ એકાદશી જેવી વખણાયેલી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પરેશ મોકાશીએ આ મરાઠી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના કથાવસ્તુને પકડી રાખીને ફિલ્મના લેખકો મિતાઈ શુક્લા ને નેહલ બક્ષીએ ખૂબ જ કલાત્મક રીતે ફિલ્મને ગુજરાતી ટચ આપતો સ્ક્રીનપ્લે તૈયાર કર્યો છે. આ કારણે ફિલ્મ સીધી ગુજરાતી દર્શકોને સ્પર્શી જાય છે. ડિરેક્ટર નીરજ જોશીની અગાઉની ફિલ્મ કેશ ઓન ડિલિવરી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ હતી પરંતુ આ ફેમિલી-ડ્રામામાં તેમણે કમાલનું કામ કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન સરસ છે, એડિટિંગ પણ કમાલનું છે અને લોકેશન્સ નયનરમ્ય છે. પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક પણ વખાણવાલાયક છે. પંખી રે અને મન મેળો ગીત તો એવા છે કે ફિલ્મ પતે પછી પણ તમારા દિમાગમાં ચાલ્યા કરે.ફિલ્મના પાત્રો જીવંત અને મજબૂત છે. દરેક પ્રાણીઓ સાથે સાવિને વાત કરતી જોવાની તમને મજા પડશે. એથી વિરુદ્ધ પાણીનું એક એક ટીપુ બચાવવા મથતા સત્યાને જોઈને પણ તમને કૌતુક થશે. મલહાર અને દીક્ષાની સ્ક્રીન પર કેમિસ્ટ્રી જામે છે. પણ તે એક વાર પ્રેમમાં પડે પછી તેમના સંબંધોમાં જે પેશન હોવુ જોઈએ તે ફિલ્મમાંથી ગાયબ છે. કેટલીક જગ્યાએ ઓવરએક્ટિંગ પણ જોવા મળે છે. તમે સત્યાની દાદીનો રોલ નિભાવતા ગોપી દેસાઈના પ્રેમમાં પડી જશો. આખી ફિલ્મમાં સૌથી કૂલ અને તરવરિયુ પાત્ર છે દાદીનું. તે YOLO (યુ ઓન્લી લિવ વન્સ)ની થિયરીમાં માને છે, સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેના બોયફ્રેન્ડ સાથએ લગ્ન કરવા માટે ભાગી પણ જાય છે. હેમંત ઝા, પ્રશાંત બારોટ, અલ્પના બુચ અને છાયા વોરા પેરેન્ટ્સના રોલમાં જામે છે. સાવિના ટીનેજ ભાઈ ટિનિયાનું પાત્ર પણ સારુ છે. તે તેના પિતાને પોતાના પ્રેમ વિષે સમજાવતા જ્યારે કહે છે- “ક્યા કરે યે કમ્બખ્ત ચીઝ હી એસી હે” ત્યારે તમે ખડખડાટ હસવાનું રોકી નહિ શકો.ફિલ્મમાં અનેક ફની ડાયલોગ્સ છે. જેવા કે લફડુ વિથ રિસ્પેક્ટ એટલે રિલેશનશીપ, ચિકન સૂપના પારણા, વધારેમાં વધારે શું થાય, છોકરો કે છોકરી વગેરે તમને પેટ પકડીને હસાવશે. ફિલ્મ સારી બની છે પણ છેલ્લે અડધો કલાક ખેંચાતો હોય તેવુ લાગે. છેલ્લા ભાગમાં થોડા વધારે સારા ડાયલોગ્સ હોત તો મજા આવત. જે દર્શકો વધુ સારી ગુજરાતી ફિલ્મો જોવા માંગે છે તેમણે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.",2 "ફિલ્મનું એક કેરેક્ટર કહે છે કે લાલચ સારી છે. આ વિચાર સ્ટોક માર્કેટના ખેલાડીઓને બરાબર ફિટ બેસે છે. દુનિયામાંથી કરોડો રૂપિયા ફટાફટ પૈસા કમાવા સ્ટોક માર્કેટમાં રૂપિયા ઈન્વેસ્ટ કરે છે. બાઝાર ફિલ્મમાં પૈસો તમારી નૈતિકતા પર કેવી રીતે હાવી થઈ જાય છે તે દર્શાવ્યું છે અથવા તો ઘણા લોકો પૈસા સામે પણ નૈતિકતા જાળવી રાખે છે. તમે જે પ્રકારના વ્યક્તિ હશો તે પ્રકારના કેરેક્ટર સાથે તમે પોતાની જાતને સાંકળી શકશો. રોમેન્ટિક અને ફેમિલી ફિલ્મો જોઈને કંટાળેલા લોકો માટે બાઝાર એક અલગ જ અનુભવ સાબિત થશે. ફિલ્મનું સૌથી મજબૂત પાસુ છે સેફનું દમદાર પરફોર્મન્સ. તેના વાળમાં ગ્રે વાળની લટ તેના રોલના ગ્રે શેડ્સ જેટલી જ સેક્સી છે. આ ફિલ્મ પર માઈકલ ડગલાસની 1987ની ફિલ્મ વૉલ સ્ટ્રીટની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. આ થ્રિલર માત્ર અને માત્ર પૈસા, પૈસા અને વધારે પૈસા અંગે છે. દર્શકોને પૈસા પાછળની આ દોટ ઘણું મનોરંજન આપશે.ફિલ્મ ઘણી સ્મૂધ બની છે અને તે દર્શકોને સ્ટોક બ્રોકર, પાવર બ્રોકર્સ, બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ તથા પૈસાદાર અને પાવરફૂલ લોકોની દુનિયાની એક ઝાંખી આપે છે. શ્રુતિ ગુપ્તેએ કરેલું પ્રોડક્શન ડિઝાઈન ફિલ્મની ભવ્યતાને સારી રીતે પરદા પર દર્શાવે છે. જ્હોન સ્ટુવર્ટ એડ્યુરીએ આપેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક થ્રિલર થીમ સાથે સારી રીતે મેળ ખાય છે. ફિલ્મ મહદંશે દર્શકોને જકડી રાખે તેવી છે.અસીમ અરોરાએ ફિલ્મ સારી લખી છે પરંતુ કેટલાક લૂપહોલ્સ ટાળી શકાયા હોત. મોટાભાગની સિચ્યુએશન વોલસ્ટ્રીટ જેવી જ છે. વળી ફિલ્મની શરૂઆત થોડી ધીમી છે. બીજા ભાગમાં ફિલ્મ ગતિ પકડે છે અને દર્શકોને સરપ્રાઈઝ કરે છે. સેફનું ગુજરાતી બિઝનેસમેન તરીકેનું પાત્ર અને થોડા થોડા ગુજરાતી ડાયલોગ્સ તમારુ દિલ જીતી લેશે. દલાલ સ્ટ્રીટનો સેટ અપ વાસ્તવિક જ લાગે છે. બઝારમાં દરેક કેરેક્ટર ગ્રે છે અને નૈતિકતાને પોતાની દૃષ્ટિએ જુએ છે. જો ફિલ્મમાં ગીતો ઓછા હોત તો ફિલ્મ વધુ સારી બની હોત.ગુજરાતી બિઝનેસમેન તરીકે સૈફનું પરફોર્મન્સ લાજવાબ છે. તેનો એટિટ્યુડ અને લૂક્સ તેના કેરેક્ટર માટે બરાબર જામે છે. ગ્રે શેડ્સમાં સૈફ ખરેખર ચમકી ઊઠે છે. આ ફિલ્મથી પર્દાર્પણ કરનારો રોહન મહેરા પણ એક્ટિંગમાં પાક્કો છે. તેના પહેલા જ પરફોર્મન્સમાં તે અભિનય પરની મજબૂત પકડ દર્શાવે છે. રાધિકા આપ્ટે પણ મજબૂત રોલમાં છે. ચિત્રાંગદા સિંહ અને મનીષ ચૌધરી નાના રોલમાં પણ પોતાની છાપ છોડી જાય છે.બાઝાર ફિલ્મમાં તમને શેરબજારની બોલચાલની ભાષા સાંભળવા મળશે અને ટ્રેડિંગની અંદરની દુનિયાની ઝાંખી મળશે. આવા નવા વિષય પર પણ સારી હિન્દી ફિલ્મ બની શકે છે તેનું બાઝાર એક ઉમદા ઉદાહરણ છે. આ ફિલ્મની ટિકિટમાં તમારા પૈસા અને ટાઈમ ઈન્વેસ્ટ કરશો તો અફસોસ નહિ થાય.",2 "ત્રણ પેઢી સુધી ચાલતી આ સ્ટોરી હિસ્ટોરિકલ, પીરિયડ, ફેન્ટસી, હોરર જેવી અનેક જોનર્સનું મિશ્રણ છે. જે શ્રીપદ નારાયણ પેન્ડસેના મરાઠી ઉપન્યાસ ‘તુંબડચે ખેત’ પર આધારિત છે. નિર્દેશક રાહી અનિલ બર્વેએ પોતાની આ પહેલી જ ફિલ્મમાં નવા અને વ્યાપક દ્રષ્ટિકોણથી એન્ટ્રી કરી છે. ફિલ્મને સશક્ત બનાવવા માટે ક્રિએટિવ ડિરેક્ટર આનંદ ગાંધીનો સાથ મળ્યો છે. ‘તુંબાડ’ હિંદુસ્તાની હોરર ફિલ્મ્સના શરીરમાં આત્મા ઘૂસવાની અને તંત્ર-મંત્ર, ઝાડ-ફૂંક જેવી બીબાઢાળ ફિલ્મ્સને તોડે છે.ઉત્તમ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને પંકજ કુમારની સિનેમેટોગ્રાફી શરુઆતથી જ ડરનું વાતાવરણ પેદા કરી દે છે. અનેક સીન ડરના માર્યા આંખ મીચવા પર મજબૂર કરી દે છે. સેકન્ડ હાફમાં કેટલાક સીન રીપીટેટિવ લાગે છે. જેથી ક્યારેક રસ ઓછો થઈ જાય છે. જોકે, ક્લાઈમેક્સ સીન રુંવાટા ઉભા થઈ જાય તેવો હોય છે. ફિલ્મ ‘સિમરન’માં પોતાની નેચરલ એક્ટિંગ માટે વખાણાયેલા સોહમ શાહ વિનાયકના રોલમાં ખૂબ જ જમાવટ કરે છે. તેની માના રોલમાં જ્યોતિ માલશે અને તેના દીકરાના રોલમાં બાળ કલાકાર મોહમ્મદ સમદે પણ સુંદર કામ કર્યું છે. અજય-અતુલ અને જેસ્પર કીડનું સંગીત ફિલ્મમાં જામે છે. હોરર ફિલ્મ્સના શોખીનને આ ફિલ્મ જરુર પસંદ આવશે.",2 "જીવનના રોજબરોજના પડકારોનો સામનો કરીને પણ એક મિડલ ક્લાસ વ્યક્તિ મૌજી હંમેશા કહેતો રહે છે, સબ ઠીક હૈ. ફિલ્મમાં તમને એન્ટરટેઈનમેન્ટનો ભરપૂર મસાલો મળશે. પછી તે મૌજીની પર્સનલ સમસ્યાઓ હોય, તેની નોકરી હોય, માલિકનો ગુસ્સો હોય, બીમાર મા હોય કે પછી તેના પર હંમેશા ગુસ્સો કરતા રહેતા તેના પિતા હોય. મૌજીની પત્નીને ઘરના કામોને કારણે ક્યારે પતિ સાથે સારો સમય પસાર કરવાનો સમય નથી મળતો. સુઈ ધાગા એક સામાન્ય માણસની જિંદગીના સંઘર્ષની સ્ટોરી છે. વરુણ ધવને ઈમાનદારીથી પોતાના કેરેક્ટરને ભજવ્યો છે, જ્યારે અનુષ્કા પણ સરળતાથી પોતાના કેરેક્ટરમાં ઢળી ગઈ છે.ફિલ્મમાં આ બન્નેના કેરેક્ટર વચ્ચે રોમાન્સ વિના પણ પ્રેમ દેખાઈ આવે છે. સપોર્ટિંગ કેરેક્ટર્સમાં રઘુવીર યાદવ તમને મૌજીના પિતાના રુપમાં ઈમ્પ્રેસ કરશે. મૌજીના માતાના રોલમાં આભા પરમારે પણ સારી એક્ટિંગ કરી છે, તે સ્ક્રીન પર હંમેશાની જે પોતાના કેરેક્ટર સાથે ન્યાય કરે છે.ડિરેક્ટર શરદ કટારિયાએ ફિલ્મને ઘણી રિયલ રાખી છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં દરેક કેરેક્ટર પોતાની સમસ્યાઓ સાથે સ્થાપિત થાય છે. ડાયલોગ પણ એવા અંદાજમાં લખવામાં આવ્યા છે જે રીતે આપણે દરરોજ રુટિનમાં વાતચીત કરતા હોઈએ. ફિલ્મનું સંગીત અને ગીતો સ્ટોરી સાથે જોડાતા જણાઈ રહ્યા છે. ફિલ્મ કોઈ ઉપદેશ આપતી હોય તેમ નથી લાગી રહ્યું અને તમે એન્ડ સુધી અંદાજો પણ નહીં લગાવી શકો. જો કે ફિલ્મ અમુક વાર એટલી સીરિયસ થઈ જાય છે કે તમે બોર થવા લાગો. તો પણ સારી સ્ટોરી અને અનુષ્કા-વરુણની એક્ટિંગને કારણે તમે ફિલ્મ જોઈ શકો છો.",2 "‘લવ એન્ડ રિલેશનશિપ્સ આર કૉમ્પ્લિકેટેડ’ એટલે પ્યાર અને રિલેશનશિપ જટિલ હોય છે, આ સ્ટેટસ તમે અનેક જગ્યાએ વાંચ્યુ અને સાંભળ્યું હશે. અનુરાગ કશ્યપ નિર્દેશિત અને આનંદ.એલ. રાય નિર્મિત ‘મનમર્ઝિયા’માં આ જ સ્ટેટસને ખૂબ જ સુંદરતા અને મેચ્યોરિટી સાથે દેખાડવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા ભલે પ્રણય ત્રિકોણ જેવા જૂના આઈડિયાની આસપાસ ફરતી હોય પણ આ ફિલ્મકારોની સ્ટોરી ટેલિંગનો અંદાજ નવો અને અનોખો છે, જે કદાચ પરંપરાગત વિચારશરણી ધરાવતા દર્શકોને ગળે ન ઉતરે પણ તમારે એ વિચારવું પડશે કે, અનુરાગ કશ્યપ જેવા વિદ્રોહી ફિલ્મકારે ક્યાં કોઈ પરંપરાનું અનુકરણ કર્યું છે?અનુરાગની આ ફિલ્મ આજના સમયના એવા પ્રેમની વ્યાખ્યાને ચિત્રિત કરે છે, જેમાંથી મોટાભાગના આજના યુવાનો પસાર થાય છે. પાત્રોની બોલ્ડનેસની બાબતમાં આનંદ એલ રાય એક કદમ આગળ વધ્યા છે તો અનુરાગ તેમને ટ્રીટ કરતા ખૂબ નરમાશથી વર્તતા દેખાયા છે. અનુરાગે પાત્રોના સિક્વન્સ અને દૃશ્યોને એટલી સુંદરતાથી ગૂંથ્યા છે કે, તમે તેમને જજ કરવાને બદલે તેમની સાથે વહેવા લાગો છો. અમૃતસરની રહેનારી રુમી અને વિકીનો શારીરિક પ્રેમ તમે ચોંકાવે છે પણ ક્યાંક ને ક્યાંક તે તમારી દુનિયાનો ભાગ બની જાય છે. નિર્દેશક તરીકે અનુરાગ આ ફિલ્મમાં એક અંદાજમાં જોવા મળે છે. તેને કનિકા ઢિલ્લન જેવી લેખિકાનો પણ શાનદાર સાથ મળ્યો છે.ફિલ્મના ઘણા દ્રશ્યો એવા છે, જે ખૂબ જ મજેદાર છે. તે તમને મલ્ટિપલ ઈમોશન્સનો અહેસાસ કરાવે છે. તમને અંત સુધી ખબર પડી શકતી નથી કે, રુમી કઈ બાજુ જશે? ક્લાઈમેક્સ ખૂબ જ શાનદાર છે. એક્ટિંગ બાબતે ‘મનમર્ઝિયા’ કમાલની છે. તાપસીનું આ ફિલ્મનું કેરેક્ટર તેની કરિયરનું સૌથી ઉત્કૃષ્ટ કેરેક્ટર છે તેમ કહેવું ખોટું નથી. તેણે એક અનકન્વેન્શનલ કેરેક્ટરને એટલું કન્વિન્સિંગલી ભજવ્યું છે કે, તમે તેના પ્રેમમાં પડી જશો. અભિષેક બચ્ચનનું સંયમિત પરફોર્મન્સ વાર્તા ખાસ બનાવે છે. દારૂ પીને બારમાં નાચવાવાળું દૃશ્ય અને ક્લાઈમેક્સમાં અભિષેક-તાપસીનો સંવાદ ફિલ્મના હાઈ પૉઈન્ટ છે.વિકી કૌશલે પોતાના પાત્રને નિપુણતાથી ન્યાય આપ્યો છે, જેને પ્રેમ તો સમજાય છે પણ જિંદગી અને જવાબદારી નહીં. તેનો ફંકી લુક તેના પાત્રને બળ આપે છે. ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ પણ સરસ છે. સંગીત બાબતે બધા જ ગીતો સૉલફુલ છે. અમિત ત્રિવેદીના સંગીતમાં ‘હલ્લા’ ‘ગ્રે વાલા શેડ’ ‘ડરાયા’ જેવા તમામ ગીતો સારા બની જાય છે.",2 "અત્યાર સુધી બિગ બી અને આર. બાલકીની જોડી ‘ચીની કમ’, ‘પા’ અને ‘શમિતાભ’માં જોવા મળી. પરંતુ તેમણે આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચનની સાવ ગેરહાજરી નથી. ‘કી અન્ડ કા’માં અમિતાભ બચ્ચનની સાથે જયા બચ્ચનને પણ એક મહત્વના પાત્ર તરીકે રજૂ કર્યા છે. જો આ ફિલ્મની સ્ટોરી પર ધ્યાન આપીએ તો ખ્યાલ આવશે કે આ ફિલ્મ આર. બાલ્કીની પર્સનલ લાઈફથી વધુ પ્રભાવિત છે. ગૌરીની ઉંમથી બાલ્કી લગભગ 12-13 વર્ષ નાની છે. ગોરી ટોટલી કરિયર ઓરિએન્ટેડ વુમન છે, બીજી તરફ બાલકીને ઘર સંભાળવું વધુ પસંદ પડે છે. જ્યારે ગૌરી ડાયરેક્ટર તરીકે શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ બનાવી રહી હતી ત્યારે બાલ્કીએ આખું ઘર સંભાળ્યું હતું. ગૌરી ભગવાનનો આભાર વ્યક્ત કરે છે કે તેને પત્નીવતા પતિ આપ્યો. તો બાલ્કીનું પણ માનવું છે કે હમેશા પત્ની જ શા માટે કિચનને બધું સંભાળે? પતિ આવું આમ શા માટે ન કરે? હવે જ્યારે ‘કી એન્ડ કા’ દર્શકોની સામે છે ત્યારે લાગે છે કે ફિલ્મ બનાવવાની પ્રેરણા બાલીકને તેમની પર્સનલ લાઈફ અને ઘરેથી જ મળી હશે.એક્ટિંગઃ જો એક હાઉસ હસ્બન્ડ તરીકે અર્જુન કપૂરની એક્ટિંગની વાત કરીએ તો અર્જુને આ કામ સુંદર રીતે કર્યું છે. પિતાની સાથે તણાવ વચ્ચે ઘરમાં કીયની માની સાથે સમય ગુજરતા અમુક સીન્સમાં અર્જુનની એક્ટિંગ જોવા લાયક છે. રસોડાથી ઘરના બીજા ખુણામાં ફરતું અર્જુનનું પાત્ર છોકરીઓને વધુ પસંદ પડી શકે છે. કીયાનું પાત્ર કરીના કપૂર માટે પરફેક્ટ છે. કરીનાએ અદ્ભૂત એક્ટિંગ કરીને સ્ક્રીનને જીવિત કરી દીધી છે. અને હા, સ્ક્રીન પર સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની એન્ટ્રી દર્શકો માટે સર્પાઈઝ ટ્રીટ જ કહી શકાય છે. કીયાની માના પાત્રમાં સ્વરુપ સંપતે પણ સારું કામ કર્યું છે. રંજીત કપૂરે પણ નિરાશ નથી કર્યા. ડાયરેક્શનઃ આર. બાલ્કીએ આ ફિલ્મને એક નવા નજરિયા અને મલ્ટીપ્લેક્સ કલ્ચરની સાથે-સાથે જેન એક્સની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવાની કોશિશ કરી છે, પરંતુ ઈન્ટર્વલ પહેલા ફિલ્મની ગતિ ખાસ્સી સુસ્ત છે અને કી એન્ડ કાની મુલાકાતોના સીન્સને પણ ખાસ્સા ખેંચ્યા છે. કરીના-અર્જુનની વચ્ચે ઘણા લીપ લોક સીન્સ છે જેનાથી બચી શકાયું હોત. હા, બાલ્કીએ પોતાના પ્રિય સુપર સ્ટાર અમિતાભ અને જયા બચ્ચનના પેકેસ ફિલ્મમાં દર્શકોને સરપ્રાઈઝની રીતે રજૂ કર્યા છે. જે સ્ટોરીનો મહત્વનો ભાગ પણ છે.સંગીતઃ આ ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મના બે ગીતો ‘હાઈ હીલ’ અને ‘જી હુજૂરી’ મ્યુઝિક લવર્સમાં રિટ થઈ ચૂક્યા હતા. બાલ્કીની પ્રશંસા કરવી પડે કે તેમણે ‘જી હુજૂરી’ ગીતને ફિલ્મના માહોલ મુજબ વારંવાર યોગ્ય સિચ્યુએશન પર ફિટ કરી છે. શા માટે જોશોઃ એક નવો ઓબ્જેક્ટ, અર્જુન અને કરીનાની સારી કેમેસ્ટ્રી. જો તમે બાલ્કીની ફિલ્મોને મિસ નથી કરતા તો આ વખતે રિયલ લાઈફને મળતી આ ફિલ્મને મિસ ન કરો. ફિલ્મમાં સુસ્ત ગતિ અને નબળી સ્ક્રીપ્ટ માઈનસ પોઈન્ટ છે. ",2 "એ સ્ક્વેર અને બી સ્ક્વેર એ જોડિયા બાળકોના નામ છે, જેમને પાછળથી બે-બે અલગ-અલગ કપલ દ્વારા રોય (Ranveer Singh) અને જોય (Varun Sharma) તરીકે નામ આપવામાં આવે છે, જેઓ તેમને દત્તક લે છે. ધીમે-ધીમે ચારેય બાળકો મોટા થાય છે અને એકબીજા સાથે ટકરાય છે. આ ફિલ્મ ચોક્કસરીતે એક લાઈનની જ વાર્તા છે. જેમા રોહિત શર્માની દરેક ફિલ્મોમાં જોવા મળતા કોમેડીનો તકડો ખૂટે છે.ઊટીની મનોહર ટેકરીઓની વચ્ચે થીમ પાર્ક જેવા 'સર્કસ'નો સેટ ઉભો કરવામાં આવ્યો છે, જે 60 અને 70ના દશકાના વચ્ચેના સમયની ઝાંખી પૂરી પાડે છે. ઘણા બોલિવુડ ક્લાસિક નંબરો સ્ક્રીન પર જોવા મળે છે અને કલાકારોના જૂના કોસ્ચ્યુમ કરતાં એક માત્ર વસ્તુ વધુ મોટેથી છે, તે છે તેમની એક્ટિંગ. બોલિવુડમાં આપણે અત્યારસુધીમાં ઘણી તેવી ફિલ્મો જોઈ છે જે છેક સુધી દર્શકોને આનંદ કરાવે છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. જો કે, 'સર્કસ'માં ક્યાંકને ક્યાંક આ જ વાતનો અભાવ જોવા મળે છે.ફિલ્મમાં ભાગ્યે જ એવા સીન છે જે તમને હસવા માટે મજબૂર કરશે. ખાસ કરીને જ્યારે ફિલ્મનો હીરો 'જ્યુબિલી સર્કસ'માં ખુલ્લા હાથથી બે વાયરને એકબીજા સાથે અડાડે છે ત્યારે તેના ભાઈને જોરદાર ઈલેક્ટ્રિક કરંટ લાગે છે. જો કોઈ તેને અડે તો તેઓ પણ કરંટ અનુભવે છે. સર્કસ ખતમ થયા બાદ તેની સાથે બધું ઠીક થવા લાગે છે. તમને આ પ્રકારના સીનમાં મજા આવશે પરંતુ બાકીનો પ્લોટ સીટ પર બેસવા નહીં દે. સારા એક્ટરોનો સ્ટિરિયોટાઈપ પાત્રોમાં વેડફાટ, હસવું ન આવે તેવા ડાયલોગ સહિત ઘણું બધું કંટાળો અપાવે છે. સ્ક્રીનપ્લે કંઈ ફ્રેશ પીરસતું નથી. ફિલ્મમાં પંચલાઈનની પણ ઉણપ છે.રણવીર સિંહે તેના બંને પાત્રોને સારી રીતે દેખાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ દુર્ભાગ્ય રીતે પૂરતો ન્યાય આપી શક્યો નથી. 'કરંટ લગા રે'માં દીપિકા પાદુકોણનો કેમિયો હાઈલાઈટ છે, જે થોડી રાહત આપે છે. વરુણ શર્માની કોમિક ટાઈમિંગ વેડફવામાં આવી છે અને અંતમાં જ્હોની લીવર (પોલસોન ભાઈ તરીકે) થોડું ઓર્ગેનિક હાસ્ય લઈને આવે છે. તેઓ થોડી જ મિનિટના સ્ક્રીન ટાઈમિંગમાં આખી ટીમને સાથે લાવે છે. રોયની પત્ની માલાના પાત્રમાં પૂજા હેગડે જામે છે, જ્યારે જેક્લીન ફર્નાન્ડિઝ ગર્લફ્રેન્ડ બની છે. 'સર્કસ' ઘણા સારા એક્ટરોથી બનેલી ફિલ્મ છે, પરંતુ ખાસ કમાલ કરી શકી નથી.",0 "મોટા સ્તર પર બનેલી ફિલ્મ 'PS - 1'માં બધું જોરદાર હશે તેવું માની થિયેટરમાં આવેલા દર્શકો નિરાશ થાય છે. જો એક્ટિંગની વાત કરીએ તો 'PS - 1'માં કાર્તિએ જોરદાર કામ કર્યું છે. તેમજ જયરામ રવિએ પણ સારી એક્ટિંગ કરી છે. ઐશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મમાં ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે. 'PS - 1'નું સંગીત ખૂબ જ સારું છે જે એ આર રહેમાને આપ્યું છે. જ્યારે રવિ વર્મનનું કેમેરાવર્ક કમાલનું છે. જો તમે ચોલ સામ્રાજ્યની મહાગાથાને ભવ્યરૂપે જોવા માગો છો તો 'PS - 1' થિયેટર્સમાં જોવી જોઈએ. પણ, જો તમે એવી અપેક્ષા સાથે થિયેટરમાં જશો કે કશું ધમાકેદાર જોવા મળશે તો 'PS - 1' તમને નિરાશ કરી શકે છે.",0 "આદિત્યએ તેના એક્શન અવતાર માટે ઘણી મહેનત કરી છે. તેની મહેનત દેખાઈ છે. કેટલાક કોરિયોગ્રાફ્ડ એક્શન સીન પડદા પર સારા પણ લાગે છે, પરંતુ આ સીન પહેલા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળયા છે. સંજના સાંઘીને એક એક્શન સીક્વન્સ સિવાય કંઈ ખાસ કરવા નથી મળ્યું, કારણ કે તેના પાત્રને ઠીકથી ઘડવામાં આવ્યું નથી. ઓમના કાકા અને રૉ અધિકારી તરીકે આશુતોષ રાણા સૌથી પ્રામાણિક કલાકાર લાગે છે. નાના રોલમાં પણ જેકી શ્રોફનું ટશન યથાવત્ છે. પ્રકાશ રાજ પોતાને પુનરાવર્તિત કરતાં દેખાઈ છે. છેલ્લે ટ્વિસ્ટ પણ ઝોલા ખાય છે, કુલ મળીને જો તમારી પાસે નકામો સમય અને પૈસા હોય તો જ આદિત્ય રોય કપૂરના આ એક્શન અવતાર પાછળ વેડફી શકો છો.",0 "અન્ય સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મોની સરખામણીમાં અહીં ડ્રામાથી ભરપૂર ક્લાઈમેક્સ સીન્સ આપવામાં નથી આવ્યા. લેખક કિરણ યદ્દનોપવિતે ટેક્નિકલ વસ્તુઓ કરતા વધારે મહત્વ ભાવનાત્મક પરિબળોને આપ્યું છે. જો કે રાઈટર-ડિરેક્ટરે ક્રિકેટની રમતમાં થતી રાજનીતિ પર પ્રકાશ પાડ્યો હતો તો વધારે સારુ હતું. એક ક્રિકેટર તરીકે પ્રવીણ તાંબેએ પોતાની નૈતિક દુવિધાઓનો સમનો કર્યો, વૃદ્ધ માતાની ચિંતા, એક પત્ની અને 3 બાળકોની દેખરેખ કરી, આ તમામ વાતો ફિલ્મમાં સમાવી શકતા હતા. આ ફિલ્મની સ્ટોરીને વધારે સારી રીતે રજૂ કરી શકાતી હતી. શ્રેયસ તલપડેના અભિનયની વાત કરીએ તો એક સારો અભિનેતા છે. તેણે સ્પોર્ટ્સ ડ્રામા ઈકબાલમાં ઘણું સારું કામ કર્યુ હતું. પડદા પર તેણે ગુસ્સાને સંયમિત રીતે છુપાવવો, નિરાશ કરતી આશા વગેરે જેવી ભાવનાઓ સુંદરતાથી દર્શાવી છે. મરાઠી હોવાને કારણે મુંબઈકરના રોજીંદા જીવનને સરળતાથી દર્શાવી શકે છે. ઈકબાલની જેમ આ વખતે પણ શ્રેયસ પાસે એક ઘણી સારી તક હતી જ્યાં તે પોતાની એક્ટિંગથી તમામ લોકોને ચોંકાવી શકતો હતો, પરંતુ તે આ વખતે ચૂકી ગયો.પરમબ્રતે તાજેતરમાં ઘણી ફિલ્મોમાં સારો અભિનય કર્યો છે. આ ફિલ્મમાં પણ તેણે ગ્રે શેડમાં પોતાની એક્ટિંગથી સૌને ચોંકાવ્યા છે. આશિષ વિદ્યાર્થી એક ઓફબીટ કોચની ભૂમિકામાં છે, જેમનું પાત્ર ન વ્હાઈટ છે ન બ્લેક. ફિલ્મમાં શ્રીમતી તાંબેનું પાત્ર અંજલિ પાટિલે સારી રીતે ભજવ્યું છે.",0 "મોટાભાગની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં ખાસ કરીને બાયોપિકમાં સીધી સટ વાર્તા કહી દેવાય છે. આવી રીતે જન્મ થયો, આ રીતે ઉછેર, પછી ટ્રેનિંગ અને પછી જીત. અમોલ ગુપ્તેએ પણ પોતાની ફિલ્મને સિમ્પલ રાખી છે. ફિલ્મમાં સાયનાની કથિત પ્રતિસ્પર્ધી પીવી સિંધુ સાથે જોડાયેલા વિવાદોને સ્પર્શવાની કોશિશ પણ નથી કરવામાં આવી. ફિલ્મમાં પીવી સિંધુનો ક્યાંય ઉલ્લેખ પણ નથી. સ્પષ્ટ છે કે ડાયરેક્ટર વિવાદોથી બચવા માગતા હતા. આ ફિલ્મ સાયનાની જીવનની વાર્તા છે અને પ્રયાસ એ જ રહ્યો છે કે ફિલ્મની વાર્તામાં દેશભક્તિનો રંગ જોવા મળે.ફિલ્મમાં કલ્પનાઓનું ઘણું મહત્વ હોય છે. એવામાં ઘણાં સીન એવા છે જેને જોઈને તમને લાગશે કે ખરેખર આવું બન્યું હશે? એક સીનમાં મા પોતાની 12 વર્ષની દીકરીને લાફો મારી દે છે કારણકે તે રનર અપનું મેડલ જીતીને ખુશ છે. પિતા તેને સમજાવે છે કે જીતવું કેમ જરૂરી છે. માતાપિતા પોતાના સપના સંતાનો દ્વારા પૂરા કરવા માગે છે ત્યારે વાર્તા એક પછી એક ગૂંથાતી જાય છે. ફિલ્મમાં સાયનાના સંઘર્ષને મહાન રૂપ આપીને નથી દર્શાવાયો અને તેની જીત પણ શ્રેષ્ઠતમ હોય તેવી રીતે નથી દર્શાવાઈ. અમોલ ગુપ્તે સરળ વાર્તા દ્વારા એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે સાયના એક ખેલાડી તરીકે પોતાનું કામ કરતી રહી. તે રમતી રહી. એક સરળ વાર્તામાં મનોરંજન પૂરું પાડીને તેને રસપ્રદ બનાવી દર્શકોને પીરસવી મુશ્કેલ હોય છે. જો કે, અમોલ આ કરવામાં સફળ રહ્યો છે. ફિલ્મમાં ડાયરેક્ટરે બાળકો પાસે સરસ કામ કરાવ્યું છે. ખાસ કરીને મુંબઈની 10 વર્ષની નિશા કૌર જેણે સાયનાનો બાળપણનો રોલ કર્યો છે તેની સાથે સારું ટ્યૂનિંગ જોવા મળ્યું છે.ફિલ્મમાં નિશા કૌરની એક્ટિંગ રસપ્રદ છે. તે સાયનાનું બાળપણ બતાવે છે સાથે જ પોતાની સ્કીલ્સને પણ મઠારી છે જેથી તે ફિલ્મી પડદે સારી દેખાય. પરિણીતી ચોપરાની વાત કરીએ તો બેડમિન્ટન ચેમ્પિયનના રોલમાં ઢળવું તેના માટે મુશ્કેલ હતું કારણકે તેને ગેમની ટેક્નિક શીખવા અને બાકીની ટ્રેનિંગ લેવા માટે ખૂબ ઓછો સમય મળ્યો હતો. એવામાં ઘણી જગ્યાએ ખામી તેની આંખમાં દેખાઈ આવે છે. આમ જોવા જઈએ તો પરિણીતીએ ખૂબ સારું કામ કર્યું છે. તેણે શારીરિક રીતે પોતાને કેરેક્ટરમાં ઢાળવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે. અમોલ ગુપ્તે માટે સૌથી મુશ્કેલ કામ સાયના નહેવાલની વાર્તાને સહજ રીતે મનોરંજક બનાવાનું હતું કારણકે સાયનાના જીવન સાથે કોઈ વિવાદ નથી જોડાયેલા તેમજ તેનું જીવન પારદર્શી રહ્યું છે. દુનિયાભરમાં ડંકો વગાડનારી સાયનાની વાર્તામાં બહુ સ્ટ્રગલ પણ નથી કારણકે તેના માતાપિતાએ ખૂબ સહયોગ આપ્યો હતો. પ્રેમાળ બહેન, મિત્રોનું મોટું ઝૂંડ અને પતિ (પરુપલ્લી કશ્યપ) પણ છે જે સાયના માટે ચીયરલીડર બન્યા છે. સાયના બાળપણથી જ એક વિજેતાની જેમ ઉછરી હતી. એવામાં કોઈ સંઘર્ષ નથી જે દર્શકોના દિલના તારને સ્પર્શી શકે. જો કે, અમોલ ગુપ્તેએ આખી ફિલ્મમાં સાયનાને 'સિંહણ' દર્શાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મ વધુ યાદગાર બનાવી શકાઈ હોત તેમાં કોઈ બેમત નથી પરંતુ યુવાનોને પ્રેરિત કરવામાં ઊણી ઉતરતી દેખાય છે. ",0 "જો તમે રાઘવ લોરેન્સની તમિલ ફિલ્મ 'કંચના' જોઈ છે તો સ્ટોરી તે જ છે પરંતુ ટ્રિટમેન્ટ થોડી અલગ છે. પહેલો સીન જોરદાર છે અને અક્ષય કુમારની એન્ટ્રી ધમાકેદાર છે. અક્ષય કુમારની પરફોર્મન્સ સારી છે પરંતુ જ્યારે તમને લાગે છે કે ફિલ્મ ઝડપથી આગળ વધવી જોઈએ ત્યારે તેમાં નાટકિય સીન તેને સ્લો કરી દે છે. આટલું જરૂર છે કે ફિલ્મમાં લક્ષ્મીની એન્ટ્રી ધમાકેદાર છે અને અક્ષય કુમારે પોતાના પાત્રને સારો ન્યાય આપ્યો છે. જે પ્રશંસાના પાત્ર છે. એક લાંબા સમય બાદ અક્ષય કોમેડી રાખીને પણ સીરિયસ પાત્રને તેના અંજામ સુધી પહોંચાડ્યું છે. લક્ષ્મીના પાત્રમાં શરદ કેલકારનો નાનકડો રોલ છે પરંતુ તે છાપ છોડી જાય છે. જો તમને હોરર ફિલ્મોથી ડર લાગે છે તો આ ફિલ્મને જોઈ લો કારણ કે આ હોરર ફિલ્મ નથી પરંતુ એક સારો સંદેશ આપે છે.અક્ષય અને કિઆરાની જોડી જામી રહી નથી કારણ કે અક્ષયની ઉંમર દેખાય છે પરંતુ કિઆરાના લુક્સ તો તમે જાણો જ છો. કિઆરા દરેક ફિલ્મ સાથે વધુ સારી થતી જાય છે. રાધવ લોરેન્સે ફિલ્મનું ડિરેક્શન કર્યું છે તો સાઉથના પ્રભાવથી તમે નહીં બચી શકો. જો તમને સાઉથની ફિલ્મો પસંદ છે તો ઠીક નહીંતર પહેલા સોન્ગ બાદ ફિલ્મથી તમારું ધ્યાન ભટકી જશે અને કદાચ જોવાનું પણ મન નહીં કરે. આ ફિલ્મનું દરેક સોન્ગ સ્ટોરીને ખતમ કરવાનું કામ કરે છે. ભલે 'બુર્જ ખલીફા' સોન્ગ હિટ થઈ ગયું પરંતુ જો તમે થિયેટરમાં આ ફિલ્મ જોવા ગયા હોત તો નિશ્ચિત રૂપે વોશરૂમમાં જતા રહ્યા હોત. ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ તરીકે અશ્વિની કલસેકર, રાજેશ શર્મા, આયશા રજા અને મનુ ઋષિએ સારું કામ કર્યું છે. ",0 "નિર્દેશક અહમદ ખાને ‘બાગી 3’ એક શાનદાર એક્શન એન્ટરટેનર ફિલ્મ બનાવવામાં જરાય કચાશ રાખી નથી. ફિલ્મમાં લીડ હીરોના ચહેરાને બિલકુલ ભાવ વિનાનો રાખવામાં આવ્યો છે જેથી એ પડદા પર ખૂંખાર દેખાય. હાલ ટાઈગર શ્રોફ બોલિવુડમાં સૌથી વધુ કમાણી કરતો એક્શન સ્ટાર બની ગયો છે અને તેણે ફિલ્મમાં પણ જબરદસ્ત એક્શન સીન્સ કર્યા છે. તેની પર્ફેક્ટ બોડી અને દમદાર એટિટ્યૂડથી દરેક એક્શન એકદમ વાસ્તવિક લાગે છે.જો કે, દર્શકોને એક્શનની સાથે તેના કેટલાક ઈમોશનલ અને કોમેડી સીન પણ જોવા મળશે.ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ખૂબ ગ્લેમરસ લાગી રહી છે અને ફર્સ્ટ હાફમાં તેના કોમેડી સીન ખૂબ હસાવશે. શ્રદ્ધાનું પાત્ર ફિલ્મની વાર્તા માટે ખાસ મહત્વનું ના હોવાથી તેને વધુ પર્ફોર્મ કરવાનો મોકો મળ્યો નથી. બીજી તરફ સમજાતું નથી કે રિતેશ દેશમુખની ભૂમિકા મહત્વની હોવા છતાં તે સ્લોમેન ચાઈલ્ડ તરીકે કેમ વર્તી રહ્યો છે. તેને સતત પ્રોટેક્શનની જરૂર કેમ પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ફિલ્મમાં તેને નબળો દર્શાવાયો હોવા છતાં પોલીસનો રોલ આપવામાં આવ્યો છે. સાથે જ તેના પર્ફોર્મંસમાં પણ ફિલ્મની વાર્તા મુજબનો દમ નહોતો. એટલું જ નહીં ફિલ્મનો અજીબોગરીબ અંત દર્શકો પચાવી શકે તેવો નથી.એક તરફ સીરિયાનો સેટઅપ તમને ડરામણો અનુભવ કરાવશે. ત્યારે બીજી તરફ મુખ્ય વિલન અબૂ જલાલ (જમીલ ખોરી)ને બાદ કરતાં બાકીના તમામ વિલન કાર્ટૂન જેવા લાગી શકે છે.જમીલનું પર્ફોર્મંસ વખાણવાલાયક છે. ફરહાદ સામજીના ડાયલોગ ઘણી જગ્યાએ હ્યૂમર માટે છે. ફિલ્મનું મ્યૂઝિક સરેરાશ છે પરંતુ સારું છે કે ફિલ્મમાં વધુ ગીતો નથી. એક્શન ડિઝાઈન (અહમદ ખાન) પ્રશંસનીય છે પરંતુ કેમેરા વર્ક થોડું નબળું છે.ફિલ્મમાં ઘણા શોટ્સ સ્લો મોશનમાં છે, કાન ફાડી નાખતા ધડાકા અને દમદાર એક્શન સીન્સ છે. જો કે, ફિલ્મની નબળી વાર્તા સારા પાસા ખાઈ જાય છે.",0 "નિર્દેશક ગગનપુરીની વાર્તા રસપ્રદ છે પરંતુ તેને યોગ્ય રીતે વિસ્તારી શક્યા નથી. નિર્દેશકે પ્રયાસ કર્યો હોત તો 90ના દશકાનો માહોલ વધુ કોમેડી અંદાજમાં દર્શાવી શક્યા હોત. બુદ્ધિશાળી દાદીની સામે સુનીલ અને સુપ્રિયાને સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ તરીકે દર્શાવવાની વાત પચતી નથી. ક્લાઈમેક્સ જલદી પૂરો કરી દેવાયો છે. જો કે, ફિલ્મમાં અમુક દ્રશ્યો એવા છે જે ચહેરા પર હાસ્ય લાવી દેશે. તો કેટલાક ઈમોશનલ દ્રશ્યો હૃદયસ્પર્શી છે.દીકરા સુનીલના રોલમાં મનુ ઋષિ ચઢ્ઢાએ સારું કામ કર્યું છે. માતા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર દીકરાના રોલમાં તે એકદમ બંધબેસે છે. દાદી તરીકે ડોલી અહલૂવાલિયા શાનદાર રહી. માહી પણ પોતાના પાત્રને ન્યાય આપવામાં સક્ષમ રહી. પૌત્ર-પૌત્રીના રોલમાં શરદ રાણા-અર્ચિતા શર્મા ઠીકઠાક હતા. રાજેશ શર્મા, સુપ્રિયા શુક્લા અને મહક મનવાનીની એક્ટિંગ સરેરાશ હતી.જોવાય કે નહીં: ફિલ્મ જોવાની રહી જાય તો પણ કંઈ વાંધો નથી. ",0 "આજથી લગભગ 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી ગોપાલ વર્માની ફિલ્મ ‘ભૂત’ની ગણના ભારતીય સિનેમાની સૌથી યાદગાર હોરર ફિલ્મોમાં થાય છે. એટલે જ જ્યારે વર્ષો બાદ ધર્મા જેવું મોટું પ્રોડક્શન હાઉસ વિકી કૌશલ જેવા ટેલેન્ટેડ કલાકાર સાથે એ જ શીર્ષકવાળી ફિલ્મ ‘ભૂત’ લઈને આવે તો દર્શક તરીકે તમને કંઈક નવું જોવાની અપેક્ષા ચોક્કસ હશે. પરંતુ ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટર ભાનુ પ્રતાપ સિંહ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં એવું ખાસ કંઈ બતાવી શક્યા ન શક્યા જે હોરર પ્રેમીઓએ અગાઉ જોયું ના હોય.નિઃસંકોચ ફિલ્મનો પહેલો સીન ખૂબ ડરામણો છે, જોઈને મોંમાથી ચીસ નીકળી જાય તેવો. પરંતુ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ ડર ઓછો થતો જાય છે. ફિલ્મમાં વિકી કૌશલની અંગત જિંદગીનો કિસ્સો આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’ની યાદ અપાવશે. ફિલ્મમાં અમુક દ્રશ્યો ખૂબ ડરામણા છે પરંતુ નવીનતાનો અભાવ છે. છત અને દિવાલ પર ગરોળીની જેમ ફરતી ચુડેલ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ. ભૂતનો મેકઅપ ડરાવવાને બદલે હાસ્ય ઉપજાવે તેવો છે.બેકગ્રાઉન્ડ મ્યૂઝિકે ડર વધારવામાં સારો સાથ આપ્યો છે. પરંતુ સ્ક્રીનપ્લે નબળો હોવાને કારણે પુનરાવર્તનનો અનુભવ થાય છે.હોરર ફિલ્મોને સશક્ત બનાવવા માટે વપરાયેલા કમ્પ્યૂટર ગ્રાફિક્સ પૂરતા નથી. ફિલ્મના સેકંડ હાફમાં ફિલ્મની વાર્તા ગૂંચવાઈ જાય છે. ક્લાઈમેક્સમાં ‘હીમ ક્લિમ ચામુંડાય’ મંત્રના કારણે આ ફિલ્મ ટિપિકલ હોરર ફિલ્મ બનીને રહી જાય છે. ફિલ્મના અંતે નિર્દેશક બીજો ભાગ બનવાનો હોવાનો ઈશારો કરે છે.ડિપ્રેશનગ્રસ્ત અને અપરાધ ભાવ હેઠળ દબાયેલા પૃથ્વીનું પાત્ર વિકી કૌશલે બખૂબી નિભાવ્યું છે. ડર અને અચરજના દ્રશ્યોમાં પણ તે દમદાર લાગે છે. મહેમાન કલાકાર તરીકે ભૂમિ છાપ છોડી જાય છે પરંતુ આશુતોષ રાણા જેવા સશક્ત અભિનેતાના પાત્રને ફિલ્મમાં બરાબર દર્શાવાયું નથી. સહયોગી કાસ્ટ પણ ઠીક-ઠીક છે.",0 "ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ સ્લો છે, ધીમે ધીમે ફિલ્મ આગળ વધે છે જ્યાં ઘણા કેરેક્ટર્સ ફિલ્મમાં કેમ છે તે નથી સમજાતુ. ફિલ્મ ટુકડે ટુકડે સારી છે. સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીપ પકડે છે. આખી ફિલ્મમાં ગુજરાતી ફ્લેવર જાળવી રાખવા બદલ નિર્દેશનને અભિનંદન આપવા પડે. ક્લાઇમેક્સ રસપ્રદ છે પરંતુ તે પણ લાંબો લાગે છે. એક્ટિંગની વાત કરવામા આવે તો રાજકુમાર રાવની એક્ટિંગ ખૂબ જ સારી છે ગુજરીતા લહેકામાં તેનો સંવાદ મજેદાર છે. મૌની રૉય કંઇ ખાસ નથી. તેને માત્ર ફિલ્મમાં સુંદરતા માટે રાખી હોય તેવુ લાગી રહ્યુ છે. બોમન ઇરાની ફિલ્મની જાન છે. ડોક્ટરની વર્દીમાં તેણે પ્રાણ ફૂંક્યા છે. . પરેશ રાવલ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં દેખાયા છે. અમાયરા દસ્તૂરનું પાત્ર સાવ વેસ્ટ થઇ ગયુ છે. સુમીત વ્યાસ અને ગજરાજ રાવના પાત્રમાં વધારે મહેનતની જરૂર હતી. સચિન-જીગરના મ્યૂઝિકમાં નેહા કક્કડ, દર્શન રાવલ અને સચિન જીગરે ગાયેલું ગીત ઓઢણી ઓડિયન્સને પસંદ આવી રહ્યુ છે. આ સિવાય ફિલ્મમાં ગુજરાતી ટચ હોવાથી ઘણું મ્યૂઝિક ગુજરાતીઓને પસંદ આવશે. ",0 "હાઉસફૂલ સીરીઝની ફિલ્મ જોવા જતા હોવ તો દિમાગ ઘરે જ મૂકીને જવું જોઈએ. હાઉસફૂલ 4 આમાં જરાય અપવાદ નથી.ફિલ્મમાં અઢળક પાત્રો છે જે ભૂતકાળમાંથી વર્તમાન લાઈફમાં ફરી જીવિત થાય છે. ફિલ્મની કોમેડીમાં જરાય દિમાગ દોડાવવા જેવું નથી. ફિલ્મમાં દર્શકોને હસાવવા ચીપ કૉમેડી નાંખવામાં આવી છે. ખાસ કરીને, રાજકુમારી મીના ધરમપુત્ર તેની સાથે લગ્ન કરે એ માટે તેની જાતીય સતામણી થઈ હોવાનું નાટક કરે છે. વાસી જોક અને સસ્તી કોમેડીની ફિલ્મમાં ભરમાર છે. અભિનેત્રીઓમાં ક્રિતી સેનનને સૌથી લાંબો રોલ મળ્યો છે જેને તે ન્યાય કરે છે. ક્રિતી ખરબંદા અને પૂજા હેગડેના ભાગે ખાસ કશું આવ્યું નથી. આખા મૂવીમાં ત્રણેય સરખા કલરના કપડામાં દેખાય છે. જેથી તમે તેમને અલગ ઓળખી જ ન શકો. રિતેશ દેશમુખ અમુક અમુક જગ્યાએ દર્શકોને હસાવવામાં સફળ જાયછે. મનોજ પાહવા, નવાઝુદ્દીન સિદ્દીકી, રાણા દગ્ગુબાટી અને જ્હોની લીવર ફિલ્મમાં સાવ વેડફાઈ ગયા છે. અર્ચના પુરણ સિંહ ઘણીવાર ફોટામાં જોવા મળી જાય છે.ફિલ્મનો ભાર અક્ષય કુમારે પોતાના ખભે ઊઠાવ્યો છે. કોમિક ટાઈમિંગને કારણે અક્ષય કુમારનું પરફોર્મન્સ ઘણું વખાણવાલાયક છે. હાઉસફૂલ જોવા જવું હોય તો દિમાગ ઘરે મૂકીને જ જજો. ફિલ્મની છેલ્લી 30 મિનિટમાં ક્રિતી ખરબંદ અવારનવાર પૂછે છે, “યે સબ ક્યા હો રહા હૈ?” ફિલ્મની ઑડિયન્સને પણ આવું જ લાગે છે. જો તમને હાઉસફૂલ ટાઈપની ફિલ્મો ગમતી હોય તો કદાચ તમને આ ફિલ્મ ગમશે. પરંતુ જો ન ગમતી હોય તો ફિલ્મની ટિકિટ બુક કરાવતા પહેલા સો વાર વિચાર કરજો.",0 "ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાએ પોતાની રોમાન્ટીક કોમેડી માટે મજેદાર સીન્સ પસંદ કર્યા છે પરંતુ અનેક ટ્રેક્સ ચલાવવા માટે તેની પર નિયંત્રણ નથી રહ્યું. ફર્સ્ટ હાફમાં સ્ક્રીનપ્લેમાં એટલા લોચા છે કે સમજમાં જ નથી આવતું કે શું થઈ રહ્યું છે. સેકન્ડ હાફમાં સ્ટોરી સીરિયસ થયા પછી ઝડપ પકડે છે પરંતુ તમે સરળતાથી અનુમાન લગાવી શકો છો. આ ફિલ્મમાં અનેક રસપ્રદ પંચ છે. જે વાતાવરણને એન્ટરટેઈનિંગ બનાવે છે. જોકે, પછી એક હદ પછી ફિલ્મની લંબાઈ 2 કલાક દસ મિનિટ વધુ પડતી જ લાગે છે. જોકે, ફિલ્મ ટ્રિટમેન્ટ માટે તિગ્માંશુના વખાણ કરવા પડશે. ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ જ નબળો છો.અલી ફઝલની એક્ટિંગ દરેક ફિલ્મે ધારદાર થતી જાય છે. પોતાની ભૂમિકાથી તેણે સંતુલન સાધ્યું છે. સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા આ ફિલ્મથી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. તેણે મૈથિલીનો રોલ ખૂબ જ સુંદરતાથી નિભાવ્યો છે. તેની અને અલીની જોડી પડદા પર ખૂબ જ સારી લાગે છે. તિગ્માંશુ ધૂલિયાએ હિંદી ફિલ્મ્સના ફેન તરીકે ખૂબ જ મનોરંજન કરાવ્યું છે. તેઓ જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે હળવી સ્માઈલ આવી જાય છે. પરંતુ હજું તેમનું કેરેક્ટર વધુ સ્ટ્રોંગ બની શક્યું હોત. દીપરાજ રાણાનો અંદાજ અલગ જ જોવા મળે છે. દોસ્તોના રોલમાં દરેક કલાકારોએ સારુ કામ કર્યું છે. સંજય મિશ્રાએ હંમેશની જેમ ધારદાર કામ કર્યું છે. આકૃતિ કક્કર અને રાણા મજમૂદારના સંગીતમાં કેટલાક ગીત સારા છે. આ ફિલ્મ એક વાર જોઈ શકાય છે પરંતુ એ શરતે કે તમે વધુ આશા લઈને ન જાઓ તો…",0 "આ ફિલ્મ જોતા જોતા તમને તમારા બાળપણની મીઠી યાદો વાગોળવા મળશે. ફોટોગ્રાફ (સેલ્ફી નહિ) આ લાગણીઓને પરદા પર જીવંત કરવાની કોશિશ કરે છે. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા પાછળ ગાંડપણના જમાનામાં આવી શાંત ફિલ્મ ભાગ્યે જ જોવા મળે છે. તેમાંય સાવ અલગ જ પ્રકારનો રોમાન્સ દર્શાવવામાં આવ્યા છે. તેના મુખ્ય પાત્રો બસ એકબીજા સાથે નજર મિલાવીને ઘણી બધી વાતો કહી જાય છે. તે બોલે છે ઓછુ એટલે આપણે તેમના દિમાગમાં શું ચાલતું હશે તે પકડવું પડશે. ડિરેક્ટરે ઘણું સારુ કામ કર્યું છે પરંતુ ફિલ્મ હજુ વધારે સારી બની શકી હોત.ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ સુપર્બ પરફોર્મન્સ આપ્યું છે. તે પોતાની લાગણીઓને શબ્દો વિના પણ સારી રીતે દર્શાવી જાણે છે. સાન્યા આ રોલ માટે થોડી કાચી પડે છે તો પણ નવાઝ જેવા એક્ટર સામે તેણે સારી ઝીંક ઝીલી છે. ફિલ્મ ઘણી ધીમી છે પરંતુ ફિલ્મમાં થોડા થોડા સમયે સારી ક્ષણો આવતી રહે છે. મુંબઈ અને તેનું ફૂડ પણ ફિલ્મનો મહત્વનો હિસ્સો બની જાય છે.લંચબોક્સના ડિરેક્ટરની આ ફિલ્મમાં તેના પાત્રોના જીવનમાં ઝાંકવાની આપણને તક મળી છે પરંતુ અમુક પ્રશ્નોના જવાબ તમને ડિરેક્ટર નથી આપી શકતા. જેમ કે મિલોની કેમ ક્યારેય સંઘર્ષમાં પડવા નથી માંગતી? કેમ તે હંમેશા બીજાની વાત ચૂપચાપ માની લે છે? તે જેવી દર્શાવી છે તેવી કેમ છે? તેના કોઈ જવાબ નથી મળતા. કોઈ વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન શા માટે કરે છે? તેનો જવાબ ડિરેક્ટર નથી આપી શકતા. લંચબોક્સથી અલગ આ ફિલ્મનું લેખન એટલું મજબુત નથી. આથી અમુક પોઈન્ટ પછી ફિલ્મ કંટાળાજનક બની જાય છે.જો તમને સંદિગ્ધ અંત ગમતો હોય, તમને ફિલ્મના એન્ડ અંગે તુક્કા લગાવવા ગમતા હોય તો આ ફિલ્મ તમને ગમશે. આ પરફેક્ટ ફિલ્મ નથી. પરંતુ જો તમારે ભૂતકાળની અમુક ક્ષણો ફરી જીવવી હોય તો આ ફિલ્મ જોઈ શકાય. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.",0 "પડદા પર આમિર અને અમિતાભને સાથે જોવા તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટ સમાન હશે. અમિતાભ બચ્ચને આ ઉંમરે પણ શાનદાર એક્શન સીન્સવાળો રોલ કર્યો છે. પાણીના જહાજો પર તેમના ફાઈટિંગના સીન્સ શાનદાર છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિરે હંમેશાની જેમ પોતાના રોલમાં જામેલા રહ્યા. એક મસ્તીખોર ઠગના પાત્રને તેમણે સારી રીતે નિભાવ્યો. ફાતિમા સના શેખને પણ દંગલ બાદ કરિયરની શરૂઆતમાં જ એક વધુ મોટી ફિલ્મ મળી છે. ફિલ્મની રિયલ એક્ટ્રેસ તે જ છે. કેટરિના કૈફને ફિલ્મમાં ઘણી ઓછી ફૂટેજ મળી છે. તે માત્ર બે સોન્ગ પૂરતી જ દેખાય છે. જોન ક્લાઈવના પાત્રમાં લોયડ ઓવેન પણ જોરદાર લાગી રહ્યા છે.આમિર ખાન અને અમિતાભ બચ્ચન પહેલીવાર ફિલ્મી પડદે સાથે આવનારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પહેલા અંગ્રેજ ઓફિસર ફિલિપ મિડોજ ટેલરની બેસ્ટસેલર નોવેલ કંફેશન્સ ઓફ એ ઠગ પર આધારિત હોવાની ચર્ચા હતી. પરંતુ હવે આ ફિલ્મ સંપૂર્ણ રીતે કાલ્પનિક આધારિત કહેવાઈ રહી છે. જોકે ફિલ્મના ટ્રેલરને જોયા બાદથી જ ફેન્સે ફિલ્મની તુલના પાઈરેટ્સ ઓફ કેરેબિયનની ફિલ્મો સાથે આમિર ખાનની તુલના કેપ્ટન જેક સ્પેરો સાથે કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક સીન્સમાં આમિર જેકનું દેસી વર્જન પણ લાગે છે. તો ક્યાંક-ક્યાંક ફિલ્મ પાઈરેટ્સ ઓફ કેરેબિયન પણ લાગે છે. તો લડાઈને કેટલાક એક્શન સીન્સ બાહુબલીની દિટ્ટો કોપી લાગે છે.ફિલ્મના ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યએ પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે કેટલીક જગ્યાએ ઘણી મહેનત કરી છે,પરંતુ તેઓ તેને ન્યાય નથી આપી શક્યા. ફિલ્મની સ્ટોરી ખૂબ જ નબળી છે. તો ડિરેક્શનમાં પણ તે ધૂમ 3 જેવો જાદૂ નથી ચલાવી શક્યા. પહેલા હાફમાં ફિલ્મની સ્ટોરી થોડી નબળી છે, પરંતુ બીજા હાફમાં સ્ટોરી ખૂબ જ બોરિંગ બની જાય છે. ફિલ્મમાં કેટલાક સસ્પેન્સ પણ છે, પરંતુ તે તમને પ્રભાવિત નથી કરી શકતા. ફિલ્મની સ્ટોરીનો આઈડિયા તમને પહેલા જ આવી જાય છે. આમિર ખાન ફિલ્મમાં ઠગો અને અંગ્રેજોને એટલી વાર ઠગે છે કે તમે વિચાર કરતા રહી જશો કે છેવટે તેમણે કોને ઠગ્યા? પરંતુ ક્લાઈમેક્સમાં તમને જાણ થઈ જાય છે કે આમિરે આ વખતે ભવ્ય સેટ્સ, મોટી સ્ટારકાસ્ટ અને મોટા માટો પાણીના જહાજો બતાવીને ખૂબ જ સુંદરતાથી દર્શકોને ઠગી લીધા છે.ફિલ્મની શૂટિંગ જોધપુરના મેહરાનગઢ કિલ્લામાં થઈ છે. આ ઉપરાંત જહાજવાળી લડાઈના સીન માલ્ટામાં શૂટ કરાયા છે. માનુષ નંદનની સિનેમટાગ્રાફી કમાલની છે, જે તમને રોમાંચિત કરી દેશે. ખાસ કરીને પાણીના જહાજો પર લડાઈના સીન. ફિલ્મના સેટ ખૂબ ભવ્ય છે. પરંતુ 1795માં સમયને ભવ્ય રીતથી બતાવવા માટે કદાચ તેનું બજેટ 350 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તો નબળી સ્ટોરી પર પોણા ત્રણ કલાકની ફિલ્મની લંબાઈ તમને વધારે લાગે છે.ફિલ્મનું મ્યુઝિક અજય-અતુલે આપ્યું છે. જોકે તેના ત્રણેય ગીતો કંઈ ખાસ નથી. ફિલ્મનું કોઈપણ ગીત રેડિયો મિર્ચીના ટોપ ચાર્ટમાં શામેલ નથી. ફિલ્મના આઈએમડીબી પર 10માંથી 6.2 રેટિંગ મળે છે. મોટા સ્ટાર્સ છતા ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની નબળી સ્ક્રિપ્ટ અને સ્ટોરી તમને નિરાશ કરે છે. જો તમે આમિર ખાન અને અમિતાભ ભચ્ચનના જબરજસ્ત ફેન્સ છો તો આ ફિલ્મને માત્ર ટાઈમપાસ માટે જોઈ શકો છો.",0 "ફિલ્મમાં હાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જરૂર કરતા વધારે ડ્રામ અને ઘણા બધા એક્શન સિન્સ જોવા મળશે. ફિલ્મની શરૂઆતમાં વીર (જ્હોન અબ્રાહમ) એક પોલીસ અધિકારીને જીવતો સળગાવે છે. જે બાકી ફિલ્મ માટે એક રસ્તો બનાવે છે અને 2 કલાક સુધી ફિલ્મ એક જ મુદ્દા પર ચાલ્યા રાખે છે. વીર તે દરેક જગ્યાએ પહોંચી જાય છે જ્યાં કોઈ પોલીસ કર્મચારી ભ્રષ્ટાચાર કરી રહ્યો હોય છે. ફિલ્મમાં વચ્ચે એક ટ્વિસ્ટ જરૂર આવે છે પરંતુ ત્યાર પછી ફિલ્મનો ફોક્સ ભ્રષ્ટ પોલીસને આગને હવાલે કરવા પર જ રહી જાય છે.ફિલ્મમાં સારા-ખરાબની લડાઈ અને દેશભક્તિના પાઠ ભણાવતી આગળ વધે છે. ફિલ્મ માટે ભારે ભરખમ ડાયલોગ્સ લખવામાં આવ્યા છે જે ફિલ્મ પર જ ભારે પડી રહ્યા છે. મનોજ બાજપેઈ અને જ્હોન અબ્રાહમની લડાઈને ખુબ સારી રીતે પડદા પર રજૂ કરી શકાઈ હોત પરંતુ સ્ક્રિપ્ટ તેમાં ફેઈલ થઈ ગઈ છે.ડિરેક્ટર મિલાપ ઝવેરીની સામે કલાકારો દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્હોન અબ્રાહમે લીડ તરીકે આગેવાની સંભાળી છે. મનોજ બાજપેઈ પોતાના ટોપ ફોર્મમાં છે. એક દ્રઢ અને ઈમાનદાર પોલીસ અધિકારીની એક્ટિંગ ફિલ્મને થોડી મજબૂત બનાવે છે. ન્યૂકમર આયશા શર્મા પણ કોન્ફિડેન્ટ જોવા મળી.",0 "ફુકરે રિટર્ન્સની સ્ટોરીમાં કશુ નવુ નથી. તમે તેને વાસ્તવિકતા સાથે સરખાવવાની ભૂલ કરી જ ન શકો. તમે પહેલી ફિલ્મ જોઈ હશે તો તમને અહેસાસ થશે કે પહેલી ફિલ્મ આ ફિલ્મ કરતા અનેકગણી વધારે સારી હતી. આ વખતે ડાયરેક્ટરે પાત્રો પર મહેનત કરી છે પણ સ્ક્રીનપ્લે પર ધ્યાન નથી આપ્યુ. હની, ચૂચા અને પંડિતજીની કેમિસ્ટ્રી ગજબ છે. આ ત્રણેને પાવરફૂલ બનાવવા ઘણી મહેનત કરવામાં આવેી છે.ગઈ ફિલ્મમાં ભોલી પંજાબણનો જે બિન્દાસ અંદાજ જોવા મળ્યો હતો તે આ ફિલ્મમાં ક્યાંક ગાયબ છે. વરૂણ શર્માની એક્ટિંગ ઘણી સારી છે. તે સ્ક્રીન પર આવે ત્યારે દર્શકોને હસાવે છે. પુલકિતે પોતાના કેરેક્ટરને સારો ન્યાય આપ્યો છે. પુલકિતની એક્ટિંગ પર સલમાનનો પ્રભાવ ઊડીને આંખે વળગે તેવો છે. અલી ઝફર અને મનજોતના હિસ્સામાં ખાસ કંઈ આવ્યુ નથી.આ ફિલ્મનું ક્લાઈમેક્સ જોશો તો તમને લાગશે કે ટ્રેક પરથી ઉતરી જતી ફિલ્મને બચાવવા માટે ડાઈરેક્ટરે ઉતાવળમાં ફિલ્મ પૂરી કરી દીધઈ છે. તેમાં બોક્સઑફિસની ચીલાચાલુ ફિલ્મોનો તડકો છે. ટાઈટલ સોન્ગને બાદ કરતા મેરી મહેબૂબા ગીત સિવાય કોઈ ખાસ સારા ગીતો નથી. ફિલ્મમાં એવુ કોઈ ગીત નથી જે તમને હૉલમાંથી બહાર આવ્યા પછી યાદ રહે.તમે ફર્સ્ટ ફિલ્મ જોઈ હશે અને વધારે પડતી અપેક્ષા રાખ્યા વિના આ ફિલ્મ જોવા જશો તો ફિલ્મ પૈસા વસૂલ લાગશે. ફિલ્મને અમારા તરફથી પાંચમાંથી ત્રણ સ્ટાર.",0 રાજકુમાર રાવની છેલ્લી કેટલીય ફિલ્મ્સ બોક્સ ઑફિસ પર પોતાની પ્રોડક્શન કોસ્ટ વસૂલવાની સાથે સાથે સારી કમાણી પણ કરી રહી છે. રાવની છેલ્લી ફિલ્મ ન્યુટનને ઓસ્કારમાં એન્ટ્રી મળી તો પછી બહેન હોગી તેરી અને બરેલી કી બર્ફીને વિવેચકોની સરાહના મળી. આજે રીલીઝ થનારી ફિલ્મ ‘શાદીમેં ઝરૂર આના’ની વાત કરીએ તો આ ફિલ્મમાં ડિરેક્ટરે એક સારો કોન્સેપ્ટ લીધો છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ એટલી લાંબી ખેંચાઈ છે કે દર્શકોના ધીરજની કસોટી થઈ જાય.એક્ટિંગની વાત આવે તો એ માનવું જ પડશે કે હવે રાવ કોઈપણ પ્રકારની એક્ટિંગ કરવા સક્ષમ છે. સત્તુના કેરેક્ટરમાં પણ રાવની એક્ટિંગનો કોઈ જવાબ નથી. કૃતિ ખરબંદા પોતાના કેરેક્ટરમાં ઠીકઠાક છે. સ્ટોરી રાવની આસપાસ ફરતી હોવાથી બાકીના કેરેક્ટર્સને ખાસ કંઈ કરવાનો મોકો નથી મળ્યો.ઈન્ટરવલ સુધી ફિલ્મ ઠીકઠાક ચાલે છે પરંતુ ઈન્ટરવલ પછી ક્લાઈમેક્સને મુંબૈયા ફિલ્મોની સ્ટાઈલમાં નકામો લાંબો ખેંચવામાં આવ્યો છે. ફિલ્મમાં ગીતો સારા છે. આ વેડિંગ સીઝનમાં આ ફિલ્મનું પલ્લો લટકે ગીત સુપરહિટ થઈ શકે છે. આ ગીતને નવી સ્ટાઈલમાં રજૂ કરવામાં આવ્યું છે. જો કે આ એક ગીતને બાદ કરતા બીજા ગીતો ફિલ્મની સ્પીડને ઓછી કરી દે છે.જો તમે રાજકુમાર રાવના ફેન છો તો તમને આ ફિલ્મ જોવી ગમશે. બાકી આ ફિલ્મ તમને ભલે શાદીમેં ઝરૂર આના કહીને ઈન્વિટેશન આપતી હોય પરંતુ આ લગ્નમાં જઈને તમે બોર થાવ તેવી પૂરેપૂરી શક્યતા છે,0 "આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત મરાઠી ફિલ્મ ‘પોસ્ટર બૉયઝ’ની હિન્દી રીમેક છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે ત્રણ લોકોની તસવીર ભૂલથી એક પોસ્ટર પર છપાઈ જાય છે જેમાં પુરુષ નસબંધીની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારબાદ આ ત્રણેય વ્યક્તિઓની જિંદગી પર શું અસર પડે છે, તેને ફિલ્મમાં રોમાંચક રીતે દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમાં વ્યવસ્થા, સમાજ અને સરકાર પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.સની દેઓલ પોતાના સમકાલીન એક્ટર્સ કરતા ખૂબ ઘરડો દેખાવા લાગ્યો છે પણ તેનો આગવો પંજાબી પુત્તરવાળો અંદાજ હજુ પણ બરકરાર છે. બૉબી પણ ત્રણ વર્ષના બ્રેક આ ફિલ્મથી કમબેક કરી રહ્યો છે. શ્રેયસ તલપડેએ ગુંડાના રોલમાં તે જ કામ કર્યું છેજે આ પ્રકારના બોલિવૂડ કેરેક્ટરમા અન્ય એક્ટર્સે કર્યું છે. કહી શકાય કે, શ્રેયસે ફિલ્મમાં કઈ નવું કર્યું નથી.પોસ્ટર બોયઝ લખનારા સમીર પાટિલે ઉત્તર ભારતને પહેરવેશને ખૂબ સારી રીતે રજૂ કર્યો છે અને સ્થાનીકતાને પણ ખૂબ સારી રીતે દર્શાવી છે. જોકે, તેનાથી કોઈ મોટો ફેરફાર થવાની ગેરેન્ટી નથી કારણ કે આપણે સાંસ્કૃતિક રીતે ખૂબ જ જજમેન્ટલ અને અદૂરદર્શી છીએ. ડાયલૉગ રાઈટર પરિતોષ પેન્ટરે કલાકારો પ્રમાણે ડાયલોગ લખીને સરસ કામ કર્યું છે. ફિલ્મમાં બલવંત નામનું એક પાત્ર છે, જેને કોઈ એક જોરદાર અવાજ કહે છે, ‘બલવંત રાય કે કુત્તે.’ આ સિવાય બૉબી દેઓલના પાત્રએ ફિલ્મમાં પોતાના ફોનની રિંગટોન પર સોલ્જર ફિલ્મનું ગીત સેટ કરી રાખ્યું છે. ફિલ્મમાં પુરુષ નસબંધીની તુલના ટચલી આંગળી સાથે કરવામાં આવી છે, જે ખૂબ જ મૂર્ખામીભર્યું છે.",0 "રંગૂન એ યુદ્ધનાં સમયનાં આવરણ પર એક લવ ટ્રાયંગલ બતાવવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. ફિલ્મ ખૂબ જ લાર્જ સ્કેલ પર બની છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. પંકજ કુમારની સિનેમેટોગ્રાફિ ફિલ્મની ભવ્યતાનું કારણ છે. 1942નાં કેસેબ્લાન્કાથી લઈને વર્ષ 2002નાં શિકાગોનો સમય બતાવવા માટેનું મ્યૂઝિક વધારે કેચી હોવું જોઈતું હતું. નાચગાનને પ્રાધાન્ય આપવા માટે સારી વોર સિક્વન્સને ઓછું વેઈટેજ આપવામાં આવ્યું છે. જોકે એક રોમાન્સથી ભરપૂર માહોલ ચોક્કસ ઊભો થાય છે. વધુમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ છે જે એક મોટા ષડયંત્ર તરફ લઈ જાય છે.ભારદ્વાજ જે અત્યાર સુધીમાં મકબૂલ, ઓમકારા અને હૈદર જેવી શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી ચૂક્યા છે તેમણે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ કેટલીક જગ્યાએ ફિલ્મ ઈમ્પેક્ટ છોડવામાં નિષ્ફળ નિવડી છે. ફિલ્મમાં વોર, લવ અને ડિસિટને સરખું મહત્વ આપવાનાં ચક્કરમાં ફિલ્મનો એન્ડ કંઈક ધૂંધળો લાગે છે. સૈફે પોતાની પરફેક્ટ રેઝર શાર્પ પર્સનાલિટીને સૂટ થાય તેવું પરફોર્મન્સ આપ્યું છે અને શાહિદ અદ્ભુત છે. કંગના ચોક્કસ એક એવી નાયિકા જેવી દેખાય છે જેના માટે 2 પુરુષો એકબીજાને મારી નાંખવા માટે તૈયાર થઈ જાય. જોકે જે રીતે અગાઉ જણાવ્યું તે મુજબ લવ સીન્સ સરસ રીતે લખાયા છે, શૂટ પણ થયા છે પરંતુ તેમ છતાં કેરેક્ટર્સમાં પેશનનો અભાવ વર્તાય છે. શાહિદ અને કંગના વચ્ચેનાં અગણિત લિપ-લોક્સ પણ કેમિસ્ટ્રી દર્શાવી શકતાં નથી.ફિલ્મમાં એક ડાયલોગ છે જેમા સૈફ એક બ્રિટિશ ઓફિસરને કહે છે કે, ‘અમે એક્ટર્સ છીએ, અમે જાણીએ છીએ લોકોને કેવી રીતે મનાવવા.’ આ ફિલ્મનાં મામલે એ વાત ખોટી પડે છે. ફિલ્મમાં જુલિયા દ્વારા વારંવાર બોલવામાં આવેલા ‘બ્લડી હેલ’ સાથે કહેવામાં આવે તો જો ત્રણેય કલાકારોએ પોતાના કમ્ફર્ટની ઝોનની બહાર આવીને પરફોર્મ કર્યું હોત તો ફિલ્મ એક બ્લોકબસ્ટર બની શકી હોત. ક્રિટિક્સ આ ફિલ્મને 5માંથી 3.5 સ્ટાર આપી રહ્યા છે.",0 "એક્શન સીન માટે જૉનને ફુલ સ્કોર મળવા જોઈએ, પણ પહેલાથી લઈને છેલ્લા સીન સુધી જૉન એક જ ભાવ વિહીન ચેહરા સાથે જોવા મળ્યો, જે તેના એક્ટિંગ કરિયર માટે સારી વાત નથી. કેમેરા સામે શર્ટ ઉતારીને જેમ્સ બોન્ડ સ્ટાઈલ જેવી એક્શન જૉન પર સુટ થાય છે, પણ એક સાથે 20-30 લોકોને મારીને નીકળી જવાની સ્ટાઈલ હવે જૂની થઈ ગઈ છે, માટે હવે જૉને અલગ સ્ટાઈલના પાત્ર ભજવવા જોઈએ. રૉ એજન્ટની ભૂમિકામાં સોનાક્ષીના એક્શન સીન જોઈને ફરી એકવાર તેની ફિલ્મ અકીરાની યાદ આવે છે. સોનાક્ષીએ કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એટલું પણ નહીં કે તેની એક્ટિંગની પ્રશંસા થાય. તાહિર રાજે આ વખતે પણ સારી એક્ટિંગ કરી છે. પારસ અરોડા, નરેન્દ્ર ઝા પોતાના પાત્રમાં સુટ થાય છે. જેનેલિયા ડિસુઝા અને બોમન ઈરાની એકાદ સીનમાં દેખાય છેયઅભિનવ દેવે એક્શન , સ્ટંટ્સ અને થ્રિલની કમાન સારી રીતે સંભાળી છે. આ સિવાય બુડાપેસ્ટના બેસ્ટ લોકેશન શૂટ કર્યા છે તે પ્લસ પોઈન્ટ છે. ઈન્ટરવલ પછી એક્શનના આ જ સીન ઓવરડોઝનો કામ કરે છે. ફિલ્મ જોઈને લાગે છે કે અભિનવે સ્ક્રિપ્ટ અને કેરેક્ટર્સ પર ધ્યાન આપવાને બદલે ટેક્નોલોજી કઈ રીતે બેસ્ટ બનાવી શકાય તેના પર વધારે ધ્યાન આપ્યું છે. જો કે આ જ એક્શન સીનને કારણે અભિનવને દર્શકોના એક ખાસ ક્લાસની પ્રશંસા મળી જશે. ફિલ્મમાં જૉનના અમુક ડાયલોગ અદ્દભુત છે, જેમકે, ક્યારેક મિનિસ્ટરોએ પણ દેશના કામ લાગવું જોઈએ. ફિલ્મમાં ગીત-સંગીતનો વધારે સ્કોપ નહોતો. માટે અભિનવ પણ તેનાથી દૂર જ રહ્યા છે. ફિલ્મના ક્લાઈમેક્સ પહેલા મિસ્ટર ઈન્ડિયાના સુપરહિટ સોન્ગ ‘કાટે નહીં કટતે યે દિન યે રાત’ ને નવી સ્ટાઈલમાં બતાવવામાં આવ્યું છે, જે વધારે જામતું નથી.જો તમે રૉ એજન્ટ્સ વિશે વધારે જાણવા માંગો છો, જૉનના પાક્કા ફેન છો અને ફોર્સ જોઈ છે તો આ ફિલ્મ જરુર જોવી. લોકેશન, એક્શન અને ટેક્નિકમાં આ ફિલ્મ જોરદાર છે. સ્ટોરી, સ્ક્રિપ્ટ અને એક્ટિંગ ઠીકઠાક છે.",0 "જો આપણે ‘ઈન્ફર્નો’ની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ ઘણું મોટું છે, આ ફિલ્મમાં હોલીવૂડના ફેમસ સ્ટાર્સની સાથે-સાથે બોલીવૂડનો જાણીતો એક્ટર ઈરફાન ખાન પણ છે. ફિલ્મને યુરોપના ઘણા દેશોના ખૂબ સુંદર લોકેશનમાં જઈને શૂટ કરાઈ છે. ફિલ્મના એક્શન, થ્રિલર સીન પર રૂપિયા પાણીની જેમ ખર્ચાયા છે. ફિલ્મના ડાયરેક્ટર રોન હોવર્ડ એકેડમી એવોર્ડ વિનર ડાયરેક્ટર છે. એટલું જ નહીં, આ ફિલ્મ જાણીતા રાઈટર ડોન બ્રાઉનની ખૂબ જ લોકપ્રિય નોવેલ પરથી બનાવાઈ છે, પરંતુ ફિલ્મ દર્શકોને તેમ છતાં પસંદ નથી આવી રહી, તો તેનું કારણ છે ફિલ્મની નબળી સ્ક્રિપ્ટ અને એવું ક્લાઈમેક્સ જે આ પહેલા પણ હોલિવૂડની ઘણી એક્શન, સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોમાં આ પહેલા પણ વધુ દમદાર અંદાજમાં દર્શકો જોઈ ચૂક્યા છે. અને હા, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હોલિવૂડની ફિલ્મોની મોટી કમાણીની અસર જ છે કે આ ફિલ્મની પ્રોડક્શન કંપનીએ યૂકે અને યુએસએ પહેલા ભારતમાં તેને રિલીઝ કરી છે, પરંતુ કદાચ આ વખતે ભારતમાં ફિલ્મને સૌથી પહેલા રિલીઝ કરવાનો પ્રોડક્શન કંપનીનો નિર્ણય યોગ્ય સાબિત થયો નથી.ટોમ હોક્સ હોલિવૂડનો જાણીતો અને દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર પોતાની અલગ ઊભી કરી ચૂકેલો કલાકાર છે, પરંતુ ખબર નહીં કેમ ડાયરેક્ટર રોન હોવર્ડે આવા એક્ટરને ફિલ્સમાં એવા નબળા પાત્ર માટે પસંદ કર્યો જે ફિલ્મની કહાનીમાં ભલે દમદાર લાગે, પણ સ્ક્રીન પર તેની પાસે કરવા માટે કંઈ ખાસ નથી. ત્યારે ટોમ જેવા એક્ટરે પણ પોતાના પાત્રને બસ માત્ર નિભાવી દીધું છે. સિએના બ્રુક્સના પાત્રમાં ફેલિસિટી જોસએ પોતાના પાત્રમાં મહેનત કરી છે, તો ઈન્ડિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરી ચૂકેલા ઈરફાન ખાનને આ ફિલ્મમાં વધુ ફૂટેજ તો નથી મળ્યા, પરંતુ ઈરફાન પોતાની અલગ પ્રકારની ડાયલોગ ડિલીવરી, ફ્રેસ એક્સપ્રેશનના દમ પર ‘ઈન્ફર્નો’ની કહાનીનું મહત્વનું પાત્ર બનવામાં ચોક્કસ સફર રહે છે.જો એક સફલ થ્રિલર ફિલ્મની વાત કરીએ તો એવી ફિલ્મની સૌથી મોટી ખાસિયત ફિલ્મનનો ક્લાઈમેક્સ અને ચેજિંગ સીન હોય છે. ‘ઈન્ફર્નો’ આ બંને મામલામાં ઘણી નબળી દેખાય છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે ઘણું નબળું છે, એવું લાગે છે કે ડાયરેક્ટરે નબળી કહાની અને નબળા સ્ક્રિનપ્લેને કારણે ચેજિંગ સીનને એટલો બધો લાંબો કરી દીધો કે હોલમાં બેઠેલા દર્શકોની ધીરજની કસોટી થઈ જાય છે. ચોક્કસ, ડાયરેક્ટર રોન હોવર્ડએ એક્શન સીનમાં મહેનત કરી છે, પરંતુ જો બીજી એક્શન થ્રિલર હોલિવૂડ ફિલ્મોના એક્શન સીન સાથે ‘ઈન્ફર્નો’ના એક્શન સીનની સરખામણી કરવામાં આવે તો આ ફિલ્મ ઘણી નબળી પડે છે. એવામાં ફિલ્મનું તદ્દન નબળું અને ફિલ્મ શરૂ થયાની થોડી મિનિટોમાં દર્શકોને જેની ખબર પડી જાય તેવા ક્લાઈમેક્સથી દર્શકોની ઉત્સુકતા મરી જાય છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા અને અનુભવી સ્ટાર્સની હાજરી અને મેગા બજેટનો પણ ડાયરેક્ટર કોઈ ખાસ લાભ ઉઠાવી શક્યા નથી.જો તમે બોલિવૂડ સ્ટાર ઈરફાન ખાનના ફેન છો તો આ ફિલ્મ ચોક્કસ જુઓ, જેથી તમે જાણી શકો કે તમારા ફેવરિટી એક્ટર હોલિવૂડ ફિલ્મોમાં શું કરે છે. તો ફિલ્મની જોરદાર સિનેમેટોગ્રાફીની સાથે-સાથે ઈટાલી અને ઈસ્તંબૂલના એવા લોકેશન પર શૂટ કરાયેલા ફિલ્મના એક્શન સીન આ ફિલ્મની સૌથી મોટી યૂએસપી છે. ",0 "એક્શન સીન્સની વાત કરીએ તો સોનાક્ષીએ ડુપ્લિકેટની મદદ વિના કેટલાક જોખણી સ્ટન્ટ્સ ખૂબ સુંદર રીતે કર્યા છે. એક્શન સીન્સ ઉપરાંત સોનાક્ષી પર ફિલ્માવાયેલા પોલીસ કસ્ટડી અને પાગલખાનામાં ટોર્ચર કરવાના સીન્સ જોવાલાયક છે. આ સીન્સને અસરકારક બનાવવા માટે સોનાક્ષીએ સારી મહેનત કરી છે. નશામાં રહેતા મુંબઈ પોલીસના કરપ્ટ એસીપી રાણેના પાત્રમાં અનુરાગ કશ્યપ બંધબેસે છે. અનુરાગના ફેસ એક્સપ્રેશન અને તેની ડાયલોગ ડિલિવરીનો જવાબ નથી. તો પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં કોંકણા સેન શર્માની એક્ટિંગ પણ દમદાર છે. અમિત સાદ અને અતુલ કુલકર્ણીને ફિલ્મમાં ઓછા ફૂટેજ મળ્યા છે, પરંતુ બંને તેમની છાપ છોડવામાં સફળ રહ્યા છે. ડિરેક્શનઃ ડિરેક્ટર એ. આર. મુરુગદોસે આ ફિલ્મમાં એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, એક એકલી યુવતી પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કેવી કેવી સ્થિતિમાંથી પસાર થાય છે. બેશક આ ફિલ્મને એક્શન ફિલ્મ કહીને પ્રમોટ કરવામાં આવી છે, પરંતુ ઇન્ટરવલ બાદ એક્શન કમ અને ઇમોશન સીન્સ વધુ હોય છે. પાગલખાનામાં નિર્દોષને શોક આપવા અને વેદના આપતા સીન્સ પર કાતર ફેરવવાની જરૂર હતી. ઇન્ટરવલ બાદ એવું લાગે છે કે સ્ટોરી ટ્રેક પરથી ઊતરી રહી છે. ‘અકીરા’નો સંઘર્ષ સાઇડમાં જતો રહે છે અને ફિલ્મ પોલીસ અને તેની વચ્ચેની સંતાકૂકડી પર વધુ ફોકસ કરે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ અસરકારક બની શક્યો નથી.મ્યુઝિકઃ વિશાલ-શેખરનું સંગીત ફિલ્મના માહોલમાં સંપૂર્ણ ફિટ બેસે છે. રિલીઝ પહેલાં ફિલ્મનાં બે ગીત ઘણા મ્યુઝિક ચાર્ટમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યાં છે. કેમ જોવી જોઈએઃ જો તમે સોનાક્ષી સિન્હાના ફેન હોવ તો ફિલ્મ મિસ ન કરો. ફિલ્મમાં સ્ત્રી સશક્તીકરણને અસરકારક રીતે રજૂ કરી એક સારો મેસેજ આપવામાં આવ્યો છે.",0 "જો ડિરેક્ટર ઇન્દ્રકુમારની ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવે તો તેમણે બનાવેલી ‘દિલ’, ‘બેટા’, ‘રાજા’, ‘મન’, ‘ઇશ્ક’, ‘ધમાલ’ જેવી સાફસુથરી ફિલ્મો યાદ આવે. 90ના દશકની શરૂઆતમાં ઇન્દ્રકુમારે પહેલી વાર આમિર ખાન સ્ટારર ‘દિલ’ બનાવી ડિરેક્ટર તરીકે પદાર્પણ કર્યું હતું અને આ ફિલ્મે બોક્સઓફિસ પર સફળતા અને કમાણીના નવા રેકોર્ડ સ્થાપ્યા. ત્યાર બાદ અનિલ કપૂર, માધુરી દિક્ષીત સ્ટાર ‘બેટા’, ‘ઇશ્ક’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી. પહેલી વાર ઇન્દ્રકુમારે ‘ધમાલ’ની સાથે ફુલ કોમેડી ફિલ્મમાં હાથ અજમાવ્યો. સંજય દત્ત, અરશદ વારસી સ્ટારર આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી, પરંતુ 2004માં ઇન્દ્રકુમારે અજય દેવગણ જેવા સ્ટાર સાથે ‘મસ્તી’ બનાવી અને અહીંથી હોટ કોમેડી ફિલ્મો સાથે તેમનું નામ જોડાઈ ગયું. બેશક ‘મસ્તી’માં પણ ડબલ મીનિંગ ડાયલોગ્સ અને હોટ સીન્સ હતા, પરંતુ આ સીન્સ છતાં ‘મસ્તી’ને ફેમિલી ક્લાસે પણ એન્જોય કરી. ફિલ્મ સુપરહિટ પણ બની હતી. ‘મસ્તી’ની રિલીઝનાં લગભગ આઠ વર્ષ બાદ ઇન્દ્રકુમારે તેની સિક્વલ ‘ગ્રેટ મસ્તી’ બનાવી, તો આ વખતે તેમની ફિલ્મ બોલ્ડ સીન્સ, ડબલ મીનિંગ ડાયલોગ્સના ટેકે બોક્સ ઓફિસ પર સફળ રહી.જોકે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ની સાથે આવો ચમત્કાર થાય તેવું લાગતું નથી. કારણ સ્પષ્ટ છે, આ વખતે ખૂબ જ નબળી સ્ક્રિપ્ટ અને કારણ વિના ઠૂંસવામાં આવેલા હોટ સીન્સ અને જરૂર કરતાં વધુ ડબલ મીનિંગ ડાયલોગ્સ છે, જે એક પણ બાજુએથી સ્ટોરીનો ભાગ લાગતાં નથી. બીજી તરફ આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ અનફિટ લાગે છે. ઉપરાંત રિલીઝનાં બે અઠવાડિયાં પહેલાં ફિલ્મ લીક થવાનું નુકસાન પ્રોડક્શન કંપનીએ ભોગવવું પડ્યું છે.એક્ટિંગઃ આ ફિલ્મમાં રિતેશ દેશમુખ તેના અભિનયથી બાકી બધા કલાકારો પર ભારે પડે છે. રિતેશની ડાયલોગ ડિલિવરી કમાલની છે. ફિલ્મમાં રિતેશની સાસુના રોલમાં ઉષા નાડકર્ણી તેમની છાપ છોડવામાં સફળ રહ્યાં છે. જો ફિલ્મની બાકી સ્ટાર કાસ્ટની વાત કરીએ તો વિવેક, આફતાબ, ઉર્વશી અને શ્રદ્ધા દાસે તેમનાં પાત્ર ઠીક ઠીક ભજવ્યાં છે. શ્રેયસ તલપડે અને સુદેશ લેહરી ફિલ્મમાં કીમિયો છે, પરંતુ બંનેએ તેમની હાજરી બતાવી જાણી છે. ડિરેક્શનઃ ‘મસ્તી’ની સફળતાની હેટ-ટ્રિક બનાવવા માટે આ વખતે ઇન્દ્ર કુમારને એક ખૂબ જ કમજોર અને નબળી સ્ક્રિપ્ટ ઉપરાંત સ્ટોરી માટે અનફિટ સ્ટારકાસ્ટ મળી છે. ફિલ્મની સ્ટોરી ઘણી નબળી છે. ઇન્ટરવલ પહેલાં સ્ટોરીની ગતિ ખૂબ જ સુસ્ત છે. તો બાદમાં ઇન્દ્ર કુમાર સ્ટોરી અને પાત્રોને સમેટવામાં એવા ગૂંચવાયા છે કે જેમ-તેમ કરી સ્ટોરી સમેટી લે છે. જો ઇન્ટરવલ બાદની વાત કરીએ તો સ્ટોરી ગાયબ થઈ જાય છે. જોકે ઇન્દ્ર કુમારે તેમના તરફથી દર્શકોને હસાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પણ ડબલ મીનિંગ ડાયલોગ અને હોટ સીન્સથી નહિ, સંજય મિશ્રા અને રિતેશની એક્ટિંગના બળે. ઇન્દ્ર કુમાર આ સિક્વલ બનાવવાની ઉતાવળ કર્યા વિના હોમવર્ક પૂરું કરીને ‘મસ્તી’ની હેટ-ટ્રિક સુપરહિટની સાથે મનાવી શક્યા હોત.મ્યુઝિકઃ સવા બે કલાકથી પણ નાની સ્ટોરીમાં ડિરેક્ટરે જરૂર કરતાં વધુ ગીતો મૂક્યાં છે. બેશક, ગીત સ્ક્રીન પર સાંભળવા અને જોવા માટે ઠીક બન્યાં છે, પરંતુ આ ગીતોને ઓછાં કરવામાં આવ્યાં હોય તો ‘મસ્તી’ની સ્પીડ વધારી શકાઈ હોત. કેમ જોવી જોઈએ?: જો ‘મસ્તી’ સિરીઝની છેલ્લી બે ફિલ્મો જોઈ હોય તો આ વખતે એ જોવા જાવ કે કોઈ દમદાર સ્ટોરી અને સ્ક્રિપ્ટ વિના ઇન્દ્ર કુમારે સિરીઝની ત્રીજી ફિલ્મ કેવી રીતે બનાવી નાખી. આ ફિલ્મને ક્રિટિક્સ પાંચમાંથી 2 પોઇન્ટ્સ આપી રહ્યા છે. ",0 "એક્ટિંગઃ જ્યોતિના પાત્રમાં આરાધના જગોટા એ સારી ભૂમિકા ભજવી છે. લીડ રોલમાં કેરીનું પાત્ર સત્યજીત દૂબેને ફિટ બેસે છે. ડાયરેક્ટર અશોક યાદવે એવી ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે જે અલગ પ્રકારની ફિલ્મોમાં જગ્યા મેળવી શકે છે. જોકે, ખૂબ ગાળોનો ઉપયોગ અને હોટ સીનની ભરમારથી કોઈ ફિલ્મ અલગ નથી થઈ જતી.",0 "જો તમને રામ ગોપાલ વર્માની બોક્સ ઓફિસ છેલ્લી સુપરહિટ ફિલ્મનું નામ જણાવવા કહેવામાં આવે તો ચોક્કસ તમને થોડો સમય લાગશે, છેલ્લા કેટલાક સમયથી રામુ બોલીવૂડમાં પોતાની ફિલ્મોથી વધુ અલગ-અલગ સોશયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ્સ પર પોતાની આશ્ચર્યજનક ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહ્યો છે. રામુની આ ફિલ્મની વાત કરીએ તો ચોક્કસ આ ફિલ્મ ઠીક-ઠીક કહી શકાય. લોકેશન અને લીડ પાત્રના સિલેક્શનમાં રામુએ બાજી મારી તો ફિલ્મના બીજા મહત્વના પાત્ર એસટીએફ ઓફિસર કાનનના રોલમાં સચિન જોશીનું સિલેક્શન ચોક્કસ રામુની મજબૂરી લાગે છે. હકિકતમા સચિનની વાઈફ રૈના જોશી આ ફિલ્ની કો-પ્રોડ્યૂસર છે, ત્યારે સચિનને ફિલ્મમાં એક મહત્વનું પાત્ર આપવું ક્યાંક ને ક્યાંક રામુની મજબૂરી રહી હશે. ચોક્કસ રામુએ બોક્સ ઓફિસ પર પોતાની ધમાકેદાર એન્ટ્રી માટે એ ફિલ્મને જ હિંદીમાં બનાવવા માટે પસંદ કરી, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી, સાઉથમાં રામુએ કિલિંગ વીરપ્પન બનાવી અને ફિલ્મ હીટ રહી. આ વખતે રામુએ એ ફિલ્મને હિંદીમાં બનાવી પુનરાગમન કર્યું છે.એક્ટિંગ: સંદીપ ભારદ્વાજે વીરપ્પનના પાત્રને પોતાની સુપર્બ એક્ટિંગથી પરદા પર જીવંત કરી બતાવી છે. સ્ક્રીન પર સંદીપને જોઈ નેવુંના દાયકાનો વીરપ્પન દર્શકોને યાદ આવી જાય છે. સંદીપની ડાયલોગ ડિલીવરી, તેના હાવ-ભાવ અને બોલવાની સ્ટાઈલ શાનદાર છે. તો ફિલ્મમાં એસટીએફ ઓફિસર કાનનના પત્રમાં સચિન જોશીની એક્ટિંગને જોઈને લાગે છે જાણે ડાયરેક્ટર તેને જબરજસ્તીથી એક્ટિંગ કરાવી રહ્યા છે. લીઝા રે ક્યાંય પ્રભાવિત કરી શકતી નથી. તો વીરપ્પનની પત્નીના પાત્રમાં ઉષા જાધવને ચોક્કસ રામુએ ઓછા ફૂટેજ આપ્યા છે, પંરતુ તેમ છતાં ઉષાએ પોતાના પાત્રને દમદાર એક્ટિંગથી પાવરફુલ બનાવી દીધું. નિર્દેશન: રામુની પ્રશંસા કરવાની પડશે કે તે વીરપ્પનના ખોફને પરદા પર ઉતારવામાં ઘણી હદ સુધી સફળ રહ્યો છે. રામુએ નેવુંના દાયકામાં મીડિયામાં છવાતા રહેલા વીરપ્પનની ચાલાકીઓ અને તેની કામ કરવાની રીતની સાથે-સાથે તેની ક્રૂરતાને પરદા પર પ્રામાણિકતા સાથે ઉતારી. તો, વીરપ્પનની સાથે-સાથે ફિલ્મમાં સચિન જોશી એટલે કે એસટીએફ ઓફિસર કાનનને તેના કદથી ક્યાંય વધારે ફૂટેજ આપી ફિલ્મની ઝડપને ઓછી કરી દીધી. આ વખતે રામુએ સ્ક્રિપ્ટ પર ધ્યાન આપ્યું, પરંતુ વીરપ્પનની સાથે જોડાયેલા કેટલાક ખાસ પ્રસંગોને તેણે જાણી જોઈને ટચ નથી કર્યા, એજ આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ છે.સંગીત: આઈટમ સોંગનું ફિલ્માંકન સારું છે, પરંતુ ફિલ્મમાં એવું કોઈ બીજુ ગીત નથી જે હોલની બહાર તમને યાદ રહી જાય. શા માટે જોવી: જો રામુના ફેન છો અને એડલ્ટ છો તો આ ફિલ્મને જોવા જઈ શકો છો. વીરપ્પનના પાત્રમાં સંદીપ ભારદ્વાજ આ ફિલ્મની યુએસપી છે, તો સચિન જોશી નબળી કડી છે. ",0 "મોડેલ, એક્ટર ગૌરવ અરોરાએ સેમના પાત્રને સારી રીતે નીભાવ્યું છે. તારાએ ડોક્ટર અલીશાના પાત્રને પણ સંપૂર્ણ ન્યાય આપ્યો છે. પત્રલેખાનો જબરજસ્ત બોલ્ડ ગ્લેમરસ લૂક ગમે તેને ચોંકાવી દે તેવો છે. ડાયરેક્શનની વાત કરીએ તો, ફિલ્મ શરુ કરતી વખતે વિક્રમ ભટ્ટનો વિચાર સારો રહ્યો હશે, હાલના દિવસોમાં રિચ ક્લાસમાં જે રીતે પાર્ટનર સ્વેપિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેના પર આ ફિલ્મ ફોકસ કરે છે. ફિલ્મની સ્ક્રીપ્ટને વધારે પાવરફૂલ બનાવવાને બદલે વિક્રમે અગાઉની ફિલ્મો કરતાં વધારે બોલ્ડ બનાવવા સિવાય ક્યાંય ધ્યાન નથી આપ્યું. વિક્રમે ઈન્ટિમેટ સીન્સ બતાવતી વખતે સમાજના એક ખાસ ગ્રુપના વિચારનો ક્યાંકને ક્યાંક ઉલ્લેખ કર્યો છે. બોલ્ડ સીન્સ છતાંય ફિલ્મની સ્પીડ ખાસ્સી ધીમી છે. છેલ્લો પાર્ટ અસરદાર નથી. ફિલ્મમાં એક-બે નહીં, ડઝનબંધ ગીતો છે. કેટલાક અંગ્રેજી ગીતો પણ છે, જેમને બેકગ્રાઉન્ડમાં ફિલ્માવાયા છે. ફિલ્મનું સોંગ ‘આવારગી’ ખાસ્સું પોપ્યુલર થયું છે.",0 આ ફિલ્મના કલાકારોના અભિનયની વાત કરીએ તો સાન્યા મલ્હોત્રા ફુલ ફોર્મમાં છે. તેણે ઈન્સ્પેક્ટરની ભૂમિકા સારી રીતે નિભાવી છે. બીજી તરફ વિજય રાઝ એક નાનકડા પણ પાવરફુલ રોલમાં જામી ગયો છે. દિગ્દર્શકે બ્રિજેન્દ્ર કલા અને રઘુબીર યાદવ જેવા સક્ષમ કલાકારોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી. જો તમે વીકએન્ડ પર મેસેજ સાથે હળવી કોમેડી જોવા માગતા હોવ તો તમે આ ફિલ્મ કટહલ જોઈ શકો છો.,1 "વિન ડીઝલ મોટા પડદા પર હંમેશાંની જેમ જ શાનદાર લાગે છે.દિગ્દર્શક લુઈસ લેટરિયરે ફ્રેન્ચાઈઝીની 10મી ફિલ્મમાં શ્રેષ્ઠ એક્શન પીરસ્યું છે, જે તેના ઉત્તમ એક્શન સિક્વન્સ અને કાર સ્ટંટ દ્રશ્યો માટે પ્રખ્યાત છે. શરૂઆતના દ્રશ્યોથી લઈને ક્લાઈમેક્સ સુધી આ ફિલ્મમાં એક્શન પ્રેમીઓ માટે ઘણો મસાલો છે. પરંતુ જો વાર્તા અને પટકથા વિશે વાત કરીએ તો તે ઘણી જગ્યાએ ઓછા પડે છે. આમ છતાં જેઓ એક્શન સીન્સને પસંદ કરે છે તેઓ તેને ખૂબ એન્જોય કરે છે. ભારતીય દર્શકોમાં આ ફિલ્મના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હોલિવૂડના એક દિવસ પહેલા તે ભારતમાં રિલીઝ થઈ છે.",1 અત્યારે સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં છે. ફિલ્મ 'યુ ટર્ન' (U-Turn) પણ કન્નડ સિનેમામાં બનેલી આ જ નામની ફિલ્મની રિમેક છે. ફિલ્મના દિગ્દર્શક આરિફ ખાને કન્નડ ફિલ્મની રિમેકમાં સસ્પેન્સ ઉમેરવાનો પૂરો પ્રયાસ કર્યો છે અને તે તેમાં સફળ પણ રહ્યા છે. પરંતુ ફર્સ્ટ હાફમાં ફિલ્મની વાર્તા દર્શકોને ખૂબ જ સરળ લાગે છે. સેકન્ડ હાફ અને ક્લાઈમેક્સમાં ફિલ્મ ચોક્કસપણે એક રોમાંચક વળાંક લે છે. ખાસ કરીને ફિલ્મનો ક્લાઈમેક્સ જોરદાર છે. જો દિગ્દર્શકે વાર્તા પર થોડું વધારે કામ કર્યું હોત તો તે એક શાનદાર ફિલ્મ બની શકી હોત. આલિયા એફએ તેની કારકિર્દીની ચોથી ફિલ્મમાં સારું કામ કર્યું છે. તે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. પ્રિયાંશુ અને મનુ ઋષિ ચઢ્ઢા પણ તેમની ભૂમિકામાં મજબૂત છે. ફિલ્મના બાકીના કલાકારોએ પણ યોગ્ય કામ કર્યું છે.,1 "ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન', કાવેરીના દીકરા કહેવાતા મહાપ્રતાપી ચૌલ રાજા અરુલમોરીવર્મનના સમ્રાટ બનવાની વાર્તા પર આધારિત છે. મણિરત્નમે ફિલ્મના બીજા ભાગને પહેલા કરતાં વધારે ભવ્ય બનાવવાની કોશિશ કરી છે. ફિલ્મના બીજા ભાગની વાર્તા દર્શકોને વધુ ઉત્સુક કરે છે. લગભગ પોણા ત્રણ કલાકની ફિલ્મ તમને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લેની નબળાઈના કારણે તમે કેટલીકવાર ચૌલ રાજાઓના શત્રુ રાષ્ટ્રકૂટ, પાંડ્ય અને પલ્લવ રાજાઓ વચ્ચે ગૂંચવાઈ જાવ છો. ઈન્ટરવલ પહેલા ફિલ્મ તમને પાછલા ભાગના પડકારોથી રૂબરૂ કરાવે છે જ્યારે સેકંડ હાફમાં એક પછી એક પાસા ખુલવા માંડે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં યુદ્ધ અને દરબારના દ્રશ્ય 'બાહુબલી'ની જેમ ભવ્ય બનાવવાની કોશિશ કરવામાં આવી છે. એક્ટરોની વાત કરીએ તો, ચિયાન વિક્રમે શાનદાર એક્ટિંગ કરી છે. ડબલ રોલમાં ઐશ્વર્યા પણ જામે છે. તેના પાત્રના એક પછી એક લેયર અમુકવાર દર્શકોને મૂંઝવણમાં નાખી દે છે. ફિલ્મના પહેલા ભાગમાં ઓછા દેખાતા જયરામ રવિએ બીજા ભાગમાં દમ દેખાડ્યો છે. કાર્તિ અને તૃષાએ પણ સારું કામ કર્યું છે. ",1 "દિગ્દર્શક આશિમા છિબ્બર ફિલ્મની લાગણી અને ગતિને પહેલા જ દ્રશ્યમાં સેટ કરે છે જ્યારે વેલફેર સોસાયટી દ્વારા તેના બાળકોને લઈ જવામાં આવે છે. તે સમયે રાની કારની પાછળ દોડતી, પડતી વાર્તાનો મૂડ સેટ કરે છે. એ પછી વાર્તા પોતાની ગતિએ આગળ વધે છે. વાર્તા અધવચ્ચે થોડી છૂટી જાય છે. આવી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મોનો સૌથી મોટો પડકાર તેની પટકથા છે, તે સ્તરે વાર્તા થોડી નબળી સાબિત થાય છે. તેમ છતાં પ્રી-ક્લાઈમેક્સ અને ક્લાઈમેક્સ તમને ઉત્સુક કરે છે અને સાથે સાથે રાહત પણ આપે છે. જો કે, વાર્તામાં કેટલાક પ્રશ્નો જવાબ વિના આગળ વધે છે.રાની ખરેખર અભિનયની બાબતમાં પરફોર્મન્સની રાણી સાબિત થઈ છે. તે દેબિકાના પાત્રને પોતાની શૈલીમાં વણે છે અને પછી પોતાની શૈલીમાં જીવે છે. એક અતિશય, લાચાર અને લડાયક માતા તરીકે રાનીનો અભિનય આપણને ઘણી જગ્યાએ આંસુઓથી ભરી દે છે. અહીં તે તેના અભિનયમાં ટોચ પર જોવા મળે છે. પહેલા હાફમાં જ્યાં તે આક્રમક છે, બીજા હાફમાં તે હાથ જોડી અને ભીની આંખો સાથે જોવા મળે છે. જીમ સરભ ભારતીય મૂળના વકીલના પાત્રમાં દેખાય છે અને ફિલ્મને એક ઊંચાઈ આપે છે.",1 "આ શ્રેણી સત્ય ઘટનાઓ પર આધારિત હોવા છતાં નિર્માતાઓએ તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ અકબરના શક્તિશાળી અને જટિલ પરિવારની અંદર ચાલી રહેલી કૂટનીતિને દર્શાવવા માટે પણ કર્યો છે. શ્રેણી જોતી વખતે તમે ઘણી વખત વિચારવાનું શરૂ કરો છો કે જે બતાવવામાં આવી રહ્યું છે તે હકીકતમાં સાચું છે. શ્રેણીમાં ઘણા બધા પાત્રો છે. સારી વાત એ છે કે તે અન્ય શોની જેમ કંટાળાજનક નથી અથવા પ્લોટથી ભટકતો નથી. આ વાર્તાઓ સમ્રાટ અકબરની વાર્તાના આ વિસ્તૃત કેનવાસ પર કાલ્પનિક રીતે ગૂંથાયેલી છે.હંમેશાંની જેમ આ વખતે પણ નસીરુદ્દીન શાહે (Naseeruddin Shah) મુઘલ બાદશાહ અકબરની ભૂમિકામાં અવિશ્વસનીય કામ કર્યું છે. તેમણે પોતાના અભિનયથી અકબરના જટિલ વ્યક્તિત્વમાં પ્રાણ ફૂંક્યા છે. એક શાસકને જોઈએ છીએ જે અકલ્પનીય છે. જે ખૂબ જ માનવીય, વિચારશીલ અને અન્યો પ્રત્યે ઉદાર છે પણ ઘણા પ્રસંગોએ ક્રૂર પણ છે. જો કે, અકબર તરીકે નસીરુદ્દીન શાહનો ગેટઅપ શહેનશાહ જેવો ઓછો અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવો વધુ દેખાય છે.તેના લાંબા એપિસોડ્સ અને બહુવિધ ટ્વિસ્ટ-ટર્ન સાથે વેબ સિરીઝ તેની પોતાની ગતિએ વહેતી રહે છે. સૌથી સારી વાત એ છે કે દર્શક તરીકે તમારી રુચિ જળવાઈ રહે છે. ઐતિહાસિક આઇકોનિક સ્મારકો, લોકેશન્સ, ભવ્ય સેટ, કેટલાક વાસ્તવિક સ્થાનો, લોકોની ભીડ, પ્રાણીઓ, દારૂગોળો, યુદ્ધભૂમિ, આખી વેબ સિરીઝ એવી રીતે શૂટ કરવામાં આવી છે કે તેને જોતી વખતે તમને મોટી સ્ક્રીનનો અનુભવ મળે. વાર્તા પણ પવનના સૂસવાટાની જેમ સરળતાથી વહે છે. પરંતુ, એક વસ્તુ તે છે સંવાદો. આના પર થોડું વધારે કામ થઈ શક્યું હોત.",1 "શહઝાદા ફિલ્મનો ડાઈરેક્ટર રોહિત ધવન છે, જે કૉમેડી ફિલ્મોના કિંગ તરીકે ઓળખાતા ડેવિડ ધવનનો દીકરો છે. રોહિતે સુપરહિટ તેલુગુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર મસાલેદાર એન્ટરટેનર ફિલ્મ બનાવી છે. આ એક ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મમાં કૉમેડી અને લવ સ્ટોરીનો તડકો છે. જ્યારે સેકન્ડ હાફમાં કાર્તિક આર્યન પોતાની ઓરિજિનલ ફેમિલી માટે મસીહા બની જાય છે. ફિલ્મમાં એક્શન, ઈમોશન, કોમેડી તમામ તત્વો જોવા મળશે. પરંતુ આ જ કારણોસર ફિલ્મની સ્ટોરી થોડી નબળી પડી જાય છે. ખાસકરીને ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો જ પ્રેડિક્ટેબલ લાગે છે.કાર્તિક આર્યને ફિલ્મમાં સારી કોમેડી કરી છે. સેકન્ડ હાફ તમને ઈમોશનલ કરી શકે છે. તમને એક્શન પણ જોવા મળશે. કૃતિ સેનન પાસે ફિલ્મમાં કરવા માટે કંઈ ખાસ નથી. બંટૂના વર્તમાન પિતાના રોલમાં પરેશ રાવલ જામે છે. જ્યારે રોનિત રૉય, સચિન ખેડેકર અને મનિષા કોઈરાલા સપોર્ટિંગ રોલમાં સારું કામ કર્યું છે. રાજપાલ યાદવ માત્ર એક જ સીનમાં જોવા મળે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક તમને પસંદ આવી શકે છે. શહઝાદાના મેકર્સે પૂરતો પ્રયત્ન કર્યો છે કે તેની ઓરિજિનલ તેલુગૂ ફિલ્મ હિન્દીમાં ઉપ્લબ્ધ ના હોય, કારણકે જો તમે અલ્લુ અર્જુન વાળું વર્ઝન નહીં જોયું હોય તો શહઝાદા તમને પસંદ આવી શકે છે. ",1 "નિર્દેશક તરીકે આ ભયાનક રાતને રીક્રિએટ કરવામાં હંસલ મહેતા સફળ રહ્યા છે. ફિલ્મ શરૂઆતથી જ તમને જકડી રાખે છે. હંસલ મહેતા સમય બગાડ્યા વિના જ ફિલ્મની મૂળ વાર્તા પર આવી જાય છે. જેમ-જેમ વાર્તા આગળ વધે છે તેમ-તેમ સહિષ્ણુતા વિરુદ્ધ અસહિષ્ણુતા અને ધર્મ વિરુદ્ધ કટ્ટરતાની ઊંડી ચર્ચા થતી રહે છે. ક્લાઈમેક્સમાં માણસાઈનો કુર્બાનીવાળો રંગ જોઈને રાહત મળે છે. બીજી આતંકી ઘટનાઓ પર બનેલી ફિલ્મોની જેમ અહીં સુરક્ષા એજન્સીઓને હીરો તરીકે નથી દર્શાવાઈ પરંતુ એક સામાન્ય છોકરાના શૌર્યને બતાવાયું છે. પોલીસ કમિશનરના પાત્ર દ્વારા ફિલ્મમાં હળવી પળો દર્શાવાઈ છે. જ્યારે માના રોલમાં જૂહી બબ્બર બેચેની અને દુઃખની સાથે પોતાના રૂઆબને બતાવામાં પણ સફળ રહ્યા છે. હંસલ મહેતા ઈસ્લામને લઈને બે વિપરીત વિચારધારાઓથી શરૂઆત કરે છે. એક જે જિહાદના નામે જીવ લેવામાં વિશ્વાસ રાખે છે જ્યારે બીજું જે હિંસાને ખોટી માને છે. જોકે, આ બાબતને તેઓ સ્ક્રીનપ્લેમાં વ્યવસ્થિત રીતે દર્શાવી નથી શક્યા. ફિલ્મનું ટાઈટલ ફરાઝ છે પરંતુ તેનું શૌર્ય અંતમાં દેખાય છે. તેની બેકસ્ટોરી પર થોડું કામ કરવું જરૂરી હતું. ભાવનાત્મક દ્રષ્ટિએ ફિલ્મ હચમચાવી નાખે તેવી નથી. જોકે, એ વાત તો સ્વીકારવી રહી કે, ફિલ્મની નિયત સારી અને પ્રાસંગિક છે. લેખનની અમુક મર્યાદા દેખાઈ આવે છે. ટેક્નિકલ પક્ષની વાત કરીએ તો, ફિલ્મની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર દમદાર છે. દમદાર સંવાદ પણ વખાણવાલાયક છે. અભિનયના મામલે આદિત્ય રાવલે ખૂબ સારું કામ કર્યું છે. ઈસ્લામના નામે કોઈપણ હદ સુધી જતાં યુવાનનું પાત્ર તેણે બખૂબી નિભાવ્યું છે. શશિ કપૂરના પૌત્ર જહાન કપૂર પોતાના અભિનયથી આશાનું નવું કિરણ જગાડે છે. ફરાઝની મમ્મીના રોલમાં જૂહી બબ્બરે એક સમર્થ અભિનેત્રી તરીકે પોતાનો પરિયચ આપ્યો છે. આમિર અલી, સચિન લાલવાણી, જતિન પારિક જેવા કલાકારોએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.",1 "પઠાણ'ની વાર્તા ગળે ઉતારવી થોડી મુશ્કેલ લાગે છે પરંતુ સ્ટાર પાવર અને સ્ટાઈલના લીધે માઉન્ટેન ડ્યૂની ફિલ્મી કોમર્શિયલ જેવી લાગે છે. જોકે, ધીમે-ધીમે ફિલ્મમાં રસ પડવા માંડે છે. ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે સ્પાય થ્રિલર ફિલ્મને રોચક બનાવવાના બનતા તમામ પ્રયાસ કર્યા છે. તેણે ફિલ્મને સુપરહીરો ફિલ્મ તરીકે બતાવી છે જેના કારણે કેટલીક બાબતો અવિશ્વસનીય લાગે છે. હોલિવુડની બ્લોકબસ્ટર મારવેલ ફિલ્મો કે પછી ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલ જેવી ફિલ્મો પ્રત્યેનું સિદ્ધાર્થ આનંદનું આકર્ષણ અને વળગણ 'પઠાણ'માં છતું થાય છે. વિંગસૂટ, ધૂંઆધાર એક્શન સીક્વન્સ, જોરદાર કાર, બાઈક અને હેલિકોપ્ટરના સ્ટન્ટ, અમર્ત્ય હીરો, પંચલાઈન મારતા વિલન, પુરુષને લોભાવતી આકર્ષક મહિલા અને આ બધાની ઉપર દેશભક્તિની ભાવનાની ફિલ્મ પાસે અપેક્ષા રાખી શકો છો.ફિલ્મમાં ઈમોશન કરતાં વધુ મહત્વ એક્શનને આપવામાં આવ્યું છે. શાહરૂખ ખાન પડદા પર લાગણીઓ દર્શાવવામાં મહારથ મેળવી ચૂક્યો છે ત્યારે તે તેના શરીર દ્વારા અહીં સંદેશ દર્શકો સુધી પહોંચાડે છે તે જોવાનું રસપ્રદ બની રહે છે. ફિલ્મની વાર્તા નબળી છે અને VFX પણ ઠીકઠાક છે પરંતુ શાહરૂખ ખાનની પડદા પર હાજરી આ ખામીઓને ઢાંકી દે છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર જે-તે પરિસ્થિતિને સુસંગત નથી લાગતો. જ્યારે ફિલ્મનું ટાઈટલ મ્યૂઝિક દેશદાઝ અને બહાદુરીને દર્શાવે છે. જિમ તરીકે જોન અબ્રાહમે કરેલો અભિનય ફિલ્મની હાઈલાઈટ કહી શકાય. સ્ટન્ટ સિક્વન્સ હોય કે તેની એન્ટ્રી બધું જ દમદાર રહ્યું હતું. ફિલ્મના ઘણાં ભાગમાં એવું લાગશે કે હીરો કરતાં વિલન ચડિયાતો છે. દીપિકા પાદુકોણે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે અને પાત્રની દ્રષ્ટિએ તેનું કાસ્ટિંગ પણ વ્યવસ્થિત લાગે છે. પરંતુ શાહરૂખ સાથેની તેની કેમેસ્ટ્રી હજી વધારે ગાઢ કરી શકાઈ હોત, બંને વચ્ચે કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. જોન અને શાહરૂખના પાત્રો વચ્ચે જેવો સ્પાર્ક છે તે દીપિકા સાથે દેખાતો નથી. ડિમ્પલ કપાડિયા ફિલ્મના ખૂટતા પાસા અને લાગણીઓને જોડતી કડી બન્યાં છે તેમ કહી શકાય. એવું લાગે કે તેમનું પાત્ર થોડું વધુ લંબાવાયું હોત તો સારું. ",1 "આ ફિલ્મ આલોક શર્મા દ્વારા લખવામાં આવી છે અને વિક્ટર મુખર્જીએ નિર્દેશિત કરી છે. કન્સેપ્ટ સારો છે. ફેમિલી પેક ફિલ્મ છે. શેરીમાં રખડતા કૂતરાઓને કેવી રીતે રક્ષણની જરૂર છે અને કેવી રીતે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તેમના જીવનની કોઈ કિંમત નથી, તે બધું ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. પરંતુ તે રીતે પાત્રોને ન્યાય મળ્યો નથી. જો કે આ ફિલ્મ આગળ વધશે એટલે કે તેનો બીજો ભાગ આવશે. એક બંગાળી ગીત સિવાય આખી ફિલ્મમાં બીજું કોઈ હિન્દી ગીત નથી. આ ફિલ્મ એક વખત જોઈ શકાય તેમ છે. જો તમે પ્રાણીઓને પ્રેમ કરો છો તો તમે જોઈ શકો છો. જે સંદેશ પણ આપે છે. ક્યાંક કંટાળાજનક છે, પરંતુ પરિવાર સાથે જોવા માટે આ એક સારી ફિલ્મ છે.",1 "લેખક-ડિરેક્ટર શશાંક ખેતાને 90ના દશકાની આ થ્રિલરમાં કોમેડી અને મિસ્ટ્રીનું મિક્સ મનોરંજન પીરસ્યું છે. ફિલ્મમાં અણધાર્યા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. જ્યારે નવા પાત્રોને (જેમ કે સિક્સ પેક ધરાવતો સેન્ડી અને તેના પિતા) આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે, તેઓ તેમની સાથે ભરપૂર ડ્રામા લઈને આવ્યા છે. પહેલો ભાગ પેટ પકડીને હસાવે તેવી ક્ષણોથી ભરેલો છે જે એક સમયે ફિક્કો પણ પડી જાય છે અને એકના એક જોક સાંભળવા મળે છે. જો કે, બીજો ભાગ મજા કરાવે છે.વિકી કૌશલ આવા પાત્રમાં પહેલીવાર જોવા મળ્યો છે અને તે 90ના દશકાના હીરોની યાદ અપાવે છે. તેણે ગોવિંદાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે અને કોમિક ટાઈમિંગ પણ જબરદસ્ત છે. બેંગ બેંગ, કજરા રે અને રાધા તેરી ચુનરી જેવા સોન્ગ પર તેનું પર્ફોર્મન્સ અદ્દભુત છે. ભૂમિએ પણ ગૌરીનું પાત્ર બખૂબી ભજવ્યું છે પરંતુ ગોવિંદા સાથેના સીન વધુ સારી રીતે દેખાડી શકાયા હોત. કિયારા સુકુના પાત્રમાં ફિટ બેસે છે. તો ગોવિંદાની લકવાગ્રસ્ત અને વ્હીલચેર પર રહેલી મા ડ્રામેબાઝ છે.ફિલ્મ 'ગોવિંદા મેરા નામ'ના સોન્ગ ક્યા બાત હૈ 2.0 અને બિજલી તમને નાચવા મજબૂર કરી દેશે. વિકી અને કિયારના 'પપ્પી જપ્પી' ટ્રેકથી મેચિંગ કપડાં સુધી બધું તમને 90ના દશકાની કોમેડીની યાદો તાજી કરાવશે. ",1 "રેવથીએ ફિલ્મના ભાવનાત્મક પાસાને તેના નિર્દેશનમાં ખૂબ જ મજબૂતીથી પકડી રાખ્યો છે. રેવથીએ એક પુત્રની પીડાને સુંદર રીતે દર્શાવી છે જે દરરોજ મૃત્યુની નજીક જઈ રહ્યો છે. દર્શકની આંખોમાંથી સતત આંસુ વહેશે, જે પાત્રોની પીડા અને હિંમત સાથે જોડાય છે. વેંકી મૃત્યુની પથારી પર કહે છે કે તે બીજી દુનિયામાં જવા માગે છે. પણ પટકથાના સ્તરે વાર્તા થોડી ઢીલી પડી જાય છે. કેટલાક ભાગોમાં ગતિ ધીમી છે. સુજાતાના સંઘર્ષ સાથે દિગ્દર્શક ભાવનાત્મક બાજુને વધુ ધાર આપી શક્યા હોત. ક્યાંય સ્પષ્ટતા કરવામાં આવી નથી કે સિંગલ પેરેન્ટ તરીકે સુજાતા તેના પુત્રની બીમારીનો ખર્ચ કેવી રીતે ઉઠાવે છે? હા, પિતા, બહેન, ગર્લફ્રેન્ડ અને આમિર ખાનના પાત્રો વાર્તાને આગળ ધપાવે છે. રેવથી કોર્ટમાં ઈચ્છામૃત્યુ પરની ચર્ચાને અર્થપૂર્ણ બનાવે છે અને મીડિયાના સકારાત્મક સમર્થનને પણ પ્રતિબિંબિત કરે છે. રવિ વર્મનની સિનેમેટોગ્રાફી અદભૂત છે. જ્યારે મનન સાગરનું એડિટિંગ પહેલા ભાગમાં વધુ ચુસ્ત હોવું જોઈતું હતું.અભિનયની વાત કરીએ તો માતા તરીકે કાજોલ અને પુત્ર તરીકે વિશાલનો અભિનય હ્રદયસ્પર્શી છે. એક માતા તરીકે કાજોલની પીડા, ચિંતા, અસલામતી ત્યારે વિશાલની પીડા અને મૃત્યુ પ્રત્યે વેન્કીનો હકારાત્મક અભિગમ મજબૂત છે. રાહુલ બોઝ, રાજીવ ખંડેલવાલ, આહાના કુમરા, પ્રિયામણી, પ્રકાશ રાજ અને અનંત મહાદેવન તેમના અભિનયથી ફિલ્મના અન્ય ફ્રેમ્સને મજબૂત બનાવે છે. કમલ સદાના લાંબા સમય પછી સુજાતાના પતિના રોલમાં દેખાય છે.ગેસ્ટ અપીયરન્સમાં આમિર ખાનની હાજરી દિલાસો આપનારી છે.",1 "નિર્દેશક અને લેખક રાજીવે આ ક્રાઈમ-થ્રિલરને ગ્વાલિયરના બેકડ્રોપમાં આકાર આપ્યો છે. એક સામાન્ય માણસ અસામાન્ય સ્થિતિમાં મૂકાઈને કઈ રીતે ગુનાનો સહારો લે છે તે ફિલ્મની વિશેષતા છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો સુસ્ત લાગે છે. પાત્રોને સ્થાપિત કરવાની કવાયત લાંબી થઈ જાય છે. પરંતુ બીજા ભાગમાં વાર્તા જોર પકડે છે. આ થ્રિલરમાં નિર્દેશક પાત્રો દ્વારા નાના શહેરની આર્થિક અને સામાજિક વિડંબણા પણ દર્શાવે છે. વાર્તામાં કેટલીક હળવી હાસ્યની પળો પણ છે. હત્યા બાદ લાશના ટુકડા કરવાની ક્રૂરતાને બેંકગ્રાઉન્ડ મ્યૂઝિક અને અવાજ દ્વારા દર્શાવાઈ છે, જે રુંવાડા ઊભા કરી દેશે. સપના નરુલાની સિનેમેટોગ્રાફી સારી છે. ગ્વાલિયરની ગલીઓથી માંડીને કેટલીક ઐતિહાસિક જગ્યા સુધી તેમણે શહેરની બખૂબી પોતાના કેમેરામાં કંડારી છે. સાથે જ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ દમદાર છે. આ ફિલ્મ તમને થોડાઘણાઅંશે 'દ્રશ્યમ'ની યાદ અપાવશે. એક પોઈન્ટ પર વાર્તા થોડી પ્રેડિક્ટેબલ થઈ જાય છે. પરંતુ છેવટે તમે રાહતનો શ્વાસ લેશો.ફિલ્મમાં અભિનયના બે મજબૂત સ્તંભ નીના ગુપ્તા અને સંજય મિશ્રાના રૂપમાં છે. નિવૃત્ત શિક્ષકના બિચારાપણાથી લઈને તેમના આક્રોશ થવા સુધીનું ટ્રાન્સફોર્મેશન સંજય મિશ્રાએ બખૂબી બતાવ્યું છે. ઘૂંટણના દુઃખાવાથી પરેશાન ધર્મભીરુ મહિલાના પાત્રમાં નીના ગુપ્તાએ પ્રાણ ફૂંક્યા છે. તેમની ચાલ-ઢાલ કોઈ અંગત વ્યક્તિની યાદ અપાવી શકે છે. પતિ-પત્ની રૂપે બંનેની કેમેસ્ટ્રી કમાલની છે. પોલીસના રોલમાં માનવ વિજ જામે છે. સૌરભ સચદેવાને પાંડેના રૂપમાં જોઈને તમને ગિન્ન આવશે અને આ જ તેમની એક્ટિંગની ખૂબી છે. અન્ય પાત્રોએ ઠીક ઠીક કામ કર્યું છે.",1 "સિઝનનો પ્રત્યેક એપિસોડ 42 મિનિટનો છે. પ્રત્યેક એપિસોડમાં અવિનાશ એક વ્યક્તિનો સામનો કરે છે, જેને જે મારવા માંગે છે. આ પ્રત્યેક પાત્રની એક બેકસ્ટોરી છે, જેના આધારે સાબિત કરવામાં આવે છે કે અવિનાશ કેમ તે વ્યક્તિને મારવા માંગે છે. મયંક શર્માએ જે પ્રકારે શૉનું ડાઈરેક્શન કર્યું છે અને જે પ્રકારની થ્રિલર ટ્રીટમેન્ટ આપી છે, તમને તે જકડી રાખશે. પરંતુ મર્ડર અને પછી ત્યાંથી ભાગવાની સિક્વન્સ તમને વધારે પડતી ડ્રામેટિક લાગી શકે છે. ઘણી વાર તમે તેની સાથે સહમત નહીં થાઓ.અભિષેક બચ્ચને દમદાર અભિનય કર્યો છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે, આ સિઝનમાં તેની પાસે જેના નામનો અલગથી ચહેરો નથી, એક જ ચહેરા સાથે અવિનાશ અને જે બન્ને પર્સનાલિટી દર્શાવાવની છે, માટે અભિષેકના એક્ટિંગનો ગ્રાફ જોઈ શકાય છે. અમુક સીનમાં તો અભિષેક બચ્ચને અસાધારણ અભિનય કર્યો છે. અમિતા સાધનો ગુસ્સો ગત સિઝનની સરખામણીમાં ઓછો થયો છે. પરંતુ તેણે એક દમદાર પોલીસ અધિકારીના પાત્રને ન્યાય આપ્યો છે. નિત્યા મેનન અને સૈયમી ખૈરની સિઝન વનની સરખામણીમાં ઓછી સ્પેસ છે. નવીન કસ્તૂરિયાના અભિનયના પણ ખાસ વખાણ કરવા પડે. આ સિરિઝને વધારે સારી બનાવી શકાતી હતી. ખાસકરીને લંબાઈની વાત કરીએ તો એપિસોડ હજી નાના થઈ શકતા હતા. પરંતુ તેમ છતાં આ સીરિઝ તમને જકડી રાખશે. તમે એકવાર શરુ કરશો તો પતાવીને જ મૂકવાનું મન થશે. ",1 "સતરામ રામાણી ડિરેક્ટર તરીકે પાત્રો અને પ્લોટને ડેવલપ કરવામાં વધારે પડતો સમય લગાવે છે. સ્ટોરીમાં બે અલગ શહેરો જોવા મળે છે. બે અલગ અલગ પ્રકારના પરિવાર જોવા મળે છે. દર્શકોને આશા બંધાય છે કે આગળ જતા સ્ટોરી આગળ વધશે તો વધારે ઉતારચઢાવ પણ જોવા મળશે. પણ આ મુદ્દાના સંદર્ભમાં જે સંવેદનશીલતા હોવી જોઈએ તેની ચૂક જણાય છે. જો કે લેખક મુદસ્સર અઝીઝ અનેક મનોરંજક ડાયલોગ્સ આપવામાં સફળ સાબિત થયા છે. અમુક ડાયલોગ્સ તમને યાદ રહી જશે. પરંતુ સ્થિતિ એવી ઉપજાવવામાં આવી છે કે સ્ટોરીની ધાર ઓછી થઈ જાય છે. સેકન્ડ હાફમાં ચમત્કારની આશા રાખનારા દર્શકો નિરાશ થશે. ફિલ્મ એવરેજ બનીને રહી જાય છે. ચોક્કસપણે ફિલ્મમાં સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો છે કે, સપના સાકાર કરવા માટે પોતાના શરીરને બદલવા કરતા માનસિક રીતે મજબૂત બનવું જરૂરી છે. સિનેમેટોગ્રાફર તરીકે મિલિંદ જોગે પણ ઘણું સારુ કામ કર્યું છે. લંડનની સુંદરતાને તેમણે ખૂબ સારી રીતે કંડારી છે. ફિલ્મનો સાઉન્ડટ્રેક પણ ઠીક-ઠાક છે. એડિટિંગ હજી ચુસ્ત થઈ શકતી હતી.હુમા કુરૈશી રાજશ્રીના રોલમાં છવાઈ જાય છે. હુમાએ પોતાના ઈન્ટર્વ્યુ દરમિયાન સ્વીકાર્યુ હતું કે, રિયલ લાઈફમાં પણ તેણે બોડી શેમિંગનો શિકાર બનવુ પડ્યુ હતું. માટે આ પાત્રને તે ઘણો સારો ન્યાય આપી શકી છે. મેરઠ જેવા નાના શહેરની પ્લસ સાઈઝ યુવતી, જે એક મોટું સપનું જોવાની હિંમત ધરાવે છે, અને આ યુવતીના પાત્રમાં હુમા જામે છે. સોનાક્ષી સિન્હાએ પણ પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે. પરંતુ તેના પાત્રના લેયર હુમા જેટલા સટીક નથી. બન્ને અભિનેત્રીઓની કેમિસ્ટ્રી પડદા પર સારી લાગે છે. ઝોરાવર રહમાનીના રોલમાં ઝહીર ઈકબાલ એન્ટરટેઈન તો કરે છે, પણ ઘણી વાર ઓવર એક્ટિંગ કરતો હોય તેમ લાગે છે. શ્રીકાંતના રોલમાં મહત રઘુવંશી પ્રોમિસિંગ સાબિત થાય છે. અલકા કૌશલ 30 પાર કરી ચૂકેલી અપરિણિટ યુવતીની માતાની પીડાને ખૂબ સારી રીતે ભજવે છે. શુભ ખોટે અને કંવલજીતના પાત્ર પણ યાદ રહી જશે ",1 "પૌરાણિક કથા સાથે આધુનિક વિચારસરણીને મિશ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેના આધારે એક અલગ વાર્તા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ નિર્દેશક અભિષેક શર્માની વાર્તાની સમસ્યા એ છે કે શરૂઆતમાં જ સમજાઈ જાય છે કે અંત શું હશે? સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક વિષયો પર બનેલી ફિલ્મ બનાવતી વખતે નિર્દેશકની જવાબદારી વધી જાય છે. ડાયરેક્ટર તરીકે અભિષેકે આ મામલે બેદરકારી દાખવી છે. મુદ્દાને સાબિત કરતી ફિલ્મમાં તથ્યોને જબરદસ્તી સાબિત કરવામાં આવતા હોય એવું લાગે છે. કેટલાક દ્રશ્યોમાં ડાયરેક્ટરની લોકોની ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાય છે.ફર્સ્ટ હાફનો સારો એવો સમય ફિલ્મની વાર્તા અને પાત્રોને વિકસિત કરવામાં લગાવ્યો છે. સેકન્ડ હાફમાં ફિલ્મની વાર્તા ગતિ પકડે છે. જોકે, ફિલ્મ રામ સેતુના અસ્તિત્વને સ્થાપિત કરે છે અને એ પણ દર્શાવે છે કે, માન્યતામાં ચાલી રહેલી વાર્તાઓ પણ માત્ર કપોળ કલ્પના નથી. આ ફિલ્મ તમને હોલિવુડ ફિલ્મો 'ધ વિંચી કોડ' અને 'નેશનલ ટ્રેઝર'ની યાદ અપાવે છે. ટેક્નિકલ ટીમનું કામ સરેરાશ છે. વીએફએક્સને વધુ સારા કરી શકાયા હોત. ડેનિયલ બી જોર્જે ફિલ્મ અનુસાર સાઉન્ડ ડિઝાઈન કરવાનો પ્રયાસ કર્યો છે. રામેશ્વર ભગતનું એડિટિંગ સારું છે. અસીમની સિનેમેટોગ્રાફીએ રહસ્ય અને રોમાંચ જાળવી રાખવામાં ફાળો આપ્યો છે. ફિલ્મના અંતે 'રામ રામ' ગીત પણ સારું છે. ક્લાઈમેક્સની વાત કરીએ તો, રામ ભક્તોએ આ દિવાળી પર ફિલ્મ સારી ભેટ સાબિત થઈ શકે છે.એક્ટિંગની વાત કરીએ તો, અક્ષય કુમાર નાસ્તિક આર્કિયોલોજીસ્ટના રૂપમાં જામે છે. તેનો લૂક કૂલ છે. જેક્લીન ફર્નાન્ડિઝ પણ રોલમાં ફિટ બેસે છે. નૂસરત ભરૂચાને ઓછો સ્ક્રીન ટાઈમ મળ્યો છે. નાસર, પ્રવેશ રાણા અને સત્યદેવ કંચારણા જેવા કલાકારોએ ભૂમિકા સાથે ન્યાય કર્યો છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ સારી છે.",1 "જોન અબ્રાહમ અત્યાર સુધીમાં કેટલીય એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. તે આ જોનરની ફિલ્મોમાં નિષ્ણાત બની ગયો છે. પહેલીવાર તે સુપર સોલ્જરના રોલમાં જોવા મળી રહ્યો છે. જોન અબ્રાહમે દમદાર એક્શન, ફાઈટ સીન અને બાઈકવાળા દ્રશ્યોથી પૈસા વસૂલ ફિલ્મ બનાવી છે. સાયન્ટિસ્ટના રોલમાં રકુલ પ્રીત સિંહ પણ ઠીક ઠીક જામે છે. ફિલ્મમાં જોનની પ્રેમિકાના રૂપે જેક્લિન યોગ્ય નથી લાગતી. બંનેના રોમેન્ટિક સીન રમૂજી લાગે છે. પ્રકાશ રાજ જેવા દિગ્ગજ અભિનેતાએ પોતાનું કામ ઈમાનદારીથી કર્યું છે.આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્ય આનંદ રાજે કર્યું છે. લક્ષ્ય આનંદ રાજે સલમાન ખાનની 'એક થા ટાઈગર' અને ઋતિક રોશનની 'બેંગ બેંગ' જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. નિર્દેશનની બાબતે લક્ષ્ય સફળ થાય છે. તેણે અપેક્ષા કરતાં સારું કામ કર્યું છે. 'લવ શવ તે ચિકન ખુરાના' જેવી ફિલ્મ લખનારા સુમિત બેથજા અને 'છોરી'ના રાઈટર વિશાલ કપૂરે સાથે મળીને 'અટેક'નું લેખન કર્યું છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ સારા પંચ આવે છે જે દર્શકોને ખૂબ હસાવે છે. એઆઈ આસિસ્ટન્ટ ઈરા માટે લખવામાં આવેલા ભાગની પ્રશંસા ચોક્કસથી કરવી જોઈએ. ઈરાના દરેક ડાયલોગ દર્શકોને હસાવશે. ડાયરેક્ટરે જબરદસ્તી રોમાન્સ ના ઘૂસાડ્યો હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત.'અટેક' સાય-ફાઈ ફિલ્મ છે તેમ છતાં ઘણી જગ્યાએ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટની કમી દેખાય છે. ફિલ્માં એકલદોકલ દ્રશ્યો એવા પણ છે જેની સાથે નિર્દેશક ન્યાય નથી કરી શક્યા. કેટલાક સીનમાં બેકગ્રાઉન્ડ સ્કોર મેળ નથી ખાતો જેના કારણે સાયન્ટિફિક મિજાજ નબળો પડી જાય છે. સંગીતની વાત કરીએ તો શાશ્વત સહદેવે 'અટેક'નું મ્યૂઝિક આપ્યું છે. સંવાદથી લઈને એક્શન સીન ખૂબ સારા છે અને એડિટિંગ પણ વખાણવાલાયક છે. એકદંરે ફિલ્મ નિરાશ નહીં કરે.",1 "RRR'નો ફર્સ્ટ હાફ ઘડિયાળના કાંટે ચાલતો હોય તેવો લાગે છે. મલ્લી ફિલ્મમાં ઈમોશનલ ટચ આપે છે, ગીતો છે અને 'નાટુ નાટુ'માં રામારાજુ અને ભીમને ડાન્સ કરતાં જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. બંને વચ્ચેની મિત્રતાને ફાલતી ફર્સ્ટ હાફમાં જોઈ શકો છો. ભીમ જેનિફર સાથે દોસ્તી કરવાની કોશિશ કરે છે તે સીન જોઈને હસવું પણ આવશે. સિનેમાની દ્રષ્ટિએ ફિલ્મમાં છૂટછાટ લેવામાં આવી છે પરંતુ બીજા ભાગની સરખામણીમાં તે ખાસ ધ્યાને પડે તેવી નથી. કેટલાક ફિલ્મો વધારે પડતાં ખેંચાયા છે અને તેને જોયા કરવાની પ્રક્રિયા થકવી નાખતી છે. રામારાજુની વાગદત્તા સીતા (આલિયા ભટ્ટ)ની વાર્તામાં એન્ટ્રી અને રામ ચરણનું બીજા લૂકમાં થયેલું ટ્રાન્સફોર્મેશન જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યા હોય તેવું લાગે છે. ભીમ વિશે વધુ કહેવાયું નથી છતાં તે ફિલ્મમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે જ્યારે રામારાજુની વાર્તાની એક પછી એક પરત ખુલતી જાય છે તેને ખેંચવામાં આવી હોય તેવું લાગ્યા કરે છે. ક્લાઈમેક્સ જોયા પછી તમને વધુ જોવાની ઈચ્છા જાગે છે. ફિલ્મનું સારું પાસું એ છે કે તે તમને ચકિત કરી મૂકે છે. ફિલ્મના શરૂઆતના ભાગમાં વપરાયેલા અલંકારોને રાજમૌલી ચતુરાઈથી ફિલ્મના પાછળના ભાગમાં પણ વાપરે છે.કોમર્શિયલ ફિલ્મ, એક્શન ડ્રામા અને સંપૂર્ણ મનોરંજક ફિલ્મ પૂરી પાડવામાં રાજમૌલી એકદંરે સફળ રહ્યા છે. સ્ક્રીનપ્લે સચોટ હોવાના કારણે ફિલ્મની લંબાઈ નડતરરૂપ નથી લાગતી. ફિલ્મના કેટલાક ભાગમાં વધુ સારા વીએફએક્સનો ઉપયોગ કરી શકાયો હોત. જૂનિયર એનટીઆરે આ ફિલ્મમાં પોતાના કરિયરનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું છે. ભીમ તરીકે જૂનિયર એનટીઆર આકર્ષક લાગે છે અને ખાસ કરીને મલ્લીને શોધવાના પ્રયત્નો અને ઈમોશનલ સીન્સમાં તેને જોવાની મજા જ અલગ છે. ઉપરાંત રામારાજુ માટેનો તેનો પ્રેમ પણ અતુલ્ય છે. રામ ચરણે પણ તેના પાત્રમાં આવતા ટ્રાન્સફોર્મેશનના દરેક તબક્કામાં જીવ રેડી દીધો છે. તારક અને ચરણના રોલમાં કેમેસ્ટ્રી ખૂબ જરૂરી હતી અને તે દેખાય પણ છે. આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ, સમુતિરાકણી, અજય દેવગણ, શ્રીયા સરણ સહિતના કલાકારોએ પોતાના ફાળે આવેલો ભાગ બખૂબી નિભાવ્યો છે. ઓલિવિયાનું પર્ફોર્મન્સ દિલ જીતી લેનારું છે. એલિસન અને રેનું કામ પણ વખાણવાલાયક છે. કેરવાનીનો ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક બધાને પસંદ આવે તેવો નથી પરંતુ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખૂબ સારું છે. સેનથિલનું કેમેરાવર્ક પણ સારું છે. ",1 "તાહિર રાજ ભસીન બેક ટુ બેક 3 ફિલ્મોમાં જોવા મળ્યો છે. 83, રંજિશ હી સહી અને હવે તે તાપસી પન્નુ સાથે લૂપ લપેટામાં પણ જોવા મળશે. કાલી કાલી આંખેમાં તાહિર સતત પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરતો જણાઈ રહ્યો છે. આની અસર તેના અભિનય પર દેખાય છે. તે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. અમુક સીન્સમાં તેના ચહેરાના હાવભાવ થોડા ફીકા લાગે છે. જો ડિરેક્ટર તેની પ્રતિભાને સ્ક્રીન પર થોડી વધારે સારી રીતે લાવવાનો પ્રયત્ન કરતા તો સારુ રહેતું. શ્વેતા ત્રિપાઠી પોતાના દમદાર અભિનય માટે ઓળખાય છે. ફરી એકવાર તે મિરઝાપુરની ગોલૂની જેમ જણાઈ રહી છે. આ સીરિઝમાં સૌથી સારું કામ આંચલ સિંહ, સૌરભ શુક્લા અને બૃજેન્દ્ર કાલાએ કર્યું છે.યે કાલી કાલી આંખેમાં આંચલ સિંહને મજબૂત રોલ મળ્યો છે. તે વાર્તની જરુર અનુસાર દમદાર પર્સનાલિટી અને બોલ્ડ અંદાજ સાથે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. આંચલ આ વેબ સીરિઝનું સૌથી મજબૂત પાત્ર છે અને તેણે ઘણો સારો અભિનય કર્યો છે.બાલિકા વધૂ જેવા લોકપ્રિય શૉના ડિરેક્ટર સિદ્ધાર્થ સેનગુપ્તાએ યે કાલી કાલી આંખે સીરિઝ ડાઈરેક્ટ કરી છે. આ પહેલા તેઓ ઓલ્ટ બાલાજીની સીરિઝ અનદેખી અને અપહરણ માટે ડિરેક્શન કરી ચૂક્યા છે. તેમના માટે આ પ્રોજેક્ટ મોટો હતો. આ વેબ સીરિઝની સ્ટોરી તેમણે અનાહતા મેનન અને વરુણ બડોલા સાથે મળીને લખી છે. વાર્તાની સ્ક્રિપ્ટ અને ડિરેક્શનમાં નાના પડદાની સ્ટાઈલ દેખાઈ આવે છે. ડિરેક્ટરે દરેક એપિસોડને બાંધવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અનેક વાર તે ઢીલ છુટી જતી હોય તેમ લાગે છે. અમુક દ્રશ્યો બિનજરુરી લાગે છે. નેટફ્લિક્સ પર રીલિઝ આ વેબ સીરિઝથી દર્શકોની આશાઓ વધારે છે. સૌરભ શુક્લા, તાહિર રાજ, બૃજેન્દ્ર કાલા અને શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો આશાઓને બમણી કરે છે.તાહિર રાજ અને શ્વેતા ત્રિપાઠીની આ વેબ સીરિઝ 90ના દશકની ફિલ્મોની યાદ અપાવશે જેમાં મેકર્સે ઓટીટીનો મસાલો નાંખ્યો છે. જો તમે 90ના દશકની બોલિવૂડ થ્રિલર ફિલ્મોના ફેન હોવ તો આ ફિલ્મ તમને ચોક્કસપણે સારી લાગશે. વેબ સીરિઝમાં અમુક ગીતો છે, જે દર્શકોને પસંદ આવે તેની શક્યતા ઓછી જણાઈ રહી છે. સીરિઝના ઈમોશનલ સીનમાં પણ તમે ભાવુક નથી થઈ શકતા. કલાકારો અને ડિરેક્ટરે ઘણી મહેનત કરી છે, પરંતુ ફિલ્મને એવરેજ કહી શકાય.",1 "સની દેઓલના દીકરા કરણની આ બીજી ફિલ્મ છે. તેણે 2019માં ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી ફિલ્મમાં કરણનું કામ પહેલી કરતાં સુધર્યું છે. ખાસ કરીને સ્ક્રીન પર તેનો કોન્ફિડન્સ જોવા મળે છે. જોકે, તેણે હજી વધુ મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી પર કામ જરૂરી છે.કેદી બંદ' બાદ અન્યા સિંહે પણ આ ફિલ્મમાં સારું કામ કર્યું છે. સાવંત અને વિશેષે પણ પાત્રને ન્યાય આપ્યો છે. આ બધા જ યંગ એક્ટર્સ છે અને પડદા પર તાજગી લઈને આવ્યા છે. જોકે, એડિટિંગ ટેબલ પર થોડી વધારે મહેનત કરવાની જરૂર હતી. સ્ક્રિપ્ટ હજી થોડી વધારે ટાઈટ કરી શકાઈ હોત. ફિલ્મની વાર્તા હળવા અંદાજમાં આહળ વધે છે. ફિલ્મમાં ઝાકિર હુસૈન અને રાજેશ કુમાર જેવા દિગ્ગજોએ પાત્રને ન્યાય કર્યો છે પરંતુ નિરાશા અભય દેઓલને જોઈને થાય છે કારણકે તેને વધુ સ્ક્રીન ટાઈમ નથી મળ્યો. કરણ દેઓલ પહેલીવાર કાકા અભય સાથે કામ કરી રહ્યો છે. અભય દેઓલ ખૂબ સારો અભિનેતા છે. કોમેડીથી માંડીને ડ્રામા સુધી તેનો અલગ જ અંદાજ છે. કરણ અને અભયને સાથે સ્ક્રીન ટાઈમ મળ્યો હોત તો સારું. ફિલ્મની વાર્તામાં અભયના ફાળે કંઈ ખાસ કરવાનું આવતું નથી. એટલે જ તે માત્ર હાજરી પુરાવીને આગળ વધી જાય છે. વેલ્લે કોમેડી ફિલ્મ છે ત્યારે તેની જવાબદારી અભયના ખભે સોંપી શકાઈ હોત. ફિલ્મમાં મૌની રોય શા માટે છે તે સમજાતું નથી.ફિલ્મનું મ્યૂઝિક રોચક કોહલી, જસલીન રોયલ, JAM8 અને યુગ ભુસાલે કમ્પોઝ કર્યું છે. ફિલ્મમાં 6 ગીતો છે જે આજના જમાના મુજબ થોડા વધારે લાગે છે. જોકે, આ ગીતો સાંભળવામાં સારા લાગે છે. હળવા અંદાજમાં આગળ વધતી ફિલ્મમાં સેટ પણ થઈ જાય છે. એકદંરે આ એવી ફિલ્મ છે જે સ્વચ્છ કોમેડી બતાવે છે, મનોરંજન પૂરું પાડે છે. દેઓલ પરિવારના નવા સભ્યને સ્ક્રીન પર જોવો હોય તો ફિલ્મ જોઈ શકાય. હળવી શૈલીની ફિલ્મ પરિવાર અને મિત્રો સાથે જોવી હોય તો જોઈ શકાય.",1 ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'નું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે જેણે ગેંગસ્ટરની કહાણી માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. આ સંપૂર્ણપણે મનોરંજક ફિલ્મ છે. છતાં તેમાં ઓછું એક્શન જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં એક્શન કરતા વધારે ડાયલોગબાજી છે જે કહાણીમાં અડચણરૂપ જોવા મળી રહી છે. ઈન્ટરવલ પહેલા મોટા પ્લોટ ટ્વિસ્ટ છે જે ઈન્ટરવલ પછી તમામ પાત્રો માટેની ગતિ બનાવી રાખવામાં મદદ કરે છે. મહેશ માંજરેકરે ખૂબ હોશિયારીપૂર્વક ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડવામાં આવ્યા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે.ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણાની લવ કેમેસ્ટ્રી ખૂબ કંટાળાજનક છે.જો તમને જૂના જમાનાની ફિલ્મો પસંદ આવતી હોય તો 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'માં મજા પડશે. કારણકે આ ફિલ્મમાં જૂના જમાનાની ફિલ્મોની ચીજવસ્તુઓને મોટાપાયે રજૂ કરાઈ છે. 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' મનોરંજનની સાથે-સાથે માફિય ડૉન કેવી રીતે જમીન પચાવે છે તે પણ દર્શાવાયું છે.,1 "હાઈલાઈટ્સ: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે ફિલ્મ 'હમ દો હમારે દો'. હળવી કોમેડી ડ્રામા ફિલ્મ પરિવાર સાથે વીકએન્ડ પર જોઈ શકો છો. દરેક કલાકારોએ ફિલ્મમાં ઉત્તમ કામ કર્યું છે.એક્ટર: રાજકુમાર રાવ, ક્રિતી સેનન, પરેશ રાવલ, રત્ના પાઠક શાહ, અપારશક્તિ ખુરાના ડાયરેક્ટર: અભિષેક જૈન શ્રેણી: હિન્દી, કોમેડી સમય: 2 કલાક 9 મિનિટ રેટિંગ: 3/5 હિરેન કોટવાની: બોલિવુડમાં આજકાલ હળવી શૈલીની કોમેડી ડ્રામા ફિલ્મો બનાવાનું ચલણ વધ્યું છે. આ ફિલ્મોની ખાસિયત એ હોય છે કે, દરેક પ્રકારની ઓડિયન્સ તે પસંદ આવે છે. આ પ્રકારની ફિલ્મોમાં દમદાર કલાકારો હોય તો પૂછવું જ શું, ફિલ્મ સફળ થાય જ છે. ફિલ્મ 'હમ દો હમારે દો'માં રાજકુમાર રાવ, ક્રિતી સેનન, પરેશ રાવલ, રત્ના પાઠક શાહ કોમેડીનો જબરદસ્ત ડોઝ આપે છે.ફિલ્મની વાર્તા સરસ રીતે શરૂ થાય છે. ડાયરેક્ટર અભિષેક જૈન આ પહેલા ઘણી હિટ ગુજરાતી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂક્યા છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે પ્રશાંત ઝાએ લખ્યો છે પરંતુ તેમાં ખાસ દમ નથી, સુધારો કરી શકાયો હોત. ફિલ્મનો ફર્સ્ટ હાફ ફાસ્ટ છે પરંતુ સેકંડ હાફ થોડો બોજારૂપ લાગે છે કારણકે તમને પહેલેથી બધી જ ખબર હોય છે. છેલ્લે એવું લાગે છે ફિલ્મને ઉતાવળમાં આટોપીને હેપી એન્ડિંગ તરફ લઈ જવાઈ છે. એક્ટિંગ રાજકુમાર રાવ હંમેશાની જેમ પોતાના પાત્રમાં પ્રાણ ફૂંકી રહ્યો છે. રાજકુમાર રાવની એક્ટિંગ ખૂબ સહજ લાગે છે, તેને પડદા પર જોઈને એવું જ લાગે કે તે આ પાત્રને અસલમાં પણ જીવી રહ્યો છે. ક્રિતી સેનન પણ પોતાના પાત્ર સાથે ન્યાય કરવામાં સફળ રહી છે. આમ જોવા જઈએ તો ફિલ્મની આત્મા પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ છે, તેઓ એક સમય બાદ ફિલ્મમાં લીડ એક્ટર્સનું સ્થાન લઈ છે. બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી ફિલ્મમાં જોવા મળે છે. અપારશક્તિ ખુરાનાને હીરોના મિત્રના રોલમાં ટાઈપકાસ્ટ કરી દેવાયો છે. જોકે, તેણે પોતાનું પાત્ર સરસ રીતે ભજવ્યું છે. સાનંદ વર્મા, મનુ ઋષિ ચઢ્ઢા અને પ્રાચી શાહ પંડ્યાએ સપોર્ટિંગ રોલમાં સારું કામ કર્યું છે.",1 "હાઈલાઈટ્સ: ગુજરાતના એક નાનકડા ગામની પૃષ્ઠભૂમિ પર બનેલી છે ફિલ્મ ભવાઈ. ફિલ્મમાં પ્રતિક ગાંધી અને એન્દ્રિતા રે મુખ્ય પાત્રોમાં જોવા મળશે. સ્કેમ 1992 ફેમ પ્રતિક ગાંધીની આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં? હાર્દિકની આ ફિલ્મ અનેક મહત્વના મુદ્દાઓને ઉજાગર કરે છે, જેમ કે ફિલ્મી પડદા પર પાત્રો ભજવતા લોકોને વાસ્તવમાં પણ તેવા જ માની લેવા, ધર્મની આડમાં થતી રાજનીતિ, ધર્માંધતા, વગેરે વગેરે. આ તમામ અત્યારના સમયના મુદ્દાઓ છે, જેનો સામનો આપણે બધા કરીએ છીએ. પરંતુ લાગી રહ્યું છે કે ફિલ્મ બાબતે શરુઆતમાં જે વિવાદ થયો હતો તેના કારણે મેકર્સે આ તમામ બાબતોને ફિલ્મમાંથી ઘણી ઓછી કરી લીધી છે. જેના કારણે આ તમામ ટ્રેક પ્રભાવિત નથી કરતા અને ફિલ્મ એક સામાન્ય લવ સ્ટોરી જ લાગે છે. ફિલ્મમાં લવ સ્ટોરીની શરુઆત પણ ઈન્ટરવલ પછી થાય છે.ઈન્ટરવલ પછી ફિલ્મમાં એક પછી એક ત્રણ ગીતો આવે છે. ગીતો ચોક્કસપણે સારા છે, છતાં તે પ્રભાવિત નથી કરી શકતા. લવ સ્ટોરીમાં કોન્ફ્લિક્ટની પણ કમી છે. જો કે, ગામના સ્થાનિકો, ભાષા, રામલીલાનો બેકડ્રોપ અને મંચની પાછળની હળવી ક્ષણો, વગેરે દર્શકોને મજા કરાવી શકે છે. જેમ કે, એક સીનમાં લોકો રામજીનો આશિર્વાદ લેવા પહોંચે છે, જ્યારે મેકઅપ વગર ઉભેલા રામ પોતે જ ગેટ પર તેમને રોકે છે. લક્ષ્મણની રામમાં અપગ્રેડ થવાની ઈચ્છા, વગેરે જેવા સીન પસંદ આવી શકે છે.ફિલ્મમાં અભિનયની વાત કરીએ કો, પ્રતિક ગાંધીએ ફરી એકવાર સાબિત કર્યો છે કે તે ઘણો સાર અભિનેતા છે. આ સિવાય અંકુર ભાટિયા, રાજેશ શર્મા, અભિમન્યુ સિંહ વગેરેએ પણ પોતાના પાત્ર ઘણી સારી રીતે ભજવ્યા છે.",1 "શિદ્દત' જનૂની ભરેલી પ્રેમકહાણી છે. જેને મુખ્યત્વે વાર્તાના હીરો જગ્ગીના દ્રષ્ટિકોણથી વણવામાં આવી છે. તેનું પ્રેમિકાને પામવાનું જે ગાંડપણ છે તેને દર્શકો સુધી પહોંચાડવા માટે દર્શકોને પૂરતો સમય આપવામાં આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ કેમ્પસ રોમાન્સ આધારિત છે. તેમાં ફ્લર્ટિંગ અને નાચ-ગાન છે. જોકે, પ્રેમકહાણીમાં આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા પણ જળવાઈ રહેશે. 'શિદ્દત'માં પાત્રો વધારે પ્રમાણમાં નથી. પરંતુ જેટલા પણ છે તેને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા છે. મોહિત રૈના અને ડાયના પેન્ટીની વાર્તા ભરોસાપાત્ર લાગતી નથી. તે ફિલ્મની મુખ્ય વાર્તાની આસપાસ સપોર્ટ તરીકે ઉમેરવામાં આવી છે. સની કૌશલના પાત્રની જટીલતા એ છે કે તે જનૂની પ્રેમી છે અને તેની ચારેબાજુ કેટલીક સીમાઓ છે, તેમ છતાં તે પોતાને સાબિત કરવા માટે પોતાનું શ્રેષ્ઠ આપે છે. જોકે, તેના પાત્રનો ગ્રાફ એટલો ઉપર-નીચે થાય છે કે, થોડા સમય બાદ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. રાધિકા મદાન સ્ક્રીન પર કાર્તિકાના સંઘર્ષને બતાવામાં પાછી પડે છે. તેની સ્ટ્રગલ સ્પષ્ટપણે દેખાય છે. ગૌતમના પાત્રમાં મોહિત રૈનાનું કાસ્ટિંગ સારું છે. તે ઈમિગ્રેશન લોયરના પાત્રમાં છે. ડાયના પેન્ટી પોતાના રોલમાં ખૂબસૂરત લાગે છે. જોકે, તેના રોલને વધુ થોડો નિખારી શકાયો હોત. 'શિદ્દત'માં લવસ્ટોરી દર્શાવાઈ છે ત્યારે સચિન-જિગરનું મ્યૂઝિક સરેરાશથી વધુ સારું છે. ફિલ્મ જોતી વખતે જ ગમવા માંડે તેવું સંગીત છે. અમલેંદુ ચૌધરીની સિનેમેટોગ્રાફી પ્રભાવિત કરે છે.'શિદ્દત' સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, તે કાગળ પર રોમાંચક લાગતી હશે પરંતુ પડદા પર તેને ઉતારતી વખતે ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. ખાસ કરીને સેકન્ડ હાફમાં ફિલ્મ ધીમી લાગે છે. ઘણીવાર ફિલ્મની વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહે છે. જોકે, એક સસ્પેન્સ છે જે દર્શકોને જકડી રાખે છે. જોકે, આજના સમયમાં જ્યારે રિયાલિસ્ટિક ફિલ્મો વધારે બની રહી છે ત્યારે આવી જનૂની, ગાંડપણવાળી અને થોડી કાચી પ્રેમકહાણી દર્શાવતી ફિલ્મો ઓછી જોવા મળે છે. 'શિદ્દત' વધારે પ્રભાવિત તો નથી કરતી પરંતુ છાપ ચોક્કસ છોડી જશે.",1 "ફિલ્મનો પ્લોટ ઘણો સારો છે. ફિલ્મની શરુઆત પણ ઘણી સારી થાય છે. વાર્તા તરત જ ટ્રેક પર આવી જાય છે. પંકજ ત્રિપાઠીના અમુક કૉમિક સીન પણ સારા છે. મિમીના પાત્રમાં કૃતિ સેનન પણ સારી લાગે છે. કૃતિના અમુક સીન ઘણાં જ સારા છે. કૃતિ પાસે ફિલ્મમાં કરવા માટે ઘણુ બધુ હતું પરંતુ સ્ક્રીનપ્લે ઘણો નબળો લખવામાં આવ્યો છે. એક સમય પછી તમે કંટાળવા લાગો છો. ફિલ્મ જરુર કરતા વધારે લાંબી છે. જો કે કૃતિ સેનને ફિલ્મમાં એક્ટિંગ ઘણી જ સારી કરી છે, પરંતુ જ્યારે સ્ક્રીનપ્લે જ નબળો હોય તો કલાકાર કંઈ નથી કરી શકતા. કૃતિ અને પંકજ સિવાય ફિલ્મમાં મનોજ પહવા, સુપ્રિયા પાઠક અને સઈ તમ્હાનકર સપોર્ટિંગ રોલમાં છે અને તમામ લોકોએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. મિમીના રોલમાં કૃતિની એન્ટ્રી ધમાકેદાર છે. ફિલ્મનું ગીત પરમ સુંદરી પહેલાથી જ હિટ છે. એક્ટિંગ બાબતે એક પણ કલાકારે નબળું કામ નથી કર્યું. પરંતુ સ્ક્રીનપ્લે અને ડિરેક્શન ફિલ્મને નબળી બનાવે છે. આ ફિલ્મ સંપૂર્ણપણે કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠીની છે. કૃતિ સેનનની ક્ષમતા આપણે પહેલા પણ જોઈ ચુક્યા છીએ. અહીં પણ કૃતિ ઘણું કરી શકતી હતી પરંતુ લીડ રોલ હોવા છતાં તેના કેરેક્ટરને એટલી સ્પેસ આપવામાં નથી આવી જેટલી આપવી જોઈતી હતી. ડિરેક્ટરને કદાચ પંકજ ત્રિપાઠી પર વધારે ભરોસો હતો, માટે તેમને ઘણો સ્પેસ આપવામાં આવ્યો છે. પંકજ ત્રિપાઠીના ડાયલોગ્સની ટાઈમિંગ હંમેશાની જેમ જબરદસ્ત છે. કૃતિ સેનન સાથે આ તેમની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેમણે બરેલી કી બરફી અને લુકા છુપીમાં સાથે કામ કર્યું છે. જો કે પંકજ ત્રિપાઠી મોનોટોનસ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મનોજ પહવા, સુપ્રિયા પાઠક અને સઈ તમ્હાનકરને પણ પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ",1 "તમે ફિલ્મનું ટ્રેલર જોયું હશે તો વાર્તાનો થોડો-ઘણો અંદાજો આવી ગયો હશે. આ ફિલ્મ એકદમ પ્રિયદર્શનની કોમેડી ફિલ્મ જેવી છે જેમાં તમને લાઉડ કોમેડી સીન, કોમિક સિચ્યુએશન અને ગેરસમજણ જોવા મળશે. જો તમે કોમેડી ફિલ્મોના શોખીન હશો તો જરાપણ નિરાશ નહીં થાવ. જોકે, કંઈક નવું જોવાની ઈચ્છા રાખતા હશો તો ચોક્કસ નાસીપાસ થશો કારણકે આ ફિલ્મ પ્રિયદર્શની દરેક કોમેડી ફિલ્મ જેવી છે. ઈન્ટરનેટ પર દરેક જોનરનું કન્ટેન્ટ છે તો પછી 'હંગામા 2'માં જૂની કોમેડી નિરાશ કરી શકે છે. ફિલ્મ જોઈને લાગશે કે આ પ્રિયદર્શનની જૂની ફિલ્મો 'હંગામા', 'હલચલ', 'દે ધના ધન' અને 'માલામાલ વીકલી'ની ખીચડી છે. ફિલ્મ થોડી લાંબી છે અને તેમાં જૂના જોક્સ અને પંચલાઈનોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.ફિલ્મમાં પ્રિયદર્શનના ફેવરિટ કલાકારો જેવા કે, મનોજ જોષી, પરેશ રાવલ, ટીકૂ તલસાણિયા, જોની લીવર અને રાજપાલ યાદવ જોવા મળશે. નવી એન્ટ્રીમાં મિઝાન જાફરી, પ્રણિતા સુભાષ, આશુતોષ રાણા અને શિલ્પા શેટ્ટી છે. એક્ટિંગની વાત કરીએ તો, તમે કોઈ એક્ટર સામે આંગળી ના ઉઠાવી શકો કારણકે દરેકે સારું કામ કર્યું છે. સૌથી મોટી વાત એ છે કે, કોઈને પણ સ્ક્રીનટાઈમ વધારે નથી અપાયો. દરેક કેરેક્ટ દર 5-10 મિનિટે આવતું જતું રહે છે. આ જ કારણે કદાચ સ્ટોરીમાં કંઈ નવીનતા નથી લાગતી. મિઝાન અને પ્રણિતાએ ડેબ્યૂ કર્યું છે ત્યારે કદાચ તેઓ ફિલ્મમાં સ્થાન બનાવામાં સફળ રહ્યા છે.",1 "નિર્દેશક સંજય ગુપ્તાએ ફિલ્મની શરૂઆત ચેઝિંગ અને ખૂનના રૂંવાડા ઊભા કરી નાખતા દ્રશ્ય સાથે કરી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ધમાકેદાર એક્શન અને ઈમોશનથી દર્શકોને બાંધી રાખે છે. પોતાની ફિલ્મના પાત્રોના લૂક, એક્શન અને ડાયલોગબાજીને લાર્જર ધેન લાઈફ બનાવવા સંજય ગુપ્તાની વિશેષતા છે. આ ફિલ્મમાં પણ તેમણે આ બાબત બખૂબી દર્શાવી છે. સંજય ગુપ્તાની વાર્તામાં તાજગી નથી. સેકન્ડ હાફમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ કહાણીને ગૂંચવી નાખે છે. ક્લાઈમેક્સ નિર્દેશકે પોતાની ગમતી શૈલીમાં રાખ્યો છે. 'બંદૂક સે નિકલી ગોલી ન ઈદ દેખતી હૈ ન હોલી', 'મરાઠી કો જો રોકેશા, મરાઠી ઉસે ઠોકેગા' જેવા સંવાદ દર્શકોની તાળીઓ અને સીટી માટે રાખવામાં આવ્યા છે.ફિલ્મનો લૂક સંપૂર્ણપણે 80ના દશકાનો અનુભવ કરાવે છે. સંગીતની વાત કરીએ તો પાયલ દેવ નેગીનું ગીત 'ડંકા બજેગા' ફિલ્મની વાર્તાને આગળ લઈ જાય છે પરંતુ હની સિંહનું ગીત 'શોર મચેગા' અચાનક જ આવી જાય છે. હાહાકાર મચાવતા એક્શન દ્રશ્યોને જોતાં જ્હોન ગેંગસ્ટરના રોલમાં બંધ બેસે છે. ઈમરાન હાશ્મીની એન્ટ્રી ફિલ્મમાં મોડી થાય છે પરંતુ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના રોલમાં વટ પડે છે. જોન અને ઈમરાન એકબીજા પર ભારે પડતાં દેખાય છે. મહેશ માંજરેકર કિંગમેકર ભાઉના રૂપમાં જામે છે. અમોલ ગુપ્તે ગાયતોંડેના રોલમાં ચકિત કરશે. કાજલ અગ્રવાલ અને અંજના સુખાની જેવી એક્ટ્રેસના ભાગે ફિલ્મમાં કંઈ ખાસ કરવાનું આવ્યું નથી. પ્રતીક બબ્બર, રોહિત રોય, ગુલશન ગ્રોવર વગેરે કલાકારોએ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. સુનીલ શેટ્ટી મહેમાન કલાકારની ભૂમિકામાં છે. ",1 મીરાના રૂપમાં ફિલ્મની શરૂઆતથી જ પરિણિતી ચોપડાનું પાત્ર સ્ટ્રોન્ગ છે. ડાયરેક્ટર રિભૂ દાસગુપ્તાએ ફિલ્મની લીડને શરૂઆતથી જ એક પ્રકારે ફિલ્મ પર હાવી કરી દીધી છે. મીરાની જિંદગીમાં આવતા ઉતાર-ચડાવ પરિણીતી પોતાની એક્ટિંગ દ્વારા બતાવવામાં સફળ રહી છે. મીરાના પાત્રના ઘણાં પડ તમને જોવા મળશે. મીરા પર્ફેક્ટ લાઈફ માટે નૂસરતની જિંદગીને જોવે છે પરંતુ તે એ સમજતી નથી કે પર્ફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી. નૂસરતના જીવનમાં પણ પરેશાનીઓ છે. ફિલ્મનો પહેલો હાફ થોડો કંટાળજનક લાગી શકે છે પરંતુ સેકંડ હાફ રોમાંચિત કરી શકે છે.અંગ્રેજી ફિલ્મમાં પરિણીતીએ ભજવેલું પાત્ર એમિલી બ્લંટે નિભાવ્યું હતું અને રોલ માટે તેના ખૂબ વખાણ થયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે રોલ ઉત્કૃષ્ટ રીતે નિભાવવા માટે પરિણીતી પર દબાણ રહે. પરિણીતીએ આ રોલને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. રિભૂ દાસગુપ્તાએ અગાઉ સાઈકોલોજિકલ થ્રીલર જોનરમાં 'માઈકલ' અને 'તીન' જેવી ફિલ્મો બનાવી છે ત્યારે તેમને એ અનુભવ પણ અહીં કામ લાગ્યો હશે. અદિતિ રાવ હૈદરીનો રોલ નાનો હતો માટે તેની પાસે કંઈ ખાસ કરવા જેવું હતું. પોલીસ ઓફિસર તરીકે કીર્તિ કુલ્હારીનું પાત્ર પણ પરિણીતીના પાત્ર નીચે દબાઈ જાય છે. એક શ્રેષ્ઠ ફિલ્મની હિન્દી રિમેક બનાવવી જવાબદારીનું કામ હોય છે ત્યારે ફિલ્મની ટીમ સંપૂર્ણપણે સફળ રહી છે તેમ ના કહી શકાય પરંતુ થોડાઘણા અંશે ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.,1 "આ ફિલ્મમાં રામપ્રસાદના દીકરા મનોજ પાહવા, નિનાદ કામત, વિનય પાઠક અને પરમ્બ્રાત ચેટરજીની ભૂમિકામાં છે. તે બધાએ તેમના પાત્રને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. ડિરેક્ટર તરીકે સીમા પહવાની આ પહેલી ફિલ્મ છે પરંતુ તેણે તેને એકદમ વાસ્તવિક લાગે તેવું નિર્માણ કર્યું છે અને મધ્યમ વર્ગના ભારતીય પરિવારની ભાવના બતાવવામાં સફળ રહી છે. જો કે, ક્યાંક સીમા પહવાનું લેખન એટલું અસરકારક રહ્યું નથી જેના કારણે વાર્તા અને ઘણા દ્રશ્યો તમને ભાવનાત્મક બનાવતા નથી.ફિલ્મના અન્ય કલાકાર કોંકણા સેન શર્મા, સુપ્રિયા પાઠક, વિક્રાંત મેસીએ પણ પોતાના કેરેક્ટરને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. જો બધું મળીને જોવામાં આવે તો સ્ટોરી સારી છે અને ટેલેન્ટેડ સ્ટાર્સનો કાફલો ભર્યો છે. આ ફિલ્મ મનોરંજક હોવા છતાં પણ દર્શકો પર અસર છોડવામાં સફળ નથી થતી. ",1 "‘અંગ્રેજી મીડિયમ’ પહેલા આવેલી ઈરફાન ખાનની ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ના નિર્દેશક સાકેત ચૌધરીએ ભાષાના સ્તરે વહેંચાયેલા સમાજના પ્રાસંગિક વિષયને સ્પર્શ કર્યો હતો. અહીં નિર્દેશક હોમી અદજાનિયાએ આગળ વધીને યુવા પેઢી દ્વારા વિદેશ જવાનું આકર્ષણ દર્શાવવાની સાથે પિતા-પુત્રીના સંબંધના વિવિધ પડ પણ ખુલ્લા કર્યા છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ મનોરંજક અને ચોક્કસ છે પરંતુ સેકન્ડ હાફમાં વાર્તા ખેંચવામાં આવી છે.ઈન્ટરવલ બાદ ફિલ્મમાં ઘણા ટ્રેક અને પાત્રોની એન્ટ્રી થાય છે. ક્લાઈમેક્સ થોડો નાટકીય છે જેનો અંદાજો પહેલાથી લગાવી શકાય તેવો જ છે. હોમીની ખૂબી એ છે કે, કોમિક પાસું હોવા છતાં ફિલ્મને લાઉડ થવા દીધી નથી. નાના શહેરની માનસિકતા, બોલચાલ અને પહેરવેશને પાત્રો સાથે બરાબર બંધ બેસાડ્યા છે. સચિન-જિગર અને તનિષ્ક બાગચીનું સંગીત સરેરાશ છે.ઈરફાન ખાન જેટલો સમય સ્ક્રીન પર હોય છે તેટલી વાર પોતાની બોડી લેંગ્વેજ, ગજબની કોમિક ટાઈમિંગ અને ઉદયપુરી ઉચ્ચારણ તેમજ ભાવુક દ્રશ્યોથી તમને જકડી રાખે છે. ઈરફાન ખાનનો અભિનય એટલો સહજ છે કે, કેન્સર જેવી બીમારીમાંથી રિકવર થઈને ઈરફાને આ ફિલ્મ શૂટ કરી હશે તેવો અંદાજો પણ ના આવે. પિતા તરીકે ઈરફાનના કેટલાક દ્રશ્યો આંખો ભીની કરી નાખે તેવા છે. દીકરી તરીકે રાધિકા મદાન ઈરફાનની પૂરક છે.બળવાખોર, માસૂમ, સપના જોવાવાળી અને પિતાને પ્રેમ કરતી દીકરી તરીકે રાધિકાના પત્રમાં ઘણા સ્તર છે. જેને તેણે ઈમાનદારીથી નિભાવ્યા છે.પિતા-પુત્રી તરીકે ઈરફાન અને રાધિકાની કેમેસ્ટ્રી વખાણવાલાયક છે. ભાઈ તરીકે ઈરફાન અને દીપક ડોબરિયાલની જુગલબંધી જબરદસ્ત છે. તે પોતાના પાત્ર દ્વારા ખૂબ મજા કરાવે છે.પોતાની દમદાર સ્ક્રીન પ્રેસન્સથી કરીના છવાઈ ગઈ છે. પરંતુ બે-ચાર દ્રશ્યોમાં તેના ભાગે ખાસ કંઈ આવતું નથી. પંકજ ત્રિપાઠી નાનકડા પણ યાદગાર રોલમાં છે. સાથી કલાકારોની ભૂમિકામાં ડિમ્પલ કાપડિયા, તિલોત્તમા શોમ, રણવીર શૌરી, કીકૂ શારદા વગેરેએ પોતાના પાત્રો સરસ રીતે નિભાવ્યા છે. ",1 "ડાયરેક્ટર હાર્દિક મહેતાની આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાઈડકિક્સ કહેવાતા તે કલાકારોના અસ્તિત્વના દુઃખને વર્ણવે છે, જેને આપણે તેના નામથી નહીં પરંતુ સાઈડ એક્ટર્સ તરીકે જાણીએ છીએ. આ દુઃખને વર્ણવતા તેમણે મેલોડ્રામાનો સહારો લીધા વગર ફિલ્મને રિયલિસ્ટક અને ફની રીતથી ટ્રિટ કરી છે. ફિલ્મ સાઈડ એક્ટર્સના દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવી છે અને તેમાં ઈન્ડસ્ટ્રીની ઘણી બધી બાબતોને અંડરલાઈન કરવામાં આવી છે. કેવી રીતે કલાકાર પોતાના અભિનયના નશામાં પરિવારને ઉપેક્ષિત કરી દે છે અને પછી કેવી રીતે તિરસ્કારનો સામનો કરવો પડે છે.આ બધા ટ્રેક્સ ફિલ્મને મજબૂતી આપે છે. ફિલ્મને રિયલિસ્ટિક રાખવા માટે ડાયરેક્ટરે વિજૂ ખોટે, બીરબલ, અવતાર ગિલ તેમજ લિલિપુટ જેવા કલાકારોનો ઉપયોગ કર્યો છે. જો કે સ્ક્રીનપ્લે થોડો સારો હોવો જોઈતો હતો. સેકન્ડ હાફ સ્લો છે.જે બાદ ક્લાઈમેક્સ રંગ જમાવે છે.અભિનયના મામલે સંજય મિશ્રા લાજવાબ છે. તેમણે ન માત્ર અલગ-અલગ રોલના ગેટઅપને ન્યાય આપ્યો છે પરંતુ તે રોલના બોડી લેંગ્વેજ માટે મહેનત પણ ખૂબ કરી છે. કાસ્ટિંગ ડાયરેક્ટર બનેલા ગુલાટીના રૂપમાં દીપક ડોબરિયાલ યાદ રહી જાય છે. સુધીરની દીકરીના રોલમાં સારિકા સિંહ અને સ્ટ્રગલિંગ એક્ટ્રેસના રૂપમાં ઈશા તલવારે સરસ એક્ટિંગ કરી છે.",1 "ડિરેક્ટર રાકાએ સ્ટોરીમાં પ્રેમ અને ફ્રેન્ડ ઝોન જેવી બાબતોને સારી રીતે વણી છે. આ ફિલ્મને તમે રોમાન્ટિક ફેમિલી ફિલ્મ પણ કહી શકો છો. જે 90ના દશકમાં આવેલી ફિલ્મ્સની યાદ અપાવે છે. રાકા જો સિકવન્સમાં થોડો ડ્રામા અને થ્રિલ ઉમેરી શક્યો હોત તો સ્ટોરી દમદાર બની શકી હોત. કારણકે કેટલીક જગ્યાએ સ્ટોરી સાવ ફ્લેટ જતી હોય તેવું લાગે છે. જોકે, આ ફિલ્મમાં લંડનની સુંદરતા ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે.ચંદન કોવલીની સિનેમેટોગ્રાફી એકદમ આકર્ષક છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે હજુ ચુસ્ત થઈ શક્યો હોત. કેવું છે એક્ટરનું કામ? એક્ટર તરીકે હિમેશ રેશમિયાનું કામ ઉમદા બન્યું છે. પડદા પર તેને જોવો અટપટું નથી લાગતું. તેણે પોતાના માટે સહજ અને સાદો રોલ પસંદ કર્યો. સોનિયા માન પોતાના રોલમાં ક્યૂટ અને સુંદર લાગી રહી છે. સાથી કલાકાર પણ ઠીકઠાક છે. ફિલ્મનું સંગીત સૌથી ઉમદા છે. ",1 "નિતિન કક્ડના નિર્દેશનમાં બનાવાયેલી જવાની જાનેમન દર્શાવે છે કે સમાજમાં સંબંધો કેવી રીતે બદલાઈ રહ્યા છે. તમે આ ફિલ્મને યૂથ સેન્ટ્રિક ફિલ્મ કહી શકો છો. ફિલ્મમાં સંબંધો મોડર્ન અવતારમાં જોવા મળશે. તેને જસ્ટિફાઈ કરવા માટે ડિરેક્ટરે સ્વદેશી પાત્રો સાથે વિદેશી પૃષ્ઠભૂમિ પસંદ કરવાની સમજદારી દાખવી છે.ફિલ્મિસ્તાન અને મિત્રોં જેવી ફિલ્મ બનાવી ચૂકેલા નિતિન કક્કડની સ્ટોરી ભલે આધુનિક હોય પરંતુ તેમાં નવીનતા છે. પાત્રોને એસ્ટાબ્લિશ કરવામાં ડિરેક્ટર સમય વેડફ્યા વિના સીધા સ્ટોરીના સેન્ટર પર આવી જાય છે. ફર્સ્ટ હાફમાં સ્ટોરી સડસડાટ દોડે છે પરંતુ સેકન્ડ હાફમાં ઈન્ટરવલ પછી સ્ટોરી ડલ પડી જાય છે. જો કે નવા પાત્ર આવવાથી સ્ટોરીમાં તાજગી જરૂર લાગે છે.ફિલ્મ અનેક પાર્ટ્સમાં દર્શકોને હસાવવામાં સફળ રહે છે. ક્લાઈમેક્સ પ્રેડિક્ટેબલ છે પરંતુ તેમાં મેલોડ્રામા નથી. પાત્ર સાચા છે કે ખોટા તેની જફામાં પડ્યા વિના સ્ટોરીના પ્રવાહમાં વહેતા જોવા મળે છે. ફિલ્મમાં અનેક સંગીતકાર છે પરંતુ ફિલ્મનું સંગીત એવરેજ જ બન્યું છે.સૈફ અલી ખાનનો સ્વેગ, બોડી લેંગ્વેજ, અભિનય, એનર્જી અને ઈમોશન તેના પાત્ર જેઝને યાદગાર બનાવી દે છે.તેમાં કોઈ શક નથી કે તે આ પ્રકારના અર્બન પાત્રોમાં પરફેક્ટ લાગે છે. આ રોલમાં તે પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપે છે. અલાયા ફર્નિચરવાલાની આ પહેલી ફિલ્મ છે પરંતુ તેણે પોતાની ભૂમિકાને ખૂબ જ સહજતાથી અને સુંદરતાથી ભજવી છે. તેનામાં એક સારી અભિનેત્રી બનવાની તમામ સંભાવના છે. તબ્બુ નાનકડી ભૂમિકામાં દર્શકોનું મનોરંજન કરે છે. તબ્બુ જેવી સશક્ત અભિનેત્રીને વધુ સ્ક્રીન સ્પેસ મળવી જોઈતી હતી. સૈફની ફ્રેન્ડ રિયાના રૂપમાં કુબ્રા સેઈટે દમદાર એક્ટિંગ કરી છે. સપોર્ટિંગ રોલમાં કુમુદ મિશ્રાએ સારુ કામ કર્યું છે. ચંકી પાંડે, ફરીદા જલાલ જેવા પાત્રો ઠીકઠાક છે.જો તમને આધુનિક સ્ટોરીઝ જોવી ગમતી હોય અને સૈફ અલી ખાનના ચાહક હોવ તો આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મને અમારા તરફથી ત્રણ સ્ટાર્સ.",1 "સ્ટ્રીટ ડાન્સર થ્રીડી આમ તો ડાન્સ આધારિત ફિલ્મ છે પરંતુ તેમાં તમે ફિલ્મના પાત્રોની અંગત યાત્રાનો પણ હિસ્સો બની શકશો.ફિલ્મની લીડ પેર શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પ્રભાવશાળી છે.ફિલ્મ રેમો ડિસૂઝાની સિગ્નેચર સ્ટાઈલથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં રેમોએ જેઝ, કન્ટેમ્પરરી, આફ્રો, ક્રમ્પ, લોકિંગ એન્ડ પોપિંગ, એનિમેશન ટટિંગ, અર્બન અને સ્લો મો સહિત અનેક પ્રકારના ડાન્સ પ્રેક્ષકોને દેખાડ્યા છે. ફિલ્મમાં આખી દુનિયાના અમુક સૌથી સારા પરફોર્મર્સ પણ છે. ફિલ્મમાં કર્લી વાળ અને અદભૂત નૃત્યુ કળા સાથે નોરા ફતેહી દર્શકોના દિલ જીતી લેશે એ નિશ્ચિત છે.શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન દિલથી દેસી NRIના પાત્રમાં જોવા મળે છે. તેમણે પોતાના ડાન્સ પાછળ ખાસ્સી મહેનત કરી છે. તેમની સાથે બેકગ્રાઉન્ડમાં ખૂબ ટેલેન્ટેડ ડાન્સર્સ હોવા છતાંય આ બંનેની મહેનત પરદા પર દેખાય છે. શ્રદ્ધાએ એરોગન્ટ યુવતીના રોલને ન્યાય આપ્યો છે. જ્યારે સંવેદનશીલ સહેજના પાત્રમાં વરૂણ ધવન પણ જામે છે.ફિલ્મમાં VFXનો ઉપયોગ ઘણી સારી રીતે કરાયો છે. રેમોએ ટેક્નોલોજીનો એ રીતે ઉપયોગ કર્યો છે જેથી દર્શકોને ફિલ્મ જોવાની મજા પડી જાય. ફિલ્મમાં પ્રભુદેવા સરપ્રાઈઝ પેકેજ છે. તેણે મુકાબલાનું નવું વર્ઝન રજૂ કર્યું છે જે ખરેખર જોવાલાયક છે.ફિલ્મનું નબળુ પાસુ તેની લંબાઈ છે. ફિલ્મની ડાન્સ સિક્વન્સ સારી છે પરંતુ લખાણ નબળું છે. ફર્સ્ટ હાફ દર્શકોને કન્ફ્યુઝ કરનારો અને સેકન્ડ હાફ નિરાશ કરનારો છે. આ એક પરફોર્મન્સ ઓરિયન્ટેડ ફિલ્મ છે જેમાં ઢગલાબંધ ગીતો છે. દર પાંચથી સાત મિનિટે ડાન્સ સિક્વન્સ અને પ્રતિસ્પર્ધીઓની સામસામે બોલાચાલી દર્શાવાઈ છે. ડાન્સ આધારિત ફિલ્મો પસંદ કરનારા દર્શકો પણ તેનાથી કંટાળી જાય છે. ઉપરાંત આ ફિલ્મ અમુક પ્રકારના ઓડિયન્સ માટે જ બની છે. ડાન્સ ખૂબ ગમતો હોય અને બોલિવુડ ફિલ્મના ગ્લેમરસ સેટ જોવા ગમતા હોય તેવા દર્શકોને જ આ ફિલ્મ ગમશે.સ્ટ્રીટ ડાન્સર 3D દર્શકોને એક મજબૂત મેસેજ આપે છે. તે પ્રતિકૂળતામાં પ્રેમની તાકાત, જાણ્યા-અજાણ્યા પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનો સંદેશો આપે છે સાથે સાથે જીવનમાં દોસ્તીનું મહત્વ પણ દર્શાવી જાણે છે.જો કે ફિલ્મ સરસ વણાઈ નથી. સ્ટોરી માટે નહિ તો પણ ડાન્સ માટે આ ફિલ્મ જોવા જેવી ખરી. સાથે જ ફિલ્મ જોવા જતા ગીતો પર થિરકવા તૈયાર રહેજો. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.",1 "આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક કહેવાઇ રહી છે. જોરદાર એક્શન સિક્વન્સ અને ભરપૂર સ્ટાર કાસ્ટની સાથેની આ ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે અને સાથે જ ફિલ્મ 'સાહો' માં એક હીરોની સામે વિલન અનેક જોવા મળશે.પ્રભાસ અને શ્રદ્ઘા સ્ટાટર ફિલ્મ 'સાહો' નો ફર્સ્ટ હાફ એક્શનથી ભરપૂર છે. પ્રભાસની સ્ક્રીન પેઝન્સ શરૂઆતથી જ દેખાવવા લાગે છે. પ્રભાસ આ રોલમાં ફિટ તો બેસે છે પરંતુ ફિલ્મ 'બાહુબલી' જેવો ચાર્મ તેનામાં નહી જોવા મળે. ફિલ્મમાં તેની ડાયલોગ ડિલિવરી જાણી કરીને સ્લો રાખવામાં આવી છે કારણ કે પ્રભાસનું કેરેક્ટર એટલુ રહસ્યમયી છે કે લોકો તેના વિષે અંદાજો લગાવતા જ રહે. શ્રદ્ઘા કપૂર ફિલ્મમાં ખૂબ જ બ્યૂટીફુલ અને ગ્લેમરસ લાગી રહી છે, પરંતુ તેનું કેરેક્ટર ઠીક છે, શ્રદ્ઘાને એક સ્ટ્રોન્ગ કૉપ બતાવવાની જગ્યાએ નબળી બતાવવામાં આવી છે, જેને વાંરવાર હીરો આવીને બચાવે છે. પ્રભાસ-શ્રદ્ઘાની કેમેસ્ટ્રીમાં કંઇક મીસિંગ લાગી રહ્યુ છે. તો હીરો હોય તો વિલન તો હોય જ.. ફિલ્મમાં તમામ વિલનમાંથી ચંકી પાંડે પોતાના રોલથી ઇમ્પ્રેસ કરી શકશે. બાકી તમામ વિલન તેના કેરેક્ટરમાં ફિટ નથી બેસતા. મ્યૂઝિકની વાત કરવામાં આવે તો એવુ લાગી રહ્યુ છે કે સ્ટોરીમાં ગીતોને ખોટી જગ્યાએ રાખવામાં આવ્યા છે, જે આ ફિલ્મને વધુ લાંબી બનાવી દે છે. ફિલ્મમાં એક્શન સીન્સમાં પણ ક્યાંકને ક્યાંક સ્પેશિયલ ઇફેક્ટ એટલી સરસ નહી દેખાય જેટલી હોવી જોઇએ. જોવા જોઇએ તો ફિલ્મમાં પ્રભાસ હોવા છતાં નબળી સ્ટોરી લાઇન અને નબળા ડિરેક્શનને કારણે ડિરેક્ટર સુજીતે એક સારો ચાન્સ ગુમાવી દીધો છે.જો તમે 'બાહુબલી' પછી પ્રભાસના ફેન થઇ ગયા છો, પરંતુ જો તમે 'બાહુબલી' જેવો જ પ્રભાસનો ચાર્મ જોવા માંગો છો તો કદાચ આ ફિલ્મ તને ડિસપોઇન્ટ કરી શકે છે. જોકે લોન્ગ વિકેન્ડ આવી રહ્યુ છે તો ચોક્કસથી તમે આ ફિલ્મ ફેમિલીની સાથે જોઇ શકો છો. ",1 "પહેલી વખત ડિરેક્શન કરી રહેલા રાજ શાંડિલ્યએ સારી કૉમેડી ફિલ્મ બનાવી છે. જાણીતા લેખક હોવાને કારણે તે સ્ટોરીમાં હાસ્ય અને મનોરંજનની ક્ષણો લાવી શક્યા છે. ફર્સ્ટ હાફ સુધી ફિલ્મ ઘણી ધીમી લાગે છે. જોકે સેકન્ડ હાફમાં સ્ટોરી સ્પીડ પકડે છે. પ્રિ-કલાઇમેક્સમાં કોમેડી ઑફ એરર દર્શકોને હસાવવામાં મદદ કરશે. સ્ક્રીનપ્લે ઠીક છે. ફિલ્મમાં એન્ડમાં જ્યારે ડિકેર્ટર મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે, સોશ્યલ મીડિયા પર ઘણા મિત્રો હોવા છતાં રિયલ લાઇફમાં વ્યકિત એકલો હોય છે જે હૃદયને સ્પર્શી નથી શકતો. આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં ઓડિયન્સને પેટ પકડીને હસાવશે ચોક્કસથી. પૂજાના રૂપમાં તેનુ વૉઇસ મોડ્યુલેશન અને બોડી લેંગ્વેજ શાનદાર છે, તેણે પોતાના કેરેક્ટરને જસ્ટિસ આપ્યો છે. આયુષ્માનના પિતા બનેલા અનુ કપૂરનું કામ સારું છે અને ઘણા સીન્સમાં તે આયુષ્માન પરથી લાઇમલાઇટ છીનવી લે છે. નુસરત ભરૂચાને સ્ક્રીન પર કંઈ ખાસ કરવાનો મોકો નથી મળ્યો, છતાં તેણે સારું કામ કર્યુ છે. મનજોત સિંહ અને વિજય રાજ પણ હસાવવામાં પાછળ નથી પડતા. અભિષેક બેનર્જી, નિધિ બિશ્ત, રાજ ભણસાલીએ પોતાના રોલને સારી રીતે કર્યા છે. મીત બ્રધર્સના સંગીતમાં દિલ કા ટેલિફોન, રાધે રાધે ગીત સારા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ સારું છે અને સાથે જ સોંગ્સની કોરિયોગ્રાફી સારી છે. ",1 "મુરગાદોસની આ ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંત માટે જ બનાવવામાં આવી છે. આમાં મુરગાદોસે રજનીકાંતના કરિશ્મા અને સુપરસ્ટારડમને વટાવીને કોમર્શિયલ એક્શન-ડ્રામા ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મ મુરગાદોસની અગાઉની સુપહિટ ફિલ્મો જેટલી સરસ નથી પરંતુ કોમર્શિયલ ફિલ્મ જોવા માંગતા દર્શકોને મજા પડશે. આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ રજનીકાંત અને તેની દીકરી વચ્ચેની કેમેસ્ટ્રી છે. તમે પણ બાપ-દીકરીના સંબંધોના પ્રેમમાં પડી જશો. એક ક્ષણ તો એવી પણ છે જેમાં તમારુ દિલ તૂટી જશે અને નિવેથા થોમસે ફિલ્મમાં ખૂબ સારો અભિનય કર્યો છે.દરબારમાં એ ચીજ પણ દર્શાવાઈ છે કે ફિલ્મનો હીરો હવે મોટી ઉંમરનો થઈગયો છે. આપણને આદિત્ય અને લીલી (નયનતારા) વચ્ચે રોમેન્ટિક ટ્રેક પણ જોવા મળે છે.અમુક સીનમાં રજનીકાંત યુવાન હોય તે સમય પણ દર્શાવાયો છે જેમાં મેક અપ અને કોશ્ચ્યુમ ડિપાર્ટમેન્ટે ઘણું સારુ કામ કર્યું છે. એક સીનમાં ડિરેક્ટર આપણને દર્શાવે છે કે બંને ઉંમરના આદિત્ય વચ્ચે કેટલું અંતર છે. આ ચીજને એવી રીતે ટ્રીટ કરવામાં આવી છે કે રજનીકાંતના ચાહકોને એવું ન લાગે કે તેમના હીરોનું અપમાન કરવામાં આવ્યું છે.ફિલ્મના વિલનની વાત કરીએ તો સુનિલ શેટ્ટી મજબૂત રોલમાં નથી ઢળી શક્યો. ફિલ્મમાં તે ખાસ્સુ નુકસાન પહોંચાડે છે પરંતુ જ્યારે તેનો અને ફિલ્મના હીરોનો સામનો થાય છે ત્યારે સીન જોઈએ તેવી ઉત્સુકતા નથી જગાવી શકતો. ફિલ્મનો ક્લાઈમેક્સ થોડો ઉતાવળે લખાયો હોય તેવું લાગે છે અને આદિત્યને જે જોઈએ છે તે ઘણું આસાનીથી મળી ગયું હોવાનું જણાય છે.રજનીકાંત અને સાઉથની એક્શન મૂવીના ચાહકોને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મને અમારા તરફથી ત્રણ સ્ટાર્સ.",1 "અર્જુન કપૂર અને ક્રિતી સેનનની કેમિસ્ટ્રી ફિલ્મનો એક મોટો પ્લસ પોઈન્ટ છે. જો કે 2 કલાકથી લાંબી આ ફિલ્મ આટલા બધા પાત્રોને કારણે ક્યાંક ક્યાંક બોઝિલ થઈ જાય છે.ફિલ્મમાં ક્રિતી સેનનની એક્ટિંગ સરાહનીય છે, અર્જુન કપૂર ઠીકઠાક છે અને ફિલ્મના ક્લાઈમેક્સમાં તે જામે છે. સંજય દત્ત પોતાના પાત્રમાં જામે છે અને અહમદ શાહ અબ્દાલીના રૂપમાં ડરાવનો લાગે છે. ફિલ્મમાં સહયોગી કલાકારોના રૂપમાં મોહનીશ બહેલ, પદ્મિની કોલ્હાપુરે, ઝીનત અમાન અને નવાબ શાહે પોતપોતાના પાત્રો સાથે સારો ન્યાય કર્યો છે. ફિલ્મના સેટ અને ડિઝાઈન્સ પાછળ તગડો ખર્ચ કરવામાં આવ્યો છે જે ફિલ્મમાં દેખાય છે. અજય અતુલનું મ્યુઝિક કર્ણ પ્રિય છે અને ફિલ્મમાં સંગીત તમારો મૂડ બનાવી દેશે.ઐતિહાસિક યુદ્ધ આધારિત ફિલ્મો જોવાનો શોખ હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.",1 "આ ફિલ્મમાં એડવેન્ચરની ઉણપ છે. ડિરેક્ટર ક્રિસ બક અને જેનિફર લી આ ફિલ્મને વધારે મનોરંજક બનાવી શક્યા નથી. એલ્સાના એક્શન સીકવન્સ ખૂબ જ ઉમદા છે પરંતુ ઓછા છે. એલ્સાનું કેરેક્ટર એકદમ ફ્લેટ અને એકરંગી છે.એનાનું કેરેક્ટર પ્રેમાણ શેડ્સ ધરાવે છે. ક્રિસ્ટોફ અને એનાનો રોમાન્ટિક એંગલ સારો છે. એલોફની કોમેડી મજેદાર છે. મ્યૂઝિકલ ફિલ્મ હોવાના કારણે તેમાં અનેક ગીત છે પરંતુ ડબ વર્ઝનમાં તે વચ્ચે વચ્ચે આવતા હોય તેવું લાગે છે.જોકે, ઉમદા વીએફએક્સથી રચાયેલી એલ્સા અને એનાની જાદુઈ દુનિયા અને જંગલ ખૂબ જ સુંદર લાગે છે. શા માટે જોવી જોઈએ ફિલ્મ? જો તમે એનિમેશન ફિલ્મ્સના શોખીન હોવ તો આ ફિલ્મ એકવાર જરુર જોઈ શકો છો.",1 "ફિલ્મના ગીત ‘વૂમનિયા’ અને ‘ઉડતા તીતર’ પહેલાથી જ ફેમસ છે અને સારા લાગી રહ્યાં છે. ફિલ્મના ડાયલોગ્સ પણ ઠીકઠાક છે જોકે, સૌથી વધારે તમને તાપસી અને ભૂમિનો પ્રોસ્થેટિક મેકઅપ આંખમાં ખૂંચે તેવી છે.ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે પરંતુ સેકન્ડ હાફ દર્શકોને બાંધી રાખે છે. શા માટે જોવી જોઈએ? નારી સશક્તિકરણ, મોટિવેશનલ અને ગ્રામીણ પરિવેશની ફિલ્મો પસંદ હોય તો સમગ્ર પરિવાર સાથે આ ફિલ્મ જોઈ શકો છો.",1 "આ ફિલ્મ અનુજા ચૌહાણના પુસ્તક પર આધારિત છે. તેનો ફર્સ્ટ હાફ હળવો ફૂલ છે અને તે દર્શકોનું સારુ એવું મનોરંજન કરે છે. પરંતુ ટુકડા ટુકડામાં.ઈન્ટરવલ પહેલા ફિલ્મની ગતિ ઘણી ધીરી છે. સેકન્ડ હાફમાં ઝોયા ફેક્ટર ઓન થતા સાથે જ ફિલ્મ ગતિ પકડે છે. પરંતુ જે રીતે ડિરેક્ટર ઝોયાના લક ફેક્ટરથી ભારતીય ટીમને જીતતા દેખાડે છે તે બાલિશ લાગે છે. કેમેન્ટેટરની કોમેન્ટ્રી હસાવે છે પરંતુ તમે વિચારમાં પડી જાવ છો કે ક્રિકેટમાં આ પ્રકારની કોમેન્ટ્રી શક્ય છે કે નહિ. નિર્દેશકે મનોરંજનને ધ્યાનમાં રાખીને ક્રિકેટની આસપાસ ફરતી આ ફિલ્મમાં ઘણી સિનેમેટિક લિબર્ટી લીધી છે.સોનમ કપૂર આ પ્રકારના રોલ પહેલા પણ કરી ચૂકી છે પરંતુ આ વખતે તેના કોમિક ટાઈમિંગમાં ખાસ્સો સુધારો જોવા મળે છે. ફિલ્મનું મુખ્ય આકર્ષણ દુલકર સલમાન છે. કારવાં પછી આ તેની બીજી ફિલ્મ છે. ફિલ્મમાં તે ન માત્ર ક્યુટ અને હેન્ડસમ લાગે છે, પરંતુ પોતાના રોલને પણ પૂરી પ્રતિબદ્ધતાથી નિભાવે છે.ફિલ્મમાં એક સીન માટે આવેલો અનિલ કપૂર દર્શકોને હસાવવામાં સફળ રહે છે. ઝોયાના પિતાના રૂપમાં સંજય કપૂર અને ભાઈ દિલાવરના રૂપમાં સિકંદર ખેરે સારુ કામ કર્યું છે. રોબિનના રોલમાં અંગદ બેદીએ ઈન્ટેન્સિટી જાળવી રાખી છે. શંકર-અહેસાન-લૉયે કાળ અને મેહરૂ જેવા સુંદર ગીતો બનાવ્યા છે.જો તમને લાઈટ કોમેડી ફિલ્મો જોવી પસંદ હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.",1 "ફર્સ્ટ ટાઈમ નિર્દેશક તરીકે શિલ્પી દાસગુપ્તાએ એક ખૂબ જ બોલ્ડ અને ગુપ્ત કહેવાતા વિષયની આસપાસ કોમેડી બનાવી છે, પરંતુ સ્ટોરની સમસ્યા છે કે તે ખૂબ ધીમે ધીમે આગળ વધે છે. ફિલ્મ પોતાના અસરકારક પંચથી વધારે કોમેડી બની શકી હોત. ફિલ્મ વચ્ચે વચ્ચે પોતાની પકડ ગુમાવી દે છે, જોકે નાના શહેરનો માહોલ અને માનસિકતાને નિર્દેશકે યોગ્ય રૂપે દર્શાવ્યો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ મજેદાર છે. એક્ટિંગ બોબી બેદીના રૂપમાં સોનાક્ષી સિન્હાએ ગજબ કામ કર્યું છે.તેણે પોતાના પાત્રને ચહેરાના હાવભાવથી વધારે સશક્ત બનાવ્યું છે. સેક્સ જેવા ટૈબૂ વિશે વાત કરનારી બોબીએ માસુમીયત ગુમાવા નથી દીધી. સોનાક્ષીના લવ ઈન્ટ્રેસ્ટના રૂપમાં નવોદિત એક્ટર પ્રિયાંશ જોરા ક્યૂટ લાગી રહ્યો છે, પરંતુ તેનું પાત્ર વધારે મોટું નથી. રૈપ સ્ટારના રૂપમાં બાદશાહ સારો લાગી રહ્યો છે. તેણે પોતાના પાત્રને સારી રીતે નીભાવ્યું છે. વરુણ શર્માએ ટૂકડામાં મનોરંજન કર્યું છે. હવે તેને એક જ પ્રકારનું પાત્ર ભજવવાનું બંધ કરવું જોઈએ. અન્નૂ કપૂર અને કુલભૂષણ ખરબંદા પોતાના પાત્રો સાથે સારી રીતે ન્યાય કર્યો છે. ઘણા સંગીતકારોની ઉપસ્થિતિ છતાં ‘કોકા’, ‘શહર કી લડકી’ અને ‘સાંસ તો લે લે’ જેવા સોન્ગ એવરેજ બન્યા છે. શા માટે જોવી જોઈએ જો તમે મુદ્દાવાળી કોમેડી ફિલ્મના શોખીન હોય તો આ ફિલ્મ જોવા જઈ શકો છો.",1 "આ હળવીફૂલ ફિલ્મમાં ડિરેક્ટરે પ્રેમ જેવા ગંભીર અને ગૂઢ વિષયને સારી રીતે વણી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં તપન વ્યાસની સિનેમેટોગ્રાફીએ ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મમાં સુરતના સુંદર લોકેશન્સ કેમેરામાં કંડારવામાં આવ્યા છે જે ગુજરાતી ફિલ્મોને પસંદ કરતા દર્શકો માટે નવુ નજરાણું છે.દરેક ફિલ્મમાં અમદાવાદને જોઈને હવે દર્શકો પણ કંટાળ્યા છે. ફિલ્મમાં અમુક ડાયલોગ્સ પણ ખૂબ સરસ લખાયા છે જે ફિલ્મ પૂરી થયા બાદ પણ તમારા મગજમાં ચોંટી જાય છે. મંથન જોશીના બોલ અને પ્રશાંત સાતોસેની ધૂન ફિલ્મમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. મોજીલો ગુજરાતી અને ગુજરાતી બ્રેક અપ સોંગ ફિલ્મમાં જોવાની મજા પડી જાય છે.આ સાથે લવ સોંગ તૂ જ રે સ્વપ્નવત સુંદર દેખાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઝડપી છે જ્યારે સેકન્ડ હાફ થોડો લાંબો ખેંચાતો હોય તેવુ લાગે છે. બંને કપલ વચ્ચે થોડી રોમેન્ટિક મોમેન્ટ્સ હાઈલાઈટ કરવાનો પ્રયાસ કરાયો છે. અમુક સારા કોમેડી સીન્સ છે પરંતુ ફિલ્મની લંબાઈ વધારે હોવાને કારણે ફિલ્મ થાપ ખાી જાય છે. રાહુલ અને શ્રેયાનો બ્રેકઅપ સીન પણ એટલો અસરકારક રીતે નથી ફિલ્માવાયો. તે ગળે ઉતરે એવો નથી. પરફોર્મન્સની વાત કરીએ તો વસંતી તરીકે સેજલ શાહની પાત્રવરણી એકદમ પરફેક્ટ થઈ છે. માઈરા દોશીની આ પહેલી ફિલ્મ છે અને તે પોતાના હાસ્યથી સ્ક્રીન પર છવાઈ જાય છે.જો કે તેની ડાયલોગ ડીલિવરી ખાસ ઈમ્પ્રેસિવ નથી, ખાસ કરીને મનોજ જોષી સાથેની સીનમાં. દિવ્યાંગ ઠક્કરે પાંચ વર્ષ પછી ઘણુ સરસ કમેબેક કર્યું છે. તે રમણિકના લવગુરુ રાહુલ તરીકે દર્શકોને પસંદ આવે તેવો છે. નાના રોલમાં ઓજસ રાવલ પોતાની છાપ છોડી જાય છે. મનોજ જોષીની વાત કરીએ તો તેમને ફિલ્મનો ભાર પોતાના ખભે ઉપાડતા ઘણી સારી રીતે આવડે છે. જો તમે સ્વીટ, રોમેન્ટિક, અર્થસભર ફિલ્મ જોવા માંગતા હોવ તો ચાસણી ફેમિલી સાથે જોવા જેવી સારી ફિલ્મ છે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.",1 અલાદીન અને જિનીની વાર્તા વર્ષોથી લોકો જાણે છે. આ પહેલા ડિઝનીએ તેના પર એનિમેટેડ સીરીઝ પણ બનાવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં મસૂદ અને સ્કોટની નવી જોડી તાજગી લાવી છે. સ્ક્રીન પર બંનેની કેમિસ્ટ્રી કમાલની છે. ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ અને મજબૂત પક્ષ છે જિનીના રૂપમાં વિલ સ્મિથ. ફિલ્મના મુખ્ય વિલન ઝફરનો રોલ પણ સારી રીતે ક્રિએટ કરવામાં આવ્યો છે.જોકે ફિલ્મનું ડિરેક્શન ક્યાંક ક્યાંક નબળું પડે છે. ફિલ્મમાં સોન્ગ અને ડાન્સ સીક્વેન્સ જરૂર વગર જ ઉમેરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ 2 કલાક 8 મિનિટ લાંબી છે. બધા કેરેક્ટર્સને ડેવલપ કરવાને કારણે એવું થયું હોઈ શકે પરંતુ લાગી રહ્યું છે કે ડિરેક્ટરે ઉતાવળ કરીને ફિલ્મ પૂર્ણ કરી દીધી છે.,1 "આશિષ મહેરા (અજય દેવગણ)ના મિત્ર રાજેશ (જાવેદ જાફરી)ને ખબર પડે છે કે તેનું દીકરીની ઉંમરની છોકરી આયેશા (રકુલ પ્રીત સિંહ) સાથે અફેર ચાલે છે તો તે આશિષને સલાહ આપે છે, “આ એજ ગેપ નહિ, જનરેશન ગેપ છે.” આ લવ અફેરમાં ક્યુટ રોમાન્સની ઘણી ચીજો છે. એકબીજાથી સાવ જુદી જ પર્સનાલિટીને પ્રેમમાં પડતા જોવાની મજા આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ ટોપ ફોર્મમાં છે. ફિલ્મમાં તેને વારંવાર ‘બુઢ્ઢો’ કે ‘અંકલ’ કહેવાય ત્યારે દર્શકો હસવાનું રોકી નથી શકતા. 50 વર્ષની ઉંમરે પણ 20 વર્ષની છોકરી સાથે તેની કેમિસ્ટ્રી ખરાબ નથી લાગતી. રકુલનો કોન્ફિડન્સ અને ગ્લેમર અજય દેવગણની બરોબરી કરે તેવા છે.હંમેશાની જેમ આ ફિલ્મમાં તબ્બુએ પોતાનો રોલ ખૂબ જ સહજતાથી નિભાવ્યો છે. તેનું પરફોર્મન્સ અને એક્સપ્રેશન લાજવાબ છે. ફિલ્મમાં તબુની સુંદરતાને પણ પરદા પર સરસ રીતે દર્શાવાઈ છે. તબુનું કોમિક ટાઈમિંગ દર્શકોને પેટ પકડીને હસાવશે. ફિલ્મમાં અમુક નબળી કડીઓ છે જેમ કે ફિલ્મના લેખક લવ રંજન અને તરુણ જૈન તબુની ટેલેન્ટનો પૂરેપૂરો ફાયદો નથી ઉઠાવી શક્યા. તે આશિષે મંજૂને કેમ છોડી તેના પર પણ ખાસ પ્રકાશ નથી પાડવામાં આવ્યો.ફિલ્મના સેકન્ડ હાફમાં વિચિત્ર સંજોગો ઊભા થતા જાય છે જેને કારણે મતભેદ થાય છે. જો કે ડિરેક્ટર આકિવ અલીએ આધુનિક વિચારો અને જૂના નૈતિક મૂલ્યો વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમુક મોટા મતભેદને અવિશ્વસનીય રીતે ઉકેલવામાં આવ્યા છે. જિમ્મી શેરગિલનું પાત્ર વધુ કન્ફ્યુઝન ઊભુ કરવા માટે જ જાણે લવાયું છે. જિમી સાથે વધુ કોમેડી સીન ઊભા કરી શકાયા હોત પણ આવું થયું નહિ.ફિલ્મનું મ્યુઝિક અને ગીતો નબળા છે પરંતુ બેકગ્રાઉન્ડ સ્કોર મજબૂત છે. તે અનેક સીન્સને વધુ ચોટદાર બનાવે છે. ફિલ્મમાં મેચ્યોરિટીથી તલાક, લિવ ઈન અને એજ ગેપ રોમાન્સ જેવા મુદ્દા આવરી લેવાયા છે. ડાયરેક્ટરે ફિલ્મને અણધાર્યો ક્લાઈમેક્સ આપ્યો છે. ઓવરઓલ દે દે પ્યાર દે એક મજેદાર ફિલ્મ છે જે અવારનવાર એક જ મુદ્દાને હાઈલાઈટ કરે છે કે જ્યારે વાત પ્રેમની હોય, ઉંમર ફક્ત એક આંકડો જ બનીને રહી જાય છે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.",1 "ફિલ્મનો વિષય રસપ્રદ છે પરંતુ ક્યાંકને ક્યાંક આ ફિલ્મની ક્રિએટીવ ટીમે એવા મુદ્દાઓને પણ આવરી લેવાની કોશિશ કરી છે. જેથી ફિલ્મની મૂળ વાત ભૂલાય જતી હોય તેવું લાગે છે. ઉદાહરણ તરીકેઃ એજ્યુકેશન સિસ્ટમનો મુદ્દો, આમ છતાં પણ ડી ટાઉનમાં આ ફિલ્મની રજૂઆત એક ગેમ ચેન્જર સાબિત થશે તેવું માનવામાં આવે છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોમેડી સિવાય પણ ફિલ્મ મેકર્સે આ ફિલ્મ રજૂ કરીને એક ઉત્કૃષ્ટ પ્રયોગ કર્યો છે.આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ઉત્તમ છે પરંતુ મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદીના ક્લોઝઅપ શોટ્સ ટાળી શકાયા હોત. જો વાત કરવામાં આવે એડિટીંગની તો ફિલ્મનું દરેક પાસું એકબીજા સાથે સારી રીતે કનેક્ટ થતું જોવા મળે છે. અમર કંધાનું મ્યૂઝિક વખાણવા લાયક છે. ફિલ્મમાં ક્લાસિક ટ્યૂનને સારી રીતે ફિલ્મના સબ્જેક્ટ સાથે આવરી લીધી છે. ફિલ્મનું સોંગ ‘વીરો આયો’, ‘શંખ બજે રે’ સારા છે. નિરેન ભટ્ટ અને જય ભટ્ટે ફિલ્મ માટે સારા લિરિક્સ લખ્યાં છે. ડાયલોગ અને સ્ક્રિનપ્લે પણ સારા છે.પર્ફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો મલ્હાર ઠાકરને તેની હેપી ગો લકી ઈમેજ છોડીને સીરિયસ રોલ કરવા માટે દાદ આપવી પડે. કિંજલ રાજપ્રિયા ફર્સ્ટ હાફમાં સુંદર લાગી રહી છે. જોકે, બીજા હાફમાં તે દર્શકો પર જોઈએ તેવો પ્રભાવ છોડી શકી નથી. શર્વરી જોશીનું કેરેક્ટર હજુ થોડુ લંબાવી શકાયું હોત. રિપોર્ટર તરીકે નિસર્ગ ત્રિવેદીનું પર્ફોર્મન્સ લાજવાબ છે. જોકે, આ ફિલ્મનું સરપ્રાઈઝ એલિમેન્ટ છે અર્ચન ત્રિવેદી, ‘ઢ’ ફિલ્મનાં સ્વીટ દાદાજીથી તરત જ સચિન મજમૂદાર તરીકેના એક ખંધા રાજનેતા તરીકેનો ડાર્ક શેડ વખાણવા લાયક છે.કુલ મળીને જોવા જઈએ તો આ એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે. દોસ્તી-ફ્રેન્ડશીપ કોમેડીથી આગળ વધી આ ફિલ્મ સારો એટેમ્પ્ટ કહી શકાય. દર્શકોને ફિલ્મ ક્યાંક ક્યાંક ધીમી થતી હોવાનું લાગે છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની સીરિયસ અને મીનિંગફુલ મૂવી એકવાર તો માણી જ શકાય.",1 "સમલૈંગિક સંબંધો પર આ પહેલા પણ ‘અનફ્રીડમ’, ‘ફાયર’, ‘માય બ્રધર નિખિલ’, ‘આઈ એમ’, ‘બોમ્બે ટોકીઝ’ જેવી ફિલ્મ આવી છે. જોકે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોર્ટ દ્વારા સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર કર્યા પછી ડિરેક્ટર શૈલી ચોપડાની ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ આ મુદ્દે LGBT સમુદાય જ નહી પરંતુ સંપૂર્ણ સમાજ માટે એક મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થશે. ફિલ્મમાં સમલૈંગિક સંબંધોની ભાવનાત્મક રજૂઆત તો મજબૂત છે જ પરંતુ તેમના સેક્સ્યુઅલ ઓરિયન્ટેશન પર વાત થઈ નથી. એવું લાગે છે કે ડિરેક્ટરે આ પગલું યુએ સર્ટિફિકેટ મેળવવા માટે ઉઠાવ્યું છે.ડિરેક્ટર શૈલીધર ચોપડાની આ પહેલી ફિલ્મ છે. જ્યાં તેમણે એવા સંબંધને સ્ટોરીમાં ગૂંથ્યું છે જેને કાયદાકિય માન્યતા તો મળી છે પરંતુ સમાજ હજુ પણ તુચ્છ દ્રષ્ટિથી જુવે છે. સમાજ સમલૈંગિકતાને કુદરતી સમજવાની જગ્યાએ બીમારીની જેમ જુએ છે. જ્યાં સુધી ડિરેક્શનની વાત છે તો ફિલ્મ ફર્સ્ટ હાફમાં પણ ધીમી ગતિએ આગળ વધે છે. જોકે, સેકન્ડ હાફમાં જ્યારે તે મુદ્દા પર આવે છે ત્યારે રસપ્રદ અને સંવેદનશીલ થઈ જાય છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે સુસ્ત છે. ક્લાઈમેક્સ ફિલ્મી હોવાની સાથે પ્રિડિક્ટેબલ પણ છે. લેખક-નિર્દેશન સોનમ-રેજીનાની રિલેશનશીપ ટ્રેકને ઉંડાણ આપ્યું હોત તો ફિલ્મ અવ્વલ કક્ષાની બની હોત.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો રોલ અનુસાર સ્વીટી તરીકે સોનમે પોતાની માસૂમિયત જાળવી રાખી છે. તો પોતાની સમલૈંગિક પાર્ટનર રેજિના સાથે તેની સ્ટ્રોંગ કેમિસ્ટ્રી જોવા મળતી નથી. જોકે, તેણે સમાજમાં સમલૈંગિક થવાના શ્રાપને સારી રીતે દર્શાવ્યો છે. પિતા તરીકે અનિલ કપૂરે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. એવું લાગે છે કે રિયલ લાઈફ કેમિસ્ટ્રી રીલ લાઈફમાં પણ કામ કરી ગઈ. રાજકુમાર રાવ પોતાના સહજ અને સૌમ્ય અંદાજમાં જોવા મળ્યો છે. જૂહી ચાવલા પોતાની કોમિક ટાઈમિંગથી ફિલ્મને રાહત આપે છે. જૂહી અને અનિલને લાંબા સમય પછી પડદા પર જોવા સારા લાગે છે.રેજિનાનું કેરેક્ટ્રાઈઝેશન થોડું વધારવાની જરુર હતી. સપોર્ટિંગ કાસ્ટમાં મધુમાલતી કપૂર, સીમા પાહવા બ્રિજેન્દ્ર કાલા અને અભિષેક દુહાને સારુ કામ કર્યું છે. રોચક કોહલીના સંગીતમાં ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ટાઈટલ ટ્રેક પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. મિર્ચી ટોપ 20ની લિસ્ટમાં આ ગીત સોળમા સ્થાન પર છે. ન્યૂ એજ રિલેશનશિપ તરીકે આ ફિલ્મ જરુરી છે.",1 "બાળા સાહેબ ઠાકરેના નામથી ઓળખાતા બાળ કેશવ ઠાકરે લોકપ્રિય નેતા હોવાની સાથે સાથે એક કોન્ટ્રોવર્શિયલ વ્યક્તિ હતા. તેમની રાજકીય કારકિર્દીમાં અનેક રસપ્રદ ક્ષણો આવી હતી અને તેમના કેટલાક ભાષણનો કારણે હુલ્લડો પણ ફાટી નીકળ્યા હતા. ફિલ્મમાં ઠાકરે વખણાયા છે અને વખોડાયા છે તે બંને પાસા જોવા મળશે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પાવરફૂલ પરફોર્મન્સ આપ્યો છે અને પરદા પર બાળ ઠાકરેનું પાત્ર જીવંત કર્યું છે. જો કે સ્ક્રીનપ્લે નબળો હોવાથી ફિલ્મ જોઈએ એવી સારી નથી બની.આ સ્ટોરી 1960થી શરૂ થાય છે જ્યારે બાળ ઠાકરે એક પ્રેસ જર્નલ માટે કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરતા હતા. ત્યાર બાદ સ્ટોરી 70,80 અને 90ના દાયકામાં આકાર લે છે. સામાન્ય રીતે હીરોને બાયોપિકમાં લાર્જર ધેન લાઈફ બતાવવાનો હોય તો કામ આસાન થઈ જાય છે પરંતુ ઠાકરેમાં બાળ ઠાકરેની કારકિર્દીનું વાસ્તવિક ચિત્રણ છે. એટલી હદે કે તે કોર્ટમાં ઊભા રહીને કબૂલ કરે છે કે તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદ પાડવામાં ફાળો આપ્યો હતો. ઠાકરે ક્યારેય તોળી તોળીને બોલનારામાંના નહતા. ડિરેક્ટર અભિજીત પાનસે પણ આ જ રસ્તે ચાલ્યા છે. ઠાકરેના જીવનનું માત્ર સારુ ચિત્ર ઊભુ કરવાને બદલે તેમણે વાસ્તવિકતા બતાવી છે. હા, પણ તે ઠાકરેને લોકોના હીરો બતાવવાની કોશિશ જરૂર કરે છે.ડિરેક્ટરે ફિલ્મમાં અમુક સારા નિર્ણયો કર્યા છે. જેમ કે ફર્સ્ટ હાફ બ્લેક એન્ડ વ્હાઈટમાં છે. તેને કારણે દર્શક જૂના સમયમાં પહોંચી જાય છે. CGIની મદદથી આબેહૂબ જૂની મુંબઈ પરદા પર રજૂ કરાઈ છે. ફિલ્મમાં સાચા નેતાઓ સાચા નામ સાથે દર્શાવાયા છે અને ફિલ્મનું કાસ્ટિંગ જબરદસ્ત છે. અમુક સિનેમેટિક ટ્રાન્ઝિશન તમારા દિમાગમાં ચોંટી જશે જેમ કે બાબરી મસ્જિદની ટોચે પડતા હથોડા પરથી સીધા જજના ગ્રેવલનો સીન.ફિલ્મનું સૌથી સબળુ પાસુ નવાઝુદ્દીનનો બાળ ઠાકરે તરીકેનો અભિનય છે. એક્ટરે ઠાકરેના બોલચાલની નકલ કરવાની કોશિશ ન કરીને સમજણનું કામ કર્યું છે. નવાઝ મિનિમલ મેકઅપમાં દેખાય છે અને શિવસેનાના સુપ્રીમોના પાત્રને પૂરો ન્યાય આપે છે. રસપ્રદ વાત એ છે કે 2016માં નવાઝે પોતાના ગામ બુધનામાં રામલીલા પરફોર્મન્સ પડતુ મૂકવું પડ્યું હતું કારણ કે શિવસેનાના કાર્યકર્તાઓએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યાર પછી નવાઝે આદિત્ય ઠાકરેનો સંપર્ક કરી મામલો થાળે પાડવો પડ્યો હતો. અમૃતા રાવનો સાવ નાનો અને નગણ્ય રોલ છે. જ્યોર્જ ફર્નાન્ડિઝ, શરદ પવાર અને બીજા પાત્રોએ નવાઝના પાત્રને ફિલ્મમાં સારો સપોર્ટ આપ્યો છે.ફિલ્મમાં ઠાકરેને જેવા હતા તેવા ચીતરાયા છે. ફિલ્મની પ્રામાણિકતા બિરદાવા લાયક છે પરંતુ ફિલ્મમાં સ્પષ્ટતાનો અભાવ છે. વધુ અનુભવી લેખકે ફિલ્મ લખી હોત તો કમાલ થાત. નવાઝના પરફોર્મન્સને કારણે ફિલ્મના નબળા પાસા ઢંકાઈ જાય છે. ફિલ્મને અમારી તરફથી 3 સ્ટાર.નોંધઃ ઠાકરે ફિલ્મ રાજ્યસભાના MP અને શિવસેનાના સભ્ય સંજય રાવતે લખી અને પ્રોડ્યુસ કરી છે.",1 આપણે પ્રોડક્શન હાઉસ અને ડિરેક્ટર ફૈસલ હાશ્મી તથા આખી ટીમને ગુજરાતીમાં સાઈ-ફાઈ થ્રિલર બનાવવાનો પ્રયત્ન કરવા બદલ ઢગલાબંધ ધન્યવાદ આપવા પડે. પહેલી વાર ગુજરાતીમાં આ ક્ષેત્રે કોઈએ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેની VFX ઘણઈ સારી છે. તેનું સેટ-અપ ભવ્ય છે અને સ્ટોરી લાઈન આમ પ્રેડિક્ટેબલ છતાંય રસપ્રદ છે. પોતાની બીજી જ ફિલ્મમાં ડિરેક્ટર ફૈઝલ હાશ્મીએ ખાસ્સી પ્રગતિ કરી છે. તેમનો ફિલ્મમાં કેમિયો પણ રસપ્રદ છે. ફિલ્મનું એડિટિંગ ક્રિસ્પ અને શાર્પ છે જેથી ફિલ્મ લાંબી તણાઈ નથી.ફિલ્મ મહદંશે સરસ લખાઈ છે પરંતુ ઈન્ટરવલ પહેલા અમુક ચીજોના રીપિટેશનને કારણે ફિલ્મ કંટાળાજનક બની જાય છે. હોલિવુડ ફિલ્મો જોવાના શોખીન હશો તો આ ફિલ્મ તમને આ ટાઈપની ઘણી ફિલ્મોની યાદ અપાવશે.પરફોર્મન્સની વાત કરીએ તો ધ્વનિત તેની પહેલી ફિલ્મ કરતા ઘણો વધારે કોન્ફિડન્ટ લાગે છે પણ તેના અમુક સ્ટન્ટ તમને ગળે ઉતરે તેવા નથી. ન્યુઝ એન્કર તરીકે કિંજલ રાજપ્રિયા સુંદર લાગે છે અને શું થયુ? કરતા તેનો રોલ સાવ અલગ જ છે. સ્મિત પંડ્યા અને ઉત્કર્ષ મઝુમદારે મજબૂત પરફોર્મન્સ આપ્યા છે. જેકોબ તરીકે વિક્કી શાહ પણ જામે છે.સાઈ-ફાઈ ડ્રામામાં કોઈ ગીત નથી અને તે ઓડિયન્સને સીટ સાથે જકડી રાખે તેવી છે. વીકેન્ડમાં ફ્રી હોવ તો એક વાર આ ફિલ્મ જોવા જેવી ખરી. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર.,1 "ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તર પર આધારિત આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (અનુપમ ખેર) અને તેમના મીડિયા એડવાઈઝર સંજય બારુ (અક્ષય ખન્ના)ની વચ્ચેના સંબંધને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના મોટાભાગના હિસ્સામાં સંજય બારુ મનમોહન સિંહની મીડિયામાં ઈમેજ માટે સંઘર્ષ કરતા રહે છે. બીજી તરફ. UPA સરકારની ખાસ વાતો જેમ કે, ન્યૂક્લિયર ડીલ, સોનિયા ગાંધીના એકાધિકારને પણ દેખાડવામાં આવ્યા છે.જો આ ફિલ્મમાં જો કેટલાક ટ્વીસ્ટ્સ ન દેખાડાયા હોત અને દમદાર પ્રદર્શન ન હોત તો ફિલ્મ ડગમગાઈ ગઈ હોત.અનુપમ ખેરે એક શાંત રહેનારા વડાપ્રધાનની ભૂમિકા ભજવી છે જેમણે એક એવા સમયે વડાપ્રધાન પદ ગ્રહણ કર્યું હતું જ્યારે સ્થિતિ ખૂબ જ સંદિગ્ધ હતી. આ ભૂમિકામાં તેમનું પ્રદર્શન શાનદાર છે. તેમણે ખૂબ જ સરળતાથી મનમોહન સિંહના અંદાજ અને બોલચાલ પોતાની અંદર ઢાળી લીધી છે. ધીમે-ધીમે દર્શક તેમની સાથે જોડાઈ જાય છે. તે ક્યારેય સાચો નિર્ણય લેવાની હિંમત એકઠી કરે છે તો ક્યારેક તેમના પર રહેલા તાકાતો સામે નમી જાય છે. પણ એ અક્ષય ખન્ના એ સુનિશ્ચિત કરે છે કે, આ પૉલિટિકલ ડ્રામામાં કોઈ ડલ મૉમેન્ટ ન રહે. તે એક સૂત્રધારની જે દર્શકોને સારી રીતે બાંધી રાખે છે.સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી રહેલી જર્મન એક્ટ્રેસ સુજેન બર્નર્ટે પોતાની ભૂમિકા ગંભીરતાથી ભજવી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પાત્રો ભજવનારા એક્ટર્સને વધારે તક મળી નથી. દિવ્યા સેઠ શાહે મહમોહન સિંહની પત્ની ગુરશરન કૌરનું પાત્ર ખૂબ શાનદાર રીતે ભજવ્યું છે. જોકે, આ ઉપરાંત વિપક્ષના નેતાઓ અને ન્યૂઝ એન્કર્સની ભૂમિકા ભજવનારા એક્ટર્સ માત્ર તેમના ડુપ્લિકેટ બનીને રહી જાય છે.આ ઉપરાંત જનતા પર મનમોહન સિંહના નિર્ણયોનો પ્રભાવ માત્ર ન્યૂઝરૂમ અને અખબારોની હેડલાઈન્સ સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. ક્યાંય-ક્યાંય ફિલ્મ થોડી બોરિંગ લાગવા માડે છે કારણ કે, તેમાં માત્ર બંધ દરવાજા અથવા કોઈ ફાઈલ ફુટેજ દેખાડવામાં આવતા હોય છે. ફિલ્મે થોડી બહાદુરી સાથે અસલ પાત્રોના નામ લીધા છે અને તેમને એ જ રીતે દેખાડ્યા છે જેવી રીતે તેમને જોવામાં આવે છે. ફિલ્મના રાઈટિંગ થોડું ઊંડાણ લાવી શકાયું હોત જેનાથી દરેક પાત્ર વિશે થોડું વધારે દેખાડી શકાત.બૉલિવૂડમાં ઘણી પોલિટિકલ ડ્રામા બની ચૂકી છે. તે ગંભીર અને જટિલ રહી છે. આવામાં ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ તમારી જાણકારી વધારવા કરતા માત્ર તમારું મનોરંજન કરે છે.",1 "પેટ્ટા ડાયરેક્ટ કાર્તિક સુબ્બારાજની ફિલ્મ ઓછી પરંતુ રજનીકાંતની મસાલા ફિલ્મ વધારે છે. રજનીના ફેન્સ ફરી એક વખત થલાઈવા સ્ટાઈલમાં જોવા મળશે. ફિલ્મમાં કોમેડી, રજનીના ડાયલોગ્સ અને સ્ટાઈલ જોવા મળશે. એટલેકે રજનીકાંતની વધુ એક એન્ટરટેઈન ફિલ્મ છે.ફિલ્મના અપ્રોચથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ સુપરહિત સાબિત થશે. જોકે કેટલીક બાબતો તમને પસંદ ન પણ આવે, જેમ કે ફિલ્મ ઘણી લાંબી છે, કોલેજના સીન પણ લાંબા છે, ગીતોની જરુર નથી. આ ઉપરાંત ફિલ્મના વિલન નવાઝનું પાત્ર વધારે મજબૂત લખવું જોઈતું હતું. જોકે રજનીકાંત જ ફિલ્મને હિટ કરાવવા માટે કાફી છે.",1 આ ફિલ્મનું સૌથી સબળુ પાસુ એ છે કે તે દેશભક્તિથી છલોછલ બીજી ફિલ્મો કરતા અલગ બની છે. આ ઘણી બેલેન્સ્ડ ફિલ્મ છે. પણ નબળી બાજુ એ છે કે ફિલ્મમાં રિસર્ચનો સદંતર અભાવ છે. તેને કારણે ફિલ્મમાં મોટો હિસ્સો વિહાનની પર્સનલ લાઈફ વિષે બતાવી દેવાયો છે. એમાં કશું ખોટું નથી પણ તેને કારણે ફિલ્મનું ફોકસ આર્મીના જવાનોએ આ બ્રિલિયન્ટ મિશન કેવી રીતે પાર પાડ્યું તેના પરથી હટી જાય છે.અભિનયની વાત કરીએ તો વિકી કૌશલ તેના પાત્રમાં ઊંડાઈ લાવવામાં સફળ ગયો છે. અમુક સીનમાં તે કાચો પડે છે પણ સરવાળે તેણે મેચ્યોર પરફોર્મન્સ આપ્યું છે. યામી ગૌતમ ફિલ્મમાં એજન્ટના રોલમાં ફિટ નથી બેસતી. ઈન્ટરોગેશન રૂમમાં બેસવા માટે જેવી કડક પર્સનાલિટી જોઈએ તેના માટે યામી ઘણી નબળી પડે છે. ‘તેરે અખરોટ મૂંહ સે નિકાલ દૂંગી’ જેવી લાઈન બોલવા માટે યામી ઢીલી પડે છે. પરેશ રાવલ તેની ભૂમિકા પરફેક્શનથી ભજવે છે. તેનું પાત્ર દેશના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભલ પર આધારિત છે અને તે આખી ફિલ્મનું સૌથી સબળુ પાસુ છે. એરફોર્સ પાઈલટ તરીકે ક્રિતી કુલ્હારીને પણ કંઈ ખાસ કરવાનો મોકો નથી મળ્યું.ફિલ્મનો હીરો મિશન પરથી તેના બધા જ માણસોને જીવતા પાછા લાવવાનું વચન પાળે છે. એક્શન મૂવી ગમતી હોય તો આ ફિલ્મ સારી વન ટાઈમ વૉચ છે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.,1 આ ફિલ્મ અંગે ઘણા સમયથી ગણગણાટ હતો. આ ફિલ્મથી બોલિવુડનો જાણીતો એક્ટર રોહિત રોય ગુજરાતી સિનેમામાં પર્દાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અને અભિનય એક સાથે સંભાળવુ આસાન કામ નથી. પરંતુ સની પંચોલીએ આ ફિલ્મમાં સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં તમને ભાગ્યે જ દેશ પ્રત્યેનો પ્રેમ જોવા મળશે. ફિલ્મ તેના મુખ્ય મુદ્દા પર આવતા સમય લે છે. પહેલા હાફમાં તમને જય અને તેના મિત્રો વચ્ચેનું બોન્ડિંગ અને ભૂમિ (શ્રિયા તિવારી) પ્રત્યેની લાગણી વિષે જ વધુ જાણવા મળશે.ફિલ્મમાં ભૂમિ અને જય વચ્ચે કેમિસ્ટ્રી સારી છે. તેમની વચ્ચેના ડાયલોગ્સ સાથે દર્શકો તેમની જાતને સાંકળી શકશે. આ ઉપરાંત જય અને તેના મિત્રો વચ્ચે પણ કેટલીક સારી પળો કેમેરામાં ઝીલાઈ છે. ખાસ કરીને સપોર્ટિંગ એક્ટર્સમાં પાર્થ ઠાકરનું પરફોર્મન્સ વખાણવા જેવું છે. નેગેટિવ રોલમાં ઋષિકેશ ઈન્ગલે પણ જામે છે. રોહિત રોય અને મનોજ જોષી તેમના પાત્રોને સહજતાથી નિભાવે છે. ફિલ્મમાં કેટલાક ગણગણવા ગમે તેવા ગીતો પણ છે જે સ્ક્રીનપ્લેમાં ભળી જાય છે.ફિલ્મનો સેકન્ડ હાફ વધુ સારો બન્યો છે. તેમાં કેટલીક ચેઝ અને ફાઈટ સિક્વન્સ તથા કુસ્તી જોવાની મજા આવે છે. અંતમાં ટ્વિસ્ટ દર્શકોને સરપ્રાઈઝ કરી દે તેવો છે. આ ફિલ્મ પરફોર્મન્સને કારણે જોવી ગમે તેવી બની છે. જો એડિટિંગ વધુ સ્માર્ટ કરાયુ હોત તો દર્શકોને જોવાની વધુ મજા પડત. એક અલગ વિષય પર ગુજરાતી ફિલ્મ બનાવવાનો આ સારો પ્રયાસ છે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.,1 "લવયાત્રિ એક સાધારણ લવસ્ટોરી છે. તેનાથી વધારે ફિલ્મમાં કંઈ જ નથી. ડિરેક્ટર અભિરાજ મીનાવાલાની આ પહેલી ફિલ્મ છે અને તેમણે બોલિવૂડના જૂના મસાલાનો ઉપયોગ કરીને સેફ ગેમ રમવાનો પ્રયત્ન કર્યો છે. જો કે ફિલ્મનો સ્ક્રીનપ્લે નબળો છે. ફિલ્મના કેરેક્ટર્સ તમને ગમશે, પરંતુ સ્ટોરી તમને આકર્ષક નહીં લાગે. ફિલ્મના ગીતો સુંદરતાથી શૂટ કરવામાં આવ્યા છે અને વૈભવી મર્ચન્ટની કોરિયૉગ્રાફી પણ સારી છે.પોતાની પહેલી ફિલ્મ કરી રહેલા આયુષ અને વરીના હજી એક્ટિંગમાં કાચા છે, તેમ કહેવું યોગ્ય રહેશે. જો કે સ્ક્રીન પર તેમની કેમિસ્ટ્રી સારી લાગે છે. સુસુના અંકલ તરીકે રામ કપૂર અને મિશેલના પિતા તરીકે રોનિત રૉયે સારું કામ કર્યુ છે અને ઈમોશનલ તેમજ ભારે-ભરખમ ડાયલોગ આપ્યા છે. લવરાત્રિ તે લોકો માટે સારી ફિલ્મ છે જે 90ના દશકામની રોમાન્ટિક ફિલ્મોના શોખીન છે.",1 જ્યારે ફિલ્મમાં હોટ સિંગર બેબી સિંહના રોલમાં ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ ગોર્જિયસ લાગે છે. જોકે તેના રોલ પર કંઈ ખાસ કામ કરવામાં આવ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ટેલેન્ડેટ એક્ટર રાજકુમાર રાવ આ ફિલ્મમાં પ્રશાંતનો ખાસ દોસ્ત છે. રાજકુમાર રાવ સાથે જોકે તેની કેમેસ્ટ્રી અસ્વાભાવિક લાગે છે. જો કે કેટલાક કોમેડિ સીનના પાછળ છુપાઈ જાય છે.ફિલ્મ સેકન્ડ હાફમાં થોડી થોડી ટ્રેક પરથી ભટકી રહી હોય તેવું લાગે છે. જેમ કે બેબી સિંહની કોઈ બેકસ્ટોરી જ નથી અને તેની લાફઈમાં ફક્ત તેનો એક મેનેજર છે જે એવું જ ઇચ્છે છે કે એક રિયાલિટી શોમાં સ્ટેજ પર બેબી સિંહ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બને. ફિલ્મનો સેકન્ડ હાફ ખૂબ લાંબો છે અને ખેંચીને ચ્યુઇંગમ થઈ ગયો છે. તેમજ ફિલ્માં મ્યુઝિકની જો વાત કરવામા આવે તો ‘અચ્છે દિન’ને છોડીને ફિલ્મનો સાઉન્ડ ટ્રેક એટલો સારો નથી બની શક્યો.છલ્લે બધુ મળીને ફિલ્મ ફન્ને ખાં સ્ટાર્સથી ભરેલી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે. જેમાં સ્ટાર્સ પોતાના અવાજથી દુનિયાને પોતાના પગે લાવવા માગે છે. આ ફિલ્મ દેખાડે છે કે કઈ રીતે કોઈ પેરેન્ટ્સ પોતાના અધૂરા સપનાઓને પોતાના બાળકો દ્વારા પૂરા કરી દેખાડવા માગે છે. ફિલ્મના શો સ્ટોપર કહો કે આકર્ષણ એકમાત્ર અનિલ કપૂર જ છે. જેમણે પોતાની અફલાતૂન એક્ટિંગ દ્વારા ફિલ્મમાં રંગ લાવ્યો છે. ફક્ત અને ફક્ત આ માટે જ ફન્ને ખાં તમારે એકવાર જોવી જોઈએ.,1 "લેખક-નિર્દેશક શાદ અલીએ ફિલ્મના ફર્સ્ટ હાફમાં સંદીપની હૉકી પ્લેયર બનવાની વાર્તા દેખાડી છે, જોકે, આમાં તેમણે કસબાના નાની-નાની મૉમેન્ટ્સ અને લીડ પેરના રોમાન્સ જોડીને વાર્તા કંટાળાજનક બનવા દીધી નથી. ઈન્ટરવલ પહેલા વાર્તા સીરિયસ વળાંક લે છે, જે તમને ભાવુક કરી દેશે. ‘ઉડતા પંજાબ’માં દિલજીતની એક્ટિંગને વખાણવામાં આવી હતી પણ ‘સૂરમા’માં તેણે જે અભિનય કર્યો છે તે શાનદાર છે. તે પોતાના પાત્રના દરેક ભાવ અને મૉમેન્ટને જીવંત રાખે છે. ફિલ્મમાં તેની હૉકીની સ્કિલ્સ પણ પ્રશંસનીય છે, પણ જે રીતે તેણે પાત્રને સમજ્યું અને ભજવ્યું તે દિલ જીતી લે છે.તાપસી પન્નૂ હંમેશાની જેમ એક્ટિંગ બાબતેનેશનલ હૉકી ટીમના કેપ્ટન, અર્જુન એવોર્ડ વિનર અને એક વ્યક્તિ જેને ભૂલથી ગોળી મારી દેવાઈ અને ત્યારબાદ પણ કમબેક કર્યું, તેની વાર્તા બાયોપિક રૂપે પડદા પર ઉતારવાના ઘણા ફાયદા છે. જોકે, શાદ અલીએ જે રીતે વાર્તા રજૂ કરી છે તેમાં સિનેમા માટે જરૂરી ડ્રામા અને સૉલિડ સબજેક્ટ મિસિંગ દેખાય છે. ફિલ્મમાં હૉકી સાથે જોડાયેલા ઘણા સીન છે પણ તેમાનો એકેય તમને થ્રિલ નહીં અપાવે. પોતાનું બેસ્ટ આપતી દેખાઈ પણ તેનું પાત્ર ફિલ્મના ટ્રેકને સ્લૉ કરે છે. સપોર્ટિંગ કાસ્ટના રૂપમાં અંગદ બેદી જેણે દિલજીતના મોટાભાઈનો રોલ કર્યો છે, શાનદાર એક્ટિંગ કરે છે. તેણે પણ પોતાના પાત્રને ખૂબ સારી રીતે પડદા પર ભજવ્યું છે.તો જો તમે જાણવા માગતા હોવ કે સંદીપ સિંહની જિંદગીમાં ક્યાં, કેમ, શું અને ક્યારે થયું થયું તો ‘સૂરમા’ ફિલ્મ તમારા માટે છે. આ દિલ સાથે જોડાયેલી વાર્તા છે જે તમારું દિલ જીતી શકે છે. આ ફિલ્મ તમને હકીકત દેખાડે છે પણ વાર્તામાં રોમાંચની ઉણપ તેને નબળી પાડે છે.",1 "ચાર દોસ્ત પોતપોતાની જિંદગી સામે ઝઝૂમતા હોય છે અને તેમના દિલ તૂટે છે. બોલિવૂડમાં આ કોઈ નવો કોન્સેપ્ટ નથી પરંતુ ‘વીરે દી વેડિંગ’ એટલા માટે અલગ છે કે આ ફિલ્મમાં યુવતીઓ ચાર દોસ્ત છે. આ ચારે યુવતીઓ પોતાની શરતો પર જીવે છે અને નીડર તેમજ બેખૌફ થઈને વાત કરે છે. આ ચારેય સેક્સ અને ઓર્ગેઝમની પણ વાત કરે છે. તેઓ પોતાના હાલાત પર હસે છે. આ રીતની ફિલ્મને જોવી સારી લાગે છે જેમાં મહિલા કેરેક્ટરની પ્રગતી અને તેમની જિંદગીની ઉણપ તેમજ મુશ્કેલીઓને બતાવવામાં આવી હોય. આ કેરેક્ટર્સને ભૂલ કરવાની છૂટ હોય છે અને આ જ ફિલ્મની સુંદરતા છે.આ ચારેની ફ્રેન્ડશિપ ખૂબ જ મજબૂત છે. કેટલાક ઉત્તમ ડાયલોગ્સ પણ છે. જેને આ એક્ટ્રેસિસ પર શાનદાર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મના અનેક સીન તમને હસાવે પણ છે. જોકે, ફિલ્મમાં કેરેક્ટરના જીવનને હજુ થોડા વિસ્તારથી બતાવ્યું હોત તો વધારે સારુ રહેત. જેને દર્શક અનુભવી શકે. દર્શક આ કેરેક્ટરની સમસ્યા સમજે છે. પરંતુ પોતાને સાથે જોડી શકતા નથી. સ્ક્રિપ્ટ પર થોડું કામ કરવામાં આવ્યું હોત તો ફિલ્મ જાનદાર બની શકી હોત.યુવતીઓના ડાયલોગ રસપ્રદ છે પરંતુ ક્યાંક યુવતીઓની ગપ્પેબાજીમાં ખૂબ સમય બર્બાદ કરવામાં આવ્યો છે. આથી ફિલ્મની ગતિ ધીમી લાગે છે. દરેક ફ્રેમમાં આ ચારે યુવતીઓએ સારા આઉટફીટ્સ પહેર્યા છે. તે પાર્ટી કરી રહી હોય કે સફાઈ કરતી હોય. કોઈકના વિચારોમાં હોય કે સાથે બેઠી હોય. આ ચારે એક્ટ્રેસિસે પોતાના ડાયલોગ્સને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પડદા પર ઉતાર્યા છે.જોકે, બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ક્યારેક ક્યારેક અસહ્ય લાગે છે. આ ઉપરાંત ‘તારીફાં’ અને ‘ભાંગડા તા સજદા’ જેવા ગીત તમને ખૂબ જ એન્ટરટેઈન કરશે. પડદા પર મહિલાઓના આવા કેરેક્ટર ખૂબ જ ઓછા જોવા મળે છે. જે બેખૌફ થઈને પોતાની ઈચ્છાઓ અને સેક્સ વિશે વાત કરી શકે. ‘વીરે દી વેડિંગ’માં આ બાબતે સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ તો તેના ડાયલોગ્સ અને સમસ્યાઓ સાથે યુવાઓ પોતાને કનેક્ટ કરી શકશે.",1 નિર્દેશક સુદીપ બંદોપાધ્યાયની ‘હોપ ઔર હમ’ની સ્ટોરીમાં અનેક મુદ્દાઓ વણી લેવામાં આવ્યાં છે. ફિલ્મમાં આશાની સાથે જ નસીબને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક કેરેક્ટર સાચા અને સહજ લાગે છે પરંતુ ફિલ્મમાં અનેક જગ્યાએ પોતાની પકડ ગુમાવી દે છે અને સ્ટોરી એકધારી ગતિમાં ચાલે છે. ફિલ્મને સ્ક્રિનપ્લેની મદદ વડે રસપ્રદ બનાવી શકાઈ હોત. ફિલ્મમાં અનેક પળ એવી પણ આવે છે. જે તમારા મો પર સ્માઈલ લાવી દે છે.નસીરૂદ્દીન શાહે હંમેશની જેમ પોતાના કેરેક્ટરને ભરપૂર ન્યાય આપ્યો છે. નાગેશ શ્રીવાસ્તવના રોલમાં તેનું કામ સુંદર છે. આ સાથે જ બાળ કલાકાર કબીહ સાજિદે પણ સારો અભિનય કર્યો છે. નાના કબીરે પોતાના બાળ માનસિક દ્વંદ્વને સારી રીતે દર્શાવ્યો છે. સોનાલી કુલકર્ણીના ભાગે ખાસ કરવા જેવું કશું જ નથી. આમિર બશીર અને નીતિન કસ્તુરિયાની એક્ટિંગ ઠીકઠાક છે. ફિલ્મમાં સંગીતકાર રૂપર્ટ ફર્નાન્ડિઝનું સંગીત જોઇએ એવું સારૂ નથી. જો તમે પારિવારીક ફિલ્મના શોખીન હોવ તો આ ફિલ્મ જોઈ શકો છો.,1 "ક્રાઈમ-ડ્રામા ફિલ્મ ‘મૉનસૂન શૂટઆઉટ’થી ડિરેક્શનની શરૂઆત કરનારા અમિત કુમારે આ ફિલ્મની સ્ટોરી કરતા સ્ટાઈલ પર વધારે ધ્યાન આપ્યું છે. ફિલ્મની આખી વાર્તા એ વાત પર ટકેલી છે કે, આદીનો સામનો જ્યારે ખૂનના આરોપી શિવા (નવાઝુદ્દીન સિદ્દીકી) સાથે થાય છે ત્યારે તેનો એક નિર્ણય કેવી રીતે શિવાની પૂરી જિંદગી બદલી શકે છે.ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં મુંબઈ શહેરના મિજાજને શાનદાર રીતે દેખાડવામાં આવ્યો છે. પોતાની પહેલી ફિલ્મમાં વિજય વર્માએ સારું કામ કર્યું છે અને હત્યારાના રોલમાં નવાઝુદ્દીને નેગેટિવ રોલને બખૂબી નિભાવ્યો છે. ફિલ્મના એક્ટર્સ આવા રોલ પહેલા પણ ભજવી ચૂક્યા છે જેના કારણે તેમને પોતાના કેરેક્ટરને સ્ક્રીન પર પૂરી રીતે જીવંત કરવાની તક મળતી નથી. જોકે, તમે ક્રાઈમ-ડ્રામા ટાઈપની તમને પસંદ છે તો આ ફિલ્મ એકવાર જરૂરથી જોઈ શકાય છે.",1 "ફિલ્મમાં ઝરીન ખાને પોતાની ઈમેજ મુજબ રોલ કર્યો છે. ગૌતમ રોડે અને અભિનવ શુક્લા સાથે ઝરીને ઘણા હોટ સીન આપ્યા છે. આ ફિલ્મ જોઈને એવું કહેવું કંઈ ખોટું નથી કે ઝરીને પોતાને રોમાંટિક-થ્રિલર જોનરની ફિલ્મો માટે એક ચોઈસ બનાવી લીધી છે. ફિલ્મમાં ગૌતમ, અભિવન અને મોહીતે એવરેજ પરફોર્મન્સ આપ્યું છે. ક્રિકેટમાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારા શ્રીસંતે ફિલ્મમાં કંઈ ખાસ કામ કર્યું નથી. લિલેટ દુબેએ સારી રીતે પોતાનો રોલ નિભાવ્યો છે. ડિરેક્ટર અનંત નારાયણ દેસાઈએ દર્શકોને અંત સુધી જકડી રાખવાનો પ્રયત્ન મહદ અંશે સફળ થયા છે.",1 "તનુજા ચંદ્રાનો સમાવેશ ગ્લેમર ઈન્ડસ્ટ્રીના એ ડિરેક્ટર્સમાં થાય છે જે બોક્સ ઑફિસ કલેક્સનની પરવા કર્યા વિના એવી ફિલ્મો બનાવે છે જે લોકોને પસંદ આવે. તેમની ફિલ્મ લિમિટેડ ક્લાસ માટે હોય છે. હવે તનુજા ચંદ્રા ઈરફાન ખાન જેવા મંજાયેલા કલાકારને લઈને કરીબ કરીબ સિંગલ જેવી ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મ બોલિવુડની ચીલાચાલુ મસાલા ફિલ્મો કરતા અલગ છે પરંતુ તેને જોઈને એક દૂજે કે લિયે, ટુ સ્ટેટ્સ વગેરે ફિલ્મોની યાદ આવે છે.આ ફિલ્મમાં એક નોર્થ ઈન્ડિયન અને સાઉથ ઈન્ડિયનની પ્રેમ કહાની છે. આ સ્ટોરીને ખૂબ જ અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફિલ્મને દિલ્હી, અલવર, ઋષિકેશ, ગંગટોક જેવા લોકેશન્સ પર શૂટ કરવામાં આવી છે. તનુજાએ પોતાની સિમ્પલ સ્ટોરીને આ લોકેશન્સ પર જે રીતે કંડારી છે તે જ આ ફિલ્મની યુએસપી બની ગઈ છે.ઈરફાન અને પાર્વતી બંને પોતાના કેરેક્ટરમાં એકદમ ફિટ બેસે છે. પાર્વતી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે અને તેણે પોતાના કેરેક્ટરને બરાબર ન્યાય આપ્યો છે. ઈરફાન જ્યારે પણ સ્ક્રીન પર આવે ત્યારે દર્શકોને હસવાનો મોકો મળે છે. નેહા ધૂપિયા, ઈશા શ્રવણી, નવનીત નિશાન અને કેમિયો રોલમાં બ્રિજેન્દ્ર કાલા પોતાની છાપ છોડી ગયા છે.આ ફિલ્મમાં ગીતોને ફિલ્મનો રીતસર હિસ્સો બનાવવામાં આવ્યા છે. જાને દો અને ખત્મ હો જેવા સોંગ્સ જોવાની મજા આવે છે. ફિલ્મના લોકેશનના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. ટેકસીથી માંડીને પ્લેન સુધી અને ટ્રેનના લક્ઝરી ક્લાસથી માંડીને સ્લીપર ક્લાસના સીન્સ ખૂબ જ અસરકારક છે. ઋષિકેશ અને ગંગટોકના લોકેશન ઓડિયન્સના દિલ જીતી લેશે. પરંતુ ફિલ્મની ગતિ ઘણી ધીરી છે જેને કારણે ઓડિયન્સ કંટાળી જાય.ફિલ્મ જોવાના બે કારણ છે. ઘણા સમય પછી તનુજા ચંદ્રાની સ્ટાઈલની ફિલ્મ બની છે. બીજુ, ઈરફાન અને તનુજાની કેમેસ્ટ્રી ગજબ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી ગોકળગાય ગતિએ આગળ વધે છે અને ફિલ્મના સીન્સ ઘણા લાંબા છે. આ ઉપરાંત દર્શકોને પહેલેથી જ ક્લાઈમેક્સ ખબર પડી જાય છે જેને ફિલ્મની ખામી ગણી શકાય.",1 "આપણે અગાઉ રામ ઓર શ્યામ, ગોલમાલ, અંગૂર, સીતા ઓર ગીતા, ચાલબાઝ અને જુડવા જેવી ફિલ્મોમાં જોડિયા ભાઈ-બહેનોની દમદાર કોમેડી જોઈ ચૂક્યા છે. આથી મુબારકાંમાં તમને કંઈ એક્સ્ટ્રા સ્માર્ટ જોવા મળશે તેવી અપેક્ષા રાખીને ન જશો.જો કે અનીઝ બાઝમીની ખાસિયત ફિલ્મના વનલાઈનર્સ છે. ફિલ્મમાં કેટલીક જગ્યાએ તમે પણ ખડખડાટ હસી પડશો. ફિલ્મમાં એવા કેટલાંક વનલાઈનર્સ અને પંચ છે જે તમે પહેલા નહિ સાંભળ્યા હોય અને તમને તેના પર હસુ આવશે.એક બ્રિટિશ-પંજાબી તરીકે અનિલ કપૂરે લાજવાબ એક્ટિંગ કરી છે. અર્જુનના ફેન્સને તેનો આ રોલ ગમશે. ઈલિયેના, અથિયા કે નેહાના ભાગે કંઈ ખાસ કરવાનુ આવ્યુ નથી. તેમને મૂવીમાં શોભાના ગાંઠિયા તરીકે રાખવામાં આવી છે. રત્ના અને પવને ખૂબ સારા પરફોર્મન્સ આપ્યા છે. જો કે પવન અમુક સીન્સમાં ખૂબ જ લાઉડ લાગે છે.જો બોલિવુડ કોમેડી જોવી ગમતી હોવ તો આ વીકેન્ડ પર આ ફિલ્મ જુઓ, મજા આવશે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.",1 "છેલ્લા 12 વર્ષથી રામગોપાલ વર્મા સરકાર ફ્રેન્ચાઈઝીની ફિલ્મો બનાવી રહ્યા છે. તમે આ ફિલ્મ જોશો તો તમે અગાઉ આ ફિલ્મ જોઈ ચૂક્યા છો એવું જ લાગશે. આ ઉપરાંત શરૂઆતથી માંડીને અત્યાર સુધી અમિતાભ બચ્ચનની હાજરી પણ દર્શકોને બરાબર વર્તાય છે.આ ફિલ્મમાં તમને રામગોપાલ વર્માની ઇન્ટેન્સિટીની થોડી ઝલક જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી કોઈપણ અવરોધ વિના પરદા પર ચાલતી રહે છે. જો કે આ ફિલ્મમાં આવતા ટ્વીસ્ટ અને ટર્નનો અંદાજ દર્શકોને ઘણી આસાનીથી આવી જાય છે. ફિલ્મના ડાયલોગ્સ અર્થપૂર્ણ છે પરંતુ તે ફિલ્મને અસરકારક નથી બનાવી શક્યા.સરકારની અગામી ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ લાઈટ અને શેડોનો અદભૂત ઉપયોગ કરાયો છે. આ સાથે ગોવિંદા ગોવિંદા વાળું બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મમાં જામે છે. બચ્ચન દ્વારા ગવાયેલી ગણેશ આરતી તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ ઉપરાંત અમિતાભની એક્ટિંગ અને અંદાજ પણ તમને અભિભૂત કરવા પૂરતા છે. અમિતાભના ચાહકો માટે આ એક શાનદાર ગિફ્ટ છે.અમિતાભ ઉપરાંત અમિત સાધ, મનોજ બાજપાઈ, જેકી અને રોનિતે પણ સારા પરફોર્મન્સ આપ્યા છે. સામે એક્ટ્રેસ યામી ગૌતમ, સુપ્રિયા અને રોહિણીનો રોલ ઘણો નાનો છે અને તે ગણતરીની મિનિટો માટે જ પરદા પર જોવા મળે છે.રામગોપાલ વર્માની આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર.",1 "પિંક પછી ફરી એકવાર તાપસીએ પોતાને ઈન્ડસ્ટ્રીની બેસ્ટ એક્ટ્રેસ સાબિત કરી છે અને પુરવાર કર્યું છે કે તે પોતાના દમ પર ફિલ્મ હિટ કરાવી શકે છે. તાપસીના એક્શન અને સ્ટંટ સીન ફિલ્મની સૌથી મોટી USP છે. ટાસ્ક ફોર્સના ચીફના કેરેક્ટરમાં મનોજ બાજપેયી જામે છે. સાઉથના ફેમસ એક્ટર સુકુમારને પણ પોતાનું 100% પર્ફોમન્સ આપ્યું છે. અક્ષય કુમારે પોતાનો રોલ ઠીકઠાક કર્યો છે, જ્યારે અનુપમ ખેર, ડેની અને મુરલી શર્માએ પાછલી ફિલ્મ જેવું જ કામ કર્યું છે. ડિરેક્શન: શિવમ નાયરે ફિલ્મના ફાઈટ સીન અને તાપસીના કેરેક્ટર પર ખુબ મહેનત કરી છે. સ્ક્રિપ્ટ પર થોડુ ઓછું ધ્યાન આપવામાં આવ્યુ છે, અને આ જ કારણે ઈન્ટરવલ પહેલા ફિલ્મ શબાનાની ઓળખ ઉભી કરવામાં પસાર થઈ જાય છે અને ઈન્ટરવલ પછી ફિલ્મની સ્ટોરીમાં એક પછી એક ટર્ન આવે છે, જે દર્શકોને સ્ટોરી સાથે કનેક્ટ કરવામાં મદદ કરે છે. સોન્ગ સ્પીડ ઓછી કરી દે છે અને ફિલ્મને કારણ વગર લાંબી કરે છે.ફિલ્મ સાથે ટી-સિરીઝનું નામ જોડાયેલું છે, માટે સ્ટોરીમાં કારણ વિના 2-3 ગીતો ફિટ કરવામાં આવ્યા છે, પણ આ જ ગીતો ફિલ્મનો માઈનસ પોઈન્ટ ગણાય છે. કેમ જોવી?– જો તમે ‘બેબી’ જોઈ છે તો આ ફિલ્મ જરુર જુઓ. આ વખતે ફિલ્મ જોવાનું કારણ અક્ષય કુમાર નહીં, પણ તાપસી પન્નુની એક્ટિંગ અને સાથે કોઈ પણ બોડી ડબલની મદદ વિના કરવામાં આવેલા એક્શન સીન છે. ક્રિટિક્સ આ ફિલ્મને પાંચમાંથી 2.5 સ્ટાર આપે છે.",1 "‘શિવાય’ના લીડ રોલમાં અજય દેવગણે ફરી એક વખત ગજબ એક્ટિંગ કરી છે, બરફના પહાડો અને બલ્ગેરિયાના રસ્તાઓ પર અજય પર ફિલ્માવેલા મોટાભાગના એક્શન સીન હોલીવૂડ ફિલ્મોના એક્શન સીનને ટક્કર આપે છે. એરિકાની સાથેના રોમેન્ટિક સીનમાં અજય જામતો નથી, પણ ઈમોશનલ સીનમાં તેણે અદ્ભૂત અભિનય કર્યો. ઓલ્ગાના પાત્રમાં એરિકા કાર સિલ્વર સ્ક્રીન પર ખુબ સુંદર લાગે છે, પણ તે એક્ટિંગથી ક્યાંય ઈમ્પ્રેસ નથી કરતી. શિવાયની દીકરી ગોરાનો રોલ કરનાર એબીગેલ એમ્સે પણ મહેનત કરી છે, પણ સાયશા સહેગલે પોતાના પાત્રને બસ ભજવી દીધું છે. સાયશાએ જો ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ્સ રમવી હોય તો હજું ઘણું તેણે શીખવાની જરૂર છે, જ્યારે વીર દાસ, સૌરભ શુક્લા અને રિરીશ કર્નાડ નિરાશ કરે છે અને કંઈ ખાસ પ્રભાવ નથી છોડતા.જો વાત ડિરેક્શનની કરીએ તો અજયે નિરાશ કર્યા છે. અજયે એવી નબળી સ્ટોરી પર ફિલ્મ બનાવી છે, જેના પર પહેલા ઘણી ફિલ્મો બની ચૂકી છે. જ્યારે અજયે ફિલ્મને બે ભાગમાં વહેચી રાખી છે, પણ ઈન્ટરવર પહેલાની વાત કરીએ તો ફિલ્મામં બાપ-દીકરીની વચ્ચેની સ્ટોરી છે તો ઈન્ટરવલ પછી એક્શન સીન સામે ઈમોશનલ સીન નબળા લાગી રહ્યા છે. અજય એક્શન સીનને ઘટાડી શક્યો હોત, જ્યારે પોણા ત્રણ કલાકના સમયમાં 10-15 મિનિટ્સ ફિલ્મ પર કાતર ફેરવી હોત તો તે કંઈક વધુ સારું થઈ શકતું. હા અજયે દરેક એક્શન સીનમાં સખત મહેનત કરી છે તો તેમણે બાપ-દીકરીના સીનને પણ સારી રીતે ફિલ્માવ્યા છે. સંગીતઃ ફિલ્મનું સંગીત સ્ટોરી અને માહોલ મુજબ છે. ટાઈટલ સોંગ ‘વહી શૂન્ય હૈ..’ રિલીઝ પહેલા જ ઘણાં મ્યુઝિક ચાર્ટ પર ટોપ ફાઈવમાં પહોંચી ચૂક્યું છે. પણ ફિલ્મમાં બાકી તમામ ગીતો એવરેજ છે.જો તમે અજય દેવગણના પાક્કા ફેન હોવ તો શિવાય જોજો, કારણ કે ફિલ્મમાં કેટલાક એક્શન સીન્સ એવા છે જે તમને હચમચાવી મૂકશે, તો બરફવાળા પહાડો પર ફિલ્મની સિનેમોટોગ્રાફી કમાલની છે. જો સ્ટોરીના સાયલેન્સને અવોઈડ કરવામાં આવે તો અજયની આ મેગા બજેટ ફિલ્મ છે, જેમાં તમને એક્શન અને ઈમોશનલ બન્ને એન્જોય કરી શકશો.",1 "એક્ટિંગઃ મુંબઈના લોકલ સ્લમ વિસ્તારમાં એક લીડર માટે હપતા વસૂલતા ભાઈટાઇપ મવાલી અને બેન્જો આર્ટિસ્ટનાં પાત્ર માટે રિતેશ દેશમુખે મહેનત કરી છે. બેન્જો વગાડતાં સીન્સમાં રિતેશના એક્સપ્રેશન્સ ખૂબ જામે છે. જ્યારે ક્રિસનો રોલ નરગિસ ફખરી ભજવી રહી છે, પરંતુ નરગિસની ફિલ્મ કરિયરની વાત કરીએ તો તેની સાથે વિદેશી યુવતીનું ટેગ લાગી ગયું છે. બેન્જોમાં નરગિસનું ક્રિસનું કેરેક્ટર આનાથી અછૂતું નથી. અન્ય કલાકારોમાં ધર્મેન્દ્ર યાવડેએ તેની દમદાર એક્ટિંગથી પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. ડિરેક્શનઃ ઇન્ટરવલ પહેલાં રવિ જાધવ પોતાની આ સિમ્પલ સ્ટોરીનો પ્લોટ બનાવવામાં કંઈક વધુ ગૂંચવાઈ જાય છે. એક મ્યુઝિક મંડળી પર ફોકસ કરતી આ સ્ટોરીમાં તેમણે ન જાણે બોલિવૂડ ફિલ્મોમાં મોટે ભાગે જોવા મળતા મસાલાને ફિટ કરી દીધો છે. તેને લીધે મ્યુઝિક પર બનેલી ફિલ્મમાં ફાઇટ સીન, ઇમોશનલ સીનની સાથે સાથે કોમેડી સીન પણ ફિટ કરવામાં આવ્યા છે, જે સ્ટોરીને ટ્રેકથી ભટકાવી દેવાનું કામ કરે છે. જ્યારે ‘બેન્જો’ ટાઇટલ પર બનેલી આ ફિલ્મમાં બેન્જોને ઓછા ફૂટેજ મળ્યા છે. હા, ઇન્ટરવલ બાદ સ્ટોરી સ્પીડ પકડે છે. જાધવનાં એટલા માટે વખાણ કરવાં પડે, કારણ કે તેમણે સંપૂર્ણ ઇમાનદારી સાથે સમાજમાં બેન્જો આર્ટિસ્ટની સ્થિતિ રજૂ કરી છે, તો લીડ જોડી રિતેશ-નરગિસ ઉપરાંત સ્ટોરીનાં બાકી ત્રણ પાત્ર પેપર, ગ્રીસ અને વાજાને પણ સારા ફૂટેજ આપ્યા છે.મ્યુઝિકઃ વિશાલ-શેખરનું મ્યુઝિક સ્ટોરી અને માહોલમાં સંપૂર્ણપણે ફિટ થાય છે. ફિલ્મ બેન્જોની પૃષ્ઠભૂમિ પર છે તો આ સંગીતકાર જોડીએ ફિલ્મના મ્યુઝિકને અલગ ટ્રેકથી તૈયાર કરવામાં સારી એવી મહેનત કરી છે. ઇન્ટરવલ પહેલાં ફિલ્મમાં વધુ ગીતો છે, જે ફિલ્મની સ્પીડ સુસ્ત કરવાનું કામ કરે છે. કેમ જોવી જોઈએ? જો તમને મ્યુઝિક પર બનનારી ફિલ્મો પસંદ હોય અને રિતેશના તમે પાક્કા ફેન હોવ તો ‘બેન્જો’ એક વાર જોવી જોઈએ. પણ તમે સ્ટોરીમાં કંઈક નવું અને અલગ વિચારીને જશો તો અપસેટ થઈ શકો છો. ",1 "હીરોપંતી, બાગી બાદ એક વખત ફરી ટાઇગર શ્રોફે સાબિત કરી દીધું છે કે તે બોક્સ ઓફિસ પર દર્શકોની ભીડ એકઠી કરી શકે છે. જો એક્શન સીનની વાત કરીએ તો આ ફિલ્મમાં ટાઇગર સુપરહીરો બન્યો છે તો આ વખતે તેણે કંઇ અલગ જ પ્રકારના એક્શન, સ્ટંટ સીન્સ કર્યા છે. સુપરહીરોના લૂકમાં ટાઇગર ખૂબ જામે છે. વખાણવા લાયક કામ કર્યું હોય તો તે છે નેથન જોન્સ કે જેણે ખુબ સાર એક્શન સીન સાથે સારી એક્ટિંગ પણ કરી બતાવી છે. ફિલ્મમાં નેથનનો પહેલો સીન જેસલમેરના રણમાં દસ દિવસોમાં શૂટ કરવામાં આવ્યો છે. આ સીનમાં નેથન રેતીમાંથી બહાર આવતો દર્શાવવામાં આવ્યો છે. આ સીન માટે તેણે ખૂબ તૈયાર કરી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત નેથને હિન્દીના કેટલાક શબ્દો માટે પણ ખાસ તૈયારી કરી છે. કે.કે.મેનન એક વખત ફરી પોતાના જુના અંદાઝમાં જોવા મળ્યો. અન્ય કલાકારોમાં જેક્લીને આપેલું કામ સારી રીતે નિભાવ્યું છે. લાંબા સમય બાદ બિગ સ્ક્રીન ઉપર અમૃતા સિંહ બિન્દાસ સરદારનીના રોલમાં જામી રહી છે.ડાયેક્ટર રેમો ડિસૂઝાએ એક સિમ્પલ વાર્તા કે જેના પણ ઘણી ફિલ્મો બની ચૂકી છે, તે જ વાર્તામાં સુપરહીરોની એન્ટ્રી આપીને ખૂબ સારી રીતે રજૂ કરી છે જે તમને પસંદ આવશે. જો રેમો સ્ક્રીપ્ટ પર વધારે કામ કર્યું હોત તો ફિલ્મની સ્પીડ અંત સુધી દર્શકોને પકડી રાખતી, અઢી કલાકની ફિલ્મ વચ્ચે વચ્ચે ઢીલી પડે છે. સ્ક્રીનપ્લે હજુ વધુ સારો બનાવી શકાયો હોત. રેમોએ વાર્તાની સાથે કેટલાક સારા સોશિયલ મેસેજ આપવાનો સારો પ્રયાસ કર્યો છે જે બાળકોની સાથે તમને પણ પસંદ આવશે. રેમોએ એક્શન સીનને હોલિવૂડ જેવો લૂક આપવા માટે ખૂબ સારો પ્રયાસ કર્યો છે.‘ચલ ચલિએ’ ગીતને સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મના ઘણા ગીતોને વાર્તાની જરૂરીયાત વગર ભરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ જ ગીતોને કારણે ફિલ્મ ધીમી જઇ રહી છે.ઓસ્ટ્રેલિયન એક્ટર નેથન જોન્સના જોરદાર સ્ટંટ એક્શન સીન્સ, ટાઇગર શ્રોફનો બદલાયેલો લુક અને આ પ્રકારની સુપરહીરોની એન્ટ્રી બાળકોને ચોકક્સ પસંદ આવશે. જો આ વીક એન્ડ બાળકોના નામે કરવા માંગતા હોવ તો તેમને આ સુપરહીરો સાથે મળાવી શકો છો. આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર આપી શકાય.",1 "આખી ફિલ્મના સેન્ટરમાં હેપ્પી છે. આ લીડ પાત્રને ડાયના પેન્ટી ઈમાનદારીથી અને મહેનતથી સ્ક્રીન પર જીવંત રાખે છે. આમ તો અમુક સીન્સમાં તે ઓવરએક્ટિંગનો શિકાર બની છે, પણ રોલની ડિમાન્ડ પર તે ખરી ઉતરી છે. બિલાલના રોલમાં અભય દેઓલે પણ નિરાશ નથી કર્યા. અલી ફઝલને વાર્તામાં ઘણી ઓછી ફુટેજ મળી છે. પિયૂષ મિશ્રાએ તેમની એક્ટિંગથી પોતાના પાત્રને જીવંત કરી દીધું હતું. લાહોર પોલીસના ઓફિસરના પાત્રમાં પીયૂષ મિશ્રા એ આ ફિલ્મની યૂએસપી છે. જિમ્મીનું પાત્ર તનુ વેડ્સ મનુંમાં તેના રોલમું એક્સટેન્શન હોય એવું લાગે છે. પાકિસ્તાની અભિનેત્રી મોમેલ શેખ ઠીકઠાક રહી.મુદસ્સર અઝીઝ પ્રખ્યાત રાઈટર છે. તેમની પાસેથે એક ધમાકેદાર વાર્તાની આશા હતી, પણ વાર્તા ધમાકેદાર નથી. પણ એક ડિરેક્ટર તરીકે તેમણે પોતાની વાર્તાને સારી રીતે રજુ કરી છે જે બોર નથી કરતી. ઈન્ટરવલ બાદ વાર્તા ટ્રેક પરથી ભટકતી હોય એવું લાગે છે. પણ સ્ક્રીન પર લાહોર અને ત્યાંની બોલી રજુ કરવામાં જરુર સફળ રહ્યા છે. સંગીત- અમુક ગીતો પોપ્યુલર પહેલાથી થયા છે, અને ફિલ્મમાં સંગીત ફિટ થઈ જાય છે. કેમ જોવી- ડાયના પેન્ટીનો અલગ લૂક, પિયૂષ મિશ્રાની અદ્દભુત એક્ટિંગ માટે જોવાય. જો કોઈ લોજિક વગરની લાઈટ કોમેડી પસંદ છે તો હેપીને મળીને અપસેટ નહી થાવો.",1 "ડિરેક્શન: ડિરેક્ટર સૌમેન્દ્ર પઢી વિષય પરથી ભટક્યા નથી. સ્ટાર્ટથી લઈને લાસ્ટ સુધી તેમની ફિલ્મ અને પાત્રો પર પુરી પકડ રહી. જો કે, ઈન્ટરવલ પહેલાં ફિલ્મ થોડી ધીમી લાગશે અને અનેક પ્રશ્નો મુકીને અચાનક ફિલ્મનું પતી જવું દર્શકોને પસંદ ના આવ્યું.સંગીત: ફિલ્મનું સંગીત વાર્તા માટે ફિટ છે અને બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતો વાર્તાનો જ ભાગ છે. કેમ જોવી? – ખેસ સંગઠન અને નેતાઓના અંગત અણબનાવોને કારણે એક ઉભરતા અને ટેલેન્ટેડ ખેલાડીના સપનાઓ કઈ રીતે તુટે છે જે આ ફિલ્મમાં જોવા મળશે. માસ્ટર મયૂરનો શ્રેષ્ઠ અભિનય ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે.",1 "એક્ટિંગઃ રજનીકાંત પર ઉંમર હાવી થઈ ગઈ છે. દરેક સીનને સ્ટાઇલિશ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. વર્ષો બાદ પત્નીને મળવાની સીનમાં રજનીનો અભિનય દેખવા લાયક છે. રાધિકા આપ્ટેનો રોલ બહુ લાંબો નથી. તેમ છતાં તે તેની હાજરી બતાવી જાણે છે. ટોની લી (વિન્સ્ટન ચાઓ) વિલન તરીકે પરફેક્ટ છે. ધનસિકાએ ફિલ્મમાં કબાલીની પુત્રીનું પાત્ર ભજવ્યું છે. તેની ફિલ્મમાં એન્ટ્રી જોરદાર છે, પરંતુ બાદમાં તેના રોલનો યોગ્ય રીતે વિસ્તાર કરાયો નથી.ડિરેક્શનઃ રણજિત કોઈ સાધારણ ડિરેક્ટર નથી. તેમની અગાઉની ફિલ્મ ‘મદ્રાસ’ વખાણાઈ હતી. જોકે આ વખતે સ્ક્રિપ્ટ, સ્ટાઇલમાં કોઈ નવીનતા નથી, જે ‘મદ્રાસ’માં હતી. મહાનાયક, બિગ બજેટ અને રજનીકાંતના અસંખ્ય ચાહકો છતાં રણજિત તેનો ફાયદો ન ઉઠાવી શક્યા. રજનીના સ્ટારડમનો ઉપયોગ ન કરી શક્યા ઉપરાંત સ્ટોરી પણ સ્ક્રીન પર બેસાડી શક્યા નહિ. મ્યુઝિકઃ ફિલ્મમાં સંતોષ નારાયણને સંગીત આપ્યું છે. સ્ક્રીન પર જોવા ગમશે. જોકે ગીતો યાદ રાખવા લાયક નથી. સિનેમેટોગ્રાફી સારી છે. એડિટિંગ નબળું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઇરિટેટિંગ કરે છે. કેમ જોવી જોઈએ?: રજનીકાંતની ફિલ્મો પસંદ કરતા હોવ તો આ ફિલ્મ મિસ ન કરવી જોઈએ.",1 "છેલ્લા બે-ત્રણ અઠવાડીયાથી ‘ઉડતા પંજાબ’ સતત વિવાદોમાં હતી. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયા બાદ હવે આ ફિલ્મ દર્શકોની અદાલતમાં આવી ચૂકી છે. આ ફિલ્મના કેન્દ્રમાં પંજાબ અને નશાની લત છે અને આ તમામ બાબતોને સંપૂર્ણ ઇમાનદારી પૂર્વક દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં ગાળોની ભરમાર અને આલિયા ભટ્ટ પર દર્શાવેલા સીન્સ ઉપર ચોક્કસ ચર્ચા થઇ શકે છે. ત્રણ- ચાર સીન્સ પછી તેમને એક ગાળ સાંભળવા મળશે. કોર્ટે ફિલ્મને ત્રણ ડિસ્ક્લેમર અને એ સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાનો ઓર્ડર આપ્યો હતો. જો તમે ડાર્ક અને રિયાલિટી સાથે જોડાયેલી ફિલ્મ જોવાના શૌકીન હોય તો મિત્રો સાથે આ ફિલ્મ એક વખત જોઇ શકો છો.એક્ટિંગઃ ગબરૂ ટોમી સિંહના રોલમાં શાહિદ કપૂરએ કમાલની એક્ટિંગ કરી છે. ‘હૈદર’ પછી ફરી એક વખત ખૂબ સારી રીતે પોતાનો અભિનય પૂરવાર કર્યો છે. પંજાબ પોલીસમાં એએસાઇ સરતાજના રોલમાં દિલજીતે પણ દર્શકોને નિરાશ નથી કર્યા. કરીના કપૂર પોતાના રોલમાં ફીટ છે. અભિનંદનને પાત્ર કામગીરી હોય તો તે છે આલિયા ભટ્ટ, જેણે પોતાની જીવંત અને સારી એક્ટિંગથી પોતાને હાલના સમયની સારી એક્ટ્રેસ્ટ સાબિત કરી છે. બિહારના મજૂરના રોલમાં આલિયાની ગજબની એક્ટિંગ ફિલ્મની નંબર વન યૂએસપી છે. ‘હાઇવે’ પછી ફરી એક વખત આલિયાએ પોતાના ફેનના દિલ જીતી લીધા છે.નિર્દેશનઃ ડાયરેક્ટર અભિષેક ચૌબેએ શરૂઆતથી લઇ અંત સુધી ફિલ્મને એક મુદ્દા પર કેન્દ્રિત રાખી છે. અભિષેકે સંપૂર્ણ ઇમાનદારી સાથે બોક્સઓફિસની ચિંતા કર્યા વગર આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે. વાર્તાના તમામ પાત્રોને ખુબ સારી રીતે દર્શાવ્યા છે. સ્ક્રિપ્ટની માંગ મુજબ ફિલ્મમાં ખુબ વધારે ડાર્ક શેડમાં છે, અભિષેકએ પંજાબના કેટલાક રીયલ લોકેશન પર આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે જે ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. ખરેખર ફિલ્મમાં ગાળોનો વરસાદ કરવામાં આવ્યો છે, પરંતુ વાર્તા અને પાત્રોને માહોલ સાથે જોડવા માટે ડાયરેક્ટરની આ મજબૂરી રહી હશે. ડાયરેક્ટર જો આ ગંદી ગાળોથી બચી શક્યા હોત તો ડ્રગ્સથી થતા ગેરફાયદાને દર્શાવતી આ ફિલ્મ ખાસ ટારગેટ ઓડિયનસ માટે ન રહેતા સિંગલ સ્ક્રીન થી લઇ મલ્ટિપ્લેક્સ પર ફિટ બેસતી. ફિલ્મનો બીજો પાર્ટમાં દર્શકોને જકડી રાખે છે.સંગીતઃ આ ફિલ્મ રિલીઝ પહેલા જ તેના ગીતો ‘ચિટ્ટા વે’ અને ઇક કુડી જાણીતા બન્યા છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ વાર્તા સાથે ફિટ બેસે છે. શા માટે જોવી આ ફિલ્મઃ જો તમે આલિયા ભટ્ટના ફેન હોવ તો તમારે જરૂર જોવી. શાહિદ અને કરીના કપૂરને એક સાથે જોવા માંગતા હોવ તો તમે નિરાશ થશો. સમગ્ર ફિલ્મમાં બંને કોઇ એક ફ્રેમમાં જોવા નથી મળતા. ‘હૈદર’ પછી ફરી એક વખત શાહિદ કપૂરે પોતાને સારા અભિનેતા તરીકે સાબિત કરી શક્યો છે. જો તમે હકીકતોને બોલ્ડ અંદાઝમાં રજૂ કરતી ફિલ્મો પસંદ હોય તો તમે આ ફિલ્મ જોવા જઇ શકો છો.",1 "એક્ટિંગઃ સમગ્ર ફિલ્મની વાર્તા સૂરજ અને જેનીની આસપાસ ફરે છે. સૂરજના રોલમાં રણદીપ હુડ્ડાએ એક રેસલર અને લવર તરીકેનો રોલ ખુબ સારી રીતે કર્યો છે. જ્યારે અંધ યુવતીના રોલમાં કાજલ અગ્રવાલે પણ ખૂબ સારૂ કામ કર્યું છે, ફિલ્મમાં ઘણી વખત એવું પણ લાગ્યું કે જેનીના રોલમાં કાજલમાં ફના ફિલ્મની કાજોલ પણ જોવા મળતી હતી, આજ કારણ છે કે જેનીનો રોલ ફનાની કોઝોલ સાથે મળતો આવે છે. રણદીપ અને કાજલ અગ્રવાલ વચ્ચે કેટલાક સીન્સમાં સારી કેમેસ્ટ્રી જોવા મળી છે. નિર્દેશનઃ દીપક તિજોરીની આ ફિલ્મ અંદાજીત પાંચ વર્ષ પહેલા રીલિઝ થયેલી કોરિયન ફિલ્મ ઓલવેઝથી ઘણી પ્રેરણા મેળવી હોય તેવું લાગી રહ્યું છે. દીપકે સ્ક્રિપ્ટ મુજબ વાર્તાને આગળ લઇ જવાનો સારો પ્રયાસ કર્યો છે પરંતુ ઇન્ટરવલ પહેલા ફિલ્મ દર્શકો પર ભારે પડે છે. દિપકે રણદીપને એક કામયાબ ફાઇટર તો દર્શાવ્યો છે પરંતુ કેટલાક સીનમાં તેની નબળાઇ દર્શાવવામાં લાદી રહ્યું છે દિપક તેના લુક પર ધ્યાન નથી આપી શક્યા. જો કે લવ સીન્સમાં કાજલ અને રણદીપની ટ્યુનીંગ ખુબ સારી લાગી રહી છે. ડાયરેક્ટર તરીકે દીપકની કમજોરીએ પણ રહી છે કે ફિલ્મની વાર્તા ખુબ ધીમી છે અને દર્શકોને ફિલ્મનો અંત પહેલાથીજ ખબર પડી ગયો છે. દીપકે મલેશિયાની ખૂબસૂરતીને કેમેરામેન સાથે મળી ખુબ સારી રીતે રજૂ કરી છે.સંગીતઃ રીલીઝ પહેલા ફિલ્મના બે ગીતો ‘જીના મરના’ અને ‘કુછ તો હૈ’ કેટલાય મ્યૂઝિક ચાર્ટમાં ટોપ ફાઇવમાં પહોંચી ગયા છે. આ ગીતોને સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. શા માટે ફિલ્મ જોવી જોઇએઃ મેલેશિયાના અદભૂત લોકેશન્સની સાથે સાથે રણદીપ-કાજલની સુંદર કેમેસ્ટ્રી, સિંઘમ અને સ્પેશિયલ 26 પછીના લાંબા સમય બાદ કાજલ અગ્રવાલની દમદાર એક્ટિંગ આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. ",1 "એક વાત તો માનવી પડે કે ટાઇગર શ્રોફ બિચારો મહેનતુ છોકરો છે. એણે જિમમાં જઈને જે પરસેવો પાડ્યો છે એ બધો જ એની આ ફિલ્મ ‘બાગી’ના એકેએક સીનમાં દેખાય છે. એના સિક્સ કે એઇટ પેક એબ્સ, એની માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ, એના શરીરની ફ્લેક્સિબિલિટી બધું જ કાબિલેદાદ છે. એટલે જ એ જ્યારે વિલનોની ધોલાઈ કરતો હોય ત્યારે જરાય અસ્વાભાવિક કે વધારે પડતું લાગતું નથી. એક્શન સિક્વન્સીસ એના માટે તદ્દન નેચરલ લાગે છે. રાધર અફલાતૂન એક્શન હવે ટાઇગર શ્રોફની ફિલ્મોનો USP બની ગયો છે. પરંતુ બિચારો હજી એક્ટિંગમાં ઘણો કાચો છે. એના ચહેરા પર એક્સપ્રેશન્સ કાં તો આવતા નથી અને જે આવે છે તે નેચરલ લાગતા નથી.શ્રદ્ધા કપૂરનો ચાર્મ એવો જબરદસ્ત છે કે એને કોઇપણ યંગ એક્ટર સાથે મૂકી દો તે પર્ફેક્ટ જોડી જ બનાવી લેશે. એ ડાન્સ તો સારો કરી જ જાણે છે, પરંતુ અહીં એણે પણ અમુક ફાઇટ સીન કર્યા છે. એ જોઇને લાગે કે એક્શન સિક્વન્સિસમાં આ પણ કંઈ કમ નથી. ટૂંકમાં ટાઇગરની માચો એક્શન અને શ્રદ્ધા કપૂરની ક્યુટનેસ આ ફિલ્મનાં બે સૌથી સ્ટ્રોન્ગ પાસાં છે. ફિલ્મની સ્ટોરી સિમ્પલ છે. અત્યંત ટૂંકમાં કહીએ તો લવ ટ્રાયેન્ગલ. હીરો-હીરોઇનને એકબીજા સાથે પ્રેમ થઈ જાય. પરંતુ વિલનને પણ હીરોઇન સાથે પ્રેમ થઈ જાય. હીરોઇનને મેળવવા માટે એ કિડનેપિંગથી લઇને ખૂન કરવા સુધીના બધા જ હથકંડા અજમાવી લે. ઇવન એને કિડનેપ સુદ્ધાં કરી લે. જેને છોડાવવા માટે ટાઇગર શ્રોફ બેંગકોક સુધી લાંબો થાય અને સંખ્યાબંધ લોકોનાં હાડકાં તોડતો ફરે. હવે તો મામલો છેક કૉર્ટમાં પહોંચી ગયો છે, એટલે આખો દેશ જાણી ગયો છે કે આ ફિલ્મની ક્લાઇમેક્સની એક્શન સિક્વન્સ ઇન્ડોનેશિયન મુવી ‘રેઇડ રિડેમ્પશન’ પરથી ઊઠાવી લેવાઈ છે. અન્ય એક પ્રોડ્યુસરનું કહેવું છે કે એ ફિલ્મની રિમેક કરવાના અધિકારો એમની પાસે હતા અને આ લોકોએ બેઇમાનીથી તેને ઊઠાવી લીધી છે. ઠીક છે, જે હોય તે, પણ ટાઇગરને ઊછળી ઊછળીને ફાઇટ કરતો જોવો ગમે છે એટલું ચોક્કસ છે. ગમે તેવી અન્ય બાબતો છે કેરળનાં મસ્ત લોકેશન્સ. ત્યાંની નૈસર્ગિક બ્યુટિ આ ફિલ્મમાં મસ્ત રીતે ઝિલાઈ છે. જે લોકો કેરળ ફરી આવ્યા હશે એમને નોસ્ટેલ્જિક લાગશે અને નથી ગયા એમને જવાની ઇચ્છા થઈ આવશે, એ પણ ચોક્કસ છે. ન ગમે તેવી સૌથી મોટી વાત છે આ ફિલ્મની લંબાઈ. અઢી કલાકમાં સહેજ ઓછી એવી આ ફિલ્મ ઇન્ટરવલ પહેલાં અને પછી સરખી જ લાંબી લાગે છે. કેટલીયે સિક્વન્સ અને કલાકારો એવાં છે જેની ફિલ્મમાં કશી જ જરૂર હોય તેવું દેખાતું નથી અને છતાં ટાઇમ બગાડવા આવી પહોંચે છે. ફિલ્મના મુખ્ય ત્રણ કલાકારો (ટાઇગર, શ્રદ્ધા અને વિલન બનતા સુધીર બાબુ) સિવાય લગભગ કોઈ જ પાત્રની એક્ટિંગ કન્વિન્સિંગ લાગતી નથી. ઑવરઑલ આ ફિલ્મ માત્ર એક્શન ફિલ્મોના દીવાનાઓ માટે જ અને શ્રદ્ધા કપૂરના ફૅન્સ માટે છે. ટાઇગરની એક્શનને ફુલ માર્ક્સ. નવરા હોઇએ તો એકાદવાર જોઈ શકાય તેવી આ ફિલ્મને 2.5 મિર્ચી આઉટ ઓફ 5",1 "રક્તદાન મહાદાન’ જેવાં સ્લોગનો અને છાશવારે યોજાતા બ્લડ ડૉનેશન કેમ્પોની પાછળ છુપાયેલી કોઈ વિકરાળ વાસ્તવિકતા સામે આવે તો? ધારો કે લોકોએ ભારે વિશ્વાસથી ડોનેટ કરેલું બ્લડ બ્લેક માર્કેટમાં વેચાતું હોય તો? આવા જ ખોફનાક વિષય પર વાર્તાને એકદમ રિયલિસ્ટિક ટચ આપીને વાત કરતી ફિલ્મ એટલે ‘લાલ રંગ.’ ફિલ્મમાં રણદીપ હૂડા લોહીનો વેપાર ચલાવે છે. સરકારી હૉસ્પિટલોમાંથી લોહી ચોરીને વેચવાનું અને સામે પ્રોફેશનલ ડૉનર્સ પાસેથી લોહી સસ્તા ભાવે ખરીદીને હૉસ્પિટલોમાં પધરાવી દેવાનું. લોહીના આ વેપારમાં દોસ્તી, દગો અને પ્રેમમાં નિષ્ફળતાનો રંગ ભળે એટલે વાત ઓર સિરિયસ થઈ જાય. ઉપરથી પોલીસ પણ પગેરું શોધતી આવે. હરિયાણાના કરનાલ બેઝ્ડ આ સ્ટોરી એકદમ રિયલિસ્ટિક ફીલ આપે છે. ત્યાંના લોકો, યંગસ્ટર્સ, એમની બોલચાલની ભાષા, એમનો પહેરવેશ, કોલેજ, હૉસ્પિટલો વગેરે એક પણ વાતમાં કૃત્રિમતા કે ફિલ્મી ટચ દેખાતો નથી. ‘લાલ રંગ’ ફિલ્મમાં સૌથી મજબૂત વાત છે તેનો હીરો રણદીપ હૂડા. એણે લોહીનો ધંધો કરતા ‘શંકર મલિક’નું પાત્ર એકદમ આત્મસાત્ કરી લીધું છે. હરિયાણવી બોલી એની માતૃભાષા જ છે, એટલે જ કદાચ એના પર તે એકદમ સહજ લાગે છે. એનું પાત્ર પણ સરસ રીતે લખાયેલું છે. એટલે થોડી વાર માટે પણ સ્ક્રીન પરથી રણદીપ હૂડા ગાયબ હોય તો આપણને અકળામણ થવા લાગે, એ હદે એ ફિલ્મ પર છવાઈ જાય છે.ફિલ્મમાં જે રીતે લોહીનો વેપાર થતો બતાવાયો છે એ જોઇને આપણે ભયથી થથરી જઇએ. ફિલ્મમાં લોકો જે રીતે ઠંડા કલેજે લોહીની લેતી દેતી કરે છે એ આપણને ભયનું લખલખું પસાર કરી દેવા માટે કાફી છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટમાં અગાઉ ‘પિત્ઝા’માં દેખાયેલો અક્ષય ઓબેરોય છે. એ બિચારો પોતાના તરફથી પ્રામાણિક પ્રયાસ કરે છે, પરંતુ એની એક્ટિંગમાં ખાસ્સી કચાશ દેખાઈ આવે છે. હા, ફિલ્મમાં ડિલાઇટફુલ વૉચ છે સતત ખોટું ઇંગ્લિશ બોલતી પિયા બાજપાઈ. સતત એક તોફાની સ્માઇલ એના ચહેરા પર રમતું રહે છે. જેમને હટકે ફિલ્મો જોવી ગમતી હોય એમના માટે આ ‘લાલ રંગ’ એક અફલાતૂન વૉચ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ફિલ્મ રિયલિસ્ટિક સબ્જેક્ટ પર બનેલી ખરેખર લૅન્ડમાર્ક ફિલ્મ બની શકી હોત. પરંતુ ‘ફૅન’ની જેમ આ ‘લાલ રંગ’ પણ સૅકન્ડ હાફમાં ખાસ્સી ખેંચાય છે. સવા બે કલાક ઉપરની લંબાઈ અને વણજોઇતાં ગીતો તેની અસરકારકતાને ખાસ્સું ડેમેજ કરે છે. હા, લોકલ ફ્લેવરવાળાં ગીતો આ ફિલ્મને એક અનોખી ફીલ આપે છે એટલું તો નોંધવું પડે. પરંતુ એક ફિલ્મની રીતે જોઇએ તો આ ફિલ્મ એક ફાસ્ટ પેસ્ડ થ્રિલર હોવી જોઇતી હતી. પરંતુ તેને બદલે જાણે કશી ઉતાવળ જ ન હોય, તેમ ફિલ્મ એની રીતે ધીમે ધીમે આગળ વધ્યા કરે છે.આ ફિલ્મ રિયલ ઇન્ડિયામાં ચાલતા પ્રશ્નો પર પ્રકાશ ફેંકે છે અને તેમાં ઑથેન્ટિક રિયલ ફ્લેવર પણ છે. એટલે કોઇને આ ફિલ્મ એકદમ રુક્ષ લાગી શકે. પરંતુ તેમાં એક નહીં બલકે બબ્બે ક્યુટ લવ સ્ટોરીઝ પણ છે અને બંને હિરોઇનો (પિયા બાજપાઈ અને મીનાક્ષી દીક્ષિત) ક્યુટનેસમાં એકબીજાન હરિફાઈમાં ઊતરે એવી છે. ટિપિકલ નાચગાના ટાઇપની ફિલ્મોથી અલગ ફ્લેવરવાળી ફિલ્મો જોવી ગમતી હોય, તો આ ફિલ્મ ગમશે ‘લાલ રંગ’ને તેના ઑથેન્ટિક ટચ, મજબૂત રાઇટિંગ અને અબોવ ઑલ રણદીપ હૂડાના અફલાતૂન પર્ફોર્મન્સ માટે 2.5 મિર્ચીઝ આઉટ ઓફ 5 ",1 "તમે જેને પ્રેમ કરતા હો એ છોકરી તમારી સાથે એની લાઈફનું સૌથી નાજુક રહસ્ય શે’ર કરતી હોય, બરાબર એ જ વખતે તમારો ફોન વાગે…તમારી અટકી પડેલી કરિયરનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા માટેની ઓપોર્ચ્યુનિટીવાળો ફોન-કોલ હોય અને તોય તમે ફોન ના ઉપાડો, તો તમે તમારી જાત કરતાં વધુ બીજાની લાગણીઓને પ્રાયોરિટી આપો છો. તમારા ભાઈ સાથે કોઈ વાતે કોન્ફલિક્ટ હોય પણ તમે ક્યારેય એની સાથે એ વાતે ઝઘડો ના કરો તો તમે ફેમિલીને બાંધી રાખવાના હિમાયતી છો. તમે બે સંતાનોમાંથી એક ને વધુ પ્રેમ આપો તો બીજાને ઈર્ષ્યા થાય. તમે ફાઈનાન્સિયલ ક્રાઈસીસ વખતે એક એવી ભૂલ કરો જે તમારું ફેમિલી માફ ના કરી શકે.આવા કેરેક્ટર્સથી ભરેલો એક પરિવાર છે. એક પરિવાર જેમાં સવાર પડે ને ઝઘડવાનું શરૂ થાય. રાઇટર-ડિરેક્ટર શકુન બત્રા એક સતત કોન્ફલિક્ટમાં રહેતા પરિવારની સ્ટોરી લઇને આવ્યા છે. નેવું વર્ષના દાદા ઋષિ કપૂરને આખરી ઇચ્છા થાય છે કે મરતાં પહેલાં આખા પરિવારનો એક પર્ફેક્ટ ફેમિલી ફોટો પડાવી લઇએ તો એમની આંખો શાંતિથી મિંચાય. પરંતુ મોટો પૌત્ર ફવાદ ખાન લંડનમાં રહે છે અને નાનો સિદ્ધાર્થ મલ્હોત્રા ન્યુ જર્સીમાં. એક સફળ રાઇટર છે, તો બીજો સ્ટ્રગલિંગ રાઇટર. દાદાની ઇચ્છા પૂરી કરવા આખોય પરિવાર એમના કુન્નુર ખાતેના ઘરે ભેગો થાય છે. બસ, એક પછી એક બધાંનાં સિક્રેટ ખૂલતાં જાય છે કે કોણે, કેમ, કેવી રીતે, કોની સાથે શું ઈમોશનલ દગો કર્યો! અને ઝઘડા ઝઘડી શરૂ. આ બે હોટ ભાઇઓની વચ્ચે લવ ઇન્ટરેસ્ટનો ટ્રાયેન્ગલ બનાવવા માટે આલિયા ભટ્ટ પણ છે. આ ફિલ્મમાં એકથી એક ચડિયાતા કલાકારો છે અને તમામની એક્ટિંગ સુપર્બ છે. ખાસ કરીને ઋષિ કપૂર. એ જે રીતે એફર્ટલેસલી કોમેડી પેદા કરે છે એ જોઇને આપણા મોંમાંથી નીકળી જાય કે દાદુ, યુ આર ગ્રેટ! તમામ કલાકારો પાસેથી એમના રોલ પ્રમાણેની પર્ફેક્ટ એક્ટિંગ કઢાવવા બદલ ડિરેક્ટરને ફુલ માર્ક્સ આપવા પડે.આ ફિલ્મમાં કેટલીયે ફન્ની સિચ્યુએશન્સ છે, જે આપણને હસાવવામાં સફળ રહે છે. પરંતુ આ ફિલ્મનો મુખ્ય ઝોક ભાંગેલું ફેમિલી અને તૂટેલા સંબંધો પર વધારે કેન્દ્રિત થયેલો છે. એટલે જ દર થોડી વારે ફિલ્મમાં પરિવારના સભ્યો વચ્ચે લડાઈ-ઝઘડો ફાટી નીકળે છે. એકાદ-બે વખત તો આવા નાટકીય ઝઘડા રસપ્રદ લાગે, પરંતુ પછી વારંવાર તેનું પુનરાવર્તન થવા માંડે એટલે આપણને પણ થાય કે હવે આ લોકો પાર મૂકે તો સારું. ઉપરથી વાર્તા અત્યંત ધીમે ધીમે આગળ વધે છે. ફિલ્મના ડિરેક્ટર શકુન બત્રા અત્યંત ટેલેન્ટેડ છે. એમણે અગાઉ ‘એક મૈં ઔર એક તૂ’ નામની એકદમ ફ્રેશ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ બનાવેલી. અહીં પણ એમનાં રિયલ લાઇફનાં શાર્પ ઓબ્ઝર્વેશન્સ દેખાઈ આવે છે. ઇવન કેટલાંય સ્માર્ટ વનલાઇનર્સ પણ છે. પરંતુ આપણે અગાઉ ન જોયો કે અનુભવ્યો હોય એવો એકેય એન્ગલ પેશ કરતી નથી.પણ હા, સિદ્ધાર્થ, ફવાદ અને આલિયાની ક્યુટનેસ જોવા આવેલાઓ નિરાશ નહીં થાય. એમને મજા કરાવવા માટે ‘બાદશાહ’નું ‘લડકી બ્યુટીફૂલ’ ગીત પણ છે. જેમને લાગણીપ્રધાન નાટકીય ફિલ્મો-વાર્તાઓ ગમતી હોય એમને આ ફિલ્મમાં ચોક્કસ આનંદ આવશે. જો તમારો ફેવરીટ ટાઈમ પાસ જુના ફેમીલી આલ્બમ જોઇને ખુશ થવાનો હોય તો ગમે એવી ‘કપૂર એન્ડ સન્સ’ને ઉદારતાથી 4 મિર્ચીઝ out of 5. ",1 "ફિલ્મો જો ખરેખર સમાજનો આઈનો હોય તો તો દેશના મોટા ભાગના રાજકારણીઓ ભ્રષ્ટ છે, પોલીસતંત્ર પણ ભ્રષ્ટ છે. મોટા ભાગની પોલીસફોર્સ રાજકારણીઓ અને ગુંડાઓનો હાથો બની ગઈ છે અને એ ગુનેગારોને પકડીને ઠમઠોરવાને બદલે નિર્દોષ લોકોને જ દંડે છે. પોલીસનું નામ સાંભળીને ચોરને બદલે સામાન્ય માણસ થથરે છે. પ્રકાશ ઝાની ‘અપહરણ’ અને ‘ગંગાજલ’ તથા કંઇક અંશે ‘રાજનીતિ’, ‘આરક્ષણ’ જેવી ફિલ્મોમાં પણ આપણે એવું જ જોયું છે. પરંતુ એ ફિલ્મોમાં ખરે ટાણે ભ્રષ્ટ પોલીસનો આત્મા જાગ્રત થઈ જાય અને નઠારાં તત્ત્વોને સીધાદોર કરી દે. છેક ૨૦૦૩માં આવેલી ‘ગંગાજલ’ની સિક્વલમાં પણ એ જ વાત છે.મજાની વાત એ છે કે આ આખી સ્ટોરી આપણે ઓલરેડી ફિલ્મના ટ્રેલરમાં જોઈ જ ચૂક્યા છીએ. ફિલ્મમાં એનું એક્સ્ટેન્શન માત્ર છે. જે કંઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે, તે અગાઉની ફિલ્મોથી જરાય વિશેષ કે નવીન નથી. આ ફિલ્મ થકી પ્રકાશ ઝા કશું જ નવું કહેવા માગતા નથી, જે અગાઉ ન કહેવાયું હોય. છતાં ફિલ્મના ફર્સ્ટ હાફમાં ઘણે અંશે મજા પડે છે. તેનું કારણ છે, એકદમ પાવરપૅક્ડ પર્ફોર્મન્સીસ. આ વખતે ખુદ પ્રકાશ ઝા કેમેરાની સામે આવ્યા છે. એમનો દમદાર અવાજ, પડછંદ પર્સનાલિટી અને કરડો ચહેરો એમની ભ્રષ્ટ અને પ્રામાણિક બંને બાજુ બરાબરની રિફ્લેક્ટ કરે છે.પરંતુ જોવાની સૌથી વધુ મજા પડે છે પ્રિયંકા ચોપરાને. પોલીસ યુનિફોર્મ પ્રિયંકા ચોપરાને એટલો બધો સૂટ કરે છે કે એ સાચુકલી પોલીસ હોત તો એને જોઇને કેટલીયે છોકરીઓ પોલીસમાં આવવા ઇન્સ્પાયર થઈ ગઈ હોત. એક્શન સીન્સ, ચૅઝ સિક્વન્સ, ડાયલોગ્સ, એક પણ ઠેકાણે પ્રિયંકા ચોપરાનું પર્ફોર્મન્સ ઢીલું પડતું નથી. હોલિવુડ-બોલિવુડ વચ્ચે અપડાઉનને લીધે પ્રિયંકાની ડેટ્સની અવેઈલેબીલીટીનો પ્રોબ્લમ થયો હોય અને સ્ક્રીપ્ટમાં કોમ્પ્રોમાઈઝ થયો હોય એવું પણ લાગે ખરું. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં બીજાં બે નામ સીધાં જ વખાણના બૉક્સમાં મૂકી શકાય એવાં છે. તે છે, માનવ કૌલ અને નિનાદ કામત. માનવ કૌલની બેસ્ટ એક્ટિંગના નમૂના આપણે ‘કાઈ પો છે’, ‘સિટીલાઇટ્સ’, ‘વઝીર’માં જોઈ ચૂક્યા છીએ. એ મિનિમમ લાઉડ થઇને પણ મૅક્સિમમ ઇમ્પેક્ટ આપી શકે છે. સામે પક્ષે જૂના ટીવી કલાકાર નિનાદ કામતના ભાગે બૅડ ગાયનો ટિપિકલ રોલ આવ્યો છે, જે એણે ઘણી કાબેલિયતથી નિભાવ્યો છે. બેકગ્રાઉન્ડ સ્કોર બહુ નબળો છે. ગીતોને જ બેકગ્રાઉન્ડ તરીકે વાપરવાને કારણે શરૂઆતના સીન્સની ઇન્ટેન્સિટી ઘટી જાય છે. સેકન્ડ હાફમાં કન્વીન્સીંગ ના હોવાને કારણે ફિલ્મ છે એના કરતાં પણ વધુ લાંબી લાગે છે.ઘણી બધી સિક્વન્સ નિરાંતે ફિલ્માવીને ફિલ્મને નાહકની લંબાવવામાં આવી છે. તેને જો એડિટ કરી નાખવામાં આવી, હોત તો ફિલ્મ આટલી લાંબી ન થઈ હોત. એમ તો પ્રિયંકા ચોપરાના ફૅન્સને પ્રિયંકાનો રોલ પ્રમાણમાં નાનો પણ લાગશે. ખાસ કશી નવીનતા ન હોવા છતાં આ ફિલ્મ એક વાર જોવી ગમે એવી તો બની જ છે. ફિલ્મનાં લીડિંગ સ્ટાર્સનાં પાવરફુલ પર્ફોર્મન્સ અને ફિલ્મના મેસેજ માટે ‘જય ગંગાજલ’ને ઉદારતાથી 3 મિર્ચી આપી શકાય.",1 "ગુંડે', 'સુલતાન', 'ટાઈગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે દમદાર કલાકારો સાથે અબૂધાબીની ગુરુગ્રામ હોટલમાં વિચિત્ર, બિહામણા અને ષડયંત્રો રચતા પાત્રોની એવી દુનિયા ઊભી કરી છે જેમાં તમે પણ ઓતપ્રોત થઈ જશો. ફિલ્મનો ફર્સ્ટ હાફ એકદમ ટાઈટ છે અને થ્રિલર ઈમ્પેક્ટ પર સાથે ઈન્ટરવેલ આવે છે એટલે તમને જોવા માટે તલપાપડ થઈ જાવ છો. મધ્યાંતર પછી અલી અબ્બાસ ઝફરે એક્શન પર વધુ ભાર આપ્યો છે. જે ફિલ્મનો સ્ટ્રોન્ગ પોઈન્ટ છે. એક્શનને અલગ અલગ પ્રકારે કોરિયોગ્રાફ કરવામાં આવી છે. રાજીવ ખંડેલવાલ અને શાહિદ કપૂરના ફાઈટ સીન જોરદાર છે. જોકે, ઈન્ટરવલ પછી સ્ક્રીનપ્લે નબળો પડી જાય છે. બેકગ્રાઉન્ડ સ્કોર સારું છે. ડાયલોગ પણ સારા લખવામાં આવ્યા છે. ફિલ્મમાં કેટલીક હળવી ક્ષણો છે જે હસાવે છે. ઓટીટી શાહિદ કપૂર માટે શુભ સાબિત થયું છે. ફર્ઝી નામની વેબ સીરીઝમાં તેના ખૂબ વખાણ થયા છે ત્યારે શાહિદે આ ફિલ્મમાં પણ ધારદાર એક્ટિંગ કરી છે. ફિલ્મના શીર્ષક પ્રમાણે સુમેર બ્લડી પણ છે અને ડેડી પણ છે. ક્રૂર, હિંસક અને ઝનૂની અંડર કવર એજન્ટ તરીકે પોતાની ડ્યૂટી અને દીકરાને બચાવવાની ઝંખના કઈ હદ સુધી તબાહી લાવી શકે છે તે શાહિદે પડદા પર સરસ રીતે બતાવ્યું છે. શાહિદ સિવાય રોનિત રોય, સંજય કપૂરની એક્ટિંગ પણ સારી છે. ડાયના પેન્ટીની ભૂમિકાને વધુ વિસ્તારી શકાઈ હોત. નાની ભૂમિકામાં પણ ઝીશાન કાદરીએ યાદગાર અભિનય કર્યો છે. રાજીવ ખંડેલવાની એક્ટિંગ સારી છે પરંતુ તેને વધુ સ્ક્રીન સ્પેસ મળી નથી. વિવાન ભટેના અને ચાઈલ્ડ આર્ટિસ્ટે પણ સારું કામ કર્યું છે. ",2 "કરિશ્મા તન્ના, ઝિશાન અયુબ અને હરમન બાવેજા અભિનીત આ વેબ સિરીઝ તમને જકડી રાખશે. શરૂઆતથી અંત સુધી કોઈને કોઈ નવી વાર્તા જોવા મળે છે. કરિશ્મા તન્નાએ સારો અભિનય કર્યો છે. ઝિશાન અય્યુબ એક અદ્ભુત અભિનેતા છે. તેની પાસે બને તેટલી સ્ક્રીન સ્પેસ હતી. તે ઘણી પરિપક્વતા સાથે ઉભરી આવ્યો છે. હરમન બાવેજા અધિકારી તરીકે સારો છે. તેણે યોગ્ય કામ પણ કર્યું છે. દર્શકો છેલ્લા એપિસોડ સુધી જાણવા માટે ઉત્સુક રહે છે કે હવે શું થશે અને જાગૃતિ જેલમાંથી કેવી રીતે બહાર આવશે?",2 "માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મોમાં સૌપ્રથમ દેખાડવામાં આવેલી મલ્ટિવર્સની અદ્ભુત દુનિયા, હોલીવુડ ફિલ્મોના મામલે ભારતીય દર્શકોની પ્રથમ પસંદગી બની ગઈ છે. પ્રેક્ષકોના મનપસંદ એવેન્જર સ્પાઈડર-મેને સૌપ્રથમ તેના ચાહકોને ફીચર ફિલ્મોમાં મલ્ટિવર્સના ખ્યાલનો પરિચય કરાવ્યો અને હવે તે તેના એનિમેટેડ અવતારમાં તેમને આગળ લઈ જાય છે. આ વાર્તા બાળકોથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવશે. એક બાળકના માધ્યમથી તેની વાર્તાને આગળ લઈ જતી આ ફિલ્મ એક્શન અને લાગણીઓથી ભરપૂર છે. કોમેડીનો તડકો પણ છે. ફિલ્મની સૌથી મોટી તાકાત તેની શરૂઆતથી અંત સુધીની આકર્ષક વાર્તા છે, જે તમને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો જોરદાર છે. ભારતીય સ્પાઈડરમેન પવિત્ર પ્રભાકરને ફિલ્મના હિન્દી સંસ્કરણમાં ક્રિકેટર શુભમન ગિલ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે.",2 "દહાડ' (Dahaad)નું શૂટિંગ રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. તનય સતમે પોતાની સિનેમેટોગ્રાફી વડે ગામડાને ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યા છે. ખૂની અને પોલીસ વચ્ચેની રમત પહેલા જ એપિસોડથી જ શરૂ થાય છે, જે દર્શકોને આઠ એપિસોડ સુધી જકડી રાખે છે.રીમા કાગતી અને ઝોયા અખ્તરે આ સિરીઝનું નિર્માણ કર્યું છે. પટકથા રસપ્રદ છે, શોની તીવ્રતા ઓછી થતી નથી. હત્યારાના મગજમાં શું ચાલે છે, તે કેટલી હદે બર્બરતા કરી શકે છે અને દરેક વખતે પોતાને બચાવવા માટે તે જે યુક્તિઓ વાપરે છે તે જોવાની મજા આવે છે. દરેક એપિસોડની લંબાઈ આશરે 50-55 મિનિટ છે. જાતિ ભેદભાવ આ સમગ્ર સિરીઝના કેન્દ્રમાં મૂળ વિષય છે. અંજલિ ભાટીને ઉચ્ચ વર્ગના ઘરોમાં પ્રવેશવાની પણ મંજૂરી નથી. સિરીઝમાં આવા ઘણા દ્રશ્યો છે, જે આપણને અહેસાસ કરાવે છે કે દેશ ભલે 'વર્લ્ડ પાવર' હોય પરંતુ ભેદભાવ હજુ પણ છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ક્રાઇમ ડ્રામા સિરીઝ બેક ટુ બેક ઘટનાઓ, ખુલાસાઓ અને પાવર-પેક્ડ પર્ફોર્મન્સને કારણે રસપ્રદ છે. OTT પર ડેબ્યૂના સંદર્ભમાં લીડ રોલમાં સોનાક્ષી સિન્હાનું પ્રદર્શન શાનદાર છે. તે પોતાનું પાત્ર અત્યંત ઇમાનદારીથી ભજવે છે. માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરવી, શંકાસ્પદ વ્યક્તિને શોધવી વગેરે. ગુલશન દેવૈયા અને સોહમ શાહે પણ અન્ય અધિકારીઓની ભૂમિકામાં ખૂબ જ સરસ કામ કર્યું છે. વિજય વર્મા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે છવાઈ જાય છે. તે મધ્યમ વર્ગના પરિણીત પુરુષ તરીકે પણ ધ્યાન આકર્ષિત કરે છે.",2 "બોલિવૂડ દિગ્દર્શક સુધીર મિશ્રાની ફિલ્મ 'અફવા' મોબાઈલના ખતરનાક ઉપયોગ પર આધારિત છે. ફિલ્મનો ક્લાઈમેક્સ સંભવિત લાગે છે. સિનેમેટોગ્રાફર મોરસિયો વિડાલે રાત્રિ અને રાજસ્થાનની ભયાનકતાને સારી રીતે કેદ કરી છે. રાજસ્થાની લોક ગાયક મામે ખાન અને સુનેત્રા બેનર્જીએ ગાયેલું, 'આજ યે બસંત મેં ગહેરા અસર હૈ' વાર્તાને ગતિ આપે છે. જો અભિનયની વાત કરીએ તો ફિલ્મના તમામ કલાકારો શાનદાર છે. નવાઝ તેના આકર્ષક રોલથી દિલ જીતી લે છે, જ્યારે ભૂમિ નિવીના પાત્રમાં સારી છે અને તેને તેની બોલ્ડ અને બળવાખોર શૈલીથી યાદગાર બનાવે છે. શારીબ હાશ્મી ચંદનના પાત્રમાં સારો જોવા મળી રહ્યો છે. તે એક અભિનેતા તરીકે સતત રેન્ક પર ચઢી રહ્યો છે. જે દર્શકો સુમિત વ્યાસને અત્યાર સુધી સજ્જન ભૂમિકામાં જોવા માટે ટેવાયેલા છે તેઓ તેને એક નિર્દય, સત્તાના ભૂખ્યા પાત્રમાં જોશે જે દર્શકોને યાદ રહેશે. ટી ભાનુએ જાતીય શોષણનો ભોગ બનેલી પોલીસ મહિલાનું પાત્ર યાદગાર રીતે જીવ્યું છે.",2 "પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેનની સાઈન્ટિફિક-ફિક્શન સ્પાઈ સીરિઝ 'સિટાડેલ' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. રુસો બ્રધર્સના આ શો પાસેથી તેમને અને દર્શકો બંનેને ઘણી આશા છે. પહેલા જ સીનમાં તે તમને સ્લો-મોશન અપસાઈડ-ડાઉન ટિલ્ટ એન્ગલમાં એક બુલેટ ટ્રેનમાં લઈ જાય છે અને રોમાંચ જગાવે છે. સીરિઝમાં હોટશોટ જાસૂસ નાદિયા સિંહ અને મેસન કેનની તમારી સાથે મુલાકાત કરાવવામાં આવે છે. બંને એક મિશન પર છે અને અંડરકવર છે. આ સ્પાઈ-થ્રિલર શરૂઆતની થોડી જ સેકન્ડમાં તમારા મન અને દિમાગ પર છવાઈ જાય છે. પર્ફ્યૂમની બોટલમાં વિસ્ફોટક હોય કે જબરદસ્ત ફાઈટિંગ સીક્વન્સ, સીરિઝના પહેલા એપિસોડની થોડી મિનિટમાં સીરિઝ તેની સ્પીડ પકડે છે. આ સીરિઝનું પ્રોડક્શન મોટાપાયે કરવામાં આવે છે. શોના સ્ક્રીનપ્લેની સ્પીડ પણ ફાસ્ટ છે, જે દરેક મિનિટનો હિસાબ રાખે છે. તેવામાં દર્શક તરીકે તમે નજર હટાવી શકશો નહીં. પ્રિયંકા ચોપરા એક જાસૂસ તરીકે પોતાની તાકાતનું બખૂબી પ્રદર્શન કરે છે. એક્ટિંગ સિવાય તેણે ઘણા ચોંકાવનારા સ્ટંટ કર્યા છે, જે તમારું ધ્યાન ખેંચે છે. રિચર્ડ દરેક મિશન માટે ખતરનાક છે, કહાણીમાં એક પિતા અને પતિ તરીકે પ્રેમાળ પણ. ટેકનોલોજી એક્સપર્ટ તરીકે ઓરલિકના રોલમાં સ્ટેનલી ટુકીએ સારું કામ કર્યું છે. પ્રિયંકા અને રિચર્ડની કેમેસ્ટ્રી સ્ક્રિન પર આગ લગાવી રહી છે. લેસ્લી મેનવિલ મટિયોગએ બ્રિટેનના રાજદૂત ડેલિયા એચરના રોલમાં મજબૂત પર્ફોર્મન્સ આપ્યું છે.",2 ":ભોલાનું પાત્ર સ્ક્રીન પર લાર્જર ધેન લાઈફ ફીલ આપે છે. દિગ્દર્શક તરીકે અજય દેવગણ પહેલા જ દ્રશ્યમાં ભરપૂર એક્શન સિક્વન્સ સાથે છવાઈ જાય છે. વાર્તા એક રાતની છે. આ ફિલ્મમાં 5-7 મિનિટની ચેઝિંગ સિક્વન્સ પણ છે. મૂળ ફિલ્મ 'કૈથી'માં એક્શન અને ઈમોશનનું સંતુલન હતું. એક્શનથી ભરપૂર ફિલ્મોમાં લડાઈ કે એક્શનનો તર્ક શોધવો મુશ્કેલ છે, એક જ હીરો એકસાથે 30-40 લોકોને કેવી રીતે મારી શકે છે, પરંતુ ભોલામાં જે રીતે એક્શન કોરિયોગ્રાફ કરવામાં આવી છે, તે જોરદાર છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર વધારે કામ કરવું જોઈતું હતું, જો કે 3Dમાં મૂવી જોવી એ સિનેમેટિક અનુભવ હોઈ શકે છે. મ્યુઝિકની વાત કરીએ તો 'નઝર લગ જાયેગી' ગીત ખૂબ જ સુંદર છે. અભિનય અને કાસ્ટિંગ ફિલ્મનો મજબૂત પાસું છે. તબ્બુએ બહાદુર પોલીસની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તે ભાવનાત્મક દ્રશ્યોમાં પણ જીતવામાં સફળ થાય છે. અજયની પત્નીના ગેસ્ટ રોલમાં અમલા પોલ સુંદર લાગી રહી છે. સંજય મિશ્રાએ હવાલદારની ભૂમિકાને સુંદર રીતે નિભાવી છે, જે પોતાના પોલીસ સ્ટેશનને માફિયાઓથી બચાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે દીપક ડોબરિયાલને એક ભયાનક વિલન તરીકે યાદ કરવામાં આવશે, ગજરાજ રાવ આશ્ચર્યચકિત થાય છે.",2 "અનુભવે તેની ફિલ્મમાં એવી ઘણી ઘટનાઓ દર્શાવી છે કે જેઓ કોરોનામાં સમસ્યાનો ભોગ બન્યા હતા, પરંતુ તેમનું ધ્યાન પરપ્રાંતીય મજૂરો અને સામાજિક તેમજ જાતિના ભેદભાવ પર રહે છે. કાસ્ટ અને ક્લાસના તફાવતની સાથે સાથે સિસ્ટમની મજબૂરીઓને પણ તેમના પાત્રો દ્વારા રજૂ કરાઈ છે. ફિલ્મનું લેખન ચુસ્ત છે, જેમાં ""તાકાતવાળા અને ગરીબનો ન્યાય એક સરખો હોવો જોઈએ"" જેવા સંવાદો છે. જે તમને ઘણું વિચારવા મજબૂર કરે છે. ઘણાંને લાગે છે કે ફિલ્મમાં લોકડાઉનની અન્ય ઘટનાઓને પણ આવરી લીધી હોત તો સારું હોત. જો અભિનયની વાત કરીએ તો ફિલ્મ દરેક રીતે ઉત્તમ છે. સૂર્ય કુમાર સિંહના રૂપમાં રાજકુમાર રાવ મજબૂત છે. પંકજ કપૂરે પોતાની ભૂમિકા અદ્ભુત રીતે ભજવી છે. પોલીસ અધિકારી તરીકે આશુતોષ રાણા તેમની ડાયલોગ ડિલિવરી સાથે ખૂબ જ સારા છે, પરંતુ તેમની ભૂમિકા વધુ વિગતવાર આપવી જોઈતી હતી. ભૂમિ પેડનેકરે તેની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે નિભાવી છે, જ્યારે દિયા મિર્ઝાનું પાત્ર યાદગાર બની ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવ પણ સારો દેખાઈ રહ્યો છે. કૃતિકા કામરાન એક રિપોર્ટર તરીકે સારું કરે છે.",2 "એક્ટર મનોજ બાજપેયીની ફિલ્મ ગુલમહોર (Gulmohar) તારીખ 3 માર્ચના દિવસે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ રાજધાની દિલ્હીના પોશ વિસ્તારમાં આવેલા ગુલમહોર વિલામાં રહેતા એક શ્રીમંત પરિવારની વાર્તા છે. આ કુટુંબ ઉપરથી ચમકદાર લાગે છે, પણ અંદરથી તદ્દન વિખરાયેલું છે. મોટાભાગના હાઈ સોસાયટી પરિવારોની જેમ તેના સભ્યોએ પણ પોતાનો બંગલો વેચીને અલગ-અલગ ફ્લેટમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. તેમને લાગે છે કે તેઓ એકઘરમાં રહીને પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ઘરથી દૂર જવાથી તેમને આઝાદી મળશે.લાંબા સમય પછી ફિલ્મી પડદે પરત ફરેલા શર્મિલા ટાગોર પણ કુસુમના રોલમાં શાનદાર લાગી રહ્યા હતા. લાંબા સમય સુધી સાઉથ સિનેમામાં કામ કરનાર સિમરન બોલિવૂડમાં કમબેક કરી રહી છે. જ્યારે સૂરજ શર્માએ પણ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. ફિલ્મના બાકીના કલાકારોએ પણ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. ફિલ્મનું સંગીત પણ સરસ છે.",2 "Best Friend Forever માટે નેશનલ ફિલ્મ અવોર્ડ જીતી ચૂકેલ સંદીપ મોદીની સ્ટોરી અને સ્ક્રીનપ્લે પર ઘણી સારી પકડ છે. આપણે આર્યા અને ચુંબક વેબ સીરિઝમાં તેમનો કમાલ જોઈ ચૂક્યા છીએ. ધ નાઈટ મેનેજર પોતાના પ્રથમ એપિસોડથી જ રસપ્રદ સ્ટોરી અને થ્રિલર ટ્રીટમેન્ટને કારણે દર્શકોનું ધ્યાન ખેંચશે. જો કે, જ્યારે સ્ટોરી આગળ વધે છે અને શાન સેનગુપ્તા આર્મ ડીલિંગના કિંગ શૈલીની ટીમમાં જોડાય છે, ત્યારે સ્પીડ થોડી ધીમી થઈ જાય છે.એક સમયે સીરિઝની સ્પીડ ધીમી પડી જાય છે પરંતુ દર્શકો બોર નથી થઈ જતા. એક સ્પાઈ થ્રિલર તરીકે ધ નાઈટ મેનેજર મનોરંજન પૂરું પાડશે. પરંતુ સીરિઝમાં અમુક વાતો સમજની બહાર થઈ જાય છે. જેમ કે, શૈલી કહે છે કે તે કોઈ પણ માણસને સરળતાથી સમજી શકે છે. પણ તે શાન પર ઝડપથી વિશ્વાસ કરી બેસે છે. શૈલીના બિઝનેસને અને તેના એસ્ટેટને એક વિસ્મય કિલ્લાની જેમ બતાવવામાં આવે છે, જ્યાં સરળતાથી કોઈ પહોંચી નથી શકતું. પણ શાન અત્યંત સરળતાથી દરેક જગ્યાએ પહોંચી જાય છે.એક્ટિંગની વાત કરીએ તો શાનના રોલમાં આદિત્ય રૉય કપૂર જામે છે. તેણે દમદાર પર્ફોમન્સ આપ્યું છે. તે અત્યંત સહજતા સાથે આ પાત્રને અપનાવે છે. પૂર્વ સૈનિકના રોલમાં પણ તેણે સારો અભિનય કર્યો છે. અનિલ કપૂરની એક્ટિંગ વિશે તો તમામ લોકો જાણે છે. જો કે એવુ પણ લાગે છે કે એક શક્તિશાળી ગુનેગાર તરીકે તેની ક્ષમતાને ઓછી આંકવામાં આવી છે. બની શકે કે સ્પોટલાઈટ વેબ સીરિઝના હીરો શાન પર હોવાને કારણે અનિલ કપૂરના પાત્રને પૂરતો ન્યાય નથી મળી શક્યો. તેમ છતાં અનિલ કપૂરે પોતાના દમદાર અભિનયથી પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. શૈલીના રાઈટ હેન્ડ તરીકે બૃજ પાલનું પાત્ર શાશ્વત ચેટર્જીએ ભજવ્યું છે. તેનું કામ પણ દર્શકોનું ધ્યાન ખેંચશે. શોભિતાએ કાવેરીનો રોલ કર્યો છે, જો કે તેની વેબસ્ટોરી હજી સુધી સામે નથી આવી. પણ તે પોતાના રોલમાં સારી લાગી રહી છે. બ્રિટિશ સીરિઝની છ સિઝન બની ચૂકી છે, તેવામાં ધ નાઈટ મેનેજર હિન્દીની પ્રથમ સિઝનના અંતમાં અમુક એવા પ્રશ્નો દર્શકોના મનમાં હશે, જેના માટે તમે બીજી અને ત્રીજી સિઝનની રાહ જોશો. ",2 "દિગ્દર્શક અજયન વેણુગોપાલન (director-writer Ajayan Venugopalan) એક ફીલ ગુડ ફિલ્મ લઈને આવ્યા છે જે આશા જગાડે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે જીવન દરેક પરિસ્થિતિમાં સુંદર હોય છે અને જ્યારે પણ આપણે વિચારીએ છીએ કે જીવનમાં કંઈ જ બાકી નથી, ત્યારે આપણે આપણા જીવન સાથે ફરી એક વાર આપણી જાતને ફરીથી શોધી શકીએ છીએ. ફિલ્મની ગતિ થોડી ધીમી છે, ધીમી ગતિએ ચાલતી આ ફિલ્મ પાત્રોને ધીમી ગતિએ વિકસાવે છે અને એક મજાની દુનિયામાં લઈ જાય છે, જ્યાં માનવીય સંવેદનાઓનું ઘડતર પણ છે. માનવીય સ્પર્શની સાથે, ફિલ્મ નક્સલવાદ, અલગતાવાદ, સાંસ્કૃતિક શોખ, બાળકોનું સ્વાર્થી વલણ અને વધતી અસહિષ્ણુતા જેવા મુદ્દાઓને પણ સ્પર્શે છે. વાર્તાનો મૂળ ભાગ ખૂબ જ મજબૂત છે, જેને દિગ્દર્શક સુંદર રીતે ખેંચે છે. જોકે ફિલ્મના તમામ ટ્રેક થોડા ફિલ્મી લાગે છે, દિગ્દર્શક તેમને મુખ્ય કથાવસ્તુમાં સમાવી લે છે.અભિનયની બાબતમાં અનુપમ ખેર દરેક રીતે ઉત્તમ સાબિત થયા છે. પાત્રોને તેમની આગવી શૈલીમાં જીવવાની શૈલી તેમના પાત્રને આનંદ આપે છે. અનુપમે ઘણી જગ્યાએ સ્ટેલોનની સ્ટાઈલ પણ કરી છે. નીના ગુપ્તા સાથે તેમની કેમેસ્ટ્રી એકદમ નિર્દોષ છે. નીના એલ્સાની કેન્દ્રીય ભૂમિકામાં જીવંત છે. નીના એલ્સાનું પાત્ર ભજવે છે, જે કામ માટે સમર્પિત છે પરંતુ વોડકા અને બીયર જેવા પીણાંના શોખીન છે, જે વર્ષોથી તેના પ્રિયજનો માટે ઝંખે છે. તજ સિંઘ તરીકે શારીબ હાશ્મી મજામાં વધારો કરે છે. ફરી એકવાર તે પોતાની જાતને એક સક્ષમ અભિનેતા તરીકે બતાવે છે. જુગલ હંસરાજે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. નરગીસ ફખરીને બહુ સ્ક્રીન સ્પેસ મળી નથી. સપોર્ટિંગ કાસ્ટ ઠીક છે.",2 "આ ફિલ્મ ટેક્નિકલી સાઉન્ડ છે અને સિનેમેટોગ્રાફી ફિલ્મનો મૂડ સેટ કરે છે. અમિત ત્રિવેદીનું સંગીત સરસ છે. 'નેટફ્લિક્સ એન્ડ ચિલ', 'મોહબ્બત સે ક્રાંતિ આયેગી' જેવા ગીતો મજેદાર છે. સદનસીબે ફિલ્મની લંબાઈ વધારે નથી. ફિલ્મનો ક્લાઈમેક્સ ચોંકાવનારો છે. આ ફિલ્મ કેમ જોવી જોઈએ? જેઓ ફિલ્મમેકર અનુરાગ કશ્યપના ફેન છે અને લવ સ્ટોરીના શોખીન છે તેઓને આ ફિલ્મ જોવાની મજા પડશે.",2 "અભિનયની વાત કરીએ તો દીપક અંતાણી અને ચિન્મય માંડલેકરે ગાંધી અને ગોડસેની ભૂમિકા ભજવી છે. બંને આ પાત્રો સાથે ન્યાય કરે છે. તેમના ઉચ્ચાર પણ અનુકૂળ છે. આ સિવાય જવાહરલાલ નેહરુની ભૂમિકામાં પવન ચોપરા, બાબાસાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, સરદાર પટેલ બધાએ ફિલ્મમાં યોગદાન આપ્યું છે.રાજકુમાર સંતોષીએ 'ગાંધી ગોડસે એક યુદ્ધ'નું નિર્દેશન કર્યું છે. તે આ ડ્રામા પર સારી પકડ બનાવે છે, ડિરેક્શનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ ફિલ્મની ટ્રીટમેન્ટ, સિનેમેટોગ્રાફી સરસ લાગે છે. વિભાજન દરમિયાનની ઘણી ઘટનાઓ જાણે ફરી વખત જીવંત થઈ હોય તેમ દર્શાવવામાં આવી છે. અસગર વઝાહતના સંવાદો પ્રભાવશાળી છે. જયપ્રકાશ નારાયણ, હરિલાલ (હીરાલાલ) અને મણિલાલ ગાંધી અથવા ગોડસેના અન્ય નેતાઓને યાદ કરવાનો ઉલ્લેખ પણ છે. જો સંગીતની વાત કરીએ તો એ.આર. રહેમાને આપ્યું છે. બંને ગીતો વૈષ્ણવ જન તો... અને રઘુપતિ રાઘવ ફિલ્મમાં સારી રીતે સેટ થાય છે. Gandhi Godse – Ek Yudh જોવા જેવી ફિલ્મ છે. જો તમે ધીરજપૂર્વક પહેલો ભાગ પૂરો કરશો તો બીજા ભાગની મજા આવશે.",2 "અવતાર: ધ વે ઓફ વૉટર'માં જંગલથી માંડીને દરિયાના એક્શન દ્રશ્યો તેમજ આકર્ષક લૂક જોવા મળી રહ્યો છે. 3 કલાકના સમયગાળામાં 'અવતાર: ધ વે ઓફ વૉટર'માં દર્શક જાણે એક અલગ જ દુનિયામાં પહોંચી જાય છે. 'અવતાર: ધ વે ઓફ વૉટર' એટલે કે અવતાર ફિલ્મના બીજા ભાગમાં દર્શકોને વધારે એક્શન તેમજ ઈમોશન જોવા મળશે. ખુશી સાદી છે અને આ આપણી સૌથી મોટી નબળાઈ તેમજ સૌથી મોટી તાકાત છે તે પ્રકારે ડાયલોગ જેક સલીના છે. 'અવતાર: ધ વે ઓફ વૉટર'માં અદ્ભુત સ્ટોરીટેલિંગ અને વિઝ્યુલ અનુભવ જોવા મળશે. તમે એક વખત 'અવતાર: ધ વે ઓફ વૉટર'ની જાદુઈ દુનિયામાં પહોંચી જશો પછી રિયલ લાઈફમાં આવવાનું મન નહીં થાય.ફિલ્મ 'અવતાર: ધ વે ઓફ વૉટર' જોતી વખતે એવું લાગે છે કે આપણે હિન્દી સિનેમાનો તે હોલીવુડ અવતાર જોઈ રહ્યા છીએ જેમાં પારિવારિક મૂલ્યો, માનવીય સંબંધો અને સામાજિક ભાવનાઓને શરૂઆતથી જ સમર્થન આપવામાં આવ્યું છે. હવે વાર્તા આગળ આવી ગઈ છે. પૃથ્વી હવે માનવીઓ માટે રહેવા યોગ્ય નથી અને એવા ગ્રહની શોધ ચાલી રહી છે જ્યાં માનવ વસાહત સ્થાપી શકાય. આ વખતે જેમ્સ કેમરોને માનવીય અને સમુદાયની સંવેદનાઓને ફિલ્મના કેન્દ્રમાં મૂકી છે. કેમરૂને સિનેમાની ઘણી નવી ટેક્નિક્સ પણ શોધી કાઢી છે. પાણીની અંદરના માનવીય અભિવ્યક્તિઓને કેમેરામાં કેપ્ચર કરવી અને પછી કોમ્પ્યુટર જનરેટેડ પાત્રોમાં તેને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં સ્ક્રીન પર રજૂ કરવી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા જળચર પ્રાણીઓ પણ આશ્ચર્યજનક છે. અને કેમેરોનને ફિલ્મના સંગીત તેની સિનેમેટોગ્રાફી અને તેના સંપાદન દ્વારા આ બધી લાગણીઓને પડદા પર લાવવામાં સૌથી વધુ મદદ મળે છે.",2 "દિગ્દર્શક અજય બહલ અને સિનેમેટોગ્રાફર સુધીર ચૌધરીએ કુશળતાપૂર્વક ફિલ્મને હોરર ટ્રીટમેન્ટ આપી છે. પહાડો અને ધુમ્મસવાળું વાતાવરણ તેમને આ કાર્યમાં મદદ કરે છે. આર્ટ ડિરેક્ટરે વિક્ટોરિયન સ્ટાઈલવાળા વિલા સાથે સ્ક્રીન પર એક હૉન્ટિંગ એલિમેન્ટ ઉમેર્યું છે. ફિલ્મના પહેલા ભાગમાં જબરદસ્ત વાત છે અને તે તમને ઘણા પ્રસંગોએ ડરાવે છે. કેતન સોડાનો બેકગ્રાઉન્ડ સ્કોર આ દ્રશ્યોને વધુ ભયાનક બનાવે છે. ફિલ્મના પહેલા ભાગમાં તમે રોમાંચ અનુભવો છો. ડર અને રોમાંચનું મિશ્રણ જે તમે પ્રથમ હાફમાં જુઓ છો, તે બીજા ભાગમાં દૂર થઈ જાય છે. ફિલ્મમાં હોરર પ્લોટ ક્યાંક ગાયબ થઈ જાય છે. જો કે, હજુ પણ ફિલ્મ થ્રિલર અને સસ્પેન્સ જાળવી રાખે છે, જે તમને અંત સુધી સ્ક્રીન પર ચોંટાડીને રાખશે.",2 "દિગ્દર્શક અનિરુદ્ધ ઐય્યરની વાર્તા બદલાની ભાવનાવાળી લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં ફિલ્મમાં ઘણા સ્તરો છે, જે કટાક્ષની સાથે મનોરંજનનો ડોઝ આપે છે. તે મીડિયા ટ્રાયલ, બોયકોટ ટ્રેન્ડ, સ્ટાર સિસ્ટમ જેવા મુદ્દાઓ પર કટાક્ષ કરે છે. દિગ્દર્શક ચતુરાઈથી નાયકોને એવી પરિસ્થિતિમાં મૂકે છે કે જે પાત્રો તેમજ પ્રેક્ષકો માટે અણધારી હોય અને તે જ કાવતરુંનું મૂળ છે. જો કે, તેને પ્લોટ વિકસાવવામાં થોડો સમય લાગે છે. અનિરુદ્ધે નીરજ યાદવ સાથે મળીને ફિલ્મ લખી છે અને સંવાદો રસદાર છે. ફિલ્મ, તેના શીર્ષક મુજબ, એક્શનનો આકર્ષક ડોઝ આપે છે. કેટલાંક સિક્વન્સ નાટ્યાત્મક લાગે છે, પરંતુ અંતે તે મનોરંજક છે. કૌશલ શાહની સિનેમેટોગ્રાફી સારી છે. લંડનમાં શૂટ કરાયેલી એક્શન સિક્વન્સ રોમાંચક છે. આ સાથે તેણે લંડનની સુંદરતાને પણ સારી રીતે કેદ કરી છે. નિનાદ ખાનોલકર પોતાના એડિટિંગ વડે ફર્સ્ટ હાફને ચુસ્ત બનાવી શક્યા હોત. બેકગ્રાઉન્ડ સ્કોર રોમાંચમાં વધારો કરે છે. સંગીતની વાત કરીએ તો ગીતો સારા બન્યા છે. નોરા ફતેહીનું ગીત 'ઝેડા નશા' સારું છે. એક એક્શન હીરો એક્શન અવતારને પણ વિશ્વાસપાત્ર બનાવે છે. એક સ્ટાર જે એક સાદું જીવન જીવવા માટે મજબૂર છે, પરંતુ તે છોડવા માગતો નથી. 'હું એક્શન હીરો છું, છેલ્લે તાકાતનો ઉપયોગ કરું છું' જેવા સંવાદો બોલતો આયુષ્માન અંતમાં માણસની ડાર્ક બાજુ બતાવવાનું ભૂલતો નથી. ભૂરા તરીકેના જયદીપ અહલાવતના પાત્રમાં ચોક્કસપણે ઊંડાણનો અભાવ છે, પરંતુ તેના હરિયાણવી ઉચ્ચાર અને બોડી લેંગ્વેજમાં ધમાકેદાર છે. વિલન તરીકે તેને હીરોની સમાન સ્ક્રીન સ્પેસ મળી છે. ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે ફિલ્મમાં કોઈ હીરોઈન નથી, પણ તેની ગેરહાજરી અનુભવાતી નથી. એક્ટર આયુષ્માન ખુરાનાનો એક્શન લૂક જોવા માગતા અને મનોરંજક ફિલ્મો જોવાના શોખીનો 'એન એક્શન હીરો' (An Action Hero) જોઈ શકે છે.",2 "ફ્રેડી'નો આખો ભાર કાર્તિક અને અલાયાના ખભા પર છે. બંને હીરો પણ છે અને વિલન પણ. પહેલા અલાયાના અભિનયની વાત કરીએ તો, તેણે આ વખતે તેની ડેબ્યૂ ફિલ્મ 'જવાની જાનેમન' કરતાં સારું પર્ફોર્મ કર્યું છે. ઓવરએક્ટિંગ નથી કરી. ફિલ્મની વાર્તા જેમ-જેમ આગળ વધે છે તે પ્રમાણે તે તેમાં ઢળતી જાય છે. સ્ક્રીન પર મોટાભાગે કોમેડી કે રોમેન્ટિક રોલમાં જોવા મળેલો કાર્તિક આર્યન પહેલીવાર સનકીના રોલમાં દેખાય છે. તેણે પોતાના પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે. તેનું વધેલું વજન અને હાવભાવ બધું જ પાત્રને બંધબેસતું છે. 'ફ્રેડી'માં કાર્તિક અને અલાયાએ પોતાના અભિનયથી ઈમ્પ્રેસ કર્યા છે. ફિલ્મમાં અલાયા કાર્તિકને અભિનય મામલે બરાબરની ટક્કર આપી રહી છે.લેખન જેટલું સારું હશે એટલું જ મજબૂત ડાયરેક્શન પડદા પર જોવા મળશે. 'ફ્રેડી'માં આ વાત તમને જોવા મળશે. પરંતુ સસ્પેન્સ ખૂટતું હોય તેવું લાગશે. આવનારા ટ્વિસ્ટ અને ટર્ન્સનો અંદાજો દર્શકો શરૂઆતથી જ લગાવી શકે છે. કલાકારોની એક્ટિંગ અને ચંદન અરોડાનું એડિટિંગ આ ખામીઓ પર પડદો પાડે છે. સિનેમેટોગ્રાફી અયાનંકા બોઝે કરી છે, જે વાર્તાને નિખારે છે. સંગીતના મામલે પ્રીતમ ફરી એકવાર મજા કરાવશે.",2 ગુજરાતી ફિલ્મ મેડલમાં શિસ્તબદ્ધ શિક્ષકના રોલમાં એક્ટર જયેશ મોરે જ્યારે સરપંચના રોલમાં એક્ટર ચેતન દૈયાએ પાવરફુલ એક્ટિંગ કરી છે. પ્યૂન રમણના રોલમાં એક્ટર મૌલિક નાયક હંમેશાંની માફક દર્શકોને ખૂબ હસાવે છે. ત્યારે કોમેડીની સાથે સાથે નકારાત્મક એવા મોહનના રોલમાં એક્ટર હેમાંગ દવે દર્શકોનું અંત સુધી ધ્યાન ખેંચે છે. આ સિવાય બાળ કલાકારોનો અભિનય પણ પ્રમાણમાં સારો છે. આજે પણ ગામડાઓમાં જાતિ વ્યવસ્થા જોવા મળે છે જે વાત ફિલ્મ મેડલમાં ખૂબ અસરકારકરીતે રજૂ કરાઈ છે. જો તમે ગામડાનું બેકગ્રાઉન્ડ ધરાવતી એક પ્રેરણાત્મક ગુજરાતી ફિલ્મ જોવા માગો છો તો મેડલ ફિલ્મ જોવી જોઈએ. ગુજરાતી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મેડલના ડિરેક્ટર ધવલ જિતેશ શુકલએ ફિલ્મમાં આજના ગામની શાળાના પ્રશ્નો અને ત્યાં નડતી મુશ્કેલીઓને વાસ્તવિકરીતે રજૂ કરી છે. બાળ કલાકારો સાથે પણ ઘણું સુંદર કામ કરાવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતની ગ્રામીણ બોલીને પડદા પર આબેહૂબરીતે રજૂ કરાઈ છે જેમાં એક્ટરની મહેનતનો પણ મોટો ફાળો રહેલો છે. ગામમાં ઘરની દીવાલો પર જોવા મળતા સુંદર ચિત્રો એ ફિલ્મનું સોનેરી પાસું છે.,2 "હોરર અને કોમેડી ફિલ્મના કોમ્બિનેશનને ફિલ્મકારો હંમેશા રિસ્કી માને છે કારણકે મર્યાદિત દર્શકો આ ફિલ્મોને મળે છે. પરંતુ 'સ્ત્રી' અને 'બાલા'ના નિર્દેશક અમર કૌશિક બખૂબીથી ફિલ્મને ન્યાય આપે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. ફિલ્મનો પ્રીક્લાઈમેક્સ પણ થોડો ખેંચવામાં આવ્યો હોય તેવું લાગે છે. કેટલાક સવાલોના જવાબ મળતા નથી. ફિલ્મ જોતાં પહેલા એવું લાગે છે કે, ક્યાંક વેરવુલ્ફ ફિલ્મોની સસ્તી કોપી સાબિત ના થાય પરંતુ જબરદસ્ત વીએફએક્સ આ આશંકાને ધોઈ નાખે છે.માણસમાંથી વરુના રૂપમાં વરુણ ધવનનું રૂપાંતરણ પ્રભાવિત કરનારું છે. નિર્દેશક તેને અરુણાચલના જંગલો સાથે જોડવામાં સફળ રહ્યા છે. ફિલ્મના વીએફએક્સ ઉપરાંત સિનેમેટોગ્રાફી પણ મજબતૂ પાસું છે. જિશુન ભટ્ટાચાર્જીના કેમેરાના લેન્સમાં અરુણાચલ પ્રદેશની સુંદરતા, રહસ્યમય જંગલો અને પૂનમનો દૂધિયો ચંદ્ર જોવો વિઝ્યુઅલ ટ્રીટ સાબિત થાય છે. ફિલ્મમાં હાસ્ય અને હોરર સાથે સામાજિક સહકારના પણ મુદ્દા છે. પ્રગતિના નામે પ્રકૃતિનો નાશ, ઉત્તર-પૂર્વના લોકો સાથે થયેલો ભેદભાવ, અરુણાચલ પ્રદેશને દેશનો ભાગ ના સમજવો વગેરે જેવા મુદ્દા ઉઠાવાયા છે. લેખક નીરેન ભટ્ટના ડાયલોગ જેવા કે, 'આજના જમાનામાં કોઈને કુદરતની પડી નથી, આપણા માટે બાલકનીમાં કુંડું જ નેચર છે.' 'કંઈ વાંધો નહીં ભાઈ તારા માટે જે મર્ડર છે, તે તેમના માટે ડિનર છે.' જે વિચાર પ્રેરક હોવા ઉપરાંત હસાવે પણ છે. ફિલ્મનું સંગીત સચિન-જિગરે આપ્યું છે. જ્યારે ગીતો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. ફિલ્મમાં 'ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ' ગીતનો પણ હળવા અંદાજમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનયના મામલે પણ ફિલ્મ ક્યાંય પાછળ પડે તેવી નથી. વરુણ ધવને ભાસ્કર અને વરુણ બંને રૂપમાં હાસ્ય અને હોરરનું સંતુલન જાળવી રાખ્યું છે. તેમનું પાત્ર વધારે પડતું નાટકીય થવાની સંભાવના હતી પરંતુ તેણે તેમ નથી કર્યું. બદલાપુર, સૂઈ ધાગા અને ઓક્ટોબર જેવી ફિલ્મો પછી વરુણ ધવન આ ફિલ્મમાં અભિનેતા તરીકે એક સ્તર ઊંચો આવ્યો છે. ક્રિતી સેનન અલગ લૂક અને રોલમાં જામી રહી છે. ફિલ્મમાં તેનો રોલ મહત્વપૂર્ણ છે. અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલને ફિલ્મમાં ખાસ્સી સ્ક્રીન સ્પેસ મળી છે અને બંને કલાકારોએ પોતાના અભિનયના દમ પર કોમેડી જાળવી રાખી છે. જોમિનના રૂપમાં પાલિન કબાક માસૂમ અને ભોળો લાગે છે. તે પણ કોમેડીમાં સાથ આપે છે. ફિલ્મના અંતે 'સ્ત્રી' સાથે કનેક્શન પણ બતાવાયું છે.",2 2015ની ફિલ્મમાં વિજય સાલગાંવકર પોલીસ સ્ટેશનમાંથી પાવડો લઈને નીકળે છે. સાત વર્ષ પહેલા પૂર્ણ અપરાધનો એક સાક્ષી હતો અને આ જ કારણ છે કે પોલીસ આટલા વર્ષો પછી ફરીથી તપાસ કરવાનો વિચાર કરે છે. ફિલ્મનો પહેલો ભાગ જકડી રાખનારો હતો જ્યારે સિક્વલ પણ મજબૂતાઈથી ઊભી રહે છે. ફિલ્મમાં વાર્તા સહેજ પણ કળી શકાય તેવી નથી પરંતુ ક્યાંક ક્યાંક ફિલ્મ ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. અમિતાભ ભટ્ટાચાર્યએ બનાવેલું ગીત 'સહી ગલત' અને ટાઈટલ ટ્રેક સારું છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે અને ડ્રામાને વધુ ઊંડાઈ આપે છે. એકદંરે 'દ્રશ્યમ 2'માં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ તમને એક મિનિટ પણ સીટ પરથી હલવા નહીં દે.,2 "પ્રોડ્યુસર-ડિરેક્ટર સૂરજ બડજાત્યાએ ઘણાં વર્ષો બાદ 'ઊંચાઈ' ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં પણ રાજશ્રી પ્રોડક્શન્સના પારિવારિક અને સાંસ્કૃતિક મૂલ્યો જોવા મળે છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે ડિરેક્ટર 'ઊંચાઈ' ફિલ્મની આ યાત્રા દ્વારા પાત્રોની આંતરિક સફરને કોઈપણ પ્રકારની ભાષણબાજી વિના આત્મવિશ્લેષણ દ્વારા રજૂ કરે છે. ભલે 'ઊંચાઈ'માં વૃદ્વ પાત્રોની વાત હોય પણ, તેમાં નવી પેઢીનો વિચાર અને તેઓની સમસ્યાને નકાર્યા નથી. સૂરજ બડજાત્યાએ 'ઊંચાઈ' ફિલ્મમાં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ફિલ્મમાં માત્ર કરુણ વાર્તા નહીં પરંતુ, હાસ્ય અને ઈમોશન પણ જોડાયા છે. હિમાલયની વાત પણ 'ઊંચાઈ'માં સુંદર રીતે રજૂ કરાઈ છે. પણ, એક એવી વાત પણ છે કે 'ઊંચાઈ'ની લંબાઈ આજના સમયની ફિલ્મમાં જોવા મળે તે કરતા લાંબી છે. 'ઊંચાઈ'નો ફર્સ્ટ હાફ લાંબો છે પણ બીજા હાફમાં તે થોડી અવ્યવસ્થિત દેખાય છે. 'ઊંચાઈ'માં દિલ્હી આગ્રા કાનપુર લખનઉ ગોરખપુર કાઠમંડુની યાત્રા ઘણી રસપ્રદરીતે રજૂ કરાઈ છે. ફિલ્મ 'ઊંચાઈ'માં તમામ લોકેશન સુંદર છે અને વિવિધ સ્થળોનું ફૂડ તેમજ સંસ્કૃતિ સારીરીતે રજૂ કરાઈ છે. 'ઊંચાઈ'માં તમામ પાત્રનો અભિનય ઘણો સારો છે. દોસ્તી અને જીવનના ઉદ્દેશ્યને સમજવા માટે 'ઊંચાઈ' ફિલ્મ ખાસ જુઓ.",2 "ફિલ્મ 'મિલિ'માં જોવા મળે છે કે એક સામાન્ય સ્થિતિ કેવી રીતે હૉરર સ્થિતિમાં બદલાઈ જાય છે. ત્યારે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે જાન્હવી કપૂર સતત પ્રયાસ કરે છે. ફિલ્મનો પહેલો ભાગ સિમ્પલ છે પણ બીજા ભાગમાં વાર્તામાં ઘણાં વળાંક આવે છે અને વાર્તા ધીરે ધીરે તે દિશામાં આગળ વધે છે. કોલ્ડ સ્ટોરેજની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે મિલિ ઘણાં પ્રયાસ કરે છે. દર્શકોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી સ્થિતિ મિલિ ફિલ્મમાં જોવા મળે છે. કોલ્ડ સ્ટોરેજની અંદરનું ટેન્શન ક્રિએટ કરવા માટે ક્લોઝઅપ શોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાને કમ્પોઝ કર્યું છે જે ઘણું શાનદાર છે, જ્યારે ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. ફિલ્મમાં જાન્હવી કપૂરે ખૂબ સારી એક્ટિંગ કરી છે. તેની મહેનત પડદા પર દેખાઈ આવે છે. જો તમને આ પ્રકારની સર્વાઈવલ ડ્રામા ફિલ્મો જોવી પસંદ છે તો જાન્હવી કપૂરની ફિલ્મ મિલિ જોવી જોઈએ.",2 "ડિરેક્ટર તરીકે સુપરહિટ ઓટીટી વેબસીરિઝ 'મિર્ઝાપુર' અને લેખક તરીકે 'મુબારકાં' જેવી કોમેડી ફિલ્મમો ભાગ રહી ચૂકેલા ગુરમીત સિંહે ન્યૂ એજ કોમેડી 'ફોન ભૂત' બનાવીને દર્શકોના દિલની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં યંગ સ્ટાર્સ કેટરીના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી છે. તેના કારણે મોટી સંખ્યામાં યુવાનો ફિલ્મ જોવા માટે પહેલા જ દિવસે થિયેટર પહોંચી ગયા હતા. ગુરમીતે પણ હોરર અને કોમેડીથી સારી રીતે મનોરંજન પીરસવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ શરૂઆતથી જ ભરપૂર મનોરંજન કરે છે અને ઈન્ટરવલ બાદ તો વધારે પણ મજેદાર થાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ જબરદસ્ત છે. મીમ્સ અને વન લાઈનર્સનો પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ડાયલોગ મજેદાર અને સ્ક્રીનપ્લે પણ કસાયેલા છે. મ્યૂઝિક પણ ફિલ્મની ગતિને આગળ વધારે છે.મેકર્સને પોતાની ફિલ્મ પર ભરોસો છે અને તેથી જ ફિલ્મના અંતમાં સીક્વલની હિંટ આપી છે. એક્ટિંગની વાત કરીએ તો, કેટરીના કૈફે ભૂતનો રોલ સારી રીતે કર્યો છે. તો સિદ્ધાંત અને ઈશાન બંને પોતાના રોલમાં જામે છે. જો કે, ક્યારેક તેઓ ઓવરએક્ટિંગ કરતાં પણ દેખાય છે. જેકી શ્રોફે પણ સારું કામ કર્યું છે.",2 "ડાયરેક્ટર ઈન્દ્ર કુમારે આ ફિલ્મના માધ્યમથી એક અલગ પ્રકારના સિનેમાને લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને તે અમુક અંશ સુધી સફળ પણ થયા છે. ફિલ્મની શરુઆત ધીમી છે, પરંતુ પછથી તેની ઝડપ વધે છે. ખાસકરીને યમલોકની સિક્વન્સ શરુ થયા પછી ફિલ્મનો અંદાજ બદલાઈ જાય છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મમાં અનેક કોમિક સીન તમને હસાવશે. સેકન્ડ હાફમાં ફિલ્મ ઈમોશનલ ટચ સાથે જીવનને લગતા તમામ પાઠ શીખવે છે. વિવાદ થવાને કારણે ફિલ્મમાં અજય દેવગણના પાત્રનું નામ બદલીને YD કરવામાં આવ્યું છે. ફિલ્મ તમને મનોરંજન પૂરું પાડી શકશે. ક્લાઈમેક્સમાં જીવનને બદલવા માટે કામ લાગે તેવો મંત્ર પણ આપવામાં આવે છે.અભિનયની વાત કરીએ તો, અજય દેવગણે સારું કામ કર્યું છે. જો કે અજય દેવગણને ઘણાં ઓછા સીન મળ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનો રોલ ફિલ્મમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે અને તેણે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. એક સ્વાર્થી અને મતલબી વ્યક્તિના રોલમાં તે જામે છે. રકુલપ્રીત પડદા પર અત્યંત સુંદર લાગે છે. તેણે પોતાના નાના રોલને ગંભીરતાપૂર્વક ભજવ્યો છે. નોરા ફતેહીનું ગીત પણ મોટા પડદા પર સારું લાગે છે. મનિકે ગીત તો ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ હિટ થઈ ગયુ હતું.",2 "છેલ્લા થોડા સમયથી બોલિવુડ ઈન્ડસ્ટ્રી અને પેન ઈન્ડિયા ફિલ્મોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' જોયા પછી અહેસાસ થાય છે કે હિન્દી અને સાઉથ સિનેમા ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષામાં બનતી ફિલ્મો પણ શાનદાર હોય છે. જોકે, પ્રાદેશિક ભાષામાં બનતી ફિલ્મો ભાષાની મર્યાદાના કારણે દર્શકોના મોટા વર્ગ સુધી નથી પહોંચી શકતી. આ ફિલ્મ પણ ઓસ્કરમાં જવાની ચર્ચા બાદ જ લાઈમ લાઈટમાં આવી છે. ડાયરેક્શનની દ્રષ્ટિએ પાન નલિને ફિલ્મને વાસ્તવિકતાની નજીક રાખવા માટે સેલ્યુલાઈડ હિન્દી ફિલ્મો અને પ્રોજેક્ટર ચલાવનારા ટેક્નિશિયનને રાખ્યો છે. તેમણે માસૂમ બાળપણ સાથે વાર્તાને જોડીને ઉત્તમ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં કેટલાય દ્રશ્યો જેવા કે, દોસ્તોની મદદથી રીલ ચોરી કરીને ખંડેરમાં જઈને ફિલ્મ જોવી, પ્રોજેક્ટરને ગાળીને તેમાંથી વાસણ બનાવવા અને રીલ્સમાંથી બંગડીઓ બનાવી વગેરેનું એક્ઝીક્યુશન ખૂબ સરસ થયું છે. નિર્દેશકે બે દ્રશ્યો વચ્ચેનું ટ્રાન્ઝિશન બતાવ્યું છે તે નેરેટિવ અને પાત્રની મનઃસ્થિતિને જોડે છે. સાથે જ સમયની મમ્મીના પાકકળાને પણ મજેદાર ઢંગથી નિર્દેશકે બતાવી છે.સ્વપ્નિલ સોનવણેની સિનેમેટોગ્રાફી, શ્રેયસ બેલતંગ્દય અને પ્રવીણ ભટ્ટનું એડિટિંગ ઠીક છે. સાયરિલ મોરીનનું સંગીત એવરેજ છે પરંતુ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દમદાર છે. પ્રી-ક્લાઈમેક્સ અને ક્લાઈમેક્સ જોઈને ભાવુક થઈ જશો. ભાવિનનો અભિનય હૃદયસ્પર્શી છે. એવું નહીં લાગે કે તે અભિનય કરે છે એવું જ લાગે છે જાણે કે તે અસલ વ્યક્તિ છે. ફઝલનું પાત્ર માર્મિક હોવાની સાથે વાસ્તવિક પણ છે, તેણે પાત્રને ન્યાય આપ્યો છે. ભાવિનના મિત્રો વિકાસ બાટા, રાહુલ કોળી, સોબાન માકવા, કિશન પરમાર, વિજય મેર પણ તેની જ જેમ માસૂમ લાગે છે. ચાવાળા પિતાની ભૂમિકામાં દીપેન રાવલ પણ જામે છે. મા તરીકે રિચા મીણા પણ સહજ લાગે છે. ",2 કાંતારા' ઘણી સારી એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં એક્ટર ઋષભ શેટ્ટી છવાઈ જાય છે. તેણે આ ફિલ્મમાં લીડ રોલ કર્યો છે અને સાથે-સાથે ડિરેક્શન પણ કર્યું છે. 'કાંતારા' ફિલ્મ શરૂઆતથી જ દર્શકોને બાંધી રાખે છે. સ્થાનિક દેવતાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. ઈન્ટરવલ પછી પણ 'કાંતારા'માં જબરદસ્ત વળાંક આવે છે. 'કાંતારા'નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. આ ફિલ્મને આઈએમડીબી પર 9.5 રેટિંગ મળ્યા છે. જો તમારે સારી એક્શન થ્રિલર ફિલ્મ જોવી હોય તો 'કાંતારા' થિયેટરમાં જોઈ શકો છો.,2 "ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં અનુભૂતિ કશ્યપે કોમેડીની સાથે મહત્વપૂર્ણ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મ મજેદાર કોમેડીથી મનોરંજન પૂરું પાડે છે. સ્ત્રી રોગ નિષ્ણાત બનેલા પુરુષ ડોક્ટર જેવા સંવેદનશીલ વિષય પર કોમેડી ફિલ્મ બનાવવી પડકારજનક છે, પરંતુ અનુભૂતિ તેમા સફળ રહી. પરંતુ ઈન્ટરવલથી લઈને ક્લાઈમેક્સ સુધીની ફિલ્મો મેલ ટચના માધ્યમથી તમામ પુરુષોને પોતાની માતા, ગર્લફ્રેન્ડ અથવા બીજી સ્ત્રીઓ પ્રત્યે જીવન સાથે જોડાયેલો પાઠ શીખવે છે.આયુષ્માન ખુરાના પોતાના રોલમાં પર્ફેક્ટ જોવા મળે છે. તો રકુલ પ્રીત સિંહે મજેદાર કોમેડીમાં તેને પૂરતો સાથ આપ્યો છે. શેફાલી શાહ હંમેશાની જેમ શાનદાર રોલમાં જોવા મળી, તો શીબા ચઢ્ઢાએ સિંગલ મધરનો રોલ બખૂબી નિભાવ્યો છે. બાકી કલાકારોએ પણ સારું કામ કર્યું છે. ",2 પુષ્કર-ગાયત્રીએ 'વિક્રમ વેધા'ના પ્લોટને ડેવલપ કરવામાં વધારે સમય લીધો છે. જેથી ફિલ્મનો પહેલા ભાગ લાંબો અને ખેંચાયેલો લાગે છે. બીજા ભાગમાં વાર્તામાં ઘણાં વળાંક જોવા મળે છે. 'વિક્રમ વેધા'ને કાનપુર-લખનઉમાં બેકડ્રોપમાં રજૂ કરાઈ છે અને કેમેરાવર્ક એટલું સારું છે કે લખનઉ તેમજ કાનપુર એક અલગ અંદાજમાં જોઈ શકાય છે. 'વિક્રમ વેધા'નું એક્શન જબરદસ્ત છે. ફિલ્મમાં લવ સ્ટોરી વધારે સારી રીતે ડેવલપ થઈ શકે તેમ હતી. 'વિક્રમ વેધા'નો ક્લાઈમેક્સ બાજી મારી જાય છે અને ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પાવરફુલ છે. એવું કહી શકાય કે 'વિક્રમ વેધા' રિતિકની ફિલ્મ છે. તેમ છતાં સૈફ અલી ખાન પણ ફિલ્મનો આધારસ્તંભ સાબિત થાય છે. જો તમે એક્શન મનોરંજન ફિલ્મના શોખીન છો અને સૈફ-રિતિકની એક્ટિંગના ફેન છો તો 'વિક્રમ વેધા' ફિલ્મ જોવી જોઈએ.,2 "ડિરેક્ટર મધુર ભંડારકરે 'બબલી બાઉન્સર'માં એક એવી વાર્તા રજૂ કરી છે કે જેમાં કેન્દ્રમાં એક મહિલા છે અને તે પ્રેમની શોધમાં છે. 'બબલી બાઉન્સર' દર્શકોને બાંધી રાખે છે અને તે માટે તેની પ્રશંસા થવી જોઈએ. 'બબલી બાઉન્સર'નો વિષય એકદમ અલગ છે. કારણકે, આપણે અત્યાર સુધીમાં ભાગ્યે જ મહિલા બાઉન્સર જોયા હશે. પણ, સ્ક્રીનપ્લે ક્યારેક ક્યારેક નબળો લાગે છે. 'બબલી બાઉન્સર'માં બબલીને પોતાની શોધ છે અને આ જર્નીમાં તે તમામ અડચણનો સામનો કરે છે. તેને એ વાતની જરાય ચિંતા નથી કે દુનિયા શું કહેશે. 'બબલી બાઉન્સર'ના સંવાદ ખૂબ જ સરસ છે. તેમજ ગીતો પણ ખૂબ સારા છે જે 'બબલી બાઉન્સર'ની વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે. તમન્ના ભાટિયાની એક્ટિંગ ખૂબ જ સારી છે. તેણે હરિયાણી બૉડી લેંગ્વેજ અને ભાષા પર ઘણી મહેનત કરી છે.",2 "ફિલ્મના ડાયરેક્ટર રત્ના સિન્હા મિડલ ક્લાસ માનસિકતાને કોઈ દુઃખ સાથે નથી પીરસતા પરંતુ હળવા અંદાજમાં રજૂ કરે છે. આ જ ફિલ્મની યૂએસપી છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો ધીમો લાગે છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે યૂથ ઓરિએન્ટેડ છે અને આ જ કારણે ફિલ્મમાં રોમાન્સની સાથે બ્રોમાન્સ પણ જોવા મળે છે. સમીર આર્ય અને મનીષ ખુશલાનીએ મસૂરીના રમ્ય લોકેશનોને સુંદરતાથી બતાવ્યા છે. ફિલ્મા સંવાદ મજેદાર છે, જે મિડલ ક્લાસની વાર્તાને સરસ રીતે દર્શાવે છે. સંગીતની વાત કરીએ તો હિમેશ રેશમિયાના કેટલાક ગીતો સારા છે. ફિલ્મની એડિટિંગ થોડી ચુસ્ત રાખવાની જરૂર હતી. ફિલ્મનો અંત ધારી શકાય તેવો હોવા છતાં રસપ્રદ છે. મિડલ ક્લાસ છોકરો પોતાના પરિવારનું મહત્વ સમજે છે અને પોતાના પિતાના સુપરમેન, માને સુપર વુમન અને ભાઈને કેપ્ટન અમેરિકા ગણાવે છે.મધ્યમવર્ગની પરેશાનીઓમાંથી નીકળીને કંઈક કરવાના સંઘર્ષને પ્રીત સારી રીતે પડદા પર ઉતારી શક્યો છે. યૂથફૂલ અને ક્યૂટ અંદાજથી તે લોકોનું મનોરંજન પણ કરે છે. કાવ્યા થાપર અને ઈશા સિંહે પણ ડેબ્યૂ ફિલ્મમાં સારું કામ કર્યું છે. મનોજ પાહવા હંમેશાની જેમ રોલમાં પર્ફેક્ટ સાબિત થયા છે. માની ભૂમિકામાં સપના સન પણ સહજ લાગે છે. ફિલ્મની સહયોગી કાસ્ટ સરેરાશ છે. ",2 "મિરાજ'ની ઓફિશિયલ હિન્દી રિમેક હોવા છતાં ફિલ્મમાં અનુરાગ કશ્યપની છાંટ સ્પષ્ટ દેખાય છે. જોકે, દર્શકોએ અનુરાગ પાસેથી થોડી વધુ ઊંડાણ અને લેયરવાળી વાર્તાની અપેક્ષા રાખી હતી. ફિલ્મ ભૂતકાળ અને વર્તમાનની ઘટનાઓ સાથે આગળ વધે છે એટલે ક્યાંક ક્યાંક જટિલ થઈ જાય છે તેમ છતાં ફિલ્મ જકડી રાખે છે. હંમેશાની જેમ અનુરાગનું મહિલાનું પાત્ર મજબૂત છે અને તેની ઝલક ફિલ્મના પહેલા જ દ્રશ્યમાં દેખાઈ જાય છે. તાપસી પન્નુ ડૉક્ટર અને નર્સ તરીકે પોતાની હાલની જિંદગી માટે મહેનત કરતી દેખાય છે. પહેલા સીનથી શરૂ થયેલી બેચેની છેક સુધી જળવાઈ રહે છે. ફિલ્મમાં ટાઈમ ટ્રાવેલ સાથે હત્યાનો ભેદ પણ ઉકેલાય છે જેનાથી સસ્પેન્સ અને થ્રિલર જળવાઈ રહે છે. ફિલ્મમાં બે ગીતો છે પણ તેના હોત તોય ચાલત કારણકે એડિટિંગ ચુસ્ત છે.અભિનયના મામલે તાપસી એક્કો સાબિત થઈ છે. ટાઈમ ટ્રાવેલ વચ્ચે તેણે પોતાના અભિયને ખાસ શૈલીમાં દમદાર અંદાજમાં બતાવ્યો છે. તેનો ઉશ્કેરાટ, પાગલપણું, મૂંઝવણ અને દુઃસાહસ તેના પાત્રને વધુ મજબૂત બનાવે છે. પોલીસકર્મીના રોલમાં જોવા મળેલા પાવેલ ગુલાટીએ પાત્ર સાથે ન્યાય કર્યો છે. સ્વાસતા ચેટર્જીએ પોતાના પાત્ર દ્વારા ફિલ્મના સસ્પેન્સ અને થ્રિલમાં વધારો કર્યો છે. રાહુલ ભટ્ટ, નાસર, હિમાંશી ચૌધરી, નિધિ સિંહ વગેરેએ પણ સારો અભિનય કર્યો છે. ",2 "ફોરેસ્ટ ગમ્પમાં દર્શાવવામાં આવેલા તમામ તત્વો, પ્રેમ, જીવન, ઈમાનદારી, નસીબ, તમને લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. ફોરેસ્ટ ગમ્પ અને લાલ સિંહ ચઢ્ઢા વચ્ચે એક તફાવત એ છે તે હોલિવૂડ ફિલ્મમાં તમને તમામ બાબતો સહજતાથી દર્શાવવામાં આવી છે, જ્યારે લાલ સિંહ ચઢ્ઢામાં તેને બોલિવૂડનો તડકો આપવામાં આવ્યો છે. ઘણીવાર તમને લાગશે કે આમિર ખાનની બોડી લેંગ્વેજ PK જેવી જ છે. ઓરિજિનલ ફિલ્મમાં જ્યાં મૌનથી વાત દર્શાવવામાં આવી છે ત્યાં અહીં ડાયલોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મને ભલે ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને ઢાળવામાં આવી છે, પરંતુ ઓરિજિનલ ફિલ્મનો હાર્દ જાળવી રાખવામાં મેકર્સ સફળ રહ્યા છે. લાલ સિંહ ચઢ્ઢાની દુનિયા ફોરેસ્ટ જેવી જ છે.અતુલ કુલકર્ણીના સ્ક્રીનપ્લેમાં હકીકત અને કલ્પનાનો સંગમ જોવા મળે છે. તે એક કાલ્પનિક વાર્તા ભારતના સામાજિક-રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભમાં કહી રહ્યા છે. ફોરેસ્ટ ગમ્પમાં જીવનની સરખામણી ચોકલેટ સાથે કરવામાં આવી છે, અહીં પાણીપૂરીનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય ફિલ્મ હોવાને કારણે અહીં રામ રથ યાત્રા, ઓપરેશન બ્લુ સ્ટાર, 1975ની કટોકટી, કારગીલ યુદ્ધ, બોમ્બે બોમ્બ બ્લાસ્ટ, ત્યારપછી થયેલા રમખાણો, આ તમામ ઘટનાઓ સામેલ કરવામાં આવી છે. અતુલ કુલકર્ણીએ આ મુશ્કેલ કામ ઘણી સારી રીતે કર્યું છે. અમિતાભ ભટ્ટાચાર્યએ ફિલ્મના ગીતો પણ ખૂબ સારા લખ્યા છે. ફિલ્મનો ઓપનિંગ ટ્રેક કહાની તમને ફિલ્મ સાથે પરિચિત કરાવવા માટે પૂરતો છે. ગીતના શબ્દો પણ ખૂબ માર્મિક છે. હવે જો આમિર ખાનની વાત કરીએ તો, આમિર ખાનની ફિલ્મની પસંદગીમાં એક ખાસિયત હોય છે. તે કોઈ ખાસ વિષય, મુદ્દાને લગતી ફિલ્મને પસંદ કરતો હોય છે. ફિલ્મના બહિષ્કારની ભલે વાતો ચાલી રહી હોય, પણ આમિર ખાને ફિલ્મમાં સફળતાપૂર્વક એક સંદેશ આપ્યો છે કે- ધર્મ કરતા વધારે મહત્વની માનવતા છે. ટોમ હેન્ક્સે જે રોલ 30ની ઉંમરમાં કર્યો હતો તે આમિરે 50 વર્ષની ઉંમરમાં કર્યો છે. લાલ સિંહ ચઢ્ઢાના પાત્રને સહજ બનાવવા માટે ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ અમુક સીનમાં તે થોડો ‘એક્સ્ટ્રા’ જણાય છે. ડાયલોગમાં સતત મૂકવામાં આવેલા પૉઝ, હમમમનો ઉપયોગ ઘણીવાર ફેક લાગી શકે છે. જે વાત આમિર ખાનના અભિનયમાં ખટકશે તે કરીના કપૂરે સરળતાથી કરી બતાવી છે. રુપાનું પાત્ર કરીને અદ્દભુત રીતે ભજવ્યું છે. ફોરેસ્ટ ગમ્પમાં આ પાત્ર જેનીનું હતું. તેણે અભિનયમાં જબરદસ્ત સંતુલન જાળવી રાખ્યું છે. મોના સિંહે પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. આ સિવાય માનવ વિજનું પાત્ર તમને લાંબા સમય સુધી યાદ રહી જાય તેવું છે. ભારતના વિવિધ ભાગોમાં ફિલ્મ શૂટ કરવામાં આવી છે. ભારતની રાજકીય સ્થિતિને પણ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવી છે. તમે આ ફિલ્મ પરિવાર સાથે જોઈ શકશો. આટલુ જ નહીં, કામિની કૌશલનો ખાસ રોલ અને શાહરુખ ખાનનો કેમિયો પણ તમને ખુશ કરી દેશે.",2 "જેરીના અમુક ડાયલોગ એવા છે જે સાંભળીને તમારી આંખો ભીંજાઈ શકે છે. માતા-દીકરી વચ્ચેના દ્રશ્યો ઘણાં ભાવુક કરનારા છે. જેરીના પાત્રમાં જાહ્વની કપૂરે માપસરની એક્ટિંગ કરી છે, સરળ ભાષામાં કહીએ તો જેટલી જરૂર હતી તેટલો જ અભિનય જેરીએ કર્યો છે. તે આ અંદાજમાં ફિટ જણાય છે. તે પોતાના ડાયલોગ્સમાં બિહારી ટચને પણ સારી રીતે લાવી શકી છે અને ફિલ્મના સંદર્ભમાં તે એક મોટી સફળતા છે. તમિલ ફિલ્મમાં જાહ્નવીનું પાત્ર લોકપ્રિય અભિનેત્રી નયનતારાએ ભજવ્યુ હતું. જાહ્નવી દિગ્ગજ નયનતારાની સરખામણીમાં પોતાને સંભાળી લે છે, કારણકે તેણે નયનતારાને કોપી કરવાનો પ્રયત્ન નથી કર્યો. જાહ્નવી કપૂરને સોશિયલ મીડિયા પર તમે ગ્લેમરસ અંદાજમાં જોતા હશો, પણ અહીં તે પોતાના પાત્રમાં ઢળી ગઈ છે. જેરીની માતાનું પાત્ર મીતા વશિષ્ઠે સુંદરતાથી ભજવ્યું છે. દીપક ડોબરિયાલ, સુશાંત સિંહ અને મોહન કંબોજે પણ ઘણો સારો અભિનય કર્યો છે.ચિડી બલ્લા, લાલ રંગ અને બારાત કંપની જેવી અનેક ફિલ્મો લખી ચૂકેલા પંકજ મટ્ટાએ જાહ્નવી કપૂરની આ ફિલ્મ પણ લખી છે. પંકજ માટે આ એક મોટો પ્રોજેક્ટ હતો અને તેણે તકનો લાભ લીધો છે. હળવા પંચ મૂકીને દર્શકોને તેમણે હસાવ્યા પણ છે. પંજાબ-બિહારનું કોકટેલ પણ જામે છે. ડિરેક્ટર તરીકે સિદ્ધાર્થ સેનગુપ્તાની આ પ્રથમ ફિલ્મ છે. તે આ સ્ટોરીને વધારે દમદાર બનાવી શકતા હતા. ફિલ્મનો ક્લાઈમેક્સ નબળો છે. જે સવાલો સાથે વાર્તાની શરુઆત થાય છે, તેનો જવાબ અહીં નથી મળતો.",2 "રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ફિલ્મના લેખક-ડિરેક્ટર આર. માધવન છે જ્યારે ફિલ્મમાં વૈજ્ઞાનિકનો મુખ્ય રોલ પણ એક્ટર આર. માધવને ભજવ્યો છે. આ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' કુલ 2 ભાગમાં વહેંચાયેલી છે. જેમાં પ્રથમ ભાગમાં વૈજ્ઞાનિકની ઉપલબ્ધિઓ અને દેશમાં સ્પેસ વિજ્ઞાનમાં તેઓનું યોગદાન દર્શાવાયું છે. જેમાં નાસામાં મોટા પગારની જૉબ નકારી અને ઈસરો સાથે જોડાયેલા રહેવું, સ્કોટલેન્ડથી ફ્રીમાં સ્પેસનું યંત્ર લઈ આવવું, ફ્રાન્સથી ટેક્નિક શીખીને તેઓથી પણ સારું રોકેટ એન્જિન બનાવવું વગેરે સામેલ છે. આ જોતાં દર્શકોને કદાચ એવું લાગી શકે કે તેઓ કોઈ સાયન્સ ક્લબ અથવા લેબમાં પહોંચી ગયા છે. જેમાં વૈજ્ઞાનિકની વિદેશ યાત્રાના મોટાભાગના ડાયલોગ્સ અંગ્રેજીમાં છે જે સમજવામાં સામાન્ય દર્શકને થોડી મુશ્કેલી નડી શકે. ફિલ્મમાં એન્જિન ટેસ્ટિંગનો મુદ્દો પણ ગૌરવ અનુભવાય તેવો છે.બીજી બાજુ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'નો બીજો હિસ્સો જબરદસ્ત છે. જેમાં વૈજ્ઞાનિક નંબી નારાયણનની રોકેટ સાયન્સ ટેક્નિક વેચવાના ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવે છે અને પછી તેઓ આ અન્યાય સામે જ લડત ચલાવે છે તે દર્શાવાઈ છે. 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ફિલ્મનો પૂરો ભાર એક્ટર આર. માધવનના ખભે છે. તેમણે મજબૂતીથી આ ફિલ્મ ઉઠાવી છે. 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'માં આર. માધવનનો યાદગાર અભિનય છે. ફિલ્મનું કેમેરા વર્ક પણ સારું છે કે જેમાં ભારત સહિત અમેરિકા, રશિયા, સ્કોટલેન્ડ, ફ્રાન્સની સુંદરતા સહિત સ્પેસ એન્જિનની ભવ્યતા દર્શાવાઈ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો તેની વાર્તા અનુરૂપ છે. વૈજ્ઞાનિક નંબી નારાયણનના જીવન પર આધારિત આ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ચોક્કસ જોવાલાયક છે.",2 "સંબંધોની તિરાડ અને છૂટાછેડા મુદ્દા પર ફિલ્મની શરૂઆત થાયછે ત્યારે મનમાં સવાલ ચોક્કસથી ઉઠે છે કે ડાયરેક્ટર રાજ આગળ શું પીરસશે? પરંતુ આ જ વાર્તા આગળ જઈને નવા નવા રસપ્રદ વળાંક લે છે. પત્ની વધારે કમાતી હોવાથી પતિનો અહમ ઘવાય છે, લગ્ન બાદ મા બનવાનું દબાણ, લગ્ન પછી બધું બરાબર થઈ જશે તેવી વિચારધારા, સેટલ થવા માટે લગ્ન કરવાની વિચારધારા વગેરે જેવી ગંભીર બાબતોને ફિલ્મમાં રમૂજી અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફર્સ્ટ હાફની સરખામણીમાં ફિલ્મનો બીજો ભાગ વધુ મજબૂત છે. ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી શકાઈ હોત. 'રિશ્તા તૂટને કી કોઈ એક વજહ નહીં હોતી, થોડી સી અધૂરી લડાઈયોં કી થકાન હોતી હૈ', જેવા ડાયલોગ વિચારનો પ્રેરે તેવા છે. ઉપરાંત કેટલાક વોટ્સએપ જોક ટાઈપ ડાયલોગ પણ છે. ફિલ્મના કોશ્ચ્યૂમ અને સેટની ભવ્યતા જોતાં જ આંખને ગમી જાય તેવી છે. પરંતુ સિનેમેટોગ્રાફી ઠીકઠાક છે. મ્યૂઝિકની વાત કરીએ તો 'નાચ પંજાબન' ગીત મ્યૂઝિક ચાર્ટમાં ઉપર છે. 'રંગી સારી', 'દુપટ્ટા' અને 'નૈન તા હીરે' જેવા હીતો પણ સારા છે.એક્ટિંગની દ્રષ્ટિએ અનિલ કપૂર મેદાન મારી જાય છે. ભીમના અતરંગી પાત્રને તેમણે મજેદાર અંદાજમાં ભજવ્યું છે. દર્શકોને પણ ખૂબ મજા આવશે. અનિલ કપૂરની સાથે નીતૂ કપૂર પણ બતાવી દે છે કે, પડદા પર લાંબા સમય સુધી ગાયબ રહેવા છતાં તેમના એક્ટિંગ ટેલેન્ટમાં કોઈ કમી નથી આવી. નીતૂને કેટલાક દમદાર સીન આપવામાં આવ્યા છે અને તેમણે તે બખૂબી નિભાવ્યા છે. એક્ટિંગના મામલે નીતૂ અને અનિલ કપૂરની જોડીનો વર્ષોનો અનુભવ દેખાય છે. કુકુના રોલમાં વરુણ ઈમોશનલ થવાની સાથે કોમિક ટાઈમિંગ સાથે પણ ન્યાય કરે છે. કિયારા દરેક ફિલ્મમાં વધુ નિખરતી જાય છે. સુંદર દેખાવાની સાથે તે પોતાના પાત્રોમાં પણ સરસ રીતે ઊતરી રહી છે. તેના અને વરુણ વચ્ચેના ઝઘડાનો સીન ખૂબ સરસ રીતે ભજવ્યો છે. ગિન્નીના રોલથી અભિનય જગતમાં ડેબ્યૂ કરનારી યૂટ્યૂબર પ્રાજક્તા કોલી આત્મવિશ્વાસથી છલોછલ લાગે છે. ગુરપ્રીતના રોલમાં મનીષ પૉલ પણ જામે છે. ",2 "નિર્દેશક તરીકે અનુભવ સિન્હા અલગ નેરેટિવ લઈને આવ્યા છે. દેશ માટે કામ કરતાં અંડરકવર એજન્ટ આયુષ્માન દ્વારા તેઓ સતત એક પછી એક સવાલ પૂછ્યે રાખે છે જે આપણને બેચેન કરી જાય છે. 'જો નકશામાંથી નોર્થ-ઈસ્ટના બધા રાજ્યોના નામ હટાવી લેવાય તો શું તમે તેને ઓળખી શકશો?' આ સવાલ ખૂંચી જાય તેવો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે. નિર્દેશક તરીકે અનુભવ સિન્હાએ ફિલ્મમાં પોતાના પાત્રોના માધ્યમથી વાર્તાને ઘણાં પડમાં રજૂ કરી છે જે ત્યાંના સ્થાનિક અને રાજનૈતિક સંઘર્ષને દર્શાને છે. નિર્દેશકે ક્ષેત્રીય બોલી, બેકગ્રાઉન્ડ સ્કોર, લોકગીતો અને સિનેમેટોગ્રાફી દ્વારા ફિલ્મની વાર્તાને વધુ મજબૂત બનાવી છે. ફિલ્મનો વિઝ્યુઅલ ટોન કમાલનો છે. પરંતુ હાલ ફિલ્મ ધ્યાનથી જોવી પડશે નહીં તો ક્લાઈમેક્સ જટિલ લાગી શકે છે. ક્લાઈમેક્સનો ડાયલોગ વિચારતાં કરી મૂકે તેવો છે કે, 'આ ટુકડો કોઈને જોઈતો જ નથી, નહીંતર આટલા વર્ષોમાં આ નાનકડો પ્રશ્ન કેમ ના ઉકેલાઈ શક્યો હોત?'અમન ઉર્ફે જોશુઆના રોલમાં આયુષ્માન ખુરાના એવા એંગ્રી યંગમેનના લૂકમાં છે. નોર્થ-ઈસ્ટ અંગેના તેના સવાલો વિચારતા કરી મૂકનારા છે. હિન્દી અને હિન્દુસ્તાની હોવાની અસમંજસમાં ફસાયેલા અમનને પડદા પર જોવાની મજા આવે છે. પોતાની આ ભૂમિકામાં બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન અને સંવાદો દ્વારા આયુષ્માન બાજી મારી જાય છે. નોર્થ-ઈસ્ટની અભિનેત્રી એન્ડ્રિયાને બોલિવુડ ફિલ્મમાં લીડ રોલમાં જોવી સુખદ લાગે છે. તેણે પોતાના આક્રોશ દ્વારા પોતાની સાથે થતાં ભેદભાવ અને ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતી વખતે જે જનૂન હોય તેને ખૂબ સારી રીતે દર્શાવ્યું છે. મનોજ પાહવા પણ અબરાર ભટ્ટની ભૂમિકામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. કુમુદ મિશ્રા, લોઈટોંગબામ ડોરેન્દ્ર અને જેડી ચક્રવર્તી જેવા કલાકારોએ પણ પોતાના પાત્રોને સારી રીતે ભજવ્યા છે.",2 "સીરિઝનું લખાણ એટલું સટીક છે અને પાત્રો એટલા રસપ્રદ તૈયાર કરવામાં આવ્યા છે કે તમે તેની સાથે જોડાઈ જાઓ છો. અભિષેક ત્રિપાઠીના સંઘર્ષ, મનોસ્થિતિનો અનુભવ તમે પણ કરી શકશો. કોમેડી પણ વાસ્તવિક અને સહજ લાગે છે. અભિષેક ત્રિપાઠીએ અદ્દભુત અભિનય કર્યો છે. તે પોતાના પાત્રમાં ઢળી જાય છે. પ્રધાનજીના રોલમાં રઘુવીર યાદવ અને મંજુ દેવીના રોલમાં નીના યાદવ પણ જામે છે. સ્ક્રીન પર તેમને જોવા તમને ગમશે. પ્રથમ સિઝન કરતા આ વખતે નીના ગુપ્તાને વધારે સ્ક્રીનસ્પેસ મળી છે. ચંદન રોયે પણ પોતાનું પાત્ર અદ્દભુત રીતે ભજવ્યું છે.પંચાયત 2 એક એવી સિઝન છે જે કોમેડી કે પછી સામાજિક સંદેશાઓને તમારા પર થોપવાનો પ્રયત્ન નથી કરતી. સ્ટોરીલાઈન અત્યંત સાહજિક છે, એક ફ્લો આગળ વધી રહ્યો છે અને તમે પણ તેની સાથે આગળ વધી રહ્યા છો. ",2 રનવે 34'ના ડિરેક્ટર અજય દેવગણ જ્યારે લેખકો સંદીપ કેવલાની અને આમિલ કીયાન ખાન છે. અમર મોહિલે અને જસલીન રોયલે 'રનવે 34'માં મ્યુઝિક આપ્યું છે. 'રનવે 34'માં સિનેમેટોગ્રાફર અસીમ બજાજનું કામ ખૂબ સારું છે. ઈન્ટરવલ પછી 'રનવે 34' ફિલ્મ જ્યારે ઈન્ક્વાયરી રૂમમાં પહોંચે છે ત્યારે તે શરૂઆત જેવી રોમાંચક નથી રહેતી. 'રનવે 34'માં અજય દેવગણનું ડિરેક્શન સારું છે. કેમેરાની આગળ અજય દેવગણ જેટલો સ્ટાઈલિશ છે તેટલો જ સ્માર્ટ ડિરેક્શનના કામમાં છે. તેણે 'રનવે 34'નો ઓપનિંગ સીન ખૂબ સારી રીતે શૂટ કર્યો છે. ઈન્ટરવલ પહેલા 'રનવે 34'માં ફ્લાઈટ લેન્ડિંગના સીન્સ ખૂબ જ રોમાંચક છે. 'રનવે 34'નો વિષય નવો છે અને તેના વિઝ્યુઅલ્સ પણ સરસ જોવા મળે છે. 'રનવે 34'માં તમામ એક્ટર્સે ખૂબ જ સારું પરફોર્મ કર્યું છે. અજય દેવગણનું ડિરેક્શન અને રોમાંચક વિઝ્યુઅલ્સ માટે 'રનવે 34' ફિલ્મ જોવી જોઈએ.,2 "ફિલ્મમાં દિલ્હીના શાનદાર સ્ટ્રીટફૂડ (આલુ ટિક્કી ચાટ, દહી ભલ્લે)ની વાત કરવામાં આવી છે. ફિલ્મ મનોરંજક છે. હસાવે છે અને ઉત્સાહ પણ વધારે છે. આ ફિલ્મ એક મિનિટ પણ કંટાળો નહીં ઉપજવા દે અને ઉપદેશ પણ નહીં આપે. હિતેશનું કામ ખૂબ વખાણવાલાયક છે કારણકે તેમણે પોતાનો આધેડ ઉંમરનો હીરો દર્શક સાથે જોડાઈ શકે તે માટે તેને હારેલો કે પીડિત નથી બતાવ્યો. શકુન બત્રાની જેમ હિતેશ ભાટિયાએ પણ બાળકો અને તેમના માતાપિતાના દ્રષ્ટિકોણને અલગ રીતે રજૂ કર્યા છે. જોકે, કેટલીક ખામીઓ પણ છે પરંતુ આ જ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ પણ છે. ફિલ્મ જણાવે છે કે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય છે પણ તેનાથી સાથ નથી છૂટતો. 'શર્માજી નમકીન' ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ છે. તેમના અવસાન બાદ આ ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મ જોયા પછી તમને લાગશે કે શર્માજીના પાત્રમાં તેમનાથી વધુ સારું કોઈ ના હોત. અસલ જિંદગીમાં પણ પોતાના પરિવાર અને ફૂડને પ્રેમ કરતાં ઋષિ કપૂરે આ પાત્રને ખૂબ જ સહજતાથી ભજવ્યું છે. ઋષિ કપૂરના પાત્રમાં હંમેશા ઈમાનદારીની છલકે છે. અસલ જિંદગીમાં ઋષિ કપૂર બિનધાસ્ત હતા. તેઓ ધ રાજ કપૂરના દીકરા હોય કે પછી રણબીર કપૂરના પિતા તેમણે અસલ જિંદગીના પણ દરેક રોલને સાહસથી નિભાવ્યો છે. 'શર્માજી નમકીન'ની ગણતરી ઋષિ કપૂરની સૌથી સારી ફિલ્મોમાં થઈ શકે છે. તેમને પડદા પર જોતાં જોતાં એક લાગણી થઈ આવે અફસોસની કે અહીં હસાવતા ઋષિ કપૂર હવે દુનિયામાં નથી રહ્યા. 'શર્માજી નમકીન' ભારતની પહેલી એવી ફિલ્મ છે જેમાં એક જ પાત્રને બે કલાકારોએ ભજવ્યું છે. કેન્સરના કારણે ઋષિ કપૂરની તબિયત નરમ ગરમ રહેતી હતી. આ બીમારી સામે જંગ લડતાં જ તેમનું નિધન થયું. એવામાં ફિલ્મ પૂરી કરવા માટે હિતેશ ભાટિયાએ મનોરંજન જગતના ઉમદા કલાકાર પરેશ રાવલને પસંદ કર્યા. રસપ્રદ એ છે કે પરેશ રાવલે ઋષિ કપૂરે જે રીતે શર્માજીનું પાત્ર ભજવ્યું તેની નકલ નથી કરી. તેમણે પોતાના અંદાજમાં પાત્ર ભજવ્યું છે. જોકે, આ ફિલ્મ સંપૂર્ણપણે ઋષિ કપૂરની છે. પડદા પર તેમનું સ્મિત જોઈને આંખો ભીની થઈ જાય છે. ",2 "લૂપ લપેટા જર્મન ફિલ્મ રન લોલા રનની હિન્દી એડોપ્શન છે. આ કોમેડી થ્રિલર ફિલ્મ હતી. ભલે લૂપ લપેટા ઓરિજિનલ ફિલ્મથી એક કલાક લાંબી છે, પણ આ ઓરિજિનલ ફિલ્મની જેમ દર્શકોને બાંધી રાખવામાં સફળ રહે છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગોવામાં થયું છે. અક્ષય ભાટિયાના ડિરેક્શન હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મના કેટલાંક સીન ખૂબ જ પ્રભાવશાળી બની રહ્યા છે. જો કે, શરૂઆતમાં એવું લાગે છે કે, કિરદારોને સ્થાપિત કરવા માટે કેટલી ઉતાવળ બતાવવામાં આવી છે. પરંતુ એક વાર ફિલ્મ શરૂ થઈ જાય છે તો ઓડિયન્સ સ્ટોરીની સાથે જોડાઈ જાય છે. ફિલ્મના રાઈટર્સ વિનય ચાવલા, અર્ણવ નંદૂરી અને આકાશ ભાટિયાએ પકડી રાખે એવી સ્ટોરી લખી છે. સિચ્યુએશન કોમિડી સીન સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે.તાપસી પન્નૂની પોતાની ફિલ્મોમાં અલગ અલગ રોલ નિભાવવા માટે પ્રખ્યાત થઈ ચૂકી છે. આ વખતે પણ તાપસીએ એક અલગ જ પ્રકારની ભૂમિકા ભજવી છે. સાવીના રોલમાં તાપસીએ જીવ રેડી દીધો છે. આખી ફિલ્મમાં તે ભાગતી નજરે પડી રહી છે. આ ફિલ્મની સાથે તાપસીએ પોતાને એક કાબેલ એક્ટ્રેસ તરીકે સાબિત કરી દીધી છે. તાહિર રાજ ભસીને પોતાના સત્યાના રોલને ઠીક ઠાક નિભાવ્યો છે. સપોર્ટિંગ કાસ્ટની એક્ટિંગ પણ ખૂબ જ જોરદાર છે.",2 "રૉકેટ બૉય્ઝ' સિરીઝના લેખક-ડિરેક્ટર બે મહાન વૈજ્ઞાનિક વચ્ચેની મિત્રતા અને દેશને વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધારવા માટેની એકતા દેખાડવામાં સફળ થયા છે.કુલ 8 એપિસોડની 'રૉકેટ બૉય્ઝ' સિરીઝ ઝડપથી આગળ વધે છે. જેમાં આગળ જતાં ડૉ. એપીજે અબ્દુલ કલામનો પણ પરિચય કરાવાયો છે. જેમાં તેઓનો યુવાનીનો સમય દર્શાવાયો છે. તેઓ સારાભાઈ સાથે રૉકેટ લૉન્ચ પર કામ કરતા દેખાડાયા છે. 'રૉકેટ બૉય્ઝ'ના સ્ક્રીનપ્લેમાં વર્ષ 1940થી 1960 વચ્ચે બનેલી ઐતિહાસિક ઘટનાઓની ક્લિપિંગ્સ પણ સામેલ કરાઈ છે. જે તમામ મૂળ કહાણી સાથે જોવા મળે છે. 'રૉકેટ બૉય્ઝ'નું લેખન-ડિરેક્શન તો સારું જ છે પણ સાથે-સાથે તેનું કેમેરાવર્ક અને એડિટિંગ પણ શ્રેષ્ઠ છે. એડિટરે 'રૉકેટ બૉય્ઝ'ના વિવિધ નેરેટિવ (કથા-વર્ણન), ટાઈમલાઈન, વાર્તાને એક સૂરમાં બાંધી છે. તેમજ કોસ્ચ્યુમ ડિઝાઈનર્સે પણ જૂના જમાનાના ડ્રેસ તૈયાર કરવામાં ખૂબ મહેનત કરી છે.'રૉકેટ બૉય્ઝ'માં વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાના રોલમાં એક્ટર જિમ સરભ સંપૂર્ણરીતે ફિટ છે જ્યારે એક્ટર ઈશ્વાક સિંહે ડૉ. સારાભાઈનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. 'રૉકેટ બૉય્ઝ' સિરીઝમાં દરેક એપિસોડ અંદાજિત એક કલાકનો છે અને દરેક એપિસોડ સાથે વાર્તા ઝડપથી આગળ વધતા દર્શકો બંધાઈ રહે છે. જે લોકોને વિજ્ઞાનના વિષયમાં રુચિ છે તેઓને 'રૉકેટ બૉય્ઝ' થોડી વધારે પસંદ આવશે. 'રૉકેટ બૉય્ઝ' માત્ર એક સિરીઝ નથી પણ ભારતના દિગ્ગજો, તેમના સંઘર્ષ અને તેમની સતત મહેનતને એક શ્રદ્ધાંજલિ છે.",2 "આ સીરિઝની વાર્તા ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા, વિજય મૌર્ય અને પુનીત શર્માએ અદ્દભુત રીતે નવલકથામાંથી અડોપ્ટ કરી છે. સીરિઝનો સ્ક્રીનપ્લે અને પ્લોટ એટલી ચીવટતા સાથે લખવામાં આવ્યો છે કે શરુઆતથી લઈને અંત સુધી તમે તેની સાથે બંધાયેલા રહેશો. આખી સીરિઝ દરમિયાન તમારું પણ મગજ ચાલતું રહેશે કે આખરે વિકીની હત્યા કોણે કરી છે અને કેમ કરી છે. આ સ્ટોરીમાં રાજકીય ષડયંત્રોને પણ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ વામપંથ, સ્ટુડન્ટ પોલિટિક્સ, જાતિવાદ, મીડિયાની ભૂમિકા વગેરે પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સીરિઝની વાર્તાને વધારે પ્રભાવશાળી રીતથી દર્શાવવા માટે શૂટિંગ દિલ્હી સિવાય પણ રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, કલકત્તા અને ચેન્નાઈ જેવા રિયલ લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.સીરીઝમાં પ્રતીક ગાંધીએ સીબીઆઈ ઓફિસર સૂરજ યાદવની ભૂમિક અદ્દભુત રીતે ભજવી છે. સૂરજ એક એવો અધિકારી છે, જેની પોતાની અલગ રાજકીય વિચારધારા છે અને તે રાજનેતા અંબિકા પ્રસાર(વિનીત કુમાર)નો નજીકનો માણસ છે. સુધા ભારદ્વાજના પાત્રમાં રિચા ચઢ્ઢાનો અભિનય પણ દમદાર છે. જગન્નાથ રાયના પાત્રમાં આશુતોષ રાણા અને મોહન કુમારના રોલમાં રઘુબીર યાદવે પણ ઘણું સારું કામ કર્યું છે. તેમણે તેવા નેતાઓના પાત્ર ભજવ્યા છે જે પોતાના લાભ માટે કંઈ પણ કરી શકે છે. શારિબ હાશમી, પાલોમી ડૈમ, શશાંક અરોરા અને જતિન ગોસ્વામી સહિત તમામ કલાકારોએ પોતાના પાત્રોને ન્યાય આપ્યો છે. ",2 "જો તમને પ્રથમ સીઝન પસંદ આવી હશે તો બીજી પણ ગમશે. જો કે તમને સીઝન થોડી ધીમી લાગશે. પોલીસ અને માફિયાઓ વચ્ચે થતી લડાઈ એક સમય પછી તમને કંટાળાજનક લાગી શકે છે. છઠ્ઠા એપિસોડ સુધી એક્શન સીન્સ પણ જોવા નહીં મળે. જો કે કપ્તાન નવીન સાથે તમને ચોક્કસપણે સહાનુભૂતિ થશે. ઓફિસર નવીન પોતાની નજર સમક્ષ લોકોને મરતા નથી જોઈ શકતો. ગુનેગારો પોલીસ કરતા એક પગલું આગળ હોય છે, જેના કારણે નવીન હતાશ થઈ જાય છે. જો કે અંતમાં જ્યારે ગુંડાઓ અને પોલીસનો આમનો સામનો થાય છે તો તે સીન જોવાલાયક હોય છે. ઉત્તરપ્રદેશના નાના શહેરો, ત્યાંની રાજનીતિ, માફિયાઓની સ્ટોરી, વગેરેને કારણે સ્ટોરી વાસ્તવિક લાગે છે. ડીઓપી સુમિતની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. ડાયલોગમાં ગાળોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ દરેક વાક્ય ગાળથી શરુ થાય છે અને તેનાથી જ પૂરું થાય છે. સુપર કોપ નવીન સિખેરાના રોલમાં મોહિત રૈનાએ સારું કામ કર્યું છે. પરંતુ તે આ રોલને યાદગાર બનાવવામાં સફળ સાબિત નથી થયો. નવીનની પત્ની પૂજાના રોલમાં રશ્મિ રાજપૂત જોવા મળે છે, જે નવીનનું પ્રોત્સાહન વધારે છે. નવીનની એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ટીમ ભાટી(દિગંબર પ્રસાદ), બલરામ(ફિરોઝ ખાન), વિનોદ(અમિત સિંહ), મારુતિ(રવિશંકર પાંડે), પવન(રોહન વર્મા) તેને મિશનને સફળ કરવામાં મદદ કરે છે.દેઢા બંધુઓના રોલમાં પ્રદીપ નાગર અને સિદ્ધાંત કપૂરે સારો અભિનય કર્યો છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ મુઝફ્ફરનગરને પોતાના કંટ્રોલમાં લેવાનો છે. તેમનો નારો છો- ભૌકાલ મચા દો. આ માટે તેમણે કોઈ મર્યાદા નથી બાંધી, તેઓ કોઈ પણ ભોગે શહેર પર રાજ કરવા માંગે છે. પુરુષોના વર્ચસ્વ વાળા માફિયા બિઝનસમાં બિદિતા બાગે નાઝઝીનનો રોલ સારી રીતે ભજવ્યો છે. સીરિઝા પ્રથમ સીનથી જ તેની સ્ક્રીન પ્રેઝન્સ જોવા મળે છે. એમપી અસલમ રાણાના રોલમાં દિવંગત અભિનેતા મેજર બિક્રમજીત જામે છે. ક્રાઈમ જર્નાલિસ્ટ નેહાના રોલમાં ગુલકી જોશીનો રોલ પણ મહત્વનો છે.પ્રથમ સીઝનની જેમ આ સીઝન પણ પ્રેડિક્ટેબલ છે. આગળ શું થવાનું છે તે તમને સરળતાથી ખબર પડી શકે છે. આ સીરિઝ 10 એપિસોડની છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અન્ય વેબ સીરિઝ જેમ કે અસુર, મિરઝાપુર આપણે જોઈ છે. પરંતુ ભૌકાલ 2માં સત્ય ઘટનાઓને દર્શાવવામાં આવી છે તે એક નવી વાત છે.જો તમે મોહિત રૈનાના ફેન છો અને તમને ક્રાઈમ ડ્રામા પસંદ છે તો આ સીરિઝ ચોક્કસપણે જોવી જોઈએ.",2 "રિંકુ તરીકે સારા અલી ખાનને દમદાર રોલ મળ્યો છે. અક્ષય કુમાર પણ અલગ અંદાજમાં છે જે 'અતરંગી રે'ની વાર્તાને વધુ રંગીન બનાવે છે જ્યારે ધનુષ દરેક પાત્રનું સંતુલન જાળવે છે. 'અતરંગી રે'ની ખાસ વાત એ છે કે તેની મૂળ કહાણી ખૂબ જ સંવેદનશીલ છે. જ્યાં ફિલ્મ જોતાં દર્શક ભાવુક થઈ જાય છે ત્યારે કોઈ કોમેડી સીન આવી જાય છે. 'અતરંગી રે'માં એ.આર.રહેમાનનું સંગીત ઉમદા છે. આ ફિલ્મ ક્યાંક લાંબી લાગી શકે પરંતુ, દર્શકોનું ધ્યાન ખેંચી રાખે છે. 'અતરંગી રે'ની ક્લાઈમેક્સ પણ ઉમદા છે. એક અલગ જ વાર્તાને સિનેમાના પડદે દર્શાવતી અને સારા પરફોર્મન્સવાળી 'અતરંગી રે' લવ સ્ટોરી જોવા જેવી ફિલ્મ છે.",2 જો આ ફિલ્મને રણવીર સિંહની ફિલ્મ કહેવામાં આવે તો પણ અતિશયોક્તિ નહીં થાય. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે. રણવીર સિંહની કારકિર્દીના શાનદાર પાત્ર અને અભિનયની ચર્ચા થશે ત્યારે આ ફિલ્મનું નામ ચોક્કસપણે લેવામાં આવશે.દીપિકા પાદુકોણની વાત કરીએ તો નાના પરંતુ શાનદાર અને મહત્વના રોલમાં તેણે ઘણું સારું કામ કર્યું છે. ટીમ મેનેજરના રોલમાં પંકજ ત્રિપાઠી અને સાકિબ સલીમ સહિતના તમામ અન્ય કલાકારોએ ઘણો સારો અભિનય કર્યો છે. ભારતની અવિશ્વસનીય જીતની વાર્તાને સુંદર રીતે કહેનારા કબીર ખાનને પોતાની ફિલ્મ પર એટલો વિશ્વાસ હતો કે તેમણે સિનેમાઘરોમાં રીલિઝ કરવા માટે દોઢ વર્ષ રાહ જોઈ અને રીલિઝના પાંચ દિવસ પહેલા જ ક્રિટિક્સને ફિલ્મ બતાવી. તમે ક્રિકેટના ફેન ના હોવ તો પણ સપના સાકાર કરનારી એક સુંદર સ્ટોરી મોટા પડદા પર જોવાની તક ગુમાવવા જેવી નથી.,2 "અભિષેકે ફિલ્મમાં ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ કોમેડી સાથે તેને મજેદાર બનાવી છે. જ્યાં પણ મુદ્દાની વાત કરવામાં આવી છે, ત્યાં તેને સંવેદનશીલતા, ગંભીરતા અને પરિપક્વતા સાથે દેખાડી છે. તેણે આ વિષય સાથે જોડાયેલા દરેક પક્ષને સામેલ કર્યો છે.સુપ્રતીક સેન અને તુષાર પરાંજપે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ પર સારું કામ કર્યું છે. કેટલાક સીન્સ ખૂબ જ સારા છે. તે પછી મુંજલ પરિવાર મનુ પર લગ્નનું દબાણ કરવાનું હોય, તેના વિધુર પિતા (ગિરીશ ધમીજા)ને મુસ્લિમ પ્રેમિકા સાથે લગ્ન કરવાની રાહ હોય, માનવીના પિતાનું (કંવલજીત સિંહ) દીકરીની પસંદને સપોર્ટ કરવાનુ હોય કે પછી મનુના જીવનમાં દખલગીરી કરવાની બહેનોની આદત...દરેક સીનમાં સ્ક્રીનપ્લે ટાઈટ છે અને આ તમને બાંધીને રાખે છે.આયુષ્માન ખુરાનાએ પોતાના પાત્રને બખૂબી નિભાવ્યું છે. રોલ માટે તેણે કરેલી મહેનત દેખાય છે. ચંડીગઢના છોકરાના રોલમાં આયુષ્માન બધાના દિલ જીતી લે છે. વાણી કપૂરે શરૂઆતથી અંત સુધી પોતાના પાત્રમાં એક ફ્લોને મેન્ટેન રાખ્યો છે. કેટલાક સીનમાં તે બાકી બધા પાત્રો પર ભારે પડે છે. વાણી અને આયુષ્માનની કેમેસ્ટ્રી જબરદસ્ત છે.મનુના જુડવા ભાઈઓના રોલમાં ગૌરવ અને ગૌતમ શર્મા દિલ જીતી લે છે. મનુના દાદા બનેલા અંજાન શ્રીવાસ્તવ, કંવલજીત સિંહ, તાન્યા અબરોલ, ગિરીશ ધમેજા સપોર્ટિંગ રોલમાં રોનક લાવ્યા છે ",2 "બૉબ બિસ્વાસનું અઘરું પાત્ર એક્ટર અભિષેક બચ્ચને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. ભલે લોકો બૉબ બિસ્વાસના પાત્રમાં આજે પણ એક્ટર સાસ્વત ચેટરજીને યાદ કરતા હોય પણ અભિષેક બચ્ચને આ પાત્રને ખૂબ જ સમજદારી સાથે ભજવ્યું છે. અહીં નોંધનીય છે કે એક્ટર અભિષેક બચ્ચન અગાઉ 'યુવા', 'ગુરુ', 'રાવણ' જેવી ફિલ્મોમાં બેસ્ટ એક્ટિંગ પરફોર્મન્સ આપી ચૂક્યો છે.આ ફિલ્મ 'કહાની' જેવી મજબૂત નથી પણ ખૂબ રસપ્રદ છે. અભિષેક બચ્ચનની એક્ટિંગ માટે ફિલ્મ 'બૉબ બિસ્વાસ' જોઈ શકાય.",2 "વર્ષ 2018માં રીલિઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેની સ્ટોરી ભ્રષ્ટાચાર અને સત્તાની ભૂખ પર આધારિત હતી. માટે સત્યમેવ જયતે 2 માટે પણ એવી થીમ રાખવી જરુરી હતી. રાઈટર-ડિરેક્ટર મિલાપ ઝવેરી અને તેમની ટીમે આ થીમને બચાવી રાખવા અને જાળવી રાખવા માટે કોઈ કસર નથી છોડી. સત્યમેવ જયતે 2ને 80ના દશકની માસ ફિલ્મની જેમ બનાવવામાં આવી છે. જ્યારે પડદા પર તમે જુઓ છો કે જોન અબ્રાહમનું પાત્ર નિર્દોષ લોકોની હત્યાના ગુનેગારોને સજા આપનાર પ્રામાણિક વ્યક્તિ બની ગયું છે તો તમને આશ્ચર્ય નહીં થાય. તમને જાણીને નવાઈ નહીં લાગે કે ગુનેગારોને મૃત્યુની સજા આપનાર વ્યક્તિ સત્યા જ છે. મિલાપ ઝવેરીએ કોઈ પણ પ્રકારના સંકોચ વિના વ્યક્ત કર્યું છે કે તેમની ફિલ્મ 80ના દશકની ફિલ્મો માટે એક ટ્રિબ્યૂટ છે. ફિલ્મના ડાયલોગ અને સ્ક્રીનપ્લેમાં તે જણાઈ આવે છે.પડદા પર જોન અબ્રાહમનું આ મસાલા ઓલ્ડ-સ્કૂલ ફિલ્મોમાં કમ્ફર્ટ દેખાઈ આવે છે, પછી તે જુડવા ભાઈઓનું પાત્ર હોય કે તેમના પિતાનું. ટ્રિપલ રોલ હોવા છતાં જોન અબ્રાહમે તેને સહજતા અને નિશ્ચિંતતાથી ન્યાય આપ્યો છે. તે પડદા પર સત્યા તરીકે થોડો સંયમ દર્શાવે છે, તો જય તરી કે અથવા વિધાનસભામાં લોકપાલ બિલની લડાઈ કરતા એક ખેડૂત નેતા બનતા પણ અચકાતો નથી. દિવ્યા ખોસલા કુમાર પણ સારી લાગે છે. આ પુરુષ પ્રધાન ફિલ્મમાં તેનો રોલ ઘણો મહત્વનો છે. વિદ્યાનું પાત્ર એવું છે જે સત્યનો સાથ આપે છે. તે અસહમત હોય ત્યારે ચુપ રહેવાનું પસંદ કરે છે, પરંતુ અમુક મુદ્દાઓ પર પતિ સત્યા અને મંત્રી પિતા (હર્ષ છાયા)નો વિરોધ કરતા અચકાતી નથી. ગૌતમી કપૂરે ફિલ્મમાં દાદાસાહેબના પત્ની અને સત્યા-જયના માતાનો રોલ કર્યો છે અને તે ઠીક છે. આ સિવાય હર્ષ છાયા, અનૂપ સોની, ઝાકિર હુસૈન, દયાશંકર પાંડે અને સાહિલ વૈદે પોતાના ભાગના રોલને સારી રીતે ભજવ્યો છે. ફિલ્મના ગીતો સારા છે. પછી તે વેડિંગ સોન્ગ તેનુ લહેંગા હોય તે, કરવા ચૌથનું ગીત મેરી ઝીંદગી તુ. આ સિવાય નોરા ફતેહીનું ધમાકેદાર આઈટમ નંબર કુસુ કુસુ પણ છે. આ એક હાર્ડકોર એક્શન ફિલ્મ છે. જોન અબ્રાહમ એક્શન હીરો તરીકે નિરાશ નથી કરતો. એક્શનના શોખીનોને આ ફિલ્મ ખૂબ પસંદ આવશે. અમુક સીન વાસ્તવિકતાથી દૂર લાગે છે. જેમ કે એક હેલિકોપ્ટરને રોકવા માટે ત્રણ જોન અબ્રાહમ એકસાથે જોવા મળે છે ત્યારે એવો અનુભવ થાય છે કે આ કંઈક વધારે પડતું છે.",2 નીરજ પાંડે અને શિવમ નાયરના ડિરેક્શનમાં બનેલી આ થ્રિલર વેબ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિંમત સ્ટોરી'ના કુલ 4 ભાગ છે. નીરજ પાંડેએ ગત સિરીઝની માફક આ વખતે સિરીઝમાં પણ પાત્રો અને વાર્તાના માધ્યમથી દર્શકોને બાંધવાના પ્રયાસ કર્યા છે કે જેમાં તે સફળ થતા પણ જોવા મળે છે. આ વખતે વાર્તાનું મુખ્ય ધ્યાન હિંમત સિંહ (કેકે મેનન)ની સાથે વિજય અને મનિન્દરના પાત્ર પર રાખવામાં આવ્યું છે. આ વખતે સિરીઝમાં કેટલાંક સારા એક્શન સીન પણ જોવા મળ્યા છે. ગત સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ'ની સરખામણીમાં આ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિંમત સ્ટોરી'માં થોડી નબળી લાગી શકે પણ દર્શકોને જોવાની તો મજા જ આવશે.હિંમત સિંહના પાત્રમાં એક્ટર કેકે મેનન દમદાર જોવા મળી રહ્યો છે. કેકે મેનન વિના કદાચ આ સિરીઝની કલ્પના પણ ના કરી શકાય. આફતાબ શિવદાસાનીનું પાત્ર વિજય પણ દરેક ફ્રેમમાં જોવા મળે છે અને તેનું કામ પણ સારું છે. વિલનના રોલમાં આદિલ ખાન પણ પ્રોમિસિંગ જોવા મળી રહ્યો છે. સપોર્ટિંગ રોલમાં અન્ય કલાકારોએ પણ સારું પરફોર્મન્સ રજૂ કર્યું છે. જો તમને 'સ્પેશિયલ ઓપ્સ' જોવાની મજા આવી હતી તો તમને આ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિંમત સ્ટોરી' જોવાની મજા આવશે. નિરાશ નહીં થાઓ.,2 "સૂર્યવંશી તરીકે અક્ષય કુમાર વીસ વર્ષનો સાબિત થાય છે. તેની પરાક્રમી એન્ટ્રીથી લઈને ક્લાઈમેક્સની આકર્ષક એક્શન સિક્વન્સ સુધી, અક્ષય તેના ચાહકોને જે જોઈએ છે તે પહોંચાડે છે. જ્યારે તેની કોમિક ટાઈમિંગ લોકોને હસાવે છે, તેની ફિટનેસ તેને એક્શન સિક્વન્સમાં સુપર કોપ સાબિત કરે છે. કેટરીના તેના રોલમાં જામી છે. આઇકોનિક ગીત 'ટિપ ટીપ બરસા પાની'માં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે. જ્યારે રણવીર સિંહ અને અજય દેવગન સેકન્ડ હાફમાં એન્ટ્રી કરે છે ત્યારે ફિલ્મમાં થોડો પ્રવાહ આવે છે. સુપરસ્ટારની આ ત્રિપુટી એક્શનની સાથે કોમેડીને પણ મજેદાર બનાવે છે. રોહિત શેટ્ટીનું કાસ્ટિંગ મજબૂત છે, જેમાં જેકી શ્રોફ, કુમુદ મિશ્રા, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિકેતન ધીર જેવા કલાકારો નાની ભૂમિકાઓમાં પ્રભાવ પાડે છે.",2 "ફિલ્મ 'સરદાર ઉધમ' એક એવા ક્રાંતિકારીની વાર્તા છે જે દુ:ખ અને બદલાની આગમાં જીવી રહ્યો છે. ફિલ્મમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો સમયગાળો દેખાડાયો છે. જેમાં ફ્લેશબેકની સાથે-સાથે ત્યારનો સમયગાળો દર્શાવાયો છે. આ ફિલ્મનો કેનવાસ ખૂબ મોટો છે. સરદાર ઉધમ એક એવા વ્યક્તિની કહાણી છે જે અંદરથી દુ:ખી છે અને ચૂપચાપ પોતાનું કામ કરે છે. ફિલ્મનો હેતુ એ વાત સમજવાનો છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ દરમિયાન એક માસૂમ છોકરાની ભાવના શું હતી અને તેણે લંડનમાં જઈને માઈકલ ઓ ડ્વાયરને ગોળી મારી તેમ છતાં ઘટનાસ્થળેથી ભાગ્યો કેમ નહીં? ફિલ્મમાં નાની-નાની વિગતો પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. તે સમયનું લંડન અને પંજાબનું આર્ટ ડિરેક્શન પ્રશંસાને પાત્ર છે. ફિલ્મ થોડી લાંબી છે, 2 કલાક 42 મિનિટની આ ફિલ્મમાં દર્શકોને ધીરજ રાખવી પડે છે. તેમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ જે રીતે દર્શાવાયો છે તે દર્શકોના મન પર ઊંડી અસર છોડી જાય છે.સરદાર ઉધમ રૂપે એક્ટર વિકી કૌશલે જે પ્રયાસ કર્યો છે કે નોંધનીય છે. અગાઉ ફિલ્મમાં લીડ રોલમાં પહેલી પસંદગી એક્ટર ઈરફાન ખાનની હતી. પણ, વિકી કૌશલે પ્રશંસાપાત્ર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં એકબાજુ શહીદ ભગતસિંહની પણ વાત અને દ્રશ્યો જોવા મળે છે. જેમાં એક સીનમાં સરદાર ઉધમ સિંહ ભૂતકાળને યાદ કરતા-કરતા એક બ્રિટિશ અધિકારીને પૂછે છે કે 'તમે જ્યારે 23 વર્ષના હતા ત્યારે શું કરતા હતા?' ફિલ્મમાં દર્શાવાયું છે કે આઝાદી પૂર્વેના તે સમયમાં સરદાર ઉધમનું સાહસ ક્યારેણ પણ ડગ્યું નહોતું. તેમણે ઘણાં દેશોની યાત્રા કરી, ઘણાં પાસપોર્ટ હતા અને વિવિધ નોકરીઓ કરી. જીવનભર છુપાઈને ભીડમાં ગાયબ રહીને લંડનમાં લાંબો સમય રહ્યા. જો તમે પણ સરદાર ઉધમ સિંહના શાંત અસ્તિત્વની જાણકારી મેળવવા માગો છો આ ફિલ્મ 'સરદાર ઉધમ' તમારા માટે છે. ",2 "રશ્મિ રોકેટ' અન્ય સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ કરતાં અલગ છે. આ ફિલ્મના ક્લાઈમેક્સમાં કોઈ મેદાન કે રિંગમાં વિજેતા જાહેર નથી થતાં. નંદા પેરિયાસામીએ એક એવી વાર્તા લખી છે, જે તમને જકડી રાખશે. અનિરુદ્ધ ગુહાના ચુસ્ત સ્ક્રીનપ્લેએ ફિલ્મની વાર્તાને વધુ સારી બનાવી છે. ડાયરેક્ટર આકર્ષ ખુરાના તમને ખુરશીમાં બેસી રહેવા મજબૂર કરશે સાથે જ તમારું ધ્યાન ફિલ્મની દરેક બારીકાઈ પર જાય તે પણ સુનિશ્ચિત કરે છે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મની ખાસ વાત એ છે કે, આ કોર્ટરૂમ ડ્રામા પણ છે. એક લડાઈ અહીં પણ જીતવામાં આવી છે. ફિલ્મમાં બતાવાયેલી કોર્ટની દલીલો ખાસ અને પ્રાસંગિક છે. ફિલ્મ જે પ્રકારે આગળ વધે છે તે જોતાં ઉપદેશ આપતી હોય કે અત્યાધિક દેશભક્તિ બતાવી છે તેવું નહીં લાગે. જોકે, ફિલ્મમાં ઘણા સીન એવા આવે છે જ્યાં તમને એવું લાગે કે અસલ જિંદગીમાં પણ ફિલ્મની જેમ મહિલા એથલિટ્સને એવા વિશેષાધિકાર મળે છે જે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થયા હોય.નિઃશંકપણે આ એક આદર્શ સ્થિતિ જેવી વાત છે. ફિલ્મ સાબિત કરે છે કે, કેવી રીતે આવી મહિલાઓને સામાન્ય જીવન જીવવાની અને તેમની વાતોને સાંભળવાની તક મળવી જોઈએ. ખાસ કરીને જ્યારે એક ટેસ્ટ બાદ તેમનું કરિયર સમાપ્ત થઈ જાય છે એટલું જ નહીં તેમને મજાક અને ભેદભાવનો મુદ્દો પણ બનાવામાં આવે છે. તાપસી પન્નુએ ફરી એકવાર પોતાની શારીરિક અને માનસિક તૈયારી દ્વારા સાબિત કરી દીધું છે કે, તે કોઈપણ રોલમાં પોતાની જાતને ઢાળી શકે છે. રશ્મિની જીતની ખુશી હોય કે તેની પીડા બંનેને પડદા પર ઉતારવામાં તાપસી સફળ રહી છે. જોકે, જે રીતે મેકઅપ દ્વારા તેના રંગને ઘઉંવર્ણો દર્શાવાયો છે તે થોડું બનાવટી લાગે છે. ફિલ્મમાં ઘણાં કેરેક્ટ એક્ટર્સ છે જેમણે પોતાના રોલને બખૂબી નિભાવ્યો છે. પ્રિયાંશુ પેન્યુલી એક સપોર્ટિવ પતિના રોલમાં છાપ છોડી જાય છે. એક એવો પતિ જે પોતાની પત્નીને પ્રેમ કરે છે સાથે જ જીવવના દરેક તબક્કે તેની પડખે રહે છે. રશ્મિના વકીલના રોલમાં અભિષેક બેનર્જીએ સારું કામ કર્યું છે. સુપ્રિયા પિલગાંવકર જજના રૂપમાં પડદા પર જામે છે. રશ્મિના કોચ તરીકે મંત્રાનું કામ પણ વખાણવાલાયક છે. અમિત ત્રિવેદીના મ્યૂઝિક અને કૌસર મુનીરના લિરિક્સ ભાવનાત્મક રૂપે જોડે છે. જોકે, કોર્ટરૂમના સીનમાં બેકગ્રાઉન્ડ સ્કોર હટકે છે. ફિલ્મનું કેનવાસ બહુ ભવ્ય નથી પરંતુ સ્ક્રીનપ્લેના હિસાબથી બરાબર લાગે છે. સ્ટેડિયમમાં દર્શકોની ભીડ અને લોન્ગ શોટ્સ દર્શક તરીકે તમારા અંદર પણ ઉત્સાહ ભરે છે. એકદંરે 'રશ્મિ રોકેટ' દરેક પાસા પર ખરી ઉતરી છે. લીડ એક્ટરથી માંડીને સપોર્ટિંગ કેરેક્ટર સુધી બધા જ કલાકારોએ મજબૂત અભિનય કર્યો છે. આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવાની સાથે જૂની પ્રથા વિશે જણાવે છે. ઉપરાંત પૂર્વાગ્રહ અને અસમાનતામાં કઈ વાતોને બાજુએ રાખવી જોઈએ તે પણ શીખવે છે. ",2 "બ્રિટિશ સિક્રેટ એજન્ટ જેમ્સ બૉન્ડ હવે નિવૃત્ત થઈ ગયો છે. હવે તે એકલવાયું જીવન જીવી રહ્યો છે. દરમિયાન તે એક રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરે છે. શું જેમ્સ બોન્ડ આ મિશન પૂરું કરી શકશે? કારણકે જેમ્સ બોન્ડ શ્રેણીની ફિલ્મોના ફેન્સ માટે 'નો ટાઈમ ટુ ડાઈ' ખાસ છે. કોરોનાની મહામારીના કારણે જેમ્સ બોન્ડ શ્રેણીની 25મી ફિલ્મ 'No Time To Die' મોડી રિલીઝ થઈ છે. પરંતુ, સારી વાત એ છે કે આ ફિલ્મ દર્શકોને નિરાશ નહીં કરે અને આશાથી વધારે મનોરંજન પીરસે છે. જેમ્સ બૉન્ડની આ ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'ની કહાણી પ્રથમ સીનથી જ બાંધી રાખે છે અને દર્શકોને ખુરશી પર બેસાડી રાખે છે. આ ફિલ્મ 2 કલાક 43 મિનિટ લાંબી છે. તેમ છતાં આ ફિલ્મ એટલી રોમાંચક છે કે અંત સુધી દર્શકોને જકડી રાખે છે. એક્ટર ડેનિયલ ક્રેગ સ્ટારર 'નો ટાઈમ ટુ ડાઈ'માં શાનદાર ગાડીઓ અને આધુનિક હથિયારો જોવા મળે છે. જેમાં ફેન્સી ગેઝેટ્સ સહિત સાયન્ટિફિક એક્શનનું ટ્વિસ્ટ છે. જેમાં ખતરનાક એક્શન અને એવો વિલન છે જે ક્યારેય હારતો નથી! જેમ્સ બોન્ડ ફરી એકવખત દુનિયા બચાવવા નીકળ્યો છે અને તે દર્શકો માટે ખૂબ જ રોમાંચક જર્ની જોવા જેવું છે.'નો ટાઈમ ટુ ડાઈ' ફિલ્મમાં જેમ્સ બોન્ડની માફક એક મહિલા એજન્ટ પણ છે. આ એજન્ટનું નામ નોમી છે અને તેને 007 તરીકે અપોઈન્ટ કરવામાં આવી હતી. જ્યારે આ મહિલા એજન્ટને અપોઈન્ટ કરવામાં આવી ત્યારે જેમ્સ બોન્ડ બ્રેક પર હતો. તમામ આશંકાઓ અને સંભાવનાઓની વચ્ચે આ ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' ડેનિયલ ક્રેગને એક હીરો તરીકે સેલિબ્રેટ કરવાની તક આપે છે. ફિલ્મના કેટલાંક પાત્રો જટિલ અને રહસ્યમય છે જે દર્શકોને અંત સુધી જકડી રાખે છે.જો તમે જેમ્સ બોન્ડની ફિલ્મોના શોખીન છો તો 'નો ટાઈમ ટુ ડાઈ' તમારા માટે એક પરફેક્ટ ફિલ્મ છે. ગઈકાલે એટલે કે તારીખ 30 સપ્ટેમ્બરે 'નો ટાઈમ ટુ ડાઈ' થિયેટર્સમાં રિલીઝ થઈ છે. તમે મોટા પડદે 'નો ટાઈમ ટૂ ડાઈ' જોવાનો આનંદ લઈ શકો છો. જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' સૌપ્રથમ નવેમ્બર 2019માં રિલીઝ થવાની હતી પરંતુ, બાદમાં ફેબ્રુઆરી 2020માં અને પછી એપ્રિલ 2020માં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ત્યારે પણ રિલીઝ થઈ શકી નહીં ત્યારે હવે 30 સપ્ટેમ્બર, 2021ના રોજ 'No Time To Die' રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું.",2 "ડાયરેક્ટર વિજયે એક મહિલાના આત્મસન્માન અને પિતૃસત્તા સામેની લડાઈને ઈમાનદારીથી પડદા પર ઉતારવાની કોશિશ કરી છે. ફિલ્મમાં જયલલિતા અને એમજીઆર વચ્ચેના બોન્ડિંગને સારી રીતે દર્શાવામાં આવ્યું છે. એક સીનમાં જયા અને એમજીઆર ફોન પર વાત કરતી વખતે એક શબ્દ પણ નથી ઉચ્ચારતાં પરંતુ તેમની ભાવનાઓ દર્શકો સુધી પહોંચી જાય છે. જોવા જઈએ તો આ જ ફિલ્મનું મૂળ છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં જયા અને એમજીઆરની લવસ્ટોરી પર ફોકસ કરવામાં આવ્યું અને સેકન્ડ હાફમાં જયાના રાજકીય કરિયરને દર્શાવાયું છે. ફિલ્મમાં ઘણી ડાયલોગબાજી અને કંગનાના સ્લોમોશન વૉક બતાવાયા છે. ફિલ્મનું એડિટિંગ અને બેકગ્રાઉન્ડ સ્કોર લાઉડ લાગી શકે છે. ફિલ્મના ગીતો પણ વાર્તામાં થોડી બ્રેક મારતા હોય તેવું લાગે છે.કંગના રનૌત બોલિવુડની સૌથી સારી એક્ટ્રેસિસમાંથી એક છે. તેણે જયલલિતાના પાત્રને પણ બખૂબી નિભાવ્યું છે. કંગનાએ ક્યાંય પણ જયલલિતાની નકલ કરવાની કોશિશ નથી કરી અને વાર્તા-સીનની માગ મુજબ એક્ટિંગ કરી છે. ફિલ્મમાં કંગના અને અરવિંદ સ્વામીનો તાલમેલ જોવાલાયક છે. અરવિંદ સ્વામીની વાત કરીએ તો, એમજીઆર જેવા પોપ્યુલર સુપરસ્ટાર અને રાજનેતાનું પાત્ર તેમનાથી વધુ સારી રીતે કોઈ ના ભજવી શક્યું હોત.",2 "માર્વેલ કોમિક્સની સુપરહિરો ફિલ્મ 'Shang-Chi and the Legend of the Ten Rings'માં પૂર્વની સંસ્કૃતિ, સભ્યતા, પૌરાણિક મૂલ્યો અને માર્શલ આર્ટ્સને સારી રીતે રજૂ કરાયા છે. પિતા-પુત્રના સંબંધોનો દ્વંદ્વ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મોનો સેન્ટ્રલ પોઈન્ટ હોય છે જે અહીં પણ છે. ફિલ્મમાં મોડર્ન માર્શલ આર્ટ્સ રજૂ કરાયું છે. આ ફિલ્મના ડિરેક્ટર Destin Daniel Cretton છે. આ ફિલ્મના વિઝ્યુઅલ્સ જોઈને દર્શકો ચોંકી ઉઠે છે. ફાઈટની દ્રષ્ટિએ ફિલ્મનો ક્લાઈમેક્સ જોરદાર છે અને ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ અદ્ભુત છે. ફિલ્મનું મ્યુઝિક વાર્તાને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.",2 "લખનઉ સેન્ટ્રલ' ફેમ નિર્દેશક રંજીત એમ તિવારીને અક્ષય કુમારની તમામ ખૂબીઓનો અંદાજો હતો અને તેમણે પોતાની વાર્તામાં આ બધું જ સરસ રીતે પરોવ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ વાર્તા અને પાત્રોને ડેવલપ કરવાના ચક્કરમાં થોડો ધીમો લાગે છે પરંતુ સેકન્ડ હાફમાં વાર્તા થ્રિલર પર પકડ જમાવે છે. ફિલ્મના બીજા ભાગમાં ઘણાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે જે દર્શકોને જકડી રાખે છે. 80ના દશકાને બતાવામાં ડાયરેક્ટર સફળ રહ્યા છે. અસીમ અરોરા અને પરવેઝ શેખના ચોટદાર ડાયલોગ્સ ફ્રંટ બેન્ચર્સને સીટી અને તાળીઓ વગાડવા પર મજબૂર કરી દેશે. ફિલ્મનું એડિટિંગ સેકન્ડ હાફમાં ચુસ્ત છે. બેકગ્રાઉન્ડ સ્કોર અને કાસ્ટિંગ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મમાં તનિષ્ક બાગચી, અરમાન મલિક અને ગુરુમાજર સિંહે સંગીત આપ્યું છે. પરંતુ 'સખિયાં' ગીત સિવાય કોઈ બીજું ગીત મોંઢે ચડે એવું નથી. આ પ્રકારની એક્શન-થ્રિલર ફિલ્મમાં સંગીત મજબૂત હોય તો ચાર ચાંદ લાગી જાય છે.અક્ષય કુમાર ફરી એકવાર પોતાના હીરોઈક અંદાજમાં જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અક્ષય કુમાર દેશભક્તિની ફિલ્મો કરી રહ્યો છે અને દેશભક્ત ઓફિસરના રોલમાં જોવા મળે છે. અક્ષય આ પ્રકારની દેશભક્તિવાળી ફિલ્મોનો પોસ્ટર બોય બની ગયો છે. આવા પાત્રોમાં હવે તે સહજ થઈ ગયો છે પરંતુ આ વખતે અંશુલ મલ્હોત્રા ઉર્ફે બેલ બોટમના પાત્રને તેણે વિશિષ્ટ અંદાજમાં રજૂ કર્યું છે. પડદા પર રૉ એજન્ટના રોલમાં અક્ષય કુમારને જોવો રોમાંચક અનુભવ બની રહે છે. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં લારા દત્તા સરપ્રાઈઝ પેકેજ સાબિત થાય છે. પ્રોસ્થેટિક મેકઅપ અને એક્ટિંગ સ્કીલ પાત્રને યાદગાર બનાવી દે છે. વાણી કપૂરે પણ અભિનયથી પોતાની હાજરીની નોંધ લેવડાવે છે અને ફિલ્મના ક્લાઈમેક્સમાં તેની સાથે જોડાયેલો ટ્વિસ્ટ દંગ કરનારો છે. હુમા કુરેશીને ફિલ્મમાં વધુ સ્ક્રીન સ્પેસ નથી મળી છતાં તે છાપ છોડી જાય છે. અભિનેતા આદિલ હુસૈને હંમેશાની જેમ પોતાના અભિનયથી ફિલ્મને સમૃદ્ધ કરી છે. એક્ટર ઝૈન ખાને આંતકવાદીના રોલ સાથે ન્યાય કર્યો છે. ફિલ્મની સહયોગી કાસ્ટ વાર્તાને બળ આપે છે. ",2 "આઝાદી પછી ભારતના ઈતિહાસમાં કારગિલ યુદ્ધ સૌથી મુશ્કેલ લડાઈ હતી. 17,000 ફૂટની ઉંચાઈ પર લડવામાં આવેલા આ ઐતિહાસિક યુદ્ધમાં દેશે ઘણું ગુમાવ્યું. પાકિસ્તાનના સૈનિકોએ આતંકવાદીઓના વેશમાં એલઓસી પર ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. દેશના સન્માનનો પ્રશ્ન હતો. આપણા શૂરવીર સૈનિકોએ પોતાના જીવ દાવ પર મુકી દીધા હતા. તેમના સાહસ અને પરાક્રમને કારણે કારગિલ પર આપણો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. આ યુદ્ધમાં દેશે પોતાના અનેક બહાદુર જવાનો ગુમાવ્યા. દેશને આજે પણ તેના શહીદો પર ગર્વ છે. ડિરેક્ટર વિષ્ણુ વર્ધન અને લેખક સંદીપ શ્રીવાસ્તવે ફિલ્મની શરુઆત કેપ્ટન વિક્રમ બત્રા(સિદ્ધાર્થ મલ્હોત્રા)ના બાળપણથી કરી છે. તે વાર્તાને ધીરે-ધીરે પરંતુ અસરકારક રીતે આગળ લઈ જાય છે.ફિલ્મનો કેનવાસ પણ વિક્રમ બત્રાની સાથે સાથે મોટો થાય છે. વિક્રમ બત્રાને ડિમ્પલ ચીમા(કિયારા અડવાણી) સાથે પ્રેમ થાય છે. 13JAF રાઈફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે તેમની પોસ્ટિંગ થાય છે. એક પાત્ર તરીકે કેપ્ટન બત્રાને પડદા પર સ્થાપિત કરવા માટે લેખક અને નિર્દેશકે ઘણો સમય આપ્યો છે. ફિલ્મને થોડી ઝડપી બનાવી શકાતી હતી. આટલું જ નહીં, કિયારા અડવાણી જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે મોટાભાગનો સમય રોમાન્ટિક ગીતોમાંજ પસાર થઈ જાય છે. ફિલ્મ મુખ્યત્વે જે ઘટના પર આધારિત છે ત્યાં સુધી પહોંચવામાં ઘણો સમય લાગી જાય છે. માટે ફિલ્મ થોડી ધીમી લાગે છે. ફિલ્મનો પહેલો ભાગ તમને ધીમો લાગી શકે છે.જો કે કેપ્ટન વિક્રમ બત્રાના જીવનને પડદા પર દર્શાવવું સરળ કામ નહોતું. અનેક તથ્યો, એક્શન સિક્વન્સ, અને સાથે પરિવારને પણ દર્શાવવો જરુરી હતો. આ તમામ પરિબળોને એકસાથે ફિલ્મમાં જોડવા અને કારગિલ યુદ્ધની ઐતિહાસિક જીતને પડદા પર ઉતારવી સરળ નથી. મોટાભાગની ઘટનાઓ ફિલ્મના બીજા ભાગમાં થાય છે, માટે ફિલ્મ સ્પીડ પકડે છે.ફિલ્મમાં સૌથી મોટી જવાબદારી સિદ્ધાર્થ મલ્હોત્રા પર હતી. કેપ્ટન વિક્રમ બત્રાના પાત્રને જીવન આપવું ચોક્કસપણે સરળ કામ નહોતુ. પરંતુ આ સિદ્ધાર્થ મલ્હોત્રાનું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પર્ફોમન્સ છે. યુદ્ધના સીન્સમાં સિદ્ધાર્થ જામે છે. કિયારા અડવાણી પોતાના પાત્રમાં ઠીક છે. તે એક એવા માણસને પ્રેમ કરે છે, જે દિલથી પણ બહાદુર છે. ફિલ્મની સ્ટોરી પ્રમાણે કિયારાએ કંઈ ખાસ કરવાનું નથી. શિવ પંડિત ફિલ્મમાં કેપ્ટન સંજીવ જામવાલના રોલમાં જોવા મળશે. આ એક એવું પાત્ર છે જે બહારથી કઠોર દેખાય છે, પરંતુ અંદરથી કોમળ છે. નિકેતન ધીર મેજર અજય સિંહ જસરોટિયાના પાત્રમાં જોવા મળશે. શતફ ફિગર ફિલ્મમાં કર્નલ યોગેશ કુમાર જોશીના રોલમાં છે અને પ્રભાવિત કરનારું કામ કર્યું છે. જો કે ફિલ્મમાં અમુક રૂઢિવાદી વિચાર અને વર્ષોથી ચાલતી આવતી વિચારધારા પણ જોવા મળશે, ખાસકરીને પાકિસ્તાન પ્રત્યે.ટુંકમાં શેરશાહ એક દેશભક્તિ ફિલ્મ છે. યુદ્ધના અનેક સીન્સ છે, પરંતુ તેને વધારે મોટા સ્તર પર ફિલ્માવી શકાતા હતા. કારગિલ યુદ્ધને કારણે દેશે જે ગુમાવ્યું અને જે સાહસનો પરિચય આપ્યો છે તે એક દર્શક તરીકે તમને ફિલ્મમાં કંઈ ખૂટતું હોય તેમ લાગશે. જો કે બોલિવૂડમાં વૉર ફિલ્મે જે પ્રકારે સફળતા મેળવી છે, તેને જોતાં શેરશાહ જાતેતરમાં રિલીઝ થયેલી આ શ્રેણીની ફિલ્મોમાં ઘણી આગળ છે. આ ફિલ્મની વાર્તા તમને પ્રેરણા પણ આપશે. ફિલ્મ એકવાર શરુ કરશો તો તમને જકડી રાખશે. ખાખી યુનિફોર્મમાં વીર સૈનિકોને દુશ્મનો સાથે લડતા જોવા, પોતાની માટી માટે અંતિમ શ્વાસ સુધી મહેનત કરવી, આ દ્રશ્યો દર્શકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરે છે. શેરશાહની સૌથી મોટી જીત એ છે કે તેમાં દેશના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એકને રિક્રિએટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.",2 ડિરેક્ટર વિનિલ મેથ્યુ અને લેખિકા કનિકા ધિલ્લોન 2 કલાક 15 મિનિટના સમયમાં દર્શકોને રાની અને રિશુની અલગ-અલગ દુનિયામાં લઈ જાય છે. જેમાં એક નાના શહેરની સાદગી છે અને સાથે જ આવી રહેલા સંકટના સંકેતો છે. કારણકે ફિલ્મની વાર્તા શરૂઆતથી જ આ પ્રકારે માહોલ બનાવવામાં સફળ થાય છે. ફિલ્મમાં રોમાંચની સાથે-સાથે ચિંતા અને તણાવની વાત પણ છે. ફિલ્મની વાર્તા દર્શકોને બાંધી રાખે છે. જેમાં મનોરંજન પણ છે અને દર્શકો અનુમાન લગાવી શકતા નથી કે આગળ શું થવાનું છે.તાપસી પન્નુએ ફિલ્મમાં મજબૂત અને જિદ્દી રાનીનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. આ લવ સ્ટોરીમાં ઘણાં ટ્વિસ્ટ છે અને તેની સાથે ઘણાં પ્રકારની ભાવનાઓ મજબૂતી સાથે જોડાયેલી છે. ટ્વિસ્ટથી ભરપૂર અને ડાર્ક લવસ્ટોરી એવી આ ફિલ્મ દર્શકોને બાંધી રાખે છે.,2 "ડિરેક્ટર અમિત મસુરકરે સુંદર જંગલ દર્શાવીને એક જટિલ વાર્તા પસંદ કરી છે. તે માણસ અને પ્રાણી વચ્ચેની આ લડાઈને અત્યંત ઉંડાણપૂર્વક દર્શાવે છે. આસ્થા ટિક્કુએ સ્ક્રીનપ્લે ઘણી સાવધાની સાથે વિસ્તારમાં લખ્યો છે. માત્ર વિદ્યાના મનની વાત અને ઈચ્છાને દર્શાવવામાં નથી આવી, વિભાગના કાર્યો પણ દર્શાવવામાં આવ્યા છે તેમજ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કઈ રીતે ગામ અને જંગલ એકબીજા સાથે જોડાયેલા છે. સિનેમેટોગ્રાફર રાકેશ હરિદાસે કેમેરાનું જોરદાર કામ કર્યું છે. અનીશ જૉહ્નની સાઉન્ડ ડિઝાઈન પણ કેમેરાનો સાથ આપે છે. ગાઢ જંગલ વચ્ચે તડકો, ચકલીઓ- જીવજંતુઓ, પાંદડા, પ્રાણીઓના અલગ અલગ અવાજ તમને જંગલમાં હોવાનો અનુભવ કરાવશે. ફિલ્મમાં વિદ્યાને એક સહયોગી જણાવે છે કે- તમે 100 વાર જંગલમાં જશો અને કદાચ એક વાર વાઘ જોશો, પરંતુ વાઘે તમને 99 વાર જોયા હશે. આ ડાયલોગ જણાવે છે કે, માણસ જંગલમાં ઘૂસે છે. પ્રાણીઓ માટે તો તેમનું ઘર છે. તે ત્યાંના અસલી માલિક છે. બેનેડિક્ટ ટેલર અને નરેન ચંદાવરકરનો બેકગ્રાઉન્ડ સ્કોર વાર્તાના રહસ્યોને વધારે પ્રભાવશાળી બનાવે છે. ફિલ્મમાં માત્ર એક ગીત છે, જેના લિરિક્સ હુસૈન હૈદરીએ લખ્યા છે. એક્ટિંગની વાત કરીએ તો વિદ્યા બાલન પોતાની એક્ટિંગથી ફરી એકવાર દર્શકોને પ્રભાવિત કરે છે. તેના વિચાર શક્તિશાળી છે, તે શાંત છે પરંતુ તેનો દ્રઢ સંકલ્પ, જૂનૂન અને ધૈર્ય તમને આકર્ષિત કરશે. વિદ્યા જે સીનમાં બોલતી નથી ત્યાં પણ તેની આંખો ગુસ્સો વ્યક્ત કરે છે. વિદ્યા બાલને આ ફિલ્મના માધ્યમથી ફરી એકવાર મહિલાઓને લગતા પૂર્વાગ્રહોને દૂર કરવાનું કામ કર્યું છે. વિજય રાજ, બૃજેન્દ્ર કલા, નીરજ કાબી, સમપા મંડલ, શરત સક્સેનાએ પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે. સત્યકામ આનંદ પણ પોતાના પાત્રમાં જામે છે. ડિરેક્ટર અમિત મસૂરકર દર્શકોને બે કલાક દસ મિનિટ સુધી જકડી રાખવામાં સફળ સાબિત થાય છે. જો કે અમુક ભાગમાં ફિલ્મની સ્પીડ થોડી ધીમી થતી લાગશે. પરંતુ જેમ જેમ ફિલ્મમાં વાઘણની શોધ શરુ થશે તેમ ફિલ્મ એક રોમાંચક સફર પર નીકળી હોય તેમ લાગશે. ફિલ્મમાં અનેક વાર કટાક્ષ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વન્યજીવ સંરક્ષણ અને ઈકોસિસ્ટમને બેલેન્સ કરવાની વાત આ ફિલ્મમાં રસપ્રદ રીતે કરવામાં આવી છે. શેરની એક ઈન્ટેન્સ ફિલ્મ છે. રસપ્રદ છે. આ ફિલ્મ જરુર જોવી જોઈએ.",2 "ધ ફેમિલી મેન સીરિઝની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ટિપિકલ સ્પાઈ થ્રિલર જૉનરની સ્ટોરી નથી, તેમાં તમને વચ્ચે વચ્ચે હ્યુમરનો ડોઝ પણ મળતો રહે છે. બીજી સીઝન પણ લોકોની અપેક્ષા પર ખરી ઉતરી છે. રાજ અને ડીકેએ આખી સીઝનને રસપ્રદ બનાવી રાખી છે. સીરીઝના પહેલા બે એપિસોડ વાર્તાનો આધાર તૈયાર કરે છે. ત્યારપછી સ્ટોરીની સ્પીડ વધે છે અને નવા નવા પાત્રો ઉમેરાતા જાય છે. શ્રીકાંતની પર્સનલ લાઈફ પર પણ ફોકસ કરવામાં આવ્યો છે અને વાર્તાને આગળ વધારવા તે જરૂરી પણ હતું. સીઝન વનની જેમ આ વખતે પણ દર્શકોને થ્રિલ અને એડવેન્ચર જોવા મળશે.ફિલ્મનું ડિરેક્શન અત્યંત વ્યવસ્થિત છે અને સ્ટોરી પણ ઝડપથી આગળ વધે છે. મનોજ બાજપેયીએ ફરી એકવાર જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું છે. મનોજની સાથે શારિબ હાશમીએ જેકેના પાત્ર સાથે સીરિઝમાં પ્રાણ ફૂંક્યા છે. આ વખતે સીઝનની મુખ્ય યુએસપી સામંથા અક્કિનેની છે જે રાજીના કેરેક્ટરમાં જોવા મળશે. તેણે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે અને ઘણાં બધા સીન્સમાં તેની અભિનય કળા દેખાઈ આવે છે. પ્રિય મણીને આ વખતે વધારે સ્ક્રીન સ્પેસ નથી મળી. સીરિઝનો ક્લાઈમેક્સ મજાનો છે અને જોવામાં મજા આવશે.",2 "વર્ષ 2018માં દિનેશ વિજાન હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી' લઈને આવ્યા હતા. આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી. પરંતુ બીજા કોઈ ડાયરેક્ટર-પ્રોડ્યુસરે આ જોનરમાં ખાસ કામ નહોતું કર્યું છે. ત્યારે હવે પ્રોડ્યુસર તરીકે દિનેશ વિજાન 'રૂહી' લઈને આવ્યા છે. ડાયરેક્શનની જવાબદારી હાર્દિક મહેતાને સોંપી હકી. તેઓ મહદઅંશે હોરરને કોમેડીમાં ઢાળવામાં સફળ રહ્યા હતા. ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકારો જ્હાન્વી કપૂર, વરુણ શર્મા અને રાજકુમાર રાવે પોતાના ફાળે આવેલું કામ સારી રીતે કર્યું છે.રાજકુમાર રાવ ફિલ્મી પડદે ફરી એકવાર નાના શહેરના છોકરાની છબિ સાથે આવ્યો છે. રંગ કરેલા વાળ સાથે તે પોતાના કેરેટક્ટરમાં ફિટ બેસે છે. જો કે, ઘણી જગ્યાએ તમને એવું લાગશે કે રાજકુમારનું કામ 'સ્ત્રી'ના પાત્ર સાથે મેળ ખાય છે. પરંતુ તે પોતાના અંદાજમાં બોડી લેંગ્વેજ બદલવાની કોશિશ કર્યા કરે છે. વરુણ શર્માની કોમિક ટાઈમિંગ જબરદસ્ત છે. તેના એક્સપ્રેશન્સ જોઈને જ હસવું આવી જશે. રૂહી હોય કે અફઝા, જ્હાન્વીએ બંને પાત્રોને સારી રીતે નિભાવ્યા છે. જ્હાન્વી અફઝા બને છે ત્યારે સૌને ડરાવે છે અને રૂહીનું રૂપ લે છે ત્યારે ડરપોક છોકરીના રોલને પણ સારી રીતે નિભાવી જાણે છે. 'ધડક' અને 'ગુંજન સક્સેના' ફિલ્મમાં જ્હાન્વી પાસેથી જે આશા જાગી હતી તેના પર તે ખરી ઉતરતી દેખાઈ રહી છે. તેના પ્રયાસો જોતાં લાગે છે કે તે ફિલ્મી દુનિયામાં લાંબા સમય સુધી ટકશે.ફિલ્મમાં આમ તો હસવું આવે તેવા ઘણાં સીન્સ છે પરંતુ તેમા 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી માંડીને 'ટાઈટેનિક' સુધીની ફિલ્મના આઈકોનિક સીન્સને હાસ્યરસમાં ભેળવવામાં આવ્યા છે. 'રૂહી'ની વાર્તા મૃગદીપ સિંહ લામ્બા અને ગૌતમ મહેરાએ લખી છે. તેમણે ઘણાં રમૂજી વનલાઈનર્સ આપ્યા છે જે દર્શકોને સરળતાથી હસાવી શકે છે. પરંતુ થોડું એવું પણ છે જ્યાં આ ફિલ્મ કાચી પડે છે. ફિલ્મમાં મુખ્ય વાર્તા સાથે નાની-નાની બીજી કહાણી પણ છે. જે મુખ્ય પાત્રોનો ભૂતકાળ છે. જો કે, ભૂતકાળની વાર્તાનો થોડી જ હિસ્સો ફિલ્મના અંત સુધી ટકી શકે છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં એડિટિંગ હજી પણ વધુ ટાઈટ કરી શકાયું હોત. આ ફિલ્મમાં મનોરંજન ઉપરાંત પોતાને પ્રેમ કરવાનો મેસેજ પણ છે. આ એક પ્રકારે યોગ્ય છે પરંતુ આ જ સંદેશ સાથેનો અંત ડાયરરેક્ટર માટે સુવિધાજનક છે. કેટલાક સીન્સમાં પંચલાઈનની કમી લાગે છે. ફિલ્મના મ્યૂઝિકની વાત કરીએ તો 'નદિયોં પાર' અને 'પનઘટ' આ બે ગીત મુખ્ય છે. આ બંને જ ગીત ફિલ્મની શરૂઆત અને અંતમાં ક્રેડિટ્સ સાથે બતાવાયા છે. સચિન-જિગરનું મ્યૂઝિક ફિલ્મ પૂરી થયા પછી પણ દર્શકોના માનસપટ પર રહે છે. એકંદરે આ હોરર-કોમેડી ફિલ્મ પોતાના જોનરને ન્યાય કરે છે. ફિલ્મમાં મનોરંજનનો ડોઝ છે અને થિયેટરમાં બેસીને મોટા પડદે આ ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો પૂરી કરી શકાય.",2 "ફિલ્મનું ડાયરેક્શન ઈરાની-અમેરિકન મૂળના ડાયરેક્ટર રામિન બહરાનીએ કર્યું છે. ઘણીવાર તમને લાગશે કે ફિલ્મને જેટલો ઈન્ડિયન ટચ મળવો જોઈએ તેટલો છે નહીં. જો કે, આદર્શ ગૌરવની દમદાર એક્ટિંગ તમને આ વાત વિચારવાની તક નહીં આપે. ફિલ્મમાં આદર્શ ગૌરવનું કામ એટલું સરસ છે કે તમે નાની-મોટી ભૂલોને અવગણી શકો છો. રાજકુમારની એક્ટિંગ પણ સારી છે. પ્રિયંકા ચોપરાનું પાત્ર નાનું છે પરંતુ તેણે પૂરતો ન્યાય આપ્યો છે. આદર્શ ગૌરવે બલરામ હલવાઈના પાત્રને દિલથી ભજવ્યું છે. આ ફિલ્મને માત્ર ને માત્ર આદર્શ ગૌરવની કહીએ તો કશું ખોટું નથી. અરવિંદ અડિગાની બુકર પ્રાઈઝ જીતી ચૂકેલી નોવેલ 'ધ વ્હાઈટ ટાઈગર' વાંચી હશે તો તમને વાર્તા ચોક્કસ ખબર હશે તેમ છતાં આ ફિલ્મ જોશો તો મજા પડશે. ફિલ્મનો ટાઈગર બલરામ છે અને આદર્શ ગૌરવે આ ટાઈગરનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. જો કે, ગરીબ-પછાત બલરામની ભૂમિકા ભજવતા આદર્શનું ફાંકડું અંગ્રેજી ક્યારેક ખટકે છે. તેમ છતાં ફિલ્મ જોવા જેવી તો છે જ.",2 "ડાયરેક્ટર સુભાષ કપૂરનું ડાયરેક્શન ખૂબ સરસ છે. તેઓ પાત્રોને કહાણી અને વિષયને અનુરૂપ ઢાળવામાં સફળ રહ્યા છે. સ્ક્રીનપ્લે ફિલ્મને મજબૂતી આપે છે. તેઓ પોતાની વાર્તામાં લિંગ ભેદ, જાતિવાદ, સત્તાની ભૂખ જેવા અનેક મુદ્દાઓને બતાવ્યા છે. ઈન્ટરવલ સુધી ફિલ્મના એક-એક પડ ખુલતાં જાય છે અને અચંબિત કરે છે. પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મની વાર્તા થોડી નબળી પડી જાય છે. સેકન્ડ હાફમાં રાજકીય દાવ-પેચના બદલે તારાના અંગત જીવન પર ફોકસ કરવામાં આવ્યું છે. ફિલ્મનો ક્લાઈમેક્સ દમદાર છે. ફિલ્મના સંવાદ ચોટદાર છે. 'યૂપી મેં જો મેટ્રો બનાતા હૈ વો હારતા હૈ ઔર જો મંદિર બનાતા હૈ વો જીતતા હૈ'. 'મેં કુંવારી હૂં, તેજ કટારી હું લેકિન તુમ્હારી હું' જેવા ઘણા ડાયલોગ યાદ રહી જાય તેવા છે. જયેશ નાયરની સિનેમેટોગ્રાફી વાર્તાને વધુ વિશ્વસનીય બનાવે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દમદાર છે. સારી વાત એ છે કે ફિલ્મમાં બિનજરૂરી ગીતો નથી ઉમેરવામાં આવ્યા. મંગેશ ધાકડેના કમ્પોઝિશનમાં સ્વાનંદ કિરકિરેના કંઠે ગવાયેલું ગીત 'ચિડી ચિડી' વાર્તાને અનુરૂપ છે.આ ક્રૂર રાજકીય ડ્રામાને દમદાર બનાવે છે રિચા ચઢ્ઢાની દમદાર એક્ટિંગ. આ રિચા ચઢ્ઢાના કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ છે તેવું કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ફિલ્મની શરૂઆતમાં રિચાનો બોયકટવાળો લૂક થોડી મૂંઝવણ ઊભો કરે છે પરંતુ થોડી જ મિનિટોમાં તે પાત્રમાં સંપૂર્ણપણે ઢળી જાય છે અને દર્શકો તેના લૂકને ભૂલીને પર્ફોર્મન્સમાં ડૂબી જાય છે. પ્રેમમાં ઊંચા વર્ણના યુવક તરફથી વિશ્વાસઘાત સહન કરનારી દલિત યુવતીનું સીએમના રૂપમાં ટ્રાન્સફોર્મેશન ગજબનું છે. માત્ર રિચા જ નહીં ફિલ્મમાં તમામ કલાકારોનો અભિનય સશક્ત છે. માસ્ટરજીના રૂપે સૌરભ શુક્લા દિલ જીતી લે છે. સૌરભ અને રિચા વચ્ચેના દ્રશ્યો ફિલ્મની હાઈલાઈટ છે. ઈન્દૂ ત્રિપાઠીના રોલમાં અક્ષય ઓબેરોય અને દાનિશ ખાનના રોલમાં માનવ કૌલે સશક્ત ઉપસ્થિતિ દર્શાવી છે. સત્તાના ભૂખ્યા નેતાના રોલમાં સુબ્રજ્યોતિ જામે છે. સપોર્ટિંગ કાસ્ટ પણ પર્ફેક્ટ છે.",2 "ફિલ્મમાં ગામનો સરપંચ એક ડાયલોગ બોલે છે કે, 'આ દેશમાં રાજ્યપાલથી પણ મોટો તલાટી હોય છે અને તેનું લખેલું કોઈ બદલી નથી શકતું.' આજે પણ આ વાત આપણા તંત્રની કડવી હકીકત છે. દેશભરના નાના-મોટા ગામડાંમાં આજેય ભરત જેવા કેટલાય જીવિત મૃતકો ફરતા હશે. લોકોની આખી જિંદગી કોર્ટ-કચેરીના ધક્કા ખાઈને પૂરી થઈ જાય છે પરંતુ પોતાને જીવિત સાબિત નથી કરી શકતા અને કાગળિયા પર મૃત જાહેર થયા હોવાના કારણે ખરેખર મરી જાય છે. ડાયરેક્ટર સતીશ કૌશિકે આ ફિલ્મને ખૂબ હળવા અંદાજમાં શરૂ કરી પરંતુ સમય સાથે ફિલ્મ સીરિયસ થતી જાય છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેમ તમે ભરત લાલની પીડા અને પોતાને જીવિત સાબિત કરવાની જિદ્દ સમજી શકો છો. જો કે, ફિલ્મ ક્યારેક ધીમી લાગે છે પરંતુ ભરત લાલના નવા નવા કીમિયા ફરી એકવાર વાર્તામાં તમારો રસ જગાડે છે. ફિલ્મને કદાચ હજી થોડી નાની કરી શકાઈ હોત.હાલના સમયે પંકજ ત્રિપાઠીને બોલિવુડના શ્રેષ્ઠ એક્ટર કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેઓ દરેક પાત્રમાં એટલા ઊંડા ઉતરી જાય છે કે તેના જેવા જ લાગવા માંડે છે. પંકજ ત્રિપાઠી પોતાની દરેક ફિલ્મથી એક્ટિંગની નવી ઊંચાઈ સર કરે છે. ભરત લાલના પાત્રમાં પંકજ ત્રિપાઠી એટલી સારી એક્ટિંગ કરી બતાવે છે કે તમે તેમના પાત્રની પીડા અનુભવી શકો છો. ભરત લાલની પત્નીના રોલમાં મોનલ ગજ્જર અને સાધુરામના પાત્રમાં સતીશ કૌશિકનું કામ પણ પ્રશંસનીય છે. ફિલ્મમાં મીતા વશિષ્ઠ, નેહા ચૌહાણ, અમર ઉપાધ્યાય અને બ્રિજેંદ્ર કાલાના રોલ નાના છે પરંતુ તેમણે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ફિલ્મમાં એકમાત્ર આઈટમ સોન્ગ છે જેમાં સંદીપા ધર ખૂબ જ સુંદર લાગે છે.",2 "આ ફિલ્મમાં જો હકીકતમાં તમને આશ્ચર્યજનક લાગશે તો તે છે માનવ કૌલની ઉત્તમ એક્ટિંગ, વીર સિંહના કેરેક્ટરમાં તે ખૂબ જ વાસ્તવિક અને ઉત્તમ લાગી રહ્યો છે. તેના કેરેક્ટરના અલગ અલગ શેડ્સમાં માનવ કૌલે જીવ રેડી દીધો છે. તેની બોડી લેંગ્વેજ અને ડાયલોગ ડિલિવરી ઉત્તમ છે અને ફરી એકવાર તેમણે સાબિત કર્યું છે કે તે દરેક પ્રકારના કેરેક્ટરને ખૂબ જ સરળતાથી નિભાવી શકે છે. વકીલના કેરેક્ટરમાં અર્જુન રામપાલ પણ તમને ઈમ્પ્રેસ કરશે. તેની કોર્ટ પ્રેઝન્સ જોરદાર જોવા મળે છે. અર્જુન રામપાલ સામે આનંદ તિવારીએ પણ સરકારી વકીલનું કેરેક્ટર ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. મધુ સારી કલાકાર છે પરંતુ તેની પાસે કરવાલાયક કશું ખાસ નહોતું.આ ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન બગ્સ ભાર્ગવ કૃષ્ણાએ કર્યું છે. કૃષ્ણાએ ફિલ્મના કોર્ટ રુમ ડ્રામાને એકદમ ઉત્તમ રીતે લખ્યો અને ફિલ્માવ્યો છે. ફિલ્મ સમય પસાર કર્યા વગર જ ટૂ ધ પોઈન્ટ પર તમને લઈ આવે છે. ફિલ્મના સીન તમને જકડી રાખવામાં સફળ થશે. જોકે, પછી તમે ક્યાંક ને ક્યાંક સ્ટોરીનો અંદાજ લગાવી પણ શકો છો પરંતુ પછી ઘણું બધું એવું થાય છે કે જે તમને ફિલ્મના અંતમાં જ ખબર પડશે. કુલ વાત કરવામાં આવે તો આ ફિલ્મ એક સારી થ્રિલર ફિલ્મ છે. ",2 " આશ્રમના રાઈટર્સ માધવી ભટ્ટ, અવિનાશ કુમાર, સંજય માસૂમ, કુલદીપ રુહેલે આ સીરિઝમાં સેક્સ્યુઅલ અને ડ્રગ એબ્યૂઝના મુદ્દાને ઉત્તમ રીતે રજૂ કરવામાં આવ્યો છે. સીરિઝની સ્ટોરીના કેરેક્ટર્સને ઉત્તમ કરીને ઘડવામાં આવ્યા છે તેમજ અનેકવાર કેરેક્ટર્સ રસપ્રદ બન્યા છે. પ્રકાશ ઝાએ પણ ઉત્તમ રીતે સમાજની બદીઓ પણ સીરિઝમાં સામે રાખી છે.એક્ટિંગની વાત કરવામાં આવે તો ગત સીઝનની જેમ જ બોબી દેઓલ આ સીઝનમાં પણ પોતાના ફુલ ફોર્મમાં જોવા મળે છે. એક લાંબા સમય પછી બોબી દેઓલને બિલકુલ અલગ જ અંદાજમાં જોવામાં આવ્યા છે. ચંદન રૉય સાન્યાલ પણ પોતાના કેરેક્ટરમાં મસ્ત લાગે છે. જ્યાં સુધી સીરિઝના મહિલા કેરેક્ટર્સની વાત કરવામાં આવે તો અદિતી પોહનકર, ત્રિધા ચૌધરી, અનુરિતા ઝા, પ્રીતિ સૂદ અને અનુપ્રિયા ગોયન્કાએ પોતાના રોલ્સને ઉત્તમ રીતે કર્યું છે. ત્રિધા ચૌધરી બબીતાના રોલમાં ગત સીઝન કરતા પણ વધુ સુંદર લાગી છે. ",2 "લૂડો' આમ તો મજેદાર છે. બિલકુલ તે રમતની જેમ જ જે આપણે નાનપણથી રમતા આવ્યા છીએ. દરેક પોતપોતાના રસ્તે ચાલી રહ્યું છે. જોકે, દરેકનો રસ્તો એકબીજા સાથે ટકરાય છે. ફિલ્મ પણ એવી રીતે જ ચાલે છે. રસપ્રદ લાગશે તમને પણ. દરેક કેરેક્ટરની સ્ટોરી શરુ થાય છે. જેનો ભૂતકાળ-વર્તમાન બતાવવામાં આવે છે અને ફિલ્મની સ્ટોરી શરુ થાય છે. જોકે, ધીરે ધીરે બધું રહસ્યમયી થતું જાય છે. અનેક કેરેક્ટર્સ અને દરેક સ્ટોરીઓને બાંધવાની કોશિશમાં અનુરાગ બસુની પકડ ક્યાંક ઢીલી થતી જણાય છે પરંતુ તેમણે સારી કોશિશ કરી છે.અનુરાગ બસુની ફિલ્મ છે. જેથી તેમની છાપ દરેક જગ્યાએ જોવા મળે છે. ફિલ્મમાં ડાર્ક કોમેડી પણ છે અને રોમાન્સ પણ છે. પ્રીતમનું મ્યૂઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મને અનુરૂપ જ છે. આ ફિલ્મમાં બ્લૂ અને લાલ રંગનો પ્રેમ ઝળકે છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ ખૂબ જ મોટી છે. એકથી એક મંજાયેલા એક્ટર છે અને તે નિરાશ પણ કરતાં નથી. પંકજ ત્રિપાઠીએ ફરી એકવાર દિલ લૂંટ્યું છે. એક ગેંગ્સ્ટરના રોલમાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. રાજકુમાર રાવ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીનો ફેન બન્યો છે અને તેને એન્જોય કરે છે. અભિષેક બચ્ચને બિટ્ટુના રુપમાં પડદા પર પોતાની પકડ મજબૂત રાખી છે. જ્યારે ફાતિમા સના શેખનું કેરેક્ટર પણ રસપ્રદ છે. સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર પોતપોતાના રોલમાં ફીટ બેસે છે. રોહિત સર્રાફ પાસે ડાયલોગ્સ ઓછા છે પરંતુ તે અલગ જ રીતે નિખરે છે. 'લૂડો'માં અનેક તક એવી આવે છે જ્યારે તમને રોમાંચ ઉત્પન્ન થાય છે. અનેક એવી પણ તક છે જ્યારે તમે ખૂબ હસો છો. જોકે, ક્યારેક તમને કંટાળો પણ આવી શકે છે. અનુરાગ બસુ સ્ક્રિનપ્લે ટાઈટ રાખવામાં હજુ થોડી મહેનત કરી શક્યા હોત. જોકે, તમે સંયમ રાખો તો તમને આગળ ખૂબ જ મજા પડે તેવું છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ ખૂબ જ સરસ છે. દરેક સ્ટોરીને સારી રીતે એકબીજા સાથે ગૂંથવામાં આવી છે. કેટલીક સરપ્રાઈઝ છે તો મેસેજ પણ છે. આ 'લૂડો' અંતમાં તો એવું જ કહે છે કે, ક્યારેય પણ કોઈને એ વાત પર મૂલ્યાંકન ન કરવું જોઈએ કે તેણે શું પસંદ કર્યું છે અને શું નિર્ણય કર્યો છે? ",2 "કરણ શર્માએ આ ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. તેમણે સેનામાં ગુંજન સક્સેનાની સાથે થઈ રહેલા ભેદભાવને કોઈ શોષણની માફક નહીં પણ એક ચર્ચાની શરૂઆત તરીકે ઉપયોગ કર્યો છે. આ ફિલ્મમાં દેશભક્તિની સાથે જીતનું અભિમાન પણ છે. ફિલ્મમાં પિતા-પુત્રીના સંબંધની વાત છે અને એક્ટ્રેસ જાન્હવી કપૂરે ગુંજન સક્સેનાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. પોતાની ઉંમર મુજબ પણ આ આ રોલમાં પરફેક્ટ છે. ફિલ્મમાં વિંગ કમાન્ડરના રોલમાં એક્ટર વીનિત સિંહ છે. એકબાજુ અંગદ બેદી અને વીનિત સિંહ જ્યારે બીજી બાજુ જાન્હવી કપૂર છે. તેમણે યાદગાર અભિનય કર્યો છે.2 કલાકની આ ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માં ગુંજન સક્સેનાની વીરતાને રજૂ કરવામાં આવી છે. કારગિલ યુદ્ધ પણ આ ફિલ્મની વાર્તાનો મહત્વનો ભાગ છે. ફિલ્મમાં પાઈલટની ટ્રેનિંગ, હેલિકોપ્ટરની વાર્તા, યુદ્ધના સીન સહિતનો ઘટનાક્રમ 2 કલાકમાં રજૂ કરાયો છે. 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' ફિલ્મ એક નારીવાદી પિતા અને તેમની બહાદુર દીકરીની વાર્તા છે. આ ફિલ્મ માટે અમારા રેટિંગ 5માંથી 4 સ્ટાર છે.",2 ફિલ્મનો ફર્સ્ટ હાફ દર્શકોને જકડી રાખે છે જે મજેદાર અને એન્ટરટેઈનિંગ છે. વિદ્યા બાલન સંપૂર્ણ રીતે પોતાના પાત્રમાં ઢળી ગઈ છે અને સરસ પર્ફોર્મન્સ આપ્યું છે. લંડન ગયા બાદ વિદ્યા બાલનના મેકઓવરને જબરજસ્ત રીતે દર્શાવાયો છે. ફિલ્મમાં શકુંતલા દેવીના પતિ પરિતોષ બેનર્જીનું પાત્ર જિશૂ સેનગુપ્તાએ ભજવ્યું છે અને પોતાના પાત્રમાં ખૂબ સારા લાગી રહ્યા છે. અનુપમાના પાત્રમાં સાન્યા મલ્હોત્રા અને અનુપમાના પતિના પાત્રમાં અમિત સાધે પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે. ડાયરેક્ટર અનુ મેનને ખૂબ જ ઈમાનદારીથી શકુંતલા દેવીની જિંદગીને ફિલ્મમાં દર્શાવી છે. ફિલ્મમાં 1950 અને 1960ના દાયકાને સારી રીતે દર્શાવાયો છે. ફિલ્મમાં સચિન-જિગરનું મ્યૂઝિક પણ સારું છે.,2 "‘રક્તાંચલ’ના પહેલા એપિસોડની સ્ટોરી તમને બાંધી રાખશે. વેબ સીરિઝમાં હીરો વિજય સિંહના રોલમાં ક્રાંતિ પ્રકાશ ઝા છવાઈ ગયો છે. ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મ્સ અને સીરિઝ ‘સ્વામી રામદેવ- એક સંઘર્ષ’ પછી ક્રાંતિ પ્રકાશ ‘રક્તાંચલ’માં પોતાની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીથી ઉમદા કામ કર્યું છે. વિલન વસીમ ખાનના રોલમાં નિકિતન ધીર ખતરનાક તો લાગે જ છે પરંતુ તેને પોતાના એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી પર કામ કરવાની જરુર છે.કેવું છે કલાકારોનું કામ?આ બન્નેના લીડ રોલ ઉપરાંત ભ્રષ્ટ રાજનેતા પુજારી સિંહના કેરેક્ટરમાં રવિ ખાનવિલકર અને વસીમ ખાનના ગુંડા સનકીના કેરેક્ટરમાં વિક્રમ કોચર ખૂબ જ દમદાર લાગે છે. રોંજિની ચક્રવર્તીનો રોલ સીમા અને કૃષ્ણા બિષ્ટનું કેરેક્ટર કટ્ટા ખૂબ મોડા આવે છે પરંતુ પોતાની છાપ છોડીને જાય છે. ત્રિપુરારીના કેરેક્ટરમાં પ્રમોદ પાઠક ઠીકઠાક જામે છે. પોલિટિશન સાહેબ સિંહના કેરેક્ટરને વધુ ઉત્તમ બનાવી શકાયું હોત. જોકે, આ રોલમાં દયા શંકર પાંડે જેવા ઉત્તમ કલાકાર પાસે યોગ્ય રીતે કામ લેવામાં આવ્યું નથી.80ના દાયકાનો સમય અને માફિયારાજ‘રક્તાંચલ’ની સ્ટોરીને રજત, સર્વેશ ઉપાધ્યાય અને શશાંક રાહીએ લખી છે.ડિરેક્ટર રીતમ શ્રીવાસ્તવે ‘રક્તાંચલ’માં એકદમ દર્શકોને બાંધી રાખે તેવું 80ના દાયકાના મધ્ય સમયનું વાતાવરણ પૂરું પાડ્યું છે. 80ના દશકમાં અંતમાં ઉત્તર પ્રદેશમાં થયેલી હિંદુ-મુસ્લિમ અને રામમંદિરની રાજનીતિનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘રક્તાંચલ’ની સ્ટોરી સારી છે પરંતુ તેના ડાયલોગ્સ થોડા નબળા છે. જે દર્શકો પર સીમિત અસર છોડવામાં સફળ થાય છે. સ્ટોરીમાં વિજય સિંહની લવસ્ટોરીને સારી રીતે બતાવી શકાય હોત. ‘રક્તાંચલ’માં બન્ને ગીત સ્ટોરીની ઝડપને બ્રેક લગાવે છે.શા માટે જોવી જોઈએ?સમગ્ર સીઝનની સ્ટોરીને એવા વળાંક પર પૂરી કરવામાં આવી છે. જેથી દર્શકોને બીજી સીઝનની ઉત્સુકતાપૂર્વક રાહ રહેશે. ક્રાંતિ પ્રકાશ ઝાની ઉત્તમ એક્ટિંગ જોવી હોય અને જો તમને ક્રાઈમ, થ્રિલર, ડ્રામા સીરિઝના શોખીન છુઓ તો આ સીરિઝ મિસ ન કરશો.",2 "અનુભવ સિંહાએ ‘થપ્પડ’ એક એવા ટોપિક પર બનાવી છે. જેના પર ભાગ્યે જ આપણા સમાજમાં વાત થાય છે. ઘરેલૂ હિંસા કેવી રીતે કોઈ મહિલાને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક રીતે અંદરથી તોડી નાખે છે, ફિલ્મમાં આ વાતને ઉંડાઈથી વણી લેવામાં આવી છે. વારંવાર મહિલાઓ આવી હિંસાને ઘરને વધારે જરૂરી માનવાના કારણે નજરઅંદાજ કરી દે છે. જોકે, પુરુષોને આ વાતથી જરાપણ ફેર પડે છે ખરાં? આ જ ટોપિક પર ફિલ્મની ચર્ચા છે.એવું નથી કે વિક્રમ પોતાની પત્નીને પ્રેમ નથી કરતો પરંતુ પોતાની મહત્વકાંક્ષાઓમાં તે પત્નીને નજરઅંદાજ કરી દે છે.કેવું છે કલાકારોનું કામ?ટ્રેલર જોઈને પૂરી રીતે ખબર પડી ગઈ હશે કે આ ફિલ્મ તાપસીની જ છે. એક આદર્શ પત્નીથી તાપસીનું કેરેક્ટર માત્ર એક થપ્પડમાં જ તીવ્ર બની જાય છે. જે તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તાપસીએ આ ગંભીર રોલને સારી રીતે ભજવ્યો છે.તેના ડાયલોગ નિશ્ચિત રીતે તમારા દિલને ધ્રુજાવી દેશે. મેકઅપ વગરના આ રોલમાં તાપસીના ચહેરા પર દર્દ, ઘૃણા અને પસ્તાવો એક સાથે જ જોવા મળશે. આ ફિલ્મમાં વિક્રમને તમે નફરત કરશો જેથી ખબર પડે છે કે પવેલ ગુલાટીએ પોતાનું પાત્ર કેટલી ગંભીરતાથી ભજવ્યું છે. કુમુદ મિશ્રા હંમેશાની જેમ અમૃતાના પિતાના રોલમાં જામે છે.શા માટે જોવી જોઈએ?ફિલ્મનું મ્યુઝિક ટોપિક અનુસાર જ છે.અનુભવ સિંહાએ કેટલી મહેનત કરી છે તે ફિલ્મ જોતા જ સમજાય તેવું છે. જો તમને લાગે છે કે લગ્નમાં બધું જ ચાલે છે, તો એકવાર આ ફિલ્મને જરુર જુઓ.",2 "આજથી 20 વર્ષ પહેલા નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરા, રિતિક-સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘મિશન કાશ્મીર’ લઈને આવ્યા હતા. હવે તેઓ ‘શિકારા’ ફિલ્મ લઈને આવ્યા છે જેમાં 90ના દાયકાની વાત છે, જ્યારે આશરે 4 લાખ કાશ્મીરી પંડિતોને ઘરમાંથી નીકાળીને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. ફિલ્મના સંવેદનશીલ વિષયના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી.ફિલ્મમાં તેમના જીવનના સંઘર્ષ, શિવ અને શાંતિનું એકબીજા પ્રત્યેનું સમર્પણ દર્શાવાયું છે. નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની પ્રશંસા કરવી જોઈએ કારણકે તેમણે એક પ્રેમ કહાણી દ્વારા કાશ્મીરી પંડિતોના વિસ્થાપનનો મુદ્દો ઉઠાવ્યો છે. પણ તેઓ આ વિષયમાં ઊંડા ઉતરી શક્યા નથી, પણ ફિલ્મનું કેમેરાવર્ક સુંદર છે.જેમ-જેમ આ ફિલ્મ આગળ વધે છે તેમ-તેમ પ્રેમ કહાણી પાછળ રહી જાય છે, ઈન્ટરવલ બાદ કહાણી થોડી ખેંચી હોય તેવું લાગે છે અને તેના અંત પહેલા જ તેનો અંદાજો તમે લગાવી શકો છો. ફિલ્મમાં એ આર રહેમાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરદસ્ત છે. આ સિવાય તેના ગીતો પણ સરસ છે. આદિલ ખાન અને સાદિયા ખાન જેવા નવા કલાકારોએ સારો અભિનય કર્યો છે.",2 "આદિત્ય રોય કપૂરનું પાત્ર પ્રભાવશાળી છે જ્યારે દિશા પટણી પણ તેના રોલમાં પરફેક્ટ છે. તે આ ફિલ્મમાં ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ દેખાઈ રહી છે. આ બંનેની કેમેસ્ટ્રી જોવાની તમને મજા આવશે. અનિલ કપૂર એક એવો પોલીસવાળો છે જે કાયદામાં માનતો નથી અને કૃણાલ ખેમુનું પાત્ર પણ સારું છે.ડિરેક્ટર મોહિત સૂરીએ પણ જકડી રાખે તેવી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને શરૂઆત પણ જબરદસ્ત એક્શન સીનથી થાય છે. ફિલ્મમાં ક્યાંક-ક્યાંક સંવાદ અને એડિટિંગ નબળા લાગી શકે છે. ફિલ્મના ટ્વિસ્ટ પણ તમે અંદાજો લગાવી શકો તેવા છે માટે તે ખૂબ રસપ્રદ નથી લાગતા. ફિલ્મના ગીત સહિત સંગીત સારું છે. આ ફિલ્મ જોયા બાદ પણ તમને તેનું સંગીત યાદ રહેશે. ",2 "આદિલ અલ અરબી અને બિલાલ ફલાહ નિર્દેશિત આ ફિલ્મ શરુઆતમાં ધીમી છે, જોકે, પછીથી ખૂબ જ ઝડપ પકડે છે. એક વાર તો સામાન્ય લાગતી સ્ટોરીનો ક્લાઈમેક્સ પણ રસપ્રદ નીકળે છે. આટલું જ નહીં, ડિરેક્ટરે સૂઝબૂઝ સાથે હવે પછીની ફિલ્મ બનવાની શક્યતા પણ છોડી છે.આ ફિલ્મના વન લાઈનર્સ જોરદાર છે. જે તમને હસાવે છે. માઈક અને એમ્મોની ટીમની ખાટીમીઠી તડાફડી પણ સારી લાગે છે. જો વાત કરવામાં આવે એક્શનની તો, આ ફિલ્મની છેલ્લી એક્શન સિકવન્સ સારી છે.બાકી તો મારધાડ જ છે. વિલ સ્મિથ અને માર્ટિન લોરેન્સની કેમિસ્ટ્રી પ્લસ પોઈન્ટ છે. ડિરેક્ટરે એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આ એક્ટર્સ હવે પહેલા જેવા નવયુવાન નથી રહ્યાં. આ વાતને લઈને અનેક જગ્યાએ પંચ રાખ્યા છે. બન્નેની એક્ટિંગ સરસ છે. જો પેન્ટાલિયાનો, પાઉલા નુનેજ, જેકબ સ્કિપિયો અને કેટ ડી કસ્ટીલોએ પણ જોરદાર ન્યાય આપ્યો છે.",2 "ડિરેક્ટર તરીકે અશ્વિની ઐયર તિવારીની ખૂબી એ છે કે તેમણે ભોપાલ જેવા નાના શહેરની નોકરી કરતી મહિલા અને તેના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારને પડદા પર જે બારીકીઓ સાથે દર્શાવી છે તે ફિલ્મની સ્ટોરીને બળ આપે છે. અશ્વિની જયા, મીનૂ અને માતા નીના ગુપ્તાના પાત્રો થકી મહિલા સશક્તિકરણની વાત કરે છે પરંતુ તેમાં ક્યાંય તે ઉપદેશ આપતા હોય એવું નથી લાગતું. ઈન્ફેક્ટ એક દૃશ્યમાં તો જયા કહે છે, “દરેક વખતે મહિલાને એવું કેમ પૂછવામાં આવે છે કે તેને કારકિર્દી છોડવા પતિ કે ઘરે મજબૂર કરી.આ તેની પોતાની પણ ચોઈસ હોઈ શકે છે.” અસલમાં અશ્વિની ‘પંગા’ના માધ્યમથી કહેવા માંગે છે કે દરેક સ્ત્રીને પોતાની ચોઈસથી પંગો લેવાનો અધિકાર આપવામાં આવવો જોઈએ.ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો લાંબો છે પણ સેકન્ડ હાફમાં સ્ટોરી પોતાની મંઝિલ તરફ ફટાફટ દોડે છે. અશ્વિનીએ સંબંધોને ગૂંથીને કબડ્ડી જેવી રમતમાં પણ થ્રિલ જાળવી રાખ્યું છે. નિખિલ મલ્હોત્રા અને અશ્વિની ઐયર તિવારીના લખેલા સંવાદ એકદમ ચોટદાર છે. જય પટેલની સિનેમેટોગ્રાફી પણ વખાણવાલાયક છે.બલ્લૂ સલૂજાએ ફિલ્મનું ધારદાર એડિટિંગ કર્યું છે. શંકર-અહેસાન-લોયનું સંગીત વિષયને અનુરૂપ છે.પરફોર્મન્સની વાત કરીએ તો કંગના રણૌતે જયા નિગમના પાત્રને એકદમ એફર્ટલેસ અને ફ્લોલેસ રીતે ભજવ્યું છે. તેના કપડા હોય કે બોડી લેંગ્વેજ, બધું જ તેના પાત્રમાં એકદમ પરફેક્ટ રીતે ઢળી જાય છે. ઈમોશનલ દૃશ્યોમાં કંગના મેલોડ્રામા કરવાને બદલે એ રીતે એક્ટિંગ કરે છે કે દર્શકોની આંખો ભીની થયા વિના નથી રહેતી.હાઉસ વાઈફ અને કબડ્ડી પ્લેયર બંને કિરદારોને તેણે પૂરો ન્યાય કર્યો છે. રિચા ચઢ્ઢાનું પાત્ર બિહારી લઢણમાં ડાયલોગ બોલીને દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. તેના અને કંગના વચ્ચે સારી કેમિસ્ટ્રી જામે છે. સહયોગી પતિની ભૂમિકામાં જસ્સી ગિલે સહજ અભિનય કર્યો છે. કંગનાની સાથે તેની જોડી સારી લાગે છે. નીના ગુપ્તાને લિમિટેડ દૃશ્યો મળ્યા છે આમ છતાં તે દર્શકો પર પોતાની છાપ છોડી જાય છે. બાળ કલાકાર યજ્ઞ ભસીન ફિલ્મનું આકર્ષણ બની જાય છે. પોતાના માસૂમ અભિનયથી તે બધાનું મન મોહી લે છે.આ ફિલ્મને મિસ ન કરશો, તે તમને તમારા સપના ફરી જીવવાની પ્રેરણા આપશે. ",2 સ્ટોરી ખૂબ જ સારી છે જે તમને છેલ્લે સુધી બાંધીને રાખશે. ક્યાંક ક્યાંક લાગી શકે છે કે ડ્રામા વધારે છે. પરંતુ તમને પસંદ આવે તો ફિલ્મ મજાની છે. ફિલ્મનો જીવ તબ્બૂ છે. તેની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી તે ફિલ્મમાં તમારૂ દિલ જીતી લેશે. દરેક સીનમાં તબ્બૂ તમને ઈમ્પ્રેસ કરી દેસે. કાર્તિક આર્યનની એક્ટિંગ સારી છે. કાર્તિક કોમેક પંચ ખૂબ જ શાનદાર મારે છે અને તમને હસાવવામાં તે સફળ થઈ શકે છે. કિયારા ફિલ્મમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સંજય મિશ્રા અને રાજપાલ યાદવની જોડી તમારૂ દિલ જીતી લેશે. આ બન્ને ખૂબ હસાવશે અને તેમના અમુક કોમેડી સીન તો કમાલના છે. ઠાકુરના રોલમાં મિલિંદ ગુણાજી ચમકી રહ્યા છે. ફિલ્મમાં દરેક કલાકાર પોતાના કેરેક્ટરની સાથે જસ્ટીસ કરી રહ્યું છે. અનીસ બજ્મીએ ફિલ્મને સારી રીતે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ પર પકડ ક્યાંય ઢીલી નથી. દરેક થોડી થોડી વારે કોમિક પંચ આવે છે જે ખુબ જ હસાવે છે. ફિલ્મ વધારે ડરાવની નથી કોમેડી અને હોરરનું મિક્સર છે. આજ કારણ છે કે તેને ફેમિલી સાથે જોઈ શકાશે. આ ફિલ્મને જો પહેલી ફિલ્મ સાથે કંમ્પેર કરવામાં આવે તો નિરાશા થશે. પહેલી વખત કોઈ નવી વસ્તુ આવે છો તો મોટાભાગે આપણને તે અલગ લાગે છે. આ ફિલ્મને પહેલી ફિલ્મ સાથે કમ્પેર કર્યા વગર જોશો તો આ ફિલ્મ સારી લાગશે અને પહેલી ફિલ્મ સાથે કમ્પેરના ચક્કરમાં તેનું નુકસાન ન થવું જોઈએ. જો વીકેન્ડ પર ફેમિલીની સાથે એક સાફ સુથરી એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ જોવા માંગો છો તો તમે આ ફિલ્મ જરૂર જોઈ શકો છો. ,2 "એક હેંડસમ, નિર્ભય અને ફર્જને લઇને કટિબદ્ઘ પોલીસ અધિકારીના રૂપમાં આયુષ્માન ખુરાનાએ પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે, તેના અભિયનની વિશેષતા રહી છે કે તેણે ક્યારેય ઑરવ ધ ટોપ એક્ટિંગ નથી કરી. પોતાની કેરેક્ટરને સુંદરતાથી અંડરપ્લે કર્યો છે. ગૌરાના રૂપમાં સાયની ગુપ્તાએ શાનદાર એક્ટિંગ કરી છે. મનોજ પાહવા અને કુમુદ મિશ્રાની એક્ટિંગ જોરાદર છે. ઇશા તલવારને સ્ક્રીન સ્પેસ ઓછી મળી છે તેમ છતાં તેણે પોતાના રોલને જસ્ટિસ આપ્યો છે. મોહમ્મદ જીશાન આયુબનો રોલ નાનો હોવા છતાંય પાવરફૂલ છે. તેનું કેરેક્ટર નિષાદ, જે બળવાખોર હોય છે અને જાતિવાદ સામે લડે છે.અનુભવ સિંહાએ આ પહેલાં 'મુલ્ક' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જેમાં ધર્મને કારણે કરવામાં આવતા ભેદભાવ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે જાતિવાદ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મ દરેક રીતે એકદમ રિયાલિસ્ટિક છે. સ્ક્રીનપ્લે ગૌરવ સોલંકી અને અનુભવ સિંહાએ સાથે મળીને લખ્યો છે. આ ડાર્ક સબ્જેક્ટમાં પણ હાસ્ય તથા દમદાર સંવાદો છે. જેથી ફિલ્મ કંટાળાજનક બનતી નથી. આ સિવાય મંગેશ ધાકડેનું મ્યૂઝિક કમાલનું છે. તે ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે.",2 "તાનાજીના રોલમાં અજયની એક્ટિંગ કાબિલે તારીખ છે. એક ચાલાક અને નિષ્ઠાવાન યોદ્ધા જે દેશ અને શિવાજી મહારાજ માટે કંઈ પણ કરી શકે છે. આ રોલમાં અજય એકદમ ફિટ બેસે છે, પરંતુ આ રોલમાં તેને જોઈને બાજીરાવ સિંઘમની યાદ આવી જશે. આ ફિલ્મમાં કાજોલ સાવિત્રી બાઇની ભૂમિકામાં છે, જે તનાજીની પત્ની છે. કાજોલ અને અજય દેવગણની જોડીએ હમેશાંની જેમ રૂપેરી પરદે કમાલ કરી બતાવ્યું છે. કાજોલ જે પણ સીન આવે છે તેમાં તેની જોરદાર એક્ટિંગ જોવા મળે છે. જ્યારે સૈફ અલી ખાન પોતાની દમદાર એક્ટિંગથી અજયને જબરદસ્ત ટક્કર આપી રહ્યો છે. સૈફની સામે તમારું ધ્યાન અન્ય કોઈ અભિનેતા તરફ નહીં જાય. ઉદયભાન રાઠોડના અત્યંત ઉગ્ર પાત્રમાંસૈફે પ્રાણ ફૂંકી દીધા છે. સૈફની નિર્દયતા અને તેની ભૂખ્યા વરૂ જેવી આંખો તેને અન્ય કલાકારો પર ભારે કરી દે છે. અજય અને સૈફ વચ્ચેની ટક્કર પણ જોવા જેવી છે. તેના ડાયલોગ્સથી લઈને ધૂની વ્યવહાર દરેક વસ્તુ પ્રશંસાપાત્ર છે. આમ સૈફ, કાજોલ અને અજય દેવગણ સિવાય ફિલ્મમાં શરદ કેલકરએ શિવાજી, લ્યૂક કેની અને ઔરંગઝેબ, પદ્માવતી રાવએ જીજાબાઈ, દેવદત્તા નાગેએ સૂર્યાજી માલુસરે, નેહા શર્માએ કમલના રોલમાં પ્રાણ ફૂંકી દીધા છે. સપોર્ટિંગ કાસ્ટે પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે. આ ફિલ્મ ઓમ રાઉતે બનાવી છે. ફિલ્મનું ડિરેક્શન અને એડિટિંગ ખૂબ જ સારું છે. જોકે, ફર્સ્ટ હાફમાં ફિલ્મ સ્લો લાગશે. ફિલ્મમાં પ્રાણીઓનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો નથી. સાથે જ પાત્રોને ઘોડસવારી અને લડાઈ કરતાં દેખાડવા માટેં વીએફએક્સનો ઉપયોગ કરાયો છે, જે અમુક જગ્યાએ અનરિયલ લાગે છે. ફિલ્મની સૌથી સારી વાત તેના એક્શન સીકવન્સ છે. યુદ્ધના મેદાનમાં ઉતરેલા મરાઠાઓ અને મુઘલો વચ્ચેનું યુદ્ધ જોવાલાયક છે. સેકન્ડ હાફમાં ફિલ્મ તમને પકડી રાખે છે. ફિલ્મમાં બતાવેલું યુદ્ધ તમારા મનમાં એક છાપ ઊભી કરે છે. આ સિવાય ફિલ્મનું સિનેમેટોગ્રાફી પણ સારું છે. ફિલ્મમાં ભવ્ય સેટ્સ અને વિઝ્યુઅલ ઈફેક્ટ સારી બતાવી છે. સાથે જ ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર બહુ સારું છે. ",2 "ડિરેક્ટર જગન શક્તિએ આ ફિલ્મનું ડેબ્યૂ બોલિવુડમાં કર્યો. કોઇ શંકા નથી કે વિજ્ઞાન તથા સાચ્ચી ઐતિહાસિક ઘટના પર આઘારિત ફિલ્મ પોતાનો પ્રભાવ છોડવા માટે સફળ થઇ છે. જોકે કેરેક્ટર્સ વધારે હોવાથી ઘણી જગ્યા પર ફિલ્મે સિનેમિેટિક લિબર્ટી લીધી છે. આ સાથે જ હોમ સાયન્સના આધાર પર મિશન મંગળના સફરને બતવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ સ્પેશિયલ ઇફેક્ટ્સના મામલામાં આ ફિલ્મ ક્યાંક નબળી પડે છે. VFX સારા હોત તો સ્પેસના સીન્સ વધારે સારા લાગી શકતા. જોકે ક્રિસ્પ સ્ટોરી, પ્રભાવશાળી બેકગ્રાઉન્ડ સ્કોર તથા જોરદાર ક્લાઇમેક્સ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. મિશન મંગળની સ્ટાર કાસ્ટ ઘણી સ્ટ્રોંગ છે. જ્યાં અક્ષય કુમાર ખૂબ જ જનૂની ટીમ લીડર છે, અક્ષયે રાકેશ ધવનનું કેરેક્ટર સારી રીતે પ્લે કર્યુ છે. તેના વન લાઇનર્સ ઓડિયન્સને માત્ર હસાવતા નથી સાથે જ તાળીઓ પાડવા પણ મજબૂર કરી દે છે. એક્ટ્રેસ તરીકે વિદ્યા બાલન હંમેશાની જેમ પોતાનું મેજિક બતાવી દે છે. એક વૈજ્ઞાનિક અને માતા-પત્નીનું કેરેક્ટર જે રીતે તેણે પ્લે કર્યુ છે તે ખરેખરમાં વખાણવાલાયક છે. એકા ગાંધીના રોલમાં સોનાક્ષી હોટ લાગવાની સાથે કન્વિસિંગ લાગી રહી છે. તાપસીએ પોતાના કેરેક્ટરને સહજતાથી પ્લે કર્યા છે. શરમન જોશી, સંજય કપૂર, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી, અનંત અય્યરે પણ શાનદાર રીતે પોતાના રોલને જસ્ટિસ આપ્યો છે. અમિત ત્રિવેદીએ ફિલ્મ મિશન મંગળ બેકગ્રાઉન્ડ સ્કોર શાનદાર આપ્યો છે, તો બાકીના સોંગ ઠીક-ઠાક છે. ",2 "ડિરેક્ટરના રૂપમાં મેઘના ગુલઝારની ખૂબી એ છે કે તેમણે ફિલ્મની સ્ટોરીને રિયાલિસ્ટિક રાખી છે. એસિડ એટેક સર્વાઈવર પર ગુજરેલા અત્યાચારને તેમણે મેલોડ્રામેટિક કે સનસનીખેજ નથી બનાવ્યો. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો સુસ્ત છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ સ્પીડ પકડે છે. ‘તલવાર’ અને ‘રાઝી’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલી મેઘનાએ આ ફિલ્મને ડોક્યુમેન્ટરી ડ્રામાના અંદાજમાં ફિલ્માવી છે. તેણે ફિલ્મના માધ્યમથી સુંદરતાની પરંપરાગત ધારણા પર પણ પ્રહાર કર્યા છે.એસિડ વિક્ટિમ તરીકે દીપિકાનો પ્રોસ્થેટિક મેક-અપ વખાણવા લાયક છે.અમુક સવાલ એવા જરૂર છે જેના જવાબ નથી મળથા. શંકર-અહેસાન-લૉયના સંગીતમાં ‘છપાક’નું ટાઈટલ ટ્રેક હૃદયસ્પર્શી છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મનું હૃદય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પ્રોડ્યુસર અને અભિનેત્રી તરીકે એસિડથી બળેલા ચહેરા સાથે રજૂ થવું કોઈ હિરોઈન માટે સાહસિક પગલું છે. પરંતુ દીપિકાએ માલતીની ભૂમિકાને જીવંત કરી છે.દીપિકાએ નિભાવેલા અનેક દૃશ્ય તમારુ હૃદય નિચોવીને રાખી દેશે. એક દૃશ્યમાં તે પોતાની ઈમિટેશન જ્વેલરી અને કપડા બેગમાં રાખતા કહે છે, “ન નાક છે, ન કાન, આ ઝૂમકા ક્યાં લટકાવીશ માં?” વિક્રાંત મેસીએ પોતાના રોલમાં પ્રાણ ફૂંકી દીધા છે. તેને વધારે સ્ક્રીન સ્પેસ મળવી જોઈતી હતી. લૉયર અર્ચનાની ભૂમિકામાં મધુરજીત સરગીએ લાજવાબ અભિનય કર્યો છે.સહયોગી કલાકારોએ પોતાની ભૂમિકામાં પૂરો ન્યાય કર્યો છે.દીપિકા પાદુકોણના અભિનય અને એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓનું જીવન કેવું હોય છે તે જાણવા માટે આ ફિલ્મ જરૂર જુઓ.",2 "ડેબ્યુટન્ટ ડિરેક્ટ રાજ મહેતાની ખૂબી એ છે કે સ્પર્મ એક્સચેન્જ ગૂફ અપ જેવા વિષય પર બનેલી ફિલ્મને એમણે ક્યાંય અશ્લીલ, મેલોડ્રામેટિક કે ઓવર ધ ટોપ નથી બનવા દીધી. ફિલ્મનો ફર્સ્ટ હાફ વધારે મજબૂત અને મજેદાર છે. સેકન્ડ હાફમાં ડ્રામા છે જેમાં ડિરેક્ટર એક બાળકને જન્મ આપવામાં સ્ત્રી અને પુરુષના યોગદાનનું વિશ્લેષણ કરતા જોવા મળે છે. આજકાલ એવી ફિલ્મોનું ચલણ વધી ગયું છે જે સ્ત્રીઓના કોઈને કોઈ મુદ્દાને હાઈલાઈટ કરતી હોય. ફિલ્મનું એડિટિંગ ધારદાર છે. સંગીતની વાત કરીએ તો ફિલ્મનું સંગીત લોકોને પસંદ આવી રહ્યું છે.અભિનયના મામલામાં દરેક કલાકારે પોતાના પાત્રમાં પ્રાણ ફૂંકી દીધા છે. વરુણ બત્રાના રૂપમાં અક્ષયના કારનામા જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.તેણે પોતાના પાત્રના સૂરને સારી રીતે પકડ્યો છે. ક્લાસી અને એસ્થેટિક પત્રકાર તથા પત્નીના રૂપમાં કરીનાનો અભિનય મજબૂત છે. તેનામાંથી રોયલનેસ કૂટી કૂટીને ઝલકાય છે. ઈમોશનલ સીન્સમાં પણ તેણે 100 ટકા પરફોર્મન્સ આપ્યું છે.હનીના પાત્રમાં દિલજીત દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. તેનું કોમિક ટાઈમિંગ ગજબનું છે. કિયારાએ પણ મોનિકાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. તે પોતાના રોલ પ્રમાણે ક્યુટ અને સુંદર લાગે છે. દિલજીત અને કિયારાના કોશ્ચ્યુમ અને બોડી લેંગવેજ તેમના પાત્રોને અલગ જ ફ્લેવર આપે છે. ડોક્ટર કપલના રૂપમાં આદિલ હુસૈન અને ટિસ્કા ચોપરાના પાત્ર પણ સારા છે.જો તમને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ ગમતી હોય તો ક્રિસમસ વેકેશનમાં આ ફિલ્મ જોઈ શકો છો.",2 "નિર્દેશક તરીકે પ્રભુદેવાએ એ બધું આપ્યું છે જે સલમાનના ફેન્સ જોવા માગે છે.આ ચક્કરમાં તેણે પોતાને રીપિટ પણ કરી દીધો. આ વખતે તેણે સલમાનની લાર્જર ધેન લાઈફની ઈમેજને વધુ ગ્રાન્ડ કરી દીધી છે. ઘણા સીન્સ એવા છે જે ફ્રન્ટ બેન્ચર્સને સિક્કા ઉછાળવા અને સિટી વગાડવા માટે મજબૂર કરી દેશે. પડદા પર આ પોલીસવાળો એક જ સમયે અનેક ગુંડાઓને ઘૂળ ચાટતા કરવામાં માહેર છે. ખડતલ બોડી સાથે ભાઈનું શર્ટલેસ થવું કે પછી સોનાક્ષી અને સાઈ સાથે ઠુમકા લગાવવા, દરેક એક્ટમાં તેણે સલમાનનો ભરપૂર ઉપયોગ કર્યો છે પણ સ્ટોરી પૂરી રીતે નજરઅંદાજ કરી ગયો છે. ફિલ્મની લંબાઈ પર પ્રભુદેવા ધ્યાન આપત તો તે વધુ ક્રિસ્પી થઈ શકી હોત. ફિલ્મના કેટલા એક્શન સીન્સ કમાલના છે. સ્લો મોશનમાં ફિલ્માવવામાં આવેલા સીન હોય કે પછી ક્લાઈમેક્સની ફાઈટ, રૉ એક્શન ખૂબ જ રોમાંચક છે.ફિલ્મના તમામ મસાલામાં પ્રભુએ દહેજ, નોટબંધી, પાણીના બચાવ જેવા મુદ્દાઓને પણ એડ કરી દીધા છે. કૉમિક સીન ફૂહડ છે. સંગીત : પણ જો મ્યૂઝિકની વા કરીએ તો સાજિદ-વાજિદના સંગીતમાં ‘મુન્ના બદનામ હુઆ’ રેડિયો મિર્ચી પર 10મા નંબરે છે તો ‘આવારા’ અને ‘હુડ હુડ’ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. એક્ટિંગ : એ વાતમાં કોઈ બેમત નથી કે, રોબિનહુડ રૂપી પોલીસવાળાના રોલમાં સલમાન ખાનનો જલવો બુલંદ છે. તેણે ચુલબુલને ટિપિકલ રૂપથી ‘સલમાન ખાન’ અંદાજમાં ભજવ્યો છે. એક્શન હોય કે રોમાન્સ, દરેક જગ્યાએ સલમાનનો સ્વેદ દેખાય છે. પડદા પર દિવાલ ફાડીને આવવાનો સીન હોય કે પછી સોનાક્ષી સાથે રોમાન્સની વાત, સલમાન કન્વિન્સિંગ લાગ્યો છે. બાલીના રૂપમાં સુદીપનું કેરેક્ટર જેટલું દમદાર છે તેટલા જ સશક્ત અંદાજમાં તેણે તેને નિભાવ્યું છે.આ ખલનાયક પડદા પર ખૂબ જ ડેશિંગ લાગે છે. સોનાક્ષી સુંદર લાગે છે પણ તેને વધું સ્ક્રીનસ્પેસ મળ્યો નથી. ન્યૂકમર એક્ટ્રેસ તરીકે સાઈ ક્યૂટ અને માસૂમ લાગે છે. તેનામાં ઘણી શક્યતાઓ છે. અરબાઝે પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે. સપોર્ટિંગ કાસ્ટ ઠીકઠાક છે. કેમ જોવી : સલમાન ખાનના ફેન્સ અને મસાલા ફિલ્મોના શોખીન હોવ તો આ ફિલ્મ જોઈ શકો છો.",2 "પોતાની પહેલી જ ફિલ્મમાં વિશાલ જેઠવાએ સીરિયલ કિલરના રોલમાં દમદાર પરફોર્મન્સ આપ્યું છે. રાની મુખર્જીએ ઘણા સમય પછી પરદા પર વાપસી કરીને પોતાની અભિનયક્ષમતાનો પુરાવો આપી દીધો છે. તે પોતાના રોલમાં એકદમ ફિટ દેખાય છે. રાની જેવી મંજાયેલી અભિનેત્રી સામે પોતાની જાતને પુરવાર કરવી વિશાલ માટે અઘરું કામ હતું પરંતુ તેણે ખૂબ સારી રીતે પોતાનો રોલ નિભાવ્યો છે.ફિલ્મની સ્ટોરી ઝડપથી આગળ વધે છે. દરેક સીન સાથે તે દર્શકોને રોમાંચિત કરે છે. સ્ટોરીમાં વચ્ચે કોઈ ગીત બાધા નથી બનતું. બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મમાં પ્રાણ ફૂંકી દે છે. ડિરેક્ટરે ફિલ્મના માધ્યમથી લેગિંગ અસમાનતાનો ફિલ્મની સ્ટોરી તમને અમુક જગ્યાએ અવાસ્તવિક અને પુરુષો પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસ્ત લાગી શકે છે.જો તમને થ્રિલર ફિલ્મોનો શોખ હોય અને રાની મુખર્જીના ફેન હોવ તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.મુદ્દો ઊઠાવ્યો છે અને વિલનની માનસિક સ્થિતિ પાછળના કારણોને સારી રીતે દર્શાવ્યા છે.",2 "સત્ય ઘટના આધારિત આ સ્ટોરી સાઠના દશકની છે. જ્યારે ફોર્ડ કંપનીની કારનું વેંચાણ ઘટી રહ્યું હોય અને યુવા પેઢીમાં તેમની કાર્સ પ્રત્યે આકર્ષણ ઓછું થતું જઈ રહ્યું હોય ત્યારે કંપનીનો એક અધિકારી લી લકોકા (જોન બર્નથલ) ફોર્ડ કંપનીને રેસિંગ કાર બનાવવા અને ફ્રાંસની ખતરનાક 24 કલાકની લી માન્સ રેસમાં ફેરારીની કારને હરાવવાનો આઈડિયા આપે છે. તે સમયે આ રેસમાં ફેરારીનો દબદબો હતો.આથી આવી કારને હરાવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર હતું. આ કારણે જ રેસ જીતનાર એકમાત્ર અમેરિકન કેરલ શેલ્બી (મેટ ડેમન) પાસે જાય છે અને તેને ફોર્ડ સાથે જોડાવાનું આમંત્રણ આપે છે. શેલ્બી હૃદયનો દર્દી હોવાના કારણે રેસિંગ છોડીને હવે કાર ડિઝાઈન કરે છે. તે જાણે છે કે ફેરારીને ટક્કર આપવી એ સરળ કામ નથી. જોકે, તેનો અશક્યને શક્ય બનાવવાનો જુસ્સો રાખતા મહત્વાકાંક્ષી શેલ્બી આ ઓફર કબૂલ કરે છે. અને ઐતિહાસિક મમિશન માટે અંગ્રેજ કાર એન્જિનિયર અને રેસર કેન માઈલ્સ (ક્રિશ્ચિયન બેલ)ને સાથી પસંદ કરે છે. આ સફરમાં કેન અને શેલ્બીને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ પણ જોવા મળશે. શ્વાસ થંભાવી દેશે રેસિંગ ડિરેક્ટર જેમ્સ મેનગોલ્ડે ફોર્ડ વર્સિસ ફેરારી તરીકે એક ઉત્કૃષ્ટ ફિલ્મનું નિર્માણ કર્યું છે.જેના પર મેટ ડેમન અને ક્રિશ્ચિયન બેલના ઉત્તમ પર્ફોર્મન્સના કારણે ચાર ચાંદ લાગે છે. માઈલ્સ, તેની પત્ની મૌલી (કેટ્રિયોના બાલ્ફે) અને દીકરા પીટર (નોઆ જ્યૂપ)ની કેટલીક ઈમોશનલ ક્ષણો છે તો સમજદાર, બેલેન્સ્ડ અને મહત્વકાંક્ષી શેલ્બી તરીકે મેટ લાજવાબ લાગી રહ્યો છે. શેલ્બી અને કેનની દોસ્તી પણ જોવાલાયક છે. ફોર્ડ એક્ઝિક્યૂટીવ લિયો બીબી તરીકે જોશ લૂક્સ પણ યાદ રહી જાય તેવો છે. આ ફિલ્મમાં ભારતીય સેન્સર બોર્ડનું દારુના સીન્સ બ્લર કરવા થોડું મૂર્ખામીભર્યું છે. કાર ડિઝાઈનિંગની ટેક્નિક દર્શકોને થોડી ખૂંચી શકે છે. જોકે, રેસિંગ સિક્વન્સ શ્વાસ થંભાવી દે તેવી છે. કુલ વાત કરીએ તો તમામ ઉતાર ચડાવ અને મેટ ડેમન તેમજ ક્રિશ્ચિયન બેલના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સથી સજાવાયેલી આ ફિલ્મ ફિનિશ લાઈન પાર કરીને હૃદય સોંસરવી ઉતરી જાય છે.અશક્ય કશું જ નથી. આવો જ સંદેશ આપતી આ શાનદાર ફિલ્મ જોવી જ રહી ",2 "સામાન્ય રીતે એવું ઘણું ઓછું જોવા મળે છે જ્યારે સિનેમાના પડદે ફિલ્મ પૂરી થયા પછી ક્રેડિટ આવતી હોય ત્યારે પણ ઓડિયન્સ દિગ્મૂઢ થઈને અનાયાસે પડદા તરફ તાકી જ રહે છે. સામાન્ય રીતે જ્યારે પણ આવું બને છે ત્યારે એ માનવું જ રહ્યું કે ફિલ્મમાં કંઈક તો હાર્દ છે બોસ! ડિરેક્ટર અભિષેક શાહની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘હેલ્લારો’ સમયે પણ આવી જ અનુભૂતિ થાય છે. ‘હેલ્લારો’ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ છે.આ ફિલ્મની દર્શકો ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યાં હતાં અને હવે ફાઈનલી આ સિનેમેટિક અનુભવ પડદા પર આવી ગયો છે. આ ફિલ્મની એકદમ સિમ્પલ સ્ટોરીને પડદા પર એકદમ દમદાર રીતે કહેવાઈ છે. ડાયલોગ્સ તમારા હૃદય સોંસરવા ઉતરે છે અને સંગીત સાથેનું કલાકારોનું ઉત્તમ પર્ફોર્મન્સ, સારી કોરિયોગ્રાફી પણ તમારી આંખને ઠંડક પહોંચાડે છે. આ ઉપરાંત ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં બતાવાયેલી કચ્છની પૃષ્ઠભૂમિનું સૌંદર્ય પણ ઉડીને આંખે વળગે તેવું છે.જો વાત કરવામાં આવે ફિલ્મની સ્ટોરીની તો આ ફિલ્મની સ્ટોરીની ગૂંથણી મહિલાઓ અને પરંપરાગત નિયમો સામે લડવાની જીજીવિષા વિશે છે. આ ફિલ્મમાં 13 એક્ટ્રેસિસને રજતકમળથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પુરુષપ્રધાન સમાજમાં રહેતી 13 નાયીકાઓના સ્વપ્નાની જ વાત છે. જો વાત કરવામાં આવે પર્ફોર્મન્સની તો શ્રદ્ધા ડાંગર જે મંજરીનો રોલ ભજવી રહી છે.તે તમને બાંધી રાખે છે. તમામ એક્ટ્રેસિસે પોતાના અભિનયમાં જીવ રેડી દીધો છે. આ તમામ 13 અભિનેત્રીઓ ઉપરાંત આ ફિલ્મમાં (મૂળજી) ઢોલી (જયેશ મોરે), ભગલો (મૌલિક નાયક)નો અભિનય પણ અફલાતુન છે. ઉત્તમ છાપ છોડે છે દ્રશ્યો ડિરેક્ટર તરીકે અભિષેક શાહની આ ડેબ્યૂ ફિલ્મ છે. જેમાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં છે. ફિલ્મના પહેલા જ સીનમાં હાર્દ ઓળખાય જાય છે જ્યારે પુરુષો બહાર ગરબા કરતાં હોય છે અને મહિલાઓ ઘરની અંદરથી તેમને નિહાળતી હોય છે. ડિરેક્ટરે ફિલ્મની કેટલીક પળોમાં લાગણીશીલ દ્રશ્યોની માવજત પણ સારી રીતે કરી છે. ફિલ્મમાં અરજણ (આર્જવ ત્રિવેદી) જ્યારે તેની પત્ની મંજરીને ગરબા છોડી દેવાનું કહે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ હોય કે પછી મુળજી તેની દીકરી વિશે વિચારતો હોય અને એવું કહે છે કે,’નાચ રેવા, હવે તારી વારી’ આવા કેટલાક દ્રશ્યો ખરેખર તમારા મન અને મગજ પર ઉત્તમ છાપ છોડી જાય છે.આ ફિલ્મનું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. જે ફિલ્મની કથાને તદ્દન અનુરુપ છે. આ ઉપરાંત સૌમ્ય જોશીના શબ્દો (જેમણે ફિલ્મના ડાયલોગ્સ પણ લખ્યા છે) અને આદિત્ય ગઢવીનો અવાજ પણ ગીતને કર્ણપ્રિય બનાવે છે. ફિલ્મની કોરિયોગ્રાફી પણ લાજવાબ છે. જેમાં લાગણીઓને સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક મહત્વના સીનમાં જયેશ મોરેનો અફલાતુન અભિનય બાજી મારી જતો જોવા મળે છે. આ ઉપરાંત ફિલ્મમાં ક્યાંક ક્યાંક હળવી પળો પણ દર્શકોને ગમે તેવી છે. ફિલ્મ જોવી જોઈએ કે નહીં? બધું જ મળીને, ‘હેલ્લારો’ એક બેસ્ટ સિનેમેટિક અનુભવ છે. આ ફિલ્મ ઓનસ્ક્રિન જેટલો તમને ઉત્તમ અનુભવ કરાવે છે એટલું જ દર્શકોનું દિલ જીતવામાં પણ સફળ રહી છે. જો તમને એક સારી ફિલ્મનો અનુભવ માણવો હોય તો આ ફિલ્મ જોવી જ રહી.",2 "‘બાલા’ની શરૂઆત વાળની વાતથી થા છે. ડાયલોગ આવે છે – અમે તમારી સુંદરતાનું રહસ્ય છીએ, તમારા માથાનો તાજ છીએ. આખી ફિલ્મમાં આયુષ્માન છવાયેલો છે.એક-એક સીન તેની દમદાર એક્ટિંગથી જીવંત લાગે છે. કાનપુરની બોલ-ચાલ, હાવ-ભાવને તેણે બખૂબી અપનાવી પોતાના પાત્રમાં ઉતાર્યા છે. એક્ટિંગ એવી છે કે, તેના દુ:ખમાં તમે રડશો અને સુખમાં હસશો. આની ક્રેડિટ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સને પણ જાય છે, જે નિરેન ભટ્ટે લખ્યાં છે. ભૂમિક પેંડનેકર પણ વકીલના કેરેક્ટરમાં ખૂબ જામે છે. તેને પોતાના શ્યામવર્ણને કારણે ઘણું સહન કરવું પડે છે. કુલ મળીને ‘બાલા’ એક લાઈટ કૉમેડી છે, જેની પરિસ્થિતિઓ સાથે દરેક રિલેટ કરી શકે છે. ફિલ્મમાં કેટલીક ખામીઓ છે પણ પોતાના સુંદર મેસેજથી ફિલ્મ આ ખામીઓ છૂપાવી લે છે. આ ફિલ્મ પૂરી રીતે જોવાલાયક છે.",2 "હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ બંને એક્શન ફિલ્મોની શ્રેણીમાં ખાસ્સા લોકપ્રિય સ્ટાર્સ છે.હવે વૉર ફિલ્મમાં બંને આમને સામને ભીડાય છે. બંને એક્ટર્સના ચાહકો માટે આ ફિલ્મ ટ્રીટ છે. તમને 1990ના દાયકામાં સુભાષ ઘઈની ખલનાયકમાં સંજય દત્ત અને જેકી શ્રોફની જોડીની યાદ અપાવી દેશે. એક્શન મૂવી પસંદ હોય તેવા લોકો માટે વૉર ઘણુંબધું લઈને આવી છે.પહેલા હાફમાં આ બધો મસાલો તમને ફિલ્મ સાથે જકડીને રાખશે. પરંતુ એક મોટી સિક્રેટ પરથી પડદો ઊઠ્યા પછી સેકન્ડ હાફમાં સ્ટોરી પોતાની પકડ ગુમાવી દે છે. એક્શનમાં મજબૂત આ ફિલ્મ સ્ટોરીમાં ચોક્સ ઢીલી પડે છે. હ્રિતિક અને ટાઈગર જેવા બે હેન્ડસમ હંક સ્ટન્ટ પરફોર્મ કરતા હોય ત્યારે સ્ટોરી બહુ મહત્વની રહેતી જ નથી. ફિલ્મમાં જાણે હ્રિતિક અને ટાઈગર મસલ્સ, સિક્સ પેક્સ બતાવીને એકબીજાની પ્રતિસ્પર્ધા કરતા હોય તેવું લાગે છે. ચાહકોને આ બે હેન્ડસમ હીરોને મોટા પડદે મુક્કેબાજી કરતા જોવાની મજા પડી જશે. હ્રિતિક રોશન વિલન તરીકે ટોપ ફોર્મમાં છે.ટાઈગર પણ તેના સિનિયર એક્ટરને બરાબર ટક્કર આપે છે. એક્શનમાં બંને હીરોઝ એટલા સારા છે કે તેમના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. માત્ર ફાઈટમાં જ નહિ, ડાંસમાં પણ તેઓ એક બીજાને ટક્કર આપે છે. વાણી કપૂરનો રોલ ઘણો નાનો છે અને તે તેમાં ફિલ્મનો ગ્લેમર ક્વોશન્ટ વધારવા સિવાય ખાસ કશું કરતી નથી. આશુતોષ રાણાનો નાનો પણ મજબૂત રોલ છે. એન્ટરટેનમેન્ટ માટે વૉર ફિલ્મમાં બધું જ છે- એક્શન, ડ્રામા, મ્યુઝિક, ડાંસ, રોમાન્સ, સુંદર લોકેશન્સ, કાર ચેઝ, બધું જ. ફિલ્મનો સ્ક્રીન પ્લે એવો છે કે તે વધુને વધુ દર્શકો સુધી પહોંચી શકે. ફિલ્મને હોલિવુડ જેવી બનાવવા માટે સિદ્ધાર્થ આનંદ અને ટીમે એવા ઘણા સ્ટન્ટ ડિઝાઈન કર્યા છે જે જોઈને તમને મિશન ઈમ્પોસિબલ કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જોતા હોવ તેવું લાગે.ધમાકેદાર એક્શન અને ડાયલોગબાજી જોવાની મજા આવે છે પરંતુ અમુક સમય પછી ફિલ્મમાં આગળ શું થશે તે દર્શકોને ખબર પડી જાય છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ ઓરિજિનલ નથી લાગતો. ધૂમ 2 પછી હ્રિતિક અને બાગી 2 પછી ટાઈગરને આ રૂપમાં જોવો ચાહકોને જરૂર ગમશે. આ ફિલ્મને હાઈ પ્રોફાઈલ બેંગ બેંગ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.",2 સેક્શન 375માં એક જ સ્ટોરીને બે અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરવામાં આવી છે. આ સાથે તમને એ પણ જોવા મળશે કે સામાન્ય રીતે કાયદાકીય કાર્યવાહી લોકોને કેટલા હેરાન પરેશાન કરી દે છે. ફિલ્મમાં દર્શાવેલા ભ્રષ્ટાચાર અને કાયદાકીય તપાસમાં ઢીલ ફિલ્મને રિયલ ટચ આપે છે.ફિલ્મનો કોર્ટરૂમ ડ્રામા દર્શકોને ફિલ્મ સાથે બાંધી રાખે છે.ડાયરેક્ટર અજય બહલે રેપ જેવા સંવેદનશીલ મુદ્દાને ખૂબ જ સમજદારીથી ઊઠાવ્યો છે. અક્ષય ખન્ના આખી ફિલ્મમાં છવાયેલો રહે છે. તેણે ખૂબ સરસ રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. દરેક સીનમાં અક્ષય તમારુ દિલ જીતી લેશે.રિચા ચઢ્ઢાએ પોતાના પાત્ર સાથે પૂરેપૂરો ન્યાય કર્યો છે. તે પણ ક્યાંય અક્ષય સામે નબળી નથી પડતી. સપોર્ટિંગ કાસ્ટમાં રાહુલ ભટ્ટ અને મીરા ચોપરા પણ છાપ છોડી જાય છે.જો તમને કાયદાકીય દાવપેચ પર બનેલી અને દલીલોથી ભરપૂર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મો પસંદ હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી. ફિલ્મને અમારા તરફથી 4 સ્ટાર્સ.,2 "નિતેશ તિવારી એક સંવેદનશીલ નિર્દેશક છે અને તેમના આ ગુણ ‘છિછોરે’માં જોવા મળે છે. તેમણે 90ના દાયકાનો માહોલ સારી રીતે દર્શાવ્યો છે. તે સમયની લૂઝ જીન્સ, કેસિયો ઘડિયાળ, રેનોલ્ડ્સ પેન, પ્લેબોય મેગેજીન્સ જેવી નાની નાની ડિટેલિંગથી પાત્રો રંગાઈ ગયા છે. તેઓ ફિલ્મના લેખક છે આથી મેડિકલ પરીક્ષા કે એન્ટ્રન્સ માટે બાળકોના પ્રેશરના સારી રીતે બતાવ્યું છે. ફિલ્મમાં એક ભાવુક દ્રશ્ય છે, જેમાં અનિરુદ્ધ માયા અને મિત્રો સામે સ્વીકારે છે કે, મેં શેમ્પેઈનની બોટલ એટલા માટે રાખી હતી, જેથી દીકરા પરીક્ષામાં પાસ થાય તે પછી તેની સાથે સેલેબ્રેશન કરી શકું.પરંતું જો તે ન જણાવી શક્યો કે પરીક્ષામાં પાસ નહીં થાય તો શું કરવાનું છે. નિતેશે વર્તમાન અને ફ્લેશબેકના દ્રશ્યો વચ્ચે સારી રીતે તાલમેલ બેસાડ્યો છે. ફિલ્મમાં બોય્ઝ હોસ્ટેલમાં બેચલર છોકરાઓની કેમેડી, રોમાન્સ અને રાઈવલરી દર્શકોને ભરપૂર મનોરંજન આપે છે. ફિલ્મમાં ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી ફિલ્મોની પણ ઝલક દેખાય છે.એક્ટિંગએક્ટિંગ મામલે ફિલ્મ રિચ છે. સુશાંત સિંહ રાજપૂતે યુવાન સાથે આધેડ અનિરુદ્ધનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. શ્રદ્ધા કપૂર પણ યંગ અને મેચ્યોર માયા તરીકે જામે છે. સેક્સાના પાત્રમાં રહેલા વરુણ શર્માએ દર્શકોને ખૂબ હસાવ્યા. ડેરેકના રોલમાં તાહિર રાજ ભસીનનું કામ દમદાર છે. તો એસિડ, બેવડા, ક્રિસ ક્રોસ, મમ્મીના પાત્રો સ્ટોરીમાં જીવ નાખે છે. પ્રતિક બબ્બરે પણ સારું કામ કર્યું છે. જ્યારે પ્રીતમના સંગીતમાં બનેલા સોન્ગ્સ એવરેજ છે.",2 "ડિરેક્ટર નિખિલ અડવાણીની ખાસિયત એ છે કે તેમની ફિલ્મ અનેક લેયર્સને સાથે લઈને આગળ વધે છે. આ એન્કાઉન્ટર બાદ ઉદભવેલા દરેક દૃષ્ટિકોણોને ફિલ્મમાં દર્શાવવામાં તે સફળ ગયા છે. આ લેયર્સમાં પોલીસની બહાદુરી, અપરાધ બોધ, બેચેની, તેમની ઘટતી જતી શાખ, પોલિટિકલ પાર્ટીનું રાજકારણ, માનવ અધિકાર સંગઠનોનો આક્રોશ, ધાર્મિક કટ્ટરતા, મીડિયાનું પ્રોજેક્શન, પ્રેશર પર સતત ડિબેટ વગેરે તમામનો સમાવેશ થાય છે.ફિલ્મમાં દર્શકો તાળી વગાડવા માંડે તેવા અનેક ડાયલોગ્સ છે. એક સીનમાં સંજીવ કુમાર યાદવ કહે છે, “એક ટેરેરિસ્ટને મારવા માટે સરકાર જે રકમ આપે છે તેનાથી વધારે તો એક ટ્રાફિક પોલીસ એક અઠવાડિયામાં કમાઈ લે છે.” સ્ટોરીની ખાસિયત એ છે કે પોલીસને ક્યાંય લાર્જર ધેન લાઈફ નથી દર્શાવવામાં આવી. પોલીસ પોતે જ અંડરડોગ છે. જ્હોન દ્વારા તુફૈલનું પાત્ર ભજવતા આલોક પાંડેને કુરાનની આયત સમજાતા અમુક સીન ખૂબ સારા બન્યા છે.નિખિલે ફિલ્મમાં દિગ્વિજજય સિંહ, અરવિંદ કેજરીવાલ, અમર સિંહ અને એલ.કે અડવાણી જેવા નેતાઓના રિયલ ફૂટેજનો ઉપયોગ કર્યો છે. સોમિક મુખર્જીની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ડિરેક્ટરે ફિલ્મને ખૂબ જ રિયાલિસ્ટિક રાખી છે. ક્યાંક ક્યાંક ફિલ્મ વધારે પડતી હેવી થઈ જાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ હજુ મજબૂત હોત તો મજા આવત. પોલીસ ઑફિસર સંજીવ કુમાર યાદવના રૂપમાં જ્હોન અબ્રાહમે અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. સંજીવ કુમાર જેવા પોલીસ ઑફિસરના રૂપમાં તેની માનસિક દ્વિધા, અપરાધભાવ, બેચેની અને હિંમતને ખૂબ જ સહજતાથી દર્શાવાયા છે. તેણે પોતાના પાત્રને એક્સ્ટ્રા ઓર્ડિનરી હિરોઈક દર્શાવાની કોશિશ નથી કરી.મૃણાલે નંદિતાનું પાત્ર ખૂબ સુંદરતાથી ભજવ્યુ છે. રવિ કિશન કે.કેના રોલમાં અસર છોડી જાય છે. તેના પાત્રને થોડો વધુ સમય મળવો જોઈતો હતો. ડિફેન્સ લોયર રૂપે રાજેશ શર્માનું પરફોર્મન્સ દમદાર છે. નાનકડા રોલ અને સાકી આઈટમ સોંગમાં નોરા જામે છે. તુફૈલના રોલમાં આલોક પાંડેએ સારુ કામ કર્યું છે. મનીષ ચૌધરી, સહિદુર રેહમાન, ક્રાંતિ પ્રકાશ ઝા જેવી સપોર્ટિંગ કાસ્ટ મજબૂત છે. રિયાલિસ્ટિક ફિલ્મોના શોખીનોને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મને અમારા તરફથી 3.5 સ્ટાર્સ.",2 "ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ફ્રેન્ચાઈઝીમાં ફેન્સના ફેવરિટ લ્યૂક હોબ્સ (ડ્વેન જ્હોનસન) અને ડેકર્ડ શૉ (જેસન સ્ટેધમ) જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે એકબીજાના વિરોધી હતાં. જોકે હવે બન્ને એકબીજાની સામે આવેલા મોટા ખતરાથી બચવા માટે પોતાની દુશ્મનાવટ ભૂલી ગયા છે. આ ખતરો છે બ્રિક્સટન (ઈદરિશ આલ્બા), જે રૉગ MI6 એજન્ટ છે.જેને સાઈબર જિનેટિક ટેક્નોલોજી દ્વારા બાયોહેક કરવામાં આવ્યો છે. તે પોતાને બ્લેક સુપરમેન કહે છે. ડેકર્ડ અને હોબ્સને જ્યારે ડેકર્ડની બહેન હૈટી (વેનેસા કિર્બી) સાથે મળીને આ મુસીબતનો સામનો કરવાનો છે.ડિરેક્ટર ડેવિડ લિચે આ ફિલ્મની શરુઆતને સ્પાઈ-થ્રિલર વાઈબ સાથે ફ્રેન્ચાઈઝીની અન્ય ફિલ્મ્સથી અલગ બનાવી છે.થ્રિલ વચ્ચે જ્હોનસન અને સ્ટેધમની કોમેડી વાતાવરણને થોડું હળવું બનાવે છે. ફિલ્મમાં ધમાકેદાર એક્શન છે. જે ક્લાઈમેક્સમાં પાગલપનની હદ સુધી પહોંચે છે. અહીં દર્શક થોડો નિરાશ પણ થઈ શકે છે.જ્યારે ફિલ્મમાં રોમાન્ટિક એંગલ ઘૂસાડવામાં આવે છે. વિલનના રુપમાં ઈદરિશ આલ્બાએ ઉત્તમ કામ કર્યું છે. જોકે, બ્રિક્સટનના ઈરાદા સ્પષ્ટ નથી. હેટીના રુપમાં વેનેસા કિર્બી લાજવાબ જોવા મળી છે. તેના કારણે જ ફિલ્મમાં પંચ રહે છે. ઈસા ગોન્ઝાલિસ અને એડી માર્સન દ્વારા નિભાવવામાં આવેલા કેરેક્ટર પણ મજબૂત લાગે છે. જોકે, ફિલ્મના હિસાબે તે જરુરી છે. ફિલ્મમાં અનેક પળ એવી પણ છે કે જે ફિલ્મની અસલ થીમ ‘પરિવાર’થી જોડાયેલી છે. આ જ ફિલ્મમાં ઈમોશન જાળવી રાખે છે. જેમ કે તમે ગમે તે દેશમાં હોવ પરંતુ મા તો મા હોય છે. અહીં ડાયલોગમાં હ્યુમર પણ હોય છે અને ઈમોશન પણ. આ ફિલ્મમાં કેટલાક સરપ્રાઈઝ કેમિયો પણ જોવા મળી શકે છે.",2 "આ ફિલ્મની સ્ટોરી સિમ્પલ છે પણ ફિલ્મ મેકર અનીશ શાહ ફિલ્મમાં કેટલીક હૃદયસ્પર્શી ક્ષણો, ચહેરા પર હાસ્ય લાવી દે તેવા દૃશ્યો ઉમેરીને ફિલ્મને સ્પેશિયલ બનાવી દે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઓપન રાખવામાં આવ્યો છે.આ ખરેખર એક અર્બન ફિલ્મ છે. ધૂનકીમાં આપણે રોજબરોજ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં કેવી સ્ટ્રગલ કરતા હોઈએ તેની વાત છે. સામાન્ય માણસની દ્વિધાઓનો ક્યારેય અંત જ નથી આવતો. આપણી મહત્વકાંક્ષાઓ અને પેશન હોય છે, આપણે તે પૂરી કરવા માટે આયોજન પણ કરીએ છીએ પરંતુ ગમે તે ક્ષણે લાઈફ આપણને એવી સરપ્રાઈઝ આપે છે કે આપણે દંગ રહી જઈએ છીએ.ફિલ્મમાં જે સહજતાથી પાત્રો અને તેમની સ્ટ્રગલ તમારા સુધી પહોંચે છે તે જ વાત ધૂનકીનું મજબૂત પાસુ બની જાય છે. ખરેખર તો જીવનમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા કરતા રોજબરોજની નાની-નાની ખુશીઓનો આનંદ માણવો જ વધુ મહત્વનો છે. કોઈની સાથેના મજબૂત સંબંધો જ આપણા અસ્તિત્વમાં ઊંડાણ ભરે છે. પરફોર્મન્સની વાત કરીએ તો દરેક એક્ટરે આ ફિલ્મમાં પોતાનું હૃદય નિચોવી નાંખ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન મેળવી ચૂકેલા પ્રતીક ગાંધી અને દીક્ષા જોષીએ ફિલ્મમાં ખૂબ સરસ અભિનય કર્યો છે. પ્રતીક નિકુંજના પાત્રમાં સહજતાથી ઓગળી જાય છે અને તેણે પાવરફૂલ એક્ટિંગ કરી છે. તેની પેશન, લગ્નજીવન અને નોકરી છોડવાના બોલ્ડ નિર્ણય સાથે આવતી સ્ટ્રગલની આંતરિક દ્વિધા ખૂબ સારી રીતે ફિલ્મમાં દર્શાવાઈ છે. જ્યારે દીક્ષાએ પણ સફળ થવાનું સપનુ જોતી યુવતીનું પાત્ર સરસ રીતે નિભાવ્યું છે.ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ મજબૂત છે. કૌશાંબી ભટ્ટ અને વિશાલ શાહે ફિલ્મમાં તેમની હાજરીથી પ્રાણ પૂરી દીધા છે. એક ચિંતાતુર છતાંય પતિના દરેક નિર્ણયમાં ટેકો આપતી પત્નીના પાત્રમાં કૌશાંબીએ સરસ પરફોર્મન્સ આપ્યું છે. દીક્ષાના ડોમિનેટિંગ અને ઈર્ષાળુ ફિયાન્સ તરીકે વિશાલે પણ સરસ અભિનય કર્યો છે. સિદ્ધાર્થ અને અમિત ભાવસારનું મ્યુઝિક ફિલ્મની ફીલ વધારી દે છે. ગીતોમાં અકોસ્ટિક ગિટારનો ઉપયોગ અને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને ક્લાસી ફીલ આપે છે. ફિલ્મનું ટાઈટલ સોંગ પણ મગજમાં ચોંટી જાય તેવુ છે. ફિલ્મનું નકારાત્મક પાસુ એ છે કે નિકુંજ અને શ્રેયા ફૂડ બિઝનેસ માટે જે એપ ડેવલપ કરે છે તેને ફૂડ કરતા વધુ મહત્વ અપાયુ છે.અમુક જગ્યાએ તમને લાગે કે તેઓ ફૂડ બિઝનેસ કરતા એપ ડેવલપમેન્ટ બિઝનેસમાં છે. અમુક સીન લાંબા લાગે છે પરંતુ આ બાબત અવગણી શકાય તેવી છે. ઓવરઓલ, આ ફિલ્મ જોવાની મજા પડશે. ડાયરેક્શન, એક્ટિંગ અને મ્યુઝિક ખૂબ સારા છે.",2 "ડાયરેક્ટર પ્રકાશ કોવલામુદ્દીએ ફિલ્મને એક અલગ જ અંદાજમાં બનાવી છે. ફિલ્મમાં અજબ રંગબેરંગી લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ફિલ્મના સીન, કેરેક્ટર અને સાઉન્ડ તમારી અંદર સ્ટોરી માટે ઉત્સુકતા જગાવે છે. ફિલ્મ તમને બાંધીને રાખે છે. ફિલ્મનો સેકન્ડ હાફ તમને લાંબો ખેંચાયેલો અને વાંકોચૂકો લાગી શકે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઉતાવળે પૂરો કરી દેવાયો છે. પરફોર્મન્સઃ ફિલ્મમાં બધા જ પાત્રોએ સારો અભિનય કર્યો છે. બોબીના કેરેક્ટરમાં કંગના હંમેશાની જેમ જ ઉત્તમ છે અને સંપૂર્ણપણે પાત્રમાં ઉતરી ગઈ છે. રાજકુમાર રાવે કેશવની પર્સનાલિટીને પરદા પર સરસ રીતે ઉતારી છે. તમે રાજકુમારને આવા કેરેક્ટરમાં અગાઉ ક્યારેય નહિ જોયો હોય.ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ જિમી શેરગિલ છે. તેનું મહત્વનું પાત્ર ફિલ્મના એન્ડમાં આવે છે. ફિલ્મમાં છેલ્લે સુધી સસપેન્સ જળવાઈ રહે છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે. ફિલ્મમાં એક સારો સોશિયલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. જો તમે કંગના રણૌત કે રાજકુમાર રાવના ફેન હોવ તો તમારે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ",2 "2019ની લાયન કિંગ 1994ની ઓરિજિનલ એનિમેશન ફિલ્મ લાયન કિંગની લાઈવ એક્શન રિમેક છે.લાયન કિંગ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. જે લોકોએ લાયન કિંગ જોઈ છે તે આ ફિલ્મ સાથે ઈમોશનલી ખૂબ જ જોડાયેલા છે. એ ફિલ્મમાં એવી અનેક ક્ષણો હતી જે તમને રડાવી દે અને લાંબો સમય તમારા માનસપટ પર અસર છોડી જાય. સાથે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો પણ ખૂબ જ અસરકારક હતા. તો શું 2019ની ફિલ્મ જૂની ફિલ્મને બરોબરી આપે એવી બની છે ખરી? આ ફિલ્મ ઈંગ્લિશ ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુમાં ડબ થઈ છે. હિન્દી ફિલ્મમાં શાહરૂખ ખાને મુફાસા અને તેના દીકરા આર્યન ખાને સિમ્બાના પાત્રને અવાજ આપ્યો છે. અગાઉ 2004માં બાપ-દીકરાની જોડીએ ધ ઈન્ક્રેડિબલ્સમાં પણ સાથે ડબિંગ કર્યું હતું. 2019માં તમને પરદા પર એકથી એક અદભૂત દૃશ્યો જોવા મળશે.ફિલ્મમાં નાનામાં નાની વિગતો પર પણ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે જે લગભગ પરફેક્શનની નજીક છે. અમુક સીન જેમ કે રાત્રે આગિયા, તારાથી છવાયેલુ આકાશ, જંગલનો નજારો વગેરે અદભૂત છે. જ્યારે વિશ્યુઅલ અપીલ ઓછી પડે ત્યારે પાત્રોના ચહેરા પર ઈમોશન્સ જોવાની અને ખાસ કરીને પ્રાણીઓની આંખોમાં છલકાતા ભાવ જોવાની મજા પડી જાય છે. મુફાસા મૃત્યુ પામે ત્યારે તમને દુઃખ જરૂર થાય છે પરંતુ ઓરિજિનલ ફિલ્મની જેમ તમારી આંખમાં આંસુ નથી આવતા. સ્કાર શેતાન લાગે છે પણ ઓરિજિનલ ફિલ્મ જેવો ખૂંખાર નથી લાગતો. ફિલ્મ ઓરિજિનલ ફિલ્મ કરતા ત્રીસ મિનિટ લાંબી છે. તે 1994ની ફિલ્મની સીન ટુ સીન કોપી છે પરંતુ તેમાં સરપ્રાઈઝિંગ એલિમેન્ટ ખૂટે છે. જો કે ફિલ્મમાં મુફાસાના પાત્રમાં શાહરૂખનો અવાજ સરસ જામે છે.",2 "મલાલ એક એવી લવસ્ટોરી છે જે જોતા જોતા તમે શિવા-આસ્થાની દુનિયામાં ખોવાઈ જશો. તે સંજય લીલા ભણસાલી પ્રોડક્શન જેવા ગ્રાન્ડ સ્કેલ પર નથી બની પરંતુ ડિરેક્ટર મંગેશ હડવલેએ મુંબઈની ચાલની ફ્લેવર બરાબર પકડી છે. ખાસ કરીને તહેવારના રંગબેરંગી દૃશ્યો ખૂબ સુંદરતાથી ફિલ્માવાયા છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પાવરફૂલ છે અને સિનેમેટોગ્રાફી ટોપ ક્લાસ છે. નાની નાની વિગતો જેવી કે એ સમયે રીલીઝ થયેલી ટાઈટેનિક અને હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોના બોર્ડ આપણને 90ના દાયકામાં પાછા લઈ જાય છે. ફિલ્મના ગીતો સાંભળવા ગમે તેવા છે. જો કે સેકન્ડ હાફ થોડો લાંબો ખેંચાયો હોય એવું લાગે છે. મેઝાનમાં 90ના હીરોની અદા જોવા મળે છે.ડેબ્યુ તરીકે તેનુ પરફોર્મન્સ પાવરફૂલ છે. શર્મિન સેગલે પણ સારી એક્ટિંગ કરી છે. પરદા પર તેમની કેમિસ્ટ્રી જોવી ગમશે. મલાલ એ સમયની સ્ટોરી છે જ્યારે ટિન્ડર કે ફેસબુક નહતા, પ્રેમીઓ હાથે ચિઠ્ઠી લખીને વાતચીત કરતા હતા. લવસ્ટોરી પસંદ કરનારા દર્શકોને ફિલ્મ ગમશે.",2 "ડેબ્યૂટન્ટ ડિરેક્ટર અને રાઈટર ગેરી ડોબરમેને આ ફિલ્મ દ્વારા લોકોને ડરાવવાની સફળ કોશિશ કરે છે.ફિલ્મમાં કેમેરા વર્ક ઉત્તમ છે. જે લોકોને ડરાવવામાં સફળ થાય છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ સારુ છે. જે લોકોનો ડર વધારે છે. ફિલ્મમાં તમને નબળા દ્રશ્ય ભાગ્યે જ જોવા મળશે. ડિરેક્ટરે ફિલ્મમાં કેટલીક કોમેડી પણ ઉમેરવાની કોશિશ કરી છે. કેવું છે એક્ટર્સનું કામ? જો એક્ટિંગની વાત કરવામાં આવે તો ચાઈલ્ડ એક્ટર મેકેના ગ્રેસે સારુ કામ કર્યું છે. બાકીના એક્ટર્સે પણ પોતાનો રોલ ખૂબ જ સારી રીતે કર્યો છે. વેરા ફર્મિગા અને પેટ્રિક વિલ્સનને ભલે ટૂંકા રોલ મળ્યા હોય પરંતુ સમગ્ર ફિલ્મમાં તેમની હાજરી લાગે છે. જો આમ જોવા જઈએ તો ‘એનાબેલ કમ્સ હોમ’ એક સારી હોરર ફિલ્મ છે. શા માટે જોવી જોઈએ? જો કોન્જુરિંગ સીરિઝ અને હોરર ફિલ્મ્સના શોખીન હોવ તો આ ફિલ્મ જરુર જોઈ શકો છો.",2 "આમ જોઈએ તો નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ‘કબીર સિંહ’ એક લવ સ્ટોરી છે, પરંતુ સ્ટોરી કહેવાનો નિર્દેશનનો અંદાજ ખૂબ જ અનોખો સાબિત થયો છે. તેમણે કબીરના રૂપમાં શાહિદને જે રીતે ઓવર પ્રોટેક્ટિવ, ઓવર ઓબ્સેસિવ, હિંસક, નશો અને સેક્સ વગેરે બતાવ્યું છે, તેને માનવામાં દર્શકોને થોડો સમય લાગે છે. પરંતુ પછી પાત્રની ઈમાનદારી અને પ્રેમ માટે કુરબાન થઈ જવાની ભાવના તમને તેની નજીક લઈ જાય છે. 3 કલાકની આ ફિલ્મ થોડી લાંબી લાગે છે.પરંતુ સુઘડ પાત્રો માહોલને હળવો બનાવી દે છે. આ નિર્દેશકની સમજદારી છે કે હિન્દીની ઓફિશિયલ રીમેક બનાવતા સમયે તેમણે મૂળ ફિલ્મને તેવી જ રહેવા દીધી છે. IMDB પર ફિલ્મને 8.1 રેટિંગ મળ્યું છે. એક્ટિંગ કબીર સિંહના પાત્રમાં તેને શાહિદ કપૂરના કરિયરનું સૌથી સારું પરફોર્મન્સ કહેવાય તો આ ખોટું નહીં હોય. એક એક્ટરના રૂપમાં તેમણે પાત્રને સારી રીતે જીવ્યું છે.શાહિદ પહેલા પણ આવા જટિલ પાત્રોને સારી રીતે નીભાવી ચૂક્યો છે. પરંતુ આ વખતે તે પોતાના પાત્રને દીવાનગીથી જીવી ગયો. કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેને ઓછા ડાયલોક અને સ્ક્રીન સ્પેસ છતાં આંખોથી એક્ટિંગ કરી છે. ફિલ્મમાં દોસ બનેલા શિવાના રૂપમાં સોહમ મજૂમદારની ભૂમિકા ઉલ્લેખનીય છે. તે મનોરંજન સાથે દિલને સ્પર્શી જાય છે. અર્જન બાજવા, સુરેશ ઓબેરોય અને નિકિતા દત્તાએ પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે. દાદીના રૂપમાં સીનિયર એક્ટ્રેસ કામિની કૌશલને જોવું સુખદ સાબિત થાય છે. મ્યુઝિક ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ દમદાર છે. સંગીતકાર સચેતનું ‘બેખયાલી’ ગીત રેડિયો મિર્ચીના ટોપ ટ્વેન્ટીમાં પાંચમા ક્રમે છે. જ્યારે મિથુનનું ગીત ‘તુઝે કિતના ચાહને લગે’ અગિયારમાં નંબરે છે. શા માટે જોવી જોઈએ? જો તમે દીવાનગીથી ભરપૂર લવ સ્ટોરીના શોખીન હોય અને શાહિદ કપૂરની અનોખી એક્ટિંગ માટે આ ફિલ્મ તમે જોઈ શકો છો.",2 "બોલિવૂડમાં થ્રિલર અને સુપર નેચરલ પાવર પર બનેલી ફિલ્મોનો હંમેશાંથી એક ખાસ વર્ગ રહ્યો છે.તે જ ઑડિયન્સને ટાર્ગેટ કરી અશ્વિન સરવનને ‘ગેમ ઓવર’ બનાવી છે પણ તેમની ફિલ્મ અન્ય ફિલ્મોથી અલગ એટલા માટે સાબિત થાય છે કેમ કે, તેમાં થ્રિલર અને સુપર નેચરલ લેયર સાથે ગેમનો પણ રસપ્રદ એંગલ છે. ફિલ્મનું કથાવસ્તુ વિડીયો ગેમની તર્જ પર આગળ વધે છે. અને અશ્વિને તેને ત્રણ લેવલ અને લાઈફ લાઈન સાથે ખૂબ જ થ્રિલિંગ અંદાજમાં જોડ્યું છે. ફિલ્મમાં તેમણે હળવેથી એ વાતને પણ સ્પર્શી લીધી છે કે, કેવી રીતે કોઈ યુવતી દુર્ઘટનાનો શિકાર બની જાય પછી તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે લોકો તેને જ દોષી ઠેરવે છે. ફિલ્મના કેટલાક પૉઈન્ટ્સ નિર્દેશક એમ જ છોડી દે છે. જેમ કે, સાઈકૉપેથની જાણકારી. ક્લાઈમેક્સને વધુ સારો બનાવી શકાયો હોત. ફિલ્મને વધુ એન્ગેજિંગ અને દિલધડક બનાવવામાં રૉન એથન યોહનના બેકગ્રાઉન્ડ મ્યૂઝિકનો જેટલો મોટો હાથ છે તેટલો જ એ વસંતની સિનેમેટોગ્રાફીની જાદુગરીની કમાલ પણ છે.ફિલ્મના મોટાભાગના સીન્સનું શૂટિંગ ઈન્ડોર થયું ચે અને તેમાં કેમેરા વર્ક અને લાઈટિંગ પ્રશંસનીય છે. તાપસી કૉમ્પ્લેક્સ્ડ ભૂમિકા ભજવવામાં ખૂબ માહેર છે અને સપના જેવા મલ્ટી લેયર પાત્રને તે પૂરી લગન સાથે ભજવી ગઈ છે. ડર, લાચારી અને ડિપ્રેશનના ભાવ તેણે ખૂબ જ ઉમદા રીતે રજૂ કર્યા છે. ફિલ્મમાં તેની સાથી કલાકારે વિનોદિની કલાઅમ્માના રૂપમાં ભરપૂર મનોરંજન કર્યું છે. સનચના અમુક જ દ્રશ્યોમાં પ્રભાવ છોડવામાં સફળ રહી છે. શા માટે જોવી જોઈએ ફિલ્મ: સાઈકોલૉજિકલ થ્રિલર શોખીનો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ.",2 "આ ફિલ્મનું મજબૂત પાસુ છે અલીનું લખાણ અને વિલાયતી તરીકે સુનિલ ગ્રોવરનું કેરેક્ટર. બંનેની જોડી અને તેમની વચ્ચેના સંબંધો સુંદર રીતે દર્શાવાયા છે. ગ્રોવર પોતાના મજબૂત રોલને સારો ન્યાય આપે છે. તેને હજુ વધારે મહત્વના રોલ મળવા જોઈતા હતા. સોનાલી કુલકર્ણી અને જેકી શ્રોફનું પરફોર્મન્સ પણ જોરદાર છે. રસપ્રદ વાત એ છે કે સલમાન ખાનમાં ક્યાંક સૂરજ બડજાત્યા છૂપાયેલો મળશે. ફિલ્મો અને વેબ સીરીઝમાં હૂક અપ કલ્ચરને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે સલમાન જૂના જમાનાના પારિવારિક મૂલ્યો સાથે આવે છે. તેણે સારી એક્ટિંગ કરી છે અને દેખાય પણ સરસ છે. તે પોતાના સાચા ફેમિલીથી ખૂબ ક્લોઝ છે એટલે ભારતમાં તેની પર્સનાલિટીનો આ હિસ્સો સરસ રીતે ઝળકે છે.અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મમાં હાસ્ય અને ઈમોશન્સનું એવું મિશ્રણ પીરસ્યું છે કે સલમાનના પાક્કા ચાહકો સીટી વગાડતા વગાડતા ફિ્મ જોવા જશે. ફિલ્મમાં ગીતો પરાણે ઘૂસાડ્યા છે અને વાર્તા અટપટી છે આમ છતાં ફિલ્મ જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં ઘણા બધા ટાઈમ લીપ્સ છે અને એક સાથે ઘણી ઘટનાઓ બને છે પરિણામે ફિલ્મના અંતે દર્શક થાકી ગયાની લાગણી અનુભવે છે. વળી, આ ફિલ્મ તમને પ્રેરણા આપવાના આશયથી બનાવી હોય તેવું લાગે છે. એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મ સારી બની શકી હોત. જો કે ભારત સારા દિલથી લોકોને મનોરંજન આપવા માટે બનાવાઈ છે. જો કે ફિલ્મને કોમર્શિયલ બનાવવા માટે થોડી આડીઅવળી ચીજો ઘૂસાડવામાં આવી છે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.",2 "ફિલ્મમાં ડિઝાઈનર કપડામાં સેક્સી છોકરીઓ, કૂલ ડૂડ, મોંઘીદાટ ગાડીઓ અને રંગ-બેરંગી કોલેજ કેમ્પસ યુવાનોને ખાસ આકર્ષિત કરશે. ફિલ્મમાં કોલેજમાં બધુ જ સુંદર દેખાય છે. ટાઈગર શ્રોફ આ રોલમાં એકદમ ફિટ બેસે છે અને તેને સ્પોર્ટ્સ ક્વોટામાં એડમિશન મળે છે. ફિલ્મમાં ત્યારે જ માનવ મેહરા (આદિત્યા સીલ)ની એન્ટ્રી થાય છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે. માનવની બહેન શ્રેયાના રોલમાં તમને અનન્યા પાંડે જોવા મળશે, જે કોઈ રાજકુમારીથી ઓછી નથી. શ્રેયા હંમેશા રોહનને પરેશાન કરવાની કોઈ તક નથી છોડતી. અહીંયાંથી જ તે રોહનને પ્રેમ કરવા લાગે છે.ફિલ્મની સ્ટોરી ક્યાંય પણ વધારે સીરિયસ નથી થતી અને હળવી રહે છે. ફિલ્મને જોતા તમને તેની સ્ટોરીનો અંદાજ પહેલાથી લાગી શકે છે. ટાઈગર સારી રીતે ફિલ્મનો પોતાના પર ઉઠાવી છે. ડાંસ અને એક્શન સીક્વેન્સમાં તે પર્ફેક્ટ લાગે છે. ફિલ્મની લીડિંગ લેડીઝ તારા અને અનન્યાએ ફિલ્મમાં ગજબ ગ્લેમર બતાવ્યું છે. તારાનું પાત્ર ખૂબ નાનું રાખવામાં આવ્યું છે પરંતુ તે સ્ક્રીન પર ખૂબ જ સુંદર લાગે છે. જોકે તેની પરફોર્મેન્સ એવરેજ રહી. જોકે અનન્યાનું પાત્ર મજબૂત રીતે દર્શાવાયું છે અને ધીમે ધીમે તે પોતાના પાત્રમાં જામે છે. એન્ટી હીરોના પાત્રમાં આદિત્ય સીલ સારો લાગે છે.ફિલ્મમાં કોમેડીનો વધારે સ્કોપ હતો પરંતુ સ્ટોરીને આગળ વધારવાના ચક્કારમાં આ માત્ર મર્યાદિત છે. ફિલ્મમાં હર્ષ બેનીવાલ એક સરપ્રાઈઝ પેકેજના રોલમાં જોવા મળશે. તે પોતાના રોલમાં જામે છે અને તેની કોમિક ટાઈમિંગ ગજબની છે. ડ્રામા, ઈમોશન અને એક્શનથી ભરપૂર આ ફિલ્મ સ્પોર્ટ, ડાંસ અને રોમાન્સ બતાવે છે. પાછલી ફિલ્મની જેમ આ ફિલ્મના સોન્ગ વધારે ધમાકેદાર નથી પરંતુ આજની તારીથમાં પ્લેલિસ્ટમાં ઉપર છે. ફિલ્મનો પહેલા હાફ કહાણીને સ્થાપિત કરવાના ચક્કરમાં લાંબો લાગે છે પરંતુ સેકન્ડ હાફમાં ખાસ ડ્રામા જોવા મળે છે. ફિલ્મ જોઈને તમને વર્ષ 1992માં આવેલી મંસૂર ખાનની ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ની યાદ અપાવી દેશે.હળવી હાઈસ્કૂલ ડ્રામાવાળી રોમાન્ટિક ફિલ્મો જોવાનું તમને પસંદ હોય તો આ ફિલ્મને જોઈ શકો છો.",2 "આ ડિરેક્ટર હૃતુલની પ્રથમ ફિલ્મ છે. બહુ ના વિચાર ફિલ્મથી ઢોલિવુડમાં નવીનતાની લહેર પ્રસરાઈ ગઈ છે. તેમણે ડિરેક્ટર તરીકે આ ફિલ્મને પૂરેપૂરો ન્યાય આપ્યો છે અને સાથે સાથે ફિલ્મના લેખક, ગીતકાર, મ્યુઝિક કંપોઝર તરીકે પણ કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રીમાં નવાસવા હોવા છતાંય તેણે નિષ્ણાંત તરીકે આ તમામ રોલને ન્યાય આપ્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક દાદ માંગી લે તેવું છે.ફિલ્મના ડાયલોગ્સની વાત કરીએ તો ફિલ્મ હસવા હસવામાં મોટી વાત કહી જાય છે. આ એક એવી ટિપિકલ મસાલા એન્ટરટેઈનર છે જે ગુજરાતના યુવાનો સાથે તરત જ કનેક્શ બનાવી લેશે. ફિલ્મની નેગેટિવ બાજુ તેની ધીમી ઝડપ અને લંબાઈ છે. જો એડિટિંગ ચોટદાર હોત તો ફિલ્મ હજુ વધુ સારી બની શકી હોત. જો કે ફિલ્મનો બીજો હાફ પહેલા કરતા વધુ ઝડપી અને જકડી રાખે તેવો છે.પરફોર્મન્સની વાત કરીએ તો નેચરલ એક્ટિંગથી ભવ્ય ગાંધી ક્લીયર વિનર પુરવાર થાય છે. તેને જોઈને એવું જ લાગે કે જાણે આપણી સોસાયટી-મહોલ્લાનો કોઈ છોકરો વાત કરી રહ્યો હોય. જાનકી અને દેવર્ષિએ પણ પોતાના પાત્રોને બરાબર ન્યાય આપ્યો છે. થિયેટરના દિગ્ગજો રાગી જાની અને સંજય ગલસરે પોતાના રોલને બખૂબી નિભાવ્યો છે. આ ફિલ્મ નવજોત સિંહ ચૌહાણ માટે જોવા જેવી છે, તે સેકન્ડ હાફમાં પોતાના પરફોર્મન્સથી પ્રાણ ફૂંકી દે છે.ઓવર ઓલ ફિલ્મ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. છેલ્લા બે મહિનાથી કોઈ સારી ગુજરાતી ફિલ્મ રીલીઝ નથી થઈ ત્યારે બહુ ના વિચાર જોવાની તમને મજા આવશે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.",2 "ઈમોશન અને એક્શન એવેન્જર્સની તાકત રહી છે અને આ વખતે પણ ડિરેક્ટર્સે દર્શકોને ખૂબ જ એક્શન અને ઈમોશન આપ્યું છે. ફિલ્મમાં આપેલા ક્લોઝરમાં જોઈ શકાય છે કે એક યુગનો અંત થશે. ફિલ્મની શરૂઆત થોડી ધીમી છે. ઈન્ફિનિટી વોર પછી બદલાતી સ્થિતિમાં સુપર હીરોઝને સ્થાપિત કરવાના હતા અને તેમના કાર્યો અને દિવ્ય શક્તિઓને દૂર સામાન્ય જીવનમાં પાસર કરી રહ્યા હોય છે. તેવા સમયે એન્ટમેન આવીને તેમના સાથીઓને પરત લાવવા માટે જુસ્સો ભરે છે અને ત્યારથી ફિલ્મની વાર્તા સ્પીડ પકડે છે.ફિલ્મ ત્રણ કલાક લાંબી છે પરંતુ ભૂતકાળ-વર્તમાનના ઉતાર-ચઢાવ તમને પકડી રાખે છે. ફિલ્મનું એડિટિંગ શાર્પ છે. ડાયલોગ્સ ફની છે જે તમને હસાવશે. ક્લાઈમેક્સના સ્પેશિયલ ઈફેક્ટ દર્શકોને વધારે મજા કરાવશે. IMDB પર આ ફિલ્મને 9.2 રેટિંગ મળ્યું છે.પરફોર્મન્સ મામલે આ વખતે પણ સુપરહીરો પોતાનો કમાલ દેખાડ્યો છે. આયર્નમેન, કેપ્ટન અમેરિકા, થૉર, હલ્ક, સ્કારલેટ જોહ્નસન, એન્ટમેન પોતાની હીરોની છાપ સાથે પારિવારિક અંદાજમાં પણ જોવા મળશે. પરંતુ થોરને સુપરહીરોની છબીથી અલગ નશામાં ધૂત જોઈને ફેન્સ નિરાશ થઈ શકે છે પરંતુ તેની હ્યુમન સાઈડ મજબૂત છે. થેનોસ હંમેશાની જેમ લાર્જન ધેન લાઈફ લાગશે. આ વખતે તેની દીકરીઓ અલગ અવતારમાં જોવા મળશે.એવેન્જર્સના ફેન્સ માટે આ ફિલ્મ મસ્ટ વૉચ ફિલ્મ છે. સામાન્ય દર્શકો અને બાળકો માટે ખૂબ જ મનોરંજક અને રસપ્રદ રાઈડનો અનુભવ થશે.",2 "પ્રેમ અમર હોય છેના નારાને આગળ ધપાવતી આ ફિલ્મનો સ્ક્રીનપ્લે થિયેટ્રિકલ ડ્રામા અને ઈમોશન્સ વચ્ચે ઝોલા ખાય છે. પરંતુ ફિલ્મમાં અમુક એવી ક્ષણો છે જે તમારુ ધ્યાન જરૂર ખેંચશે. જેમ કે, નવપરિણિત દેવ અને રૂપ વચ્ચેના સંબંધો, સત્યા અને દેવ વચ્ચે નજરોમાં થતી વાતો તથા રૂપ અને ઝફર વચ્ચેના રોમેન્ટિક સીન્સ. ફિલ્મના અન્ય મજબૂત પાસા છે દેવ અને બલરાજ વચ્ચે ડામાડોળ થતા પિતા-પુત્રના સંબંધો તથા બહાર બેગમ અને રૂપ વચ્ચે ગુરૂ શિષ્યનો સંબંધ. આવી ક્ષણો ફિલ્મમાં વધારે હોત તો ફિલ્મ જોવાની વધારે મજા આવત.ફિલ્મની સૌથી મોટી હાઈલાઈટ તેની સ્ટાર કાસ્ટ છે. આ ઉપરાંત બધા જ કલાકારોએ પાત્રોને સરસ ન્યાય આપ્યો છે. આલિયા ભટ્ટનું પાત્ર તેની લાચારી અને હિંમત બંનેનું સરસ મિશ્રણ છે. વરૂણ ધવન તેના ટોન્ડ બૉડી સાથે ખૂબ જ સરસ લાગે છે અને તે તેના પાત્રમાં ગજબનું ઊંડાણ લાવી શક્યો છે. આદિત્ય રોય કપૂરના ખાસ વખાણ કરવા પડે. મૌન રહીને પણ માત્ર હાવભાવથી તેનું પાત્ર ઘણું કહી જાય છે. માધુરી દિક્ષિત, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હાએ પણ પોતાના પાત્રને પરદા પર જીવંત કર્યા છે. ઝફરના મિત્ર અબ્દુલ તરીકે કુણાલ ખેમુએ પણ ગ્રે શેડ રોલ જબરદસ્ત રીતે નિભાવ્યો છે. સ્ટારકાસ્ટના વિશેષ પ્રયત્નોને કારણે મોટા સ્કેલ પર બનેલી કલંક જોવાલાયક બની છે.1940ના દાયકામાં આકાર લેતી લવસ્ટોરીમાં વિઝ્યુઅલ ડિટેઈલિંગ પર ખાસ્સુ ધ્યાન અપાયું છે. કલંક હિન્દી સિનેમાના ઈતિહાસમાં ભવ્યતાને એક અલગ જ સ્કેલ પર લઈ જાય છે. ફિલ્મમાં 1940ની દુનિયાને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે પરંતુ તે વાસ્તવિકતાથી થોડી દૂર લાગે છે. ફિલ્મમાં ગ્રાન્ડ વિઝ્યુઅલ છે અને બિનોદ પ્રધાને સરસ સિનેમેટોગ્રાફી કરી છે. પ્રીતમે ફિલ્મમાં કર્ણપ્રિય સંગીત આપ્યું છે. ફિલ્મ 2 કલાક 48 મિનિટની છે. થોડુ એડિટિંગ ટાઈટ હોત તો ફિલ્મ ટૂંકી બની શકી હોત. આ ફિલ્મની અમુક ક્ષણો કાયમ માટે તમારા દિલમાં વસી જશે. ફિલ્મને અમારા તરફથી 3.5 સ્ટાર્સ.",2 "નિર્દેશક ચક રસેલ ‘જંગલી’ દ્વારા બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી રહ્યાં છે. હૉલિવૂડમાં માસ્ક ‘માસ્ક’, ‘સ્કૉર્પિયન કિંગ’ ‘ઈરેઝર’ જેવી બમ્પર હિટ ફિલ્મો આપી ચૂકેલા રસેલે બોલિવૂડના ટેસ્ટને પણ સારી રીતે પકડ્યો છે. તેમણે પાત્રોમાં ભારતીય મૂલ્યોની સાથે પુરાણ, મંત્રો, વિધ્નહર્તા ગણેશ ભગવાનને પણ જોડ્યા છે, સાથે જ તેમણે એક્શન અને ઈમોશનમાં પોતાની જાદુગરી બખૂબી દેખાડી છે.સિનેમેટોગ્રાફર માર્ક ઈરવિનની સિનેમેટોગ્રાફીમાં ઓરિસ્સાના નયનરમ્ય જંગલો, નદીઓ અને તેમાં રહેતા હાથીઓને જોવા કોઈ વિઝ્યુઅલ ટ્રિટથી ઉતરતું નથી. એક્શન સીન્સ દરેક સ્તરે અચંબિત કરે છે, ભલે તે વિદ્યુત દ્વારા મુંબઈના ગુંડાઓથી નિપટવાના ફાઈટ સીક્વન્સ હોય કે પછી જંગલમાં તસ્કરો અને શિકારીઓ સાથે ફાઈટ દૃશ્યો હોય, એક્શન ડિરેક્ટરે ચુંગ ચી લીએ પ્રશંસનીય કામ કર્યું છે.અભિનયની વાત કરવામાં આવે તો વિદ્યુત પોતાના પાત્રમાં રચ્યો-પચ્યો દેખાય છે. તેણે કલરીપયટ્ટૂ યોદ્ધા અને હાથીઓના સાથી રૂપમાં ગજબનું કામ કર્યું છે. એક્શન દૃશ્યોમાં તેની ચપળતા અને ફ્લેક્સિબિલિટી આશ્ચર્યચકિત કરી દે છે. ભાવનાત્મક દૃશ્યોને પણ તેને બખૂબી નિભાવ્યા છે. રોલ માટે તેણે કરેલી મહેનત પડદા ઝળકે છે અને પાત્રને વિશ્વસનીય બનાવે છે. આશા ભટ્ટ અને પૂજા સાવંતે આ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કર્યું છે અને બંને પોતાના રોલમાં જામે છે. આશા ખૂબ ક્યૂટ લાગે છે અને પૂજા કૉન્ફિડેન્ડ. શિકારી અને તસ્કરોનો સાથ આપનારા ખલનાયકનું પાત્ર અતુલ કુલકર્ણીએ પોતાના અલાયદા અંદાજમાં ભજવ્યું છે. અક્ષય ઑબેરોય અને મકરંદ દેશપાંડે પોતાની ભૂમિકાઓ માટે યાદ રહી જાય છે. સહયોગી કાસ્ટ ફિલ્મને અનુરૂપ છે. સમીર ઉદ્દીન સંગીતમાં ‘ગરજે ગરજે’ ગાના ગીત ખૂબ સારા છે. ‘ફકીરા ઘર આજા’ અને ‘સાથી’ ગીતો પણ વિષયને અનુરૂપ છે.દિલધડક એક્શન સિક્વન્સ, નિર્દોષ હાથીઓની જૂથબંધી અને ઓરિસ્સાના નયનરમ્ય દૃશ્યોની વિઝ્યુઅલ ટીમ માટે ફિલ્મ જોવી જોઈએ. જો તમે એનિમલ લવર છો તો આ ફિલ્મ તમારા દિલમાં ઉતરી જશે.",2 "અનુરાગ સિંહના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કેસરી’માં અક્ષય કુમારે ફરી એકવાર ખૂબ સારું પરફોર્મેન્સ આપ્યું છે. ફિલ્મમાં લડાઈના સીન્સ સારી રીતે દર્શાવાયા છે. જોકે આ વોર ફિલ્મ છે અને તેમાં પાત્રોને સ્થાપિત કરવામાં ઘણો સમય લાગ્યો છે, જેથી દર્શકોને તે પાત્રો સાથે જોડી શકાય.ફિલ્મનો લૂક અને સ્ટોરી એવી રાખવામાં આવી છે કે દર્શકોને ફિલ્મની સ્ટોરી શીખ સૈનિકોની દેશભક્તિ સાથે જોડાયેલી હોય તેવો અનુભવ થાય છે. ફિલ્મના એક્શન સીન્સ સારા છે, ખાસ કરીને શીખ માર્શલ આર્ટ્સના સીન ગજબ છે. ફિલ્મની આખી ટેકનિકલ ટીમ ફિલ્મના સેટ, એડિટિંગ, એક્શન અને સાઉન્ડ પર બારીકીથી કામ કર્યું છે. અહીં સુધી કે તમને ફિલ્મની કાસ્ટ અને કોસ્ચ્યુમ્સમાં પણ આ બારીકી જોવા મળશે.ગિરીશ કોહલી અને અનુરાગ સિંહે સારી રીતે આ ફિલ્મ લખી છે. ફિલ્મના મુખ્ય પાત્ર હવલદાર ઈશ્વર સિંહ (અક્ષય કુમાર)ને સારી રીતે દર્શાવાયો છે. અક્ષય કુમારે પણ આ રાત્ર સારો ન્યાય કર્યો છે અને ઈશ્વર સિંહની બહાદુરી તથા દેશભક્તિ સારી રીતે દર્શાવાઈ છે. ફિલ્મમાં પરિણીતિ ચોપરાનું પાત્ર ટૂંકુ છે પરંતુ અસરદાર છે. અફઘાન યૌદ્ધાના પાત્રમાં રાકેશ ચતુર્વેદી ઓમ પણ સારા લાગે છે.ઈતિહાસની સૌથી બહાદુરી સાથે લડાયેલી સારાગઢીની લડાઈ વિશે જાણવા માટે આ ફિલ્મને મિસ ન કરશો. અક્ષય કુમારનું પરફોર્મેન્સ અને ફિલ્મની કહાણી તમને નિરાશ નહીં કરે.",2 "અંદાઝ અપના અપના અને ડેડપૂલ ફિલ્મને મિક્સ કરીને બનાવીએ તો કેવી ફિલ્મ બને? મર્દ કો દર્દ નહિ હોતા ફિલ્મ બસ આવી જ છે. આ ફિલ્મ ખૂબ જ પ્રામાણિકતાથી બનાવવામાં આવી છે. ડિરેક્ટરની શૈલી થોડી અલગ છે પણ વાસ્તવિકતાથી દૂર નથી. તે તમને ગંભીરમાં ગંભીર ક્ષણે હસાવી શકે છે. ફિલ્મમાં અનેક એવી સિક્વન્સ છે જ્યારે સીન ગંભીર હોય પણ ત્યારે અચાનક કંઈક એવું થાય કે તમે ખડખડાટ હસી પડો. ફિલ્મના પાત્રોની જોરથી બોલીને વિચારવાની આદત પણ તમને પેટ પકડીને હસાવશે. તેમની અંદર ચાલતા વિચારો તમને સારો એવો લાફ્ટર ડોઝ આપશે.ફિલ્મમાં ડિરેક્ટરે જરૂર કરતા વધારે સ્લો મોશન એક્શન સિક્વન્સ બતાવી છે. પરંતુ સ્ટન્ટ એટલા જોરદાર છે કે તમને આ વાત ખટકશે નહિ. વળી કોમેડી ફિલ્મની એક્શન સિક્વન્સ આડે ક્યાંય નથી આવતી. એવેન્જર્સ એન્સેબલ ક્લાઈમેક્સ ખરેખર દર્શકોને મજા કરાવે તેવો છે. સુપરહીઅભિમન્યુ દાસાણી અને રાધિકા મદને પોતાના રોલને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. તેમની સ્ક્રીન પ્રેઝન્સ વખાણવાલાયક છે. તેમની કેમિસ્ટ્રી તમને પરદા પર જોવી ગમશે. ખાસ કરીને રાધિકાનો એન્ટ્રી સીન સરસ શૂટ થયો છે. ગુલશન દૈવૈયાએ ડબલ રોલ બખૂબી નિભાવ્યો છે જ્યારે મહેશ માંજરેકરના ફાળે સારા સારા વન-લાઈનર્સ આવ્યા છે.રો મૂવીઝ પર અલગ જ દૃષ્ટિકોણથી બનેલી આ ફિલ્મ થોડી લાંબી ખેંચાઈ ગઈ છે. એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મ જોવની વધુ મજા આવત. વળી દર્શકોને સૂરજની ગાંડપણભરી દુનિયામાં પ્રવેશતા થોડો સમય લાગી જાય છે.લોજિકને બાજુમાં મૂકીને આ ફિલ્મ જોવા જશો તો જલસો પડી જશે. આ ફિલ્મમાં પરાણે હસાવે તેવા સીન્સ નથી. બસ વિચિત્ર પ્રકારના વિચારો અને તેને ઓર પણ વિચિત્ર રીતે પરદા પર દર્શાવવાની ટ્રિક તમને હસાવશે. આ ફિલ્મ માટે તમારે ડિરેક્ટરે જે સ્પેસ બનાવી છે, તેમાં પ્રવેશવું પડશે. ફિલ્મ મિસ કરશો તો અફસોસ થશે. હટકે ફિલ્મ જોવાનો શોખ હોય તો ચોક્કસ થિયેટરમાં ફિલ્મ જોવા જજો. ફિલ્મને અમારી તરફથી 3.5 સ્ટાર્સ.",2 "રાઈટર-ડિરેક્ટરની જોડી એના બોડેન અને રયાન ફ્લેકે કેપ્ટન માર્વેલના રૂપમાં અવેન્જર્સ એન્ડ ગેમ માટે નવી શક્તિશાળી સુપરહીરો સ્થાપિત કરી છે, સાથે યુદ્ધ અને મહિલા સશક્તિકરણ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ સારી રીતે પક્ષ મૂક્યો છે. કૈરલ તે બધા લોકોને જડબાતોડ જવાબ આપે છે, જેમના મુજબ છોકરીઓ કાર રેસિંગ નથી કરી શકતી અથવા ફાઈટર પાઈલટ નથી બની શકતી. તો ફિલ્મમાં યુદ્ધ લડવા પર નહીં પરંતુ તેને ખતમ કરવાના વિચાર પર જોર અપાયું છે. બીજી તરફ રોમાંચક દુનિયા અને જોરદાર એક્શન માર્વેલ ફિલ્મ્સના પ્રેમીઓ નિરાશ નહીં થાય. સ્ટોરીની એકમાત્ર કમજોરી ઘણા પાત્રોને સારી રીતે વિકસિત ન કરી શકવી છે. જેના કારણે શરૂઆતમાં ખૂબ જ શક્તિશાળી દેખાડવામાં આવેલા સ્ક્રલ્સ સ્ટોરીમાં ટ્વીસ્ટ આવ્યા બાદ બિચારા બની જાય છે.એક્ટિંગની વાત કરીએ તો લીડ રોલમાં બ્રી લાર્સને ખૂબ જ સારું કામ કર્યું છે. પોતાની ઓળખ માટે ઝઝુમી રહેલી કૈરલના કન્ફ્યુઝન અને ઈમોશનને સારી રીતે દર્શાવવામાં આવ્યા છે, તો કેપ્ટન માર્વેલના રૂપમાં તે દમદાર અને મજબૂત દેખાય છે. એજન્ટ ફરીના રૂપમાં સેમ્યુઅલ જેક્સન દર્શકોને હસાવે છે. આ કામમાં તેમનો સાથે બિલ્લી ગૂજ આપે છે. જે દરેક સીનમાં દર્શકોનું દિલ જીતી લે છે. મારિયાના રૂપમાં લશાના લિંચનું કામ સારું છે. ફિલ્મમાં કૈરલ સાથે તેની ગાઢ મિત્રતા જોવા લાયક છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર તેને સશક્ત બનાવે છે. કુલ મળીને એક્શન અને ઈમોશનથી ભરપૂર કેપ્ટન માર્વેલ દર્શકો માટે એક સારી ભેટ છે.",2 બદલો હંમેશા ગણતરીપૂર્વક અને સમજી વિચારીને લેવો જોઈએ. રિવેન્જ સ્ટોરી હંમેશાથી હિન્દી ફિલ્મોનો ફેવરિટ વિષય રહ્યો છે પરંતુ દર્શકોના દિલ જીતવા માટે તેને સ્માર્ટ રીતે બનાવવી જરૂરી છે. ડિરેક્ટર સુજોય ઘોષની આ ફિલ્મ સોલિડ થ્રિલિંગ છે અને તેમાં તમને જકડીને રાખે તેવા ટ્વિસ્ટ અને ટર્ન છે. તેમાં તમે સતત હવે આગળ શું થશે તે ધારતા જ રહી જશો. આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ધ ઈનવિઝિબલ ગેસ્ટ ડઝ નોટ મેટર ટૂ મચની રિમેક છે. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુએ તેમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. ડિરેક્ટર ઘોષે તેમાં નાની બાબતો પણ ચૂકી ન જવાય તેની ખાસ તકેદારી રાખી છે. તેમની ટીમે એટલું સરસ કામ કર્યું છે કે ફિલ્મની મિનિટે મિનિટ તમને ફિલ્મ સાથે જકડી રાખશે.આ ફિલ્મમાં તાપસી અને અમિતાભ બચ્ચનની કેમિસ્ટ્રી જોરદાર છે. પિંકમાં પણ બંને વચ્ચે આરોપી અને વકીલનો સંબબંધ જોવા મળ્યો હતો પરંતુ બદલામાં બંને નવા અવતારમાં જોવા મળે છે. તાપસીના પાત્રમાં ઘણા શેડ્સ છે અને ધીમે ધીમે તે દર્શકોને જોવા મળશે. એક્ટ્રેસે પોતાના પાત્રને ખૂબ સરસ રીતે ન્યાય આપ્યો છે. બચ્ચનનો રોલ તાપસીની સરખામણીએ સરળ છે પણ તેમણે પોતાની આગવી છટાથી વકીલનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. બંને પાત્ર ફિલ્મમાં ટેન્શન અને થ્રિલ જાળવી રાખવામાં સારી ભૂમિકા ભજવે છે.સુજોય ઘોષ આ પહેલા પણ કહાની અને કહાની ટુ જેવી થ્રિલર ફિલ્મો બનાવી ચૂક્યા છે. બદલામાં કહાનીની સરખામણીએ વધારે લેયર્સ છે પરંતુ આ પ્રકારની ફિલ્મો બનાવવામાં તેમની ફાવટ ઘણી સારી છે. અવિક મુખોપાધ્યાયની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. મોનિશા બાલદવાનું એડિટિંગ અને ક્લિન્ટન કેરેજોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને ચાર ચાંદ આપે તેવા છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પ્રેડિક્ટેબલ છે જેને કારણે તેની થ્રિલ થોડી ઘટી જાય છે પણ સમયાંતરે ટ્વીસ્ટ અને ટર્ન આવતા રહે છે. થ્રિલર ફિલ્મના શોખીનોને આ ફિલ્મ જોવાની મજા પડશે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર.,2 "જો તમે પરિવાર સાથે આ વીકેન્ડ મસ્તી અને ટાઈમ પાસ કરવા માટે ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ‘ટોટલ ધમાલ’ ફિલ્મ તમારા માટે છે. આ સીરિઝની પાછલી બે ફિલ્મોના પ્રોડ્યુસર ઈન્દ્ર કુમાર પોતાની આ ફિલ્મ માટે લીડ રોલ માટે એક્ટર અજય દેવગણને સાઈન કરવા ગયા તો તેને ફિલ્મની સ્ટોરી એટલી હદ સુધી પસંદ આવી ગઈ કે અજય ફિલ્મનો કો-પ્રોડ્યુસર બની ગયો. લગભગ 17 વર્ષ બાદ સ્ક્રીન પર ધક-ધક ગર્લ સાથે અનિલ કપૂરની જોડી જોવા મળી છે. ફિલ્મમાં બાળકો માટે હોલિવૂડ એનિમલ એક્ટ્રેસ ક્રિસ્ટલ છે જે આ પહેલા ‘હેંગઓવર 2’, ‘જંગલ નાઈટ એન્ડ મ્યુઝિયમ’ સહિત ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સ્ક્રિપ્ટની ડિમાન્ડ પર ડિરેક્ટર ઈન્દ્ર કુમારે ફિલ્મનું શૂટિંગ વિદેશના રિયલ લોકેશન પર કર્યું છે.અજય દેવગણનું પાત્ર ધમાલના સંજય દત્તની યાદ અપાવે છે. અનિલ કપૂર, માધુરી દીક્ષીતની જોડી સ્ક્રીન પર આવતા જ હોલમાં ફેન્સ ચીચીયારી પાડવા લાગે છે. રિતેશ, સંજય મિશ્રા, જાવેદ જાફરી, અરશદ વારસીએ પોતપોતાના રોલને સારી રીતે ભજવ્યો છે. સોનાક્ષી પર શૂટ કરાયેલું આઈટમ સોન્ગ ફિલ્મની યૂએસપી છે.ઈન્દ્ર કુમારે કંઈક નવું કરવાના બદલે આ સીરિઝની પહેલી ફિલ્મની સ્ટોરી સાથે કેટલાક ફેરફાર સાથે કોમેડી રજૂ કરી છે. ઈન્દ્ર કુમારે પહેલા સ્ક્રિપ્ટ અને પાત્રો પર સારી રીતે કોમ વર્ક કર્યા બાદ મૂવી શરૂ કરી હોત તો વધારે સારું રહ્યું હતું.સોનાક્ષી સિન્હા પર શૂટ કરાયેલું સુભાષ ઘઈની સુપરહીટ ફિલ્મ ‘કર્ઝ’નું ‘પૈસા યે પૈસા’ સોન્ગનું રિમિક્સ સારી રીતે શૂટ કરાયું છે. જો તમે કોમેડી જોનરની માઈન્ડ પર વધારે ભાર ન આપીને તર્કથી દૂર રહીને માત્ર એન્જોય કરવાના હેતૂથી ફિલ્મ જુઓ છો તો ‘ટોટલ ધમાલ’ ફિલ્મ તમારા માટે છે.",2 "આ ફિલ્મમાં એક ડાયલોગ છે, “અગર દુનિયામેં સબ કમ્ફર્ટેબલ હોતે તો રેપ કોન કરતા?” આ ફિલ્મનું હાર્દ આ લીટીમાં સમાઈ ગયું છે. ડિરેક્ટર ઝોયા અખ્તરની ગલી બૉય ઈન્ડિયાના રેપરોની દુનિયામાં ડોકિયુ કરાવે છે. આ ફિલ્મ એક સાધારણ યુવક મુરાદની આસપાસ આકાર લે છે. ધારાવીનો આ યુવક મોટા સપના જોય છે અને ગરીબીને તેના સપના આડે આવવા નથી દેતો. સ્લમ ડૉગમાંથી તે પ્રખ્યાત રેપર કેવી રીતે બને છે તેની આસપાસ આ કથા આકાર લે છે. સ્ટોરી ખૂબ જ એક્સાઈટિંગ છે. રેપ હજુ પણ ઈન્ડિયામાં એટલો લોકપ્રિય મ્યુઝિકનો પ્રકાર નથી. પરંતુ રેપ ઓછુ પસંદ કરતા હશે તેમને પણ ગલી બૉયની સ્ટોરી પસંદ પડશે એ વાત નક્કી છે.ફિલ્મનો કેટલોક હિસ્સો પ્રેડિક્ટેબલ છે પરંતુ મુરાદની જર્નીમાં એવી કેટલીક ક્ષણો છે જ તમને ફિલ્મ સાથે જકડી રાખશે. વિજય મૌર્યએ ફિલ્મમાં ચોટદાર ડાયલોગ્સ લખ્યા છે જે ફિલ્મને ઊંડાણ આપે છે. રીમા કાગતીની સ્ટોરી અને સ્ક્રીન પ્લે તથા ઝોયાનું ડિરેક્શન ફિલ્મને અલગ ઊંચાઈ પર લઈ જાય છે. વાર્તાનો અંદાજ આવી જાય તો પણ ફિલ્મ જોવાની ઘણી મજા આવે તેવી છે.આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ છે રણવીર સિંહનું જબરદસ્ત પરફોર્મન્સ. એવુ લાગે છે કે તેનો જન્મ જ આ પાત્ર ભજવવા માટે થયો છે. તે આ ફિલ્મની આત્મા છે. તે પોતાના પાત્રમાં જાન ફૂંકી દે છે અને ઓડિયન્સને સતત ફિલ્મ સાથે બાંધી રાખે છે. ફિલ્મમાં એમ.સી શેર મુરાદને કહે છે, “તેરે અંદર તૂફાન હૈ” અને આ વાત રણવીર સિંહના પરફોર્મન્સ માટે પણ એટલી જ સાચી છે. દરેક નવી ફિલ્મ સાથે રણવીર તેના ચાહકોને સરપ્રાઈઝ કરી રહ્યો છે. આલિયા ભટ્ટનો નાનો પણ મજબૂત રોલ છે. તે પોતાના ગાંડપણ ભરેલા કેરેક્ટરને પણ પૂરેપૂરો ન્યાય આપે છે. રણવીર અને આલિયાની કેમિસ્ટ્રી ક્યુટ અને ગમી જાય તેવી છે. સિદ્ધાંત ચતુર્વેદીની આ પહેલી ફિલ્મ છે પણ તેનું મજબૂત પરફોર્મન્સ જોતા લાગે કે જાણે તે મંજાયેલો કલાકાર છે. વિજય વર્મા, કલ્કી કેકલિન અને વિજય રાઝે પણ પોતપોતાના પાત્ર ખૂબ જ અસરકારક રીતે ભજવ્યા છે.ફિલ્મનું મ્યુઝિક કિલર છે. આ ફિલ્મ રેપર્સ નેઝી અને ડિવાઈનના જીવન પર આધારિત છે. આ બંને આર્ટિસ્ટે બીજા રેપર્સ સાથે મળીને ફિલ્મ માટે ગજબ સાઉન્ડ ટ્રેક આપ્યો છે. આ ફિલ્મ તમને સ્પર્શી એટલે જાય છે કારણ કે તેમાં મ્યુઝિક રિયલ રેપર્સે આપ્યું છે. ફિલ્મની ટ્રીટમેન્ટ અને વિઝ્યુઅલ્સ હોલિવુડ ફિલ્મને ટક્કર મારે તેવા છે. ફિલ્મમાં જે રેપ બેટલ્સ બતાવી છે તેના બોલ તમને સ્પર્શી જશે. ફિલ્મનો માઈનસ પોઈન્ટ તેની અઢી કલાકની લંબાઈ છે. જો કે ફિલ્મની ટ્રીટમેન્ટ એવી છે કે તે દર્શકોને જકડી રાખએ તેવી છે. ફિલ્મ માટે બસ એટલું જ કહી શકાય, “યે ગલી બૉય હાર્ડ હૈ ભાઈ!” અમારા તરફથી ફિલ્મને 4 સ્ટાર્સ.",2 "‘કેરી ઓન કેસર’ અને ‘બેસ્ટ ઓફ લક લાલુ’ પછી વિપુલ મહેતાની આ ત્રીજી ફિલ્મમાં એ બધું જ છે. જે એક ફિલ્મમાં હોવું જોઈએ. આ ફિલ્મ ડાયલોગ, એડિટિંગથી લઈ સિનેમેટોગ્રાફી, ધમાકેદાર મ્યૂઝિકનું કોકટેઈલ છે. આ ઉપરાંત ફિલ્મની છેક સુધી જકડી રાખતી સ્ટોરી લાઈન એવું કહીને પૂરી થાય છે કે ‘છેલ્લા શ્વાસ સુધી જિંદગીને મન ભરીને માણી લેવી જોઈએ.’વિપુલ મહેતાએ આ ફિલ્મમાં હ્યુમન ઈમોશન્સને સારી રીતે વણી લીધાં છે. ફિલ્મની સ્ટોરીને એ રીતે ગૂંથવામાં આવી છે. જે પ્રેક્ષકને ફિલ્મના અંત સુધી સીટ પર જકડી રાખે છે. ફિલ્મમાં હ્યુમરને પણ અનોખો ટચ આપીને પીરસવામાં આવ્યું છે. જેથી ફિલ્મ ક્યાંય કંટાળાજનક હોવાનું લાગતું નથી. ફિલ્માં ક્યાંક ક્યાંક દર્શકોને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની યાદ આવી શકે પરંતુ આ ફિલ્મમાં જે દેશી ટચ આપવામાં આવ્યો છે. તે ખરેખર કાબિલેતારીફ છે. આ ઉપરાંત અમદાવાદ બહાર આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડના લોકેશન્સ પર થયેલું છે. જેને સિનેમાના પડદા પર જોવું એ અદ્ભૂત લ્હાવો છે. ફિલ્મના કલાકારો ઉપરાંત ઉત્તરાખંડ પણ ફિલ્મનું એક મુખ્ય કેરેક્ટર છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.ફિલ્મની પ્રોડક્શન ક્વોલિટી ખૂબ જ ઉત્તમ છે. આ ઉપરાંત ફિલ્મમાં સિચ્યુએશન પ્રમાણે સચિન જિગર અને નિરેન ભટ્ટનું મ્યૂઝિક પ્રેક્ષકોનું દિલ જીતી લે છે. ફિલ્મમાં જિગરદાન ગઢવીનું ગાયેલું ગીત ‘ચાંદ ને કહો’ અને સોનુ નિગમનું ‘પા પા પગલી’ વારંવાર ગણગણવું ગમે તેવું છે. આ ઉપરાંત ઉત્તરાખંડની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અપાયેલો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.જ્યારે વાત આવે પર્ફોર્મન્સની તો સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની ગુજ્જુભાઈ અપીલથી દર્શકોને ખૂબ જ મજા કરાવી દે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને દિલીપકુમારની મિમિક્રીથી હસાવવામાં સફળ રહ્યાં છે તો આરોહી પટેલે પણ ફિલ્મમાં ચુલબુલી યુવતી કેતકી તરીકે પોતાના પાત્રને સારી રીતે ન્યાય આપ્યો છે. યશ સોનીએ પણ વર્કોહોલિક યુવા તરીકે કેરેક્ટરમાં જીવ રેડીને શાનદાર અભિનય કર્યો છે. ફિલ્મમાં ભલા તરીકે જગેશ મુકાતીએ પણ સારી એક્ટિંગ કરી છે. આ ઉપરાંત પ્રેક્ષકો માટે એક સરપ્રાઈઝ એલિમેન્ટ્સ છે. જે થિએટરમાં જ ખબર પડશે.‘ચાલ જીવી લઈએ’ ગળચટ્ટી લાગણીઓથી ભરેલી છે. જે પડદા પર એક પ્રકારનું સિનેમેટિક જાદૂ ઉત્પન્ન કરે છે. ફિલ્મમાં ઋષિકેશથી લઈ કેદારનાથના હરિયાળી ભર્યા દ્રશ્યો આંખને ઠંડક પહોંચાડનારા છે તો ફિલ્મના ડાયલોગ હૃદય સોંસરવા ઉતરી જાય છે. આમ બધું મળીને કહેવા જઈએ તો આ ફિલ્મ ફેમિલી સહિત માણવાલાયક ફુલ્લી એન્ટરટેઈનિંગ ડોઝ છે.",2 "1857ના રાષ્ટ્રીય આંદોલનને એટલી ઉંડાઈથી નથી બતાવવામાં આવ્યું. અંગ્રેજોના દરેક વારને નિષ્ફળ બનાવતાં લક્ષ્મીબાઈ જ્યારે ગ્વાલિયર પહોંચે છે ત્યારે દેશભરમાં આઝાદીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું હોય છે. ક્લાઈમેક્સમાં અંગ્રેજ સર હ્યૂરોઝની સેના સાથે લક્ષ્મીબાઈનું યુદ્ધ વીરતાપૂર્ણ ઢંગથી પ્રાણની આહુતિ આપનાર અંદાજ જોઈ રુંવાડા ઉભા થઈ જશે.ડિરેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મનું ડિરેક્શન રાધાકૃષ્ણ, જગરલામુદી ઉપરાંત મુખ્ય રીતે કંગનાએ સંભાળ્યું છે. ઈન્ટરવલ સુધી ફિલ્મની ગતિ ધીમી છે. અલગ અલગ કેરેક્ટરની લાક્ષણિકતા દર્શાવવામાં ફિલ્મ લાંબી ખેંચાઈ જાય છે. જોકે, સેકન્ડ હાફમાં જેવી રીતે સ્વતંત્રતા સંગ્રામનું રણશિંગુ ફૂંકાય છે કે ફિલ્મનું એક્શન, ટર્ન એન્ડ ટ્વિસ્ટ, રણભૂમિની જ્વાળા વાતાવરણમાં જમાવટ કરી દે છે.ડિરેક્ટર તરીકે કંગના ગણતંત્ર દિવસ પર દેશભક્તિનું અલખ જગાવવામાં સફળ રહી છે. ફિલ્મમાં અંગ્રેજ સરકાર અને કંપનીને વધુ સશક્ત રીતે બતાવી શકાય હોત. ફિલ્મમાં ઉત્તમ સ્પેશ્યિલ ઈફેક્ટ્સનો ઉપયોગ થયો હોત તો રોમાંચ વધી શકત. અત્યાર સુધી ઐતિહાસિક ફિલ્મ્સને આપણે ભણસાલી અને આશુતોષ ગોવારિકરની દ્રષ્ટિથી જોઈ છે પરંતુ આ ફિલ્મના દ્રશ્ય અને ડાયલોગ તાળી વગાડવા પર મજબૂર કરી દેશે. આ ફિલ્મના ડાયલોગ પ્રસુન જોશીએ લખ્યાં છે.પડદા પર કંગનાનું ફાયરબ્રાન્ડ પર્ફોર્મન્સ જોઈને એવું લાગી રહ્યું છે કે મણિકર્ણિકા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કંગના માટે જ બન્યો છે. તેના ડિરેક્શન અને એક્ટિંગને લઈને અનેક અંદાજ લગાવવામાં આવી રહ્યાં હતાં પરંતુ તેણે પોતાના અભૂતપૂર્વ અંદાજથી જણાવ્યું કે આ રોલ માટે તે જ શા માટે બેસ્ટ છે. આ ફિલ્મમાં તેના કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ છે તેમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. યુવતીના રુપમાં તે સુંદર લાગે છે પરંતુ રણભૂમિ પર યોદ્ધા તરીકે તેણે દુશ્મનોને જે ધૂળ ચટાડી છે તે જોઈને ખુશ થઈ જશો. કંગનાના રોલને બોડી લેંગ્વેજ, ડાયલોગ ડિલીવરી અને એક્શન દ્રશ્યો પર ખૂબ જ મહેનત કરવામાં આવી છે.ઝલકારીબાઈના રુપમાં અંકિતા લોખંડેનું મૂવી ડેબ્યૂ પ્રભાવશાળી રહ્યું છે. તેને વધારે સ્ક્રિન સ્પેસ આપવામાં આવી છે. ગૌસબાબાના રુપમાં ડેનીએ પણ સારુ કામ કર્યું છે. અન્ય રોલમાં કુલભૂષણ ખરબંદા, સુરેશ ઓબેરોય, રિચર્ડ કીપ, જિસ્સુ સેનગુપ્તાએ પોતાની ભૂમિકાઓને સારો ન્યાય આપ્યો છે. જીશાન અયુબને જોઈએ એવી તક નથી મળી. શંકર-અહેસાન-લોયના સંગીતમાં પ્રસુન જોશીના લખાયેલા ‘બોલો કબ પ્રતિકાર કરોગે’, ‘વિજયી ભવ’, ‘ડંકીલા’, ‘ભારત’ જેવા ગીત ફિલ્મના વિષયને અનુરુપ છે. આ ગણતંત્ર દિવસ પર દેશભક્તિની ભેટ સમજીને આ ફિલ્મ જરુર જોવા જેવી છે.",2 "પ્રશાંત નીલની KGFમાં સાઉથનો સુપરસ્ટાર યશ લીડ રોલમાં છે અને તે આખા દેશમાં સૌથી વધુ ચર્ચાયેલી કન્નડ ફિલ્મ છે. આ ફિલ્મ પાસે દર્શકોને ઘણી મોટી અપેક્ષા છે. શું ટીમ આ અપેક્ષાઓ પર ખરી ઉતરી છે? જી હા. ફર્સ્ટ હાફમાં તો ફિલ્મ ગજબ ઝડપે આગળ વધે છે. સેકન્ડ હાફમાં પ્લોટ અને ક્લાઈમેક્સ એવી રીતે આકાર લે છે કે તે ફિલ્મના પાર્ટ ટુ માટે યોગ્ય માહોલ ઊભો કરી શકે છે.ફિલ્મનો સ્ક્રીન પ્લે ખૂબ જ રસપ્રદ છે. સ્ટોરી વર્તમાન અને ભૂતકાળમાં આવ-જા કરે છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે. રોકીનું પાત્ર ગજબ રીતે વિકસે છે. ફિલ્મના ડાયલોગ્સ એવા લખાયા છે કે થિયેટરમાં તાળીઓ અને સીટીઓ પડે. લોકોને પસંદ પડે તેવી ફિલ્મ બનાવવામાં પણ સર્જકો સ્ટોરી ટેલિંગમાં ક્યાંય ચૂક્યા નથી. ફિલ્મની ઝડપ પણ સારી છે. ફિલ્મ 1951થી 2018 વચ્ચે આકાર લે છે. દરેક પાત્ર દર્શકોને જિજ્ઞાસા ઊભુ કરે તેવુ છે.ફિલ્મની સિનેમેટોગ્રાફી આર્ટ ડિરેક્શનમાં ચાર ચાંદ લગાવી દે તેવી સુપર્બ છે. બધુ જ ખૂબ સુંદર લાગે છે. KGFની અંધારી દુનિયા હોય કે પછી બેંગલોરની ચકાચૌંધ કરી દેનારી નાઈટલાઈફ, બધુ જ કેમેરામાં સુંદર રીતે કંડારાયુ છે. રોકીના પાત્રમાં યશ પોતાનો જીવ રેડી દે છે અને તેની જબરદસ્ત સ્ક્રીન પ્રેઝન્સ દર્શકોની દાદ માંગી લે તેવી છે. નાના-નાના પાત્રો પણ રોકીના કેરેક્ટરને નિખારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.ફિલ્મ બે ભાગમાં બની છે. પહેલા ભાગમાં રોકીને બંડખોર યુવાન તરીકે દર્શાવાયો છે જે મિશન પૂરુ ન થાય ત્યાં સુધી અટકવા માંગતો નથી. ફિલ્મનું ફર્સ્ટ ચેપ્ટર પત્યા બાદ તમને ફિલ્મ આગળ જોવાની ઈંતજારી થશે. સાઉથની એક્શન ફિલ્મના શોખીન હોવ તો ફિલ્મ થિયેટરમાં જોવાની મજા પડી જશે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.",2 "આ ફિલ્મમાં એક એક્ટરની જિંદગીની અંદર ડોકિયું કરતી સ્ટોરી દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મ એક સારો મેસેજ પણ આપે છે. આ ફિલ્મમાં નાટક અને 70MM પડદા પરનું કોમ્બિનેશન સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી સામાન્ય છે પરંતુ તેને જે રીતે પડદા પર રજૂ કરવામાં આવી છે. તે વખાણવાં લાયક છે. ફિલ્મમાં અનેક ક્ષણો એવી આવે છે. જે એક સુપરસ્ટારની ઝાકઝમાળભરી લાઈફ પર તમને વિચારવા પર મજબૂર કરી દે છે. મેનકા તમને વિદ્યા બાલનની ‘તુમ્હારી સુલુ’ની યાદ અપાવે છે.ફર્સ્ટ હાફમાં સ્ટોરી થોડી નબળી પડતી જણાય છે પરંતુ ફિલ્મનો બીજો હાફ તમને જકડી રાખે છે. ફિલ્મનું એડિટીંગ હજુ વધારે સારી રીતે કરી શકાયું હોત. આ ઉપરાંત ફિલ્મમાં અનેક વસ્તુ એવી છે. જેનું રિપિટેશન પણ ટાળી શકાયું હોત. ઓવરઓલ આ ફિલ્મની વાત કરવામાં આવે તો ડિરેક્ટર વિરલ શાહે ઉત્તમ પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મને રશ્મિન મજીઠીયાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અંતે એક શાનદાર અને ઈમોશનલ મેસેજ પણ આપવામાં આવ્યો છે.ફિલ્મની કોમેડી તેનું સૌથી ઉત્તમ જમાપાસું છે. હાર્દિક સંગાણી અને મલ્હાર ઠાકરની કેમેસ્ટ્રી ફિલ્મની USP છે. ઈશા કંસારાએ મલ્હારની ગર્લફ્રેન્ડના રોલમાં સારો ન્યાય આપ્યો છે તો મલ્હારની ધીરગંભીર અને સમજદાર બહેનના રોલમાં વીનિતા મહેશના એક્સપ્રેશન્સ લાજવાબ છે. આ કલાકારો ઉપરાંત સપોર્ટિંગ રોલમાં સીનિયર એક્ટર મેહુલ બુચ, આશીષ કક્કર, પાર્થ ઓઝાએ પણ કેરેક્ટરને સારી રીતે ન્યાય આપ્યો છે.આ બધાં જ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નરેશ કનોડિયાનો ગેસ્ટ અપિરિયન્સ દર્શકોને મજા કરાવી દે છે. ઓવરઓલ ફિલ્મમાં હ્યુમર અને ઈમોશનનો ડોઝ છે. જે પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે.",2 "‘વિકી ડોનર’, ‘દમ લગા કે હઈશા’, ‘બરેલી કી બરફી’ અને ‘શુભ મંગલ’ સાવધાન જેવી ફિલ્મ્સથી દેસી અને એડલ્ટ કોમેડી જોનરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકેલા આયુષ્માન ખુરાના બધાઈ હોમાં પણ ફુલ ફોર્મમાં જોવા મળે છે. આયુષ્માને ફરીએકવાર પોતાની જાતને સાબિત કરી છે. જેને લીધે આ જોનરની ફિલ્મ્સમાં નિર્માતાઓની તે પહેલી પસંદગી બનતો જઈ રહ્યો છે. આયુષ્માનની દાદીના રોલમાં સુરેખા સીકરીએ જીવ રેડી દીધો છે. લાંબા પડદા પછી તે દબંગ સાસુ તરીકે જોવા મળી છે. જે સમગ્ર પરિવારને ધમકાવે છે.પાપા અને મમ્મીના રોલમાં ગજરાજ રાવ અને નીના ગુપ્તા જોરદાર લાગી રહ્યાં છે. ગજરાજ અને નીના ગુપ્તાએ સમગ્ર ફિલ્મમાં શરમિંદગીના એક્સપ્રેશન રાખીને કમાલની એક્ટિંગ કરી છે. ગજરાજને જોઈને તમને શરમાળ અંકલની યાદ આવી જશે તો નીના ગુપ્તાએ પણ વૃદ્ધ પ્રેગ્નન્ટ લેડીના રોલને ઈમાનદારીથી કર્યો છે. ‘દંગલ’ ફેમ સાન્યા મલ્હોત્રાએ ‘પટાખાં’ પછી ફરી ‘બધાઈ હો’માં સુંદર એક્ટિંગ કરી છે. દિલ્હીની એલીટ ક્લાસ સોસાયટીમાંથી આવતી યુવતીના રોલમાં તે જમાવટ કરે છે. સાન્યાની માના રોલમાં શીબા ચઢ્ઢાએ ઠીકઠાક કામ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મના અન્ય પાત્ર પણ કમાલનાં છે.ફિલ્મના સ્ટોરી અને સ્ક્રિનપ્લે રાઈટર અક્ષત ઘિલ્ડિયાલ અને શાંતનુ શ્રીવાસ્તવે કમાલના ડાયલોગ અને સ્ક્રિનપ્લે લખ્યાં છે. ફિલ્મના મજેદાર ડાયલોગ્સ અને ફની સીન્સ તમને પેટ પકડીને હસાવવા મજબૂર કરશે. ફિલ્મમાં દિલ્હી, હરિયાણા અને વેસ્ટ યુપીની બોલીનું કલ્ચરનું પર્ફેક્ટ મિક્સચર તમને પસંદ આવશે. ખાસ વાત એ છે કે આ એકદમ દેસી અંદાજની કોમેડી છે. જે તમને હસવા પર મજબૂર કરશે. ડિરેક્ટર અમિત રવિન્દ્રનાથ શર્મા સમગ્ર ફિલ્મમાં તમારુ મનોરંજન કરવામાં સફળ રહ્યાં છે. આશરે બે કલાકની આ ફિલ્મમાં તમને ક્યાંય પણ કંટાળો આવતો નથી. ફર્સ્ટ હાફમાં તમને ફિલ્મ ખૂબ જ હસાવે છે જ્યારે સેકન્ડ હાફમાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ અને મિડલ ક્લાસ વેલ્યૂઝનું મહત્વ સમજાવે છે. આ ફિલ્મની ખાસિયત એ કે તમામ સીન રોજબરોજની જિંદગીના લાગે છે.આથી જો એવું કહેવામાં આવે કે ફેસ્ટિવલ સીઝનમાં રીલિઝ થઈ રહેલી ‘બધાઈ હો’ આ વર્ષની સૌથી મોટી એન્ટરટેઈનિંગ ફિલ્મ બનશે તો અતિશયોક્તિ જરાપણ નથી. ફિલ્મના ‘બધાઈ હો’ અને અન્ય ગીત ફિલ્મમાં જમાવટ કરે છે તો ‘મોરની બન કે’ ગીતનો રેડિયો મિર્ચીના ટોપ ચાર્ટ્સમાં સમાવેશ થાય છે. દશેરાની રજાઓ પર જો તમે ફેમિલી સાથે કશુંક મજેદાર જોવા ઈચ્છો છો તો આ શુક્રવારથી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે રીલિઝ થતી આ ફિલ્મને ક્યારેય પણ મિસ કરવી ન જોઈએ.",2 "પોતાની પહેલી જ ફિલ્મમાં વરુણ મિત્રાએ નોંધપાત્ર એક્ટિંગ કરી છે. તો રિયા ચક્રવર્તી પણ પોતાના રોલમાં ખૂબ જામે છે. તે જ રીતે ભલે નાનો રોલ હોય પણ દિગાંગનાએ પ્રભાવ તો છોડ્યો જ છે. ફિલ્મ તમને એવા યુવા પ્રેમીઓની લાઇફ દેખાડે છે જે આગળ પાછળના કોઈ વિચાર વગર જ જીવનના મોટા નિર્ણય લઈ લે છે. લવ મેરેજ પછી જ્યાં છોકરીઓ પોતાની આંખોમાં રંગીન સપના લઈને આવે છે તો બીજી તરફ છોકરો હવે તેમાં એક આદર્શ પત્ની શોધતો હોય છે અને પછી અહીંથી શરુ થાય છે બંને વચ્ચે મુશ્કેલીઓ.ફિલ્મના સંવાદ ઘણા રસપ્રદ છે. એક સીનમાં હીરો કેહ છે કે, ‘ये तंग गलियां नहीं मेरा घर है। जहां दिल होता है, वहीं घर होता है। अगर मैंने ये फैमिली, ये घर छोड़ दिया, तो मैं तुम्हारा कभी हो ही नहीं पाऊंगा, क्योंकि मैं तब मैं, मैं नहीं रहूंगा!’ ફિલ્મમાં તેમની સાથે ટ્રાવેલ કરી રહેલા અન્ય નવ વિવાહિત કપલથી લઇને ઓલ્ડ એજ કપલના જીવન સુધીની વાર્તાને ખૂબ જ સુંદરતાથી રજૂ કરવામાં આવી છે. સાથે સાથે દિલ્હીનું લોકેશન ફિલ્મમં લાઇવનેસ લાવે છે. બે કલાકથી પણ ઓછી લાંબી ફિલ્મ તમને સતત બાંધી રાખે છે. ફિલ્મનું સોન્ગ તેરે નામ સે હી રોશન પહેલાથી જ ફેમસ છે જ્યારે બાકીના સોંગ પણ સારા છે. જો આ વીકેન્ડ કોઈ અલગ અંદાજ સાથેની લવ સ્ટોરી જોવા માગો છો તો આ ફિલ્મ તમારા માટે છે.",2 "ફિલ્મના ડિરેક્ટર અભિષેક ડોગરાનું આખું જોર ફિલ્મને ટાઈમ-પાસ બનાવવાનું રહ્યું છે. ફિલ્મમાં તેમણે કોમેડી ઓફ એરર્સનો ઘણો સારો ઉપયોગ કર્યો છે. લાગે છે કે તેમણે આ ફિલ્મ ગોવિંદ જેવા સિનિયર એક્ટરને ટ્રિબ્યુટ કરવા બનાવી છે, કારણ કે એક સીનમાં વરુણ શર્મા ગોવિંદા કહે છે, તમે પોતે કોઈ સંસ્થાથી કમ નથી, જ્યારે એક અન્ય સીનમાં વરુણ ગોવિંદાને પૂછે છે કે તેમને ઓસ્કર એવોર્ડ ક્યારે મળશે, તો ગોવિંદા કહે છે કે પહેલા નેશનલ તો મળી જાય. આખી ફિલ્મનું શૂટિંગ લગભગ એક જ ઘરમાં થયું છે. માટે તમને અહીં ફિલ્મ જેવા ભવ્ય વિઝ્યુઅલ નહીં જોવા મળે. મનુ ઋષિ ચડ્ડાના ડાયલોગ મનોરંજક છે.અભિનય મામલે ટિપિકલ ગોવિંદાવાળી ફિલ્મ છે, જેમાં ગોવિંદા સારું મનોરંજન કરાવે છે. વરુણ શર્માએ કોમેડીમાં દમ રાખ્યો છે. વરુણે પોતાના અભિનયથી લોકોને ખુબ હસાવ્યા છે. આ બન્ને કલાકાર પોતાના પાત્રોમાં ફીટ બેસે છે. ગોવિંદાની કોમેડી ટાઈમિંગ લાજવાબ છે. બૃજેન્દ્ર કાલા અને રાજેશ શર્મા પોતાના અંદાજમાં મનોરંજન કરાવે છે. જ્યારે ફિલ્મમાં ડેબ્યુ કરનારી દિગાંગના સૂર્યવલંશીનું કામ પણ સારું છે. પ્રભલીન સંધુ સરેરાશ છે. સંગીત નામલે ફિલ્મે કોઈ ખાસ અસર છોડી નથી.",2 એક પ્રજ્ઞાચક્ષુ પિયાનિસ્ત તરીકે આયુષમાને ઘણી સારી એક્ટિંગ કરી છે. આ ફિલ્મ 2010માં આવેલી ઑલિવર ટ્રીનરની ફ્રેન્ચ શોર્ટ ફિલ્મ લૈકોકરોથી પ્રેરિત છે. આખી ફિલ્મ તમને સ્ટોરીથી બાંધી રાખે છે અને તમારું દિમાગ ફિલ્મમાં ડુબેલુ રહે છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ઘણો સારો છે અને સ્ટોરીના ટ્વિસ્ટ ફિલ્મને વ્યુઅર્સ માટે રોમાંચક બનાવે છે.જો કે કેરેક્ટર્સ વચ્ચેની લાંબી વાતચીત ક્યારેક ક્યારેક સ્ટોરીને અટકાવી દે છે અને ફિલ્મ થોડી બોરિંગ લાગવા લાગે છે. પરંતુ તેની અસર સ્ટોરી પર નથી પડતી અને ક્લાઈમેક્સ તમને ચોંકાવી દેશે.અંધાધુનમાં આયુષમાનનો રોલ તેના કરિયરનું અત્યાર સુધીનું બેસ્ટ કેરેક્ટર છે. આ ફિલ્મ કરીને તેણે સાબિત કર્યું છે કે તે દરેક પ્રકારનો રોલ કરી શકે છે. તબૂ હંમેશાની જેમ આ ફિલ્મમાં પણ પોતાના રોલને ન્યાય આપે છે. સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટમાં કામ કરી ચુકેલી છાયા કદમ અને અશ્વિની કલસેકર પોતાની છાપ છોડવામાં સફળ થયા છે.અમિત ત્રિવેદીએ મ્યુઝિક સારુ આપ્યું છે જે ફિલ્મની સ્ટોરી સાથે મેચ કરે છે. જો તમને થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમારા માટે એક ઘણું સારું પેકેજ છે.,2 "ફેસબુકઆ ફિલ્મની પૃષ્ઠભૂમિ એક નાનુ શહેર છે. ડિરેક્ટ મનીષ સૈની ઉપદેશ આપવાને બદલે હસતા રમતા દર્શોને એક સરસ બોધ આપી જાય છે. આ ફિલ્મ વાસ્તવિકતાથી ખૂબ જ નજીક છે. ફિલ્મના ડાયલોગ્સ રસપ્રદ છે. ફિલ્મની શરૂઆતની ક્રેડિટ્સમાં ખૂબ જ સુંદર ડૂડલ આર્ટથી કલાકારોના નામ દર્શાવામાં આવ્યા છે. “જાદુગર સમ્રાટે પાકિસ્તાનની સરહદ ગાયબ કરી”, “મહાત્મા ગાંધીનું હથિયાર લાકડી હતી” જેવા ડાયલોગ્સ સાંભળીને તમને ચોક્કસ હસુ આવશે.ફેસબુકફિલ્મનું સ્ક્રીનપ્લે ખૂબ સરસ છે. તેના લોકેશન રિયાલિસ્ટિક છે અને પાત્રો એવા છે કે દરેક દર્શક પોતાની છબિ તેમાં જોઈ શકે. મેઘધનુષનું મ્યુઝઇક પણ સરસ છે. ખાસ કરીને ઉડનખટોલુ ગીત તમને ગમશે. આ ગીતના હેપ્પી અને સેડ એમ બે વર્ઝન છે અને તે ફિલ્મમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. તમને ફર્સ્ટ હાફમાં મૂવી થોડુ સ્લો હોય તેવુ લાગી શકે છે પરંતુ સેકન્ડ હાફમાં મૂવી ધમાલ કરે છે.ફેસબુકસ્કૂલ પ્રિન્સિપાલ તરીકે અમિત દિવેટિયા તથા બ્રિજેન્દ્ર કાલા અને સુનિલ વિશ્રાનીએ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યા છે. જાદુગર તરીકે નસીરૂદ્દીન શાહનું પરફોર્મન્સ પણ ઘણુ સરસ છે. દાદાજીના પાત્રમાં દર્શકોને અર્ચન ત્રિવેદી ગમી જશે. આ બધા મંજાયેલા કલાકારો વચ્ચે પણ બાળ કલાકારો કહાન, કરણ અને કુલદીપ નોખા તરી આવે છે. ફિલ્મમાં નિર્દોષતાનું એલિમેન્ટ આ ત્રણ બાળકો થકી જ ઉમેરાય છે. ફેસબુકતમને ફેમિલી સાથે આ ફિલ્મ જોવાની મજા પડી જશે. બોધ સાથે તમને હસાવતી આ ફિલ્મ તમારા દિલને જરૂર સ્પર્શી જશે. અમારા તરફથી ફિલ્મને 5માંથી 4 સ્ટાર.",2 "‘મંટો’ જાણીતા લેખક સઆદત હસન મંટોના જીવન પરથી બનેલી બાયોપિક ફિલ્મમાં તેમના જીવનના ઉતાર-ચઢાવથી લઈને વિવાદ અને આનંદની પળોને ખૂબ જ ચીવટ પૂર્વક ફિલ્મની એક એક ક્ષણમાં જીવંત કરવામાં આવી છે.એક્ટ્રેસ અને ફિલ્મ મેકર નંદિતા દાસે મંટોના જીવનના રિયલ અને કાલ્પનિક સમાજ વચ્ચેની ભિન્નતાને બખૂબી ફિલ્મી પડદે ચીતરી છે. મંટોના જીવનમાં સેન્સરનો ખૂબ જ મુખ્ય ભાગ રહ્યો. તેમના લખેલા લેખો પર સેંસરશિપથી લઈને અશ્લીલતા સુધીના કેસ થયા. સેંસરશિપ મંટોના જીવનમાં એક એવો ભાગ હતો જેને તેમણે આજીવન સહ્યો અને તે દરમિયાન તેમની કેવી વ્યથા અને સ્થિતિ રહી હશે તે અંગે ખૂબ ઉંડાણપૂર્વક અને રસપ્રદ રીતે નંદિતા દાસે ફિલ્મનું દિગદર્શન કર્યું છે. મંટોએ ભારત-પાકિસ્તાન વિભાજનથી લઈને, પુરુષ પ્રધાન સમાજની માનસિક્તા, ધાર્મિક અસહિષ્ણુતા અને બોમ્બે માટે પ્યાર જેવા અનેક કિસ્સાઓને પોતાની આગવી શૈલીમાં દર્શકો માટે પરોસ્યા છે.કાર્તિક વિજયની સિનેમોટોગ્રાફી અને રીતા ઘોષની પ્રોડક્શન ડિઝાઇનના કારણે આઝાદી પહેલા અને પછીનો માહોલ એકદમ જીવંત બનીને તમારી આંખ સામે આવી જાય છે. જાણે એવું લાગે કે ફિલ્મ તે સમયમાં જ જઈને શૂટ કરી હોય અને મંટોના કિરદારમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેશકિંમતી હીરા સમાન નવાઝુદ્દીન સિદ્દીકીને કોઈ થોડું ભુલી શકે. તેમણે મંટોના કિરદારમાં પ્રાણ ફુંકી દીધા છે.",2 "જો તમને હટકે પ્રકારની ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ ચોક્કસપણે જોવા જાઓ. દીપેશ જૈનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ આવતીકાલે રીલિઝ થશે. આ ફિલ્મ અમુક જ સિનેમાઘરોમાં રીલિઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ મળી ચુક્યો છે.દીપેશ જૈને એક અલગ પ્રકારની સ્ટોરીને અદ્દભુત રીતે રજુ કરી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈ-દિલ્હી જેવા શહેરો આધારિત અન્ય ફિલ્મો કરતા સાવ અલગ છે. ફિલ્મના એન્ડ સુધી દર્શકોમાં આતુરતા જળવાઈ રહે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ગજબનો છે. લોકેશન પણ ફિલ્મની સ્ટોરી અનુસાર જ છે. દિપેશે દિલ્હીની સાંકડી ગલીઓ અને ત્યાં રહેતા લોકોના જીવનને સુંદરતાથી દર્શાવ્યું છે. સિનેમેટોગ્રાફી અને સ્ક્રીનપ્લે દમદાર છે.એક્ટિંગની વાત કરીએ તો મનોજ બાજપેયીએ આ ફિલ્મમાં પણ પોતાના કેરેક્ટરને અદ્દભુત એક્ટિંગથી જીવંત કરી બતાવ્યો છે. એક નિર્દયી પિતા અને કસાઈના રોલમાં નીરજ કાબીએ પોતાના કેરેક્ટરમાં જીવ રેડી દીધો છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ ઓમ સિંહ પોતાના રોલમાં પરફેક્ટ છે, અન્ય કલાકારોમાં સુહાના ગોસ્વામી અને રણવીર શૌરીએ પોતાનો રોલ વ્યવસ્થિત ભજવ્યો છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ ઓમ સિંહ પોતાના રોલમાં પરફેક્ટ છે. અન્ય કલાકારોમાં સુહાના ગોસ્વામી અને રણવીર શૌરીએ પોતાનો રોલ ઠીકઠાક ભજવ્યો છે.આ ફિલ્મ એક ખાસ ક્લાસ માટે છે. આ ફિલ્મમાં બોલિવૂડ મસાલો નથી. જો તમે મનોજના ફેન છો તો આ ફિલ્મ ખાસ જોવી જોઈએ.",2 "ડિરેક્ટર અમર કૌશિકે ફિલ્મ પર ક્યાંય પણ પોતાની પકડ નબળી થવા દીધી નથી. ફર્સ્ટ હાફમાં ફિલ્મ મજેદાર છે તો સેકન્ડ હાફમાં ફિલ્મ ડરાવે છે. આ ફિલ્મ તમને લાંબા સમય સુધી બાંધી રાખે છે. જોકે, તેનો ક્લાઈમેક્સ વધુ ચોટદાર થઈ શક્યો હોત. સ્ત્રીથી અમરે હોરર કોમેડી જોનરમાં એન્ટ્રી કરી છે.રાજકુમાર રાવે શાનદાર એક્ટિંગ કરી છે. પંકજ ત્રિપાઠીએ ફરી એકવાર શાનદાર એક્ટિંગ કરી છે. દેસી રોલમાં તે લાજવાબ લાગી રહ્યો છે. શ્રદ્ધા કપૂર પાસે ફિલ્મમાં કરવાલાયક કશું જ નહોતું. આ પછી પણ તે ઠીક લાગી રહી છે. અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ મજેદાર લાગી રહ્યાં છે.આ ફિલ્મમાં સુમિત અરોરાના ડાયલોગ ખૂબ જ મજેદાર છે. જે તમને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દે છે. કેતન સોઢાએ દમદાર બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે. ફિલ્મમાં બે આઈટમ નંબર પણ છે. આ વીકેન્ડમાં તમે કંઈક હટકે જોવા ઈચ્છો છો તો ફિલ્મને મિસ કરવા જેવી નથી.",2 "હેપ્પીના ભાગવાની સ્ટોરીનો પહેલો ભાગ તમે 2016માં જોયો હતો. ફિલ્મ હિટ થઈ હતી અને ફિલ્મની સીક્લવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમે ફિલ્મનો પાર્ટ વન નહીં જોયો હોય તો પણ તમે પાર્ટ ટુ સાથે સરળતાથી કનેક્ટ કરી શકશો. પાર્ટ વનમાં હેપ્પી પાકિસ્તાન ભાગી ગઈ હતી, પાર્ટ ટુમાં બે-બે હેપ્પી છે, જે ચીનના અલગ અલગ શહેરોમાં ભાગી રહી છે.આ પાર્ટમાં હેપ્પીને શોધવા કરતા તેને બચાવવામાં વધારે મહેનત કરવામાં આવી છે. ફિલ્મ ભલે ચીન પર આધારિત હોય, પરંતુ તમને અત્યંત સુંદરતાથી સતત પટિયાલા, અમૃતસર, દિલ્હી, કાશ્મીર અને પાકિસ્તાન સાથે કનેક્ટ કરી રાખશે. ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર મુદસ્સર અઝીઝે પોતાની આખી ફિલ્મમાં જબરદસ્ત ડાયલોગથી ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો પણ કટાક્ષ કર્યો છે. ફિલ્મના અનેક ડાયલોગ તમને હસાવશે અને અમુક તમને વિચારવા પર મજબૂર કરી દેશે.આખી ફિલ્મમાં બીજી હેપ્પીનો વધારે રોલ છે, જેનો રોલ સોનાક્ષી સિન્હાથી સારી રીતે ભજવ્યો છે. સતત ફ્લોપ ફિલ્મો પછી આ ફિલ્મ સોનાક્ષી માટે રાહતનું કામ કરશે. હિન્દી-પંજાબીમાં પોતાની ડાયલોગ ડિલિવરીથી સોનાક્ષી અમૃતસરની હરપ્રીત કૌરને પડદા પર જીવંત કરે છે. જિમ્મી શેરગિલ અને પિયુષ મિશ્રા વચ્ચેની તકરાર અને જિમ્મીના નાના-નાના ડાયલોગ ફીલ ગુડ કરાવશે. જસ્સી ગિલ પહેલીવાર બોલિવૂડ ફિલ્મમાં કામ કરી રહ્યો છે અને તેણે પણ પોતાના રોલને પૂરતો ન્યાય આપ્યો છે. બાકીના એક્ટર્સનું કામ પણ સારુ છે.મુદસ્સર અજીઝ પોતાના લખાણ માટે પ્રખ્યાત છે અને આ વખતે પણ તેમની મહેનત ફિલ્મના ડાયલોગમાં સ્પષ્ટપણે જણાય છે. ડિરેક્ટરની પકડ પહેલા કરતા પણ વધારે મજબૂત થઈ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો લાંબો ચોક્કસપણે લાગે છે, પરંતુ કંટાળાજનક નથી.ફિલ્મનું કોઈ સોન્ગ વધારે હિટ નથી થયું, પરંતુ ફિલ્મનું મ્યુઝિક સ્ટોરી પ્રમાણે ફિટ થાય છે.વ્યંગ વાળા ડાયલોગ, સિચ્યુએશનલ કોમેડી, સોનાક્ષીનો નવો અંદાજ, જિમ્મી શેરગીલ અને પિયૂષ મિશ્રાની એક્ટિંગ તમને નિરાશ નહીં કરે.",2 રીમા કાગતીએ ઉંડો અર્થ ધરાવતી આ સ્ટોરીને મનોરંજક તરીકે દર્શાવી છે. આ ફિલ્મ ઈતિહાસના એ સમયમાં લઈ જાય છે. જેના વિશે ઓછી વાતો થઈ છે. દરેક કલાકારોનું પ્રદર્શન શાનદાર છે. ધોતી પહેરેલા અક્કીના કેરેક્ટરે ખૂબ મનોરંજન કરાવ્યું છે. અક્ષયે ઈમોશનલ રીતે પણ સારો અભિનય કર્યો છે. કુણાલ કપૂરે હોકી પ્લેયર અને પછી કોચ તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનીત કુમારનું કામ પણ દમદાર છે. અમિત સાધનું કેરેક્ટર પણ સારુ છે. એક ગુસ્સાવાળા પ્લેયર તરીકે સની કૌશલે પણ પોતાનો રોલ સારી રીતે કર્યો છે.મૌની રોયે બંગાળી પત્નીનો પોતાનો નાનો પણ શાનદાર રોલ કર્યો છે. ‘ગોલ્ડ’ માત્ર હોકી પર બનેલી એક ફિલ્મ નથી પરંતુ એક પીરિયડ ફિલ્મ છે. જે તે સમયને જીવંત કરે છે. જેને પહેલાથી જ ભૂલી ચૂકાયો છે. આ ફિલ્મમાં વિભાજનની દર્દનાક ઘટનાને પણ દર્શાવવામાં આવી છે. જેમાં ક્રૂરતાથી દેશના બે ભાગલાં થયાં હતાં. ઈમોશનલ એન્ડ પર ફિલ્મ ખૂબ જ દમદાર છે કારણકે કેટલાક લોકો પોતાનો પર્સનલ વિરોધ દૂર રાખીને ભારતની જીત માટે સાથે મળીને પ્રયાસ કરે છે. આઝાદી પછીની આ પહેલી રમત હતી એટલે ગ્રાઉન્ડ પર રમી રહેલી ભારતીય ટીમ માટે પાકિસ્તાની ટીમ પણ ચિયર કરતી જોવા મળે છે.પ્રોડક્શન ડિઝાઈન અને કોસ્ચ્યૂમે તે જમાનાને દર્શાવવામાં મહત્વનો રોલ કર્યો છે. સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર ટેક્નીક અને ગુણવત્તા મામલે શાનદાર છે. ફિલ્મમાં થતી હોકી મેચ થ્રિલિંગ છે. મેચનો અંત જાણતા હોવા છતાં તમે રોમાંચમાં તણાઈ જશો. ભારતીય ટીમ માટે તમને ચિયર કરવાનું પળે પળે મન થશે. ફિલ્મમાં ‘ચઢ ગઈ’ અને ‘નૈનો ને બાંધી’ ગીતોની જરુર નહોતી.,2 "એક્ટર કમલ હાસનની ફિલ્મો હંમેશા સામાન્ય ફિલ્મો કરતા અલગ હોય છે. તેમની ફિલ્મોની સ્ટોરી સર્જનાત્મકતાની સાથે મહત્વના મુદ્દા સાથે ડીલ કરતી હોય છે. “વિશ્વરુપમ 2” પણ આતંકવાદ જેવા રાક્ષસની આસપાસ ફરે છે, પણ અહીં બાકી ફિલ્મો કરતા અલગ રીતે તેની રચના કરવામાં આવી છે.પ્રીક્વલ અને સીક્વલના રુપમાં સ્ટોરી પાસ્ટ અને પ્રેઝન્ટમાં આગળ વધે છે અને ભૂતકાળ અને વર્તમાનના દૃશ્ય ખરાબ રીતે કન્ફ્યુઝ કરી દે છે. 2013માં જ્યારે ફિલ્મોનો પહેલો ભાગ આવ્યો હતો ત્યારે જબરજસ્ત વિવાદ થયો હતો. આ વખતે ફિલ્મમાં કોઈ એવો વિવાદસ્પદ ભાગ નથી.કમલ હાસનના ફેન્સે આ ફિલ્મ જરુર જોવી જોઈએ. જે લોકો કમલ હાસનના ફેન નથી તેઓ પણ આ ફિલ્મ જોઈને કમલ હાસનના ફેન બની જશે.",2 "રાઈટર-ડિરેક્ટર અનુભવ સિન્હાની ફિલ્મ મુલ્કમાં વકીલનો રોલ કરનારી તાપસી જ્યારે આતંકવાદની શંકામાં આરોપી બનાવાવમાં આવેલા મુરાદ અલી મોહમ્મદનો રોલ કરનારા ઋષિ કપૂરને પુછે છે કે, એક સામાન્ય દેશપ્રેમી કઈ રીતે સાબિત કરશે કો દાઢી વાળા મુરાદ અલી મોહમ્મદમાં અને દાઢીવાળા ટેરરિસ્ટમાં શું ફરક છે? તમે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ કઈ રીતે સાબિત કરશો? તો ફિલ્મના પાત્ર ઋષિ કપૂર જ નહીં, દર્શક પણ વિચારવા પર મજબૂર થઈ જાય છે.અનુભવ સિન્હાની મુલ્ક એવી ફિલ્મ છે જેની આજના સમયમાં ખુબ જ જરુર છે. અનુભવ ફિલ્માં આપણે(હિન્દુ) અને તે(મુસલમાન) વચ્ચેનું અતંર અને આજના ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર આકરો પ્રહાર કરે છે.અનુભવ સિન્હાએ ફિલ્મમાં એક એવા વિષય પર વાત કરી છે અને એવા પ્રશ્નો ઉઠાવ્યા છે જે આપણા દિમાગમાં લાંબા સમયથી દબાયેલા છે, પરંતુ કોઈ તેના પર વાત કરવા નથી માંગતુ. તેમણે ફિલ્મમાં જેહાદના સાચા અર્થની વ્યાખ્યા આપતા કહ્યું છે કે, જેહાદનો અર્થ આતંકવાદ નથી પરંતુ સ્ટ્રગલ છે. ફિલ્મમાં ભાગલા પાડીને રાજ કરવાની રાજનીતિ પર પણ પ્રકાશ નાંખવામાં આવ્યો છે.ફિલ્મના ડાયલોગ તમને હચમચાવી દેશે. ડિરેક્શન અને સ્ક્રીનપ્લે સહજ છે. ફર્સ્ટ હાફ થોડો સ્લૉ છે પરંતુ સ્ટોરી જ્યારે સેકન્ડ હાફમાં કોર્ટ રુમ ડ્રામામાં પહોંચે છે તો તમે સીટ પરથી હલી નહીં શકો. ફિલ્મમાં એક્ટિંગ એટલી સારી છે કે તમને લાગશે નહીં કે તમે ફિલ્મ જોઈ રહ્યા છો.મુરાદ અલી મોહમ્મદના રોલને ઋષિ કપૂરે ન્યાય આપ્યો છે. પોતાની દેશભક્તિ સાબિત કરવાની વેદનાને અત્યંત સારી રીતે દર્શાવવામાં આવી છે. બિલાલના રોલમાં મનોજ પાહવાની નિર્દોષતા અને લાચારી દર્શકોને ઈમોશનલ કરી દશે. તાપસીએ એક વહુ અને વકીલ બન્ને રોલમાં અદ્દભુત એક્ટિંગ કરી છે.સરકારી વકીલના રોલમાં આશુતોષ રાણાએ જોરદાર એક્ટિંગ કરી છે. તાપસી અને આશુતોષનો કોર્ટ રુમ ડ્રામા જોઈનેધર્મ અને સમાજની ધારણાઓ પર પ્રકાસ પાડનારી આ ફિલ્મ જરુર જોવી જોઈએ. તમને અનેક સવાલોના જવાબ ફિલ્મ જોઈને મળી જશે. તમને તાળી પાડવાનું મન થઈ જશે. શાહિદના રોલમાં પ્રતિક પણ છાપ છોડી જાય છે. અન્ય કલાકારો જેમકે નીના ગુપ્તા, પ્રાચી પંડ્યા શાહ અને અન્ય એક્ટર્સે પણ પોતાના પાત્રોને ઈમાનદારીથી ભજવ્યા છે. સંગીતની વાત કરીએ તો ગીતો વિષયને અનુરુપ છે.",2 ટોમ ક્રૂઝ દર વખતની જેમ આ વખતે પણ શાનદાર લાગી રહ્યો છે. ખાસ બાબતએ છે કે 56 વર્ષની ઉંમરે પણ જબરદસ્ત એક્શન સીન્સ કર્યા છે. મિશન ઈમ્પોસિબલની પહેલી ફિલ્મ 22 વર્ષ પહેલા 1996માં આવી હતી. દરેક ફિલ્મમાં અલગ અલગ એક્શન સિન્સ જોઈને ફેન્સ આ સિરીઝની આગામી ફિલ્મની રાહ જોતા હોય છે. આ ફિલ્સમાં પણ એક્શન સિન્સ જોઈને તમારો શ્વાસ રોકાઈ જશે. ખાસ કરીને હેલિકોપ્ટરવાળા સિન્સ.ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્વેરીએ ફરી એક વખત સારી ફિલ્મ આપી છે. ફિલ્મમાં જરબદસ્ત એક્શનથી લઈને રોમાંચ બધુ જ છે. ટોમના સાથી એક્ટરોએ પણ સારું કામ કર્યું છે. ખાસ કરીને સીઆઈએ એજન્ટનો રોલ કરનારા હેનરી કાવિલે. જો તમને એક્શન અને રોમાંચ જોવાનો પસંદ હોય તો આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.,2 "જણાવી દઈએ કે આ ફિલ્મ બોલ્ક ઓફિસ પર રેકોર્ડ કલેક્શન કરવા વાળી સુપર હિટ ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક છે. આ પહેલા સૈરાટ તામિલ અને પંજાબીમાં બની ચૂકી છે અને બન્ને ફિલ્મ દર્શકોને ખુબ પસંદ પડી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મરાઠી ફિલ્મનું બજેટ 4 કરોડ હતું અને ફિલ્મ 105 કરોડનું કલેક્શન કર્યું હતું. એવામાં શશાંકે આ ફિલ્મને એવો લુક આપ્યો છે જે મરાઠી ફિલ્મને આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં “ધડક”ના મ્યુઝિકમાં મરાઠી ટચ સાફ સંભળાય છે. દેશ-વિદેશમાં રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મના ટ્રેન્ડમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે તો એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.જાહન્વીની આ પહેલી ફિલ્મ છે જેમાં એ વાત સાબિત થાય છે કે કેમેરા ફેસ કરતા પહેલા તેણે ઘણું હોમવર્ક કર્યું છે, જ્યારે ઈશાન ફેન્સને નારાજ નહીં કરે. આ બન્ને સ્ટાર્સ ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જામી રહી છે. જાન્હવી ક્લોઝપ સીનમાં ઈશાનથી મોટી દેખાય છે. ઠાકુર રતન સિંહના પાત્રમાં આશુતોષ રાણાનો જવાબ નથી. મધુકરના મિત્રો બનેલા અંકિત બિષ્ઠ અને શ્રીધર પોતાના રોલમાં ફીટ બેસે છે. ફિલ્મના ડિરેક્ટર શશાંક રાયજાદાએ ઈન્ટર્વલ પહેલા ફિલ્મ વધારે ખેંચી છે. ખાસ કરીને પાર્થવી અને મધુકરની મુલાકાતોના લાંબા સીન પર આસાનીથી કાતર ફેરવી શકાયી હોત. આ ફિલ્મનું મ્યુઝિક પહેલાથી દર્શકોને પસંદ પડી રહ્યું છે. ગીતોનું ફિલ્માંકન આકર્ષિત કરે તેવું છે.જાન્હવી અને ઈશાનની સુંદર કેમેસ્ટ્રી, રાજસ્થાનું લોકેશન ફિલ્મને ઘણું બંધ બેસે છે. આ ફિલ્મના સિન એ રીતે સેટ કરાયેલા છે કે તમારું ધ્યાન બીજે નહીં ભટકે.",2 આ ફિલ્મના દરેક કલાકારોએ ઉમદા એક્ટિંગ કરી છે. પોલ રુડે એક સુપરહિરોથી લઈને દીકરીની દેખભાળ કરનાર બાપના રોલમાં સુંદર એક્ટિંગ કરી છે. શરુઆતના સીનમાં પોલ અને દીકરીની પરેશાનીઓ જોઈને હોલિવૂડની ફિલ્મ ‘ઈન્ક્રેડિબલ્સ 2’ની યાદ આવે છે. આ ઉપરાંત પોલે એક્શન ઉપરાંત સુંદર કોમેડી પણ કરી છે. જો વાત ઈવેન્જલાઈન લીલીની કરવામાં આવે તો તે વાસ્પના રોલમાં શાનદાર લાગી રહી છે. તેણે સુંદર એક્શન સીન આપ્યાં છે. માઈકલ ડગલાસની પાસે ભલે ફર્સ્ટ હાફમાં કશું જ કરવાનું નહોતું પરંતુ ફિલ્મના ક્લાઈમેક્સમાં તેણે પોતાનો દમ બતાવ્યો છે.હોલિવૂડ ફિલ્મ્સનું હિંદીમાં ડબિંગ પણ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. ‘એન્ટમેન એન્ડ ધ વાસ્પ’ પણ આ મામલે પાછળ નથી. ફિલ્મનું સુંદર રીતે થયેલું ડબિંગ તમને ખૂબ જ હસાવે છે. આ ઉપરાંત થ્રીડીમાં સુંદર એક્શન અને નાની મોટી કાર્સના સીન પણ તમને મજેદાર લાગે છે. એન્ટમેનની સેનામાં ખતરનાક કીડીઓ પણ રસપ્રદ લાગે છે. આ વીકેન્ડને જો તમે મજેદાર બનાવવા ઈચ્છો છો તો આ ફિલ્મ તમારા માટે મિસ કરવા જેવી નથી.,2 "ફિલ્મમાં નાના પાટેકર અને રજનીકાંતની ટક્કર જોવા લાયક છે. બન્ને વચ્ચેના સીનથી પૈસા વસુલ થયેલા લાગશે. રજનીકાંતને હિન્દી અને મરાઠીમાં સાંભળીને તેમના ફેન્સ વધારે ખુશ થશે.અહીં ઉલ્લેખ કરવો જરુરી છે કે, કાલાની પત્ની સેલ્વીના રુપમાં ઈશ્વરી રાવ અને કાલાના દીકરાની ગર્લફ્રેન્ડના રુપમાં પુયલ એટલે કે અંજલી પાટી એટલું સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે કે યાદ રહી જશે. થીમ સોંગ પહેલા જ ફેમસ થઈ ગયું છે, જેમાં રજનીકાંત રાઈટર ડિરેક્ટર શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. રજનીકાંતની ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મનો ક્લાઈમેક્સ શાનદાર છે. રજનીકાંતની ટેક્નિકલ ક્રૂ (સિનેમોટોગ્રાફર મુરલી, મ્યુઝિક ડિરેક્ટર સંતોષ નારાયણ, એડિટર શ્રીકર પ્રસાદ અને આર્ટ ડિરેક્ટર રામાલિંગમ)એ સારું કામ કર્યું છે.",2 "કહેવાય છે કે ‘હીરો કોઈના કપડા પહેરી લેવાથી નહીં પરંતુ વ્યક્તિના મજૂબત ઈરાદાને કારણે બને છે.’ આવી જ કંઈક વાત દિગ્દર્શક અભિષેક શર્મા અને જૉન અબ્રાહમ પોતાની નવી ફિલ્મ ‘પરમાણુઃ ધ સ્ટોર ઓફ પોખરણ’માં લઈને આવ્યા છે.ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે અને દિગ્દર્શક અભિશેક શર્માએ પરમાણુ પરીક્ષણ જેવી દેશની ગૌરવવન્તી ઘટનાને કેમેરે કંડારવા માટેની પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પાત્રો અને લોકેશન દરેકને રીયલ લાઇફ ટચ આપ્યો છે. સમગ્ર ફિલ્મ દરમિયાન થ્રિલ દર્શકોને બાંધી રાખવા માટે સક્ષમ છે. તો આ વચ્ચે 90ના દશકાની કેટલીક રીયલ ફૂટજે ફિલ્માં એટલી સરસરીતે વણી લેવાઈ છે કે તે ફિલ્મને વધુ વિશ્વસનીય બનાવે છે.જોકે ફર્સ્ટ પાર્ટ થોડો ધીમો છે. પરંતુ સેકન્ડ હાફ ઝડપ પકડે છે. તો ક્લાઇમેક્સ તમને એક ભારતીય હોવા પર ગર્વનો અનુભવ જરુર કરાવશે. તમને જણાવી દઇએ કે 90ના દાયકામાં જ્યારે એકતરફ દુનિયાના ઘણા દેશ ભારતનો વિરોધ કરત હતા પરંતુ પરમાણુ પરીક્ષણ બાદ એકબાદ એક દેશ ભારતને પરમાણુ શક્તિ માનવા લાગ્યા હતા. જ્યારે ફિલ્મના દેશભક્તિ ભરેલા સંવાદો માટે લેખક સેવન ક્વાદ્રસ, સંયુક્તા ચાવલા શેખ અને અભિષેક શર્માને શ્રેય આપવુ જોઈએ. જોકે ફિલ્મમાં પરમાણુ પરીક્ષણે થોડું નાટકીય બનાવા સુરક્ષા પ્રક્રિયાની નાનીનાની પણ મહત્વની વાતોને નજરઅંદાજ કરવામાં આવી છે.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો જૉન આ વખતે બાજી મારી ગયો છે. અશ્વતનો રોલ નિભાવતો જૉન ફિલ્માં ક્યાંય પણ એક્શન હીરો કે માચો મેનના રોલમાં જોવા નથી મળતો. તો ફિલ્મમાં તેણે પહેલીવાર પોતે માર ખાયો હોય તેવા સીન્સ પણ આપ્યા છે. જ્યારે ડાયના પેન્ટીએ પોતાની ભૂમિકા દમદાર રીતે નિભાવી છે. જ્યારે જૉનની પત્નીની ભૂમિકામાં અનુજા સાઠેએ પણ જોરદાર અભિનય આપ્યો છે. જ્યારે ખૂબ જ લાંબા સમાય બાદ હિમાંશુ શુક્લાની ભૂમિકામાં જોવા મળતા બોમન ઈરાની પોતાના જુના રંગમાં જોવા મળે છે. ફિલ્માં તેમની હાજરી એક મજેદાર અનુભવ સાબિત થાય છે.",2 "અત્યાર સુધી હોલિવૂડ ફિલ્મોમાં ભારતીય દર્શકો તેના એક્શનને કારણે પસંદ કરતા હતા પરંતુ આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર દ્વારા કરવામાં આવેલા હિંદી ડબિંગ દર્શકોને જોવા માટે વધુ એક કારણ મળી ગયું છે. હોલિવૂડ નિર્માતા ઈન્ડિયન માર્કેટ પર ખાસ ફોક્સ કરી રહ્યા છે. ડેડપૂલ 2માં ડેડપૂલ માટે બોલિવૂડ એક્ટર રણવીર સિંહે મજેદાર ડબિંગ કરી ભરપૂર કોમેડી સાથે ફિલ્મને ભારતીય અંદાજમાં બદલી દીધી છે. ફિલ્મના ડબિંગમાં તમને બાહુબલી, દંગલ, સુલ્તાન અને ગીતા-બબીતાનો ઉલ્લેખ સાંભળવા મળશે.",2 "આલિયાએ પોતાના એક્ટિંગના દમ પર સમગ્ર સ્ટીરો સારી રીતે નિભાવી છે. પડદા પાછળ તમને માત્ર આલિયાની સુંદરતા જ નહીં પરંતુ તેની એક્ટિંગ પણ એટલી જ પસંદ આવશે. પાક આર્મી ઓફિસરના પાત્રમાં વિકી કૌશલ ખૂબ જ સારો લાગે છે. એક રોયલ, સંતુલિત અને સારો વ્યક્તિ, જે પાકમાં ભારત વિરુદ્ધ થતી વાતોથી પોતાની પત્નીને થતા દુખથી બચાવે છે. રો એજન્ટની ભૂમિકામાં જયદીપ અહલાવતને જોઈને તમારું મન ખુશ થઈ જશે. રજિત કપૂર, શિશિર શર્મા, આરિફ જકારિયાએ પોત-પોતાના પાત્ર સારી રીતે ભજવ્યા છે. આલિયાના માતાના પાત્રમાં તેની રિયલ માતા સોની રાજદાનના ખૂબ ઓછા સીન છે. મેઘના ગુલઝાર તેના નિર્દેશકોમાં છે જેને કહાણી અને પોતાના પાત્રોને પકડવાનું સારી રીતે આવડે છે. તેમના નિર્દેશનની કળા તમારી નજરને એક પળ સ્ક્રીન પરથી હટવા નહીં દે. તેમના નિર્દેશનમાં એટલો પાવર છે કે સ્ટોરી સાથે સાથે તમે પાકિસ્તાનની સરહદમાં હોય તેવો અનુભવ કરશો.ફિલ્મમાં ‘દિલબરો’, ‘એ વતન’, ‘રાઝી’ અને ‘એ વતન’ (ફિમેલ) ચારેય સોન્ગ ખૂબ જ સારા છે. ‘એ વતન’ માટે મ્યૂઝિક ડિરેક્ટર શંકર-એહસાન-લોયની ત્રિપુટીએ લિજેન્ડ ગીતકાર ગુલઝાર સાથે હાથ મિલાવ્યો છે અને અરીજીત સિંહે પોતાના અવાજથી સોન્ગને સુંદર બનાવી દીધું છે. દીકરીની વિદાઈ પર ફિલ્માવેલું સોન્ગ ‘દિલબરો’ એક બાપ-દીકરીના સંબંધને નજીકથી દર્શાવે છે. ફિલ્મનું ટાઈટલ ટ્રેક ‘રાઝી’ આલિયાના જાસૂસ બન્યા બાદના સફરને દર્શાવે છે.કોલેજમાં ભણતી છોકરીથી લઈને પાકિસ્તાનમાં રહીને ભારતની જાસૂસી કરનારી એક યુવતીની કહાણી, તે બધા જાણ્યા-અજાણ્યા ચહેરાઓની કહાણી દર્શાવે છે જેમણે દેશની સેવા માટે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું તેમ છતાં ક્યાંય પણ તેમનો ઉલ્લેખ કરાયો નથી અથવા તો થયો નથી. આવા રિયલ હીરોઝની અજાણી કહાણી આ ફિલ્મ કહે છે, જે તમને નિરાશ નહીં કરે.",2 "એક દશકા પહેલા એવું વિચારવું પણ મુશ્કેલ હતું કે કોઈ એક્ટ્રેસ વગર, ડાન્સ તેમજ ફાઈટ સીકવન્સ વગર 60ની ઉંમર પાર કરી ચૂકેલા બે સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી શકાય છે. જોકે, છેલ્લા દસ વર્ષમાં સિનેમામાં બદલાવ આવ્યો અને તે બદલાવ પડદા પર પણ જોવા મળ્યો. તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘હિચકી’, ‘ઓક્ટોબર’, ‘બિયોન્ડ ધ ક્લાઉડ્ઝ’ જેવી અનેક ફિલ્મ છે. જેણે કન્ટેન્ટ પ્રધાન ફિલ્મ્સનો જલવો છે તેમ સાબિત કર્યું છે. નિર્દેશક ઉમેશ શુક્લાની ‘102 નોટ આઉટ’ આવી જ એક ફિલ્મ છે. સૌમ્ય જોશી દ્વારા લખેલા ગુજરાતી નાટક પર આધારીત આ ફિલ્મ વૃદ્ધના એકલવાયા જીવનને દર્શાવે છે.ડિરેક્ટર ઉમેશ શુક્લા આ પહેલા ગુજરાતી નાટક પરથી ‘ઓ માય ગોડ’ બનાવી ચૂક્યા છે. આ વખતે પણ તેમણે વિદેશમાં રહેતા એનઆરઆઈ બાળકો માટે તડપતાં માતા-પિતાને હ્રદયસ્પર્શી સંદેશો આપ્યો છે. જોકે, ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમો છે પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીડ પકડે છે. ખાસ કરી ફિલ્મનો ક્લાઈમેક્સ તમને ઈમોશનલ કરી દેશે.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો સ્પષ્ટ થઇ જશે કે બિગ બીને સદીના મહાનાયક શા માટે કહેવામાં આવે છે. ફિલ્મમાં તેમણે કરેલું દત્તાત્રેયનું કેરેક્ટર તમને ભાવનાત્મક અભિવ્યક્તિનો અનુભવ કરાવે છે. તેઓ આશરે 27 વર્ષ પછી ઋષિ કપૂર સાથે મોટા પડદે જોવા મળ્યાં છે. બાપ દિકરાની આ જોડી તમને જરૂર પસંદ પડશે. બાપ-દીકરા વચ્ચેની ખાટી મીઠી રકઝક પણ મજેદાર હોય છે. જ્યારે ત્રીજા ગુજરાતી કલાકાર જિમિત ત્રિવેદીની એક્ટિંગ પણ લાજવાબ છે.સંગીતકાર સલીમ સુલેમાન સંગીતને વધુ કર્ણપ્રીય બનાવી શક્યા હોત. ‘બચ્ચે કી જાન’ અને ‘કુલ્ફી’ જોઈએ તેવી અસર નીપજાવી શક્યા નથી. જ્યોર્જ જોસેફનું બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઠીક હતું. કુલ જોવા જઈએ તો ફિલ્મમાં એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો છે. પરિવાર સાથે એકવાર જોવા જેવી ફિલ્મ છે.",2 "2018 આમ તો બોલિવુડ માટે સારુ વર્ષ સાબિત થઈ રહ્યું છે અને માર્ચના એન્ડમાં રિલીઝ થઈ રહેલી બાઘી2થી ઈન્ડસ્ટ્રીને અનેક આશાઓ છે. કેમ કે વર્ષના પહેલા ત્રિમાસિકમાં રિલીઝ થઈ રહેલી પહેલી એક્શન ફિલ્મ છે. ટાઇગર શ્રોફ ઇન્ડ્સ્ટ્રીના એક એક્શન હીરો તરીકે ધીમે ધીમે ઉભરી રહ્યો છે.ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાન અને પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા સાથે ટાઇગર શ્રોફની આ ત્રીજી ફિલ્મ છે. ટાઇગર શ્રોફ માટે તેનો ડાન્સ અને એક્શન જ સૌથી મોટા પ્લસ પોઇન્ટ રહ્યા છે જે તમને બાઘી2માં પણ જોવા મળશે. એક્શન પેક્ડ ફિલ્મ બાઘી2 માટે ટાઇગરે ખાસ હોંગકોંગ જઈને માર્શલ આર્ટ્સ શિખ્યું છે. જેની અસર ફિલ્મમાં તમને જોવા મળશે.ફિલ્મને જોતા એકવાર હોલિવુડની રેમ્બો જરુર યાદ આવી જશે. ફિલ્મમાં ટાઇગર જ્યારે પણ સ્ક્રીન પર દેખાશે ત્યારે તમે તેના ફિઝિક્સના વખાણ કર્યા વગર રહી શકશો નહીં. કદાચ યંગ જનરેશન વચ્ચે આ ફિલ્મને લઈને રહેલા ક્રેઝ પાછળ પણ આ એક કારણ છે. ફિલ્મ બીજા પણ એક કારણસર આકર્ષિત કરી રહી છે તે છે ફિલ્મ્સમના વન લાઇનર્સ. ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મથી જ વન લાઇનર્સ તેમના USP રહ્યા છે. ત્યારે બાઘી2 ફિલ્મના ટ્રેલરમાં આવેલ ડાયલૉગ તો તમને યાદ જ હશે. ‘જો તેરા ટોર્ચર હૈ વો મેરા વોર્મઅપ હૈં’ તો બીજીબાજુ સોશિયલ મીડિયામાં દિશા પટ્ટણીનો પણ જાદૂ ચાલી રહ્યો છે. આ ફિલ્મ ચર્ચમાં આવી તેની પાછળ આ પણ એક કારણ છે.સ્ક્રીન પર દિશા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જોકે એક ટિપિકલ બોલિવુડ એક્શન ફિલ્મમાં હોય તેનાથી વધુ રોલ દિશાના ભાગે નથી. હા, દિશા અને ટાઇગરની કેમેસ્ટ્રી ખૂબ જામી રહી છે. અને કદાચ ફિલ્મમાં તેના રોલ બાદ દિશા વધુ એકબે ફિલ્મ મેળવી શકે છે. મ્યુઝિકના મામેલ બાઘી2 થોડી નિરાશ કરે છે. તેના પહેલા ભાગ બાઘી જેવી અપેક્ષા સાથે થિયેટરમાં જશો તો ચોક્કસ નિરાશા સાંપડશે. ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિસનું આઇટમ સોંગ એક-દો-તીનનું રિમિક્સ છે પરંતુ જે દર્શકોએ માધુરી દિક્ષિતનું એ ગીત સાંભળ્યું અને જોયું હશે તેઓ રિમિક્સ પચાવી નહીં શકે. એકંદરે એક્શન અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં એકપણ એવું સોંગ નથી જેને સાંભળીને દર્શક ઝુમી ઉઠે. જ્યારે ફિલ્મમાં રણદીપ હુડ્ડા, મનોજ બાજપેયી, દીપક ડોબરિયાલ જેવા કલાકાર બાઘી2માં જોવા મળ્યા છે. તો પ્રતીક બબ્બર વિલનના રુપમાં કમબેક કરી રહ્યા છે. જોકે એ વાત અલગ છે કે આ રામાયણમાં રાવણ કોઈ અલગ જ નીકળે છે. ફિલ્મ જોયા બાદ વન લાઇનર્સ અને એક્શનની સાથે તેમની પણ ચર્ચા જરુર થશે. એટલે કે જો તમે જબરજસ્ત એક્શન ફિલ્મોના શોખીન છો તો ફિલ્મ તમને જરા પણ નિરાશ નહીં કરે બાકી બીજી વધુ આશા રાખતા નહીં.",2 "આ ફિલ્મમાં રાણી મુખર્જીની ભૂમિકા અમેરિકન મોટિવેશનલ સ્પીકર અને ટીચર બ્રેડ કોહેનથી પ્રેરિત છે. જે ટોરેટ સિન્ડ્રોમ છતા અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ એક સફળ ટીચર બન્યા છે. તેમના જીવન પરથી અમેરિકન ફિલ્મ ફ્રંટ ઓફ ધ ક્લાસ પણ બની છે. જે 2008માં આવી હતી. ત્યારે હિચકી આ જ ફિલ્મ પર આધારીત છે. રાણીની આ પહેલાની ફિલ્મ ‘મર્દાની’ 2014માં આદિત્ય ચોપડા સાથે લગ્ન બાદ આવી હતી. આ ફિલ્મમાં પણ રાણીની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પોતાની દીકરી અદિરાના જન્મ બાદ ચાર વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં ગેપ લીધા બાદ રાણીએ ફરી સિલ્વર સ્ક્રીન પર આવવા માટે મજબૂત સ્ટોરી પર આધારીત હિચકી જેવી ફિલ્મને પસંદ કરી છે. રાણીએ આ ફિલ્મમાં પોતાના પાત્ર સાથે પૂર્ણરીતે ન્યાય કર્યો છે.તેણે ટોરેટ સિંડ્રોમથી પીડિત નૈના માથૂરના કિરદારને જીવંત કરી દેખાડ્યો છે. સાથી કલાકારોના જરુરી સહયોગ છતા આ ફિલ્મને રાણી એકલા પોતાના ખંભે લઈને ચાલે છે. એ દ્રષ્ટીએ જોતા આ ફિલ્મ પૂરી રીતે રાણીની ફિલ્મ કહી શકાય છે. બ્લેક જેવી દમદાર ફિલ્મ કરનાર રાણીએ દેખાડ્યું કે તે ફિલ્મોમાં ઈમોશનલ રોલને ખૂબ જ ઝીણવટપૂર્વક કરીને દેખાડે છે.તો બીજી તરફ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ આ ઇમોશનલ સ્ટોરીને એટલી જ સરસ રીતે પડદે ઉતારી છે. ખાસ કરીને આ ફિલ્મ દર્શકને શરુઆતથી અંત સુધી બાંધી રાખે છે. ફિલ્મનો એક પણ પાર્ટ એવો નથી જ્યાં દર્શક બોર થાય. જો તમને રાણીના ખંજરીવાળા અવાજના ફેન છો અને કોઈ હટકે સ્ટોરી જોવા માગો છો.તો આ વીકેંડમાં આ ફિલ્મ બિલકુલણ મિસ કરવા જેવી નથી. અને હાં, જો તમારે બાળકો પણ હોય તો જીવન શું છે દેખાડવા માટે તેમને જરુર આ ફિલ્મ બતાવો અને સમજાવો. તેમજ આદર્શ ટીચરની જરુર પડે તો કેટલાક કિસ્સાામાં તેવું કરીને ઉદાહરણ પુરુ પાડો.",2 "અજય દેવગણને પોતાના પાત્રને ખાસ અંદાજમાં બતાવવા માટે જાણીતો છે. આ ફિલ્મમાં તેણે બતાવ્યું છે યુનિફોર્મ હોય કે ન હોય, તે કોઈપણ રોલની તેટલા જ મનથી નિભાવે છે. તો રાજાજીના રોલ માટે સૌરભ શુક્લાથી વધારે સારો કોઈ કલાકાર ન હોઈ શકે. ઈલિયાના ડિક્રૂઝે પણ પોતાના નાના રોલ મુજબ સારી એવી એક્ટિંગ કરી છે. તો રાજાજીની દાદી પણ કમાલ લાગે છે. આ પહેલા ‘આમિર’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી ધારદાર ફિલ્મો બનાવી ચૂકેલા ‘રેડ’ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાએ લાંબા સમય બાદ આ હાઈપ્રોફાઈલ દરોડામાં અસલી ગુનેગાર અને ઓફિસરના નામ ભલે બદલી નાખ્યા હોય, પરંતુ તે સમયની સ્થિતિને ક્રિએટ કરવામાં મહદઅંશે સફળ રહ્યા છે.તો રાજકુમાર ગુપ્તા સાથે મળીને ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ લખનારા રિતેશ શાહે પોતાનો કમાલ બતાવ્યો છે. ફિલ્મના ડાયલોગ દર્શકોને પસંદ આવી રહ્યા છે. આ પહેલા ફિલ્મ ‘પિંક’માં પોતાના કામ માટે પ્રશંસા મેળવી ચૂકેલા રિતેશે ‘રેડ’માં પણ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ પર મહેનત કરી છે. ખાસ કરીને એવી ફિલ્મ જે કોઈ સત્ય ઘટના પર આધારિત હોય. ઈન્ટરવલ પહેલા ફિલ્મ તમને મજાની લાગે છે, તો સેકન્ડ હાફમાં ખૂબ જ રોમાંચક થઈ જાય છે. સૌથી સારી વાત એ છે કે રાજકુમાર ગુપ્તાએ એડિટિંગ ચુસ્ત રીતે કરી છે, જેના કારણે આ ફિલ્મ માત્ર બે કલાકથી થોડા વધારે સમયમાં ખતમ થઈ જાય છે. આ વીકેન્ડ પર જો તમે કઈ રોમાંચક જોવા ઈચ્છો છો, તો આ ફિલ્મ તમારા માટે જ છે.",2 સાકિબે પોતાના રોલ અનુસાર ઠીકઠાક એક્ટિંગ કરી છે. તો તાપસી એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે. તાપસીનો ફંકી અવતાર તેના ફેન્સને પસંદ આવી શકે છે. તાપસી આજકાલ દરેક ફિલ્મમાં કંઇક નવું કરે છે. યંગસ્ટર્સ માટે ફિલ્મમાં ખૂબ જ મસાલો ભરેલો છે. જેથી તમે તેમની સાથે કનેક્ટ થઇ શકો છો.સુમિત અને કોરોલી આ લીડ રોલ સિવાય પણ અનેક સ્ટાર્સે પોતાના ગજા મુજબની જ એક્ટિંગ કરી છે. આ ફિલ્મના ગીત પણ સારા છે. અલેયાએ ફિલ્મની સ્ટોરીને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનાવી છે. જેમાં તે સફળ રહ્યાં છે. જો તમને રોમાન્ટિક કોમેડી પસંદ હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.,2 "આ ફિલ્મની સ્ટોરી બિલકુલ માનવીની જિંદગી જેવી જ હોય છે. શરૂઆત અને અંત બન્ને નક્કી હોય છે. ‘હેટ સ્ટોરી 4’ની સ્ટોરી પણ બિલકુલ આવી જ છે. જેમાં પ્રેમ કરતાં નફરત વધારે છે. આ ફિલ્મ ‘હેટ સ્ટોરી’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ છે. ગત દિવસોમાં ‘ગોલમાલ’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ ‘ગોલમાલ 4’ પણ રિલીઝ થઇ હતી. હવે જ્યારે હેટ સ્ટોરીની ચોથી ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે પાંચમાં ભાગને લઇને પણ ચર્ચા છે. આ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં જોવા મળ્યો છે.ફિલ્મના ડિરેક્ટર વિશાલ પંડ્યાએ દર સિરીઝની ફિલ્મ્સની જેમ જ નવા કલાકાર અને નવા એંગલ નાખવાની કોશિશ કરી છે. આ ફિલ્મમાં પણ તેણે અનેક કોશિશ કરી છે. જોકે, આ વખતે તેની ટીમમાં કોઇ પણ ફેમસ સ્ટાર નથી. છતાં આ ફિલ્મ ફ્રેન્ચાઈઝીનો ફાયદો ઉઠાવીને દર્શકો પર પ્રભાવ છોડવામાં સફળ રહી છે.ફિલ્મનું સંગીત સારૂ છે તો ‘હેટ સ્ટોરી’ની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ હોય સીન્સની ભરમાર છે. ડિરેક્ટરે ફિલ્મ માટે સુંદર લોકેશન શોધ્યાં છે. આ ફિલ્મમાં ડાયલોગ્સ જોરદાર છે. જેણે કાંટે, ઝંકાર બીટ્સ, શૂટઆઉટ એટ વડાલા જેવી અનેક ફિલ્મ્સ લખી છે. ફિલ્મના ડાયલોગ્સ દર્શકોને પસંદ આવી રહ્યાં છે. જો તમે રોમેન્ટિક થ્રિલર ફિલ્મના શોખીન છો તો આ ફિલ્મ જરૂર તમને પસંદ આવશે.",2 "‘એન એચ 10’ અને ‘ફિલ્લૌરી’ પછી પ્રોડ્યુસર અને એક્ટર તરીકે અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બોલિવૂડની હોરર જોનરની અનેક ફિલ્મ્સમાં સારી સ્ટોરીલાઈન ધરાવતી ફિલ્મમાં ‘પરી’નો ચોક્કસથી સમાવેશ કરવો જોઇએ.રામ ગોપાલ વર્માની હોરર જોનરની શાનદાર ફિલ્મ ‘ભૂત’ 15 વર્ષ પહેલા આવી હતી. આ ફિલ્મનો સમાવેશ ભારતની ડરામણી ફિલ્મ્સમાં કરવામાં આવે છે. આ પછી બોલિવૂડમાં ‘એક થી ડાયન’ એક એવી ફિલ્મ હતી. જે ‘ભૂત’ની નજીક પહોંચી શકી હતી. હવે અનુષ્કા શર્માની ‘પરી’માં પણ દર્શકોને થ્રીલ અને રોમાંચ મહેસૂસ થશે.એક હોરર ફિલ્મમાં જોવા મળતો તમામ પ્રકારનો મસાલા કરતાં આ ફિલ્મ હટકે છે. સામાન્ય રીતે હોરર ફિલ્મમાં કાન ફાડી નાખે તેવું બેકગ્રાઉન્ડ સ્કોર, જમ્પિંગ સીન, કેરેક્ટર અને ડ્રામેટિક રીતે ઇવિલ સ્પિરિટથી જકડાયેલા અન્ય કેરેક્ટરનું પર્ફોર્મન્સ કરતાં જરા હટકે સ્ટોરી લાઇન બતાવવામાં આવી છે. સ્ટોરીલાઇનની માવજત સારી રીતે કરવામાં આવી છે. સાઇલન્સ હોવાં છતાં ડરામણો અનુભવ, લવ સ્ટોરી તેમજ ડરામણાં દ્રશ્યો તમને જકડી રાખે છે.અનુષ્કા શર્મા, પરમ્બ્રતા ચેટર્જી અને રજત કપૂરે પોતાની એક્ટિંગથી ફિલ્મની સ્ટોરી લાઇનને બરાબરનો ન્યાય આપ્યો છે. ફિલ્મના એક્ટર્સના કારણે જ સ્ટોરી ક્યાંય ઢીલી પડતી હોય તેવું લાગતું નથી. આ ફિલ્મના હેડફોન સીનના સિકવન્સને આવતા વર્ષો સુધી હોરર ફિલ્મ્સની બેસ્ટ સિકવન્સમાં યાદ રાખવામાં આવશે.આ ફિલ્મનું ડિરેક્શન પણ કમાલનું છે. જે તમારૂં ધ્યાન ખેંચવામાં સફળ જાય છે. કોલકાતાના સૂમસાન રસ્તાઓથી લઇને વરસાદ અને કાળો અંધારપટ ધરાવતા ઘરમાં ટીમટીમતી લાઇટોના લોકેશન્સ અને હવાથી ચાલતા પડદા પણ તમને ડરાવી શકે છે. લોકેશન તો અદ્ભૂત છે જ ઉપરાંત ડિરેક્શન પણ કમાલનું છે. આ ડિરેક્ટરની જ કમાલ છે. જેથી પરી ક્રિસ્પી થ્રિલર બની શકી છે.બોલિવૂડ ફિલ્મ્સમાં હોરર જોનરની ફિલ્મ્સ ઓછી બને છે. જો તમને હોરર મૂવિ જોવી ગમતી હોય અને એક સારી સ્ટોરી લાઇનની શોધમાં હોવ તો તમને ચોક્કસ આ ફિલ્મ ગમશે.",2 "ચીની કમ, પા, શમિતાભ, કી એન્ડ કા જેવી હટકે ફિલ્મો બનાવનાર આર. બાલ્કીએ પૂરી કોશિશ કરી છે કે તે મેન્સ્ટ્રુઅલ હાઈજિનના મુદ્દાને સારી રીતે ફિલ્મમાં વણી લે. એ વાત સાચી છે કે આ મુદ્દે જાગૃતિ માટે ફિલ્મ બનવી જરૂરી છે પરંતુ કેટલીય જગ્યાએ આ ફિલ્મમાં ડિરેક્ટર લાગણીમાં વહીને ઉપદેશાત્મક બનાવી દે છે. તેની સ્ટોરી થોડી લાંબી ખેંચી હોય તેવુ લાગે છે.ફિલ્મના ડાયલોગ્સ ઘણા સારા લખાયા છે. તેના હળવા કોમિક દૃશ્યોને કારણે ફિલ્મમાં દર્શકોનો રસ જળવાઈ રહે છે. ફિલ્મનો સેકન્ડ હાફ ફર્સ્ટ હાફ કરતા વધારે રસપ્રદ છે. બાલ્કીએ સાઉથને બદલે મધ્યપ્રદેશનો બેકડ્રોપ રાખ્યો હોવાથી ફિલ્મ વધુ રસપ્રદ બની શકી છે.આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ અક્ષય કુમાર છે. તેણે પેડમેનના રોલને દિલથી નિભાવ્યો છે. એક કલાકારના રૂપમાં તે આ ફિલ્મમાં બરાબર ખીલ્યો છે અને દર્શકોને પોતાના રોલમાં ઢસડી જવામાં સફળ નીવડે છે. સમાજ દ્વારા બહિષ્કાર પછી પણ ચૌહાણ કેમ પોતાની જીદ નથી છોડતો એ વાત ફિલ્મમાં સારી પેટે દર્શાવી છે.રાધિકા આપ્ટે આજના જમાનાની સૌથી નેચરલ અભિનેત્રીઓમાંની એક છે અને તેણે પોતાના રોલને સહજતાથી નિભાવ્યો છે. સોનમ કપૂરે પણ ફિલ્મમાં સારી એક્ટિંગ કરી છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ મમજબૂત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી પણ પ્રભાવ પાડે તેવી છે. ફિલ્મમાં અમિત ત્રિવેદીનું સંગીત ઠીકઠાક છે અને ફિલ્મના પેડમેન, હૂબહૂ, આજ સે મેરા હો ગયા જેવા ગીતો હિટ થઈ ચૂક્યા છે.અક્ષય કુમારના ચાહક હોવ તો તેની એક્ટિંગ માટે આ ફિલ્મ જોવી જોઈએ. આ ઉપરાંત તમે સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મ જોવાનું પસંદ કરતા હોવ તો પણ તમને આ ફિલ્મ ગમશે.",2 "આશરે 200 કરોડના નિર્માણ ખર્ચ સાથે બનેલી ‘પદ્માવત’ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મના દરેક સીનમાં મ્હોથી લઈને પગ સુધી દીપિકા પાદુકોણે પોતાના હાવભાવ અને ખાસ કરીને આંખો વડે જે અભિનય કર્યો છે તે પ્રશંસનીય છે. ભલે પ્રેમ હોય કે ગુસ્સો, દરેક પ્રકારના ઈમોશન દીપિકાની આંખો દ્વારા તરત જ અનુભવી શકાય છે. 30-30 કિલોના સુંદર લહેંગા, ભારે ઘરેણાં અને ખાસ કરીને નાકની નથણી દીપિકા પર ખૂબ જામી રહી છે. સજેલી-ધજેલી દીપિકાની ઉપસ્થિતિને સ્ક્રીન પર એ રીતે રજૂ કરાઈ છે કે, તેની આસપાસ બધું તુચ્છ લાગે છે.શાહિદ કપૂરે મહારાજ રાવલ રતન સિંહના પાત્ર સાથે ન્યાય કર્યો છે. તે શરૂઆતથી અંત સુધી શાલીન દેખાય છે. પરંતુ એક પાત્ર જે પૂરી ફિલ્મ પર કબજો કરીને રાખે છે તે છે અલાઉદ્દીન ખિલજી એટલે કે, રણવીર સિંહ. રણવીર અસલ જીંદગીમાં એનર્જીથી ભરપૂર છે. શરૂઆતથી અંત સુધી એક પાગલ, વિલાસી, વ્યભિચારી અને કુંઠિત માનસિકતા જેવા લક્ષણો જીવંત કરવામાં રણવીર જીવ રેડી દીધો છે. ‘ખલી વલી’ ગીતમાં તેનો હેપી ડાન્સ, તેની એનર્જી અદભુત છે. તેના ઘણા ડાયલૉગ્સ થિએટરની બહાર નીકળતા તમને યાદ રહી જશે. જેમ કે, ખિલજીની ક્રૂરતા દેખાડતો એક ડાયલૉગ – એક સીનમાં તેની પત્ની તેને કહે છે કે, ‘કંઈક તો ડર રાખો’ આની સામે તે પલટ જવાબ આપતા પૂછે છે કે, ‘આજ ખાને મેં ક્યા-ક્યા હૈ?’ જ્યારે તેને કહેવામાં આવે છે કે, જમવામાં બહુ બધા પકવાન છે ત્યારે ખિલજી જવાબ આપે છે કે, ‘જબ ખાને મેં ઈતના કુછ હૈ તો ખૌફ ક્યો ખાઉ?’ સાથે જ તેની અંદર છૂપાયેલા એક નિષ્ફળ પ્રેમીની વિહવળતાને દર્શાવતો એક ડાયલૉગ – તે પોતાના ગુલામ મલિક કાફૂરને રડમશ થઈને પૂછે છે, ‘કાફૂર બતા, મેરે હાથ મેં કોઈ પ્યારી લકીર હૈ, નહીં હૈ તો ક્યા તૂ ઐસી લકીર બના શકતા હૈ?’ કાફૂર પોતાના માલિકની આવી સ્થિતિ જોઈને રડી પડે છે.ગુલામ મલિક કાફૂરના રોલમાં જિમ સરભના રૂપમાં ભણસાલી એક સરપ્રાઈઝ પેકેજ આપ્યું છે. પોતાના શાનદાર હાવભાવ દ્વારા કાફૂર એ સાબિત કરવામાં સફળ રહે છે કે, તે મનોમન ખિલજીને પ્રેમ કરે છે. જલાલુદ્દીન ખિલજીના રોલમાં રઝા મુરાદે ખૂબ જ દમદાર રોલ કર્યો છે. બીજી તરફ અદિતિ રાવ હૈદરીએ પણ ખિલજીની પત્નીના રૂપમાં ખૂબ શક્તિશાળી અભિનય કર્યો છે.ભણસાલીના કેમેરાએ તેમની સુંદરતાને ખૂબ જ ઉમદા રીતે રજૂ કરી છે. ઘૂમર ગીત તો પહેલેથી જ સુપરહિટ થઈ ચૂક્યું છે, આ ઉપરાંત તુર્ક-અફઘાની સંગીતનું પણ સારું મિશ્રણ ફિલ્મમાં છે. ફિલ્મનું એડિટિંગ અને સ્ક્રિપ્ટ એટલા જબરદસ્ત છે કે, બે કલાક 44 મિનિટ ક્યા પસાર થઈ જાય છે તે ખબર જ પડતી નથી. 3D ફિલ્મના માપદંડ પર પદ્માવતી ખરી ઉતરી છે. શરૂઆતમાં ફેન્ટસી, રોમાન્સ અને રાજસ્થાની પારંપારિક લોક-સંગીતથી તરબતર વાર્તા ક્યારે તમને પોતાના ડ્રામામાં જકડી લે તેની તમને ખબર જ નહીં પડે. ફિલ્મ ખૂબ જ સુંદર લાગશે, તમારી આંખોને, તમારા દિમાગને તમારા દિલને તે જીતી લેશે. શક્ય છે કે, ફિલ્મને જોયા બાદ તેનો વિરોધ કરાનારા લોકો પોતાની વિચારશરણી બદલી આ ફિલ્મ પર ગર્વ અનુભવવા લાગશે.",2 "બોક્સરના પાત્રમાં વિનીત કુમાર સિંહ બેજોડ છે. બોક્સિંગ રિંગમાં પ્રોફેશનલ બોક્સર્સ સાથેના ફાઈટ્સ સીન રિયાલિટીની એકદમ નજીક લાગે છે. વિનીતની ડાયલૉગ ડિલીવરી પાત્રને અનુરૂપ છે. બીજી તરફ પોતાની દરેક વાતને ઈશારાથી કહેનારી ઝોયા હુસૈને પણ ઘણી મેહનત કરી છે. જિમ્મી શેરગિલનું પાત્ર પણ પ્રશંસા માગી છે. તેને ભગવાનદાસ મિશ્રાના પાત્રને એક હલકટ અને ખતરનાક અંદાજમાં બખૂબી રજૂ કર્યું છે.બીજી તરફ રવિ કિશનનો રોલ પણ દમદાર છે. તેણે પોતાના ડાયલૉગ્સને ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યા છે.પોતાના મિજાજ અનુસાર. અનુરાગે ફિલ્મમાં ગુંડારાજ અને જાતિવાદ પર ઊભરતા ખેલાડીઓના સંઘર્ષને ખૂબ જ ચોટદાર રીતે રજૂ કર્યો છે.અનુરાગની ફિલ્મ બેશક ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની છે પણ વાર્તા રજૂ કરવાનો અંદાજ ઉત્તર પ્રદેશ જ નહીં, એ દરેક રાજ્યનો છે જ્યાં હજુ પણ બોક્સિંગની ઓળખ છે.ફિલ્મના સંવાદ શાનદાર છે, તેમાંથી ઉત્તર પ્રદેશની બોલીની મહેક આવે છે. ફિલ્મના લીડ રોલમાં શ્રવણ સિંહનો ડાયલૉગ ‘માઈક ટાઈસન હૈ હમ ઉત્તર પ્રદેશ કે’, ‘એક ઠો ઘર દિએ ન તો પ્રાણ પખેરું હો જાયેગા આપકા’ દર્શકોને તાળીઓ પાડવા માટે મજબૂત કરી દે છે.રચિતા સિંહનું સંગીત એકદમ ફિલ્મના મિજાજ અનુસાર છે. ગીતોમાં અનુરાગ કશ્યપના અંદાજ અનુસાર, દેશની રાજનિતી પર જબરદસ્ત કટાક્ષ કરવામાં આવ્યાં છે. ‘પેંતરા’, ‘છિપકલી’, ‘મેલ પ્રિયે’ વારંવાર સાંભળવા ગમે એવા ગીતો છે.ફિલ્મનો માઈનસ પૉઈન્ટ એ છે તેની ધીમી ગતિ અને તેની સાથે વાર્તાને કારણ વિના લાંબી ખેંચવી. ઈન્ટરવલ પહેલા ઘણા લાંબા સીન્સ છે. અનુરાગે ફિલ્મને 15-20 મિનિટ નાની કરી દીધી હોત તો ફિલ્મની ગતિ દર્શકોને સંપૂર્ણ રીતે જકડી શકી હોત.",2 "થ્રી ડી ટેકનિકમાં બનેલી આ ફિલ્મની ફોટોગ્રાફી ગજબ છે. જંગલી જાનવરોના સીન ઘણા જ દમદાર રીતે કંઈક એ અંદાજમાં ફિલ્માવાયા છે કે કેટલાક સીનમાં તમને લાગશે કે તમે હોલમાં નહીં પણ કોઈ ગાઢ જંગલમાં ખૂંખાર પ્રાણીઓ વચ્ચે બેઠા છો. ડાયરેક્ટર જેક કેસડને આ વર્ષો જૂની વાર્તાને આ વખતે નવી સ્ટાઈલમાં રજૂ કરી તો, એટલે જ તો આ વખતે ગેમ કાર્ડ બોર્ડને બદલે વીડિયો ગેમમાં ફેરવાઈ ચૂકી છે. ફિલ્મની ઝડપ તમને કહાની અને પાત્રો વચ્ચે બાંધી રાખવામાં સફળ છે, આ વીકેન્ડમાં તમે ફેમિલી સાથે જંગલના એડવેન્ચરની જર્ની કરવાના મૂડમાં છો તો, ‘જુમાનજી’ પસંદ આવી શકે છે.શાનદાર ફોટોગ્રાફી, અસરદાર ચોંકાવનારા થ્રી ડી ઈફેક્ટ્સવાળા સીન, આ ફિલ્મની ખાસિયત છે. એટલે, આ ફિલ્મને થ્રી ડી થિયેટરમાં જોવી યોગ્ય રહેશે.",2 "એક સારી ડોક્યુમેન્ટરીની એ જ ખાસિયત હોય છે કે, તે તમારી નજર સમક્ષ બનેલા એવા પ્રસંગોને રજૂ કરે, જેને તમે ભૂલી ચૂક્યા હોવ અને આ ઇવેન્ટ્સ કાલ્પનિક ન હોય. ‘એન ઇન્સિગ્નિફિકન્ટ મેન’માં બખૂબી આ બતાવાયું છે. અરવિંદ કેજરીવાલે આ ફિલ્મમાં પોતાની જ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મને બનાવનારાં ખુશબૂ રંકા અને વિનય શુક્લાએ આ ફિલ્મને શૂટ કરવા માટે ખુદને આ સમગ્ર માહોલ વચ્ચે રાખ્યાં હતાં કે કેવી રીતે પોલિટિકલ પાર્ટીનું ગઠન થયું. ડિરેક્ટર્સે હંગામા વચ્ચે જવા માટે પોતાને આપવામાં આવેલી છૂટનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.આ ફિલ્મની સૌથી સારી ખૂબી એ છે કે, 96 મિનિટમાં સ્ટોરીની સાથે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવિટી દાખવવામાં આવી છે. ફિલ્મમાં કેજરીવાલના સૌથી ખરાબ સમયને પણ બતાવાયો છે. આ સિવાય પાર્ટીના એક નેતાનાં મોત અને ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચેની હળવી વાતચીતોને પણ બતાવાઈ છે. એટલું જ નહિ, ફિલ્મમાં એ ક્ષણ પણ બતાવાઈ છે, જ્યારે પાર્ટી કાર્યકર્તા કેજરીવાલને એ સવાલ પૂછે છે કે, તેમણે આખરે કયા આધારે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરી.આ સમગ્ર ડોક્યુમેન્ટરીનો સૌથી મજબૂત પાયો અભિનવ ત્યાગી અને મનન ભટ્ટનું ઉમદા એડિટિંગ છે. તેને કારણે ફિલ્મ જોતી વખતે એવું લાગશે કે, તમે કોઈ ડોક્યુમેન્ટરી નહિ, પણ એક થ્રિલર ફિલ્મ જોઈ રહ્યા છો. આ કારણે તમે છેલ્લી ઘડી સુધી ફિલ્મ જોવા મજબૂર બનશો. આ એક એવી નાનકડી ભારતીય ફિલ્મ છે, જે એટલી મહત્ત્વપૂર્ણ છે, જેને કદાચ તમે આ વીકેન્ડમાં જોવાનું પસંદ કરશો.",2 સુલુના રૂપમાં વિદ્યા બાલનને ખુબ જ સારી રીતે પાત્ર ભજવ્યું છે. તેણે સુલુના રોલમાં એક મહિલાની જિંદગીના વિવિધ પહેલુને રજૂ કરવામાં આવી છે કે કેવી રીતે એક ઘરેલું મહિલા પોતાના પરિવારની જરૂરીયો માટે પોતાની અંગત મહત્વાકાંક્ષાઓ છોડી દે છે.હળવી ફિલ્મથી ફિલ્મ એકદમથી સીરિયસ ડ્રામાથી નબળી પડે છે. ફિલ્મની વાર્તા સુલુની નજરથી દેખાડી છે જે તમને ખુબ મજા કરાવશે. વિદ્યાએ સુલુના પાત્રના તે પક્ષને ખુબજ સુંદરતાથી રજૂ કર્યું છે જ્યારે તેનો અવાજ દુનિયા સાંભળે છે અને તે રાતોરાત જાણિતી બની જાય છે. જે રીતે સુલુ અને તેનો પરિવાર મુશ્કેલી સામે લડી રહ્યો છે તેવી જ રીતે શહેરના લોકો પણ પોતાની મુશ્કેલીને ફિલ્મ સાથે રીલેટ કરી શકશો. ફિલ્મની સ્ટોરીમાં સુલુનું પાત્ર દમદાર છે.‘તુમ્હારી સુલુ’ એક એવી ફિલ્મ છે જે પોતાના સમગ્ર પરિવાર સાથે આનંદથી રહી શકે છે. જો તમે વિદ્યાના ફેન છો અને તેની દમદાર એક્ટિંગ જોવા માંગતા હોવ તો આ ફિલ્મ જરૂર જુઓ..,2 "‘ગોલમાલ’ એક એવી સનકી કોમેડીની ફ્રેન્ચાઇઝી છે, જે છેલ્લાં 11 વર્ષથી જીવતી રાખવામાં આવી છે. ટીવી ચેનલ પર જ્યારે પણ ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મોનું પ્રસારણ થાય છે ત્યારે લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. ફિલ્મ શરૂઆતથી જુઓ કે વચ્ચેથી, તેનો કોઈ ફર્ક પડતો નથી. ફિલ્મની હાસ્યકથા ઘણી જગ્યાએ ખરેખર તમને હસાવે છે, તો ઘણી જગ્યાએ એવરેજ છે, પરંતુ આખી ફિલ્મ દરમિયાન પેટ પકડીને હસતા રહેશો, કારણ કે ફિલ્મના દરેક અભિનેતાને જોવો ખૂબ મજેદાર અનુભવ છે. વાત ભલે હલકાતા લક્ષ્મણ (શ્રેયસ)ની હોય કે પછી દબંગ ગોપાલની, જે ભૂતોથી કંઈક વધારે પડતો ડરે છે, ફિલ્મનું દરેક કેરેક્ટર એટલું અનુભવી અને દક્ષ છે કે તમે તેમની હરકતોને જોઈને પોતાનું હસવાનું રોકી નહિ શકો. આમ તો ફિલ્મના ડાયલોગ ખૂબ મામૂલી અને નીરસ છે, પરંતુ હાસ્યથી ભરપૂર છે.ફિલ્મને હોરર એન્ગલ સાથે જોડવામાં આવી છે. સાઉથની ફિલ્મ ‘કંચન’માંથી પ્રેરિત આ ફિલ્મમાં એક એવું ભૂત બતાવાયું છે કે, જે બદલો લેવા માગે છે. જોકે આ ડરામણી પળો પણ ખૂબ હળવા અંદાજમાં ફિલ્માવાઈ છે. ફિલ્મના ઘણા સીન્સ એવા છે, જેને તમે પહેલાં ઘણી વાર જોયા હશે. તેમ છતાં તમને હસવું આવશે.અહીં કહેવું પડે કે, રોહિત શેટ્ટી તમને જરા પણ બેચેન થવા દેશે નહિ. અહીં મસ્તી-મજાક, લડાઈ, ગીત, હાસ્ય, ભૂતનો બુફે છે, જે તમને ઓવરડોઝ પણ થઈ શકે છે. ઘણી વાર તમે તમારી બેવકૂફીઓ પર હસવા ઉપરાંત બીજું કશું કરી શકતા નથી. પર્ફોર્મન્સની વાત કરીએ તો તાંત્રિકનું કેરેક્ટક તબૂએ જીવંત બનાવી દીધું છે. એક્સ્ટ્રા રોલ જેવા કે વસૂલી ભાઈ (મૂકેશ) અને પપ્પી (જોની લિવર)ને સારું ફૂટેજ મળ્યું છે. જોકે શ્રેયલ તલપડેએ કમાલ કરી છે. પરિણીતિ (ખુશી/દામિની)નો ઉપયોગ માત્ર ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવ્યો છે, જે તે કરે છે. અજય, અરશદ, તુષાર અને કૃણાલે પણ પોતાનું કામ બખૂબી નિભાવ્યું છે.જો તમે તેમાં કંઈક શોધી રહ્યા હોવ તો ત્યાં કોઈ લોજિક નહિ મળે, બસ મેજિક જ મળશે. જો તમે માત્ર હસવા માગો છો, તો ગોલમાલ અગેઇન જોવા જઈ શકો છો.",2 "જ્યારે આમિર ખાન કોઇ ફિલ્મ પાછળ હોય તો તમે અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ ઉત્તમ હશે. આમિરે ફિલ્મમાં એક વિચિત્ર મ્યૂઝિક ડિરેક્ટર શક્તિ કુમારનો રોલ કર્યો છે. આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરનાર અદ્વૈત ચંદને આમિર સાથે જ કામ શીખ્યું છે. આ ફિલ્મમાં તમને ઇમોશન્સ, ખુશી, આંસુ, જોશ અને ઉત્સુકતા જોવા મળશે.આ ફિલ્મમાં નવું કંઇ જ નથી. આ એક યુવતીની સ્ટોરી છે. જે પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા ઇચ્છે છે ઉપરાંત ફિલ્મમાં એક એવી મહિલાની પણ સ્ટોરી છે. જે પોતાના હિંસક લગ્નમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. આવી સ્ટોરીઓ પર પહેલા પણ ફિલ્મ બની ચૂકી છે પરંતુ આ ફિલ્મનું નેરેશન એક અલગ જ અંદાજમાં કરવામાં આવ્યું છે. જે તમને ફિલ્મ સાથે જકડી રાખે છે. તમે ફિલ્મમાં મા-દીકરીના તણાવને સમજી શકો છો. જેના ઘરમાં લાગણીઓને પણ બાંધવામાં આવી છે. જ્યારે ઇંસિયાને આ બધામાંથી છુટકારો મળે છે ત્યારે તમે તેના જીતવાની ખુશીમાં જરૂર તાળીઓ પાડવા મજબૂર થઇ જશો.આમિર પોતાની એક્ટિંગથી પડદા પર છવાઇ જાય છે. ફિલ્મમાં તેના કેરેક્ટર અમેરિકન આઇડલના જજ બ્રેશ સિમોન કોવેલ અને બોલિવૂડના 90ના દશકના મ્યૂઝિક ડિરેક્ટર્સનું મિશ્રણ જોવા મળે છે. આ ફિલ્મમાં પોતાને લાઇમલાઇટમાં લાવવા માટે આમિરે નાની ઝાયરા સાથે કોઇપણ પ્રકારનો અન્યાય કર્યો નથી. ઝાયરાએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. ફિલ્મમાં નઝમા (મેહર), ચિંતન (તીર્થ શર્મા) અને ચાઇલ્ડ એક્ટર ગુડ્ડુ (કબીર)નો રોલ પણ ઉત્તમ છે.ફિલ્મમાં અમિત ત્રિવેદીનું મ્યૂઝિક તમને શાંતિ આપે છે પરંતુ ફિલ્મ જેવી છે તે જોતાં એટલું પણ સારૂ નથી. કૌસર મુનીરના ગીત પણ ઠીકઠાક છે.શા માટે જોવી જોઇએઃ જો તમારી દુનિયા તમારી મોમની આસપાસ ફરતી હોય તો તમારે આ ફિલ્મ જરૂર જોવી જોઇએ. યુવતીઓને તો આ ફિલ્મ દરેક હાલતમાં જોવી જ જોઇએ.",2 હોલિવુડમાં 2014માં આ જ નામથી એક ફિલ્મ બની હતી. સૈફ અલી ખાનની આ ફિલ્મ તમારા દિલના તાર ઝણઝણાવી દેશે. શેફ ફિલ્મ બે લેવલ પર કામ કરે છે. એક તો તેમાં શેફ કેવી રીતે પોતાની પાકકળાનો ઉપયોગ કરીને તમને અવનવી વાનગીઓ પીરસે છે તે દર્શાવવામાં આવે છે અને બીજુ તેની ઈમોશનલ જર્ની વિષે વાત કરવામાં આવી છે.આ ફિલ્મમાં પારિવારિક સંબંધોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. કેટલાંક દૃશ્યોમાં તમારી આંખો ભીની પણ થઈ જશે. આ ઉપરાંત આધુનિક જમાનામાં પતિ-પત્ની બંનેએ સાથે મળીને બાળકનો ઉછેર કરવાના મહત્વને પણ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.આ ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે અને તેણે બેશક દમદાર પરફોર્મન્સ આપ્યું છે. તે કેરિંગ પિતા અને પતિના રોલમાં તથા ગરમ દિમાગ શેફના રોલમાં જામે છે. પદ્મપ્રિયા પણ તેના પાત્રમાં જમે છે. નાના છોકરાનો રોલ કરનાર સવારના પાત્ર સાથે 10-12 વર્ષના બધા બાળકો પોતાની જાતને સાંકળી શકશે. શોભિતા ધુલિપાલા (વિન્ની)નું પાત્ર પણ નાનકડુ પણ મજાનું છે.આ ફિલ્મ તમને મસ્તી-મજાક ભરી ફેમિલી રોડ ટ્રિપ પર લઈ જાય છે. ફિલ્મનું ફોકસ છે ફેમિલી. રિતેશ શાહે ફિલ્મના ડાયલોગ્સ ઘણા સરસ લખ્યા છે. ફિલ્મની ગતિ કેટલાંક લોકોને થોડી સ્લો લાગશે. તમે હોટેલમાં ફૂડ ઓર્ડર કર્યું હોય અને તેને આવતા વાર લાગે ત્યારે જેવી ફીલીંગ આવે તેવી ફીલીંગ તમને અમુક અમુક સીન્સમાં આવી શકે છે.શેફ આમ તો પ્રેડિક્ટેબલ ફિલ્મ છે. પરંતુ તેની જર્ની એન્જોય કરી શકાય તેવી છે. પોપકોર્ન કે પાસ્તા જોતા જોતા આ ફિલ્મ જોવાની જરૂર મજા આવશે.,2 "ડેવિડ ધવન એ કોમેડી ફિલ્મોના કિંગ ગણાય છે. આ વખતે તે 1997ની ધમાકેદાર ફિલ્મ જુડવાનું રિબૂટ વર્ઝન લઈને આવ્યા છે. એ વખતે ફિલ્મમાં સલમાન હતો, આ વખતે વરૂણ છે. ઉલ્લેખનીય છે કે યુવા પેઢી વરૂણની ચાહક છે અને તેને ગોવિંદા અને સલમાનના કોમ્બિનેશન તરીકે જોવામાં આવે છે. આ ફિલ્મમાં પણ વરૂણ તમને હતાશ નહિ કરે. રાજા તરીકે મવાલીના રોલમાં અને પ્રેમ તરીકે એક સોફેસ્ટિકેટેડ યુવાન એમ બંને રોલમાં વરૂણ જામે છે.સ્ક્રિપ્ટ એ મનમોહન દેસાઈની ઘણી ફિલ્મોનો ખીચડો છે. તેમાં બીજી ઘણી મસાલા મૂવીઝના ડાયલોગ્સ રીપીટ થાય છે. આથી ફિલ્મની સ્ક્રિપ્ટ પાછળ બહુ દિમાગ ખપાવવા જેવુ નથી.આ એક એવી ફિલ્મ છે જે તમારી અંદર ક્યાંક છુપાયેલા બાળકને ગમશે. પરંતુ બાળકોની દૃષ્ટિએ જોવા જઈએ તો આ ફિલ્મની હિરોઈન્સ વધારે પડતી હૉટ છે. સમારા (તાપસી) અને અલિશ્કા (જેકલિન) બંનેએ ઘણું સારુ પરફોર્મ કર્યું છે. ચલતી હૈ ક્યા 9 સે 12 અને ઊંચી હૈ બિલ્ડિંગ જેવા ગીતો મોટા પરદે જોવાની મજા આવે છે.ફિલ્મમાં કોઈ ખાસ ઈન્ટેલિજન્ટ કોમેડી નથી તો પણ આ ફિલ્મ જોવાની તમને મજા પડશે. એક સમયે તમે પણ વરૂણના પાત્રમાં ઈન્વોલ્વ થઈ જશો. દશેરાના મોકા પર આ ફિલ્મ જોવામાં કોઈ નુકસાન નથી. આ ફિલ્મના છેલ્લા સીનમાં સલમાન પણ કેમિયોમાં જોવા મળે છે.",2 "ન્યૂટન એક એવી ફિલ્મ છે, જે દર્શકોના એક ખાસ ક્લાસ માટે છે, જેમને રિયાલિટીને સ્ક્રીન પર જોવાનું પસંદ છે. યંગ ડાયરેક્ટર અમિત મસુરકરના પણ વખાણ કરવા રહ્યા કે તેમણે એક કડવી હકીકતને બોલિવૂડ મસાલાઓથી અલગ રહી રજૂ કર્યા છે. એ જ કારણ છે કે, ફિલ્મના ઘણા સીન તમને વિચારવા મજબૂર કરશે. એવું પણ નથી કે ફિલ્મ ઘણા ગંભીર વિષય પર બની છે અને તેમાં તેમને હસાવવા માટે કંઈ નથી.પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવના સંવાદોને સાંભળીને ઘણી વખત તમને હસવું આવશે.રાજકુમાર રાવે ન્યૂટનના પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. સાચું કહીએ તો રાવે ન્યૂટનના પાત્રમાં પોતાની માસૂમિયત અને ફેસ એક્સપ્રેશનથી જીવ રેડી દીધો છે. આત્માસિંહના રોલમાં પંકજ ત્રિપાઠી ઘણો જામે છે. તો રઘુવીર યાદવ પણ પોતાના રોલમાં સો ટકા પરફેક્ટ છે, તો અંજલી પાટિલે પણ પોતાના પાત્રની ડિમાન્ડ મુજબ પાત્રને નિભાવ્યું છે. ફિલ્મને રિયલ લોકેશન પર શૂટ કરાઈ છે, એટલે લોકેશનનો ઘણું સારું છે. ‘ચલ તુ અમપના કામ કર લે’ ગીત ફિલ્મના માહોલ અને સબ્જેક્ટ પર ફિટ છે.",2 "સત્ય ઘટના પર આધારિત લખનૌ સેન્ટ્રલ એક ફીલ-ગુડ, હ્મૂમન, જેલ તોડીને ભાગવાની ઈચ્છા રાખતા ડ્રામાવાળી ફિલ્મ છે. આ ફિલ્મ તમને ઈમોશનલી જોડે છે. દરેક મુશ્કેલી સામે જીતની થીમ આ ફિલ્મને લોકો સાથે કનેક્ટ કરે છે. પોતાના ઘરથી દૂર લખનૌ સેન્ટ્રલની ચાર દીવાલો વચ્ચે જીવવાનું એક કારણ શોધતા કેદી દર્શકોનું દિલ જીતી લે છે. પોતાના પરિવાર અને સમાજ દ્વારા ઠુકરાવી દેવાયેલા કેદી એકબીજા સાથે શાંતિનો અનુભવ કરે છે. રંજીત તિવારીએ કેદીઓ વચ્ચેની આ દોસ્તી અને અનોખા સંબંધને ઘણી સારી રીતે હેન્ડલ કર્યા છે.ફિલ્મના ગીતોની વાત કરીએ તો રંગદારી એક સુંદર કમ્પોઝિશન છે.આ મુદ્દા પર તેમની ભાવુકતાને તેમની સ્ટારકાસ્ટે કોમ્પ્લિમેન્ટ કર્યા છે. રોનિત રોય તેના પાત્રમાં ઘણો સચોટ દેખાય છે. તે ફિલ્મમાં એક કપટી અને ચાલાક જેલરની ભૂમિકા નિભાવી રહ્યો છે.ફરહાને પૂરી ક્ષમતા સાથે આ ફિલ્મને પોતાના ખભે ઊંચકી લીધી છે, પંરતુ દેશી કેરેક્ટર નિભાવવાના તેના પ્રયાસો દેખાઈ આવે છે. તેનું અશુદ્ધ અંગ્રેજીમાં વાત કરવું આર્ટિફિશિયલ લાગે છે, પરંતુ તેનું પાત્ર તમને વાર્તા સાથે કનેક્ટ કરી દે છે. તેનું પાત્ર તમને તેની કમનસીબી પર તમને રડાવી દેશે. દીપક ડોબરિયાલ, રવિ કિશન, રાજેશ શર્મા, ઈનામ-ઉલ-હક્ક અને ગિપ્પી ગ્રેવાલ મુખ્ય ભૂમિકાઓમાં છે. ડાયના પેન્ટીએ પણ ફિલ્મમાં સારું કામ કર્યું છે.",2 "આ ફિલ્મના તમિલ વર્ઝનના ડિરેક્ટર આર.એસ.પ્રસન્ના જ હકા. પ્રસન્નાએ હિન્દી દર્શકો માટે પણ મજાની કોમેડી રજુ કરી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેમણે વર્તમાન સમયમાં સમાજમાં સ્ટ્રેસના કારણે છોકરાઓની આવી ગુપ્ત બીમારીઓ અને લગ્ન પછી છોકરીઓને પણ પડનારી મુશ્કેલીઓને અત્યંત સુંદરતાથી પડદા પર ઉતારી છે. વિકી ડોનર, દમ લગા કે હઈશા અને બરેલી કી બરફીમાં પોતાના રોલને કારણે પ્રશંસા મેળવી ચુકેલા આયુષ્માને આ ફિલ્મમાં પણ ઘણી સારી એક્ટિંગ કરી છે.તે દેસી જોનરની ફિલ્મોનો એક્સપર્ટ બની ગયો છે. ભૂમિ પેડનેકરની એક્ટિંગ જોઈને પણ લાગે છે કે તે બોલિવૂડમાં લાંબી ઈનિંગ રમવાની છે. દમ લગા કે હઈશા પછી આયુષ્માન અને ભૂમિની જોડી ફરી એકવાર ખુબ જામી છે. સુગંધાના કાકાના રોલમાં બ્રિજેન્દ્ર કાલાએ પણ હંમેશાની જેમ ઘણું સારું પર્ફોમન્સ આપ્યું છે. સુગંધાની મમ્મીના રોલમાં સીમા પહાવાએ પણ બરેલી કી બરફી પછી ફરી એકવાર ઘણી સારી એક્ટિંગ કરી છે. ફિલ્મના રાઈટર હિતેશ કેવલયે એવા મજાના ડાયલોગ લખ્યા છે જે થિએટરમાં દર્શકોને પેટ પકડીને હસવા મજબૂર કરે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને ઘણો હસાવશે. ઈન્ટરવલ પછી ફિલ્મ થોડી સીરિયસ થઈ જાય છે.ફિલ્મમાં સોન્ગ પણ ફિટ થઈ જાય છે. અનુજ રાકેશ ધવનની સિનેમેટોગ્રાફી પણ સારી છે. આ વીકેન્ડ તમે ફિલ્મ જોવા જશો તો તમને નિરાશ નહીં કરે. અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 3.5 સ્ટાર્સ.",2 "કલાકારોના પરફોર્મન્સની વાત કરીએ તો રાજકુમાર રાવ બાજી મારી જાય છે. પછી તે સાડી વેચતો સેલ્સમેન હોય કે ગલીનો ગુંડો. ક્રૃતિ સેનન બિટ્ટી અને બેટી બની છે, જ્યારે આયુષ્યમાનની એક્ટિંગ પણ ખુબ સારી છે. આ ઉપરાંત સીમા પાહવા અને પંકજ ત્રિપાઠીની એક્ટિંગ વાર્તાને સપોર્ટ કરે છે.અશ્વિની અય્યૈર તિવારી કે જેમણે પોતાની ડેબ્યુ ડિરેક્ટેડ ફિલ્મ ‘નિલ બટે સન્નાટા’ ફિલ્મથી લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું તેવી જ રીતે આ ફિલ્મ ફરી એક વખત લોકોને આકર્ષવા માટે સફળ રહેશે. ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવવા માટે કોમેડીને ખુબ સારી રીતે રજૂ કરી છે. તમે ફિલ્મની લીડ અને સપોર્ટિગ કાસ્ટને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આપણા રોજીંદા જીવનમાં કેટલું હાસ્ય છે જેને આપણે જોતા નથી અથવા તો શોધી શકતા નથી.ફિલ્મની શરૂઆતમાં જાવેદ અખ્તરનો વોઈસ-ઓવર તમને એક નવો ઉત્સાહ પૂરો પાડે છે. ફિલ્મ દરમિયાન તમને ‘સ્વીટી તેરા ડ્રામા’ અને ‘ટ્વિસ્ટ કમરિયા’ ટ્રેક તમને નાચવા માટે મજબૂર કરી દેશે. તમને આ બરફી ચોક્કસ મીઠી લાગશે.",2 "જ્યારે તમે લગભગ બે કલાકની આ ફિલ્મ જોવા બેસો તો ફિલ્મના અંતિમ સીન સુધી સ્ટોરી અને પાત્રો સાથે બંધાઈને રહી જશો. ખાસ તો ગુરિન્દરે માઉન્ટબેટનના પાત્રને સશક્ત બનાવવા માટે ઘણી મહેનત કરી છે. વાસ્તવમાં આજની યુવા પેઢી લોર્ડ માઉન્ટબેટન વિશે ઘણું ઓછું જાણે છે. આ સિવાય દેશ કઈ પરિસ્થિતિઓમાં આઝાદ થયો, તે વિશે યુવા પેઢીને વધુ જાણકારી નથી. આવામાં ગુરિન્દર પોતાની ફિલ્મની સ્ટોરીને હળવા અંદાજમાં દર્શાવવા અને દર્શકોના દરેક વર્ગને પાત્રો સાથે બાંધવા માટે લવ સ્ટોરીને પણ ફિલ્મનો હિસ્સો બનાવ્યો છે. ફિલ્મમાં હુમા કુરેશી, મનીષ દયાલ, ઓમ પુરી, માઇકલ ગેમ્બન, જિલિયન એન્ડરસન, હ્યુ બોનવિલે મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં વિભાજન પહેલાના દિવસોમાં વાઇસરોય હાઉસમાં થનારી પ્રવૃત્તિઓ અને ત્યાંની સ્થિતિને ડિરેક્ટરે દમદાર રીતે રજૂ કરી છે. ગુરિન્દર ચઢ્ઢાની પ્રશંસા કરવી જોઈએ કે, તેણે ફિલ્મમાં ગીતોને પણ એવી રીતે ફિટ કર્યા છે કે, તે સ્ટોરીનો જ મહત્ત્વનો હિસ્સો બને. ફિલ્મમાં ઓમ પુરીએ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે. હુમ કુરેશીની આ પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે. આલિયાના પાત્રમાં હુમાએ ઉમદા અભિનય કર્યો છે. ભારતમાં રિલીઝ થતા પહેલા આ ફિલ્મ 67મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ‘વાઇસરોય હાઉસ’ ટાઇટલ સાથે રજૂ કરાઈ હતી. ફિલ્મમાં એ. આર. રહેમાનનું સંગીત છે. ફિલ્મનો માહોલમાં રહેમાનનું સંગીત સંપૂર્ણપણે ફિટ છે. જો તમે ભારત-પાકિસ્તાન વિભાજન પાછળની પરિસ્થિતિઓની સાથે સાથે માઉન્ટબેટન વિશે સારી રીતે જાણતા હોવ તો આ ફિલ્મને એક વાર જરૂર જુઓ. ક્રિટિક્સ ફિલ્મને પાંચમાંથી 3.5 સ્ટાર આપી રહ્યા છે.",2 "આપણા લોકોના ઘરે ટોઈલેટ છે એટલે આપણને તેનું બિલકુલ મહત્વ સમજાતું નથી. પરંતુ આજની તારીખે 58 ટકા ભારતીયોએ જાહેરમાં કુદરત હાજતે જવું પડે છે. ડિરેક્ટર શ્રી નારાયણ સિંહે આ ફિલ્મમાં આપણા સમાજનો આઈનો બતાવી દીધો છે. આ ફિલ્મ જોવાથી ગામડાના લોકો આજની તારીખે પણ કેટલાં અંધવિશ્વાસુ છે, એડમિનિસ્ટ્રેશન કેટલું આળસુ છે અને રાજકારણીઓ કેટલા ભ્રષ્ટાચારી છે તેનો અંદાજો આવે છે. ખાસ કરીને સ્ત્રીઓને તો ઢોર-ઢાંખર કરતા પણ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે.આ ફિલ્મમાં જાહેરમાં જાજરૂ જવાની આપણી વર્ષો જૂની પરંપરા પર વ્યંગ કસવામાં આવ્યો છે. પરંતુ આ ફિલ્મ સ્વચ્છતા પર નીરસ ડોક્યુમેટ્ર્રી નથી બનીને રહી. તેમાં એક બહુ જ પાવરફૂલ પ્રેમકથા છે જે દર્શકોને જકડી રાખે છે અને સાથે સાથે તેમને શીખ પણ આપે છે.આ ફિલ્મની કથા કેશવ, જયા, પંડિતજી (સુધીર પાંડે) અને તેમના મોટા ભાઈની આસપાસ ફરે છે. નારુએ પણ કેશવના ભાઈ તરીકે સારુ પરફોર્મન્સ આપ્યું છે. આ ફિલ્મનો હીરો કેશવ શૌચાલય બંધાવવા માટે આખા ગામની સામે પડે છે. ફિલ્મમાં ઉત્તર પ્રદેશના ગામડાનું કલ્ચર ઘણી સારી રીતે ઝીલાયું છે. તેની ક્રેડિટ સરપંચ અને કાકા (અનુપમ ખેર)ના પાત્રને આપવી પડે. જો કે ફિલ્મના સેકન્ડ હાફમાં થોડી લેક્ચરબાજી વધી જાય છે. અહીં જો ફિલ્મ 10 મિનિટ ટૂંકી બનાવાઈ હોત તો વધુ મજા આવત.આ ફિલ્મનો ભાર અક્ષય કુમાર પોતાના ખભા પર ઊઠાવે છે. તેણે આ ફિલ્મમાં એ-ગ્રેડ પરફોર્મન્સ આપ્યું છે. ભૂમિએ પણ જયાના કિરદારને ઘણો સારો ન્યાય આવ્યો છે. દિવ્યેન્દુ દર્શકોને હસાવવામાં સફળ જાય છે. પાંડે અને ખેર જેવા દિગ્ગજ એક્ટર્સની હાજરીથી ફિલ્મ વધુ ખીલી ઊઠે છે.ફિલ્મમાં અનેક એવી ક્ષણો છે જે તમને ખડખડાટ હસાવશે. આ ઉપરાંત હંસ મત પગલી, બખેડા, ગોરી તૂ લઠ માર જેવા ગીતો સાંભળવાનની પણ મજા આવે છે. સમાજની આંખો ઊઘાડતી આ ફિલ્મ જરૂર જોવા જેવી છે.નવી સ્ટોરી અને દમદાર પરફોર્મન્સ બદલ આ ફિલ્મને અમારા તરફથી 4 સ્ટાર.",2 "અત્યારે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રબળ થઈ રહી છે. જો તમારી દેશભક્તિ તમારા એટિટ્યૂડ, તમારા ખાવામાં, ફિલ્મ થિયેટરમાં તમારા શિષ્ટાચાર અને તમારા ટ્વિટર ફીડમાં ન દેખાતી હોય તો તમારા અસ્તિત્વ પર સવાલ ઊભા થઈ જાય છે. ક્યારેક આપણે એ લોકોને ભૂલી જઈએ છીએ, જેમણે તેમના લોહીનું બલિદાન આપીને દુશ્મનો સામે યુદ્ધ કર્યું અને જેમના કારણે આપણે આજે અહીં છીએ. ‘રાગ દેશ’ આપણને આવા જ દેશભક્ત હીરો તરફ પાછી વાળે છે.ફિલ્મના લેખક-નિર્દેશક તિગ્માંશુ ધુલિયાઆ ફિલ્મમાં મેજર જનરલ શાહનવાજ ખાન (કૃણાલ કપૂર), લેફ્ટનેન્ટ કર્નલ ગુરુબક્ષસિંહ ઢિલ્લો (અમિત સાધ) અને કર્નલ પ્રેમ સેહગલ (મોહિત મારવા)ની સ્ટોરી છે. સુભાષ ચંદ્ર બોસની ઇન્ડિયન નેશનલ આર્મીના આ ત્રણ અધિકારી, બીજા વિશ્વ યુદ્ધ બાદ અંગ્રેજોને ભગાડીને ભારતમાં ફરીથી પ્રવેશ માટે સૈનિકોને એકઠા કરે છે. ખાન, ઢિલ્લો અને સહગલને બ્રિટિશ સૈન્ય સામે ષડ્યંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જ્યારે તેમના વકીલ ભુલાભાઈ દેસાઈ (કેનેથ દેસાઈ) આરોપોને ઉકેલવા માટે તથ્યો તોડીમરોડીને રજૂ કરવાના પ્રયાસ કરે છે. લેખક નિર્દેશક તિગ્માંશુ ધુલિયાએ આઝાદીની આ જંગની કહાણી ખૂબ જ ઉમદા રીતે રજૂ કરી છે.ફિલ્મ ભલે 1992માં આવેલી ‘અ ફ્યૂ ગુડ મેન’ જેવી લાગતી હોય, પરંતુ આ ફિલ્મ પાછળ ચાર લોકોની રિસર્ચ ટીમ અને બે સભ્યોની રાઇટિંગ ટીમે કરેલી મહેનત સ્પષ્ટ દેખાય છે. ફિલ્મ સ્પષ્ટ સંદેશ આપવામાં સફળ રહી છે. ફિલ્મ ક્યાંક ક્યાંક તમને એ સમયના સામાજિક-રાજકીય પાસાંની જાણકારી પણ આપતી લાગશે.એટલું જ નહિ, ધુલિયાએ ફિલ્મમાં સત્યતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરી છે તથા રિસર્ચ કોસ્ટ્યૂમ, સેટ અને ભાષા (ફિલ્મમાં જાપાનના લોકો જાપાનીઝ ભાષામાં, બ્રિટિશર્સ ઇંગ્લિશમાં વાત કરી રહ્યા છે, જેમના માટે કોઈ ડબિંગ કરાયું નથી) વગેરેના બળે તેઓ સ્વતંત્રતા પહેલાંના માહોલને બરાબર રીતે રીક્રિએટ કરવામાં સફળ રહ્યા છે. જોકે ફિલ્મમાં તારીખ, આંકડા અને ફેક્ટ્સની ભરમાર છે અને અચાનક લીડ એક્ટરના કેટલાક સંબંધીઓ વચ્ચે કૂદી પડે છે, જેમની પોતાની એક અલગ કહાણી છે. ક્યાંક તો જાણકારીઓની એટલી ભરમાર છે કે જેની ફિલ્મમાં જરૂર નહોતી. આ મૂવીને ક્રિટિક્સ 5માંથી 3 સ્ટાર આપી રહ્યા છે.",2 "આ ફિલ્મમાં સમાજ સામે બંડ પોકારતી ચાર મહિલાઓને જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની સરખામણી બેકગ્રાઉન્ડમાં થતી આતશબાજી સાથે કરવામાં આવી છે. ડિરેક્ટર અલંક્રિતા શ્રીવાસ્તવે દીવાળીનો બેક ડ્રોપ લઈને દર્શકોને સમજાવવાની કોશિશ કરી છે કે સ્ત્રીનું જીવન ભલે આગના તણખાની જેમ હવામાં રાખ થઈ જતુ હોય પરંતુ તે ધમાકો કરતુ જાય છે.ફિલ્મ ઘણી સારી લખાઈ છે. ઝેબુન્નિસા બંગાશ અને અનવિતા દત્તે લખેલા ગીત લે લી જાનની એક કડી કહે છે, “12 ટકે કી વ્યાજ પે, હસ્સી હે ઉધાર કી…” સ્ત્રીઓની સ્વતંત્રતા બીજાની હાથમાં કેવી બંધ છે તે વાત આ ફિલ્મ ઘણી અસરકારકતાથી રજૂ કરી શકે છે. આ ફિલ્મથી સ્ત્રીઓનું જીવન તો નહિં બદલાઈ જાય પણ આ લિપસ્ટિકના થોડા શેડ તેમના જીવનમાં પણ ઉમેરાશે.દરેક સ્ત્રીએ ચોક્કસ જોવા જેવી આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 4 સ્ટાર્સ.",2 સ્પાઈડરમેન તરીકે ટોમ હોલેન્ડે ખૂબ જ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. હિન્દીમાં ટાઈગર શ્રોફનું ડબિંગ પણ ઘણુ સારુ છે. ઇન્ડિયન ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કેટલાંક ટ્વિસ્ટ પણ ઉમેરવામાં આવ્યા છે. ટોમની કેટલીક હરકતો અને ભોળપણ તમારુ દિલ જીતી લેશે. ખાસ કરીને બાળકોને ફિલ્મ જોવાની મજા આવશે.બાળકોને આ ફિલ્મમાં ખાસ મજા એટલે આવશે કારણ કે આ ફિલ્મમાં તેમના ફેવરિટ સ્પાઈડરમેન ઉપરાંત બીજા અવેન્જર્સ પણ છે. ફિલ્મમાં થ્રીડી ટેક્નોલોજીનો સારો ઉપયોગ કર્યો છે અને મોટા પરદા પર આ ફિલ્મ જોવાની ઘણી મજા આવે એવી છે.બોલિવુડમાં હજુ સુધી ખાસ થ્રીડી ફિલ્મ્સ બની નથી એટલે ભારતીય દર્શકોએ થ્રીડી મૂવીઝ માટે હોલિવુડ પર જ મદાર બાંધવો પડે છે. આવામાં આ ફિલ્મ થ્રીડીમાં ખૂબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવી છે. મોટા પડદે આ ફિલ્મ થ્રીડીમાં જોવાની ખૂબ જ મજા આવશે. આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે આ પહેલા અવેન્જર્સની આવનારી ફિલ્મમાં તમને સ્પાઈડરમેનની ઝલક જોવા મળી શકે છે.આ પિક્ચરમાં યુઝ થયેલી અફલાતૂન ટેક્નોલોજી અને થ્રીડી ઈફેક્ટ્સ માટે ફિલ્મને અમારા તરફથી 3.5 સ્ટાર્સ.,2 "શ્રીદેવીએ સાબિત કર્યું છે કે કેમ તે સિનેમાં આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. તેણે પોતાના રોલને અત્યંત નિષ્ઠાથી ભજવ્યો છે. આ ફિલ્મ તમને ઈમોશનલ કરી દેશે. આ સિવાય પાકિસ્તાની એક્ટર અદનાન જેણે ફિલ્મમાં પિતાનો રોલ ભજવ્યો છે, તેણે પણ શ્રીદેવીના કેરેક્ટરને સપોર્ટ કર્યો છે. નવાઝુદ્દીનના વન લાઈનર્સ અને અક્ષયની એક્ટિંગ પણ પ્રશંસનીય છે.મ્યુઝિકની વાત કરીએ તો એ.આર.રહમાનનો બેકગ્રાઉન્ડ સ્કોર જોરદાર છે. એના ગોસ્વામીના કેમેરાએ પણ કમાલ કરી છે.અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર્સ. ",2 જ્યારે કોઈ વ્યક્તિ ક્રિકેટની અંતરાત્મા હોય અને દેશના બધા જ લોકોનો સામૂહિક અવાજ હોય ત્યારે આવા વ્યક્તિ પર ફિલ્મ બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે. જેમ્સ અસ્કિર્ને બનાવેલી આ ફિલ્મમાં સચિનને મૂર્તિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એક એવી સ્ટોરી કહે છે જેમાં અસ્વાભાવિક ભક્તિ અને બનાવટી શ્રદ્ધા છલકાઈને દેખાય છે.સચિન તેન્ડુલકરની સિદ્ધિઓ એટલી વધારે છે કે તેને એક ફિલ્મમાં દર્શાવવી શક્ય જ નથી. નિંદા કરનાર એ વાત પણ કહી શકે કે આ બધા જ ફૂટેજ યુટ્યુબ પર અવેલેબલ છે તો પછી થિયેટરમાં ફિલ્મ જોવાની શું જરૂર છે? જો કે જે લોકો માટે સચિન એક ઇમોશન છે તેમના માટે આ ફૂટેજને મોટા પડદા પર એક સાથે સર્ચ બટન દબાવ્યા વિના જોવાનો અનુભવ જ કંઈ ઓર છે.આ ફિલ્મમાં ઝટકો આપનારી પણ એક બાબત છે. ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેન્ડુલકર સાથે જોડાયેલા બધા જ વિવાદોને આ ફિલ્મમાં ચમક-દમક સાથે દર્શાવવામાં આવ્યા છે. સચિનના ડાઈ-હાર્ડ ફેન્સ તેમના ભગવાનમાં કોઈ ખામી છે તે સ્વીકારી નથી શકતા. એટલે જ આ ફિલ્મમાં ખાસ ચાન્સ નથી લીધો. કેટલીક મહત્વની મેચમાં સચિનના ખરાબ પરફોર્મન્સ કે પોતાના સિનિયર ક્રિકેટર્સના અસભ્ય વર્તન પર કોઈ કોમેન્ટ ન કરવી જેવી નાની-મોટી વાતને ઉપર ઉપરથી દર્શાવવામાં આવી છે.આ ફિલ્મ સચિનના ચાહકોને ચોક્કસ ગમશે. અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર.,2 "બોક્સ ઓફિસમાં ગુજરાતી ફિલ્મોના એક મહિનાના લાંબા અંતરાળ બાદ ‘કરશનદાસ પે એન્ડ યુઝ’ નામની ફિલ્મ આવી રહી છે. જેનો લાભ ચોકક્સ આ ફિલ્મને મળશે. લવ સ્ટોરીને સાથે આ ફિલ્મ સમાજના દરેક વર્ગના લોકોને એકબીજા સાથે સદ્ભાવ અને એક બીજાનું સન્માન કરવાનો એક પોઝિટિવ મેસેજ આપે છે. સારી વાત એ છે કે ફિલ્મમાં મેસેજની સાથે વાર્તાને પણ મહત્વ આપવામાં આવ્યું છે.છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અર્બન ફિલ્મો માટે પ્રયત્નો કરી રહી છે. ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મ અર્બન અને રૂરલ બંને ભાગોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સારી વાર્તા, પાત્રો, ડાયલોગ્સ સાથે મસ્તી અને મજાક પણ જોવા મળશે.આ ફિલ્મમાં સંગીત પણ સારું છે, સિનેમેટોગ્રાફી અદ્ભૂત અને તમામ કલાકારો સ્પેશિયલી દીક્ષા જોશી અને મયુર ચૌહાણનું પરફોર્મન્સ ખુબ જ ધારદાર છે. આ પહેલા મયુર ચૌહાણને તમે ‘છેલ્લો દિવસ’ ફિલ્મમાં નરીયાના પાત્રમાં જોયો હશે. તેની પહેલી ફિલ્મથી લઈ આ ફિલ્મ સુધીની એક્ટિંગમાં પુખ્તતા જોવા મળી રહી છે. તિલોકના પાત્રને મયુરે ખુબ સુંદર રીતે પડદા પર રજૂ કર્યું છે. બીજી તરફ જયા જે છેલ્લે ‘શુભારંભ’ ફિલ્મમાં કલરફૂલ પાત્રમાંથી એક સામાન્ય વર્ગની યુવતી જયાના પાત્રમાં તેનો અભિનય ચોંકાવી દે તેવો છે.‘કરસનદાસ પે એન્ડ યુઝ’ એવી ગુજરાતી ફિલ્મ છે જે તમને શરૂઆતથી જ સમગ્ર ફિલ્મ દરમિયાન તમારા ચહેરા પર સ્માઈલ લાવી દેશે. દીક્ષા અને મયુર વચ્ચેના રોમેન્ટિક મોમેન્ટ, ફની વન લાઈનર, તિલોક અને સુંદર વચ્ચેનો ભાઈ પ્રેમ અને એક બીજાની મદદ માટે ગમે તેવી સ્થિતિમાં સાથે ઊભા રહેતા મિત્રો.‘કરસનદાસ પે એન્ડ યુઝ’ તે બાબતને ફરી એક વખત પુરવાર કરી છે કે જો ફિલ્મમાં મજબૂત વાર્તા હોય અને સારી રીતે બનાવવામાં આવી હોય તો તે ફિલ્મને કોઈ ડર નથી. એક ગુજરાતી ફિલ્મ હોવાને કારણે દરેક પ્રકારના દર્શકોને આ ફિલ્મ કનેક્ટ કરી શકશે. છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ખૂબ ધીમી ચાલી રહી છે જેને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફરી એક વખત ગતી આપવાનું કામ કરશે.આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી 5માંથી 4 સ્ટાર આપવામાં આવ્યા છે.",2 આ ફિલ્મ દરેકને સ્પર્શતો અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દો લઈને આવી છે. આ ફિલ્મનું હાર્દ એ છે કે ભાષા કેવી રીતે આપણા સમાજના ભાગલા પાડી રહી છે. અંગ્રેજી બોલતા લોકોને ઇન્ડિયામાં હાઈફાઈ માનવામાં આવે છે જ્યારે હિન્દી બોલનારા ભલે ગમે તેટલા પૈસાદાર કેમ ન હોય તેમને નીચા દેખાડવામાં આવે છે અથવા તો તેમને દાદ નથી આપવામાં આવતી. હિન્દી મીડિયમ દરેક પાસામાં ઑડિયન્સની અપેક્ષા પર ખરી ઉતરે છે. ફિલ્મની સ્ટોરી ઘણી સારી રીતે લખાઈ છે. કોમેડીની વાત કરીએ તો કલાકારોનું ટાઈમિંગ દર્શકોને પેટ પકડીને હસાવશે.આ ફિલ્મની ખાસિયત એ છે કે તેની કોમેડી ફિલ્મની કથાવસ્તુથી ઑડિયન્સને ક્યારેય દૂર નથી લઈ જતી. ઇરફાનનું પરફોર્મન્સ કાબિલ-એ-તારીફ છે. તેના સાવ સીધા સાદા ઉછેર અને તેના આધુનિક અવતાર વચ્ચે તેની કેવી ચક્કી પીસાઈ છે તે ખૂબ જ અસરકારક રીતે ફિલ્મમાં દર્શાવ્યું છે. એક ડોમિનેટિંગ પત્ની તરીકે સબાને સ્ક્રીન પર જોવાની મજા પડે છે. ડોબરિયાલે અમુક સીન્સમાં સુપર્બ પરફોર્મન્સ આપ્યું છે. કેટલાંક સીનમાં તો તે તમારી આંખો ભીની કરાવી દેશે.ફિલ્મનો સેકન્ડ હાફ ઓવર ડ્રામેટિક છે. પ્લોટમાં પણ દિગ્દર્શકે થોડી છૂટ લીધી હોય તેવું લાગે છે. તેનો ક્લાઈમેક્સ થોડો લાંબો અને પ્રેડિક્ટેબલ છે. પરંતુ અંતમાં ફિલ્મે જે મુદ્દો ઉઠાવ્યો છે તેના પર ફિલ્મ ખરી ઊતરે છે અને તે આપણા શિક્ષણ વ્યવસ્થાના છીંડા ઊઘાડા પાડી દે છે. ચીલાચાલુ બોલિવુડ ફિલ્મથી સાવ અલગ છે આ ફિલ્મ. આમ છતાંય આ ફિલ્મ જોવાની તમને બહુ મજા પડશે.અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર.,2 "સ્ટોરી સામાન્ય છે જેમાં અંતમાં બુરાઈની સામે ભલાઈની જીત થાય છે. જો કે ફિલ્મનું ક્લાઈમેક્સ થોડુ લાંબુ છે. ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઓછી થઈ શકતી હતી.જો કે આમાં દિમાગ દોડાવાવની જરુર નથી. બસ ફિલ્મને એન્જોય કરો. ફિલ્મના સીન્સ એટલા સુંદર છે કે તમે જોતા રહી જશો. પહેલા પાર્ટની લેગસીને આ ફિલ્મ પણ જાળવી રાખે છે. બાહુબલીના કેરેક્ટરને તાકાત અને હિંમતના સિમ્બોલ તરીકે બનાવવામાં આવ્યો છે.પ્રભાસે પિતા અને પુત્ર. બન્ને કેરેક્ટર ઘણી જ સારી રીતે પ્લે કર્યા છે. ખાસ વાત એ છે કે, જે સવાલ લોકોને 2 વર્ષોથી મુંઝવી રહ્યો હતો તેનો જવાબ આ પાર્ટમાં આખરે મળી જ જશે.ઈન્ડિયન સિનેમા લવર્સે રાજામૌલીને તેમના વિઝન માટે સેલ્યુટ કરવું જોઈએ. ફિલ્મમાં CGI અને VFXની મદદથી ક્રિએટ કરવામાં આવેલા સીન્સ તમને સીટ સાથે જકડી રાખશે. આ ઈમોશનલ રોલર-કોસ્ટર જેવી ફિલ્મમાં તમે કેદ થઈ જશો.દેવસેના અને અમરેન્દ્ર વચ્ચે રોમાન્સ ભવ્ય રીતે ફિલ્માવાવમાં આવ્યો છે. બાકીના પાત્રોનું પર્ફોમન્સ ધારણા પ્રમાણેનું જ રહ્યું છે. હોલિવૂડ એક્શન ડિરેક્ટર પીટર હિનની મહેનત પ્રભાસની એક્શનમાં જણાઈ આવશે અને તે ફિલ્મનો સૌથી મજબૂત પક્ષ છે.અમારા તરફથી ‘બાહુબલી 2’ને 5માંથી 4 સ્ટાર.",2 ડિરેક્ટર સુનિલ સિપ્પીએ મિડીયાના લોકોને ટિપિકલ ઝોલા અને જભ્ભામાં ન દર્શાવીને સ્ટિરિયોટાઈપ તોડ્યા છે. નૂરની દુનિયા સાથે તમે તરત જ જોડાઈ જશો. તેના ફ્રેન્ડ્સ પણ તમારા ફ્રેન્ડ્સ જેટલાં જ સિલી છે. 25 વર્ષની વયે કોઈપણ યુવાન જે જે સમસ્યાઓમાંથી પસાર થતું હોય તેને ખૂબ જ સરસ રીતે પરદા પર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં થોડા વધારે ડાઈલોગ્સ છે પણ ફિલ્મ ફની છે.આ ફિલ્મ આજની જનરેશનની નસ બરાબર પકડી જાણે છે. નૂરની સમસ્યાઓ સારી રીતે દર્શાવાઈ છે પરંતુ તેનો રસ્તો શોધવાની જર્ની થોડી ઢીલી પડે છે. અંતમાં ફિલ્મ થોડી ઢીલી પડે છે. પરંતુ નૂરની સ્ટોરી જ્યાં ઢીલી પડે છે ત્યાં સોનાક્ષી દમદાર એક્ટ્રેસ તરીકે ઊભરી આવે છે. સોનાક્ષીને સાત વર્ષની કારકિર્દીમાં આટલો સારો રોલ ક્યારેય ઑફર નથી થયો. આ ફિલ્મમાં ગિલને કારણે અનેક હળવી ક્ષણો ઊભી થાય છે તો બાઈ તરીકે સ્મિતા તાંબેનું પરફોર્મન્સ પણ વખાણવા લાયક છે. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3.5 સ્ટાર.,2 "આ સિરીઝની પાછળી ફિલ્મો જ્યાં પૉલની આસપાસ ફરતી હતી, ત્યારે આ ફિલ્મ શરુથી લઈને અંત સુધી વિન ડીઝલના રોલ પર જ ટકી રહી છે. વિન, ફિલ્મમાં એક સુપરહિરો તરીકે દેખાય છે. આ ફિલ્મમાં તેણે પોતાની દમદાર એન્ટ્રી નોંધાવી છે. એક્શન સીન્સ અને કારોની રેસના સીન્સ આ ફિલ્મના સૌથી મોટા યુએસપી છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની પહેલી મહિલા વિલન તરીકે શાર્લિઝ થેરનનું પર્ફોમન્સ પણ અદ્દભૂત છે. અન્ય કલાકારોમાં ડ્વેન જોનસન, ટાઈરિસ ગિબ્સન, નેથલી ઈમેનુઅલ અને મિશેલ રોડરિગ્રેઝ બધાએ પોતાના રોલમાં જીવ રેડી દીધો છે.ફિલ્મની છેલ્લી 50 મિનિટ જબરજસ્ત છે. ફિલ્મમાં શહેરની હજારો કારોને હેક કરવાના સીન ઉપરાંત ક્યૂબાના અલગ-અલગ સુંદર લોકેશનથી લઈને ન્યૂ યોર્ક અને આર્કટિક સમુદ્રના બરફથી ઢંકાયેલા મેદાનમાં ફિલ્મનો ક્લાઈમેક્સ ફિલ્માવાયો છે ,જે સિનેમામાં બેઠેલા દર્શકોની હાર્ટ બિટ્સ વધારી દે તેવો છે.આ સિરીઝની આ પહેલી એવી ફિલ્મ છે કે જેમાં પોલ વોકર ન તો દેખાયો છે કે ન તો આખી ફિલ્મમાં તેની મોતનો ક્યાંય ઉલ્લેખ કરાયો છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝની આ 8મી ફિલ્મ શરુ થઈ તે પહેલા જ નક્કી થઈ ગયું હતું કે, પોલ વોકરના ભાઈને ફિલ્મમાં નહીં લેવાય. આ સિરીઝની બધી ફિલ્મોએ દુનિયાભરમાં સફળતા સાથે કલેક્શનનો પણ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ફાસ્ટ એન્ડ ફ્યુરિયયસ 7 દુનિયાની પહેલી એવી ફિલ્મ હતી કે જેણે સૌથી ઓછા સમયમાં 100 કરોડ ડોલર કમાઈ લીધા હતા.",2 "શરૂઆતમાં આપણો જોલી નાના નાના ગુનાઓમાંથી ગુનેગારોને છોડાવવાનું કામ કરતો હોય છે. કોર્ટમાં દબંગ બનીને ફરતો જોલી ઘરે વ્હીસ્કી અને બ્રાન્ડેડ કપડાની શોખીન બેગમ પુષ્પા પાંડે (હુમા કુરેશી)ની મુઠ્ઠીમાં બંધ હસબન્ડ બની જાય છે. આ તો ફક્ત કેરેક્ટર બિલ્ડિંગ જ છે. મુખ્ય ડ્રામા તો કોર્ટમાં શરૂ થાય છે જે ઘણા અંશે વર્ષ 2013માં રીલીઝ થયેલી અરશદ વારસીની જોલી એલએલબીને મળતો આવે છે. આ ફિલ્મના લેખક-ડિરેક્ટર સુભાષ કપૂરે ઇન્ડિયાની લીગલ સિસ્ટમનો ઘણો ઊંડેથી અભ્યાસ કર્યો છે અને તેમને કોઈ નિષ્ણાંત વકીલ જેટલું જ કાયદાનું જ્ઞાન છે. ગયા વખતે હિટ એન્ડ રન કેસ લીધો હતો તો આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીરના ટેરરિસ્ટ સાથે ઓળખ બદલાઈ ગઈ હોવાનો કેસ સિલેક્ટ કર્યો છે. પ્લોટમાં દર્શકોને ખડખડાટ હસાવે તેવી અનેક ક્ષણો છે. ખાસ કરીને ફર્સ્ટ હાફ તો લોકોને પેટ પકડીને હસાવે તેવો છે. ફિલ્મમાં કોર્ટની સપ્રમાણ માત્રામાં એક્શન પણ છે જે જોવાની દર્શકોને મજા પડશે. કોર્ટની બહાર પોલીસ કેવી વિલન બની જાય છે તે સારી રીતે દર્શાવાયું છે. જોલીને ન્યાયની શોધમાં કાનપુર, લખનૌ અને મનાલીમાં ભટકતો જોવાની દર્શકોને મજા પડશે.ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી ધીમી પડી જાય છે. જોલી અને તેના હરીફ વકીલ પ્રમોદ માથુર (અનુ કપૂર) વચ્ચેની ચર્ચાઓમાં વધારે પડતી લીગલ ભાષાનો પ્રયોગ થયો છે. તેમની ચર્ચાઓ દર્શકોને નોલેજ આપે છે અને એન્ટરટેઈન પણ કરે છે પરંતુ આમાંથી થોડો ભાગ કાપી શકાયો હોત. અક્ષયનું પાત્ર કાચિંડાની જેમ રંગ બદલે છે. શરૂઆતમાં નાના ગુનેગારોને છોડાવતો ફરતો સ્માર્ટ લૉયર ગંભીર કેસ હેન્ડલ કરતો જૉલી એલએલબી બની જાય છે અને આ ટ્રાન્સફોર્મેશનને અક્ષયે ઘણી અસરકારક રીતે પરદા પર રજૂ કર્યું છે. હુમા અને અનુ કપૂરે પણ પોતાના પાત્રોને સારો ન્યાય આપ્યો છે. મજબૂત પ્લોટ અને દમદાર પરફોર્મન્સને કારણે ઓડિયન્સને આ ફિલ્મ જોવાની મજા પડશે.",2 "સલીમ-જાવેદની બ્લોકબસ્ટર ફિલ્મો યાદ છે જેમાં એક્શનની ભરમાર હોય, દરેક બીજા ડાયલોગ પર ગુંડો જોરદાર ડાયલોગ મારતો હોય અને ટેન્શન ઓછુ કરવા માટે હેલનનો (અહીં સની લિયોની) ડાન્સ હોય? જો તમે સીટી અને તાળી પાડતા પાડતા આવી ફિલ્મો જોઈ શકતા હોવ તો તમને રઈસ જરૂર ગમશે.ફિલ્મનો પ્રથમ હાફ ઘણો સરસ અને ઝડપી છે જેમાં રઈસ બૂટલેગર કેવી રીતે બન્યો તેની જર્ની દેખાડવામાં આવી છે. મજુમદારના વન-લાઈનર્સ અને મ્યુઝિક તથા સન્ની લિયોનીનું લૈલા મેં લૈલા દર્શકોને ચાર્જ કરી નાંખે છે. પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ રોબિન હુડ ઝોનમાં જતી રહે છે અને ગુંડાગર્દી કરતો હીરો અચાનક જ મસીહા બનવાનો પ્રયત્ન કરવા માંડે છે. અહીંથી ફિલ્મની પકડ ઢીલી પડે છે. વળી, ફિલ્મ જરૂર કરતા વધારે લાંબી છે. શાહરૂખ તેની સમગ્ર કારકિર્દીમાં આટલો સરસ પહેલા ક્યારેય નથી લાગ્યો. તેણે એન્ગ્રી યન્ગ મેનનો રોલ બખૂબી નિભાવ્યો છે અને પહેલી વાર તે હાથ ફેલાવીને રોમાન્સ કરવાને બદલે બીજાના હાથ પગ તોડતો જોવા મળે છે. ફિલ્મનો સમગ્ર દારોમદાર શાહરૂખ પર જ છે અને શાહરૂખે દર્શકોને હતાશ નથી કર્યા. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ શાહરૂખ સાથે ખભેથી ખભા મિલાવતું પરફોર્મન્સ આપ્યું છે. માહેરાની હાજરી માત્ર ગીતો પૂરતી સીમિત રહી ગઈ છે.તમને ફિલ્મ થોડી લાંબી લાગી શકે છે પરંતુ શાહરૂખનું દમદાર પરફોર્મન્સ જોવા માટે પોપકોર્ન ખાતા ખાતા આ ફિલ્મ જોવાની મજા પડશે.",2 "આ ફિલ્મની હાઈલાઈટ હૃતિકનું સુપર પરફોર્મન્સ છે. એક પ્રેમી તરીકે તે ભોળા પરંતુ એક કાતિલ તરીકે ખતરનાક વ્યક્તિનો રોલ હૃતિકે અસરકારક રીતે ભજવ્યો છે. બેશક, આ હૃતિકની લાઈફનું બેસ્ટ પરફોર્મન્સ છે. હૃતિકની પ્રેમિકા અને પત્ની તરીકે યામીએ પણ ઘણું સારું પરફોર્મન્સ ડીલીવર કર્યું છે. થ્રિલર ફિલ્મના શોખીનો અને હૃતિકના ફેન્સ માટે કાબિલ એ બેસ્ટ ટ્રીટ છે. ટેક્નિકલ દૃષ્ટિએ પણ ફિલ્મ ઘણી સરસ બની છે. સુદીપ ચેટ્ટર્જીનું કેમેરા વર્ક અને અને રેસુલ પૂકુટ્ટીનું સાઉન્ડ વર્ક ખરેખર વખાણવા લાયક છે. જો કે રાજેશ રોશનનું મ્યુઝિક, ખાસ કરીને વીતેલા વર્ષોના હિટ સોન્ગ્સ સારા ઝમાના અને દિલ ક્યા કરેનું નવું વર્ઝન થોડું નબળું પડે છે. પરંતુ ઓવરઓલ, હૃતિકની આ ફિલ્મ ખરેખર કાબિલ-એ-તારીફ છે.",2 "ઓકે જાનુ એ તામિલ ફિલ્મની રિમેક છે અને આથી જ તેનો સ્ક્રીનપ્લે ખૂબ મજબૂત છે. આ ઓરિજિનલ ફિલ્મની સીન-ફોર-સીન રિમેક છે. મ્યુઝિક પણ એ.આર રહેમાનનું જ છે પરંતુ ગુલઝારના બોલ નવા છે. આથી સાઉથની ફિલ્મ ઓકે કન્મની ગમી હશે તે લોકોને આ ફિલ્મથી નિરાશા નહિ થાય.આદિત્ય રોય કપૂર તેના પુરૂષમાં છૂપાયેલા બાળકના રોલમાં બરાબર જામે છે. શ્રધ્ધા કપૂરે પણ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ સાઉથની હિરોઈન નિત્યા મેનનો અભિનય વધુ પાવરફૂલ હતો તેવું જણાય છે. ગોપી અંકલના રોલમાં નસીરૂદ્દીન શાહ અને ચારૂ આન્ટીના રોલમાં લીલા સેમ્સને પણ પાત્રને ન્યાય કર્યો છે. આ બંને પીઢ કલાકારો ફિલ્મમાં મેચ્યોરિટી ઉમેરે છે. જો કે યુવાનોના કમિટમેન્ટ ફોબિયા પર અનેક ફિલ્મો બની ગઈ છે આથી આ ફિલ્મનો ટોપિક ફ્રેશ ન લાગે તેવું બની શકે. પરંતુ તો પણ તમે થિયેટરની બહાર એક હેપ્પી ફિલીંગ સાથે આવશો એ વાતની ગેરન્ટી છે.",2 "વાર્તાની દ્રષ્ટિએ દંગલમાં સરપ્રાઈઝ એલિમેન્ટ ઓછું છે કારણ કે ગીતા અને બબિતાએ કોમનવેલ્થ ગેમ્સ અને એ પછીની ચેમ્પિયનશીપ્સમાં વિજય મેળવ્યો તે સૌને ખબર છે. પરંતુ તેમની આ યાત્રાને જે રીતે સ્ક્રીન પર કંડારવામાં આવી છે તે અદ્ભુત છે, જોવા લાયક છે. વાર્તામાં દરેક મુશ્કેલીઓ સામે લડીને પણ પોતાની બે દીકરીઓને વર્લ્ડ ક્લાસ રેસલર બનાવવા ઝઝૂમતા પિતાની લાગણીઓ સુંદર રીતે ઝીલાઈ છે. ફોગટ પરિવારે રેસલિંગ ક્ષેત્રે ઐતિહાસિક વિજય મેળવીને વિશ્વભરમાં ત્રિરંગો ઊંચો લહેરાવ્યો છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ ફિલ્મ સ્ત્રીઓને કુશ્તીને એક સ્પોર્ટ્સ તરીકે ગંભીરતાથી લેવા વિચારતી કરી મૂકશે.આ ફિલ્મ ખૂબ સરસ રીતે લખાઈ છે. ફિલ્મમાં હ્યુમર છે, હસી મજાક છે પરંતુ પિતા-પુત્રીઓ વચ્ચેની લાગણીશીલ ક્ષણો પણ આબાદ ઝડપાઈ છે. હરિયાણવી બોલીને કારણે અમુક ડાયલોગ્સ સમજવામાં થોડી મુશ્કેલી પડશે. જોકે ભારતીયોનો પુત્રમોહ, દીકરા-દીકરીઓના ઉછેરમાં ભેદભાવ વગેરે બાબતો ઘણી અસરકારક રીતે ફિલ્મમાં દર્શાવાઈ છે. રેસલિંગ ટૂર્નામેન્ટ્સ એટલી રસપ્રદ રીતે દર્શાવવામાં આવી છે કે ભલે દર્શકોને ખબર હોય કે ગીતા-બબિતા જીતી ગયા હતા તો પણ તે ઘડીક ભર તો દર્શકોના શ્વાસ અધ્ધર કરી જ દેશે. દંગલનું સૌથી મજબૂત પાસુ છે તમામ કલાકારોના પરફોર્મન્સીસ. મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાને વૃધ્ધ પિતાની ભૂમિકા ભજવવા 22 કિલો વજન વધાર્યું છે. માથે ધોળાવાળ વાળા આમિરે જિદ્દી પિતાની ભૂમિકામાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. તેની ઉંમરના બીજા કલાકારોની જેમ એકના એક રોલ કરવાના બદલે આમિર સતત કંઈ નવું કરતો રહે છે તેના માટે તેને કોમ્પ્લિમેન્ટ્સ આપવા જ રહ્યા. તેની પત્ની તરીકે સાક્ષીએ પણ દમદાર અભિનય કર્યો છે. ફાતિમા અને સાન્યા આ વર્ષના બેસ્ટ ડેબ્યુટન્ટ્સનો એવોર્ડ લઈ જશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.સંગીતકાર પ્રિતમ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ ફિલ્મ જોતા રૂંવાડા ઊભા થઈ જાય તેવું સંગીત આપ્યું છે. રોમેન્ટિક ટ્રેક ગિલેહરિયાં અને હરિયાણવી હિપહોપ હાનિકારક બાપુ અને ધક્કડ ફિલ્મની વાર્તામાં એકદમ ફિટ બેસે છે. નોટબંધી છોડો, દંગલની ટિકીટ બુક કરાવો.",2 "નેહાનો અભિનય પ્રશંસાને પાત્ર છે, તેણે સ્ક્રીન પર પોતાના પાત્રને જીવંત કરી બતાવ્યું છે. ખાસ કરીને ઇમોશનલ સીન્સમાં નેહાએ ઉમદા અભિનય કર્યો છે. અમર અને શેખરનાં પાત્રોમાં આશિમ ગુલાટી અને આદિત્ય સીલે પણ ઠીકઠાક એક્ટિંગ કરી છે. ઘણા સીન્સમાં આદિત્યની સામે આશિમ નબળો જણાય છે. પિતાના રોલમાં કંવલજિતે તેમના પાત્રમાં જીવ રેડી દીધો છે.એવું લાગે છે કે, અનુભવે સ્ટોરી કે સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવાને બદલે સંપૂર્ણ ધ્યાન પોતાની ફિલ્મમાં વધુ ગીતો મૂકવામાં લગાવ્યું છે. જો ગીતોની વાત કરીએ તો ફિલ્મ શરૂ થવાની ત્રણ-ચાર મિનિટ બાદથી જ ગીતોનો ક્રમ શરૂ થઈ જાય છે. સ્કોટલેન્ડનાં લોકેશન અને સિનેમેટોગ્રાફી બેજોડ છે, પરંતુ સ્ટોરીને વધુ પડતી ખેંચવામાં આવી છે. ફિલ્મમાં પાકિસ્તાની યુવક સાથે લવ એંગલને કેમ જોડવામાં આવ્યો તો સમજની બહાર છે. ઇન્ટરવલ બાદ પણ સ્ટોરી લાંબી ખેંચવામાં આવી છે. જો અનુભવે ફિલ્મના એડિટિંગના સમયે દસ-12 મિનિટની ફિલ્મ પર પોતાની પોતાના તરફથી કાતર ફેરવી હોત તો દર્શકોને ફિલ્મ પકડી રાખત.ફિલ્મનું મ્યુઝિક આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે, પરંતુ ‘તુમ બિન’ પાર્ટ વન સાથે તેની સરખામણી ન થઈ શકે. જોકે તમને જગજિત સિંહની ગઝલ ‘તેરી ફરિયાદ’ સાંભળવા મળશે.જો તમે સાફસુથરી મ્યુઝિકલ લવ સ્ટોરી સ્ક્રીન પર જોવા માગતા હોવ તો આ ફિલ્મને જોઈ શકો છો. નેહા શર્માના ઉમદા અભિનય અને સુંદર લોકેશન્સ ફિલ્મ જોવાનું વધુ એક કારણ હોઈ શકે છે.",2 "જો ડાયરેક્ટર તરીકે કરણ જોહરની વાત કરીએ તો સ્ટૂડન્ટ ઓફ ધ યરના લગભગ ચાર વર્ષ પછી ફરી એકવખત તેમણે ડાયરેક્શનની કમાન સંભાળી છે. મ્યૂઝિકલ અને ઈમોશનલ સીન્સના ફિલ્માંકનમાં કરણની ગજબ માસ્ટરી છે. ઈન્ટરવલ પહેલા તેમણે ફિલ્મમાં મોજ-મસ્તીનો એવો મસાલો રાખ્યો જે યંગસ્ટર્સની પરીક્ષામાં સો ટકા પાસ થાય છે, તો ઈન્ટરવલ પછી કરણે ઈમોશન તડકો લગાવ્યો છે, સ્ક્રિપ્ટની ડિમાન્ડ મુજબ કરણે ફિલ્મનું શૂટિંગ લંડન, પેરિસ, ઓસ્ટ્રિયામાં પણ કર્યું. ઈન્ટરવલ પછી ફિલ્મની ઝડપ થોડી ઓછી થઈ જાય છે, પરંતુ કરણે કર્ણપ્રીય મ્યૂઝિક અને સુંદર લોકેશનનો સહારો લઈ ફિલ્મને ક્યાંય નબળી પડવા દીધી નથી.રિલીઝ થયા પહેલા જ આ ફિલ્મના ઘણા ગીતો મ્યૂઝિક ચાર્ટમાં ટોપ ફાઈવમાં સામેલ થઈ ચૂક્યા છે, કરણે આ ગીતોને પૂરી ભવ્યતાથી એવી રીતે ફિલ્માવ્યા છે, જે યંગસ્ટરને આકર્ષે છે. બુલયા, બ્રેકઅપ અને ટાઈટલ સોંગ એ દિલ હૈ મુશ્કિલ પહેલાથી યંગસ્ટર્સને પસંદ આવી ચૂક્યા છે. તો કરણે ફિલ્મમાં 70-80ના દાયકાના ઘણા સુપરહિટ ગીતોને પણ ફિલ્મમાં પોતાના અંદાજમાં ફિલ્માવ્યા છે.જો તમે રણબીર કપૂર અને અનુષ્કાના ફેન છો તો તમારા પસંદગીના આ બંને સ્ટાર્સના જોરદાર પરફોર્મન્સને જોવાઅને કર્ણપ્રીય સંગીનો આનંદ લેવા માટે ફિલ્મ જોઈ શકાય. ઘણા સુંદર વિદેશી લોકેશન અને કર્ણપ્રીય સંગીત આ ફિલ્મની વધુ એક યુએસપી છે. નોંધ: ફિલ્મ ક્રિટિક્સ આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર આપે છે. ",2 "ડાયરેક્ટર નીરજ પાંડે પોતાની આ મેગા બજેટ ફિલ્મમાં લીડ રોલ માટે સુશાંત સિંહ રાજપૂતના નામની પસંદગી કરી તો આ નિર્ણયથી પ્રોડક્શન કંપની સહમત ન હતી. નીરજે સુશાંતના સિલેક્શન પહેલા તેની કોઈ પણ ફિલ્મ જોઈ ન હતી. સુશાંતના કેટલાક ફોટોગ્રાફ જોયા બાદ તેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. સુશાંતે ધોનીનું પાત્ર ભજવવા માટે કમ્પલીટ હોમ વર્ક કર્યું, રોજ કલાકો સુધી મેહનત કરી, માહીના ક્રિકેટ રમવાની સ્ટાઈલ શીખી. જેના કારણે સ્ટાર્ટ ટુ એન્ડ ફિલ્મમાં સુશાંત સિંહ છવાયેલો રહે છે. અનુપમ ખેરે ફરી એક વખત સાબિત કરતાં ખુબ સાર એક્ટિંગ કરી ધોનીના પિતાનું પાત્ર જીવંત બનાવી દીધું છે. અન્ય કલાકારોમાં પ્રિયંકાના રોલ માં દિશા પટની અને ધોનીની પ્રેમિકા અને વાઈફના પાત્રમાં કિયારા અડવાણી જામી ગઈ છે. સ્કૂલમાં માહીના કોચ તરીકે રાજેશ શર્માનો એક્ટિંગ બાબતે જવાબ નથી, ધોનીની બહેનના રોલમાં ભૂમિકા ચાવલાએ પૂરતો ન્યાય આપ્યો છે.નીરજે ખુબ જ સારી રીતે બાયોપિક બનાવી છે, જેને તમે પૂરી ફેમિલી સાથે થિયેટરમાં જોવા જઈ શકો છો. નીરજે ધોનીની લાઈફની કેટલીક એવી બાબતોને પણ વિસ્તારથી દેખાડી છે જે ધોનીના ફેન નથી જાણતા. આ જ કારણ છે કે ફિલ્મની લંબાઈ 3 કલાકથી વધુ છે. ફિલ્મમાં ધોનીની રેલવે સર્વિસ દરમિયાનની જર્ની અને ગીતોને એક અંતરા સાથે શૂટ કરવામાં આવ્યા હોત તો 30 મીનીટ લંબાઈ ઘટાડી શકાઈ હોત. ફિલ્મ રીયલ લોકેશન પર શૂટ કરવામાં આવી છે. કમ્પલીટ હોમવર્ક પછી જ ફિલ્મ શરૂ કરવામાં આવી છે. ધોનીના મુખ્ય પાત્રની સાથે તમામ કલાકારોને પૂરતી ફુટેજ આપવામાં આવી છે. સંગીતઃ ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મના ગીતો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની સ્ટોરીને આગળ વધારવા માટે સહાયક બને છે, પરંતુ ફિલ્મમાં ગીતો ફિલ્મની સ્પીડને ધીમી કરે છે.જો તમે ધોનીના પાક્કા ફેન હોવ તો આ ફિલ્મ મિસ ન કરવી જોઈએ. ફિલ્મની લંબાઈ 3 કલાક સિનેમા હોલામાં તમારી પરીક્ષા લઈ શકે છે. ધોનીની લાઈફની અન્ય અજાણી બાબતો જાણવી હોય તો આ ફિલ્મ જોવી. અને હાં સુશાંત સિંહ રાજપૂતની ખૂબ જ સારી એક્ટિંગ, કેમેરાવર્ક અને લોકેશન જોવા માટે પણ આ ફિલ્મ જોઈ શકાય. આ ફિલ્મને ક્રિટિક્સ પાંચ માંથી સાડા ત્રણ સ્ટાર આપે છે.",2 "એક્ટિંગઃ અલીના પાત્રમાં એકવાર ફરી નવાઝુદ્દીને સારી એક્ટિંગ કરી છે. તેની માસીના રોલમાં સીમા વિશ્વાસ દર્શકો પર છાપ છોડવામાં સફળ રહી છે તો મકસુદના રોલમાં અરબાઝ જામે છે. ડેન્જરભાઈના રોલમાં નિકિતન પરફેક્ટ છે. જોકે એવું લાગે છે કે એમી જેક્સનને માત્ર હીરોઇનની ગેરહાજરી પૂરવા માટે લેવાઈ છે. સ્ટોરીના અંતમાં દેખાતો જેકી શ્રોફ ક્લાઇમેક્સને વધુ દમદાર બનાવે છે. ડિરેક્શનઃ ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી સિમ્પલ અને સીધીસાદી છે. સોહેલે ફિલ્મની શરૂઆત ખૂબ રસપ્રદ અંદાજમાં કરી છે. એક બાદ એક ઘણા પંચ તમને હસાવશે, પરંતુ આ સરળ શરૂઆત બાદ સોહેલ ગોલ્ફના મેદાનમાં જઈને એવો ગૂંચવાય છે કે, ઇન્ટરવલ બાદ ફિલ્મ લાંબી ખેંચાવા લાગે છે. અલી અને અરબાઝ વચ્ચે વન લાઇનર પંચ દિલચસ્પ છે.મ્યુઝિકઃ ફિલ્મનાં ગીત લગભગ બે કલાકની આ ફિલ્મની સ્પીડ રોકવાનું કામ કરી રહ્યાં છે. કેમ જોવી જોઈએઃ જો નવાઝુદ્દીન સિદ્દીકીના ફેન હોવ તો ફ્રીકી અલીને મળવા જઈ શકાય. અપસેટ નહિ થાવ.",2 "જો તમે બ્રેટ લીની બોલિંગના ફેન છો તો કદાચ એક્ટિંગના ફેન પણ થઈ શકો છો. તેણે પોતાના પાત્રને અદ્દભુત રીતે ભજવ્યું છે કે ફેન્સ સરપ્રાઈઝ રહી જશે. તનિષ્ઠા ચેટર્જી પણ મીરાના રોલમાં જામે છે. સુપ્રિયા પાઠક અને અર્કો ઘોષ પોતાના રોલમાં ફિટ છે.અનુપમા શર્માની તારીફ કરવી પડે. તેમણે એક સિંપલ લવ સ્ટોરીને અલગ અંદાજમાં રજુ કરી છે જેનાથી તે બોરિંગ ના લાગે. પણ ફિલ્મનો ક્લાઈમેક્સ અત્યંત વીક છે, જે આ પહેલા કેટલીય ફિલ્મોમાં જોવા મળ્યો છે. કેમ જોવી?- બ્રેટ લીના ફેન છો તો ચોક્કસ જોવી. વાર્તામા નવું કંઈ જ નથી પણ તમને બોર પણ નહી કરે. આ ફિલ્મને 5માંથી 2.5 સ્ટાર્સ આપી શકાય.",2 "અક્ષય કુમારે ફરી એક વાર સાબિત કર્યુ છે કે તેમનામાં દરેક પાત્ર ભજવવની જોરદાર ક્ષમતા છે. નેવી કમાન્ડરના ડ્રેસમાં અક્ષય સ્ક્રીન પર અદ્દભુત લાગે છે. પોલીસ કસ્ટડી અને કોર્ટના શરુઆતના સીન્સમાં અક્ષયનું મૌન જોવા લાયક છે. ઈશા ગુપ્તાએ પોતાના પાત્ર માટે જોરદાર હોમવર્ક કર્યુ છે, જે સ્ક્રીન પર દેખાઈ આવે છે. ઈલિયાના ઠીકઠાક લાગી. વકીલના રોલમાં સચિન ખેડેકર ખુબ જામે છે. ડિરેક્શન– ટીનુ દેસાઈએ બહુચર્ચિત નાણાવટી કેસને ધ્યાનમાં રાખીને લખેલી સ્ક્રીપ્ટને દમદાર અંદાજમાં રજુ કરી છે. ટીનુને એક સશક્ત સ્ક્રિપ્ટ મળી અને તેણે આ મર્ડર મિસ્ટ્રીને એવી રીતે મુકી કે દર્શકો વાર્તા અને પાત્રો સાથે જોડાઈ જાય છે. શરુઆતની 15 મિનીટ ફિલ્મ ધીમી લાગે, પણ ઈન્ટરવલ પછી તો તમે ચોક્કસ બંધાઈ જ જશો. ટીનુએ દરેક એક્ટરને પાત્ર પ્રમાણે જરુરી ફુટેજ આપી અને અક્ષય કુમાર પાસે ફરી એક વાર બેસ્ટ પર્ફોમન્સ કરાવવામાં સફળ રહ્યા.સંગીત– ફિલ્મનું સંગીત તે સમય પ્રમાણે તૈયાર કરવામાં આવ્યુ છે. રિલીઝ પહેલાં જ તેરે સંગ યાર અને જબ તુમ હોતે હો ગીતો હિટ થયા હતા. આ ગીતોને ફિલ્મનો ભાગ બનાવવાનો સારો પ્રયત્ન કર્યો છે. કેમ જોવી?– જો તમે અક્ષય કુમારના ફેન છો અને તમારા ફેવરિટ સ્ટારને દમદાર નવા લુક સાથે પાવરફુલ પાત્રમાં જોવા માંગો છો, તો જરુર થિએટરમાં જાઓ. કોર્ટના સીન્સ પણ ફિલ્મના પ્લસ પોઈન્ટ છે.",2 "એવું બની શકે કે કામત અને અને ઈરફાનની આ ફિલ્મ શરુઆતમાં બૉક્સ ઑફિસ પર દર્શકોની ભીડના ભેગી કરી શકે, પણ માઉથ પબ્લિસિટીથી ફિલ્મ પોતાનો ખર્ચો તો નીકાળશે જ, સાથે સાથે સારો એવો નફો પણ કમાઈ શકશે. કામતનો આ મદારી કોમન મેન અને કરપ્ટ સરકાર વચ્ચેના સંઘર્ષોને રજુ કરવાનું એક માધ્યમ છે.ડિરેક્શન: કામતની પાછલી ફિલ્મ રૉકી હેન્ડસમને દર્શકો અને નિષ્ણાંતોએ નકારી કાઢી, પરંતુ આ વખતે કામતે પોતાની હિટ ફિલ્મ દ્રશ્યમના બેસ પર આ ફિલ્મને રજુ કરી છે. આ વખતે કામતનું ડિરેક્શન પહેલાં કરતાં સારુ લાગ્યુ, પરંતુ સ્ટોરીની સ્પીડ પર તે કંટ્રોલ ના કરી શક્યા અને સવા બે કલાકની આ ફિલ્મ લાંબી લાગે છે, પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પર કામત માટે આ કરવું જરુરી હતુ. કામતે દરેક પાત્રને બહાર આવવાનો મોકો આપ્યો છે અને વાર્તાની ડિમાન્ડ પ્રમાણે પહાડોથી લઈને રણપ્રદેશ સુધી બધાં યોગ્ય લોકેશન સિલેક્ટ કર્યા છે.એક્ટિંગ: આ ફિલ્મમાં ઈરફાન ખાનનું પાત્ર અને એક્ટિંગ થોડા વર્ષો પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ વેડનસડે ના લીડ અભિનેતા નરીરુદ્દીન શાહના પાત્રની યાદ અપાવે છે. ઈરફાનની હાજરી વાળો દરેક સીન ફિલ્મનો ખાસ સીન જણાય છે. ઈરફાને નિર્મલ કુમારના પાત્રને પોતાના જીવંત અભિનય સાથે પોતાની ડાયલૉગ ડિલીવરી જીવંત કરી બતાવ્યું છે. પોલીસ ઑફિસર એન.વર્માના પાત્રમાં જિમ્મી શેરગિલ ખૂબ જામે છે. તારીફ તો વિશેષ બંસલની પણ કરવી જ રહી, જેમણે ઈરફાન જેવા શ્રેષ્ઠ એક્ટર સામે પાતાના અભિનયના દમ પર ખાસ હાજરીનો અનુભવ કરાવ્યો.સંગીત: વિશાલ ભારદ્રાજ અને સની ઈન્દર બાવરાનું સંગીત વાર્તાની ડિમાન્ડ પ્રમાણે છે. આમ પણ મોટેભાગે થ્રિલર ફિલ્મ્સમાં ગીતો વાર્તાને નબળી કરી દે છે, પરંતુ ફિલ્મમાં વારંવાર મુકવામાં આવેલું ગીત ડમ ડમા ડમ એવી રીતે રજુ કરવામાં આવ્યું છે કે તે બંધબેસી જાય છે. કેમ જોવી આ ફિલ્મ? : જો તમે ઈરફાન ખાનના ફેન છો તો પોતાના ફેવરિટ એક્ટરની અદ્દભુત એક્ટિંગ માટે જરુર જુઓ. ફિલ્મમાં એક મેસેજ આપવામાં આવ્યો છે જે આજકાલ ઘણો ઉપયોગી એવો છે. જો તમે આ વિકેન્ડ પર આખી ફેમિલી સાથે એક સાફ-સુથરી અને સારી ફિલ્મ જોવા માંગો છો તો મદારી તમારા માટે છે. મદારી જેવી ફિલ્મને ટેક્સ ફ્રી કરવી જોઈએ.",2 "આ પહેલી ફિલ્મ છે જેમાં સલમાન ખાન શર્ટ ઉતારે છે અને તેના સહિત બધા કાંપે છે. ફીટ બની રહેલા, દુઃખી, મધ્યમ વયના અને વધેલા પેટવાળા વ્યક્તિ સુલ્તાનના પાત્રમાં સલમાનનો જુસ્સા અને નાખુશીથી પરફોર્મ કર્યું છે. તેની એક્ટિંગે સુલતાનને સારો એવો પંચ આપ્યો છે.સલમાને લડાયક પરફોર્મન્સ આપ્યું છે. તેનું પાત્ર ખુશમિજાજ, દરરોજ હારનો સામનો કરનારમાંથી પ્રતિબદ્ધ એથ્લેટ અને તેમાંથી ઘમંડી, ભાંગી પડેલા, હતાશ અને એકલા વ્યક્તિમાં ફેરવાતું રહે છે. અનુષ્કાએ તે જેના માટે જાણીતી છે તેવી લડાયક ગર્લની સાથે-સાથે ગ્રામ્ય રણકાર ઉપરાંત સેલ્ફ કન્ટ્રોલ અભિનય કર્યો છે. તેના અભિનયમાં થોડું પરિવર્તન જોવા મળે છે.સુલ્તાનના દોસ્ત ગોવિંદ (અનંત)નો અભિનય ઘણો ઉત્કૃષ્ઠ છે. જે દરેક પરિસ્થિતિમાં તેના મિત્ર સાથે ઊભો રહે છે. અમિત સાધે પણ પોતાની છાપ છોડી છે, જ્યારે કુમુદ મિશ્રાએ અનુષ્કાના પિતાના અને સલમાનના ગુરુના પાત્રમાં નોંધપાત્ર અભિનય કર્યો છે. સુલ્તાનના ડાયલોગમાં હરીયાણાનો લહેકો છે, જ્યારે રેવાડીના નિલગીરીના ઝાડ અને કેનાલોના દ્રશ્યો તાજા અને આકર્ષક લાગે છે. ફિલ્મની લંબાઈ એક માઈનસ પોઈન્ટ છે. આ ફિલ્મ લગભગ 3 કલાક લાંબી છે. એમએમએ કોચ ફતેહ સિંહના રોલમાં રણદીપ હૂડાને જોઈ ઓશન્સ ઈલેવનનો બ્રાડ પીટની યાદ આવી જશે. પણ સુલતાન માટે તેની લાગણી એટલી ઓવરઓક્ટિંગ લાગશે તમે કંટાળી જશો. 30 મિનીટનું એડિટિંગ આ ફિલ્મને વધુ સારી બનાવી શક્યું હોત. જેવી પણ છે, આ ફિલ્મ એક લાર્જ લસ્સી છે, એસ્પ્રેસો શોટ નથી.પણ એ તો કહો ઈદમાં એસ્પ્રેસો કોણ પીવે છે? તો, જાઓ અને જુઓ સુલ્તાન, તે નિરાશ તો નહીં જ કરે. આ ફિલ્મને ક્રિટિક પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર આપે છે.",2 "પાછલા વર્ષે જ્યારે અનુરાગ કશ્યપ નિર્દેશિત ફિલ્મ ‘બૉમ્બે વેલવેટ’ બૉકસ ઓફિસ પર પહેલા જ દિવસે ભોંય ભેગી થઈ ગઈ હતી, ત્યારે અનુરાગના ટીકાકારોને તમના પર ટિપ્પણી કરવાનો મોકો મળી ગયો હતો. આ વખતે અનુરાગે ગ્લેમર ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ નહી, પણ પોતાની વાર્તાના પાત્રોમાં ફિટ થાય તેવા કલાકારો સાથે કામ કર્યુ છે. કોઈ સ્ટુડિયોના મોંઘા સેટ પર નહી પરંતુ મુંબઈના સ્લમ વિસ્તારોમાં જઈને ફિલ્મ બનાવી છે. એટલા જ માટે આ ડાર્ક થ્રિલર ફિલ્મ સાથે તમે પહેલા સીનથી જ જોડાઈ જાઓ છો.એક્ટિંગ– જો આ ફિલ્મને માત્ર નવાઝુદ્દીન સિદ્દીકીના ખભા પર ટકેલી ફિલ્મ કહીએ તો તેમાં કંઈ ખોટુ નથી. શરુઆતથી લઈને અંત સુધી દર્શકો રમન્નાની એન્ટ્રીની રાહ જુએ છે. રમન્નાના પાત્રને નવાઝે પોતાના અદ્દભુત અભિનયથી જીવંત રાખ્યો છે. ફિલ્મની શરુઆતનાં પોલીસ સ્ટેશન જઈને પોતે 9 લોકોનો હત્યારો છે એમ કહીને ગુનો કબુલ કરે છે તે સીનમાં તેનો અભિનય ખરેખર બિરદાવવા લાયક છે. રમન્નાનો ફેસ એક્સપ્રેશન સિવાય ડાયલૉગ ડિલીવરી પણ જોરદાર છે. ફિલ્મ જોઈને લાગશે કે રમન્નાના પાત્રને નવાઝ સિવાય કોઈ બીજુ ના નિભાવી શકતુ. એસીપીના રોલમાં વિકી કૌશલ પણ ખુબ જામ્યા છે. સોભિતાને ફુટેજ ઓછી મળી પરંતુ તેમાં પણ તેણે સાબિત કર્યુ કે તેને અભિનયની એબીસી સારી રીતે આવડે છે.ડિરેક્શન– અનુરાગ કશ્યપે ફરી એક વાર પોતાના ટેસ્ટની ફિલ્મ બનાવી અને લગભગ સાડા ચાર કરોડથી પણ ઓછા બજેટમાં એક એવી ફિલ્મ બનાવી જે ક્રિટિક્સની તારીફતો મેળવશે જ, સાથે સાથે બૉક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી શકે છે. અનુરાગે ફિલ્મના બધા કલાકારો પાસેથી અદ્દભુત કામ કરાવ્યુ છે, સાથે સાથે સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે યોગ્ય લોકેશન પણ નક્કી કર્યા છે. ઈન્ટરવલ પછી ફિલ્મ થોડી ધીમી થવા લાગે છે. વિકી કૌશલ અને શોભિતાના સીન્સને ઓછા કરવામાં આવ્યા હોતા તો ફિલ્મ વધારે પાવરફુલ બની શકતી હતી. સંગીત– આવી વાર્તાઓમાં ગીત-સંગીત માટે જગ્યા નથી હોતી. માટે બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતો સારા તો લાગે છે, પણ સિનેમા હૉલથી બહાર નીકળીને તમને યાદ નથી રહેતા. કેમ જોવી આ ફિલ્મ?– જો તમને નવાઝુદ્દીનનું અત્યાર સુધીનું બેસ્ટ પર્ફોર્મન્સ જોવું હોય અને તમે અનુરાગની ડાર્ક શેડ ફિલ્મોના ચાહક છો તો આ ફિલ્મ તમને ચોક્કસ પસંદ આવશે. ફિલ્મ એડલ્ટ છે, માટે સાફ-સુથરી અને ફેમિલી ક્લાસ માટે આ ફિલ્મ બિલકુલ નથી.",2 "એક્ટિંગઃ આખી ફિલ્મ ભાઈ-બહેનનાં મુખ્ય પાત્રોની આસપાસ ફરતી રહે છે. આ મુખ્ય પાત્રોમાં હેતલ ગઢા અને કૃષ છાબરિયાએ સુંદર અભિનય કર્યો છે. આ બંને બાળ કલાકારોની પ્રશંસા કરવી પડે, કારણ કે તેમણે તેમના કુશળ અભિનયથી આ પાત્રોને જીવંત બનાવી દીધાં છે.અન્ય કલાકારોમાં સુરેશ મેનન, વિભા છિબ્બર, સંજનાસિંહ પોતપોતાનાં પાત્રમાં ફિટ છે. ડિરેક્શનઃ નાગેશ કુકૂનૂરે ફરી એક વાર પોતાના મિજાજની એવી ફિલ્મ બનાવી છે, જે તેમના ચાહકોની અપેક્ષાઓને પૂરી કરી શકે છે. નાગેશે આ ફિલ્મમાં ક્યારેય આશા ન છોડવાનો સાર્થક મેસેજ ખૂબ સરળતાથી આપ્યો છે. આ ફિલ્મમાં નાગેશે સ્ક્રિપ્ટની સાથે ક્યાંય છેડછાડ કરી નથી તો બીજી તરફ બોક્સ ઓફિસનો મોહ છોડીને સંપૂર્ણ ઇમાનદારી સાથે એવી ફિલ્મ બનાવી છે, જે રિલીઝના પહેલા દિવસથી જ કરમુક્ત હોવી જોઈતી હતી, પરંતુ એવું ન થયું. રાજસ્થાનનું નયનાભિરામ લોકેશન આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે.મ્યુઝિકઃ ‘દમાદમ મસ્ત કલંદર’ સહિત ફિલ્મમાં ઘણાં ગીતો છે, પરંતુ બધાં ગીત ફિલ્મના માહોલમાં બંધબેસે છે. આ ગીતોમાં લોકગીતો અને લોકધૂનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેખવામાં અને સાંભળવામાં સારાં લાગે છે. કેમ જોવી જોઈએઃ જો તમે સારી ફિલ્મો જોવાના શોખીન હોવ, નાગેશની ફિલ્મોના ફેન હોવ તો આ ફિલ્મને બાળકો સાથે જોવા જેવી છે. જો તમે સ્ક્રીન પર આ વખતે કંઈક નવું અને સારું જોવા ઇચ્છો છો તો ‘ધનક’ તમારા માટે છે.",2 "ફિલ્મ શરૂથી અંત સુધી અઝહરના પાત્રમાં દેખાતા ઈમરાન હાશમી પર ટકેલી રહે છે. સિલ્વર સ્ક્રીન પર ઈમરાનની ઈમેજ એક સીરિયલ કિસરથી વધુ કંઈ નથી. પરંતુ આજ કારણે ડિરેક્ટરે આ પાત્રની ડિમાન્ડને ઈગ્નોર કરીને ઈમરાનને પહેલા પ્રાચી અને પછી નરગિસ સાથે કિસ સીનની સાથે રજૂ કર્યો છે. ઈમરાને અઝહરના પાત્ર માટે કરેલી મહેનત ફિલ્મમાં દેખાય છે. ઈમરાને તેના માટે લગભગ 5 મહિના ક્રિકેટને બારીકાઈથી જોયું અને શિખ્યો. આ સાથે તેણે ગ્રાઉન્ડ પર પણ પરસેવો પાડ્યો. ફિલ્મમાં અઝહરની પહેલી પત્નીના રુપમાં પ્રાચી એક્ટિંગમાં બીજી પત્ની નરગીસ ફખરી પર ભારે પડે છે. અઝહરના નાના બનેલા કુલભૂષણ ખરબંદા કેટલાક સીન્સમાં દેખાય છે છતા ફિલ્મમાં પોતાની એક અલગ ઓછળ છોડી જાય છે તો વકીલ લારા દત્તાની એક્ટિંગ ઠીકઠાક છે. જ્યારે અઝહરનો કેસ લડી રહેલા વકીલ કુણાલ રોય કપૂરની એક્ટિંગ ઘણી જ સારી છે.જો તમે ક્યારેય ઈન્ડિયન ટીમના સફળ કેપ્ટન રહેલા અઝરૂદ્દીનના જબરજસ્ત ફેન રહ્યા છો તો પોતાના પસંદગીના ક્રિકેટરની આ ફિલ્મ જોઈ શકો. અને હા, ઈમરાન હાશીના ફેન્સે આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે ઈમરાન તેમાં એક અલગ લુકમાં જોવા મળશે.",2 "ફિલ્મમાં માસ્ટર નીલ સેઠીએ લાજવાબ એક્ટિંગ કરી છે. તેના સિવાય બીજું કોઈ આ ફિલ્મમાં નથી. વોઈસ ઓવરની વાત કરીએ તો, ફિલ્મમાં નાના પાટેકરે શેરખાનને પોતાનો દમદાર અવાજ આપ્યો છે, જ્યારે બલ્લુ રિંછ માટે ઈરફાન ખાને પંજાબી સ્ટાઈલમાં પોતાનો અવાજ આપ્યો છે. બલ્લુ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે ઈરફાન પોતાની અલગ-અલગ સ્ટાઈલથી લોકોને હસાવે છે. બગિરા માટે ઓમપુરીએ જ્યારે સાપ માટે પ્રિયંકાએ અવાજ આપ્યો છે. ડાયરેક્શન: જોન ફેવરુ હોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર, એક્ટર, ડિરેક્ટર છે. આયરનમેન, આયરનમેન 2 ને શેફ જેવી ચર્ચિત ફિલ્મોના દમ પર તેમણે હોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે. આ વખતે તેમના વખાણ કરવા પડશે કે તેમણે પોણા બે કલાકની પોતાની એનિમેટેડ ફિલ્મ જંગલ બૂકને ક્યાંય કમજોર નથી પડવા દીધી.જો તમે પોતાના બાળકો સાથે આ ફિલ્મ જોવા જવા ઈચ્છતા હો તો તમે પણ પોતાના બાળપણની યાદમાં સરી પડશો. ફિલ્મનો ક્રેઝ જોરદાર છે, સ્ક્રીન પર વિશાળ જંગલના સીન્સ વચ્ચે બોલિવૂડના ફેમસ સ્ટાર્સા અવાજનો જાદૂ અને બહેતરિન થ્રી ડી ટેકનિક આ ફિલ્મનો સૌથી મોટો યુએસપી છે.",2 "સોનમ કપૂરે અત્યારસુધીના પોતાના ફિ્લ્મી કરિયરમાં આ વખતે નીરજાના પાત્રને પૂરી ઈમાનદારી સાથે નિભાવતા તેને જીવંત કરી નાખ્યું છે. શબાના જ્યારે પણ સ્ક્રીન પર આવી, ત્યારે દર્શકોની આંખોમાં આંસુ લાવી દીધા. નીરજાની મા રમા ભનોટનું પાત્ર તેણે બખૂબી નીભાવ્યું છે. ડિરેક્શન: રામ માધવાણીએ દર્શકોને છેક સુદી આ ફિ્લ્મ સાથે ઝકડી રાખ્યા છે, અને સ્ટોરીને થોડી હળવી બનાવવાના હેતુથી ફ્લેશબેકનો પણ બખૂબી ઉપયોગ કર્યો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે, અને સોંગ પણ સ્ટોરીનો હિસ્સો લાગે છે. કેમ જોશો: જો તમે બહેતરિન ફિલ્મો જોવાના શોખીન હો તો આ ફિલ્મ જોઈ શકો છો. સોનમ કપૂરની બહેતરિન અને શબાના આઝમીની ગજબની એક્ટિંગ અને દમદાર ડિરેક્શન આ ફિલ્મનો સૌથી મોટો યુએસપી છે.",2 "ફિતૂરમાં એક્ટિંગ એકંદરે સારી છે. તબૂ બેગમ હઝરતના પાત્રમાં ખરેખર જામે છે. તેની ડાયલોગ ડિલિવરી પણ અદ્દભૂત છે. આદિત્ય કોઈક સીન્સમાં ભગ્ન હ્રદયના પ્રેમીની છાપ ઉપસાવવામાં સફળ રહ્યો છે. કેટરિના મૂવીમાં ગોર્જિયસ લાગે છે, પરંતુ મોટાભાગે તો તે સૌમ્ય જ દેખાય છે. અજય દેવગણે આ ફિલ્મમાં જેહાદીની ટૂંકી ભૂમિકાને પણ પૂરેપૂરો ન્યાય આપ્યો છે, જ્યારે પાકિસ્તાનના રાજકારણી બિલાલના પાત્રને રાહુલ ભટે સારી રીતે સાકાર કર્યું છે. ફિતૂર એક ભવ્ય ફિલ્મ છે તે કહેવું ખોટું નહીં હોય. પરંતુ, તેની ભવ્યતા જ ફિલ્મની ગ્રીપ, પેશન અને પેસ પર ભારે પડી જાય છે. એક લવ સ્ટોરી તરીકે ફિતૂર થોડી ઉણી ઉતરે છે. તેને જોતા તમને ફિલ્મ ભવ્ય બનાવવા કરતાં તે તમને ઝકડી રાખે એવો પ્રયાસ કરાયો હોત તો વધુ સારું રહેત તેમ લાગે. કાશ્મીરમાં જ શૂટ થયેલી હૈદર જેવું તત્વ ફિતૂરમાં ખૂટતું લાગે છે. ફિલ્મમાં તમને સ્ટાઈલ ભરપૂર જોવા મળશે, જેમાં શર્ટલેસ થઈને પોતાના સિક્સ પેક એબ્સ બતાવતા-બતાવતા હિરોનો પણ સમાવેશ થાય છે (ખરેખર આવી રીતે કોઈ કળાકાર કે લેખક પોતાની રચના કરતો હશે કે કેમ તે એક સવાલ છે….) પરંતુ તેમાં ઉંડાણનો અભાવ છે. જોકે, આ ફિલ્મ જોઈને તમે કાશ્મીરના પ્રેમમાં ચોક્કસ પડી જશો. જો તમે લવ સ્ટોરીના ચાહક હો તો એક વાર આ ફિલ્મ જોવાનો ચાન્સ લઈ શકો છો.",2 "સત્તાભૂખ્યા સદ્દામ હુસૈનના ઇરાકે ૧૯૯૦માં કુવૈત પર હુમલો કરી દીધો અને લાખો ભારતીય રાતોરાત રસ્તા પર આવી ગયા. બે જાંબાઝ ભારતીયોએ આગેવાની લઇને સેંકડો ભારતીયોને સહી સલામત સ્વદેશ પાછા લાવવામાં પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. એ બે ભારતીયોને અક્ષય કુમારના પાત્ર ‘રંજીત કટિયાલ’ તરીકે એરલિફ્ટમાં બતાવવામાં આવ્યું છે. પરંતુ જેવું સાહસ આપણા એરફોર્સ, એર ઇન્ડિયા અને અન્ય અજાણ્યા હીરોઝે રિયલ લાઇફમાં બતાવેલું, તે પડદા પર રિફ્લેક્ટ થયું છે? થોડું હા, થોડું ના. હા, એટલા માટે કે ફિલ્મમાં એવી કેટલીયે મોમેન્ટ્સ છે, જ્યાં આપણો જીવ તાળવે ચોંટી જાય. શાંત શહેરમાં અચાનક બ્લાસ્ટ થાય, ટેન્કોનાં નાળચે મલ્ટીસ્ટોરી ઇમારતોના ફુરચા બોલી જાય, લોકોને વીણી વીણીને મારી નાખવામાં આવે, એ બધું જોઇને થિયેટરમાં પણ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. પોતાના જીવની પણ પરવા કર્યા વિના અજાણ્યા લોકોને હેમખેમ સ્વદેશ પહોંચાડવા માટે કેટલાય લોકોએ લોહી પાણી એક કરી નાખેલું એ વાત જ સલામ કરવાને લાયક છે.વળી, આવું હકીકતમાં બનેલું એ જાણ્યા બાદ આપણું માન ઓર વધી જાય. જ્યાં એક એક સેકન્ડ એક યુગ જેવી લાગતી હોય એવા કુવૈતમાંથી સહી સલામત બહાર નીકળવું એ થ્રિલની ચરમસીમા હોવી જોઇએ. પરંતુ ઇન્ટરવલ બાદ એ થ્રિલ અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે. પાર વિનાની મુશ્કેલીઓ પછી જ્યારે કુવૈતમાંથી ભારતીયો હેમખેમ બહાર નીકળે છે ત્યારે આપણને જે રાહતની લાગણી થવી જોઇએ તે થતી નથી. એનું એક મહત્ત્વનું કારણ કદાચ અચાનક ફૂટી નીકળતાં બિનજરૂરી ગીતો છે. જ્યાં નસો તંગ થઈ જાય એવું ટેન્શન હોય ત્યાં લવ સોંગ્સ આવી જાય એટલે બિલ્ડ થયેલો માહોલ ભાંગીને ભુક્કો થઈ જાય.અલબત્ત, અમાલ મલિકે કમ્પોઝ કરેલાં અને અરિજિત સિંઘ, અંકિત તિવારીએ ગાયેલાં એ ગીતો બન્યાં છે સરસ. શાંત માહોલમાં સાંભળવાની મજા પડે એવાં. માત્ર આ પ્રકારની ફિલ્મમાં એની જરૂર નહોતી. અક્ષય કુમારને હવે દેશભક્તિવાળા રોલ કરવામાં માસ્ટરી આવી ગઈ છે, એટલે એ આવી ભૂમિકાઓમાં પરફેક્ટ લાગે છે. મિનિમમ ડાયલોગ સાથે પણ એ તમામ ફિલિંગ્સને સફળતાપૂર્વક કન્વે કરી દે છે. નાનકડી પણ મહત્ત્વની ભૂમિકામાં વિદેશ મંત્રાલયના બાબુ બનતા એક્ટર કુમુદ મિશ્રા આપણને યાદ રહી જાય છે. નિમ્રત કૌર પણ ડરેલી ગભરુ પત્નીના રોલમાં જોવી ગમે છે, પરંતુ એ પ્રશ્ન પણ થાય કે આવી કટોકટીની સ્થિતિમાં એ પોતાનો પરફેક્ટ મેકઅપ કેવી રીતે જાળવી શકતી હશે?!બિનજરૂરી ગીતો, ખૂટી ગયેલી થ્રિલ, થોડો લાઉડ મેલોડ્રામા જેવી બાબતોમાં ઊણી ઊતરતી છતાં ‘એરલિફ્ટ’ જેવી ફિલ્મ આપણમાં એક દેશાભિમાનની લાગણી જગાવે છે, જે તેની સૌથી સારી બાબત છે. પરિવાર સાથે બેશક જોવા જેવી ‘એરલિફ્ટ’ને 3 Mirchi આપી શકાય.",2 "જયંતની પ્રશંસા કરવી પડે કે સવા બે કલાક દરમિયાન ફિલ્મ યોગ્ય ટ્રેક પર રાખી છે સાથે ફિલ્મની સ્પીડ પર ક્યાંય અટકતી નથી. એક્ટિંગઃ વિદ્યા સાવંતના પાત્રમાં શબાના આઝમીએ જીવ રેડ્યો છે. તે આ ફિલ્મની મોટી યુએસપી છે. જૂહિ ચાવલા અને દિવ્યા દત્તાનો જવાબ નથી. દિવ્યાએ એક વખત ફરીથી પોતાની ક્ષમતા દર્શાવી છે. સંગીતઃ હમ શિક્ષા કે.. અને ગુરુ બ્રહ્મા ગીતોનું સુંદર રીતે પ્રઝન્ટ કરવામાં આવ્યા છે. શા માટે જોશોઃ આ ફિલ્મ જોઈને તમને પણ તમારી સ્કૂલની યાદ આવી જશે. અને આ ફિલ્મ તમે પરિવાર સાથે પણ જોઈ શકશો…",2 "ફિલ્મનો પ્લોટ ખૂબ નબળો છે. એકસાથે વાર્તામાં ઘણું બતાવવાની કોશિશ કરવામાં તેઓ એકપણ બાબતે સાથે ન્યાય કરી શક્યા નથી. ડાયરેક્ટર અને કો-રાઈટર ફરહાદ સામજીએ વાર્તામાં ઢગલાબંધ એક્શન સીન્સ મૂક્યા છે પરંતુ તેમાં લોજિક અને સામાન્ય સ્થિતિનો અભાવ જોવા મળે છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં એવા કેટલાય સીન્સ છે જે રમૂજી દર્શાવવાની કોશિશ કરી છે પણ રમૂજી લાગતા નથી. ફર્સ્ટ હાફ તમારી ધીરજની કસોટી કરે છે. ફિલ્મની અસલી વાર્તા ઈન્ટરવલ પછી જ શરૂ થાય છે તેમ કહી શકાય. ત્રણ ભાઈઓ લવ (સિદ્ધાર્થ નિગમ), ઈશ્ક (રાઘવ જુયાલ) અને મોહ (જસ્સી ગિલ)ના તેમની પ્રેમિકાઓ અનુક્રમે ચાહત (વિનાલી ભટનાગર), સૂકુન (શહેનાઝ ગિલ) અને મુસ્કાન (પલક તિવારી) સાથેની લવસ્ટોરી ચવાઈ ગયેલી અને વાસી લાગે છે. ભાઈજાન અને ભાગ્યલક્ષ્મી વચ્ચેની કેમેસ્ટ્રી શરૂઆતમાં ખટકે છે પરંતુ ફિલ્મ આગળ વધે છે તેમ તેની સાથે તાલ બેસતો જાય છે. ફરહાદ સામજીએ સ્ક્રીન પર એકસાથે વિવિધ પાત્રોનો ખડકલો કરી દીધો છે અને તેમને વિદાય આપવાની તસ્દી તેમણે લીધી નથી. સ્ક્રીન પર ટોળું લાગ્યા કરે છે અને આ ટોળું કશા કામનું નથી તેમ કહી શકાય કારણકે તે ના તો મનોરંજન પૂરું પાડે છે ના તો સારું પર્ફોર્મન્સ. ફિલ્મનો સાઉન્ડ ટ્રેક પણ ઠીકઠાક છે. એકપણ ગીત યાદ રહી જાય કે સાંભળવા ગમે તેવા નથી. ગીતોમાં ફક્ત એક જ વસ્તુ સારી છે કે, તેમની સુંદર રીતે ફિલ્માવાયા છે. બધા જ ગીતોમાંથી હિમેશ રેશમિયા કમ્પોઝ કરેલું ગીત 'નૈયો લગદા' થોડું-ઘણું પસંદ આવે તેવું છે. બેકગ્રાઉન્ડ સ્કોરમાં થોડો સુધારો કરી શકાયો હોત તો સારું રહેત અને ફિલ્મનું એડિટિંગ વધારે ટાઈટ કરવાની જરૂર હતી. ભાઈજાનના પાત્રને પ્રેમ મળે તે માટે સલમાન ખાને જોરદાર બોડી બનાવીને ફાઈટિંગ કરી છે અને તે દર્શકોને જોવાની મજા પણ આવશે. એક્શન હીરો તરીકે દુશ્મનોને પીટતો ભાઈજાન લેડી લવ સામે કેવો માસૂમ થઈ જાય છે તે જોવાની પણ મજા આવે છે. આ વખતે ફિલ્મમાં ભાઈજાને પોતાની પણ થોડી ખિલ્લી ઉડાવી છે અને તે જોક્સ સાંભળીને હસવું પણ આવશે. ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ એક્શન સીન્સ અને ભરપૂર ડ્રામા છે. પરંતુ ફિલ્મની સમસ્યા એ છે કે તે ફક્ત થોડો સમય માટે જ મનોરંજન પૂરું પાડે છે. ઢગલાબંધ પાત્રો, સાંભળવા ના ગમે તેવા ગીતો અને નબળો સ્ક્રીનપ્લે સલમાન ખાનના સ્ટારપાવર સામે ફિક્કા પડે છે. જોકે, સલમાનના ફેન્સ આ બધી ખામીઓને અવગણીને છેલ્લી સુધી ફિલ્મ જોવા પ્રેરાઈ શકે છે. અને હા, ફિલ્મમાં તમને સલમાન ખાન શર્ટલેસ પણ જોવા મળશે.",0 "અક્ષય કુમાર પહેલા કેટલીયવાર વરદીમાં જોવા મળી ચૂક્યો છે. હંમેશાથી તે આ રોલમાં જામે છે અને સારી રીતે નિભાવે છે. જોકે, અક્ષય તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં દેખાઈ રહ્યો છે. ફિલ્મમાં કેટલીક જગ્યાએ હળવી પંચલાઈન પણ છે જેના માટે અક્ષય જ ફિટ હોય તેવું લાગે છે. એક સીન એવો છે જેમાં ચંદ્રચૂડ સિંહ અને અક્ષય કુમાર અંગત વ્યક્તિના મોત પર ચોધાર આંસુએ રડે છે. આશરે 3-4 મિનિટનો આ સીન નકલી હોય તેનું લાગે છે અને દર્શકોને હસવા પર મજબૂર કરી શકે છે. ટીવી એક્ટ્રેસ સરગુન મહેતાએ આ ફિલ્મથી બોલિવુડ ડેબ્યૂ કર્યું છે. ડેબ્યૂ ફિલ્મમાં જ તેણે દમદાર અભિનયથી દિલ જીત્યા છે. તેનો એટિટ્યૂડ કમાલનો છે. ચંદ્રચૂડ અને રકુલપ્રીત હંમેશાની જેમ સામાન્ય લાગ્યા હતા.રંજીત તિવારી છેલ્લા 10 વર્ષથી બોલિવુડમાં છે. તેણે ફરહાન અખ્તરની 'લખનૌ સેન્ટ્રલ' અને અક્ષય કુમારની 'બેલ બોટમ' જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. ફરી એકવાર તે અક્ષય સાથે ફિલ્મ લઈને આવ્યો છે. જેનો સ્ક્રીનપ્લે 'મલંગ' અને 'હીરોઝ' જેવી ફિલ્મો લખનારા અસીમ અરોડાએ લખ્યો છે. રંજીત માટે સૌથી મોટો પડકાર હતો રિમેક બનાવવાનો. સાઉથની ફિલ્મની ડિટ્ટો કોપી ના લાગે તે દેખડવાનું મુશ્કેલ કામ રંજીતે કરવાનું હતું. નવા મસાલા અને જોશ સાથે 'કઠપૂતલી'માં પ્રાણ ફૂંકવાના હતા. ફિલ્મની શરૂઆતના કેટલાક દ્રશ્યો તેણે હૂબહૂ લીધા છે. શહેર, લોકો અને કોશ્ચ્યૂમ ખાલી બદલાયા છે. વિલનને પણ એકદમ સરખો જ બતાવાયો છે. લેખનમાં કેટલીય બાબતોમાં ફેરફાર કરાયા છે. જોકે, 'રતાસન'ની તુલનામાં આ ફિલ્મનું લેખન અને ડાયરેક્શન નબળું લાગે છે. અક્ષય કુમારે ફરી એકવાર નબળી ફિલ્મ પકડી છે કારણકે આવી ઢગલાબંધ સસ્પેન્સ અને સાઈકોથ્રિલર ફિલ્મો યૂટ્યૂબ અને ઓટીટી પ્લેટફોર્મ પર મળી રહેશે.ફિલ્મની વાર્તાની શરૂઆત ધીમી થાય છે. શરૂઆતની 20 મિનિટ ફિલ્મને સેટ કરવામાં લાગે છે. જ્યારે વાર્તા મધ્યાંતર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં રસ જાગવા માંડે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સસ્પેન્સ અને રોમાંચ પેદા કરે છે. જોકે, ફિલ્મ સાથે અપેક્ષાઓ વધે છે તેમ જાણે મેકર્સે હાથ અધ્ધર કરી દીધા હોય એવું લાગે છે. ખૂબ સરળતાથી ખબર પડી જાય છે કે હત્યારો કોણ છે. એવું લાગે છે કે વિના કારણે ફિલ્મને ગોળગોળ ફેરવી અને છેલ્લે કંઈ ના મળ્યું. કેટલાક દ્રશ્યો અત્યંત નબળા લાગે છે, જેમકે વિલને રકુલપ્રીત સિંહ કુહાડીથી પ્રહાર કર્યો હતો પરંતુ થોડી જ ક્ષણો પછી તે સાજી થઈને અક્ષય અને બાળકીને બચાવવા આવે છે. એડિટિંગમાં પણ થોડી વધુ મહેનતની જરૂર હતી.",0 "એક વાત સલમાન ખાનના ફેન્સે સમજી લેવી જોઈએ કે ‘ટ્યુબલાઈટ’ સલમાન ખાનની બીજી માસ એન્ટરટેઈનર ફિલ્મોથી સાવ જુદી જ છે. અહીં તમારો ફેવરિટ સ્ટાર એક એવા માણસનો રોલ નિભાવતો જોવા મળશે જેનું દિમાગ બાળકો જેવું છે. તે ન તો અહીં પોતાનું શર્ટ ઉતારશે ન તો તેના મસલ્સ દેખાડશે. આ માટે જો તમે આ બધુ જોવાની અપેક્ષા સાથે ફિલ્મ જોવા જાવ છો તો તમને નિરાશા થશે. પણ જો સલમાન પર વિશ્વાસ રાખીને જોવા જશો તો તમે બોર નહિં થાવ.સલમાનની ટ્યુબલાઈડ હૉલિવુડ ફિલ્મ ‘લિટલ બૉય’થી પ્રેરિત છે. આ ફિલ્મ અલેઝાંદ્રો મોન્ટવર્દે ડિરેક્ટ કરી હતી. તેની વાર્તા ખૂબ જ સાદાઈથી કહેવામાં આવી છે. ‘ટ્યુબલાઈટ’નું બેકગ્રાઉન્ડ ઉત્તર-પૂર્વ ભારતના શહેર જગતપુરથી શરૂ થાય છે. સ્ટોરી એ સમયની છે જ્યારે ભારત-ચીન વચ્ચે યુદ્ધ છેડાયુ હતુ. શહેરના લોકો લક્ષ્મણની માસૂમિયત ભરી બેવકૂફી પર હસે છે અને તેનો ભરપૂર ફાયદો ઊઠાવે છે. લક્ષ્મણને બન્ને ચાચા (ઓમ પુરી)એ ઉછેર્યો છે. તેને દરેક મુસીબતમાં ગાંધીજીનું જ્ઞાન અમલમાં મૂકવાનું શીખવવામાં આવ્યું છે.લક્ષ્મણ જે મહોલ્લામાં રહે છે ત્યાં જ નારાયણ (મોહમ્મદ જીશાન) પણ રહે છે જે લક્ષ્મણને કારણ વિના થપ્પડ માર્યા કરે છે. લક્ષ્મણને તેના થપ્પડ કરતા પોતાની બેઇજ્જતી થવાનું દુઃખ વધારે લાગે છે. પરિસ્થિતિ ત્યારે સુધરે છે જ્યારે સુંદર લિલિંગ (ઝૂ ઝૂ) અને ચુલબુલો ગુઓ (માતિન) જગતપુર આવે છે. આ બંને ચીનથી આવ્યા છે. ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ફિલ્મમાં ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો નારો ઘૂસાડવા માટે પરાણે આ પાત્રો મૂકવામાં આવ્યા છે.ફિલ્મની વૉર સિક્વન્સ પણ પરાણે ઘૂસાડી હોય તેવુ લાગે છે. તેને જોઈને ઑડિયન્સમાં કોઈ ભાવુકતા નથી જાગતી. ફિલ્મના લેખકે ફિલ્મમાં ભાવુકતા લાવવા કોઈ ખાસ તસ્દી નથી લીધી અને ન તો એવા મોન્ટાજ રાખ્યા છે જે જોઈને દર્શકો અંદરથી હલી જાય.ફિલ્મમાં પરિવાર, વિશ્વાસ અને દેશભક્તિના મૂલ્યોની વાત કરવામાં આવી છે પણ આ ફિલ્મ દર્શકોને કન્વીન્સ કરવામાં સદંતર નિષ્ફળ જાય છે. ફિલ્મમાં એટલુ બધુ સારુ-સારુ ભરી દીધું છે કે તમને લાગશે કે તમે સલમાનની ફિલ્મ નહિં, કોઈ સત્સંગ જોવા આવ્યા છો.ફિલ્મમાં પ્રીતમના બે ગીત ‘નાચ મેરી જાન’ અને ‘સજન રેડિયો’ સારા છે. શાહરૂખનો કેમિયો આ ફિલ્મમાં ખાસ્સી ચર્ચામાં હતો. શાહરૂખે એક જાદુગર ગો-ગો પાશાનો મહત્વનો રોલ ભજવ્યો છે. અસીમ મિશ્રાનું કેમેરા વર્ક સારુ છે.પરફોર્મન્સની વાત કરીએ તો સલમાન આ ફિલ્મમાં ખુલીને હસતો પણ જોવા મળશે અને રડતો પણ જોવા મળશે જે તેની માચો મેનની ઇમેજ કરતા સાવ અલગ છે. સ્પષ્ટ છે કે તેણે દર્શકો હલી જાય તેવુ સારુ પરફોર્મન્સ નથી આપ્યું પણ આ રોલમાં તે ઠીકઠાક જામે છે. સોહેલ ફિલ્મમાં સિન્સિયર દેખાય છે. ઝૂ ઝૂની એક્ટિંગ પણ સારી છે તથા દર્શકોને નાનકડા માતિનને જોવાની પણ મજા આવશે. ઓમ પુરીનું પાત્ર જોઈને તમનેઅહેસાસ થશે કે આપણા સૈનિક કેવી માટીના બનેલા છે.બાહુબલિ તો ઠીક, ટ્યુબલાઈટ સલમાનની અગાઉની ફિલ્મોનો રેકોર્ડ તોડે તોય બહુ છે. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર.",0 "રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ' એક ટિપિકલ બોલિવુડ ફિલ્મ છે. જેમાં એક્શન છે, કોમેડી છે, ડ્રામા છે, પંચવાળા અમુક ડાયલોગ્સ છે. જો કે, આવી ફિલ્મોમાં એક વાત ખાસ જરૂરી છે કે તે મનોરંજક હોય, કંઈ રિપીટ ન થતું હોય અને સાથે કંઈક નવીનતા હોય. ડાયરેક્ટર પ્રભુદેવાએ પોતાના તરફથી પૂરતી મહેનત કરી છે કે આ બધું જ તેઓ ફિલ્મ દ્વારા દર્શકોને પીરસે. જો કે, ફિલ્મ ઘણી જગ્યાએ પાટા પરથી ઉતરતી હોય તેવું લાગે છે. જો કે, ખતરનાક એક્શન અને જબરદસ્ત વિલન તમને જકડી રાખે છે.ફિલ્મની શરૂઆત દર્શકો પર છાપ છોડી જાય છે. એક ગુંડો બીજા ગુંડાને ગાળો આપે છે. સલમાન ખાન અને રણદીપ હુડા વચ્ચેની તકરારના ઘણાં સીન છે, જે જોવા ગમે તેવા છે. ઉપરાંત ફિલ્મમાં જબરદસ્ત એકશન છે, જે નવી પણ છે અને સ્ટાઈલિશ પણ. ફિલ્મમાં લોહીયાળ દ્રશ્યો પણ ઘણાં છે. જો કે, ફિલ્મમાં એવી ઘણી વસ્તુો છે જે તમારું ધ્યાન લોહીયાળ દ્રશ્યો તરફથી વાળી લેશે. જેમાં સૌથી આગળ છે દિશા પટણી, તે પર્ફેક્ટ આઈ-કેન્ડી છે. તે ફિલ્મમાં ગ્લેમરનો રંગ ઉમેરે છે. પરંતુ તેના આવવાથી ફિલ્મની મૂળ વાર્તાની દિશા ફંટાઈ જાય છે. દિશાના પાત્રમાં ભોળું છે અને પરંતુ તે કંઈ ખાસ કરી શકે તે પહેલા ફિલ્મમાં ગીતો આવી જાય છે. જેના બીટ્સ તમને માહોલના અનુરૂપ નથી લાગતા. ફિલ્મમાં ચાર ગીતો છે જેમાં સાજિદ-વાજિદનું ટાઈટલ ટ્રેક અને 'દિલ દે દિયા' (હિમેશ રેશમિયા) સારું છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સંચિત અને અંકિત બલહારાએ આપ્યો છે. જે ફિલ્મનો માહોલ જમાવે છે.પ્રભુદેવાએ આ ફિલ્મમાં સલમાન ખાનના સ્ટાર પાવર અને સ્વેગ પર સંપૂર્ણ ભરોસો દેખાડ્યો છે. તો સલમાન પણ પ્રભુદેવાના વિશ્વાસ પર ખરો ઉતર્યો છે. તેનો અંદાજ અને એક્શન રોમાંચિત કરે છે. ડાયલોગબાજીમાં પણ સલમાન જામે છે. એક તરફ એક્શન દમદાર છે તો બીજી તરફ ડાયલોગ ફિલ્મી લાગે છે. દિશા સાથે સલમાનની કેમેસ્ટ્રી પણ ખાસ નથી લાગતી. જેકી શ્રોફ સાથે સલમાનનો સીન છે જે અસર છોડવામાં નિષ્ફળ રહે છે. રણદીપ હુડાએ વિલનના રોલમાં દર મિનિટે પડદા પર છાપ છોડી છે. ફિલ્મમાં ઘણાં વિલન છે પરંતુ રણદીપ એ તમામ પર ભારે પડે છે. ફિલ્મમાં હાર્ડ કોર એક્શન છે પરંતુ તેમાં પણ ડાયલોગ્સ અને સ્થિતિ પર કોમેડી જોડવાની કોશિશ કરવામાં આવી છે. જો કે, આ કોમેડી દર વખતે હસાવે તે જરૂરી નથી. એકદંરે 'રાધે' એવી ફિલ્મ છે જેને પડદા પર જોવી એક સારો અનુભવ બની શક્યો હોત પરંતુ કોરોના મહામારીના કારણે 'ભાઈજાન'ના ફેન્સને ઈદ પર ઘરે જ બેસીને આ ફિલ્મ જોવી પડશે. જો તમે પણ એક્શન ફિલ્મોના ફેન હો તો આ ફિલ્મ તમને પસંદ આવશે. ફિલ્મમાં સીટી વગાડવાની ઈચ્છા થાય તેવા ઘણાં સીન્સ છે. જ્યારે સત્ય અને અસત્ય વચ્ચે જંગ છેડાય છે ત્યારે સલમાનના ફેન્સને ચોક્કસ રોમાંચ થશે. દેશના ઘણાં રાજ્યોમાં લોકડાઉન અને મિની લોકડાઉનની સ્થિતિ છે ત્યારે સલમાન ખાનની આ ફિલ્મ ફેન્સ માટે ખુશીઓ લઈને આવી છે. ",1 "એસ હુસૈન ઝૈદી (S Hussain Zaidi) અને જેન બોર્જીસ (Jane Borges)ના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) ગંગાની વાર્તા છે.ફિલ્મની સુંદરતા એ છે કે, ગંગુના જીવનના વિવિધ તબક્કાઓમાં તેનામાં આવેલા પરિવર્તનને બખૂબી દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મનું નેરેટિવ થોડું ધીમું છે પરંતુ તે ચોક્કસથી છાપ છોડીને જાય છે. વાર્તા બંધવાની શરૂઆત થાય ત્યારથી જ જ્વલંત ડાયલોગ અને મજબૂત ક્ષણ સ્ક્રીન પર જોવા મળે છે.આખી ફિલ્મ આલિયા ભટ્ટના ખભે છે અને તેણે આ જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવી છે. વેશ્યાગૃહ અને લાળ ટપકાવતાં પુરુષો ભરેલી દુનિયામાં શક્તિશાળી મહિલા તરીકે ઊભરતી ગંગુબાઈના રોલમાં આલિયા ભટ્ટે પ્રાણ ફૂંક્યા છે. આલિયા આ રોલ કરી રહી છે તે સ્વીકારતાં થોડો સમય લાગે અને તેણે પણ પાત્રમાં ગોઠવાવા માટે થોડો સમય લીધો છે. ભારે-ભારે ડાયલોગ્સ આલિયા સહજતાથી અને આત્મવિશ્વાસ સાથે બોલે છે. જેમ-જેમ ફિલ્મની વાર્તા આગળ વધે છે તેમ તેમ આલિયાના પાત્રના પહેરવેશમાં કોઈ ફેર દેખાતો નથી. વિવિધ પ્રકારની સફેદ સાડીમાં ગંગુબાઈ લપેટાયેલી જોવા મળે છે. રહીમ લાલાના રોલમાં અજય દેવગણ છાપ છોડી જાય છે. તેનો રોલ નાનો પણ મહત્વપૂર્ણ છે. ફિલ્મની બાકીની સપોર્ટિંગ કાસ્ટ સીમા પાહવા, વિજય રાઝ અને જીમ સરભે પોતાને ફાળે આવેલું કામ ખૂબ સરસ રીતે કર્યુ છે પરંતુ તેમને સ્ક્રીન ટાઈમ ઓછો મળ્યો છે. શાન્તનુ મહેશ્વરી ગંગુના આશિકના રોલમાં છે તેણે પણ સારું કામ કર્યું છે. ગંગુબાઈ અને તેની વચ્ચેની ખાટી-મીઠી ક્ષણો ફિલ્મના યાદગાર દ્રશ્યોમાંથી એક છે.સંજય લીલા ભણસાલીએ ફિલ્મની વાર્તાને પુસ્તકોના પ્રકરણની જેમ જ આગળ વધારી છે. દરેક પડકાર અને એપિસોડ એક પ્રકરણ જેવો છે. ગંગુ કેવી રીતે કમાઠીપુરાની મહિલાઓ માટે એક્ટિવિસ્ટ બની, શહેરના નબળા વર્ગ સાથે તેના સંપર્ક અને રાજકીય મહેચ્છાઓ વિશે ફિલ્મમાં દર્શાવાયું છે છતાં હજી આપણને ગંગુબાઈના બાકીના જીવન વિશે જાણવાની ઈચ્છા જાગે છે. ફિલ્મમાં હૈયું કકળી જાય તેવા કેટલાય દ્રશ્યો ભણસાલીએ પોતાની સ્ટાઈલમાં સરસ રીતે દર્શાવ્યા છે. જોકે, ફિલ્મની વાર્તા ગંગુબાઈના જીવનના એક પણ પાસાને ઊંડાણપૂર્વક નથી દર્શાવતી. ફિલ્મનું નિર્માણ અદ્ભૂત છે. ફિલ્મોના પોસ્ટર અને એક્ટરોના પોસ્ટર સાથે આ ફિલ્મ વિતેલા જમાનાને સુંદર શ્રદ્ધાંજલિ આપે છે. ફિલ્મનું દરેક ગીત રંગીન અને સુંદર સિનેમેટોગ્રાફી સાથે દર્શાવાયું છે. ગંગુ જ્યારે સફેદ સાડીમાં સૌની વચ્ચે ઊભી રહે છે ત્યારે એ દ્રશ્ય પણ અભિભૂત કરનારું લાગે છે. જોકે, ઢોલિડા સિવાયના એકપણ ગીત યાદ રહી જાય તેવા નથી. ભણસાલીની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ આંખોને ગમી જાય તેવી છે. કેમેરામાં મુંબઈના રેડ લાઈટ એરિયાની અંધારી ગલીઓ કેદ કરવામાં આવી છે છતાં તેમાં ભરપૂર ચળકાટ અને ચકાચૌંધ છે. ફિલ્મની વાર્તા ચોક્કસથી આપણા સમાજના કમકમાટી છૂટી જાય તેવા તથ્યો દર્શાવે છે. સેક્સ-વર્કરના જીવન પર પ્રકાશ પાડવાની સાથે વિચારતા કરી મૂકે તેવા અને પ્રંસોગિચત પ્રશ્ન પણ કરે છે તેમ છતાં ગંગુના જીવન વિશે કેટલુંય એવું છે જે કહેવાયું નથી. ફિલ્મમાં સ્ક્રીનપ્લે અમુક અંશે નબળો છે. સારી રીતે ડિઝાઈન કરેલા ડ્રામેટિક સીન અને ભારે ડાયલોગ તમને જકડી રાખે છે. પરંતુ એક સમય પછી ફિલ્મ ખેંચવામાં આવી હોય તેવી લાગે છે. મુંબઈના માફિયા ક્વીન તરીકે ઓળખતાં ગંગુબાઈની અસલ જિંદગીમાં ડોકિયું કરવાની ઝંખના હોય તો ફિલ્મ જોયા હજી વધુ જાણવાની ઉત્કંઠા જાગશે. જોકે, ફિલ્મમાં જે દર્શાવાયું છે તેમાં પણ એવી કેટલીય ક્ષણ છે જે તમને એ કાળી-અંધારી રાતમાં ચક્કર મરાવશે જ્યાં લાઈટ ક્યારેય બૂઝાતી નથી.",2 "શૂજિત સરકારની ફિલ્મ ‘ઓક્ટોબર’ વધારે બોલ્યા વિના ઘણું બધું કહી જાય છે. આ ફિલ્મ પ્રેમ વિશે છે, કે જે ડેનના દુનિયાને નિશ્વાર્થ ભાવે જોવાના અને શિઉલીના મૌન, ઉદાસ અને કુતૂહલમાંથી દ્રશ્યમાન થાય છે. ફિલ્મમાં ડાયલોગ્સનો ભારે ડોઝ નથી કે નથી રોમાન્સની ભરમાર કે પછી બોલિવૂડ મસાલા ફિલ્મો જેવું પણ નથી.ફિલ્મનું પ્લસ પાસું છે તેની સરળતા. ડેન 21 વર્ષનો છે જેને હજુ ઘણું આગળ વધવાનું છે. તે કામમાં પરફેક્ટ છે, બાળસહજ અહંકાર છે, પણ ઘમંડથી ભરેલો નથી. તે બૂમો પાડીને બોલતો નથી, પણ તે સ્પષ્ટવક્તા છે. તે પોતાની જાતને એ રીતે રજૂ કરે છે કે તેના પર પ્રેમ ઉભરાઈ આવે. સાથે કામ કરવા દરમિયાન તે અને શિઉલીને અકસ્માતે જ એકબીજાની પાસે આવવાનું થાય છે અને બંને વચ્ચે વાતચીત પણ કામ પૂરતી જ થાય છે. પણ, શિઉલી જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે એ બે વચ્ચે લાગણીઓનો સેતુ બંધાય છે, તેને કદાચ પ્રેમ પણ કહી શકાય?શૂજિત સરકારે દરેક સિન્સમાં જીવ રેડી દીધો છે. ફિલ્મ ધીમી છે, પણ રસ જાળવી રાખે છે.તે તમને પાત્રો સાથે જોડે છે. તમે કદાચ એ પણ ભૂલી જશો કે તમે ફિલ્મ જોઈ રહ્યા છો અને તમે જાણે ખરેખર એ પાત્રો સાથે જીવી રહ્યા છો એવો અનુભવ થશે. એ સીન કે જેમાં ડેન અને શિઉલીને તેમના સંબંધો વિશે અનુભૂતિ થાય છે એ ખરેખર અદભૂત રીતે લખાયો અને ફિલ્માવાયો છે. સ્ટોરી એ રીતે લખાઈ છે કે અંતમાં તમે આશ્ચર્યમાં મૂકાઈ જાઓ. જુહી ચતુર્વિદીએ લખેલા કાવ્યાત્મક સ્ક્રીનપ્લે, સ્ટોરી અને ડાયલોગ્સ વખાણવા લાયક છે. ફિલ્મ ક્યાંક પણ ટ્રેક પરથી ઉતરથી જણાતી નથી. અવિક મુખોપાધ્યાય (સીનેમેટોગ્રાફી) દરેક ફ્રેમને કાવ્યાત્મક રીતે સજાવી છે. શાંતનુ મોએત્રાનો બેકગ્રાઉન્ડ સ્કોર ડ્રામમાંમાં જીવ ભરી દે છે.વરુણે આપ્યું છે કેરિયરનું બેસ્ટ પરફોર્મન્સફિલ્મમાં વરુણ ધવને તેની કેરિયરનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. શૂજિત સરકારે વરુણને એ રીતે પડદા પર રજૂ કર્યો છે કે તમે તેના અગાઉની ફિલ્મના શર્ટલેસ કેરેક્ટરને ભૂલી જશો. આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી બનિતા ભાવનાઓને વ્યક્ત કરવામાં તેની સુંદર આંખોનો બખૂબી ઉપયોગ કરી જાણ્યો છે. શિઉલીની માતાના રોલમાં ગીતાંજલિએ ઘણો સારો અભિનય કર્યો છે.શિઉલી અને ડેનને પ્રેમ ઊંડી છાપ છોડી જાય છે‘ઓક્ટોબર’ માત્ર ભારતીય લાગણીઓને ધ્યાનમાં રાખીને નથી બનાવાઈ, વિદેશી દર્શકોને પણ એટલી જ અપીલ કરી શકે તેવી ફિલ્મ છે. પ્રેમ અને સંબંધોમાં ઘણું બધુ અકથ્ય રહી જાય છે.શબ્દોમાં જેને રસ્તો નથી મળતો, તેને વહી જવા દો. શિઉલી (બંગાળી નામ કે જેનો અર્થ થાય છે નાઈટ જાસ્મીન) અને ડેનની બિનશરતી લવ સ્ટોરી તમારા મન પર ઊંડી છાપ છોડી જશે.",2 "જો આપણે બોલિવુડના યંગ ડિરેક્ટરની વાત કરીએ તો નીરજ પાંડે એક એવું નામ છે જેમની પાછલી ઘણી ફિલ્મોને દર્શક અને ક્રિટિક્સ બંનેએ ખૂબ વખાણ કર્યા છે. નીરજના નિર્દશનમાં બનેલી લો બજેટ ફિલ્મ ‘વેનસ ડે’ એવી ફિલ્મ હતી જેમાં ન તો ઇન્ડસ્ટ્રીના કોઈ મોટા સ્ટાર્સ હતા ન ફિલ્મનું બજેટ કરોડોમાં હતું. તેમ છતા અનુપમ અને નસીરના આસપાસ ફરતી આ ફિલ્મે ટિકિટબારી પર તિજોરી છલકાવી દીધી હતી. તેટલું જ નહીં ક્રિટિક્સે પણ ફિલ્મને કમાલ ગણાવી હતી.આ જ રીતે નીરજની બીજી ફિલ્મો ‘બેબી’ ‘સ્પેશિયલ 26’ અને મેગા બજેટ ફિલ્મ બાયોપિક ‘એમ.એસ. ધોની’ હિટ મૂવી લિસ્ટમાં સામેલ છે. જો તેમની ફિલ્મના સબ્જેક્ટની વાત કરવામાં આવે તો મોટાભાગે તેમની ફિલ્મ એક અલગ જ વિષયને લઈને આવે છે. દરેક વખતે તેમની ફિલ્મમાં નવો સબ્જેક્ટ હોય છે.ત્યારે તેમના ડિરેક્શનમાં બનેલી વધુ એક મેગા બજેટ ફિલ્મ ‘અય્યારી’ રીલિઝ થઈ છે. આ ફિલ્મનું બજેટ રુ. 65 કરોડ જેટલું આંકવામાં આવે છે. નીરજે આ ફિલ્મમાં પહેલીવાર મનોજ બાજપેયી અને સિદ્ધર્થ મલ્હોત્રા બંનેને એકસાથે પડદા પર લાવ્યા છે. ફિલ્મનો સબ્જેક્ટ આ વખતે પણ થોડો હટકે અને સંવેદનશીલ હોવાથી સેન્સર કમિટીએ આ ફિલ્મને ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે પણ મોકલી હતી.નીરજ હંમેશા પોતાની ફિલ્મની સ્ટોરીમાં હિરોઇન માટે પણ યોગ્ય જગ્યા શોધી જ લે છે. જેમ ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મમાં પણ તેમણે હીરોઇનનો પ્લોટ ફિટ કર્યો હતો તેમ આ ફિલ્મમાં પણ ડિફેન્સની ડીલ સાથે ફિલ્મમાં સોનિયા એટલે કે રકૂલ પ્રીતની લવસ્ટોરી પણ સાથે સાથે ચાલે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ જરુર ચોંકાવી દેનાર છે.ફિલ્મની ફોટોગ્રાફીનો કોઈ જવાબ નથી. દિલ્હીના રોડ અને ગલીઓથી શરુ થયેલી વાર્તા કશ્મીરની સુંદર ખીણો અને લંડનના અફલાતૂન લોકેશન બધું જ આ ફિલ્મમાં છે. જોકે આ ફિલ્મમાં નીરજની પહેલાની ફિલ્મ જેવી પકડ જોવા મળતી નથી જે દર્શકોને છેટ અંત સુધી બાંધી રાખે. ફિલ્મ પોતે પણ ખૂબ ધીમી હોવાથી દર્શક કંટળી જાય છે. હાં, ફોટોગ્રાફી એટલી સરસ છે કે તમને સ્ક્રીન પરથી નજર હટાવવાનું મન નહીં થાય.નીરજ પાંડે આ સ્ટોરીને એક સત્ય ઘટના સાથે જોડાયેલ સ્ટોરી કહે છે. જોકે આ મામલે વધુ ડિટેલ આપવા તેઓ તૈયાર નથી. જ્યારે કેટલાક સીન્સને એટલા ખેંચવામાં આવ્યા છે કે ફિલ્મ ધીમી થઈ ગઈ છે. જ્યારે ફિલ્મમાં કોઈપણ કારણ વગર સોન્ગ્સ ફીટ કરી દેવામાં આવા છે જે તમારી ફિલ્મ સિક્વન્સને તોડી નાખે છે.ફિલ્મ જોઈને લાગે છે કે સિદ્ધાર્થ અને રકુલની લવસ્ટોરીને આ ફિલ્મનો ભાગ કેમ બનાવવામાં આવી? જો આવું ન કરત તો નીરજ ફિલ્મને સવા બે કલાકમાં ખૂબ સહેલાઈથી પૂરી કરી શક્યા હોત. જે ફિલ્મના બિઝનેસ માટે પણ સારી બાબત હોત.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો મનોજ બાજપેયી છેવટ સુધી દર્શકોને પોતાની સીટ પર બાંધી રાખવા માટે સક્ષમ છે. ફિલ્મમાં તેમની એક્ટિંગ જ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. જ્યારે સિદ્ધાર્થ માટે પણ આ ફિલ્મ ખાસ છે. તેણે પણ પોતાની દમદાર એક્ટિંગ દ્વારા જય પક્ષીના કેરેક્ટરને જીવંત કરી દેખાડ્યું છે. જ્યારે અનુપમ અને નસીર બંનેના રોલ પણ પરફેક્ટ છે.",2 text,"sentiment expected 0 -> Negative Review, 1 -> Neutral review, 2 -> Positive Review "