reivew
stringlengths
4
2.98k
sentimentGOLD
stringclasses
4 values
ફિલ્મ 'આદિપુરુષ'ના ફર્સ્ટ લૂકને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારપછી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ મૂળભૂત બાબતો એ જ રહી. તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ VFXની દ્રષ્ટિએ વિઝ્યુઅલ સારી સાબિત થાય છે, પરંતુ CJIની ખામીઓ રહે છે. 2Dમાં VFX અને CGI કામ પ્રભાવશાળી નથી. જ્યારે 3Dમાં તે મજબૂત છે. સૌથી મોટી સમસ્યા પટકથા અને સંવાદોમાં આવે છે. આ ફિલ્મને આધુનિક દેખાવ આપવા માટે દિગ્દર્શક ઓમ રાઉતે રાવણની લંકાને અલગ લૂક આપ્યો છે, જે રાવણના ચમકતા સોનાથી વિપરીત 'હેરી પોટર' અથવા 'ગેમ ઓફ થ્રોન્સ'ના કિલ્લા જેવો દેખાય છે. ફિલ્મનો ત્રણ કલાકનો રન ટાઈમ નડવા માંડે છે કે જ્યારે સેકન્ડ હાફમાં વાર્તા VFXથી સજાયેલા રામ-રાવણના યુદ્ધ સુધી સીમિત દેખાય છે. જોકે વાર્તા ઇન્ટરવલ પહેલા વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે સારી લાગે છે. દિગ્દર્શકે અહિલ્યા, મેઘનાદ વધ જેવા રામાયણનાં ઘણાં એપિસોડને છોડી દીધા છે. જ્યારે બાલી અને સુગ્રીવને વાનરોનું શુદ્ધ સ્વરૂપ આપવામાં આવ્યું છે, ત્યારે રાવણનો દેખાવ, પોશાક અને તેના શસ્ત્રોનું ઘણું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. રાવણને પિશાચ જેવા પ્રાણી પર સવારી કરતો બતાવવામાં આવ્યો છે, તેના શસ્ત્રો 'ગેમ ઓફ થ્રોન્સ'ની યાદ અપાવે છે. સંચિત-અંકિત બલ્હારાનો બેકગ્રાઉન્ડ સ્કોર મજબૂત છે, પરંતુ અજય-અતુલનું સંગીત ગીતોને એટલું અદ્ભુત બનાવી શક્યું નથી. હા, 'જય સિયારામ રાજારામ' અને 'તુ હૈ શીતલ ધારા' સાંભળવા સારા લાગે છે.
0
દેખા મેંને દેખા હૈ યે એક સપના ફૂલો કે શહેર મેં હો ઘર અપના' આ સુપરહિટ સોન્ગ પોતાનું ઘરની ઈચ્છા રાખતા દરેક મધ્યમવર્ગીય કપલનું સપનું હોય છે, પરંતુ પોતાનું ઘર મેળવવા માટે કોઈ કઈ હદ સુધી જઈ શકે છે? આ એક અટપટો સવાલ છે? લુકા છુપી અને મિમી જેવી ચર્ચિત ફિલ્મો આપી ચૂકેલા ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર મિડલ ક્લાસ કલપના આ સપનાની આપસાસ ફરતી ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે' લઈને આવ્યા છે, પરંતુ પાત્રોની નબળાઈ અને નબળી સિનેમોટોગ્રાફ્રીના કારણે તેઓ દર્શકોને કહાણી સાથે જોડાવામાં નિષ્ફળ રહે છે. કોમેડી-ડ્રામા ફિલ્મની પકડ ત્યારે મજબૂત થાય છે, જ્યારે મેકર્સ ફિલ્મના પાત્રોને દર્શકો સાથે જોડી શકે. પરંતુ અહીંયા તકલીફ એ છે કે દર્શકો તે પાત્રો સાથે રિલેટ કરી શકતા નથી. પાત્રો ટુકડા-ટુકડામાં છે પરંતુ તેમાં ડેપ્થની કમી છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર મિડલ ક્લાસ જોઈન્ટ ફેમિલીનો એક મજેદાર સંસાર બતાવે છે, જ્યાં કેટલીક જગ્યા પર હાસ્યનો સુંદર ક્ષણ આવે છે, પરંતુ તેની કહાણી કમજોર સાબિત થાય છે. સવાલ એ ઉભો થાય છે કે, એક સુખી મેરિડ કપલ કેવી મુશ્કેલ સ્થિતિ પર ઘર મેળવવા માટે કઠોર નિર્ણય લઈ શકે છે? ફર્સ્ટ હાફ પોતાની રફ્તારથી આગળ વધે છે પરંતુ સેકન્ડ હાફમાં કહાણી ખેંચવામાં આવી હોય તેમ લાગે છે. કહાણીમાં મામા-મામીના પાત્રોથી કોમેડી અને ઈમોશન ઉભા થાય છે પરંતુ અંતમાં આ પાત્રોનો ઉપયોગ ન થતાં નિરાશા થાય છે અને ક્લાઈમેક્સમાં કહાણી નબળી પડે છે. ફિલ્મનું મ્યૂઝિક સારું છે, જે સચિન-જીગરે આપ્યું છે.
0
લાઈગર ફિલ્મના પાત્ર ઘણી વખત મૂર્ખતા ભરેલું વર્તન કરતા જોવા મળે છે. લાઈગરમાં ડિરેક્ટર પુરી જગન્નાથે તર્ક વિનાની વાર્તા રજૂ કરી છે. તેમજ લાઈગર દર્શકોને બાંધી રાખવામાં નિષ્ફળ જાય છે કારણકે આ ફિલ્મ એ રીતે લખાઈ છે કે તેમાં કશું નવું નથી. લાઈગરમાં હંમેશાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મોમાં જોવા મળતી જ વાત છે અને તેમાં કોમર્શિયલ તત્વ ઉમેરાયું છે. પણ, છતાં લાઈગર એ એક સારી રીતે બનાવાયેલી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ નથી. લાઈગરમાં સુનીલ કશ્યપનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વિષ્ણુ શર્માનું કેમેરાવર્ક સ્ટાઈલિશ છે. તેમ છતાં દર્શકોની રુચિ લાંબા સમયથી જળવાઈ રહેતી નથી. છતાં આ ફિલ્મમાં જો કશું જોવાલાયક હોય તો તે વિજય દેવરકોંડા છે. તેણે ફિલ્મમાં બોલેલા સંવાદ પણ અસરકારક છે. છતાં ક્યારેક વિજય દેવરકોંડા ફિટ અને હેન્ડસમ દેખાતો નથી. અનન્યા પાંડે ક્યુટ દેખાય છે પણ તેણે હજુ એક્ટિંગમાં ઘણી મહેનત કરવાની જરૂર છે. લાઈગરની વાર્તા નબળી છે જે દર્શકોની રુચિ જાળવી રાખતી નથી. ડિરેક્ટર પુરી જગન્નાથ એક સંતોષજનક ફિલ્મ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
0
ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ ભવ્ય સેટ્સ, ઉત્તમ સિનેમેટોગ્રાફી, શાનદાર બેકગ્રાઉન્ડ સ્કોર અને સંજય દત્ત તેમજ રણબીર કપૂર જેવા ધુરંધર કલાકારોની મદદથી ફિલ્મને ગ્રાન્ડ બનાવવાની કોશિશ કરી છે. પરંતુ અફસોસ ફિલ્મની નબળી સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સને લીધે માર ખાઈ જાય છે. જોકે, ઈન્ટરવલ પહેલાથી ક્લાઈમેક્સ સુધીના કેટલાક દ્રશ્યો દર્શકોમાં ઉત્સાહ જગાડે છે. પરંતુ ફિલ્મની વાર્તાને વધારે ખેંચવામાં આવી હોવાથી દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ રહે છે. એક-બેને બાદ કરતાં બાકીના ગીતો જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યા હોય તેવું લાગે છે.પોણા ત્રણ કલાક લાંબી ફિલ્મને એડિટિંગ ટેબલ પર ઓછામાં ઓછો અડધો કલાક કાપી શકાઈ હોત. જો 'શમશેરા'ને 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' અને 'કેજીએફ'ની ના પસંદ આવે તેવી કોકટેલ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય. રણબીર કપૂરે આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે તો સંજય દત્ત પણ શુદ્ધ સિંહના રોલમાં જામે છે. વાણી કપૂર પાસે ફિલ્મમાં ડાન્સ અને રોમાંસ સિવાય કંઈ ખાસ કરવાનું નથી. સૌરભ શુક્લા અને રોનિત રોય પણ પોતાના પાત્ર સાથે ન્યાય કરે છે.
0
સબ્બિર ખાન ડિરેક્ટેડ ફિલ્મ 'નિકમ્મા'ની સમસ્યા એ છે કે તેનો સ્ક્રીનપ્લે સારો નથી. પાત્રોની રચનામાં ખૂહ મહેનત કરવામાં આવી છે પણ લગભગ અઢી કલાકની આ ફિલ્મ 'નિકમ્મા' ઘણી ખેંચાયેલી હોય એવું લાગે છે. જો એક્ટિંગની વાત કરીએ તો 'નિકમ્મા'માં એક્ટર અભિમન્યુ દાસાણી ઓવર એક્ટિંગનો શિકાર બની ગયો છે. તેણે પોતાના ક્રાફ્ટ પર વધારે મહેનત કરવાની જરૂર છે. અવનિના પાત્રમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સારું કામ કર્યું છે. તેણે પોતાનો રોલ ખૂબ જ પ્રમાણિકતાથી ભજવ્યો છે. જ્યારે શર્લી સેતિયા ખૂબ ક્યુટ લાગી રહી છે. વિલનના રોલમાં એક્ટર અભિમન્યુ સિંહ જામી રહ્યો છે. આ સિવાય વિક્રમ ગોખલે, સચિન ખેડેકર, સમીર સોની જેવા કલાકારોના રોલ કંઈ ખાસ ઉલ્લેખ કરવા જેવા નથી. 'નિકમ્મા'નું સંગીત સાધારણ છે.
0
સવા બે કલાકની આ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની વાર્તાને ઉતાવળથી દર્શાવે છે. ફિલ્મમાં એવા ઘણાંય સવાલ છે જેના જવાબ નહીં મળે. ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં પૃથ્વીરાજ અને સિંહો વચ્ચેની લડાઈના સીન રોમાંચક લાગશે. પરંતુ 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં તરાઈના બંને યુદ્ધને મર્યાદિત દ્રશ્યોમાં આટોપી લેવાયા છે જે યોગ્ય નથી લાગતું. નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ફિલ્મને સવા બે કલાકમાં આટોપીને વિવાદોથી બચવા માટે સપાટ અંદાજમાં રજૂ કરી છે પણ આ જ કારણે ફિલ્મ પ્રભાવ નથી છોડતી.ફિલ્મનો સ્ક્રીનપ્લે વેરવિખેર લાગે છે. અક્ષયે સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં જીવ રેડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ માત્ર 40-45 દિવસમાં પોતાની ફિલ્મોનું શૂટિંગ પૂરું કરી નાખતા અક્ષય પાસે પર્ફેક્શનની અપેક્ષા રાખવી મૂર્ખામી છે. 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત'ના રણવીર સિંહ તેમજ 'જોધા અકબર'ના હૃતિક રોશન કરતાં અક્ષય નબળો લાગે છે.ફિલ્મમાં મોહમ્મદ ગોરીના રોલમાં માનવ વિજને જોઈને એક બળવાન વિલનની કમી વર્તાય છે.જોકે, સંજય દત્ત, આશુતોષ રાણા, સોનુ સૂદ અને સાક્ષી તંવર જેવા ઉમદા કલાકારોએ પોતાના રોલ સાથે બરાબર ન્યાય કર્યો છે. પરંતુ આ કલાકારો પાસે કરવા માટે કંઈ ખાસ હતું નહીં. આ ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરનારી વિશ્વ સુંદરી માનુષી છિલ્લર પડદા પર એક સુંદર ઢીંગલી જેવી લાગે છે. નિઃશંકપણે હજી માનુષી છિલ્લરને એક્ટિંગમાં ઘણું શીખવાનું છે. ફિલ્મના સેટ્સને ભવ્ય બનાવવા માટે રૂપિયા પાણીની જેમ વાપર્યા છે અને સિનેમેટોગ્રાફી પણ સારી છે. પરંતુ અફસોસની વાત એ છે કે, ડાયરેક્ટર લીડ એક્ટર અને વિલન બંનેનો સાથ ના મળ્યો અને વિવાદોથી બચવાના ચક્કરમાં તેઓ ઈતિહાસ રચવાની તક ચૂકી ગયા.પડદા પર ભવ્યતાની વાત કરીએ તો સંજય લીલા ભણસાલી અને આશુતોષની ફિલ્મો સાથે તુલના કરીએ તો આ મામલે પણ 'સમ્રાટ પૃથ્વીરાજ' માર ખાઈ જાય છે. ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો છે પરંતુ એટલો પ્રભાવશાળી નથી લાગતો. મ્યૂઝિકની વાત કરીએ તો, 'હરિ હર' સિવાય ફિલ્મનું એકપણ ગીત કર્ણપ્રિય નથી લાગતું. જો તમે ઐતિહાસિક ફિલ્મોના શોખીન હો તો આ ફિલ્મ થિયેટરમાં જઈને જોવી બાકી ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જુઓ.
0
દસવીં'નું નિર્દેશન તુષાર જલોટાએ કર્યું છે. 'રામલીલા', 'પદ્માવત', 'બર્ફી' જેવી જાણીતી ફિલ્મોમાં તુષાર જલોટાએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. પરંતુ પહેલી ફિલ્મ 'દસવીં'માં તેઓ ખાસ કમાલ ના કરી શક્યા. 8-9 ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યા પછી 'દસવીં'નું નિર્દેશન તેમના શિરે હતું પરંતુ તેઓ ખાસ કમાલ ના કરી શક્યા. ફિલ્મમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળે છે. ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ નિવડી છે. જો તુષાર ફિલ્મને થોડી ટાઈટ રાખી શક્યા હોત તો છાપ છોડી શકી હોત.'દસવીં'નું લેખન 'કહાની 2'ના સ્ક્રિપ્ટ રાઈટર સુરેશ રૈના અને 'કમાન્ડો' તેમજ 'સરદાર ઉધમ સિંહ' જેવી શાનદાર ફિલ્મો લખનારા રિતેશ શાહે કર્યું છે. બંનેની જોડી આ વખતે ફિકી સાબિત થઈ હતી. ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં અભિષેક બચ્ચનની સ્પીચ છે, જે ફિલ્મના મુખ્ય સીન પૈકીની એક છે. પરંતુ સ્પીચનું લેખન એટલું નબળું હતું આ દ્રશ્ય સૌથી બેરંગ દ્રશ્ય લાગ્યું. ફિલ્મમાં કેટલાક સંવાદ એવા છે જે હસવા પર મજબૂક કરી દેશે. ફિલ્મની વાર્તા ક્યારેક એકદમ વેગ પકડી લે છે તો ક્યારેક સાવ ધીમી પડી જાય છે. આ જ ફિલ્મનું સૌથી નબળું પાસું છે. ફિલ્મના નિર્દેશક અને લેખક અમુક જગ્યાએ જે ભાવ જગાડવા માગતા હતા તે પડદા પર ના દર્શાવી શક્યા. એકદંર ફિલ્મની સ્ક્રીપ્ટ થોડી વધુ કસી શકાઈ હોત પરંતુ તેની ખોટ છે.'દસવીં'નો ભાર આમ તો અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમ્રત કૌરના ખભે હતો પરંતુ બાકીના બે પર નિમ્રત ભારે પડી. તેણે ફરી એકવાર પોતાની નેચરલ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. યામી ગૌતમની 'અ થર્સડે' અને 'બાલા' જોયા પછી તેની પાસેથી વધુ અપેક્ષા હતી પરંતુ તે ખરી ના ઉતરી શકી. 'દસવીં'નું મુખ્ય પાત્ર ગંગારામ ચૌધરી છે જેને અભિષેક બચ્ચને નિભાવ્યું છે. 'લૂડો', 'બોબ બિશ્વાસ', 'ધ બિગ બુલ' બાદ 'દસવીં' જૂનિયર બચ્ચનની ચોથી ફિલ્મ છે જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ બધી જ ફિલ્મોમાં અભિષેક બચ્ચનનો અલગ અને ગંભીર અંદાજ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, તે પહેલા કરતાં વધુ સારી રીતે પડદા પર નિખરી રહ્યો છે. 'દસવીં'માં અભિષેકની એક્ટિંગના વખાણ ચોક્કસથી કરવા રહ્યા. પરંતુ ક્યાંક ક્યાંક તે બોડીલેંગ્વેજ ચૂકી જાય છે છતાં બાદમાં સંભાળી પણ લે છે.સિનેમેટોગ્રાફીની જવાબદારી કબીર તેજપાલની હતી. તેમણે આ ફિલ્મમાં સહેજ પણ કચાશ રાખી નથી. કેમેરા વર્ક સારું છે. મ્યૂઝિકની વાત કરીએ તો સચિન અને જિગરની જોડીનું સંગીત ફિલ્મમાં સાંભળવા મળશે. ફિલ્મના દ્રશ્યો અને સેટની વાત કરીએ તો શૂટિંગ આગ્રાની જેલમાં થયું છે. જેલની લાઈબ્રેરી અને સેલ પર ફોકસ કરવામાં આવ્યું છે. ઘણીવાર તમને દ્રશ્ય બેવડાતા હોય તેવું પણ લાગશે.
0
ફિલ્મની કહાણી દર્શાવે છે કે, કોઈ પણ વિજ્ઞાન 100 ટકા સચોટ નથી. તે સમજાવવાનો પ્રયાસ કરે છે કે, વ્યક્તિ પોતાના કર્મથી ભાગ્ય બદલી શકે છે. આ વાત દુનિયાના સૌથી વિદ્વાન હસ્તરેખા જ્યોતિષ પર પણ લાગુ થાય છે. 140 મિનિટની આ લાંબી ફિલ્મ એક સમય બાદ કંટાળાજનક લાગે છે, જેમ જેમ તે આગળ વધે છે, અંત સુધી ત્યાં નથી પહોંચતી જ્યાં ડિરેક્ટર પહોંચાડવા ઈચ્છતા હતી. ફિલ્મમાં મોટા સ્ટાર્સ છે, ટેકનોલોજીના આશરે પણ સુંદર કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તે કામ કરતું નથી.પૂજા હેગડે અને પ્રભાસની કેમેસ્ટ્રી આ લવ સ્ટોરીની સૌથી મોટી પરેશાની છે. દુઃખની વાત એ છે કે, બંનેના પાત્રમાં ઊંડાઈની કમી છે. તેને વધારે સારી રીતે ઘડી શકાય તેમ હતું. તેની કમીની અસર બંને એક્ટર્સના પર્ફોર્મન્સ પર પણ પડે છે. જો કે, પ્રભાસ અને પૂજા હેગડેએ તેમના ભાગનું કામ પૂરી લગન સાથે પૂરુ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્ક્રીનપ્લેમાં ઘણા એવા સીન છે, જેની જરૂર નહોતી. ઘણા એવા પાત્રો છે, જેનું ફિલ્મમાં કોઈ કામ નહોતું. સાથે જ કેટલીક એવી ઘટના છે જેના વિશે સારી રીતે સમજાવવામાં આવ્યું નથી. તેવામાં તમે તે જ વિચારતા રહી જાઓ કે, આ કેમ થયું અથવા કેવી રીતે થયું. 'રાધે શ્યામ'નો મોટા કેનવાસ પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં સુંદર યુરોપ છે અને તે તમને પરીઓની કહાણી સમાન લાગે છે. ફિલ્મી પડદા પર જોવા માટે સુંદર અને ગ્રાન્ડ છે. મિથુન, અમાલ મલિક અને મનન ભારદ્વાજનું મ્યૂઝિક ફિલ્મની કહાણી સાથે વણાઈ ગયું છે અને તે તમને સારુ લાગે છે. કેટલાક સોન્ગનું પિક્ચરાઈઝેશન સારું છે.ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવેલા વીએફએક્સની પ્રશંસા કરવા પાત્ર છે. આ 'રાધે શ્યામ'ની ક્વોલિટી છે. પરંતુ આ બધું બેકાર સાબિત થાય છે, કારણ કે આ પ્રેમ કહાણીમાં કનેક્ટ નથી. ફિલ્મનું ભાગ્ય કંઈક થઈ શકે તેમ હતું, પરંતુ તેમ થયું નથી.
0
પુષ્કરનાથ પંડિત અને તેમની વાર્તા આંખો ભીની કરી દેશે. પરંતુ ફિલ્મ ક્યાંક ખોવાઈ જાય છે, ભટકી જાય છે. ફિલ્મ લાંબી લાગે છે અને ડિટેલિંગની કમી દેખાય છે. એવું લાગે છે કે અરાજકતા વધુ અને સંદર્ભ ઘટી ગયો છે. તમારી અંદર અસહમતિનો ભાવ જાગવા લાગે છે. પાત્રો એકતરફી કહાણીને લઈને આગળ વધે છે જેના કારણે સંતુલન બગડી જાય છે. છેલ્લે એવું લાગવા માંડે છે કે આ બધી ઔપચારિકતા છે. અનુપમ ખેરે જબરદસ્ત એક્ટિંગ કરી છે. તેમનું પર્ફોર્મન્સ તાળીઓ વગાડવા મજબૂર કરે છે. પડદા પર તેમની પીડા જોઈને તમને પણ ડૂમો ભરાઈ આવશે. પોતાના ખોવાયેલા ઘરને શોધતાં વ્યક્તિના પાત્રમાં તેઓ પર્ફેક્ટ છે. પલ્લવી જોષી ખાસ પ્રભાવ નથી છોડી શક્યા. દર્શક તરીકે તમને લાગશે કે તેમના પાત્રમાં કંઈક વધારે હોવું જોઈતું હતું. ચિન્મય મંડલેકર અને મિથુન ચક્રવર્તી પણ પોતપોતાના પાત્રને ન્યાય આપી શક્યા છે. કાશ્મીરી પંડિતોની પીડાને દર્શાવવા અગાઉ વિધુ વિનોદ ચોપરા રોમેન્ટિક ડ્રામા 'શિકારા' લઈને આવ્યા હતા. એ વખતે તેમણે કાશ્મીરી પંડિતોની પીડાને યોગ્ય રીતે દર્શાવી ના હોવાથી તેમની ટીકા થઈ હતી. જોકે, તે ફિલ્મ તમને એમની સંસ્કૃતિ, પીડા અને નિરાશાની સ્થિતિની નજીક લઈ જાય છે. પરંતુ વિવેક અગ્નિએ એવું નથી કર્યું. તેઓ એ પીડાને બેધડક થઈને દર્શાવે છે અને રાજકારણ અને ઉગ્રવાદને આગળ રાખે છે.ફિલ્મ થોડી ગૂંચવણભરી લાગે કારણકે સીધી સપાટ રીતે વાર્તા કહેવાને બદલે ફલાણાએ કહ્યું ઢીકણાએ કહ્યું તે રીતે દર્શાવાયું છે.
0
અભિષેક શ્રીવાસ્તવઃ બોલિવુડ સુપરસ્ટાર માધુરી દીક્ષિતની (Madhuri Dixit) પહેલી વેબ સીરિઝ 'ધ ફેમ ગેમ' (The Fame Game)ની પહેલી સીઝન રિલીઝ થઈ ગઈ છે.આ વેબ સીરિઝની મુખ્ય યુએસપી માધુરી દીક્ષિત છે જે આ દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે. માધુરી દીક્ષિત, સંજય કપૂર અને માનવ કૌલ તેમના પાત્રમાં સારા દેખાય છે પરંતુ કેટલાક સીનમાં માધુરી અને માનવની જોડી જામતી નથી. કહાણી તો સારી છે પરંતુ તેમા ઘણી કમી છે. પૂરી કહાણી ક્યારેય વર્તમાનની સાથે ફ્લેશબેકમાં પણ ચાલે છે. ફિલ્મની કહાણી ધીમે-ધીમે આગળ વધે છે અને તેથી ક્યારેક ભારરૂપ પણ લાગે છે. આ સીરિઝમાં સમલૈંગિક સંબંધોને પણ દેખાડવામાં આવ્યા છે પરંતુ કેમ દેખાડાયા છે, તે સમજથી ઉપર છે.માધુરી દીક્ષિતને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે, તેમા બેમત નથી પરંતુ માત્ર તેના જ ક્રેઝ પર સીરિઝ હિટ કરાવી લેવી તે મુશ્કેલ કામ છે. તેવા સમય પર જ્યારે દર અઠવાડિયે કોઈ વેબ સીરિઝ રિલીઝ થાય છે, દર્શકોને બાંધવા મુશ્કેલ કામ છે. 'ધ ફેમ ગેમ' દ્વારા બોલિવુડ સેલેબ્સના અંગત અને પારિવારિક જીવનને દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે નવું નથી. માનવ કૌલ તેના રોલમાં બેસ્ટ છે. સપોર્ટિંગ કાસ્ટે પણ સારુ કામ કર્યું છે. પરંતુ આ સીરિઝ સ્લો છે તેથી જો તમે કોઈ સ્લો કહાણી જોઈ શકતા હો તો તેમા કંઈ ખોટુ નથી.
0
ફિલ્મ ઘણાં વર્ષો પહેલા બની હતી એટલે આજના સમય પ્રમાણે મોડર્ન ટચની કમી છે. પરંતુ નવનીત સૈનીએ સ્ક્રીનપ્લે પર સારું કામ કર્યું છે. આ ફિલ્મ બાંધીને રાખશે. જોકે, સારા સ્ક્રીનપ્લે અને ઉમદા કલાકારો સિવાય આ ફિલ્મમાં જે કંઈ છે તે તેને નબળી પાડે છે. ફિલ્મની વાર્તામાં એવા ઘણા પેચ છે, એવી ઘણી બાબતો છે જેના પર વિશ્વાસ ના બેસે. પાત્રોના લેખનમાં પણ મહેનત ઓછી છે. દાખલા તરીકે આ ફિલ્મમાં પોલીસને બતાવાઈ છે, જે જોકર જેવી લાગે છે. ખાસ કરીને કેમેરા સામે નારાજગી હશે કારણકે તે વિના કારણે હલ્યા કરે છે.દિવંગત ઈરફાન ખાનને પડદા પર જોઈને આનંદ થાય છે. શેખર શર્મા ઉર્ફે ચાંદના પાત્રમાં તેઓ જામે છે. તેઓ પોતાના અંદાજમાં વનલાઈનર્સ બોલે છે. ફિલ્મમાં ઈરફાન, દીપલ શૉ સાથે રોમાન્સ કરતાં પણ જોવા મળે છે. જે થોડું વિચિત્ર લાગે છે. ઘણીવાર એવું પણ લાગે કે દીપલનું પાત્ર લખતી વખતે રાઈટર્સના મગજમાં શું ચાલતું હશે કારણકે તેની એક્ટિંગથી વધુ ખામી પાત્રમાં છે. પહેલા સીનથી જ રણવીર શૌરી ખાસ જામતો નથી. લકી અલીને જોઈને ના તો પોલીસવાળા જેવું લાગે ના તો તેઓ રમૂજી લાગે છે.સિનેમેટોગ્રાફર રવિ વાલિયાએ થાઈલેન્ડના કેટલાક સુંદર લોકેશનને કેદ કર્યા છે. ફિલ્મનું સંગીત સહેજ પણ યાદ રહે તેવું નથી. જોકે, સમુદ્ર કિનારે ફિલ્માવાયેલી ડ્રીમ સિક્વન્સ જોવાલાયક છે. 126 મિનિટની સારી વાત એ છે કે તેને વિના કારણ ખેંચવામાં નથી આવી. ક્લાઈમેક્સ વધુ આકર્ષક અને મનોરંજક નથી. ફિલ્મ ખાસ્સા વર્ષો પહેલા બની હતી એટલે ટેક્નોલોજીમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. જોકે, આ ફિલ્મની એ સમયની ફિલ્મો જોડે તુલના કરીએ તો પણ તે ઉતરતી લાગે છે. એકંદરે 'મર્ડર એટ તીસરી મંજિલ 302' ઈરફાનની યાદોમાં રાચવાની તક આપે છે. પરંતુ આ એવી ફિલ્મ નથી જેને તમે યાદ રાખવા માગશો. એવામાં જે તમે ખરેખર ઈરફાનને શ્રદ્ધાંજલિ આપવા માગો છો તો તેમની કેટલીક સારી ફિલ્મો જુઓ. 'પીકૂ', 'ધ લંચ બોક્સ', 'પાન સિંહ તોમર', 'મકબૂલ' જેવી ફિલ્મો તમારા વોચલિસ્ટમાં સમાવી લો. આ ફિલ્મ ઈરફાનની એકપણ ફિલ્મની નજીક આવે તેવી પણ નથી.
0
ચાર્લી અને મકવાણાની મુંબઈથી દીવની સફર ટ્રકમાં શરૂ થાય છે ત્યારે ફિલ્મમાં રસ જાગે છે. આ મુસાફરી દરમિયાન ચાર્લી ગોરીલા બનેલા મકવાણા સાથે ખૂબ વાતો કરે છે અને જવાબમાં જેકી શ્રોફ ખૂબ નાચે છે. આ સફરમાં ઘણાં નવા પાત્રો ઉમેરાતા જાય છે જે વાર્તાને ખેંચતા લાગે છે અને ફિલ્મ કંટાળાજનક થતી જાય છે. તમને ખબર છે કે ફિલ્મ કઈ દિશામાં જવી જોઈએ પરંતુ ડાયરેક્ટર દરેક વખતે ફિલ્મને પાટા પરથી ઉતારી દે છે. કદાચ ડાયરેક્ટર ભૂલી ગયા છે કે સારી કોમેડી ફિલ્મ બનાવા માટે ઉત્કૃષ્ટ લખાણ અને કોમિક ટાઈમિંગની જરૂર હોય છે.ઉદાહરણ તરીકે ધમાલ, ગોલમાલ, નો એન્ટ્રી જેવી ફિલ્મોની વાર્તામાં કશું ખાસ નહોતું પરંતુ ચુસ્ત સ્ક્રીપ્ટ અને કોમેડી ટાઈમિંગના કારણે જ આ ફિલ્મોને પસંદ કરાઈ હતી. આવી કેમેસ્ટ્રી આદર જૈન અને જેકી શ્રોફ વચ્ચે જોવા નથી મળી રહી. આદર જૈને પોતાની એક્ટિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. સારા લૂક્સ હોવા છતાં દર વખતે આદરને જોઈને કઝિન રણબીર કપૂર યાદ આવે છે. આદરના એક્સપ્રેશન અને અવાજ રણબીરને મળતાં આવે છે પરંતુ એક્ટિંગની બાબતે આદર નબળો છે. એલાન નૌરૌજી નાનકડા રોલમાં સારી લાગી રહી છે. રાજપાલ યાદવ, દર્શન જરીવાલા, સિદ્ધાંત કપૂર અને શ્લોકા પંડિત પાસે કરવા માટે કશું ખાસ નથી. માટે ફરી એકવાર આદરને દર્શકો તરફથી નિરાશા મળશે તેવું લાગી રહ્યું છે.
0
ડેવિડ ધવન અને તેના સ્ક્રિનપ્લે રાઈટર રુમી જાફરીએ 1995ની ફિલ્મને 2020માં ગ્રાન્ડ બનાવવાની કોશિશ કરી છે. પહેલી ફિલ્મથી વધારે મોટું ઘર, મોટી ગાડી, ધમાકેદાર ડાન્સ, હાઈ પિચ મ્યૂઝિક અને આજના સમયના હિસાબે કેટલાક ડાયલોગ્સ. કુલ મળીને 2020ની 'કૂલી નંબર 1'માં જૂની બોટલમાં નવો દારુ છે. કેવું છે કલાકારોનું કામ? વરુણ ધવને આ ફિલ્મ દ્વારા ગોવિંદાના અંદાજમાં ઉતારવાની કોશિશ કરી છે. જોકે, તેમાં સફળ રહ્યો નથી. 1995ની 'કુલી નંબર-1' એક એવી ફિલ્મ છે. જેને થિએટરથી લઈને ટીવી સુધી દરેક લોકોએ જોઈ હશે. આ કારણે દર્શક તરીકે તમે સ્ટોરી તો ઓળખતા જ હશો. આગળ શું ઘટના થવાની છે. એ પણ તમે જાણો છો. શું ડાયલોગ્સ બોલશે તેનો પણ અંદાજ લગાવી શકો છો. આથી સૌથી મોટો પડકાર હતો કે આ ફિલ્મને પહેલા કરતા પણ વધુ મજેદાર બનાવી શકાય. જોકે, અફસોસ એવું ન થઈ શક્યું.જોકે, વરુણ ધવને પોતાના હિસાબે મસ્તી ખૂબ જ કરી છે. આ ફિલ્મમાં એક્ટિંગ કરવાથી વધારે તો ફિલ્મને એન્જોય કરતા જોવા મળે છે. વરુણે ફિલ્મમાં અમિતાભ બચ્ચનથી લઈને નાના પાટેકર સુધીની મિમિક્રી કરી હતી. જોકે, અંતમાં તે મિથુન ચક્રવર્તી પર આવીને રોકાઈ જાય છે. સારા અલી ખાનના ભાગમાં તો કરવાલાયક ઘણું જ હતું. શિખા તલસાણિયાના પણ આવા જ હાલ છે. જોકે, સાહિલ વૈદ્ય રાજૂના દોસ્ત દીપકના કેરેક્ટરમાં ઠીકઠાક લાગી રહ્યો છે.કાદર ખાનની જગ્યાએ આ વખતે પરેશ રાવલ છે. પરેશ રાવલે જરુર ગત ફિલ્મ કરતા અલગ કરવાની કોશિશ કરી છે જેમાં તે ખૂબ જ જામે છે. ગોવાના એક બિઝનેસમેન તરીકે તેની હોશિયારી, ગત ફિલ્મના હોશિયારચંદને તો પાછળ નથી મૂકતી પરંતુ તેના સમાંતર જ ચાલે છે. 'કુલી નંબર 1' કોમેડી ફિલ્મ છે પરંતુ દર્શકોને વધારે હસવું નહીં આવે. 90ના દશકની સ્ટોરીને હાલના સમયના હિસાબે ખૂબ જ ભવ્ય બનાવી છે. આ માટે જ પડદા પર બધું જ સુંદર અને મસ્ત લાગે છે. રાજપાલ યાદવ સારો છે પરંતુ તે પણ શક્તિ કપૂર કરતા વધારે સારુ નથી કરી શક્યો. કેટલીક હદ સુધી રાજપાલ યાદવ અને જ્હોની લીવર હસાવવામાં સફળ જરુર થાય છે.90ના દશકમાં ગોવિંદા અને કાદર ખાનની જોડીમાં જોરદાર કેમિસ્ટ્રી હતી. કુલી નંબર 1માં પણ એ વાત જોવા મળી હતી. વરુણ ધવન અને પરેશ રાવલ વચ્ચે આ કેમિસ્ટ્રી ગાયબ થતી હોય એવું લાગે છે. ફિલ્મની સ્ટોરી આગળ તો વધે છે પરંતુ તે અસર નથી દર્શાવતી. સાહિલ વૈદ્ય અને શિખા તલસાણીયાની લવ સ્ટોરી પરાણે ઘૂસાડવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.જો વાત કરવામાં આવે ફિલ્મના સંગીતની તો તે સાંભળવા લાયક છે. વરુણ ધવન સારો ડાન્સર છે અને તેણે પોતાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. સારા અને વરુણની જોડી ગીતમાં સારી લાગે છે. અનેક ગીત એવા છે જે તમને નચાવશે. 'હુસ્ન હૈ સુહાના'નું રીમેક ખૂબ જ મસ્ત બન્યું છે પરંતુ 'મિર્ચી લગી'ને હજુ વધુ સારુ બનાવી શકાયું હોત.
0
આ ફિલ્મ તેલુગુ અને તમિલ ભાષામાં બનેલી ફિલ્મ 'ભાગમતી'ની હિન્દી રિમેક છે. સાઉથની ફિલ્મો ખૂબ લાઉડ હોય છે તે અક્ષય કુમારની 'લક્ષ્મી' જોઈને સમજાઈ ગયું હશે. જો તમને સાઉથની ફિલ્મો પસંદ ના હોય તો આ ફિલ્મ જોવાનું ટાળવું. ભૂમિ પેડનેકર સારી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને આ વાત તે સાબિત કરી ચૂકી છે. પરંતુ આ ફિલ્મમાં તે વધુ પડતી લાઉડ છે, જે અજીબ લાગશે. ફિલ્મમાં 30 મિનિટ તો ભૂતિયા માહોલ બતાવવામાં લગાવાયો છે, જે વિચિત્ર લાગે છે. દરેક પાત્રની કહાણી તમે જાણવા માગો છો પરંતુ તેને યોગ્ય રીતે સ્થાપિત નથી કરી શકાયું. ફિલ્મમાં રાજકીય ષડયંત્રો અને મહિલા સશક્તિકરણના મુદ્દાને ઘૂસાડવામાં આવ્યો છે. જો તમે વિચારતા હશો કે આ હોરર ફિલ્મ છે તો ડર લાગશે તો તમે ખોટા છો. ફિલ્મના ડાયલોગ માથું ભારે કરી નાખે તેવા છે. માહી ગિલ અને જિશૂ સેનગુપ્તાના પાત્રોનો યોગ્ય ઉપયોગ નથી થયો. અરશદ વારસી આ ફિલ્મ દ્વારા પોતાની ઈમેજ ચેન્જ કરવાના પ્રયાસમાં છે પરંતુ તેને યોગ્ય સ્પેસ નથી અપાઈ.
0
સડક 2'ની વાર્તા એકદમ ઉદાસીપૂર્ણ માહોલથી શરૂ થાય છે જેમાં રવિ પોતાની મૃતક પત્ની પૂજાની યાદોમાં જીવતો હોય છે. તે આત્મહત્યાની કોશિશ કરે છે પરંતુ કરી નથી શકતો. આર્યા એક વંટોળની જેમ રવિના જીવનમાં આવે છે. વાર્તામાં ઝડપથી ટ્વિસ્ટ આવવા લાગે છે અને તેના કારણે જ ફિલ્મનો સ્ક્રીનપ્લે પાટા પરથી ઉતરી જાય છે. ફિલ્મના ડાયલોગ વાસી લાગે છે અને દર્શકોને કંટાળો અપાવે તેવા છે. એવું લાગે છે કે, મેકર્સે ફિલ્મ લખવામાં ખાસ મહેનત નથી કરી. તેઓ એવું માનતા હશે કે દર્શકો જૂની ફિલ્મના આધારે જ આ મૂવી પણ જોઈ લેશે. નવી ઓડિયન્સના એક મોટા વર્ગે જૂની 'સડક' જોઈ નહીં હોય. આ ફિલ્મના વિલન અતિશય ડ્રામા કરે છે અને એક્શન નકલી જેવું લાગે છે.પોતાની ઉત્તમ એક્ટિંગ માટે જાણીતી આલિયા ભટ્ટ પણ અમુક ઈમોશનલ સીનને બાદ કરતાં નિરાશ કરે છે. આદિત્ય રોય કપૂરના ફાળે કરવા માટે કંઈ ખાસ આવ્યું નથી. સંજય દત્તના કેટલાક ઈમોશનલ સીન સારા છે પરંતુ તેના પાત્રની પણ મર્યાદા છે. આલિયાના પિતાનો રોલ કરતાં જિશૂ સેનગુપ્તા અને ઢોંગી ધર્મગુરુનાા પાત્રમાં મકરંદ દેશપાંડેએ દમદાર અભિનય કર્યો છે. જો કે, મેકર્સે મકરંદ દેશપાંડે જેવા ઉત્તમ કલાકાર પાસેથી પણ ઓવર-એક્ટિંગ કરાવી છે અને ઘણા સીન અજીબ લાગે છે. એક સારા ડાયરેક્ટર તરીકે મહેશ ભટ્ટે ઘણી સારી ફિલ્મો બનાવી છે પરંતુ આ ફિલ્મ સંપૂર્ણપણે નિરાશ કરે છે.
0
ફિલ્મના પહેલા સીનમાં ઉર્વશી રૌતેલા ઉપરાંત પોલીસ ઈન્સ્પેક્ટરના રૂપમાં બ્રિજેન્દ્ર કાલા દેખાય છે તો તમારી થોડી આશા જાગે છે. પરંતુ એક પછી એક સીનમાં સ્ટોરી પાટા પરથી ઉતરી જાય છે. તેમાં કોઈ મત નથી કો ફિલ્મમાં ઉર્વશી બ્યૂટીફૂલ લાગી રહી છે તેણે મહેનત કરી છે પરંતુ એક એક્ટર તરીકે હજુ સુધી તે પ્રોમિસિંગ નથી લાગતી. ફિલ્મમાં કેટલાક સારા કલાકાર છે જેમનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરાયો. બ્રિજેન્દ્ર કાલા, અર્ચના પુરણ સિંહ અને રાજીવ ગુપ્તા પોતાની ફિલ્મોમાં કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે પરંતુ ભાનુપ્રિયા પર ફોકસ કરવામાં આ કલાકારોને યોગ્ય સ્પેસ નથી અપાઈ. જોકે ભાનુપ્રિયાની ફ્રેન્ડના પાત્રમાં રુમાના મોલા અને રાજીવના પાત્રમાં સુમિત ગુલાટી સારા લાગી રહ્યા છે. ગૌતમ ગુલાટી પોતાના રોલ માટે મિસફિટ છે અને સારું રહેશે કે કોઈ એક્ટિંગ ક્લાસ જોઈન કરે.ફિલ્મની સ્ટોરી સારી છે પરંતુ ખરાબ સ્ક્રીન પ્લે અને દ્વીઅર્થી ડાયલોગ્સે તેને ખરાબ કરી દીધી છે. આજકાલ બોલ્ડ ટોપિક્સ પર સારી ફિલ્મો બની રહી છે જેને પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે. આયુષ્માન ખુરાનાની વિકી ડોનર, શુભ મંગલ સાવધાન અને અક્ષય કુમારની ગુડ ન્યૂઝ જેવી ફિલ્મો પણ બોલ્ડ ટોપિક્સ બની છે પરંતુ ખબર નહીં કેમ ડાયરેક્ટર અજય લોહાણને આ સ્ટોરી પર એક ‘એ’ સર્ટિફિકેટ સાથેની ફિલ્મ બનાવવાનો વિચાર કેમ આવ્યો. ફિલ્મનું મ્યૂઝિક એવું નથી કે તમને જોયા બાદ કોઈ સોન્ગ યાદ રહે.
0
અહમદ ખાને વિષય તો સારો પસંદ કર્યો છે પરંતુ તેની સાથે ન્યાય નથી કરી શક્યા. જે પરિસ્થિતિમાં મલાલાએ લડાઈ લડી તેને પરદા પર દેખાડવી, એ ઈમોશન્સને ફરી જીવિત કરવામાં ડિરેક્ટર નિષ્ફળ ગયા છે.દિવ્યા દત્તા, અતુલ કુલકર્ણી જેવા કલાકારો પાસે પણ તે સારુ કામ નથી કઢાવી શક્યા. રીમા શેખે મલાલાના પાત્ર સાથે સારો ન્યાય નથી કર્યો. મલાલાના સંઘર્ષ અને આતંકવાદીઓ સામેની લડાઈમાં રીમા ઉચિત ભાવ અને લાગણી વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ નબળો છે. આ કારણે ફિલ્મ પોકળ લાગે છે. આ ફિલ્મ નિરાશાજનક છે કારણ કે તેમાં કોઈ વિવાદનો ઉલ્લેખન નથી. મલાલાના જીવન સાથે જોડાયેલી આ ફિલ્મમાં તથ્યો ગાયબ છે. ગુલ મકઈ તેના કથાવસ્તુને કારણે શાનદાર ફિલ્મ બની શકત પરંતુ આ ફિલ્મમાં એવું કશું જ નથી જેથી તેને સારી ફિલ્મની યાદીમાં શામેલ કરી શકાય.
0
આ ફિલ્મની કહાની સાંભળવામાં સારી લાગશે પણ ફિલ્મમેકર્સે જે રીતે પડદામાં ઉતારી છે એ જોઈને તમને વિચાર આવશે કે આવી રીતે થોડી ફિલ્મો બનાવાય છે. ફિલ્મની શરૂઆતમાં પહેલા અડધા કલાકમાં તમને સમજાશે કે નહીં શું ચાલી રહ્યું છે. ધીરે ધીરે સમજમાં આવશે અને એવું થશે કે સારી એવી કહાનીની આમ પડદા પર ઉતારીને બગાડી નાખી. જોકે આ આખી કહણીના મજેદાર વાત એ છે કે તેના ક્લાઇમેક્સમાં ઘણા ટ્વીસ્ટ રાખવાં આવ્યા છે જે સારી વાત છે પણ એ કાલિમેકનો આખી કહાનીમાં ક્યાંય પણ કોઈ કડી જોડવામાં આવી નહતી. એટલા માટે ફિલ્મનું ક્લાઇમેક્સ જરા પણ દર્શકોને ખુશ કરતું નથી. જો કે એક્ટિંગની વાત કરીએ તો આદિત્ય રૉયકપૂરે કઇંક નવું કરવાની કોશિશ કરી છે. એ તેમણાં આશિકી વાળા રોલમાંથી બહાર આવીને સોલ્જર બન્યા છે. પણ એક્ટિંગના નામ પર મેકર્સે આદિત્ય પાસે 100 ટકા કામ કઢાવી શક્યા નથી. આખી ફિલ્મમાં આદિત્યને એક્શન કરાવવા માટે જ બોલાવ્યો હોય એવું લાગી રહ્યું હતું. સંજના સંઘી વિશે વાત કરી તો એમને પણ સારું એક્શન કર્યું છે પણ એમણે વધુ રોલ આપવાં આવ્યો નથી. પ્રકાશ રાજન કેરેક્ટરને પણ સમય આપવાની જરૂર હતી પણ મેકર્સ એમ પણ ફેલ રહ્યા છે. સાથે જ આશુતોષ રાણા અને જેકી શ્રોફએ તેમણાં ફિરદાર પર ખરા ઉતર્યા છે. જો ફિલ્મના VFXની વાત કરીએ તો ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો છે. આવા દેશભક્તિના ફિલ્મોમાં ગોળીબારી અને બોમ્બ ધમાકા માટે ડીમાર્ટમેન્ટે ઘણું સારું કામ કરવાની જરૂર હોય છે પણ આ ફિલ્મમાં એ પણ કમજોર નીવડ્યા છે. પણ હા જો તમને સલમાન ખાનની રેસ 3 કે રાધે ફિલ્મ પસંદ આવી હોય તો તમને આ ફિલ્મ પણ ઘણી પસંદ આવશે.
0
ર્નલગંજ એક એવું શહેર છે જ્યાં નાના નેતા ભંડારીનું રાજ ચાલે છે. તેણે જબરદસ્તી બધાના લગ્ન કરાવી આપવાનો ઠેકો લઈ રાખ્યો છે. ‘સબ કુશલ મંગલ’ના માધ્યમથી કોમેડી પીરસવાની કોશિશ કરાઈ છે જ્યારે આ ફિલ્મ એટલી ફની છે નહિ. ફિલ્મની શરૂઆત અક્ષય ખન્નાના ડ્રામાથી ભરપૂર એન્ટ્રીથી થાય છે.તેમાં મોટી મોટી મૂછ અને વાળ તેને થોડો ડરામણો લૂક આપે છે. એક્ટિંગના મામલામાં અક્ષય ખન્ના આમ તો ઈમ્પ્રેસિવ છે પરંતુ નીરસ સ્ક્રિપ્ટને કારણે તે કોઈને ખાસ ઈમ્પ્રેસ નથી કરી શક્યા.ફિલ્મમાં ન્યુ કમર રીવા કિશન અને પ્રિયાંક શર્મા આત્મવિશ્વાસથીસભર લાગે છે. પરંતુ બંને વચ્ચે ખાસ કોઈ કેમિસ્ટ્રી નથી. પ્રિયાંક પોતાના લુક્સને કારણે પ્રોમિસિંગ લાગે છે.પરંતુ તેના પત્રકારના પપ્પુ મિશ્રાના પાત્રમાં જે જોશ જોઈએ તેમાં ભારોભાર ઉણપ દેખાઈ હતી. તે પોતાના શો ‘મુસીબત ઓઢ લી મૈંને’માં ખોટા કામનો પર્દાફાશ કરે છે. રીવા કિશન મંદિરાના પાત્રમાં જામે છે પરંતુ તેના પાત્ર પાસે જીવનના મોટા નિર્ણયોમાંથી એક લગ્ન જેવા મુદ્દા પર બોલવા માટે કશું નથી.ફિલ્મમાં સતીશ કૌશિક, સુપ્રિયા પાઠક અને રાકેશ બેદી જેવા કલાકારોએ સારો અભિનય કર્યો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ક્યાંક ભટકી ગયો છે. સેકન્ડ હાફમાં લડાઈ ઝઘડા જોતા તમને સ્ટોરીનો અંત શું આવશે તેનો અંદાજ આવી જાય છે. ફિલ્મના અમુક સીનમાં અક્ષય ખન્ના પોતાના જ ગુંડાઓની હસી-મજાક કરતો દેખાય છે જેથી ફિલ્મનો મૂડ હળવો થઈ જાય છે. મ્યુઝિક એવરેજ છે. ગીતોના શૂટિંગ સરસ રીતે કરવામાં આવ્યા છે.પરંતુ ફિલ્મમાં ગીતોનું પ્લેસમેન્ટ ખોટી જગ્યાએ કરવામાં આવ્યું છે. ફિલ્મ થોડી લાંબી ખેંચાઈ ગઈ છે. ફિલ્મનો બેક ગ્રાઉન્ડ સ્કોર લાઉડ અને શોર-શરાબાથી ભરપૂર છે. ફિલ્મની સ્ટોરી જબરદસ્તી લગ્ન અને દહેજ પ્રથા જેવા કુરિવાજો સામે મજબૂત સ્ટેન્ડ નથી લેતી.આ એક ઉપલકિયો પ્રયત્ન છે.
0
“દુનિયા ભલે દિલની વાત કરે પરંતુ પ્રેમ તો આજે પણ ચહેરાથી જ શરૂ થાય છે.” જવાનીમાં જ માથે ટાલ પડી જવાની સમસ્યા આધારિત અભિષેક પાઠકની ફિલ્મ ઉજડા ચમનનો મૂળ સંદેશ એ જ છે કે પ્રેમ કરવા માટે વ્યક્તિનો ચહેરો નહિ, તેના ગુણ જોવા જોઈએ. પરંતુ અભિષેકે આ ઊંડાણવાળી વાતને કહેવા માટે એટલી લાઉડ કોમેડીનો સહારો લીધો છે કે ફિલ્મનો મર્મ ક્યાંક દબાઈને રહી જાય છે.ફિલ્મમાં આ જ દર્શાવવાની કોશિશ કરાઈ છે પરંતુ સ્ક્રીન પ્લે અને ડાયલોગ રાઈટર દાનિશ ખાન, “વાળ નહિ તો છોકરી નહિ” એ એક લાઈન પર જ અટકી ગયા છે. તે તેને લેયર્ડ નથી બનાવી શક્યા. ફિલ્મના ફર્સ્ટ હાફમાં ચમનની ટાલની મજાક ઉડાવવાના જે સીન છે તે જબરદસ્તી ઠૂસેલા હોય એવુ લાગે છે. હંસરાજ કૉલેજના બધા વિદ્યાર્થીઓ ચમનની મજાક ઉડાવવા માટે જ કૉલેજ આવે છે. કૉલેજનો પ્રિન્સિપાલ એટલો ભ્રષ્ટ છે કે તે 1000 રૂપિયા માટે પોતાના વિદ્યાર્થીઓને લેક્ચરરનું અપમાન કરવા કહે છે. આ સીન ફની નથી પરંતુ વાહિયાત અને અનરિયાલિસ્ટિક લાગે છે. આ કારણે ચમનની તકલીફો સાચી નથી લાગતી.
0
ફિલ્મને જોઈને તમે તેના પાત્રોને મહાભારતના પાત્રો સાથે જોડવાની કોશિશ કરશો. ફિલ્મનો પહેલો હાફ તો માત્ર પાત્રોના પરિચયમાં જ જતો રહે છે. બીજા હાફમાં અમુક ટ્વીસ્ટ તમને સ્ટોરી સાથે જોડી રાખે છે. ફિલ્મમાં અમુક પાત્ર નકામા ઉમેરવામાં આવ્યા છે. જેમ કે, આયુષના લવ ઈન્ટરેસ્ટ અમાયરા દસ્તૂરના રોલની જરૂર જ નહતી. મનીષા કોઈરાલાનું પાત્ર મહત્વનું છે. પરંતુ તેને ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે.બળદેવના ડ્રાઈવર બાદશાહના રોલમાં જેકી શ્રોફ જામે છે. પરંતુ તેના પાત્રને વિકસવાનો મોકો નથી મળ્યો. આખી ફિલ્મમાં એક જોરદાર લીડર અને પરેશાન પિતાના રોલમાં સંજય દત્ત છવાયેલો રહે છે. અલી ફઝલનું એક માત્ર પાત્ર એવું છે જે યોગ્ય રીતે લખાયું છે. એક યુવાન નેતા અને જવાબદાર મોટા ભાઈનું પાત્ર છાપ છોડી જાય છે. સત્યજિત દુબેનું પાત્ર પણ વાસ્તવિક કરતા કાલ્પનિક વધારે લાગે છે. વિલનના રોલમાં ચંકી પાંડે તમને યાદ રહી જશે. ફિલ્મના ડાયલોગ જરૂર કરતા વધારે ફિલ્મી છે અને દર્શકો પર છાપ છોડવામાં નિષ્ફળ જાય છે. ફિલ્મમાં ખોટી જગ્યાએ ગીતો મૂકાયા છે જે ફિલ્મના ફ્લોમાં બાધારૂપ બને છે.
0
ડિરેક્ટર રાજીવ રુઈઆની ફિલ્મની સૌથી મોટું નબળું પાસુ છે, ફિલ્મની સ્ટોરી. સારા ગીત અને સુંદર લોકેશન્સની લાલચમાં સ્ટોરીને ગ્રીસ તો લઈ ગયા પરંતુ તેનો કોઈ જ ફાયદો ન થયો. ફિલ્મમાં ગંગાની લહેરોમાં આવતા તોફાનના દ્રશ્યને બાદ કરવામાં આવે તો હોરરનો એક પણ સીન એવો નથી જે તમે જોયો ન હોય.ખખડતી બારી, હવામાં ઉડતા ફર્નીચર, અંધારામાં પડેલી ખોપડીઓ અને ઉલટી લટકેલી ચૂડેલને તમે વર્ષોથી જોતાં આવો છો. વરદાન સિંહ અને રવિ ચોપરાનું સંગીત એવરેજ છે. કેવું છે કલાકારોનું કામ? પડદા પર રજનીશ દુગ્ગલને જોતા જ સમજાય જાય છે કે આ જ ભૂત ભગાવશે. રજનીશે કામ તો સારુ કર્યું છે પરંતુ તે આ ટાઈપની હોરર ફિલ્મમાં ટાઈપકાસ્ટ થઈ ચૂક્યો છે.કુણાલ રોય કપૂર ફિલ્મમાં વેડફાઈ ગયો છે. તેણે સારી રીતે ફિલ્મની પસંદગી કરવી પડશે. રજનીશ દુગ્ગલની પ્રેમિકાનો રોલ કરનાર પૂજા બિષ્ટ માત્ર ગીત ગાવામાં જ સારી લાગે છે. કુણાલની પ્રેમિકા બનેલી નાજીયા હુસૈનના ભાગમાં એક ગીત જ આવ્યું છે.હોરર ફિલ્મના શોખીન દર્શકોને આ ફિલ્મ નિરાશ કરે છે.
0
જે ફિલ્મમાં ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ની જોડી જીમી શેરગિલ અને માહી ગિલ જેવા કલાકાર હોય તો દર્શકોની અપેક્ષા વધવી સ્વાભાવિક છે કે ફિલ્મમાં ભરપૂર મનોરંજન અને ડ્રામા હશે. જોકે, અફસોસ ખરાબ સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ નિરાશ કરે છે.ફિલ્મ ડિરેક્ટર મનોજ ઝાની રંગબાજ ફેમિલીનો બેઝિક વિચાર દમદાર હતો પરંતુ નબળી વાર્તા, ખરાબ સ્ક્રિનપ્લે અને અગણિત કટ્સે ફિલ્મમાં કોઈ જ દમ બાકી રાખ્યો નથી. ફિલ્મમાં અનેક પાત્રો છે પરંતુ જોઈએ તેવું કામ કોઈ જ પાત્ર પાસે કરાવવામાં આવ્યું નથી. તેઓ ફિલ્મમાં શું કરે છે અને શા માટે કરી રહ્યાં છે તેનું કોઈ લોજીક જ નથી. સાજિદ-વાજિદના ગીત સ્ટોરીમાં વચ્ચે બળજબરીથી નાખ્યા હોય તેવું લાગે છે.નન્નુ એટલે કે ભૈયાજી તરીકે જિમી શેરગીલે પોતાનો રોલ સારી રીતે કર્યો છે. માહી ગિલે પણ પોતાનો નટખટ અંદાજ સારો દર્શાવ્યો છે. સુપ્રિયા પિલગાંવકર સારુ મનોરંજન આપે છે. બાકીના પાત્રમાં મનોજ તિવારી, યશપાલ શર્મા, મનોજ પાહવા, પવન મલ્હોત્રા વગેરેને ભેળવવામાં આવ્યાં છે.‘સુપર 30’ પછી નંદીશ ફિલ્મમાં હીરો તરીકે જોવા મળ્યો છે. ફિલ્મમાં જો લીડનો ભાર વેંઢારવો હશે તો વધુ જવાબદારી ઉપાડવી પડશે. સૌરભ શુક્લા હંમેશાની જેમ શાનદાર છે. ફિલ્મ જોવી કે નહીં? જો આ ફિલ્મ નહીં જુઓ તો પણ ખાસ નુકસાન થશે નહીં
0
ઈન્ટરવલ સુધી તો ફિલ્મને ખૂબ ખેંચી પરંતુ સેકન્ડ હાફમાં ભટકતી આત્મા, શરીર પર કાબૂ કરતું ભૂત, ઢીંગલી, તૂટેલો હિંચકો, મોટું ઝાડ, કપાયેલું ધડ, એક હોરર ફિલ્મમાં જોઈએ તે બધા જ નૂસખા અજમાવી ચૂક્યાં છે. જોકે, આ જ ચક્કરમાં ફિલ્મના લીડ હીરોના માઈગ્રેનને દર્શકોમાં ટ્રાન્સફર કરવાની રીત અજમાવી છે.માઈગ્રેન અને પેરાનોઈયાગ્રસ્ત અમીર કરણ અજમેરા (સચિન જોશી) પોતાની ગર્લફ્રેન્ડ અહાના (નરગિસ ફખરી)ની વિનંતી પર આઠ વર્ષથી બંધ પોતાના સમરહાઉસમાં ક્વોલિટી સમય પસાર કરવા માટે પહોંચે છે. અહાના પોતાના વેકેશન માટે પેરિસની જગ્યાએ કરણના આ બંધ સમરહાઉસને કેમ પસંદ કરે છે એ વાત જ સમજબહારની છે જેટલી પ્રેમી કપલ તરીકે સચિન જોશી અને નરગિસ ફખરીની એક્ટિંગ. ફિલ્મમાં આ બન્ને વચ્ચે રત્તીભરની પણ કેમિસ્ટ્રી જોવા મળતી નથી.આ સમરહાઉસમાં બટલર કેરટેકર ગોટી (અલી અસગર) પણ છે. જે પોતાના બહાર નીકળેલા બે દાંત અને વિચિત્ર હિંદીના કારણે વાહિયાત લાગે છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં રોમાન્ટિક ગીત વચ્ચે રાતમાં એક ભૂત ફરતું રહે છે. જેને જોઈને કરણ માયા-માયા કરતો રહે છે. ઈન્ટરવલ પછી દર્શક માયા (નવનીત કૌર ધિલ્લોન) અને સમીર (વિવાન ભટેના) સાથે રુબરુ થાય છે. જે કરણના કોલેજના જિગરી દોસ્ત છે. આઠ વર્ષ પહેલા આ ત્રણે વચ્ચે શું થયું હતું.? ઘરમાં ફરતું ભૂત કોણ છે? આ પ્રેમી કપલને કોણ અલગ કરવા ઈચ્છે છે? આ બધું ખબર પડે ત્યાં તો દર્શકને ઘોર કંટાળો આવવા લાગે છે.1920 ઈવીલ રિટર્ન્સ’ અને ‘રાગિણી એમએમએસ 2’ ફેમ ડિરેક્ટર ભૂષણ પટેલ આ હોરર ફિલ્મથી દર્શકને ન તો ડરાવી શક્યા છે ન તો બાંધી શક્યાં છે. ફિલ્મના લીડ એક્ટર્સ સચિન જોશી અને નરગિસ ફખરીની ખરાબ એક્ટિંગ આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ છે. ફિલ્મમાં કરણની ડોક્ટર તરીકે મોના સિંહે ઠીક એક્ટિંગ કરી છે. નવનીત કૌર ધિલ્લોનનું કામ પણ ઠીક છે. ‘જબ સે મેરા દિલ’ અને ‘ધડકન સે જરુરી’ જેવા ગીતો ઠીક છે. જોકે, આ ગીતો ફિલ્મની ઝડપને ધીમી પાડે છે. ‘તુંબાડ’ જેવી હોરર ફિલ્મની વધતી જતી શક્યતાઓ પર ‘અમાવસ’ એક ગ્રહણ છે.
0
ફિલ્મના પ્રોડ્યુસર તરીકે નેશનલ એવોર્ડ વિનર નિર્માતા-નિર્દેશક પ્રકાશ ઝાનું નામ હોય અને તેમાં અરશદ વારસી અને સૌરભ શુક્લા જેવા કલાકાર હોય તો તમે ફિલ્મ પાસેથી આશા રાખી શકો છો. જોકે, આ ત્રિપુટીની ‘ફ્રોડ સૈંયા’ દરેક સ્તર પર નિરાશ કરે છે. જોકે, આ ફિલ્મ મૂળ પ્રકાશ ઝાની દીકરી દિશા ઝા અને તેના સાથી પાર્ટનર કનિષ્ક ગંગવાલે બનાવી છે. જોકે, એવું લાગી રહ્યું છે કે ફિલ્મ બનાવતાં સમયે તેઓ 90નાં દાયકામાં જ અટકી પડ્યાં છે. જ્યારે મહિલાઓના ખુલ્લા પગ-ક્લીવેજ અને ગેસ છોડવા અંગે બનેલા જોકસ સાંભળીને લોકો હસતાં રહે. આ વસ્તુ મનોરંજક નહિ પરંતુ ફૂહડ લાગે છે.આ ફિલ્મની સ્ટોરી અને નિર્દેશન બન્ને સ્તરહીન કક્ષાના છે. જોકે, ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર સૌરભ શ્રીવાસ્તવે તાજેતરમાં જ પોતાનું નામ હટાવવાની વાત કરી હતી. કારણકે ફિલ્મ તેના હિસાબથી બનાવવામાં નથી આવી. ફિલ્મમાં મહિલા કેરેક્ટરને એવી રીતે મૂર્ખ બતાવી છે કે ભોલાની બે પત્નીઓનો છેતરપિંડીનો ખુલાસો થયો હોવા છતાં તેને બચાવે છે. એક સીનમાં ટીનેજર ભોલા પોતાના સ્કૂલની એક યુવતીને પ્રપોઝ કરે છે અને તેને હા કહેવા માટે જબરદસ્તી કરે છે. યુવતી ભોલાના હાથમાં બચકું ભરે છે અને તે લોહીથી માંગમાં સિંદૂર ભરે છે. બસ પછી શું યુવતી તેને પતિ પરમેશ્વર માની લે છે. ફિલ્મના એક સીનમાં એડલ્ટરી કાનૂનની પણ મજાક ઉડાવવામાં આવી છે.અરશદ વારસી અને સૌરભ શુક્લા બન્ને ઈન્ડસ્ટ્રીના ઉત્તમ કલાકાર છે. આ બન્નેનું કોમિક ટાઈમિંગ પણ લાજવાબછે. જોકે, ફિલ્મમાં બન્ને દર્શકોને હસાવવામાં અસફળ રહે છે. લેડી ડોન ચંદાના રોલમાં ભાવના અને તેના ડોનભાઈના રોલમાં પિયુષ સુહાણે થોડી કમાલ જરૂર કરે છે. અન્ય કલાકારોમાં ફ્લોરા સૈની, નિવેદિતા તિવારી વગેરે નાની ભૂમિકાઓમાં સારા લાગે છે. સોહેલ સેનનું મ્યૂઝિક પણ યાદગાર નથી. એલી અવરામ પર શૂટ થયેલું છમ્મા-છમ્મા પણ ખાસ છાપ નથી છોડતું.
0
જોકે, અનેકવાર ફિલ્મ નિર્માતા એક સુંદર ફિલ્મ બનાવવામાં એવી ફિલ્મ બનાવી દે છે. જેનું કોઈ ધડ-માથું નથી હોતું. આ ફિલ્મ પણ કંઈક એવી જ રીતે બની હોય તેવું લાગે છે.ડિરેક્ટર સચિન કર્નાડે એકદમ બકવાસ સ્ક્રિપ્ટ પર બકવાસ ફિલ્મ બનાવી છે. ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ આ બન્નેમાંથી એકપણમાં તમને કશું જ મજા આવે એવું નથી. ફિલ્મ જોઈને તમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગશે. અમિત સાધ સારો એક્ટર છે ઉપરાંત તેણે અનેક સારી ફિલ્મ કરી છે પરંતુ આ બકવાસ રોલ ધરાવતી ફિલ્મ તેણે શા માટે સાઈન કરી તે એક સવાલ છે. અરબાઝ ખાનનું તો લાગી રહ્યું છે કે ફ્લોપ ફિલ્મનો કોઈ રેકોર્ડ બનાવવા ઈચ્છે છે. જેથી તે આવી ફિલ્મ સાઈન કરી રહ્યો છે.લાંબા સમય પછી પડદા પર જોવા મળેલી સોનલ ચૌહાણના ચહેરા પર હવે ઉંમર સ્પષ્ટ જોવા મળે છે. એવલિન શર્માનો રોલ ફિલ્મમાં એટલો જ છે જેથી ફિલ્મમાં હોવા ન હોવાનો કોઈ જ ફરક નથી પડતો. આ ફિલ્મનું સંગીત કંઈ ખાસ નથી. ગોવામાં શૂટ થયેલી ફિલ્મમાં તમને ગોવાના સારા લોકેશન જોવા મળે છે. આ ફિલ્મ પર તમારા રુપિયા અને સમય જરાપણ બરબાદ ન કરશો.
0
યે રેસ જીંદગી કી રેસ હૈ, કિસી કી જાન લેકર હી ખત્મ હોગી. પછી એ દર્શકોનો જીવ કેમ ન હોય. સ્ટારકાસ્ટની ભરમાર સાથે આવેલી રેસ 3માં તમે કંઈક તો જોવાની આશા રાખો કે જે ઇન્ટરેસ્ટિંગ હોય પરંતુ અફસોસ કે રેસ 3માં ફક્ત નિરાશા સીવાય તમને કંઈ હાથ લાગે તેવું છે નહીં. રેસની પાછલી બે ફ્રેન્ચાઇઝી બાદ આ વખતે મોટાભાગની સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ છે. પાછલી બે ફિલ્મોમાંથી એક અનિલ કપૂર જ એવા છે જે હજુ પણ રેસમાં છે. જ્યારે જેકલીન ફર્નાન્ડિસને રેસ-2 પછી રેસ-3માં લીડ હીરોઇન બનવાનો મોકો મળ્યો છે. જ્યારે ડિરેક્ટર અબ્બાસ મસ્તાનની જગ્યાએ રેસ-3ના રેમો ડિસુઝાએ ડિરેક્ટ કરી છે.કલાકોરની વાત કરીએ તો અનિલ કપૂર હંમેશા જબરજસ્ત રહ્યા છે અને આમાં પણ છે. તો જેક્લિન અને ડેઝીએ પણ આ ફિલ્મમાં સારા સ્ટંટ કર્યા છે. જ્યારે સાકિબ સલીમ તો પાતના રોલને નિભાવી દીધો છે તેટલું જ પૂરતું છે. બોબી દેઓલે આ ફિલ્મમાં શર્ટ ઉતારીને કેટલાક એક્શન સીન્સ કર્યા છે.પરંતુ તેનો ભાવહીન ચહેરો આ ફિલ્મમાં પણ તેનો સાથ નથી આપતો. આ ફિલ્મમાં વિલન પણ છે અને તેનો રોલ કરવાવાળા ફ્રેડી દારુવાળાએ આ ફિલ્મ શા માટે સાઇન કરી તે એક મોટો પ્રશ્ન છે. કેમ કે અહીં તો રેસ ફેમિલીમાં જ એટલા વિલન છે કે તેમના માટે કોઈ સ્કોપ જ નથી.બેંકોક અને અબૂ ધાબીના સૌથી સુંદર લોકેશન્સ પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તો લદ્દાખ અને કશ્મીરના સુંદર વેલીઓમાં ફિલ્માવવામાં આવેલ રોમેન્ટિક સોંગ્સ પણ જોવામાં સારા લાગે છે. આવા એક બે સોંગને બાકી રાખીને બાકીના સોંગ્સ જબરજસ્તી મારી મચકોડીને મુક્યા હોય તેવું લાગે છે. જોકે ફિલ્મ પ્રોડ્યસર્સે ક્લાઇમેક્સ એવો આપ્યો છે કે તેની સિક્વલ આવી શકે છે. ત્યારે આ ફિલ્મ વિશે તો એટલું જ કે ફક્ત અને ફક્ત સલમાનના ફેન્સ માટે છે. જે દિલમાં તો આવે છે પરંતુ સમજમાં જરા પણ નથી આવતા. બાકી જો તમે ફિલ્મ જોવા જવા માગતા હોવ તો તમારા રિસ્ક પર જજો બોસ….
0
ફિલ્મની સ્ટોરી સ્વતંત્રતા પહેલાના 1921ના ભારતની છે. આ ઓછા બજેટની પીરિયડ ફિલ્મ છે. તેની સ્ટોરી ખૂબ જ નબળી અને ઢીલી છે. તેમાં દેશપ્રેમનો થોડો ઘણો ટચ છે.એક વાત સ્પષ્ટ છે. પોતાની બીજી ફિલ્મના માધ્યમથી કપિલ એ પુરવાર કરવા માંગે છે કે તે પોતાની કોમેડી ટેલેન્ટના બલબૂતા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા નથી બનાવવા માંગતો. તે બીજી પ્રકારના પણ રોલ્સ કરવા માંગે છે. પરંતુ સવાલ એ છે કે શું કપિલના ફેન્સ તેને આ સ્વરૂપમાં જોવા માંગે છે? શું તે તેના દર્શકોને ખુશ કરી શકશે કે નહિ? કદાચ નહિ, કારણ કે આખી ફિલ્મમાં તેના ચહેરા પર એક જ જેવા એક્સપ્રેશન રહે છે.ફિલ્મમાં કપિલ શર્મા ભોળો બનીને રોબોની જેમ તેની ઉંમર કરતા અનેક વર્ષ નાની ઈશિતા દત્તા સાથે રોમાન્સ કરતો જોવા મળે છે. ઈશિતા દત્તા અમૃતા રાવની કોપી કરવા જાય છે તે વાત સ્પષ્ટ થઈ જાય છે. દુર્ભાગ્યવશ એટલી લાંબી છે કે તમે કંટાળી જશો.આ ફિલ્મનો પ્લોટ લગાન ફિલ્મમાંથી ઉધાર લીધો હોય તેવો લાગે છે. ભુવન (આમિર ખાન)ની જેમ મંગા (કપિલ શર્મા) ગામવાળાને ભેગા કરીને અંગ્રેજ અધિકારી માર્ક ડેનિયલને ચેલેન્જ કરતો જોવા મળે છે. તેમાં તેની મદદ શ્યામલી (મોનિકા ગિલ) કરે છે. ઈશિતા દત્તા ફિલ્મમાં સર્ગીના રોલમાં છે જે લગાનની ગ્રેસી સિંહના રોલ પરથી પ્રેરિત છે. અંગ્રેજ અધિકારી માર્ક આર્થિક લાભ માટે જબરદસ્તી સર્ગીના ગામને ખાલી કરાવવા માંગે છે.પીરિયડ ફિલ્મ એવા સ્કેલ પર બનાવવી જોઈએ જેમાં થોડી ઘણી પ્રામાણિકતા હોય. ફિરંગીમાં આવુ કશું જ નથી. ફિલ્મમાં દેખાડેલા ગામ એક સરખા જ લાગે છે. તમને એ જ 15 લોકો અહીં તહીં ફરતા જોવા મળશે. ફિલ્મના કેરેક્ટર્સના કપડા અને બોલચાલ ઠીક નથી.બ્રિટિશ કેરેક્ટર્સ નિભાવી રહેલા પાત્રો અમેરિકન એક્સેન્ટમાં વાત કરે છે. લંડનથી પાછી ફરેલી રાજકુમારી (મોનિકા ગિલ) ના કપડા અને વાત કરવાની રીત અંગ્રેજો કરતા પણ વધારે અંગ્રેજ છે. તે ભારતીય લોકો સાથે ઈંગ્લિશમાં વાત કરે છે જ્યારે બ્રિટિશ સહયોગીઓ સાથે હિન્દીમાં. દુષ્ટ ભારતીય રાજા (કુમુદ મિશ્રા) ન તો ડરાવનો છે, ન તો ફની.ફિલ્મમાં એક માત્ર લોજિકલ કેરેક્ટર હોય અને જો કોઈએ પોતાના પાત્ર માટે મહેનત કરી હોય તો તે એડવર્ડ સોનેન્બ્લિક અને અંજન શ્રીવાસ્તવ જે ગાંધી ભક્તની ભૂમિકામાં છે. ફિલ્મમાં તે જીવ પૂરવાની કોશિશ કરે છે. ફિરંગી કાચબાની ગતિએ દર્શકોને ક્લાઈમેક્સ સુધી લઈ જાય છે. આ એક પારિવારિક ફિલ્મ છે. તે સંપૂર્ણપણે બોરિંગ છે અને તેમાં એન્ટરટેઈન્મેન્ટના નામે કશુંય નથી.
0
અપૂર્વ લાખિયાનું ડિરેક્શન આ ફિલ્મમાં ખૂબ જ ખરાબ છે પરંતુ તેનાથી પણ વધારે તમારું ધ્યાન દોરશે શ્રદ્ધા કપૂરનો વિચિત્ર ચહેરો. એવુ લાગે છે કે શ્રદ્ધાએ આખી ફિલ્મમાં મોઢામાં બે કચોરી ભરીને રાખી હોય. શ્રદ્ધા નસીબદાર છે કે તેની પાસે લિમિટેડ એક્ટિંગ સ્કિલ્સ હોવા છતાંય તેને બેક ટુ બેક બે બાયોપિક કરવા મળી છે. હવે તે સાઈના નહેવાલની બાયોપિકમાં દેખાવાની છે. જો કે આ ફિલ્મમાં શ્રદ્ધાની એક્ટિંગ ઠીકઠાક છે.ફિલ્મમાં મુંબઈના વ્યસ્ત અને વધારે બબાલ થતી હોય તેવી જગ્યાઓ દેખાડવામાં આવી છે. ડોંગરી, નાગપાડા, દુબઈ, મુલંડ અને ભાંડુ પ આ દરેક જગ્યાએ બેકગ્રાઉન્ડ સ્કોર અને સેટિંગ એક જેવા જ છે. ફિલ્મમાં એવી અનેક ઘસાયેલી-પિટાયેલી ચીજો છે જે જોઈને તમને માત્ર હસુ જ આવશે.દાઉદના પાત્રમાં શ્રદ્ધાનો ભાઈ સિદ્ધાંત કપૂર છે. આ ફિલ્મમાં દાઉદનું પાત્ર ચીલાચાલુ જ દર્શાવવામાં આવ્યું છે. તે આખા દુબઈમાં ફરે છે, કોઈપણ છોકરી સાથે કેન્ડલ લાઈટ ડિનર પર જતો રહે છે અને 1993માં મુંબઈ સળગતુ હોય છે ત્યારે બાથટબમાં આરામ ફરમાવે છે. સિદ્ધાંત કપૂરનો અવાજ પણ દાઉદને સૂટ થાય તેવો નથી. આ ઉપરાંત હસીના પારકરના કેસની તપાસ કરનારો જજ પણ સાવ મૂર્ખ જ દેખાય છે.તમે આખી ફિલ્મમાં એ સમજવાની કોશિશ કરશો કે એક વિવાદાસ્પદ મહિલા નાગપાડાની મોટી બહેન કે દાદી બને છે તો પછી તેનું જીવન કેવું હશે? પરંતુ અંતમાં તમારા સવાલોના જવાબ મળવાના બદલે તમને બેવકૂફીથી ભરેલો ડ્રામા મળશે. હસીના પારકર ગેરકાયદેસર પોતાના પરિવારની રક્ષા કરવાના પગલાને જસ્ટિફાઈ કરતી બતાવવામાં આવી છે. હસીના પારકરને લેડી ડોન નહિ પીડિતા તરીકે ચીતરવામાં આવી છે. આ ફિલ્મના પાત્રોમાં પણ ઊંડાણ નથી જે ફિલ્મની સૌથી મોટી નબળાઈ છે.ક્રાઈમ ડ્રામા પર આધારિત આ ફિલ્મ હસીના પારકરના જીવનને સમજાવવામાં સંદતર નિષ્ફળ પુરવાર થઈ છે. હસીના પારકરનું વ્યક્તિગત ચિત્રણ હોય કે પછી દાઉદની બહેન તરીકે તેનું ચિત્રણ હોય, આ ફિલ્મ દર્શકોને ગળે ઉતરે તેવી નથી.
0
આ ફિલ્મની બીજી ખાસીયત એ છે કે તેમાં બધા પાત્રો અલગ અલગ અંદાજમાં જોવા મળશે. કેમ કે બધા જ એક્ટર પોતાની સ્ટાઇલથી હટીને એક્ટિંગ કરી રહ્યા છે. વાર્તા તો સારી છે અને આ કારણે જ અજય દેવગન સહિતના કલાકાર આ મલ્ટિસ્ટારર ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા પરંતુ તેનું એક્ઝેક્યુશન ઝીરો છે.ફિલ્મમાં દરેક કલાકાર પોતે કેટલા ખરાબ છે તે દેખાડવા માટે જાણે હોડ લાગી હોય તેમ ડાયલોગ પર ડાયલોગ માત્ર કરે છે. જ્યારે સુપર થ્રિલર બનાવવા માટે ડાયલોગ કરતા વધુ મુવ્સ અને મુવમેન્ટ જરૂરી છે. જેનો અહીં અભાવ દેખાય છે. આ ફિલ્મ ટિપિકલ બોલિવુડ સ્ટાઇલ પૈસા ફેખો, ડાઇલોગ સુનો મોમેન્ટ્સવાળી છે.સુનિતા રાડિયાના લેન્સે રાજસ્થાનના રણને એટલું તો જબરજસ્ત બતાવ્યું છે કે ફિલ્મના કેટલાક સીન તમારી સ્મૃતિપટલ પર કેટલાય સમય સુધી છવાઈ જશે. જો તમને બોલિવુડ એક્શન ફિલ્મ ગમતી હશે તો આ ફિલ્મ પૈસા વસૂલશે બાકી
0
ફિલ્મના ડિરેક્ટર રાજ એન્ડ ડીકે પોતાની હટકે ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તે સ્ટોરીને સંપૂર્ણ ન્યાય આપી શક્યો નથી. ખાસ કરીને ફિલ્મનો સ્ક્રીનપ્લે અને પ્લોટ નબળા છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની સ્પીડ ઠીકઠાક છે, પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ ભટકાઈ જાય છે. ફિલ્મ જોતી વખતે ઘણી જગ્યાએ કન્ફ્યુઝ થવાશે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ફાયરિંગના સીન્સની ભરમાર છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ સીધાસાદા ગૌરવનું પાત્ર બખૂબી નિભાવી છે, પરંતુ રિસ્કી ઋષિના રોલમાં તે ખાસ જામતો નથી. ફિલ્મમાં બે અલગ અલગ લોકોનાં પાત્ર ભજવવામાં તે લગભગ દરેક સીનમાં પરદા પર નજરે પડે છે. ફિલ્મમાં જેક્લીન પાસે ખાસ કામ નથી, પરંતુ તેમ છતાં ફિલ્મનાં કેટલાંક ગીતોમાં તે જમાવટ કરે છે. એક્શન સીનમાં પણ તેણે વધુ સારું કરવાનો પ્રયાસ કર્યો છે. દર્શન કુમારે જરૂર ફિલ્મમાં પોતાનું પૂરતું જોર લગાવી દીધું છે. ઘણા સીન્સમાં તે સિદ્ધાર્થને જોરદાર ટક્કર આપી રહ્યો છે. સુનીલ શેટ્ટીએ ગેસ્ટ રોલમાં પોતાનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. ડિરેક્ટર રાજ એન્ડ ડીકેએ ભારતીય દર્શકો માટે મિયામીનાં સુંદર લોકેશન્સને સિલ્વર સ્ક્રીનમાં ખૂબ જ ઉમદા અંદાજમાં બતાવ્યાં છે. જોકે ફિલ્મમાં ગીત દમદાર નથી.
0
એક સમય હતો જ્યારે મધુર ભંડારકર સાચા કિસ્સા ઊઠાવીને તેના પર દમદાર ફિલ્મ બનાવતા હતા. પરંતુ વચ્ચે એવો સમય આવ્યો જ્યારે તે અવળે માર્ગે ફંટાઈ ગયા હતા. જો કે ઈન્દુ સરકાર જોઈને એવુ લાગી રહ્યુ છે કે તે હવે પોતાના ટ્રેક પર પાછા ફરી રહ્યા છે.આ ફિલ્મમાં દેશમાં 19 મહિના લદાયેલી કટોકટીના છૂટાછવાયા બનાવો દર્શાવવામાં આવ્યા છે, તે એકસૂત્રે નથી બંધાયા. આ ફિલ્મના દરેક પાત્રો અતિશયોક્તિથી ભરેલા છે. જેમ કે, પાર્ટીના નેતાઓ વધારે પડતા વિલન જેવા છે, બંડ પોકારતા હિંમત ઈન્ડિયા સંગઠન (ઈન્દુ સહિત)ના સભ્યો વધારે પડતા સારા દર્શાવાયા છે. રાજકીય તટસ્થતા દર્શાવવામાં મધુર ભંડારકર નિષ્ફળ જાય છે.“ગરીબોને જીવવાનો હક નથી?” આવા ઘિસાપીટા ડાયલોગ્સ આપણે કેટલા વખતથી સાંભળતા આવ્યા છે? આવા ડાયલોગ્સ વચ્ચે સંજય છેલે લખેલા કેટલાંક દમદાર ડાયલોગ્સ ક્યાંક ગુમ થઈ જાય છે. તમે માંડ માંડ ધીમી ગતિએ ચાલતી મૂવીથી ટેવાઈ જાવ, ત્યાં અચાનક એક કવ્વાલી ક્યાંથી આવી જાય છે તે ઓડિયન્સને સમજવામાં મુશ્કેલી જરૂર પડશે.આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ઈન્દુની લાગણીઓ, તેના દ્વંદોનુ સારી રીતે નિરૂપણ કરાયુ છે. આ ફિલ્મમાં રાજકારણ કરતા તો ઈન્દુ અને નવીનની લવસ્ટોરી જોવામાં વધુ મજા પડે તેવી છે.મુખ્ય પાત્રમાં ક્રિતી કુલ્હારીએ ખૂબ જ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. ટોટા રોય ચૌધરીનું પરફોર્મન્સ પણ સારુ છે. આ ફિલ્મ સાથે ભંડારકરે તેની ચીલાચાલુ ફિલ્મ કરતા કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પેજ 3 લેવલની ફિલ્મ નથી બની શકી.સારો પ્રયત્ન, પણ નીરસ ફિલ્મ. આ ફિલ્મને અમારા તરફથી 3 સ્ટાર.
0
ફિલ્મનું ટાઈટલ ‘બહેન હોગી તેરી’ જ સૂચવે છે કે આ ફિલ્મ કેટલી ઇમમેચ્યોર છે. 12 વર્ષનો છોકરો જેને નવી નવી યુવાની ફૂટતી હોય તે જ આવું બોલે. ફિલ્મ એવી દુનિયામાં આકાર લે છે જ્યાં પુરૂષો પણ ટીનેજ છોકરાઓ જેવું વર્તન કરે છે. તેઓ ગલી ક્રિકેટ રમે છે, રક્ષાબંધને છોકરીઓથી છૂપાઈ જાય છે, એકબીજાને નાદાન જેવી ગાળો આપે છે અને તેમના મા-બાપ પાસે પૈસા માંગે છે.ફિલ્મનો પ્લોટ સાવ જ ઇમમેચ્યોર છે. આવી જૂના જમાનાની માનસિકતા પર આજે પણ લોકો ફિલ્મ બનાવે છે તે વાત ખરેખર આંચકાજનક છે. જ્યારે કોઈ એવું બોલે કે તે તેની બહેન સાથે લગ્ન કરવા કરતા તેને જીવતી સળગાવી દેશે તો આ વાત ઑડિયન્સ તરીકે તમે પણ સહન ન કરી શકો. કોઈ પાત્ર બિન્ની છોકરાઓ સાથે વધારે ફરતી હોવાથી તેનું અપમાન કરે તો તમને અપેક્ષા જાગે છે કે બિન્ની હવે સામે જડબાતોડ જવાબ આપશે. પરંતુ ફિલ્મમાં ક્યારેય એવુ થતુ નથી. તમને આ જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ આવી ચીલાચાલુ માનસિકતા સામે લડવાને બદલે તેને પ્રમોટ કરે છે.આ ફિલ્મના તમામ પુરૂષ પાત્રો સાવ મૂર્ખ છે. બિન્નીનું પાત્ર પણ એવી ઘણી ચીજો કરે છે જે તમારી સમજમાં ક્યારેય નહિં આવે. બેકગ્રાઉન્ડ સ્કોર કેરેક્ટર્સની લાગણી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે પણ તે પણ ઑડિયન્સ પર કંઈ ખાસ અસર કરી શકતા નથી. સેકન્ડ હાફ તો સાવ બોરિંગ છે.ફિલ્મમાં કેટલાંક સીન સારા લખાયા છે. જેમ કે, અંતિમ યાત્રામાં રોમેન્ટિક ટ્રેક વાગતો હોય કે પછી પીધેલા યુવાનો બોલિવુડના રાહુલ અને રાજ અંગે બકવાસ કરતા હોય તે સીન. જો ફિલ્મમાં રાઈટર્સે પુરૂષ પ્રધાન સમાજની ઝાટકણી કાઢી હોત તો આ ફિલ્મ જોવાની ખૂબ મજા પડત. આ ફિલ્મ જોવાની જો થોડી ઘણી પણ મજા આવે છે તો તેનું કારણ છે રાજકુમાર રાવ. ફિલ્મમાં બીજા ઘણા સારા એક્ટર્સ છે પરંતુ રાવનું પરફોર્મન્સ સોથી દમદાર છે.
0
આ ફિલ્મ હોલિવુડની ફિલ્મ ઓક્યુલસ (2014) માંથી પ્રેરણા લઈ બનાવવામાં આવી છે. ફિલ્મમાં થોડી ક્ષણો એવી છે જ્યારે તમને ડર લાગશે અને તમે ફફડી ઉઠશો. ફ્લેશબેક ટેકનિકનો ફિલ્મમાં સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. બોલિવુડ ઑડિયન્સને જોઈએ તેવા મસાલા પણ ફિલ્મમાં ઉમેરવામાં આવ્યા છે. પરંતુ ફિલ્મ વધારે સારી બની શકી હોત. એવું લાગે છે કે ફિલ્મ વધુ પડતી લાંબી ખેંચાઈ ગઈ છે અને તમને સ્ક્રીનમાં જઈને કોઈને મારી આવવાનું મન થાય એટલી હદે ફિલ્મ બોરિંગ થઈ જાય છે.ફિલ્મમાં એક જ કિસ્સા બે વાર બને છે. એક વખત બાળપણમાં બનેલી ઘટના તેઓ મોટા થાય પછી ફરી રીપીટ થાય છે. પરંતુ આમાંથી કેટલાંક હિસ્સા તો ડર લાગવાને બદલે ફની લાગે છે. એકના એક ડાયલોગ્સને કારણે ફિલ્મ કંટાળાજનક લાગે છે. હુમા કુરેશી, સાકિબ અને આદિલે સારા પરફોર્મન્સ આપ્યા છે. પણ ફિલ્મની નબળી સ્ટોરીને તેમના પરફોર્મન્સ પણ બચાવી નથી શકતા.હોરર ફિલ્મ જોવાનું બહુ મન થયું હોય તો જ આ ફિલ્મ થિયેટરમાં જોવા જજો. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 2.5 સ્ટાર્સ.
0
ફિલ્મનો ફર્સ્ટ હાફ તો ઠીકઠાક ચાલે છે પણ ઇન્ટરવલ પછી તો ફિલ્મ પૂરી કરતા કરતા આંખે અંધારા આવે છે. અર્જુન કપૂરના મોઢા પર એક સરખા એક્સપ્રેશન જોઈ જોઈને ઑડિયન્સ કંટાળી જાય છે. અર્જુનનું કામ સારુ છે પણ બિહારી છોકરાના રોલમાં તે ફિટ નથી બેસતો. બીજી બાજુ શ્રધ્ધા કપૂર ફિલ્મમાં સુંદર લાગે છે પરંતુ તેના પરફોર્મન્સમાં ગંભીરતાનો અભાવ છે.
0
આ સ્ટોરી દિલ્હી શહેરની છે જેને ભારતનું રેપ કેપિટલ પણ કહેવામાં આવે છે. આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીઓ વિરૂધ્ધ થનારા અત્યાચારો સામે અવાજ ઊઠાવવાનો છે. આ વિષયવસ્તુ બદલ તમે આ ફિલ્મના વખાણ કરી શકો છો. પરંતુ આ ફિલ્મમાં સ્ત્રીઓ સામે થતા જઘન્ય અપરાધ અને તેના પછી થનારી ઘટનાઓને વધારે પડતા ડ્રામેટિક સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે.આ ઘટનાનો આશય લોકોને ઊંઘમાંથી દગાડવાનો છે. પરંતુ વધુ સારા પરિણામ મેળવવા માટે ફિલ્મના સ્ક્રીનપ્લે અને કેરેક્ટર્સને વધુ મજબૂત બનાવવાની જરૂર હતી. ફિલ્મમાં આ પાસા નબળા પડતા હોવાને કારણે ફિલ્મ વાસ્તવિક નથી લાગતી. વિદ્યા હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેનો અસંવેદનશીલ પતિ દીકરીના મૃત્યુનો તો શોક મનાવે છે પણ પત્નીને તલાક આપવા માંગે છે. આ દરમિયાન વિદ્યાની એક મિત્ર રિતુ (દિવ્યા જગદાલે) તેની મદદે આવે છે. ફિલ્મમાં પોલીસવાળાઓનો રોલ પણ ઘસાયેલો-પિટાયેલો છે જે એ કહેતા સાંભળવા મળે છે.કારણ કે વિદ્યા સાથે બનેલી ઘટના ખૂબ જ ભયંકર હોવાથી શરૂઆતમાં તો ઑડિયન્સ વિદ્યા સાથે હમદર્દી જતાવે છે પરંતુ પછી વિદ્યા દ્વારા કરવામાં આવતી હિંસા પણ ઑડિયન્સને આઘાતમાં નાંખી દે છે.રવીનાએ ન્યાય મેળવવા ઝઝૂમતી સ્ત્રીના પાત્રને સુપેરે ભજવ્યો છે. પરંતુ ફિલ્મમાં એટલો ખૂનખરાબો બતાવ્યો છે કે તમે વિચારતા થઈ જશો કે વધારે ખરાબ શું હતુંઃ રેપની ઘટના કે દોષીઓની કરવામાં આવેલી હત્યા. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર.
0
ધ રિંગનો ત્રીજો ભાગ જાપાનીઝ ફિલ્મની સિક્વલ ઓછી અને રિમેક વધારે લાગે છે. લાંબા વાળ ધરાવતી ચૂડેલ (સમારા) જે ટેલિવિઝનમાંથી બહાર આવી જાય છે તે હવે દર્શકોને ડરાવી નથી શકતી. બોર થયેલા દર્શકોને એવું લાગે છે કે જાણે આ છોકરીનું મૂંડન કરાવી નાંખવું જોઈએ. આ ફિલ્મ દર્શકોને ડરાવવા કરતા હસાવે વધુ છે આ ફિલ્મમાં લોકો ચિત્ર-વિચિત્ર રીતે રતા રહે છે અને તેનું જે ઇન્વેસ્ટિગેશન થાય છે તે એટલું બોરિંગ છે કે દર્શકો ફિલ્મમાંથી રસ ગુમાવી દે છે. 2002માં રીલીઝ થયેલી ફિલ્મમાં અંત સુધી મિસ્ટ્રી બરકરાર રહી હતી. તેની સ્ટોરી ખાસ્સી મજબૂત હતી. 2005માં રીલીઝ થયેલી સિક્વલ ઠીકઠાક હતી પરંતુ આ ત્રીજો ભાગ તો સાવ બકવાસ છે. તેમાં લીડ કેરેક્ટર્સ જુલિયાને તેના મોતના ઇશારા સમજવાાં મદદ કરે છે. ફિલ્મનો પ્લોટ ઘસાયેલો-પીટાયેલો છે અને બેમતલબ તેને કોમ્પ્લિકેટ બનાવી દેવાયો છે. ફિલ્મના કેરેક્ટર્સ કોકડું ઉકેલે ત્યાં સુધીમાં તો તમને ફિલ્મમાંથી જ રસ ઊડી જાય છે. એક પણ સીન તમને ડરાવે કે હચમચાવી દે તેવો નથી.જો તમને હોરર ફિલ્મ જોવાનો શોખ હોય તો આ ફિલ્મ કરતા તો 2002માં રીલીઝ થયેલો ધ રિંગનો ફર્સ્ટ પાર્ટ ફરી જોવો વધારે સારો છે. આના કરતા તો ગુરમીત રામ રહિમ સિંઘની લેટેસ્ટ ફિલ્મ MSGમાં વધુ ચીતરી ચડે તેવા દૃશ્યો છે.
0
દાઉદ ઇબ્રાહિમની મજાક ઉડાવતી ફિલ્મ બનાવવા હિંમત જોઈએ. પરંતુ શું આ સફળ પ્રયોગ છે? ખરેખર તો નહિ.ન્યુઝ ચેનલ પર કટાક્ષ કરતી આ ફિલ્મમાં કોમેડી માટે વાસ્તવિકતા સાથે થોડા ચેડા કરાયા હોય તે સમજી શકાય. પરંતુ અરનબનો ટીવી પરનો રોલ પ્લે લાઉડ છે પરંતુ ફની નથી. ફિલ્મ કરતા તો સારી મિમિક્રી ઓનલાઈન વીડિયોઝમાં જોવા મળે છે. ઇન્ટરવલ પહેલા અરનબ ડોન સાથે ઇન્ટરવ્યુ ગોઠવવાની તજવીજમાં પડ્યો હોય છે તે દર્શાવાયું છે જ્યારે સેકન્ડ હાફમાં તેનો ડોન સાથેનો ઇન્ટરવ્યુ દર્શાવાયો છે. ઇન્ટરવ્યુના ડાયલોગ્સ સારી રીતે લખાયા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ તમને આશ્ચર્યમાં મૂકી દે તેવો છે. SRK જેવા દેખાતા સુનિલ ગ્રોવરને અરનબ તરીકે સ્વીકારવામાં દર્શકોને થોડી મુશ્કેલી પડે છે. પ્રેગ્નેન્ટ અને ઝઘડાળુ પત્ની તરીકે અંજના સુખાનીએ પણ ઠીકઠાક પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મ જોતા એવું લાગે છે કે દીપાન્નિતા શર્માનું કેરેક્ટર તો માત્ર સ્ત્રીઓ પર જોક્સ ક્રેક કરવા જ ઉમેરાયું છે. જો કે ડોન ડી તરીકે ઝાકિર હુસૈન અને તેના જમણા હાથ તરીકે પંકજ ત્રિપાઠીનું પરફોર્મન્સ લાજવાબ છે. ત્રિપાઠીનું કોમિક ટાઈમિંગ દર્શકોનું દિલ જીતી લે તેવું છે. ફિલ્મમાં તેને વઝુ રોલ આપવા જેવો હતો.આ એક સારી ફિલ્મ બની શકી હોત પરંતુ કોફી વિથ ડી પોસ્ટ પ્રોડક્શનમાં થાપ ખાઈ ગઈ છે. તેનું એડિટિંગ અને ડબિંગ બકવાસ છે. ફિલ્મમાં આખાને આખા સીન સિન્ક વિનાના છે. સ્ટોરી સારી છે પરંતુ તેને અસરકારક રીતે દર્શાવાઈ નથી.
0
શરૂઆતથી અંત સુધી ફિલ્મ ફરહાન અખતર પર ટકી રહી છે. ચોક્કસ આદિના પાત્રને ફરહાને પોતાના ઉમદા અભિનયથી પરદા પર જીવંત કર્યું છે. સાક્ષી એટલે કે પ્રાચી દેસાઈના પાત્રને આ વખતે ઓછી જગ્યા આપવામાં આવી છે, જે ફિલ્મનો માઇનસ પોઇન્ટ છે. જ્યારે જિયા શર્માના રોલમાં શ્રદ્ધા કપૂરે સારી એક્ટિંગ કરવા કરતાં વધારે પોતાને સિંગિંગ સ્ટાર સાબિત કરવામાં વધુ મહેનત કરી છે. આ જ કારણ છે કે જિયાના રોલથી શ્રદ્ધા પ્રભાવિત કરી શકી નથી. ગત ફિલ્મમાં જો એટલે કે અર્જુન રામપાલની વાત કરીએ તો આ વખતે અર્જુને પોતાના પાત્ર માટે વધુ હોમવર્ક કરવાને બદલે પોતાના પાત્રને માત્ર નિભાવ્યું છે. જ્યારે ફિલ્મના અન્ય કલાકારોની વાત કરીએ તો તેમણે પણ પોતાના પાત્ર માત્ર નિભાવ્યાં છે.કોણ જાણે કેમ ફરહાને ખૂબ જ નબળી સ્ક્રિપ્ટ સાથે ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો છે. તો ડિરેક્ટર શુજાત સૌદાગરે પણ સ્ક્રિપ્ટ પર મહેનત કરવા પર કે સ્ટોરીને વધુ દિલચસ્પ બનાવવામાં અને તેમાં નવીનતા લાવવાની પોતાના તરફથી ખાસ મહેનત કરી નથી. એટલે જ ઇન્ટરવલ પહેલાં ફિલ્મ જ્યાં જૂના મિત્રોને ભેગા કરવામાં ફરતી રહે છે, તો ઇન્ટરવલ બાદ ફિલ્મની ગતિ સુસ્ત બનતી જાય છે. અગાઉની રોક ઓન ઘણી હિટ રહી હતી અને તેણે સારો એવો બિઝનેસ પણ કર્યો હતો, પરંતુ આ વખતે ડિરેક્ટરે સ્ટોરીમાં સંબંધો અને મિત્રતામાં તિરાડને વધારે મહત્ત્વ આપ્યું હતું. જોકે ફિલ્મના સુંદર લોકેશન્સનો જવાબ નથી.શંકર એહસોન લોયની ત્રિપુટીએ માહોલ મુજબ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કર્યું છે. સ્ક્રીન પર ફિલ્મનાં ગીતો ચોક્કસ ગમશે. જો આ ગીતોને વારંવાર સાંભળવામાં આવે તો ચોક્કસ ગીતો યંગસ્ટર્સની ગમી જશે.જો ફરહાન અને અર્જુન રામપાલના પાક્કા ફેન હોવ તો લાંબા સમય બાદ પોતાના મનપસંદ સ્ટાર્સની આ ફિલ્મ જોઈ શકો છો મેઘાલયનાં નયનરમ્ય લોકેશન ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે તો બીજી બાજુ નબળી સ્ક્રિપ્ટ માઇનસ પોઇન્ટ છે.
0
વીર દાસ અને સોહા અલી ખાન બંને પોતપોતાનાં પાત્રમાં અનફિટ જણાય છે. દેવિન્દરના પાત્રમાં વીર દાસની ડાયલોગ ડિલિવરી ખૂબ જ નબળી છે. તો લાંબા સમય બાદ સ્ક્રીન પર દેખાયેલી સોહા અલી ખાન કેટલાક સીન્સમાં ફિટ બેસે છે, પરંતુ તોફાનો દરમિયાન પોતાનાં ત્રણ નાનાં બાળકો સાથે ભયભતી શીખ મહિલાનું પાત્ર તે અસરકારક રીતે ભજવી શકી નથી.એવું લાગે છે કે, પ્રોડક્શન કંપનીને ફિલ્મ જલદી શરૂ કરવાની કંઈક વધુ પડતી ઉતાવળ હશે. એટલે જ એક નબળી સ્ક્રિપ્ટ તૈયાર થતાં જ ડિરેક્ટર શિવાજીએ તેની પર કામ કરવાનું શરૂ કરી દીધું અને તેને કારણે ફિલ્મમાં બતાવાયેલાં તોફાનોનાં કેટલાક સીન્સ બનાવટી લાગે છે તો કેટલાક સીનને ખેંચવામાં આવ્યા છે. ખાસ કરીને દેવિન્દરની ફેમિલીને તેમના મિત્રો દ્વારા સુરક્ષિત જગ્યાએ પહોંચાડનારા સીન જરૂરિયાત કરતાં ઘણા લાંબા છે, તો બીજી તરફ ક્લાઇમેક્સ દર્શકોને સ્પર્શી શક્યો નથી. લીડ જોડી માટે વીર અને સોહાની પસંદગી ડિરેક્ટરનો ખોટો નિર્ણય કહી શકાય. તોફાનાનાં દૃશ્યો પર મહેનત કરવાને બદલે ડિરેક્ટરે તોફાનીઓને મારપીટ અને લૂંટફાટ કરતા બતાવવા સિવાય કશું કર્યું નથી.આવી પૃષ્ટભૂમિ પર બનનારી ફિલ્મમાં ગીત-સંગીત માટે કોઈ સ્કોપ હોતો નથી. આવામાં જ્યારે ગંભીર અને સંવેદનશીલ વિષયની સ્ક્રિપ્ટ માત્ર પોણા બે કલાકમાં પૂરી કરવા જઈ રહ્યા હોવ તો ફિલ્મનું ગીત થિયેટર બહાર કોઈને યાદ રહેતું નથી.જો 1984માં થયેલાં તોફાનોના એક પક્ષને જાણવા માગતા હોય તો આ ફિલ્મના અંતમાં સ્ક્રીન પર બતાવાયેલી કેટલીક એવી હકીકતો છે, જે તમને આ હકીકતોથી વાકેફ કરાવશે. તોફાનો વિશેની કેટલીક હકીકતો જાણવી હોય તો ફિલ્મ એક વાર જોવી જોઈએ. નહિતર, આ ફિલ્મમાં એવું કાંઈ નથી, જે તમને અતીતમાં ઘટેલી આ દુઃખદાયી, શરમજનક ઘટનાની યાદો તાજી કરવા થિયેટર સુધી ખેંચી જાય.
0
ઓરિજિનલ કોમેડીની જ્યારે રિમેક બને ત્યારે તે પોતાનો ઓરિજિનલ ટચ પણ ગુમાવતી હોય છે, તમને એવું પણ ફિલ થાય છે કે, ટ્રાન્સલેશનમાં પણ મોટા લોચા થયા છે. ડેઝ ઓફ તફરીમાં પણ કંઈક આવું જ થયું છે. ફિલ્મનું ગુજરાતી વર્ઝન જેટલું ફની હતું, તેવું હિન્દી વર્ઝનમાં નથી થયું.ફિલ્મનો ‘કોફી કેમ મગાવી’વાળો સીન ઘણો લાઉડ છે, પરંતુ થોડો ફની લાગે છે. ફિલ્મમાં સ્ટોરી જેવું તો કશુંય નથી પરંતુ ફિલ્મમાં ઉભી થતી સિચ્યુએશનથી કોમેડી સર્જવાનો ડિરેક્ટરે પ્રયાસ કર્યો છે. પરંતુ, ફિલ્મના બધા જોક સાવ ફ્લેટ લાગે છે, અને ફિલ્મ ક્યારેક તો કંટાળાજનક પણ થઈ જાય છે. ફિલ્મ જોવી કદાચ એવું જ છે કે તમે રિયુનિયનમાં જઈ રહ્યા છો, જ્યાં બધાના મોઢા જોઈ તમને ગુસ્સો ચઢે છે, પરંતુ તમારે ગમે તેમ કરીને તેમાં જવાનું જ છે. છેલ્લે, આ ફિલ્મના પ્રોફેસરોની જેમ કદાચ તમે પણ વાળ ખેંચીને બોલી ઉઠશો, ‘આઈ કાન્ટ ટોલરેટ ધીસ..’ આ ફિલ્મને પાંચમાંથી બે સ્ટાર્સ આપી શકાય.
0
આ ફિલ્મ જોઈને તમને લાગશે કે ફિલ્મનું ડિરેક્શન મનીષ ઝાએ કર્યુ જ નથી, જાણે કોઈ બીજા અથવા ત્રીજા આસિસ્ટન્ટે ફિલ્મની કમાન સંભાળી હોય એવું લાગી રહ્યું છે. સમજની બહારની વાત તો એ પણ છે કે અરશદ વારસી અને બોમન ઈરાનીએ આ ફિલ્મ પસંદ જ કેમ કરી, કારણકે આમાં તેમને કરવા માટે કંઈ જ નથી. નબળી સ્ક્રીપ્ટ, નબળું ડિરેક્શન અને કદાચ જ કોઈને સમજાય તેવી વાર્તા સાથે આ ફિલ્મ ચોક્કસપણે ડિરેક્ટર મનીષ ઝાના કરિયરની સૌથી નબળી ફિલ્મ કહી શકાય.ડિરેક્શન: પોતે બિહારના નિવાસી મનીષ ઝા બિહારના પટના શહેરની આ ફિલ્મને યોગ્ય ટ્રેક પર ના રાખી શક્યા. વાસ્તવમાં ફિલ્મની સ્ક્રીપ્ટમાં દમ નથી અને ફિલ્મના પાત્રોને બિહારી લુક આપવાના ચક્કરમાં ડિરેક્ટર એવા તો મુઝવાઈ ગયા કે પાત્રો ગુંડા તો લાગતા ના હતા, ઉપરથી વિચિત્ર કપડા પહેરનારા કોમેડિયન જરુર લાગતા હતા. ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર અરશદ અને બોમન પાસેથી પણ મનીષ તેમના ટેલેન્ટ પ્રમાણે કામ ના લઈ શક્યા. જો પ્રોજેક્ટ શરુ થતાં પહેલા મનીષે વાર્તા પર થોડુ વધારે ધ્યાન આપ્યું હોતું તો ફિલ્મ એટ લિસ્ટ સિંગલ ક્લાસ સેન્ટર્સ પર સારો બિઝનેસ કરી શકતી. અભિનય: અરશદ વારસી અને અદિતી રાવ હૈદરીએ પોતાને બિહારી લુકમાં બતાવવાની અને બિહારી સ્ટાઈલમાં બોલવાની સારી કોશિશ કરી છે, પણ ઘણી વાર તેઓ ઓવર એક્ટિંગનો શિકાર બને છે. બોમન ઈરાનીના દીકરા કાયોઝ ઈરાનીએ હાફ પેન્ટના પાત્રને યોગ્ય રીતે ભજવ્યું છે. બોમન ઈરાનીને ફિલ્મમાં ઘણી ઓછી ફુટેજ મળી છે. બોમનના પાત્રને ફિલ્મમાં એક સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યું છે અને તેણે સારી રીતે કર્યુ પણ છે.સંગીત: બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે, પણ બિહારના બેકગ્રાઉન્ડ પર હોવા છતાં કોઈ ગીત એવું નથી જે મ્યુઝિક લવર્સની કસોટી પર ખરું ઉતર્યુ છે. કેમ જોવી? – જો કોઈ બીજો વિકલ્પ નથી અને સવા બે કલાકનો ટાઈમ પાસ કરવો છે તો માઈકલને મળી શકો છો.
0
જો ક્રિકેટ પર બનેલી ફિલ્મોની વાત કરીએ તો, ક્રિકેટનો જેટલો જાદુ મેદાનમાં દેખાય છે, તેટલો ફિલ્મોમાં નથી દેખાતો. ક્રિકેટ પર બનેલી કેટલી બધી ફિલ્મો નિષ્ફળ ગઈ છે. માટે જ આ બિગ બજેટ ફિલ્મમાં ડાયરેક્ટરે ક્રિકેટમાં મેચ ફિક્સિંગથી લઈને કરપ્શન સુધીના બધાં જ પાસાઓને ફિટ કરી લીધા છે, જેનાથી બૉક્સ ઑફિસ પર આ ફિલ્મને હિટ મળે.જૉન અબ્રાહમના કરિયર માટે પણ આ ફિલ્મ ખાસ છે. વેલકમ બેક બાદ જૉન એક હિટ ફિલ્મ માટે તરસી રહ્યો છે. ત્યારે ચાર વર્ષ બાદ સિલ્વર સ્કીન પર આવેલો અક્ષય ખન્ના પણ ઢિશૂમથી પોતાની સેકન્ડ ઈનિંગ શરુ કરી રહ્યો છે. ફરી એક વાર તે વિલનના પાત્રમાં જોવા મળશે. જ્યાં સુધી ઢિશૂમની વાત છે તો યૂએઈના શાનદાર લોકેશન્સ, હેલિકૉપ્ટર પર જૉન અબ્રાહમ અને વરુણ ધવન સાથે ફિલ્માવવામાં આવેલા અનેક ચોંકાવનારા એક્શન સીન્સ આ ફિલ્મની યૂએસપી છે. પરિણીતી ચોપડા પોતાનું વજન ઉતાર્યા બાદ ફિલ્મમાં વરુણ સાથે ડાન્સ કરતી દેખાશે, પણ તેની એન્ટ્રી અત્યંત નબળી છે.એક્ટિંગ: અક્ષય ખન્ના ઘણાં વર્ષો બાદ ફિલ્મમાં દેખાયો પણ પોતાના અભિનયને કારણે છવાઈ ગયો. જૉન અને વરુણની વાર્તામાં એક્શન સીન્સમાં જૉન વરુણ કરતાં વધારે જામે છે. વરુણ ધવન પહેલાં પણ આવા પાત્રો કરી ચુક્યો છે. તેની એક્ટિંગમાં નવું કંઈ નથી. જેક્લિનના પાત્ર માટે કંઈ ખાસ નથી. પોતાના મિત્ર જૉન અબ્રાહમ માટે અક્ષય કુમારે પણ અમુક મિનીટનો કેમિયો રોલ કર્યો છે. ડિરેક્શન: રોહિત ધવનને આ ફિલ્મ માટે નબળી સ્ક્રિપ્ટ મળી. એવું લાગે છે કે ઢિશૂમના સ્ક્રિપ્ટ રાઈટર યશરાજ બેનરની ધૂમના જાદુમાં જ ખોવાયેલા રહ્યા અને પાત્રો તેમજ સ્ક્રિપ્ટને દમદાર બનાવવા પર પુરતું ધ્યાન ના આપી શક્યા. કેમ જોવી? જૉનના એક્શન અને સ્ટંટ સીન્સ, વરુણ ધવનની મસ્તી, જેક્લીન અને નરગીસ ફખરીની સુંદર અદાકારી સાથે અક્ષય ખન્નાનો કમબેક ફિલ્મની યૂએસપી છે. વાર્તામાં નવું કશું જ નથી.
0
નબળી અને ચવાઈ ગયેલી વાર્તા પર બનેલી આ ફિલ્મને નિર્દેશક જોડી પ્રણવ કુમાર અને જિતેન્દ્ર તિવારીએ ટ્રેક પર લાવવાનો પ્રયત્ન તો જરુર કર્યો છે, પરંતુ સ્ક્રિપ્ટ પર વધારે કામ નથી કર્યુ. શરુઆત એટલી ધીમી છે કે દર્શકો ફિલ્મ સાથે જોડાઈ નથી શકતા. ફિલ્મમાં આલમ ખાન બનેલા મિનિસ્ટરના ભાષણ એટલા ભડકાઉ છે કે તેનાથી ધાર્મિક ભાવનાઓ દુભાઈ શકે છે. ઈન્ટરવલ બાદ રમખાણોના સીન્સ ભરપુર છે. ચારે બાજુ ફેલાયેલી લાશોની વચ્ચે આક્રંદ કરતી ઝૈનબનો સીન નોંધનીય છે, પરંતુ ક્લાઈમેક્સમાં ડિરેક્ટર જોડી એવી તો ભટકી ગઈ કે વર્ષો જુના અને કેટલીય ફિલ્મોમાં પહેલા જોઈ ચુક્યા હોય તેવા સીન સાથે ફિલ્મનો ધ એન્ડ કરીને જાણે કામ પતાવ્યું.સંગીત: એક્સ કેબિનેટ મિનિસ્ટર કપિલ સિબ્બલે ફિલ્મના ગીતો લખ્યા છે, જે વિષય અને વાતાવરણમાં ફિટ બેસે છે. લલિત પંડિતનું સંગીત ભલે કોઈ મ્યૂઝિક ચાર્ટમાં સ્થાન ના મેળવી શકે, પરંતુ રમખાણો પર બનેલી ફિલ્મમાં આ ગીતોનું નિર્દેશક જોડીએ યોગ્ય ઉપયોગ કર્યો છે. કેમ જોવી આ ફિલ્મ? : જો તમને પૉલિટિકલ બેકગ્રાઉન્ડ પર બનેલી ફિલ્મો પસંદ છે અથવા તમે આશુતોષ રાણા, જિમ્મી શેરગિલના ફેન છો, તો આ ફિલ્મને ટાઈમપાસ ફિલ્મ સમજીને જોઈ શકો છો. કંઈક નવું જોવા માટે જશો તો અપસેટ થશો.
0
આ ફિલ્મ જોતી વખતે તમારા મગજમાં પહેલો જ વિચાર આવશે.. ‘શું બોલિવૂડ આટલું મેચ્યોર થઈ ગયું છે?’ ફિલ્મની ડિરેક્ટર જેસ્મિન મોસેસ ડિસોઝાએ આઉટ ઓફ બોક્સ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે. પોતાની ફિલ્મમાં તેણે હિરોને એક હવસખોર વ્યક્તિ તરીકે ચિતરવાનું સાહસ કર્યું છે, અને ફિલ્મની હિરોઈન હિરોને વાપરીને બસ તેને છોડી દેવા ઈચ્છે છે. વન નાઈટ સ્ટેન્ડને આવેગભર્યા લવઅફેર્સથી ઈત્તર જોવું નવી વાત છે. વળી, આ ફિલ્મમાં પહેલીવાર સની લિયોનીને એક પર્ફેક્ટ મધર, સપોર્ટિવ વાઈફ અને સમર્પિત વહુ તરીકે બતાવાઈ છે. જોકે, ફિલ્મનો સબ્જેક્ટ યુનિક હોવા છતાં ડિરેક્ટર જેસ્મિન અને તેની રાઈટર ભવાની ઐયર તમને જકડી રાખે તેવી ફિલ્મ બનાવવાને બદલે તમે અગાઉથી જ અંદાજ લગાવી શકો તેવી એક બિબાઢાળ બોલિવૂડ ફિલ્મ બનાવી શક્યાં છે.ફિલ્મની સ્ટોરી તેની જગ્યા છે, પરંતુ તેમાં લોજિકલ સિકવન્સનો અભાવ જોવા મળે છે. ફિલ્મમાં તમને ગળે ન ઉતરે તેવા ઉતારચઢાવ અચાનક જ આવી જાય છે. ફિલ્મની સિકવન્સ જ એવી છે કે તમે તેની સાથે કનેક્ટ ન રહી શકો. ફિલ્મમાં બતાવાયું છે કે કઈ રીતે સેલિનાને ગમે તે ભોગે પામવા ઈચ્છતા ઉર્વીલનું લગ્નજીવન તેના લીધે કઈ પ્રોબ્લેમમાં આવી જાય છે, અને સેલિના પાછળ પાગલ ઉર્વીલ કઈ રીતે સાયકો બની જાય છે, પરંતુ આ બધું દર્શકો પચાવી શકે તેટલો સમય જ તેની પછળ નથી અપાયો. તેમાંય સેકન્ડ હાફમાં તો ફિલ્મ સાવ બોરિંગ બની જાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઠીકઠાક પણ ન કહી શકાય તેવો છે. ફિલ્મમાં ઉઠાવાયેલા મુદ્દા દમદાર છે, પરંતુ તેમને સાંકળવામાં ડિરેક્ટર પાછા પડ્યા છે.ક્યારેક નબળી સ્ક્રીપ્ટ ધરાવતી ફિલ્મ પણ માત્ર એક્ટર્સની દમદાર એક્ટિંગ પર તરી જાય છે, પરંતુ સની લિયોની અને તનુજ આમ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. આ બંનેમાં એક્ટિંગ સ્કીલનો ભારોભાર અભાવ ઉડીને આંખે વળગે તેવો છે. તેમાંય સનીનું ફિલ્મમાં જેવું પાત્ર છે, તેનું એકેય લક્ષણ તેના ચહેરામાં દેખાતું નથી. જોકે, તમે સની લિયોનીના ચાહક હો તો આ ફિલ્મ જોવા તમે જઈ શકો છો.
0
જે ફિલ્મના પોસ્ટરમાં જ હીરો હાથમાં પિસ્તોલ બતાવતો લોહી નીકળતી હાલતમાં ઊભો હોય, એટલે તે ફિલ્મ પાસેથી શું એક્સપેક્ટ કરવું એ લગભગ નક્કી જ હોય. પરંતુ ડ્રગ અને હ્યુમન ઓર્ગન ટ્રાફિકર્સની વચ્ચે ફસાઈ ગયેલી એક નાનકડી છોકરીને બચાવવા નીકળેલા જ્હોન અબ્રાહમની ‘રૉકી હેન્ડસમ’માં આ સિંગલ લાઇન સ્ટોરી સિવાય લિટરલી કશું જ નવું નથી. વળી, આ ફિલ્મ કોરિયન મુવી ‘ધ મેન ફ્રોમ નોવ્હેર’ની રિમેક છે એટલે તેના સેકન્ડ હાફમાં ભયંકર હિંસા અને મારકાપ છે. જમવાની આખી થાળીમાં પિરસાયેલી તમામ વાનગીઓમાંથી એક જ ટેસ્ટ આવ્યા કરે તો જમવાનું ભાવે ખરું? બસ, આ રૉકી હેન્ડસમનું એવું જ છે.જ્હોન અબ્રાહમનો રોલ એવો છે કે એ સતત સિરિયસ મોઢું લઇને ફર્યા કરે છે અને ભાગ્યે જ કશું બોલે છે. એટલે એના ભાગે તદ્દન નહિવત્ ડાયલોગ આવ્યા છે. પરંતુ જીભનું કામ એ હાથ પાસેથી લે છે. ફિલ્મના ડિરેક્ટર નિશિકાંત કામત પોતે અહીં વિલન બન્યા છે. કોઈ દેખીતા કારણ વગર સતત ચક્રમવેડા કર્યા કરતા એક અન્ય વિલનને જોઇને થોડી વાર પછી ઇરિટેશન થવા માંડે છે. કાઝ પેટ્રિક ટેંગ નામના વિદેશી વિલનની ફાઈટસ બહુ થ્રીલીંગ છે. હિરોઇન તરીકે શ્રુતિ હાસન માત્ર હાજરી પુરાવવા પૂરતી જ છે. જ્હોન અને નાનકડી ટેણીની દોસ્તીના બોન્ડની વાત જોઇએ તેટલી ડેવલપ થઈ નથી. ડ્રગ માફિયાઓની અંદરની લડાઈ અને તેની પાછળ પડેલી પોલીસની વાર્તા ખાસ્સો સમય ખાઈ જાય છે. આ ફિલ્મમાં અત્યંત ગ્રાફિક લોહિયાળ હિંસા છે, એટલે જ આપણા સેન્સર બૉર્ડે એને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. આ પ્રકારની હિંસા ફેમિલી ઑડિયન્સને કેટલી હદે પચે તે એક સવાલ છે. જો તમે લોહિયાળ એક્શનના દીવાના હો, તો માત્ર ચેન્જ ખાતર આ ફિલ્મને તેની એક્શન સિક્વન્સીસ માટે 3 મિર્ચીઝ આપીને જોઈ શકાય.
0
જે ફિલ્મમાં હિમેશ રેશમિયા હીરો હોય એ ફિલ્મમાં ટિકિટ ખર્ચીને જોવા જનારાઓએ પોતાના પર તોળાઈ રહેલા જોખમનો વિચાર કરી જ લીધો હોય! ૨૦૦૭માં આવેલી ‘આપકા સુરૂર’ને હવે એક દાયકો થવા આવ્યો, પરંતુ હિમેશ રેશમિયાના માથેથી એક્ટિંગ કરવાનું ભૂત હજી ઊતર્યું નથી. પરિણામે એણે વધુ એક સુરૂર આપણા માથે માર્યો છે.અગાઉની સુરૂરમાં હિમેશ એઝ હિમસેલ્ફ એટલે કે ખુદ હિમેશ રેશમિયા તરીકે જ આવ્યો હતો. જ્યારે આ વખતે નામ બદલ્યું છે, પરંતુ પર્સનાલિટી એ જ છે. બલકે સિક્સ પૅક એબ્ઝ બનાવીને વધુ હીરોગીરી કરી છે. અગાઉ હિમેશની માથે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનું ટાર્ગેટ હતું. જ્યારે આ વખતે ડ્રગ્સની હેરાફેરીના ખોટા કેસમાં ફસાઈ ગયેલી પોતાની મંગેતરને આયર્લેન્ડના ડબ્લિનથી નિર્દોષ છોડાવી લાવવાનું ટાસ્ક છે. ફિલ્મના પોસ્ટરમાં નસિરુદ્દીન શાહ અને શેખર કપૂર જેવાં મોટાં માથાંને જોઇને જરાય છેતરાવા જેવું નથી. એમના ભાગે બે-ચાર તદ્દન બોરિંગ સીનને બાદ કરતાં કશું જ રસપ્રદ કામ આવ્યું નથી. મોટે ભાગે આખી ફિલ્મમાં હિમેશ જ છવાયેલો રહે છે. પાછું દર પાંચમી મિનિટે એકાદું ગીત આવી જાય છે. ઇવન બૅકગ્રાઉન્ડમાં પણ હિમેશનું જૂનું હિટ સોન્ગ ‘તેરા તેરા સુરૂર’ સતત સંભળાયા કરે છે. જો કે આશ્વાસન ગણો કે ગમે તે, પરંતુ આ ફિલ્મનું મ્યુઝિક જ તેનું એકમાત્ર જમાપાસું છે.પણ માત્ર મ્યુઝિક સાંભળવા કોઈ થિયેટર સુધી લાંબા શા માટે થાય? સ્ટોરી પ્રેઝન્ટ કરવામાં મારવામાં આવેલી વધુ પડતી સ્ટાઇલો, વણજોઇતા ફાઇટ સીન, દિમાગમાં ન ઊતરે એવી સિક્વન્સ વગેરે કશું જ હજમ થાય એવું નથી. આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખુદ હિમેશ રેશમિયાએ આપ્યું છે, જે કાનમાં રૂનાં પૂમડાં ભરાવીને જ સંભાળવામાં કાનના પડદાની સલામતી છે. એક્ટિંગના મામલે તદ્દન ફેઇલ થતો હિમેશ આખી ફિલ્મમાં સતત વોઇસ ઓવર આપીને કાનને થકવે છે. આ ફિલ્મને મ્યુઝિકલ થ્રિલર ગણી શકાય, પરંતુ ફિલ્મમાં ક્યાંય થ્રિલ મહેસૂસ થતી જ નથી. ઇવન જેલમાંથી ભાગી છૂટવાનું પ્લાનિંગ થાય અને તે પ્લાનને અમલમાં મૂકવામાં આવે ત્યારે પણ નહીં.ફિલ્મનો બીજો પ્રોબ્લેમ એ છે કે તેમાં એક્ટિંગ જેવું કોઈ તત્ત્વ જ નથી. નવી હિરોઇન ફારાહ કરીમી તદ્દન કૃત્રિમ છે. જ્યારે નસિરુદ્દીન શાહ, કબીર બેદી અને શેખર કપૂર જેવા સિનિયરોએ માત્ર મોઢાં બતાવવા માટે (અને વ્યવસાયિક લાભ માટે) જ ફિલ્મમાં હાજરી આપી છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે, એક્ટિંગ, એક્ઝિક્યુશન તમામ મુદ્દે નિષ્ફળ જતી આ ફિલ્મ એટલે જ દોઢ કલાક કરતાં થોડીક જ લાંબી હોવા છતાં પણ કંટાળો લાવી દે છે. છૂટક ગીતો સાંભળવાની અને ડબ્લિનનાં અમુક લોકેશન જોવાની મજા પડે તેવું છે. માત્ર આ બે પ્લસ પોઇન્ટ માટે જ આ ફિલ્મને ગણીને 1.5 મિર્ચીઝ out of 5.
0
લાઇફ ઇઝ ફુલ ઓફ પેરેડોક્સિઝ! > જેમ કે, કમાઈએ છીએ જમવા માટે અને ટાઈમ પર તો જમતાં નથી! > સોશિયલ મીડિયા ખરેખર તો આપણને ડિસ્કનેકટ કરે છે! > જેટલો કોઈને ઈમ્પ્રેસ કરવાનો ટ્રાય કરો એટલો સામેવાળો ઈમ્પ્રેસ ના જ થાય! આ છેલ્લી લાઈન ‘તેરે બિન લાદેન 2’ના ડિરેક્ટર માટે હતી.આ વિરોધાભાસી દુનિયાને જોવા માટે ગંભીરતાનાં ચશ્માં ફગાવી દઇને વ્યંગનાં ચશ્માં પહેરી લો એટલે ઘણી બધી વસ્તુઓ તદ્દન રિડિક્યુલસ-વાહિયાત લાગવા માંડે. એવાં જ વ્યંગનાં ચશ્માંમાંથી ત્રાસવાદને જોવાની ક્વાયત એટલે સટાયરિકલ કોમેડી ફિલ્મ ‘તેરે બિન લાદેનઃ ડેડ ઓર અલાઇવ.’ મજાની વાત એ છે કે આ ફિલ્મ કોઇનેય સિરિયસલી લેતી નથી. આ ફિલ્મ છ વર્ષ પહેલાં આવેલી સરપ્રાઇઝ હિટ ‘તેરે બિન લાદેન-૧’ની સિક્વલ છે. એટલે એ ન જોઈ હોય તો પહેલાં તો એ જોઈ લેવી, કારણ કે અહીં પોતાની પહેલી ફિલ્મનું અનુસંધાન જોડવામાં ખાસ્સી મહેનત કરવામાં આવી છે. એટલે જો પાર્ટ-૧ નહીં જોયો હોય, તો અમુક જૉક પણ નહીં સમજાય અને આખી ભાંજગડમાં કોઈ રસ જ નહીં પડે.અમેરિકા સાચુકલા લાદેનને પતાવી દે છે. એટલે અફઘાનિસ્તાનના ત્રાસવાદીઓ નાસીપાસ છે. જ્યારે અમેરિકન પ્રમુખને લાદેનનું ડેડબોડી પ્રૂફ તરીકે દુનિયાને બતાવવું પડે એમ છે. એ જ વખતે બંને પાર્ટીઓનું ધ્યાન પડે છે આ ફિલ્મી લાદેન પર. બસ, બે બાજુથી એની રસ્સી ખેંચ અને વચ્ચે ફિલ્મી લાદેનની સુડી વચ્ચે સોપારી. ફિલ્મનું સ્ટાર્ટિંગ સુપર્બ છે. મગજ બંધ કરીને આખો વખત મરવા અને મારવાની વાતો જ કર્યે રાખતા ત્રાસવાદીઓની ટ્રેનિંગનાં દૃશ્યો અમેઝિંગ શાર્પનેસથી શૂટ થયાં છે. એવી જ શાર્પનેસ અમેરિકન પ્રેસિડન્ટ અને એમના વ્હાઇટ હાઉસની સિક્વન્સિસમાં દેખાય છે. મનીષ પૉલનું કોમિક ટાઇમિંગ તો સરસ છે જ. પરંતુ અહીં સરપ્રાઇઝિંગલી સિકંદર ખેરની ઍક્ટિંગ જોરદાર છે. એ બહુ કાબેલિયતથી અમેરિકન ઓફિસર અને ઇન્ડિયન-પંજાબી રોલમાં સ્વિચઑવર કરતો રહે છે. કલાકેક વીત્યા પછી ફિલ્મ ધીમે ધીમે બેસતી જાય છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ પાસે આપણને ઑફર કરવા માટે લગભગ કશું જ રહેતું નથી. ક્લાઇમૅક્સ આવતાં સુધીમાં આપણે વાર્તાથી એ હદે અલિપ્ત થઈ જઇએ કે આગળ શું થશે એ જાણવાની પણ ઉત્કંઠા ન રહે. સામેપક્ષે ફિલ્મમાં પણ છેલ્લે વાર્તાનો ગોટોપિંડો વાળી દેવાયો છે.ઇન શૉર્ટ, અડધી ફિલ્મ જોઇને તમે કલાકેક ઊંઘ ખેંચી લો તોય ખાસ કશું ગુમાવવાનું નથી. આ ફિલ્મને એના સુપર્બ સટાયર, શાર્પ ઑબ્ઝર્વેશન્સ અને અમુક સ્માર્ટ ડાયલોગ્સ માટે 2 મીર્ચીઝ આઉટ ઓફ 5
0
આ ફિલ્મ જોવી એ આપણી કોમનસેન્સનું હળાહળ અપમાન છે. તેના માટે પોઝિટિવ કહી શકાય એવો એક પણ મુદ્દો મળે તેમ નથી. જો જાઓ તો કોમનસેન્સનો વીમો ઊતરાવીને જ આ ફિલ્મ જોવા જજો.
0
આ ફિલ્મના નિર્દેશક સાઈ કબીર ઘણા વર્ષો પહેલા ઈરફાન ખાન અને કંગના રનૌત સાથે આ ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ કબીર પોતે લાંબા સમય સુધી બીમાર રહ્યા. જેના કારણે આ ફિલ્મ લંબાઈ ગઈ. ત્યાં સુધી ઈરફાન પણ આ દુનિયામાં નથી રહ્યા. તે જ સમયે કંગનાને પણ આ ફિલ્મ કરવામાં રસ ન હતો, પરંતુ તેણે આ ફિલ્મનું નિર્માણ કર્યું. નવાઝુદ્દીન સિદ્દીકીની સામે કબીરે અવનીતને લીડ જોડી તરીકે સાઈન કર્યા હતા.બે કલાકથી ઓછા સમયની ફિલ્મમાં કબીર ફિલ્મોની રંગીન દુનિયામાં મહત્વાકાંક્ષી કલાકારોના સંઘર્ષને બતાવવાનો પ્રયાસ કરે છે. તેણે બતાવ્યું કે કેવી રીતે સિસ્ટમ લાભ લે છે અને લાચારોનું શોષણ કરે છે. પરંતુ અફસોસ કે નબળી વાર્તા અને પટકથાને કારણે તે આ ફિલ્મને પ્રભાવશાળી બનાવી શક્યો નહીં. નવાઝુદ્દીન આ ફિલ્મને પોતાના ખભા પર ખેંચવાનો પૂરો પ્રયાસ કરે છે. સાથે જ અવનીતે પણ તેને સપોર્ટ કર્યો છે. આમ છતાં ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરી શકતી નથી. ફિલ્મમાં બિનજરૂરી અપશબ્દો ટાળી શકાયા હોત. જો તમે નવાઝુદ્દીનના મોટા ફેન નથી, તો આ વીકેન્ડમાં આ ફિલ્મ જોવાનું ટાળી શકો છો.
0
આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધઆરિત છે. અહીં ઈન્ડિયન મુજાહિદ્દીનના સ્થાપક અને આતંકવાદી યાસીન ભટકલની ધરપકડનું મિશન દર્શાવાયું છે. 2013માં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારીઓએ આ દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. ફિલ્મમાં આપણી સિસ્ટમમાં જે ખરાબી છે તે પણ દર્શાવાઈ છે. આમાં માત્ર ક્રાઈમની વાત નથી પરંતુ એજન્ટ જે પરિસ્થિતિમાં કામ કરે છે તેના માધ્યમથી આપણા સમાજનો પણ આઈનો બતાવી દેવાયો છે.ફિલ્મમાં અંડરકવર ઓપરેશનનું વાસ્તવિક ચિત્રણ છે. પરંતુ આ બેધારી તલવાર જેવું છે. ડ્રામેટાઈઝેશનના અભાવે ફિલ્મ તમારા શ્વાસ અધ્ધર કરી દે તેવી ક્રાઈમ થ્રિલર નથી બની શકી. આમાં ઓપરેશન જોઈને દર્શકોને ટેન્શન નથઈ થતું. ફિલ્મમાં અવારનવાર આતંકવાદી તેના માટે જિહાદનો શું મતલબ થાય છે વગેરે બોલ્યા કરે છે જે અમુક હદ પછી કંટાળાજનક લાગે છે. તમને આ ફિલ્મમાં જો કોઈ ચીજ જકડી રાખશે તો એ છે ઈન્ટેલિજન્સ ઑફિસર્સની હિંમત અને મજબૂત ઈરાદા.અર્જુન કપૂરે મહેનત કરી છે પરંતુ તે પાત્ર સાથે ઑડિયન્સને જોડવામાં નિષ્ફળ જાય છે. તે ફિલ્મને પોતાના ખભે ઊંચકવાની કિશોશ કરે છે. એક વાત ચોક્કસ વખાણવી પડે કે ડિરેક્ટરે ફિલ્મમાં ખોટા ગીત કે ગ્લેમરસ ફિમેલ કેરેક્ટર અને દેશભક્તિ ઘૂસાડવાની કોશિશ નથી કરી. IMW એ દેશના ઓછા જાણીતા હીરોઝને સાચું ટ્રિબ્યુટ છે. દેશના દરેક દર્શકને આ ઘટના વિષે ખબર હોવી જ જોઈએ. ફિલ્મને અમારી તરફથી 3.5 સ્ટાર્સ.
1
એ વાતનો જરૂર ઉલ્લેખ કરવો પડે કે રોબી ગ્રેવાલે ફિલ્મ માટે ડિટેઈલમાં રિસર્ચ કર્યું છે. આ વાત પરદા પર ઊડીને આંખે વળગે છે. ફિલ્મનો માઈનસ પોઈન્ટ છે તેનો સ્લો ફર્સ્ટ હાફ. રોબીએ ફર્સ્ટ હાફમાં બેક ડ્રોપ અને પાત્રોને સેટ કરવામાં ઘણો સમય લગાવ્યો છે. ઘણી જગ્યાએ કન્ફ્યુઝન ખટકે છે. જાસૂસી વાળી આ ફિલ્મમાં થ્રિલનો અભાવ છે. જે એક્શનની આશાએ તમે ફિલ્મ જોવા ગયા હશો તે ફિલ્મમાં લગભગ ન બરાબર છે. સેકન્ડ હાફમાં સ્ટોરી પોતાના મિજાજમાં આવે છે. ફિલ્મ નાટ્યાટ્મક નહિ પણ વાસ્તવિકતાથી નજીક છએ પરંતુ ક્લાઈમેક્સ પંચ અસરકારક સાબિત નથી થતો.તપન તુષાર બસુની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ખાસ કરીને વરસાદ વાળા દૃશ્યો સુંદરતાથી પરદા પર ફિલ્માવાયા છે. તેમણે ફિલ્મના કલર ટોનને વિષયને અનુરુપ રાખ્યો છે. જ્હોન અબ્રાહમે પોતાના રોલને પૂરો ન્યાય આપ્યો છે. તે પોતાના અલગ અલગ બહુરુપને સારી રીતે ભજવી જાણે છે. ખુદાબખ્શના રોલમાં સિકંદર ખેર સરપ્રાઈઝ પેકેજ સાબિત થાય છે. તેણે પાકિસ્તાની આઈએસઆઈ અધિકારીના રુપમાં દમદાર અભિનય કર્યો છે. જેકી શ્રોફ પોતાની ભૂમિકાઓને અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. શ્રીકાંત રાય તરીકે તે આ વખતે પણ સફળ ગયો છે. મૌની રૉયે આ ફિલ્મ કરવાની હા કેમ પાડી તે વાત સમજ નથી પડતી. ફિલ્મમાં તેનો રોલ છે જ નહિ. ઈજહાક અફરીદીના રૂપમાં અનિલ જ્યોર્જે ઘણું સારુ કામ કર્યું છે. તે પોતાની ભૂમિકામાં યાદ રહી જાય છે. રઘુવીર યાદવનો નાનો રોલ ફિલ્મમાં રાહતનું કામ કરે છે. બાકીના કિરદાર ઠીક છે. સંગીત ફિલ્મનો માઈનસ પોઈન્ટ છે. બેકગ્રાઉન્ડ સ્કોર ઠીકઠાક છે. આ ફિલ્મને અમારા તરફથી 3 સ્ટાર.
1
બોલિવૂડમાં એજ્યુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવતી ‘તારે ઝમીન પર’, ‘થ્રી ઈડિયટ્સ’, ‘આરક્ષણ’, ‘નિલ બટે સન્નાટા’, ‘ચૉક એન્ડ ડસ્ટર’, ‘હિન્દી મીડિયમ’ જેવી ઘણી ફિલ્મો બની છે પણ આ પહેલીવાર છે જ્યારે શિક્ષણ તંત્રનને ચાટી જનારી ઉધઈ એટલે કે, ચીટિંગ માફિયાનો આ રીતે પર્દાફાશ કરવામાં આવ્યો છે કે તમારી આંખો પહોળી થઈ જાય છે અને વિચારતા રહી જાઓ છો. ફિલ્મની મજબૂતી જ કહી શકાય કે, સીરિયલ કિસરના નામથી જાણીતા ઈમરાન હાશ્મીએ આ ફિલ્મ દ્વારા પોતાને અભિનેતાના રૂપમાં સીમિત ન રાખતા નિર્માતા બનવાનો નિર્ણય લીધો.લેખક-નિર્દેશક સૌમિક સેને વિષય પર પોતાની પકડ જમાવી રાખી, જે અંતર્ગત તે એજ્યુકેશન સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું દરેક આવરણ ખોલે છે. તેમણે સિસ્ટમની અંદરની ખામીઓની સાથે બાળકો પણ ડૉક્ટર, એન્જિનિયર, MBA બનવાના દબાણનું રિયાલિસ્ટિક ચિત્રણ કર્યું છે. તે એ બતવવાનું ચૂકતા નથી કે, એજ્યુકેશન લૉનના ભાર નીચે દબાયેલો બાપ પોતાના બાળકને ઈન્વેસ્ટમેન્ટ સ્વરૂપે નહીં જુઓ તો તે જીવતેજીવ મરી જશે. તેમ છતા સ્ક્રીનપ્લે ટાઈટ હોત તો વાર્તાને વધુ ધારદાર બનાવી શકાઈ હોત. ઈન્ટરવલ બાદ ફિલ્મની પકડ થોડી છૂટી જાય છે. પ્રી ક્લાઈમેક્સ રસપ્રદ છે પણ ક્લાઈમેક્સને વધુ શૉકિંગ બનાવી શકાય છે.
1
પૈસાની તકલીફ ધરાવતા બે મિત્રો પાછળ ડોન પડે છે. ઘણા ગુજરાતી ફિલ્મ મેકર્સ આ ફોર્મ્યુલા રીપીટ કરી રહ્યા છે. આ કારણે તમને ફિલ્મની વાર્તા ઘણાખરા અંશે ખબર જ હોય છે અને ફિલ્મ બોરિંગ બની જાય છે. ફિલ્મનો પ્રથમ હાફ ઘણો ધીમો છે અને તેનું એડિટિંગ પણ નબળું છે. જો એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મની સ્પીડ જળવાઈ રહેત અને દર્શકો ફિલ્મમાં જકડાયેલા રહેત. આથી ફિલ્મની ધીમી ગતિ દર્શકોની ધીરજની કસોટી લઈ લે છે.ફિલ્મમાં શાન દ્વારા ગવાયેલુ ‘લાગ્યો રે પ્રેમ રંગ’ તથા સુનિધિ ચૌહાણે ગાયેલુ ‘તોડી દીધી મે સોનેરી સાંકળ’ ગમે એવા છે. કલાકારો વચ્ચે કોમિક ટાઈમિંગ નબળુ પડે છે જોકે ડાયલોગ્સ સારા લખાયા છે. ફિલ્મ બીજા હાફમાં ઝડપ પકડે છે. ડાયરેક્ટર તરીકે વિરલ રાવે સારુ કામ કર્યું છે પણ એડિટિંગમાં ફિલ્મ નબળી પડે છે. તમને સ્ટોરી જોઈને પ્રિયદર્શનની કેટલીક કોમેડી ફિલ્મો યાદ આવી જશે.પરફોર્મન્સની વાત કરીએ તો લીડ એક્ટર રોનક કામદાર અને મોનલ ગજ્જર વચ્ચે ગજબની કેમિસ્ટ્રી છે. તે બંને પોતાના પાત્રને ન્યાય આપે છે. રોનકે ચશ્મા વાળા કોલેજિયન છોકરાનું પાત્ર ભજવવા જે મેક ઓવર કર્યું છે તે ખરેખર દાદ માંગી લે તેવું છે. આરવ તીકે ભરત ચાવડા પણ ફિલ્મમાં તડકો ઉમેરે છે. ડોન તરીકે સ્મિત પંડ્યાએ પણ પાત્રને સારો ન્યાય આપ્યો છે. મોનલના પિતા તરીકે મેહુલ બુચની એક્ટિંગ વખાણવા જેવી છએ. મિત્ર ગઢવીએ સારુ પરફોર્મન્સ આપ્યું છે પરંતુ તેનુ પાત્ર તેને છેલ્લો દિવસ અને શું થયુની યદ અપાવી દેશે. અર્ચન ત્રિવેદી ફિલ્મમાં સરસ સરપ્રાઈઝ એલિમેન્ટ ઉમેરે છે. ઢ ફિલ્મમાં દેખાયેલા કરણ પટેલે પણ જેજેનો બાળપણનો રોલ સરસ ભજવ્યો છે.આ ફિલ્મ એવરેજ એન્ટરટેઈનમેન્ટ આપે એવી છે. તમારે વીકેન્ડમાં બીજુ કોઈ ખાસ કામ ન હોય તો ફેમિલી સાથે એક વાર આ મૂવી જોવા જવાય.
1
કહે છે કે ચેસની ગેમમાં ભલે માત્ર ૬૪ બ્લેક એન્ડ વ્હાઇટ ખાનાં હોય, પરંતુ તેમાં લગભગ ૧૦ની ૧૨૦ ઘાત જેટલાં (એટલે કે ૧૦ની ઉપર ૧૨૦ મીંડાં જેટલાં) મુવ્ઝની શક્યતા રહેલી હોય છે (જેને ‘શેનોન નંબર’ કહે છે). આ દિમાગી ગેમમાં ભલે આટલી બધી અનંત લાગતી શક્યતાઓ રહેલી હોય, પરંતુ બિજોય નામ્બિયારની ‘વઝીર’માં સસ્પેન્સનું અનુમાન લગાવવા માટે ઝાઝી કશી શક્યતાઓ છોડવામાં આવી નથી.અહીં બે વસ્તુઓ આ અધરવાઇઝ સ્માર્ટ ફિલ્મને હાનિ પહોંચાડે છે. એક તો ફિલ્મની ડ્રામેટિકલી ઘટી જતી પૅસ અને દિમાગમાં ન ઊતરે એવા ટ્વિસ્ટ. માત્ર ૧૦૭ મિનિટની જ હોવા છતાં ‘વઝીર’ સેકન્ડ હાફમાં ખાસ્સી ધીમી લાગે છે. આ તબક્કે બિનજરૂરી ગીત અને રોમેન્ટિક ટ્રેક ફર્સ્ટહાફમાં બિલ્ડ થયેલી થ્રિલને લગભગ કિલ કરી નાખે છે. ફિલ્મને નુકસાન પહોંચાડતી બીજી બાબત છે તેમાં રહેલો સ્માર્ટનેસનો અભાવ. એક સસ્પેન્સ થ્રિલર તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા બાદ વાર્તામાં પ્રેક્ષકના દિમાગમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ થવું જોઇએ તેને અહીં અડકવામાં જ આવ્યા નથી. આવું એકાદવાર થાય તો ચાલે, પણ દર થોડી વારે આવી બેવકૂફીભરેલી લોજિકવિહોણી વાતો બમ્પર જાય છે. ફિલ્મને અંતે સસ્પેન્સ ખૂલે છે ખરું, પરંતુ તે જાણીને આપણું મોં આશ્ચર્યથી પહોળું રહી જાય એવું બનતું નથી. તેમ છતાં આ ફિલ્મને બચાવી લે છે તેનાં પર્ફોર્મન્સ.અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તર ક્યાંક લાઉડ કે મેલોડ્રામેટિક થયા વિના પોતાની પીડા બયાન કરી દે છે. આ માટે ફિલ્મના ડિરેક્ટર બિજોય નામ્બિયારને પણ ક્રેડિટ આપવી પડે. જ્હોન અબ્રાહમના સ્પેશિયલ અપિયરન્સમાં કંઈ સ્પેશિયલ નથી. ફિલ્મની લાઉડનેસનું વોલ્યુમ નીલ નીતિન મુકેશ થોડું અપ કરી દે છે. ફિલ્મમાં મિનિસ્ટર બનતા એક્ટર માનવ કૌલનું કામકાજ પણ દમદાર છે. અફસોસ, કે ગોર્જિયસ એવી અદિતી રાવ હૈદરીના ભાગે રડવા અને ગીત ગાવા સિવાય કોઈ જ કામ આવ્યું નથી. ‘વઝીર’ની નૈયાને મજબૂતીથી બચાવે છે તેનું મ્યુઝિક. ઑફિસથી ઘરે જતાં કે લોન્ગ ડ્રાઇવમાં સાંભળવાની મજા પડે તેવાં આ ગીતનાં લગભગ બધાં જ ગીતો સરસ બન્યાં છે. ઑવરઑલ ‘વઝીર’ એક અબોવ એવરેજ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બની છે. એક્ટિંગ, મ્યુઝિક અને ઓછી લંબાઈને કારણે એકવાર જોઈ શકાય તેવી ફિલ્મોની યાદીમાં આવી છે. નવા વર્ષના સ્ટાર્ટિંગ માટે ખરાબ ન કહેવાય. આ ફિલ્મને 2.5 મિર્ચીઝ આઉટ ઓફ 5.
1
ફિલ્મની વાર્તા અને પ્લોટ લાઈનની વાત કરીએ તો 'ધ બેટમેન' અન્યાય સામે લડત ચલાવવામાં આવે છે. ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર મેટ રીવ્સે પહેલા સીનથી જ ધ્યાન ચોંટી રહે તેવી શરૂઆત કરી છે. ફિલ્મ સહેજ પણ ઢીલી પડતી નથી. બેટમેન રિબૂટમાં એક વિલન રીડલર છે જે ખૂબ ખતરનાક છે. જે ભ્રષ્ટ લોકોને મોતને ઘાટ ઉતારવા માગે છે. બંને વચ્ચેની આ તકરાર રસપ્રદ છે અને દર્શકો તરીકે આપણને વિચારતા કરી મૂકે છે કે કોના તરફ જવું.એક્શન નિશ્ચિત સમયાંતે થતાં રહે છે જેમાં મુક્કાબાજી, વિસ્ફોટ અને ડ્રામેટિક ચેઝ સીક્વન્સ સામેલ છે. બધું જ નાના-નાના ટુકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે એટલે વધુ અસરદાર નથી લાગતું. રનટાઈમ થોડો લાંબો છે અને વચ્ચે એકપણ કોમિક સીન નથી પરંતુ એનો કશો વાંધો નથી. મોટો ખુલાસો થતાં કેટલાય રહસ્યો છે જે તમને ખુરશી પર બેસી રહેવા મજબૂર કરે છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ રોબર્ટ પેટિસન શાંત છે અને અસરદાર પણ લાગે છે. તે બેટમેનના સૂટમાં સ્ફૂર્તિવાળો અને શક્તિશાળી દેખાય છે. રોબર્ટ પાસે એ જાદુઈ સ્ક્રીન પ્રેઝન્સ છે જેનો મુકાબલો કરવો મુશ્કેલ છે. જો ક્રાવિત્ઝ પણ નિરાશ નથી કરતી અને પોતાને કેટવુમનના અવતારમાં સરસ રીતે ઢાળી લે છે. કોલિન ફોરેલને પેંગ્વિન તરીકે ઓળખવી મુશ્કેલ છે પરંતુ આ એવું પાત્ર છે જે હળવી કોમેડી દ્વારા ફિલ્મને વધુ મનોરંજક બનાવે છે. પોલો ડાનો હતાશ વિલન છે જેનો ઈરાદો સારો છે પરંતુ રસ્તો ખોટો છે.
2
આ ફિલ્મના દિગ્દર્શક કુશાન નંદીએ લેખક ગાલિબ અસદ ભોપાલીની વાર્તા પર આધારિત કૌટુંબિક મનોરંજન બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ દર્શકોને સંપૂર્ણ મનોરંજનની આશા જગાડે છે. પરંતુ, ઇન્ટરવલ પછી સ્ક્રિપ્ટ તેની વાર્તાના પાટા પરથી ઉતરી જાય છે અને નબળો ક્લાઇમેક્સ બાકીની આશાઓને નષ્ટ કરી દે છે. જો ડિરેક્ટરે ફિલ્મના સેકન્ડ હાફ પર થોડું વધારે કામ કર્યું હોત તો જોગીરા સારા રા રાને વધુ સારી ફિલ્મ બનાવી શક્યા હોત. જો કલાકારોના અભિનય વિશે વાત કરીએ તો નવાઝુદ્દીને તેની સામાન્ય શૈલીમાં દર્શકોનું મનોરંજન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. પણ જો ડિરેક્ટરે નવાઝને ડાન્સ કરવાનું ટાળ્યું હોત તો સારું થાત. બીજી તરફ નેહા શર્મા મુખ્ય હિરોઈનની તકનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકી નથી. જોકે મિમોહ ચક્રવર્તી આશ્ચર્યજનક રીતે દર્શકોને હસાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. બીજી તરફ સંજય મિશ્રા હંમેશાંની જેમ અદ્ભુત દેખાઈ રહ્યા છે. ફિલ્મના બાકીના કલાકારોએ પણ સારી એક્ટિંગ કરી છે. જો તમે એક્ટર નવાઝુદ્દિનના મોટા ફેન નથી તો પૈસા બચાવવા માટે આ ફિલ્મ ઓટીટી પર આવે ત્યાં સુધી રાહ જોઈ શકો છો.
0
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દર્શકોમાં દેશભક્તિની ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે. તેથી હવે આવી વાર્તાઓને પડદા પર લાવવાનું ચલણ પણ વધ્યું છે.ફિલ્મની વાર્તા આદિત્ય શાસ્ત્રીએ લખી છે, જેમાં તમામ ખામીઓ દેખાઈ રહી છે. ઈન્ટરવલ પહેલા, સંકલ્પ ઘટનાઓનો ક્રમ સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ બીજા ભાગમાં, પાકિસ્તાનની ધરતી પર આવી ઘણી હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે, જે પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકે છે કે શું ખરેખર ગુપ્તચર મિશન આટલી સરળતાથી હાથ ધરવામાં આવે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ એટલો મજબૂત નથી. વિદ્યુત જામવાલે ફિલ્મમાં યોગ્ય કામ કર્યું છે. અનુપમ ખેર હંમેશાંની જેમ તેમની ભૂમિકામાં મગ્ન છે, જ્યારે વિશાલ જેઠવા અને અશ્વથ ભટ્ટે તેમની ભૂમિકામાં જીવ રેડ્યો છે. બાકીના કલાકારોએ પણ સારું કામ કર્યું છે. યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મમાં ઉત્તમ બેકગ્રાઉન્ડ સ્કોર અને સિનેમેટોગ્રાફી ચોક્કસપણે તમને પ્રભાવિત કરશે. માત્ર બે કલાકની આ ફિલ્મનું એડિટિંગ પણ ચપળ છે. જો સંકલ્પે ફિલ્મની વાર્તા અને પટકથા પર થોડું વધારે કામ કર્યું હોત તો તે એક શાનદાર ફિલ્મ બનાવી શક્યા હોત.
0
The Keral Story: વિવાદોના વમળની વચ્ચે સુદીપ્તો સેન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરી આખરે રિલીઝ થઈ ગઈ છે. ડિરેક્ટર તરીકે સુદીપ્તો સેને પોતાના પાત્રોના માધ્યથી ભય ઉભો કરવામાં સફળ રહ્યા છે. પરંતુ પાત્રો પૂરી રીતે બ્લેક એન્ડ વ્હાઈટ છે. યુવાનોનું બ્રેઈન વોશ કરી આતંકવાદમાં નાખી દેવા તે ગંભીર મુદ્દો છે, પરંતુ ફિલ્મમાં તેનું પ્રોજેક્શન ભટકેલું જોવા મળે છે. ફિલ્મમાં છોકરીઓનું બ્રેઈન વોશ કરવા માટેની પ્રક્રિયા બાલિશ લાગે છે. ગ્રેજ્યુએશન કરેલી છોકરીઓને આસિફા અને તેનો સાથી જે રીતે ફલાવે છે, તે મગજમાં બેસતું નથી. ગીતાંજલિનું હોસ્પિટલના બેડ પર રહેલા પિતા પર થૂંકવું, શાલિનીને કોલંબોમાં સત્યની જાણ થવા બાદ સીરિયા જેવા દ્રશ્યો હજમ થતા નથી. ફિલ્મમાં હિંસાત્મક અને બળાત્કારના દ્રશ્યો અંદરથી હચમચાવી નાખશે. કેટલાક તેવા સંવાદો જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. ફિલ્મનું એડિટિંગ થોડું વધારે સારું થઈ શક્યું હોત. પ્રશાંતનુ મોહાપાત્રાનું સિનેમેટોગ્રાફીમાં કેરળથી લઈને અફઘાનિસ્તાન સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે.એક્ટિંગ મામલે અદા શર્માએ શાલિની તરીકે જ્યાં એક તરફ માસૂમિયત વિખેરી છે તો બીજી તરફ ફાતિમા તરીકે ડર, આક્રોશ અને પીડા દેખાડી છે. ફિલ્મમાં અદાનું કામ પ્રશંસનીય છે. બહેનપણી તરીકે યોગિતા બિહાની અને સિદ્ધિ ઈદનાનીએ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. પરંતુ પાત્રોમાં ઊંડાઈનો અભાવ છે. સપોર્ટિંગ કાસ્ટ ઠીક -ઠીક છે.
0
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
35
Edit dataset card