reivew
stringlengths 4
2.98k
| sentimentGOLD
stringclasses 4
values |
---|---|
આશરે 200 કરોડના નિર્માણ ખર્ચ સાથે બનેલી ‘પદ્માવત’ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મના દરેક સીનમાં મ્હોથી લઈને પગ સુધી દીપિકા પાદુકોણે પોતાના હાવભાવ અને ખાસ કરીને આંખો વડે જે અભિનય કર્યો છે તે પ્રશંસનીય છે. ભલે પ્રેમ હોય કે ગુસ્સો, દરેક પ્રકારના ઈમોશન દીપિકાની આંખો દ્વારા તરત જ અનુભવી શકાય છે. 30-30 કિલોના સુંદર લહેંગા, ભારે ઘરેણાં અને ખાસ કરીને નાકની નથણી દીપિકા પર ખૂબ જામી રહી છે. સજેલી-ધજેલી દીપિકાની ઉપસ્થિતિને સ્ક્રીન પર એ રીતે રજૂ કરાઈ છે કે, તેની આસપાસ બધું તુચ્છ લાગે છે.શાહિદ કપૂરે મહારાજ રાવલ રતન સિંહના પાત્ર સાથે ન્યાય કર્યો છે. તે શરૂઆતથી અંત સુધી શાલીન દેખાય છે. પરંતુ એક પાત્ર જે પૂરી ફિલ્મ પર કબજો કરીને રાખે છે તે છે અલાઉદ્દીન ખિલજી એટલે કે, રણવીર સિંહ. રણવીર અસલ જીંદગીમાં એનર્જીથી ભરપૂર છે. શરૂઆતથી અંત સુધી એક પાગલ, વિલાસી, વ્યભિચારી અને કુંઠિત માનસિકતા જેવા લક્ષણો જીવંત કરવામાં રણવીર જીવ રેડી દીધો છે. ‘ખલી વલી’ ગીતમાં તેનો હેપી ડાન્સ, તેની એનર્જી અદભુત છે. તેના ઘણા ડાયલૉગ્સ થિએટરની બહાર નીકળતા તમને યાદ રહી જશે. જેમ કે, ખિલજીની ક્રૂરતા દેખાડતો એક ડાયલૉગ – એક સીનમાં તેની પત્ની તેને કહે છે કે, ‘કંઈક તો ડર રાખો’ આની સામે તે પલટ જવાબ આપતા પૂછે છે કે, ‘આજ ખાને મેં ક્યા-ક્યા હૈ?’ જ્યારે તેને કહેવામાં આવે છે કે, જમવામાં બહુ બધા પકવાન છે ત્યારે ખિલજી જવાબ આપે છે કે, ‘જબ ખાને મેં ઈતના કુછ હૈ તો ખૌફ ક્યો ખાઉ?’ સાથે જ તેની અંદર છૂપાયેલા એક નિષ્ફળ પ્રેમીની વિહવળતાને દર્શાવતો એક ડાયલૉગ – તે પોતાના ગુલામ મલિક કાફૂરને રડમશ થઈને પૂછે છે, ‘કાફૂર બતા, મેરે હાથ મેં કોઈ પ્યારી લકીર હૈ, નહીં હૈ તો ક્યા તૂ ઐસી લકીર બના શકતા હૈ?’ કાફૂર પોતાના માલિકની આવી સ્થિતિ જોઈને રડી પડે છે.ગુલામ મલિક કાફૂરના રોલમાં જિમ સરભના રૂપમાં ભણસાલી એક સરપ્રાઈઝ પેકેજ આપ્યું છે. પોતાના શાનદાર હાવભાવ દ્વારા કાફૂર એ સાબિત કરવામાં સફળ રહે છે કે, તે મનોમન ખિલજીને પ્રેમ કરે છે. જલાલુદ્દીન ખિલજીના રોલમાં રઝા મુરાદે ખૂબ જ દમદાર રોલ કર્યો છે. બીજી તરફ અદિતિ રાવ હૈદરીએ પણ ખિલજીની પત્નીના રૂપમાં ખૂબ શક્તિશાળી અભિનય કર્યો છે.ભણસાલીના કેમેરાએ તેમની સુંદરતાને ખૂબ જ ઉમદા રીતે રજૂ કરી છે. ઘૂમર ગીત તો પહેલેથી જ સુપરહિટ થઈ ચૂક્યું છે, આ ઉપરાંત તુર્ક-અફઘાની સંગીતનું પણ સારું મિશ્રણ ફિલ્મમાં છે. ફિલ્મનું એડિટિંગ અને સ્ક્રિપ્ટ એટલા જબરદસ્ત છે કે, બે કલાક 44 મિનિટ ક્યા પસાર થઈ જાય છે તે ખબર જ પડતી નથી. 3D ફિલ્મના માપદંડ પર પદ્માવતી ખરી ઉતરી છે. શરૂઆતમાં ફેન્ટસી, રોમાન્સ અને રાજસ્થાની પારંપારિક લોક-સંગીતથી તરબતર વાર્તા ક્યારે તમને પોતાના ડ્રામામાં જકડી લે તેની તમને ખબર જ નહીં પડે. ફિલ્મ ખૂબ જ સુંદર લાગશે, તમારી આંખોને, તમારા દિમાગને તમારા દિલને તે જીતી લેશે. શક્ય છે કે, ફિલ્મને જોયા બાદ તેનો વિરોધ કરાનારા લોકો પોતાની વિચારશરણી બદલી આ ફિલ્મ પર ગર્વ અનુભવવા લાગશે. | 2 |
બોક્સરના પાત્રમાં વિનીત કુમાર સિંહ બેજોડ છે. બોક્સિંગ રિંગમાં પ્રોફેશનલ બોક્સર્સ સાથેના ફાઈટ્સ સીન રિયાલિટીની એકદમ નજીક લાગે છે. વિનીતની ડાયલૉગ ડિલીવરી પાત્રને અનુરૂપ છે. બીજી તરફ પોતાની દરેક વાતને ઈશારાથી કહેનારી ઝોયા હુસૈને પણ ઘણી મેહનત કરી છે. જિમ્મી શેરગિલનું પાત્ર પણ પ્રશંસા માગી છે. તેને ભગવાનદાસ મિશ્રાના પાત્રને એક હલકટ અને ખતરનાક અંદાજમાં બખૂબી રજૂ કર્યું છે.બીજી તરફ રવિ કિશનનો રોલ પણ દમદાર છે. તેણે પોતાના ડાયલૉગ્સને ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યા છે.પોતાના મિજાજ અનુસાર. અનુરાગે ફિલ્મમાં ગુંડારાજ અને જાતિવાદ પર ઊભરતા ખેલાડીઓના સંઘર્ષને ખૂબ જ ચોટદાર રીતે રજૂ કર્યો છે.અનુરાગની ફિલ્મ બેશક ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની છે પણ વાર્તા રજૂ કરવાનો અંદાજ ઉત્તર પ્રદેશ જ નહીં, એ દરેક રાજ્યનો છે જ્યાં હજુ પણ બોક્સિંગની ઓળખ છે.ફિલ્મના સંવાદ શાનદાર છે, તેમાંથી ઉત્તર પ્રદેશની બોલીની મહેક આવે છે. ફિલ્મના લીડ રોલમાં શ્રવણ સિંહનો ડાયલૉગ ‘માઈક ટાઈસન હૈ હમ ઉત્તર પ્રદેશ કે’, ‘એક ઠો ઘર દિએ ન તો પ્રાણ પખેરું હો જાયેગા આપકા’ દર્શકોને તાળીઓ પાડવા માટે મજબૂત કરી દે છે.રચિતા સિંહનું સંગીત એકદમ ફિલ્મના મિજાજ અનુસાર છે. ગીતોમાં અનુરાગ કશ્યપના અંદાજ અનુસાર, દેશની રાજનિતી પર જબરદસ્ત કટાક્ષ કરવામાં આવ્યાં છે. ‘પેંતરા’, ‘છિપકલી’, ‘મેલ પ્રિયે’ વારંવાર સાંભળવા ગમે એવા ગીતો છે.ફિલ્મનો માઈનસ પૉઈન્ટ એ છે તેની ધીમી ગતિ અને તેની સાથે વાર્તાને કારણ વિના લાંબી ખેંચવી. ઈન્ટરવલ પહેલા ઘણા લાંબા સીન્સ છે. અનુરાગે ફિલ્મને 15-20 મિનિટ નાની કરી દીધી હોત તો ફિલ્મની ગતિ દર્શકોને સંપૂર્ણ રીતે જકડી શકી હોત. | 2 |
થ્રી ડી ટેકનિકમાં બનેલી આ ફિલ્મની ફોટોગ્રાફી ગજબ છે. જંગલી જાનવરોના સીન ઘણા જ દમદાર રીતે કંઈક એ અંદાજમાં ફિલ્માવાયા છે કે કેટલાક સીનમાં તમને લાગશે કે તમે હોલમાં નહીં પણ કોઈ ગાઢ જંગલમાં ખૂંખાર પ્રાણીઓ વચ્ચે બેઠા છો. ડાયરેક્ટર જેક કેસડને આ વર્ષો જૂની વાર્તાને આ વખતે નવી સ્ટાઈલમાં રજૂ કરી તો, એટલે જ તો આ વખતે ગેમ કાર્ડ બોર્ડને બદલે વીડિયો ગેમમાં ફેરવાઈ ચૂકી છે. ફિલ્મની ઝડપ તમને કહાની અને પાત્રો વચ્ચે બાંધી રાખવામાં સફળ છે, આ વીકેન્ડમાં તમે ફેમિલી સાથે જંગલના એડવેન્ચરની જર્ની કરવાના મૂડમાં છો તો, ‘જુમાનજી’ પસંદ આવી શકે છે.શાનદાર ફોટોગ્રાફી, અસરદાર ચોંકાવનારા થ્રી ડી ઈફેક્ટ્સવાળા સીન, આ ફિલ્મની ખાસિયત છે. એટલે, આ ફિલ્મને થ્રી ડી થિયેટરમાં જોવી યોગ્ય રહેશે. | 2 |
એક સારી ડોક્યુમેન્ટરીની એ જ ખાસિયત હોય છે કે, તે તમારી નજર સમક્ષ બનેલા એવા પ્રસંગોને રજૂ કરે, જેને તમે ભૂલી ચૂક્યા હોવ અને આ ઇવેન્ટ્સ કાલ્પનિક ન હોય. ‘એન ઇન્સિગ્નિફિકન્ટ મેન’માં બખૂબી આ બતાવાયું છે. અરવિંદ કેજરીવાલે આ ફિલ્મમાં પોતાની જ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મને બનાવનારાં ખુશબૂ રંકા અને વિનય શુક્લાએ આ ફિલ્મને શૂટ કરવા માટે ખુદને આ સમગ્ર માહોલ વચ્ચે રાખ્યાં હતાં કે કેવી રીતે પોલિટિકલ પાર્ટીનું ગઠન થયું. ડિરેક્ટર્સે હંગામા વચ્ચે જવા માટે પોતાને આપવામાં આવેલી છૂટનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.આ ફિલ્મની સૌથી સારી ખૂબી એ છે કે, 96 મિનિટમાં સ્ટોરીની સાથે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવિટી દાખવવામાં આવી છે. ફિલ્મમાં કેજરીવાલના સૌથી ખરાબ સમયને પણ બતાવાયો છે. આ સિવાય પાર્ટીના એક નેતાનાં મોત અને ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચેની હળવી વાતચીતોને પણ બતાવાઈ છે. એટલું જ નહિ, ફિલ્મમાં એ ક્ષણ પણ બતાવાઈ છે, જ્યારે પાર્ટી કાર્યકર્તા કેજરીવાલને એ સવાલ પૂછે છે કે, તેમણે આખરે કયા આધારે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરી.આ સમગ્ર ડોક્યુમેન્ટરીનો સૌથી મજબૂત પાયો અભિનવ ત્યાગી અને મનન ભટ્ટનું ઉમદા એડિટિંગ છે. તેને કારણે ફિલ્મ જોતી વખતે એવું લાગશે કે, તમે કોઈ ડોક્યુમેન્ટરી નહિ, પણ એક થ્રિલર ફિલ્મ જોઈ રહ્યા છો. આ કારણે તમે છેલ્લી ઘડી સુધી ફિલ્મ જોવા મજબૂર બનશો. આ એક એવી નાનકડી ભારતીય ફિલ્મ છે, જે એટલી મહત્ત્વપૂર્ણ છે, જેને કદાચ તમે આ વીકેન્ડમાં જોવાનું પસંદ કરશો. | 2 |
સુલુના રૂપમાં વિદ્યા બાલનને ખુબ જ સારી રીતે પાત્ર ભજવ્યું છે. તેણે સુલુના રોલમાં એક મહિલાની જિંદગીના વિવિધ પહેલુને રજૂ કરવામાં આવી છે કે કેવી રીતે એક ઘરેલું મહિલા પોતાના પરિવારની જરૂરીયો માટે પોતાની અંગત મહત્વાકાંક્ષાઓ છોડી દે છે.હળવી ફિલ્મથી ફિલ્મ એકદમથી સીરિયસ ડ્રામાથી નબળી પડે છે. ફિલ્મની વાર્તા સુલુની નજરથી દેખાડી છે જે તમને ખુબ મજા કરાવશે. વિદ્યાએ સુલુના પાત્રના તે પક્ષને ખુબજ સુંદરતાથી રજૂ કર્યું છે જ્યારે તેનો અવાજ દુનિયા સાંભળે છે અને તે રાતોરાત જાણિતી બની જાય છે. જે રીતે સુલુ અને તેનો પરિવાર મુશ્કેલી સામે લડી રહ્યો છે તેવી જ રીતે શહેરના લોકો પણ પોતાની મુશ્કેલીને ફિલ્મ સાથે રીલેટ કરી શકશો. ફિલ્મની સ્ટોરીમાં સુલુનું પાત્ર દમદાર છે.‘તુમ્હારી સુલુ’ એક એવી ફિલ્મ છે જે પોતાના સમગ્ર પરિવાર સાથે આનંદથી રહી શકે છે. જો તમે વિદ્યાના ફેન છો અને તેની દમદાર એક્ટિંગ જોવા માંગતા હોવ તો આ ફિલ્મ જરૂર જુઓ.. | 2 |
‘ગોલમાલ’ એક એવી સનકી કોમેડીની ફ્રેન્ચાઇઝી છે, જે છેલ્લાં 11 વર્ષથી જીવતી રાખવામાં આવી છે. ટીવી ચેનલ પર જ્યારે પણ ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મોનું પ્રસારણ થાય છે ત્યારે લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. ફિલ્મ શરૂઆતથી જુઓ કે વચ્ચેથી, તેનો કોઈ ફર્ક પડતો નથી. ફિલ્મની હાસ્યકથા ઘણી જગ્યાએ ખરેખર તમને હસાવે છે, તો ઘણી જગ્યાએ એવરેજ છે, પરંતુ આખી ફિલ્મ દરમિયાન પેટ પકડીને હસતા રહેશો, કારણ કે ફિલ્મના દરેક અભિનેતાને જોવો ખૂબ મજેદાર અનુભવ છે. વાત ભલે હલકાતા લક્ષ્મણ (શ્રેયસ)ની હોય કે પછી દબંગ ગોપાલની, જે ભૂતોથી કંઈક વધારે પડતો ડરે છે, ફિલ્મનું દરેક કેરેક્ટર એટલું અનુભવી અને દક્ષ છે કે તમે તેમની હરકતોને જોઈને પોતાનું હસવાનું રોકી નહિ શકો. આમ તો ફિલ્મના ડાયલોગ ખૂબ મામૂલી અને નીરસ છે, પરંતુ હાસ્યથી ભરપૂર છે.ફિલ્મને હોરર એન્ગલ સાથે જોડવામાં આવી છે. સાઉથની ફિલ્મ ‘કંચન’માંથી પ્રેરિત આ ફિલ્મમાં એક એવું ભૂત બતાવાયું છે કે, જે બદલો લેવા માગે છે. જોકે આ ડરામણી પળો પણ ખૂબ હળવા અંદાજમાં ફિલ્માવાઈ છે. ફિલ્મના ઘણા સીન્સ એવા છે, જેને તમે પહેલાં ઘણી વાર જોયા હશે. તેમ છતાં તમને હસવું આવશે.અહીં કહેવું પડે કે, રોહિત શેટ્ટી તમને જરા પણ બેચેન થવા દેશે નહિ. અહીં મસ્તી-મજાક, લડાઈ, ગીત, હાસ્ય, ભૂતનો બુફે છે, જે તમને ઓવરડોઝ પણ થઈ શકે છે. ઘણી વાર તમે તમારી બેવકૂફીઓ પર હસવા ઉપરાંત બીજું કશું કરી શકતા નથી. પર્ફોર્મન્સની વાત કરીએ તો તાંત્રિકનું કેરેક્ટક તબૂએ જીવંત બનાવી દીધું છે. એક્સ્ટ્રા રોલ જેવા કે વસૂલી ભાઈ (મૂકેશ) અને પપ્પી (જોની લિવર)ને સારું ફૂટેજ મળ્યું છે. જોકે શ્રેયલ તલપડેએ કમાલ કરી છે. પરિણીતિ (ખુશી/દામિની)નો ઉપયોગ માત્ર ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવ્યો છે, જે તે કરે છે. અજય, અરશદ, તુષાર અને કૃણાલે પણ પોતાનું કામ બખૂબી નિભાવ્યું છે.જો તમે તેમાં કંઈક શોધી રહ્યા હોવ તો ત્યાં કોઈ લોજિક નહિ મળે, બસ મેજિક જ મળશે. જો તમે માત્ર હસવા માગો છો, તો ગોલમાલ અગેઇન જોવા જઈ શકો છો. | 2 |
જ્યારે આમિર ખાન કોઇ ફિલ્મ પાછળ હોય તો તમે અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ ઉત્તમ હશે. આમિરે ફિલ્મમાં એક વિચિત્ર મ્યૂઝિક ડિરેક્ટર શક્તિ કુમારનો રોલ કર્યો છે. આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરનાર અદ્વૈત ચંદને આમિર સાથે જ કામ શીખ્યું છે. આ ફિલ્મમાં તમને ઇમોશન્સ, ખુશી, આંસુ, જોશ અને ઉત્સુકતા જોવા મળશે.આ ફિલ્મમાં નવું કંઇ જ નથી. આ એક યુવતીની સ્ટોરી છે. જે પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા ઇચ્છે છે ઉપરાંત ફિલ્મમાં એક એવી મહિલાની પણ સ્ટોરી છે. જે પોતાના હિંસક લગ્નમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. આવી સ્ટોરીઓ પર પહેલા પણ ફિલ્મ બની ચૂકી છે પરંતુ આ ફિલ્મનું નેરેશન એક અલગ જ અંદાજમાં કરવામાં આવ્યું છે. જે તમને ફિલ્મ સાથે જકડી રાખે છે. તમે ફિલ્મમાં મા-દીકરીના તણાવને સમજી શકો છો. જેના ઘરમાં લાગણીઓને પણ બાંધવામાં આવી છે. જ્યારે ઇંસિયાને આ બધામાંથી છુટકારો મળે છે ત્યારે તમે તેના જીતવાની ખુશીમાં જરૂર તાળીઓ પાડવા મજબૂર થઇ જશો.આમિર પોતાની એક્ટિંગથી પડદા પર છવાઇ જાય છે. ફિલ્મમાં તેના કેરેક્ટર અમેરિકન આઇડલના જજ બ્રેશ સિમોન કોવેલ અને બોલિવૂડના 90ના દશકના મ્યૂઝિક ડિરેક્ટર્સનું મિશ્રણ જોવા મળે છે. આ ફિલ્મમાં પોતાને લાઇમલાઇટમાં લાવવા માટે આમિરે નાની ઝાયરા સાથે કોઇપણ પ્રકારનો અન્યાય કર્યો નથી. ઝાયરાએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. ફિલ્મમાં નઝમા (મેહર), ચિંતન (તીર્થ શર્મા) અને ચાઇલ્ડ એક્ટર ગુડ્ડુ (કબીર)નો રોલ પણ ઉત્તમ છે.ફિલ્મમાં અમિત ત્રિવેદીનું મ્યૂઝિક તમને શાંતિ આપે છે પરંતુ ફિલ્મ જેવી છે તે જોતાં એટલું પણ સારૂ નથી. કૌસર મુનીરના ગીત પણ ઠીકઠાક છે.શા માટે જોવી જોઇએઃ જો તમારી દુનિયા તમારી મોમની આસપાસ ફરતી હોય તો તમારે આ ફિલ્મ જરૂર જોવી જોઇએ. યુવતીઓને તો આ ફિલ્મ દરેક હાલતમાં જોવી જ જોઇએ. | 2 |
હોલિવુડમાં 2014માં આ જ નામથી એક ફિલ્મ બની હતી. સૈફ અલી ખાનની આ ફિલ્મ તમારા દિલના તાર ઝણઝણાવી દેશે. શેફ ફિલ્મ બે લેવલ પર કામ કરે છે. એક તો તેમાં શેફ કેવી રીતે પોતાની પાકકળાનો ઉપયોગ કરીને તમને અવનવી વાનગીઓ પીરસે છે તે દર્શાવવામાં આવે છે અને બીજુ તેની ઈમોશનલ જર્ની વિષે વાત કરવામાં આવી છે.આ ફિલ્મમાં પારિવારિક સંબંધોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. કેટલાંક દૃશ્યોમાં તમારી આંખો ભીની પણ થઈ જશે. આ ઉપરાંત આધુનિક જમાનામાં પતિ-પત્ની બંનેએ સાથે મળીને બાળકનો ઉછેર કરવાના મહત્વને પણ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.આ ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે અને તેણે બેશક દમદાર પરફોર્મન્સ આપ્યું છે. તે કેરિંગ પિતા અને પતિના રોલમાં તથા ગરમ દિમાગ શેફના રોલમાં જામે છે. પદ્મપ્રિયા પણ તેના પાત્રમાં જમે છે. નાના છોકરાનો રોલ કરનાર સવારના પાત્ર સાથે 10-12 વર્ષના બધા બાળકો પોતાની જાતને સાંકળી શકશે. શોભિતા ધુલિપાલા (વિન્ની)નું પાત્ર પણ નાનકડુ પણ મજાનું છે.આ ફિલ્મ તમને મસ્તી-મજાક ભરી ફેમિલી રોડ ટ્રિપ પર લઈ જાય છે. ફિલ્મનું ફોકસ છે ફેમિલી. રિતેશ શાહે ફિલ્મના ડાયલોગ્સ ઘણા સરસ લખ્યા છે. ફિલ્મની ગતિ કેટલાંક લોકોને થોડી સ્લો લાગશે. તમે હોટેલમાં ફૂડ ઓર્ડર કર્યું હોય અને તેને આવતા વાર લાગે ત્યારે જેવી ફીલીંગ આવે તેવી ફીલીંગ તમને અમુક અમુક સીન્સમાં આવી શકે છે.શેફ આમ તો પ્રેડિક્ટેબલ ફિલ્મ છે. પરંતુ તેની જર્ની એન્જોય કરી શકાય તેવી છે. પોપકોર્ન કે પાસ્તા જોતા જોતા આ ફિલ્મ જોવાની જરૂર મજા આવશે. | 2 |
ડેવિડ ધવન એ કોમેડી ફિલ્મોના કિંગ ગણાય છે. આ વખતે તે 1997ની ધમાકેદાર ફિલ્મ જુડવાનું રિબૂટ વર્ઝન લઈને આવ્યા છે. એ વખતે ફિલ્મમાં સલમાન હતો, આ વખતે વરૂણ છે. ઉલ્લેખનીય છે કે યુવા પેઢી વરૂણની ચાહક છે અને તેને ગોવિંદા અને સલમાનના કોમ્બિનેશન તરીકે જોવામાં આવે છે. આ ફિલ્મમાં પણ વરૂણ તમને હતાશ નહિ કરે. રાજા તરીકે મવાલીના રોલમાં અને પ્રેમ તરીકે એક સોફેસ્ટિકેટેડ યુવાન એમ બંને રોલમાં વરૂણ જામે છે.સ્ક્રિપ્ટ એ મનમોહન દેસાઈની ઘણી ફિલ્મોનો ખીચડો છે. તેમાં બીજી ઘણી મસાલા મૂવીઝના ડાયલોગ્સ રીપીટ થાય છે. આથી ફિલ્મની સ્ક્રિપ્ટ પાછળ બહુ દિમાગ ખપાવવા જેવુ નથી.આ એક એવી ફિલ્મ છે જે તમારી અંદર ક્યાંક છુપાયેલા બાળકને ગમશે. પરંતુ બાળકોની દૃષ્ટિએ જોવા જઈએ તો આ ફિલ્મની હિરોઈન્સ વધારે પડતી હૉટ છે. સમારા (તાપસી) અને અલિશ્કા (જેકલિન) બંનેએ ઘણું સારુ પરફોર્મ કર્યું છે. ચલતી હૈ ક્યા 9 સે 12 અને ઊંચી હૈ બિલ્ડિંગ જેવા ગીતો મોટા પરદે જોવાની મજા આવે છે.ફિલ્મમાં કોઈ ખાસ ઈન્ટેલિજન્ટ કોમેડી નથી તો પણ આ ફિલ્મ જોવાની તમને મજા પડશે. એક સમયે તમે પણ વરૂણના પાત્રમાં ઈન્વોલ્વ થઈ જશો. દશેરાના મોકા પર આ ફિલ્મ જોવામાં કોઈ નુકસાન નથી. આ ફિલ્મના છેલ્લા સીનમાં સલમાન પણ કેમિયોમાં જોવા મળે છે. | 2 |
ન્યૂટન એક એવી ફિલ્મ છે, જે દર્શકોના એક ખાસ ક્લાસ માટે છે, જેમને રિયાલિટીને સ્ક્રીન પર જોવાનું પસંદ છે. યંગ ડાયરેક્ટર અમિત મસુરકરના પણ વખાણ કરવા રહ્યા કે તેમણે એક કડવી હકીકતને બોલિવૂડ મસાલાઓથી અલગ રહી રજૂ કર્યા છે. એ જ કારણ છે કે, ફિલ્મના ઘણા સીન તમને વિચારવા મજબૂર કરશે. એવું પણ નથી કે ફિલ્મ ઘણા ગંભીર વિષય પર બની છે અને તેમાં તેમને હસાવવા માટે કંઈ નથી.પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવના સંવાદોને સાંભળીને ઘણી વખત તમને હસવું આવશે.રાજકુમાર રાવે ન્યૂટનના પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. સાચું કહીએ તો રાવે ન્યૂટનના પાત્રમાં પોતાની માસૂમિયત અને ફેસ એક્સપ્રેશનથી જીવ રેડી દીધો છે. આત્માસિંહના રોલમાં પંકજ ત્રિપાઠી ઘણો જામે છે.
તો રઘુવીર યાદવ પણ પોતાના રોલમાં સો ટકા પરફેક્ટ છે, તો અંજલી પાટિલે પણ પોતાના પાત્રની ડિમાન્ડ મુજબ પાત્રને નિભાવ્યું છે. ફિલ્મને રિયલ લોકેશન પર શૂટ કરાઈ છે, એટલે લોકેશનનો ઘણું સારું છે. ‘ચલ તુ અમપના કામ કર લે’ ગીત ફિલ્મના માહોલ અને સબ્જેક્ટ પર ફિટ છે. | 2 |
સત્ય ઘટના પર આધારિત લખનૌ સેન્ટ્રલ એક ફીલ-ગુડ, હ્મૂમન, જેલ તોડીને ભાગવાની ઈચ્છા રાખતા ડ્રામાવાળી ફિલ્મ છે. આ ફિલ્મ તમને ઈમોશનલી જોડે છે. દરેક મુશ્કેલી સામે જીતની થીમ આ ફિલ્મને લોકો સાથે કનેક્ટ કરે છે. પોતાના ઘરથી દૂર લખનૌ સેન્ટ્રલની ચાર દીવાલો વચ્ચે જીવવાનું એક કારણ શોધતા કેદી દર્શકોનું દિલ જીતી લે છે. પોતાના પરિવાર અને સમાજ દ્વારા ઠુકરાવી દેવાયેલા કેદી એકબીજા સાથે શાંતિનો અનુભવ કરે છે. રંજીત તિવારીએ કેદીઓ વચ્ચેની આ દોસ્તી અને અનોખા સંબંધને ઘણી સારી રીતે હેન્ડલ કર્યા છે.ફિલ્મના ગીતોની વાત કરીએ તો રંગદારી એક સુંદર કમ્પોઝિશન છે.આ મુદ્દા પર તેમની ભાવુકતાને તેમની સ્ટારકાસ્ટે કોમ્પ્લિમેન્ટ કર્યા છે. રોનિત રોય તેના પાત્રમાં ઘણો સચોટ દેખાય છે. તે ફિલ્મમાં એક કપટી અને ચાલાક જેલરની ભૂમિકા નિભાવી રહ્યો છે.ફરહાને પૂરી ક્ષમતા સાથે આ ફિલ્મને પોતાના ખભે ઊંચકી લીધી છે, પંરતુ દેશી કેરેક્ટર નિભાવવાના તેના પ્રયાસો દેખાઈ આવે છે. તેનું અશુદ્ધ અંગ્રેજીમાં વાત કરવું આર્ટિફિશિયલ લાગે છે, પરંતુ તેનું પાત્ર તમને વાર્તા સાથે કનેક્ટ કરી દે છે. તેનું પાત્ર તમને તેની કમનસીબી પર તમને રડાવી દેશે. દીપક ડોબરિયાલ, રવિ કિશન, રાજેશ શર્મા, ઈનામ-ઉલ-હક્ક અને ગિપ્પી ગ્રેવાલ મુખ્ય ભૂમિકાઓમાં છે. ડાયના પેન્ટીએ પણ ફિલ્મમાં સારું કામ કર્યું છે. | 2 |
આ ફિલ્મના તમિલ વર્ઝનના ડિરેક્ટર આર.એસ.પ્રસન્ના જ હકા. પ્રસન્નાએ હિન્દી દર્શકો માટે પણ મજાની કોમેડી રજુ કરી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેમણે વર્તમાન સમયમાં સમાજમાં સ્ટ્રેસના કારણે છોકરાઓની આવી ગુપ્ત બીમારીઓ અને લગ્ન પછી છોકરીઓને પણ પડનારી મુશ્કેલીઓને અત્યંત સુંદરતાથી પડદા પર ઉતારી છે. વિકી ડોનર, દમ લગા કે હઈશા અને બરેલી કી બરફીમાં પોતાના રોલને કારણે પ્રશંસા મેળવી ચુકેલા આયુષ્માને આ ફિલ્મમાં પણ ઘણી સારી એક્ટિંગ કરી છે.તે દેસી જોનરની ફિલ્મોનો એક્સપર્ટ બની ગયો છે. ભૂમિ પેડનેકરની એક્ટિંગ જોઈને પણ લાગે છે કે તે બોલિવૂડમાં લાંબી ઈનિંગ રમવાની છે. દમ લગા કે હઈશા પછી આયુષ્માન અને ભૂમિની જોડી ફરી એકવાર ખુબ જામી છે. સુગંધાના કાકાના રોલમાં બ્રિજેન્દ્ર કાલાએ પણ હંમેશાની જેમ ઘણું સારું પર્ફોમન્સ આપ્યું છે.
સુગંધાની મમ્મીના રોલમાં સીમા પહાવાએ પણ બરેલી કી બરફી પછી ફરી એકવાર ઘણી સારી એક્ટિંગ કરી છે. ફિલ્મના રાઈટર હિતેશ કેવલયે એવા મજાના ડાયલોગ લખ્યા છે જે થિએટરમાં દર્શકોને પેટ પકડીને હસવા મજબૂર કરે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને ઘણો હસાવશે. ઈન્ટરવલ પછી ફિલ્મ થોડી સીરિયસ થઈ જાય છે.ફિલ્મમાં સોન્ગ પણ ફિટ થઈ જાય છે. અનુજ રાકેશ ધવનની સિનેમેટોગ્રાફી પણ સારી છે. આ વીકેન્ડ તમે ફિલ્મ જોવા જશો તો તમને નિરાશ નહીં કરે. અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 3.5 સ્ટાર્સ. | 2 |
કલાકારોના પરફોર્મન્સની વાત કરીએ તો રાજકુમાર રાવ બાજી મારી જાય છે. પછી તે સાડી વેચતો સેલ્સમેન હોય કે ગલીનો ગુંડો. ક્રૃતિ સેનન બિટ્ટી અને બેટી બની છે, જ્યારે આયુષ્યમાનની એક્ટિંગ પણ ખુબ સારી છે. આ ઉપરાંત સીમા પાહવા અને પંકજ ત્રિપાઠીની એક્ટિંગ વાર્તાને સપોર્ટ કરે છે.અશ્વિની અય્યૈર તિવારી કે જેમણે પોતાની ડેબ્યુ ડિરેક્ટેડ ફિલ્મ ‘નિલ બટે સન્નાટા’ ફિલ્મથી લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું તેવી જ રીતે આ ફિલ્મ ફરી એક વખત લોકોને આકર્ષવા માટે સફળ રહેશે. ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવવા માટે કોમેડીને ખુબ સારી રીતે રજૂ કરી છે. તમે ફિલ્મની લીડ અને સપોર્ટિગ કાસ્ટને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આપણા રોજીંદા જીવનમાં કેટલું હાસ્ય છે જેને આપણે જોતા નથી અથવા તો શોધી શકતા નથી.ફિલ્મની શરૂઆતમાં જાવેદ અખ્તરનો વોઈસ-ઓવર તમને એક નવો ઉત્સાહ પૂરો પાડે છે. ફિલ્મ દરમિયાન તમને ‘સ્વીટી તેરા ડ્રામા’ અને ‘ટ્વિસ્ટ કમરિયા’ ટ્રેક તમને નાચવા માટે મજબૂર કરી દેશે. તમને આ બરફી ચોક્કસ મીઠી લાગશે. | 2 |
જ્યારે તમે લગભગ બે કલાકની આ ફિલ્મ જોવા બેસો તો ફિલ્મના અંતિમ સીન સુધી સ્ટોરી અને પાત્રો સાથે બંધાઈને રહી જશો. ખાસ તો ગુરિન્દરે માઉન્ટબેટનના પાત્રને સશક્ત બનાવવા માટે ઘણી મહેનત કરી છે. વાસ્તવમાં આજની યુવા પેઢી લોર્ડ માઉન્ટબેટન વિશે ઘણું ઓછું જાણે છે. આ સિવાય દેશ કઈ પરિસ્થિતિઓમાં આઝાદ થયો, તે વિશે યુવા પેઢીને વધુ જાણકારી નથી. આવામાં ગુરિન્દર પોતાની ફિલ્મની સ્ટોરીને હળવા અંદાજમાં દર્શાવવા અને દર્શકોના દરેક વર્ગને પાત્રો સાથે બાંધવા માટે લવ સ્ટોરીને પણ ફિલ્મનો હિસ્સો બનાવ્યો છે. ફિલ્મમાં હુમા કુરેશી, મનીષ દયાલ, ઓમ પુરી, માઇકલ ગેમ્બન, જિલિયન એન્ડરસન, હ્યુ બોનવિલે મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં વિભાજન પહેલાના દિવસોમાં વાઇસરોય હાઉસમાં થનારી પ્રવૃત્તિઓ અને ત્યાંની સ્થિતિને ડિરેક્ટરે દમદાર રીતે રજૂ કરી છે. ગુરિન્દર ચઢ્ઢાની પ્રશંસા કરવી જોઈએ કે, તેણે ફિલ્મમાં ગીતોને પણ એવી રીતે ફિટ કર્યા છે કે, તે સ્ટોરીનો જ મહત્ત્વનો હિસ્સો બને. ફિલ્મમાં ઓમ પુરીએ મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે. હુમ કુરેશીની આ પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે. આલિયાના પાત્રમાં હુમાએ ઉમદા અભિનય કર્યો છે. ભારતમાં રિલીઝ થતા પહેલા આ ફિલ્મ 67મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ‘વાઇસરોય હાઉસ’ ટાઇટલ સાથે રજૂ કરાઈ હતી. ફિલ્મમાં એ. આર. રહેમાનનું સંગીત છે. ફિલ્મનો માહોલમાં રહેમાનનું સંગીત સંપૂર્ણપણે ફિટ છે. જો તમે ભારત-પાકિસ્તાન વિભાજન પાછળની પરિસ્થિતિઓની સાથે સાથે માઉન્ટબેટન વિશે સારી રીતે જાણતા હોવ તો આ ફિલ્મને એક વાર જરૂર જુઓ. ક્રિટિક્સ ફિલ્મને પાંચમાંથી 3.5 સ્ટાર આપી રહ્યા છે. | 2 |
આપણા લોકોના ઘરે ટોઈલેટ છે એટલે આપણને તેનું બિલકુલ મહત્વ સમજાતું નથી. પરંતુ આજની તારીખે 58 ટકા ભારતીયોએ જાહેરમાં કુદરત હાજતે જવું પડે છે. ડિરેક્ટર શ્રી નારાયણ સિંહે આ ફિલ્મમાં આપણા સમાજનો આઈનો બતાવી દીધો છે. આ ફિલ્મ જોવાથી ગામડાના લોકો આજની તારીખે પણ કેટલાં અંધવિશ્વાસુ છે, એડમિનિસ્ટ્રેશન કેટલું આળસુ છે અને રાજકારણીઓ કેટલા ભ્રષ્ટાચારી છે તેનો અંદાજો આવે છે. ખાસ કરીને સ્ત્રીઓને તો ઢોર-ઢાંખર કરતા પણ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે.આ ફિલ્મમાં જાહેરમાં જાજરૂ જવાની આપણી વર્ષો જૂની પરંપરા પર વ્યંગ કસવામાં આવ્યો છે. પરંતુ આ ફિલ્મ સ્વચ્છતા પર નીરસ ડોક્યુમેટ્ર્રી નથી બનીને રહી. તેમાં એક બહુ જ પાવરફૂલ પ્રેમકથા છે જે દર્શકોને જકડી રાખે છે અને સાથે સાથે તેમને શીખ પણ આપે છે.આ ફિલ્મની કથા કેશવ, જયા, પંડિતજી (સુધીર પાંડે) અને તેમના મોટા ભાઈની આસપાસ ફરે છે. નારુએ પણ કેશવના ભાઈ તરીકે સારુ પરફોર્મન્સ આપ્યું છે. આ ફિલ્મનો હીરો કેશવ શૌચાલય બંધાવવા માટે આખા ગામની સામે પડે છે. ફિલ્મમાં ઉત્તર પ્રદેશના ગામડાનું કલ્ચર ઘણી સારી રીતે ઝીલાયું છે. તેની ક્રેડિટ સરપંચ અને કાકા (અનુપમ ખેર)ના પાત્રને આપવી પડે. જો કે ફિલ્મના સેકન્ડ હાફમાં થોડી લેક્ચરબાજી વધી જાય છે. અહીં જો ફિલ્મ 10 મિનિટ ટૂંકી બનાવાઈ હોત તો વધુ મજા આવત.આ ફિલ્મનો ભાર અક્ષય કુમાર પોતાના ખભા પર ઊઠાવે છે. તેણે આ ફિલ્મમાં એ-ગ્રેડ પરફોર્મન્સ આપ્યું છે. ભૂમિએ પણ જયાના કિરદારને ઘણો સારો ન્યાય આવ્યો છે. દિવ્યેન્દુ દર્શકોને હસાવવામાં સફળ જાય છે. પાંડે અને ખેર જેવા દિગ્ગજ એક્ટર્સની હાજરીથી ફિલ્મ વધુ ખીલી ઊઠે છે.ફિલ્મમાં અનેક એવી ક્ષણો છે જે તમને ખડખડાટ હસાવશે. આ ઉપરાંત હંસ મત પગલી, બખેડા, ગોરી તૂ લઠ માર જેવા ગીતો સાંભળવાનની પણ મજા આવે છે. સમાજની આંખો ઊઘાડતી આ ફિલ્મ જરૂર જોવા જેવી છે.નવી સ્ટોરી અને દમદાર પરફોર્મન્સ બદલ આ ફિલ્મને અમારા તરફથી 4 સ્ટાર. | 2 |
અત્યારે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રબળ થઈ રહી છે. જો તમારી દેશભક્તિ તમારા એટિટ્યૂડ, તમારા ખાવામાં, ફિલ્મ થિયેટરમાં તમારા શિષ્ટાચાર અને તમારા ટ્વિટર ફીડમાં ન દેખાતી હોય તો તમારા અસ્તિત્વ પર સવાલ ઊભા થઈ જાય છે. ક્યારેક આપણે એ લોકોને ભૂલી જઈએ છીએ, જેમણે તેમના લોહીનું બલિદાન આપીને દુશ્મનો સામે યુદ્ધ કર્યું અને જેમના કારણે આપણે આજે અહીં છીએ. ‘રાગ દેશ’ આપણને આવા જ દેશભક્ત હીરો તરફ પાછી વાળે છે.ફિલ્મના લેખક-નિર્દેશક તિગ્માંશુ ધુલિયાઆ ફિલ્મમાં મેજર જનરલ શાહનવાજ ખાન (કૃણાલ કપૂર), લેફ્ટનેન્ટ કર્નલ ગુરુબક્ષસિંહ ઢિલ્લો (અમિત સાધ) અને કર્નલ પ્રેમ સેહગલ (મોહિત મારવા)ની સ્ટોરી છે. સુભાષ ચંદ્ર બોસની ઇન્ડિયન નેશનલ આર્મીના આ ત્રણ અધિકારી, બીજા વિશ્વ યુદ્ધ બાદ અંગ્રેજોને ભગાડીને ભારતમાં ફરીથી પ્રવેશ માટે સૈનિકોને એકઠા કરે છે. ખાન, ઢિલ્લો અને સહગલને બ્રિટિશ સૈન્ય સામે ષડ્યંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જ્યારે તેમના વકીલ ભુલાભાઈ દેસાઈ (કેનેથ દેસાઈ) આરોપોને ઉકેલવા માટે તથ્યો તોડીમરોડીને રજૂ કરવાના પ્રયાસ કરે છે. લેખક નિર્દેશક તિગ્માંશુ ધુલિયાએ આઝાદીની આ જંગની કહાણી ખૂબ જ ઉમદા રીતે રજૂ કરી છે.ફિલ્મ ભલે 1992માં આવેલી ‘અ ફ્યૂ ગુડ મેન’ જેવી લાગતી હોય, પરંતુ આ ફિલ્મ પાછળ ચાર લોકોની રિસર્ચ ટીમ અને બે સભ્યોની રાઇટિંગ ટીમે કરેલી મહેનત સ્પષ્ટ દેખાય છે. ફિલ્મ સ્પષ્ટ સંદેશ આપવામાં સફળ રહી છે. ફિલ્મ ક્યાંક ક્યાંક તમને એ સમયના સામાજિક-રાજકીય પાસાંની જાણકારી પણ આપતી લાગશે.એટલું જ નહિ, ધુલિયાએ ફિલ્મમાં સત્યતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરી છે તથા રિસર્ચ કોસ્ટ્યૂમ, સેટ અને ભાષા (ફિલ્મમાં જાપાનના લોકો જાપાનીઝ ભાષામાં, બ્રિટિશર્સ ઇંગ્લિશમાં વાત કરી રહ્યા છે, જેમના માટે કોઈ ડબિંગ કરાયું નથી) વગેરેના બળે તેઓ સ્વતંત્રતા પહેલાંના માહોલને બરાબર રીતે રીક્રિએટ કરવામાં સફળ રહ્યા છે. જોકે ફિલ્મમાં તારીખ, આંકડા અને ફેક્ટ્સની ભરમાર છે અને અચાનક લીડ એક્ટરના કેટલાક સંબંધીઓ વચ્ચે કૂદી પડે છે, જેમની પોતાની એક અલગ કહાણી છે. ક્યાંક તો જાણકારીઓની એટલી ભરમાર છે કે જેની ફિલ્મમાં જરૂર નહોતી. આ મૂવીને ક્રિટિક્સ 5માંથી 3 સ્ટાર આપી રહ્યા છે. | 2 |
આ ફિલ્મમાં સમાજ સામે બંડ પોકારતી ચાર મહિલાઓને જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની સરખામણી બેકગ્રાઉન્ડમાં થતી આતશબાજી સાથે કરવામાં આવી છે. ડિરેક્ટર અલંક્રિતા શ્રીવાસ્તવે દીવાળીનો બેક ડ્રોપ લઈને દર્શકોને સમજાવવાની કોશિશ કરી છે કે સ્ત્રીનું જીવન ભલે આગના તણખાની જેમ હવામાં રાખ થઈ જતુ હોય પરંતુ તે ધમાકો કરતુ જાય છે.ફિલ્મ ઘણી સારી લખાઈ છે. ઝેબુન્નિસા બંગાશ અને અનવિતા દત્તે લખેલા ગીત લે લી જાનની એક કડી કહે છે, “12 ટકે કી વ્યાજ પે, હસ્સી હે ઉધાર કી…” સ્ત્રીઓની સ્વતંત્રતા બીજાની હાથમાં કેવી બંધ છે તે વાત આ ફિલ્મ ઘણી અસરકારકતાથી રજૂ કરી શકે છે. આ ફિલ્મથી સ્ત્રીઓનું જીવન તો નહિં બદલાઈ જાય પણ આ લિપસ્ટિકના થોડા શેડ તેમના જીવનમાં પણ ઉમેરાશે.દરેક સ્ત્રીએ ચોક્કસ જોવા જેવી આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 4 સ્ટાર્સ. | 2 |
સ્પાઈડરમેન તરીકે ટોમ હોલેન્ડે ખૂબ જ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. હિન્દીમાં ટાઈગર શ્રોફનું ડબિંગ પણ ઘણુ સારુ છે. ઇન્ડિયન ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કેટલાંક ટ્વિસ્ટ પણ ઉમેરવામાં આવ્યા છે. ટોમની કેટલીક હરકતો અને ભોળપણ તમારુ દિલ જીતી લેશે. ખાસ કરીને બાળકોને ફિલ્મ જોવાની મજા આવશે.બાળકોને આ ફિલ્મમાં ખાસ મજા એટલે આવશે કારણ કે આ ફિલ્મમાં તેમના ફેવરિટ સ્પાઈડરમેન ઉપરાંત બીજા અવેન્જર્સ પણ છે. ફિલ્મમાં થ્રીડી ટેક્નોલોજીનો સારો ઉપયોગ કર્યો છે અને મોટા પરદા પર આ ફિલ્મ જોવાની ઘણી મજા આવે એવી છે.બોલિવુડમાં હજુ સુધી ખાસ થ્રીડી ફિલ્મ્સ બની નથી એટલે ભારતીય દર્શકોએ થ્રીડી મૂવીઝ માટે હોલિવુડ પર જ મદાર બાંધવો પડે છે. આવામાં આ ફિલ્મ થ્રીડીમાં ખૂબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવી છે. મોટા પડદે આ ફિલ્મ થ્રીડીમાં જોવાની ખૂબ જ મજા આવશે. આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે આ પહેલા અવેન્જર્સની આવનારી ફિલ્મમાં તમને સ્પાઈડરમેનની ઝલક જોવા મળી શકે છે.આ પિક્ચરમાં યુઝ થયેલી અફલાતૂન ટેક્નોલોજી અને થ્રીડી ઈફેક્ટ્સ માટે ફિલ્મને અમારા તરફથી 3.5 સ્ટાર્સ. | 2 |
શ્રીદેવીએ સાબિત કર્યું છે કે કેમ તે સિનેમાં આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. તેણે પોતાના રોલને અત્યંત નિષ્ઠાથી ભજવ્યો છે. આ ફિલ્મ તમને ઈમોશનલ કરી દેશે. આ સિવાય પાકિસ્તાની એક્ટર અદનાન જેણે ફિલ્મમાં પિતાનો રોલ ભજવ્યો છે, તેણે પણ શ્રીદેવીના કેરેક્ટરને સપોર્ટ કર્યો છે. નવાઝુદ્દીનના વન લાઈનર્સ અને અક્ષયની એક્ટિંગ પણ પ્રશંસનીય છે.મ્યુઝિકની વાત કરીએ તો એ.આર.રહમાનનો બેકગ્રાઉન્ડ સ્કોર જોરદાર છે. એના ગોસ્વામીના કેમેરાએ પણ કમાલ કરી છે.અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર્સ. | 2 |
જ્યારે કોઈ વ્યક્તિ ક્રિકેટની અંતરાત્મા હોય અને દેશના બધા જ લોકોનો સામૂહિક અવાજ હોય ત્યારે આવા વ્યક્તિ પર ફિલ્મ બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે. જેમ્સ અસ્કિર્ને બનાવેલી આ ફિલ્મમાં સચિનને મૂર્તિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એક એવી સ્ટોરી કહે છે જેમાં અસ્વાભાવિક ભક્તિ અને બનાવટી શ્રદ્ધા છલકાઈને દેખાય છે.સચિન તેન્ડુલકરની સિદ્ધિઓ એટલી વધારે છે કે તેને એક ફિલ્મમાં દર્શાવવી શક્ય જ નથી. નિંદા કરનાર એ વાત પણ કહી શકે કે આ બધા જ ફૂટેજ યુટ્યુબ પર અવેલેબલ છે તો પછી થિયેટરમાં ફિલ્મ જોવાની શું જરૂર છે? જો કે જે લોકો માટે સચિન એક ઇમોશન છે તેમના માટે આ ફૂટેજને મોટા પડદા પર એક સાથે સર્ચ બટન દબાવ્યા વિના જોવાનો અનુભવ જ કંઈ ઓર છે.આ ફિલ્મમાં ઝટકો આપનારી પણ એક બાબત છે. ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેન્ડુલકર સાથે જોડાયેલા બધા જ વિવાદોને આ ફિલ્મમાં ચમક-દમક સાથે દર્શાવવામાં આવ્યા છે. સચિનના ડાઈ-હાર્ડ ફેન્સ તેમના ભગવાનમાં કોઈ ખામી છે તે સ્વીકારી નથી શકતા. એટલે જ આ ફિલ્મમાં ખાસ ચાન્સ નથી લીધો. કેટલીક મહત્વની મેચમાં સચિનના ખરાબ પરફોર્મન્સ કે પોતાના સિનિયર ક્રિકેટર્સના અસભ્ય વર્તન પર કોઈ કોમેન્ટ ન કરવી જેવી નાની-મોટી વાતને ઉપર ઉપરથી દર્શાવવામાં આવી છે.આ ફિલ્મ સચિનના ચાહકોને ચોક્કસ ગમશે. અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર. | 2 |
બોક્સ ઓફિસમાં ગુજરાતી ફિલ્મોના એક મહિનાના લાંબા અંતરાળ બાદ ‘કરશનદાસ પે એન્ડ યુઝ’ નામની ફિલ્મ આવી રહી છે. જેનો લાભ ચોકક્સ આ ફિલ્મને મળશે. લવ સ્ટોરીને સાથે આ ફિલ્મ સમાજના દરેક વર્ગના લોકોને એકબીજા સાથે સદ્ભાવ અને એક બીજાનું સન્માન કરવાનો એક પોઝિટિવ મેસેજ આપે છે. સારી વાત એ છે કે ફિલ્મમાં મેસેજની સાથે વાર્તાને પણ મહત્વ આપવામાં આવ્યું છે.છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અર્બન ફિલ્મો માટે પ્રયત્નો કરી રહી છે. ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મ અર્બન અને રૂરલ બંને ભાગોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સારી વાર્તા, પાત્રો, ડાયલોગ્સ સાથે મસ્તી અને મજાક પણ જોવા મળશે.આ ફિલ્મમાં સંગીત પણ સારું છે, સિનેમેટોગ્રાફી અદ્ભૂત અને તમામ કલાકારો સ્પેશિયલી દીક્ષા જોશી અને મયુર ચૌહાણનું પરફોર્મન્સ ખુબ જ ધારદાર છે. આ પહેલા મયુર ચૌહાણને તમે ‘છેલ્લો દિવસ’ ફિલ્મમાં નરીયાના પાત્રમાં જોયો હશે. તેની પહેલી ફિલ્મથી લઈ આ ફિલ્મ સુધીની એક્ટિંગમાં પુખ્તતા જોવા મળી રહી છે. તિલોકના પાત્રને મયુરે ખુબ સુંદર રીતે પડદા પર રજૂ કર્યું છે. બીજી તરફ જયા જે છેલ્લે ‘શુભારંભ’ ફિલ્મમાં કલરફૂલ પાત્રમાંથી એક સામાન્ય વર્ગની યુવતી જયાના પાત્રમાં તેનો અભિનય ચોંકાવી દે તેવો છે.‘કરસનદાસ પે એન્ડ યુઝ’ એવી ગુજરાતી ફિલ્મ છે જે તમને શરૂઆતથી જ સમગ્ર ફિલ્મ દરમિયાન તમારા ચહેરા પર સ્માઈલ લાવી દેશે. દીક્ષા અને મયુર વચ્ચેના રોમેન્ટિક મોમેન્ટ, ફની વન લાઈનર, તિલોક અને સુંદર વચ્ચેનો ભાઈ પ્રેમ અને એક બીજાની મદદ માટે ગમે તેવી સ્થિતિમાં સાથે ઊભા રહેતા મિત્રો.‘કરસનદાસ પે એન્ડ યુઝ’ તે બાબતને ફરી એક વખત પુરવાર કરી છે કે જો ફિલ્મમાં મજબૂત વાર્તા હોય અને સારી રીતે બનાવવામાં આવી હોય તો તે ફિલ્મને કોઈ ડર નથી. એક ગુજરાતી ફિલ્મ હોવાને કારણે દરેક પ્રકારના દર્શકોને આ ફિલ્મ કનેક્ટ કરી શકશે. છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ખૂબ ધીમી ચાલી રહી છે જેને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફરી એક વખત ગતી આપવાનું કામ કરશે.આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી 5માંથી 4 સ્ટાર આપવામાં આવ્યા છે. | 2 |
આ ફિલ્મ દરેકને સ્પર્શતો અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દો લઈને આવી છે. આ ફિલ્મનું હાર્દ એ છે કે ભાષા કેવી રીતે આપણા સમાજના ભાગલા પાડી રહી છે. અંગ્રેજી બોલતા લોકોને ઇન્ડિયામાં હાઈફાઈ માનવામાં આવે છે જ્યારે હિન્દી બોલનારા ભલે ગમે તેટલા પૈસાદાર કેમ ન હોય તેમને નીચા દેખાડવામાં આવે છે અથવા તો તેમને દાદ નથી આપવામાં આવતી. હિન્દી મીડિયમ દરેક પાસામાં ઑડિયન્સની અપેક્ષા પર ખરી ઉતરે છે. ફિલ્મની સ્ટોરી ઘણી સારી રીતે લખાઈ છે. કોમેડીની વાત કરીએ તો કલાકારોનું ટાઈમિંગ દર્શકોને પેટ પકડીને હસાવશે.આ ફિલ્મની ખાસિયત એ છે કે તેની કોમેડી ફિલ્મની કથાવસ્તુથી ઑડિયન્સને ક્યારેય દૂર નથી લઈ જતી. ઇરફાનનું પરફોર્મન્સ કાબિલ-એ-તારીફ છે. તેના સાવ સીધા સાદા ઉછેર અને તેના આધુનિક અવતાર વચ્ચે તેની કેવી ચક્કી પીસાઈ છે તે ખૂબ જ અસરકારક રીતે ફિલ્મમાં દર્શાવ્યું છે. એક ડોમિનેટિંગ પત્ની તરીકે સબાને સ્ક્રીન પર જોવાની મજા પડે છે. ડોબરિયાલે અમુક સીન્સમાં સુપર્બ પરફોર્મન્સ આપ્યું છે. કેટલાંક સીનમાં તો તે તમારી આંખો ભીની કરાવી દેશે.ફિલ્મનો સેકન્ડ હાફ ઓવર ડ્રામેટિક છે. પ્લોટમાં પણ દિગ્દર્શકે થોડી છૂટ લીધી હોય તેવું લાગે છે. તેનો ક્લાઈમેક્સ થોડો લાંબો અને પ્રેડિક્ટેબલ છે. પરંતુ અંતમાં ફિલ્મે જે મુદ્દો ઉઠાવ્યો છે તેના પર ફિલ્મ ખરી ઊતરે છે અને તે આપણા શિક્ષણ વ્યવસ્થાના છીંડા ઊઘાડા પાડી દે છે. ચીલાચાલુ બોલિવુડ ફિલ્મથી સાવ અલગ છે આ ફિલ્મ. આમ છતાંય આ ફિલ્મ જોવાની તમને બહુ મજા પડશે.અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર. | 2 |
સ્ટોરી સામાન્ય છે જેમાં અંતમાં બુરાઈની સામે ભલાઈની જીત થાય છે. જો કે ફિલ્મનું ક્લાઈમેક્સ થોડુ લાંબુ છે. ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઓછી થઈ શકતી હતી.જો કે આમાં દિમાગ દોડાવાવની જરુર નથી. બસ ફિલ્મને એન્જોય કરો. ફિલ્મના સીન્સ એટલા સુંદર છે કે તમે જોતા રહી જશો. પહેલા પાર્ટની લેગસીને આ ફિલ્મ પણ જાળવી રાખે છે. બાહુબલીના કેરેક્ટરને તાકાત અને હિંમતના સિમ્બોલ તરીકે બનાવવામાં આવ્યો છે.પ્રભાસે પિતા અને પુત્ર. બન્ને કેરેક્ટર ઘણી જ સારી રીતે પ્લે કર્યા છે. ખાસ વાત એ છે કે, જે સવાલ લોકોને 2 વર્ષોથી મુંઝવી રહ્યો હતો તેનો જવાબ આ પાર્ટમાં આખરે મળી જ જશે.ઈન્ડિયન સિનેમા લવર્સે રાજામૌલીને તેમના વિઝન માટે સેલ્યુટ કરવું જોઈએ. ફિલ્મમાં CGI અને VFXની મદદથી ક્રિએટ કરવામાં આવેલા સીન્સ તમને સીટ સાથે જકડી રાખશે. આ ઈમોશનલ રોલર-કોસ્ટર જેવી ફિલ્મમાં તમે કેદ થઈ જશો.દેવસેના અને અમરેન્દ્ર વચ્ચે રોમાન્સ ભવ્ય રીતે ફિલ્માવાવમાં આવ્યો છે. બાકીના પાત્રોનું પર્ફોમન્સ ધારણા પ્રમાણેનું જ રહ્યું છે. હોલિવૂડ એક્શન ડિરેક્ટર પીટર હિનની મહેનત પ્રભાસની એક્શનમાં જણાઈ આવશે અને તે ફિલ્મનો સૌથી મજબૂત પક્ષ છે.અમારા તરફથી ‘બાહુબલી 2’ને 5માંથી 4 સ્ટાર. | 2 |
ડિરેક્ટર સુનિલ સિપ્પીએ મિડીયાના લોકોને ટિપિકલ ઝોલા અને જભ્ભામાં ન દર્શાવીને સ્ટિરિયોટાઈપ તોડ્યા છે. નૂરની દુનિયા સાથે તમે તરત જ જોડાઈ જશો. તેના ફ્રેન્ડ્સ પણ તમારા ફ્રેન્ડ્સ જેટલાં જ સિલી છે. 25 વર્ષની વયે કોઈપણ યુવાન જે જે સમસ્યાઓમાંથી પસાર થતું હોય તેને ખૂબ જ સરસ રીતે પરદા પર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં થોડા વધારે ડાઈલોગ્સ છે પણ ફિલ્મ ફની છે.આ ફિલ્મ આજની જનરેશનની નસ બરાબર પકડી જાણે છે. નૂરની સમસ્યાઓ સારી રીતે દર્શાવાઈ છે પરંતુ તેનો રસ્તો શોધવાની જર્ની થોડી ઢીલી પડે છે. અંતમાં ફિલ્મ થોડી ઢીલી પડે છે. પરંતુ નૂરની સ્ટોરી જ્યાં ઢીલી પડે છે ત્યાં સોનાક્ષી દમદાર એક્ટ્રેસ તરીકે ઊભરી આવે છે. સોનાક્ષીને સાત વર્ષની કારકિર્દીમાં આટલો સારો રોલ ક્યારેય ઑફર નથી થયો. આ ફિલ્મમાં ગિલને કારણે અનેક હળવી ક્ષણો ઊભી થાય છે તો બાઈ તરીકે સ્મિતા તાંબેનું પરફોર્મન્સ પણ વખાણવા લાયક છે. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3.5 સ્ટાર. | 2 |
આ સિરીઝની પાછળી ફિલ્મો જ્યાં પૉલની આસપાસ ફરતી હતી, ત્યારે આ ફિલ્મ શરુથી લઈને અંત સુધી વિન ડીઝલના રોલ પર જ ટકી રહી છે. વિન, ફિલ્મમાં એક સુપરહિરો તરીકે દેખાય છે. આ ફિલ્મમાં તેણે પોતાની દમદાર એન્ટ્રી નોંધાવી છે. એક્શન સીન્સ અને કારોની રેસના સીન્સ આ ફિલ્મના સૌથી મોટા યુએસપી છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની પહેલી મહિલા વિલન તરીકે શાર્લિઝ થેરનનું પર્ફોમન્સ પણ અદ્દભૂત છે. અન્ય કલાકારોમાં ડ્વેન જોનસન, ટાઈરિસ ગિબ્સન, નેથલી ઈમેનુઅલ અને મિશેલ રોડરિગ્રેઝ બધાએ પોતાના રોલમાં જીવ રેડી દીધો છે.ફિલ્મની છેલ્લી 50 મિનિટ જબરજસ્ત છે. ફિલ્મમાં શહેરની હજારો કારોને હેક કરવાના સીન ઉપરાંત ક્યૂબાના અલગ-અલગ સુંદર લોકેશનથી લઈને ન્યૂ યોર્ક અને આર્કટિક સમુદ્રના બરફથી ઢંકાયેલા મેદાનમાં ફિલ્મનો ક્લાઈમેક્સ ફિલ્માવાયો છે ,જે સિનેમામાં બેઠેલા દર્શકોની હાર્ટ બિટ્સ વધારી દે તેવો છે.આ સિરીઝની આ પહેલી એવી ફિલ્મ છે કે જેમાં પોલ વોકર ન તો દેખાયો છે કે ન તો આખી ફિલ્મમાં તેની મોતનો ક્યાંય ઉલ્લેખ કરાયો છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝની આ 8મી ફિલ્મ શરુ થઈ તે પહેલા જ નક્કી થઈ ગયું હતું કે, પોલ વોકરના ભાઈને ફિલ્મમાં નહીં લેવાય. આ સિરીઝની બધી ફિલ્મોએ દુનિયાભરમાં સફળતા સાથે કલેક્શનનો પણ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ફાસ્ટ એન્ડ ફ્યુરિયયસ 7 દુનિયાની પહેલી એવી ફિલ્મ હતી કે જેણે સૌથી ઓછા સમયમાં 100 કરોડ ડોલર કમાઈ લીધા હતા. | 2 |
શરૂઆતમાં આપણો જોલી નાના નાના ગુનાઓમાંથી ગુનેગારોને છોડાવવાનું કામ કરતો હોય છે. કોર્ટમાં દબંગ બનીને ફરતો જોલી ઘરે વ્હીસ્કી અને બ્રાન્ડેડ કપડાની શોખીન બેગમ પુષ્પા પાંડે (હુમા કુરેશી)ની મુઠ્ઠીમાં બંધ હસબન્ડ બની જાય છે. આ તો ફક્ત કેરેક્ટર બિલ્ડિંગ જ છે. મુખ્ય ડ્રામા તો કોર્ટમાં શરૂ થાય છે જે ઘણા અંશે વર્ષ 2013માં રીલીઝ થયેલી અરશદ વારસીની જોલી એલએલબીને મળતો આવે છે.
આ ફિલ્મના લેખક-ડિરેક્ટર સુભાષ કપૂરે ઇન્ડિયાની લીગલ સિસ્ટમનો ઘણો ઊંડેથી અભ્યાસ કર્યો છે અને તેમને કોઈ નિષ્ણાંત વકીલ જેટલું જ કાયદાનું જ્ઞાન છે. ગયા વખતે હિટ એન્ડ રન કેસ લીધો હતો તો આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીરના ટેરરિસ્ટ સાથે ઓળખ બદલાઈ ગઈ હોવાનો કેસ સિલેક્ટ કર્યો છે. પ્લોટમાં દર્શકોને ખડખડાટ હસાવે તેવી અનેક ક્ષણો છે. ખાસ કરીને ફર્સ્ટ હાફ તો લોકોને પેટ પકડીને હસાવે તેવો છે. ફિલ્મમાં કોર્ટની સપ્રમાણ માત્રામાં એક્શન પણ છે જે જોવાની દર્શકોને મજા પડશે. કોર્ટની બહાર પોલીસ કેવી વિલન બની જાય છે તે સારી રીતે દર્શાવાયું છે. જોલીને ન્યાયની શોધમાં કાનપુર, લખનૌ અને મનાલીમાં ભટકતો જોવાની દર્શકોને મજા પડશે.ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી ધીમી પડી જાય છે. જોલી અને તેના હરીફ વકીલ પ્રમોદ માથુર (અનુ કપૂર) વચ્ચેની ચર્ચાઓમાં વધારે પડતી લીગલ ભાષાનો પ્રયોગ થયો છે. તેમની ચર્ચાઓ દર્શકોને નોલેજ આપે છે અને એન્ટરટેઈન પણ કરે છે પરંતુ આમાંથી થોડો ભાગ કાપી શકાયો હોત.
અક્ષયનું પાત્ર કાચિંડાની જેમ રંગ બદલે છે. શરૂઆતમાં નાના ગુનેગારોને છોડાવતો ફરતો સ્માર્ટ લૉયર ગંભીર કેસ હેન્ડલ કરતો જૉલી એલએલબી બની જાય છે અને આ ટ્રાન્સફોર્મેશનને અક્ષયે ઘણી અસરકારક રીતે પરદા પર રજૂ કર્યું છે. હુમા અને અનુ કપૂરે પણ પોતાના પાત્રોને સારો ન્યાય આપ્યો છે. મજબૂત પ્લોટ અને દમદાર પરફોર્મન્સને કારણે ઓડિયન્સને આ ફિલ્મ જોવાની મજા પડશે. | 2 |
સલીમ-જાવેદની બ્લોકબસ્ટર ફિલ્મો યાદ છે જેમાં એક્શનની ભરમાર હોય, દરેક બીજા ડાયલોગ પર ગુંડો જોરદાર ડાયલોગ મારતો હોય અને ટેન્શન ઓછુ કરવા માટે હેલનનો (અહીં સની લિયોની) ડાન્સ હોય? જો તમે સીટી અને તાળી પાડતા પાડતા આવી ફિલ્મો જોઈ શકતા હોવ તો તમને રઈસ જરૂર ગમશે.ફિલ્મનો પ્રથમ હાફ ઘણો સરસ અને ઝડપી છે જેમાં રઈસ બૂટલેગર કેવી રીતે બન્યો તેની જર્ની દેખાડવામાં આવી છે. મજુમદારના વન-લાઈનર્સ અને મ્યુઝિક તથા સન્ની લિયોનીનું લૈલા મેં લૈલા દર્શકોને ચાર્જ કરી નાંખે છે. પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ રોબિન હુડ ઝોનમાં જતી રહે છે અને ગુંડાગર્દી કરતો હીરો અચાનક જ મસીહા બનવાનો પ્રયત્ન કરવા માંડે છે. અહીંથી ફિલ્મની પકડ ઢીલી પડે છે. વળી, ફિલ્મ જરૂર કરતા વધારે લાંબી છે.
શાહરૂખ તેની સમગ્ર કારકિર્દીમાં આટલો સરસ પહેલા ક્યારેય નથી લાગ્યો. તેણે એન્ગ્રી યન્ગ મેનનો રોલ બખૂબી નિભાવ્યો છે અને પહેલી વાર તે હાથ ફેલાવીને રોમાન્સ કરવાને બદલે બીજાના હાથ પગ તોડતો જોવા મળે છે. ફિલ્મનો સમગ્ર દારોમદાર શાહરૂખ પર જ છે અને શાહરૂખે દર્શકોને હતાશ નથી કર્યા. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ શાહરૂખ સાથે ખભેથી ખભા મિલાવતું પરફોર્મન્સ આપ્યું છે. માહેરાની હાજરી માત્ર ગીતો પૂરતી સીમિત રહી ગઈ છે.તમને ફિલ્મ થોડી લાંબી લાગી શકે છે પરંતુ શાહરૂખનું દમદાર પરફોર્મન્સ જોવા માટે પોપકોર્ન ખાતા ખાતા આ ફિલ્મ જોવાની મજા પડશે. | 2 |
આ ફિલ્મની હાઈલાઈટ હૃતિકનું સુપર પરફોર્મન્સ છે. એક પ્રેમી તરીકે તે ભોળા પરંતુ એક કાતિલ તરીકે ખતરનાક વ્યક્તિનો રોલ હૃતિકે અસરકારક રીતે ભજવ્યો છે. બેશક, આ હૃતિકની લાઈફનું બેસ્ટ પરફોર્મન્સ છે. હૃતિકની પ્રેમિકા અને પત્ની તરીકે યામીએ પણ ઘણું સારું પરફોર્મન્સ ડીલીવર કર્યું છે. થ્રિલર ફિલ્મના શોખીનો અને હૃતિકના ફેન્સ માટે કાબિલ એ બેસ્ટ ટ્રીટ છે. ટેક્નિકલ દૃષ્ટિએ પણ ફિલ્મ ઘણી સરસ બની છે. સુદીપ ચેટ્ટર્જીનું કેમેરા વર્ક અને અને રેસુલ પૂકુટ્ટીનું સાઉન્ડ વર્ક ખરેખર વખાણવા લાયક છે. જો કે રાજેશ રોશનનું મ્યુઝિક, ખાસ કરીને વીતેલા વર્ષોના હિટ સોન્ગ્સ સારા ઝમાના અને દિલ ક્યા કરેનું નવું વર્ઝન થોડું નબળું પડે છે. પરંતુ ઓવરઓલ, હૃતિકની આ ફિલ્મ ખરેખર કાબિલ-એ-તારીફ છે. | 2 |
ઓકે જાનુ એ તામિલ ફિલ્મની રિમેક છે અને આથી જ તેનો સ્ક્રીનપ્લે ખૂબ મજબૂત છે. આ ઓરિજિનલ ફિલ્મની સીન-ફોર-સીન રિમેક છે. મ્યુઝિક પણ એ.આર રહેમાનનું જ છે પરંતુ ગુલઝારના બોલ નવા છે. આથી સાઉથની ફિલ્મ ઓકે કન્મની ગમી હશે તે લોકોને આ ફિલ્મથી નિરાશા નહિ થાય.આદિત્ય રોય કપૂર તેના પુરૂષમાં છૂપાયેલા બાળકના રોલમાં બરાબર જામે છે. શ્રધ્ધા કપૂરે પણ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ સાઉથની હિરોઈન નિત્યા મેનનો અભિનય વધુ પાવરફૂલ હતો તેવું જણાય છે. ગોપી અંકલના રોલમાં નસીરૂદ્દીન શાહ અને ચારૂ આન્ટીના રોલમાં લીલા સેમ્સને પણ પાત્રને ન્યાય કર્યો છે. આ બંને પીઢ કલાકારો ફિલ્મમાં મેચ્યોરિટી ઉમેરે છે.
જો કે યુવાનોના કમિટમેન્ટ ફોબિયા પર અનેક ફિલ્મો બની ગઈ છે આથી આ ફિલ્મનો ટોપિક ફ્રેશ ન લાગે તેવું બની શકે. પરંતુ તો પણ તમે થિયેટરની બહાર એક હેપ્પી ફિલીંગ સાથે આવશો એ વાતની ગેરન્ટી છે. | 2 |
વાર્તાની દ્રષ્ટિએ દંગલમાં સરપ્રાઈઝ એલિમેન્ટ ઓછું છે કારણ કે ગીતા અને બબિતાએ કોમનવેલ્થ ગેમ્સ અને એ પછીની ચેમ્પિયનશીપ્સમાં વિજય મેળવ્યો તે સૌને ખબર છે. પરંતુ તેમની આ યાત્રાને જે રીતે સ્ક્રીન પર કંડારવામાં આવી છે તે અદ્ભુત છે, જોવા લાયક છે. વાર્તામાં દરેક મુશ્કેલીઓ સામે લડીને પણ પોતાની બે દીકરીઓને વર્લ્ડ ક્લાસ રેસલર બનાવવા ઝઝૂમતા પિતાની લાગણીઓ સુંદર રીતે ઝીલાઈ છે. ફોગટ પરિવારે રેસલિંગ ક્ષેત્રે ઐતિહાસિક વિજય મેળવીને વિશ્વભરમાં ત્રિરંગો ઊંચો લહેરાવ્યો છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ ફિલ્મ સ્ત્રીઓને કુશ્તીને એક સ્પોર્ટ્સ તરીકે ગંભીરતાથી લેવા વિચારતી કરી મૂકશે.આ ફિલ્મ ખૂબ સરસ રીતે લખાઈ છે. ફિલ્મમાં હ્યુમર છે, હસી મજાક છે પરંતુ પિતા-પુત્રીઓ વચ્ચેની લાગણીશીલ ક્ષણો પણ આબાદ ઝડપાઈ છે. હરિયાણવી બોલીને કારણે અમુક ડાયલોગ્સ સમજવામાં થોડી મુશ્કેલી પડશે. જોકે ભારતીયોનો પુત્રમોહ, દીકરા-દીકરીઓના ઉછેરમાં ભેદભાવ વગેરે બાબતો ઘણી અસરકારક રીતે ફિલ્મમાં દર્શાવાઈ છે.
રેસલિંગ ટૂર્નામેન્ટ્સ એટલી રસપ્રદ રીતે દર્શાવવામાં આવી છે કે ભલે દર્શકોને ખબર હોય કે ગીતા-બબિતા જીતી ગયા હતા તો પણ તે ઘડીક ભર તો દર્શકોના શ્વાસ અધ્ધર કરી જ દેશે. દંગલનું સૌથી મજબૂત પાસુ છે તમામ કલાકારોના પરફોર્મન્સીસ. મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાને વૃધ્ધ પિતાની ભૂમિકા ભજવવા 22 કિલો વજન વધાર્યું છે. માથે ધોળાવાળ વાળા આમિરે જિદ્દી પિતાની ભૂમિકામાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. તેની ઉંમરના બીજા કલાકારોની જેમ એકના એક રોલ કરવાના બદલે આમિર સતત કંઈ નવું કરતો રહે છે તેના માટે તેને કોમ્પ્લિમેન્ટ્સ આપવા જ રહ્યા. તેની પત્ની તરીકે સાક્ષીએ પણ દમદાર અભિનય કર્યો છે. ફાતિમા અને સાન્યા આ વર્ષના બેસ્ટ ડેબ્યુટન્ટ્સનો એવોર્ડ લઈ જશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.સંગીતકાર પ્રિતમ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ ફિલ્મ જોતા રૂંવાડા ઊભા થઈ જાય તેવું સંગીત આપ્યું છે. રોમેન્ટિક ટ્રેક ગિલેહરિયાં અને હરિયાણવી હિપહોપ હાનિકારક બાપુ અને ધક્કડ ફિલ્મની વાર્તામાં એકદમ ફિટ બેસે છે.
નોટબંધી છોડો, દંગલની ટિકીટ બુક કરાવો. | 2 |
નેહાનો અભિનય પ્રશંસાને પાત્ર છે, તેણે સ્ક્રીન પર પોતાના પાત્રને જીવંત કરી બતાવ્યું છે. ખાસ કરીને ઇમોશનલ સીન્સમાં નેહાએ ઉમદા અભિનય કર્યો છે. અમર અને શેખરનાં પાત્રોમાં આશિમ ગુલાટી અને આદિત્ય સીલે પણ ઠીકઠાક એક્ટિંગ કરી છે. ઘણા સીન્સમાં આદિત્યની સામે આશિમ નબળો જણાય છે. પિતાના રોલમાં કંવલજિતે તેમના પાત્રમાં જીવ રેડી દીધો છે.એવું લાગે છે કે, અનુભવે સ્ટોરી કે સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવાને બદલે સંપૂર્ણ ધ્યાન પોતાની ફિલ્મમાં વધુ ગીતો મૂકવામાં લગાવ્યું છે. જો ગીતોની વાત કરીએ તો ફિલ્મ શરૂ થવાની ત્રણ-ચાર મિનિટ બાદથી જ ગીતોનો ક્રમ શરૂ થઈ જાય છે. સ્કોટલેન્ડનાં લોકેશન અને સિનેમેટોગ્રાફી બેજોડ છે, પરંતુ સ્ટોરીને વધુ પડતી ખેંચવામાં આવી છે. ફિલ્મમાં પાકિસ્તાની યુવક સાથે લવ એંગલને કેમ જોડવામાં આવ્યો તો સમજની બહાર છે. ઇન્ટરવલ બાદ પણ સ્ટોરી લાંબી ખેંચવામાં આવી છે. જો અનુભવે ફિલ્મના એડિટિંગના સમયે દસ-12 મિનિટની ફિલ્મ પર પોતાની પોતાના તરફથી કાતર ફેરવી હોત તો દર્શકોને ફિલ્મ પકડી રાખત.ફિલ્મનું મ્યુઝિક આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે, પરંતુ ‘તુમ બિન’ પાર્ટ વન સાથે તેની સરખામણી ન થઈ શકે. જોકે તમને જગજિત સિંહની ગઝલ ‘તેરી ફરિયાદ’ સાંભળવા મળશે.જો તમે સાફસુથરી મ્યુઝિકલ લવ સ્ટોરી સ્ક્રીન પર જોવા માગતા હોવ તો આ ફિલ્મને જોઈ શકો છો. નેહા શર્માના ઉમદા અભિનય અને સુંદર લોકેશન્સ ફિલ્મ જોવાનું વધુ એક કારણ હોઈ શકે છે. | 2 |
જો ડાયરેક્ટર તરીકે કરણ જોહરની વાત કરીએ તો સ્ટૂડન્ટ ઓફ ધ યરના લગભગ ચાર વર્ષ પછી ફરી એકવખત તેમણે ડાયરેક્શનની કમાન સંભાળી છે. મ્યૂઝિકલ અને ઈમોશનલ સીન્સના ફિલ્માંકનમાં કરણની ગજબ માસ્ટરી છે. ઈન્ટરવલ પહેલા તેમણે ફિલ્મમાં મોજ-મસ્તીનો એવો મસાલો રાખ્યો જે યંગસ્ટર્સની પરીક્ષામાં સો ટકા પાસ થાય છે, તો ઈન્ટરવલ પછી કરણે ઈમોશન તડકો લગાવ્યો છે, સ્ક્રિપ્ટની ડિમાન્ડ મુજબ કરણે ફિલ્મનું શૂટિંગ લંડન, પેરિસ, ઓસ્ટ્રિયામાં પણ કર્યું. ઈન્ટરવલ પછી ફિલ્મની ઝડપ થોડી ઓછી થઈ જાય છે, પરંતુ કરણે કર્ણપ્રીય મ્યૂઝિક અને સુંદર લોકેશનનો સહારો લઈ ફિલ્મને ક્યાંય નબળી પડવા દીધી નથી.રિલીઝ થયા પહેલા જ આ ફિલ્મના ઘણા ગીતો મ્યૂઝિક ચાર્ટમાં ટોપ ફાઈવમાં સામેલ થઈ ચૂક્યા છે, કરણે આ ગીતોને પૂરી ભવ્યતાથી એવી રીતે ફિલ્માવ્યા છે, જે યંગસ્ટરને આકર્ષે છે. બુલયા, બ્રેકઅપ અને ટાઈટલ સોંગ એ દિલ હૈ મુશ્કિલ પહેલાથી યંગસ્ટર્સને પસંદ આવી ચૂક્યા છે. તો કરણે ફિલ્મમાં 70-80ના દાયકાના ઘણા સુપરહિટ ગીતોને પણ ફિલ્મમાં પોતાના અંદાજમાં ફિલ્માવ્યા છે.જો તમે રણબીર કપૂર અને અનુષ્કાના ફેન છો તો તમારા પસંદગીના આ બંને સ્ટાર્સના જોરદાર પરફોર્મન્સને જોવાઅને કર્ણપ્રીય સંગીનો આનંદ લેવા માટે ફિલ્મ જોઈ શકાય. ઘણા સુંદર વિદેશી લોકેશન અને કર્ણપ્રીય સંગીત આ ફિલ્મની વધુ એક યુએસપી છે.
નોંધ: ફિલ્મ ક્રિટિક્સ આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર આપે છે.
| 2 |
ડાયરેક્ટર નીરજ પાંડે પોતાની આ મેગા બજેટ ફિલ્મમાં લીડ રોલ માટે સુશાંત સિંહ રાજપૂતના નામની પસંદગી કરી તો આ નિર્ણયથી પ્રોડક્શન કંપની સહમત ન હતી. નીરજે સુશાંતના સિલેક્શન પહેલા તેની કોઈ પણ ફિલ્મ જોઈ ન હતી. સુશાંતના કેટલાક ફોટોગ્રાફ જોયા બાદ તેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. સુશાંતે ધોનીનું પાત્ર ભજવવા માટે કમ્પલીટ હોમ વર્ક કર્યું, રોજ કલાકો સુધી મેહનત કરી, માહીના ક્રિકેટ રમવાની સ્ટાઈલ શીખી. જેના કારણે સ્ટાર્ટ ટુ એન્ડ ફિલ્મમાં સુશાંત સિંહ છવાયેલો રહે છે.
અનુપમ ખેરે ફરી એક વખત સાબિત કરતાં ખુબ સાર એક્ટિંગ કરી ધોનીના પિતાનું પાત્ર જીવંત બનાવી દીધું છે. અન્ય કલાકારોમાં પ્રિયંકાના રોલ માં દિશા પટની અને ધોનીની પ્રેમિકા અને વાઈફના પાત્રમાં કિયારા અડવાણી જામી ગઈ છે. સ્કૂલમાં માહીના કોચ તરીકે રાજેશ શર્માનો એક્ટિંગ બાબતે જવાબ નથી, ધોનીની બહેનના રોલમાં ભૂમિકા ચાવલાએ પૂરતો ન્યાય આપ્યો છે.નીરજે ખુબ જ સારી રીતે બાયોપિક બનાવી છે, જેને તમે પૂરી ફેમિલી સાથે થિયેટરમાં જોવા જઈ શકો છો. નીરજે ધોનીની લાઈફની કેટલીક એવી બાબતોને પણ વિસ્તારથી દેખાડી છે જે ધોનીના ફેન નથી જાણતા. આ જ કારણ છે કે ફિલ્મની લંબાઈ 3 કલાકથી વધુ છે. ફિલ્મમાં ધોનીની રેલવે સર્વિસ દરમિયાનની જર્ની અને ગીતોને એક અંતરા સાથે શૂટ કરવામાં આવ્યા હોત તો 30 મીનીટ લંબાઈ ઘટાડી શકાઈ હોત. ફિલ્મ રીયલ લોકેશન પર શૂટ કરવામાં આવી છે. કમ્પલીટ હોમવર્ક પછી જ ફિલ્મ શરૂ કરવામાં આવી છે. ધોનીના મુખ્ય પાત્રની સાથે તમામ કલાકારોને પૂરતી ફુટેજ આપવામાં આવી છે.
સંગીતઃ ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મના ગીતો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની સ્ટોરીને આગળ વધારવા માટે સહાયક બને છે, પરંતુ ફિલ્મમાં ગીતો ફિલ્મની સ્પીડને ધીમી કરે છે.જો તમે ધોનીના પાક્કા ફેન હોવ તો આ ફિલ્મ મિસ ન કરવી જોઈએ. ફિલ્મની લંબાઈ 3 કલાક સિનેમા હોલામાં તમારી પરીક્ષા લઈ શકે છે. ધોનીની લાઈફની અન્ય અજાણી બાબતો જાણવી હોય તો આ ફિલ્મ જોવી. અને હાં સુશાંત સિંહ રાજપૂતની ખૂબ જ સારી એક્ટિંગ, કેમેરાવર્ક અને લોકેશન જોવા માટે પણ આ ફિલ્મ જોઈ શકાય.
આ ફિલ્મને ક્રિટિક્સ પાંચ માંથી સાડા ત્રણ સ્ટાર આપે છે. | 2 |
એક્ટિંગઃ અલીના પાત્રમાં એકવાર ફરી નવાઝુદ્દીને સારી એક્ટિંગ કરી છે. તેની માસીના રોલમાં સીમા વિશ્વાસ દર્શકો પર છાપ છોડવામાં સફળ રહી છે તો મકસુદના રોલમાં અરબાઝ જામે છે. ડેન્જરભાઈના રોલમાં નિકિતન પરફેક્ટ છે. જોકે એવું લાગે છે કે એમી જેક્સનને માત્ર હીરોઇનની ગેરહાજરી પૂરવા માટે લેવાઈ છે. સ્ટોરીના અંતમાં દેખાતો જેકી શ્રોફ ક્લાઇમેક્સને વધુ દમદાર બનાવે છે.
ડિરેક્શનઃ ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી સિમ્પલ અને સીધીસાદી છે. સોહેલે ફિલ્મની શરૂઆત ખૂબ રસપ્રદ અંદાજમાં કરી છે. એક બાદ એક ઘણા પંચ તમને હસાવશે, પરંતુ આ સરળ શરૂઆત બાદ સોહેલ ગોલ્ફના મેદાનમાં જઈને એવો ગૂંચવાય છે કે, ઇન્ટરવલ બાદ ફિલ્મ લાંબી ખેંચાવા લાગે છે. અલી અને અરબાઝ વચ્ચે વન લાઇનર પંચ દિલચસ્પ છે.મ્યુઝિકઃ ફિલ્મનાં ગીત લગભગ બે કલાકની આ ફિલ્મની સ્પીડ રોકવાનું કામ કરી રહ્યાં છે.
કેમ જોવી જોઈએઃ જો નવાઝુદ્દીન સિદ્દીકીના ફેન હોવ તો ફ્રીકી અલીને મળવા જઈ શકાય. અપસેટ નહિ થાવ. | 2 |
જો તમે બ્રેટ લીની બોલિંગના ફેન છો તો કદાચ એક્ટિંગના ફેન પણ થઈ શકો છો. તેણે પોતાના પાત્રને અદ્દભુત રીતે ભજવ્યું છે કે ફેન્સ સરપ્રાઈઝ રહી જશે. તનિષ્ઠા ચેટર્જી પણ મીરાના રોલમાં જામે છે. સુપ્રિયા પાઠક અને અર્કો ઘોષ પોતાના રોલમાં ફિટ છે.અનુપમા શર્માની તારીફ કરવી પડે. તેમણે એક સિંપલ લવ સ્ટોરીને અલગ અંદાજમાં રજુ કરી છે જેનાથી તે બોરિંગ ના લાગે. પણ ફિલ્મનો ક્લાઈમેક્સ અત્યંત વીક છે, જે આ પહેલા કેટલીય ફિલ્મોમાં જોવા મળ્યો છે.
કેમ જોવી?- બ્રેટ લીના ફેન છો તો ચોક્કસ જોવી. વાર્તામા નવું કંઈ જ નથી પણ તમને બોર પણ નહી કરે.
આ ફિલ્મને 5માંથી 2.5 સ્ટાર્સ આપી શકાય. | 2 |
અક્ષય કુમારે ફરી એક વાર સાબિત કર્યુ છે કે તેમનામાં દરેક પાત્ર ભજવવની જોરદાર ક્ષમતા છે. નેવી કમાન્ડરના ડ્રેસમાં અક્ષય સ્ક્રીન પર અદ્દભુત લાગે છે. પોલીસ કસ્ટડી અને કોર્ટના શરુઆતના સીન્સમાં અક્ષયનું મૌન જોવા લાયક છે. ઈશા ગુપ્તાએ પોતાના પાત્ર માટે જોરદાર હોમવર્ક કર્યુ છે, જે સ્ક્રીન પર દેખાઈ આવે છે. ઈલિયાના ઠીકઠાક લાગી. વકીલના રોલમાં સચિન ખેડેકર ખુબ જામે છે.
ડિરેક્શન– ટીનુ દેસાઈએ બહુચર્ચિત નાણાવટી કેસને ધ્યાનમાં રાખીને લખેલી સ્ક્રીપ્ટને દમદાર અંદાજમાં રજુ કરી છે. ટીનુને એક સશક્ત સ્ક્રિપ્ટ મળી અને તેણે આ મર્ડર મિસ્ટ્રીને એવી રીતે મુકી કે દર્શકો વાર્તા અને પાત્રો સાથે જોડાઈ જાય છે. શરુઆતની 15 મિનીટ ફિલ્મ ધીમી લાગે, પણ ઈન્ટરવલ પછી તો તમે ચોક્કસ બંધાઈ જ જશો. ટીનુએ દરેક એક્ટરને પાત્ર પ્રમાણે જરુરી ફુટેજ આપી અને અક્ષય કુમાર પાસે ફરી એક વાર બેસ્ટ પર્ફોમન્સ કરાવવામાં સફળ રહ્યા.સંગીત– ફિલ્મનું સંગીત તે સમય પ્રમાણે તૈયાર કરવામાં આવ્યુ છે. રિલીઝ પહેલાં જ તેરે સંગ યાર અને જબ તુમ હોતે હો ગીતો હિટ થયા હતા. આ ગીતોને ફિલ્મનો ભાગ બનાવવાનો સારો પ્રયત્ન કર્યો છે.
કેમ જોવી?– જો તમે અક્ષય કુમારના ફેન છો અને તમારા ફેવરિટ સ્ટારને દમદાર નવા લુક સાથે પાવરફુલ પાત્રમાં જોવા માંગો છો, તો જરુર થિએટરમાં જાઓ. કોર્ટના સીન્સ પણ ફિલ્મના પ્લસ પોઈન્ટ છે. | 2 |
એવું બની શકે કે કામત અને અને ઈરફાનની આ ફિલ્મ શરુઆતમાં બૉક્સ ઑફિસ પર દર્શકોની ભીડના ભેગી કરી શકે, પણ માઉથ પબ્લિસિટીથી ફિલ્મ પોતાનો ખર્ચો તો નીકાળશે જ, સાથે સાથે સારો એવો નફો પણ કમાઈ શકશે. કામતનો આ મદારી કોમન મેન અને કરપ્ટ સરકાર વચ્ચેના સંઘર્ષોને રજુ કરવાનું એક માધ્યમ છે.ડિરેક્શન: કામતની પાછલી ફિલ્મ રૉકી હેન્ડસમને દર્શકો અને નિષ્ણાંતોએ નકારી કાઢી, પરંતુ આ વખતે કામતે પોતાની હિટ ફિલ્મ દ્રશ્યમના બેસ પર આ ફિલ્મને રજુ કરી છે. આ વખતે કામતનું ડિરેક્શન પહેલાં કરતાં સારુ લાગ્યુ, પરંતુ સ્ટોરીની સ્પીડ પર તે કંટ્રોલ ના કરી શક્યા અને સવા બે કલાકની આ ફિલ્મ લાંબી લાગે છે, પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પર કામત માટે આ કરવું જરુરી હતુ. કામતે દરેક પાત્રને બહાર આવવાનો મોકો આપ્યો છે અને વાર્તાની ડિમાન્ડ પ્રમાણે પહાડોથી લઈને રણપ્રદેશ સુધી બધાં યોગ્ય લોકેશન સિલેક્ટ કર્યા છે.એક્ટિંગ: આ ફિલ્મમાં ઈરફાન ખાનનું પાત્ર અને એક્ટિંગ થોડા વર્ષો પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ વેડનસડે ના લીડ અભિનેતા નરીરુદ્દીન શાહના પાત્રની યાદ અપાવે છે. ઈરફાનની હાજરી વાળો દરેક સીન ફિલ્મનો ખાસ સીન જણાય છે. ઈરફાને નિર્મલ કુમારના પાત્રને પોતાના જીવંત અભિનય સાથે પોતાની ડાયલૉગ ડિલીવરી જીવંત કરી બતાવ્યું છે. પોલીસ ઑફિસર એન.વર્માના પાત્રમાં જિમ્મી શેરગિલ ખૂબ જામે છે. તારીફ તો વિશેષ બંસલની પણ કરવી જ રહી, જેમણે ઈરફાન જેવા શ્રેષ્ઠ એક્ટર સામે પાતાના અભિનયના દમ પર ખાસ હાજરીનો અનુભવ કરાવ્યો.સંગીત: વિશાલ ભારદ્રાજ અને સની ઈન્દર બાવરાનું સંગીત વાર્તાની ડિમાન્ડ પ્રમાણે છે. આમ પણ મોટેભાગે થ્રિલર ફિલ્મ્સમાં ગીતો વાર્તાને નબળી કરી દે છે, પરંતુ ફિલ્મમાં વારંવાર મુકવામાં આવેલું ગીત ડમ ડમા ડમ એવી રીતે રજુ કરવામાં આવ્યું છે કે તે બંધબેસી જાય છે.
કેમ જોવી આ ફિલ્મ? : જો તમે ઈરફાન ખાનના ફેન છો તો પોતાના ફેવરિટ એક્ટરની અદ્દભુત એક્ટિંગ માટે જરુર જુઓ. ફિલ્મમાં એક મેસેજ આપવામાં આવ્યો છે જે આજકાલ ઘણો ઉપયોગી એવો છે. જો તમે આ વિકેન્ડ પર આખી ફેમિલી સાથે એક સાફ-સુથરી અને સારી ફિલ્મ જોવા માંગો છો તો મદારી તમારા માટે છે. મદારી જેવી ફિલ્મને ટેક્સ ફ્રી કરવી જોઈએ. | 2 |
આ પહેલી ફિલ્મ છે જેમાં સલમાન ખાન શર્ટ ઉતારે છે અને તેના સહિત બધા કાંપે છે. ફીટ બની રહેલા, દુઃખી, મધ્યમ વયના અને વધેલા પેટવાળા વ્યક્તિ સુલ્તાનના પાત્રમાં સલમાનનો જુસ્સા અને નાખુશીથી પરફોર્મ કર્યું છે. તેની એક્ટિંગે સુલતાનને સારો એવો પંચ આપ્યો છે.સલમાને લડાયક પરફોર્મન્સ આપ્યું છે. તેનું પાત્ર ખુશમિજાજ, દરરોજ હારનો સામનો કરનારમાંથી પ્રતિબદ્ધ એથ્લેટ અને તેમાંથી ઘમંડી, ભાંગી પડેલા, હતાશ અને એકલા વ્યક્તિમાં ફેરવાતું રહે છે. અનુષ્કાએ તે જેના માટે જાણીતી છે તેવી લડાયક ગર્લની સાથે-સાથે ગ્રામ્ય રણકાર ઉપરાંત સેલ્ફ કન્ટ્રોલ અભિનય કર્યો છે. તેના અભિનયમાં થોડું પરિવર્તન જોવા મળે છે.સુલ્તાનના દોસ્ત ગોવિંદ (અનંત)નો અભિનય ઘણો ઉત્કૃષ્ઠ છે. જે દરેક પરિસ્થિતિમાં તેના મિત્ર સાથે ઊભો રહે છે. અમિત સાધે પણ પોતાની છાપ છોડી છે, જ્યારે કુમુદ મિશ્રાએ અનુષ્કાના પિતાના અને સલમાનના ગુરુના પાત્રમાં નોંધપાત્ર અભિનય કર્યો છે. સુલ્તાનના ડાયલોગમાં હરીયાણાનો લહેકો છે, જ્યારે રેવાડીના નિલગીરીના ઝાડ અને કેનાલોના દ્રશ્યો તાજા અને આકર્ષક લાગે છે.
ફિલ્મની લંબાઈ એક માઈનસ પોઈન્ટ છે. આ ફિલ્મ લગભગ 3 કલાક લાંબી છે. એમએમએ કોચ ફતેહ સિંહના રોલમાં રણદીપ હૂડાને જોઈ ઓશન્સ ઈલેવનનો બ્રાડ પીટની યાદ આવી જશે. પણ સુલતાન માટે તેની લાગણી એટલી ઓવરઓક્ટિંગ લાગશે તમે કંટાળી જશો. 30 મિનીટનું એડિટિંગ આ ફિલ્મને વધુ સારી બનાવી શક્યું હોત. જેવી પણ છે, આ ફિલ્મ એક લાર્જ લસ્સી છે, એસ્પ્રેસો શોટ નથી.પણ એ તો કહો ઈદમાં એસ્પ્રેસો કોણ પીવે છે?
તો, જાઓ અને જુઓ સુલ્તાન, તે નિરાશ તો નહીં જ કરે.
આ ફિલ્મને ક્રિટિક પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર આપે છે. | 2 |
પાછલા વર્ષે જ્યારે અનુરાગ કશ્યપ નિર્દેશિત ફિલ્મ ‘બૉમ્બે વેલવેટ’ બૉકસ ઓફિસ પર પહેલા જ દિવસે ભોંય ભેગી થઈ ગઈ હતી, ત્યારે અનુરાગના ટીકાકારોને તમના પર ટિપ્પણી કરવાનો મોકો મળી ગયો હતો. આ વખતે અનુરાગે ગ્લેમર ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ નહી, પણ પોતાની વાર્તાના પાત્રોમાં ફિટ થાય તેવા કલાકારો સાથે કામ કર્યુ છે. કોઈ સ્ટુડિયોના મોંઘા સેટ પર નહી પરંતુ મુંબઈના સ્લમ વિસ્તારોમાં જઈને ફિલ્મ બનાવી છે. એટલા જ માટે આ ડાર્ક થ્રિલર ફિલ્મ સાથે તમે પહેલા સીનથી જ જોડાઈ જાઓ છો.એક્ટિંગ– જો આ ફિલ્મને માત્ર નવાઝુદ્દીન સિદ્દીકીના ખભા પર ટકેલી ફિલ્મ કહીએ તો તેમાં કંઈ ખોટુ નથી. શરુઆતથી લઈને અંત સુધી દર્શકો રમન્નાની એન્ટ્રીની રાહ જુએ છે. રમન્નાના પાત્રને નવાઝે પોતાના અદ્દભુત અભિનયથી જીવંત રાખ્યો છે. ફિલ્મની શરુઆતનાં પોલીસ સ્ટેશન જઈને પોતે 9 લોકોનો હત્યારો છે એમ કહીને ગુનો કબુલ કરે છે તે સીનમાં તેનો અભિનય ખરેખર બિરદાવવા લાયક છે. રમન્નાનો ફેસ એક્સપ્રેશન સિવાય ડાયલૉગ ડિલીવરી પણ જોરદાર છે. ફિલ્મ જોઈને લાગશે કે રમન્નાના પાત્રને નવાઝ સિવાય કોઈ બીજુ ના નિભાવી શકતુ. એસીપીના રોલમાં વિકી કૌશલ પણ ખુબ જામ્યા છે. સોભિતાને ફુટેજ ઓછી મળી પરંતુ તેમાં પણ તેણે સાબિત કર્યુ કે તેને અભિનયની એબીસી સારી રીતે આવડે છે.ડિરેક્શન– અનુરાગ કશ્યપે ફરી એક વાર પોતાના ટેસ્ટની ફિલ્મ બનાવી અને લગભગ સાડા ચાર કરોડથી પણ ઓછા બજેટમાં એક એવી ફિલ્મ બનાવી જે ક્રિટિક્સની તારીફતો મેળવશે જ, સાથે સાથે બૉક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી શકે છે. અનુરાગે ફિલ્મના બધા કલાકારો પાસેથી અદ્દભુત કામ કરાવ્યુ છે, સાથે સાથે સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે યોગ્ય લોકેશન પણ નક્કી કર્યા છે. ઈન્ટરવલ પછી ફિલ્મ થોડી ધીમી થવા લાગે છે. વિકી કૌશલ અને શોભિતાના સીન્સને ઓછા કરવામાં આવ્યા હોતા તો ફિલ્મ વધારે પાવરફુલ બની શકતી હતી.
સંગીત– આવી વાર્તાઓમાં ગીત-સંગીત માટે જગ્યા નથી હોતી. માટે બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતો સારા તો લાગે છે, પણ સિનેમા હૉલથી બહાર નીકળીને તમને યાદ નથી રહેતા.
કેમ જોવી આ ફિલ્મ?– જો તમને નવાઝુદ્દીનનું અત્યાર સુધીનું બેસ્ટ પર્ફોર્મન્સ જોવું હોય અને તમે અનુરાગની ડાર્ક શેડ ફિલ્મોના ચાહક છો તો આ ફિલ્મ તમને ચોક્કસ પસંદ આવશે. ફિલ્મ એડલ્ટ છે, માટે સાફ-સુથરી અને ફેમિલી ક્લાસ માટે આ ફિલ્મ બિલકુલ નથી. | 2 |
એક્ટિંગઃ આખી ફિલ્મ ભાઈ-બહેનનાં મુખ્ય પાત્રોની આસપાસ ફરતી રહે છે. આ મુખ્ય પાત્રોમાં હેતલ ગઢા અને કૃષ છાબરિયાએ સુંદર અભિનય કર્યો છે. આ બંને બાળ કલાકારોની પ્રશંસા કરવી પડે, કારણ કે તેમણે તેમના કુશળ અભિનયથી આ પાત્રોને જીવંત બનાવી દીધાં છે.અન્ય કલાકારોમાં સુરેશ મેનન, વિભા છિબ્બર, સંજનાસિંહ પોતપોતાનાં પાત્રમાં ફિટ છે.
ડિરેક્શનઃ નાગેશ કુકૂનૂરે ફરી એક વાર પોતાના મિજાજની એવી ફિલ્મ બનાવી છે, જે તેમના ચાહકોની અપેક્ષાઓને પૂરી કરી શકે છે. નાગેશે આ ફિલ્મમાં ક્યારેય આશા ન છોડવાનો સાર્થક મેસેજ ખૂબ સરળતાથી આપ્યો છે. આ ફિલ્મમાં નાગેશે સ્ક્રિપ્ટની સાથે ક્યાંય છેડછાડ કરી નથી તો બીજી તરફ બોક્સ ઓફિસનો મોહ છોડીને સંપૂર્ણ ઇમાનદારી સાથે એવી ફિલ્મ બનાવી છે, જે રિલીઝના પહેલા દિવસથી જ કરમુક્ત હોવી જોઈતી હતી, પરંતુ એવું ન થયું. રાજસ્થાનનું નયનાભિરામ લોકેશન આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે.મ્યુઝિકઃ ‘દમાદમ મસ્ત કલંદર’ સહિત ફિલ્મમાં ઘણાં ગીતો છે, પરંતુ બધાં ગીત ફિલ્મના માહોલમાં બંધબેસે છે. આ ગીતોમાં લોકગીતો અને લોકધૂનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેખવામાં અને સાંભળવામાં સારાં લાગે છે.
કેમ જોવી જોઈએઃ જો તમે સારી ફિલ્મો જોવાના શોખીન હોવ, નાગેશની ફિલ્મોના ફેન હોવ તો આ ફિલ્મને બાળકો સાથે જોવા જેવી છે. જો તમે સ્ક્રીન પર આ વખતે કંઈક નવું અને સારું જોવા ઇચ્છો છો તો ‘ધનક’ તમારા માટે છે. | 2 |
ફિલ્મ શરૂથી અંત સુધી અઝહરના પાત્રમાં દેખાતા ઈમરાન હાશમી પર ટકેલી રહે છે. સિલ્વર સ્ક્રીન પર ઈમરાનની ઈમેજ એક સીરિયલ કિસરથી વધુ કંઈ નથી. પરંતુ આજ કારણે ડિરેક્ટરે આ પાત્રની ડિમાન્ડને ઈગ્નોર કરીને ઈમરાનને પહેલા પ્રાચી અને પછી નરગિસ સાથે કિસ સીનની સાથે રજૂ કર્યો છે. ઈમરાને અઝહરના પાત્ર માટે કરેલી મહેનત ફિલ્મમાં દેખાય છે. ઈમરાને તેના માટે લગભગ 5 મહિના ક્રિકેટને બારીકાઈથી જોયું અને શિખ્યો. આ સાથે તેણે ગ્રાઉન્ડ પર પણ પરસેવો પાડ્યો. ફિલ્મમાં અઝહરની પહેલી પત્નીના રુપમાં પ્રાચી એક્ટિંગમાં બીજી પત્ની નરગીસ ફખરી પર ભારે પડે છે. અઝહરના નાના બનેલા કુલભૂષણ ખરબંદા કેટલાક સીન્સમાં દેખાય છે છતા ફિલ્મમાં પોતાની એક અલગ ઓછળ છોડી જાય છે તો વકીલ લારા દત્તાની એક્ટિંગ ઠીકઠાક છે. જ્યારે અઝહરનો કેસ લડી રહેલા વકીલ કુણાલ રોય કપૂરની એક્ટિંગ ઘણી જ સારી છે.જો તમે ક્યારેય ઈન્ડિયન ટીમના સફળ કેપ્ટન રહેલા અઝરૂદ્દીનના જબરજસ્ત ફેન રહ્યા છો તો પોતાના પસંદગીના ક્રિકેટરની આ ફિલ્મ જોઈ શકો. અને હા, ઈમરાન હાશીના ફેન્સે આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે ઈમરાન તેમાં એક અલગ લુકમાં જોવા મળશે. | 2 |
ફિલ્મમાં માસ્ટર નીલ સેઠીએ લાજવાબ એક્ટિંગ કરી છે. તેના સિવાય બીજું કોઈ આ ફિલ્મમાં નથી. વોઈસ ઓવરની વાત કરીએ તો, ફિલ્મમાં નાના પાટેકરે શેરખાનને પોતાનો દમદાર અવાજ આપ્યો છે, જ્યારે બલ્લુ રિંછ માટે ઈરફાન ખાને પંજાબી સ્ટાઈલમાં પોતાનો અવાજ આપ્યો છે. બલ્લુ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે ઈરફાન પોતાની અલગ-અલગ સ્ટાઈલથી લોકોને હસાવે છે. બગિરા માટે ઓમપુરીએ જ્યારે સાપ માટે પ્રિયંકાએ અવાજ આપ્યો છે.
ડાયરેક્શન: જોન ફેવરુ હોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર, એક્ટર, ડિરેક્ટર છે. આયરનમેન, આયરનમેન 2 ને શેફ જેવી ચર્ચિત ફિલ્મોના દમ પર તેમણે હોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે. આ વખતે તેમના વખાણ કરવા પડશે કે તેમણે પોણા બે કલાકની પોતાની એનિમેટેડ ફિલ્મ જંગલ બૂકને ક્યાંય કમજોર નથી પડવા દીધી.જો તમે પોતાના બાળકો સાથે આ ફિલ્મ જોવા જવા ઈચ્છતા હો તો તમે પણ પોતાના બાળપણની યાદમાં સરી પડશો. ફિલ્મનો ક્રેઝ જોરદાર છે, સ્ક્રીન પર વિશાળ જંગલના સીન્સ વચ્ચે બોલિવૂડના ફેમસ સ્ટાર્સા અવાજનો જાદૂ અને બહેતરિન થ્રી ડી ટેકનિક આ ફિલ્મનો સૌથી મોટો યુએસપી છે. | 2 |
સોનમ કપૂરે અત્યારસુધીના પોતાના ફિ્લ્મી કરિયરમાં આ વખતે નીરજાના પાત્રને પૂરી ઈમાનદારી સાથે નિભાવતા તેને જીવંત કરી નાખ્યું છે. શબાના જ્યારે પણ સ્ક્રીન પર આવી, ત્યારે દર્શકોની આંખોમાં આંસુ લાવી દીધા. નીરજાની મા રમા ભનોટનું પાત્ર તેણે બખૂબી નીભાવ્યું છે.
ડિરેક્શન: રામ માધવાણીએ દર્શકોને છેક સુદી આ ફિ્લ્મ સાથે ઝકડી રાખ્યા છે, અને સ્ટોરીને થોડી હળવી બનાવવાના હેતુથી ફ્લેશબેકનો પણ બખૂબી ઉપયોગ કર્યો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે, અને સોંગ પણ સ્ટોરીનો હિસ્સો લાગે છે.
કેમ જોશો: જો તમે બહેતરિન ફિલ્મો જોવાના શોખીન હો તો આ ફિલ્મ જોઈ શકો છો. સોનમ કપૂરની બહેતરિન અને શબાના આઝમીની ગજબની એક્ટિંગ અને દમદાર ડિરેક્શન આ ફિલ્મનો સૌથી મોટો યુએસપી છે. | 2 |
ફિતૂરમાં એક્ટિંગ એકંદરે સારી છે. તબૂ બેગમ હઝરતના પાત્રમાં ખરેખર જામે છે. તેની ડાયલોગ ડિલિવરી પણ અદ્દભૂત છે. આદિત્ય કોઈક સીન્સમાં ભગ્ન હ્રદયના પ્રેમીની છાપ ઉપસાવવામાં સફળ રહ્યો છે. કેટરિના મૂવીમાં ગોર્જિયસ લાગે છે, પરંતુ મોટાભાગે તો તે સૌમ્ય જ દેખાય છે. અજય દેવગણે આ ફિલ્મમાં જેહાદીની ટૂંકી ભૂમિકાને પણ પૂરેપૂરો ન્યાય આપ્યો છે, જ્યારે પાકિસ્તાનના રાજકારણી બિલાલના પાત્રને રાહુલ ભટે સારી રીતે સાકાર કર્યું છે.
ફિતૂર એક ભવ્ય ફિલ્મ છે તે કહેવું ખોટું નહીં હોય. પરંતુ, તેની ભવ્યતા જ ફિલ્મની ગ્રીપ, પેશન અને પેસ પર ભારે પડી જાય છે. એક લવ સ્ટોરી તરીકે ફિતૂર થોડી ઉણી ઉતરે છે. તેને જોતા તમને ફિલ્મ ભવ્ય બનાવવા કરતાં તે તમને ઝકડી રાખે એવો પ્રયાસ કરાયો હોત તો વધુ સારું રહેત તેમ લાગે. કાશ્મીરમાં જ શૂટ થયેલી હૈદર જેવું તત્વ ફિતૂરમાં ખૂટતું લાગે છે. ફિલ્મમાં તમને સ્ટાઈલ ભરપૂર જોવા મળશે, જેમાં શર્ટલેસ થઈને પોતાના સિક્સ પેક એબ્સ બતાવતા-બતાવતા હિરોનો પણ સમાવેશ થાય છે (ખરેખર આવી રીતે કોઈ કળાકાર કે લેખક પોતાની રચના કરતો હશે કે કેમ તે એક સવાલ છે….) પરંતુ તેમાં ઉંડાણનો અભાવ છે. જોકે, આ ફિલ્મ જોઈને તમે કાશ્મીરના પ્રેમમાં ચોક્કસ પડી જશો. જો તમે લવ સ્ટોરીના ચાહક હો તો એક વાર આ ફિલ્મ જોવાનો ચાન્સ લઈ શકો છો. | 2 |
સત્તાભૂખ્યા સદ્દામ હુસૈનના ઇરાકે ૧૯૯૦માં કુવૈત પર હુમલો કરી દીધો અને લાખો ભારતીય રાતોરાત રસ્તા પર આવી ગયા. બે જાંબાઝ ભારતીયોએ આગેવાની લઇને સેંકડો ભારતીયોને સહી સલામત સ્વદેશ પાછા લાવવામાં પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. એ બે ભારતીયોને અક્ષય કુમારના પાત્ર ‘રંજીત કટિયાલ’ તરીકે એરલિફ્ટમાં બતાવવામાં આવ્યું છે. પરંતુ જેવું સાહસ આપણા એરફોર્સ, એર ઇન્ડિયા અને અન્ય અજાણ્યા હીરોઝે રિયલ લાઇફમાં બતાવેલું, તે પડદા પર રિફ્લેક્ટ થયું છે? થોડું હા, થોડું ના. હા, એટલા માટે કે ફિલ્મમાં એવી કેટલીયે મોમેન્ટ્સ છે, જ્યાં આપણો જીવ તાળવે ચોંટી જાય. શાંત શહેરમાં અચાનક બ્લાસ્ટ થાય, ટેન્કોનાં નાળચે મલ્ટીસ્ટોરી ઇમારતોના ફુરચા બોલી જાય, લોકોને વીણી વીણીને મારી નાખવામાં આવે, એ બધું જોઇને થિયેટરમાં પણ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. પોતાના જીવની પણ પરવા કર્યા વિના અજાણ્યા લોકોને હેમખેમ સ્વદેશ પહોંચાડવા માટે કેટલાય લોકોએ લોહી પાણી એક કરી નાખેલું એ વાત જ સલામ કરવાને લાયક છે.વળી, આવું હકીકતમાં બનેલું એ જાણ્યા બાદ આપણું માન ઓર વધી જાય. જ્યાં એક એક સેકન્ડ એક યુગ જેવી લાગતી હોય એવા કુવૈતમાંથી સહી સલામત બહાર નીકળવું એ થ્રિલની ચરમસીમા હોવી જોઇએ. પરંતુ ઇન્ટરવલ બાદ એ થ્રિલ અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે. પાર વિનાની મુશ્કેલીઓ પછી જ્યારે કુવૈતમાંથી ભારતીયો હેમખેમ બહાર નીકળે છે ત્યારે આપણને જે રાહતની લાગણી થવી જોઇએ તે થતી નથી. એનું એક મહત્ત્વનું કારણ કદાચ અચાનક ફૂટી નીકળતાં બિનજરૂરી ગીતો છે. જ્યાં નસો તંગ થઈ જાય એવું ટેન્શન હોય ત્યાં લવ સોંગ્સ આવી જાય એટલે બિલ્ડ થયેલો માહોલ ભાંગીને ભુક્કો થઈ જાય.અલબત્ત, અમાલ મલિકે કમ્પોઝ કરેલાં અને અરિજિત સિંઘ, અંકિત તિવારીએ ગાયેલાં એ ગીતો બન્યાં છે સરસ. શાંત માહોલમાં સાંભળવાની મજા પડે એવાં. માત્ર આ પ્રકારની ફિલ્મમાં એની જરૂર નહોતી. અક્ષય કુમારને હવે દેશભક્તિવાળા રોલ કરવામાં માસ્ટરી આવી ગઈ છે, એટલે એ આવી ભૂમિકાઓમાં પરફેક્ટ લાગે છે. મિનિમમ ડાયલોગ સાથે પણ એ તમામ ફિલિંગ્સને સફળતાપૂર્વક કન્વે કરી દે છે. નાનકડી પણ મહત્ત્વની ભૂમિકામાં વિદેશ મંત્રાલયના બાબુ બનતા એક્ટર કુમુદ મિશ્રા આપણને યાદ રહી જાય છે. નિમ્રત કૌર પણ ડરેલી ગભરુ પત્નીના રોલમાં જોવી ગમે છે, પરંતુ એ પ્રશ્ન પણ થાય કે આવી કટોકટીની સ્થિતિમાં એ પોતાનો પરફેક્ટ મેકઅપ કેવી રીતે જાળવી શકતી હશે?!બિનજરૂરી ગીતો, ખૂટી ગયેલી થ્રિલ, થોડો લાઉડ મેલોડ્રામા જેવી બાબતોમાં ઊણી ઊતરતી છતાં ‘એરલિફ્ટ’ જેવી ફિલ્મ આપણમાં એક દેશાભિમાનની લાગણી જગાવે છે, જે તેની સૌથી સારી બાબત છે. પરિવાર સાથે બેશક જોવા જેવી ‘એરલિફ્ટ’ને 3 Mirchi આપી શકાય. | 2 |
જયંતની પ્રશંસા કરવી પડે કે સવા બે કલાક દરમિયાન ફિલ્મ યોગ્ય ટ્રેક પર રાખી છે સાથે ફિલ્મની સ્પીડ પર ક્યાંય અટકતી નથી.
એક્ટિંગઃ વિદ્યા સાવંતના પાત્રમાં શબાના આઝમીએ જીવ રેડ્યો છે. તે આ ફિલ્મની મોટી યુએસપી છે. જૂહિ ચાવલા અને દિવ્યા દત્તાનો જવાબ નથી. દિવ્યાએ એક વખત ફરીથી પોતાની ક્ષમતા દર્શાવી છે.
સંગીતઃ હમ શિક્ષા કે.. અને ગુરુ બ્રહ્મા ગીતોનું સુંદર રીતે પ્રઝન્ટ કરવામાં આવ્યા છે.
શા માટે જોશોઃ આ ફિલ્મ જોઈને તમને પણ તમારી સ્કૂલની યાદ આવી જશે. અને આ ફિલ્મ તમે પરિવાર સાથે પણ જોઈ શકશો… | 2 |
ફિલ્મનો પ્લોટ ખૂબ નબળો છે. એકસાથે વાર્તામાં ઘણું બતાવવાની કોશિશ કરવામાં તેઓ એકપણ બાબતે સાથે ન્યાય કરી શક્યા નથી. ડાયરેક્ટર અને કો-રાઈટર ફરહાદ સામજીએ વાર્તામાં ઢગલાબંધ એક્શન સીન્સ મૂક્યા છે પરંતુ તેમાં લોજિક અને સામાન્ય સ્થિતિનો અભાવ જોવા મળે છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં એવા કેટલાય સીન્સ છે જે રમૂજી દર્શાવવાની કોશિશ કરી છે પણ રમૂજી લાગતા નથી. ફર્સ્ટ હાફ તમારી ધીરજની કસોટી કરે છે. ફિલ્મની અસલી વાર્તા ઈન્ટરવલ પછી જ શરૂ થાય છે તેમ કહી શકાય. ત્રણ ભાઈઓ લવ (સિદ્ધાર્થ નિગમ), ઈશ્ક (રાઘવ જુયાલ) અને મોહ (જસ્સી ગિલ)ના તેમની પ્રેમિકાઓ અનુક્રમે ચાહત (વિનાલી ભટનાગર), સૂકુન (શહેનાઝ ગિલ) અને મુસ્કાન (પલક તિવારી) સાથેની લવસ્ટોરી ચવાઈ ગયેલી અને વાસી લાગે છે. ભાઈજાન અને ભાગ્યલક્ષ્મી વચ્ચેની કેમેસ્ટ્રી શરૂઆતમાં ખટકે છે પરંતુ ફિલ્મ આગળ વધે છે તેમ તેની સાથે તાલ બેસતો જાય છે. ફરહાદ સામજીએ સ્ક્રીન પર એકસાથે વિવિધ પાત્રોનો ખડકલો કરી દીધો છે અને તેમને વિદાય આપવાની તસ્દી તેમણે લીધી નથી. સ્ક્રીન પર ટોળું લાગ્યા કરે છે અને આ ટોળું કશા કામનું નથી તેમ કહી શકાય કારણકે તે ના તો મનોરંજન પૂરું પાડે છે ના તો સારું પર્ફોર્મન્સ. ફિલ્મનો સાઉન્ડ ટ્રેક પણ ઠીકઠાક છે. એકપણ ગીત યાદ રહી જાય કે સાંભળવા ગમે તેવા નથી. ગીતોમાં ફક્ત એક જ વસ્તુ સારી છે કે, તેમની સુંદર રીતે ફિલ્માવાયા છે. બધા જ ગીતોમાંથી હિમેશ રેશમિયા કમ્પોઝ કરેલું ગીત 'નૈયો લગદા' થોડું-ઘણું પસંદ આવે તેવું છે. બેકગ્રાઉન્ડ સ્કોરમાં થોડો સુધારો કરી શકાયો હોત તો સારું રહેત અને ફિલ્મનું એડિટિંગ વધારે ટાઈટ કરવાની જરૂર હતી. ભાઈજાનના પાત્રને પ્રેમ મળે તે માટે સલમાન ખાને જોરદાર બોડી બનાવીને ફાઈટિંગ કરી છે અને તે દર્શકોને જોવાની મજા પણ આવશે. એક્શન હીરો તરીકે દુશ્મનોને પીટતો ભાઈજાન લેડી લવ સામે કેવો માસૂમ થઈ જાય છે તે જોવાની પણ મજા આવે છે. આ વખતે ફિલ્મમાં ભાઈજાને પોતાની પણ થોડી ખિલ્લી ઉડાવી છે અને તે જોક્સ સાંભળીને હસવું પણ આવશે. ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ એક્શન સીન્સ અને ભરપૂર ડ્રામા છે. પરંતુ ફિલ્મની સમસ્યા એ છે કે તે ફક્ત થોડો સમય માટે જ મનોરંજન પૂરું પાડે છે. ઢગલાબંધ પાત્રો, સાંભળવા ના ગમે તેવા ગીતો અને નબળો સ્ક્રીનપ્લે સલમાન ખાનના સ્ટારપાવર સામે ફિક્કા પડે છે. જોકે, સલમાનના ફેન્સ આ બધી ખામીઓને અવગણીને છેલ્લી સુધી ફિલ્મ જોવા પ્રેરાઈ શકે છે. અને હા, ફિલ્મમાં તમને સલમાન ખાન શર્ટલેસ પણ જોવા મળશે. | 0 |
અક્ષય કુમાર પહેલા કેટલીયવાર વરદીમાં જોવા મળી ચૂક્યો છે. હંમેશાથી તે આ રોલમાં જામે છે અને સારી રીતે નિભાવે છે. જોકે, અક્ષય તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં દેખાઈ રહ્યો છે. ફિલ્મમાં કેટલીક જગ્યાએ હળવી પંચલાઈન પણ છે જેના માટે અક્ષય જ ફિટ હોય તેવું લાગે છે. એક સીન એવો છે જેમાં ચંદ્રચૂડ સિંહ અને અક્ષય કુમાર અંગત વ્યક્તિના મોત પર ચોધાર આંસુએ રડે છે. આશરે 3-4 મિનિટનો આ સીન નકલી હોય તેનું લાગે છે અને દર્શકોને હસવા પર મજબૂર કરી શકે છે. ટીવી એક્ટ્રેસ સરગુન મહેતાએ આ ફિલ્મથી બોલિવુડ ડેબ્યૂ કર્યું છે. ડેબ્યૂ ફિલ્મમાં જ તેણે દમદાર અભિનયથી દિલ જીત્યા છે. તેનો એટિટ્યૂડ કમાલનો છે. ચંદ્રચૂડ અને રકુલપ્રીત હંમેશાની જેમ સામાન્ય લાગ્યા હતા.રંજીત તિવારી છેલ્લા 10 વર્ષથી બોલિવુડમાં છે. તેણે ફરહાન અખ્તરની 'લખનૌ સેન્ટ્રલ' અને અક્ષય કુમારની 'બેલ બોટમ' જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. ફરી એકવાર તે અક્ષય સાથે ફિલ્મ લઈને આવ્યો છે. જેનો સ્ક્રીનપ્લે 'મલંગ' અને 'હીરોઝ' જેવી ફિલ્મો લખનારા અસીમ અરોડાએ લખ્યો છે. રંજીત માટે સૌથી મોટો પડકાર હતો રિમેક બનાવવાનો. સાઉથની ફિલ્મની ડિટ્ટો કોપી ના લાગે તે દેખડવાનું મુશ્કેલ કામ રંજીતે કરવાનું હતું. નવા મસાલા અને જોશ સાથે 'કઠપૂતલી'માં પ્રાણ ફૂંકવાના હતા. ફિલ્મની શરૂઆતના કેટલાક દ્રશ્યો તેણે હૂબહૂ લીધા છે. શહેર, લોકો અને કોશ્ચ્યૂમ ખાલી બદલાયા છે. વિલનને પણ એકદમ સરખો જ બતાવાયો છે. લેખનમાં કેટલીય બાબતોમાં ફેરફાર કરાયા છે. જોકે, 'રતાસન'ની તુલનામાં આ ફિલ્મનું લેખન અને ડાયરેક્શન નબળું લાગે છે. અક્ષય કુમારે ફરી એકવાર નબળી ફિલ્મ પકડી છે કારણકે આવી ઢગલાબંધ સસ્પેન્સ અને સાઈકોથ્રિલર ફિલ્મો યૂટ્યૂબ અને ઓટીટી પ્લેટફોર્મ પર મળી રહેશે.ફિલ્મની વાર્તાની શરૂઆત ધીમી થાય છે. શરૂઆતની 20 મિનિટ ફિલ્મને સેટ કરવામાં લાગે છે. જ્યારે વાર્તા મધ્યાંતર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં રસ જાગવા માંડે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સસ્પેન્સ અને રોમાંચ પેદા કરે છે. જોકે, ફિલ્મ સાથે અપેક્ષાઓ વધે છે તેમ જાણે મેકર્સે હાથ અધ્ધર કરી દીધા હોય એવું લાગે છે. ખૂબ સરળતાથી ખબર પડી જાય છે કે હત્યારો કોણ છે. એવું લાગે છે કે વિના કારણે ફિલ્મને ગોળગોળ ફેરવી અને છેલ્લે કંઈ ના મળ્યું. કેટલાક દ્રશ્યો અત્યંત નબળા લાગે છે, જેમકે વિલને રકુલપ્રીત સિંહ કુહાડીથી પ્રહાર કર્યો હતો પરંતુ થોડી જ ક્ષણો પછી તે સાજી થઈને અક્ષય અને બાળકીને બચાવવા આવે છે. એડિટિંગમાં પણ થોડી વધુ મહેનતની જરૂર હતી. | 0 |
એક વાત સલમાન ખાનના ફેન્સે સમજી લેવી જોઈએ કે ‘ટ્યુબલાઈટ’ સલમાન ખાનની બીજી માસ એન્ટરટેઈનર ફિલ્મોથી સાવ જુદી જ છે. અહીં તમારો ફેવરિટ સ્ટાર એક એવા માણસનો રોલ નિભાવતો જોવા મળશે જેનું દિમાગ બાળકો જેવું છે. તે ન તો અહીં પોતાનું શર્ટ ઉતારશે ન તો તેના મસલ્સ દેખાડશે. આ માટે જો તમે આ બધુ જોવાની અપેક્ષા સાથે ફિલ્મ જોવા જાવ છો તો તમને નિરાશા થશે. પણ જો સલમાન પર વિશ્વાસ રાખીને જોવા જશો તો તમે બોર નહિં થાવ.સલમાનની ટ્યુબલાઈડ હૉલિવુડ ફિલ્મ ‘લિટલ બૉય’થી પ્રેરિત છે. આ ફિલ્મ અલેઝાંદ્રો મોન્ટવર્દે ડિરેક્ટ કરી હતી. તેની વાર્તા ખૂબ જ સાદાઈથી કહેવામાં આવી છે. ‘ટ્યુબલાઈટ’નું બેકગ્રાઉન્ડ ઉત્તર-પૂર્વ ભારતના શહેર જગતપુરથી શરૂ થાય છે. સ્ટોરી એ સમયની છે જ્યારે ભારત-ચીન વચ્ચે યુદ્ધ છેડાયુ હતુ. શહેરના લોકો લક્ષ્મણની માસૂમિયત ભરી બેવકૂફી પર હસે છે અને તેનો ભરપૂર ફાયદો ઊઠાવે છે. લક્ષ્મણને બન્ને ચાચા (ઓમ પુરી)એ ઉછેર્યો છે. તેને દરેક મુસીબતમાં ગાંધીજીનું જ્ઞાન અમલમાં મૂકવાનું શીખવવામાં આવ્યું છે.લક્ષ્મણ જે મહોલ્લામાં રહે છે ત્યાં જ નારાયણ (મોહમ્મદ જીશાન) પણ રહે છે જે લક્ષ્મણને કારણ વિના થપ્પડ માર્યા કરે છે. લક્ષ્મણને તેના થપ્પડ કરતા પોતાની બેઇજ્જતી થવાનું દુઃખ વધારે લાગે છે. પરિસ્થિતિ ત્યારે સુધરે છે જ્યારે સુંદર લિલિંગ (ઝૂ ઝૂ) અને ચુલબુલો ગુઓ (માતિન) જગતપુર આવે છે. આ બંને ચીનથી આવ્યા છે. ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ફિલ્મમાં ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો નારો ઘૂસાડવા માટે પરાણે આ પાત્રો મૂકવામાં આવ્યા છે.ફિલ્મની વૉર સિક્વન્સ પણ પરાણે ઘૂસાડી હોય તેવુ લાગે છે. તેને જોઈને ઑડિયન્સમાં કોઈ ભાવુકતા નથી જાગતી. ફિલ્મના લેખકે ફિલ્મમાં ભાવુકતા લાવવા કોઈ ખાસ તસ્દી નથી લીધી અને ન તો એવા મોન્ટાજ રાખ્યા છે જે જોઈને દર્શકો અંદરથી હલી જાય.ફિલ્મમાં પરિવાર, વિશ્વાસ અને દેશભક્તિના મૂલ્યોની વાત કરવામાં આવી છે પણ આ ફિલ્મ દર્શકોને કન્વીન્સ કરવામાં સદંતર નિષ્ફળ જાય છે. ફિલ્મમાં એટલુ બધુ સારુ-સારુ ભરી દીધું છે કે તમને લાગશે કે તમે સલમાનની ફિલ્મ નહિં, કોઈ સત્સંગ જોવા આવ્યા છો.ફિલ્મમાં પ્રીતમના બે ગીત ‘નાચ મેરી જાન’ અને ‘સજન રેડિયો’ સારા છે. શાહરૂખનો કેમિયો આ ફિલ્મમાં ખાસ્સી ચર્ચામાં હતો. શાહરૂખે એક જાદુગર ગો-ગો પાશાનો મહત્વનો રોલ ભજવ્યો છે. અસીમ મિશ્રાનું કેમેરા વર્ક સારુ છે.પરફોર્મન્સની વાત કરીએ તો સલમાન આ ફિલ્મમાં ખુલીને હસતો પણ જોવા મળશે અને રડતો પણ જોવા મળશે જે તેની માચો મેનની ઇમેજ કરતા સાવ અલગ છે. સ્પષ્ટ છે કે તેણે દર્શકો હલી જાય તેવુ સારુ પરફોર્મન્સ નથી આપ્યું પણ આ રોલમાં તે ઠીકઠાક જામે છે. સોહેલ ફિલ્મમાં સિન્સિયર દેખાય છે. ઝૂ ઝૂની એક્ટિંગ પણ સારી છે તથા દર્શકોને નાનકડા માતિનને જોવાની પણ મજા આવશે. ઓમ પુરીનું પાત્ર જોઈને તમનેઅહેસાસ થશે કે આપણા સૈનિક કેવી માટીના બનેલા છે.બાહુબલિ તો ઠીક, ટ્યુબલાઈટ સલમાનની અગાઉની ફિલ્મોનો રેકોર્ડ તોડે તોય બહુ છે. આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર. | 0 |
રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ' એક ટિપિકલ બોલિવુડ ફિલ્મ છે. જેમાં એક્શન છે, કોમેડી છે, ડ્રામા છે, પંચવાળા અમુક ડાયલોગ્સ છે. જો કે, આવી ફિલ્મોમાં એક વાત ખાસ જરૂરી છે કે તે મનોરંજક હોય, કંઈ રિપીટ ન થતું હોય અને સાથે કંઈક નવીનતા હોય. ડાયરેક્ટર પ્રભુદેવાએ પોતાના તરફથી પૂરતી મહેનત કરી છે કે આ બધું જ તેઓ ફિલ્મ દ્વારા દર્શકોને પીરસે. જો કે, ફિલ્મ ઘણી જગ્યાએ પાટા પરથી ઉતરતી હોય તેવું લાગે છે. જો કે, ખતરનાક એક્શન અને જબરદસ્ત વિલન તમને જકડી રાખે છે.ફિલ્મની શરૂઆત દર્શકો પર છાપ છોડી જાય છે. એક ગુંડો બીજા ગુંડાને ગાળો આપે છે. સલમાન ખાન અને રણદીપ હુડા વચ્ચેની તકરારના ઘણાં સીન છે, જે જોવા ગમે તેવા છે. ઉપરાંત ફિલ્મમાં જબરદસ્ત એકશન છે, જે નવી પણ છે અને સ્ટાઈલિશ પણ. ફિલ્મમાં લોહીયાળ દ્રશ્યો પણ ઘણાં છે.
જો કે, ફિલ્મમાં એવી ઘણી વસ્તુો છે જે તમારું ધ્યાન લોહીયાળ દ્રશ્યો તરફથી વાળી લેશે. જેમાં સૌથી આગળ છે દિશા પટણી, તે પર્ફેક્ટ આઈ-કેન્ડી છે. તે ફિલ્મમાં ગ્લેમરનો રંગ ઉમેરે છે. પરંતુ તેના આવવાથી ફિલ્મની મૂળ વાર્તાની દિશા ફંટાઈ જાય છે. દિશાના પાત્રમાં ભોળું છે અને પરંતુ તે કંઈ ખાસ કરી શકે તે પહેલા ફિલ્મમાં ગીતો આવી જાય છે. જેના બીટ્સ તમને માહોલના અનુરૂપ નથી લાગતા. ફિલ્મમાં ચાર ગીતો છે જેમાં સાજિદ-વાજિદનું ટાઈટલ ટ્રેક અને 'દિલ દે દિયા' (હિમેશ રેશમિયા) સારું છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સંચિત અને અંકિત બલહારાએ આપ્યો છે. જે ફિલ્મનો માહોલ જમાવે છે.પ્રભુદેવાએ આ ફિલ્મમાં સલમાન ખાનના સ્ટાર પાવર અને સ્વેગ પર સંપૂર્ણ ભરોસો દેખાડ્યો છે. તો સલમાન પણ પ્રભુદેવાના વિશ્વાસ પર ખરો ઉતર્યો છે. તેનો અંદાજ અને એક્શન રોમાંચિત કરે છે. ડાયલોગબાજીમાં પણ સલમાન જામે છે. એક તરફ એક્શન દમદાર છે તો બીજી તરફ ડાયલોગ ફિલ્મી લાગે છે. દિશા સાથે સલમાનની કેમેસ્ટ્રી પણ ખાસ નથી લાગતી. જેકી શ્રોફ સાથે સલમાનનો સીન છે જે અસર છોડવામાં નિષ્ફળ રહે છે.
રણદીપ હુડાએ વિલનના રોલમાં દર મિનિટે પડદા પર છાપ છોડી છે. ફિલ્મમાં ઘણાં વિલન છે પરંતુ રણદીપ એ તમામ પર ભારે પડે છે. ફિલ્મમાં હાર્ડ કોર એક્શન છે પરંતુ તેમાં પણ ડાયલોગ્સ અને સ્થિતિ પર કોમેડી જોડવાની કોશિશ કરવામાં આવી છે. જો કે, આ કોમેડી દર વખતે હસાવે તે જરૂરી નથી.
એકદંરે 'રાધે' એવી ફિલ્મ છે જેને પડદા પર જોવી એક સારો અનુભવ બની શક્યો હોત પરંતુ કોરોના મહામારીના કારણે 'ભાઈજાન'ના ફેન્સને ઈદ પર ઘરે જ બેસીને આ ફિલ્મ જોવી પડશે. જો તમે પણ એક્શન ફિલ્મોના ફેન હો તો આ ફિલ્મ તમને પસંદ આવશે. ફિલ્મમાં સીટી વગાડવાની ઈચ્છા થાય તેવા ઘણાં સીન્સ છે. જ્યારે સત્ય અને અસત્ય વચ્ચે જંગ છેડાય છે ત્યારે સલમાનના ફેન્સને ચોક્કસ રોમાંચ થશે. દેશના ઘણાં રાજ્યોમાં લોકડાઉન અને મિની લોકડાઉનની સ્થિતિ છે ત્યારે સલમાન ખાનની આ ફિલ્મ ફેન્સ માટે ખુશીઓ લઈને આવી છે.
| 1 |
એસ હુસૈન ઝૈદી (S Hussain Zaidi) અને જેન બોર્જીસ (Jane Borges)ના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) ગંગાની વાર્તા છે.ફિલ્મની સુંદરતા એ છે કે, ગંગુના જીવનના વિવિધ તબક્કાઓમાં તેનામાં આવેલા પરિવર્તનને બખૂબી દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મનું નેરેટિવ થોડું ધીમું છે પરંતુ તે ચોક્કસથી છાપ છોડીને જાય છે. વાર્તા બંધવાની શરૂઆત થાય ત્યારથી જ જ્વલંત ડાયલોગ અને મજબૂત ક્ષણ સ્ક્રીન પર જોવા મળે છે.આખી ફિલ્મ આલિયા ભટ્ટના ખભે છે અને તેણે આ જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવી છે. વેશ્યાગૃહ અને લાળ ટપકાવતાં પુરુષો ભરેલી દુનિયામાં શક્તિશાળી મહિલા તરીકે ઊભરતી ગંગુબાઈના રોલમાં આલિયા ભટ્ટે પ્રાણ ફૂંક્યા છે. આલિયા આ રોલ કરી રહી છે તે સ્વીકારતાં થોડો સમય લાગે અને તેણે પણ પાત્રમાં ગોઠવાવા માટે થોડો સમય લીધો છે. ભારે-ભારે ડાયલોગ્સ આલિયા સહજતાથી અને આત્મવિશ્વાસ સાથે બોલે છે. જેમ-જેમ ફિલ્મની વાર્તા આગળ વધે છે તેમ તેમ આલિયાના પાત્રના પહેરવેશમાં કોઈ ફેર દેખાતો નથી. વિવિધ પ્રકારની સફેદ સાડીમાં ગંગુબાઈ લપેટાયેલી જોવા મળે છે.
રહીમ લાલાના રોલમાં અજય દેવગણ છાપ છોડી જાય છે. તેનો રોલ નાનો પણ મહત્વપૂર્ણ છે. ફિલ્મની બાકીની સપોર્ટિંગ કાસ્ટ સીમા પાહવા, વિજય રાઝ અને જીમ સરભે પોતાને ફાળે આવેલું કામ ખૂબ સરસ રીતે કર્યુ છે પરંતુ તેમને સ્ક્રીન ટાઈમ ઓછો મળ્યો છે. શાન્તનુ મહેશ્વરી ગંગુના આશિકના રોલમાં છે તેણે પણ સારું કામ કર્યું છે. ગંગુબાઈ અને તેની વચ્ચેની ખાટી-મીઠી ક્ષણો ફિલ્મના યાદગાર દ્રશ્યોમાંથી એક છે.સંજય લીલા ભણસાલીએ ફિલ્મની વાર્તાને પુસ્તકોના પ્રકરણની જેમ જ આગળ વધારી છે. દરેક પડકાર અને એપિસોડ એક પ્રકરણ જેવો છે. ગંગુ કેવી રીતે કમાઠીપુરાની મહિલાઓ માટે એક્ટિવિસ્ટ બની, શહેરના નબળા વર્ગ સાથે તેના સંપર્ક અને રાજકીય મહેચ્છાઓ વિશે ફિલ્મમાં દર્શાવાયું છે છતાં હજી આપણને ગંગુબાઈના બાકીના જીવન વિશે જાણવાની ઈચ્છા જાગે છે. ફિલ્મમાં હૈયું કકળી જાય તેવા કેટલાય દ્રશ્યો ભણસાલીએ પોતાની સ્ટાઈલમાં સરસ રીતે દર્શાવ્યા છે. જોકે, ફિલ્મની વાર્તા ગંગુબાઈના જીવનના એક પણ પાસાને ઊંડાણપૂર્વક નથી દર્શાવતી. ફિલ્મનું નિર્માણ અદ્ભૂત છે. ફિલ્મોના પોસ્ટર અને એક્ટરોના પોસ્ટર સાથે આ ફિલ્મ વિતેલા જમાનાને સુંદર શ્રદ્ધાંજલિ આપે છે.
ફિલ્મનું દરેક ગીત રંગીન અને સુંદર સિનેમેટોગ્રાફી સાથે દર્શાવાયું છે. ગંગુ જ્યારે સફેદ સાડીમાં સૌની વચ્ચે ઊભી રહે છે ત્યારે એ દ્રશ્ય પણ અભિભૂત કરનારું લાગે છે. જોકે, ઢોલિડા સિવાયના એકપણ ગીત યાદ રહી જાય તેવા નથી.
ભણસાલીની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ આંખોને ગમી જાય તેવી છે. કેમેરામાં મુંબઈના રેડ લાઈટ એરિયાની અંધારી ગલીઓ કેદ કરવામાં આવી છે છતાં તેમાં ભરપૂર ચળકાટ અને ચકાચૌંધ છે. ફિલ્મની વાર્તા ચોક્કસથી આપણા સમાજના કમકમાટી છૂટી જાય તેવા તથ્યો દર્શાવે છે. સેક્સ-વર્કરના જીવન પર પ્રકાશ પાડવાની સાથે વિચારતા કરી મૂકે તેવા અને પ્રંસોગિચત પ્રશ્ન પણ કરે છે તેમ છતાં ગંગુના જીવન વિશે કેટલુંય એવું છે જે કહેવાયું નથી.
ફિલ્મમાં સ્ક્રીનપ્લે અમુક અંશે નબળો છે. સારી રીતે ડિઝાઈન કરેલા ડ્રામેટિક સીન અને ભારે ડાયલોગ તમને જકડી રાખે છે. પરંતુ એક સમય પછી ફિલ્મ ખેંચવામાં આવી હોય તેવી લાગે છે. મુંબઈના માફિયા ક્વીન તરીકે ઓળખતાં ગંગુબાઈની અસલ જિંદગીમાં ડોકિયું કરવાની ઝંખના હોય તો ફિલ્મ જોયા હજી વધુ જાણવાની ઉત્કંઠા જાગશે. જોકે, ફિલ્મમાં જે દર્શાવાયું છે તેમાં પણ એવી કેટલીય ક્ષણ છે જે તમને એ કાળી-અંધારી રાતમાં ચક્કર મરાવશે જ્યાં લાઈટ ક્યારેય બૂઝાતી નથી. | 2 |
શૂજિત સરકારની ફિલ્મ ‘ઓક્ટોબર’ વધારે બોલ્યા વિના ઘણું બધું કહી જાય છે. આ ફિલ્મ પ્રેમ વિશે છે, કે જે ડેનના દુનિયાને નિશ્વાર્થ ભાવે જોવાના અને શિઉલીના મૌન, ઉદાસ અને કુતૂહલમાંથી દ્રશ્યમાન થાય છે. ફિલ્મમાં ડાયલોગ્સનો ભારે ડોઝ નથી કે નથી રોમાન્સની ભરમાર કે પછી બોલિવૂડ મસાલા ફિલ્મો જેવું પણ નથી.ફિલ્મનું પ્લસ પાસું છે તેની સરળતા. ડેન 21 વર્ષનો છે જેને હજુ ઘણું આગળ વધવાનું છે. તે કામમાં પરફેક્ટ છે, બાળસહજ અહંકાર છે, પણ ઘમંડથી ભરેલો નથી. તે બૂમો પાડીને બોલતો નથી, પણ તે સ્પષ્ટવક્તા છે.
તે પોતાની જાતને એ રીતે રજૂ કરે છે કે તેના પર પ્રેમ ઉભરાઈ આવે. સાથે કામ કરવા દરમિયાન તે અને શિઉલીને અકસ્માતે જ એકબીજાની પાસે આવવાનું થાય છે અને બંને વચ્ચે વાતચીત પણ કામ પૂરતી જ થાય છે. પણ, શિઉલી જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે એ બે વચ્ચે લાગણીઓનો સેતુ બંધાય છે, તેને કદાચ પ્રેમ પણ કહી શકાય?શૂજિત સરકારે દરેક સિન્સમાં જીવ રેડી દીધો છે. ફિલ્મ ધીમી છે, પણ રસ જાળવી રાખે છે.તે તમને પાત્રો સાથે જોડે છે. તમે કદાચ એ પણ ભૂલી જશો કે તમે ફિલ્મ જોઈ રહ્યા છો અને તમે જાણે ખરેખર એ પાત્રો સાથે જીવી રહ્યા છો એવો અનુભવ થશે. એ સીન કે જેમાં ડેન અને શિઉલીને તેમના સંબંધો વિશે અનુભૂતિ થાય છે એ ખરેખર અદભૂત રીતે લખાયો અને ફિલ્માવાયો છે. સ્ટોરી એ રીતે લખાઈ છે કે અંતમાં તમે આશ્ચર્યમાં મૂકાઈ જાઓ.
જુહી ચતુર્વિદીએ લખેલા કાવ્યાત્મક સ્ક્રીનપ્લે, સ્ટોરી અને ડાયલોગ્સ વખાણવા લાયક છે. ફિલ્મ ક્યાંક પણ ટ્રેક પરથી ઉતરથી જણાતી નથી. અવિક મુખોપાધ્યાય (સીનેમેટોગ્રાફી) દરેક ફ્રેમને કાવ્યાત્મક રીતે સજાવી છે. શાંતનુ મોએત્રાનો બેકગ્રાઉન્ડ સ્કોર ડ્રામમાંમાં જીવ ભરી દે છે.વરુણે આપ્યું છે કેરિયરનું બેસ્ટ પરફોર્મન્સફિલ્મમાં વરુણ ધવને તેની કેરિયરનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે.
શૂજિત સરકારે વરુણને એ રીતે પડદા પર રજૂ કર્યો છે કે તમે તેના અગાઉની ફિલ્મના શર્ટલેસ કેરેક્ટરને ભૂલી જશો. આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી બનિતા ભાવનાઓને વ્યક્ત કરવામાં તેની સુંદર આંખોનો બખૂબી ઉપયોગ કરી જાણ્યો છે. શિઉલીની માતાના રોલમાં ગીતાંજલિએ ઘણો સારો અભિનય કર્યો છે.શિઉલી અને ડેનને પ્રેમ ઊંડી છાપ છોડી જાય છે‘ઓક્ટોબર’ માત્ર ભારતીય લાગણીઓને ધ્યાનમાં રાખીને નથી બનાવાઈ, વિદેશી દર્શકોને પણ એટલી જ અપીલ કરી શકે તેવી ફિલ્મ છે. પ્રેમ અને સંબંધોમાં ઘણું બધુ અકથ્ય રહી જાય છે.શબ્દોમાં જેને રસ્તો નથી મળતો, તેને વહી જવા દો. શિઉલી (બંગાળી નામ કે જેનો અર્થ થાય છે નાઈટ જાસ્મીન) અને ડેનની બિનશરતી લવ સ્ટોરી તમારા મન પર ઊંડી છાપ છોડી જશે. | 2 |
જો આપણે બોલિવુડના યંગ ડિરેક્ટરની વાત કરીએ તો નીરજ પાંડે એક એવું નામ છે જેમની પાછલી ઘણી ફિલ્મોને દર્શક અને ક્રિટિક્સ બંનેએ ખૂબ વખાણ કર્યા છે. નીરજના નિર્દશનમાં બનેલી લો બજેટ ફિલ્મ ‘વેનસ ડે’ એવી ફિલ્મ હતી જેમાં ન તો ઇન્ડસ્ટ્રીના કોઈ મોટા સ્ટાર્સ હતા ન ફિલ્મનું બજેટ કરોડોમાં હતું. તેમ છતા અનુપમ અને નસીરના આસપાસ ફરતી આ ફિલ્મે ટિકિટબારી પર તિજોરી છલકાવી દીધી હતી. તેટલું જ નહીં ક્રિટિક્સે પણ ફિલ્મને કમાલ ગણાવી હતી.આ જ રીતે નીરજની બીજી ફિલ્મો ‘બેબી’ ‘સ્પેશિયલ 26’ અને મેગા બજેટ ફિલ્મ બાયોપિક ‘એમ.એસ. ધોની’ હિટ મૂવી લિસ્ટમાં સામેલ છે. જો તેમની ફિલ્મના સબ્જેક્ટની વાત કરવામાં આવે તો મોટાભાગે તેમની ફિલ્મ એક અલગ જ વિષયને લઈને આવે છે. દરેક વખતે તેમની ફિલ્મમાં નવો સબ્જેક્ટ હોય છે.ત્યારે તેમના ડિરેક્શનમાં બનેલી વધુ એક મેગા બજેટ ફિલ્મ ‘અય્યારી’ રીલિઝ થઈ છે. આ ફિલ્મનું બજેટ રુ. 65 કરોડ જેટલું આંકવામાં આવે છે. નીરજે આ ફિલ્મમાં પહેલીવાર મનોજ બાજપેયી અને સિદ્ધર્થ મલ્હોત્રા બંનેને એકસાથે પડદા પર લાવ્યા છે. ફિલ્મનો સબ્જેક્ટ આ વખતે પણ થોડો હટકે અને સંવેદનશીલ હોવાથી સેન્સર કમિટીએ આ ફિલ્મને ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે પણ મોકલી હતી.નીરજ હંમેશા પોતાની ફિલ્મની સ્ટોરીમાં હિરોઇન માટે પણ યોગ્ય જગ્યા શોધી જ લે છે. જેમ ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મમાં પણ તેમણે હીરોઇનનો પ્લોટ ફિટ કર્યો હતો તેમ આ ફિલ્મમાં પણ ડિફેન્સની ડીલ સાથે ફિલ્મમાં સોનિયા એટલે કે રકૂલ પ્રીતની લવસ્ટોરી પણ સાથે સાથે ચાલે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ જરુર ચોંકાવી દેનાર છે.ફિલ્મની ફોટોગ્રાફીનો કોઈ જવાબ નથી. દિલ્હીના રોડ અને ગલીઓથી શરુ થયેલી વાર્તા કશ્મીરની સુંદર ખીણો અને લંડનના અફલાતૂન લોકેશન બધું જ આ ફિલ્મમાં છે. જોકે આ ફિલ્મમાં નીરજની પહેલાની ફિલ્મ જેવી પકડ જોવા મળતી નથી જે દર્શકોને છેટ અંત સુધી બાંધી રાખે. ફિલ્મ પોતે પણ ખૂબ ધીમી હોવાથી દર્શક કંટળી જાય છે. હાં, ફોટોગ્રાફી એટલી સરસ છે કે તમને સ્ક્રીન પરથી નજર હટાવવાનું મન નહીં થાય.નીરજ પાંડે આ સ્ટોરીને એક સત્ય ઘટના સાથે જોડાયેલ સ્ટોરી કહે છે. જોકે આ મામલે વધુ ડિટેલ આપવા તેઓ તૈયાર નથી. જ્યારે કેટલાક સીન્સને એટલા ખેંચવામાં આવ્યા છે કે ફિલ્મ ધીમી થઈ ગઈ છે. જ્યારે ફિલ્મમાં કોઈપણ કારણ વગર સોન્ગ્સ ફીટ કરી દેવામાં આવા છે જે તમારી ફિલ્મ સિક્વન્સને તોડી નાખે છે.ફિલ્મ જોઈને લાગે છે કે સિદ્ધાર્થ અને રકુલની લવસ્ટોરીને આ ફિલ્મનો ભાગ કેમ બનાવવામાં આવી? જો આવું ન કરત તો નીરજ ફિલ્મને સવા બે કલાકમાં ખૂબ સહેલાઈથી પૂરી કરી શક્યા હોત. જે ફિલ્મના બિઝનેસ માટે પણ સારી બાબત હોત.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો મનોજ બાજપેયી છેવટ સુધી દર્શકોને પોતાની સીટ પર બાંધી રાખવા માટે સક્ષમ છે. ફિલ્મમાં તેમની એક્ટિંગ જ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. જ્યારે સિદ્ધાર્થ માટે પણ આ ફિલ્મ ખાસ છે. તેણે પણ પોતાની દમદાર એક્ટિંગ દ્વારા જય પક્ષીના કેરેક્ટરને જીવંત કરી દેખાડ્યું છે. જ્યારે અનુપમ અને નસીર બંનેના રોલ પણ પરફેક્ટ છે. | 2 |
text | sentiment expected
0 -> Negative Review,
1 -> Neutral review,
2 -> Positive Review
|