reivew
stringlengths
4
2.98k
sentimentGOLD
stringclasses
4 values
આ સીરિઝની વાર્તા ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા, વિજય મૌર્ય અને પુનીત શર્માએ અદ્દભુત રીતે નવલકથામાંથી અડોપ્ટ કરી છે. સીરિઝનો સ્ક્રીનપ્લે અને પ્લોટ એટલી ચીવટતા સાથે લખવામાં આવ્યો છે કે શરુઆતથી લઈને અંત સુધી તમે તેની સાથે બંધાયેલા રહેશો. આખી સીરિઝ દરમિયાન તમારું પણ મગજ ચાલતું રહેશે કે આખરે વિકીની હત્યા કોણે કરી છે અને કેમ કરી છે. આ સ્ટોરીમાં રાજકીય ષડયંત્રોને પણ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ વામપંથ, સ્ટુડન્ટ પોલિટિક્સ, જાતિવાદ, મીડિયાની ભૂમિકા વગેરે પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સીરિઝની વાર્તાને વધારે પ્રભાવશાળી રીતથી દર્શાવવા માટે શૂટિંગ દિલ્હી સિવાય પણ રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, કલકત્તા અને ચેન્નાઈ જેવા રિયલ લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.સીરીઝમાં પ્રતીક ગાંધીએ સીબીઆઈ ઓફિસર સૂરજ યાદવની ભૂમિક અદ્દભુત રીતે ભજવી છે. સૂરજ એક એવો અધિકારી છે, જેની પોતાની અલગ રાજકીય વિચારધારા છે અને તે રાજનેતા અંબિકા પ્રસાર(વિનીત કુમાર)નો નજીકનો માણસ છે. સુધા ભારદ્વાજના પાત્રમાં રિચા ચઢ્ઢાનો અભિનય પણ દમદાર છે. જગન્નાથ રાયના પાત્રમાં આશુતોષ રાણા અને મોહન કુમારના રોલમાં રઘુબીર યાદવે પણ ઘણું સારું કામ કર્યું છે. તેમણે તેવા નેતાઓના પાત્ર ભજવ્યા છે જે પોતાના લાભ માટે કંઈ પણ કરી શકે છે. શારિબ હાશમી, પાલોમી ડૈમ, શશાંક અરોરા અને જતિન ગોસ્વામી સહિત તમામ કલાકારોએ પોતાના પાત્રોને ન્યાય આપ્યો છે.
2
જો તમને પ્રથમ સીઝન પસંદ આવી હશે તો બીજી પણ ગમશે. જો કે તમને સીઝન થોડી ધીમી લાગશે. પોલીસ અને માફિયાઓ વચ્ચે થતી લડાઈ એક સમય પછી તમને કંટાળાજનક લાગી શકે છે. છઠ્ઠા એપિસોડ સુધી એક્શન સીન્સ પણ જોવા નહીં મળે. જો કે કપ્તાન નવીન સાથે તમને ચોક્કસપણે સહાનુભૂતિ થશે. ઓફિસર નવીન પોતાની નજર સમક્ષ લોકોને મરતા નથી જોઈ શકતો. ગુનેગારો પોલીસ કરતા એક પગલું આગળ હોય છે, જેના કારણે નવીન હતાશ થઈ જાય છે. જો કે અંતમાં જ્યારે ગુંડાઓ અને પોલીસનો આમનો સામનો થાય છે તો તે સીન જોવાલાયક હોય છે. ઉત્તરપ્રદેશના નાના શહેરો, ત્યાંની રાજનીતિ, માફિયાઓની સ્ટોરી, વગેરેને કારણે સ્ટોરી વાસ્તવિક લાગે છે. ડીઓપી સુમિતની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. ડાયલોગમાં ગાળોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ દરેક વાક્ય ગાળથી શરુ થાય છે અને તેનાથી જ પૂરું થાય છે. સુપર કોપ નવીન સિખેરાના રોલમાં મોહિત રૈનાએ સારું કામ કર્યું છે. પરંતુ તે આ રોલને યાદગાર બનાવવામાં સફળ સાબિત નથી થયો. નવીનની પત્ની પૂજાના રોલમાં રશ્મિ રાજપૂત જોવા મળે છે, જે નવીનનું પ્રોત્સાહન વધારે છે. નવીનની એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ટીમ ભાટી(દિગંબર પ્રસાદ), બલરામ(ફિરોઝ ખાન), વિનોદ(અમિત સિંહ), મારુતિ(રવિશંકર પાંડે), પવન(રોહન વર્મા) તેને મિશનને સફળ કરવામાં મદદ કરે છે.દેઢા બંધુઓના રોલમાં પ્રદીપ નાગર અને સિદ્ધાંત કપૂરે સારો અભિનય કર્યો છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ મુઝફ્ફરનગરને પોતાના કંટ્રોલમાં લેવાનો છે. તેમનો નારો છો- ભૌકાલ મચા દો. આ માટે તેમણે કોઈ મર્યાદા નથી બાંધી, તેઓ કોઈ પણ ભોગે શહેર પર રાજ કરવા માંગે છે. પુરુષોના વર્ચસ્વ વાળા માફિયા બિઝનસમાં બિદિતા બાગે નાઝઝીનનો રોલ સારી રીતે ભજવ્યો છે. સીરિઝા પ્રથમ સીનથી જ તેની સ્ક્રીન પ્રેઝન્સ જોવા મળે છે. એમપી અસલમ રાણાના રોલમાં દિવંગત અભિનેતા મેજર બિક્રમજીત જામે છે. ક્રાઈમ જર્નાલિસ્ટ નેહાના રોલમાં ગુલકી જોશીનો રોલ પણ મહત્વનો છે.પ્રથમ સીઝનની જેમ આ સીઝન પણ પ્રેડિક્ટેબલ છે. આગળ શું થવાનું છે તે તમને સરળતાથી ખબર પડી શકે છે. આ સીરિઝ 10 એપિસોડની છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અન્ય વેબ સીરિઝ જેમ કે અસુર, મિરઝાપુર આપણે જોઈ છે. પરંતુ ભૌકાલ 2માં સત્ય ઘટનાઓને દર્શાવવામાં આવી છે તે એક નવી વાત છે.જો તમે મોહિત રૈનાના ફેન છો અને તમને ક્રાઈમ ડ્રામા પસંદ છે તો આ સીરિઝ ચોક્કસપણે જોવી જોઈએ.
2
રિંકુ તરીકે સારા અલી ખાનને દમદાર રોલ મળ્યો છે. અક્ષય કુમાર પણ અલગ અંદાજમાં છે જે 'અતરંગી રે'ની વાર્તાને વધુ રંગીન બનાવે છે જ્યારે ધનુષ દરેક પાત્રનું સંતુલન જાળવે છે. 'અતરંગી રે'ની ખાસ વાત એ છે કે તેની મૂળ કહાણી ખૂબ જ સંવેદનશીલ છે. જ્યાં ફિલ્મ જોતાં દર્શક ભાવુક થઈ જાય છે ત્યારે કોઈ કોમેડી સીન આવી જાય છે. 'અતરંગી રે'માં એ.આર.રહેમાનનું સંગીત ઉમદા છે. આ ફિલ્મ ક્યાંક લાંબી લાગી શકે પરંતુ, દર્શકોનું ધ્યાન ખેંચી રાખે છે. 'અતરંગી રે'ની ક્લાઈમેક્સ પણ ઉમદા છે. એક અલગ જ વાર્તાને સિનેમાના પડદે દર્શાવતી અને સારા પરફોર્મન્સવાળી 'અતરંગી રે' લવ સ્ટોરી જોવા જેવી ફિલ્મ છે.
2
જો આ ફિલ્મને રણવીર સિંહની ફિલ્મ કહેવામાં આવે તો પણ અતિશયોક્તિ નહીં થાય. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે. રણવીર સિંહની કારકિર્દીના શાનદાર પાત્ર અને અભિનયની ચર્ચા થશે ત્યારે આ ફિલ્મનું નામ ચોક્કસપણે લેવામાં આવશે.દીપિકા પાદુકોણની વાત કરીએ તો નાના પરંતુ શાનદાર અને મહત્વના રોલમાં તેણે ઘણું સારું કામ કર્યું છે. ટીમ મેનેજરના રોલમાં પંકજ ત્રિપાઠી અને સાકિબ સલીમ સહિતના તમામ અન્ય કલાકારોએ ઘણો સારો અભિનય કર્યો છે. ભારતની અવિશ્વસનીય જીતની વાર્તાને સુંદર રીતે કહેનારા કબીર ખાનને પોતાની ફિલ્મ પર એટલો વિશ્વાસ હતો કે તેમણે સિનેમાઘરોમાં રીલિઝ કરવા માટે દોઢ વર્ષ રાહ જોઈ અને રીલિઝના પાંચ દિવસ પહેલા જ ક્રિટિક્સને ફિલ્મ બતાવી. તમે ક્રિકેટના ફેન ના હોવ તો પણ સપના સાકાર કરનારી એક સુંદર સ્ટોરી મોટા પડદા પર જોવાની તક ગુમાવવા જેવી નથી.
2
અભિષેકે ફિલ્મમાં ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ કોમેડી સાથે તેને મજેદાર બનાવી છે. જ્યાં પણ મુદ્દાની વાત કરવામાં આવી છે, ત્યાં તેને સંવેદનશીલતા, ગંભીરતા અને પરિપક્વતા સાથે દેખાડી છે. તેણે આ વિષય સાથે જોડાયેલા દરેક પક્ષને સામેલ કર્યો છે.સુપ્રતીક સેન અને તુષાર પરાંજપે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ પર સારું કામ કર્યું છે. કેટલાક સીન્સ ખૂબ જ સારા છે. તે પછી મુંજલ પરિવાર મનુ પર લગ્નનું દબાણ કરવાનું હોય, તેના વિધુર પિતા (ગિરીશ ધમીજા)ને મુસ્લિમ પ્રેમિકા સાથે લગ્ન કરવાની રાહ હોય, માનવીના પિતાનું (કંવલજીત સિંહ) દીકરીની પસંદને સપોર્ટ કરવાનુ હોય કે પછી મનુના જીવનમાં દખલગીરી કરવાની બહેનોની આદત...દરેક સીનમાં સ્ક્રીનપ્લે ટાઈટ છે અને આ તમને બાંધીને રાખે છે.આયુષ્માન ખુરાનાએ પોતાના પાત્રને બખૂબી નિભાવ્યું છે. રોલ માટે તેણે કરેલી મહેનત દેખાય છે. ચંડીગઢના છોકરાના રોલમાં આયુષ્માન બધાના દિલ જીતી લે છે. વાણી કપૂરે શરૂઆતથી અંત સુધી પોતાના પાત્રમાં એક ફ્લોને મેન્ટેન રાખ્યો છે. કેટલાક સીનમાં તે બાકી બધા પાત્રો પર ભારે પડે છે. વાણી અને આયુષ્માનની કેમેસ્ટ્રી જબરદસ્ત છે.મનુના જુડવા ભાઈઓના રોલમાં ગૌરવ અને ગૌતમ શર્મા દિલ જીતી લે છે. મનુના દાદા બનેલા અંજાન શ્રીવાસ્તવ, કંવલજીત સિંહ, તાન્યા અબરોલ, ગિરીશ ધમેજા સપોર્ટિંગ રોલમાં રોનક લાવ્યા છે
2
બૉબ બિસ્વાસનું અઘરું પાત્ર એક્ટર અભિષેક બચ્ચને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. ભલે લોકો બૉબ બિસ્વાસના પાત્રમાં આજે પણ એક્ટર સાસ્વત ચેટરજીને યાદ કરતા હોય પણ અભિષેક બચ્ચને આ પાત્રને ખૂબ જ સમજદારી સાથે ભજવ્યું છે. અહીં નોંધનીય છે કે એક્ટર અભિષેક બચ્ચન અગાઉ 'યુવા', 'ગુરુ', 'રાવણ' જેવી ફિલ્મોમાં બેસ્ટ એક્ટિંગ પરફોર્મન્સ આપી ચૂક્યો છે.આ ફિલ્મ 'કહાની' જેવી મજબૂત નથી પણ ખૂબ રસપ્રદ છે. અભિષેક બચ્ચનની એક્ટિંગ માટે ફિલ્મ 'બૉબ બિસ્વાસ' જોઈ શકાય.
2
વર્ષ 2018માં રીલિઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેની સ્ટોરી ભ્રષ્ટાચાર અને સત્તાની ભૂખ પર આધારિત હતી. માટે સત્યમેવ જયતે 2 માટે પણ એવી થીમ રાખવી જરુરી હતી. રાઈટર-ડિરેક્ટર મિલાપ ઝવેરી અને તેમની ટીમે આ થીમને બચાવી રાખવા અને જાળવી રાખવા માટે કોઈ કસર નથી છોડી. સત્યમેવ જયતે 2ને 80ના દશકની માસ ફિલ્મની જેમ બનાવવામાં આવી છે. જ્યારે પડદા પર તમે જુઓ છો કે જોન અબ્રાહમનું પાત્ર નિર્દોષ લોકોની હત્યાના ગુનેગારોને સજા આપનાર પ્રામાણિક વ્યક્તિ બની ગયું છે તો તમને આશ્ચર્ય નહીં થાય. તમને જાણીને નવાઈ નહીં લાગે કે ગુનેગારોને મૃત્યુની સજા આપનાર વ્યક્તિ સત્યા જ છે. મિલાપ ઝવેરીએ કોઈ પણ પ્રકારના સંકોચ વિના વ્યક્ત કર્યું છે કે તેમની ફિલ્મ 80ના દશકની ફિલ્મો માટે એક ટ્રિબ્યૂટ છે. ફિલ્મના ડાયલોગ અને સ્ક્રીનપ્લેમાં તે જણાઈ આવે છે.પડદા પર જોન અબ્રાહમનું આ મસાલા ઓલ્ડ-સ્કૂલ ફિલ્મોમાં કમ્ફર્ટ દેખાઈ આવે છે, પછી તે જુડવા ભાઈઓનું પાત્ર હોય કે તેમના પિતાનું. ટ્રિપલ રોલ હોવા છતાં જોન અબ્રાહમે તેને સહજતા અને નિશ્ચિંતતાથી ન્યાય આપ્યો છે. તે પડદા પર સત્યા તરીકે થોડો સંયમ દર્શાવે છે, તો જય તરી કે અથવા વિધાનસભામાં લોકપાલ બિલની લડાઈ કરતા એક ખેડૂત નેતા બનતા પણ અચકાતો નથી. દિવ્યા ખોસલા કુમાર પણ સારી લાગે છે. આ પુરુષ પ્રધાન ફિલ્મમાં તેનો રોલ ઘણો મહત્વનો છે. વિદ્યાનું પાત્ર એવું છે જે સત્યનો સાથ આપે છે. તે અસહમત હોય ત્યારે ચુપ રહેવાનું પસંદ કરે છે, પરંતુ અમુક મુદ્દાઓ પર પતિ સત્યા અને મંત્રી પિતા (હર્ષ છાયા)નો વિરોધ કરતા અચકાતી નથી. ગૌતમી કપૂરે ફિલ્મમાં દાદાસાહેબના પત્ની અને સત્યા-જયના માતાનો રોલ કર્યો છે અને તે ઠીક છે. આ સિવાય હર્ષ છાયા, અનૂપ સોની, ઝાકિર હુસૈન, દયાશંકર પાંડે અને સાહિલ વૈદે પોતાના ભાગના રોલને સારી રીતે ભજવ્યો છે. ફિલ્મના ગીતો સારા છે. પછી તે વેડિંગ સોન્ગ તેનુ લહેંગા હોય તે, કરવા ચૌથનું ગીત મેરી ઝીંદગી તુ. આ સિવાય નોરા ફતેહીનું ધમાકેદાર આઈટમ નંબર કુસુ કુસુ પણ છે. આ એક હાર્ડકોર એક્શન ફિલ્મ છે. જોન અબ્રાહમ એક્શન હીરો તરીકે નિરાશ નથી કરતો. એક્શનના શોખીનોને આ ફિલ્મ ખૂબ પસંદ આવશે. અમુક સીન વાસ્તવિકતાથી દૂર લાગે છે. જેમ કે એક હેલિકોપ્ટરને રોકવા માટે ત્રણ જોન અબ્રાહમ એકસાથે જોવા મળે છે ત્યારે એવો અનુભવ થાય છે કે આ કંઈક વધારે પડતું છે.
2
નીરજ પાંડે અને શિવમ નાયરના ડિરેક્શનમાં બનેલી આ થ્રિલર વેબ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિંમત સ્ટોરી'ના કુલ 4 ભાગ છે. નીરજ પાંડેએ ગત સિરીઝની માફક આ વખતે સિરીઝમાં પણ પાત્રો અને વાર્તાના માધ્યમથી દર્શકોને બાંધવાના પ્રયાસ કર્યા છે કે જેમાં તે સફળ થતા પણ જોવા મળે છે. આ વખતે વાર્તાનું મુખ્ય ધ્યાન હિંમત સિંહ (કેકે મેનન)ની સાથે વિજય અને મનિન્દરના પાત્ર પર રાખવામાં આવ્યું છે. આ વખતે સિરીઝમાં કેટલાંક સારા એક્શન સીન પણ જોવા મળ્યા છે. ગત સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ'ની સરખામણીમાં આ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિંમત સ્ટોરી'માં થોડી નબળી લાગી શકે પણ દર્શકોને જોવાની તો મજા જ આવશે.હિંમત સિંહના પાત્રમાં એક્ટર કેકે મેનન દમદાર જોવા મળી રહ્યો છે. કેકે મેનન વિના કદાચ આ સિરીઝની કલ્પના પણ ના કરી શકાય. આફતાબ શિવદાસાનીનું પાત્ર વિજય પણ દરેક ફ્રેમમાં જોવા મળે છે અને તેનું કામ પણ સારું છે. વિલનના રોલમાં આદિલ ખાન પણ પ્રોમિસિંગ જોવા મળી રહ્યો છે. સપોર્ટિંગ રોલમાં અન્ય કલાકારોએ પણ સારું પરફોર્મન્સ રજૂ કર્યું છે. જો તમને 'સ્પેશિયલ ઓપ્સ' જોવાની મજા આવી હતી તો તમને આ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિંમત સ્ટોરી' જોવાની મજા આવશે. નિરાશ નહીં થાઓ.
2
સૂર્યવંશી તરીકે અક્ષય કુમાર વીસ વર્ષનો સાબિત થાય છે. તેની પરાક્રમી એન્ટ્રીથી લઈને ક્લાઈમેક્સની આકર્ષક એક્શન સિક્વન્સ સુધી, અક્ષય તેના ચાહકોને જે જોઈએ છે તે પહોંચાડે છે. જ્યારે તેની કોમિક ટાઈમિંગ લોકોને હસાવે છે, તેની ફિટનેસ તેને એક્શન સિક્વન્સમાં સુપર કોપ સાબિત કરે છે. કેટરીના તેના રોલમાં જામી છે. આઇકોનિક ગીત 'ટિપ ટીપ બરસા પાની'માં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે. જ્યારે રણવીર સિંહ અને અજય દેવગન સેકન્ડ હાફમાં એન્ટ્રી કરે છે ત્યારે ફિલ્મમાં થોડો પ્રવાહ આવે છે. સુપરસ્ટારની આ ત્રિપુટી એક્શનની સાથે કોમેડીને પણ મજેદાર બનાવે છે. રોહિત શેટ્ટીનું કાસ્ટિંગ મજબૂત છે, જેમાં જેકી શ્રોફ, કુમુદ મિશ્રા, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિકેતન ધીર જેવા કલાકારો નાની ભૂમિકાઓમાં પ્રભાવ પાડે છે.
2
ફિલ્મ 'સરદાર ઉધમ' એક એવા ક્રાંતિકારીની વાર્તા છે જે દુ:ખ અને બદલાની આગમાં જીવી રહ્યો છે. ફિલ્મમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો સમયગાળો દેખાડાયો છે. જેમાં ફ્લેશબેકની સાથે-સાથે ત્યારનો સમયગાળો દર્શાવાયો છે. આ ફિલ્મનો કેનવાસ ખૂબ મોટો છે. સરદાર ઉધમ એક એવા વ્યક્તિની કહાણી છે જે અંદરથી દુ:ખી છે અને ચૂપચાપ પોતાનું કામ કરે છે. ફિલ્મનો હેતુ એ વાત સમજવાનો છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ દરમિયાન એક માસૂમ છોકરાની ભાવના શું હતી અને તેણે લંડનમાં જઈને માઈકલ ઓ ડ્વાયરને ગોળી મારી તેમ છતાં ઘટનાસ્થળેથી ભાગ્યો કેમ નહીં? ફિલ્મમાં નાની-નાની વિગતો પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. તે સમયનું લંડન અને પંજાબનું આર્ટ ડિરેક્શન પ્રશંસાને પાત્ર છે. ફિલ્મ થોડી લાંબી છે, 2 કલાક 42 મિનિટની આ ફિલ્મમાં દર્શકોને ધીરજ રાખવી પડે છે. તેમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ જે રીતે દર્શાવાયો છે તે દર્શકોના મન પર ઊંડી અસર છોડી જાય છે.સરદાર ઉધમ રૂપે એક્ટર વિકી કૌશલે જે પ્રયાસ કર્યો છે કે નોંધનીય છે. અગાઉ ફિલ્મમાં લીડ રોલમાં પહેલી પસંદગી એક્ટર ઈરફાન ખાનની હતી. પણ, વિકી કૌશલે પ્રશંસાપાત્ર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં એકબાજુ શહીદ ભગતસિંહની પણ વાત અને દ્રશ્યો જોવા મળે છે. જેમાં એક સીનમાં સરદાર ઉધમ સિંહ ભૂતકાળને યાદ કરતા-કરતા એક બ્રિટિશ અધિકારીને પૂછે છે કે 'તમે જ્યારે 23 વર્ષના હતા ત્યારે શું કરતા હતા?' ફિલ્મમાં દર્શાવાયું છે કે આઝાદી પૂર્વેના તે સમયમાં સરદાર ઉધમનું સાહસ ક્યારેણ પણ ડગ્યું નહોતું. તેમણે ઘણાં દેશોની યાત્રા કરી, ઘણાં પાસપોર્ટ હતા અને વિવિધ નોકરીઓ કરી. જીવનભર છુપાઈને ભીડમાં ગાયબ રહીને લંડનમાં લાંબો સમય રહ્યા. જો તમે પણ સરદાર ઉધમ સિંહના શાંત અસ્તિત્વની જાણકારી મેળવવા માગો છો આ ફિલ્મ 'સરદાર ઉધમ' તમારા માટે છે.
2
રશ્મિ રોકેટ' અન્ય સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ કરતાં અલગ છે. આ ફિલ્મના ક્લાઈમેક્સમાં કોઈ મેદાન કે રિંગમાં વિજેતા જાહેર નથી થતાં. નંદા પેરિયાસામીએ એક એવી વાર્તા લખી છે, જે તમને જકડી રાખશે. અનિરુદ્ધ ગુહાના ચુસ્ત સ્ક્રીનપ્લેએ ફિલ્મની વાર્તાને વધુ સારી બનાવી છે. ડાયરેક્ટર આકર્ષ ખુરાના તમને ખુરશીમાં બેસી રહેવા મજબૂર કરશે સાથે જ તમારું ધ્યાન ફિલ્મની દરેક બારીકાઈ પર જાય તે પણ સુનિશ્ચિત કરે છે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મની ખાસ વાત એ છે કે, આ કોર્ટરૂમ ડ્રામા પણ છે. એક લડાઈ અહીં પણ જીતવામાં આવી છે. ફિલ્મમાં બતાવાયેલી કોર્ટની દલીલો ખાસ અને પ્રાસંગિક છે. ફિલ્મ જે પ્રકારે આગળ વધે છે તે જોતાં ઉપદેશ આપતી હોય કે અત્યાધિક દેશભક્તિ બતાવી છે તેવું નહીં લાગે. જોકે, ફિલ્મમાં ઘણા સીન એવા આવે છે જ્યાં તમને એવું લાગે કે અસલ જિંદગીમાં પણ ફિલ્મની જેમ મહિલા એથલિટ્સને એવા વિશેષાધિકાર મળે છે જે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થયા હોય.નિઃશંકપણે આ એક આદર્શ સ્થિતિ જેવી વાત છે. ફિલ્મ સાબિત કરે છે કે, કેવી રીતે આવી મહિલાઓને સામાન્ય જીવન જીવવાની અને તેમની વાતોને સાંભળવાની તક મળવી જોઈએ. ખાસ કરીને જ્યારે એક ટેસ્ટ બાદ તેમનું કરિયર સમાપ્ત થઈ જાય છે એટલું જ નહીં તેમને મજાક અને ભેદભાવનો મુદ્દો પણ બનાવામાં આવે છે. તાપસી પન્નુએ ફરી એકવાર પોતાની શારીરિક અને માનસિક તૈયારી દ્વારા સાબિત કરી દીધું છે કે, તે કોઈપણ રોલમાં પોતાની જાતને ઢાળી શકે છે. રશ્મિની જીતની ખુશી હોય કે તેની પીડા બંનેને પડદા પર ઉતારવામાં તાપસી સફળ રહી છે. જોકે, જે રીતે મેકઅપ દ્વારા તેના રંગને ઘઉંવર્ણો દર્શાવાયો છે તે થોડું બનાવટી લાગે છે. ફિલ્મમાં ઘણાં કેરેક્ટ એક્ટર્સ છે જેમણે પોતાના રોલને બખૂબી નિભાવ્યો છે. પ્રિયાંશુ પેન્યુલી એક સપોર્ટિવ પતિના રોલમાં છાપ છોડી જાય છે. એક એવો પતિ જે પોતાની પત્નીને પ્રેમ કરે છે સાથે જ જીવવના દરેક તબક્કે તેની પડખે રહે છે. રશ્મિના વકીલના રોલમાં અભિષેક બેનર્જીએ સારું કામ કર્યું છે. સુપ્રિયા પિલગાંવકર જજના રૂપમાં પડદા પર જામે છે. રશ્મિના કોચ તરીકે મંત્રાનું કામ પણ વખાણવાલાયક છે. અમિત ત્રિવેદીના મ્યૂઝિક અને કૌસર મુનીરના લિરિક્સ ભાવનાત્મક રૂપે જોડે છે. જોકે, કોર્ટરૂમના સીનમાં બેકગ્રાઉન્ડ સ્કોર હટકે છે. ફિલ્મનું કેનવાસ બહુ ભવ્ય નથી પરંતુ સ્ક્રીનપ્લેના હિસાબથી બરાબર લાગે છે. સ્ટેડિયમમાં દર્શકોની ભીડ અને લોન્ગ શોટ્સ દર્શક તરીકે તમારા અંદર પણ ઉત્સાહ ભરે છે. એકદંરે 'રશ્મિ રોકેટ' દરેક પાસા પર ખરી ઉતરી છે. લીડ એક્ટરથી માંડીને સપોર્ટિંગ કેરેક્ટર સુધી બધા જ કલાકારોએ મજબૂત અભિનય કર્યો છે. આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવાની સાથે જૂની પ્રથા વિશે જણાવે છે. ઉપરાંત પૂર્વાગ્રહ અને અસમાનતામાં કઈ વાતોને બાજુએ રાખવી જોઈએ તે પણ શીખવે છે.
2
બ્રિટિશ સિક્રેટ એજન્ટ જેમ્સ બૉન્ડ હવે નિવૃત્ત થઈ ગયો છે. હવે તે એકલવાયું જીવન જીવી રહ્યો છે. દરમિયાન તે એક રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરે છે. શું જેમ્સ બોન્ડ આ મિશન પૂરું કરી શકશે? કારણકે જેમ્સ બોન્ડ શ્રેણીની ફિલ્મોના ફેન્સ માટે 'નો ટાઈમ ટુ ડાઈ' ખાસ છે. કોરોનાની મહામારીના કારણે જેમ્સ બોન્ડ શ્રેણીની 25મી ફિલ્મ 'No Time To Die' મોડી રિલીઝ થઈ છે. પરંતુ, સારી વાત એ છે કે આ ફિલ્મ દર્શકોને નિરાશ નહીં કરે અને આશાથી વધારે મનોરંજન પીરસે છે. જેમ્સ બૉન્ડની આ ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'ની કહાણી પ્રથમ સીનથી જ બાંધી રાખે છે અને દર્શકોને ખુરશી પર બેસાડી રાખે છે. આ ફિલ્મ 2 કલાક 43 મિનિટ લાંબી છે. તેમ છતાં આ ફિલ્મ એટલી રોમાંચક છે કે અંત સુધી દર્શકોને જકડી રાખે છે. એક્ટર ડેનિયલ ક્રેગ સ્ટારર 'નો ટાઈમ ટુ ડાઈ'માં શાનદાર ગાડીઓ અને આધુનિક હથિયારો જોવા મળે છે. જેમાં ફેન્સી ગેઝેટ્સ સહિત સાયન્ટિફિક એક્શનનું ટ્વિસ્ટ છે. જેમાં ખતરનાક એક્શન અને એવો વિલન છે જે ક્યારેય હારતો નથી! જેમ્સ બોન્ડ ફરી એકવખત દુનિયા બચાવવા નીકળ્યો છે અને તે દર્શકો માટે ખૂબ જ રોમાંચક જર્ની જોવા જેવું છે.'નો ટાઈમ ટુ ડાઈ' ફિલ્મમાં જેમ્સ બોન્ડની માફક એક મહિલા એજન્ટ પણ છે. આ એજન્ટનું નામ નોમી છે અને તેને 007 તરીકે અપોઈન્ટ કરવામાં આવી હતી. જ્યારે આ મહિલા એજન્ટને અપોઈન્ટ કરવામાં આવી ત્યારે જેમ્સ બોન્ડ બ્રેક પર હતો. તમામ આશંકાઓ અને સંભાવનાઓની વચ્ચે આ ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' ડેનિયલ ક્રેગને એક હીરો તરીકે સેલિબ્રેટ કરવાની તક આપે છે. ફિલ્મના કેટલાંક પાત્રો જટિલ અને રહસ્યમય છે જે દર્શકોને અંત સુધી જકડી રાખે છે.જો તમે જેમ્સ બોન્ડની ફિલ્મોના શોખીન છો તો 'નો ટાઈમ ટુ ડાઈ' તમારા માટે એક પરફેક્ટ ફિલ્મ છે. ગઈકાલે એટલે કે તારીખ 30 સપ્ટેમ્બરે 'નો ટાઈમ ટુ ડાઈ' થિયેટર્સમાં રિલીઝ થઈ છે. તમે મોટા પડદે 'નો ટાઈમ ટૂ ડાઈ' જોવાનો આનંદ લઈ શકો છો. જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' સૌપ્રથમ નવેમ્બર 2019માં રિલીઝ થવાની હતી પરંતુ, બાદમાં ફેબ્રુઆરી 2020માં અને પછી એપ્રિલ 2020માં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ત્યારે પણ રિલીઝ થઈ શકી નહીં ત્યારે હવે 30 સપ્ટેમ્બર, 2021ના રોજ 'No Time To Die' રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું.
2
ડાયરેક્ટર વિજયે એક મહિલાના આત્મસન્માન અને પિતૃસત્તા સામેની લડાઈને ઈમાનદારીથી પડદા પર ઉતારવાની કોશિશ કરી છે. ફિલ્મમાં જયલલિતા અને એમજીઆર વચ્ચેના બોન્ડિંગને સારી રીતે દર્શાવામાં આવ્યું છે. એક સીનમાં જયા અને એમજીઆર ફોન પર વાત કરતી વખતે એક શબ્દ પણ નથી ઉચ્ચારતાં પરંતુ તેમની ભાવનાઓ દર્શકો સુધી પહોંચી જાય છે. જોવા જઈએ તો આ જ ફિલ્મનું મૂળ છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં જયા અને એમજીઆરની લવસ્ટોરી પર ફોકસ કરવામાં આવ્યું અને સેકન્ડ હાફમાં જયાના રાજકીય કરિયરને દર્શાવાયું છે. ફિલ્મમાં ઘણી ડાયલોગબાજી અને કંગનાના સ્લોમોશન વૉક બતાવાયા છે. ફિલ્મનું એડિટિંગ અને બેકગ્રાઉન્ડ સ્કોર લાઉડ લાગી શકે છે. ફિલ્મના ગીતો પણ વાર્તામાં થોડી બ્રેક મારતા હોય તેવું લાગે છે.કંગના રનૌત બોલિવુડની સૌથી સારી એક્ટ્રેસિસમાંથી એક છે. તેણે જયલલિતાના પાત્રને પણ બખૂબી નિભાવ્યું છે. કંગનાએ ક્યાંય પણ જયલલિતાની નકલ કરવાની કોશિશ નથી કરી અને વાર્તા-સીનની માગ મુજબ એક્ટિંગ કરી છે. ફિલ્મમાં કંગના અને અરવિંદ સ્વામીનો તાલમેલ જોવાલાયક છે. અરવિંદ સ્વામીની વાત કરીએ તો, એમજીઆર જેવા પોપ્યુલર સુપરસ્ટાર અને રાજનેતાનું પાત્ર તેમનાથી વધુ સારી રીતે કોઈ ના ભજવી શક્યું હોત.
2
માર્વેલ કોમિક્સની સુપરહિરો ફિલ્મ 'Shang-Chi and the Legend of the Ten Rings'માં પૂર્વની સંસ્કૃતિ, સભ્યતા, પૌરાણિક મૂલ્યો અને માર્શલ આર્ટ્સને સારી રીતે રજૂ કરાયા છે. પિતા-પુત્રના સંબંધોનો દ્વંદ્વ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મોનો સેન્ટ્રલ પોઈન્ટ હોય છે જે અહીં પણ છે. ફિલ્મમાં મોડર્ન માર્શલ આર્ટ્સ રજૂ કરાયું છે. આ ફિલ્મના ડિરેક્ટર Destin Daniel Cretton છે. આ ફિલ્મના વિઝ્યુઅલ્સ જોઈને દર્શકો ચોંકી ઉઠે છે. ફાઈટની દ્રષ્ટિએ ફિલ્મનો ક્લાઈમેક્સ જોરદાર છે અને ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ અદ્ભુત છે. ફિલ્મનું મ્યુઝિક વાર્તાને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
2
લખનઉ સેન્ટ્રલ' ફેમ નિર્દેશક રંજીત એમ તિવારીને અક્ષય કુમારની તમામ ખૂબીઓનો અંદાજો હતો અને તેમણે પોતાની વાર્તામાં આ બધું જ સરસ રીતે પરોવ્યું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ વાર્તા અને પાત્રોને ડેવલપ કરવાના ચક્કરમાં થોડો ધીમો લાગે છે પરંતુ સેકન્ડ હાફમાં વાર્તા થ્રિલર પર પકડ જમાવે છે. ફિલ્મના બીજા ભાગમાં ઘણાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે જે દર્શકોને જકડી રાખે છે. 80ના દશકાને બતાવામાં ડાયરેક્ટર સફળ રહ્યા છે. અસીમ અરોરા અને પરવેઝ શેખના ચોટદાર ડાયલોગ્સ ફ્રંટ બેન્ચર્સને સીટી અને તાળીઓ વગાડવા પર મજબૂર કરી દેશે. ફિલ્મનું એડિટિંગ સેકન્ડ હાફમાં ચુસ્ત છે. બેકગ્રાઉન્ડ સ્કોર અને કાસ્ટિંગ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મમાં તનિષ્ક બાગચી, અરમાન મલિક અને ગુરુમાજર સિંહે સંગીત આપ્યું છે. પરંતુ 'સખિયાં' ગીત સિવાય કોઈ બીજું ગીત મોંઢે ચડે એવું નથી. આ પ્રકારની એક્શન-થ્રિલર ફિલ્મમાં સંગીત મજબૂત હોય તો ચાર ચાંદ લાગી જાય છે.અક્ષય કુમાર ફરી એકવાર પોતાના હીરોઈક અંદાજમાં જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અક્ષય કુમાર દેશભક્તિની ફિલ્મો કરી રહ્યો છે અને દેશભક્ત ઓફિસરના રોલમાં જોવા મળે છે. અક્ષય આ પ્રકારની દેશભક્તિવાળી ફિલ્મોનો પોસ્ટર બોય બની ગયો છે. આવા પાત્રોમાં હવે તે સહજ થઈ ગયો છે પરંતુ આ વખતે અંશુલ મલ્હોત્રા ઉર્ફે બેલ બોટમના પાત્રને તેણે વિશિષ્ટ અંદાજમાં રજૂ કર્યું છે. પડદા પર રૉ એજન્ટના રોલમાં અક્ષય કુમારને જોવો રોમાંચક અનુભવ બની રહે છે. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં લારા દત્તા સરપ્રાઈઝ પેકેજ સાબિત થાય છે. પ્રોસ્થેટિક મેકઅપ અને એક્ટિંગ સ્કીલ પાત્રને યાદગાર બનાવી દે છે. વાણી કપૂરે પણ અભિનયથી પોતાની હાજરીની નોંધ લેવડાવે છે અને ફિલ્મના ક્લાઈમેક્સમાં તેની સાથે જોડાયેલો ટ્વિસ્ટ દંગ કરનારો છે. હુમા કુરેશીને ફિલ્મમાં વધુ સ્ક્રીન સ્પેસ નથી મળી છતાં તે છાપ છોડી જાય છે. અભિનેતા આદિલ હુસૈને હંમેશાની જેમ પોતાના અભિનયથી ફિલ્મને સમૃદ્ધ કરી છે. એક્ટર ઝૈન ખાને આંતકવાદીના રોલ સાથે ન્યાય કર્યો છે. ફિલ્મની સહયોગી કાસ્ટ વાર્તાને બળ આપે છે.
2
આઝાદી પછી ભારતના ઈતિહાસમાં કારગિલ યુદ્ધ સૌથી મુશ્કેલ લડાઈ હતી. 17,000 ફૂટની ઉંચાઈ પર લડવામાં આવેલા આ ઐતિહાસિક યુદ્ધમાં દેશે ઘણું ગુમાવ્યું. પાકિસ્તાનના સૈનિકોએ આતંકવાદીઓના વેશમાં એલઓસી પર ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. દેશના સન્માનનો પ્રશ્ન હતો. આપણા શૂરવીર સૈનિકોએ પોતાના જીવ દાવ પર મુકી દીધા હતા. તેમના સાહસ અને પરાક્રમને કારણે કારગિલ પર આપણો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. આ યુદ્ધમાં દેશે પોતાના અનેક બહાદુર જવાનો ગુમાવ્યા. દેશને આજે પણ તેના શહીદો પર ગર્વ છે. ડિરેક્ટર વિષ્ણુ વર્ધન અને લેખક સંદીપ શ્રીવાસ્તવે ફિલ્મની શરુઆત કેપ્ટન વિક્રમ બત્રા(સિદ્ધાર્થ મલ્હોત્રા)ના બાળપણથી કરી છે. તે વાર્તાને ધીરે-ધીરે પરંતુ અસરકારક રીતે આગળ લઈ જાય છે.ફિલ્મનો કેનવાસ પણ વિક્રમ બત્રાની સાથે સાથે મોટો થાય છે. વિક્રમ બત્રાને ડિમ્પલ ચીમા(કિયારા અડવાણી) સાથે પ્રેમ થાય છે. 13JAF રાઈફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે તેમની પોસ્ટિંગ થાય છે. એક પાત્ર તરીકે કેપ્ટન બત્રાને પડદા પર સ્થાપિત કરવા માટે લેખક અને નિર્દેશકે ઘણો સમય આપ્યો છે. ફિલ્મને થોડી ઝડપી બનાવી શકાતી હતી. આટલું જ નહીં, કિયારા અડવાણી જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે મોટાભાગનો સમય રોમાન્ટિક ગીતોમાંજ પસાર થઈ જાય છે. ફિલ્મ મુખ્યત્વે જે ઘટના પર આધારિત છે ત્યાં સુધી પહોંચવામાં ઘણો સમય લાગી જાય છે. માટે ફિલ્મ થોડી ધીમી લાગે છે. ફિલ્મનો પહેલો ભાગ તમને ધીમો લાગી શકે છે.જો કે કેપ્ટન વિક્રમ બત્રાના જીવનને પડદા પર દર્શાવવું સરળ કામ નહોતું. અનેક તથ્યો, એક્શન સિક્વન્સ, અને સાથે પરિવારને પણ દર્શાવવો જરુરી હતો. આ તમામ પરિબળોને એકસાથે ફિલ્મમાં જોડવા અને કારગિલ યુદ્ધની ઐતિહાસિક જીતને પડદા પર ઉતારવી સરળ નથી. મોટાભાગની ઘટનાઓ ફિલ્મના બીજા ભાગમાં થાય છે, માટે ફિલ્મ સ્પીડ પકડે છે.ફિલ્મમાં સૌથી મોટી જવાબદારી સિદ્ધાર્થ મલ્હોત્રા પર હતી. કેપ્ટન વિક્રમ બત્રાના પાત્રને જીવન આપવું ચોક્કસપણે સરળ કામ નહોતુ. પરંતુ આ સિદ્ધાર્થ મલ્હોત્રાનું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ પર્ફોમન્સ છે. યુદ્ધના સીન્સમાં સિદ્ધાર્થ જામે છે. કિયારા અડવાણી પોતાના પાત્રમાં ઠીક છે. તે એક એવા માણસને પ્રેમ કરે છે, જે દિલથી પણ બહાદુર છે. ફિલ્મની સ્ટોરી પ્રમાણે કિયારાએ કંઈ ખાસ કરવાનું નથી. શિવ પંડિત ફિલ્મમાં કેપ્ટન સંજીવ જામવાલના રોલમાં જોવા મળશે. આ એક એવું પાત્ર છે જે બહારથી કઠોર દેખાય છે, પરંતુ અંદરથી કોમળ છે. નિકેતન ધીર મેજર અજય સિંહ જસરોટિયાના પાત્રમાં જોવા મળશે. શતફ ફિગર ફિલ્મમાં કર્નલ યોગેશ કુમાર જોશીના રોલમાં છે અને પ્રભાવિત કરનારું કામ કર્યું છે. જો કે ફિલ્મમાં અમુક રૂઢિવાદી વિચાર અને વર્ષોથી ચાલતી આવતી વિચારધારા પણ જોવા મળશે, ખાસકરીને પાકિસ્તાન પ્રત્યે.ટુંકમાં શેરશાહ એક દેશભક્તિ ફિલ્મ છે. યુદ્ધના અનેક સીન્સ છે, પરંતુ તેને વધારે મોટા સ્તર પર ફિલ્માવી શકાતા હતા. કારગિલ યુદ્ધને કારણે દેશે જે ગુમાવ્યું અને જે સાહસનો પરિચય આપ્યો છે તે એક દર્શક તરીકે તમને ફિલ્મમાં કંઈ ખૂટતું હોય તેમ લાગશે. જો કે બોલિવૂડમાં વૉર ફિલ્મે જે પ્રકારે સફળતા મેળવી છે, તેને જોતાં શેરશાહ જાતેતરમાં રિલીઝ થયેલી આ શ્રેણીની ફિલ્મોમાં ઘણી આગળ છે. આ ફિલ્મની વાર્તા તમને પ્રેરણા પણ આપશે. ફિલ્મ એકવાર શરુ કરશો તો તમને જકડી રાખશે. ખાખી યુનિફોર્મમાં વીર સૈનિકોને દુશ્મનો સાથે લડતા જોવા, પોતાની માટી માટે અંતિમ શ્વાસ સુધી મહેનત કરવી, આ દ્રશ્યો દર્શકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરે છે. શેરશાહની સૌથી મોટી જીત એ છે કે તેમાં દેશના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એકને રિક્રિએટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
2
ડિરેક્ટર વિનિલ મેથ્યુ અને લેખિકા કનિકા ધિલ્લોન 2 કલાક 15 મિનિટના સમયમાં દર્શકોને રાની અને રિશુની અલગ-અલગ દુનિયામાં લઈ જાય છે. જેમાં એક નાના શહેરની સાદગી છે અને સાથે જ આવી રહેલા સંકટના સંકેતો છે. કારણકે ફિલ્મની વાર્તા શરૂઆતથી જ આ પ્રકારે માહોલ બનાવવામાં સફળ થાય છે. ફિલ્મમાં રોમાંચની સાથે-સાથે ચિંતા અને તણાવની વાત પણ છે. ફિલ્મની વાર્તા દર્શકોને બાંધી રાખે છે. જેમાં મનોરંજન પણ છે અને દર્શકો અનુમાન લગાવી શકતા નથી કે આગળ શું થવાનું છે.તાપસી પન્નુએ ફિલ્મમાં મજબૂત અને જિદ્દી રાનીનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. આ લવ સ્ટોરીમાં ઘણાં ટ્વિસ્ટ છે અને તેની સાથે ઘણાં પ્રકારની ભાવનાઓ મજબૂતી સાથે જોડાયેલી છે. ટ્વિસ્ટથી ભરપૂર અને ડાર્ક લવસ્ટોરી એવી આ ફિલ્મ દર્શકોને બાંધી રાખે છે.
2
ડિરેક્ટર અમિત મસુરકરે સુંદર જંગલ દર્શાવીને એક જટિલ વાર્તા પસંદ કરી છે. તે માણસ અને પ્રાણી વચ્ચેની આ લડાઈને અત્યંત ઉંડાણપૂર્વક દર્શાવે છે. આસ્થા ટિક્કુએ સ્ક્રીનપ્લે ઘણી સાવધાની સાથે વિસ્તારમાં લખ્યો છે. માત્ર વિદ્યાના મનની વાત અને ઈચ્છાને દર્શાવવામાં નથી આવી, વિભાગના કાર્યો પણ દર્શાવવામાં આવ્યા છે તેમજ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કઈ રીતે ગામ અને જંગલ એકબીજા સાથે જોડાયેલા છે. સિનેમેટોગ્રાફર રાકેશ હરિદાસે કેમેરાનું જોરદાર કામ કર્યું છે. અનીશ જૉહ્નની સાઉન્ડ ડિઝાઈન પણ કેમેરાનો સાથ આપે છે. ગાઢ જંગલ વચ્ચે તડકો, ચકલીઓ- જીવજંતુઓ, પાંદડા, પ્રાણીઓના અલગ અલગ અવાજ તમને જંગલમાં હોવાનો અનુભવ કરાવશે. ફિલ્મમાં વિદ્યાને એક સહયોગી જણાવે છે કે- તમે 100 વાર જંગલમાં જશો અને કદાચ એક વાર વાઘ જોશો, પરંતુ વાઘે તમને 99 વાર જોયા હશે. આ ડાયલોગ જણાવે છે કે, માણસ જંગલમાં ઘૂસે છે. પ્રાણીઓ માટે તો તેમનું ઘર છે. તે ત્યાંના અસલી માલિક છે. બેનેડિક્ટ ટેલર અને નરેન ચંદાવરકરનો બેકગ્રાઉન્ડ સ્કોર વાર્તાના રહસ્યોને વધારે પ્રભાવશાળી બનાવે છે. ફિલ્મમાં માત્ર એક ગીત છે, જેના લિરિક્સ હુસૈન હૈદરીએ લખ્યા છે. એક્ટિંગની વાત કરીએ તો વિદ્યા બાલન પોતાની એક્ટિંગથી ફરી એકવાર દર્શકોને પ્રભાવિત કરે છે. તેના વિચાર શક્તિશાળી છે, તે શાંત છે પરંતુ તેનો દ્રઢ સંકલ્પ, જૂનૂન અને ધૈર્ય તમને આકર્ષિત કરશે. વિદ્યા જે સીનમાં બોલતી નથી ત્યાં પણ તેની આંખો ગુસ્સો વ્યક્ત કરે છે. વિદ્યા બાલને આ ફિલ્મના માધ્યમથી ફરી એકવાર મહિલાઓને લગતા પૂર્વાગ્રહોને દૂર કરવાનું કામ કર્યું છે. વિજય રાજ, બૃજેન્દ્ર કલા, નીરજ કાબી, સમપા મંડલ, શરત સક્સેનાએ પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે. સત્યકામ આનંદ પણ પોતાના પાત્રમાં જામે છે. ડિરેક્ટર અમિત મસૂરકર દર્શકોને બે કલાક દસ મિનિટ સુધી જકડી રાખવામાં સફળ સાબિત થાય છે. જો કે અમુક ભાગમાં ફિલ્મની સ્પીડ થોડી ધીમી થતી લાગશે. પરંતુ જેમ જેમ ફિલ્મમાં વાઘણની શોધ શરુ થશે તેમ ફિલ્મ એક રોમાંચક સફર પર નીકળી હોય તેમ લાગશે. ફિલ્મમાં અનેક વાર કટાક્ષ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વન્યજીવ સંરક્ષણ અને ઈકોસિસ્ટમને બેલેન્સ કરવાની વાત આ ફિલ્મમાં રસપ્રદ રીતે કરવામાં આવી છે. શેરની એક ઈન્ટેન્સ ફિલ્મ છે. રસપ્રદ છે. આ ફિલ્મ જરુર જોવી જોઈએ.
2
ધ ફેમિલી મેન સીરિઝની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ટિપિકલ સ્પાઈ થ્રિલર જૉનરની સ્ટોરી નથી, તેમાં તમને વચ્ચે વચ્ચે હ્યુમરનો ડોઝ પણ મળતો રહે છે. બીજી સીઝન પણ લોકોની અપેક્ષા પર ખરી ઉતરી છે. રાજ અને ડીકેએ આખી સીઝનને રસપ્રદ બનાવી રાખી છે. સીરીઝના પહેલા બે એપિસોડ વાર્તાનો આધાર તૈયાર કરે છે. ત્યારપછી સ્ટોરીની સ્પીડ વધે છે અને નવા નવા પાત્રો ઉમેરાતા જાય છે. શ્રીકાંતની પર્સનલ લાઈફ પર પણ ફોકસ કરવામાં આવ્યો છે અને વાર્તાને આગળ વધારવા તે જરૂરી પણ હતું. સીઝન વનની જેમ આ વખતે પણ દર્શકોને થ્રિલ અને એડવેન્ચર જોવા મળશે.ફિલ્મનું ડિરેક્શન અત્યંત વ્યવસ્થિત છે અને સ્ટોરી પણ ઝડપથી આગળ વધે છે. મનોજ બાજપેયીએ ફરી એકવાર જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું છે. મનોજની સાથે શારિબ હાશમીએ જેકેના પાત્ર સાથે સીરિઝમાં પ્રાણ ફૂંક્યા છે. આ વખતે સીઝનની મુખ્ય યુએસપી સામંથા અક્કિનેની છે જે રાજીના કેરેક્ટરમાં જોવા મળશે. તેણે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે અને ઘણાં બધા સીન્સમાં તેની અભિનય કળા દેખાઈ આવે છે. પ્રિય મણીને આ વખતે વધારે સ્ક્રીન સ્પેસ નથી મળી. સીરિઝનો ક્લાઈમેક્સ મજાનો છે અને જોવામાં મજા આવશે.
2
વર્ષ 2018માં દિનેશ વિજાન હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી' લઈને આવ્યા હતા. આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી. પરંતુ બીજા કોઈ ડાયરેક્ટર-પ્રોડ્યુસરે આ જોનરમાં ખાસ કામ નહોતું કર્યું છે. ત્યારે હવે પ્રોડ્યુસર તરીકે દિનેશ વિજાન 'રૂહી' લઈને આવ્યા છે. ડાયરેક્શનની જવાબદારી હાર્દિક મહેતાને સોંપી હકી. તેઓ મહદઅંશે હોરરને કોમેડીમાં ઢાળવામાં સફળ રહ્યા હતા. ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકારો જ્હાન્વી કપૂર, વરુણ શર્મા અને રાજકુમાર રાવે પોતાના ફાળે આવેલું કામ સારી રીતે કર્યું છે.રાજકુમાર રાવ ફિલ્મી પડદે ફરી એકવાર નાના શહેરના છોકરાની છબિ સાથે આવ્યો છે. રંગ કરેલા વાળ સાથે તે પોતાના કેરેટક્ટરમાં ફિટ બેસે છે. જો કે, ઘણી જગ્યાએ તમને એવું લાગશે કે રાજકુમારનું કામ 'સ્ત્રી'ના પાત્ર સાથે મેળ ખાય છે. પરંતુ તે પોતાના અંદાજમાં બોડી લેંગ્વેજ બદલવાની કોશિશ કર્યા કરે છે. વરુણ શર્માની કોમિક ટાઈમિંગ જબરદસ્ત છે. તેના એક્સપ્રેશન્સ જોઈને જ હસવું આવી જશે. રૂહી હોય કે અફઝા, જ્હાન્વીએ બંને પાત્રોને સારી રીતે નિભાવ્યા છે. જ્હાન્વી અફઝા બને છે ત્યારે સૌને ડરાવે છે અને રૂહીનું રૂપ લે છે ત્યારે ડરપોક છોકરીના રોલને પણ સારી રીતે નિભાવી જાણે છે. 'ધડક' અને 'ગુંજન સક્સેના' ફિલ્મમાં જ્હાન્વી પાસેથી જે આશા જાગી હતી તેના પર તે ખરી ઉતરતી દેખાઈ રહી છે. તેના પ્રયાસો જોતાં લાગે છે કે તે ફિલ્મી દુનિયામાં લાંબા સમય સુધી ટકશે.ફિલ્મમાં આમ તો હસવું આવે તેવા ઘણાં સીન્સ છે પરંતુ તેમા 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી માંડીને 'ટાઈટેનિક' સુધીની ફિલ્મના આઈકોનિક સીન્સને હાસ્યરસમાં ભેળવવામાં આવ્યા છે. 'રૂહી'ની વાર્તા મૃગદીપ સિંહ લામ્બા અને ગૌતમ મહેરાએ લખી છે. તેમણે ઘણાં રમૂજી વનલાઈનર્સ આપ્યા છે જે દર્શકોને સરળતાથી હસાવી શકે છે. પરંતુ થોડું એવું પણ છે જ્યાં આ ફિલ્મ કાચી પડે છે. ફિલ્મમાં મુખ્ય વાર્તા સાથે નાની-નાની બીજી કહાણી પણ છે. જે મુખ્ય પાત્રોનો ભૂતકાળ છે. જો કે, ભૂતકાળની વાર્તાનો થોડી જ હિસ્સો ફિલ્મના અંત સુધી ટકી શકે છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં એડિટિંગ હજી પણ વધુ ટાઈટ કરી શકાયું હોત. આ ફિલ્મમાં મનોરંજન ઉપરાંત પોતાને પ્રેમ કરવાનો મેસેજ પણ છે. આ એક પ્રકારે યોગ્ય છે પરંતુ આ જ સંદેશ સાથેનો અંત ડાયરરેક્ટર માટે સુવિધાજનક છે. કેટલાક સીન્સમાં પંચલાઈનની કમી લાગે છે. ફિલ્મના મ્યૂઝિકની વાત કરીએ તો 'નદિયોં પાર' અને 'પનઘટ' આ બે ગીત મુખ્ય છે. આ બંને જ ગીત ફિલ્મની શરૂઆત અને અંતમાં ક્રેડિટ્સ સાથે બતાવાયા છે. સચિન-જિગરનું મ્યૂઝિક ફિલ્મ પૂરી થયા પછી પણ દર્શકોના માનસપટ પર રહે છે. એકંદરે આ હોરર-કોમેડી ફિલ્મ પોતાના જોનરને ન્યાય કરે છે. ફિલ્મમાં મનોરંજનનો ડોઝ છે અને થિયેટરમાં બેસીને મોટા પડદે આ ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો પૂરી કરી શકાય.
2
ફિલ્મનું ડાયરેક્શન ઈરાની-અમેરિકન મૂળના ડાયરેક્ટર રામિન બહરાનીએ કર્યું છે. ઘણીવાર તમને લાગશે કે ફિલ્મને જેટલો ઈન્ડિયન ટચ મળવો જોઈએ તેટલો છે નહીં. જો કે, આદર્શ ગૌરવની દમદાર એક્ટિંગ તમને આ વાત વિચારવાની તક નહીં આપે. ફિલ્મમાં આદર્શ ગૌરવનું કામ એટલું સરસ છે કે તમે નાની-મોટી ભૂલોને અવગણી શકો છો. રાજકુમારની એક્ટિંગ પણ સારી છે. પ્રિયંકા ચોપરાનું પાત્ર નાનું છે પરંતુ તેણે પૂરતો ન્યાય આપ્યો છે. આદર્શ ગૌરવે બલરામ હલવાઈના પાત્રને દિલથી ભજવ્યું છે. આ ફિલ્મને માત્ર ને માત્ર આદર્શ ગૌરવની કહીએ તો કશું ખોટું નથી. અરવિંદ અડિગાની બુકર પ્રાઈઝ જીતી ચૂકેલી નોવેલ 'ધ વ્હાઈટ ટાઈગર' વાંચી હશે તો તમને વાર્તા ચોક્કસ ખબર હશે તેમ છતાં આ ફિલ્મ જોશો તો મજા પડશે. ફિલ્મનો ટાઈગર બલરામ છે અને આદર્શ ગૌરવે આ ટાઈગરનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. જો કે, ગરીબ-પછાત બલરામની ભૂમિકા ભજવતા આદર્શનું ફાંકડું અંગ્રેજી ક્યારેક ખટકે છે. તેમ છતાં ફિલ્મ જોવા જેવી તો છે જ.
2
ડાયરેક્ટર સુભાષ કપૂરનું ડાયરેક્શન ખૂબ સરસ છે. તેઓ પાત્રોને કહાણી અને વિષયને અનુરૂપ ઢાળવામાં સફળ રહ્યા છે. સ્ક્રીનપ્લે ફિલ્મને મજબૂતી આપે છે. તેઓ પોતાની વાર્તામાં લિંગ ભેદ, જાતિવાદ, સત્તાની ભૂખ જેવા અનેક મુદ્દાઓને બતાવ્યા છે. ઈન્ટરવલ સુધી ફિલ્મના એક-એક પડ ખુલતાં જાય છે અને અચંબિત કરે છે. પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મની વાર્તા થોડી નબળી પડી જાય છે. સેકન્ડ હાફમાં રાજકીય દાવ-પેચના બદલે તારાના અંગત જીવન પર ફોકસ કરવામાં આવ્યું છે. ફિલ્મનો ક્લાઈમેક્સ દમદાર છે. ફિલ્મના સંવાદ ચોટદાર છે. 'યૂપી મેં જો મેટ્રો બનાતા હૈ વો હારતા હૈ ઔર જો મંદિર બનાતા હૈ વો જીતતા હૈ'. 'મેં કુંવારી હૂં, તેજ કટારી હું લેકિન તુમ્હારી હું' જેવા ઘણા ડાયલોગ યાદ રહી જાય તેવા છે. જયેશ નાયરની સિનેમેટોગ્રાફી વાર્તાને વધુ વિશ્વસનીય બનાવે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દમદાર છે. સારી વાત એ છે કે ફિલ્મમાં બિનજરૂરી ગીતો નથી ઉમેરવામાં આવ્યા. મંગેશ ધાકડેના કમ્પોઝિશનમાં સ્વાનંદ કિરકિરેના કંઠે ગવાયેલું ગીત 'ચિડી ચિડી' વાર્તાને અનુરૂપ છે.આ ક્રૂર રાજકીય ડ્રામાને દમદાર બનાવે છે રિચા ચઢ્ઢાની દમદાર એક્ટિંગ. આ રિચા ચઢ્ઢાના કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ છે તેવું કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ફિલ્મની શરૂઆતમાં રિચાનો બોયકટવાળો લૂક થોડી મૂંઝવણ ઊભો કરે છે પરંતુ થોડી જ મિનિટોમાં તે પાત્રમાં સંપૂર્ણપણે ઢળી જાય છે અને દર્શકો તેના લૂકને ભૂલીને પર્ફોર્મન્સમાં ડૂબી જાય છે. પ્રેમમાં ઊંચા વર્ણના યુવક તરફથી વિશ્વાસઘાત સહન કરનારી દલિત યુવતીનું સીએમના રૂપમાં ટ્રાન્સફોર્મેશન ગજબનું છે. માત્ર રિચા જ નહીં ફિલ્મમાં તમામ કલાકારોનો અભિનય સશક્ત છે. માસ્ટરજીના રૂપે સૌરભ શુક્લા દિલ જીતી લે છે. સૌરભ અને રિચા વચ્ચેના દ્રશ્યો ફિલ્મની હાઈલાઈટ છે. ઈન્દૂ ત્રિપાઠીના રોલમાં અક્ષય ઓબેરોય અને દાનિશ ખાનના રોલમાં માનવ કૌલે સશક્ત ઉપસ્થિતિ દર્શાવી છે. સત્તાના ભૂખ્યા નેતાના રોલમાં સુબ્રજ્યોતિ જામે છે. સપોર્ટિંગ કાસ્ટ પણ પર્ફેક્ટ છે.
2
ફિલ્મમાં ગામનો સરપંચ એક ડાયલોગ બોલે છે કે, 'આ દેશમાં રાજ્યપાલથી પણ મોટો તલાટી હોય છે અને તેનું લખેલું કોઈ બદલી નથી શકતું.' આજે પણ આ વાત આપણા તંત્રની કડવી હકીકત છે. દેશભરના નાના-મોટા ગામડાંમાં આજેય ભરત જેવા કેટલાય જીવિત મૃતકો ફરતા હશે. લોકોની આખી જિંદગી કોર્ટ-કચેરીના ધક્કા ખાઈને પૂરી થઈ જાય છે પરંતુ પોતાને જીવિત સાબિત નથી કરી શકતા અને કાગળિયા પર મૃત જાહેર થયા હોવાના કારણે ખરેખર મરી જાય છે. ડાયરેક્ટર સતીશ કૌશિકે આ ફિલ્મને ખૂબ હળવા અંદાજમાં શરૂ કરી પરંતુ સમય સાથે ફિલ્મ સીરિયસ થતી જાય છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેમ તમે ભરત લાલની પીડા અને પોતાને જીવિત સાબિત કરવાની જિદ્દ સમજી શકો છો. જો કે, ફિલ્મ ક્યારેક ધીમી લાગે છે પરંતુ ભરત લાલના નવા નવા કીમિયા ફરી એકવાર વાર્તામાં તમારો રસ જગાડે છે. ફિલ્મને કદાચ હજી થોડી નાની કરી શકાઈ હોત.હાલના સમયે પંકજ ત્રિપાઠીને બોલિવુડના શ્રેષ્ઠ એક્ટર કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેઓ દરેક પાત્રમાં એટલા ઊંડા ઉતરી જાય છે કે તેના જેવા જ લાગવા માંડે છે. પંકજ ત્રિપાઠી પોતાની દરેક ફિલ્મથી એક્ટિંગની નવી ઊંચાઈ સર કરે છે. ભરત લાલના પાત્રમાં પંકજ ત્રિપાઠી એટલી સારી એક્ટિંગ કરી બતાવે છે કે તમે તેમના પાત્રની પીડા અનુભવી શકો છો. ભરત લાલની પત્નીના રોલમાં મોનલ ગજ્જર અને સાધુરામના પાત્રમાં સતીશ કૌશિકનું કામ પણ પ્રશંસનીય છે. ફિલ્મમાં મીતા વશિષ્ઠ, નેહા ચૌહાણ, અમર ઉપાધ્યાય અને બ્રિજેંદ્ર કાલાના રોલ નાના છે પરંતુ તેમણે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ફિલ્મમાં એકમાત્ર આઈટમ સોન્ગ છે જેમાં સંદીપા ધર ખૂબ જ સુંદર લાગે છે.
2
આ ફિલ્મમાં જો હકીકતમાં તમને આશ્ચર્યજનક લાગશે તો તે છે માનવ કૌલની ઉત્તમ એક્ટિંગ, વીર સિંહના કેરેક્ટરમાં તે ખૂબ જ વાસ્તવિક અને ઉત્તમ લાગી રહ્યો છે. તેના કેરેક્ટરના અલગ અલગ શેડ્સમાં માનવ કૌલે જીવ રેડી દીધો છે. તેની બોડી લેંગ્વેજ અને ડાયલોગ ડિલિવરી ઉત્તમ છે અને ફરી એકવાર તેમણે સાબિત કર્યું છે કે તે દરેક પ્રકારના કેરેક્ટરને ખૂબ જ સરળતાથી નિભાવી શકે છે. વકીલના કેરેક્ટરમાં અર્જુન રામપાલ પણ તમને ઈમ્પ્રેસ કરશે. તેની કોર્ટ પ્રેઝન્સ જોરદાર જોવા મળે છે. અર્જુન રામપાલ સામે આનંદ તિવારીએ પણ સરકારી વકીલનું કેરેક્ટર ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. મધુ સારી કલાકાર છે પરંતુ તેની પાસે કરવાલાયક કશું ખાસ નહોતું.આ ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન બગ્સ ભાર્ગવ કૃષ્ણાએ કર્યું છે. કૃષ્ણાએ ફિલ્મના કોર્ટ રુમ ડ્રામાને એકદમ ઉત્તમ રીતે લખ્યો અને ફિલ્માવ્યો છે. ફિલ્મ સમય પસાર કર્યા વગર જ ટૂ ધ પોઈન્ટ પર તમને લઈ આવે છે. ફિલ્મના સીન તમને જકડી રાખવામાં સફળ થશે. જોકે, પછી તમે ક્યાંક ને ક્યાંક સ્ટોરીનો અંદાજ લગાવી પણ શકો છો પરંતુ પછી ઘણું બધું એવું થાય છે કે જે તમને ફિલ્મના અંતમાં જ ખબર પડશે. કુલ વાત કરવામાં આવે તો આ ફિલ્મ એક સારી થ્રિલર ફિલ્મ છે.
2
આશ્રમના રાઈટર્સ માધવી ભટ્ટ, અવિનાશ કુમાર, સંજય માસૂમ, કુલદીપ રુહેલે આ સીરિઝમાં સેક્સ્યુઅલ અને ડ્રગ એબ્યૂઝના મુદ્દાને ઉત્તમ રીતે રજૂ કરવામાં આવ્યો છે. સીરિઝની સ્ટોરીના કેરેક્ટર્સને ઉત્તમ કરીને ઘડવામાં આવ્યા છે તેમજ અનેકવાર કેરેક્ટર્સ રસપ્રદ બન્યા છે. પ્રકાશ ઝાએ પણ ઉત્તમ રીતે સમાજની બદીઓ પણ સીરિઝમાં સામે રાખી છે.એક્ટિંગની વાત કરવામાં આવે તો ગત સીઝનની જેમ જ બોબી દેઓલ આ સીઝનમાં પણ પોતાના ફુલ ફોર્મમાં જોવા મળે છે. એક લાંબા સમય પછી બોબી દેઓલને બિલકુલ અલગ જ અંદાજમાં જોવામાં આવ્યા છે. ચંદન રૉય સાન્યાલ પણ પોતાના કેરેક્ટરમાં મસ્ત લાગે છે. જ્યાં સુધી સીરિઝના મહિલા કેરેક્ટર્સની વાત કરવામાં આવે તો અદિતી પોહનકર, ત્રિધા ચૌધરી, અનુરિતા ઝા, પ્રીતિ સૂદ અને અનુપ્રિયા ગોયન્કાએ પોતાના રોલ્સને ઉત્તમ રીતે કર્યું છે. ત્રિધા ચૌધરી બબીતાના રોલમાં ગત સીઝન કરતા પણ વધુ સુંદર લાગી છે.
2
લૂડો' આમ તો મજેદાર છે. બિલકુલ તે રમતની જેમ જ જે આપણે નાનપણથી રમતા આવ્યા છીએ. દરેક પોતપોતાના રસ્તે ચાલી રહ્યું છે. જોકે, દરેકનો રસ્તો એકબીજા સાથે ટકરાય છે. ફિલ્મ પણ એવી રીતે જ ચાલે છે. રસપ્રદ લાગશે તમને પણ. દરેક કેરેક્ટરની સ્ટોરી શરુ થાય છે. જેનો ભૂતકાળ-વર્તમાન બતાવવામાં આવે છે અને ફિલ્મની સ્ટોરી શરુ થાય છે. જોકે, ધીરે ધીરે બધું રહસ્યમયી થતું જાય છે. અનેક કેરેક્ટર્સ અને દરેક સ્ટોરીઓને બાંધવાની કોશિશમાં અનુરાગ બસુની પકડ ક્યાંક ઢીલી થતી જણાય છે પરંતુ તેમણે સારી કોશિશ કરી છે.અનુરાગ બસુની ફિલ્મ છે. જેથી તેમની છાપ દરેક જગ્યાએ જોવા મળે છે. ફિલ્મમાં ડાર્ક કોમેડી પણ છે અને રોમાન્સ પણ છે. પ્રીતમનું મ્યૂઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મને અનુરૂપ જ છે. આ ફિલ્મમાં બ્લૂ અને લાલ રંગનો પ્રેમ ઝળકે છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ ખૂબ જ મોટી છે. એકથી એક મંજાયેલા એક્ટર છે અને તે નિરાશ પણ કરતાં નથી. પંકજ ત્રિપાઠીએ ફરી એકવાર દિલ લૂંટ્યું છે. એક ગેંગ્સ્ટરના રોલમાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. રાજકુમાર રાવ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીનો ફેન બન્યો છે અને તેને એન્જોય કરે છે. અભિષેક બચ્ચને બિટ્ટુના રુપમાં પડદા પર પોતાની પકડ મજબૂત રાખી છે. જ્યારે ફાતિમા સના શેખનું કેરેક્ટર પણ રસપ્રદ છે. સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર પોતપોતાના રોલમાં ફીટ બેસે છે. રોહિત સર્રાફ પાસે ડાયલોગ્સ ઓછા છે પરંતુ તે અલગ જ રીતે નિખરે છે. 'લૂડો'માં અનેક તક એવી આવે છે જ્યારે તમને રોમાંચ ઉત્પન્ન થાય છે. અનેક એવી પણ તક છે જ્યારે તમે ખૂબ હસો છો. જોકે, ક્યારેક તમને કંટાળો પણ આવી શકે છે. અનુરાગ બસુ સ્ક્રિનપ્લે ટાઈટ રાખવામાં હજુ થોડી મહેનત કરી શક્યા હોત. જોકે, તમે સંયમ રાખો તો તમને આગળ ખૂબ જ મજા પડે તેવું છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ ખૂબ જ સરસ છે. દરેક સ્ટોરીને સારી રીતે એકબીજા સાથે ગૂંથવામાં આવી છે. કેટલીક સરપ્રાઈઝ છે તો મેસેજ પણ છે. આ 'લૂડો' અંતમાં તો એવું જ કહે છે કે, ક્યારેય પણ કોઈને એ વાત પર મૂલ્યાંકન ન કરવું જોઈએ કે તેણે શું પસંદ કર્યું છે અને શું નિર્ણય કર્યો છે?
2
કરણ શર્માએ આ ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. તેમણે સેનામાં ગુંજન સક્સેનાની સાથે થઈ રહેલા ભેદભાવને કોઈ શોષણની માફક નહીં પણ એક ચર્ચાની શરૂઆત તરીકે ઉપયોગ કર્યો છે. આ ફિલ્મમાં દેશભક્તિની સાથે જીતનું અભિમાન પણ છે. ફિલ્મમાં પિતા-પુત્રીના સંબંધની વાત છે અને એક્ટ્રેસ જાન્હવી કપૂરે ગુંજન સક્સેનાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. પોતાની ઉંમર મુજબ પણ આ આ રોલમાં પરફેક્ટ છે. ફિલ્મમાં વિંગ કમાન્ડરના રોલમાં એક્ટર વીનિત સિંહ છે. એકબાજુ અંગદ બેદી અને વીનિત સિંહ જ્યારે બીજી બાજુ જાન્હવી કપૂર છે. તેમણે યાદગાર અભિનય કર્યો છે.2 કલાકની આ ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માં ગુંજન સક્સેનાની વીરતાને રજૂ કરવામાં આવી છે. કારગિલ યુદ્ધ પણ આ ફિલ્મની વાર્તાનો મહત્વનો ભાગ છે. ફિલ્મમાં પાઈલટની ટ્રેનિંગ, હેલિકોપ્ટરની વાર્તા, યુદ્ધના સીન સહિતનો ઘટનાક્રમ 2 કલાકમાં રજૂ કરાયો છે. 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' ફિલ્મ એક નારીવાદી પિતા અને તેમની બહાદુર દીકરીની વાર્તા છે. આ ફિલ્મ માટે અમારા રેટિંગ 5માંથી 4 સ્ટાર છે.
2
ફિલ્મનો ફર્સ્ટ હાફ દર્શકોને જકડી રાખે છે જે મજેદાર અને એન્ટરટેઈનિંગ છે. વિદ્યા બાલન સંપૂર્ણ રીતે પોતાના પાત્રમાં ઢળી ગઈ છે અને સરસ પર્ફોર્મન્સ આપ્યું છે. લંડન ગયા બાદ વિદ્યા બાલનના મેકઓવરને જબરજસ્ત રીતે દર્શાવાયો છે. ફિલ્મમાં શકુંતલા દેવીના પતિ પરિતોષ બેનર્જીનું પાત્ર જિશૂ સેનગુપ્તાએ ભજવ્યું છે અને પોતાના પાત્રમાં ખૂબ સારા લાગી રહ્યા છે. અનુપમાના પાત્રમાં સાન્યા મલ્હોત્રા અને અનુપમાના પતિના પાત્રમાં અમિત સાધે પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે. ડાયરેક્ટર અનુ મેનને ખૂબ જ ઈમાનદારીથી શકુંતલા દેવીની જિંદગીને ફિલ્મમાં દર્શાવી છે. ફિલ્મમાં 1950 અને 1960ના દાયકાને સારી રીતે દર્શાવાયો છે. ફિલ્મમાં સચિન-જિગરનું મ્યૂઝિક પણ સારું છે.
2
‘રક્તાંચલ’ના પહેલા એપિસોડની સ્ટોરી તમને બાંધી રાખશે. વેબ સીરિઝમાં હીરો વિજય સિંહના રોલમાં ક્રાંતિ પ્રકાશ ઝા છવાઈ ગયો છે. ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મ્સ અને સીરિઝ ‘સ્વામી રામદેવ- એક સંઘર્ષ’ પછી ક્રાંતિ પ્રકાશ ‘રક્તાંચલ’માં પોતાની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીથી ઉમદા કામ કર્યું છે. વિલન વસીમ ખાનના રોલમાં નિકિતન ધીર ખતરનાક તો લાગે જ છે પરંતુ તેને પોતાના એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી પર કામ કરવાની જરુર છે.કેવું છે કલાકારોનું કામ?આ બન્નેના લીડ રોલ ઉપરાંત ભ્રષ્ટ રાજનેતા પુજારી સિંહના કેરેક્ટરમાં રવિ ખાનવિલકર અને વસીમ ખાનના ગુંડા સનકીના કેરેક્ટરમાં વિક્રમ કોચર ખૂબ જ દમદાર લાગે છે. રોંજિની ચક્રવર્તીનો રોલ સીમા અને કૃષ્ણા બિષ્ટનું કેરેક્ટર કટ્ટા ખૂબ મોડા આવે છે પરંતુ પોતાની છાપ છોડીને જાય છે. ત્રિપુરારીના કેરેક્ટરમાં પ્રમોદ પાઠક ઠીકઠાક જામે છે. પોલિટિશન સાહેબ સિંહના કેરેક્ટરને વધુ ઉત્તમ બનાવી શકાયું હોત. જોકે, આ રોલમાં દયા શંકર પાંડે જેવા ઉત્તમ કલાકાર પાસે યોગ્ય રીતે કામ લેવામાં આવ્યું નથી.80ના દાયકાનો સમય અને માફિયારાજ‘રક્તાંચલ’ની સ્ટોરીને રજત, સર્વેશ ઉપાધ્યાય અને શશાંક રાહીએ લખી છે.ડિરેક્ટર રીતમ શ્રીવાસ્તવે ‘રક્તાંચલ’માં એકદમ દર્શકોને બાંધી રાખે તેવું 80ના દાયકાના મધ્ય સમયનું વાતાવરણ પૂરું પાડ્યું છે. 80ના દશકમાં અંતમાં ઉત્તર પ્રદેશમાં થયેલી હિંદુ-મુસ્લિમ અને રામમંદિરની રાજનીતિનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘રક્તાંચલ’ની સ્ટોરી સારી છે પરંતુ તેના ડાયલોગ્સ થોડા નબળા છે. જે દર્શકો પર સીમિત અસર છોડવામાં સફળ થાય છે. સ્ટોરીમાં વિજય સિંહની લવસ્ટોરીને સારી રીતે બતાવી શકાય હોત. ‘રક્તાંચલ’માં બન્ને ગીત સ્ટોરીની ઝડપને બ્રેક લગાવે છે.શા માટે જોવી જોઈએ?સમગ્ર સીઝનની સ્ટોરીને એવા વળાંક પર પૂરી કરવામાં આવી છે. જેથી દર્શકોને બીજી સીઝનની ઉત્સુકતાપૂર્વક રાહ રહેશે. ક્રાંતિ પ્રકાશ ઝાની ઉત્તમ એક્ટિંગ જોવી હોય અને જો તમને ક્રાઈમ, થ્રિલર, ડ્રામા સીરિઝના શોખીન છુઓ તો આ સીરિઝ મિસ ન કરશો.
2
અનુભવ સિંહાએ ‘થપ્પડ’ એક એવા ટોપિક પર બનાવી છે. જેના પર ભાગ્યે જ આપણા સમાજમાં વાત થાય છે. ઘરેલૂ હિંસા કેવી રીતે કોઈ મહિલાને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક રીતે અંદરથી તોડી નાખે છે, ફિલ્મમાં આ વાતને ઉંડાઈથી વણી લેવામાં આવી છે. વારંવાર મહિલાઓ આવી હિંસાને ઘરને વધારે જરૂરી માનવાના કારણે નજરઅંદાજ કરી દે છે. જોકે, પુરુષોને આ વાતથી જરાપણ ફેર પડે છે ખરાં? આ જ ટોપિક પર ફિલ્મની ચર્ચા છે.એવું નથી કે વિક્રમ પોતાની પત્નીને પ્રેમ નથી કરતો પરંતુ પોતાની મહત્વકાંક્ષાઓમાં તે પત્નીને નજરઅંદાજ કરી દે છે.કેવું છે કલાકારોનું કામ?ટ્રેલર જોઈને પૂરી રીતે ખબર પડી ગઈ હશે કે આ ફિલ્મ તાપસીની જ છે. એક આદર્શ પત્નીથી તાપસીનું કેરેક્ટર માત્ર એક થપ્પડમાં જ તીવ્ર બની જાય છે. જે તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તાપસીએ આ ગંભીર રોલને સારી રીતે ભજવ્યો છે.તેના ડાયલોગ નિશ્ચિત રીતે તમારા દિલને ધ્રુજાવી દેશે. મેકઅપ વગરના આ રોલમાં તાપસીના ચહેરા પર દર્દ, ઘૃણા અને પસ્તાવો એક સાથે જ જોવા મળશે. આ ફિલ્મમાં વિક્રમને તમે નફરત કરશો જેથી ખબર પડે છે કે પવેલ ગુલાટીએ પોતાનું પાત્ર કેટલી ગંભીરતાથી ભજવ્યું છે. કુમુદ મિશ્રા હંમેશાની જેમ અમૃતાના પિતાના રોલમાં જામે છે.શા માટે જોવી જોઈએ?ફિલ્મનું મ્યુઝિક ટોપિક અનુસાર જ છે.અનુભવ સિંહાએ કેટલી મહેનત કરી છે તે ફિલ્મ જોતા જ સમજાય તેવું છે. જો તમને લાગે છે કે લગ્નમાં બધું જ ચાલે છે, તો એકવાર આ ફિલ્મને જરુર જુઓ.
2
આજથી 20 વર્ષ પહેલા નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરા, રિતિક-સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘મિશન કાશ્મીર’ લઈને આવ્યા હતા. હવે તેઓ ‘શિકારા’ ફિલ્મ લઈને આવ્યા છે જેમાં 90ના દાયકાની વાત છે, જ્યારે આશરે 4 લાખ કાશ્મીરી પંડિતોને ઘરમાંથી નીકાળીને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. ફિલ્મના સંવેદનશીલ વિષયના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી.ફિલ્મમાં તેમના જીવનના સંઘર્ષ, શિવ અને શાંતિનું એકબીજા પ્રત્યેનું સમર્પણ દર્શાવાયું છે. નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની પ્રશંસા કરવી જોઈએ કારણકે તેમણે એક પ્રેમ કહાણી દ્વારા કાશ્મીરી પંડિતોના વિસ્થાપનનો મુદ્દો ઉઠાવ્યો છે. પણ તેઓ આ વિષયમાં ઊંડા ઉતરી શક્યા નથી, પણ ફિલ્મનું કેમેરાવર્ક સુંદર છે.જેમ-જેમ આ ફિલ્મ આગળ વધે છે તેમ-તેમ પ્રેમ કહાણી પાછળ રહી જાય છે, ઈન્ટરવલ બાદ કહાણી થોડી ખેંચી હોય તેવું લાગે છે અને તેના અંત પહેલા જ તેનો અંદાજો તમે લગાવી શકો છો. ફિલ્મમાં એ આર રહેમાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરદસ્ત છે. આ સિવાય તેના ગીતો પણ સરસ છે. આદિલ ખાન અને સાદિયા ખાન જેવા નવા કલાકારોએ સારો અભિનય કર્યો છે.
2
આદિત્ય રોય કપૂરનું પાત્ર પ્રભાવશાળી છે જ્યારે દિશા પટણી પણ તેના રોલમાં પરફેક્ટ છે. તે આ ફિલ્મમાં ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ દેખાઈ રહી છે. આ બંનેની કેમેસ્ટ્રી જોવાની તમને મજા આવશે. અનિલ કપૂર એક એવો પોલીસવાળો છે જે કાયદામાં માનતો નથી અને કૃણાલ ખેમુનું પાત્ર પણ સારું છે.ડિરેક્ટર મોહિત સૂરીએ પણ જકડી રાખે તેવી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને શરૂઆત પણ જબરદસ્ત એક્શન સીનથી થાય છે. ફિલ્મમાં ક્યાંક-ક્યાંક સંવાદ અને એડિટિંગ નબળા લાગી શકે છે. ફિલ્મના ટ્વિસ્ટ પણ તમે અંદાજો લગાવી શકો તેવા છે માટે તે ખૂબ રસપ્રદ નથી લાગતા. ફિલ્મના ગીત સહિત સંગીત સારું છે. આ ફિલ્મ જોયા બાદ પણ તમને તેનું સંગીત યાદ રહેશે.
2
આદિલ અલ અરબી અને બિલાલ ફલાહ નિર્દેશિત આ ફિલ્મ શરુઆતમાં ધીમી છે, જોકે, પછીથી ખૂબ જ ઝડપ પકડે છે. એક વાર તો સામાન્ય લાગતી સ્ટોરીનો ક્લાઈમેક્સ પણ રસપ્રદ નીકળે છે. આટલું જ નહીં, ડિરેક્ટરે સૂઝબૂઝ સાથે હવે પછીની ફિલ્મ બનવાની શક્યતા પણ છોડી છે.આ ફિલ્મના વન લાઈનર્સ જોરદાર છે. જે તમને હસાવે છે. માઈક અને એમ્મોની ટીમની ખાટીમીઠી તડાફડી પણ સારી લાગે છે. જો વાત કરવામાં આવે એક્શનની તો, આ ફિલ્મની છેલ્લી એક્શન સિકવન્સ સારી છે.બાકી તો મારધાડ જ છે. વિલ સ્મિથ અને માર્ટિન લોરેન્સની કેમિસ્ટ્રી પ્લસ પોઈન્ટ છે. ડિરેક્ટરે એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આ એક્ટર્સ હવે પહેલા જેવા નવયુવાન નથી રહ્યાં. આ વાતને લઈને અનેક જગ્યાએ પંચ રાખ્યા છે. બન્નેની એક્ટિંગ સરસ છે. જો પેન્ટાલિયાનો, પાઉલા નુનેજ, જેકબ સ્કિપિયો અને કેટ ડી કસ્ટીલોએ પણ જોરદાર ન્યાય આપ્યો છે.
2
ડિરેક્ટર તરીકે અશ્વિની ઐયર તિવારીની ખૂબી એ છે કે તેમણે ભોપાલ જેવા નાના શહેરની નોકરી કરતી મહિલા અને તેના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારને પડદા પર જે બારીકીઓ સાથે દર્શાવી છે તે ફિલ્મની સ્ટોરીને બળ આપે છે. અશ્વિની જયા, મીનૂ અને માતા નીના ગુપ્તાના પાત્રો થકી મહિલા સશક્તિકરણની વાત કરે છે પરંતુ તેમાં ક્યાંય તે ઉપદેશ આપતા હોય એવું નથી લાગતું. ઈન્ફેક્ટ એક દૃશ્યમાં તો જયા કહે છે, “દરેક વખતે મહિલાને એવું કેમ પૂછવામાં આવે છે કે તેને કારકિર્દી છોડવા પતિ કે ઘરે મજબૂર કરી.આ તેની પોતાની પણ ચોઈસ હોઈ શકે છે.” અસલમાં અશ્વિની ‘પંગા’ના માધ્યમથી કહેવા માંગે છે કે દરેક સ્ત્રીને પોતાની ચોઈસથી પંગો લેવાનો અધિકાર આપવામાં આવવો જોઈએ.ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો લાંબો છે પણ સેકન્ડ હાફમાં સ્ટોરી પોતાની મંઝિલ તરફ ફટાફટ દોડે છે. અશ્વિનીએ સંબંધોને ગૂંથીને કબડ્ડી જેવી રમતમાં પણ થ્રિલ જાળવી રાખ્યું છે. નિખિલ મલ્હોત્રા અને અશ્વિની ઐયર તિવારીના લખેલા સંવાદ એકદમ ચોટદાર છે. જય પટેલની સિનેમેટોગ્રાફી પણ વખાણવાલાયક છે.બલ્લૂ સલૂજાએ ફિલ્મનું ધારદાર એડિટિંગ કર્યું છે. શંકર-અહેસાન-લોયનું સંગીત વિષયને અનુરૂપ છે.પરફોર્મન્સની વાત કરીએ તો કંગના રણૌતે જયા નિગમના પાત્રને એકદમ એફર્ટલેસ અને ફ્લોલેસ રીતે ભજવ્યું છે. તેના કપડા હોય કે બોડી લેંગ્વેજ, બધું જ તેના પાત્રમાં એકદમ પરફેક્ટ રીતે ઢળી જાય છે. ઈમોશનલ દૃશ્યોમાં કંગના મેલોડ્રામા કરવાને બદલે એ રીતે એક્ટિંગ કરે છે કે દર્શકોની આંખો ભીની થયા વિના નથી રહેતી.હાઉસ વાઈફ અને કબડ્ડી પ્લેયર બંને કિરદારોને તેણે પૂરો ન્યાય કર્યો છે. રિચા ચઢ્ઢાનું પાત્ર બિહારી લઢણમાં ડાયલોગ બોલીને દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. તેના અને કંગના વચ્ચે સારી કેમિસ્ટ્રી જામે છે. સહયોગી પતિની ભૂમિકામાં જસ્સી ગિલે સહજ અભિનય કર્યો છે. કંગનાની સાથે તેની જોડી સારી લાગે છે. નીના ગુપ્તાને લિમિટેડ દૃશ્યો મળ્યા છે આમ છતાં તે દર્શકો પર પોતાની છાપ છોડી જાય છે. બાળ કલાકાર યજ્ઞ ભસીન ફિલ્મનું આકર્ષણ બની જાય છે. પોતાના માસૂમ અભિનયથી તે બધાનું મન મોહી લે છે.આ ફિલ્મને મિસ ન કરશો, તે તમને તમારા સપના ફરી જીવવાની પ્રેરણા આપશે.
2
સ્ટોરી ખૂબ જ સારી છે જે તમને છેલ્લે સુધી બાંધીને રાખશે. ક્યાંક ક્યાંક લાગી શકે છે કે ડ્રામા વધારે છે. પરંતુ તમને પસંદ આવે તો ફિલ્મ મજાની છે. ફિલ્મનો જીવ તબ્બૂ છે. તેની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી તે ફિલ્મમાં તમારૂ દિલ જીતી લેશે. દરેક સીનમાં તબ્બૂ તમને ઈમ્પ્રેસ કરી દેસે. કાર્તિક આર્યનની એક્ટિંગ સારી છે. કાર્તિક કોમેક પંચ ખૂબ જ શાનદાર મારે છે અને તમને હસાવવામાં તે સફળ થઈ શકે છે. કિયારા ફિલ્મમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સંજય મિશ્રા અને રાજપાલ યાદવની જોડી તમારૂ દિલ જીતી લેશે. આ બન્ને ખૂબ હસાવશે અને તેમના અમુક કોમેડી સીન તો કમાલના છે. ઠાકુરના રોલમાં મિલિંદ ગુણાજી ચમકી રહ્યા છે. ફિલ્મમાં દરેક કલાકાર પોતાના કેરેક્ટરની સાથે જસ્ટીસ કરી રહ્યું છે. અનીસ બજ્મીએ ફિલ્મને સારી રીતે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ પર પકડ ક્યાંય ઢીલી નથી. દરેક થોડી થોડી વારે કોમિક પંચ આવે છે જે ખુબ જ હસાવે છે. ફિલ્મ વધારે ડરાવની નથી કોમેડી અને હોરરનું મિક્સર છે. આજ કારણ છે કે તેને ફેમિલી સાથે જોઈ શકાશે. આ ફિલ્મને જો પહેલી ફિલ્મ સાથે કંમ્પેર કરવામાં આવે તો નિરાશા થશે. પહેલી વખત કોઈ નવી વસ્તુ આવે છો તો મોટાભાગે આપણને તે અલગ લાગે છે. આ ફિલ્મને પહેલી ફિલ્મ સાથે કમ્પેર કર્યા વગર જોશો તો આ ફિલ્મ સારી લાગશે અને પહેલી ફિલ્મ સાથે કમ્પેરના ચક્કરમાં તેનું નુકસાન ન થવું જોઈએ. જો વીકેન્ડ પર ફેમિલીની સાથે એક સાફ સુથરી એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ જોવા માંગો છો તો તમે આ ફિલ્મ જરૂર જોઈ શકો છો.
2
એક હેંડસમ, નિર્ભય અને ફર્જને લઇને કટિબદ્ઘ પોલીસ અધિકારીના રૂપમાં આયુષ્માન ખુરાનાએ પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે, તેના અભિયનની વિશેષતા રહી છે કે તેણે ક્યારેય ઑરવ ધ ટોપ એક્ટિંગ નથી કરી. પોતાની કેરેક્ટરને સુંદરતાથી અંડરપ્લે કર્યો છે. ગૌરાના રૂપમાં સાયની ગુપ્તાએ શાનદાર એક્ટિંગ કરી છે. મનોજ પાહવા અને કુમુદ મિશ્રાની એક્ટિંગ જોરાદર છે. ઇશા તલવારને સ્ક્રીન સ્પેસ ઓછી મળી છે તેમ છતાં તેણે પોતાના રોલને જસ્ટિસ આપ્યો છે. મોહમ્મદ જીશાન આયુબનો રોલ નાનો હોવા છતાંય પાવરફૂલ છે. તેનું કેરેક્ટર નિષાદ, જે બળવાખોર હોય છે અને જાતિવાદ સામે લડે છે.અનુભવ સિંહાએ આ પહેલાં 'મુલ્ક' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જેમાં ધર્મને કારણે કરવામાં આવતા ભેદભાવ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે જાતિવાદ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મ દરેક રીતે એકદમ રિયાલિસ્ટિક છે. સ્ક્રીનપ્લે ગૌરવ સોલંકી અને અનુભવ સિંહાએ સાથે મળીને લખ્યો છે. આ ડાર્ક સબ્જેક્ટમાં પણ હાસ્ય તથા દમદાર સંવાદો છે. જેથી ફિલ્મ કંટાળાજનક બનતી નથી. આ સિવાય મંગેશ ધાકડેનું મ્યૂઝિક કમાલનું છે. તે ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે.
2
તાનાજીના રોલમાં અજયની એક્ટિંગ કાબિલે તારીખ છે. એક ચાલાક અને નિષ્ઠાવાન યોદ્ધા જે દેશ અને શિવાજી મહારાજ માટે કંઈ પણ કરી શકે છે. આ રોલમાં અજય એકદમ ફિટ બેસે છે, પરંતુ આ રોલમાં તેને જોઈને બાજીરાવ સિંઘમની યાદ આવી જશે. આ ફિલ્મમાં કાજોલ સાવિત્રી બાઇની ભૂમિકામાં છે, જે તનાજીની પત્ની છે. કાજોલ અને અજય દેવગણની જોડીએ હમેશાંની જેમ રૂપેરી પરદે કમાલ કરી બતાવ્યું છે. કાજોલ જે પણ સીન આવે છે તેમાં તેની જોરદાર એક્ટિંગ જોવા મળે છે. જ્યારે સૈફ અલી ખાન પોતાની દમદાર એક્ટિંગથી અજયને જબરદસ્ત ટક્કર આપી રહ્યો છે. સૈફની સામે તમારું ધ્યાન અન્ય કોઈ અભિનેતા તરફ નહીં જાય. ઉદયભાન રાઠોડના અત્યંત ઉગ્ર પાત્રમાંસૈફે પ્રાણ ફૂંકી દીધા છે. સૈફની નિર્દયતા અને તેની ભૂખ્યા વરૂ જેવી આંખો તેને અન્ય કલાકારો પર ભારે કરી દે છે. અજય અને સૈફ વચ્ચેની ટક્કર પણ જોવા જેવી છે. તેના ડાયલોગ્સથી લઈને ધૂની વ્યવહાર દરેક વસ્તુ પ્રશંસાપાત્ર છે. આમ સૈફ, કાજોલ અને અજય દેવગણ સિવાય ફિલ્મમાં શરદ કેલકરએ શિવાજી, લ્યૂક કેની અને ઔરંગઝેબ, પદ્માવતી રાવએ જીજાબાઈ, દેવદત્તા નાગેએ સૂર્યાજી માલુસરે, નેહા શર્માએ કમલના રોલમાં પ્રાણ ફૂંકી દીધા છે. સપોર્ટિંગ કાસ્ટે પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે. આ ફિલ્મ ઓમ રાઉતે બનાવી છે. ફિલ્મનું ડિરેક્શન અને એડિટિંગ ખૂબ જ સારું છે. જોકે, ફર્સ્ટ હાફમાં ફિલ્મ સ્લો લાગશે. ફિલ્મમાં પ્રાણીઓનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો નથી. સાથે જ પાત્રોને ઘોડસવારી અને લડાઈ કરતાં દેખાડવા માટેં વીએફએક્સનો ઉપયોગ કરાયો છે, જે અમુક જગ્યાએ અનરિયલ લાગે છે. ફિલ્મની સૌથી સારી વાત તેના એક્શન સીકવન્સ છે. યુદ્ધના મેદાનમાં ઉતરેલા મરાઠાઓ અને મુઘલો વચ્ચેનું યુદ્ધ જોવાલાયક છે. સેકન્ડ હાફમાં ફિલ્મ તમને પકડી રાખે છે. ફિલ્મમાં બતાવેલું યુદ્ધ તમારા મનમાં એક છાપ ઊભી કરે છે. આ સિવાય ફિલ્મનું સિનેમેટોગ્રાફી પણ સારું છે. ફિલ્મમાં ભવ્ય સેટ્સ અને વિઝ્યુઅલ ઈફેક્ટ સારી બતાવી છે. સાથે જ ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર બહુ સારું છે.
2
ડિરેક્ટર જગન શક્તિએ આ ફિલ્મનું ડેબ્યૂ બોલિવુડમાં કર્યો. કોઇ શંકા નથી કે વિજ્ઞાન તથા સાચ્ચી ઐતિહાસિક ઘટના પર આઘારિત ફિલ્મ પોતાનો પ્રભાવ છોડવા માટે સફળ થઇ છે. જોકે કેરેક્ટર્સ વધારે હોવાથી ઘણી જગ્યા પર ફિલ્મે સિનેમિેટિક લિબર્ટી લીધી છે. આ સાથે જ હોમ સાયન્સના આધાર પર મિશન મંગળના સફરને બતવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ સ્પેશિયલ ઇફેક્ટ્સના મામલામાં આ ફિલ્મ ક્યાંક નબળી પડે છે. VFX સારા હોત તો સ્પેસના સીન્સ વધારે સારા લાગી શકતા. જોકે ક્રિસ્પ સ્ટોરી, પ્રભાવશાળી બેકગ્રાઉન્ડ સ્કોર તથા જોરદાર ક્લાઇમેક્સ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. મિશન મંગળની સ્ટાર કાસ્ટ ઘણી સ્ટ્રોંગ છે. જ્યાં અક્ષય કુમાર ખૂબ જ જનૂની ટીમ લીડર છે, અક્ષયે રાકેશ ધવનનું કેરેક્ટર સારી રીતે પ્લે કર્યુ છે. તેના વન લાઇનર્સ ઓડિયન્સને માત્ર હસાવતા નથી સાથે જ તાળીઓ પાડવા પણ મજબૂર કરી દે છે. એક્ટ્રેસ તરીકે વિદ્યા બાલન હંમેશાની જેમ પોતાનું મેજિક બતાવી દે છે. એક વૈજ્ઞાનિક અને માતા-પત્નીનું કેરેક્ટર જે રીતે તેણે પ્લે કર્યુ છે તે ખરેખરમાં વખાણવાલાયક છે. એકા ગાંધીના રોલમાં સોનાક્ષી હોટ લાગવાની સાથે કન્વિસિંગ લાગી રહી છે. તાપસીએ પોતાના કેરેક્ટરને સહજતાથી પ્લે કર્યા છે. શરમન જોશી, સંજય કપૂર, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી, અનંત અય્યરે પણ શાનદાર રીતે પોતાના રોલને જસ્ટિસ આપ્યો છે. અમિત ત્રિવેદીએ ફિલ્મ મિશન મંગળ બેકગ્રાઉન્ડ સ્કોર શાનદાર આપ્યો છે, તો બાકીના સોંગ ઠીક-ઠાક છે.
2
ડિરેક્ટરના રૂપમાં મેઘના ગુલઝારની ખૂબી એ છે કે તેમણે ફિલ્મની સ્ટોરીને રિયાલિસ્ટિક રાખી છે. એસિડ એટેક સર્વાઈવર પર ગુજરેલા અત્યાચારને તેમણે મેલોડ્રામેટિક કે સનસનીખેજ નથી બનાવ્યો. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો સુસ્ત છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ સ્પીડ પકડે છે. ‘તલવાર’ અને ‘રાઝી’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલી મેઘનાએ આ ફિલ્મને ડોક્યુમેન્ટરી ડ્રામાના અંદાજમાં ફિલ્માવી છે. તેણે ફિલ્મના માધ્યમથી સુંદરતાની પરંપરાગત ધારણા પર પણ પ્રહાર કર્યા છે.એસિડ વિક્ટિમ તરીકે દીપિકાનો પ્રોસ્થેટિક મેક-અપ વખાણવા લાયક છે.અમુક સવાલ એવા જરૂર છે જેના જવાબ નથી મળથા. શંકર-અહેસાન-લૉયના સંગીતમાં ‘છપાક’નું ટાઈટલ ટ્રેક હૃદયસ્પર્શી છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મનું હૃદય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પ્રોડ્યુસર અને અભિનેત્રી તરીકે એસિડથી બળેલા ચહેરા સાથે રજૂ થવું કોઈ હિરોઈન માટે સાહસિક પગલું છે. પરંતુ દીપિકાએ માલતીની ભૂમિકાને જીવંત કરી છે.દીપિકાએ નિભાવેલા અનેક દૃશ્ય તમારુ હૃદય નિચોવીને રાખી દેશે. એક દૃશ્યમાં તે પોતાની ઈમિટેશન જ્વેલરી અને કપડા બેગમાં રાખતા કહે છે, “ન નાક છે, ન કાન, આ ઝૂમકા ક્યાં લટકાવીશ માં?” વિક્રાંત મેસીએ પોતાના રોલમાં પ્રાણ ફૂંકી દીધા છે. તેને વધારે સ્ક્રીન સ્પેસ મળવી જોઈતી હતી. લૉયર અર્ચનાની ભૂમિકામાં મધુરજીત સરગીએ લાજવાબ અભિનય કર્યો છે.સહયોગી કલાકારોએ પોતાની ભૂમિકામાં પૂરો ન્યાય કર્યો છે.દીપિકા પાદુકોણના અભિનય અને એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓનું જીવન કેવું હોય છે તે જાણવા માટે આ ફિલ્મ જરૂર જુઓ.
2
ડેબ્યુટન્ટ ડિરેક્ટ રાજ મહેતાની ખૂબી એ છે કે સ્પર્મ એક્સચેન્જ ગૂફ અપ જેવા વિષય પર બનેલી ફિલ્મને એમણે ક્યાંય અશ્લીલ, મેલોડ્રામેટિક કે ઓવર ધ ટોપ નથી બનવા દીધી. ફિલ્મનો ફર્સ્ટ હાફ વધારે મજબૂત અને મજેદાર છે. સેકન્ડ હાફમાં ડ્રામા છે જેમાં ડિરેક્ટર એક બાળકને જન્મ આપવામાં સ્ત્રી અને પુરુષના યોગદાનનું વિશ્લેષણ કરતા જોવા મળે છે. આજકાલ એવી ફિલ્મોનું ચલણ વધી ગયું છે જે સ્ત્રીઓના કોઈને કોઈ મુદ્દાને હાઈલાઈટ કરતી હોય. ફિલ્મનું એડિટિંગ ધારદાર છે. સંગીતની વાત કરીએ તો ફિલ્મનું સંગીત લોકોને પસંદ આવી રહ્યું છે.અભિનયના મામલામાં દરેક કલાકારે પોતાના પાત્રમાં પ્રાણ ફૂંકી દીધા છે. વરુણ બત્રાના રૂપમાં અક્ષયના કારનામા જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.તેણે પોતાના પાત્રના સૂરને સારી રીતે પકડ્યો છે. ક્લાસી અને એસ્થેટિક પત્રકાર તથા પત્નીના રૂપમાં કરીનાનો અભિનય મજબૂત છે. તેનામાંથી રોયલનેસ કૂટી કૂટીને ઝલકાય છે. ઈમોશનલ સીન્સમાં પણ તેણે 100 ટકા પરફોર્મન્સ આપ્યું છે.હનીના પાત્રમાં દિલજીત દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. તેનું કોમિક ટાઈમિંગ ગજબનું છે. કિયારાએ પણ મોનિકાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. તે પોતાના રોલ પ્રમાણે ક્યુટ અને સુંદર લાગે છે. દિલજીત અને કિયારાના કોશ્ચ્યુમ અને બોડી લેંગવેજ તેમના પાત્રોને અલગ જ ફ્લેવર આપે છે. ડોક્ટર કપલના રૂપમાં આદિલ હુસૈન અને ટિસ્કા ચોપરાના પાત્ર પણ સારા છે.જો તમને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ ગમતી હોય તો ક્રિસમસ વેકેશનમાં આ ફિલ્મ જોઈ શકો છો.
2
નિર્દેશક તરીકે પ્રભુદેવાએ એ બધું આપ્યું છે જે સલમાનના ફેન્સ જોવા માગે છે.આ ચક્કરમાં તેણે પોતાને રીપિટ પણ કરી દીધો. આ વખતે તેણે સલમાનની લાર્જર ધેન લાઈફની ઈમેજને વધુ ગ્રાન્ડ કરી દીધી છે. ઘણા સીન્સ એવા છે જે ફ્રન્ટ બેન્ચર્સને સિક્કા ઉછાળવા અને સિટી વગાડવા માટે મજબૂર કરી દેશે. પડદા પર આ પોલીસવાળો એક જ સમયે અનેક ગુંડાઓને ઘૂળ ચાટતા કરવામાં માહેર છે. ખડતલ બોડી સાથે ભાઈનું શર્ટલેસ થવું કે પછી સોનાક્ષી અને સાઈ સાથે ઠુમકા લગાવવા, દરેક એક્ટમાં તેણે સલમાનનો ભરપૂર ઉપયોગ કર્યો છે પણ સ્ટોરી પૂરી રીતે નજરઅંદાજ કરી ગયો છે. ફિલ્મની લંબાઈ પર પ્રભુદેવા ધ્યાન આપત તો તે વધુ ક્રિસ્પી થઈ શકી હોત. ફિલ્મના કેટલા એક્શન સીન્સ કમાલના છે. સ્લો મોશનમાં ફિલ્માવવામાં આવેલા સીન હોય કે પછી ક્લાઈમેક્સની ફાઈટ, રૉ એક્શન ખૂબ જ રોમાંચક છે.ફિલ્મના તમામ મસાલામાં પ્રભુએ દહેજ, નોટબંધી, પાણીના બચાવ જેવા મુદ્દાઓને પણ એડ કરી દીધા છે. કૉમિક સીન ફૂહડ છે. સંગીત : પણ જો મ્યૂઝિકની વા કરીએ તો સાજિદ-વાજિદના સંગીતમાં ‘મુન્ના બદનામ હુઆ’ રેડિયો મિર્ચી પર 10મા નંબરે છે તો ‘આવારા’ અને ‘હુડ હુડ’ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. એક્ટિંગ : એ વાતમાં કોઈ બેમત નથી કે, રોબિનહુડ રૂપી પોલીસવાળાના રોલમાં સલમાન ખાનનો જલવો બુલંદ છે. તેણે ચુલબુલને ટિપિકલ રૂપથી ‘સલમાન ખાન’ અંદાજમાં ભજવ્યો છે. એક્શન હોય કે રોમાન્સ, દરેક જગ્યાએ સલમાનનો સ્વેદ દેખાય છે. પડદા પર દિવાલ ફાડીને આવવાનો સીન હોય કે પછી સોનાક્ષી સાથે રોમાન્સની વાત, સલમાન કન્વિન્સિંગ લાગ્યો છે. બાલીના રૂપમાં સુદીપનું કેરેક્ટર જેટલું દમદાર છે તેટલા જ સશક્ત અંદાજમાં તેણે તેને નિભાવ્યું છે.આ ખલનાયક પડદા પર ખૂબ જ ડેશિંગ લાગે છે. સોનાક્ષી સુંદર લાગે છે પણ તેને વધું સ્ક્રીનસ્પેસ મળ્યો નથી. ન્યૂકમર એક્ટ્રેસ તરીકે સાઈ ક્યૂટ અને માસૂમ લાગે છે. તેનામાં ઘણી શક્યતાઓ છે. અરબાઝે પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે. સપોર્ટિંગ કાસ્ટ ઠીકઠાક છે. કેમ જોવી : સલમાન ખાનના ફેન્સ અને મસાલા ફિલ્મોના શોખીન હોવ તો આ ફિલ્મ જોઈ શકો છો.
2
પોતાની પહેલી જ ફિલ્મમાં વિશાલ જેઠવાએ સીરિયલ કિલરના રોલમાં દમદાર પરફોર્મન્સ આપ્યું છે. રાની મુખર્જીએ ઘણા સમય પછી પરદા પર વાપસી કરીને પોતાની અભિનયક્ષમતાનો પુરાવો આપી દીધો છે. તે પોતાના રોલમાં એકદમ ફિટ દેખાય છે. રાની જેવી મંજાયેલી અભિનેત્રી સામે પોતાની જાતને પુરવાર કરવી વિશાલ માટે અઘરું કામ હતું પરંતુ તેણે ખૂબ સારી રીતે પોતાનો રોલ નિભાવ્યો છે.ફિલ્મની સ્ટોરી ઝડપથી આગળ વધે છે. દરેક સીન સાથે તે દર્શકોને રોમાંચિત કરે છે. સ્ટોરીમાં વચ્ચે કોઈ ગીત બાધા નથી બનતું. બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મમાં પ્રાણ ફૂંકી દે છે. ડિરેક્ટરે ફિલ્મના માધ્યમથી લેગિંગ અસમાનતાનો ફિલ્મની સ્ટોરી તમને અમુક જગ્યાએ અવાસ્તવિક અને પુરુષો પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસ્ત લાગી શકે છે.જો તમને થ્રિલર ફિલ્મોનો શોખ હોય અને રાની મુખર્જીના ફેન હોવ તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.મુદ્દો ઊઠાવ્યો છે અને વિલનની માનસિક સ્થિતિ પાછળના કારણોને સારી રીતે દર્શાવ્યા છે.
2
સત્ય ઘટના આધારિત આ સ્ટોરી સાઠના દશકની છે. જ્યારે ફોર્ડ કંપનીની કારનું વેંચાણ ઘટી રહ્યું હોય અને યુવા પેઢીમાં તેમની કાર્સ પ્રત્યે આકર્ષણ ઓછું થતું જઈ રહ્યું હોય ત્યારે કંપનીનો એક અધિકારી લી લકોકા (જોન બર્નથલ) ફોર્ડ કંપનીને રેસિંગ કાર બનાવવા અને ફ્રાંસની ખતરનાક 24 કલાકની લી માન્સ રેસમાં ફેરારીની કારને હરાવવાનો આઈડિયા આપે છે. તે સમયે આ રેસમાં ફેરારીનો દબદબો હતો.આથી આવી કારને હરાવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર હતું. આ કારણે જ રેસ જીતનાર એકમાત્ર અમેરિકન કેરલ શેલ્બી (મેટ ડેમન) પાસે જાય છે અને તેને ફોર્ડ સાથે જોડાવાનું આમંત્રણ આપે છે. શેલ્બી હૃદયનો દર્દી હોવાના કારણે રેસિંગ છોડીને હવે કાર ડિઝાઈન કરે છે. તે જાણે છે કે ફેરારીને ટક્કર આપવી એ સરળ કામ નથી. જોકે, તેનો અશક્યને શક્ય બનાવવાનો જુસ્સો રાખતા મહત્વાકાંક્ષી શેલ્બી આ ઓફર કબૂલ કરે છે. અને ઐતિહાસિક મમિશન માટે અંગ્રેજ કાર એન્જિનિયર અને રેસર કેન માઈલ્સ (ક્રિશ્ચિયન બેલ)ને સાથી પસંદ કરે છે. આ સફરમાં કેન અને શેલ્બીને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ પણ જોવા મળશે. શ્વાસ થંભાવી દેશે રેસિંગ ડિરેક્ટર જેમ્સ મેનગોલ્ડે ફોર્ડ વર્સિસ ફેરારી તરીકે એક ઉત્કૃષ્ટ ફિલ્મનું નિર્માણ કર્યું છે.જેના પર મેટ ડેમન અને ક્રિશ્ચિયન બેલના ઉત્તમ પર્ફોર્મન્સના કારણે ચાર ચાંદ લાગે છે. માઈલ્સ, તેની પત્ની મૌલી (કેટ્રિયોના બાલ્ફે) અને દીકરા પીટર (નોઆ જ્યૂપ)ની કેટલીક ઈમોશનલ ક્ષણો છે તો સમજદાર, બેલેન્સ્ડ અને મહત્વકાંક્ષી શેલ્બી તરીકે મેટ લાજવાબ લાગી રહ્યો છે. શેલ્બી અને કેનની દોસ્તી પણ જોવાલાયક છે. ફોર્ડ એક્ઝિક્યૂટીવ લિયો બીબી તરીકે જોશ લૂક્સ પણ યાદ રહી જાય તેવો છે. આ ફિલ્મમાં ભારતીય સેન્સર બોર્ડનું દારુના સીન્સ બ્લર કરવા થોડું મૂર્ખામીભર્યું છે. કાર ડિઝાઈનિંગની ટેક્નિક દર્શકોને થોડી ખૂંચી શકે છે. જોકે, રેસિંગ સિક્વન્સ શ્વાસ થંભાવી દે તેવી છે. કુલ વાત કરીએ તો તમામ ઉતાર ચડાવ અને મેટ ડેમન તેમજ ક્રિશ્ચિયન બેલના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સથી સજાવાયેલી આ ફિલ્મ ફિનિશ લાઈન પાર કરીને હૃદય સોંસરવી ઉતરી જાય છે.અશક્ય કશું જ નથી. આવો જ સંદેશ આપતી આ શાનદાર ફિલ્મ જોવી જ રહી
2
સામાન્ય રીતે એવું ઘણું ઓછું જોવા મળે છે જ્યારે સિનેમાના પડદે ફિલ્મ પૂરી થયા પછી ક્રેડિટ આવતી હોય ત્યારે પણ ઓડિયન્સ દિગ્મૂઢ થઈને અનાયાસે પડદા તરફ તાકી જ રહે છે. સામાન્ય રીતે જ્યારે પણ આવું બને છે ત્યારે એ માનવું જ રહ્યું કે ફિલ્મમાં કંઈક તો હાર્દ છે બોસ! ડિરેક્ટર અભિષેક શાહની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘હેલ્લારો’ સમયે પણ આવી જ અનુભૂતિ થાય છે. ‘હેલ્લારો’ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ છે.આ ફિલ્મની દર્શકો ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યાં હતાં અને હવે ફાઈનલી આ સિનેમેટિક અનુભવ પડદા પર આવી ગયો છે. આ ફિલ્મની એકદમ સિમ્પલ સ્ટોરીને પડદા પર એકદમ દમદાર રીતે કહેવાઈ છે. ડાયલોગ્સ તમારા હૃદય સોંસરવા ઉતરે છે અને સંગીત સાથેનું કલાકારોનું ઉત્તમ પર્ફોર્મન્સ, સારી કોરિયોગ્રાફી પણ તમારી આંખને ઠંડક પહોંચાડે છે. આ ઉપરાંત ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં બતાવાયેલી કચ્છની પૃષ્ઠભૂમિનું સૌંદર્ય પણ ઉડીને આંખે વળગે તેવું છે.જો વાત કરવામાં આવે ફિલ્મની સ્ટોરીની તો આ ફિલ્મની સ્ટોરીની ગૂંથણી મહિલાઓ અને પરંપરાગત નિયમો સામે લડવાની જીજીવિષા વિશે છે. આ ફિલ્મમાં 13 એક્ટ્રેસિસને રજતકમળથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પુરુષપ્રધાન સમાજમાં રહેતી 13 નાયીકાઓના સ્વપ્નાની જ વાત છે. જો વાત કરવામાં આવે પર્ફોર્મન્સની તો શ્રદ્ધા ડાંગર જે મંજરીનો રોલ ભજવી રહી છે.તે તમને બાંધી રાખે છે. તમામ એક્ટ્રેસિસે પોતાના અભિનયમાં જીવ રેડી દીધો છે. આ તમામ 13 અભિનેત્રીઓ ઉપરાંત આ ફિલ્મમાં (મૂળજી) ઢોલી (જયેશ મોરે), ભગલો (મૌલિક નાયક)નો અભિનય પણ અફલાતુન છે. ઉત્તમ છાપ છોડે છે દ્રશ્યો ડિરેક્ટર તરીકે અભિષેક શાહની આ ડેબ્યૂ ફિલ્મ છે. જેમાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં છે. ફિલ્મના પહેલા જ સીનમાં હાર્દ ઓળખાય જાય છે જ્યારે પુરુષો બહાર ગરબા કરતાં હોય છે અને મહિલાઓ ઘરની અંદરથી તેમને નિહાળતી હોય છે. ડિરેક્ટરે ફિલ્મની કેટલીક પળોમાં લાગણીશીલ દ્રશ્યોની માવજત પણ સારી રીતે કરી છે. ફિલ્મમાં અરજણ (આર્જવ ત્રિવેદી) જ્યારે તેની પત્ની મંજરીને ગરબા છોડી દેવાનું કહે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ હોય કે પછી મુળજી તેની દીકરી વિશે વિચારતો હોય અને એવું કહે છે કે,’નાચ રેવા, હવે તારી વારી’ આવા કેટલાક દ્રશ્યો ખરેખર તમારા મન અને મગજ પર ઉત્તમ છાપ છોડી જાય છે.આ ફિલ્મનું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. જે ફિલ્મની કથાને તદ્દન અનુરુપ છે. આ ઉપરાંત સૌમ્ય જોશીના શબ્દો (જેમણે ફિલ્મના ડાયલોગ્સ પણ લખ્યા છે) અને આદિત્ય ગઢવીનો અવાજ પણ ગીતને કર્ણપ્રિય બનાવે છે. ફિલ્મની કોરિયોગ્રાફી પણ લાજવાબ છે. જેમાં લાગણીઓને સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક મહત્વના સીનમાં જયેશ મોરેનો અફલાતુન અભિનય બાજી મારી જતો જોવા મળે છે. આ ઉપરાંત ફિલ્મમાં ક્યાંક ક્યાંક હળવી પળો પણ દર્શકોને ગમે તેવી છે. ફિલ્મ જોવી જોઈએ કે નહીં? બધું જ મળીને, ‘હેલ્લારો’ એક બેસ્ટ સિનેમેટિક અનુભવ છે. આ ફિલ્મ ઓનસ્ક્રિન જેટલો તમને ઉત્તમ અનુભવ કરાવે છે એટલું જ દર્શકોનું દિલ જીતવામાં પણ સફળ રહી છે. જો તમને એક સારી ફિલ્મનો અનુભવ માણવો હોય તો આ ફિલ્મ જોવી જ રહી.
2
‘બાલા’ની શરૂઆત વાળની વાતથી થા છે. ડાયલોગ આવે છે – અમે તમારી સુંદરતાનું રહસ્ય છીએ, તમારા માથાનો તાજ છીએ. આખી ફિલ્મમાં આયુષ્માન છવાયેલો છે.એક-એક સીન તેની દમદાર એક્ટિંગથી જીવંત લાગે છે. કાનપુરની બોલ-ચાલ, હાવ-ભાવને તેણે બખૂબી અપનાવી પોતાના પાત્રમાં ઉતાર્યા છે. એક્ટિંગ એવી છે કે, તેના દુ:ખમાં તમે રડશો અને સુખમાં હસશો. આની ક્રેડિટ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સને પણ જાય છે, જે નિરેન ભટ્ટે લખ્યાં છે. ભૂમિક પેંડનેકર પણ વકીલના કેરેક્ટરમાં ખૂબ જામે છે. તેને પોતાના શ્યામવર્ણને કારણે ઘણું સહન કરવું પડે છે. કુલ મળીને ‘બાલા’ એક લાઈટ કૉમેડી છે, જેની પરિસ્થિતિઓ સાથે દરેક રિલેટ કરી શકે છે. ફિલ્મમાં કેટલીક ખામીઓ છે પણ પોતાના સુંદર મેસેજથી ફિલ્મ આ ખામીઓ છૂપાવી લે છે. આ ફિલ્મ પૂરી રીતે જોવાલાયક છે.
2
હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ બંને એક્શન ફિલ્મોની શ્રેણીમાં ખાસ્સા લોકપ્રિય સ્ટાર્સ છે.હવે વૉર ફિલ્મમાં બંને આમને સામને ભીડાય છે. બંને એક્ટર્સના ચાહકો માટે આ ફિલ્મ ટ્રીટ છે. તમને 1990ના દાયકામાં સુભાષ ઘઈની ખલનાયકમાં સંજય દત્ત અને જેકી શ્રોફની જોડીની યાદ અપાવી દેશે. એક્શન મૂવી પસંદ હોય તેવા લોકો માટે વૉર ઘણુંબધું લઈને આવી છે.પહેલા હાફમાં આ બધો મસાલો તમને ફિલ્મ સાથે જકડીને રાખશે. પરંતુ એક મોટી સિક્રેટ પરથી પડદો ઊઠ્યા પછી સેકન્ડ હાફમાં સ્ટોરી પોતાની પકડ ગુમાવી દે છે. એક્શનમાં મજબૂત આ ફિલ્મ સ્ટોરીમાં ચોક્સ ઢીલી પડે છે. હ્રિતિક અને ટાઈગર જેવા બે હેન્ડસમ હંક સ્ટન્ટ પરફોર્મ કરતા હોય ત્યારે સ્ટોરી બહુ મહત્વની રહેતી જ નથી. ફિલ્મમાં જાણે હ્રિતિક અને ટાઈગર મસલ્સ, સિક્સ પેક્સ બતાવીને એકબીજાની પ્રતિસ્પર્ધા કરતા હોય તેવું લાગે છે. ચાહકોને આ બે હેન્ડસમ હીરોને મોટા પડદે મુક્કેબાજી કરતા જોવાની મજા પડી જશે. હ્રિતિક રોશન વિલન તરીકે ટોપ ફોર્મમાં છે.ટાઈગર પણ તેના સિનિયર એક્ટરને બરાબર ટક્કર આપે છે. એક્શનમાં બંને હીરોઝ એટલા સારા છે કે તેમના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. માત્ર ફાઈટમાં જ નહિ, ડાંસમાં પણ તેઓ એક બીજાને ટક્કર આપે છે. વાણી કપૂરનો રોલ ઘણો નાનો છે અને તે તેમાં ફિલ્મનો ગ્લેમર ક્વોશન્ટ વધારવા સિવાય ખાસ કશું કરતી નથી. આશુતોષ રાણાનો નાનો પણ મજબૂત રોલ છે. એન્ટરટેનમેન્ટ માટે વૉર ફિલ્મમાં બધું જ છે- એક્શન, ડ્રામા, મ્યુઝિક, ડાંસ, રોમાન્સ, સુંદર લોકેશન્સ, કાર ચેઝ, બધું જ. ફિલ્મનો સ્ક્રીન પ્લે એવો છે કે તે વધુને વધુ દર્શકો સુધી પહોંચી શકે. ફિલ્મને હોલિવુડ જેવી બનાવવા માટે સિદ્ધાર્થ આનંદ અને ટીમે એવા ઘણા સ્ટન્ટ ડિઝાઈન કર્યા છે જે જોઈને તમને મિશન ઈમ્પોસિબલ કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જોતા હોવ તેવું લાગે.ધમાકેદાર એક્શન અને ડાયલોગબાજી જોવાની મજા આવે છે પરંતુ અમુક સમય પછી ફિલ્મમાં આગળ શું થશે તે દર્શકોને ખબર પડી જાય છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ ઓરિજિનલ નથી લાગતો. ધૂમ 2 પછી હ્રિતિક અને બાગી 2 પછી ટાઈગરને આ રૂપમાં જોવો ચાહકોને જરૂર ગમશે. આ ફિલ્મને હાઈ પ્રોફાઈલ બેંગ બેંગ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
2
સેક્શન 375માં એક જ સ્ટોરીને બે અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરવામાં આવી છે. આ સાથે તમને એ પણ જોવા મળશે કે સામાન્ય રીતે કાયદાકીય કાર્યવાહી લોકોને કેટલા હેરાન પરેશાન કરી દે છે. ફિલ્મમાં દર્શાવેલા ભ્રષ્ટાચાર અને કાયદાકીય તપાસમાં ઢીલ ફિલ્મને રિયલ ટચ આપે છે.ફિલ્મનો કોર્ટરૂમ ડ્રામા દર્શકોને ફિલ્મ સાથે બાંધી રાખે છે.ડાયરેક્ટર અજય બહલે રેપ જેવા સંવેદનશીલ મુદ્દાને ખૂબ જ સમજદારીથી ઊઠાવ્યો છે. અક્ષય ખન્ના આખી ફિલ્મમાં છવાયેલો રહે છે. તેણે ખૂબ સરસ રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. દરેક સીનમાં અક્ષય તમારુ દિલ જીતી લેશે.રિચા ચઢ્ઢાએ પોતાના પાત્ર સાથે પૂરેપૂરો ન્યાય કર્યો છે. તે પણ ક્યાંય અક્ષય સામે નબળી નથી પડતી. સપોર્ટિંગ કાસ્ટમાં રાહુલ ભટ્ટ અને મીરા ચોપરા પણ છાપ છોડી જાય છે.જો તમને કાયદાકીય દાવપેચ પર બનેલી અને દલીલોથી ભરપૂર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મો પસંદ હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી. ફિલ્મને અમારા તરફથી 4 સ્ટાર્સ.
2
નિતેશ તિવારી એક સંવેદનશીલ નિર્દેશક છે અને તેમના આ ગુણ ‘છિછોરે’માં જોવા મળે છે. તેમણે 90ના દાયકાનો માહોલ સારી રીતે દર્શાવ્યો છે. તે સમયની લૂઝ જીન્સ, કેસિયો ઘડિયાળ, રેનોલ્ડ્સ પેન, પ્લેબોય મેગેજીન્સ જેવી નાની નાની ડિટેલિંગથી પાત્રો રંગાઈ ગયા છે. તેઓ ફિલ્મના લેખક છે આથી મેડિકલ પરીક્ષા કે એન્ટ્રન્સ માટે બાળકોના પ્રેશરના સારી રીતે બતાવ્યું છે. ફિલ્મમાં એક ભાવુક દ્રશ્ય છે, જેમાં અનિરુદ્ધ માયા અને મિત્રો સામે સ્વીકારે છે કે, મેં શેમ્પેઈનની બોટલ એટલા માટે રાખી હતી, જેથી દીકરા પરીક્ષામાં પાસ થાય તે પછી તેની સાથે સેલેબ્રેશન કરી શકું.પરંતું જો તે ન જણાવી શક્યો કે પરીક્ષામાં પાસ નહીં થાય તો શું કરવાનું છે. નિતેશે વર્તમાન અને ફ્લેશબેકના દ્રશ્યો વચ્ચે સારી રીતે તાલમેલ બેસાડ્યો છે. ફિલ્મમાં બોય્ઝ હોસ્ટેલમાં બેચલર છોકરાઓની કેમેડી, રોમાન્સ અને રાઈવલરી દર્શકોને ભરપૂર મનોરંજન આપે છે. ફિલ્મમાં ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી ફિલ્મોની પણ ઝલક દેખાય છે.એક્ટિંગએક્ટિંગ મામલે ફિલ્મ રિચ છે. સુશાંત સિંહ રાજપૂતે યુવાન સાથે આધેડ અનિરુદ્ધનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. શ્રદ્ધા કપૂર પણ યંગ અને મેચ્યોર માયા તરીકે જામે છે. સેક્સાના પાત્રમાં રહેલા વરુણ શર્માએ દર્શકોને ખૂબ હસાવ્યા. ડેરેકના રોલમાં તાહિર રાજ ભસીનનું કામ દમદાર છે. તો એસિડ, બેવડા, ક્રિસ ક્રોસ, મમ્મીના પાત્રો સ્ટોરીમાં જીવ નાખે છે. પ્રતિક બબ્બરે પણ સારું કામ કર્યું છે. જ્યારે પ્રીતમના સંગીતમાં બનેલા સોન્ગ્સ એવરેજ છે.
2
ડિરેક્ટર નિખિલ અડવાણીની ખાસિયત એ છે કે તેમની ફિલ્મ અનેક લેયર્સને સાથે લઈને આગળ વધે છે. આ એન્કાઉન્ટર બાદ ઉદભવેલા દરેક દૃષ્ટિકોણોને ફિલ્મમાં દર્શાવવામાં તે સફળ ગયા છે. આ લેયર્સમાં પોલીસની બહાદુરી, અપરાધ બોધ, બેચેની, તેમની ઘટતી જતી શાખ, પોલિટિકલ પાર્ટીનું રાજકારણ, માનવ અધિકાર સંગઠનોનો આક્રોશ, ધાર્મિક કટ્ટરતા, મીડિયાનું પ્રોજેક્શન, પ્રેશર પર સતત ડિબેટ વગેરે તમામનો સમાવેશ થાય છે.ફિલ્મમાં દર્શકો તાળી વગાડવા માંડે તેવા અનેક ડાયલોગ્સ છે. એક સીનમાં સંજીવ કુમાર યાદવ કહે છે, “એક ટેરેરિસ્ટને મારવા માટે સરકાર જે રકમ આપે છે તેનાથી વધારે તો એક ટ્રાફિક પોલીસ એક અઠવાડિયામાં કમાઈ લે છે.” સ્ટોરીની ખાસિયત એ છે કે પોલીસને ક્યાંય લાર્જર ધેન લાઈફ નથી દર્શાવવામાં આવી. પોલીસ પોતે જ અંડરડોગ છે. જ્હોન દ્વારા તુફૈલનું પાત્ર ભજવતા આલોક પાંડેને કુરાનની આયત સમજાતા અમુક સીન ખૂબ સારા બન્યા છે.નિખિલે ફિલ્મમાં દિગ્વિજજય સિંહ, અરવિંદ કેજરીવાલ, અમર સિંહ અને એલ.કે અડવાણી જેવા નેતાઓના રિયલ ફૂટેજનો ઉપયોગ કર્યો છે. સોમિક મુખર્જીની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ડિરેક્ટરે ફિલ્મને ખૂબ જ રિયાલિસ્ટિક રાખી છે. ક્યાંક ક્યાંક ફિલ્મ વધારે પડતી હેવી થઈ જાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ હજુ મજબૂત હોત તો મજા આવત. પોલીસ ઑફિસર સંજીવ કુમાર યાદવના રૂપમાં જ્હોન અબ્રાહમે અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. સંજીવ કુમાર જેવા પોલીસ ઑફિસરના રૂપમાં તેની માનસિક દ્વિધા, અપરાધભાવ, બેચેની અને હિંમતને ખૂબ જ સહજતાથી દર્શાવાયા છે. તેણે પોતાના પાત્રને એક્સ્ટ્રા ઓર્ડિનરી હિરોઈક દર્શાવાની કોશિશ નથી કરી.મૃણાલે નંદિતાનું પાત્ર ખૂબ સુંદરતાથી ભજવ્યુ છે. રવિ કિશન કે.કેના રોલમાં અસર છોડી જાય છે. તેના પાત્રને થોડો વધુ સમય મળવો જોઈતો હતો. ડિફેન્સ લોયર રૂપે રાજેશ શર્માનું પરફોર્મન્સ દમદાર છે. નાનકડા રોલ અને સાકી આઈટમ સોંગમાં નોરા જામે છે. તુફૈલના રોલમાં આલોક પાંડેએ સારુ કામ કર્યું છે. મનીષ ચૌધરી, સહિદુર રેહમાન, ક્રાંતિ પ્રકાશ ઝા જેવી સપોર્ટિંગ કાસ્ટ મજબૂત છે. રિયાલિસ્ટિક ફિલ્મોના શોખીનોને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મને અમારા તરફથી 3.5 સ્ટાર્સ.
2
ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ફ્રેન્ચાઈઝીમાં ફેન્સના ફેવરિટ લ્યૂક હોબ્સ (ડ્વેન જ્હોનસન) અને ડેકર્ડ શૉ (જેસન સ્ટેધમ) જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે એકબીજાના વિરોધી હતાં. જોકે હવે બન્ને એકબીજાની સામે આવેલા મોટા ખતરાથી બચવા માટે પોતાની દુશ્મનાવટ ભૂલી ગયા છે. આ ખતરો છે બ્રિક્સટન (ઈદરિશ આલ્બા), જે રૉગ MI6 એજન્ટ છે.જેને સાઈબર જિનેટિક ટેક્નોલોજી દ્વારા બાયોહેક કરવામાં આવ્યો છે. તે પોતાને બ્લેક સુપરમેન કહે છે. ડેકર્ડ અને હોબ્સને જ્યારે ડેકર્ડની બહેન હૈટી (વેનેસા કિર્બી) સાથે મળીને આ મુસીબતનો સામનો કરવાનો છે.ડિરેક્ટર ડેવિડ લિચે આ ફિલ્મની શરુઆતને સ્પાઈ-થ્રિલર વાઈબ સાથે ફ્રેન્ચાઈઝીની અન્ય ફિલ્મ્સથી અલગ બનાવી છે.થ્રિલ વચ્ચે જ્હોનસન અને સ્ટેધમની કોમેડી વાતાવરણને થોડું હળવું બનાવે છે. ફિલ્મમાં ધમાકેદાર એક્શન છે. જે ક્લાઈમેક્સમાં પાગલપનની હદ સુધી પહોંચે છે. અહીં દર્શક થોડો નિરાશ પણ થઈ શકે છે.જ્યારે ફિલ્મમાં રોમાન્ટિક એંગલ ઘૂસાડવામાં આવે છે. વિલનના રુપમાં ઈદરિશ આલ્બાએ ઉત્તમ કામ કર્યું છે. જોકે, બ્રિક્સટનના ઈરાદા સ્પષ્ટ નથી. હેટીના રુપમાં વેનેસા કિર્બી લાજવાબ જોવા મળી છે. તેના કારણે જ ફિલ્મમાં પંચ રહે છે. ઈસા ગોન્ઝાલિસ અને એડી માર્સન દ્વારા નિભાવવામાં આવેલા કેરેક્ટર પણ મજબૂત લાગે છે. જોકે, ફિલ્મના હિસાબે તે જરુરી છે. ફિલ્મમાં અનેક પળ એવી પણ છે કે જે ફિલ્મની અસલ થીમ ‘પરિવાર’થી જોડાયેલી છે. આ જ ફિલ્મમાં ઈમોશન જાળવી રાખે છે. જેમ કે તમે ગમે તે દેશમાં હોવ પરંતુ મા તો મા હોય છે. અહીં ડાયલોગમાં હ્યુમર પણ હોય છે અને ઈમોશન પણ. આ ફિલ્મમાં કેટલાક સરપ્રાઈઝ કેમિયો પણ જોવા મળી શકે છે.
2
આ ફિલ્મની સ્ટોરી સિમ્પલ છે પણ ફિલ્મ મેકર અનીશ શાહ ફિલ્મમાં કેટલીક હૃદયસ્પર્શી ક્ષણો, ચહેરા પર હાસ્ય લાવી દે તેવા દૃશ્યો ઉમેરીને ફિલ્મને સ્પેશિયલ બનાવી દે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઓપન રાખવામાં આવ્યો છે.આ ખરેખર એક અર્બન ફિલ્મ છે. ધૂનકીમાં આપણે રોજબરોજ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં કેવી સ્ટ્રગલ કરતા હોઈએ તેની વાત છે. સામાન્ય માણસની દ્વિધાઓનો ક્યારેય અંત જ નથી આવતો. આપણી મહત્વકાંક્ષાઓ અને પેશન હોય છે, આપણે તે પૂરી કરવા માટે આયોજન પણ કરીએ છીએ પરંતુ ગમે તે ક્ષણે લાઈફ આપણને એવી સરપ્રાઈઝ આપે છે કે આપણે દંગ રહી જઈએ છીએ.ફિલ્મમાં જે સહજતાથી પાત્રો અને તેમની સ્ટ્રગલ તમારા સુધી પહોંચે છે તે જ વાત ધૂનકીનું મજબૂત પાસુ બની જાય છે. ખરેખર તો જીવનમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા કરતા રોજબરોજની નાની-નાની ખુશીઓનો આનંદ માણવો જ વધુ મહત્વનો છે. કોઈની સાથેના મજબૂત સંબંધો જ આપણા અસ્તિત્વમાં ઊંડાણ ભરે છે. પરફોર્મન્સની વાત કરીએ તો દરેક એક્ટરે આ ફિલ્મમાં પોતાનું હૃદય નિચોવી નાંખ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન મેળવી ચૂકેલા પ્રતીક ગાંધી અને દીક્ષા જોષીએ ફિલ્મમાં ખૂબ સરસ અભિનય કર્યો છે. પ્રતીક નિકુંજના પાત્રમાં સહજતાથી ઓગળી જાય છે અને તેણે પાવરફૂલ એક્ટિંગ કરી છે. તેની પેશન, લગ્નજીવન અને નોકરી છોડવાના બોલ્ડ નિર્ણય સાથે આવતી સ્ટ્રગલની આંતરિક દ્વિધા ખૂબ સારી રીતે ફિલ્મમાં દર્શાવાઈ છે. જ્યારે દીક્ષાએ પણ સફળ થવાનું સપનુ જોતી યુવતીનું પાત્ર સરસ રીતે નિભાવ્યું છે.ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ મજબૂત છે. કૌશાંબી ભટ્ટ અને વિશાલ શાહે ફિલ્મમાં તેમની હાજરીથી પ્રાણ પૂરી દીધા છે. એક ચિંતાતુર છતાંય પતિના દરેક નિર્ણયમાં ટેકો આપતી પત્નીના પાત્રમાં કૌશાંબીએ સરસ પરફોર્મન્સ આપ્યું છે. દીક્ષાના ડોમિનેટિંગ અને ઈર્ષાળુ ફિયાન્સ તરીકે વિશાલે પણ સરસ અભિનય કર્યો છે. સિદ્ધાર્થ અને અમિત ભાવસારનું મ્યુઝિક ફિલ્મની ફીલ વધારી દે છે. ગીતોમાં અકોસ્ટિક ગિટારનો ઉપયોગ અને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને ક્લાસી ફીલ આપે છે. ફિલ્મનું ટાઈટલ સોંગ પણ મગજમાં ચોંટી જાય તેવુ છે. ફિલ્મનું નકારાત્મક પાસુ એ છે કે નિકુંજ અને શ્રેયા ફૂડ બિઝનેસ માટે જે એપ ડેવલપ કરે છે તેને ફૂડ કરતા વધુ મહત્વ અપાયુ છે.અમુક જગ્યાએ તમને લાગે કે તેઓ ફૂડ બિઝનેસ કરતા એપ ડેવલપમેન્ટ બિઝનેસમાં છે. અમુક સીન લાંબા લાગે છે પરંતુ આ બાબત અવગણી શકાય તેવી છે. ઓવરઓલ, આ ફિલ્મ જોવાની મજા પડશે. ડાયરેક્શન, એક્ટિંગ અને મ્યુઝિક ખૂબ સારા છે.
2
ડાયરેક્ટર પ્રકાશ કોવલામુદ્દીએ ફિલ્મને એક અલગ જ અંદાજમાં બનાવી છે. ફિલ્મમાં અજબ રંગબેરંગી લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ફિલ્મના સીન, કેરેક્ટર અને સાઉન્ડ તમારી અંદર સ્ટોરી માટે ઉત્સુકતા જગાવે છે. ફિલ્મ તમને બાંધીને રાખે છે. ફિલ્મનો સેકન્ડ હાફ તમને લાંબો ખેંચાયેલો અને વાંકોચૂકો લાગી શકે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઉતાવળે પૂરો કરી દેવાયો છે. પરફોર્મન્સઃ ફિલ્મમાં બધા જ પાત્રોએ સારો અભિનય કર્યો છે. બોબીના કેરેક્ટરમાં કંગના હંમેશાની જેમ જ ઉત્તમ છે અને સંપૂર્ણપણે પાત્રમાં ઉતરી ગઈ છે. રાજકુમાર રાવે કેશવની પર્સનાલિટીને પરદા પર સરસ રીતે ઉતારી છે. તમે રાજકુમારને આવા કેરેક્ટરમાં અગાઉ ક્યારેય નહિ જોયો હોય.ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ જિમી શેરગિલ છે. તેનું મહત્વનું પાત્ર ફિલ્મના એન્ડમાં આવે છે. ફિલ્મમાં છેલ્લે સુધી સસપેન્સ જળવાઈ રહે છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે. ફિલ્મમાં એક સારો સોશિયલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. જો તમે કંગના રણૌત કે રાજકુમાર રાવના ફેન હોવ તો તમારે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ
2
2019ની લાયન કિંગ 1994ની ઓરિજિનલ એનિમેશન ફિલ્મ લાયન કિંગની લાઈવ એક્શન રિમેક છે.લાયન કિંગ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. જે લોકોએ લાયન કિંગ જોઈ છે તે આ ફિલ્મ સાથે ઈમોશનલી ખૂબ જ જોડાયેલા છે. એ ફિલ્મમાં એવી અનેક ક્ષણો હતી જે તમને રડાવી દે અને લાંબો સમય તમારા માનસપટ પર અસર છોડી જાય. સાથે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો પણ ખૂબ જ અસરકારક હતા. તો શું 2019ની ફિલ્મ જૂની ફિલ્મને બરોબરી આપે એવી બની છે ખરી? આ ફિલ્મ ઈંગ્લિશ ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુમાં ડબ થઈ છે. હિન્દી ફિલ્મમાં શાહરૂખ ખાને મુફાસા અને તેના દીકરા આર્યન ખાને સિમ્બાના પાત્રને અવાજ આપ્યો છે. અગાઉ 2004માં બાપ-દીકરાની જોડીએ ધ ઈન્ક્રેડિબલ્સમાં પણ સાથે ડબિંગ કર્યું હતું. 2019માં તમને પરદા પર એકથી એક અદભૂત દૃશ્યો જોવા મળશે.ફિલ્મમાં નાનામાં નાની વિગતો પર પણ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે જે લગભગ પરફેક્શનની નજીક છે. અમુક સીન જેમ કે રાત્રે આગિયા, તારાથી છવાયેલુ આકાશ, જંગલનો નજારો વગેરે અદભૂત છે. જ્યારે વિશ્યુઅલ અપીલ ઓછી પડે ત્યારે પાત્રોના ચહેરા પર ઈમોશન્સ જોવાની અને ખાસ કરીને પ્રાણીઓની આંખોમાં છલકાતા ભાવ જોવાની મજા પડી જાય છે. મુફાસા મૃત્યુ પામે ત્યારે તમને દુઃખ જરૂર થાય છે પરંતુ ઓરિજિનલ ફિલ્મની જેમ તમારી આંખમાં આંસુ નથી આવતા. સ્કાર શેતાન લાગે છે પણ ઓરિજિનલ ફિલ્મ જેવો ખૂંખાર નથી લાગતો. ફિલ્મ ઓરિજિનલ ફિલ્મ કરતા ત્રીસ મિનિટ લાંબી છે. તે 1994ની ફિલ્મની સીન ટુ સીન કોપી છે પરંતુ તેમાં સરપ્રાઈઝિંગ એલિમેન્ટ ખૂટે છે. જો કે ફિલ્મમાં મુફાસાના પાત્રમાં શાહરૂખનો અવાજ સરસ જામે છે.
2
મલાલ એક એવી લવસ્ટોરી છે જે જોતા જોતા તમે શિવા-આસ્થાની દુનિયામાં ખોવાઈ જશો. તે સંજય લીલા ભણસાલી પ્રોડક્શન જેવા ગ્રાન્ડ સ્કેલ પર નથી બની પરંતુ ડિરેક્ટર મંગેશ હડવલેએ મુંબઈની ચાલની ફ્લેવર બરાબર પકડી છે. ખાસ કરીને તહેવારના રંગબેરંગી દૃશ્યો ખૂબ સુંદરતાથી ફિલ્માવાયા છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પાવરફૂલ છે અને સિનેમેટોગ્રાફી ટોપ ક્લાસ છે. નાની નાની વિગતો જેવી કે એ સમયે રીલીઝ થયેલી ટાઈટેનિક અને હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોના બોર્ડ આપણને 90ના દાયકામાં પાછા લઈ જાય છે. ફિલ્મના ગીતો સાંભળવા ગમે તેવા છે. જો કે સેકન્ડ હાફ થોડો લાંબો ખેંચાયો હોય એવું લાગે છે. મેઝાનમાં 90ના હીરોની અદા જોવા મળે છે.ડેબ્યુ તરીકે તેનુ પરફોર્મન્સ પાવરફૂલ છે. શર્મિન સેગલે પણ સારી એક્ટિંગ કરી છે. પરદા પર તેમની કેમિસ્ટ્રી જોવી ગમશે. મલાલ એ સમયની સ્ટોરી છે જ્યારે ટિન્ડર કે ફેસબુક નહતા, પ્રેમીઓ હાથે ચિઠ્ઠી લખીને વાતચીત કરતા હતા. લવસ્ટોરી પસંદ કરનારા દર્શકોને ફિલ્મ ગમશે.
2
ડેબ્યૂટન્ટ ડિરેક્ટર અને રાઈટર ગેરી ડોબરમેને આ ફિલ્મ દ્વારા લોકોને ડરાવવાની સફળ કોશિશ કરે છે.ફિલ્મમાં કેમેરા વર્ક ઉત્તમ છે. જે લોકોને ડરાવવામાં સફળ થાય છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ સારુ છે. જે લોકોનો ડર વધારે છે. ફિલ્મમાં તમને નબળા દ્રશ્ય ભાગ્યે જ જોવા મળશે. ડિરેક્ટરે ફિલ્મમાં કેટલીક કોમેડી પણ ઉમેરવાની કોશિશ કરી છે. કેવું છે એક્ટર્સનું કામ? જો એક્ટિંગની વાત કરવામાં આવે તો ચાઈલ્ડ એક્ટર મેકેના ગ્રેસે સારુ કામ કર્યું છે. બાકીના એક્ટર્સે પણ પોતાનો રોલ ખૂબ જ સારી રીતે કર્યો છે. વેરા ફર્મિગા અને પેટ્રિક વિલ્સનને ભલે ટૂંકા રોલ મળ્યા હોય પરંતુ સમગ્ર ફિલ્મમાં તેમની હાજરી લાગે છે. જો આમ જોવા જઈએ તો ‘એનાબેલ કમ્સ હોમ’ એક સારી હોરર ફિલ્મ છે. શા માટે જોવી જોઈએ? જો કોન્જુરિંગ સીરિઝ અને હોરર ફિલ્મ્સના શોખીન હોવ તો આ ફિલ્મ જરુર જોઈ શકો છો.
2
આમ જોઈએ તો નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ‘કબીર સિંહ’ એક લવ સ્ટોરી છે, પરંતુ સ્ટોરી કહેવાનો નિર્દેશનનો અંદાજ ખૂબ જ અનોખો સાબિત થયો છે. તેમણે કબીરના રૂપમાં શાહિદને જે રીતે ઓવર પ્રોટેક્ટિવ, ઓવર ઓબ્સેસિવ, હિંસક, નશો અને સેક્સ વગેરે બતાવ્યું છે, તેને માનવામાં દર્શકોને થોડો સમય લાગે છે. પરંતુ પછી પાત્રની ઈમાનદારી અને પ્રેમ માટે કુરબાન થઈ જવાની ભાવના તમને તેની નજીક લઈ જાય છે. 3 કલાકની આ ફિલ્મ થોડી લાંબી લાગે છે.પરંતુ સુઘડ પાત્રો માહોલને હળવો બનાવી દે છે. આ નિર્દેશકની સમજદારી છે કે હિન્દીની ઓફિશિયલ રીમેક બનાવતા સમયે તેમણે મૂળ ફિલ્મને તેવી જ રહેવા દીધી છે. IMDB પર ફિલ્મને 8.1 રેટિંગ મળ્યું છે. એક્ટિંગ કબીર સિંહના પાત્રમાં તેને શાહિદ કપૂરના કરિયરનું સૌથી સારું પરફોર્મન્સ કહેવાય તો આ ખોટું નહીં હોય. એક એક્ટરના રૂપમાં તેમણે પાત્રને સારી રીતે જીવ્યું છે.શાહિદ પહેલા પણ આવા જટિલ પાત્રોને સારી રીતે નીભાવી ચૂક્યો છે. પરંતુ આ વખતે તે પોતાના પાત્રને દીવાનગીથી જીવી ગયો. કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેને ઓછા ડાયલોક અને સ્ક્રીન સ્પેસ છતાં આંખોથી એક્ટિંગ કરી છે. ફિલ્મમાં દોસ બનેલા શિવાના રૂપમાં સોહમ મજૂમદારની ભૂમિકા ઉલ્લેખનીય છે. તે મનોરંજન સાથે દિલને સ્પર્શી જાય છે. અર્જન બાજવા, સુરેશ ઓબેરોય અને નિકિતા દત્તાએ પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે. દાદીના રૂપમાં સીનિયર એક્ટ્રેસ કામિની કૌશલને જોવું સુખદ સાબિત થાય છે. મ્યુઝિક ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ દમદાર છે. સંગીતકાર સચેતનું ‘બેખયાલી’ ગીત રેડિયો મિર્ચીના ટોપ ટ્વેન્ટીમાં પાંચમા ક્રમે છે. જ્યારે મિથુનનું ગીત ‘તુઝે કિતના ચાહને લગે’ અગિયારમાં નંબરે છે. શા માટે જોવી જોઈએ? જો તમે દીવાનગીથી ભરપૂર લવ સ્ટોરીના શોખીન હોય અને શાહિદ કપૂરની અનોખી એક્ટિંગ માટે આ ફિલ્મ તમે જોઈ શકો છો.
2
બોલિવૂડમાં થ્રિલર અને સુપર નેચરલ પાવર પર બનેલી ફિલ્મોનો હંમેશાંથી એક ખાસ વર્ગ રહ્યો છે.તે જ ઑડિયન્સને ટાર્ગેટ કરી અશ્વિન સરવનને ‘ગેમ ઓવર’ બનાવી છે પણ તેમની ફિલ્મ અન્ય ફિલ્મોથી અલગ એટલા માટે સાબિત થાય છે કેમ કે, તેમાં થ્રિલર અને સુપર નેચરલ લેયર સાથે ગેમનો પણ રસપ્રદ એંગલ છે. ફિલ્મનું કથાવસ્તુ વિડીયો ગેમની તર્જ પર આગળ વધે છે. અને અશ્વિને તેને ત્રણ લેવલ અને લાઈફ લાઈન સાથે ખૂબ જ થ્રિલિંગ અંદાજમાં જોડ્યું છે. ફિલ્મમાં તેમણે હળવેથી એ વાતને પણ સ્પર્શી લીધી છે કે, કેવી રીતે કોઈ યુવતી દુર્ઘટનાનો શિકાર બની જાય પછી તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે લોકો તેને જ દોષી ઠેરવે છે. ફિલ્મના કેટલાક પૉઈન્ટ્સ નિર્દેશક એમ જ છોડી દે છે. જેમ કે, સાઈકૉપેથની જાણકારી. ક્લાઈમેક્સને વધુ સારો બનાવી શકાયો હોત. ફિલ્મને વધુ એન્ગેજિંગ અને દિલધડક બનાવવામાં રૉન એથન યોહનના બેકગ્રાઉન્ડ મ્યૂઝિકનો જેટલો મોટો હાથ છે તેટલો જ એ વસંતની સિનેમેટોગ્રાફીની જાદુગરીની કમાલ પણ છે.ફિલ્મના મોટાભાગના સીન્સનું શૂટિંગ ઈન્ડોર થયું ચે અને તેમાં કેમેરા વર્ક અને લાઈટિંગ પ્રશંસનીય છે. તાપસી કૉમ્પ્લેક્સ્ડ ભૂમિકા ભજવવામાં ખૂબ માહેર છે અને સપના જેવા મલ્ટી લેયર પાત્રને તે પૂરી લગન સાથે ભજવી ગઈ છે. ડર, લાચારી અને ડિપ્રેશનના ભાવ તેણે ખૂબ જ ઉમદા રીતે રજૂ કર્યા છે. ફિલ્મમાં તેની સાથી કલાકારે વિનોદિની કલાઅમ્માના રૂપમાં ભરપૂર મનોરંજન કર્યું છે. સનચના અમુક જ દ્રશ્યોમાં પ્રભાવ છોડવામાં સફળ રહી છે. શા માટે જોવી જોઈએ ફિલ્મ: સાઈકોલૉજિકલ થ્રિલર શોખીનો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ.
2
આ ફિલ્મનું મજબૂત પાસુ છે અલીનું લખાણ અને વિલાયતી તરીકે સુનિલ ગ્રોવરનું કેરેક્ટર. બંનેની જોડી અને તેમની વચ્ચેના સંબંધો સુંદર રીતે દર્શાવાયા છે. ગ્રોવર પોતાના મજબૂત રોલને સારો ન્યાય આપે છે. તેને હજુ વધારે મહત્વના રોલ મળવા જોઈતા હતા. સોનાલી કુલકર્ણી અને જેકી શ્રોફનું પરફોર્મન્સ પણ જોરદાર છે. રસપ્રદ વાત એ છે કે સલમાન ખાનમાં ક્યાંક સૂરજ બડજાત્યા છૂપાયેલો મળશે. ફિલ્મો અને વેબ સીરીઝમાં હૂક અપ કલ્ચરને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે સલમાન જૂના જમાનાના પારિવારિક મૂલ્યો સાથે આવે છે. તેણે સારી એક્ટિંગ કરી છે અને દેખાય પણ સરસ છે. તે પોતાના સાચા ફેમિલીથી ખૂબ ક્લોઝ છે એટલે ભારતમાં તેની પર્સનાલિટીનો આ હિસ્સો સરસ રીતે ઝળકે છે.અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મમાં હાસ્ય અને ઈમોશન્સનું એવું મિશ્રણ પીરસ્યું છે કે સલમાનના પાક્કા ચાહકો સીટી વગાડતા વગાડતા ફિ્મ જોવા જશે. ફિલ્મમાં ગીતો પરાણે ઘૂસાડ્યા છે અને વાર્તા અટપટી છે આમ છતાં ફિલ્મ જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં ઘણા બધા ટાઈમ લીપ્સ છે અને એક સાથે ઘણી ઘટનાઓ બને છે પરિણામે ફિલ્મના અંતે દર્શક થાકી ગયાની લાગણી અનુભવે છે. વળી, આ ફિલ્મ તમને પ્રેરણા આપવાના આશયથી બનાવી હોય તેવું લાગે છે. એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મ સારી બની શકી હોત. જો કે ભારત સારા દિલથી લોકોને મનોરંજન આપવા માટે બનાવાઈ છે. જો કે ફિલ્મને કોમર્શિયલ બનાવવા માટે થોડી આડીઅવળી ચીજો ઘૂસાડવામાં આવી છે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.
2
ફિલ્મમાં ડિઝાઈનર કપડામાં સેક્સી છોકરીઓ, કૂલ ડૂડ, મોંઘીદાટ ગાડીઓ અને રંગ-બેરંગી કોલેજ કેમ્પસ યુવાનોને ખાસ આકર્ષિત કરશે. ફિલ્મમાં કોલેજમાં બધુ જ સુંદર દેખાય છે. ટાઈગર શ્રોફ આ રોલમાં એકદમ ફિટ બેસે છે અને તેને સ્પોર્ટ્સ ક્વોટામાં એડમિશન મળે છે. ફિલ્મમાં ત્યારે જ માનવ મેહરા (આદિત્યા સીલ)ની એન્ટ્રી થાય છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે. માનવની બહેન શ્રેયાના રોલમાં તમને અનન્યા પાંડે જોવા મળશે, જે કોઈ રાજકુમારીથી ઓછી નથી. શ્રેયા હંમેશા રોહનને પરેશાન કરવાની કોઈ તક નથી છોડતી. અહીંયાંથી જ તે રોહનને પ્રેમ કરવા લાગે છે.ફિલ્મની સ્ટોરી ક્યાંય પણ વધારે સીરિયસ નથી થતી અને હળવી રહે છે. ફિલ્મને જોતા તમને તેની સ્ટોરીનો અંદાજ પહેલાથી લાગી શકે છે. ટાઈગર સારી રીતે ફિલ્મનો પોતાના પર ઉઠાવી છે. ડાંસ અને એક્શન સીક્વેન્સમાં તે પર્ફેક્ટ લાગે છે. ફિલ્મની લીડિંગ લેડીઝ તારા અને અનન્યાએ ફિલ્મમાં ગજબ ગ્લેમર બતાવ્યું છે. તારાનું પાત્ર ખૂબ નાનું રાખવામાં આવ્યું છે પરંતુ તે સ્ક્રીન પર ખૂબ જ સુંદર લાગે છે. જોકે તેની પરફોર્મેન્સ એવરેજ રહી. જોકે અનન્યાનું પાત્ર મજબૂત રીતે દર્શાવાયું છે અને ધીમે ધીમે તે પોતાના પાત્રમાં જામે છે. એન્ટી હીરોના પાત્રમાં આદિત્ય સીલ સારો લાગે છે.ફિલ્મમાં કોમેડીનો વધારે સ્કોપ હતો પરંતુ સ્ટોરીને આગળ વધારવાના ચક્કારમાં આ માત્ર મર્યાદિત છે. ફિલ્મમાં હર્ષ બેનીવાલ એક સરપ્રાઈઝ પેકેજના રોલમાં જોવા મળશે. તે પોતાના રોલમાં જામે છે અને તેની કોમિક ટાઈમિંગ ગજબની છે. ડ્રામા, ઈમોશન અને એક્શનથી ભરપૂર આ ફિલ્મ સ્પોર્ટ, ડાંસ અને રોમાન્સ બતાવે છે. પાછલી ફિલ્મની જેમ આ ફિલ્મના સોન્ગ વધારે ધમાકેદાર નથી પરંતુ આજની તારીથમાં પ્લેલિસ્ટમાં ઉપર છે. ફિલ્મનો પહેલા હાફ કહાણીને સ્થાપિત કરવાના ચક્કરમાં લાંબો લાગે છે પરંતુ સેકન્ડ હાફમાં ખાસ ડ્રામા જોવા મળે છે. ફિલ્મ જોઈને તમને વર્ષ 1992માં આવેલી મંસૂર ખાનની ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ની યાદ અપાવી દેશે.હળવી હાઈસ્કૂલ ડ્રામાવાળી રોમાન્ટિક ફિલ્મો જોવાનું તમને પસંદ હોય તો આ ફિલ્મને જોઈ શકો છો.
2
આ ડિરેક્ટર હૃતુલની પ્રથમ ફિલ્મ છે. બહુ ના વિચાર ફિલ્મથી ઢોલિવુડમાં નવીનતાની લહેર પ્રસરાઈ ગઈ છે. તેમણે ડિરેક્ટર તરીકે આ ફિલ્મને પૂરેપૂરો ન્યાય આપ્યો છે અને સાથે સાથે ફિલ્મના લેખક, ગીતકાર, મ્યુઝિક કંપોઝર તરીકે પણ કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રીમાં નવાસવા હોવા છતાંય તેણે નિષ્ણાંત તરીકે આ તમામ રોલને ન્યાય આપ્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક દાદ માંગી લે તેવું છે.ફિલ્મના ડાયલોગ્સની વાત કરીએ તો ફિલ્મ હસવા હસવામાં મોટી વાત કહી જાય છે. આ એક એવી ટિપિકલ મસાલા એન્ટરટેઈનર છે જે ગુજરાતના યુવાનો સાથે તરત જ કનેક્શ બનાવી લેશે. ફિલ્મની નેગેટિવ બાજુ તેની ધીમી ઝડપ અને લંબાઈ છે. જો એડિટિંગ ચોટદાર હોત તો ફિલ્મ હજુ વધુ સારી બની શકી હોત. જો કે ફિલ્મનો બીજો હાફ પહેલા કરતા વધુ ઝડપી અને જકડી રાખે તેવો છે.પરફોર્મન્સની વાત કરીએ તો નેચરલ એક્ટિંગથી ભવ્ય ગાંધી ક્લીયર વિનર પુરવાર થાય છે. તેને જોઈને એવું જ લાગે કે જાણે આપણી સોસાયટી-મહોલ્લાનો કોઈ છોકરો વાત કરી રહ્યો હોય. જાનકી અને દેવર્ષિએ પણ પોતાના પાત્રોને બરાબર ન્યાય આપ્યો છે. થિયેટરના દિગ્ગજો રાગી જાની અને સંજય ગલસરે પોતાના રોલને બખૂબી નિભાવ્યો છે. આ ફિલ્મ નવજોત સિંહ ચૌહાણ માટે જોવા જેવી છે, તે સેકન્ડ હાફમાં પોતાના પરફોર્મન્સથી પ્રાણ ફૂંકી દે છે.ઓવર ઓલ ફિલ્મ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. છેલ્લા બે મહિનાથી કોઈ સારી ગુજરાતી ફિલ્મ રીલીઝ નથી થઈ ત્યારે બહુ ના વિચાર જોવાની તમને મજા આવશે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.
2
ઈમોશન અને એક્શન એવેન્જર્સની તાકત રહી છે અને આ વખતે પણ ડિરેક્ટર્સે દર્શકોને ખૂબ જ એક્શન અને ઈમોશન આપ્યું છે. ફિલ્મમાં આપેલા ક્લોઝરમાં જોઈ શકાય છે કે એક યુગનો અંત થશે. ફિલ્મની શરૂઆત થોડી ધીમી છે. ઈન્ફિનિટી વોર પછી બદલાતી સ્થિતિમાં સુપર હીરોઝને સ્થાપિત કરવાના હતા અને તેમના કાર્યો અને દિવ્ય શક્તિઓને દૂર સામાન્ય જીવનમાં પાસર કરી રહ્યા હોય છે. તેવા સમયે એન્ટમેન આવીને તેમના સાથીઓને પરત લાવવા માટે જુસ્સો ભરે છે અને ત્યારથી ફિલ્મની વાર્તા સ્પીડ પકડે છે.ફિલ્મ ત્રણ કલાક લાંબી છે પરંતુ ભૂતકાળ-વર્તમાનના ઉતાર-ચઢાવ તમને પકડી રાખે છે. ફિલ્મનું એડિટિંગ શાર્પ છે. ડાયલોગ્સ ફની છે જે તમને હસાવશે. ક્લાઈમેક્સના સ્પેશિયલ ઈફેક્ટ દર્શકોને વધારે મજા કરાવશે. IMDB પર આ ફિલ્મને 9.2 રેટિંગ મળ્યું છે.પરફોર્મન્સ મામલે આ વખતે પણ સુપરહીરો પોતાનો કમાલ દેખાડ્યો છે. આયર્નમેન, કેપ્ટન અમેરિકા, થૉર, હલ્ક, સ્કારલેટ જોહ્નસન, એન્ટમેન પોતાની હીરોની છાપ સાથે પારિવારિક અંદાજમાં પણ જોવા મળશે. પરંતુ થોરને સુપરહીરોની છબીથી અલગ નશામાં ધૂત જોઈને ફેન્સ નિરાશ થઈ શકે છે પરંતુ તેની હ્યુમન સાઈડ મજબૂત છે. થેનોસ હંમેશાની જેમ લાર્જન ધેન લાઈફ લાગશે. આ વખતે તેની દીકરીઓ અલગ અવતારમાં જોવા મળશે.એવેન્જર્સના ફેન્સ માટે આ ફિલ્મ મસ્ટ વૉચ ફિલ્મ છે. સામાન્ય દર્શકો અને બાળકો માટે ખૂબ જ મનોરંજક અને રસપ્રદ રાઈડનો અનુભવ થશે.
2
પ્રેમ અમર હોય છેના નારાને આગળ ધપાવતી આ ફિલ્મનો સ્ક્રીનપ્લે થિયેટ્રિકલ ડ્રામા અને ઈમોશન્સ વચ્ચે ઝોલા ખાય છે. પરંતુ ફિલ્મમાં અમુક એવી ક્ષણો છે જે તમારુ ધ્યાન જરૂર ખેંચશે. જેમ કે, નવપરિણિત દેવ અને રૂપ વચ્ચેના સંબંધો, સત્યા અને દેવ વચ્ચે નજરોમાં થતી વાતો તથા રૂપ અને ઝફર વચ્ચેના રોમેન્ટિક સીન્સ. ફિલ્મના અન્ય મજબૂત પાસા છે દેવ અને બલરાજ વચ્ચે ડામાડોળ થતા પિતા-પુત્રના સંબંધો તથા બહાર બેગમ અને રૂપ વચ્ચે ગુરૂ શિષ્યનો સંબંધ. આવી ક્ષણો ફિલ્મમાં વધારે હોત તો ફિલ્મ જોવાની વધારે મજા આવત.ફિલ્મની સૌથી મોટી હાઈલાઈટ તેની સ્ટાર કાસ્ટ છે. આ ઉપરાંત બધા જ કલાકારોએ પાત્રોને સરસ ન્યાય આપ્યો છે. આલિયા ભટ્ટનું પાત્ર તેની લાચારી અને હિંમત બંનેનું સરસ મિશ્રણ છે. વરૂણ ધવન તેના ટોન્ડ બૉડી સાથે ખૂબ જ સરસ લાગે છે અને તે તેના પાત્રમાં ગજબનું ઊંડાણ લાવી શક્યો છે. આદિત્ય રોય કપૂરના ખાસ વખાણ કરવા પડે. મૌન રહીને પણ માત્ર હાવભાવથી તેનું પાત્ર ઘણું કહી જાય છે. માધુરી દિક્ષિત, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હાએ પણ પોતાના પાત્રને પરદા પર જીવંત કર્યા છે. ઝફરના મિત્ર અબ્દુલ તરીકે કુણાલ ખેમુએ પણ ગ્રે શેડ રોલ જબરદસ્ત રીતે નિભાવ્યો છે. સ્ટારકાસ્ટના વિશેષ પ્રયત્નોને કારણે મોટા સ્કેલ પર બનેલી કલંક જોવાલાયક બની છે.1940ના દાયકામાં આકાર લેતી લવસ્ટોરીમાં વિઝ્યુઅલ ડિટેઈલિંગ પર ખાસ્સુ ધ્યાન અપાયું છે. કલંક હિન્દી સિનેમાના ઈતિહાસમાં ભવ્યતાને એક અલગ જ સ્કેલ પર લઈ જાય છે. ફિલ્મમાં 1940ની દુનિયાને ફરી જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે પરંતુ તે વાસ્તવિકતાથી થોડી દૂર લાગે છે. ફિલ્મમાં ગ્રાન્ડ વિઝ્યુઅલ છે અને બિનોદ પ્રધાને સરસ સિનેમેટોગ્રાફી કરી છે. પ્રીતમે ફિલ્મમાં કર્ણપ્રિય સંગીત આપ્યું છે. ફિલ્મ 2 કલાક 48 મિનિટની છે. થોડુ એડિટિંગ ટાઈટ હોત તો ફિલ્મ ટૂંકી બની શકી હોત. આ ફિલ્મની અમુક ક્ષણો કાયમ માટે તમારા દિલમાં વસી જશે. ફિલ્મને અમારા તરફથી 3.5 સ્ટાર્સ.
2
નિર્દેશક ચક રસેલ ‘જંગલી’ દ્વારા બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી રહ્યાં છે. હૉલિવૂડમાં માસ્ક ‘માસ્ક’, ‘સ્કૉર્પિયન કિંગ’ ‘ઈરેઝર’ જેવી બમ્પર હિટ ફિલ્મો આપી ચૂકેલા રસેલે બોલિવૂડના ટેસ્ટને પણ સારી રીતે પકડ્યો છે. તેમણે પાત્રોમાં ભારતીય મૂલ્યોની સાથે પુરાણ, મંત્રો, વિધ્નહર્તા ગણેશ ભગવાનને પણ જોડ્યા છે, સાથે જ તેમણે એક્શન અને ઈમોશનમાં પોતાની જાદુગરી બખૂબી દેખાડી છે.સિનેમેટોગ્રાફર માર્ક ઈરવિનની સિનેમેટોગ્રાફીમાં ઓરિસ્સાના નયનરમ્ય જંગલો, નદીઓ અને તેમાં રહેતા હાથીઓને જોવા કોઈ વિઝ્યુઅલ ટ્રિટથી ઉતરતું નથી. એક્શન સીન્સ દરેક સ્તરે અચંબિત કરે છે, ભલે તે વિદ્યુત દ્વારા મુંબઈના ગુંડાઓથી નિપટવાના ફાઈટ સીક્વન્સ હોય કે પછી જંગલમાં તસ્કરો અને શિકારીઓ સાથે ફાઈટ દૃશ્યો હોય, એક્શન ડિરેક્ટરે ચુંગ ચી લીએ પ્રશંસનીય કામ કર્યું છે.અભિનયની વાત કરવામાં આવે તો વિદ્યુત પોતાના પાત્રમાં રચ્યો-પચ્યો દેખાય છે. તેણે કલરીપયટ્ટૂ યોદ્ધા અને હાથીઓના સાથી રૂપમાં ગજબનું કામ કર્યું છે. એક્શન દૃશ્યોમાં તેની ચપળતા અને ફ્લેક્સિબિલિટી આશ્ચર્યચકિત કરી દે છે. ભાવનાત્મક દૃશ્યોને પણ તેને બખૂબી નિભાવ્યા છે. રોલ માટે તેણે કરેલી મહેનત પડદા ઝળકે છે અને પાત્રને વિશ્વસનીય બનાવે છે. આશા ભટ્ટ અને પૂજા સાવંતે આ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કર્યું છે અને બંને પોતાના રોલમાં જામે છે. આશા ખૂબ ક્યૂટ લાગે છે અને પૂજા કૉન્ફિડેન્ડ. શિકારી અને તસ્કરોનો સાથ આપનારા ખલનાયકનું પાત્ર અતુલ કુલકર્ણીએ પોતાના અલાયદા અંદાજમાં ભજવ્યું છે. અક્ષય ઑબેરોય અને મકરંદ દેશપાંડે પોતાની ભૂમિકાઓ માટે યાદ રહી જાય છે. સહયોગી કાસ્ટ ફિલ્મને અનુરૂપ છે. સમીર ઉદ્દીન સંગીતમાં ‘ગરજે ગરજે’ ગાના ગીત ખૂબ સારા છે. ‘ફકીરા ઘર આજા’ અને ‘સાથી’ ગીતો પણ વિષયને અનુરૂપ છે.દિલધડક એક્શન સિક્વન્સ, નિર્દોષ હાથીઓની જૂથબંધી અને ઓરિસ્સાના નયનરમ્ય દૃશ્યોની વિઝ્યુઅલ ટીમ માટે ફિલ્મ જોવી જોઈએ. જો તમે એનિમલ લવર છો તો આ ફિલ્મ તમારા દિલમાં ઉતરી જશે.
2
અનુરાગ સિંહના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કેસરી’માં અક્ષય કુમારે ફરી એકવાર ખૂબ સારું પરફોર્મેન્સ આપ્યું છે. ફિલ્મમાં લડાઈના સીન્સ સારી રીતે દર્શાવાયા છે. જોકે આ વોર ફિલ્મ છે અને તેમાં પાત્રોને સ્થાપિત કરવામાં ઘણો સમય લાગ્યો છે, જેથી દર્શકોને તે પાત્રો સાથે જોડી શકાય.ફિલ્મનો લૂક અને સ્ટોરી એવી રાખવામાં આવી છે કે દર્શકોને ફિલ્મની સ્ટોરી શીખ સૈનિકોની દેશભક્તિ સાથે જોડાયેલી હોય તેવો અનુભવ થાય છે. ફિલ્મના એક્શન સીન્સ સારા છે, ખાસ કરીને શીખ માર્શલ આર્ટ્સના સીન ગજબ છે. ફિલ્મની આખી ટેકનિકલ ટીમ ફિલ્મના સેટ, એડિટિંગ, એક્શન અને સાઉન્ડ પર બારીકીથી કામ કર્યું છે. અહીં સુધી કે તમને ફિલ્મની કાસ્ટ અને કોસ્ચ્યુમ્સમાં પણ આ બારીકી જોવા મળશે.ગિરીશ કોહલી અને અનુરાગ સિંહે સારી રીતે આ ફિલ્મ લખી છે. ફિલ્મના મુખ્ય પાત્ર હવલદાર ઈશ્વર સિંહ (અક્ષય કુમાર)ને સારી રીતે દર્શાવાયો છે. અક્ષય કુમારે પણ આ રાત્ર સારો ન્યાય કર્યો છે અને ઈશ્વર સિંહની બહાદુરી તથા દેશભક્તિ સારી રીતે દર્શાવાઈ છે. ફિલ્મમાં પરિણીતિ ચોપરાનું પાત્ર ટૂંકુ છે પરંતુ અસરદાર છે. અફઘાન યૌદ્ધાના પાત્રમાં રાકેશ ચતુર્વેદી ઓમ પણ સારા લાગે છે.ઈતિહાસની સૌથી બહાદુરી સાથે લડાયેલી સારાગઢીની લડાઈ વિશે જાણવા માટે આ ફિલ્મને મિસ ન કરશો. અક્ષય કુમારનું પરફોર્મેન્સ અને ફિલ્મની કહાણી તમને નિરાશ નહીં કરે.
2
અંદાઝ અપના અપના અને ડેડપૂલ ફિલ્મને મિક્સ કરીને બનાવીએ તો કેવી ફિલ્મ બને? મર્દ કો દર્દ નહિ હોતા ફિલ્મ બસ આવી જ છે. આ ફિલ્મ ખૂબ જ પ્રામાણિકતાથી બનાવવામાં આવી છે. ડિરેક્ટરની શૈલી થોડી અલગ છે પણ વાસ્તવિકતાથી દૂર નથી. તે તમને ગંભીરમાં ગંભીર ક્ષણે હસાવી શકે છે. ફિલ્મમાં અનેક એવી સિક્વન્સ છે જ્યારે સીન ગંભીર હોય પણ ત્યારે અચાનક કંઈક એવું થાય કે તમે ખડખડાટ હસી પડો. ફિલ્મના પાત્રોની જોરથી બોલીને વિચારવાની આદત પણ તમને પેટ પકડીને હસાવશે. તેમની અંદર ચાલતા વિચારો તમને સારો એવો લાફ્ટર ડોઝ આપશે.ફિલ્મમાં ડિરેક્ટરે જરૂર કરતા વધારે સ્લો મોશન એક્શન સિક્વન્સ બતાવી છે. પરંતુ સ્ટન્ટ એટલા જોરદાર છે કે તમને આ વાત ખટકશે નહિ. વળી કોમેડી ફિલ્મની એક્શન સિક્વન્સ આડે ક્યાંય નથી આવતી. એવેન્જર્સ એન્સેબલ ક્લાઈમેક્સ ખરેખર દર્શકોને મજા કરાવે તેવો છે. સુપરહીઅભિમન્યુ દાસાણી અને રાધિકા મદને પોતાના રોલને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. તેમની સ્ક્રીન પ્રેઝન્સ વખાણવાલાયક છે. તેમની કેમિસ્ટ્રી તમને પરદા પર જોવી ગમશે. ખાસ કરીને રાધિકાનો એન્ટ્રી સીન સરસ શૂટ થયો છે. ગુલશન દૈવૈયાએ ડબલ રોલ બખૂબી નિભાવ્યો છે જ્યારે મહેશ માંજરેકરના ફાળે સારા સારા વન-લાઈનર્સ આવ્યા છે.રો મૂવીઝ પર અલગ જ દૃષ્ટિકોણથી બનેલી આ ફિલ્મ થોડી લાંબી ખેંચાઈ ગઈ છે. એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મ જોવની વધુ મજા આવત. વળી દર્શકોને સૂરજની ગાંડપણભરી દુનિયામાં પ્રવેશતા થોડો સમય લાગી જાય છે.લોજિકને બાજુમાં મૂકીને આ ફિલ્મ જોવા જશો તો જલસો પડી જશે. આ ફિલ્મમાં પરાણે હસાવે તેવા સીન્સ નથી. બસ વિચિત્ર પ્રકારના વિચારો અને તેને ઓર પણ વિચિત્ર રીતે પરદા પર દર્શાવવાની ટ્રિક તમને હસાવશે. આ ફિલ્મ માટે તમારે ડિરેક્ટરે જે સ્પેસ બનાવી છે, તેમાં પ્રવેશવું પડશે. ફિલ્મ મિસ કરશો તો અફસોસ થશે. હટકે ફિલ્મ જોવાનો શોખ હોય તો ચોક્કસ થિયેટરમાં ફિલ્મ જોવા જજો. ફિલ્મને અમારી તરફથી 3.5 સ્ટાર્સ.
2
રાઈટર-ડિરેક્ટરની જોડી એના બોડેન અને રયાન ફ્લેકે કેપ્ટન માર્વેલના રૂપમાં અવેન્જર્સ એન્ડ ગેમ માટે નવી શક્તિશાળી સુપરહીરો સ્થાપિત કરી છે, સાથે યુદ્ધ અને મહિલા સશક્તિકરણ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ સારી રીતે પક્ષ મૂક્યો છે. કૈરલ તે બધા લોકોને જડબાતોડ જવાબ આપે છે, જેમના મુજબ છોકરીઓ કાર રેસિંગ નથી કરી શકતી અથવા ફાઈટર પાઈલટ નથી બની શકતી. તો ફિલ્મમાં યુદ્ધ લડવા પર નહીં પરંતુ તેને ખતમ કરવાના વિચાર પર જોર અપાયું છે. બીજી તરફ રોમાંચક દુનિયા અને જોરદાર એક્શન માર્વેલ ફિલ્મ્સના પ્રેમીઓ નિરાશ નહીં થાય. સ્ટોરીની એકમાત્ર કમજોરી ઘણા પાત્રોને સારી રીતે વિકસિત ન કરી શકવી છે. જેના કારણે શરૂઆતમાં ખૂબ જ શક્તિશાળી દેખાડવામાં આવેલા સ્ક્રલ્સ સ્ટોરીમાં ટ્વીસ્ટ આવ્યા બાદ બિચારા બની જાય છે.એક્ટિંગની વાત કરીએ તો લીડ રોલમાં બ્રી લાર્સને ખૂબ જ સારું કામ કર્યું છે. પોતાની ઓળખ માટે ઝઝુમી રહેલી કૈરલના કન્ફ્યુઝન અને ઈમોશનને સારી રીતે દર્શાવવામાં આવ્યા છે, તો કેપ્ટન માર્વેલના રૂપમાં તે દમદાર અને મજબૂત દેખાય છે. એજન્ટ ફરીના રૂપમાં સેમ્યુઅલ જેક્સન દર્શકોને હસાવે છે. આ કામમાં તેમનો સાથે બિલ્લી ગૂજ આપે છે. જે દરેક સીનમાં દર્શકોનું દિલ જીતી લે છે. મારિયાના રૂપમાં લશાના લિંચનું કામ સારું છે. ફિલ્મમાં કૈરલ સાથે તેની ગાઢ મિત્રતા જોવા લાયક છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર તેને સશક્ત બનાવે છે. કુલ મળીને એક્શન અને ઈમોશનથી ભરપૂર કેપ્ટન માર્વેલ દર્શકો માટે એક સારી ભેટ છે.
2
બદલો હંમેશા ગણતરીપૂર્વક અને સમજી વિચારીને લેવો જોઈએ. રિવેન્જ સ્ટોરી હંમેશાથી હિન્દી ફિલ્મોનો ફેવરિટ વિષય રહ્યો છે પરંતુ દર્શકોના દિલ જીતવા માટે તેને સ્માર્ટ રીતે બનાવવી જરૂરી છે. ડિરેક્ટર સુજોય ઘોષની આ ફિલ્મ સોલિડ થ્રિલિંગ છે અને તેમાં તમને જકડીને રાખે તેવા ટ્વિસ્ટ અને ટર્ન છે. તેમાં તમે સતત હવે આગળ શું થશે તે ધારતા જ રહી જશો. આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ધ ઈનવિઝિબલ ગેસ્ટ ડઝ નોટ મેટર ટૂ મચની રિમેક છે. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુએ તેમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. ડિરેક્ટર ઘોષે તેમાં નાની બાબતો પણ ચૂકી ન જવાય તેની ખાસ તકેદારી રાખી છે. તેમની ટીમે એટલું સરસ કામ કર્યું છે કે ફિલ્મની મિનિટે મિનિટ તમને ફિલ્મ સાથે જકડી રાખશે.આ ફિલ્મમાં તાપસી અને અમિતાભ બચ્ચનની કેમિસ્ટ્રી જોરદાર છે. પિંકમાં પણ બંને વચ્ચે આરોપી અને વકીલનો સંબબંધ જોવા મળ્યો હતો પરંતુ બદલામાં બંને નવા અવતારમાં જોવા મળે છે. તાપસીના પાત્રમાં ઘણા શેડ્સ છે અને ધીમે ધીમે તે દર્શકોને જોવા મળશે. એક્ટ્રેસે પોતાના પાત્રને ખૂબ સરસ રીતે ન્યાય આપ્યો છે. બચ્ચનનો રોલ તાપસીની સરખામણીએ સરળ છે પણ તેમણે પોતાની આગવી છટાથી વકીલનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. બંને પાત્ર ફિલ્મમાં ટેન્શન અને થ્રિલ જાળવી રાખવામાં સારી ભૂમિકા ભજવે છે.સુજોય ઘોષ આ પહેલા પણ કહાની અને કહાની ટુ જેવી થ્રિલર ફિલ્મો બનાવી ચૂક્યા છે. બદલામાં કહાનીની સરખામણીએ વધારે લેયર્સ છે પરંતુ આ પ્રકારની ફિલ્મો બનાવવામાં તેમની ફાવટ ઘણી સારી છે. અવિક મુખોપાધ્યાયની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. મોનિશા બાલદવાનું એડિટિંગ અને ક્લિન્ટન કેરેજોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને ચાર ચાંદ આપે તેવા છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પ્રેડિક્ટેબલ છે જેને કારણે તેની થ્રિલ થોડી ઘટી જાય છે પણ સમયાંતરે ટ્વીસ્ટ અને ટર્ન આવતા રહે છે. થ્રિલર ફિલ્મના શોખીનોને આ ફિલ્મ જોવાની મજા પડશે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર.
2
જો તમે પરિવાર સાથે આ વીકેન્ડ મસ્તી અને ટાઈમ પાસ કરવા માટે ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ‘ટોટલ ધમાલ’ ફિલ્મ તમારા માટે છે. આ સીરિઝની પાછલી બે ફિલ્મોના પ્રોડ્યુસર ઈન્દ્ર કુમાર પોતાની આ ફિલ્મ માટે લીડ રોલ માટે એક્ટર અજય દેવગણને સાઈન કરવા ગયા તો તેને ફિલ્મની સ્ટોરી એટલી હદ સુધી પસંદ આવી ગઈ કે અજય ફિલ્મનો કો-પ્રોડ્યુસર બની ગયો. લગભગ 17 વર્ષ બાદ સ્ક્રીન પર ધક-ધક ગર્લ સાથે અનિલ કપૂરની જોડી જોવા મળી છે. ફિલ્મમાં બાળકો માટે હોલિવૂડ એનિમલ એક્ટ્રેસ ક્રિસ્ટલ છે જે આ પહેલા ‘હેંગઓવર 2’, ‘જંગલ નાઈટ એન્ડ મ્યુઝિયમ’ સહિત ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સ્ક્રિપ્ટની ડિમાન્ડ પર ડિરેક્ટર ઈન્દ્ર કુમારે ફિલ્મનું શૂટિંગ વિદેશના રિયલ લોકેશન પર કર્યું છે.અજય દેવગણનું પાત્ર ધમાલના સંજય દત્તની યાદ અપાવે છે. અનિલ કપૂર, માધુરી દીક્ષીતની જોડી સ્ક્રીન પર આવતા જ હોલમાં ફેન્સ ચીચીયારી પાડવા લાગે છે. રિતેશ, સંજય મિશ્રા, જાવેદ જાફરી, અરશદ વારસીએ પોતપોતાના રોલને સારી રીતે ભજવ્યો છે. સોનાક્ષી પર શૂટ કરાયેલું આઈટમ સોન્ગ ફિલ્મની યૂએસપી છે.ઈન્દ્ર કુમારે કંઈક નવું કરવાના બદલે આ સીરિઝની પહેલી ફિલ્મની સ્ટોરી સાથે કેટલાક ફેરફાર સાથે કોમેડી રજૂ કરી છે. ઈન્દ્ર કુમારે પહેલા સ્ક્રિપ્ટ અને પાત્રો પર સારી રીતે કોમ વર્ક કર્યા બાદ મૂવી શરૂ કરી હોત તો વધારે સારું રહ્યું હતું.સોનાક્ષી સિન્હા પર શૂટ કરાયેલું સુભાષ ઘઈની સુપરહીટ ફિલ્મ ‘કર્ઝ’નું ‘પૈસા યે પૈસા’ સોન્ગનું રિમિક્સ સારી રીતે શૂટ કરાયું છે. જો તમે કોમેડી જોનરની માઈન્ડ પર વધારે ભાર ન આપીને તર્કથી દૂર રહીને માત્ર એન્જોય કરવાના હેતૂથી ફિલ્મ જુઓ છો તો ‘ટોટલ ધમાલ’ ફિલ્મ તમારા માટે છે.
2
આ ફિલ્મમાં એક ડાયલોગ છે, “અગર દુનિયામેં સબ કમ્ફર્ટેબલ હોતે તો રેપ કોન કરતા?” આ ફિલ્મનું હાર્દ આ લીટીમાં સમાઈ ગયું છે. ડિરેક્ટર ઝોયા અખ્તરની ગલી બૉય ઈન્ડિયાના રેપરોની દુનિયામાં ડોકિયુ કરાવે છે. આ ફિલ્મ એક સાધારણ યુવક મુરાદની આસપાસ આકાર લે છે. ધારાવીનો આ યુવક મોટા સપના જોય છે અને ગરીબીને તેના સપના આડે આવવા નથી દેતો. સ્લમ ડૉગમાંથી તે પ્રખ્યાત રેપર કેવી રીતે બને છે તેની આસપાસ આ કથા આકાર લે છે. સ્ટોરી ખૂબ જ એક્સાઈટિંગ છે. રેપ હજુ પણ ઈન્ડિયામાં એટલો લોકપ્રિય મ્યુઝિકનો પ્રકાર નથી. પરંતુ રેપ ઓછુ પસંદ કરતા હશે તેમને પણ ગલી બૉયની સ્ટોરી પસંદ પડશે એ વાત નક્કી છે.ફિલ્મનો કેટલોક હિસ્સો પ્રેડિક્ટેબલ છે પરંતુ મુરાદની જર્નીમાં એવી કેટલીક ક્ષણો છે જ તમને ફિલ્મ સાથે જકડી રાખશે. વિજય મૌર્યએ ફિલ્મમાં ચોટદાર ડાયલોગ્સ લખ્યા છે જે ફિલ્મને ઊંડાણ આપે છે. રીમા કાગતીની સ્ટોરી અને સ્ક્રીન પ્લે તથા ઝોયાનું ડિરેક્શન ફિલ્મને અલગ ઊંચાઈ પર લઈ જાય છે. વાર્તાનો અંદાજ આવી જાય તો પણ ફિલ્મ જોવાની ઘણી મજા આવે તેવી છે.આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ છે રણવીર સિંહનું જબરદસ્ત પરફોર્મન્સ. એવુ લાગે છે કે તેનો જન્મ જ આ પાત્ર ભજવવા માટે થયો છે. તે આ ફિલ્મની આત્મા છે. તે પોતાના પાત્રમાં જાન ફૂંકી દે છે અને ઓડિયન્સને સતત ફિલ્મ સાથે બાંધી રાખે છે. ફિલ્મમાં એમ.સી શેર મુરાદને કહે છે, “તેરે અંદર તૂફાન હૈ” અને આ વાત રણવીર સિંહના પરફોર્મન્સ માટે પણ એટલી જ સાચી છે. દરેક નવી ફિલ્મ સાથે રણવીર તેના ચાહકોને સરપ્રાઈઝ કરી રહ્યો છે. આલિયા ભટ્ટનો નાનો પણ મજબૂત રોલ છે. તે પોતાના ગાંડપણ ભરેલા કેરેક્ટરને પણ પૂરેપૂરો ન્યાય આપે છે. રણવીર અને આલિયાની કેમિસ્ટ્રી ક્યુટ અને ગમી જાય તેવી છે. સિદ્ધાંત ચતુર્વેદીની આ પહેલી ફિલ્મ છે પણ તેનું મજબૂત પરફોર્મન્સ જોતા લાગે કે જાણે તે મંજાયેલો કલાકાર છે. વિજય વર્મા, કલ્કી કેકલિન અને વિજય રાઝે પણ પોતપોતાના પાત્ર ખૂબ જ અસરકારક રીતે ભજવ્યા છે.ફિલ્મનું મ્યુઝિક કિલર છે. આ ફિલ્મ રેપર્સ નેઝી અને ડિવાઈનના જીવન પર આધારિત છે. આ બંને આર્ટિસ્ટે બીજા રેપર્સ સાથે મળીને ફિલ્મ માટે ગજબ સાઉન્ડ ટ્રેક આપ્યો છે. આ ફિલ્મ તમને સ્પર્શી એટલે જાય છે કારણ કે તેમાં મ્યુઝિક રિયલ રેપર્સે આપ્યું છે. ફિલ્મની ટ્રીટમેન્ટ અને વિઝ્યુઅલ્સ હોલિવુડ ફિલ્મને ટક્કર મારે તેવા છે. ફિલ્મમાં જે રેપ બેટલ્સ બતાવી છે તેના બોલ તમને સ્પર્શી જશે. ફિલ્મનો માઈનસ પોઈન્ટ તેની અઢી કલાકની લંબાઈ છે. જો કે ફિલ્મની ટ્રીટમેન્ટ એવી છે કે તે દર્શકોને જકડી રાખએ તેવી છે. ફિલ્મ માટે બસ એટલું જ કહી શકાય, “યે ગલી બૉય હાર્ડ હૈ ભાઈ!” અમારા તરફથી ફિલ્મને 4 સ્ટાર્સ.
2
‘કેરી ઓન કેસર’ અને ‘બેસ્ટ ઓફ લક લાલુ’ પછી વિપુલ મહેતાની આ ત્રીજી ફિલ્મમાં એ બધું જ છે. જે એક ફિલ્મમાં હોવું જોઈએ. આ ફિલ્મ ડાયલોગ, એડિટિંગથી લઈ સિનેમેટોગ્રાફી, ધમાકેદાર મ્યૂઝિકનું કોકટેઈલ છે. આ ઉપરાંત ફિલ્મની છેક સુધી જકડી રાખતી સ્ટોરી લાઈન એવું કહીને પૂરી થાય છે કે ‘છેલ્લા શ્વાસ સુધી જિંદગીને મન ભરીને માણી લેવી જોઈએ.’વિપુલ મહેતાએ આ ફિલ્મમાં હ્યુમન ઈમોશન્સને સારી રીતે વણી લીધાં છે. ફિલ્મની સ્ટોરીને એ રીતે ગૂંથવામાં આવી છે. જે પ્રેક્ષકને ફિલ્મના અંત સુધી સીટ પર જકડી રાખે છે. ફિલ્મમાં હ્યુમરને પણ અનોખો ટચ આપીને પીરસવામાં આવ્યું છે. જેથી ફિલ્મ ક્યાંય કંટાળાજનક હોવાનું લાગતું નથી. ફિલ્માં ક્યાંક ક્યાંક દર્શકોને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની યાદ આવી શકે પરંતુ આ ફિલ્મમાં જે દેશી ટચ આપવામાં આવ્યો છે. તે ખરેખર કાબિલેતારીફ છે. આ ઉપરાંત અમદાવાદ બહાર આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડના લોકેશન્સ પર થયેલું છે. જેને સિનેમાના પડદા પર જોવું એ અદ્ભૂત લ્હાવો છે. ફિલ્મના કલાકારો ઉપરાંત ઉત્તરાખંડ પણ ફિલ્મનું એક મુખ્ય કેરેક્ટર છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.ફિલ્મની પ્રોડક્શન ક્વોલિટી ખૂબ જ ઉત્તમ છે. આ ઉપરાંત ફિલ્મમાં સિચ્યુએશન પ્રમાણે સચિન જિગર અને નિરેન ભટ્ટનું મ્યૂઝિક પ્રેક્ષકોનું દિલ જીતી લે છે. ફિલ્મમાં જિગરદાન ગઢવીનું ગાયેલું ગીત ‘ચાંદ ને કહો’ અને સોનુ નિગમનું ‘પા પા પગલી’ વારંવાર ગણગણવું ગમે તેવું છે. આ ઉપરાંત ઉત્તરાખંડની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અપાયેલો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.જ્યારે વાત આવે પર્ફોર્મન્સની તો સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની ગુજ્જુભાઈ અપીલથી દર્શકોને ખૂબ જ મજા કરાવી દે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને દિલીપકુમારની મિમિક્રીથી હસાવવામાં સફળ રહ્યાં છે તો આરોહી પટેલે પણ ફિલ્મમાં ચુલબુલી યુવતી કેતકી તરીકે પોતાના પાત્રને સારી રીતે ન્યાય આપ્યો છે. યશ સોનીએ પણ વર્કોહોલિક યુવા તરીકે કેરેક્ટરમાં જીવ રેડીને શાનદાર અભિનય કર્યો છે. ફિલ્મમાં ભલા તરીકે જગેશ મુકાતીએ પણ સારી એક્ટિંગ કરી છે. આ ઉપરાંત પ્રેક્ષકો માટે એક સરપ્રાઈઝ એલિમેન્ટ્સ છે. જે થિએટરમાં જ ખબર પડશે.‘ચાલ જીવી લઈએ’ ગળચટ્ટી લાગણીઓથી ભરેલી છે. જે પડદા પર એક પ્રકારનું સિનેમેટિક જાદૂ ઉત્પન્ન કરે છે. ફિલ્મમાં ઋષિકેશથી લઈ કેદારનાથના હરિયાળી ભર્યા દ્રશ્યો આંખને ઠંડક પહોંચાડનારા છે તો ફિલ્મના ડાયલોગ હૃદય સોંસરવા ઉતરી જાય છે. આમ બધું મળીને કહેવા જઈએ તો આ ફિલ્મ ફેમિલી સહિત માણવાલાયક ફુલ્લી એન્ટરટેઈનિંગ ડોઝ છે.
2
1857ના રાષ્ટ્રીય આંદોલનને એટલી ઉંડાઈથી નથી બતાવવામાં આવ્યું. અંગ્રેજોના દરેક વારને નિષ્ફળ બનાવતાં લક્ષ્મીબાઈ જ્યારે ગ્વાલિયર પહોંચે છે ત્યારે દેશભરમાં આઝાદીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું હોય છે. ક્લાઈમેક્સમાં અંગ્રેજ સર હ્યૂરોઝની સેના સાથે લક્ષ્મીબાઈનું યુદ્ધ વીરતાપૂર્ણ ઢંગથી પ્રાણની આહુતિ આપનાર અંદાજ જોઈ રુંવાડા ઉભા થઈ જશે.ડિરેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મનું ડિરેક્શન રાધાકૃષ્ણ, જગરલામુદી ઉપરાંત મુખ્ય રીતે કંગનાએ સંભાળ્યું છે. ઈન્ટરવલ સુધી ફિલ્મની ગતિ ધીમી છે. અલગ અલગ કેરેક્ટરની લાક્ષણિકતા દર્શાવવામાં ફિલ્મ લાંબી ખેંચાઈ જાય છે. જોકે, સેકન્ડ હાફમાં જેવી રીતે સ્વતંત્રતા સંગ્રામનું રણશિંગુ ફૂંકાય છે કે ફિલ્મનું એક્શન, ટર્ન એન્ડ ટ્વિસ્ટ, રણભૂમિની જ્વાળા વાતાવરણમાં જમાવટ કરી દે છે.ડિરેક્ટર તરીકે કંગના ગણતંત્ર દિવસ પર દેશભક્તિનું અલખ જગાવવામાં સફળ રહી છે. ફિલ્મમાં અંગ્રેજ સરકાર અને કંપનીને વધુ સશક્ત રીતે બતાવી શકાય હોત. ફિલ્મમાં ઉત્તમ સ્પેશ્યિલ ઈફેક્ટ્સનો ઉપયોગ થયો હોત તો રોમાંચ વધી શકત. અત્યાર સુધી ઐતિહાસિક ફિલ્મ્સને આપણે ભણસાલી અને આશુતોષ ગોવારિકરની દ્રષ્ટિથી જોઈ છે પરંતુ આ ફિલ્મના દ્રશ્ય અને ડાયલોગ તાળી વગાડવા પર મજબૂર કરી દેશે. આ ફિલ્મના ડાયલોગ પ્રસુન જોશીએ લખ્યાં છે.પડદા પર કંગનાનું ફાયરબ્રાન્ડ પર્ફોર્મન્સ જોઈને એવું લાગી રહ્યું છે કે મણિકર્ણિકા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કંગના માટે જ બન્યો છે. તેના ડિરેક્શન અને એક્ટિંગને લઈને અનેક અંદાજ લગાવવામાં આવી રહ્યાં હતાં પરંતુ તેણે પોતાના અભૂતપૂર્વ અંદાજથી જણાવ્યું કે આ રોલ માટે તે જ શા માટે બેસ્ટ છે. આ ફિલ્મમાં તેના કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ છે તેમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. યુવતીના રુપમાં તે સુંદર લાગે છે પરંતુ રણભૂમિ પર યોદ્ધા તરીકે તેણે દુશ્મનોને જે ધૂળ ચટાડી છે તે જોઈને ખુશ થઈ જશો. કંગનાના રોલને બોડી લેંગ્વેજ, ડાયલોગ ડિલીવરી અને એક્શન દ્રશ્યો પર ખૂબ જ મહેનત કરવામાં આવી છે.ઝલકારીબાઈના રુપમાં અંકિતા લોખંડેનું મૂવી ડેબ્યૂ પ્રભાવશાળી રહ્યું છે. તેને વધારે સ્ક્રિન સ્પેસ આપવામાં આવી છે. ગૌસબાબાના રુપમાં ડેનીએ પણ સારુ કામ કર્યું છે. અન્ય રોલમાં કુલભૂષણ ખરબંદા, સુરેશ ઓબેરોય, રિચર્ડ કીપ, જિસ્સુ સેનગુપ્તાએ પોતાની ભૂમિકાઓને સારો ન્યાય આપ્યો છે. જીશાન અયુબને જોઈએ એવી તક નથી મળી. શંકર-અહેસાન-લોયના સંગીતમાં પ્રસુન જોશીના લખાયેલા ‘બોલો કબ પ્રતિકાર કરોગે’, ‘વિજયી ભવ’, ‘ડંકીલા’, ‘ભારત’ જેવા ગીત ફિલ્મના વિષયને અનુરુપ છે. આ ગણતંત્ર દિવસ પર દેશભક્તિની ભેટ સમજીને આ ફિલ્મ જરુર જોવા જેવી છે.
2
પ્રશાંત નીલની KGFમાં સાઉથનો સુપરસ્ટાર યશ લીડ રોલમાં છે અને તે આખા દેશમાં સૌથી વધુ ચર્ચાયેલી કન્નડ ફિલ્મ છે. આ ફિલ્મ પાસે દર્શકોને ઘણી મોટી અપેક્ષા છે. શું ટીમ આ અપેક્ષાઓ પર ખરી ઉતરી છે? જી હા. ફર્સ્ટ હાફમાં તો ફિલ્મ ગજબ ઝડપે આગળ વધે છે. સેકન્ડ હાફમાં પ્લોટ અને ક્લાઈમેક્સ એવી રીતે આકાર લે છે કે તે ફિલ્મના પાર્ટ ટુ માટે યોગ્ય માહોલ ઊભો કરી શકે છે.ફિલ્મનો સ્ક્રીન પ્લે ખૂબ જ રસપ્રદ છે. સ્ટોરી વર્તમાન અને ભૂતકાળમાં આવ-જા કરે છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે. રોકીનું પાત્ર ગજબ રીતે વિકસે છે. ફિલ્મના ડાયલોગ્સ એવા લખાયા છે કે થિયેટરમાં તાળીઓ અને સીટીઓ પડે. લોકોને પસંદ પડે તેવી ફિલ્મ બનાવવામાં પણ સર્જકો સ્ટોરી ટેલિંગમાં ક્યાંય ચૂક્યા નથી. ફિલ્મની ઝડપ પણ સારી છે. ફિલ્મ 1951થી 2018 વચ્ચે આકાર લે છે. દરેક પાત્ર દર્શકોને જિજ્ઞાસા ઊભુ કરે તેવુ છે.ફિલ્મની સિનેમેટોગ્રાફી આર્ટ ડિરેક્શનમાં ચાર ચાંદ લગાવી દે તેવી સુપર્બ છે. બધુ જ ખૂબ સુંદર લાગે છે. KGFની અંધારી દુનિયા હોય કે પછી બેંગલોરની ચકાચૌંધ કરી દેનારી નાઈટલાઈફ, બધુ જ કેમેરામાં સુંદર રીતે કંડારાયુ છે. રોકીના પાત્રમાં યશ પોતાનો જીવ રેડી દે છે અને તેની જબરદસ્ત સ્ક્રીન પ્રેઝન્સ દર્શકોની દાદ માંગી લે તેવી છે. નાના-નાના પાત્રો પણ રોકીના કેરેક્ટરને નિખારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.ફિલ્મ બે ભાગમાં બની છે. પહેલા ભાગમાં રોકીને બંડખોર યુવાન તરીકે દર્શાવાયો છે જે મિશન પૂરુ ન થાય ત્યાં સુધી અટકવા માંગતો નથી. ફિલ્મનું ફર્સ્ટ ચેપ્ટર પત્યા બાદ તમને ફિલ્મ આગળ જોવાની ઈંતજારી થશે. સાઉથની એક્શન ફિલ્મના શોખીન હોવ તો ફિલ્મ થિયેટરમાં જોવાની મજા પડી જશે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.
2
આ ફિલ્મમાં એક એક્ટરની જિંદગીની અંદર ડોકિયું કરતી સ્ટોરી દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મ એક સારો મેસેજ પણ આપે છે. આ ફિલ્મમાં નાટક અને 70MM પડદા પરનું કોમ્બિનેશન સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી સામાન્ય છે પરંતુ તેને જે રીતે પડદા પર રજૂ કરવામાં આવી છે. તે વખાણવાં લાયક છે. ફિલ્મમાં અનેક ક્ષણો એવી આવે છે. જે એક સુપરસ્ટારની ઝાકઝમાળભરી લાઈફ પર તમને વિચારવા પર મજબૂર કરી દે છે. મેનકા તમને વિદ્યા બાલનની ‘તુમ્હારી સુલુ’ની યાદ અપાવે છે.ફર્સ્ટ હાફમાં સ્ટોરી થોડી નબળી પડતી જણાય છે પરંતુ ફિલ્મનો બીજો હાફ તમને જકડી રાખે છે. ફિલ્મનું એડિટીંગ હજુ વધારે સારી રીતે કરી શકાયું હોત. આ ઉપરાંત ફિલ્મમાં અનેક વસ્તુ એવી છે. જેનું રિપિટેશન પણ ટાળી શકાયું હોત. ઓવરઓલ આ ફિલ્મની વાત કરવામાં આવે તો ડિરેક્ટર વિરલ શાહે ઉત્તમ પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મને રશ્મિન મજીઠીયાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અંતે એક શાનદાર અને ઈમોશનલ મેસેજ પણ આપવામાં આવ્યો છે.ફિલ્મની કોમેડી તેનું સૌથી ઉત્તમ જમાપાસું છે. હાર્દિક સંગાણી અને મલ્હાર ઠાકરની કેમેસ્ટ્રી ફિલ્મની USP છે. ઈશા કંસારાએ મલ્હારની ગર્લફ્રેન્ડના રોલમાં સારો ન્યાય આપ્યો છે તો મલ્હારની ધીરગંભીર અને સમજદાર બહેનના રોલમાં વીનિતા મહેશના એક્સપ્રેશન્સ લાજવાબ છે. આ કલાકારો ઉપરાંત સપોર્ટિંગ રોલમાં સીનિયર એક્ટર મેહુલ બુચ, આશીષ કક્કર, પાર્થ ઓઝાએ પણ કેરેક્ટરને સારી રીતે ન્યાય આપ્યો છે.આ બધાં જ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નરેશ કનોડિયાનો ગેસ્ટ અપિરિયન્સ દર્શકોને મજા કરાવી દે છે. ઓવરઓલ ફિલ્મમાં હ્યુમર અને ઈમોશનનો ડોઝ છે. જે પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે.
2
‘વિકી ડોનર’, ‘દમ લગા કે હઈશા’, ‘બરેલી કી બરફી’ અને ‘શુભ મંગલ’ સાવધાન જેવી ફિલ્મ્સથી દેસી અને એડલ્ટ કોમેડી જોનરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકેલા આયુષ્માન ખુરાના બધાઈ હોમાં પણ ફુલ ફોર્મમાં જોવા મળે છે. આયુષ્માને ફરીએકવાર પોતાની જાતને સાબિત કરી છે. જેને લીધે આ જોનરની ફિલ્મ્સમાં નિર્માતાઓની તે પહેલી પસંદગી બનતો જઈ રહ્યો છે. આયુષ્માનની દાદીના રોલમાં સુરેખા સીકરીએ જીવ રેડી દીધો છે. લાંબા પડદા પછી તે દબંગ સાસુ તરીકે જોવા મળી છે. જે સમગ્ર પરિવારને ધમકાવે છે.પાપા અને મમ્મીના રોલમાં ગજરાજ રાવ અને નીના ગુપ્તા જોરદાર લાગી રહ્યાં છે. ગજરાજ અને નીના ગુપ્તાએ સમગ્ર ફિલ્મમાં શરમિંદગીના એક્સપ્રેશન રાખીને કમાલની એક્ટિંગ કરી છે. ગજરાજને જોઈને તમને શરમાળ અંકલની યાદ આવી જશે તો નીના ગુપ્તાએ પણ વૃદ્ધ પ્રેગ્નન્ટ લેડીના રોલને ઈમાનદારીથી કર્યો છે. ‘દંગલ’ ફેમ સાન્યા મલ્હોત્રાએ ‘પટાખાં’ પછી ફરી ‘બધાઈ હો’માં સુંદર એક્ટિંગ કરી છે. દિલ્હીની એલીટ ક્લાસ સોસાયટીમાંથી આવતી યુવતીના રોલમાં તે જમાવટ કરે છે. સાન્યાની માના રોલમાં શીબા ચઢ્ઢાએ ઠીકઠાક કામ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મના અન્ય પાત્ર પણ કમાલનાં છે.ફિલ્મના સ્ટોરી અને સ્ક્રિનપ્લે રાઈટર અક્ષત ઘિલ્ડિયાલ અને શાંતનુ શ્રીવાસ્તવે કમાલના ડાયલોગ અને સ્ક્રિનપ્લે લખ્યાં છે. ફિલ્મના મજેદાર ડાયલોગ્સ અને ફની સીન્સ તમને પેટ પકડીને હસાવવા મજબૂર કરશે. ફિલ્મમાં દિલ્હી, હરિયાણા અને વેસ્ટ યુપીની બોલીનું કલ્ચરનું પર્ફેક્ટ મિક્સચર તમને પસંદ આવશે. ખાસ વાત એ છે કે આ એકદમ દેસી અંદાજની કોમેડી છે. જે તમને હસવા પર મજબૂર કરશે. ડિરેક્ટર અમિત રવિન્દ્રનાથ શર્મા સમગ્ર ફિલ્મમાં તમારુ મનોરંજન કરવામાં સફળ રહ્યાં છે. આશરે બે કલાકની આ ફિલ્મમાં તમને ક્યાંય પણ કંટાળો આવતો નથી. ફર્સ્ટ હાફમાં તમને ફિલ્મ ખૂબ જ હસાવે છે જ્યારે સેકન્ડ હાફમાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ અને મિડલ ક્લાસ વેલ્યૂઝનું મહત્વ સમજાવે છે. આ ફિલ્મની ખાસિયત એ કે તમામ સીન રોજબરોજની જિંદગીના લાગે છે.આથી જો એવું કહેવામાં આવે કે ફેસ્ટિવલ સીઝનમાં રીલિઝ થઈ રહેલી ‘બધાઈ હો’ આ વર્ષની સૌથી મોટી એન્ટરટેઈનિંગ ફિલ્મ બનશે તો અતિશયોક્તિ જરાપણ નથી. ફિલ્મના ‘બધાઈ હો’ અને અન્ય ગીત ફિલ્મમાં જમાવટ કરે છે તો ‘મોરની બન કે’ ગીતનો રેડિયો મિર્ચીના ટોપ ચાર્ટ્સમાં સમાવેશ થાય છે. દશેરાની રજાઓ પર જો તમે ફેમિલી સાથે કશુંક મજેદાર જોવા ઈચ્છો છો તો આ શુક્રવારથી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે રીલિઝ થતી આ ફિલ્મને ક્યારેય પણ મિસ કરવી ન જોઈએ.
2
પોતાની પહેલી જ ફિલ્મમાં વરુણ મિત્રાએ નોંધપાત્ર એક્ટિંગ કરી છે. તો રિયા ચક્રવર્તી પણ પોતાના રોલમાં ખૂબ જામે છે. તે જ રીતે ભલે નાનો રોલ હોય પણ દિગાંગનાએ પ્રભાવ તો છોડ્યો જ છે. ફિલ્મ તમને એવા યુવા પ્રેમીઓની લાઇફ દેખાડે છે જે આગળ પાછળના કોઈ વિચાર વગર જ જીવનના મોટા નિર્ણય લઈ લે છે. લવ મેરેજ પછી જ્યાં છોકરીઓ પોતાની આંખોમાં રંગીન સપના લઈને આવે છે તો બીજી તરફ છોકરો હવે તેમાં એક આદર્શ પત્ની શોધતો હોય છે અને પછી અહીંથી શરુ થાય છે બંને વચ્ચે મુશ્કેલીઓ.ફિલ્મના સંવાદ ઘણા રસપ્રદ છે. એક સીનમાં હીરો કેહ છે કે, ‘ये तंग गलियां नहीं मेरा घर है। जहां दिल होता है, वहीं घर होता है। अगर मैंने ये फैमिली, ये घर छोड़ दिया, तो मैं तुम्हारा कभी हो ही नहीं पाऊंगा, क्योंकि मैं तब मैं, मैं नहीं रहूंगा!’ ફિલ્મમાં તેમની સાથે ટ્રાવેલ કરી રહેલા અન્ય નવ વિવાહિત કપલથી લઇને ઓલ્ડ એજ કપલના જીવન સુધીની વાર્તાને ખૂબ જ સુંદરતાથી રજૂ કરવામાં આવી છે. સાથે સાથે દિલ્હીનું લોકેશન ફિલ્મમં લાઇવનેસ લાવે છે. બે કલાકથી પણ ઓછી લાંબી ફિલ્મ તમને સતત બાંધી રાખે છે. ફિલ્મનું સોન્ગ તેરે નામ સે હી રોશન પહેલાથી જ ફેમસ છે જ્યારે બાકીના સોંગ પણ સારા છે. જો આ વીકેન્ડ કોઈ અલગ અંદાજ સાથેની લવ સ્ટોરી જોવા માગો છો તો આ ફિલ્મ તમારા માટે છે.
2
ફિલ્મના ડિરેક્ટર અભિષેક ડોગરાનું આખું જોર ફિલ્મને ટાઈમ-પાસ બનાવવાનું રહ્યું છે. ફિલ્મમાં તેમણે કોમેડી ઓફ એરર્સનો ઘણો સારો ઉપયોગ કર્યો છે. લાગે છે કે તેમણે આ ફિલ્મ ગોવિંદ જેવા સિનિયર એક્ટરને ટ્રિબ્યુટ કરવા બનાવી છે, કારણ કે એક સીનમાં વરુણ શર્મા ગોવિંદા કહે છે, તમે પોતે કોઈ સંસ્થાથી કમ નથી, જ્યારે એક અન્ય સીનમાં વરુણ ગોવિંદાને પૂછે છે કે તેમને ઓસ્કર એવોર્ડ ક્યારે મળશે, તો ગોવિંદા કહે છે કે પહેલા નેશનલ તો મળી જાય. આખી ફિલ્મનું શૂટિંગ લગભગ એક જ ઘરમાં થયું છે. માટે તમને અહીં ફિલ્મ જેવા ભવ્ય વિઝ્યુઅલ નહીં જોવા મળે. મનુ ઋષિ ચડ્ડાના ડાયલોગ મનોરંજક છે.અભિનય મામલે ટિપિકલ ગોવિંદાવાળી ફિલ્મ છે, જેમાં ગોવિંદા સારું મનોરંજન કરાવે છે. વરુણ શર્માએ કોમેડીમાં દમ રાખ્યો છે. વરુણે પોતાના અભિનયથી લોકોને ખુબ હસાવ્યા છે. આ બન્ને કલાકાર પોતાના પાત્રોમાં ફીટ બેસે છે. ગોવિંદાની કોમેડી ટાઈમિંગ લાજવાબ છે. બૃજેન્દ્ર કાલા અને રાજેશ શર્મા પોતાના અંદાજમાં મનોરંજન કરાવે છે. જ્યારે ફિલ્મમાં ડેબ્યુ કરનારી દિગાંગના સૂર્યવલંશીનું કામ પણ સારું છે. પ્રભલીન સંધુ સરેરાશ છે. સંગીત નામલે ફિલ્મે કોઈ ખાસ અસર છોડી નથી.
2
એક પ્રજ્ઞાચક્ષુ પિયાનિસ્ત તરીકે આયુષમાને ઘણી સારી એક્ટિંગ કરી છે. આ ફિલ્મ 2010માં આવેલી ઑલિવર ટ્રીનરની ફ્રેન્ચ શોર્ટ ફિલ્મ લૈકોકરોથી પ્રેરિત છે. આખી ફિલ્મ તમને સ્ટોરીથી બાંધી રાખે છે અને તમારું દિમાગ ફિલ્મમાં ડુબેલુ રહે છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ઘણો સારો છે અને સ્ટોરીના ટ્વિસ્ટ ફિલ્મને વ્યુઅર્સ માટે રોમાંચક બનાવે છે.જો કે કેરેક્ટર્સ વચ્ચેની લાંબી વાતચીત ક્યારેક ક્યારેક સ્ટોરીને અટકાવી દે છે અને ફિલ્મ થોડી બોરિંગ લાગવા લાગે છે. પરંતુ તેની અસર સ્ટોરી પર નથી પડતી અને ક્લાઈમેક્સ તમને ચોંકાવી દેશે.અંધાધુનમાં આયુષમાનનો રોલ તેના કરિયરનું અત્યાર સુધીનું બેસ્ટ કેરેક્ટર છે. આ ફિલ્મ કરીને તેણે સાબિત કર્યું છે કે તે દરેક પ્રકારનો રોલ કરી શકે છે. તબૂ હંમેશાની જેમ આ ફિલ્મમાં પણ પોતાના રોલને ન્યાય આપે છે. સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટમાં કામ કરી ચુકેલી છાયા કદમ અને અશ્વિની કલસેકર પોતાની છાપ છોડવામાં સફળ થયા છે.અમિત ત્રિવેદીએ મ્યુઝિક સારુ આપ્યું છે જે ફિલ્મની સ્ટોરી સાથે મેચ કરે છે. જો તમને થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમારા માટે એક ઘણું સારું પેકેજ છે.
2
ફેસબુકઆ ફિલ્મની પૃષ્ઠભૂમિ એક નાનુ શહેર છે. ડિરેક્ટ મનીષ સૈની ઉપદેશ આપવાને બદલે હસતા રમતા દર્શોને એક સરસ બોધ આપી જાય છે. આ ફિલ્મ વાસ્તવિકતાથી ખૂબ જ નજીક છે. ફિલ્મના ડાયલોગ્સ રસપ્રદ છે. ફિલ્મની શરૂઆતની ક્રેડિટ્સમાં ખૂબ જ સુંદર ડૂડલ આર્ટથી કલાકારોના નામ દર્શાવામાં આવ્યા છે. “જાદુગર સમ્રાટે પાકિસ્તાનની સરહદ ગાયબ કરી”, “મહાત્મા ગાંધીનું હથિયાર લાકડી હતી” જેવા ડાયલોગ્સ સાંભળીને તમને ચોક્કસ હસુ આવશે.ફેસબુકફિલ્મનું સ્ક્રીનપ્લે ખૂબ સરસ છે. તેના લોકેશન રિયાલિસ્ટિક છે અને પાત્રો એવા છે કે દરેક દર્શક પોતાની છબિ તેમાં જોઈ શકે. મેઘધનુષનું મ્યુઝઇક પણ સરસ છે. ખાસ કરીને ઉડનખટોલુ ગીત તમને ગમશે. આ ગીતના હેપ્પી અને સેડ એમ બે વર્ઝન છે અને તે ફિલ્મમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. તમને ફર્સ્ટ હાફમાં મૂવી થોડુ સ્લો હોય તેવુ લાગી શકે છે પરંતુ સેકન્ડ હાફમાં મૂવી ધમાલ કરે છે.ફેસબુકસ્કૂલ પ્રિન્સિપાલ તરીકે અમિત દિવેટિયા તથા બ્રિજેન્દ્ર કાલા અને સુનિલ વિશ્રાનીએ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યા છે. જાદુગર તરીકે નસીરૂદ્દીન શાહનું પરફોર્મન્સ પણ ઘણુ સરસ છે. દાદાજીના પાત્રમાં દર્શકોને અર્ચન ત્રિવેદી ગમી જશે. આ બધા મંજાયેલા કલાકારો વચ્ચે પણ બાળ કલાકારો કહાન, કરણ અને કુલદીપ નોખા તરી આવે છે. ફિલ્મમાં નિર્દોષતાનું એલિમેન્ટ આ ત્રણ બાળકો થકી જ ઉમેરાય છે. ફેસબુકતમને ફેમિલી સાથે આ ફિલ્મ જોવાની મજા પડી જશે. બોધ સાથે તમને હસાવતી આ ફિલ્મ તમારા દિલને જરૂર સ્પર્શી જશે. અમારા તરફથી ફિલ્મને 5માંથી 4 સ્ટાર.
2
‘મંટો’ જાણીતા લેખક સઆદત હસન મંટોના જીવન પરથી બનેલી બાયોપિક ફિલ્મમાં તેમના જીવનના ઉતાર-ચઢાવથી લઈને વિવાદ અને આનંદની પળોને ખૂબ જ ચીવટ પૂર્વક ફિલ્મની એક એક ક્ષણમાં જીવંત કરવામાં આવી છે.એક્ટ્રેસ અને ફિલ્મ મેકર નંદિતા દાસે મંટોના જીવનના રિયલ અને કાલ્પનિક સમાજ વચ્ચેની ભિન્નતાને બખૂબી ફિલ્મી પડદે ચીતરી છે. મંટોના જીવનમાં સેન્સરનો ખૂબ જ મુખ્ય ભાગ રહ્યો. તેમના લખેલા લેખો પર સેંસરશિપથી લઈને અશ્લીલતા સુધીના કેસ થયા. સેંસરશિપ મંટોના જીવનમાં એક એવો ભાગ હતો જેને તેમણે આજીવન સહ્યો અને તે દરમિયાન તેમની કેવી વ્યથા અને સ્થિતિ રહી હશે તે અંગે ખૂબ ઉંડાણપૂર્વક અને રસપ્રદ રીતે નંદિતા દાસે ફિલ્મનું દિગદર્શન કર્યું છે. મંટોએ ભારત-પાકિસ્તાન વિભાજનથી લઈને, પુરુષ પ્રધાન સમાજની માનસિક્તા, ધાર્મિક અસહિષ્ણુતા અને બોમ્બે માટે પ્યાર જેવા અનેક કિસ્સાઓને પોતાની આગવી શૈલીમાં દર્શકો માટે પરોસ્યા છે.કાર્તિક વિજયની સિનેમોટોગ્રાફી અને રીતા ઘોષની પ્રોડક્શન ડિઝાઇનના કારણે આઝાદી પહેલા અને પછીનો માહોલ એકદમ જીવંત બનીને તમારી આંખ સામે આવી જાય છે. જાણે એવું લાગે કે ફિલ્મ તે સમયમાં જ જઈને શૂટ કરી હોય અને મંટોના કિરદારમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેશકિંમતી હીરા સમાન નવાઝુદ્દીન સિદ્દીકીને કોઈ થોડું ભુલી શકે. તેમણે મંટોના કિરદારમાં પ્રાણ ફુંકી દીધા છે.
2
જો તમને હટકે પ્રકારની ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ ચોક્કસપણે જોવા જાઓ. દીપેશ જૈનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ આવતીકાલે રીલિઝ થશે. આ ફિલ્મ અમુક જ સિનેમાઘરોમાં રીલિઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ મળી ચુક્યો છે.દીપેશ જૈને એક અલગ પ્રકારની સ્ટોરીને અદ્દભુત રીતે રજુ કરી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈ-દિલ્હી જેવા શહેરો આધારિત અન્ય ફિલ્મો કરતા સાવ અલગ છે. ફિલ્મના એન્ડ સુધી દર્શકોમાં આતુરતા જળવાઈ રહે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ગજબનો છે. લોકેશન પણ ફિલ્મની સ્ટોરી અનુસાર જ છે. દિપેશે દિલ્હીની સાંકડી ગલીઓ અને ત્યાં રહેતા લોકોના જીવનને સુંદરતાથી દર્શાવ્યું છે. સિનેમેટોગ્રાફી અને સ્ક્રીનપ્લે દમદાર છે.એક્ટિંગની વાત કરીએ તો મનોજ બાજપેયીએ આ ફિલ્મમાં પણ પોતાના કેરેક્ટરને અદ્દભુત એક્ટિંગથી જીવંત કરી બતાવ્યો છે. એક નિર્દયી પિતા અને કસાઈના રોલમાં નીરજ કાબીએ પોતાના કેરેક્ટરમાં જીવ રેડી દીધો છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ ઓમ સિંહ પોતાના રોલમાં પરફેક્ટ છે, અન્ય કલાકારોમાં સુહાના ગોસ્વામી અને રણવીર શૌરીએ પોતાનો રોલ વ્યવસ્થિત ભજવ્યો છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ ઓમ સિંહ પોતાના રોલમાં પરફેક્ટ છે. અન્ય કલાકારોમાં સુહાના ગોસ્વામી અને રણવીર શૌરીએ પોતાનો રોલ ઠીકઠાક ભજવ્યો છે.આ ફિલ્મ એક ખાસ ક્લાસ માટે છે. આ ફિલ્મમાં બોલિવૂડ મસાલો નથી. જો તમે મનોજના ફેન છો તો આ ફિલ્મ ખાસ જોવી જોઈએ.
2
ડિરેક્ટર અમર કૌશિકે ફિલ્મ પર ક્યાંય પણ પોતાની પકડ નબળી થવા દીધી નથી. ફર્સ્ટ હાફમાં ફિલ્મ મજેદાર છે તો સેકન્ડ હાફમાં ફિલ્મ ડરાવે છે. આ ફિલ્મ તમને લાંબા સમય સુધી બાંધી રાખે છે. જોકે, તેનો ક્લાઈમેક્સ વધુ ચોટદાર થઈ શક્યો હોત. સ્ત્રીથી અમરે હોરર કોમેડી જોનરમાં એન્ટ્રી કરી છે.રાજકુમાર રાવે શાનદાર એક્ટિંગ કરી છે. પંકજ ત્રિપાઠીએ ફરી એકવાર શાનદાર એક્ટિંગ કરી છે. દેસી રોલમાં તે લાજવાબ લાગી રહ્યો છે. શ્રદ્ધા કપૂર પાસે ફિલ્મમાં કરવાલાયક કશું જ નહોતું. આ પછી પણ તે ઠીક લાગી રહી છે. અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ મજેદાર લાગી રહ્યાં છે.આ ફિલ્મમાં સુમિત અરોરાના ડાયલોગ ખૂબ જ મજેદાર છે. જે તમને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દે છે. કેતન સોઢાએ દમદાર બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે. ફિલ્મમાં બે આઈટમ નંબર પણ છે. આ વીકેન્ડમાં તમે કંઈક હટકે જોવા ઈચ્છો છો તો ફિલ્મને મિસ કરવા જેવી નથી.
2
હેપ્પીના ભાગવાની સ્ટોરીનો પહેલો ભાગ તમે 2016માં જોયો હતો. ફિલ્મ હિટ થઈ હતી અને ફિલ્મની સીક્લવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમે ફિલ્મનો પાર્ટ વન નહીં જોયો હોય તો પણ તમે પાર્ટ ટુ સાથે સરળતાથી કનેક્ટ કરી શકશો. પાર્ટ વનમાં હેપ્પી પાકિસ્તાન ભાગી ગઈ હતી, પાર્ટ ટુમાં બે-બે હેપ્પી છે, જે ચીનના અલગ અલગ શહેરોમાં ભાગી રહી છે.આ પાર્ટમાં હેપ્પીને શોધવા કરતા તેને બચાવવામાં વધારે મહેનત કરવામાં આવી છે. ફિલ્મ ભલે ચીન પર આધારિત હોય, પરંતુ તમને અત્યંત સુંદરતાથી સતત પટિયાલા, અમૃતસર, દિલ્હી, કાશ્મીર અને પાકિસ્તાન સાથે કનેક્ટ કરી રાખશે. ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર મુદસ્સર અઝીઝે પોતાની આખી ફિલ્મમાં જબરદસ્ત ડાયલોગથી ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો પણ કટાક્ષ કર્યો છે. ફિલ્મના અનેક ડાયલોગ તમને હસાવશે અને અમુક તમને વિચારવા પર મજબૂર કરી દેશે.આખી ફિલ્મમાં બીજી હેપ્પીનો વધારે રોલ છે, જેનો રોલ સોનાક્ષી સિન્હાથી સારી રીતે ભજવ્યો છે. સતત ફ્લોપ ફિલ્મો પછી આ ફિલ્મ સોનાક્ષી માટે રાહતનું કામ કરશે. હિન્દી-પંજાબીમાં પોતાની ડાયલોગ ડિલિવરીથી સોનાક્ષી અમૃતસરની હરપ્રીત કૌરને પડદા પર જીવંત કરે છે. જિમ્મી શેરગિલ અને પિયુષ મિશ્રા વચ્ચેની તકરાર અને જિમ્મીના નાના-નાના ડાયલોગ ફીલ ગુડ કરાવશે. જસ્સી ગિલ પહેલીવાર બોલિવૂડ ફિલ્મમાં કામ કરી રહ્યો છે અને તેણે પણ પોતાના રોલને પૂરતો ન્યાય આપ્યો છે. બાકીના એક્ટર્સનું કામ પણ સારુ છે.મુદસ્સર અજીઝ પોતાના લખાણ માટે પ્રખ્યાત છે અને આ વખતે પણ તેમની મહેનત ફિલ્મના ડાયલોગમાં સ્પષ્ટપણે જણાય છે. ડિરેક્ટરની પકડ પહેલા કરતા પણ વધારે મજબૂત થઈ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો લાંબો ચોક્કસપણે લાગે છે, પરંતુ કંટાળાજનક નથી.ફિલ્મનું કોઈ સોન્ગ વધારે હિટ નથી થયું, પરંતુ ફિલ્મનું મ્યુઝિક સ્ટોરી પ્રમાણે ફિટ થાય છે.વ્યંગ વાળા ડાયલોગ, સિચ્યુએશનલ કોમેડી, સોનાક્ષીનો નવો અંદાજ, જિમ્મી શેરગીલ અને પિયૂષ મિશ્રાની એક્ટિંગ તમને નિરાશ નહીં કરે.
2
રીમા કાગતીએ ઉંડો અર્થ ધરાવતી આ સ્ટોરીને મનોરંજક તરીકે દર્શાવી છે. આ ફિલ્મ ઈતિહાસના એ સમયમાં લઈ જાય છે. જેના વિશે ઓછી વાતો થઈ છે. દરેક કલાકારોનું પ્રદર્શન શાનદાર છે. ધોતી પહેરેલા અક્કીના કેરેક્ટરે ખૂબ મનોરંજન કરાવ્યું છે. અક્ષયે ઈમોશનલ રીતે પણ સારો અભિનય કર્યો છે. કુણાલ કપૂરે હોકી પ્લેયર અને પછી કોચ તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનીત કુમારનું કામ પણ દમદાર છે. અમિત સાધનું કેરેક્ટર પણ સારુ છે. એક ગુસ્સાવાળા પ્લેયર તરીકે સની કૌશલે પણ પોતાનો રોલ સારી રીતે કર્યો છે.મૌની રોયે બંગાળી પત્નીનો પોતાનો નાનો પણ શાનદાર રોલ કર્યો છે. ‘ગોલ્ડ’ માત્ર હોકી પર બનેલી એક ફિલ્મ નથી પરંતુ એક પીરિયડ ફિલ્મ છે. જે તે સમયને જીવંત કરે છે. જેને પહેલાથી જ ભૂલી ચૂકાયો છે. આ ફિલ્મમાં વિભાજનની દર્દનાક ઘટનાને પણ દર્શાવવામાં આવી છે. જેમાં ક્રૂરતાથી દેશના બે ભાગલાં થયાં હતાં. ઈમોશનલ એન્ડ પર ફિલ્મ ખૂબ જ દમદાર છે કારણકે કેટલાક લોકો પોતાનો પર્સનલ વિરોધ દૂર રાખીને ભારતની જીત માટે સાથે મળીને પ્રયાસ કરે છે. આઝાદી પછીની આ પહેલી રમત હતી એટલે ગ્રાઉન્ડ પર રમી રહેલી ભારતીય ટીમ માટે પાકિસ્તાની ટીમ પણ ચિયર કરતી જોવા મળે છે.પ્રોડક્શન ડિઝાઈન અને કોસ્ચ્યૂમે તે જમાનાને દર્શાવવામાં મહત્વનો રોલ કર્યો છે. સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર ટેક્નીક અને ગુણવત્તા મામલે શાનદાર છે. ફિલ્મમાં થતી હોકી મેચ થ્રિલિંગ છે. મેચનો અંત જાણતા હોવા છતાં તમે રોમાંચમાં તણાઈ જશો. ભારતીય ટીમ માટે તમને ચિયર કરવાનું પળે પળે મન થશે. ફિલ્મમાં ‘ચઢ ગઈ’ અને ‘નૈનો ને બાંધી’ ગીતોની જરુર નહોતી.
2
એક્ટર કમલ હાસનની ફિલ્મો હંમેશા સામાન્ય ફિલ્મો કરતા અલગ હોય છે. તેમની ફિલ્મોની સ્ટોરી સર્જનાત્મકતાની સાથે મહત્વના મુદ્દા સાથે ડીલ કરતી હોય છે. “વિશ્વરુપમ 2” પણ આતંકવાદ જેવા રાક્ષસની આસપાસ ફરે છે, પણ અહીં બાકી ફિલ્મો કરતા અલગ રીતે તેની રચના કરવામાં આવી છે.પ્રીક્વલ અને સીક્વલના રુપમાં સ્ટોરી પાસ્ટ અને પ્રેઝન્ટમાં આગળ વધે છે અને ભૂતકાળ અને વર્તમાનના દૃશ્ય ખરાબ રીતે કન્ફ્યુઝ કરી દે છે. 2013માં જ્યારે ફિલ્મોનો પહેલો ભાગ આવ્યો હતો ત્યારે જબરજસ્ત વિવાદ થયો હતો. આ વખતે ફિલ્મમાં કોઈ એવો વિવાદસ્પદ ભાગ નથી.કમલ હાસનના ફેન્સે આ ફિલ્મ જરુર જોવી જોઈએ. જે લોકો કમલ હાસનના ફેન નથી તેઓ પણ આ ફિલ્મ જોઈને કમલ હાસનના ફેન બની જશે.
2
રાઈટર-ડિરેક્ટર અનુભવ સિન્હાની ફિલ્મ મુલ્કમાં વકીલનો રોલ કરનારી તાપસી જ્યારે આતંકવાદની શંકામાં આરોપી બનાવાવમાં આવેલા મુરાદ અલી મોહમ્મદનો રોલ કરનારા ઋષિ કપૂરને પુછે છે કે, એક સામાન્ય દેશપ્રેમી કઈ રીતે સાબિત કરશે કો દાઢી વાળા મુરાદ અલી મોહમ્મદમાં અને દાઢીવાળા ટેરરિસ્ટમાં શું ફરક છે? તમે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ કઈ રીતે સાબિત કરશો? તો ફિલ્મના પાત્ર ઋષિ કપૂર જ નહીં, દર્શક પણ વિચારવા પર મજબૂર થઈ જાય છે.અનુભવ સિન્હાની મુલ્ક એવી ફિલ્મ છે જેની આજના સમયમાં ખુબ જ જરુર છે. અનુભવ ફિલ્માં આપણે(હિન્દુ) અને તે(મુસલમાન) વચ્ચેનું અતંર અને આજના ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર આકરો પ્રહાર કરે છે.અનુભવ સિન્હાએ ફિલ્મમાં એક એવા વિષય પર વાત કરી છે અને એવા પ્રશ્નો ઉઠાવ્યા છે જે આપણા દિમાગમાં લાંબા સમયથી દબાયેલા છે, પરંતુ કોઈ તેના પર વાત કરવા નથી માંગતુ. તેમણે ફિલ્મમાં જેહાદના સાચા અર્થની વ્યાખ્યા આપતા કહ્યું છે કે, જેહાદનો અર્થ આતંકવાદ નથી પરંતુ સ્ટ્રગલ છે. ફિલ્મમાં ભાગલા પાડીને રાજ કરવાની રાજનીતિ પર પણ પ્રકાશ નાંખવામાં આવ્યો છે.ફિલ્મના ડાયલોગ તમને હચમચાવી દેશે. ડિરેક્શન અને સ્ક્રીનપ્લે સહજ છે. ફર્સ્ટ હાફ થોડો સ્લૉ છે પરંતુ સ્ટોરી જ્યારે સેકન્ડ હાફમાં કોર્ટ રુમ ડ્રામામાં પહોંચે છે તો તમે સીટ પરથી હલી નહીં શકો. ફિલ્મમાં એક્ટિંગ એટલી સારી છે કે તમને લાગશે નહીં કે તમે ફિલ્મ જોઈ રહ્યા છો.મુરાદ અલી મોહમ્મદના રોલને ઋષિ કપૂરે ન્યાય આપ્યો છે. પોતાની દેશભક્તિ સાબિત કરવાની વેદનાને અત્યંત સારી રીતે દર્શાવવામાં આવી છે. બિલાલના રોલમાં મનોજ પાહવાની નિર્દોષતા અને લાચારી દર્શકોને ઈમોશનલ કરી દશે. તાપસીએ એક વહુ અને વકીલ બન્ને રોલમાં અદ્દભુત એક્ટિંગ કરી છે.સરકારી વકીલના રોલમાં આશુતોષ રાણાએ જોરદાર એક્ટિંગ કરી છે. તાપસી અને આશુતોષનો કોર્ટ રુમ ડ્રામા જોઈનેધર્મ અને સમાજની ધારણાઓ પર પ્રકાસ પાડનારી આ ફિલ્મ જરુર જોવી જોઈએ. તમને અનેક સવાલોના જવાબ ફિલ્મ જોઈને મળી જશે. તમને તાળી પાડવાનું મન થઈ જશે. શાહિદના રોલમાં પ્રતિક પણ છાપ છોડી જાય છે. અન્ય કલાકારો જેમકે નીના ગુપ્તા, પ્રાચી પંડ્યા શાહ અને અન્ય એક્ટર્સે પણ પોતાના પાત્રોને ઈમાનદારીથી ભજવ્યા છે. સંગીતની વાત કરીએ તો ગીતો વિષયને અનુરુપ છે.
2
ટોમ ક્રૂઝ દર વખતની જેમ આ વખતે પણ શાનદાર લાગી રહ્યો છે. ખાસ બાબતએ છે કે 56 વર્ષની ઉંમરે પણ જબરદસ્ત એક્શન સીન્સ કર્યા છે. મિશન ઈમ્પોસિબલની પહેલી ફિલ્મ 22 વર્ષ પહેલા 1996માં આવી હતી. દરેક ફિલ્મમાં અલગ અલગ એક્શન સિન્સ જોઈને ફેન્સ આ સિરીઝની આગામી ફિલ્મની રાહ જોતા હોય છે. આ ફિલ્સમાં પણ એક્શન સિન્સ જોઈને તમારો શ્વાસ રોકાઈ જશે. ખાસ કરીને હેલિકોપ્ટરવાળા સિન્સ.ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્વેરીએ ફરી એક વખત સારી ફિલ્મ આપી છે. ફિલ્મમાં જરબદસ્ત એક્શનથી લઈને રોમાંચ બધુ જ છે. ટોમના સાથી એક્ટરોએ પણ સારું કામ કર્યું છે. ખાસ કરીને સીઆઈએ એજન્ટનો રોલ કરનારા હેનરી કાવિલે. જો તમને એક્શન અને રોમાંચ જોવાનો પસંદ હોય તો આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.
2
જણાવી દઈએ કે આ ફિલ્મ બોલ્ક ઓફિસ પર રેકોર્ડ કલેક્શન કરવા વાળી સુપર હિટ ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક છે. આ પહેલા સૈરાટ તામિલ અને પંજાબીમાં બની ચૂકી છે અને બન્ને ફિલ્મ દર્શકોને ખુબ પસંદ પડી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મરાઠી ફિલ્મનું બજેટ 4 કરોડ હતું અને ફિલ્મ 105 કરોડનું કલેક્શન કર્યું હતું. એવામાં શશાંકે આ ફિલ્મને એવો લુક આપ્યો છે જે મરાઠી ફિલ્મને આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં “ધડક”ના મ્યુઝિકમાં મરાઠી ટચ સાફ સંભળાય છે. દેશ-વિદેશમાં રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મના ટ્રેન્ડમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે તો એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.જાહન્વીની આ પહેલી ફિલ્મ છે જેમાં એ વાત સાબિત થાય છે કે કેમેરા ફેસ કરતા પહેલા તેણે ઘણું હોમવર્ક કર્યું છે, જ્યારે ઈશાન ફેન્સને નારાજ નહીં કરે. આ બન્ને સ્ટાર્સ ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જામી રહી છે. જાન્હવી ક્લોઝપ સીનમાં ઈશાનથી મોટી દેખાય છે. ઠાકુર રતન સિંહના પાત્રમાં આશુતોષ રાણાનો જવાબ નથી. મધુકરના મિત્રો બનેલા અંકિત બિષ્ઠ અને શ્રીધર પોતાના રોલમાં ફીટ બેસે છે. ફિલ્મના ડિરેક્ટર શશાંક રાયજાદાએ ઈન્ટર્વલ પહેલા ફિલ્મ વધારે ખેંચી છે. ખાસ કરીને પાર્થવી અને મધુકરની મુલાકાતોના લાંબા સીન પર આસાનીથી કાતર ફેરવી શકાયી હોત. આ ફિલ્મનું મ્યુઝિક પહેલાથી દર્શકોને પસંદ પડી રહ્યું છે. ગીતોનું ફિલ્માંકન આકર્ષિત કરે તેવું છે.જાન્હવી અને ઈશાનની સુંદર કેમેસ્ટ્રી, રાજસ્થાનું લોકેશન ફિલ્મને ઘણું બંધ બેસે છે. આ ફિલ્મના સિન એ રીતે સેટ કરાયેલા છે કે તમારું ધ્યાન બીજે નહીં ભટકે.
2
આ ફિલ્મના દરેક કલાકારોએ ઉમદા એક્ટિંગ કરી છે. પોલ રુડે એક સુપરહિરોથી લઈને દીકરીની દેખભાળ કરનાર બાપના રોલમાં સુંદર એક્ટિંગ કરી છે. શરુઆતના સીનમાં પોલ અને દીકરીની પરેશાનીઓ જોઈને હોલિવૂડની ફિલ્મ ‘ઈન્ક્રેડિબલ્સ 2’ની યાદ આવે છે. આ ઉપરાંત પોલે એક્શન ઉપરાંત સુંદર કોમેડી પણ કરી છે. જો વાત ઈવેન્જલાઈન લીલીની કરવામાં આવે તો તે વાસ્પના રોલમાં શાનદાર લાગી રહી છે. તેણે સુંદર એક્શન સીન આપ્યાં છે. માઈકલ ડગલાસની પાસે ભલે ફર્સ્ટ હાફમાં કશું જ કરવાનું નહોતું પરંતુ ફિલ્મના ક્લાઈમેક્સમાં તેણે પોતાનો દમ બતાવ્યો છે.હોલિવૂડ ફિલ્મ્સનું હિંદીમાં ડબિંગ પણ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. ‘એન્ટમેન એન્ડ ધ વાસ્પ’ પણ આ મામલે પાછળ નથી. ફિલ્મનું સુંદર રીતે થયેલું ડબિંગ તમને ખૂબ જ હસાવે છે. આ ઉપરાંત થ્રીડીમાં સુંદર એક્શન અને નાની મોટી કાર્સના સીન પણ તમને મજેદાર લાગે છે. એન્ટમેનની સેનામાં ખતરનાક કીડીઓ પણ રસપ્રદ લાગે છે. આ વીકેન્ડને જો તમે મજેદાર બનાવવા ઈચ્છો છો તો આ ફિલ્મ તમારા માટે મિસ કરવા જેવી નથી.
2
ફિલ્મમાં નાના પાટેકર અને રજનીકાંતની ટક્કર જોવા લાયક છે. બન્ને વચ્ચેના સીનથી પૈસા વસુલ થયેલા લાગશે. રજનીકાંતને હિન્દી અને મરાઠીમાં સાંભળીને તેમના ફેન્સ વધારે ખુશ થશે.અહીં ઉલ્લેખ કરવો જરુરી છે કે, કાલાની પત્ની સેલ્વીના રુપમાં ઈશ્વરી રાવ અને કાલાના દીકરાની ગર્લફ્રેન્ડના રુપમાં પુયલ એટલે કે અંજલી પાટી એટલું સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે કે યાદ રહી જશે. થીમ સોંગ પહેલા જ ફેમસ થઈ ગયું છે, જેમાં રજનીકાંત રાઈટર ડિરેક્ટર શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. રજનીકાંતની ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મનો ક્લાઈમેક્સ શાનદાર છે. રજનીકાંતની ટેક્નિકલ ક્રૂ (સિનેમોટોગ્રાફર મુરલી, મ્યુઝિક ડિરેક્ટર સંતોષ નારાયણ, એડિટર શ્રીકર પ્રસાદ અને આર્ટ ડિરેક્ટર રામાલિંગમ)એ સારું કામ કર્યું છે.
2
કહેવાય છે કે ‘હીરો કોઈના કપડા પહેરી લેવાથી નહીં પરંતુ વ્યક્તિના મજૂબત ઈરાદાને કારણે બને છે.’ આવી જ કંઈક વાત દિગ્દર્શક અભિષેક શર્મા અને જૉન અબ્રાહમ પોતાની નવી ફિલ્મ ‘પરમાણુઃ ધ સ્ટોર ઓફ પોખરણ’માં લઈને આવ્યા છે.ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે અને દિગ્દર્શક અભિશેક શર્માએ પરમાણુ પરીક્ષણ જેવી દેશની ગૌરવવન્તી ઘટનાને કેમેરે કંડારવા માટેની પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પાત્રો અને લોકેશન દરેકને રીયલ લાઇફ ટચ આપ્યો છે. સમગ્ર ફિલ્મ દરમિયાન થ્રિલ દર્શકોને બાંધી રાખવા માટે સક્ષમ છે. તો આ વચ્ચે 90ના દશકાની કેટલીક રીયલ ફૂટજે ફિલ્માં એટલી સરસરીતે વણી લેવાઈ છે કે તે ફિલ્મને વધુ વિશ્વસનીય બનાવે છે.જોકે ફર્સ્ટ પાર્ટ થોડો ધીમો છે. પરંતુ સેકન્ડ હાફ ઝડપ પકડે છે. તો ક્લાઇમેક્સ તમને એક ભારતીય હોવા પર ગર્વનો અનુભવ જરુર કરાવશે. તમને જણાવી દઇએ કે 90ના દાયકામાં જ્યારે એકતરફ દુનિયાના ઘણા દેશ ભારતનો વિરોધ કરત હતા પરંતુ પરમાણુ પરીક્ષણ બાદ એકબાદ એક દેશ ભારતને પરમાણુ શક્તિ માનવા લાગ્યા હતા. જ્યારે ફિલ્મના દેશભક્તિ ભરેલા સંવાદો માટે લેખક સેવન ક્વાદ્રસ, સંયુક્તા ચાવલા શેખ અને અભિષેક શર્માને શ્રેય આપવુ જોઈએ. જોકે ફિલ્મમાં પરમાણુ પરીક્ષણે થોડું નાટકીય બનાવા સુરક્ષા પ્રક્રિયાની નાનીનાની પણ મહત્વની વાતોને નજરઅંદાજ કરવામાં આવી છે.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો જૉન આ વખતે બાજી મારી ગયો છે. અશ્વતનો રોલ નિભાવતો જૉન ફિલ્માં ક્યાંય પણ એક્શન હીરો કે માચો મેનના રોલમાં જોવા નથી મળતો. તો ફિલ્મમાં તેણે પહેલીવાર પોતે માર ખાયો હોય તેવા સીન્સ પણ આપ્યા છે. જ્યારે ડાયના પેન્ટીએ પોતાની ભૂમિકા દમદાર રીતે નિભાવી છે. જ્યારે જૉનની પત્નીની ભૂમિકામાં અનુજા સાઠેએ પણ જોરદાર અભિનય આપ્યો છે. જ્યારે ખૂબ જ લાંબા સમાય બાદ હિમાંશુ શુક્લાની ભૂમિકામાં જોવા મળતા બોમન ઈરાની પોતાના જુના રંગમાં જોવા મળે છે. ફિલ્માં તેમની હાજરી એક મજેદાર અનુભવ સાબિત થાય છે.
2
અત્યાર સુધી હોલિવૂડ ફિલ્મોમાં ભારતીય દર્શકો તેના એક્શનને કારણે પસંદ કરતા હતા પરંતુ આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર દ્વારા કરવામાં આવેલા હિંદી ડબિંગ દર્શકોને જોવા માટે વધુ એક કારણ મળી ગયું છે. હોલિવૂડ નિર્માતા ઈન્ડિયન માર્કેટ પર ખાસ ફોક્સ કરી રહ્યા છે. ડેડપૂલ 2માં ડેડપૂલ માટે બોલિવૂડ એક્ટર રણવીર સિંહે મજેદાર ડબિંગ કરી ભરપૂર કોમેડી સાથે ફિલ્મને ભારતીય અંદાજમાં બદલી દીધી છે. ફિલ્મના ડબિંગમાં તમને બાહુબલી, દંગલ, સુલ્તાન અને ગીતા-બબીતાનો ઉલ્લેખ સાંભળવા મળશે.
2
આલિયાએ પોતાના એક્ટિંગના દમ પર સમગ્ર સ્ટીરો સારી રીતે નિભાવી છે. પડદા પાછળ તમને માત્ર આલિયાની સુંદરતા જ નહીં પરંતુ તેની એક્ટિંગ પણ એટલી જ પસંદ આવશે. પાક આર્મી ઓફિસરના પાત્રમાં વિકી કૌશલ ખૂબ જ સારો લાગે છે. એક રોયલ, સંતુલિત અને સારો વ્યક્તિ, જે પાકમાં ભારત વિરુદ્ધ થતી વાતોથી પોતાની પત્નીને થતા દુખથી બચાવે છે. રો એજન્ટની ભૂમિકામાં જયદીપ અહલાવતને જોઈને તમારું મન ખુશ થઈ જશે. રજિત કપૂર, શિશિર શર્મા, આરિફ જકારિયાએ પોત-પોતાના પાત્ર સારી રીતે ભજવ્યા છે. આલિયાના માતાના પાત્રમાં તેની રિયલ માતા સોની રાજદાનના ખૂબ ઓછા સીન છે. મેઘના ગુલઝાર તેના નિર્દેશકોમાં છે જેને કહાણી અને પોતાના પાત્રોને પકડવાનું સારી રીતે આવડે છે. તેમના નિર્દેશનની કળા તમારી નજરને એક પળ સ્ક્રીન પરથી હટવા નહીં દે. તેમના નિર્દેશનમાં એટલો પાવર છે કે સ્ટોરી સાથે સાથે તમે પાકિસ્તાનની સરહદમાં હોય તેવો અનુભવ કરશો.ફિલ્મમાં ‘દિલબરો’, ‘એ વતન’, ‘રાઝી’ અને ‘એ વતન’ (ફિમેલ) ચારેય સોન્ગ ખૂબ જ સારા છે. ‘એ વતન’ માટે મ્યૂઝિક ડિરેક્ટર શંકર-એહસાન-લોયની ત્રિપુટીએ લિજેન્ડ ગીતકાર ગુલઝાર સાથે હાથ મિલાવ્યો છે અને અરીજીત સિંહે પોતાના અવાજથી સોન્ગને સુંદર બનાવી દીધું છે. દીકરીની વિદાઈ પર ફિલ્માવેલું સોન્ગ ‘દિલબરો’ એક બાપ-દીકરીના સંબંધને નજીકથી દર્શાવે છે. ફિલ્મનું ટાઈટલ ટ્રેક ‘રાઝી’ આલિયાના જાસૂસ બન્યા બાદના સફરને દર્શાવે છે.કોલેજમાં ભણતી છોકરીથી લઈને પાકિસ્તાનમાં રહીને ભારતની જાસૂસી કરનારી એક યુવતીની કહાણી, તે બધા જાણ્યા-અજાણ્યા ચહેરાઓની કહાણી દર્શાવે છે જેમણે દેશની સેવા માટે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું તેમ છતાં ક્યાંય પણ તેમનો ઉલ્લેખ કરાયો નથી અથવા તો થયો નથી. આવા રિયલ હીરોઝની અજાણી કહાણી આ ફિલ્મ કહે છે, જે તમને નિરાશ નહીં કરે.
2
એક દશકા પહેલા એવું વિચારવું પણ મુશ્કેલ હતું કે કોઈ એક્ટ્રેસ વગર, ડાન્સ તેમજ ફાઈટ સીકવન્સ વગર 60ની ઉંમર પાર કરી ચૂકેલા બે સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી શકાય છે. જોકે, છેલ્લા દસ વર્ષમાં સિનેમામાં બદલાવ આવ્યો અને તે બદલાવ પડદા પર પણ જોવા મળ્યો. તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘હિચકી’, ‘ઓક્ટોબર’, ‘બિયોન્ડ ધ ક્લાઉડ્ઝ’ જેવી અનેક ફિલ્મ છે. જેણે કન્ટેન્ટ પ્રધાન ફિલ્મ્સનો જલવો છે તેમ સાબિત કર્યું છે. નિર્દેશક ઉમેશ શુક્લાની ‘102 નોટ આઉટ’ આવી જ એક ફિલ્મ છે. સૌમ્ય જોશી દ્વારા લખેલા ગુજરાતી નાટક પર આધારીત આ ફિલ્મ વૃદ્ધના એકલવાયા જીવનને દર્શાવે છે.ડિરેક્ટર ઉમેશ શુક્લા આ પહેલા ગુજરાતી નાટક પરથી ‘ઓ માય ગોડ’ બનાવી ચૂક્યા છે. આ વખતે પણ તેમણે વિદેશમાં રહેતા એનઆરઆઈ બાળકો માટે તડપતાં માતા-પિતાને હ્રદયસ્પર્શી સંદેશો આપ્યો છે. જોકે, ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમો છે પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીડ પકડે છે. ખાસ કરી ફિલ્મનો ક્લાઈમેક્સ તમને ઈમોશનલ કરી દેશે.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો સ્પષ્ટ થઇ જશે કે બિગ બીને સદીના મહાનાયક શા માટે કહેવામાં આવે છે. ફિલ્મમાં તેમણે કરેલું દત્તાત્રેયનું કેરેક્ટર તમને ભાવનાત્મક અભિવ્યક્તિનો અનુભવ કરાવે છે. તેઓ આશરે 27 વર્ષ પછી ઋષિ કપૂર સાથે મોટા પડદે જોવા મળ્યાં છે. બાપ દિકરાની આ જોડી તમને જરૂર પસંદ પડશે. બાપ-દીકરા વચ્ચેની ખાટી મીઠી રકઝક પણ મજેદાર હોય છે. જ્યારે ત્રીજા ગુજરાતી કલાકાર જિમિત ત્રિવેદીની એક્ટિંગ પણ લાજવાબ છે.સંગીતકાર સલીમ સુલેમાન સંગીતને વધુ કર્ણપ્રીય બનાવી શક્યા હોત. ‘બચ્ચે કી જાન’ અને ‘કુલ્ફી’ જોઈએ તેવી અસર નીપજાવી શક્યા નથી. જ્યોર્જ જોસેફનું બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઠીક હતું. કુલ જોવા જઈએ તો ફિલ્મમાં એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો છે. પરિવાર સાથે એકવાર જોવા જેવી ફિલ્મ છે.
2
2018 આમ તો બોલિવુડ માટે સારુ વર્ષ સાબિત થઈ રહ્યું છે અને માર્ચના એન્ડમાં રિલીઝ થઈ રહેલી બાઘી2થી ઈન્ડસ્ટ્રીને અનેક આશાઓ છે. કેમ કે વર્ષના પહેલા ત્રિમાસિકમાં રિલીઝ થઈ રહેલી પહેલી એક્શન ફિલ્મ છે. ટાઇગર શ્રોફ ઇન્ડ્સ્ટ્રીના એક એક્શન હીરો તરીકે ધીમે ધીમે ઉભરી રહ્યો છે.ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાન અને પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા સાથે ટાઇગર શ્રોફની આ ત્રીજી ફિલ્મ છે. ટાઇગર શ્રોફ માટે તેનો ડાન્સ અને એક્શન જ સૌથી મોટા પ્લસ પોઇન્ટ રહ્યા છે જે તમને બાઘી2માં પણ જોવા મળશે. એક્શન પેક્ડ ફિલ્મ બાઘી2 માટે ટાઇગરે ખાસ હોંગકોંગ જઈને માર્શલ આર્ટ્સ શિખ્યું છે. જેની અસર ફિલ્મમાં તમને જોવા મળશે.ફિલ્મને જોતા એકવાર હોલિવુડની રેમ્બો જરુર યાદ આવી જશે. ફિલ્મમાં ટાઇગર જ્યારે પણ સ્ક્રીન પર દેખાશે ત્યારે તમે તેના ફિઝિક્સના વખાણ કર્યા વગર રહી શકશો નહીં. કદાચ યંગ જનરેશન વચ્ચે આ ફિલ્મને લઈને રહેલા ક્રેઝ પાછળ પણ આ એક કારણ છે. ફિલ્મ બીજા પણ એક કારણસર આકર્ષિત કરી રહી છે તે છે ફિલ્મ્સમના વન લાઇનર્સ. ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મથી જ વન લાઇનર્સ તેમના USP રહ્યા છે. ત્યારે બાઘી2 ફિલ્મના ટ્રેલરમાં આવેલ ડાયલૉગ તો તમને યાદ જ હશે. ‘જો તેરા ટોર્ચર હૈ વો મેરા વોર્મઅપ હૈં’ તો બીજીબાજુ સોશિયલ મીડિયામાં દિશા પટ્ટણીનો પણ જાદૂ ચાલી રહ્યો છે. આ ફિલ્મ ચર્ચમાં આવી તેની પાછળ આ પણ એક કારણ છે.સ્ક્રીન પર દિશા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જોકે એક ટિપિકલ બોલિવુડ એક્શન ફિલ્મમાં હોય તેનાથી વધુ રોલ દિશાના ભાગે નથી. હા, દિશા અને ટાઇગરની કેમેસ્ટ્રી ખૂબ જામી રહી છે. અને કદાચ ફિલ્મમાં તેના રોલ બાદ દિશા વધુ એકબે ફિલ્મ મેળવી શકે છે. મ્યુઝિકના મામેલ બાઘી2 થોડી નિરાશ કરે છે. તેના પહેલા ભાગ બાઘી જેવી અપેક્ષા સાથે થિયેટરમાં જશો તો ચોક્કસ નિરાશા સાંપડશે. ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિસનું આઇટમ સોંગ એક-દો-તીનનું રિમિક્સ છે પરંતુ જે દર્શકોએ માધુરી દિક્ષિતનું એ ગીત સાંભળ્યું અને જોયું હશે તેઓ રિમિક્સ પચાવી નહીં શકે. એકંદરે એક્શન અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં એકપણ એવું સોંગ નથી જેને સાંભળીને દર્શક ઝુમી ઉઠે. જ્યારે ફિલ્મમાં રણદીપ હુડ્ડા, મનોજ બાજપેયી, દીપક ડોબરિયાલ જેવા કલાકાર બાઘી2માં જોવા મળ્યા છે. તો પ્રતીક બબ્બર વિલનના રુપમાં કમબેક કરી રહ્યા છે. જોકે એ વાત અલગ છે કે આ રામાયણમાં રાવણ કોઈ અલગ જ નીકળે છે. ફિલ્મ જોયા બાદ વન લાઇનર્સ અને એક્શનની સાથે તેમની પણ ચર્ચા જરુર થશે. એટલે કે જો તમે જબરજસ્ત એક્શન ફિલ્મોના શોખીન છો તો ફિલ્મ તમને જરા પણ નિરાશ નહીં કરે બાકી બીજી વધુ આશા રાખતા નહીં.
2
આ ફિલ્મમાં રાણી મુખર્જીની ભૂમિકા અમેરિકન મોટિવેશનલ સ્પીકર અને ટીચર બ્રેડ કોહેનથી પ્રેરિત છે. જે ટોરેટ સિન્ડ્રોમ છતા અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ એક સફળ ટીચર બન્યા છે. તેમના જીવન પરથી અમેરિકન ફિલ્મ ફ્રંટ ઓફ ધ ક્લાસ પણ બની છે. જે 2008માં આવી હતી. ત્યારે હિચકી આ જ ફિલ્મ પર આધારીત છે. રાણીની આ પહેલાની ફિલ્મ ‘મર્દાની’ 2014માં આદિત્ય ચોપડા સાથે લગ્ન બાદ આવી હતી. આ ફિલ્મમાં પણ રાણીની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પોતાની દીકરી અદિરાના જન્મ બાદ ચાર વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં ગેપ લીધા બાદ રાણીએ ફરી સિલ્વર સ્ક્રીન પર આવવા માટે મજબૂત સ્ટોરી પર આધારીત હિચકી જેવી ફિલ્મને પસંદ કરી છે. રાણીએ આ ફિલ્મમાં પોતાના પાત્ર સાથે પૂર્ણરીતે ન્યાય કર્યો છે.તેણે ટોરેટ સિંડ્રોમથી પીડિત નૈના માથૂરના કિરદારને જીવંત કરી દેખાડ્યો છે. સાથી કલાકારોના જરુરી સહયોગ છતા આ ફિલ્મને રાણી એકલા પોતાના ખંભે લઈને ચાલે છે. એ દ્રષ્ટીએ જોતા આ ફિલ્મ પૂરી રીતે રાણીની ફિલ્મ કહી શકાય છે. બ્લેક જેવી દમદાર ફિલ્મ કરનાર રાણીએ દેખાડ્યું કે તે ફિલ્મોમાં ઈમોશનલ રોલને ખૂબ જ ઝીણવટપૂર્વક કરીને દેખાડે છે.તો બીજી તરફ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ આ ઇમોશનલ સ્ટોરીને એટલી જ સરસ રીતે પડદે ઉતારી છે. ખાસ કરીને આ ફિલ્મ દર્શકને શરુઆતથી અંત સુધી બાંધી રાખે છે. ફિલ્મનો એક પણ પાર્ટ એવો નથી જ્યાં દર્શક બોર થાય. જો તમને રાણીના ખંજરીવાળા અવાજના ફેન છો અને કોઈ હટકે સ્ટોરી જોવા માગો છો.તો આ વીકેંડમાં આ ફિલ્મ બિલકુલણ મિસ કરવા જેવી નથી. અને હાં, જો તમારે બાળકો પણ હોય તો જીવન શું છે દેખાડવા માટે તેમને જરુર આ ફિલ્મ બતાવો અને સમજાવો. તેમજ આદર્શ ટીચરની જરુર પડે તો કેટલાક કિસ્સાામાં તેવું કરીને ઉદાહરણ પુરુ પાડો.
2
અજય દેવગણને પોતાના પાત્રને ખાસ અંદાજમાં બતાવવા માટે જાણીતો છે. આ ફિલ્મમાં તેણે બતાવ્યું છે યુનિફોર્મ હોય કે ન હોય, તે કોઈપણ રોલની તેટલા જ મનથી નિભાવે છે. તો રાજાજીના રોલ માટે સૌરભ શુક્લાથી વધારે સારો કોઈ કલાકાર ન હોઈ શકે. ઈલિયાના ડિક્રૂઝે પણ પોતાના નાના રોલ મુજબ સારી એવી એક્ટિંગ કરી છે. તો રાજાજીની દાદી પણ કમાલ લાગે છે. આ પહેલા ‘આમિર’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી ધારદાર ફિલ્મો બનાવી ચૂકેલા ‘રેડ’ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાએ લાંબા સમય બાદ આ હાઈપ્રોફાઈલ દરોડામાં અસલી ગુનેગાર અને ઓફિસરના નામ ભલે બદલી નાખ્યા હોય, પરંતુ તે સમયની સ્થિતિને ક્રિએટ કરવામાં મહદઅંશે સફળ રહ્યા છે.તો રાજકુમાર ગુપ્તા સાથે મળીને ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ લખનારા રિતેશ શાહે પોતાનો કમાલ બતાવ્યો છે. ફિલ્મના ડાયલોગ દર્શકોને પસંદ આવી રહ્યા છે. આ પહેલા ફિલ્મ ‘પિંક’માં પોતાના કામ માટે પ્રશંસા મેળવી ચૂકેલા રિતેશે ‘રેડ’માં પણ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ પર મહેનત કરી છે. ખાસ કરીને એવી ફિલ્મ જે કોઈ સત્ય ઘટના પર આધારિત હોય. ઈન્ટરવલ પહેલા ફિલ્મ તમને મજાની લાગે છે, તો સેકન્ડ હાફમાં ખૂબ જ રોમાંચક થઈ જાય છે. સૌથી સારી વાત એ છે કે રાજકુમાર ગુપ્તાએ એડિટિંગ ચુસ્ત રીતે કરી છે, જેના કારણે આ ફિલ્મ માત્ર બે કલાકથી થોડા વધારે સમયમાં ખતમ થઈ જાય છે. આ વીકેન્ડ પર જો તમે કઈ રોમાંચક જોવા ઈચ્છો છો, તો આ ફિલ્મ તમારા માટે જ છે.
2
સાકિબે પોતાના રોલ અનુસાર ઠીકઠાક એક્ટિંગ કરી છે. તો તાપસી એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે. તાપસીનો ફંકી અવતાર તેના ફેન્સને પસંદ આવી શકે છે. તાપસી આજકાલ દરેક ફિલ્મમાં કંઇક નવું કરે છે. યંગસ્ટર્સ માટે ફિલ્મમાં ખૂબ જ મસાલો ભરેલો છે. જેથી તમે તેમની સાથે કનેક્ટ થઇ શકો છો.સુમિત અને કોરોલી આ લીડ રોલ સિવાય પણ અનેક સ્ટાર્સે પોતાના ગજા મુજબની જ એક્ટિંગ કરી છે. આ ફિલ્મના ગીત પણ સારા છે. અલેયાએ ફિલ્મની સ્ટોરીને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનાવી છે. જેમાં તે સફળ રહ્યાં છે. જો તમને રોમાન્ટિક કોમેડી પસંદ હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.
2
આ ફિલ્મની સ્ટોરી બિલકુલ માનવીની જિંદગી જેવી જ હોય છે. શરૂઆત અને અંત બન્ને નક્કી હોય છે. ‘હેટ સ્ટોરી 4’ની સ્ટોરી પણ બિલકુલ આવી જ છે. જેમાં પ્રેમ કરતાં નફરત વધારે છે. આ ફિલ્મ ‘હેટ સ્ટોરી’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ છે. ગત દિવસોમાં ‘ગોલમાલ’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ ‘ગોલમાલ 4’ પણ રિલીઝ થઇ હતી. હવે જ્યારે હેટ સ્ટોરીની ચોથી ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે પાંચમાં ભાગને લઇને પણ ચર્ચા છે. આ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં જોવા મળ્યો છે.ફિલ્મના ડિરેક્ટર વિશાલ પંડ્યાએ દર સિરીઝની ફિલ્મ્સની જેમ જ નવા કલાકાર અને નવા એંગલ નાખવાની કોશિશ કરી છે. આ ફિલ્મમાં પણ તેણે અનેક કોશિશ કરી છે. જોકે, આ વખતે તેની ટીમમાં કોઇ પણ ફેમસ સ્ટાર નથી. છતાં આ ફિલ્મ ફ્રેન્ચાઈઝીનો ફાયદો ઉઠાવીને દર્શકો પર પ્રભાવ છોડવામાં સફળ રહી છે.ફિલ્મનું સંગીત સારૂ છે તો ‘હેટ સ્ટોરી’ની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ હોય સીન્સની ભરમાર છે. ડિરેક્ટરે ફિલ્મ માટે સુંદર લોકેશન શોધ્યાં છે. આ ફિલ્મમાં ડાયલોગ્સ જોરદાર છે. જેણે કાંટે, ઝંકાર બીટ્સ, શૂટઆઉટ એટ વડાલા જેવી અનેક ફિલ્મ્સ લખી છે. ફિલ્મના ડાયલોગ્સ દર્શકોને પસંદ આવી રહ્યાં છે. જો તમે રોમેન્ટિક થ્રિલર ફિલ્મના શોખીન છો તો આ ફિલ્મ જરૂર તમને પસંદ આવશે.
2
‘એન એચ 10’ અને ‘ફિલ્લૌરી’ પછી પ્રોડ્યુસર અને એક્ટર તરીકે અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બોલિવૂડની હોરર જોનરની અનેક ફિલ્મ્સમાં સારી સ્ટોરીલાઈન ધરાવતી ફિલ્મમાં ‘પરી’નો ચોક્કસથી સમાવેશ કરવો જોઇએ.રામ ગોપાલ વર્માની હોરર જોનરની શાનદાર ફિલ્મ ‘ભૂત’ 15 વર્ષ પહેલા આવી હતી. આ ફિલ્મનો સમાવેશ ભારતની ડરામણી ફિલ્મ્સમાં કરવામાં આવે છે. આ પછી બોલિવૂડમાં ‘એક થી ડાયન’ એક એવી ફિલ્મ હતી. જે ‘ભૂત’ની નજીક પહોંચી શકી હતી. હવે અનુષ્કા શર્માની ‘પરી’માં પણ દર્શકોને થ્રીલ અને રોમાંચ મહેસૂસ થશે.એક હોરર ફિલ્મમાં જોવા મળતો તમામ પ્રકારનો મસાલા કરતાં આ ફિલ્મ હટકે છે. સામાન્ય રીતે હોરર ફિલ્મમાં કાન ફાડી નાખે તેવું બેકગ્રાઉન્ડ સ્કોર, જમ્પિંગ સીન, કેરેક્ટર અને ડ્રામેટિક રીતે ઇવિલ સ્પિરિટથી જકડાયેલા અન્ય કેરેક્ટરનું પર્ફોર્મન્સ કરતાં જરા હટકે સ્ટોરી લાઇન બતાવવામાં આવી છે. સ્ટોરીલાઇનની માવજત સારી રીતે કરવામાં આવી છે. સાઇલન્સ હોવાં છતાં ડરામણો અનુભવ, લવ સ્ટોરી તેમજ ડરામણાં દ્રશ્યો તમને જકડી રાખે છે.અનુષ્કા શર્મા, પરમ્બ્રતા ચેટર્જી અને રજત કપૂરે પોતાની એક્ટિંગથી ફિલ્મની સ્ટોરી લાઇનને બરાબરનો ન્યાય આપ્યો છે. ફિલ્મના એક્ટર્સના કારણે જ સ્ટોરી ક્યાંય ઢીલી પડતી હોય તેવું લાગતું નથી. આ ફિલ્મના હેડફોન સીનના સિકવન્સને આવતા વર્ષો સુધી હોરર ફિલ્મ્સની બેસ્ટ સિકવન્સમાં યાદ રાખવામાં આવશે.આ ફિલ્મનું ડિરેક્શન પણ કમાલનું છે. જે તમારૂં ધ્યાન ખેંચવામાં સફળ જાય છે. કોલકાતાના સૂમસાન રસ્તાઓથી લઇને વરસાદ અને કાળો અંધારપટ ધરાવતા ઘરમાં ટીમટીમતી લાઇટોના લોકેશન્સ અને હવાથી ચાલતા પડદા પણ તમને ડરાવી શકે છે. લોકેશન તો અદ્ભૂત છે જ ઉપરાંત ડિરેક્શન પણ કમાલનું છે. આ ડિરેક્ટરની જ કમાલ છે. જેથી પરી ક્રિસ્પી થ્રિલર બની શકી છે.બોલિવૂડ ફિલ્મ્સમાં હોરર જોનરની ફિલ્મ્સ ઓછી બને છે. જો તમને હોરર મૂવિ જોવી ગમતી હોય અને એક સારી સ્ટોરી લાઇનની શોધમાં હોવ તો તમને ચોક્કસ આ ફિલ્મ ગમશે.
2
ચીની કમ, પા, શમિતાભ, કી એન્ડ કા જેવી હટકે ફિલ્મો બનાવનાર આર. બાલ્કીએ પૂરી કોશિશ કરી છે કે તે મેન્સ્ટ્રુઅલ હાઈજિનના મુદ્દાને સારી રીતે ફિલ્મમાં વણી લે. એ વાત સાચી છે કે આ મુદ્દે જાગૃતિ માટે ફિલ્મ બનવી જરૂરી છે પરંતુ કેટલીય જગ્યાએ આ ફિલ્મમાં ડિરેક્ટર લાગણીમાં વહીને ઉપદેશાત્મક બનાવી દે છે. તેની સ્ટોરી થોડી લાંબી ખેંચી હોય તેવુ લાગે છે.ફિલ્મના ડાયલોગ્સ ઘણા સારા લખાયા છે. તેના હળવા કોમિક દૃશ્યોને કારણે ફિલ્મમાં દર્શકોનો રસ જળવાઈ રહે છે. ફિલ્મનો સેકન્ડ હાફ ફર્સ્ટ હાફ કરતા વધારે રસપ્રદ છે. બાલ્કીએ સાઉથને બદલે મધ્યપ્રદેશનો બેકડ્રોપ રાખ્યો હોવાથી ફિલ્મ વધુ રસપ્રદ બની શકી છે.આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ અક્ષય કુમાર છે. તેણે પેડમેનના રોલને દિલથી નિભાવ્યો છે. એક કલાકારના રૂપમાં તે આ ફિલ્મમાં બરાબર ખીલ્યો છે અને દર્શકોને પોતાના રોલમાં ઢસડી જવામાં સફળ નીવડે છે. સમાજ દ્વારા બહિષ્કાર પછી પણ ચૌહાણ કેમ પોતાની જીદ નથી છોડતો એ વાત ફિલ્મમાં સારી પેટે દર્શાવી છે.રાધિકા આપ્ટે આજના જમાનાની સૌથી નેચરલ અભિનેત્રીઓમાંની એક છે અને તેણે પોતાના રોલને સહજતાથી નિભાવ્યો છે. સોનમ કપૂરે પણ ફિલ્મમાં સારી એક્ટિંગ કરી છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ મમજબૂત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી પણ પ્રભાવ પાડે તેવી છે. ફિલ્મમાં અમિત ત્રિવેદીનું સંગીત ઠીકઠાક છે અને ફિલ્મના પેડમેન, હૂબહૂ, આજ સે મેરા હો ગયા જેવા ગીતો હિટ થઈ ચૂક્યા છે.અક્ષય કુમારના ચાહક હોવ તો તેની એક્ટિંગ માટે આ ફિલ્મ જોવી જોઈએ. આ ઉપરાંત તમે સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મ જોવાનું પસંદ કરતા હોવ તો પણ તમને આ ફિલ્મ ગમશે.
2